________________
માતાપિતાના જીવનની વિશિષ્ટતા, શ્રીમન્તાઈ અને ઉત્તમ કુળાચાર, વિગેરે પુણ્ય સામગ્રી માનવતાની સાધના ઉપરાન્ત આત્માના વિકાસ માટે પણ ખૂબ જરૂરી છે, એવી સામગ્રીથી જીવને ઉદાર સ્વભાવ ઘડાય છે અને પરિણામે એ બાહ્ય ઉદારતા હદયની વિશાળતાને સજીને અનેક કડવા મીઠા પ્રસંગમાંથી સમતાપૂર્વક પસાર થવાનું બળ પ્રગટાવે છે, એના પરિણામે બીજા પ્રત્યે વાત્સલ્યભાવ પ્રગટે છે અને સ્વ–પર ઉપકારમાં સફળ થઈ શકાય છે. માટે તે વિપુલ જીવન સામગ્રીને આપનારા પુણ્યની પણ ઉપાદેયતા માની છે. આત્માની યેગ્યતા અને પુણ્યસામગ્રીને યુગ બેથી પવિત્ર બનતે જીવ પુણ્યને ભેગવવા છતાં તેનાથી પર રહી આખર પુણ્યથી પણ પાર થઈ શકે છે. આ હકિકત સાવ અશકશ્રીજીમાં પ્રગટ દેખાતી હતી, રાજભવ જેવી સુખ સામગ્રમાં ઉછરવા છતાં સંયમ માટેની તૈયારી, તેને સ્વીકાર અને યથાશકય સંયમના પાલન ઉપરાન્ત જ્ઞાનાદિ ગુણોની પ્રાપ્તિ માટેને અપ્રમાદ, વિગેરે ઉત્તમ ગુણેને તેઓ પ્રગટ કરી શક્યાં હતાં. કુલ ૩૧ વર્ષ ચારિત્રપાલન કરી વિસં. ૧૯૮૮ના આસે. સુ. ૭ ના દિવસે સુરત છાપરીયા શેરીમાં તેઓ કાળધર્મ પામ્યાં હતાં. પોતાની મુખ્ય શિષ્યાને દાદી ગુરૂની સેવામાં રાખી પોતે સા. શ્રી કલ્યાણશ્રીજી સાથે રહેતાં હતાં. એમના જીવનના પણ અનેક પ્રસંગે અનુકરણીય હતા. સા. શ્રીકલ્યાણશ્રીજીએ પણ અન્તકાળ સુધી તેમની અખષ્ઠ સેવા કરી હતી અને આજે પણ તેઓ પર્યાયવૃદ્ધ છતાં લઘુતા કેળવીને સહુને સંભાળવામાં જાગ્રત છે.