________________
એપ્રિલ, ૨૦૧૩
વર્ધમાન જિનવરને ધ્યાને, વર્ધમાન સમ ધાજી; વર્તમાન વિદ્યા પસાથે, વર્ધમાન સુખ પાવે, 4. વર્ધમાન નામ ચોવીસમાં તીર્થંક૨ ચ૨મતીર્થપતિ પ્રભુ મહાવીરનું છે. પ્રભુ દેવલોકથી ચ્યવન પામી માતા ત્રિશલાના ગર્ભમાં આવ્યા ત્યારે ક્ષત્રિય કુંડ સિધ્ધાર્થ રાજાને સર્વ પ્રકારે વૃધ્ધિ થવા લાગી. ધનધાન્યાદિક ભંડારો વધવા લાગ્યા. દેશનગરાદિકમાં પણ વૃધ્ધિ થઈ. સર્વે રાજા આજ્ઞામાં વર્તવા લાગ્યા. આને ગર્ભનો પ્રભાવ સમજી જ્યારે
પ્રબુદ્ધ જીવન : મહાવીર સ્તવન વિશેષાંક
પ્રભુનો જન્મ થયો ત્યારે તેમનું નામ વર્ધમાન રાખવામાં આવ્યું. અહીંયાં જ્ઞાનવિલમસૂરિજી કહે છે. વર્ધમાન જિનવરને ધ્યાને, વર્ધમાન સમ થાવેજી પ્રથમ દૃષ્ટિએ વાંચતા તો એમ જ લાગે કે, વર્ધમાન એટલે કે પ્રભુ મહાવીરનું ધ્યાન ધરતા વર્ધમાન એટલે કે મહાવીર જેવા થવાય. આ વાત થઈ સામાન્યથી પદાર્થિક અને વાક્યાર્થિક અર્થની. હવે રચયિતા કોઈ સાધારણ વ્યક્તિ નથી. જ્ઞાન+વિમલ+સૂરિ છે એટલે અંદર છૂપાયેલો મહાવાક્યાર્થે સામૈ પ્રભુ વર્ધમાન દેવનું પ્રતિમારૂપે આલંબન. એ આલંબન લઈ અત્યંત૨ તપ એવા ધ્યાનમાં પદાર્પણ સાકારથી સાલંબન ધ્યાન અને આગળ તેની વર્ધમાન=વૃધ્ધિ, મન અને બુદ્ધિની શાંતના અને ચિત્ત સ્તર પર અંતરયાત્રાનો પ્રારંભ.
દ્વિતીય પાદમાં વર્ષમાન વિદ્યાની વાત છે. ગશિપદવી પાર્મના સાધુભગવંતો વર્ધમાન વિદ્યાની સાધના-આરાધના સૂરિમંત્ર માફક કરતા હોય છે જેમાં વર્ધમાન વિદ્યાનો પટ્ટ/યંત્ર મૂકવામાં આવે અને વિધિ-વિધાનપૂર્વક તેનું પૂજન કરવામાં આવે. હવે સહજ પ્રશ્ન એ ઉઠે જે સંસારત્યાગી શ્રમણો છે. એમણે વળી આ વર્ધમાનવિદ્યાની સાધનાનું શું કામ ? તો કે વર્ધમાનતીર્થપતિની સાધનાનું, આજ સુધી આ વિદ્યાનું અસ્ખલિતપણે ચાલવું જેના કારણે શ્રમોને માનસશુદ્ધિ, અંતઃકરણશુદ્ધિ, કર્મશુદ્ધિનો લાભ થાય. આ અત્યંતર તપની આરાધના કરતા જિનશાસનની પ્રભાવના કરવાનું વિશિષ્ટ કૌશલ્ય પ્રભુ વર્ધમાન શાસન યાવત્ શ્રમણ પરંપરા દ્વારા પાંચમા આરાના અંતિમ છેડા સુધી ચાલવાનું અને કડીના અંતમાં 'વર્ધમાન સુખ પાવે. વધતું સુખ એકમાત્ર આંતરિક હોય છે. આ ઐદંપર્યાયાર્થ છે. બાહ્યસુખ, ઐશ્વર્ય, સંપત્તિ, શુભકર્મને આધિન છે. જ્યારે અત્યંતર વર્ધમાન સુખ શુદ્ધતાને
પોતાના આભદ્રવ્યના લક્ષને આધીન છે. જ્યાં હીયમાનને સ્થાન નથી. ફક્ત વર્ધમાનને જ સ્થાન છે.
તું ગતિ મતિ થિતિ છે માહરો, જીવન પ્રાણ આધરજી; જયવંતું જગમાં જસ શાસન, કરતું બહુ ઉપગારજી.વ.૨. પ્રભુને ઓલંભડો દઈ તુંકારો કરે છે, પાછા રચયિતા કવિહૃદયી શ્રમણ છે એટલે પ્રાસાનુપ્રાસ યોજે છે. ગતિ, મતિ, સ્થિતિ આ શબ્દો ગુજરાતી સંસ્કૃત અને અર્ધમાગધિ એમ ત્રણે ભાષામાં આવે છે. આમ, કવિની ભાષાસમૃદ્ધિનો પણ પરિચય થાય છે. ગતિ શબ્દના વિવિધ અર્ધો ગુજરાતી વિશ્વ કોશમાં દર્શાવ્યા છે. જે પાદનોંધમાં વાંચી શકાશે.
૪૯
હવે પહેલો ગતિ શબ્દ અને માહો આ બે શબ્દ લેતા અહીં અટ્ઠષ્ટ, નસીબ, આશ્રય, જ્ઞાન, ક્ષેમ, શરણે જવાનું ઠેકાણું એ ઉચિત જણાય છે.
મતિ શબ્દનો અર્થ શબ્દ ચિંતામણી - સંસ્કૃત ગુજરાતી શબ્દકોષ પ્રમાણે (૧) જ્ઞાન, (૨) બુદ્ધિ, (૩) માનવું, (૪) ઈચ્છા, (૫) સ્મૃતિ, (૬) સત્કાર, (૭) અર્ચા વગેરે અર્થો અહીં પ્રોજનભૂત જણાય છે.
થિતિ શબ્દનો અર્થ ‘એન ઇલસ્ટ્રેટેડ અર્ધમાગધિ ડીક્ષનરી' પ્રમાણે જીવનકાળ, ગતિનો અભાવ, ચિત્તમાં સ્થિર રહેલું એમ થાય છે. આ ત્રણે અર્થો અહીં ઉચિત જણાય છે. હવે શબ્દાર્થ પછી આપણે આખી કડીના અર્થ તરફ પદાર્પણ કરીશું અને સમર્પણ શું હોય એનો રસાસ્વાદ માણીશું. ગતિ મતિ થિતિ છે માહો, જીવન પ્રાણ આધારજી; પ્રભુ તું અદૃષ્ટ છે છતાં તારા શાસનના આશ્રયે મારું યોગક્ષેમ થઈ રહ્યું છે. પ્રભુ તારી સ્મૃતિ, સત્કાર, અર્ચાની ઈચ્છા મારી બુદ્ધિને મનોવીય જ્ઞાન નર= લઈ જાય છે. હવે ચિત્તમાં રહેતા ગતિનો અભાવ થશે અને મારા પ્રાણ આયુષ્ય જીવનકાળ જાણે તારામય બની ગયું. અત્યાર સુધી તું અને હુંનો જે દ્વેત ચાલતો હતો તે અદ્ભુતમાં પરિણમી ગયો. કેટલું લયબદ્ધ ગતિ પછી મતિ અને અંતિમ પડાવ તબક્કો સ્થિતિનો. તરત જ જીવન પ્રાણ આધાર પછી અર્ધવિરામનું ચિન્હ મૂક્યું અને દ્વિતીય પાદમાં કહી દીધું કે જયવંતુ જસ શાસન, કનું બહુ ઉપગાર, પોતે અહંકાર માનકષાયમાં ન સરી પડે એટલે પ્રભુના શાસનનો ઉપકાર માને છે. જે અજ્ઞાની તુમ, મત સરીખો, પરમતનેં કરી જાણેજી; કહો કુળ અમૃતને વિષ સરીખું, મંદમતિ વિા જાણે, ૨.૩
જિનમતનો મુખ્ય આધાર અનેકાન્ત અને તેને પ્રરૂપવાની સ્યાદવાદ શૈલી છે. અન્ય દર્શનો પોતાના મતની રજૂઆત કંઈક
અંશે અને સામાન્ય પક્ષે નયથી કરે છે. એકાંતમાં રાચે છે. જ્યારે
જૈન દર્શન પ્રમાણ નૈવધિનમ: (૪) ગાથા, એ રીતથી બધાય દર્શનો સમાવેશ કરે છે. અસત્ કલ્પના છે અથવા આકાશકુસુમ કહી અપલાપ નથી કરતું. પરંતુ આ અપેક્ષાથી આમ એમ પ્રરૂપે છે. આ ગહન પદાર્થને પૂર્વોક્ત કવિ આનંદઘનજીએ મુનિસુવ્રતસ્વામીના
સ્તવનમાં સુંદર રીતે દર્શાવ્યું છે. આમ પરમતવાળા, આંશિક સત્યને
પકડતા એકાંતમાં સરી પડે છે. જ્યારે જૈન મત વિવિધ આયામો અને પડખાથી વસ્તુ સ્વરૂપનું નિરીક્ષણ કરતા સહજપણે અમૃત સમાન અનેકાન્તમાં સરી પડે છે અને ધરાતલ અનેકાન્ત અમૃતથી સિંચાયેલું હોવાથી ફળ રૂપે અમૃત એવું જિનશાસન મળે છે. વળી, જ્ઞાનવિમલસૂરિજીની રચના બહુધા સાંપ્રદાયિક પરિપાટીમાં જ વહે છે. એટલે, અન્ય મતવાળા જૈન મતની સમકક્ષ કરતા તેને અજ્ઞાની, મંદમતિ, વિષસરીખું કહી પોતે જૈન ભ્રમણની મર્યાદાનો અહોભાવ પ્રગટ કરે છે.
(વધુ માટે જુઓ અનુસંધાન પૃષ્ટ ૫૨મું