________________
૧૦
પ્રબુદ્ધ જીવન
ઉપનિષદોમાં જગત અને જીવાત્માનો વિચાર
ઘડૉ. નરેશ વેદ
(લેખ કાંક : ધાંચ)
અનેકતામાં પરિણમેલું રૂપ છે.
ખાતો અનેક ભાવોને પ્રાપ્ત થાય છે. ચાર કોશ, ચૌદ લોક અને ચોરાશી આ જગત ઈશ્વર અથવા બ્રહ્મની શક્તિનો ત્યક્ત અથવા છોડેલો... ભાવમાં પરિણામ પામેલાં જીવાત્માઓનાં સ્વરૂપો એ ભૂતાત્માનું જ અંશ છે. જાણ અથવા ઈશતત્ત્વ સ્વયં અત્યંત મહાન છે. તે જાણે કે એક સમુદ્ર છે અને તેની એક લહેરી અથવા બિંદુ એ આ વિશ્વ છે. જે મનુષ્ય આ બ્રો છોડેલા આ સ્થૂલ અંશનો ત્યાગ કરે છે, તેના પ્રત્યે અનાસક્ત બનીને તેને સર્વ છે, તેમાં આસક્તિ કે મમત્વ બાંધતો નથી, આ સ્થૂલ અંશને કેવળ પોતાના જ સ્થૂળ શરીરના ઉપભોગ માટે સ્વાધીન બનાવતો નથી તે ‘જોદન'નો ભોકતા બને છે, એટલે કે અમૃતતત્ત્વનો અનુભવ કરે છે.
જ
આત્મા માયા વડે મોહ પામીને શરીર ધારણ કરે છે અને સર્વ સૃષ્ટિનો કર્તા થાય છે, તે જ જાગ્રત અવસ્થામાં સ્ત્રી, અન્નપાન, વગેરે વિવિધ ભોગો વડે તૃપ્તિ પામે છે. તે જીવાત્મા સ્વપ્નાવસ્થામાં પોતાની માયાશક્તિ વડે કલ્પાયેલા જગતમાં સુખ-દુઃખનો ભોક્તા થાય છે. તેમ જ સુષુપ્તિ (ગાઢ નિદ્રા)ને સમર્થ જ્યારે બધા આંતરબાહ્ય જગતનો લય થઈ જાય છે, ત્યારે અજ્ઞાનરૂપ અંધકાર વર્ક વ્યાપ્ત બનીને તે સૂખનો અનુભવ કરે છે. પૂર્વ જન્મના કર્મના યોગને લીધે તે જ જીવાત્મા ફરી જાગૃત થાય છે અને ઊંઘે છે. આમ, જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિરૂપ ત્રણ નગરમાં તે જીવ ક્રીડા કરે છે, અને તેને લીધે જ આ બધી વિચિત્રતાઓ ઉત્પન્ન થઈ છે.
આ દશ્ય અને સ્થૂળ જગતની પાછળ એક બીજું સૂક્ષ્મ જગત છે. આ (દશ્ય-સ્થૂળ) જગત ભૌતિક છે અને તે સૂક્ષ્મ જગત પ્રાણાત્મક છે. આ વિશ્વનું મૂળ ગતિતત્ત્વ અથવા ઈશ્વરની એ પ્રાણાત્મક શક્તિ છે. એ ગતિતત્ત્વના દ્રશ્ય વિકાસનું નામ જ જગત છે. વિશ્વનું સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ અને દૂરથી પણ દૂર એવું કોઈપા કેન્દ્ર અથવા સ્થાન નથી, જ્યાં આ મૂળભૂત ગતિતત્ત્વ અથવા ઈશ્વરની પ્રાણશક્તિનું શાસન કે તેની પ્રવૃત્તિ ન હોય.
ઉપનિષદના દૃષ્ટાઓના મત મુજબ આ જવાત્માના ત્રણ જન્મો થાય છે. પુરુષના શરીરમાં તેનું તેજ ક્રમથી સંચિત થઈને સાતમી ધાતપ રેતસ્ (વીર્ય)નું રૂપ ધારણ કરે છે. આ વીર્ય પુરુષનાં બધાં અંગોમાંથી પ્રગટેલું તેનું તેજ અથવા સાર છે. પુરુષ પોતાના સ્વરૂપભૂત આ વીર્યરૂપ તેજને પહેલાં તો પોતાના શરીરમાં જ ધારણ કરતાં તેને પોષે છે, બ્રહ્મચર્ય દ્વારા તેની પુષ્ટિ કરે છે. પછી જ્યારે તે અને સ્ત્રીના ગર્ભાશયમાં સ્થાપિત કરે છે ત્યારે શુક્ર-શોણિતના સંયોગથી મનુષ્યશરીરની ઉત્પત્તિ થાય છે. જીવાત્માનો આ પહેલો જન્મ છે. ત્યાંથી તેની પ્રાણસ્પંદનની પરંપરા શરૂ થાય છે. આ ગર્ભ માતાની કૂખમાં તેનું જ એક અંગ બનીને વધવા લાગે છે. માતાએ આરોગેલા અજ્ઞના રસથી એ પુષ્ટ થાય છે. આ ગર્ભરૂપી જીવાત્મા માતાના જ શરીરના અંગરૂપ હોઈ એને પીડા કરતો નથી. પણ એ ગર્ભમાં રહેલા જીવાત્માનો પ્રસવ થાય છે ત્યારે એ જીવાત્માનો બીજો જન્મ થાય છે. સ્ત્રી તે ગર્ભને પોતાના છે શરીરમાં નવ માસ સુધી ધારણ કરીને એનું રક્ષણ અને એનો ઉછેર કરે છે. પિતા ઉત્પન્ન થનાર બાળકનું એના જન્મ પહેલાં સીમંત વગેરે સંસ્કારવડે અને જન્મ પછી જાતકર્મ વગેરે સંસ્કારોવડે પોષણ કરે છે. આ પ્રમાણે જ મનુષ્ય જીવની વંશવૃદ્ધિ થયા કરે છે. પછી પુત્રનો એ પિતા પોકમાં જાય છે અને બીજા લોકમાં ફરી જૂન છે. આ પરોકગમન એ જીવાત્માનો ત્રીજો જન્મ છે.
એ
આ જગત ઈશ્વરનો આવાસ છે. ઈશ્વર સ્વયં તો આ જગત કરતાં કેટોથ મહાન છે. આમ છતાં, ઈશ્વરના મહિમારૂપ હોવાથી આ જગત પણ કંઈ અલ્પ નથી. ઈશ્વરના મહિમારૂપ આ જગત આટલું મોટું આ હોવા છતાં એમાં રહેનાર પુરુષ (મનુષ્ય) એથી પણ મોટો છે, એ ખરું પણ આ જગતની ઉત્પત્તિ શા માટે અને કેવી રીતે થઈ ?
ડિસેમ્બર, ૨૦૧૩
કોઈ કહે છે કે જગતનું કારણ કાળ છે. કોઈ કહે છે કે તે નિયતિના નિયમ અનુસાર ઉત્પન્ન થાય છે. કોઈ કહે છે કે, જગતની ઉત્પત્તિ સ્વાભાવિક જ થાય છે. કોઈ કહે છે કે જગત યદ્દચ્છાથી અથવા અકસ્માત્ ઉત્પન્ન થાય છે. કોઈ પંચ મહાભૂતને જગતનું કારણ માને છે, તો કોઈ પ્રકૃતિને, તો કોઈ પુરુષને, તો કોઈ આ બધા સંયોગને જગનું કારણ માને છે. પણ આ બધા આત્માથી જુદા છે અને આત્મા તો અવશ્ય છે જ, માટે એ બધા જગતનું કારણ બની શકતા નથી. તેમ જ જીવાત્મા પણ સુખ અને દુઃખને કારણે જગત ઉત્પન્ન કરવાને સમર્થ નથી. ખરેખર તો એક બ્રહ્મ જ આ ઉપર કહેલા બધા કાળ, આત્મા, વગેરે કારણોની ઉપર અમલ ચલાવે છે.
પુરુષની અંદર જે કર્તા છે, તે આત્મા જ છે. તેમ અગ્નિથી ખૂબ જ તપી ગયેલો લોઢાનો ગોળો ઘણથી ફૂટવામાં આવતાં ચિનગારીઓમાં વિખરાઈ જાય છે, તેવી જ રીતે ભૂતાત્મા બુદ્ધિ, ઇન્દ્રિયો વગેરેના સંગથી અંતઃકરણવાળો જીવાત્મા બને છે, એ પ્રકૃતિના ગુણોથી પરાભવ પામીને કર્મો કરે છે અને તેમાં પ્રકૃતિના ગુોની થપ્પડો
સમસ્ત જગતની ઉત્પત્તિરૂપ એવો એક દેવ તે આત્મા ઉર્ફે બ્રહ્મ પોતાનો સ્વભાવ પરિપક્વ થતાં જગતને ઉત્પન્ન કરે છે. એમાં પરિપક્વ બનેલા કર્મવાળા જીવોને તે જન્મ, હયાતી, વૃદ્ધિ, વિપરિણમન, અપક્ષય અને નાશ એવી જુદી જુદી અવસ્થાઓમાંથી પસાર કરે છે અને સત્ત્વ,