________________
८
પ્રબુદ્ધ જીવન
ઈચ્છાથી જીવ ધરાતો જ નથી તેવું આપણું માંગપણું- ભિખારીપણું જ્ઞાનીપુરુષ મટાડી દેવા માંગે છે.
જુલાઈ, ૨૦૧૩
અલ્પ એવું જ્ઞાન, અથવા જ્ઞાનપ્રધાન દશા તે અસુગમ એવા માર્ગ પ્રત્યે, સ્વચ્છંદાદિ દોષ પ્રત્યે, અથવા પદાર્થ સંબંધી ભ્રાંતિ પ્રત્યે પ્રાપ્ત કરે છે. ઘણું કરીને એમ હોય છે, તેમાં પણ આ કાળને વિષે તો ધણાં કાળ સુધી જીવનપર્યંત પણ વૈ ભક્તિપ્રધાન દશા આરાધવા યોગ્ય છે, એવો નિશ્ચય જ્ઞાનીઓએ કર્યો જણાય છે. (અમને એમ લાગે છે, અને એમ જ છે.)'
પરમાણુદેવ જ્ઞાની પુરુર્ષોની સાક્ષી આપીને આપણને ભક્તિપ્રધાન દશા જીવનપર્યંત આરાધવાનું જણાવે છે.
સવારથી આપણે ઉઠ્યા-આવું બ્રશ જોઈએ, આર્નો પાવડર (દંતમંજન) જોઈએ. સ્નાન કરવા બેઠા આવો ટુવાલ જોઈએ, આવો સાબુ જોઈએ, ચાપાણી પીવા બેઠા મારે તો કડક ચા જોઈએ, મારે તો ગરમ નાસ્તો જોઈએ, મારે દૂધ ગળ્યું જોઈએ, એકલા ખાખરામાં પેટ શું ભરાય ? જમવા બેઠા ગરમ રોટલી જોઈએ, અથાણું જોઈએ, મરચાં જોઈએ, સંભાર જોઈએ–બપોરે ચા-કોફી કે ઠંડું; આમ આખા દિવસનું લીસ્ટ કરીએ તો ખબર પડે કે જીવને જોઈએ જ જોઈએ તે આજની ટેવ નથી, અનંતકાળથી ટેવ પડી ગઈ છે અને તે ઈચ્છાઓ આપણાં માતુશ્રી કે પત્ની પૂરી કરે તેથી આપણને લાગતું નથી કે આપણે યાચક છીએ. પરંતુ જ્ઞાની પુરુષને આ આપણું અનંતકાળનું યાચકપણું સત્વરે મટાડી દેવું છે અને તે માટેનો ઉપાય તેઓ બતાવે છે કે આવા પરમપુરુષ, તરણતારણને તમે ફક્ત જોયા ન કરો, ખાલી દર્શન કરીને સંતોષ ન માની લ્યો પણ પરમ પ્રેમથી તેમને ભજો-ભો-મજો. ભજવાથી-ભક્તિથી તમે જરૂર ભવસમુદ્ર તરી જશો અને તમારું અનંતકાળનું યાચકપણું મટી જશે.
ન
મહારાષ્ટ્રના સંત જનાબાઈ, વિઠ્ઠલને છાણા થાપતાં થાપતાં, પ્રેમથી ભજતાં હતાં. એકવાર તેમના છાણા ને પાડોશીના છાણા ભેગા થઈ ગયા. કોઈએ જનાબાઈને પુછ્યું તો કહે, આ મારા છાણા છે. તો પુછ્યું તેની ખાત્રી શું ? મારા છાણા કાને ધરશો તો અંદરથી વિઠ્ઠલ વિઠ્ઠલ અવાજ આવશે. તો આ ભજ્યાં કહેવાય. અર્જુનના વાળમાંથી કૃષ્ણ-કૃષ્ણ સૂર સંભળાતો હતો તો તેને શ્રીકૃષ્ણને ભજ્યા કહેવાય. શ્રેણિકની ચિતામાંથી વીર વી૨ અવાજ આવતો હતો તો તેને વીરને ભજ્યા કહેવાય. સુલસા શ્રાવિકાને ભગવાન મહાવીરે એવડ પરિવ્રાજક દ્વારા ધર્મલાભ કહેવડાવ્યા તો તેને ભજ્યા કહેવાય. ગૌતમ સ્વામીની પ્રભુ મહાવીર પ્રત્યેની તીવ્ર પ્રેમભક્તિ, તો તેને ભજ્યા કહેવાય. હનુમાનજીને, સીતાને, ભરતને રામ પ્રભુ પ્રત્યેનો અપૂર્વ પ્રેમ તો તેને ભજ્યા કહેવાય. સંત રજ્જબે ગુરુની વિદાય પછી આંખે પાટા બાંધી દીધા કે જુગતમાં હવે કાંઈ જોવા જેવું નથી, દર્શન કરવા જેવા એક ગુરુ જ હતા તો તેને ભજ્યા કહેવાય. મીરાબાઈ તથા નરસિંહ મહેતાનો પ્રભુ પ્રત્યેનો અદ્ભુત શબરીમાનું રામનું ટશ-ભજ્યા કહેવાય.
પ્રેમ તો તેને ભજ્યા કહેવાય.
શ્રી જુઠાભાઈ, શ્રી સૌભાગ્યભાઈ, શ્રીપ્રભુશ્રી, શ્રી અંબાલાલભાઈ પ્રભુ વગર રહી શકતા ન હતા તો પ્રેમથી ભજ્યા કહેવાય.
પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીએ વચન ૨૫૪માં જણાવ્યું છે કે‘અનંતકાળે એ જ માર્ગ છે, મહાત્માને વિષે પરમ પ્રેમાર્પણતા.' વચન ૩૯૪માં પરમકૃપાળુદેવ જણાવે છે કે
ભક્તિપ્રધાન દશાએ વર્તવાથી જ્વનાં સ્વછંદાદિ દોષ સુગમપ વિલય થાય છે, એવો પ્રધાન આશય જ્ઞાન પુરુષોનો છે. ‘
‘તે ભક્તિને વિષે નિષ્કામ એવી અલ્પ પણ ભક્તિ જો જીવને ઉત્પન્ન થઈ હોય છે તો તે ઘણાં દોષી નિવૃત્ત કરવાને યોગ્ય એવી હોય છે.
મોક્ષમાળાના શિક્ષાપાઠ ૧૩મા પરમકૃપાળુદેવ ઘણી જ સચોટતાથી પ્રશ્ન દ્વારા આ વાત દૃઢ કરાવે છે કે
જિજ્ઞાસુ-ભાઈ, ત્યારે પૂછ્યું કોશ અને ભક્તિ કોની કરવી કે જે વડે આત્મા સ્વશક્તિનો પ્રકાશ કરે ?
સત્ય-યુદ્ધ સર્જિદાનંદ સ્વરૂપ અનંત સિદ્ધની ભક્તિથી, તેમજ સર્વ દૂષણરહિત, કર્મમલહીન, મુક્ત, નિરાગી, સકળ ભયરહિત, સર્વજ્ઞ, સર્વદર્શી જિનેશ્વર ભગવાનની ભક્તિથી આત્મશક્તિ પ્રકાશ પામે છે.
જિજ્ઞાસુ-એઓની ભક્તિ કરવાથી આપણને તેઓ મોક્ષ આપે છે એમ માનવું ખરું ?
તો હવે પરમકૃપાળુદેવ આ વાતનો પ્રત્યુત્તર ખૂબ જ સુંદર અદ્ભુત રીતે સમજાવી પ્રકાશ પાડે છે કે
સત્ય-ભાઈ જિજ્ઞાસુ, તે અનંતજ્ઞાની ભગવાન તો નિરાગી અને નિર્વિકાર છે. એને સ્તુતિ, નિંદાનું આપણને કંઈ ફળ આપવાનું પ્રયોજન નથી. આપણો આત્મા, જે કર્મદળથી ઘેરાયેલો છે, તેમજ અજ્ઞાની અને મોહાંધ થયેલો છે, તે ટાળવા અનુપમ પુરુષાર્થની આવશ્યકતા છે.'
હવે તે પુરુષાર્થ કર્યો કરવાનો તે પરમકૃપાળુદેવ પ્રેમથી આપણને જણાવે છે.
સર્વ કર્મદળ ક્ષય કરી અનંત જીવન, અનંત વીર્ય, અનંત જ્ઞાન અને અનંત દર્શનથી સ્વસ્વરૂપમય થયા એવા જિનેશ્વરોનું સ્વરૂપ આત્માની નિશ્ચય નયે રિદ્ધિ હોવાથી એ પુરુષાર્થતા આપે છે.’
‘તે ભગવાનનું સ્મરણ, ચિંતવન, ધ્યાન અને ભક્તિ એ પુરુષાર્થતા આપે છે, વિકારથી વિરક્ત કરે છે, શાંતિ અને નિર્જરા આપે છે.’
એ કેવી રીતે બને ? તેનો પરમકૃપાળુદેવ સર્ચોટ દાખલો આપે છે
-
‘તલવાર હાથમાં લેવાથી જેમ શૌર્ય અને ભાંગથી નશો ઉત્પન્ન થાય છે, તેમ એ ગુણચિંતવનથી આત્મા સ્વસ્વરૂપાનંદની શ્રેણિએ ચઢતો જાય છે. દર્પા હાથમાં લેતાં જેમ મુખાકૃતિનું ભાન થાય છે તેમ સિદ્ધ કે જિનેશ્વર સ્વરૂપના ચિંતવનરૂપ દર્પણથી આત્મ સ્વરૂપનું ભાન થાય છે.'
આગળ પરમકૃપાળુદેવ શિક્ષાપાઠ ૧૪મા જણાવે છે કે
‘સર્વ જૈમ મોરલીના નાદથી જાગૃત થાય છે તેમ આત્મા પોતાની સત્ય રિદ્ધિ સાંભળતા મોહનિદ્રાથી જાગૃત થાય છે.’
'જિજ્ઞાસુ-મને તમે જિનેશ્વરની ભક્તિ સંબંધી બહુ ઉત્તમ કારણ