________________
- ૧૮. નવતત્ત્વનું ચિંતન : (વિશ્વની અબાધિત રચના)
IIIIIIIIIIII
સાધક અવસ્થામાં મન પદ્ગલિક પદાર્થોમાં પ્રવૃત્ત થઈ ઈનિષ્ટ બુદ્ધિ કરતું હોય ત્યારે મનને પ્રથમ નવતત્ત્વાદિનું ચિંતન કરી તેમાં રોકવું. વળી આધ્યાત્મિક ક્ષેત્રમાં પ્રવેશ કરવા સાધકને માટે નવતત્ત્વાદિનું મનન, ચિંતન અતિ આવશ્યક છે. આ તત્ત્વોમાં વિશ્વની રચના સમાઈ જાય છે. જેથી જગતનું સ્વરૂપ જાણી સાધક વૈરાગ્ય પામે છે. આ તત્ત્વો જિનવર કથિત મહા વિજ્ઞાન છે.
આ નવતત્ત્વો એટલે જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ. તેનું ચિંતન કરી તેનો મર્મ જાણવો. મુખ્યત્વે જાણવા યોગ્ય અને ઉપાદેય તત્ત્વ જીવ છે. એ જીવનો ચેતના પ્રવાહજયોતિ નવ તત્ત્વોને પ્રકાશિત કરે છે. એ સર્વ તત્ત્વોથી ભિન્ન એવા આત્માનું લક્ષ્ય કરી આત્મામાં રમણતા કરવી તે તત્ત્વોનો સાર છે. નવતત્ત્વનું ચિંતન કરવાની પદ્ધતિ આ પ્રમાણે છે.
- (૧) જીવ : ચૈતન્ય સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ છે, જાણવું તે જ્ઞાનની ક્રિયા છે. સંસારી જીવ આયુષ્યકર્મને યોગે જીવે છે. વળી અન્ય કર્મને યોગે નવા નવા શરીર ધારણ કરે છે. જીવ ઉપયોગ લક્ષણ યુક્ત છે. શરીરધારી જીવ પ્રાણોને ધારણ કરીને જીવે છે. પાંચ ઈન્દ્રિયો મન, વચન, કાયાબળ, આયુષ્ય, શ્વાસોશ્વાસ આ દ્રવ્યપ્રાણ છે. જીવના દર્શન, જ્ઞાન, ચારિત્ર (સુખ), વિર્ય (શક્તિ) આ ભાવપ્રાણ છે. સંસારી જીવને દ્રવ્યપ્રાણ અને ભાવપ્રાણ બંને હોય છે. સિદ્ધ-મુક્ત જીવને શુદ્ધ ભાવપ્રાણ હોય છે. નારક, તિર્યચ, મનુષ્ય, દેવ, જીવો છે.
હું જીવ છું, શુદ્ધાત્મા, સિદ્ધ સ્વરૂપ છું. સંસારીપણું તે જીવની અશુદ્ધ અવસ્થા છે. તે સર્વ અવસ્થાથી હું ભિન્ન છું એમ ચિંતન કરવું. પોતાના શુદ્ધસ્વરૂપનું ધ્યાવન કરવું.
(૨) અજીવ જે ચેતના કે ઉપયોગ રહિત છે. આત્મા આ અજીવાદિ સર્વ દ્રવ્યોથી ભિન્ન છે. શરીરાદિ સાથે સાંયોગિક સંબંધ છે. તેમાં રાગદ્વેષ ભાવ કરી જીવ બંધનયુક્ત થાય છે. માટે અજીવનું સ્વરૂપ જાણી તેનાથી ભિન્ન સ્વરૂપને આરાધવું. અજીવાદિમાં સવિશેષ પદ્ગલિક
કર્મપરમાણુઓનો સંયોગ છે, તેને આધીન ન થવું. તે અજીવ છે અને Jain E શમરતિernational For Private ૪ રsonal Use Only નવતત્ત્વનું ચિંતty.org