________________
જૂન, ૨૦૧૩
પ્રબુદ્ધ જીવન
ઉપનિષદો : અમર ભોમના આંબા
:
તડૉ.નરેશ વેદ
વેદ અને હિંદુ શાસ્ત્રોના અભ્યાસી, પ્રખર ચિંતક, પ્રભાવક વક્તા ડૉ. નરેશ વંદે ગુજરાત યુનિવર્સિટી તેમ જ ભાવનગર યુનિવર્સિટીનું કુલપતિપદ શોભાવ્યું છે.પોતાની પીસ્તાલીશ વર્ષની શૈક્ષણિક કારકીર્દિમાં ગુજરાતની કૉલેજોમાં પ્રધ્યાપક તરીકે, સરદાર પટેલ યુનિવર્સિટીના અનુસ્નાતક ગુજરાતી વિભાગના અધ્યક્ષ તરીકે અને ગુજરાતની એકેડેમિક સ્ટાફ કૉલેજના ડાયરેક્ટર તરીકે સેવા આપી છે. ડૉ. નરેશ વેદના વેદ-ઉપનિષદના વિવિધ વિષયો ઉપર ચિંતનભર્યા લેખો આપણને નિયમિત પ્રાપ્ત થતાં રહેશે, આ ‘પ્રબુદ્ધ જીવન'ના વાચકોનું સદ્ભાગ્ય છે. આ સંસ્થા શ્રી મુંબઈ જૈન યુવક સંઘ અને 'પ્રબુદ્ધ જીવન' ડૉ. નરેશ વેદનું હ્રદયથી સ્વાગત કરે છે.
વિશ્વની પ્રજાને ભારતીય પ્રજા પાસેથી મળેલી અામોલ ધરોહર એટલે પદર્શનો. આ છ દર્શનો એટલે સાંખ્ય, ન્યાય. વૈશેષિક મીમાંસા, યોગ અને વેદાંતદર્શન. આમાંથી છેલ્લો નિર્દેશ છે એ વેદાંતદર્શન એ સંહિતામાંથી ઊતરી આવેલું છે. આ સંહિતા એટલે વેદસંહિતા, ક્, યજૂ, સામ અને અથર્વ એવા એના ચાર ભાગો છે. આ ચારેય સંહિતાઓને એના ત્રણ ઉપવિભાગો છે. એ છેઃ બ્રાહ્મણ, આરણ્યક અને ઉપનિષદ. આ ઉપનિષદો આ વૈદસંહિતાઓને અંતે આવે છે એટલે એને વેદાંતદર્શન એવું નામ મળ્યું છે.
આ ઉપનિષદોની કુલ સંખ્યા વિશે વિદ્વાનોમાં મતમતાંતરો છે. પણ લાંબી ચર્ચા-વિચારણાને અંત એની સંખ્યા ૧૦૮ છે એવું બહુમતિથી નક્કી થયું છે. જો એ બધા ઉપનિષદોનું એમાં નિરૂપાયેલા વિષયોને અનુલક્ષીને વર્ગીકરણ કરીએ તો સામાન્ય વેદાંત ઉપનિષદોની સંખ્યા ૨૪ છે, સન્યાસ ઉપનિષદોની સંખ્યા ૧૭ છે, શાક્ત ઉપનિષદોની સંખ્યા ૦૮ છે, શૈવ ઉપનિષોની સંખ્યા ૧૫ છે, વૈષ્ણવ ઉપનિષોની સંખ્યા ૧૪ છે અને યોગ ઉપનિષોની સંખ્યા ૨૦ છે. એ એ ઉપરાંત ઈંશ, કેન, કઠ, મુંકડ, માંડૂક્ય, પ્રશ્ન, ઐતરેય, નૈત્તિરીય, બૃહદારણ્યક અને છાંદોગ્ય એ ૧૦ ઉપનિષદો બધાં ઉપનિષદોમાં મુખ્ય ગણાયાં છે. એ બધાં મળીને ૧૦૮ ઉપનિષદો છે. આ બધામાં આત્મા, પરમાત્મા, જીવન, જગત વગેરે વિશે જ્ઞાનમીમાંસા રજૂ થઈ છે. આ જ્ઞાનમીમાંસા ધારણામૂલક (Speculative) ઓછી અને અનુભવમૂલક (Empeical) વધારે છે.
આવી જ્ઞાનમીમાંસાનું પ્રવર્તન કરનારા કોણ હતા એવો પ્રશ્ન સહે જે કોઈને મનમાં ઊઠે તો એનો ઉત્તર એ છે કે એ હતા આપણા પૂર્વજ ઋષિમુનિઓ. આ ઉપનિષદોમાં જેમણે બ્રહ્મવિદ્યાની વિચારણા કરી તે કાલક્રમાનુસાર ક્રમશઃ નીચે મુજબ દર્શાવી શકાય. શ્રુતર્ષિ મહીદાસ ઐતરેય, શ્રુતર્ષિ ઉદ્દાલક આરુણિ, દેવર્ષ વરુણ, યોગીશ્વર યાજ્ઞવ, મુનિ માંડૂક્ય, મુનિ પિપ્પલાદ, રાજર્ષિ જનક, રાજર્ષિ પ્રવાહણ જેબલિ, સત્યર્ષિં સત્યકામ જાબાલ, બ્રહ્મર્ષિ સુયુગ્ધા રેક્ય, રાજર્ષિ ગાયિન, રાજર્ષિ પ્રતર્દન દેવોદાસિ. આમ તો એ કાળે અનેક ઋષિ મુનિઓએ આવી ચર્ચા-વિચારણા કરી હશે, પરંતુ તત્કાળ જે કાંઈ આવી ચર્ચાવિચારણા થઈ હશે તેને પોતાના અનુભવ અને અધ્યયન વર્ડ એકવાક્યતા આપી અભિવ્યક્ત કરનારા આ બાર વિચારકોએ સૌ
વિદ્વાનોનું ખાસ ધ્યાન આકર્ષિત કર્યું છે.
આ ઉપનિષદોની ઉત્પત્તિ મનુષ્યની બે મૂળભૂત જિજ્ઞાસામાંથી થયાનું અનુમાન કરી શકાય છેઃ (૧) અજ્ઞેય તત્ત્વની ઓળખની જિજ્ઞાસા અને (૨) સાચું જ્ઞાનસુખ પામવાની જિજ્ઞાસા. મનુષ્ય જ્યારે અનુભવ્યું કે આ જીવન નિત્ય પરિવર્તનશીલ છે અને આ જગત નશ્વર છે તો પછી આ બધાંનું સર્જન, પાલન અને વિનાશ કરનારું કોણ હશે, શું આ જગતમાં કોઈ અવિકારી, અવ્યય (ન બદલાય તેવું) અને અવિનાશી (કાયમી) એવું કોઈ તત્ત્વ હશે; તો એ શું છે એવી એક જિજ્ઞાસા અને બીજું આ જીવનમાં તો પ્રપંચ, નશ્વરતા અને સુખદુઃખાદિનો અનુભવ થયા કરે છે પણ એનાથી ઉફરા જઈને જીવનમાં પરમાનંદની દશાએ પહોંચી શકાય કે કેમ, મતલબ કે આ જીવનને સફળ અને સાર્થક શાના વડે કરી શકાય તેને સમજવાની જિજ્ઞાસા. જીવનના જુદા જુદા આશ્રમો (બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યસ્ત, જેવા તબક્કાઓમાંથી પસાર થતાં પોતાને જે અનુભો થયા, એમના વિશે ચિંતન, મનન, વમર્શણ અને નિદિધ્યાસન કરતાં કરતાં જે સત્યો, જે
હસ્યો કે ગૃહિતો હસ્તગત થયાં એ સર્વને ઋષિમુનિઓએ ઉપનિષદોમાં રજૂ કર્યાં છે.
આ કારણે ઉપનિષદનો વિષયનો વર્ણપટ ઘણો વિશાળ છે. એમાં બ્રહ્માંડ અને સચરાચર સૃષ્ટિની ઉત્પત્તિ, એ ઉત્પત્તિનો કર્તા, એ ઉત્પત્તિનાં કારણો અને એની પ્રક્રિયા, એનો ક્ષય, ઉપરાંત, જે એકત્વમાંથી આ બધાંની ઉત્પત્તિ થઈ છે અને એ જ તત્ત્વમાં આ બધાંનો લય થવાનો છે-એ એકતત્ત્વ એટલે બ્રહ્મતત્ત્વ. આ બ્રહ્મતત્ત્વ અને જીવતત્ત્વ એ બંનેની એકતા, વ્યષ્ટિ (પિંડ) અને સમષ્ટિ (બ્રહ્માંડ)માં એકસમાન રહેલાં તત્ત્વો, એમના સાવયવ (Organic) અને સવ (alive) સંબંધો, એ પંચમહાભૂતનાં કાર્યો, મનુષ્યનું શરીર, તેમાં સાક્ષીરૂપે અને સર્વથા અલિપ્ત રહેતો આત્મા, મનુષ્યને મળેલી પાંચ જ્ઞાનેન્દ્રિયો અને પાંચ કર્મેન્દ્રિયો, એ શરીર અને ઈન્દ્રિયોનું સંચાલન કરનારું મન, તેની ગતિવિધિને દોરનાર-પ્રેરનાર અને અંકુશમાં રાખનાર બુદ્ધિ. બુદ્ધિ અને મનની લગામ ધારણ કરનાર ચિત્ત, એ ચિત્તને દૂતિ, દીપ્તિ અને ગતિ આપતું અહં, પંચાગ્નિથી થતું જીવનું સ્ફુરણ, જીવના ત્રણ જન્મો, ગર્ભાવસ્થામાં અને સાંસારિક અવસ્થામાં અનેક બંધનોમાં રહેતા જીવ, એ જીવને અનેક વિદ્યા-સંસ્કારોથી મળતી