________________
૧૮.
વ્યાખ્યાન સાહિત્ય સગ્રડુ-ભાગ ૩ .
દેશમ
===
==
ભાવના સંસ્કારા તે બ્રહ્મચારિયાના હૃદયમાં ઉત્પન્ન થતાજ નહિ અને એ આપણી પ્રાચીન મત કેળવણીને પ્રતાપે આપણી જાતિ અને દેશનું સર્વ પ્રકારે કલ્યાણ થતું હતું. છેકરાઓ સાથે કન્યાએનાં પણ ગુરૂકુલા તે સમયે અસ્તિત્વમાં હતાં કે જ્યાં કન્યાએ પણ ચેાગ્ય વય સુધી બ્રહ્મચર્ય પાળી વિદ્યાભ્યાસ કરી પેાતા સમાન ચેાગ્ય વય-ગુણ અને જ્ઞાનવાળા સુશીલ પતિની સહચારિણી થઇ સંસારને સ્વર્ગ તુલ્ય કરી મુક્તી. અત્યારે એ ચિત્ર તેા ભૂતકાળની વાર્તાના સ્વપ્ર સમાન છે. તાપણુ આપણા પૂર્વ પુરૂષાના ધાર્મિક અને સદાચરણી જીવનેાનુ સ્મરણ કરતાં આપણા અંત:કરણમાં પ્રાચીન સમયમાં અપાતી ઉત્તમ શિક્ષણપદ્ધતિનાં યશેાગાન ઘુંટાયા કરે છે. અત્યારે આ ઉન્નતિના જમાનામાં આપણા તે પૂર્વકાલ પુન: લાવવાની કેશિશા થાય છે અને તેમાં આપણા જૈનમાંધવા પણ જે હીલચાલ કરી રહ્યા છે અને અખતરાની ખાતર પણ ગુરૂકુલની શિક્ષણપદ્ધતિના પ્રચાર કરવાના જે પ્રારંભ કર્યેા છે તે સ્તુતિપાત્ર છે. અમે માનીયે છિયે કે જૈન કામમાં એવા ઉત્તમ સસ્કારી ચારિત્રવાળા અને નીતિમાન પુરૂષષ ઉત્પન્ન કરવાને માટે અવશ્ય ગુરૂકુલપદ્ધતિને માન આપવાની જરૂર છે. આપણા વિખવાદ અને અજ્ઞાનને ટાળવા અને આપણા જૈન ધર્મ અને તેના સિદ્ધાંતાના પ્રચાર કરવા તેવાં ગુરૂકુલેામાંથી જ્યારે આપણે ધર્મ અને જાતિની ઉન્નતિ અર્થે પ્રયત્ન કરનાર બ્રહ્મચારિયા ઉત્પન્ન કરીશું તેા ગુરૂકુલને એક બ્રહ્મચારી જ્યારે અહિંસાના ઊંચ સિદ્ધાંતનુ પ્રતિપાદન કરવા માંસાહારિ પ્રજા સન્મુખ ઉભા થશે ત્યારે તેના અદ્ભુત જ્ઞાન અને આત્મખળ આગળ સૃષ્ટિના પાપાત્માએ તેના ચરણમાં મસ્તક નમાવશે અને હિંસાને સ્થળે જ્યાં ત્યાં શાંતિનાં દન થશે. પાંજરાપાળા સ્થપાવા અને બકરીઈદને દિવસે તન અને ધનના ભાગે થતી કતલ અટકાવવાનું જૈન મહાજનનું ક્ષેત્ર ઘટી જશે. અમારા ગુજરાતના જૈનમાંધવા પણ એક એવું ગુરૂ*કુળ માત્ર અખતરા તરીકે પણ જો સ્થાપન કરવા પ્રયત્ન કરે તેા અન્ય કામેની માફક તેમને નાણાંને માટે બહુ સાચમાં આવવું પડે તેમ નથી. જેનેામાં એવા શ્રીમંત નરા પડ્યા છે કે આવું એક ગુરૂકુલનું કાર્ય કરવું તેમને મન સહેલ છે. વળી શ્રી આણુંદજી કલ્યાણજીની પેઢી પાસે પણ ખાસ શ્રાવક અને શ્રાવિકાઓના લાભાર્થે એક સારૂં ભડાલ એકઠું થયું છે; તે જો શેઠ આણુંદજી કલ્યાણજીની પેઢીની આગેવાની હેઠળ આવી ગુરૂકુલજેવી કેલવણીની સંસ્થા
* હાલમાં મુંબામાં યાત્રતા મહાવીર જૈનવિદ્યાલયને જે સારી મદદ મળે તે તે આ બધું કાર્ય પૂરું પાડે એમ જણાય છે,