________________
ડિસેમ્બર ૨૦૧૩
પ્રબુદ્ધ જીવન
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ યોજિત ૭૯મી પર્યુષણ વ્યાખ્યાનમાળા સંપન્ન
(0)
કર્મ અને પુનઃર્જા એકસાથે જોડાયેલા છે [કવિ, સાહિત્યકાર, કટારલેખક અને નાટ્યદિગ્દર્શક સુધીરભાઈ દેસાઈએ બી.એસસી., એલએલ.એમ., એમ.એ. અને રાષ્ટ્રભાષા વિનીતની ડિગ્રી મેળવી છે. તેમો 'ડેસ્ટીની ઈન એન્સીયન્ટ ઈન્ડિયા' વિષય ઉપર પી.એચડી.ની ડિગ્રી હાંસલ કરી છે. તેમના ગીતો અનેક જાણીતા ગાયકોએ ગાયા છે.
ડૉ. સુધીરબાબુ દેસાઈએ પુનર્જન્મ, આજની દૃષ્ટિએ' વિશે વ્યાખ્યાન આપતાં જણાવ્યું કે જેનું ચિંતન કરશો તે વસ્તુ તમારી પાસે આવશે. કર્મ અને પુનર્જન્મ એકસાથે જોડાયેલા છે. આપણે ત્યાં હજારો વર્ષોથી પુનર્જન્મની વાતો થાય છે, પરંતુ તે દિશામાં જ્ઞાન પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરાયો નથી. બીજા લોકો કહે છે તે વાત આપણે સાચી માની પરંતુ સાચું જાણવાનો પ્રયત્ન કર્યો નહીં. જૈન ધર્મમાં પણ પુનર્જન્મની વાત આવે છે. ઋષભદેવે ભરતરાજાને કહ્યું હતું કે તારો પુત્ર જૈન ધર્મનો ચોવીસમો તીર્થંકર થશે. પાશ્ચાત્ય દેશોમાં પણ પુનઃર્જન્મની વાતો થતી હતી. ત્યાં ખ્રિસ્તી પાદરીઓને થયું કે તેના કારણે આપણું મહત્ત્વ ઘટી જશે. તેથી તેમણે પુનર્જન્મની વાતો કરવી નહીં એવો ફતવો બહાર પાડ્યો હતો. ઈન્ડિયન આઇડૉલમાં સાત વર્ષની છોકરી ખૂબ સરસ ગાય છે તે તમે જોઈ હશે. બધાને થાય છે કે આ છોકરી કેટલું સરસ ગાય છે. બધા પુછે છે કે તું આટલું સરસ કેવી રીતે ગાઈ શકે છે ? તું ક્યાં શીખી છે ? તે કહે છે કે મને આવડે છે. આગલા જન્મનું જ્ઞાન કે નોલેજ બીજા જન્મમાં કેરી ફોરવર્ડ થાય છે. ગત જન્મનું જ્ઞાન આ ભવમાં પણ સાથે આવે છે. પશ્ચિમના દેશોમાં ડોઈપાસ સ્ટીવન્સન અને અન્ય કેટલાંકે છેલ્લા દાયકાઓમાં ૨૫૦૦ જેટલાં લોકોના પુનર્જન્મની વાત વૈજ્ઞાનિક રીતે પુરવાર કરી છે. તેઓના નામ ગુપ્ત રખાયા છે; પરંતુ પ્રસંગ, ગામ અને નગરના નામ સાચા છે એમ જણાવવામાં આવ્યું છે. બેંગ્લોરના શ્રીમતી સંતવત પસરીચા, તેમ જ યુરોપના ટ્રુથ હાર્ડો અને અન્યોએ યુનિવર્સિટીની સાથે રહીને આ અંગેના સંશોધનો અને વિજ્ઞાનને આધારે પુનર્જન્મની વાર્તા રજૂ કરી છે. તેમાં સમાજશાસ્ત્ર અને માનસશાસ્ત્રના વિદ્વાનોની પણ મદદ લેવામાં આવી હતી. તેથી પુનર્જન્મની વાત વૈજ્ઞાનિક ઢબે વજુદવાળી છે. તેના અભ્યાસ પર યુનિવર્સિટીની પણ મહીર છે. હીપ્નોટીસ્ટ પણ તેમની વિદ્યા વડે માણસને આગલા જન્મમાં લઈ જઈ શકે છે. ગત જન્મમાં આપણું કંઈ ખરાબ કે અહિત કર્યું હોય તે વ્યક્તિ પ્રત્યેના ગમાઅણગમા પણ બીજા જન્મમાં જોવા મળે છે એવા દાખલા નોંધાયા છે.
૧૯
ગત જન્મમાં આપણે કોઈનું કંઈ ખરાબ કે અહિત કર્યું હોય તો તેની માફી આ જન્મમાં માંગવાથી સ્થિતિ સુધારી શકાય છે એમ પુનર્જન્મના ઉદાહરણોમાં જોવા મળ્યું છે. જીવનમાં જ્ઞાન વડે બધાં દુઃખો દૂર કરી શકાય છે. આપણે આજે જે કંઈ છીએ, તેના માટે આપણા માતાપિતા, પૂર્વજો અને ગુરુનો ઘો ત્યાગ છે. આપણે આજ જે કાંઈ છીએ તેના માટે ઈશ્વરની કૃપા પણ છે. તેથી તમારા ઘરની રૂમમાં તમે જેટલી વાર જાવ એટલીવાર ભગવાન કે વડીલોની તસ્વીરને મનોમન પ્રણામ કરીને આભાર વ્યક્ત કરો. તમે તમારા મનના વિચારોના આંદોલનો અમેરિકા સુધી પણ પહોંચાડી શકો છો.
સાત્વિક જીવા વિના જપ-તપતી અર્થ નથી
[શ્રી ભાણદેવજી યોગાચાર્ય, લેખક, શિક્ષક, ગાયક, શ્રીમદ્ ભાગવતના કથાકાર અને યજ્ઞપૂજનના જ્ઞાતા એવી બહુમુખી પ્રતિભા ધરાવે છે. તેમણે ધર્મ, આધ્યાત્મ અને સંત વિશે અત્યાર સુધીમાં ૮૮ પુસ્તકો લખ્યા છે. તેઓ પરમના ખોજી અને સત્યના ઉપાસક છે.]
શ્રી ભાણદેવજીએ ‘ગંગાસતીનું આધ્યાત્મદર્શન' વિશે વ્યાખ્યાન આપેલ તે આ અંકમાં પ્રકાશિત થયું છે. જિજ્ઞાસુને એ વાંચવા વિનંતિ. મંત્ર ઉચ્ચારણમાં સંખ્યા કરતાં સ્પષ્ટ ઉચ્ચાર અને ભાવ મહત્ત્વના [સંગીતકાર અને ગાયક કુમાર ચેટરજીએ સાત વર્ષની વયે સંગીતની તાલીમ લેવાની શરૂઆત કરી હતી. તેમણે કોલકતામાં અર્માઘા ચોપાધ્યાય પાસે સંગીતની તાલીમ લીધા પછી અલાહાબાદમાં પ્રયાગ સંગીત સમિતિમાંથી સંગીતમાં માસ્ટરની ડીગ્રી મેળવી છે. તેમણે છ વર્ષ સુધી કથ્થક નૃત્યની તાલીમ પણ લીધી છે. અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાને બેવાર સંગીત અને અહિંસાની વાતોથી પ્રભાવિત કરી ચૂક્યા છે.]
સંગીતકાર કુમાર ચેટરજીએ ‘સ્તોત્ર, શબ્દ અને સંગીત સે ભક્તિ વિશે સંગીતમય વ્યાખ્યાન આપતાં જણાવ્યું હતું કે જૈન ધર્મ અને શાસ્ત્રીય સંગીતનો સંબંધ બહુ જૂનો છે. મહાવીરના સમવસરણમાં સૂર્યનારાયણ દેવે ૬૯ વાઘો અને ૧૦૮ નૃત્ય સાથે ભક્તિ કરી હતી. મહાવીરે માલકૌંસ રાગમાં દેશના આપી હતી. તેના શબ્દો મહાવીરની નાભિમાંથી નીકળ્યા હતા. તે ૧૧૭ ભાષામાં રૂપાંતરીત થયા હતા. મહાવીર કમ્પ્યુટર સાયન્સના દિગ્ગજ હતા. આપણે વર્ડ ફાઈલમાં જઈને સોફ્ટવેર નાંખીએ તો શબ્દ ચાઈનીસ કે જાપાનીસ ભાષામાં રૂપાંતરીત થાય છે. આ કામ મહાવીરે ૨૬૦૦ વર્ષ પહેલાં કર્યું હતું. ૨૦૦ વર્ષ પહેલાં ભોજક સંપ્રદાયમાં શાસ્ત્રીય હિન્દુસ્તાની રાગમાં બધા સ્તવન, સ્તોત્ર અને સૂત્ર ગવાતા હતા. પણ હવે તે પ્રથા લુપ્ત થઈ છે. જેન