________________
શ્રી શાંત્યાનંદ ગુણમંજરી પ્રકરણ ૩ જું
૧૩ સર્વનું સ્મરણ થતાં આંખમાં આંસુ લાવી લમણે હાથ દઈ વિચાર વમળમાં નીચી દષ્ટિએ જમીનનું નિરીક્ષણ કરવા લાગી.
એટલામાં બહારથી શેઠ ઘેર આવ્યા, ત્યાં તે પિતાની ધર્મબહેનને ચિંતામગ્ન અને આંસુ સારતી જોઈ, દિલગીર થઈ ઘણુંજ નમ્રતાથી શેઠ પૂછવા લાગ્યા કે “હે સુજ્ઞ હેન! આજ આપ કેમ આટલા ગમગીન દેખાઓ છે ? શું મારે કાંઈ અવિનય થયો છે ? યા તે મારી પત્ની તરફથી આપનું મન દૂભાયું છે? મારા ઘેર રહેતાં આપની ઈચ્છા અપૂર્ણ રહી ગઈ. છે? અગર તે વીરસેન કુમારને કઈ વસ્તુ જોઈએ છે? જે હોય તે સત્ય જણાવી અધીરા થતા મારા મનને શાંત કરે.. હું આપના ઉદાસીન મુખને જોઈ શકો નથી. ખરેખર હું મને અધન્ય માનું છું કે, આપ જેવી સતીનું મન મારા આંગણે દુભાય, એ ખેદજનક વાત છે. જે દરેક રીતિએ આપના મનને હું શાંત ન રાખી શકું તે ખરેખર હું અભાગીઓ ગણુઉ-- એ પ્રમાણે શેઠને દિલગીર થતો જોઈ તે સતી સુભદ્રાએ પિતાના પુત્રની સર્વ બીના જણાવી. આ વાત સાંભળી શેઠ કહેવા લાગ્યું. કે-“હે આત્મભગીની ! તમે કઈ જાતની ચિંતા ન કરશે. આ પુત્રની ઈચ્છા હું પૂરી પાડીશ.” આમ કહી શેઠ તેજ વખતે કન્યાની શોધ માટે જ્યાં સનીએ રહે છે ત્યાં જવા નીકળે. મોટા નગરમાં સનીએ પણ ઘણું હેય, અને ગુણમંજરીએ પણ ઘણું હેય, કઈ ગુણમંજરી શોધવી? એમ વિચાર કરતે તે દરેક સેનીને ઘેર જઈ કન્યાની તપાસ કરવા લાગ્યો, પણ એકે કન્યા શ્રેષ્ઠીની નજરમાં ન આવી. છેવટે એક ગુણુસેન નામના સેનીની દુકાને શ્રેષ્ઠી આવી ચડ્યો, તે સનીની પાસે