________________
રક
વંદનીય હૃદયસ્પર્શ આપણા સંસ્કારક્ષેત્રે આગવું પ્રદાન કર્યું હતું.
હું કૉલેજમાં અભ્યાસ કરતો ત્યારે એમના સંપર્કમાં આવેલો. સેટ ઝેવિયર્સ કૉલેજમાં અધ્યાપક થયો ત્યાર પછી યુવક સંઘની કાર્યવાહક સમિતિના સભ્ય થયા પછી એમના વિશેષ ગાઢ પરિચયમાં આવવાનું બન્યું. પરમાનંદભાઈનો મારા પ્રત્યે સ્નેહપૂર્વક પક્ષપાત રહેતો. જોકે મારી બધી જ વાત સાથે તેઓ સંમત થતા નહિ. ઈ. સ. ૧૯૫૫માં સ્વ. પૂ. પુણ્યવિજયજી મહારાજના સંપર્કમાં આવ્યા પછી એમની પ્રેરણાથી મેં મંદિરે દર્શન-પૂજા કરવા માટે જવાનું ચાલુ કર્યું. વળી ત્યારથી સાધુ-મહાત્માઓ પાસે ઉપાશ્રયમાં જવાનું પણ ચાલુ થયું. પરમાનંદભાઈને ક્રિયાકાંડ પ્રત્યે થોડી અરુચિ હતી, તો પણ મારી તે પ્રત્યેની રૂચિ તરફ આદર દર્શાવતા હતા. ક્યારેક વળી એ વિશે મારી સાથે વિચારવિનિમય પણ કરતા. કોઈક વખત અમે સાથે ક્યાંક જતાં હોઈએ અને રસ્તામાં મંદિર આવે તો તેઓ મંદિરમાં જવા માટે મને આગ્રહ કરતા અને એટલો વખત પોતે બહાર ઊભા રહેતા. કોઈક સુંદર કલાત્મક મંદિર હોય તો તેમાં જવાનું તેમને મન થતું, પરંતુ જ્યાં ભીડ અને ઘોંઘાટ હોય ત્યાં તેઓ જતા નહિ. સાધારણ ક્રિયાકાંડી સાધુઓ પાસે જવાનું તેમને ગમતું નહિ. પરંતુ કોઈ તેજસ્વી, વિચારશીલ, વસ્તૃત્વ છટાવાળા સાધુ પાસે ઉપાશ્રયમાં જવું હોય તો તેઓ મને સાથે લઈ જતા. પરમાનંદભાઈને પ્રતિમાનો વિરોધ ન હતો. પોતાના ઘરમાં દર્શન માટે એક સુંદર પ્રતિમા તેમણે રાખી હતી. પરંતુ જડ, અંધ, ગતાનુગતિક રૂઢાચાર પ્રત્યે તેમને ભારે અણગમો હતો.
જૈન યુવક સંઘે બાળદીક્ષાનો વિરોધ કર્યો હતો. “સંઘ'ની સ્થાપનાના મૂળમાં પણ બાળદીક્ષાની વાત રહેલી હતી. પરંતુ એ દિવસોમાં ખાદી ન પહેરતા જૈન સાધુઓ પ્રત્યે ગાંધીજીના રંગે રંગાયેલા એવા કેટલાક કાર્યકર્તાઓને પૂર્વગ્રહ બંધાઈ ગયો હતો. આ પરિસ્થિતિમાં આઝાદી પછીના સમયમાં મારા જેવો કોઈ સભ્ય સાધુઓના સંપર્કમાં રહે એ કેટલાંક વડીલ સભ્યોને ન ગમે તેવી બાબત હતી. હવે તો પરિસ્થિતિ ઘણી બદલાઈ ગઈ છે. ખુદ પરમાનંદભાઈના સમયથી તેમાં પરિવર્તન આવવું ચાલુ થઈ ગયેલું. પર્યુષણ વ્યાખ્યાનમાળામાં પૂ. પુણ્યવિજયજી મહારાજ, પૂ. નગરાજજી મહારાજ, પૂ. ઉજ્જવળકુમારીજી જેવાં વિદ્વાન સાધુ-સાધ્વીઓને વ્યાખ્યાન માટે તેમણે નિમંત્રણ આપેલાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org