________________
માર્ચ, ૨૦૧૩
નિત્ય છે. અર્થાત્ પદાર્થ પરિવર્તન પામવા છતાં પણ નાશ પામતો નથી. આમ‘સત્’નું સંપુર્ણ રહસ્ય સમજાવવા માટે ભગવંતો ત્રિપદીની પ્રરૂપણા કરે છે.
ગૌતમસ્વામી આદિ ગણધરો માટે તો આ ત્રિપદી એક કમ્પ્યુટરના કમાન્ડ જેવી બની ગઈ. કમ્પ્યુટરમાં બધો ડેટા ભરેલો હોય છે તે અંગ્રેજીમાં હોય છે. તે એક કમાન્ડથી બીજી જે ભાષામાં જોઈએ તે ભાષામાં તરત જ બદલાઈ જાય તેમ આ ત્રિપદી મળતાં જ તેમનું સર્વ વેદવેદાંગનું જ્ઞાન ચૌદ પૂર્વના જ્ઞાનમાં ફેરવાઈ ગયું. અથવા તો જેમ કોઈ બહારગામથી આવેલી વ્યક્તિને રેલ્વે-રૂટના નકશા દ્વારા સેન્ટ્રલ વાઈનના સી.એસ.ટી.થી થાણા સુધીના અને વેસ્ટર્ન લાઈનના ચર્ચગેટથી છે.બોરીવલી સુધીના સ્ટેશનોની ક્રમશઃ માહિતી છે. બંને લાઈનમાં દાદર સ્ટેશન આવે છે તે પણ ખબર છે. એ વ્યક્તિ થાણાથી બોરીવલી જવા નીકળે છે. દાદર સ્ટેશન આવતા ઊતરી જાય છે. દાદર સ્ટેશનના સેન્ટ્રલ લાઈનના છ પ્લેટફોર્મ પર વારાફરતી જાય છે પણ બોરીવલીની ટ્રેન મળતી નથી ત્યારે કોઈને પૂછવાથી તેને માહિતી મળે છે કે આવા જ છ પ્લેટફોર્મ વેસ્ટર્ન લાઈનમાં છે ત્યાંથી તને બોરીવલીની ટ્રેન મળશે. આ માહિતી મળતાં જ એ નિર્ધારિત સ્થળે પહોંચે છે.
છ
એવી જ રીતે ગાધરોને સત્ય સમજાતાં વેંત જ ચૌદપૂર્વનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. ચૌદ પૂર્વનું જ્ઞાન એટલે કેટલું ? ૫૦૦ ધનુષ્યની અવગાહના (ઊંચાઈ)વાળો અંબાડી સહિતનો હાથી સમાઈ જાય એટલો ઊંડો એટલે કે લગભગ ૩૦૦૦ ફૂટની ઊંડાઈવાળો ચોરસ ખાડો હોય તેને સૂકી શાહીથી પૂરેપૂરો ભરી દીધી હોય તેટલી શાહીથી જેટલું વખી શકાય તેટલું એક પૂર્વનું જ્ઞાન થાય. એક કિલો સૂકી શાહીમાંથી આશરે ૧૦૦ લીટર જેટલું શાહીનું પ્રવાહી બને. એક લીટરથી અંદાજિત ૨૦૦૦ પાના લખી શકાય તો આટલી ટનબંધ શાહીથી કેટલું લખી શકાય એ આપણી કલ્પના બહારની વાત છે.
આમ એક હસ્તિ પ્રયાશ શાહીથી લખાય એટલું પહેલો પૂર્વનું જ્ઞાન થાય પછી બીજા પૂર્વનું જ્ઞાન બે હસ્તિ પ્રમાણ શાહીથી લખાય એટલું હોય, ત્રીજાનું ચાર હસ્તિ પ્રમાણ એમ ક્રમશઃ બમણું કરતાં કરતાં ચૌદમા પૂર્વનું જ્ઞાન ૮૧૯૨ હસ્તિ પ્રમાણ શાહીથી લખાય એટલું થાય. અને ચૌદ પૂર્વનું કુલ શાન ૧૬૩૮૩ હસ્તિ પ્રમાણ શાહીથી લખાય એટલું થાય. તેમાં ૩૨ અક્ષ૨ પ્રમાણે એક શ્લોક એવા કરોડો શ્લોકે એક પદ થાય એવા લાખો પદ ચૌદ પૂર્વમાં હોય છે. જો કે એટલું જ્ઞાન લખાયું નથી કે લખી શકાય નહિ. માત્ર ક્ષોપશમનો વિષય છે. તેથી કહી શકાય કે ઈન્દ્રભૂતિ આદિ ગણધર ભગવંતોનો એવો ક્ષયોપશમ થઈ જાય છે કે પ્રભુ મહાવીરે ત્રિપદી આપી કે એમને ૧૪ પૂર્વનું જ્ઞાન થઈ જાય છે. જેમ કે કોઈ એક કાપડનો જાણકાર વેપારી હોય તેને સુતરાઉ કાપડનું સેમ્પલ આપવામાં આવે તો તેને જોતાં જ તેને ખ્યાલ આવે કે આ કાપડ અમદાવાદનું છે કે ઓરિસાનું ?
પ્રબુદ્ધ જીવન
(ઉત્પન્ન થાય છે) વિાન્નેડ્ વા (નાશ પામે છે) ધ્રુવેડ્ વા (સ્થિર રહે છે) આ ત્રણ પદો આપ્યા એનું જ નામ ‘ત્રિપદી’.
આ ત્રિપદીની પ્રરૂપણા સર્વ તીર્થંકરો માટે સમાન જ હોય છે. જિનેશ્વર ભગવંતો ધનધાતી કર્મોનો ક્ષય કરીને સર્વજ્ઞ-સર્વદર્શી અને છે ત્યારે જગતના સર્વ પદાર્થોને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી સંપૂર્ણપણે જાણે દેખે છે. ત્યારબાદ ધર્મદેશના આપતી વખતે તેમના પ્રથમ શિષ્યોને (ગણધરોને) તેઓશ્રી તત્ત્વનું આ જ સ્વરૂપ સમજાવે છે. અને તેના દ્વારા એકાંત અનિત્યપણાની (ક્ષણિકપણાની) અને એકાંત નિત્યાની તેઓની બુદ્ધિને દૂર કરીને નિત્યાનિત્ય ઈત્યાદિ અનેકાંતમય પદાર્થોનું સ્વરૂપ તેઓની બુદ્ધિમાં સ્થિર કરવા માટે કહે છે, ૩૫ત્ર, વા-જગતના પદાર્થો પ્રતિ સમય નવા નવા પર્યાયો સ્વરૂપે ઉત્પન્ન થાય પણ વિમેનૢ વા-પ્રતિ સમયે જૂના જૂના પર્યાય રૂપે વ્યય (નાશ) પણ પાર્મ છે અને ધ્રુવેડ્ વા-દ્રવ્ય સ્વરૂપે ધ્રુવ (સ્થિર) પણ રહે છે. અર્થાત્ તત્ત્વની પર્યાય ઉત્પન્ન-વ્યય (નાશ) થાય છતાં મૂળ તત્ત્વ એમનું એમ રહે. એ નાશ પણ ન પામે અને બીજા રૂપે પરિવર્તન પણ ન થાય,
આમ કહેવાનું કારણ એ છે કે જગતમાં મુખ્યત્વે ‘સતુ'ના સ્વરૂપ વિષે ભિન્ન ભિન્ન દર્શનોના ભિન્ન ભિન્ન મત છે. કોઈ દર્શન સંપૂર્ણ સત્ પદાર્થને એકાંત અનિત્ય-નાશવંત ક્ષણિક માને છે. પ્રતિ સમર્થ પદાર્થ કે આત્મા નષ્ટ પામે છે ત્યારે પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે જો પદાર્થ માત્ર નાશ જ પામ્યા કરે છે તો સામે દેખાઈ રહેલું સ્વરૂપ શું છે ? અથવા તો આત્માને નાશવંત અનિત્ય માનીએ તો તમે જે વ્યક્તિને પૈસા આપ્યા તે વ્યક્તિ નાશ પામી ગઈ પછી આવેલી બીજી વ્યક્તિ છે. તો એ વ્યક્તિ પૈસા આપવા બંધાયેલી નથી. પણ વ્યવહારમાં એવું જોવાતું નથી. તમે જેને પૈસા આપ્યા હતા એ જ તમને પૈસા પાછા આપે છે તો પછી એકાંત અનિત્ય કેવી રીતે સિદ્ધ થાય? માટે જરૂર કોઈક એવું તત્ત્વ છે જે ધ્રુવ છે, સ્થિર છે જેને કારણે વ્યવહાર ચાલે છે. જેને આપણે નિત્ય કહી શકીએ.
કોઈ દર્શન સંપૂર્ણ સત્ પદાર્થોને એકાંત નિત્ય કે ફ્રૂટસ્થ (જેમાં ફેરફારનો બિલકુલ અવકાશ ન હોય) નિત્ય માને છે. પદાર્થ કે આત્મા ફૂટસ્થ નિત્ય હોય એમાં કોઈ જ ફેરફાર ન થાય તો જન્મ-મરણે કેવી રીતે થાય ? જ્યારે વ્યવહારમાં તો જા મરા દેખાય છે. આત્મા એક ગતિમાંથી બીજી ગતિમાં ગમન કરતો અનુભવાય છે; માટે કોઈક એવું તત્ત્વ છે જેને અનિત્ય કહી શકાય.
વળી કોઈ દર્શન અનેક સત્ પદાર્થોમાંથી પરમાણુ, કાળ, આત્મા આદિ કેટલાંક ‘સત્’ તત્ત્વોને ફૂટસ્થ નિત્ય અને ઘટ, વસ્ત્ર આદિ કેટલાક ‘સત્'ને માત્ર અનિત્ય (ઉત્પાદ-વ્યયશીલ) માને છે. ત્યાં પણ ઉ૫૨ પ્રમાર્ગના પ્રશ્નો ઉપસ્થિત થાય છે.
જ્યારે જૈન દર્શન (તત્ત્વને) ‘સત્’ને પરિણામી નિત્ય માને છે. અર્થાત્ પર્યાય અપેક્ષાથી સત્' તત્ત્વ અનિત્ય છે અને દ્રવ્યની અપેક્ષાથી