Book Title: Gujarati Sahitya Kosh Part 02
Author(s): Chandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
ઓઝા શશિન્ નટવરલાલ – ઓડિમ્મસનું હલેસું
૧૯૪૦માં પી.ટી.સી. પૂનાની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષક. ૧૯૩૯ થી ૧૯૪૧ દરમ્યાન ‘કુસુમ' માસિકનું સંપાદન.
એમની પાસેથી બાળકની ભાવનાશીલતા અને પ્રકૃતિપ્રેમને પશે એવા ‘રાસકલિકા' (૧૯૪૧), ‘ખટદર્શન' (૧૯૬૧) અને ‘બાલકુસુમઘાન' (૧૯૬૪) નામના બાળકાવ્યસંગ્રહ અને ‘ગાંધીજીવન દીપિકા' (૧૯૬૮) તથા ગુજરાતી વ્યાકરણ પ્રવેશ ધોરણ-૩ (૧૯૩૩) મળ્યાં છે. આ ઉપરાંત એમણે મરાઠી નાટયકાર પ્રા. પ્ટિકરના લઘુનાટકનો ‘નાટક બેસી ગયું (૧૯૬૧) એ નામથી ગુજરાતી અનુવાદ આપ્યા છે.
ઓઝા શશિન્ નટવરલાલ (૩-૨-૧૯૨૪): કવિ, વિવેચક, અનુવાદક. જન્મ વતન ભાવનગરમાં. ૧૯૪૦માં મૅટ્રિક. ૧૯૪૪ માં ગુજરાતી મુખ્ય વિષય સાથે મુંબઈ યુનિવસિટીમાંથી બી.એ. અને ૧૯૪૬ માં એમ.એ. ૧૯૪૮ થી પૂનાની ફરશ્ન કોલેજમાં ગુજરાતીના
ચહ.
‘અભ્યર્થના' (૧૯૫૯)ની ગંભીર કાવ્યરચનાઓ કરતાં હળવી વિનાદ અને કટાક્ષ પ્રધાન કાવ્યરચનાઓ વિશેષ ધ્યાનપાત્ર છે. “મધ્યકાલીન ગુજરાતી આખ્યાન' (૧૯૬૯) એમને આખ્યાનના રવરૂપ અને મધ્યમવીન ગુજરાતી કવિતામાં થયેલા તેના વિકાસની ચર્ચા કરતા વિવેચનગ્રંથ છે. એ સિવાય 'માનવતાનાં લીલામ’ (૧૯૫૧) અને ‘૮૦ દિવસમાં દુનિયાની પ્રદક્ષિણા(૧૯૬૧) એ વિદેશી નવલકથાઓના અનુવાદો છે. “સુખી જીવનની પગદંડી' (૧૯૫૪) એ કણ અણિ ક્ષણ' મરાઠી નિબંધપુર તકનો, ‘સદાચારને પગલે' (૧૯૫૯) એ મરાઠી નિબંધકાસંગ્રહ ૫ઢ પાઉલનો, યુગાંત' (૧૯૮૦) એ ઇરાવતી કંવના ગ્રંથને તથા પુરાતત્ત્વને ચરણ' (૧૯૮૪) એ ડો. હસમુખ સાંકળિયાની અંગ્રેજી આત્મકથાને અનુવાદ છે.
જ.ગા. ઓઝા શામજી વિશ્વનાથ : “બાધપત્રિકા' (૧૮૯૪), ‘હરિચરિત્ર' (૧૮૯૮), ‘શિવમહાભ્ય” તથા “ઋતુવિલાસ' વગેરે ધાર્મિક તથા સાંસારિક પ્રસંગને નિરૂપની પદ્યકૃતિઓના કર્તા.
નિ.. ઓઝા શાંતિલાલ સારાભાઈ: કેટલીક અનૂદિત રચનાઓને સમાવતે કાવ્યસંગ્રહ 'રસધારા' (૧૯૨૪), ઉપરાંત ગુજરાતી – અંગ્રેજી
સંક્ષિપ્ત શબ્દકોશ' (૧૯૫૦) તેમ જ બાળશૈલીમાં ઉતારેલી શુકનાસ પિપટ દ્વારા કહેવાયેલી “પોપટની વાર્તાના કર્તા.
કૌ.. ઓઝા સુરેશ દામોદરદાસ (૧૧-૩-૧૯૩૭): બાળસાહિત્યકાર, નવલિકાકાર. જન્મ સૌરાષ્ટ્રના પૂડા ગામમાં.અભ્યાસ ભાવનગરમાં. ૧૯૫૫ માં મૅટ્રિક. ૧૯૫૦માં ઇન્ટરમિડિએટ ચિત્રની પરીક્ષામાં ઉત્તીર્ણ. ૧૯૬૪ માં એસ.ટી.સી. ૧૯૫૪ થી ભાવનગરની સનાતન ધર્મ હાઈસ્કૂલમાં ચિત્રશિક્ષક.
એમની પાસેથી ‘વાંસળીવાળા' (૧૯૭૨), ‘ભિયો' (૧૯૭૨), ‘ઉદર સાત પૂંછડિયો' (૧૯૭૨), ‘વાઘ આવ્યો રે વાઘ' (૧૯૭૨)
જેવી સચિત્ર બાળવાર્તાઓની પુસ્તિકાઓ તથા “સંકેત' (૧૯૮૩) નવલિકાસંગ્રહ મળ્યાં છે.
નિ.. ઓઝા સુહાસ અભાઈ (૨૫-૧૧-૧૯૩૬): નવલકથાકાર. જન્મ ખંભાતમાં. ૧૯૫૭માં મુંબઈની વિલ્સન કોલેજમાંથી તત્ત્વજ્ઞાન અને મને વિજ્ઞાનના વિષયો સાથે બી.એ. ત્યાંથી જ, એ જ વિષયો સાથે ૧૯૫૯ માં એમ.એ. ૧૯૬૮થી ૧૯૭૦ સુધી જન્મભૂમિ પ્રકાશન (મુંબઈ)ના સામયિક 'સુધા' સાથે સંકળાયેલાં. ૧૯૭૧થી ૧૯૭૫ દરમિયાન ગોકળીબાઈ હાઈસ્કૂલ (મુંબઈ)માં | શિક્ષિકા. હાલ, ૧૯૭૭ થી અંકુર ઉચ્ચતર માધ્યમિક શાળામાં.
એમની વીસ પ્રકરણમાં વિસ્તરેલી નવલકથા 'દ્વિધા' (૧૯૭૧)માં એમ.એ. થયેલા કથાનાયક અનિલ પાસે ટયુશન માટે આવતી નાંદતા સાથે બંધાતે પ્રેમસંબંધ પછીથી દામ્પત્યમાં ફેરવાતાં અનિલના મનમાં પૂર્વની પરિચિત નલિનીને સંદર્ભે ઊઠેલી દિધાનું આલેખન મુખ્ય છે.
કૌ.. ઓઝા હૃદયકાત: સમાજ અને કટુંબની જડતા, મલિનતાને ક્રૂરતા સામે બંડ પોકારતી પાંચ નવલિકાઓને સંગ્રહ 'જલતી જયોત (૧૯૩૫), જવાહરલાલ નહેરુ, સુભાષચંદ્ર બોઝ અને એમ. એન. રૉયને ચરિત્રગ્રંથ ‘ત્રણ રાષ્ટ્રવિભૂતિઓ' (૧૯૩૮) તથા જીવનચરિત્ર 'મુસ્તુફા કમાલપાશાના કર્તા.
પા.માં. ઓડિટ્યુસનું હલેસું (૧૯૩૪): સિતાંશુ યશશ્ચન્દ્રને ભાષાની અપૂર્વ શક્યતાઓ ઊભી કરતા કાવ્યસંગ્રહ. પરાવાસ્તવવાદને માર્ગ સ્વીકારેલા હોવા છતાં આ કવિને કાવ્યવ્યાપાર બહુધા પોતીકો છે. અહીં પરાવાસ્તવવાદ સાથેનું અનુસંધાન અને એમાંથી વિશેષ રીતે થતા આ કવિને વિરછેદ નોંધપાત્ર છે. આ વાદ તર્કના કોઈ પણ વર્ચસ્વથી મુકત તેમ જ કોઈ પણ સૌંદર્યનિષ્ઠ કે નૈતિક પૂર્વગ્રહથી મુકત એવા વિચારનું અનુલેખન ઇચ્છે છે; અને શુદ્ધ મનોગત સવયંસંચલનોને, સ્વયંસ્કરણોને, કુરણઆલેખનને, સ્વપ્નસૃષ્ટિને, અતર્કને, અનૈતિહાસિક સમયને, ઉદ્દે શપૂર્વકની અસંગતિને, તરંગલીલાને, ચિત્તભ્રમ કે ઇન્દ્રિયભ્રમને અનુસરે છે. સિતાંશુ આ વાદના સ્પ્રિંગબોર્ડથી ઘણી રચનાઓમાં ઊંચાઈને પામ્યા છે. સંમેહનની સ્વયંચાલિતતાની જોડાજોડ અહીં સંજનની સભાનતા છે, સૌંદર્યનિક અભિવ્યકિત અને સૌંદર્યનિષ્ઠ એકતા બંનેને સ્વીકાર છે. કવિનું વલણ પ્રતિ-બુદ્ધિવાદી છે, તે સાથે સાથે પ્રતિ-લાગણીવાદી પણ છે. અચેતન શબ્દસમૂહ અને શબ્દસાહચર્યોથી શેઠિનદી ભાષાનું આ કવિ અતિક્રમણ કરે છે. આ સંદર્ભમાં, ‘દા.ત., મુંબઈ હયાતીની તપાસને એક સરરિયલ અહેવાલ’ જો આ સંગ્રહનું આશાસ્પદ કાવ્ય છે, તે મગનકાવ્યો' આ સંગ્રહની મૂડી છે. આ રચનાઓને કાળોતરો ઉપહાસ પોતાના પ્રત્યેનો છે. આ સંગ્રહનાં કાવ્યોમાં અતર્ક સાથે કામ પાડનાર કવિ સતત પ્રજ્ઞાન સાથે લઈને ચાલ્યો છે.
રાંટો.
ગુજરાતી સાહિત્યકોશ -૨ :૪૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org