________________
એપ્રિલ, ૨૦૧૩
શકે ? અર્થાત્ પ્રભુ પ્રત્યે રાગ હોય તો જ પ્રભુનું ધ્યાન ધરી શકાય છે. નામમાત્રથી ધ્યાન કેવી રીતે ધરાય ? પ્રભુ પ્રત્યે પ્રેમ હોય તો જ મસ્તીમાં ડૂબી શકાય. જ્યાં ત્યાં ચોતરફ મોહનો વિકાર છવાયેલો છે. તો એવા મોહમાંથી ત૨ીને ગુણધામ (સિદ્ધ સ્થાન)માં પહોંચી શકીએ એના માટે કર્મ બાંધવાનું અટકાવી દો. કર્મબંધ અટકી જાય તો તરી જવાય. આપણે જ કર્મબંધન તોડવાના છે તો ભગવાને એમાં શું ઉપકાર કર્યો ? આપણે કાંઈ જ ન કરીએ અને ભગવાન આપણને તારી દે તો જ તે સાચા ભગવાન કહેવાય. છતાંય પ્રેમમાં મગ્ન થવાની ભાવના જ ભવનાશ કરનારી બને છે. ભાવથી જ ભગવાન પ્રાપ્ત થાય છે. અર્થાત્ ભાવ છે ત્યાં ભગવાન છે. આત્માનો સાર પ્રાપ્ત કરવાનો ઉદ્દેશ્ય હોય તો ભાવથી જ ભગવાન બની જવાય. આપો આવ્યંતર આત્મરૂપી ઘો ગુણથી ભરેલો છે પણ એનો અનુભવ કરવો હોય તો ભગવાનની ક્રિયાનું અનુસરણ કરવું જોઈએ. આત્મધ્યાનને ઓળખીને ધ્યાન કરશું તો ભવપાર થઈ જવાશે. કે વર્ધમાન, ભગવાન મહાવીર મારી આ વિનંતીને રાતદિન માનપૂર્વક સ્વીકારજે તો હું તું મારા મનમંદિરમાં આવીને વિશ્વાસપૂર્વક સ્થાન લઈ શકીશ. એમ મોહનવિજયજી મહારાજ સાહેબ એટલે કે કવિ આ પ્રમાણે કહે છે
વિવેચન : દુર્લભ એવા મનુષ્યભવની સાર્થકતા કેવી રીતે કરવી એના ઉપાય બતાવ્યા છે. આ સ્તવનની શરૂઆતમાં જ માનવભવને દુર્ભલ બતાવ્યો છે. ભગવાન મહાવીરે શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના ત્રીજા અધ્યયનમાં ચાર અંગની દુર્લભતા બતાવી છે.
चत्तारि परमंगाणि दुल्लहाणहि जंतुणो । माणुसत्त सूई सद्धा संजमम्मिय वीरियं ।।
પ્રબુદ્ધ જીવન : મહાવીર સ્તવન વિશેષાંક
શ્રી ઉત્તરા. અ. ૩, ગાથા-૧. અર્થાત્ આ સંસારમાં પ્રાણીઓ માટે ચા૨ ૫૨મ અંગ દુર્લભ છે. ૧. મનુષ્યભવ, ૨. ધર્મશ્રુતિ, ૩. ધર્મશ્રદ્ધા અને ૪. સંયમમાં પરાક્રમ.
અહીં સૌથી પહેલા મનુષ્યપણાની દુર્લભતા બતાવી છે તેથી સૂત્રની ટીકામાં માનવભવની દુર્લભતા સ્પષ્ટ કરવા માટે ૧૦ દૃષ્ટાંત બતાવ્યા છે. મહાદુર્લભ મનુષ્યભવના દૃષ્ટાંત આ પ્રમાી છે-૧. ચોલક, ૨. પાશક, ૩. ધાન્ય, ૪. દ્યુત, ૫. રતન, ૬. સ્વપ્ન, ૭. ચક્ર, ૮. કર્મ, ૯. યુગ અને ૧૦. પરમાણું.
આ દર્શ દુષ્ટાંતની છણાવટ ખૂબ જ સુંદર રીતે શ્રી ઉત્તરાધ્યયનની ટીકામાં કરવામાં આવી છે. અહીં વિસ્તારભયને કારણે માત્ર સાર પ્રસ્તુત છે...
૧. ચોલ્લક-ચૂલાનું દૃષ્ટાંત. ચક્રવર્તી છ ખંડના ધણી હોય છે. જેમાં ૩૨ હજાર દેશના ૯૬ ક્રોડ ગામ હોય છે. તો તેના ગામમાં કેટલા ચૂલા (રસોડા) હોય ? હવે કોઈને પ્રથમ ચક્રવર્તીના ચૂલે જમવાનું હોય અને પછી એની પ્રજાના દરેક ચૂલે જમવાનું હોય તો ફરી ચક્રવર્તીના ચૂલે જમવાનું ક્યારે મળે ? આખા ભવ દરમિયાન એકાદ રાજ્યના ઘર પતે અથવા ન પણ પતે તો ૩૨ હજાર દેશ કેવી રીતે પતે ? કદાચ
૫૭
કોઈ દેવની સહાયથી કે વૈક્રિય રૂપો દ્વારા આખા ભરત ક્ષેત્રના ઘરોમાં જમી આવે એવું બને પણ મનુષ્ય જન્મ પુનઃ પ્રાપ્ત કરવો મુશ્કેલ છે.
૨. પાસક-પાસાનું દષ્ટાંત. કોઈએ રમતમાં કળવાળા પાસાનો ઉપયોગ કરીને એક માણસનું બધું ધન પડાવી લીધું હોય અને તે ધન પાસાની રમતથી પાછું મેળવવું જેમ મુશ્કેલ છે એમ માનવ ભવ દુર્લભ છે.
૩. ધાન્ય-લાખો મણ ધાન્યના ઢગલામાં થોડા રાઈના દાણા ભેળ્યા હોય એ પાછા મેળવવા કોઈ ઘરડી ડોશીને બેસાડી હોય તો તે દાણા ક્યારે મેળવી શકે ? એમ મનુષ્યભવ મેળવવો મુશ્કેલ છે.
૪. ધૃત-જુગાર એક રાજયના રાજમહેલમાં ૧૦૦૮ સ્તંભ હોય અને તે દરેક સ્તંભને ૧૦૮ હાંસો હોય તે દરેક હાસને જુગારમાં જીતવાથી રાજ્ય મળે તેમ હોય તો એ રાજ્ય ક્યારે મળે? એમ માનવભવ દુર્લભ છે.
૫. રત્ન-મૂઠીભર રત્નો સાગરમાં પડી જાય એને પાછા મેળવવા જેમ મુશ્કેલ છે એમ માનવભવ દુર્લભ છે.
૬. સ્વપ્ન-કોઈને રાજ્યની પ્રાપ્તિ થાય એવું સ્વપ્ન આવ્યું હોય ને ફળ રૂપે રાજ્યની પ્રાપ્તિ થાય એવું સ્વપ્ન લાવવાનો બીજો માણસ પ્રયત્ન કરે તો શું એવું સ્વપ્ન આવી શકે ? એમ માનવભવ દુર્લભ છે.
૭. ચક્ર-સ્તંભને મથાળે ૮ ચક્ર ને ૮ પ્રતિચક્ર ફરતાં હોય તેના પર એક પૂતળી ચક્કર ફરતી હોય, સ્તંભની મધ્યમાં ત્રાજવું હોય તેની નીચે તેલની કડાઈ ઊકળતી હોય ત્યાં ત્રાજવામાં ઊભા રહીને નીચે પડતા પ્રતિબિંબને આધારે બાણ મારીને પૂતળીની ડાબી આંખ વિંધવાનું કામ કોઈ એકાદ જ કરી શકે. એમ માનવભવ મેળવવા કોઈક જ સફળ થઈ શકે.
૮. કુર્મ-કાચો-એક ગીચોગીચ સેવાળથી ભરેલા તળાવમાં પવનથી બાકોરૂં પડ્યું ત્યાં નીચે રહેતા કાચબાએ નિરભ્ર આકાશમાં રહેલો પૂનમનો ચાંદ ને ટમટમતા તારાનું દૃશ્ય જોયું. આ અદ્ભુત દૃશ્ય પોતાના પરિવારજનોને બતાવવાનું મન થયું. તે પરિવારજનોને બોલાવવા ગયો એટલી વારમાં તો પેલું બાકોરૂં પૂરાઈ ગયું. પાછું ક્યારે ત્યાં બાકરૂં પડે સાથે પૂનમનો યોગ, નિરા આકાશ જેવા મળે ? એ જ રીતે મનખાદેહ, મળવો મુશ્કેલ છે.
૯. યુગ-ધારો કે અસંખ્યાતા યોજનવાળા સમુદ્રના એક છેડેથી ધોંસરી (બળદગાડીના બળદ પર રખાતું ગાડાના આગળના ભાગનું લાકડું) રાખવામાં આવે ને બીજા છેડેથી એની ખીલી નાંખવામાં આવે અને એ બંને વહેતા વહેતા એકબીજામાં મળી જાય એ વાત જેમ દુર્લભ છે એમ માનવભવ મળવો દુર્લભ છે.
૧૦. પરમાણુ-એક સ્તંભનું બારીક ચૂર્ણ એક બારીક ભૂંગળીમાં ભરીને એક પર્વત પરથી કોઈ દેવ તેને ફૂંક વડે ચોતરફ ફેલાવી દે પછી એ ચૂર્ણના બધા પરમાણુ ભેગા કરી ફરી સ્તંભનું નિર્માણ કરવું જેમ દુષ્કર છે એમ આ માનવ ભવ મળવો મહાદુષ્ક૨ છે.