________________
૨૪૪
પ્રવચન ક્રમાંક - ૬૨, ગાથા ક્રમાંક - ૮૯-૯૦ સત્ સ્વરૂપને, અભેદ રૂપે અનન્ય ભક્તિએ નમસ્કાર.” સત્ સ્વરૂપ અને આત્મ સ્વરૂપ બંને જુદાં નથી. આ અભેદની વાત છે. બધા ભેદો ભૂંસાઈ ગયા. એક એવરેસ્ટ શિખર ઉપર ચડીને પરમકૃપાળુ દેવ વાત કરી રહ્યા છે. તમામ ભૂમિકાઓ વટાવી, જ્યારે શિખરની ભૂમિકા આવી, તેના ઉપર ઊભા રહીને જે અનુભવ થયો તે અભેદનો અનુભવ છે. એ અદ્વૈતનો અનુભવ છે. ત્યાં વૈત નથી, ભેદો નથી, ત્યાં બે નથી. જેને પુરુષ કહેવા ઇચ્છે છે તે સસ્વરૂપ અને આત્મસ્વરૂપ એ બે વચ્ચે અભેદ છે. સત્ અને આત્મા હવે જુદા રહ્યા નથી. સત એ જ આત્મા અને આત્મા એ જ સત્ છે, એ જ પરમાત્મા છે, એ જ પરમ બ્રહ્મ છે. વેદાંતે ઉદ્ઘોષ કર્યો કે બ્રહ્મ સત્ય છે. જગત મિથ્યા છે.
ब्रह्म सत्यं, जगन्मिथ्या, जीवो ब्रह्मैव नापरः । જીવ એ જ બ્રહ્મ છે, બ્રહ્મ જુદો નથી, આ છે અભેદની અનુભૂતિ. ભક્તિમાર્ગમાં એમ કહેવાય છે કે ગોપીઓ ક્યારેક ક્યારેક એમ કહેતી કે હું કૃષ્ણ, હું કૃષ્ણ. કૃષ્ણ કૃષ્ણ કરતાં કરતાં કૃષ્ણની સાથે ગોપીઓને અભેદ ભાવ જ્યારે થયો ત્યારે ગોપી એ જ કૃષ્ણ અને કૃષ્ણ એ જ ગોપી, એવો એક અનભવ તેમને થયો. અહીં જ્ઞાનની ભૂમિકામાં એક આવો જ અનુભવ થયો કે સસ્વરૂપ અને આત્મસ્વરૂપ એ બન્ને વચ્ચે અભેદ છે. બન્ને જુદા નથી. આવી અભેદની અનુભૂતિ તે સાધનાનું અંતિમ પરિણામ છે. એવા સ્વરૂપને અનન્ય ભક્તિએ અમારા નમસ્કાર હો.
આટલી વાત કરીને એક મહત્ત્વની વાત કરવી છે, તેનો પ્રારંભ કરે છે. માર્ગની ઇચ્છા જેને થઈ છે', મોક્ષ એ જ લક્ષ્ય છે, પરંતુ મહત્ત્વ માર્ગનું છે. મોક્ષ મેળવવો છે તેમ નક્કી થયું, પરંતુ ભૂલ તે માર્ગ બાબત થાય છે. મોક્ષની વાત જગતનાં બધાં જ ધર્મો કરે છે. પરંતુ ગરબડ જે થાય છે તે માર્ગમાં થાય છે. “મારગ સાચા મિલ ગયા, છૂટ ગયે સંદેહ પરંતુ સાચો માર્ગ જીવને મળતો નથી. આનંદધનજીએ ત્રણસો વર્ષ પહેલાં કહ્યું કે..
“સાચા મારગ કોઉ ન બતાવે, સી અપની અપની ગાવે.” સાચો જે માર્ગ છે તે બતાવનારા ઘટતા જાય છે. તેઓએ કહ્યું કે...
મત મત ભેદ રે જો જઈ પૂછીએ, સૌ થાપે અહમેવ.' અલગ અલગ મતવાલાને જઈને જો પૂછીએ કે સાહેબ ! મોક્ષનો માર્ગ કયો છે? તો બધા અલગ અલગ માર્ગ બતાવીને કહે છે કે અમે જે કહીએ છીએ તે જ માર્ગ સાચો છે. બીજા જે કહે છે તે માર્ગ સાચો નથી માટે બીજાને રવાડે ન ચડશો. આમ સૌ અહમને જ સ્થાપે છે.
માર્ગની જેને ઇચ્છા થઈ છે તેને શું કરવું? તત્ત્વાર્થસૂત્રના પહેલાં અધ્યાયનું પહેલું સૂત્ર “સચદર્શનજ્ઞાનવાન્નિાળિ મોક્ષમા: I’ સમ્યગદર્શન, જ્ઞાન, ચારિત્ર છે તે મોક્ષમાર્ગ છે. આવો માર્ગ છે તે જાણવાની અને તે માર્ગે ચાલવાની જેને ઇચ્છા ઉત્પન્ન થઈ છે તેને શું કરવું જોઈએ? પરમકૃપાળુ દેવ કહે છે કે તેને બધા જ વિકલ્પો મૂકી દેવા. આ એક જ વિકલ્પ ફરી
Jain Education international
For Personal & Private Use Only
www.jainelibrary.org