Book Title: Gujarati Sahitya Kosh Part 02
Author(s): Chandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
ઓઝા રતિલાલ કરુણાશંકર ઓઝા વ્રજલાલ મેહનલાલ
નાટક મંડળી' માટે એમણે લખેલું, કૃષ્ણ-રુકિમણીના ભકત રાજા અંબરીષ અને દુર્વાસા મુનિની કથા પર આધારિત ‘અંબરીષ' (૧૯૦૩), ભાગવતના દશમસ્કંધના પૂર્વાર્ધ પર આધારિત ‘રાવધ' (૧૯૬૯) અને શંકરલાલ શાસ્ત્રીનું નાટક “સાવિત્રી' પર આધારિત ‘સુકન્યા સાવિત્રી' (૧૯૧૦) વગેરે નાટકો એમાંનાં ગાયનાની પુસ્તિકાઓ સહિત પ્રકાશિત થયાં છે.
ઓઝા રતિલાલ કરુણાશંકર : પ્રણવનાદ' (૧૯૨૦), ‘કમાણીની કળા' (૧૯૪૪), 'કરછના સંત અબજી બાપા' (૧૯૪૫), ‘વામી ભાસ્કરાનંદજીઅન વિજયકૃષ્ણ ગોવામી', 'જીવનગીતા' (૧૯૪૯)
વી રચનાઓના કર્તા.
ઓઝા લકમીશંકર પોપટભાઈ: નવલકથા 'કિશારીની કુશળતા (૧૯૧૭) ના કર્તા.
નિ.. ઓઝા લાભાઈ કાળિદાસ (૧૮૬૦,-) : કવિ, નાટયકાર. વતન મહુવા. દશ વર્ષ શિક્ષણકાર્ય કર્યા પછી સથરા ગામે ત્રિભુવન કરમશીને પરિચય થતાં મુંબઈમાં વસવાટ.
દલપતરીતિના આ કવિએ હુન્નરખાનની ચડાઈ'ની ધાટી અનુસરણ કરતી “આર્થસિહ અને અફીણસિંહ', આર્યધર્મની અવનતિ અને એ સ્થિતિની રાધારણા અંગને ઉપદેશ આપની ‘ પદેશ' (૧૮૯૨), તેત્રીસ ગરબીની ‘બાલાસદુપદેશબત્રીસી’ (૧૮૯૩), દાહરબદ્ધ 'લલ્લુસઇ' (૧૮૯૨), બાધક 'કાવ્યકુસુમાકર' (૧૯૦૯), ઈશ્વરનુતિ, ધર્મ, સત્કર્મમહિમ', નીતિ
ચાર તથા સમયની સર્વોપરિતા વગેરે વિષયાનું નિરૂપણ કરતી કુનિનો સંગ્રહ 'કાવ્યપ્રભાકર (૧૮૮૯), ‘ગુજરાતી કાવ્યરામાયણ' (૧૯૧૩) જેવી પદ્યકૃતિઓ આપી છે. આ ઉપરાંત એમણે 'દુ:ખમાં દિલાશે અને વિપત્તિમાં ધીરજ' (૧૯૩૦), “તીર્થયાત્રા દિગ્દર્શન' (૧૯૩૩) અને નાટક ‘દુભાય દુ:ખદર્શક' જવી ગદ્યકૃતિઓ પણ આપી છે.
ઓ રતિલાલ ગૌરીશંકર, કવિ કુલકર' (૪-૪-૧૯૩૮): ‘રામરાંગણના રદ’, ‘મકતા કે ભગવાન’, ‘રાની કલાવતીનું મુખ્યાન' (૧૯૫૯) વગર પુરસ્કાના કર્તા.
નિ.વા. ઓઝા રૂપશંકર ઉદયશંકર, ઉપન્ય’, ‘સંચિત ' (૧૭-૮-૧૮૬૬, ૧૩-૧-૧૯૩૨): કવિ અને નાટયકાર. જન્મ રાજકોટ જિલ્લાના વસાવડમાં. વતન ગોંડલ, અભ્યારા અંગ્રેજી ચાર ધારણ. " વર્ષની ઉંમરે જૂનાગઢના દરબારી છાપખાનામાં. તે વખતે ‘જ્ઞાનદીપક' માસિક શરૂ કર્યું. પછી બગસરા પાસેના લુધિયા તાલુકાના કાઠી દરબારના કારભારી. ૧૮૯૧માં હડાળાના વાજસૂરવાળા અને કવિ કલાપી સાથે પરિચય તથા તેમની સાથે હિંદની મુસાફરી. પ્રવાસ દરમિયાન કલાપી સાથે મૈત્રીસંબંધ. ૧૮૯૫ માં કલાપીના આમંત્રણથી લાઠીમાં, 'કલાપીને સાહિત્યદરબાર'ના સંચાલક. શા વખતે લાઠીમાં ડેપ્યુટી કારભારી અને મુખ્ય કારભારી. પછી થાડ રામય હાળામાં. કેટલાક વખત મુંબઈ જઈ વેપાર. આયુષ્યનાં છેલ્લા વર્ષમાં મારબી આવી ત્યાં ખેતીનાં ઓજારો વચવાનું કામ. આ બધાં વર્ષો દરમિયાન કલાપીના સાહિત્યને પ્રગટ કરવામાં ઘણી વ્યકિતઓને સહાય.
મહાબત વિરહ' (૧૮૮૪) એ જૂનાગઢના નવાબ મહાબતખાનના મૃત્યુ નિમિત્તે મહાબતખાનના જીવનને આલેખતી ગદ્યપઘમિતિ રચના એમના સહકર્તુત્વની નીપજ છે. “અંચિત્ નાં કાવ્યો' (૧૯૩૮) માં ભજન, ગઝલ, ખંડકાવ્ય પ્રકારનાં કાવ્યો છે, જેમાં ઈશ્વરભકિત, પ્રણય અને દેશભકિત મુખ્ય ભાવ છે. એમની ઘણી રચનાઓ પર કલાપીની અસર છે. ‘કલાપીનું સાક્ષરજીવન’ (૧૯૧૬) એ પોરબંદરમાં ભરાયેલી ગુજરાતી સાહિન્ય પરિષદ વખતે લખેલો કલાપીના સાક્ષરજીવન અને
વ્યકિતત્વને પરિચય કરાવતા નિબંધ છે. 'કલાપીના સંવાદો' (૧૯૦૯), કાશ્મિરના પ્રવાસ અથવા સ્વર્ગનું સ્વપ્ન' (૧૯૧૨) એમનાં સંપાદન છે. “જ્ઞાનદીપક’ અને ‘સૌરાષ્ટ્રદર્પણ” સામયિકોમાં પ્રગટ થયેલી સહલેખનની ‘ઉદયપ્રકાશ’, ‘રાણકદેવી-રાખેંગાર” વગેરે નાટયરચનાઓ તથા બીજાં કેટલાંક પ્રકીર્ણ કાવ્યો અને લેખે એમની પાસેથી મળ્યાં છે.
જ.ગા.
ઓઝા વાઘજી આશારામ (૧૮૫૮, ૧૮૯૬): નાટયલેખક. વતન મોરબી. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અનુક્રમે ધારજી અને ગોંડલમાં. રાજકોટની હાઈસ્કૂલમાંથી મેટ્રિક. મરબીની અંગ્રેજી શાળામાં શિક્ષક. નાદુરસ્ત તબિયતને લીધે દસ વર્ષે નિવૃત્ત. પછીથી મોરબીના ઠાકોરના પુત્રના શિક્ષક. વચ્ચે જામનગરની અંગ્રેજી સ્કૂલમાં શિક્ષક. ૧૮૩૯ માં મોરબી માય સુબોધ નાટક મંડળી'ની સ્થાપના અને નાલેખન તથા નાટકની ભવાણી. ગુજરાતી રંગભૂમિના ઉત્કર્ષમાં રક્રિય યોગદાન. વઢવામાં અવસાન.
એમણ વિષયવસ્તુની દૃષ્ટિએ ધામિક, પૌરાણિક અને ઐતિહાસિક નાટકો લખ્યાં છે, પરંતુ નાટકની ફલશ્રુતિ સંદર્ભ એમના અભિગમ સત્યને જય ને પાપને ક્ષય-ના કવિયાયને અનુસરવા ઉપરાંત સુધારાવાદી રહ્યા છે. દરેક વર્ષે ત્રણ-ચાર સફળ નાટકો આપનાર આ નાટયકાર પાસેથી ‘સીતાસ્વયંવર' (૧૮૭૮), ‘રાવણવધ' (૧૮૮૦), ‘ઓખાહરણ' (૧૮૮૦), ‘ચિત્રસેન ગંધર્વ' (૧૮૮૧),“પૃથુરાજરાઠોડ' (૧૮૮૧), ત્રિવિક્રમ' (૧૮૮૨), ચાંપરાજ વાડે' (૧૮૮૪), 'કેસરસિંહ પરમાર' (૧૮૮૬), 'ભર્તુહરિ’ (૧૮૮૬), “બિયારા ૪ (૧૮૯૨), '
રાસ' (વીરબાળક) (૧૮૯૨) ‘સતી રાણકદેવી' (૧૮૯૨), ‘વન્દ્રહાસ' (૧૯૮૩) વગેરે નાટકો મળ્યાં છે.
ઓઝા વીરમતી કાલિદાસ : અહિંસાનું મહત્વ નિર્દેશનું નાટક “અંતિમ ત્યાગ' (૧૯૫૧) નાં કર્તા.
નિ.વે. ઓઝા વ્રજલાલ મોહનલાલ (૨૩-૯-૧૯૦૯): કવિ, બાળહિત્યકાર, જન્મ ખેરાલુમાં. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પૂનામાં.
૪૪: ગુજરાતી સાહિત્યકોશ- ૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org