Book Title: Jain Sahitya Samaroha Guchha 1
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
જૈન સાહિત્ય સમારોહ તિલાંજલિ આપી હતી અને બંનેએ લોકભાષામાં પિતાને ઉપદેશ આપ્યો હતો.
“જૈન ધર્મમાં પંચમહાવ્રતાને ઉપદેશ છે તેમ બૌદ્ધધર્મમાં પંચશીલને ઉપદેશ છે. બંને ધર્મોમાં અહિંસા, સત્ય, અસત્ય, બ્રહ્મચર્ય વગેરે વ્રતને સ્વીકારવામાં આવ્યાં છે. જૈનધર્મમાં જેમ સાધુ અને ગૃહસ્થનાં વતેમાં થોડે ફરક કરવામાં આવ્યા છે, તેવી રીતે બૌદ્ધ ધર્મમાં પણ ભિક્ષુ અને ઉપાસકનાં વ્રતમાં અને એના પાલનમાં ફરક કરવામાં આવ્યો છે. જૈન ધર્મમાં મૈત્રી, પ્રમોદ, કરુણું, અને મધ્યસ્થ – એ ચાર ભાવનાઓ છે તેમ બૌદ્ધ ધર્મમાં પણ છે. જૈન ધર્મમાં જેમ પૌષધનું વ્રત છે તેમ બોદ્ધ ધર્મમાં ઉપોસથનું બત છે. જૈન ધર્મમાં જેમ વિહાર, ચાતુ સ અને પર્યુષણ પર્વ છે તે જ પ્રમાણે બૌદ્ધ ધર્મમાં છે, માત્ર નામ જુદાં છે – ચારિકા, વર્ષાવાસ અને પ્રવારણ. જૈન ધર્મમાં આલેચના છે તેવી બૌદ્ધ ધર્મમાં પ્રતિ મેક્ષ છે. જૈન ધર્મમાં ચાર શરણ – અરિહંત, સિદ્ધ, સાધુ, અને ધર્મ-છે તેમ બૌદ્ધ ધર્મમાં ત્રણ શરણ- બુદ્ધ, ધર્મ અને સંઘ – છે. જૈન ધર્મમાં જેમ સમ્યગદર્શન, સમ્યગૂજ્ઞાન અને સમ્યગચારિત્ર એ રત્નત્રયી મેક્ષને માટે આવશ્યક મનાય છે, તેમ બૌદ્ધ ધર્મમાં શીલ, સમાધિ અને પ્રજ્ઞા, જેમાં આ અષ્ટાંગિક માર્ગ આવી જાય છે તે નિર્વાણ માટે આવશ્યક મનાય છે. જૈન ધર્મમાં જેમ શુભ અને અશુભ ધ્યાનના પ્રકાર છે, તેમ બૌદ્ધ ધર્મમાં અકુશલ સમાધિ અને કુશલ સમાધિ છે. ધ્યાનની સાથે જૈન ધર્મમાં જેમ વેશ્યાને વિચાર કરવામાં આવ્યો છે, તેમ બૌદ્ધ ધર્મમાં પણ તેને વિચાર કરવામાં આવ્યો છે અને તેને અભિજાતિ કહેવામાં આવે છે.
“જેન ધર્મ અને બૌદ્ધ ધર્મ જગતના કર્તા તરીકે ઈશ્વરમાં ભાનતા નથી. કર્મ અને પુનર્જન્મ તેમજ મેક્ષમાં બંને માને છે. જૈન ધર્મમાં તીર્થકર અને સિદ્ધના ભેદ છે તેમ બૌદ્ધ ધર્મમાં અહંત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org