________________ પુણ્યપાલ ચરિત-૧ કમલા ! અહીં જ તું ભૂલ કરે છે. આપણા હાથમાં કશું જ નથી. બધું ભાગ્યના હાથમાં છે. શું કહ્યું, પુરુષાર્થ ? પુરુષાર્થ ભાગ્ય પ્રમાણે થાય છે. પુણ્યપાલના લગ્નની વાત જ કરીએ. કાલે જ એક કન્યાના પિતા રાજસભામાં આવ્યા હતા અને આજે જ તેં વાત કરી. હું આજે વાત પાકી કરી લઈશ. ભાગ્ય પ્રમાણે પુરુષાર્થ થઈ ગયે. ભાગ્ય ન હોત તો કન્યાના પિતા કાલે કેમ આવત? તું આજે જ કેમ દબાણ કરે ?" ' '' બસ, વાત પાકી થઈ ગઈ પુણ્યપાલનાં લગ્ન થઈ ગયાં. દેવકન્યા જેવી સુઘડ પની પુણ્યપાલને મળી. તેનું નામ કનકમંજરી હતું. કમલાવતી સાસુ બની અને મંત્રી સુબુદ્ધિ સસરા બન્યા. કનકમંજરી ગુણોને ભંડાર હતી. તેણે ચેસઠ કળાઓ પ્રાપ્ત કરી હતી. તે પતિવ્રતા હતી. (પુણ્યપાલ ભાગ્યશાળી હતો તેથી તેને કનકમંજરી જેવી પત્ની મળી હતી. કનકમંજરી વિચારતી હતી કે હું કેટલી ભાગ્યશાળી છું, જે મને આવા પરમ ધર્મનિષ્ઠ સ્વામી મળ્યા. * પુણ્યપાલનું દાંપત્ય જીવન સુખેથી પસાર થતું હતું, પિતા મંત્રી હતા. તેમની પાસે સંપત્તિ હતી અને રાજાની મહેરબાની સૌથી મોટી વસ્તુ છે. તેથી પુણ્યપાલને કઈ વાતની ચિંતા ન હતી. પણ સમય પસાર કરવા કંઈક તે જોઈએ, તેથી પિતા સાથે દરરોજ રાજસભામાં જતો. તેનું પણ સભામાં એક આસન હતું. રાજાની સમસ્યા હલ કરવા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust