________________
૨ ૨૭
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ચોથા પદ વિષે તે કહે છે કે “આત્મા કર્મનો કર્તા ભલે રહ્યો, પણ આત્મા કર્મનો ભોક્તા નથી, કારણ કે આ જડ એવું કર્મ શું સમજે કે જીવને આવું ફળ આપવું જોઈએ?” શિષ્યને આ શંકા છે, કારણ જડમાં જ્ઞાન નથી, હેતુ નથી, ઈરાદો નથી, સમજણ કે વેદના નથી, લક્ષ નથી. કડી જુઓ, “શું સમજે જડ કર્મ? આત્માને આવું ફળ આપવું જોઈએ તેમ જડ કર્મને શી ખબર પડે? માટે “ઈશ્વર આ ફળનો દાતા છે” હવે બીજી વાત આપણે કરી લઈએ. સાંખ્ય દર્શન ઈશ્વરનો સ્વીકાર કરતું નથી. સાંખ્યદર્શન એમ કહે છે કે પ્રકૃતિ કŽ છે. ભગવદ્ ગીતાનો એક શ્લોક છે,
प्रकृतेः क्रियमाणानि गुणैः कर्माणि सर्वशः।।
મહંRવમૂઢાભા સ્તgમતિ કન્યતે || (૩/૨૭) પ્રકૃતિ દ્વારા કરાતાં કાર્યોને ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યા છે. સાત્ત્વિક, રાજસિક અને તામસિક. આ પ્રકૃતિનું તંત્ર નિયમ મુજબ કામ કરે છે, પણ અહંકારથી મૂઢ બનેલ આત્મા, હું કર્તા છું તેમ માને છે, અને બિનજરૂરી બંધાય છે. પ્રકૃતિ કરે છે આ વાત સાંખ્યદર્શનની છે. ફળ આપવા માટે ઈશ્વરની જરૂર નથી. | વેદાંત એમ કહે છે કે બ્રહ્મ સિવાય બીજું કંઈ છે જ નહિ. ‘સર્વવતુ ગ્રહ’ જે કંઈ છે તે બ્રહ્મ છે, એક તત્ત્વ છે. અદ્વૈત છે, અભેદ છે. આનાથી વસ્તુની સ્પષ્ટતા થતી નથી. તેથી શિષ્ય કહે છે કે ઈશ્વર ફળ આપે છે, એમ સ્વીકારવામાં આવે તો હજુ પ્રશ્ર સ્પષ્ટ થાય. પણ એમ જો માનવામાં આવે તો ઈશ્વરનું ઈશ્વરપણું રહેતું નથી. કારણ કે કોઈને દુઃખ, કોઈને સુખ, કોઈને અનુકૂળતા, કોઈને પ્રતિકૂળતા આપવી એવું જો થાય તો તે દોષ કહેવાય, ખામી કહેવાય, ઊણપ કહેવાય. એક બાપના દીકરા વચ્ચે આવો જો ખેલ થાય તો એ બાપની કંઈક ખામી કહેવાય, દોષ કહેવાય, કારણ કે પિતાની તો સમદષ્ટિ જ હોય.
પરમકૃપાળુદેવે આ ગાથામાં કહ્યું કે તમે બે વસ્તુઓ સમજો. કર્મ પોતાના સ્વભાવ પ્રમાણે પરિણમે છે અને એ બંધાયેલા કર્મમાં આત્માને અદ્ભુત ફળ આપવાની શક્તિ છે. તે ફળ આત્મા ભોગવે પછી કર્મ દૂર થાય છે. શું કહેવા માગે છે આ સૂત્રમાં ? જે કર્મનાં પુદ્ગલો છે તેમાં ફળ આપવાની અદ્ભુત શક્તિ છે. આત્મામાં જ્યારે રાગ કે દ્વેષના ભાવો થાય ત્યારે જડ કાર્મણ વર્ગણામાં એક શક્તિ પ્રગટ થાય છે અને ત્યારપછી એ દ્રવ્યકર્મ બને છે. અને દ્રવ્યકર્મ બન્યા પછી જ્યારે કાળ પરિપક્વ થાય તે વખતે કર્મ ફળ આપે, એ ફળને જીવ ભોગવે એટલે કર્મ નિર્જરાઈ જાય.
જેમ નાના એક બીજમાંથી મોટું વૃક્ષ થાય છે. તેમાં હજારો પત્તાઓ, ડાળીઓ, ફળો, ફૂલો અને હજારો ટેટાઓ છે. કલ્પનામાં ન આવે પણ નાના બીજમાંથી આ વડલો ખીલી ઊઠ્યો. આ બધું ક્યાં હતું ? એ બીજમાં છૂપાઈને રહેલું હતું. એ શક્તિ બીજમાં હતી. એ શક્તિ લઈને બીજ જમીનમાં ગયું અને જમીન પાસે જઈને એ બીજે પોતાની શક્તિ ખીલવી અને તેમાંથી મોટું વૃક્ષ થયું. બીજમાં જેમ પોતાની શક્તિ છે, તેમ પુદ્ગલમાં પણ અચિંત્ય
Jain Education international
For Personal & Private Use Only
www.jainelibrary.org