________________
મહાન સિકંદર, મહાન નેપોલિયન આદિ પુરૂષો કરતાં પણ જેમણે પોતાના પરાક્રમથી ત્રણ ખંડ પૃથ્વી છતી હતી, તેની કોઈ પણ રૂપરેખા ઈતિહાસના પાને સુવર્ણ અક્ષરે ન કોતરાય એ શેરોના કહેવાય. માટે એ નષ્ટનું જીવન ઈતિહાસ રૂપે હમેશાં જળવાઈ રહે, સમાજ એના કર્તવ્યથી સત્તાથી અને વૈભવથી માહિતગાર થાય એટલા માટે જ આ પ્રયાસ છે. તે સિવાય પ્રસંગને લગતો બીજે પણ ઇતિહાસ તમને આ નવલકથામાં દ્રષ્ટિએ પડશે.
અપરમાતા પિતાના સ્વાર્થને માટે કેવી ખટપટ કરે છે; છતાં અને નીતિનું પરિણામ પણ તેવુંજ ભોગવવું પડે છે. અને સત્યને આખરે વિજય થાય છે. જેનેતરે અહિંસાને ભારતની પરાધિનતાનું કારણમાનીને આજે એને કવાડી રહ્યા છે પણ ચુસ્ત અહિંસાવાદી દયાના સાગર છતાં પિતાની સમશેર શત્રુઓને માટે હમેશાં ખુલ્લી જ રાખે છે. શત્રુઓની મધ્યમાં નિડર પણે ઘુમીને શ= સૈન્યને નાશ કરે છે. અહિંસાવાદી યુદ્ધમાં પાછી પાની કરતા નથી એ બધું આ ઈતિહાસથી સ્પષ્ટ થશે.
અહિંસામાં ચુસ્ત છતાં પણ જૈનૌનાં પ્રાચિન તેજ-ગૌરવ-પ્રભાવ આજે લગભગ નષ્ટ થયાં છે. જેથી આવાં ઈતિહાસમય કથાનકેથી નષ્ટ પ્રાય થયેલાં છવન નવપલ્લવિત થાય, પ્રાચિન કાલની એ પ્રતાપમય ભાવના દરેક જૈન બંધુઓમાં સતેજ થાય અને એમની દૃષ્ટિ વિશાળ બની ફરીને જીવનમાં નવ જીવન પ્રગટે ! એજ હદયગત ભાવના સાથે વિરમું છું.
લેખક–
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com