________________
જૈન શ્રમણ
શ્રમણાધિપતિ ભગવાન મહાવીરનો જ્યકારી વિશ્વપ્રભાવ-વિશિષ્ટ દર્શન
અનુમોદક : પ.પૂ. જયદર્શન વિ.મ.સા. (નેમિપ્રેમી)
૧૦૦૮ લક્ષણવાન, શ્રમણાધિપતિ, ચરમતીર્થપતિ મહાવીરદેવ વિશે એક નવી જ પદ્ધતિથી ઊંડાણનું ખેડાણ કરતા આ લેખ પ્રસ્તુત કરી રહ્યા છે સિદ્ધહસ્ત લેખક ૫.પૂ. જયદર્શન વિ.મ.સા. (નેમિપ્રેમી)
લેખમાં પ્રભુજીની તીવ્ર તપસ્યા, પૂર્વભવોની રહસ્યમય વાતો તથા અનેક જીવંત પાત્રો સાથેના
અંતિમ ઋણાનુબંધ ઉપરાંત અંતિમ નિર્વાણસાધના દ્વારા અંતિમ ભવની પૂર્ણાહૂતિને રોચક રીતે રજૂ કરવામાં આવી છે.
Jain Education Intemational
૫૫
જે સમયકાળમાં મિથ્યાત્વીઓ, વૈદિક પરંપરામતીઓનું જોર હતું, યજ્ઞમાં પશુઓથી લઈ માનવીઓ પણ અમરકુમારની જેમ હોમાતા હતા, વસુમતીની જેમ સ્ત્રીઓ બજારમાં વેચાતી હતી, કાલસૌરિક કસાઈની જેમ દરરોજ પાંચસો જેટલા પાડાઓને મારી નાખનાર પાપીઓ હતા કે રેવતીની જેમ કામણટ્મણથી સપત્નીઓને પરેશાન કરી શકનાર માંત્રિક-તાંત્રિકો હતા ત્યારે વિષમતા વચ્ચે પણ સમતાની સાધના કરી કર્મની બાધનાઓ, ઉપસર્ગો, પરિસહો, અંતરાયો અને વિઘ્નોની ફોજને હડસેલી વિશ્વવિક્રમ-વિશ્વઅજાયબી અને વિશ્વ-પ્રભાવ સ્થાપનાર એક મહાપરાક્રમી મહાપુરુષનો જન્મ થયો. લોકો ભલે તેમને મહાવીર તરીકે ઓળખે-નવાજે, પણ તે નામ તેમના લોકોત્તર કામ અને ધર્મ માટે ચૂકવેલ દામ સામે બહુ જ નાનું પડી જાય છે.
ભારંડની જેમ અપ્રમત્ત, કાદવથી કમળની જેમ નિર્લેપ તથા સુવર્ણની જેવા તેજસ્વી-ઓજસ્વી અને મહાપ્રભાવિક મહાવીર પ્રભુ વિષે કંઈ પણ લખવું તે ફક્ત તેમના પ્રતિ બાળભક્તિ વ્યક્ત કરવા જેવી ચેષ્ટા ગણાશે. તે બાબત લેખકશ્રી સ્વયં લેખ દ્વારા જ જણાવી રહ્યા છે. વિશેષમાં યોગાનુયોગ શ્રમણ તીર્થંકર ભગવંતનો આ લેખ વિ.સં. ૨૦૬૫ની ચૈત્રી ઓળીના પ્રથમ દિને અરિહંતપદની આરાધના આયંબિલ અને જપ સાથે કરતાં પૂના મુકામે લેખકશ્રીએ રચ્યો અને ઠીક મહાવીર જન્મકલ્યાણકના દિવસે ચૈત્ર સુદિ ૧૩ના પૂર્ણ કર્યો, તેવું લેખકશ્રીએ જણાવતાં સવિશેષ આનંદ થયો છે. તદુપરાંત તેઓ જણાવે છે કે તેમના બચપણ જીવનનો વિકાસ પણ ઝરિયા મુકામે પ્રભુ મહાવીરદેવના દહેરાસરમાં ઉપાસના કરતાં થયો, તેથી તેઓ ચારિત્રજીવન પૂર્વે દર વરસે ધનતેરસના દિવસે સજોડે પરમાત્મા મહાવીરદેવના કોઈ પણ જીવનપ્રસંગ ઉપર રંગોળીઓ કાઢતા અને કુલ મળી દોઢસોથી વધુ સ્તવનો સંયમગ્રહણપૂર્વે રચ્યાં. તેમાં અનેક રચનાઓ તો ભગવાન મહાવીરદેવ વિશેની હતી.
શિખરજી-ૠજુબાલિકા, પાવાપુરી વગેરે તીર્થોની ૩૬ વાર જાત્રા પછીના આનુભિવક લખાણથી સમૃદ્ધ લેખને સૌ કોઈ ભાવથી વાંચે તેવી શુભાપેક્ષા. ભગવાન મહાવીરકાલીન શ્રમણો વિશે તથા ગણધરશ્રેષ્ઠ ગૌતમ શ્રમણ વિશે બીજા બે લેખો પણ આ લેખ સાથે સંકળાયેલ રચનાઓ જાણવી. —સંપાદક
For Private & Personal Use Only
www.jainelibrary.org