________________
પ્રશમરતિ વિવેચન સહિત - પુલામિકા–અંગ્રેજી કેશ પ્રમાણે આને અર્થ ટૂંકાણે “ખાનું છે” એમ થાય છે. ટીકાકારના કહેવા પ્રમાણે ધાન્ય-અનાજના અવયવ તરીકે રહેલા મારા ધારવા પ્રમાણે, સંબંધ પરથી, તેને અર્થ જમ્યા પછીનું એવું–સાવકારી કરો એગ્ય છે. ધાન્યને અવયવ પણ એ જ આશયથી વપરાયો હોય તેમ જણાય છે. એટલે શ્રુતજ્ઞાનના ઘણા શબ્દો નીકળ્યા હતા તેના અવયવભૂત, તેના વધારાના–ઉચ્છિષ્ટ શબ્દો હાલ રહેલા છે. આ ભાવ “ઉચ્છષિકા” શબ્દથી વધારે સ્પષ્ટ થાય છે. - પારાય–આ વાત ગ્રંથકર્તા પિતાના ઘરની નથી કહેતા, ગુરુપરંપરાથી જણાયેલી તે કહે છે. મૌલિકતાને દાવો આ રીતે કર્તાશ્રી મૂકી દે છે, છતાં અમુક ગોઠવણે પુસ્તક બનાવવું, અમુક વાત આગળ-પાછળ મૂકવી તે દરેક મૌલિક્તા માગી લે છે. એટલે આપણે એમને અમૌલિક્તાને દાવો સ્વીકારતા નથી. પરંપરા–ગુરુપરંપરા માટે લેખકને કેટલું માન છે, તે અત્ર ધ કરવા અને અનુકરણ કરવા જેવું છે. ' ઉછેષિકા-ટૂંકામાં કહેતાં, બાકી રહી ગયેલા. આ જ ભાવ ઉપર “પુલકિકામાંથી નીકળે છે. પુલાકિકા શબ્દ મારી પાસેના કોઈ પણ કષમાંથી નીકળતું નથી. પુલાકલબ્ધિ એટલે નાના થઈ જવાની લબ્ધિ, તેમાંથી આ શબ્દ નીકળ્યું હશે એમ મારું અનુમાન છે. - કૃપણુ-તુચ્છ-રાંક, ભિખારી. જેમ રાંક ભિખારી, વધ્યું ઘટયું હોય તે પણ સંગ્રહી રાખે, તેમ મહામૃતસાગરરૂપ દરિયામાંથી કઈ ઘટાડે–વધારે હોય તે અહીં સંઘરી રાખે છે. પિતાની નમ્રતા બતાવતાં પિતાને ભિખારીની ઉપમા આપતાં પણ ગ્રંથકર્તાને ખેદ નથી થતું, તે નેંધ કરવા જેવું છે. - સંહત્ય-સંઘરીને, જાળવી રાખે છે. એક ભિખારી હોય તે ખાધા પછી વધેલ વસ્તુ નાખી ન દેતાં, સંઘરી રાખે તેમ મહાશ્રુતસમુદ્રને સંઘરે અહીં કર્યો છે. (૬) આ વિવેચન (સાતમા કનું)--આ ગાથા આગલી ગાથાના અનુસંધાનમાં છે. ગ્રંથકર્તા એમાં પણ લેખકને શોભે તેવી નમ્રતા બતાવે છે.
ભક્તિબલ–મને જે પ્રશમમાં રસ થયે છે, તે તેમની ભક્તિના બળે કરીને થયે છે. મારી તેમની તરફની ભક્તિનું મને જે મળ્યું, પણ આ સંબંધી પ્રેરણા (inspiration) મારી ભક્તિથી આવેલ છે. એટલે અહીં જે કાંઈ લખાયું છે, તેની પ્રેરણા અને તેમનાથી – પ્રભુ મહાવીર અને તેના પશ્ચાત્કાલીન મહામતિ શિષ્યોથી – મળી છે.
અવિમલા-ખડબચડી, કલુષા. મેં તે આમાં જે ભાષા વાપરી છે, તે ભાંગીતૂટી છે. અને એ મહામતિ પૂર્વપુરુષની આગળ ટકે તેવી નથી. ગ્રંથ આખે જતાં તેમને જે કહેવાનું હતું તે સ્પષ્ટ છે, સમજાય તેવી ભાષામાં લખી જણાવ્યું છે. તેથી, મારી નજરે તે આ પણ નમ્રતાનું વચન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org