________________
* સ્મરણાંજલિ * સ્વ. શ્રી સુધાબહેન તમારી ચિરવિદાયને લગભગ બે વર્ષ પૂરા થયા છતાં તમારી અંતિમ સમયની સ્વસ્થ મુદ્રા અમારા ચિત્ત પર અંકિત થયેલી છે. તમે સ્નેહભર્યું જીવન જીવ્યા અને અંત સમયે સમતાથી વિદાય થયા. તેમાંથી અમને ઘણી પ્રેરણા મળી છે. તેના કારણે શુભભાવથી પ્રેરાઈને અમે આત્મશ્રેયરૂપ પ્રસ્તુત ગ્રંથ તમારા સ્મરણાર્થે સૌને હાર્દિક ભાવે ભેટ ધરીએ છીએ. પ્રભુ તમારા આત્માને શાંતિ આપે તેવી અભ્યર્થના સાથે.
લી. ધીરેન્દ્ર પ્રાણલાલ શાહ
નિરાલી, સિદ્ધાર્થ
‘‘ચિંતિત જેનાથી પ્રાપ્ત થાય તે મણિને ચિંતામણી કહ્યો છે એ જ આ મનુષ્યદેહ છે કે જે દેહમાં, યોગમાં આત્યંતિક એવા સર્વ દુઃખના ક્ષયની ચિંતતા ધારી તો પાર પડે છે.
અચિંત્ય જેનું માહાતમ્ય છે, એવું સત્સંગરૂપી કલ્પવૃક્ષ પ્રાપ્ત થયે જીવ દરિદ્ર રહે એમ બને તો આ જગતને સુ વિષે તે અગિયારમું આશ્ચર્ય જ છે.''
- શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત ૯૩૬