________________
ડિસેમ્બર ૨૦૧૩
બંનેનું સમાનતત્ત્વ પદાર્થત્વ છે. એ સમાનત્વને કારણે નારંગી અને પથ્થરની તુલના થઈ શકશે. પણ એ તુલનામાંથી કંઈ નિષ્પન્ન નહીં થાય. મકાનના પાયામાં પથ્થ૨ નાખવા પડશે, નારંગી નહીં નખાય. અને કોઈને મંદાગ્નિ હોય તો એ રોગીના ભોજનમાં પથ્થર તો કદાચ કેળું પણ કામ નહીં આવે. ચારિત્ર્યવાન પુરુષની વાત તો છોડો પણ કોઈ ચારિત્ર્યહીન સાથે પણ કોઈ ચારિત્ર્યવાનને શ્રેષ્ઠ માનવા માટે હું તૈયાર નથી. હું તો એટલું જ કહીશ કે બંને જુદી જુદી ભૂમિકાઓમાં છે અને બંને અલગ-અલગ પ્રયોગ કરી રહ્યા છે.
વ્યક્તિગત તુલના વિશે મારા આ પ્રકારના વિચાર છે. પણ આવી તુલના કોઈ કરે તો પણ એનાથી મનને સુખ કે દુઃખ ન થવું જોઈએ એમ હું માનું છું. એમાં તુલના કરનારની પોતાની દૃષ્ટિ હોય છે અને ઘણીવાર એની સાથે એમની અભિરુચિ પણ હોય છે. આ બધું તટસ્થબુદ્ધિથી જોવાની આપણામાં શક્તિ હોવી જોઈએ.
પ્રબુદ્ધ જીવન
એક ભાઈએ કહ્યું : ' શ્રી અરવિંદ કરતાં મને ગાંધીજીની ઘી યોગ્યતા દેખાય છે. કારણ કે ગાંધીજી બધાના સંપર્કમાં આવતા હતા. એ સ્થિતિમાં અનેક પ્રકારના રાગદ્વેષ મનમાં ઊડી શકે છે. છતાં પણ તેઓ પ્રસન્ન રહેતા હતા.' બીજાએ કહ્યું કે, ‘હું આથી ઊલટું માનું છું. ગાંધીજી ચારેબાજુ ફરતા હતા એટલે એમને સહજ રીતે બધા પ્રકારનું મનોરંજન મળી જતું હતું. શ્રી અરવિંદ એકાંતમાં રહેતા હતા, જ્યાં આવી મનોરંજનની સામગ્રી ન હોવા છતાં પ્રસન્ન રહેતા હતા.'
ન
આવી તુલના માટે શું કહેવું ? હું તો બંનેને હા કહું છું. અને બંને વિચારોની મજા માણું છું, સત્યનાં અનંત પાસા હોય છે, જેના હાથમાં જે પાસું આવ્યું અને તે જાણે છે. પયગંબરે કહ્યું હતું: દરેક પક્ષ પોતાની પાસે જે કંઈ હોય એમાં ખુશ હોય છે.
આપણે બધાંએ રાજનૈતિક આંદોલનમાં જીવન ગાળ્યું છે. ગાંધીજીએ રાજકીય ક્ષેત્રમાં અહિંસાનો પ્રયોગ કર્યો અને પરિણામે આપણને એક પ્રકારનું સ્વરાજ્ય મળ્યું, એનું આકર્ષણ હોય એ સ્વાભાવિક છે. ઉપકાર અને કૃતજ્ઞતાની બુદ્ધિ આ ઘટનામાં પરિસ્થિતિનો અને યુગ પ્રેરણાનો કેટલો હાથ હતો એ ક્યાં જોવા બેસશે ? આજે કોઈ પણ હોય અને ગીતામાં કર્મયોગ જ દેખાય છે. પહેલાના જમાનામાં ઘણા ટીકાકારોને જ્ઞાનયોગ દેખાતો હતો. પછી ભલે તે અહંની હોય કે વિશિષ્ટાદ્વૈની વચ્ચેના જમાનામાં બધા એમાં ભક્તિયોગ જોતા હતા. તો શું એ બધા અંધ હતા અને
આપણે દૃષ્ટિવાન છીએ ? સારાંશ કે જે તે યુગની એક હવા હોય છે. જેમાં દરેકને એ આ પ્રમાણેનું સૂઝે છે. આ યુગની કાળપ્રવૃત્તિની પ્રે૨ણાને
૧૭
આપણે સમજી ન શક્યા અને વ્યક્તિઓ ૫૨ એમના મહિમાનું આરોપણ કરીએ છીએ. તો તે ક્ષમાપાત્ર હોવું જોઈએ.
વ્યક્તિઓને બદલે જરૂર વિચારોની તુલના કરવી જોઈએ. ઘણીવાર વ્યક્તિઓનું નામ લેતા હોય તેમની પછા એ જ ઈચ્છા હોય છે. દરેક વિચારકને હું માનું છું કે પોતાના વિચારમાં બીજાના વિચારોનો સમન્વય દેખાતો હોય છે તેથી એને સંતોષ થાય છે અને એને વળગેલો રહે છે.
હરિહરની ઉપાસના કરે છે તેઓ કહે છે, અમારા પહેલાં હરની ઉપાસના ચાલતી હતી, જે માત્ર ઉગ્ર ગુણોનો વિકાસ કરતી હતી અને તેના પહેલાંય હરિની ઉપાસના ચાલતી હતી, જે માત્ર સૌમ્ય ગુણોનો વિકાસ કરતી હતી. અમારી ઉપાસનામાં બંને ગુણોનો સમન્વય થાય છે. હરિહરના નામથી કરવામાં આવતો દાર્થો કબૂલ કરવો જ પડે.
પરંતુ હરના ઉપાસકો પણ એવો જ દાવો કરતા હતા. તેઓ કહેતા હતા, ‘અમારા પહેલાં એક તો બ્રહ્મનું ચિંતન ચાલતું હતું, જે કેવળ નિર્ગુણ અને અવ્યક્ત હતું અને તેની સામે હરિની ઉપાસના ચાલતી હતી, જે ઘણી વ્યક્ત અને સ્થૂળ થઈ જતી હતી. પણ અમારી ઉપાસનામાં ધ્યાન માટે લિંગનો ઉપયોગ થાય છે તેમાં વ્યક્ત અને અવ્યક્તનો સમન્વય થઈ ગયો છે. અવ્યક્ત ચિંતન અને મૂર્તિની પૂજા. બંનેના દોષોથી દૂર અને બંનેના ગુણોથી યુક્ત એવી અમારી આ પૂજાનું નવું વિધાન છે. તેમની દૃષ્ટિએ આ દાવો ખોટો ન કહી શકાય.
પરંતુ હિરના ઉપાસકો વૈષ્ણવો પણ તેમના જમાનામાં સમન્વયનો જ દાવો કરતા હતા. તેઓ કહેતા હતા, ‘એકબાજુ માત્ર બ્રહ્મચિંતનનો આચાર વગરનો માર્ગ હતો અથવા તો બીજી બાજુ કર્મકાંડી હતા જે ચિંતનના શત્રુ હતા. અમારા પંથમાં ચિંતન અને કર્મ બંનેનો સમન્વય થયો છે.’ આઠમ કહે છે, ‘હું સાતમ અને નોમની વચ્ચે જેવી જોઈએ તે રીતે છું તો નોમ કહે છે, ‘હું આઠમ અને દસમની વચ્ચે મધ્યસ્થી કરનારી છું. અત્યારના જમાનામાં ઘણી ઉચિત છું. ઈંગ્લેન્ડના લોકો કહે છે, ‘વિશ્વના મધ્યમાં ઇંગ્લેન્ડ છે અને મને એવું લાગે છે : પવનારનું પરમધામ દુનિયાનું મધ્યબિંદુ છે. જ્યાંથી ચારે બાજુ દુનિયા ફેલાયેલી છે.
ઋષિએ એ જ કહ્યું હતું અયં યજ્ઞો ભુવનસ્ય ના।િ હું જે યજ્ઞ કરી રહ્યો છું, વિશ્વની નાભિ છે. ‘પ્રબુદ્ધ જીવન' સૌજન્ય દાતા બરાબર મારી અને માટે તેમને ફરિયાદ નથી. તમે તમારો પશ સાંગોપાંગ કો, ચર્ચા ન કરશો.
‘પ્રબુદ્ધ જીવન’ના કોઈ પણ એક અંક માટે રૂા. ૨૦,૦૦૦/- નું
અનુદાન આપી આપ એ એકના સૌજન્મદાતા બની શકો છો. વસ્તુદાન અલ્પજીવી છે, જ્ઞાનદાન ચિરંજીવ છે અને એના જેવું ઉત્તમ દાન એક એમાં તમારું, મારું અને સૌનું ભલું
એ
પણ નથી.
પુણ્યતિથિ અને પુણ્યસ્મૃતિ માટે ચિરંજીવ સ્મૃતિ સંસ્થાનો સંપર્ક કરવા વિનંતિ-૦૨૨-૨૩૮૨૦૨૯૬,
સૌજન્ય :
‘સર્વોદય પ્રેસ સર્વિસ', જૂન અંક.