________________
માર્ચ, ૨૦૧૩
પ્રબુદ્ધ જીવન
સુખ તમારી પ્રતીક્ષા કરે છે ૩પ.પૂ. આચાર્યશ્રી વાત્સલ્યદીપ સુરીશ્વરજી
.
(આગળના અંકથી આગળ)
(૪) વિશ્વનું સત્ય
કર્મનું શાસ્ત્ર ખૂબ વિશાળ છે અને ખૂબ ગહન છે. તેનું જો તલસ્પર્શી જ્ઞાન હોય તો કેવા પ્રકારની કરેલી ભૂલોને કારણે આપણે કેવા કેવા પ્રકારના ફળ ભોગવીએ છીએ અને જીવનમાં કેવા કેવા પ્રકારના વિઘ્નો આવે છે તે સમજી શકાય અને ફરીથી તેવી ભૂલો ન થાય તે માટે જાગૃત પણ બની શકાય.
માનવીનું મન અટપટું છે. મનમાં કેવા કેવા પ્રકારના રંગો ઘેરાય છે અને વિખરાય છે તેની કલ્પના કરવી મુશ્કેલ છે. દુઃખમાંથી છૂટવા
માટે માનવી કેવો કેવો ભટકે છે ! દેવ-દેવીઓની પ્રાર્થના ભક્તિ કરી, યજ્ઞ કરવા અને મંત્રજપ કરવા, ઈશ્વરને રીઝવવો વગેરે તે કરે છે. શું ઈશ્વર દુઃખ આપે છે ?
એક માન્યતા એવી છે કે સૃષ્ટિ ઈશ્વરે પેદા કરી છે. એ જ કર્તાહર્તા છે. એની ઈચ્છા વિના એક પાંદડું પણ હલતું નથી માટે એની કૃપા મેળવવા પુરુષાર્થ કરવો જોઈએ. કેમ કે તેની કૃપાથી દુ:ખનો અંત આવે છે.
શું આ ખરેખર સાચું છે ?
એક પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે જો ઈશ્વરે સૃષ્ટિ સર્જી છે તો તે આવી વિષમ કેમ છે ? કોઈ બુદ્ધિશાળી છે, કોઈ મૂર્ખ છે, કોઈ જડ છે, કોઈ વૈભવશાળી, કોઈ નિર્ધન છે, એક સત્તા ભોગવે છે, બીજા કચડાય છે–એમ કેમ છે ? તિલકે ગીતામાં એમ કહ્યું છે કે,
येषां ये यानि कर्माणि पाक् सृष्टयाम् प्रतिपेदिरे । તાન્યેવ પ્રતિપદ્યન્તે, મુખ્યમાના: પુન: પુન:।।
વિશ્વના નવસર્જન વખતે પૂર્વના જન્મના કર્મો જીવને એ ઈચ્છે કે ન ઈચ્છે તો પણ વળગે છે અને ફરી સંસારનો ક્રમ ચાલુ રહે છે.
આ વાતનો મર્મ એ છે કે ઈશ્વર સૃષ્ટિના સ્થાપક નથી. માનવને મળતા સુખ અને દુઃખ તેના પોતાના કર્મનું ફળ છે. શ્રીકૃષ્ણ કહે છે કે સર્વ કર્માધીન છે. તેમાં અંતર્યામીની કોઈ જરૂર નથી. કર્મ જ શત્રુ, મિત્ર છે. કર્મ શુભ અને અશુભ કરે છે.
(ભાગવત સ્કંધ ૧૦, ૨. ૨૪, ૧૩ થી ૧૮) જૈન ધર્મ કર્મનું જે સૂક્ષ્મ ચિંતન કરે છે તેનું અવલોકન પુનઃ પુનઃ કરીને આત્માને નિર્મળ કરવા માટે પુરુષાર્થ કરવા જેવો છે. કર્મ વિશ્વનું સત્ય છે.
સૌ માટે પ્રેમ
મન નિર્મળ હશે તો સૌને માટે પ્રેમ જાગશે. અહિંસા માનવ જીવનને સુંદર વહેવાર કરવા પ્રેરે છે. સૌ માટે પ્રેમ કેળવવાનું પગથિયું અહિંસા
૨૫
જીવનનું ઉર્ધા૨ોહણ ક૨વા માટે પ્રયત્ન તો કરીએ છીએ કિન્તુ તે સમયે એ દૃષ્ટિ પણ કેળવવી પડે કે અન્યનું પદ્મ શુભ ઈચ્છીએ. જે બીજાને માટે ઘસાઈ છૂટે છે તેના જીવનમાં અહિંસાનો જન્મ થાય છે.
એ કદી ભૂલવું ન જોઈએ કે જે જેવું કરે છે તેવું પામે છે અને જેવું વાવે છે તેવું લણે છે. કોઈ આપણને થપ્પડ મારે અને જેટલું વાગે તેટલું જ બીજાને આપશે થપ્પડ મારીએ તો તેને વાગે.
અહિંસા એક દિગ્ધ મંત્ર છે. એ શીખવે છે કે જેવું જીવન આપણને પ્રિય છે તેવું જ અન્યને પણ પ્રિય છે. દુઃખ કોઈને ગમતું નથી. મૃત્યુ કોઈને ગમતું નથી. અભાવ કોઈને ગમતો નથીઃ સૌને સુખ જોઈએ છીએ. સૌના સુખના મૂળમાં અહિંસાનો દિવ્ય મંત્ર ગુંજવો જોઈએ. આપણને જે જોઈએ છીએ તે અન્યને પણ જોઈએ છીએ. તો અન્યને પણ તે મળે તે માટે સહાયક બનવાની ભાવના એટલે સુખનું આવિષ્કરણ.
ત્યાગનો પંથ
પ્રભુ મહાવીર સેંકડો વર્ષ પહેલાં અપરિગ્રહનો જે સિદ્ધાંત આપે છે તે સુખી થવાનો સન્માર્ગ.
આજના માનવીને અનેક ભી પીડે છે. એને આવનારા દર્દનો, લૂંટાઈ જનારી સંપત્તિનો, દેશને સામે પાર લઈ જનારા મૃત્યુનો ભય સતત સતાવ્યા કરે છે. ભવિષ્યની ચિંતામાં નિરંતર એ આજને બરબાદ કરતો રહે છે. ગઈકાલની ચિંતામાં નિરંતર એ આજને બરબાદ કરો રહે છે. ગઈકાલની આંગળી એશે પકડી રાખી છે, આવતી કાલ નર એની દૃષ્ટિ છે. અને આ બંનેના દૂતની વચમાં વર્તમાનને એ જીવી શકતો નથી. પરંતુ જીવવાનું તો વર્તમાનમાં જ હોય છે. વર્તમાનના આનંદ માટે આજ ઉપર ગઈ કાલના છાંટા પડવા દેવા ન જોઈએ. આવતી કાલની આશા ઉમેરવી ન જોઈએ.
મન અને વાસનાનો સંબંધ નજીકનો છે. ઈચ્છા એવી વસ્તુ છે કે નિરંતર વાસનાની ભી સળગતી જ રાખે છે. મોહ કે આસિન એક જ દીવાલની બે બાજુ છે. પદ, પ્રતિષ્ઠા, પૈસાનું આકર્ષશ સર્વને થાય, એમાં સંસા૨ી કે સંતનો ભેદ ન હોયઃ એવું જરૂર બની શકે કે સંત પાસે ત્યાગનાં પ્રત્યક્ષ સાધનો ઉપલબ્ધ હોવાથી અનાસક્તિનો સંગાથ જળવાઈ રહે, એવું પણ જરૂર બની શકે કે સંસારીને મહેનત વધુ પડે ને પછી અનાસક્તિનો પંથ મળે-અથવા ઊલટું ય બને કે સંસારી પહેલાં મોહમુક્તિ પામે, સંત પછી. કિન્તુ ત્યાગ એટલે ત્યાગ. જેમાંથી ભવભ્રમણ સર્જાય તે ન જોઈએ, એવો સંકલ્પ અને એવી આત્મનિઠા જ સંસારમાંથી ઉગારી શકે તેનું સદાય સ્મરણ રાખવું જોઈએ. ભવભ્રમણથી તો ભગવાન પણ ધ્રૂજે, તો આપણું શું ગજું? અને
ને