________________
સ્વ. ગુરૂણી શ્રીઅશકશ્રીજી. ઉપર્યુકત દાદી ગુરૂજી શ્રીચન્દનશ્રીજીનાં બીજા નમ્બરનાં શિષ્યા સ્વ. સાધ્વીજી શ્રીઅશકશ્રીજી મહારાજ, એ અમારાં સ્વ. ગુરૂણી શ્રીહીરશ્રીજી મહારાજનાં ગુરૂણી હતાં. સા. ચન્દનશ્રીજી દેશકાળને અનુસરી વિહાર કરતાં વિ. સં. ૧૯૫૭ની સાલમાં સુરત પધાર્યા, ત્યાં ગોપીપુરા વિભાગના હજીરાન મહોલ્લામાં ઝવેરી પ્રેમચંદભાઈનામે ધર્મશ્રીમન્ત અને ગર્ભશ્રીમન્ત શ્રાવક રહેતા હતા, તેઓનાં સુપુત્રી લહમીબહેનને પૂ૦ ચન્ટનશ્રી મહારાજના પરિચયથી સંસારની અસારતાને ખ્યાલ આવતાં તેઓ સંયમ સ્વીકારવા ઉત્સાહિત થયાં અને વિ. સં. ૧૫૭ ના વૈશાખ વદ ૬ ના દિવસે તે કાળે ત્યાં વિરાજમાન પૂ. મુનિરાજ શ્રીસિદ્ધિવિજયજી (વર્તમાનમાં પૂ. દાદા શ્રીવિજયસિદ્ધિસૂરીશ્વરજી) મહારાજને હાથે તેઓએ પ્રવજ્યા અંગીકાર કરી. તેઓનું નામ સાધ્વીજી શ્રી અશોક શ્રીજી રાખી સાધ્વીજી શ્રીચન્ટનશ્રીજીના શિષ્યા બનાવ્યાં. તે પછી સુરતમાં જ છાણનાં રહીશ હીરાકુંવર અને સુરતની છાપરીયા શેરીનાં રહીશ હેન કાબુબહેનને દીક્ષા આપી અનુક્રમે સાશ્રીહીરશ્રીજી અને સા. શ્રી કલ્યાણશ્રીજી નામ રાખી તે બન્નેને પૂ. સા. શ્રી અશકશ્રીજીના શિષ્યા બનાવ્યાં. એમાં સા. શ્રીહીરશ્રીજી એ જ અમારાં સ્વ. ગુરૂણી હતાં.
સા. શ્રીઅશકશ્રીજી એક ગર્ભશ્રીમન્ત કુલીન માતાપિતાનાં પુત્રી હતાં, એટલે બાલ્યકાળથી જ તેઓનું જીવન અક્ષુદ્ર વિગેરે ગુણેથી ભૂષિત હતું. ઉત્તમ ક્ષેત્રમાં જન્મ,