Book Title: Atmasiddhishastra Part 02
Author(s): Shrimad Rajchandra, Bhanuvijay
Publisher: Satshrut Abhyas Vartul

View full book text
Previous | Next

Page 319
________________ ૨ ૬૮ પ્રવચન ક્રમાંક - ૬૫, ગાથા ક્રમાંક - ૯૧ પ્રવચન ક્રમાંક - ૫ ગાથા ક્રમાંક - ૧ મોક્ષનું સ્વરૂપ દેહાદિક સંયોગનો, આત્યંતિક વિયોગ; સિદ્ધ મોક્ષ શાશ્વત પદે, નિજ અનંત સુખ ભોગ. (૯૧) ટીકાઃ દેહાદિ સંયોગનો અનુક્રમે વિયોગ તો થયા કરે છે, પણ તે પાછો ગ્રહણ ન થાય તે રીતે વિયોગ કરવામાં આવે તો સિદ્ધસ્વરૂપમોક્ષસ્વભાવ પ્રગટે, અને શાશ્વતપદે અનંત આત્માનંદ ભોગવાય. (૯૧) ૯૦મી ગાથાથી ૧૪૨ ગાથા સુધી એક અત્યંત ગંભીર ચર્ચાનો પ્રારંભ થાય છે. પ૩ ગાથાઓ છે. આ ગાથાઓમાં જૈન દર્શનના તમામ પાયાના સિદ્ધાંતો અનેકાંતની ભૂમિકા ઉપર છે. - સાધનાની ભૂમિકા ઉપર, નિષ્પક્ષપાતપણે, આગમની શૈલીનો સંપૂર્ણ સ્વીકાર કરીને અને પારમાર્થિક તત્ત્વોને સહેજ પણ બાજુએ મૂક્યા સિવાય, તમામ સિદ્ધાંતોની સ્પષ્ટતા આ સૂત્રોમાં થઈ છે. એક સાધક તરીકે અને એક ઉપાસક તરીકે આ ગાથાઓ વિગતવાર સ્પષ્ટપણે સમજવી અનિવાર્ય છે. આ બધી ગાથાઓ જો સ્પષ્ટ થાય તો વર્તમાન સમાજમાં જે પ્રશ્નોની ચર્ચા થાય છે, તેમાં જે મતભેદો છે, એમાં જે પક્ષપાત અને પોતાનો આગ્રહ છે, એમાં જે પોતાની માન્યતાઓ છે તે, એક પણ રહેશે નહિ. કારણ ? પરમકૃપાળુ દેવમાં નિષ્પક્ષતા, આત્મબોધ, તીવ્રપણે સિદ્ધાંત બોધ હતો, પોતાના સ્વરૂપની પ્રગટ અનુભૂતિ હતી, અને અંદરમાં કોઈપણ જાતનો આગ્રહ કે કદાગ્રહ ન હતો. આ ત્રણ બાબતો સિવાય, જૈનધર્મના પાયાના સિદ્ધાંતો સ્પષ્ટ નહિ થાય, માટે અમારી પ્રેમપૂર્વક ભલામણ છે કે આ ગાથાઓમાં તમારો આત્મા રેડજો, તમારું હૈયું રેડજો. એક એક શબ્દને સમ્યક્ પ્રકારે સમજવાનો પૂરતો પુરુષાર્થ કરજો. આ યુગમાં કાનજીસ્વામીએ, શ્રી જે કૃષ્ણમૂર્તિએ, શ્રી રમણ મહર્ષિએ, શ્રી અરવિંદે અને શ્રી રજનીશજીએ જે કાંઈ કહ્યું છે તે બધું સો વર્ષ પહેલાં પરમકૃપાળુ દેવે કહી દીધું છે. આ એટલા માટે વાત છે કે પરમકૃપાળુ દેવે એક વ્યાપક વિસ્તાર કરેલ છે, તે આ પાયા ઉપર છે. પરમકૃપાળુ દેવના હાર્દને સમજવું હોય તો જેટલા નામો અહીં લીધાં છે તેમને બરાબર સમજો, અથવા એમ કહો કે જેટલાં નામો અહીં લીધાં છે તેમને બરાબર સમજવા હોય તો પરમકૃપાળુ દેવને સમજ. કોઈપણ જાતનો આગ્રહ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 317 318 319 320 321 322 323 324 325 326 327 328