________________
પ્રાપ્ત કરી આયુષ્યપૂર્ણ થતાં સ્વસ્વરૂપને, સિદ્ધતાને પામે છે.
ધર્મપ્રભાવ ભાવનાનું ચિંતન : ચાર ગતિમાં મનુષ્ય વિચારશીલતા પામ્યો છે. માટે ચિંતવવું કે મને આર્યકુળ, માનવદેહ, ધર્મના સાધનો, દેવગુરુનો યોગ મળ્યો છે. સ્વધર્મ પામવામાં મને શું નડે છે ? મારો પ્રમાદ, અજ્ઞાન, સંસારના સુખભોગની અભિલાષા, પરિગ્રહ અને પરિવારની મૂછ, દેહાત્મબુદ્ધિ નડે છે. વાસ્તવમાં સ્વરૂપના અજ્ઞાનના કારણે આ નિમિત્તોમાં હું પરાધીન થયો છું. - હું કોણ છું? કયાંથી આવ્યો? શું લાવ્યો? શું લઈ જઈશ? સુખી કે દુ:ખી ? હું ધર્મ પામ્યો છું? આ પ્રશ્નોના જવાબ મેળવવા ચિંતન કરવું. સદ્ગુરુના બોધે તેમાં ઉંડા ઉતરવું. સદ્ભાગ્યે એમ લાગે કે મેં તો અવળો માર્ગ પકડયો છે, તરત જ પાછા ફરવું અને સગુરુ આજ્ઞાએ સાચો રાહ પકડવો. અંતરાય આવશે તેને પુરૂષાર્થપૂર્વક, સમતાથી ત્યજવા.
- વાસ્તવમાં અંતરાય પોતાની અવળી માન્યતામાં છે તેમ વિચારવું. આનંદઘનજીએ પ્રકાડ્યું છે કે - “આતમબુદ્ધ કાયાદિક ગ્રહયો બહિરાતમ અધરૂપ, (પાપ) સુજ્ઞાની, કાયાદિનો સાખીધર રહ્યો, અંતરઆતમ રૂપ, સુજ્ઞાની, જ્ઞાનાનંદે હો પૂરણ પાવનો, વર્જિત સકળ ઉપાધિ, સુજ્ઞાની, અતીન્દ્રિય ગુણ ગણ આગરું, પરમાતમ પદ સાધ. સુજ્ઞાની.
પીંજરાનો પોપટ ભૂંગળી પકડીને બેઠો છે, તે માને છે કે ભૂંગળી છોડી દઈશ તો પડી જઈશ તેથી ભૂંગળીને જોરથી પકડી રાખે છે. તેમ અજ્ઞાન વશ જીવ સંસાના પદાર્થો, પરિવાર, પરિગ્રહ, પરભાવને પકડી રાખે છે. એના વગર કેમ જીવાય? માટે ચિંતવવું કે પૂર્વે આવા ઘણા પદાર્થો ત્યજીને આવ્યો છું. આ પદાર્થો પણ ત્યજીને જવાનો છું. જે આવવાનો છે તે તો મારો સ્વાત્મા, તો પછી તેને જ મારો કરું, શુદ્ધ રાખું તો સાચું સુખ પામું. - સર્વજ્ઞ પ્રભુએ જેને ધર્મ કહ્યો છે, તેવા આત્માના શુદ્ધ પરિણામને તો હું હજી ધ્યાવતો નથી, કે હું તો સર્વથી ભિન્ન ચૈતન્યસ્વરૂપ શુદ્ધાત્મા છું. આ દેહાદિ સ્વરૂપ હું નથી અને કોઈ મારા નથી. એકવાદિ ભાવનાઓનું અનુસંધાન કરી ધર્મભાવના, શુદ્ધાત્માની ભાવનાને પુષ્ટ કરવી, દિવસમાં બે પાંચ વાર મનમાં ધારણ કરવું કે હું શુદ્ધાત્મધર્મવાળો છું. આ સર્વ સંયોગો કર્માધીન છે તે સ્વભાવરૂપ નથી માટે મારે તેનું તાદાગે ત્યજી
ચિંતનયાત્રા
નવ ભાવના www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only