________________
૧૮
સમા મહાવીર સ્વામીના આઠમા પટ્ટધર ગચ્છનાયક હતા. તેમના પ્રતિબધથી બેધ પામેલા મહાન સંપ્રતિએ જેન ધર્મ માટે શું નથી કર્યું ?
ઈતિહાસનો બારીક અભ્યાસ કરનાર કોઈપણ જેન નામધારી વ્યક્તિ મહાન સંમતિથી અજાણ તો ન જ હોય, આજે પણ જેનામાં એ મહાન સંપ્રતિનું પુણ્યવંત પ્રાતઃસ્મરણીય નામ ઘેરઘેર ગવાય છે. એનું કારણ શું? આપણા ઉપર-જેને ઉપર એમના ઉપકારે અગણીત છે. જેન મંદિર, જીર્ણોદ્ધાર, જિન પ્રતિમાઓ તેમજ ચતુર્વિધ સંધના ભક્તિ કરીને એમણે આપણું ઉપર કાંઈ થોડો ઉપકાર કર્યો નથી. જેનધર્મના સંપૂર્ણ ગૌરવને વધારનારૂં એ પવિત્ર પુરૂષનું કથાનક આ નલકથામાં તમે જોશો !
પોતે અહિંસાના ઉપાસક છતાં એમણે ત્રણ ખંડ પૃથ્વીને તાબે કરી સોળહજાર રાજાઓને પોતાના સામંત બનાવ્યા હતા. વાસુદેવ નહી પણ વાસુદેવ સમાન ત્રણ ખંડના ધણી મહાન સંપ્રતિનાં અમે વિશેષ શું વર્ણન કરીયે! આ નવલકથા વાંચશે ત્યારેજ એમના પરાક્રમ તેજનું વાંચકને ભાન થશે. કે બાલ્યાવસ્થામાંથીજ એમનાં બળ, પરાક્રમ, ચાતુર્ય અદભૂત હતાં. બબે હજાર વર્ષના વચમાં થર ચડી ગયા છતાં હજી જાણે ગઈકાલેજ થઈ ગયા હોય એમ આખી જેન કામ એમના ગુણગ્રામ કરે એ પુરૂષપુંગવ સાધારણતા ન હોય!
એમના અનેક ઉપકાર તળે દબાયેલી પ્રજા–આપણે એમને માટે જેટલું કરીયે એટલું થોડું જ કહેવાય. છતાં કુલ નહી ફુલની પાંખડી અર્પણ કરીને પણ આપણે એમની તરફ અપણી ભક્તિ પ્રગટ કરવી જોઈએ એ ઉપકારક પુરૂષનું નામ સ્મરણ, ઐતિહાસિક જીવન જગતના ચેકમાં હમેશાં કાયમ--અવિચળ રહે એ માટે આપણે કાંઈક કરવું જોઈએ. તમારી અમારી સર્વ કોઇના એ પવિત્ર ફરજ કહેવાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
શક્તિ પ્રગ
તિના ચોકમાં એક કરીનું નામ સ્મર