________________
દેવું અને સ્વભાવ પ્રત્યે લક્ષ્ય કરવું.
સમગ્ર વિશ્વના જે જે પરિબળો છે તે પણ નિયમથી ચાલે છે. જેમકે સૂર્ય અને ચંદ્ર ગૂઢ એવા ધર્મના નિયમથી પ્રતિદિન ઉદય થાય છે. વળી તીવ્ર તાપથી તપ્ત એવી ધરતીને સમય પ્રમાણે મેઘ વરસીને શીતળતા આપે છે. માનવને ભૌતિક જગતના પ્રલોભનોએ દોડતો કર્યો છે, તેથી સંવેદનશીલતા બૂઝાઈ ગઈ છે. સૂર્ય, ચંદ્ર ઉગે છે, આથમે છે તેને તેમાં કંઈ વિશેષતા જણાતી નથી. સૂર્ય, ચંદ્ર મેઘ એ જીવ સૃષ્ટિને જીવન આપવામાં સહાયક છે. તેને કોઈ દિવસ તો આવકારથી જુઓ.
અરે ! જગતમાં તારું પુણ્ય પરવારે ત્યારે માતા-પિતા, સ્વજનમિત્રો, ભાઈ-બહેન, સો તારા તરફથી મુખ ફેરવી લેશે. અરે ! ખૂદ તારું શરીર પણ રોગથી ઘેરાઈ જશે ત્યારે તને જો સાચું રક્ષણ મળશે તો ધર્મના પ્રભાવથી મળશે.
હા, પણ તે માટે તારે જીવનમાં સદેવ ગુરુ ધર્મમાં શ્રદ્ધા રાખી, અને તેમના શરણમાં સમર્પિત થઈને રહેવું જરૂરી છે.
“ધખો મંગલ મુક્કિડું, અહિંસા સંજમો તવો,
દેવા વિ નર્મસંતિ, જસ્ય ધમ્મસયે મણો.” અહિંસા, સંયમ અને તપ ઉત્તમ ધર્મ છે, જે આવો ધર્મ ધારણ કરે છે તેને દેવો નમે છે. અર્થાત્ ભવરોગ જેવા દુઃખો દૂર થાય છે. અને શાશ્વત એવું સુખ પ્રાપ્ત થાય છે.
ધર્મ ભાવના : (હરિગીત) છે અનેકવિધ ધર્મો જગતમાં, નહીં આત્મને કાંઈ કામના, હિતકર નથી, નથી સત્ય પણ, જૂઠાં જ જૂઠાં જાણવા; સ્વચ્છંદી થઈ કરી પાપ કોક જ ક્ષણિક વિચારતાં, કર્તા પર ઢોળી દઈ, સહુ જગતમાંહી રખડતા; વીતરાગ સર્વજ્ઞ દોષ વિણ પાવન શ્રી જિનવાણી છે, સાત તત્ત્વને જે વર્ણવે, તે સર્વને સુખદાયી છે; એનું જ ચિંતન ફરી ફરી અને ઉરમાંહી જે શ્રદ્ધા ધરે, “મંગત” પૂર્ણ પ્રયત્નથી, નિશ્ચિત ભવ ઉદધિ તરે.
ચિંતનયાત્રા
૭૮
ધર્મ પ્રભાવ ભાવના
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only