________________
Regd. With Registrar of Newspaper for India No.RNI 6067/57
‘પ્રબુદ્ધ જીવન’ વર્ષ : ૬૧ ૦ અંક: ૩
માર્ચ ૨૦૧૩ ૭ વિક્રમ સંવત ૨૦૬૯ ૭ વીર સંવત ૨૫૩૯૦ ફાગણ સુદિ ૭ તિથિ-૫ ૭ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ પત્રિકા (૧૯૨૯ થી પ્રારંભ, ૮૪મા વર્ષમાં પ્રવેશ)
પ્રબુદ્ધ જીવન
વાર્ષિક લવાજમ રૂા.૨૦૦/
છૂટક નકલ રૂા. ૨૦/
માનદ તંત્રી : ડૉ. ધનવંત શાહ
અમાસમાં પૂનમનું અજવાળું
તપ અને તીર્થને કઈ વ્યાખ્યામાં કેદ કરવા? બાહ્યતપથી ઈન્દ્રિયો સંયમિત બને છે અને શરીરના વિકારો શમી જતા તત્ત્વનું દર્શન થાય છે, એજ રીતે આંતરિક-અભ્યાંતર તપથી સ્વાધ્યાયની કેડી મળી જતાં મોક્ષના માર્ગનું દર્શન થાય છે. તીર્થની બાબતમાં પણ એવું જ છે, એના દર્શનથી ભક્તિ અને ભાવનો અંત૨માં જન્મ થાય છે, જે સંયમ, સમર્પણ અને ‘સમજ’ના જગત પાસે ભક્તને લઈ જાય છે. પરંતુ આ તો વ્યક્તિ લાભની વાત થઈ, એનાથી માત્ર વ્યક્તિ પોતાને જ લાભ થાય, અન્યને શું ?
આત્મરત થવું એ ઉત્તમ છે પણ આત્મરત થઈને સર્વ૨ત થવું એ તો ઉત્તમોત્તમ છે.
આ જાન્યુઆરી ૧૯, ૨૦ ના સેવાભાવી મિત્ર નવિનભાઈ મણિયારે સુરેન્દ્રનનગરની શ્રી સી. યુ. શાહ પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવાકુંજનું મને
આ અંકના સૌજન્યદાતા
દર્શન કરાવી તપ અને તીર્થનીનવી સ્વ. શ્રીમતી ફુલકુંવરબેન જયચંદ ઝુઠાભાઈ વસા
વ્યાખ્યા કરવા પ્રેર્યો.
સ્વ. શ્રી નવનીતરાય જયચંદ વસા
હસ્તે : વિનોદ જયચંદ વસા ૭ આરતિબેન વિનોદ વસા બિનીત વિનોદ વસા ૭ સમસ્ત વસા પરિવાર
અહીંની દરેક બાળાએ એને પડકાર્યો છે પોતાની વિવિધ પ્રવૃત્તિથી.
એક સાથે પચાસથી વધુ અંધ બાળાઓનો કુકીંગ હરીફાઈમાં પૂરી રસોઈ રાંધતી ઉપરાંત આવી જ અન્ય પ્રવૃત્તિઓ કરતી એ બાળાને જુઓ ત્યારે આપણને વિચાર આવે કે ઈશ્વરને ચેલેન્જ આપવી એ આ.
અહીં ધર્મના ભેદભાવ નથી, નથી ઊંમરની મર્યાદા, કોઈપણ ધર્મી અને કોઈપણ વયની અંધ અથવા માનસિક-શારીરિક વિકલાંગ બાળાને પ્રવેશ મળે છે, અને સંગીત, કૉમ્પ્યુટર, સિવણ, ઈલેકટ્રીકલ વગેરે અનેક હુન્નર શીખવાથી જીવનમાં સ્વમાનભેર જીવવાનું શિક્ષણ મળે છે.(વધુ વિગત માટે સંપર્ક-શ્રી નવીનભાઈ મણિયાર૦૯૩૨૩૩૯૮૬૧૦)
અંધ, મંદબુદ્ધિ અને રોગિષ્ટ બાળાઓની જે સમતા અને પ્રેમથી અહીં સેવા થઈ રહી છે એ જોઈને સાચું તપ તો આ છે એ વિચાર મનમાં દૃઢ થઈ જાય. અહીંના કણે કણમાં પ્રેમ, સેવા અને સમભાવની ભક્તિનો ગુંજારવ સંભળાતો હોય તો એને તીર્થ જ કહેવાય. શરીરથી વિકલાંગ દરેક આત્મા અહીં શુદ્ધ સ્વરૂપે છે. કરુણા, પ્રેમ અને ભાવથી એને નિરખશો તો એમાં ૫૨માત્માનું દર્શન થશે.
શરીરની વિકલાંગતાને અહીં લાચારીનો ચારો નથી મળતો, પણ
અહીંથી પરણેલી બાળાનું આ સંસ્થા પિયર બની જાય છે. અત્યાર સુધી ૧૩૫ અંધ બાળાઓ અહીંથી લગ્ન કરી પતિગૃહે પ્રવેશી છે ત્યારે આ સંસ્થા કરિયાવર તો આપે પણ પછીનું જીઆણું પણ કરે. આ વખતે અમે અહીંનો ૧૯મો લગ્નોત્સવ માણ્યો. ચાર અંધ દંપતીએ પ્રભુતામાં પગલાં માંડ્યા. આ સાચા અર્થમાં આત્મ લગ્ન હતા, કારણકે આ પ્રજ્ઞાચક્ષુઓએ એક બીજાના દેહને ક્યાં જોયા છે ? કન્યા વિદાય પ્રસંગ કરુણ મંગલ હતો. બધી કન્યાઓ જ્યારે નવીનભાઈનો અવાજ પારખી પપ્પાજી બોલે છે ત્યારે તો નવિનભાઈની ધન્યતાની ઈર્ષા આવી જાય.
કોઈ પણ સંસ્થા તો જ જીવે અને પ્રગતિ કરે જો કોઈ એક વ્યક્તિ
• શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, ૩૩ મહમદી મિના૨, ૧૪મી ખેતવાડી, એ.બી.સી. ટ્રાન્સપૉર્ટની બાજુમાં, મુંબઈ-૪૦૦૦૦૪. ટેલિફોનઃ ૨૩૮૨૦૨૯૬
* Website : www.mumbai_jainyuvaksangh.com • email: shrimjys@gmail.com Web Editor: Hitesh Mayani-9820347990