________________
Regd. With Registrar of Newspaper for India No.RNI 6067/57
♦ ‘પ્રબુદ્ધ જીવન’ વર્ષ : ૬૧ ૭ અંક : ૭ ૭ જુલાઈ ૨૦૧૩ ૭ વિક્રમ સંવત ૨૦૬૯ ૭ વીર સંવત ૨૫૩૯૭ અષાઢ સુદિ ૭ તિથિ-૮ ૦
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ પત્રિકા (૧૯૨૯ થી પ્રારંભ, ૮૪મા વર્ષમાં પ્રવેશ)
પ્રબુદ્ધ જીવન
વાર્ષિક લવાજમ રૂા.૨૦૦/
છૂટક નકલ રૂા. ૨૦/
માનદ તંત્રી : ડૉ. ધનવંત શાહ
જૈન એકતા-૨
જૂનના ‘પ્રબુદ્ધ જીવન'માં ઉપ૨ના વિષય ઉપર લખેલા લેખનો બહોળો પ્રતિભાવ અને પ્રતિસાદ મળ્યો, એનો આનંદ તો છે જ, પરંતુ એ આનંદ તો જ પરમાનંદમાં પરિવર્તિત થાય જો એ પરિણામ લક્ષી બને. હવે માત્ર ચર્ચા નહિ, પરિણામ લક્ષી નક્કર કાર્ય શરૂ થાય. શાસન દેવને આપણે સૌ એવા સંપ અને એકતા માટે પ્રાર્થના કરીએ.
એ લેખને આ અંકમાં આગળ વધારવાનું એક કારણ એ છે કે મારી જાણ પ્રમાણે જૈન એકતા માટે જે બે અ-જૈનોએ પોતાના કાર્યથી પ્રયત્નો કર્યા છે એનો ઉલ્લેખ કરવાનું એ લેખમાં રહી ગયું હતું. એક વાચક મિત્ર નેણસીભાઈએ આ હકીકત પ્રત્યે મારું ધ્યાન દોર્યું. એમનો આભાર માની એ અ-જૈનો પ્રત્યે ઋણ સ્વીકા૨ ક૨ી હૃદયનો ભાર હળવો કરું છું.
રાષ્ટ્રીય સંત પૂ. વિનાબોજીને સર્વ ધર્મનાં ગ્રંથોનો ઊંડો અભ્યાસ કરતાં જાણવા મળ્યું કે અન્ય ધર્મો
પાસે પોતાનો એક પ્રતિનિધિ ગ્રંથ
છે. જેમકે, ભગવદ્ ગીતા (વૈદિક
સાહિત્યનો સો ગ્રંથોનો સાર), બાયબલ, કુરાન, ધમ્મપદ (૧૪ ગ્રંથોનો સાર), જપજી, પરંતુ જૈનો પાસે વિશાળ અને ઊંડાણભર્યું પોતાનું સાગર જેટલું શ્રુત સાહિત્ય હોવા છતાં એમની પાસે પોતાનો આવો કોઈ ખાસ પ્રતિનિધિ ગ્રંથ નથી.
સાર માટે એમણે પોતે લખવાનું નહિ, પણ એ ધર્મના વિદ્વાનો પાસે લખાવવાનું એમણે વિચાર્યું, કારણકે જૈન ધર્મ અનેક સંપ્રદાયોમાં વિસ્તરાયેલો છે અને પ્રત્યેક સંપ્રદાય પાસે પોતાના વિશાળ ગ્રંથો પણ
છે.
આ અંકના સૌજન્યદાતા
શ્રી નાગરદાસ ગુલાબચંદ શાહ
અને
શ્રીમતી સવિતાબેન નાગરદાસ શાહ ‘જીવી ગયાનો આનંદ' મહોત્સવ નિમિત્તે
સર્વ ધર્મના અધ્યયનના પરિણામે વિનોબાજીએ આપણને કુરાન સાર, ખ્રિસ્તી ધર્મ સાર, ગીતા પ્રવચનો, જપુજી, ધમ્મપદ, ભગવત ધર્મસાર અને તાઓ ઉપનિષદ જેવા પુસ્તકો આપ્યા, પણ જૈન ધર્મના
વિનોબાજી લખે છે, ‘હું કબૂલ કરું છું કે ગીતાની મારા ઉપર ઊંડી અસર છે. ગીતા પછીથી મહાવીર ભગવાનથી વધુ બીજી કોઈ પણ વાતની અસર મારા ચિત્ત ઉપર નથી. એનું કારણ એ છે કે મહાવીર ભગવાને જે આજ્ઞા આપી છે તે બાબાને પૂરેપૂરી કબૂલ છે. એ આજ્ઞા છે-સત્યગ્રાહી બનો. આજે તો જે આવ્યો એ સત્યાગ્રહી બની નીકળે છે. બાપુએ બાબાને પણ સત્યાગ્રહી તરીકે આગળ કર્યો હતો, પણ બાબા જાણતો હતો કે એ સત્યાગ્રહી નથી. સત્યગ્રાહી છે. દરેક માનવ પાસે એનું સત્ય હોય છે અને તેથી માનવ-જન્મ સાર્થક થતો હોય છે. આમ તમામ ધર્મોમાં, તમામ પંથોમાં અને તમામ માનવોમાં જે સત્યનો અંશ છે તેને ગ્રહણ કરવો ઉપદેશ છે. ગીતા પછી બાબા ૫૨ એની જ અસર છે. ગીતા પછીથી એમ કહું છું ખરો, પણ જોઉં છું તો મને એ બન્નેમાં કશોય ફરક દેખાતો નથી.’ (બાબા એટલે વિનોબાજી પોતે).
જોઈએ. ભગવાન મહાવીરનો આ
મહાવીર વાણીથી વિનોબાજી આટલા બધાં પ્રભાવિત હતા. ઉપરાંત એમણે એ પણ નોંધ્યું છે કે જૈન ધર્મ આચાર પ્રધાન વિશેષ છે, પ્રચાર
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, ૩૩ મહમદી મિનાર, ૧૪મી ખેતવાડી, એ.બી.સી. ટ્રાન્સપૉર્ટની બાજુમાં, મુંબઈ-૪૦૦૦૦૪. ટેલિફોનઃ ૨૩૮૨૦૨૯૬ • ઑફિસ સ્થળ સૌજન્ય : શ્રી મનીષભાઈ ઝવેરી
* Website : www.mumbai_jainyuvaksangh.com • email : shrimjys @gmail.com Web Editor: Hitesh Mayani-9820347990