________________
પ્રકરણ ૩ જુ વિરસેનકુમારના ગુણાવલી સાથે લગ્ન એક દિવસ રાજકુમારે હઠ લીધી કે “મને એ જ કન્યા પરણ.” ત્યારે માતાએ પૂછયું કે, તે કન્યા કેણ છે? તું ઓળખે છે? અને તે કયાં રહે છે? ત્યારે કુમાર છે. એ કન્યાને હું ઓળખતે નથી, જે ઈ પણ નથી, કયાં રહે છે તે પણ ખબર નથી. પણ મારે તેને પરણવું છે. જે નહીં પરણું તે હું આ ઘરમાં રહીશ નહીં.” આ સાંભળી સુભદ્રા રાણી વિચારમાં પડી કે “ઓળખ્યા સિવાય તે કન્યાની શોધ કેવી રીતે કરવી ? અને અન્ય દેશના હાઈ કદાચ તે કન્યા આપે કે નહિ. હવે મારે શું કરવું ? આજ બે વર્ષ થયાં પુત્ર તે એની એજ જીદ્દ લઈ બેઠે છે અહા! હું કેવી અભાગણી કે મારા એક પુત્રની ઈચ્છા પૂર્ણ કરવા પણ સમર્થ નથી. અરે! એના પિતા જીવતા હતા તે શું પુત્રની ઈચ્છાને પૂર્ણ ન કરત? તરત જ. હે પતિરાજ ! આ સમયે તમે કયાં ગયા? આ આપના પુત્રની પણ દયા આપને ન આવી? કદાચ ઘણું સહવાસને લીધે મેં આપને અપરાધ કર્યો હશે. પણ કેરા કાગળ જેવા સ્વચ્છ હૃદયવાળા આ બાળકે આપને શે અપરાધ કર્યો? કે જેને ત્યાગ કરતાં આપને જરાએ દયા ન આવી અરે! રાજ્ય ગયું, કુટુંબ કબીલા દૂર રહ્યા, પતિ દેવ પરલેકે પોંચ્યા અને પરદેશમાં પર ઘેર રહી દિવસો પસાર કરવાનો સમય આવ્યું. હવે હતભાગિની હું શું કરું? કઈ રીતિએ મારા પુત્રના મનોરથ પૂરા કરી શકું? અને શ્રેષ્ઠીને આ વાત કેમ જણાવવી?” આમ અનેક રીતે કલ્પાંત કરતી અને ઘણા વખતથી રાજ્ય વૈભવના સુખને ભૂલી ગયેલી તે મહારાણી