________________
૨૦
AAAAP
તત્વનયીની પ્રસ્તાવના, વર્જિત છે. તેમાંના પહેલા ઉપાસના કરવાને યોગ્ય છે. અને બીજા છે તે જ્ઞાન કરવાને ગ્ય છે, એ વેદાંતમાં ઉપદેશ આપેલો છે. ”
વળી–વૃહત ઉપનિષદ્ શાંકરભાષ્યના-૧-૪-૬ ના સૂત્રની વ્યાખ્યામાં–
હિરણ્યગર્ભ-પ્રજાપતિને ઉપાધિવેશથી સંસારીપણું છે. પણ પરમાર્થથી સંસારીપણું નથી. પોતે તે અસંસારીજ છે. એ જ પ્રમાણે–એકપણું અને અનેકપણું હિરણ્યગર્ભ પ્રજાપતિનું છે. તે જ પ્રમાણે એકપણું અને અનેકપણું સર્વ જીવોનું પણ છે.”
ઉપરના બે ફકરાથી વિચારવાનું કે
બ્રહ્મસૂત્રના બ્રહ્માને-ઉપાધિવાળા, અને અને ઉપાધિવાળા લખીને અનેક સ્વરૂપના બતાવ્યા. બ્રહ્મજ બે છે તે પછી અદ્વૈત કર્યું?
ઉપનિષના બ્રહ્માને ઉપાધિવેશથી સંસારીપણું, અને અસંસારીપણું લખીને એક અનેક સ્વરૂપના બતાવ્યા, તેજ પ્રમાણે બધા જીવોને પણ એક અનેક સ્વરૂપના બતાવ્યા. અનેક રૂપના બ્રહ્મ અને જીવે છે, તે પછી અદ્વૈત કેવા પ્રકારનું ?
પણ એજ બ્રહ્મ સૂત્રના નૈમિત્તલમા ના સૂત્રની વ્યાખ્યા કરતાં એક વસ્તુમાં બે ધર્મ રહી શકે નહીં એમ લખ્યું હતું ત્યારે આ એક બ્રહ્મમા, અને એક એક જીવમાં, અનેક ધર્મો કેવી રીતે લખીને બતાવ્યા ?
બીજી વાત એ છે કે-ઉપાધિવાળા.ઉપાસનાને યોગ્ય છે?
ત્રવેદમાં–સૃષ્ટિને ઉત્પન્ન કરવાની ઉપાધિમાં પડેલા -બ્રહ્માનાં ત્રણ મોટા સૂક્તો છે પણ તે બ્રહ્મા આજ સુધી કેઈના જોવામાં કે જાણવામાં આવેલા નથી. અને પુરાણોમાં લખાયેલા ઉપાધિવાળા બ્રહ્મા, ઉપાસનાને ગ્ય જણાતા નથી ત્યારે કયા ઉપાધિવાળા બ્રહ્માની ઉપાસના? મણિલાલભાઈને આ પ્રજાપતિ નવીન રૂપના લાગ્યા છે. અને વિચાર કરતાં લાગે પણ તેમજ છે. માટે આ બ્રહ્માના સંબંધવાળા બધા લેખમાં ધ્યાન દેવાની જરૂર છે.
પ્રાચીન ગણાતા વૈદિકે એ-કેરી કલ્પના કરીને જગના કર્તા અનેક દેને લખીને બતાવ્યા, અને કહિપત બ્રહ્માને–વેદમૂળક ઠરાવવા ચારે વેદો સુધીમાં દાખલ કરી દીધા. ત્યારે બીજા મતવાળાઓએ પણ પોત પોતાના ઇશ્વરેને આ સૃષ્ટિના કર્તા લખી જણાવ્યા. પરંતુ-અનાદિની આ સૃષ્ટિ,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org