________________
૨૧૮
પ્રવચન ક્રમાંક - ૬૦, ગાથા ક્રમાંક - ૮૩-૮૪ બંધાતો ન હોય તો મોક્ષની ચિંતા કરવાની જરૂર નથી. અને મોક્ષના ઉપાયની પણ જરૂર નથી. બધા શાસ્ત્રો વાંચવાની પણ જરૂર નથી. શિષ્ય કહે છે કે મોક્ષના ઉપાયનો હેતુ જ જણાતો નથી. બંધાયેલો હોય તો મોક્ષની વાત. આત્મા કર્મ કરતો હોય તો આત્મા જવાબદાર. માટે કર્મનું કર્તાપણું આત્મામાં છે નહીં. પણ ધારો કે તમે કહો છો તેમ કર્મનું કર્તાપણું છે તો પછી કર્મ કરવાનો ધર્મ જ છે તો તે ફર્મ કર્યા જ કરે. તો કર્તાપણું જાય કેવી રીતે? અને કર્મ કર્યા જ કરશે કારણ તે ધર્મ હોવાથી નિવૃત્ત ન થાય તો આત્મા કર્મથી ક્યારેય મુક્ત થઈ શકે જ નહિ. આ અમારી મૂંઝવણ છે. આ અમારું મંથન છે.
ગુરુદેવ કહે છે કે તારી વાત તો સાચી છે, પરંતુ એક વાતનો વિચાર કર. જો ચૈતન્યમાંથી પ્રેરણા ન મળે, તો કર્મ કોણ ગ્રહણ કરશે? કર્મ જડ છે તેમાં ના નહિ, પણ જડના સ્વભાવમાં પ્રેરણા કરવાનું તત્ત્વ નથી, તો કર્મ કર્મનો કર્તા હોઈ શકે નહિ. કર્મ જડ છે, જડ પ્રેરણા આપી ન શકે તો કર્મબંધ થશે કેવી રીતે? માટે અમને તારી વાત બરાબર લાગતી નથી. આત્મા પોતાના ભાનમાં ન હોય અને પ્રેરણા આપે તો જ આ ઘટના ઘટે. અહીં એક મહત્ત્વનું સૂત્ર યાદ કરીને આપણે આગળ વધીએ. તેઓ એમ કહે છે કે આ કર્મની રચના અદ્ભુત રીતે થાય છે. જેમાં કર્યતંત્રની તમામ મૌલિક વાતો એક જ કડીમાં આવી જાય છે. આ કડી અત્યંત મહત્ત્વની છે. કઈ કડી?
ભાવકર્મ નિજ કલ્પના, માટે ચેતનરૂપ, જીવવીર્યની ફુરણા, ગ્રહણ કરે જડ ધૂપ.” આ ગાથામાં તમામ કર્મશાસ્ત્રનું સમીકરણ છે. કર્મતંત્રના હજારો ગ્રંથો આજે પણ વિદ્યમાન છે. ઓછામાં ઓછા પચાસ લાખ શ્લોકો સંસ્કૃતમાં અને માગધીમાં છપાયેલા-પ્રીન્ટેડ આજે પણ છે. છ કર્મગ્રંથ, કમ્મપયડી, લોક પ્રકાશ, વિશેષાવશ્યક, લબ્ધિસાર, ક્ષપણાસાર, ગોમટસાર આવા અનેક શાસ્ત્રો છે. આ બધા શાસ્ત્રોમાં કર્યતંત્રનું વર્ણન છે. ધારો કે આ બધું વાંચવાની તક ન મળે તો આ તમામ શાસ્ત્રોનો નિચોડ એક સૂત્રમાં પરમકૃપાળુ દેવે કહેલ છે. તે સમજવા પ્રયત્ન કરીએ.
તેમનું કહેવું છે કે તારી સમજ પ્રમાણે કર્મો જડ છે. પરંતુ કર્મના બે પ્રકાર છે. એક કર્મ ચેતન પણ છે અને એક કર્મ જડ પણ છે. બહુ મહત્ત્વની વાત છે કે ચૈતન્યમાં જે ક્રિયા થાય છે તે ચેતન કર્મ અને જડમાં જે ક્રિયા થાય છે તે જડ કર્મ છે. એ જડ કર્મ અને ચેતનકર્મમાં જે ક્રિયાઓ થાય છે તે બન્ને મળીને કર્યતંત્રમાં વ્યવસ્થા થાય છે. તે બન્ને માટે સ્વતંત્ર શબ્દો આપ્યા, ચૈતન્યની ક્રિયા માટે ભાવ કર્મ અને જડની ક્રિયા માટે દ્રવ્યકર્મ. દ્રવ્યકર્મ તે પુદ્ગલનો ભાગ છે. અને ભાવકર્મ આત્માનો ભાવ છે. માટે કર્મ ચેતન પણ છે. માત્ર કર્મ જડ છે તેવી તારી સમજ હોવાના કારણે તને મૂંઝવણ થાય છે કે જડકર્મ કાર્ય કઈ રીતે કરી શકે? પરંતુ કર્મનું વિભાજન બે ભાગમાં છે. જડ કર્મ અને ચેતન કર્મ પણ છે. તમારામાં ક્યારેક શુભ ભાવ થતો હશે, ક્યારેક અશુભભાવ પણ થતો હશે તે તમે જોજો, તમારામાં ક્યારેક દયાનો ભાવ,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org