________________
૨૬૬
પ્રવચન ક્રમાંક - ૬૪, ગાથા ક્રમાંક - ૯૦-૧ સૂકાઈ ગયો હોય, તેને પૂછીએ કે કેમ આમ? તો એ કહેશે કે સાહેબ! હમણાં ચિંતામાં છું.
ચિંતાના પ્રકારો પણ ઘણા છે. એક ભાઈ કહેતા હતાં કે “અમારે બીજી ચિંતા નથી, પણ આ અમારો પાડોશી કૂદકે અને ભૂસકે આગળ વધતો જાય છે, તેની ચિંતા છે.” આ તેનાથી સહન થતું નથી. ચિંતા ન કરવી હોય તો તેના ઘણા પ્રકારો છે. ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ આવશે કે ભાજપ આવશે? પણ તારે શું ચિંતા છે? તને કોણ પૂછે છે? તારું સ્થાન નહિ ત્રણમાં, નહિ તેરમાં કે નહિ છપ્પનના મેળામાં. શા માટે આટલી બધી ચિંતા કરે છે? એક હાથીનું ઓપરેશન હતું, તેને બ્લડ ચડાવવાનું હતું. ઘણાં બધાં ત્યાં આવેલાં, સાથે એક મચ્છર પણ હતો. કોઈએ પૂછ્યું કે દોસ્ત ! તું કેમ આવ્યો? તો કહે કદાચ હાથીને લોહીની જરૂર પડે તો? હાથીને લોહીની જરૂર પડે તો આ મચ્છર હાથીને લોહી આપશે? આવી દુનિયાભરની ચિંતા. “કાજી કયું દુબલે ?' તો “સારે શહરકી ચિંતા.” ચિંતાથી કંઈ વળે નહિ, ખાલી ચિંતામાં સમય ન ગુમાવો. ચિંતા કરવા કરતાં આત્માર્થ સાધવો-શુદ્ધ આત્મામાં ઠરવું. આત્મા+અર્થ એટલે પ્રયોજન તે પુરુષાર્થથી જ થાય. સંસારના પદાર્થો પ્રારબ્ધથી જ મળશે. પરંતુ આત્માનો અનુભવ પુરુષાર્થથી જ મળે. સંસાર માટે કર્મ અને આત્મા માટે પુરુષાર્થ. તમે ઊંધુ કરો છો. તમે સંસાર માટે પુરુષાર્થ કરો છો અને આત્મા માટે કર્મ લગાડો છો ને કહો છો કે સાહેબ ! અમારા ભાગ્યમાં હોય તો થાય ને? મોક્ષ તો પુરુષાર્થથી જ થશે. તેના વગર નહિ થાય.
પરમકૃપાળુ દેવ કહે છે કે પરમાર્થ માટે પ્રાપ્ત થયેલાં સાધનો તમે ખોઈ બેઠા છો. અને હાથમાં આવેલી બાજી હારી બેઠા છો. તેઓ ચેતવણી આપે છે કે બાજી ન હારશો, તક મળી છે તેને ખોશો નહીં. કારણ કે આત્મકલ્યાણ અને આત્મ અનુભૂતિ પુરુષાર્થથી જ થવાની છે.
અગિયારમું સૂત્ર : સંસારની ઇચ્છાને અને શુભ અને અશુભમાં જતી વૃત્તિને રોકીને, આત્મ અનુભવ થાય તેવા પુરુષાર્થમાં સમગ્રપણે આપણે લાગી જવું જોઈએ.
રે આત્મ તારો, આત્મ તારો, શીધ્ર એને ઓળખો,
સર્વાત્મમાં સમદષ્ટિ દ્યો, આ વચનને હૃદયે લખો. આ બધું જોરથી તમે બોલો છો, પરંતુ કંઈ થતું નથી. આત્મા મેળવવાના પુરુષાર્થમાં લાગી જવું જોઈએ. કારણ? એક ક્ષણ પછી શું થશે તેનો ભરોસો નથી. કઈ ટ્રેઈનમાં ક્યો બોમ્બ મૂકાયો હશે અને ક્યારે આતંકવાદી આવીને ફોડશે? તે ખબર નથી. ઘેર પહોંચી ત્યારે સાચા. શું ખબર પડે? માટે સમગ્રપણે, પુરુષાર્થ કરો.
બારમું સૂત્ર : અનંતકાળે ન મળે તેવો જોગ અહીં મળ્યો છે, માટે આનંદથી નાચો, નાચવા જેવું છે. આ જોગ મળ્યો છે તેનો ઉપયોગ કરો. જીવ મોહ અને ઘેલછામાં નાચ્યો છે. દીકરાના લગ્ન હોય ત્યારે મા લહેકાથી નાચતી-ગાતી હોય છે કે “આજે મારે સોનાનો સૂરજ ઉગીયો રે લોલ.” પછી ખબર પડશે, કેવો સોનાનો સૂરજ છે? પાટણના આશ્રમ પાછળ વાઘરીવાડામાં વાઘરણ ગાતી હોય છે કે “અમારે આંગણ હાથી ઝૂલે રે લોલ.' અરે ! ગધેડું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org