________________
s
પ્રવચન ક્રમાંક - ૩૭, ગાથા ક્રમાંક - ૪૩ તેવો અનુભવ થયો નથી પણ વિચારથી અને શ્રદ્ધાથી જ્ઞાની પુરુષે કહ્યું છે માટે આત્મા છે એવો સ્વીકાર જે વખતે થાય છે તે વખતે એનો આધ્યાત્મિક ધારામાં પ્રવેશ થાય છે. આ બહુ મોટી ઘટના છે. એ પહેલા એ ધર્મ કરતો હતો, કર્મકાંડ કરતો હતો, વ્રત અનુષ્ઠાન કરતો હતો, એ મંદિરમાં જતો હતો, પૂજા કરતો હતો. સાધુ, મુનિ અને અણગાર પણ હતો, પણ આધ્યાત્મિક ધારામાં તેનો પ્રવેશ ન હતો.
યમ નિયમ સંયમ આપ કિયો, પુનિ ત્યાગ વિરાગ અથાગ લહ્યો’, આટલું બધું કર્યું છતાં આધ્યાત્મિક ધારામાં પ્રવેશ નહિ. એ પુણ્ય સુધી પહોંચ્યો પણ સંવર સુધી પહોંચવું તે સમ્યગ્દષ્ટિની યાત્રા છે. આ જીવનની મૌલિક બાબત છે.
પહેલાં આત્મા છે તેવો સ્વીકાર થાય અને સ્વીકાર થયા પછી જ અનુભવ થાય. આ કોણે કહ્યું ? જ્ઞાની પુરુષે અનુભવ કરીને કહ્યું. તર્કના આધારે નથી કહ્યું. તમેવ સખ્ખું નં નિગેનિં વેડ્યું હે ભગવાન ! તમે જે કહો છો તે સત્ય છે તેવો સ્વીકાર થાય તેને જ્ઞાનીઓ વ્યવહાર સમ્યગ્દર્શન કહે છે. પરમકૃપાળુદેવે કહ્યું કે ભગવાન મહાવીરના બધા સાધુઓ અને સાધ્વીઓ તે નિશ્ચય સમ્યગ્દષ્ટિ ન હતાં, પણ ભગવાન મહાવીર કહે છે તે પરમ સત્ય છે, તેવી શ્રદ્ધા તેમનામાં હોવાના કારણે વ્યવહાર સમ્યગ્દષ્ટિ હતાં. હે પુરુષોત્તમ પરમાત્મા, તમે જે કહો છો તે સત્ય છે. અહીં વચન વિશ્વાસે પુરુષ વિશ્વાસ તેમ નહિ પણ પુરુષ વિશ્વાસે વચન વિશ્વાસ છે. પુરુષ વિશ્વાસ રાખો.
તે પ્રાપ્ત કરવા વચન કોનું સત્ય કેવળ માનવું; નિર્દોષ નરનું કથન માનો તેહ જેણે અનુભવ્યું.
આ પ્રામાણિક પુરુષ છે, એવો સ્વીકાર જેને થયો તેનો આધ્યાત્મિક ધારામાં પ્રવેશ થયો. જગતમાં બે ધારા છે, એક ભૌતિક ધારા અને એક આધ્યાત્મિક ધારા. ભૌતિક ધારાની આધારશીલા દેહ છે, શરીર છે. ભૌતિક ધારાવાળો શરીરથી આગળ જતો નથી. લોકો કહેતા હોય છે કે ‘શું કામ પંચાતમાં પડો છો ? આત્મા છે, કર્મ છે, મોક્ષ અને પુણ્યપાપ છે, આવતો જન્મ છે. રહેવા દ્યો ને ? ચોપાટી ઉપર જઈ બેઠાં બેઠાં ભેળપુરી ખાવ.’ આ કહેનારા ભણેલાં માણસો એમને અમારી પાસે આવવું પંચાતમાં પડવા જેવું લાગે છે. શરીર છે ત્યાં સુધી ભૌતિકધારા, ત્યાંથી આગળ જઈને શરીર છે પણ આત્મા નથી, તેમ નકાર કર્યો તે પણ ભૌતિકધારા. ‘આત્મા છે' તે આધ્યાત્મિક ધારા, જ્યારે આ ધારામાં દાખલ થાય છે ત્યારે આધ્યાત્મિક સાધનાની શરૂઆત થાય છે. દેહ છે એવી ધારા છે તેની પાછળ આહાર, ધન, નિદ્રા, વિષય ભોગ, ભય આ બધી વૃત્તિઓ આવશે અને તેની પાછળ જીવન જશે. મોટાભાગના લોકોનું જીવન વૃત્તિઓ તરફ જાય છે. આધ્યાત્મિક ધારામાં આત્મા છે તે સ્વીકાર પણ સાથે સાથે દેહ છે તે પણ સ્વીકાર. ભૌતિક ધારામાં દેહનો જ સ્વીકાર અને આધ્યાત્મિક ધારામાં બેનો સ્વીકાર, આત્મા પણ છે અને દેહ પણ છે. બે દ્રવ્યો આવ્યા. આત્મ દ્રવ્ય પણ છે અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org