________________
નવેમ્બર ૨૦૧૩
એટલે એને ખોટ સાલે છે અને સ્ત્રી સ્વનિર્ભર હોય છે એથી બનતું હશે ? મારે મન એ કોયડો છે.
પ્રબુદ્ધ જીવન
ધનવંતભાઈએ કહ્યું છે કે એકલતા સ્ત્રી પચાવીને પસાર કરી શકે છે એનું એક કારણ એ પણ હોય છે કે એનું જીવન વિશેષ કુટુંબ પૂરતું મર્યાદિત હોય છે અને માતૃત્વની નિર્મળ પ્રેમની ભાવનાથી છલકાયેલું હોય છે. વિધવા સ્ત્રી–ધાર્મિક પ્રવૃત્તિમાં રચીપચી રહેતી જોવા મળે છે એનું કારણ પણ એ જ હોઈ શકે.
વિધૂર વ્યક્તિ ધર્મ ધ્યાન તરફ વળે તો અશાંતિમાંથી મુક્તિ મળી શકે, અહિં ધર્મ એટલે કેવળ ધાર્મિક ક્રિયાઓ જ નહિ પણ ધ્યાન એટલે આત્મ-વિચાર, આત્મ-ચિંતનનું વિશેષ મહત્ત્વ રહે છે. રોજિંદી જિંદગીમાં જે કંઈ સહજરૂપે સામે આવે તેને સ્વીકારી લેવું. ન આસક્તિ-ન વિરક્તિ. જે લોકો નાની ઉંમરે વિધુર બન્યા હોય અને ફરીથી લગ્ન ન કર્યા હોય તેઓએ આવી વાસ્તવિકતા સ્વીકારી હોય તો એ સહજ રીતે જવન ગુજારી શકે છે. ધર્મધ્યાનમાં એકાગ્રતા કેળવવાની શક્યતા રહેલી છે. પણ એ એક જુદી વિચારણાનો પ્રશ્ન હોઈ અહિ એ માટે અવકાશ નથી.
દરેક વ્યક્તિનું જીવન એકર્ષકથી અલગ હોય છે, દરેકનું સ્વતંત્ર વ્યક્તિત્વ હોય છે એટલે સહુના પ્રશ્નો પણ અલગ અલગ જ હોવાના. અને પોતાના સંજોગો અનુસાર પોતે જ સમજીને જીવનમાં પરિવર્તન લાવવું રહ્યું. જ્ઞાનીઓએ કહ્યું છે કે માનવ જીવન અામોલ છે અને બહુ પુણ્ય કેરા પૂંજથી આ દેહ માનવનો મળ્યો' એનો લાભ ઊઠાવવાની આ અણમોલ તક છે એમ સમજમાં આવે તો જીવન ધન્ય બને. આપણે
એને વૈધવ્ય થકી ઊર્વીકરણનો માર્ગ કહી શકીએ.
અને અંતમાં અંગ્રેજ કવિ બાયરનની જે પંક્તિઓનો ધનવંતભાઈએ ઉલ્લેખ કર્યો છે એનો મારી અલ્પ સમજ પ્રમાણે વ્યક્ત કરવાનો આ છે એક નમ્ર પ્રયાસઃ
જ્યાં કોઈ કેડી કંડારી નથી. એવી અજ્ઞાત વ્યોમાં, માસથી મારે ચા; એકાંત ઉદધિના કિનારે ઊછળતા વારિને નિહાળવામાં મારાવી છે મજા; જ્યાં વિશ્વમાં નથી કરતું કોઈને કંઈ દખલ ને કાનમાં ગુંજે મધુરાં સ્વરો હું નથી કરતો પ્રેમ માનવીને અધુરો, અને કરું છું પ્રેમ પ્રકૃતિને અનેરો, B કાકુલાલ સી. મહેતા
૧૭૦૪ ગ્રીન રીજ ટાયર-II, ૧૨૦ ન્યૂ લિંક રોડ, ચીકુ વાડી, બોરીવલી (વેસ્ટ), મુંબઈ-૪૦૦ ૦૯૨. ફોન ઃ +૯૧ ૨૨ ૨૮૯૮ ૮૮૩૮.
વિધુરતી વ્યથા
ઑગસ્ટ-૨૦૧૩ના એકમોના તંત્રી લેખમાં આપે ‘પ્રબુદ્ધ જીવનના વાચકોને પોતાના વિચારો અને સ્વાનુભવો જણાવવા માટે જે આમંત્રણ આપેલ છે તેના જવાબમાં હું મારું મંતવ્ય મોકલી રહ્યો છું. 'પ્રબુદ્ધ જીવન'માં આપે સામાજિક પ્રશ્નોની ચર્ચા પણ શરૂ કરેલ છે તે જોઈને આનંદ થયો.
૧૫
પ્રૌઢાવસ્થા કે વૃદ્ધાવસ્થામાં વિધુર બનનાર પુરુષ માટે પત્નીની ગેરહાજરીથી જીવનમાં શૂન્યાવકાશ સર્જાય છે. તેને દૂર કરવા કે ઓછું કરવા પુનર્લગ્ન કે કોઈ સ્ત્રી સાથે મૈત્રીભર્યું સહજીવન જીવવા માટે આપે કરેલ સૂચન દરેક કેસમાં એક સરખો લાગુ ન કરી શકાય. કેટલાય લોકો આ સૂચનને પોતાના સંજોગો કે અંગત પ્રશ્નોના કારણે અમલમાં મૂકવા અસમર્થ હોય છે કે અચકાય છે.
મારા એક મિત્ર એના ૨૪/૨૫ વર્ષની ઉંમરે માતા ગુમાવતા, બેંકમાં એ સારો પગાર મેળવતો હોવાથી, સાસરા પક્ષની ચડામણીથી, ૧૪ અને ૧૯ વર્ષના બે ભાઈઓ તથા ૧૦ વર્ષની બહેનને છોડીને પિતાથી અલગ થઈ ગયેલ, પિતા અગાઉ ત્રણ લગ્નો કરી ચૂકેલા. ધાર્મિક વિચારોના કારણે ચોથું લગ્ન ન કરતાં આડોશી-પાડોશી અને સગાંવહાલાના સહારે ત્રર્ણય સંતાનોને સધિયારો આપ્યો તથા તેમના લગ્ન વિગેરે પતાવ્યા. પિતાજીની ઉંમર આશરે ૫૫ વર્ષની. જીવનના અંત સુધી એકલતા જીરવી ગયા.
મારી અંગત વાત કરું તો, ૫૪ વર્ષની ઉંમરે અચાનક પત્ની ગુમાવી. પરિવાર જેમાં એક ૨૫ ૨૬ વર્ષની ઉંમરનો પીાિત પુત્ર જેને ત્યાં મારી પત્નીના અવસાન બાદ ૧૪ દિવસે પુત્રી અવતરી, લગ્ન વયસ્ક બીજો પુત્ર અને સગપણ થયેલ પુત્રીને ખ્યાલમાં રાખીને, બેત્રણ આવેલ વાર્તાને ન ગણકારતાં હું પુનઃ લગ્નથી દૂર રહ્યો,પત્નીના અવસાનના ૧૮/૧૯ વર્ષો બાદ પરિવારના પ્રેમના કારણે સુખ-શાંતિ અનુભવું છું. પુનઃ લગ્નનો સ્વપ્નેય વિચાર નથી આવતો.
ખૂબ જ
૨૦/૨૫ વર્ષના સંતાનો અન્ય સ્ત્રીને માતા તરીકે આસાનીથી ન સ્વીકારે તે સ્વાભાવિક છે.
તે ઉપરાંત પ્રથમ પત્ની સાથેના ૨૭/૨૮ વર્ષના મધુર જીવન અને મનમેળના કા૨ણે દ્વિતીય પત્નીનું વિચારી પણ નથી શકતો. પરિવારની સુખશાંતિ પણ જોખમાય અને મિલ્કતના ભાગલાનો પ્રશ્ન પણ ઊભો
થાય.
સનસીબે બન્ને પુત્રો અને પુત્રવધુઓ મારી સારી સંભાળ લે છે, લકવા તથા હાર્ટ એટેકની મારી બિમારીઓ દરમ્યાન મારી સારી માવજત
કરેલ. મારી દવાઓ લાવવી, ટાઈમસર પીવડાવવી એ સર્વે
જવાબદારીઓ હજુ સુધી પુત્રવધૂઓ સારી રીતે સંભાળે છે. દવાઓના નામ તથા કઈ દવા શાના માટે છે તેની પણ મને જાણ નથી. સંપૂર્ણ રીતે હાલતો ચાલતો છે. દરરોજના ૬/૭ કલાકે વ્યવસાયમાં, ૩ કલાક ટ્રેન-બસની મુસાફરીમાં. તે સિવાય બાકીનો સમય વાંચન, લેખન. ટી.વી. આરામ વિગેરેમાં આનંદથી પસાર થાય છે. હાલ ઉંમર ૭૩ વર્ષ. રજાના દિવસે ઑફિસ બંધ હોય ત્યારે બપોરનો સમય પસાર કરતાં જરા તાલુકા અનુભવાય છે. સ્ત્રી સંગની ખામીનો વિચાર સુદ્ધાં આવતો નથી.
પુત્રો પોતપોતાના વ્યવસાયમાં ગળાડૂબ હોવાથી વાતચીતનો સમય