________________
એપ્રિલ, ૨૦૧૩
એ કાળ કેવો મહાન હશે જેણે આપણને ભગવાન મહાવીર જેવા તીર્થંક૨ ૫૨માત્માના દર્શન કરાવ્યા!
પ્રબુદ્ધ જીવન : મહાવીર સ્તવન વિશેષાંક
ભગવાન મહાવીર આ જગતને સંપૂર્ણ કલ્યાણના માર્ગે દોરી ગયા તે સમયની વાત કરવાની સરળ નથી. જ્યારે મંદિરે મંદિરે માનવી આસૂરી ઉપાસનામાં મસ્ત હતો, શૂદ્ર અને નારી મરણના અભિશાપ જેવું જીવન જીવતા હતા, નગરો અને જંગલમાંથી નિર્દોષ પ્રાણીઓની હત્યાની આહ સંભળાતી હતી તેવા સમયે ભગવાન મહાવીર જેવા જગદીપક પૃથ્વી પર પધાર્યા અને તેમણે જગતને અહિંસા તથા કરુણાના સંપૂર્ણ કલ્યાણના માર્ગે દોર્યું.
ભગવાન મહાવીરના સંપૂર્ણ જીવનને પ્રગટ કરતાં સ્તવનો આપણે ત્યાં બહુ ઓછા મળે છે. કવિ અને ગાયક શાંતિલાલ શાહનું આ સ્તવન સંપૂર્ણ મહાવીર જીવન દર્શન કરાવે છે. પ્રાતઃકાળે, શાંત સમયે આ સ્તવનને ગાગણીએ તો હૃદય ભાવવિભોર બની જાય છે.
પ્રત્યેક પંક્તિઓમાં ભગવાન મહાવીર કેવા દિવ્ય પુરુષ છે તેનું આપણને અહીં દર્શન થાય છે. ક્ષત્રિયકુંડમાં ભગવાનનો જન્મ થયો, માતા ત્રિશલા પોતાના બાળકને લાડ લડાવે છે એ પ્રારંભની ગાથાઓ કેટલી સુંદર છે ! માતા ત્રિશલાનું નામ અહીં મુકાયું ન હોવા છતાંય એ દેદીપ્યમાન દેવી આપણા સૌના ચક્ષુઓ સમક્ષ પ્રગટ થઈ જાય છે. વર્ધમાનકુમાર નાનપાથી પોતાની મહાનતા પ્રગટ કરી રહ્યા છે. કવિ શાંતિલાલ કહે છે,
'પુત્રના લક્ષના પારોથી પળવાર મહીં પરખાઈ ગયાં બાળવયે વર્ધમાનકુમાર તો મહાવીર નામે પંકાઈ ગયા !! ભગવાન મહાવીરનું જીવન એટલે જળકમળનું જીવન. જે સ્વયં આત્મસાધના કરવાના છે અને અંનત જીવોને આત્મકલ્યાણનું માર્ગદર્શન આપવાના છે તેનું જીવન કેટલું નિર્લેપ અને નિર્મળ હોઈ શકે તે નિહાળવું હોય તો ભગવાન મહાવીરનું જીવનદર્શન કરવું પડે. ભગવાન મહાવીર સંસારના તમામ વૈભર્યા છોડીને એકદા જંગલના માર્ગે ચાલી નીકળે છે. તેમને પગલે પગલે કષ્ટ અને ઉપદ્રવ આવ્યા જ કરે છે. પણ તે મહાપુરુષ છે. આફતને અવસરમાં પલટાવવાનું તે જાણે છે. પ્રત્યેક આફતને તેઓ અધ્યાત્મનો પંથ બનાવે છે. કંટક કે કંકર, કોઈની ગાળ કે કોઈનો ડંખ એમને વિચભિત કરી શકતા નથી. તેમનું મન દૃઢ છે. તેમનો આત્મા મજબૂત છે. તેમનું ધ્યાન અપલક છે. પ્રત્યેક પગલે પોતાના લક્ષ્ય ભણી તેઓ આગળ વધ્યા જ કરે છે. ઇંદ્ર મહારાજા વિનંતી કરવા આવે કે હું તમારી સાથે રહું અને તમારા ઉપસર્ગોમાં તમારી રક્ષા કરું ત્યારે ભગવાન તેની વિનંતી નકારી દે
છે. વાંચો :
દુઃખથી દેશ નહિ કરનાર એ સામેથી દુ:ખને ડારતો'તો સુખની શીતળ છાંય તજીને દાવાનળે ડગ માંડતો'તો ડનાં હાડ તૂટ્યાં પણ એ પડછંદ બની ધીર ધારતો'તો સહાય કરવા ઈંદ્ર આવ્યા ત્યારે ઈંદ્રને પણ વારતો'તો
૭૯
ભગવાન મહાવીર સાધકનું આદર્શ જીવન જીવે છે. કોઈને પણ એમ કહેવું હોય કે સાધકનું જીવન કેવું હોય તો ભગવાન મહાવીરનું જીવન નિહાળે, સાડા બાર વર્ષના દીર્ઘકાળમાં તેમણે ધોર કષ્ટ સહન કર્યાં છે અને ઘોર તપશ્ચર્યા કરી છે. વિચારો કે એમણે સાડા બાર વર્ષ દરમિયાન માત્ર ત્રણસો ઓગણપચાસ વખત દિવસમાં એકવાર ભજન વીધું છે ! એનો અર્થ એ થયો કે તેમણે સાડા અગિયાર વર્ષના ઉપવાસ કર્યાં છે! ક્યારેક આંખ મીંચીને, શાંતિપૂર્વક બેસીને વિચારશો તો સમજાશે કે સાડા અગિયાર વર્ષના ઉપવાસ શું વસ્તુ છે ! આટલી ઘો૨ છે! તપશ્ચર્યા પછી પણ એમના મનની શાંતિ ડગતી નથી, એમનું ધ્યાન ડગતું નથી, એમની પ્રસન્નતા ડગતી નથી. આ એક સંપૂર્ણ ઇતિહાસની વિરલ ઘટના છે. આટલી વિરાટ તપશ્ચર્યા અને આટલી વિશિષ્ટ પ્રસન્નતા જગતમાં અન્યત્ર ક્યાંય જોવા મળતી નથી.
આજથી પચ્ચીસો વર્ષ પહેલાં ધર્મ સ્થાપવો, ધર્મ સમજાવવો સરળ નહોતું. વાંચો :
તે સર્મ ધર્મને નામે ખરેખર પાખંડીઓનું રાજ હતું યજ્ઞ મહીં નિર્દોષ બિચારાં પશુઓનું બશિદાન થતું ! કંચન-કામીની કાજ કંઈ કેટલાઓનું લોહી રેડાઈ જતું દંભ ને દાનવતા દેખીને દિશ એનું વર્શાવાઈ જતું !
ભગવાન મહાવીરના જમાનાનું આ વર્ણન છે. એવા સમયમાં લોકોને ધર્મ માર્ગે દો૨વા તે સરળ નહોતું. પરંતુ આ તો ભગવાન મહાવીર હતા. તેમણે તે કાળના લોકોને ધર્મનું તત્ત્વ સમજાવ્યું અને સૌને ધર્મ માર્ગે દોર્યા. વાંચો :
ગંગાના નિર્મળ નીર સરિખી પાવનકારી વાણી હિંસાની મળતી આગમાં જાણે છાંટે શીતળ પાણી એને ચરણે આવીને ઝુકે કંઈ રાજા કંઈ રાણી સિંહ ને બકરી, ઘેર વિસારી સ્નેહ રહ્યાં છે માશી ! ભગવાન મહાવીરની વાણી સાંભળવા દેશ-વિદેશના અસંખ્ય લોકો આવ્યા અને ધર્મ માર્ગે વળ્યા. ભગવાનની વાણી એટલે પશુમાંથી માણસ બનાવી દેવાની કળા ! અસંખ્ય લોકોનું જીવન પરિવર્તન થઈ ગયું. કેટલાયે વ્યસનો છોડ્યા હતા, કેટલાયે ઘરબાર છોડ્યા હતા, કેટલાયે સુખ અને વૈભવ છોડ્યા હતા. આ ભગવાન મહાવીરની વાદીનો ચમત્કાર હતો. ભગવાન મહાવીરે તે સમયે જે તત્ત્વ સમજાવ્યું તે આજે પા અદ્ભુત લાગે છે. ભગવાન મહાવીરે કહેલી ભૂગોળ તથા ખગોળ એટલું સ્પષ્ટ છે કે દુનિયાનો નકશો સમજવામાં વિજ્ઞાનનો આટલો વિકાસ થયા પછી આશ્ચર્યજનક લાગે છે. ભગવાન મહાવીરે કરેલી કર્મની સૂક્ષ્મ છણાવટ નિહાળીએ છીએ ત્યારે આશ્ચર્યમાં ડૂબી જવાય છે. ભગવાન મહાવીરે સમજાવેલું તત્ત્વજ્ઞાન એટલું સ્પષ્ટ છે કે જગતના કોઈ પણ ધર્મની ચેલેન્જ તેને પડકારી શકતી નથી.