________________
ફેબ્રુઆરી, ૨૦૧૩ ગુરુકુળમાં એમના સમુદાયના સાધુજનો પાસે જ્ઞાનપ્રાપ્તિ કરી હતી. જયભિખ્ખુએ કે. લાલ સમક્ષ આ સંસ્થાને મદદરૂપ થવાની ભાવના પ્રગટ કરી અને કે. લાલે એને ઉમળકાભેર ઝીલી લીધી જયભિખ્ખુની સેવાભાવનાનો પ્રતિધ્વનિ સતત કે. લાલમાં પડઘાતો હતો. એનું કારણ એ કે શ્રી કે. લાલે ઈ. સ. ૧૯૬૧માં એના જાદુના પ્રયોગનો પ્રારંભ કર્યો, ત્યારથી આર્થિક દૃષ્ટિએ નહીં, કિન્તુ સેવાભાવી સંસ્થાઓને લાભ આપવાની દૃષ્ટિએ જાદુના પ્રયોગો કરીને પ્રારંભ કર્યો હતો. એ સમયે એમણે પોતાના જાદુપ્રયોગો દ્વારા નહેરુ ફંડમાં ૨૫,૦૦૦ રૂપિયા, દેશના સંરક્ષણ ફંડમાં એથી અધિક રકમ અને કેળવણીની સંસ્થાઓમાં પોતાના ચૅરિટી શો દ્વારા આઠથી દસ લાખ અપાવ્યા હતા. શારદાગ્રામની સંસ્થાને એમના એક શો દ્વારા પચાસ હજાર રૂપિયા એકત્રિત કરી આપ્યા હતા. બગસરાની અન્ય સંસ્થાને એક લાખ અને સાવરકુંડલાની સંસ્થાને પોણા બે લાખ આપ્યા હતા. તેઓ કહેતા કે આ ચૅરિટી શોઝ દ્વારા મારે એક પંથ ને દો કાજ જેવું થાય છે. એક તો એ કે કેળવણી અને સેવાભાવી સંસ્થાઓ પ્રત્યેની મારી ગાઢ રુચિ સંતૃપ્ત થાય છે. અને બીજું એના દ્વારા દેશસેવાને માટે કંઈક કરી શકું છું. કે. લાલનો એ સ્પષ્ટ વિચાર હતો કે, 'જ્ઞાન અને સેવા એ બે દ્વારા જ દરેક દેશ ઉન્નત થાય છે.’ (શ્રી કે. લાલ અને જાદુકળા, પૃ. ૨૭.) અત્રે નોંધવું જોઈએ કે સ્વ. શ્રી કે. લાલે જુદી જુદી સંસ્થાઓની સહાય અર્થે શાં શ્રીકરીને ભારતીય સંસ્થાઓને સાત કરોડ અને વિદેશની ભારતીય સંસ્થાઓને પાંચ કરોડ જેટલી રકમ ચૅરિટી શૉ દ્વારા આપી હતી. તેઓ ક્લાકારની સમાજાભિમુખતા અને માનવકલ્યાણવૃત્તિનું દૃષ્ટાંત બની
૨૬
ભાવનાશાળી લેખકો અને પ્રખર સંશોધકોની સમાજને ભેટ ધરી એથીય વિશેષ તો પ્રો. હર્સલ, ડૉ. શુીંગ, ડૉ. વિન્ટરનિત્ઝ જેવા સમર્થ યુરોપીય વિદ્વાનોને પોતાના તરફ આકર્ષી ભારતમાં આવવા માટે પ્રેર્યા અને એમને જૈન ધર્મમાં ઊંડો રસ લેતા કર્યાં.
પ્રબુદ્ધ જીવન
આ કાર્ય માટે તેઓ એક વાર બનારસ તરફ જતા હતા, ત્યારે વિ. સં. ૧૯૭૮માં ભાદરવા સુદ ૧૪ના રોજ ગ્વાલિયરથી ૩૨ માઈલ દૂર આવેલા શિવપુરી ગામમાં અવસાન પામ્યા. એમના શિષ્યોએ વિદ્યાયજ્ઞ વણથંભ્યો ચાલુ રાખ્યો. અહીં અભ્યાસાર્થે આવેલા ડૉ. શાર્લોટે ક્રાઉઝ નામના જર્મન વિદુષીએ જૈન ધર્મ અંગિકાર કર્યો અને પોતાનું નામ સુભદ્રાબહેન રાખ્યું. આચાર્યશ્રી વિજયધર્મસૂરીશ્વરજીને આગમ, ન્યાય, વ્યાકરણ, કાવ્યદર્શન અને તત્ત્વજ્ઞાનના મહાન પંડિત અને પ્રકાંડ સાધુ મહામહોપાધ્યાય યશોવિજયજી પ્રત્યે અનન્ય ભક્તિ હતી. તેઓ જે કોઈ વિદ્યા કે કેળવણીની સંસ્થાની સ્થાપના કરતા, તે સંસ્થા સાથે પોતાનું નામ જોડવાને બદલે અંતિમ શ્રુતપારગામી ઉપાધ્યાય શ્રી યશોવિજયનું પુણ્યનામ રાખતા હતા.
વિ. સં. ૧૯૬૪ની અક્ષય તૃતીયાએ આચાર્યશ્રીની પ્રેરણાથી બનારસમાં શ્રીયોવિજય જૈન ગ્રંથમાળાનો પ્રારંભ થયો અને પ્રાચીન જૈનગ્રંથીના પ્રકાશનક્ષેત્ર આ સંસ્થાએ બનારસમાં રહીને છ વર્ષ સુધી સુંદર કાર્ય કર્યું. એ પછી વિશેષ સુવિધા માટે અને સૌરાષ્ટ્રના સંસ્કારી શહેર ભાવનગરમાં લઈ જવામાં આવી. વળી ભાવગર વિજયધર્મસૂરીશ્વરજીના ગુરુ મહાન સંત શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજની દીક્ષાભૂમિ અને નિર્વાણભૂમિ પણ હતી. અહીં આવ્યા પછી આ સંસ્થાએ જૈન ગ્રંથોનાં પ્રકાશન તેમજ જૈનેતર વિદ્વાનો અને યુરોપીય વિદ્વાનોમાં જૈન ધર્મ અને તત્ત્વજ્ઞાનના પ્રચારમાં સારો એવો હિસ્સો આપ્યો.
શાંતમૂર્તિ અને ‘આબૂ’ ગ્રંથના લેખક પૂ. શ્રી જયંતવિજયજી મહારાજે અને એમના શિષ્ય શ્રી વિશાલવિજયજી મહારાજે ભાવનગરની આ સંસ્થાના વિકાસ માટે અવિરત પ્રયાસ કર્યો, અને શ્રી વિજયધર્મસૂરી સાહિત્યચંદ્રકની યોજના કરી. સંસ્થાનું સંચાલન ગૃહસ્યોની યોગ્ય સમિતિને સોંપ્યું, એ સમયે જાણીતા સાહિત્યકાર શ્રી ‘સુશીલ' ધણાં વર્ષો સુધી આ સંસ્થાના પ્રમુખ રહ્યા અને એમના અવસાન પછી આ સંસ્થાનું સુકાન શ્રી ગુલાબચંદ લલ્લુભાઈ શાહે સંભાળ્યું અને તેના મંત્રી તરીકે શ્રી અભેચંદ ભગવાનદાસ ગાંધી હતા.
ભાવનગરની આ શ્રી યોવિજય જૈન ગ્રંથમાળા સંસ્થાનો આશય તો ગ્રંથપ્રકાશનનો હતો અને એણે ૧૧૬ જેટલાં મહત્ત્વપૂર્ણ ગ્રંથોનું પ્રકાશન કર્યું હતું, આ સંસ્થાના વિકાસનો વિચાર જયભિખ્ખુને આવ્યો. ભાવનગરમાં જયભિખ્ખુના સાળી મોંઘીબહેનના બે પુત્રો શ્રી ચંપકભાઈ દોશી અને શ્રી રસિકભાઈ દોશી સારી એવી ચાહના અને નામના ધરાવતા હતા અને જયભિખ્ખુનો પડ્યો બોલ ઉપાડતા હતા. આ સંસ્થા પ્રત્યે જયભિખ્ખુને એક ઋણભાવ પણ હતો, કારણ કે એમણે આચાર્ય વિજયધર્મસૂરીશ્વરજી મહારાજની પ્રેરણાથી સ્થપાયેલા શિવપુરીના
સર્જક જયભિખ્ખુ અને કલાકા૨ કે. લાલ વિચાર કરવા લાગ્યા કે સંસ્થાને માટે સારું એવું ફંડ મેળવવું હોય તો ભાવગરમાં નહીં, બલ્કે મુંબઈમાં શૉ કરવો જોઈએ. એમાં વળી જયભિખ્ખુએ કહ્યું કે એક એવી સુંદર સ્મરણિકા બનાવવી જોઈએ કે જે ‘શુષ્ક વિજ્ઞાપનોથી કઠોર નહીં, પરંતુ એમાં જાહેરખબર સાથે સાદી, સચોટ અને સંક્ષિપ્ત શૈલીમાં લખાયેલી ધર્મકથા અને બોધકથા મૂકવી જોઈએ.' એક રીતે કહીએ તો એ જાહેરખબર વિભાગ માત્ર દુનિયાની વસ્તુઓની જાહેરાત કરતો નહીં, પરંતુ પારલૌકિક ગુણનિધિ તરફ નિર્દેશ કરતો હોવો જોઈએ, અને એ રીતે વાર્તાઓ, પ્રસંગો અને જીવનપ્રેરક પ્રસંગોથી સભર આ મણિકા લોકો જાળવી રાખે અને એ સંસ્કારી વાચનનો યુગ્રંથ બની જાય.
પૌર્વાત્ય તત્ત્વજ્ઞાન તથા ધર્મ અને તીર્થોનું પ્રેરક સાહિત્ય પ્રગટ કરતી સંસ્થા શ્રી યશોવિજય જૈન ગ્રંથમાળાનો આ સમારંભ ૧૯૬૬ની ૫મી ફેબ્રુઆરીએ શનિવારે સાંજના પાંચ વાગે મુંબઈના ભારતીય વિદ્યાભવનમાં યોજાયો, વિશાળ જનસમુદાયથી આખું સભાગૃહ ભરાઈ ગયું હતું અને મધ્યાન્તરમાં પોણો કલાક સુધી આનંદ અને ઉત્સાહપૂર્વક સમારંભની ઉજવણી કરવામાં આવી હતી. સમારંભના પ્રમુખ શ્રી