________________
પરિ છે.
વિદ્યાપ્રશંસાધિકાર. =============== ======= == પડતું કાર્ય કરી રહી છે. કેળવણીની દિશામાં ત્યાંની હિંદુ અને મુસલમાન કેમે પિતાપિતાની સ્વતંત્ર યુનિવસીટીઓ સ્થાપવા કોશીશ કરે છે. ત્યાંની પ્રજાના હસ્તક પ્રજાનાં ફંડથી શાળાઓ અને સ્કૂલની મેટી સંખ્યા છે. વળી આર્ય સમાજીક અને સનાતન ધર્મિઓનાં ગુરૂકુળ પણ ત્યાં જાહેર પ્રજાની સહાયતા ઉપરજ ચાલે છે. ઉત્તર હિંદુસ્તાનના આપણુ અન્ય ધર્માવલંબી બંધુઓ કેલવણીની દિશામાં જે સ્તુતિપાત્ર કાર્ય કરી રહ્યા છે, તે સાથે ત્યાંના આપણા જેનબંધુએમાં પણ જાગૃતિ ફેલાયેલી જણાય છે. ત્યાંના આપણા જેનીબંધુઓ પણ પિતાની સામાજીક અને ધાર્મિક દશામાં યથાગ્ય સુધારણા કરવા પ્રયત્ન કરી રહ્યા છે અને તેમના પ્રયત્નના ફળતરીકે અત્યારે દિલ્હીમાં જેન વિદ્યાર્થિ માટે એક નવું ગુરૂકુલ સ્થાપન થયું છે. આ ગુરૂકુલ કલકત્તાવાળા બાબુ બુદ્ધસિંહજીના હસ્તે ખુલ્લું મુકવામાં આવ્યું છે અને તેની સાથે હિંસારનું જૈન અનાથાશ્રમ જોડી દેવામાં આવ્યું છે. ગુરૂકુલ શબ્દથી અત્યારે ભાગ્યે જ કોઈ અપરિચિત હશે, પરંતુ પ્રાચીન શબ્દને પુનઃ આ જમાનામાં સાકારરૂપે પ્રગટ કરવાનું માન આપણે આર્યસમાજને આપવું પડશે. ગુરૂકુલો એ ધાર્મિક જીવન રાખનારા આપણા પૂર્વજોની યુનિવર્સીટી હતી કે
જ્યાં વિદ્યાર્થિયે બ્રહ્મચર્ય અવસ્થામાં રહી ગુરૂની પાસે વિદ્યાભ્યાસ કરતા અને ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરવાને ગ્ય આત્મીય અને શારીરિક દશાની ઉંચ કેટીયે ગયેલા બ્રહ્મચારી તેવાં ગુરૂકુલેમાંથી બહાર પડતા. જેમના પ્રતાપે આર્ય જાતિને ગૃહસ્થાશ્રમ અન્ય જાતિ કરતાં સુખી અને સંસારને અસાર નહિ, કિન્તુ સારવાળો કરનાર નીવડત હતો. બ્રહ્મચર્યનો મહિમા અલૈકિક છે. તે વ્રતધારી મહાત્માઓએ દુનીયામાં અમર નામના કરી છે. જ્યારે આખી આર્ય પ્રજામાં આવાં ગુરૂકુલો દ્વારા શિક્ષણ અપાતું હતું કે જ્યાં એક વિદ્યાર્થિને પૂર્ણ બ્રહ્મચર્ય પાળવાની તક મળતી ત્યારે એ જ બ્રહ્મચર્યને પ્રતાપ હતો કે આ જાતિમાં ઉંચ સંસ્કાર અને વિચારે હોવાનું આપણા પૂર્વ પુરૂનાં જીવન ઉપરથી જણાય છે અને એક વેળા આર્ય પ્રજા સંસારની અન્ય પ્રજામાં સર્વ પ્રકારે સર્વોપરિ મનાતી હતી. વળી તેવાં ગુરૂકુલેમાં અપાતી કેળવણું હાલ જેટલી ખર્ચાલ અને અગવડકર્તા થતી નહિ. પૂર્વના ગુરૂઓ વિદ્યાર્થિને નિસ્વાર્થપણે વિદ્યાનું દાન કરવામાં પિતાનું કર્તવ્ય માનતા અને કેવળ ભિક્ષાવૃત્તિ ઉપર તે સમયનાં ગુરૂકુલને નિર્વાહ ચાલતો હતે. તે ગુરૂકુલની શિક્ષણ પદ્ધતિ એવા પ્રકારની હતી કે ત્યાં રાય રંક–અમીર-ફકીર સનાં બાળકો એક સાથે અને એક સરખી રીતે અભ્યાસ કરતાં હતાં. ત્યાં ગરીબ શ્રીમંત અને ઉંચ નીચને ભેદભાવ દષ્ટિગોચર થતું નહતે. અભિમાન અને ભેદ
3