________________
તત્ત્વત્રયીની પ્રરતાવના.
રોના લેખકે પિતાના ગ્રંથના પૃ. ૧૫૩ માં લખ્યું છે કે- ઇંદ્ર અને વિષ્ણુ
એમના કૃત્યને વિચાર કરીએ તો તે કાલ્પનિક પુરૂષના હતા એમ દેખાય છે ?” - આ લેખથી તેમને એજ સૂચવ્યું છે કે બ્રહ્માના, રૂદ્રોના કૃત્યનો વિચાર કરતાં એ બે વ્યક્તિઓ તેમને ઈતિહાસ સ્વરૂપની લાગેલી નથી.
વળી અતિ સૂક્ષ્મ દષ્ટિવાળા-મણિલાલ નભુભાઈ દ્વિવેદી પિતાના સિધ્ધાંત સારના પ્ર. ૪૪ માં લખે છે કે...“ યજ્ઞ પુરૂષ નોજ દેવ કલ્પા, પ્રજપતિ બધાના મોખરે આવી સૃષ્ટિને કર્તા, નિયંતા થઈ બ્રહ્મા તરીકે પૂજા.”
આ બધી વાતોથી વિચારવાનું કે
ઈ. સ. પૂર્વે સહસ્ત્રાબ્દિના લગભગમાં–જેનેના સર્વજ્ઞ ર૩ મા તીર્થંકર શ્રી પાર્શ્વનાથના તરફથી–પ્રકાશિત જીવાદિક અધ્યાત્મિક તત્ત્વના વિષયે જાહેરમાં આવવાથી, અને વૈદિકના પંડિતોને નવીન રૂપના લાગવાથી, અને વૈદિક ચ યાગાદિકની મહત્વતા નહી જેવી થતાં–તે વિષયોની જમાવટ કરવા બ્રાહ્મણ ગ્રંથમાં અનેક યુક્તિ પ્રયુક્તિઓ કરીને જોઈ, પણ તે મહત્વ રૂપની ન ગણાતાં, તે સમયના ચતુર પંડિતોએ–સવના તરફથી બહાર પડતા અધ્યાત્મિક વિષયને આશ્રય પકડીને, ઉપનિષદાદિક ગ્રંથોની શરૂઆત કરી દીધી. તેથી તેમને કાંઈક પગ ટેકવા જેવું થયું હોય ? પરંતુ સર્વના તરફથી અનાદિની સૃષ્ટિને વિષય ફેલાતાં, તે વિષયમાં બધો કાંઈ વિશેષ જણાવી ગયા હોય તેમ જાણવામાં આવ્યું નથી.
પરંતુ વૈદિક પિતાના મોટા જસ્થાના અભિમાનવાળા, આ અનાદિની સૃષ્ટિના વિષયને અગમ્ય અને અત્યંત પરોક્ષ જાણીને, તદ્દન જુદા પડવાના વિચારથી, આ પ્રજાપતિન–બ્રહ્મારૂપે કપીને તેને જગતના કતો રૂપે લખી દીધા હોય એવું મારું ખાસ અનુમાન છે. બાકી રજમાંથી જ ખોળી કાઢવાવાળા એવા મોટા મોટા પંડિતોથી ભૂલમાં લખાયું હોય એમ હું કપી શકતો નથી. કારણ કે–બ્રહ્મસૂત્રના શાંકર ભાષ્યને અ. ૧ પા. ૧ સૂ. ૧૧ ના અર્થમાં જણાવ્યું છે કે
બ્રહ્મા બે સ્વરૂપને જણાય છે. તેમાંના પહેલા નામવાળા, રૂપવાળા, વિકારવાળા, ભેદની ઉપાધિવાળા છે. તેનાથી વિપરીત બીજા સર્વ ઉપાધિથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org