________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૨૧૭
પ્રવચન ક્રમાંક - ૧૦
ગાથા ક્રમાંક - ૮૩-૮૪ દ્રવ્યોનું સ્વતંત્ર પરિણમન
ઝેર સુધા સમજે નહીં, જીવ ખાય ફળ થાય; એમ શુભાશુભ કર્મનું, ભોક્તાપણું જણાય. (૮૩) એક રાંક ને એક નૃપ, એ આદિ જે ભેદ;
કારણ વિના ન કાર્ય તે, તે જ શુભાશુભ વેધ્ય. (૮૪) ટીકાઃ ઝેર અને અમૃત પોતે જાણતા નથી કે અમારે આ જીવને ફળ આપવું છે, તોપણ જે જીવ
ખાય છે, તેને તે ફળ થાય છે; એમ શુભાશુભ કર્મ, આ જીવને આ ફળ આપવું છે એમ જાણતાં નથી, તોપણ ગ્રહણ કરનાર જીવ, ઝેર અમૃતનાં પરિણામની રીતે ફળપામે છે. (૮૩) એક રાંક છે એક રાજા છે, “એ આદિ શબ્દથી નીચપણું, ઊંચપણું, કુરૂપપણું, સુરૂપપણું એમ ઘણું વિચિત્રપણું છે, અને એવો જે ભેદ રહે છે તે, સર્વને સમાનતા નથી, તે જ શુભાશુભ કર્મનું ભોક્તાપણું છે, એમસિદ્ધ કરે છે; કેમકે કારણ વિના કાર્યની ઉત્પત્તિ થતી નથી. (૮૪)
પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રજી દ્વારા આ આધ્યાત્મિક તથ્ય અને સત્યનું સમુચ્ચય એક વર્ણન છે. આ ૮૩મી ગાથાનો પ્રારંભ કરીએ તે પહેલાં થોડી પુનરાવૃત્તિ કરી લઈએ. આત્મા છે, આત્મા નિત્ય છે અને ત્રીજી વાત આત્મા કર્મનો કર્તા છે અને ચોથી વાત આત્મા કર્મનો ભોક્તા છે. શિષ્ય ગુરુદેવના ચરણમાં નિવેદન કરે છે કે આત્મા અનિત્ય નથી પણ નિત્ય છે તે તો સમજાયું. જગતમાં જુદા જુદા દેહધારી જીવો મળે છે અને તે બધા જુદી જુદી રીતે સુખ અને દુ:ખ પામે છે તે પણ જોવા મળે છે. લાખો, કરોડો, અનંત પ્રાણીઓ ભિન્ન ભિન્ન અવસ્થામાં છે તે પણ જોવા મળે છે. દરેકના સંયોગો, પ્રકૃતિઓ અને દરેકની ઘટના જુદી જુદી છે તે પણ જોવા મળે છે. આ જોતાં એમ લાગે છે કે આ બધાની પાછળ કોઈક કારણ હોવું જોઈએ. કોઈ તંત્ર કામ કરે છે અને એ તંત્ર કર્યતંત્ર હોઈ શકે.
અહીં સુધી તો તેને એમ લાગે છે કે કર્મ તો છે પણ તેનો કર્તા આત્મા નથી. કાં તો કર્મ જ કર્મને કરે છે, અથવા કર્મ સહજ સ્વભાવ છે અથવા કર્મ જીવનો ધર્મ છે અથવા સાંખ્યદર્શને કહ્યું તેમ આત્મા અસંગ છે અને પ્રકૃતિ બંધ કરે છે. અથવા વેદાંતમાં કહ્યું તેમ ઈશ્વર પ્રેરણા આપે છે અને આત્મા કર્મ કરે છે. પરંતુ જો આત્મા કર્મ કરતો ન હોય તો તે બંધાતો પણ નથી અને જો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org