________________
શ્રી શાંત્યાનંદ ગુણમંજરી, પ્રકરણ ૨
૧૧. હવે પાછળ રાજ્યનું શું થયું? તે જરા જોઈએ. મહારાણી સુભદ્રાના નીકળ્યા પછી સવારમાં દુશ્મન રાજા સહિત સૈન્ય સુરપુર નગરમાં આવી ચડયું. પુત્ર અને રાણીની તપાસ કરતાં દેખાયાં નહિ. ચારે દિશાએ પિતાના માણસોને તપાસ કરવા માટે મોકલ્યા પણ તેમને પત્તો ન જ મળે. શાથી ન મળ્યો? તે વાંચક પિોતે જ વિચાર કરશે. દુશ્મન રાજાએ તે બન્ને મરી ગયાં હશે એમ માની સુરપુરનું રાજ્ય પિતાના હાથમાં લઈ, અને પિતાની આજ્ઞા સર્વ ઠેકાણે ફેલાવી સુખેથી તે રાજ્ય. કરવા લાગ્યા.
શ્રીદત્ત શેઠના ઘેર રહેતો વીરસેન કુમાર શેઠની મદદથી વિદ્યાભ્યાસ કરવા લાગ્યો, પંદર વર્ષની ઉમ્મર થતાં બોંતેર કળામાં પારંગત થયા. ત્યાર પછી વીરસેન કુમાર તે સ્વપ્નને યાદ લાવી પોતાની માતા પાસે આવી કહેવા લાગ્યો કે “હે માતા ! અહીંયાં એક સેનીની કન્યા ગુણમંજરી છે, તેને મારે પરણવું છે.” માતાએ જાણ્યું કે “વિદ્યાભ્યાસ કરતાં એણે કન્યાને જોઈ હશે, તે ઉપરથી કહે છે. તેથી તેની માતાએ કહ્યું કે “ભલે, પરણાવીશું.” એમ કરતાં બે વર્ષ નીકળી ગયા, પણ માતાએ તે વાત ધ્યાનમાં લીધી નહિ.