________________
એપ્રિલ, ૨૦૧૩
છોડવાનો ઉપાય કરશો તો ધર્મ એની મેળે આવી જશે. સ્વાસ્થ્ય લાવવાનો કોઈ ઉપાય થઈ શકતો નથી. બિમારીને છોડવાનો, ઉપાય થઈ શકે છે. બિમારીથી છૂટી જાવ ને જે બચે છે તે સ્વાસ્થ્ય છે.’
મહાવીરની ગૌરવગાથા કરતાં કવિએ કહ્યું કે ભારત જ્યારે હિંસામય જ દુઃખદાયી છે. મહાવીરના ચમત્કારોની વાત કરતાં કવિ દાખલાઓ હતું, ત્યારે તમે જ તેનો નિસ્તાર કર્યો.
પ્રબુદ્ધ જીવન : મહાવીર સ્તવન વિશેષાંક
મહાવીર માટે પ્રાણમાત્રનું મૂલ્ય હતું. તરત જ પ્રશ્ન એ ઊઠશે કે મહાવીર જ્યારે રસ્તા પરથી પસાર થયા હોય અને કોઈની હત્યા થઈ રહી હોય, ત્યારે તેમણે એ હત્યા રોકવા શું કર્યું હશે? અહીંયા જ મહાવીરની અને આપણી થઈ રહી ક્રિયા જોવાની દૃષ્ટિ અલગ છે. એનો ભેદ સમજવાની કોશિશ કરીએ.
આપણી વાત કરીએ તો આપણે કોઈને મરાતું જોઈએ છીએ ત્યારે આપણે મારનાર વ્યક્તિને જ જવાબદાર ગણીએ છીએ. માર ખાનાર નિર્દોષ છે
કારણ આપણી દયા અને કરુણા મારા ખાનાર પ્રત્યે છે.
મહાવીરની બાબતમાં આ પ્રસંગમાં બે રીતે વિચાર કરી શકાય. એક તો ફિલસૂફીની ને બીજી કર્મની દૃષ્ટિથી.
ફિલસૂફીની દૃષ્ટિથી વિચારીએ તો તેમણે કહ્યું છે કે જીવનનું તત્ત્વ છે તેને કોઈ મારી શકતું નથી. તેથી મરાઈ રહ્યો છે તે તેના કોઈ ભવના ફળ ભોગવી રહ્યો છે. અથવા મારનાર જ પોતાના કોઈ કર્મનું ફળ ભોગવતો હોય અથવા તે કદાચ નવા કર્મ બાંધતા હોય !
બીજી રીતે વિચાર કરીએ તો, તેમણે કદાચ મારતાં રોક્યો હશે તો
પણ તેઓ કોઈને કહેશે નહીં કે મેં મારનારને રોક્યો હતો. તેઓ
કદાચ એમ કહેશે કે મેં જોયું કે હત્યા થવાની છે અને મેં એ પણ જોયું કે મારા શરીરે એ કાર્યને રોક્યું; અને હું માત્ર એનો સાક્ષી રહ્યો. આમ તેઓ માત્ર સાક્ષી બની રહેશે. એટલે કે કર્મ (હત્યા કરતાં રોક્યો)ની બહા૨ રહે. જે કાંઈ એ કરે છે તે બધું પ્રયોજન રહિત, ધ્યેય રહિત, ફળ
રહિત, વિચાર રહિત, શૂન્યમાંથી ઉદ્ભવેલું કર્મ છે. તેમણે જે કંઈ કર્યું એ તેમનું કૃત્ય ન હતું, એ માત્ર ઘટના-happening હતી. જે કંઈ
બની રહ્યું હતું તેને તેઓ સાક્ષી ભાવે જોઈ રહ્યા હતા.
કે
ઇતિહાસમાં મહાવીર વિશે એવો એક પણ દાખલો નથી મળતો મહાવીરે જાતે જઈ વિરોધ પ્રદર્શિત કર્યો હોય. દા. ત. યજ્ઞમાં થતી હિંસાને રોકવા મહાવીર યજ્ઞવેદી પાસે જઈ, વિરોધ કરી. યજ્ઞ બંધ કરાવ્યો હોત.
આ જ વાત પુરવાર કરે છે કે હિંસામય ભારતને અહિંસામય બનાવવા મહાવીરે એ રીતે સમજાવ્યું હોય કે માનવીએ વાસનાગ્રસ્ત નહીં પણ વાસનામુક્ત બનવું જોઈએ. ત્યાં સુધી સમજાવ્યું કે મોક્ષ મેળવવાની તમારી વાસના હશે તો તમારી અહિંસા પણ હિંસક બની જશે.
એક માન્યતા એવી છે કે કોઈ સંતનો જન્મ થયા તો તેની આસપાસ અને જે નગરીમાં જન્મ થવાનો હોય તે નગરીના લોકો સુખી થાય.
66
આ જ વાત કવિ કહે છે કે કુણ્ડલપુરમાં તમારો જન્મ થયો ને નગરી સુખી થઈ, પિતા સિદ્ધાર્થ અને માતા ત્રિશલાના આંખોના તારા થયા. તમે સંસારની ઝંઝટ છોડી બાળ બ્રહ્મચારી બન્યા. પાંચમો આરો બહુ
આપે છે કે ચાંદણપુરમાં તમે તમારો મહિમા બતાવ્યો, પર્વતની એક જગ્યા પર (ટેકરી પર) એક ગાર્થ દૂધની ધારા કરી. ગાયોને ચરાવતા ગોવાળે આ જોયું. વિચાર કરી પાવડો લાવી આખી ટેકરી ખોદી નાંખી પણ કાંઈ ન મળ્યું. ત્યારે તમે તેને દર્શન આપ્યા.
બીજા ચમત્કારની વાત કરતાં કવિ વર્ણવે છે કે જોધરાજ રાજ કે મંત્રી?)ના રાજ્ય પર બીજા રાજ્યે તોપના ગોળા છોડવા માંડ્યા. આ
જોઈ (મંત્રી કે રાજાને) બહુ દુઃખ થયું. (મંત્રી કે રાજાએ) શ્રદ્ધાપૂર્વક તમારો જાપ કર્યો. પરિણામે તોપના ગોળા શાંત થયા. યુદ્ધ શમી ગયું.
પછી મંત્રીએ મંદિર બંધાવ્યું ને મંદિરને રાજાએ કાચથી શણગાર્યું. મોટી ધર્મશાળા બંધાવી. આ બધાનું કારણ તમને (પ્રભુને) ત્યાં પ્રસ્થાપિત કરવા.
ત્રીજા ચમત્કારનું વર્ણન કવિએ એ રીતે કર્યું છે કે પ્રભુએ વીસ ગાડીના પૈડાંને તોડી નાંખ્યા. તેથી તે ગાડીઓએ આગળ ચાલવા મચક ન આપી. પણ જેવો ગોવાળે રથને હાય લગાડ્યો કે રથ ચાલો થયો.
મેળાનું વર્ણન કરતાં કવિ કહે છે કે વૈશાખ વદી એકમને દિવસે તમારી રથયાત્રા નદીને કિનારે જાય છે. એ રથયાત્રામાં મીના, ગુર્જર બધા જ આવે છે. નાચી, ગાઈ તમારી ગુણગાથા ગાય છે. સ્વામી તમે તો તમારો પ્રેમ નિભાવ્યો અને ગોવાળોનું નામ કીર્તિમાન કર્યું. કહેવાય
છે કે જ્યારે પણ આ દિવસે રથયાત્રા નીકળે છે ત્યારે ગોવાળ હાથ
વાવે ત્યારે જ તમારો રથ ચાલવા માંડે છે,
સમર્પણ ભાવ બતાવતાં કવિ છેલ્લે કહે છે કે હે પ્રભુ ! મારી તમને
કે
વિનંતી છે કે તમારા વગર મારી તૂટતી નૈયાને પાર કરનાર કોઈ નથી. સ્વામી! મારા પર દયા કરો. હું તમારો ચાકર છું. મારે તમારી પાસેથી કંઈ જ નથી જોઈતું. ફક્ત એટલું જ કે હું જન્મોજન્મ તમારા દર્શન કરું. આમ આ ચાલીસાના અંતની લીટીમાં કવિ પોતાનું નામ ચન્દ્ર' બતાવે છે અને વીર પ્રભુને નમન કરે છે.
અંતના ‘સોરઠા’ દુહાના પ્રકારમાં કવિ અંગૂલી નિર્દેશ કરી કહે છે કે, જે કોઈ દિવસના ચાલીસ વાર, એમ ચાલીસ દિવસ સુધી આ પાઠ કરશે તો તેને લાભ થશે. જો દરિદ્રી હશે, તો કુબેર સમાન બનશે, જે સંતાનહિન હશે તો તેને સંતાનની પ્રાપ્તિ થશે ને દુનિયામાં તેનો વંશ આગળ વધશે.’
જાપનો મંત્ર છે-‘આંહીં અને શ્રી મહાવીરાય નમઃ' * * * ૨૦૨, સોમા ટાવર, ગુલમહોર સોસાયટી, ચીકુવાડી, બોરીવલી (વેસ્ટ), મુંબઈ-૪૦૦ ૦૯૨. મો. ૯૮૧૯૭૨૦૩૯૮.