________________
: ૨૧. અજીવતત્ત્વ છે
જીવતત્ત્વનું નિરૂપણ કર્યા પછી હવે અજીવ તત્ત્વનું નિરૂપણ કરવામાં આવે છે. જીવનું લક્ષણ ચેતના છે. અજીવ, ચેતના (ઉપયોગ) રહિત છે. વિશ્વમાં આ બે દ્રવ્યોની મુખ્યતા છે. બીજા દ્રવ્યો તેનો વિસ્તાર છે.
સર્વજ્ઞ પરમાત્માએ સૃષ્ટિની રચનામાં છ દ્રવ્યોનું સ્વતંત્ર પરિણમન દર્શાવ્યું છે. આ છ દ્રવ્યોમાં એક જીવ છે અને પાંચ અજીવ છે. તેમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, કાળ અજીવ અરૂપી છે. જે ઈન્દ્રિય અગોચર છે. પુલાસ્તિકાય અજીવ પણ રૂપી છે. જે સ્પર્ધાદિ લક્ષણયુક્ત છે. આ પ્રમાણે પાંચ અજીવ છે. જીવ સહિત છ દ્રવ્યો છે.
આ છ દ્રવ્યોનું જ્યાં અસ્તિત્વ છે તેને “લોક' કહે છે. તે દ્રવ્યો અસાધરણ લક્ષણથી જુદા સમજાય છે, છતાં અન્યોન્ય સહાયક-નિમિત્ત છે. તેઓ બળાત્કારે અન્યોન્ય ફેરફાર કરતા નથી, દરેક દ્રવ્યો સ્વંતત્રરૂપે પરિણમી પોતાના જ ક્ષેત્રમાં રહી અન્યોન્યને નિમિત્ત થાય છે.
ધર્માસ્તિકાય : જીવ અને પુદ્ગલને ગતિ સહાયક. (નિમિત્ત) અધર્માસ્તિકાય : જીવ અને પુદગલને સ્થિતિ સહાયક. આકાશાસ્તિકાય : દરેક દ્રવ્યોને અવગાહન-જગા આપવામાં સહાયક. પુદ્ગલાસ્તિકાય : સ્પર્શદિવાળું રૂપી છે.
કાળ : વર્તના દરેક દ્રવ્યોનું પરિણમન સ્વતંત્ર છે તેમાં સમયાદિ વ્યવહારમાં કાળ નિમિત્ત છે.
પ્રથમ ત્રણ દ્રવ્યો એક છે. લોકવ્યાપી છે. અસંખ્યાત પ્રદેશ છે. તેમાં આકાશના બે ભેદ છે. જયાં છ દ્રવ્યો છે તે લોકાકાશ છે. અલોકાકાશ જે અનંત પ્રદેશ છે. જયાં છ દ્રવ્યો નથી. કેવળ આકાશ છે.
પુદ્ગલાસ્તિકાય : રૂપી છે, સંખ્યાત, અસંખ્યાત અને અનંત છે. ચૌદરાજલોક વ્યાપી છે. તે સ્પર્શ, રસ, ગંધ અને વર્ણવાળા હોવાથી રૂપી છે. તેનું સૂક્ષ્મ સ્વરૂપ પરમાણુ છે, જે અવિભાજય છે.
જીવને આ પુદ્ગલના સ્પર્ધાદિન નિમિત્તે રાગાદિ વિકાર થાય છે તે કર્મબંધનું કારણ છે. શરીરાદિના સંયોગ વિયોગ તથા મન વચન કાયાની સર્વ ક્રિયામાં પુદ્ગલદ્રવ્ય નિમિત્તરૂપે હોય છે સુખ દુઃખ જન્મ મરણ તે તેનું નિમિત્ત કાર્ય છે. જીવ અજ્ઞાનદશામાં વિભાવરૂપે પરિણમે છે, ત્યારે કર્મ પુગલો ગ્રહણ થાય છે તેને કર્મબંધ કહેવાય છે. પ્રશમરતિ
૧૫૩ For Private & Personal Use Only
અજીવતત્ત્વ www.jainelibrary.org
Jain Education International