Book Title: Atmasiddhishastra Part 02
Author(s): Shrimad Rajchandra, Bhanuvijay
Publisher: Satshrut Abhyas Vartul
Catalog link: https://jainqq.org/explore/005522/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનેશ્વર પરમાત્માને નમઃ પરમ કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજી પ્રણીતા // આત્મસિદ્ધિશાસ્ત્રી પ્રવચનમાળા 'ભાગ:- ૨, ગાથા :- ૪૩ થી ૯૧ ' જ પ્રવચનકાર : પૂજ્ય મુનિશ્રી ભાનવિજયજી મહારાજસાહેબ સર્વમંગલમ્ આશ્રમ, સામોડીયા (પાટણ). For Personal & Private Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ પરમકૃપાળુ દેવ શ્રીમદ રાજચંદ્ર પ્રણીત || આત્મસિદ્ધિશાસ્ત્ર II પ્રવચનમાળા ભાગ : ૨ : પ્રવચનકાર : પ.પૂ. ગુરુજી મુનિશ્રી ભાનુવિજયજી મહારાજ For Personal & Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ પરમકૃપાળુ દેવ શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત II આત્મસિદ્ધિશાસ્ત્ર II પ્રવચનમાળા ભાગ : ૨ ગાથાઃ ૪૩ થી ૯૧ : પ્રવચનકાર : પ.પૂ. ગુરુજી મુનિશ્રી ભાનુવિજયજી મહારાજ : પ્રેરણા અને આશિષદાતા: પૂ.સાધ્વી પ્રિયદર્શનાશ્રીજી મહારાજ પૂ. સાધ્વી ગુણધર્માશ્રીજી મહારાજ : સંકલનકર્તા: પૂ. સાધ્વી દિવ્યદર્શિતાશ્રીજી મહારાજ શ્રીમતી ભારતીબેન નિરંજનભાઈ મહેતા : પ્રકાશક : સત્કૃત અભ્યાસ વર્તુળ સર્વમંગલમ્ આશ્રમ, સાગોડીયા, પાટણ For Personal & Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્રજી પ્રણીતા આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ભાગ : ૨ ગાથા : ૪૩ થી ૧૧ પ્રવચનકાર : પ.પૂ. મુનિશ્રી ભાનુવિજયજી મહારાજ (ગુરુજી) અધિષ્ઠાતા - સર્વમંગલમ્ આશ્રમ, ગામ : સાગોડીયા, તા.જી. પાટણ (ઉ.ગુ.) તથા સર્વમંગલમ્ પરિવાર આશ્રમ, પાટણ ઉ.ગુ. - ૩૮૪૨૬૫ સંકલનકાર : સાધ્વી દિવ્યદર્શિતાશ્રીજી મહારાજ શ્રીમતી ભારતીબેન નિરંજનભાઈ મહેતા પ્રકાશક: સતુશ્રુત અભ્યાસ વર્તુળ, સર્વમંગલમ્ આશ્રમ, સાગોડીયા - ૩૮૪ ૨૫ તા.જી. પાટણ (ઉ.ગુ.) વતી, ડૉ. એસ.ટી. કોટક પ્રથમ આવૃતિ- ૬ જૂલાઈ - ૨૦૧૨ પ્રત: ૧000 (પ.પૂ. ગુરુજીનો ૮૨ મો જન્મ દિવસ) મૂલ્ય: રૂા. ૧૫૦-૦૦ પ્રાપ્તિ સ્થાન ૧. સર્વમંગલમ્ આશ્રમ, ૨. સર્વમંગલમ પરિવાર આશ્રમ સાગોડીયા-૩૮૪ ૨૬૫. તા.જી. પાટણ. (ઉ.ગુ.) વેરાઈ ચકલા, પાટણ-(ઉ.ગુ.) ૩૮૪ ૨૫ ફોન : ૦૨૭૬૬-૨૭૭૫૯૪ ફોન : ૦૨૭૬૬-૨૨૦૨૩૭ ૩. શ્રી જગદીશભાઈ વોરા ૪. શ્રીમતી ભારતીબેન નિરંજનભાઈ મહેતા જી-૧, ખીરા ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, એસ.ટી. રોડ, ૯, બોલે સ્મૃતિ, ૧૧૫૬, સાંતાક્રુઝ (વેસ્ટ) મુંબઈ - ૪૦૦ ૦૫૪. સૂર્યવંશી હોલ લેન, શિવાજી પાર્ક, ફોન : ૦૨૨-૨૬૬૧૩૭૦૮, મુંબઈ - ૪૦૦ ૦૨૮. મોબાઈલ: ૦૯૮૨૧૧ ૩૦૩૦૭ ફોન : ૦૨૨-૨૪૪૫૫૩૮૨, E-mail : jkpaints.bombay@gmail.com મોબાઈલ : ૦૯૮૨૧૯ ૮૧૦૨૯ .: મુદ્રક: શાર્પ ઑફસેટ પ્રિન્ટર્સ ૩૧૨, હીરા પન્ના કૉપ્લેક્સ, ડૉ. યાજ્ઞિક રોડ, રાજકોટ-૩૬૦૦૦૧. ફોન : ૨૪૬૮૪૬૧, મોબાઇલ : ૯૮૨૫૦ ૭૫૦૬૧, અમદાવાદ ફોન : ૨૬૫૮૪૪૧૪ / ૧૫ Email: sharpoffset@hotmail.com For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય ભારતીય સંસ્કૃતિના સર્વ દર્શનોના રહસ્યો અને અધ્યાત્મના મૌલિક સિદ્ધાંતો સમજાવતા મૂલ્યવાન આધ્યાત્મિક ગ્રંથરત્ન શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત “આત્મસિદ્ધિ શાસ્ત્ર' ઉપર પરાર્થ રસિક પૂજ્ય ગુરુજી મુનિ શ્રી ભાનુવિજયજી મહારાજે શ્રીમદ્ રાજચંદ્ર સતસંગમંડળ, સાંતાક્રુઝ – પાર્લા, મુંબઈના ઉપક્રમે તા. ૧૮-૧૦-૨૦૦૫ થી તા.૧૯૧-૨૦૦૯ દરમ્યાન આપેલ પ્રવચનો ઉપરથી પ્રવચનમાળાનો બીજો ભાગ પ્રકાશિત કરતાં અને અત્યંત ગૌરવ અને આનંદની લાગણી અનુભવીએ છીએ. ‘આત્મસિદ્ધિ શાસ્ત્ર પ્રવચનમાળા ભાગ-૨' માં કુલ ૧૪૨ ગાથામાંથી ગાથા ૪૩ થી ગાથા ૯૧ ઉપરના પૂ.ગુરુજીના પ્રવચનોનો સમાવેશ કરવામાં આવેલ છે. આત્મસિદ્ધિ શાસ્ત્રનું પ્રયોજન આત્માની અનુભૂતિ કરવી – આત્માની સિદ્ધિ કરવી તે છે. પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્ર આમાં તત્ત્વજ્ઞાનના પાયારૂપ આત્માના છ પદોને ગુરુ-શિષ્ય સંવાદરૂપે યથાર્થપણે સમજાવ્યા છે. તેથી જીવની મિથ્યાષ્ટિ ટળી જાય છે ને સમ્યગૃષ્ટિ થાય છે. પરિણામે જીવ સંસારના સર્વ દુઃખોનો નાશ કરી પૂર્ણ મોક્ષ પદને પામે છે. એક બાજુ પદ, પૈસો, પદવી અને પ્રતિષ્ઠાના પ્રલોભનભર્યા પ્રદુષિત વાતાવરણમાં આજનો ઐહિક સુખાકાંક્ષી, ઘેલો અને મતલબી માનવી માનવતાથી વિમુખ બની પોતાની વાસનાઓને પરિતુષ્ટ કરવાના મોહમાં ભૌતિક સુખો અને સમૃદ્ધિને જ જીવનનું કેન્દ્ર બનાવી જીવનને વેડફી રહ્યો છે. બીજી બાજુ માત્ર દેવાલયો, વિધિવિધાનો, કર્મકાંડ, પૂજન-અર્ચન, બાહ્યાચાર, કથા-વાર્તા શ્રવણ, બાધા-અંધણી, વરદાન વિગેરેમાં ધર્મ માનતો માનવી શાંતિ, સમતા ને આનંદ પ્રાપ્તિના બદલે ગૂંચવાડામાં અટવાતો જણાય છે. આવા સંજોગોમાં મુમુક્ષુ જીવોના આત્મકલ્યાણ અર્થે આ ગ્રંથરત્ન અત્યંત ઉપયોગી બનશે. આજની આવી વિષમ પરિસ્થિતિમાં તત્ત્વ જિજ્ઞાસુ મુમુક્ષુની આધ્યાત્મિક શંકાઓ, For Personal & Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ મૂંઝવણો અને ભ્રાંતિઓનું પરમકૃપાળુદેવ અને પૂજ્ય ગુરુજી જેવા બે સત્પુરુષોએ સરળ, સચોટ, પ્રતીતિકર અને અપૂર્વ સમાધાન આપ્યું છે, તેથી સુશિષ્ય આત્માના અસ્તિત્વ, નિત્યત્વ, કર્તૃત્વ, ભોસ્તૃત્વ, મોક્ષ અને તેના ઉપાય વિષે નિઃશંક બની, અંતર્મુખ બની, અંતે નિર્વિકલ્પ બની અતીન્દ્રિય સ્વસંવેદના રૂપ આત્માનુભવ કરવા સમર્થ બને એ જ મંગલ કામના. શ્રીમતી ભારતીબેન નિરંજનભાઈ મહેતા દ્વારા ભારે જહેમત ઉઠાવી પૂજ્ય ગુરુજીના પ્રવચનોની શબ્દશઃ હસ્તલિખિત નકલ તૈયાર કરવાના કઠિન કાર્ય પછવાડે અવશ્ય કોઈ દૈવી સંકેત હોવો જોઈએ. અમે ઋણ સ્વીકાર સહ એમનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. એમના દ્વારા સંકલિત “શબ્દાર્થ' અધ્યયન કર્તાને ગાથાઓ સમજવા ઉપયોગી બનશે, એ આશાએ પુસ્તકના અંતે પરિશિષ્ટમાં સમાવેલ છે. આ ગ્રંથ પ્રકાશનના ભગીરથ કાર્યમાં પ્રેમ પરિશ્રમ લઈ વિદ્વતાપૂર્ણ માર્ગદર્શન માટે સાધ્વી મહારાજ સાહેબો પૂ.સાધ્વીજી પ્રિયદર્શનાથીજી મહારાજ, પૂ.સાધ્વીજી ગુણધર્માશ્રીજી મહારાજ અને પૂ.સાધ્વીજી દિવ્યદર્શિતાશ્રીજી મહારાજને અમે સવિનય વંદન કરીએ છીએ. એમના દ્વારા લખાણોની ઝીણવટભરી ચકાસણી, ભાષાવિષયક સૂચનો અને કૌશલ્યપૂર્ણ સંશુદ્ધિ વિના આ પ્રકાશન અસંભવિત હતું. અમે ઋણસ્વીકાર સહ સર્વે પૂજ્ય સાધ્વીજી મહારાજોનો હૃદયપૂર્વક સહર્ષ આભાર માનીએ છીએ. શ્રીમદ્ રાજચંદ્રજીના સાહિત્ય વિશે અને તેમાં પણ “આત્મસિદ્ધિ શાસ્ત્ર' જેવી ગહન આધ્યાત્મિક કૃતિ વિશે મુંબઈ યુનિવર્સિટીમાં વિદ્વદભોગ્ય શોધનિબંધ રજૂ કરી પી.એચ.ડી.થી સન્માનિત થનાર અસાધારણ તેજસ્વી અને પ્રતિભાસંપન્ન તત્ત્વચિંતક આત્માર્થી અને પૂ.ગુરુજીના પરમપ્રેમી પૂજ્ય રાકેશભાઈ ઝવેરી –“બાપાજી” દ્વારા પ્રાપ્ત પ્રસ્તાવના આ ગ્રંથનું ગૌરવ વધારે છે. શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, ધરમપુરમાં આરાધ્ય ગુરુદેવનું ગૌરવવંતુ સ્થાન સૌના હૃદયમાં ધરાવનાર પૂજ્ય રાકેશભાઈ ઝવેરીનો કૃતજ્ઞતાપૂર્વક ઋણસ્વીકાર કરીએ છીએ. સુંદર છાપકામ માટે મુદ્રક શ્રી ધર્મેશભાઈ અને શ્રી અમરભાઈ (શાર્પ ઓફસેટ, રાજકોટ) તથા આ ગ્રંથ પ્રકાશન માટે સ્નેહ સંભાવ અને સહયોગ આપનાર સર્વેનો અમે આભાર માનીએ છીએ. For Personal & Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ આ પરાવાણી-સરવાણીના ઉદ્ગાતા પ.પૂ.ગુરુજીના ચરણકમલમાં દાસાનુદાસ ભાવે કોટિ કોટિ વંદન કરીએ છીએ. આ ૫૨મહિતકારી ગ્રંથનું અધ્યયન, પરિશીલન અને મનન આત્મ જિજ્ઞાસુઓને પરમાર્થ માર્ગે પરમાનંદને પામવા નિમિત્ત બની રહો એ જ મંગલ કામનાઓ સહ, તા. ૬-૭-૨૦૧૨ પ.પૂ.ગુરુજીનો ૮૨ મો શુભ જન્મદિન વીર સંવત-૨૫૩૮, વિક્રમ સંવત ૨૦૬૮ અષાડ વદ ૩, શુક્રવાર સદ્ભુત અભ્યાસ વર્તુળ, સર્વમંગલમ્ આશ્રમ, સાગોડીયા, તા.જી. પાટણ (ઉ.ગુ.) For Personal & Private Use Only 7 Page #9 -------------------------------------------------------------------------- ________________ આમુખ પૂજ્ય શ્રી રાકેશભાઈ પરમ પુરુષ પ્રભુ સરુ, પરમજ્ઞાન સુખધામ; જેણે આપ્યું ભાનનિજ, તેને સદા પ્રણામ.” પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીની અમર કૃતિ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર પર પૂજ્યશ્રી ભાનવિજયજી મહારાજે વહાવેલ વિવેચન-વ્યાખ્યાનોના સંકલનરૂપે “શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા' ગ્રંથ પ્રકાશિત થઈ રહ્યો છે, એને આવકારતાં અત્યંત ધર્મહર્ષ અનુભવાય છે. ગત શતાબ્દીના દિવ્ય યુગાવતાર, સમર્થ જ્યોતિર્ધર અને અનુપમ મંગળમૂર્તિ એવા પરમકૃપાળુદેવની વિરલ અધ્યાત્મપ્રતિભા, વિશિષ્ટ સાધનાબોધ તથા વિપુલ આત્મલક્ષી સાહિત્યના અવલંબને આજે પણ હજારો-લાખો જીવોનું વિધવિધ રીતે કલ્યાણ સધાઈ રહ્યું છે. આ નિષ્કારણ કરુણાસાગરે કરેલ સ્વાનુભૂતિજન્ય શાસનપ્રભાવનાના બળે વિશ્વભરમાં વધુ ને વધુ જીવો ભગવાન મહાવીરસ્વામી પ્રણીત વીતરાગ ધર્મનો મર્મ પામી રહ્યા છે. વિરલ પ્રજ્ઞાતિશય, પ્રતિભાશીલ સર્જનશક્તિ અને ઉત્કૃષ્ટ આત્મદશાના ફળસ્વરૂપે સર્જાયેલું પરમકૃપાળુદેવનું સમસ્ત સાહિત્ય જિજ્ઞાસુ જીવોને આત્મવિકાસના પથ પર દોરવા સમર્થ છે અને તેમાં પણ સર્વોત્કૃષ્ટ સ્થાને બિરાજે છે તેમની અમર કૃતિ - શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર. સકળ મોક્ષમાર્ગનું માત્ર ૧૪૨ ગાથાઓમાં નિદર્શન કરાવનાર આ શાસ્ત્ર પદર્શનનો સાર છે, દ્રવ્યાનુયોગનો નિષ્કર્ષ છે, સાધકનો સમગ્ર સાધનાપંથ પ્રકાશતો મહાન ઉપકારી જ્ઞાનભાનુ છે. શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં હજારો શાસ્ત્રોનો નિચોડ સમાયો છે. એનો પ્રત્યેક શબ્દ પરમ અર્થગંભીર છે, એની પ્રત્યેક પંક્તિમાં પરમાર્થપ્રેરકતા વિલસે છે. એની પ્રત્યેક ગાથાનો બોધ મૌલિક સંયોજનાથી સુશોભિત છે. આવા આશયગંભીર શાસ્ત્રનો યથાર્થ લાભ મેળવવા એના ઊંડા અવગાહનની આવશ્કતા છે. એનો વિષય દાર્શનિક For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ અને તત્ત્વપ્રધાન હોવાથી સરળ સુબોધક વિવેચન વિના એનું હાર્દ પામવું મુશ્કેલ છે. એનાં સાતિશય રહસ્યોના ઉદ્ઘાટન દ્વારા મુમુક્ષુ સમાજને એ વિશેષ ઉપકારક બને તે માટે આજ પર્યત અનેક સંતો, વિચારકો, વિદ્વાનોએ આ પરમપ્રતિભા સંપન્ન ગ્રંથરાજ પ્રત્યે ઉલ્લસિત પ્રેમભક્તિ વહાવી એના વિવેચનનું પુણ્યકાર્ય બનાવ્યું છે. પરમકૃપાળુદેવની આ યુગપ્રવર્તક કૃતિ જનસામાન્ય સુધી પહોંચે, સત્યાન્વેષક જીવોને એના રસાસ્વાદનો લાભ મળે તથા પરમકૃપાળુદેવના ભક્તોની સમજણ વધુ તર્કસંગત, વધુ વિચારપ્રધાન, વધુ શ્રદ્ધાસબળ બને અને એ રીતે સર્વ જીવો નિજ કલ્યાણ સાધે એવા ઉદાત્ત આશયથી સર્વમંગલમ્ આશ્રમ, સાગોડિયાના પ્રણેતા પૂજ્યશ્રી ભાનુવિજયજી મહારાજે મુંબઈમાં શ્રીમદ્ રાજચંદ્ર સત્સંગ મંડળ (સાંતાક્રુઝ-પાર્લાઅંધેરી)ના લાભાર્થે સવા ત્રણ વર્ષ પર્યત શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રનો ગહન, વિશ્લેષણાત્મક, મહિમાસભર, રસમય અર્થપ્રકાશ કરતી હૃદયસ્પર્શી પ્રવચનશ્રેણીનો અનોખો ઉપહાર બક્યો છે. આ પ્રવચન શ્રેણીની અક્ષરદેહે પ્રસ્તુતિ એટલે આ ગ્રંથ “આત્મસિદ્ધિ શાસ્ત્ર પ્રવચનમાળા.” પૂજ્યશ્રી ભાનવિજયજી મહારાજ એટલે ચોપાસ પુલકિત પ્રેમ રેલાવતી પ્રસન્ન મૂર્તિ, કરુણાસભર વાત્સલ્યથી મઘમઘતું સૌમ્ય વ્યક્તિત્વ. લઘુવયથી અંગીકાર કરેલ સંયમપૂર્વક ભક્તિ, જ્ઞાન અને ધ્યાનની સુદીર્ઘ આરાધનાના પરિણામે તેમને વિપુલ વ્યાવહારિક તેમજ પારમાર્થિક ગુણસંપત્તિ સંપ્રાપ્ત થઈ છે. તેમની નિશ્રામાં શિક્ષણ, સેવા, સદાચાર, ચારિત્ર્ય ઘડતર અને આત્મ-આરાધનાની પ્રવૃત્તિઓ પ્રશંસનીય રીતે ચાલી રહી છે. શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર પરનાં અત્રે ગ્રંથબદ્ધ થયેલ તેમનાં વિવેચનાત્મક પ્રવચનોમાં તેમણે પ્રત્યેક ગાથાના અર્થ સરળ કરીને સમજાવ્યા છે, એના પરમાર્થ સંદેશ સચોટપણે સ્પષ્ટ કર્યા છે તથા એમાં નિહિત આત્મલક્ષી પ્રવાહનો સ્તુત્ય શૈલીથી ઉઘાડ કર્યો છે. પરમકૃપાળુદેવની લાક્ષણિક નિરાગ્રહિતા, નિષ્પક્ષપાતતા, નિર્દભતા, નિષ્કામતા અને સૌથી વિશેષ તો સર્વ ધર્મ પ્રત્યેની તેમની સ્વાનુભવમંડિત સમદર્શિતા- આ સઘળાને પૂજ્યશ્રીએ વિવેચન દરમ્યાન સુંદર નિખાર આપ્યો છે. સરળ અને સચોટ ભાષાપ્રયોગ, રોચક પરંતુ ગંભીર શૈલી, લંગ અને દૃષ્ટાંતનો સમુચિત પ્રયોગ, જૈન-જૈનેતર શાસ્ત્રોનાં For Personal & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ 10 સુસંબદ્ધ અવતરણો, શ્રોતાના હૃદય સાથે સીધો સંબંધ જોડવાની કળા - આ અને આવાં અનેક કારણોથી પ્રસ્તુત ગ્રંથ આત્માર્થી જીવોને પરમકૃપાળુદેવ તથા તેઓશ્રીના આત્મહિતકારી બોધ પ્રત્યે ઉલ્લસિત પ્રેમ, શ્રદ્ધા અને અર્પણતા ઉત્પન્ન થવામાં અને એ રીતે ભક્તિવંત બનવામાં ઉત્કૃષ્ટ અવલંબનરૂપ નીવડશે. પરમકૃપાળુદેવ અને તેઓશ્રીની આ અમૃત કૃતિનું અદ્ભુત મહિમાગાન કરતાં પૂજ્યશ્રી કહે છે, “એક વખત આત્મસિદ્ધિ સમજી લીધી હશે તો ચૌદ પૂર્વના દરિયામાં તમે નાનકડી હોડી લઈ તરી શકશો. ચૌદ પૂર્વનો દરિયો તરવા માટે આત્મસિદ્ધિ શાસ્ત્ર મજબૂત નૌકા છે. એવો કોઈ સિદ્ધાંત નથી કે જેની વાત આત્મસિદ્ધિમાં થઈ ન હોય.' (ગાથા-૭૦ નું વિવેચન, પૃષ્ઠ-૧૭૬) આવા અનુપમ શાસ્ત્રના અભુત અર્થ પ્રકાશનાર પ્રસ્તુત ગ્રંથમાં પ્રતિપાદિત થયેલ ભાવોનું સૌ મુમુક્ષુઓ ધોલન કરે, એ ભાવો આત્મામાં વણાઈ જાય એવો પુરુષાર્થ કરી આત્મસિદ્ધિને પામે, આત્માનંદમાં સ્થિત થાય એ જ પરમકૃપાળુદેવના શ્રીચરણોમાં પ્રાર્થના. સપુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો.” ગુરુપૂર્ણિમા, તા.૦૩-૦૭-૨૦૧૨ પૂજ્ય શ્રી રાકેશભાઈ શ્રીમદ્ રાજચંદ્ર મિશન, ધરમપુરના સંસ્થાપક તેમજ પ્રણેતા છે. તેમની નિશ્રામાં આધ્યાત્મિક સાધના સાથે માનવ સેવા, જીવદયા અને શિક્ષણાદિના ઉત્તમ સત્કાર્યો થઈ રહ્યાં છે. તેમને પ્રેમાદરપૂર્વક, ગુરુદેવ” અથવા “બાપા” તરીકે સંબોધવામાં આવે છે. દેશ-વિદેશના આત્માર્થી જીવોને આત્મકલ્યાણનો અનુપમ રાહ ચીંધતા પૂજ્યશ્રીને શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર’ પરના શોધપ્રબંધ અર્થે મુંબઈ યુનિવર્સિટી તરફથી પી.એચ.ડી. ની પદવી એનાયત થઈ છે. For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ થૉતરામ પરમાત્મા For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રનું મંગલ અવતરણ આસો વદ ૧ વિ.સં. ૧૯૫૨ નડિયાદ. For Personal & Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર જન્મ : વવાણીઆ વિ.સં.૧૯૨૪ કારતક સુદ પૂનમ, રવિવાર 9-11-1867 દેહવિલય: રાજકોટ | વિ.સં. ૧૯૫૭ ચૈત્ર વદ-૫, મંગળવાર 9-4-1901 For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ સાદર સમર્પણ પ.પૂ. યોગનિષ્ઠ આચાર્ય શ્રી વિજય કેશરસૂરીશ્વરજી મહારાજ સાહેબ (પ.પૂ. મુનિશ્રી ભાનુવિજયજી મહારાજના પ્રદાદાગુરુદેવશ્રી ) દેહવિલય જન્મ પોષ સુદ પૂનમ, વિ.સં. ૧૯૩૩ ઈ.સ. ૧૮૭૭, પાલીતાણા શ્રાવણ વદ પાંચમ, વિ.સં. ૧૯૮૭ ઈ.સ. ૧૯૩૧, અમદાવાદ For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ ૐ મર્દ નમ: શ્રીમણિ-બુદ્ધિ-મુક્તિ-કમલ-કેશર-ચંદ્ર-પ્રવિચંદ્રસૂરિસદ્ગુરુભ્યો નમ પ.પૂ. યોગનિષ્ઠ આચાર્ય શ્રી વિજય કેશરસૂરીશ્વરજી મહારાજ સાહેબ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીની ૭૧મી પાટે તપાગચ્છમાં શ્રી સંઘસ્થવિર પંન્યાસજી મણિવિજયજી મહારાજ થયા. તેઓશ્રીની ચોથી પાટે (શ્રી મહાવીરસ્વામીની ૭૫મી પાટે) યોગનિષ્ઠ આચાર્યદેવશ્રી વિજય કેશરસૂરીશ્વરજી મહારાજ થયા. પાળીયાદના વતની આ યોગીપુરુષનો જન્મવિ.સં.૧૯૩૩ પોષ સુદ-૧૫ ના રોજ પાલિતાણા મુકામે થયો હતો. ૧૭ વર્ષની ખીલતી વયે વિ. સં. ૧૯૫૦ના માગશર સુદ દશમના વડોદરા મુકામે પૂ.આ.વિ. કમલસૂરીશ્વરજી મ. ના ચરણોમાં જીવન સમર્પિત કરી કેશવજીભાઈમાંથી તેઓશ્રી મુનિશ્રી કેશરવિજયજી મહારાજ બન્યા. - પૂજ્યશ્રીએ ગુરુચરણોમાં રહી જૈનદર્શનનો ગહન અભ્યાસ કર્યો, યોગધ્યાનના માર્ગે આગળ ડગ ભરવાનિયમિત રીતે સતત નવ કલાક ધ્યાન કરતાં, એકાંત સ્થળે તથા તળાજા, તારંગા, આદિની ગુફાઓમાં બેસી યોગ તથા ધ્યાનની સાધના તરફ સ્વચેતના વાળી. પરિણામે જીવનમાં સમ્યમ્ અધ્યાત્મજ્ઞાનની વૃદ્ધિ થઈ. એકાંત, મૌન અને અસંગના ચાહક ગુરુદેવનું હૈયું નિષ્કારણ અને નિષ્કામ કરુણાથી છલકતું હતું. ગુરુદેવે અનેક રાજાઓ અને રાજપૂતોને અભક્ષ્ય ભક્ષણ અને વ્યસનોથી મુક્ત કરી અહિંસક બનાવ્યા તથા કસાઈ, મોચી, ઘાંચી આદિ અનેક કોમની વ્યક્તિઓના જીવનમાં આમૂલ પરિવર્તન આપ્યું. સામાન્ય જનસમૂહ સમજી શકે એવી સરળ ભાષામાં, પ્રારંભથી માંડીને અધ્યાત્મના સર્વોચ્ચ વિકાસમાં સહાયક ૧૮ આધ્યાત્મિક ગ્રંથોની રચના કરી જગતને અદ્ભુત તત્ત્વજ્ઞાન પીરસ્યું, જે આજે પણ અનેક આત્માઓનું તારણહાર બની જગતમાં તેઓશ્રીના શબ્દદેહે જયવંત વર્તે છે. ગુરુદેવશ્રીનું છેલ્લું ચાતુર્માસ અમદાવાદ વાઘણપોળ, ઉજમફઈની ધર્મશાળામાં થયું. વિક્રમ સંવત ૧૯૮૭ શ્રાવણ વદ-૫ ના સૌની સાથે ક્ષમાપના કરી સમાધિપૂર્વક સાંજે ૬ ક. ૪૫ મિ. એ અમર આત્મા પદ્માસનમાં જ દેહપિંજર છોડીને ચાલ્યો ગયો. પૂ.ગુરુદેવશ્રી દ્વારા આલેખિત પુસ્તકો, પાલિતાણાગિરિવિહારમાંથી પ્રાપ્ત થઈ શકે છે. આધ્યાત્મિક માર્ગની રુચિવાળા જીવો તે પ્રાપ્ત કરી, વાંચીને આત્મશ્રેયને સાધે, એ મંગલ ભાવના. યોગ દિવાકર પ.પૂ. આચાર્ય શ્રીમદ્ વિજય કેશરસૂરીશ્વરજી મ.સા. રચિત તત્ત્વજ્ઞાન સભર પુસ્તકોની યાદી.. ૧. નીતિમય જીવન ૨. ગૃહસ્થ ધર્મ ૩. સમ્યગ્દર્શન ૪. શાંતિનો માર્ગ ૫. આત્મ વિશુદ્ધિ ૬. ધ્યાન દીપિકા ૭. આત્મજ્ઞાન પ્રવેશિકા ૮. નીતિવિચાર રત્નમાળા ૯. ધર્મોપદેશ તત્ત્વજ્ઞાન ૧૦. મહાવીર તત્ત્વ પ્રકાશ ૧૧. શ્રી યોગશાસ્ત્ર ભાષાંતર ૧૨. પ્રભુના પંથે જ્ઞાનનો પ્રકાશ ૧૩. શ્રી આનંદ અને પ્રભુ મહાવીર ૧૪. શ્રી પ્રબોધ ચિંતામણિ ૧૫. શ્રી દશવૈકાલિક સૂત્ર ભાષાંતર ૧૬. આત્માનો વિકાસક્રમ અને મહામોહનો પરાજય ૧૭. શ્રી મહાબલ મલયાસુંદરી ચરિત્ર ભાષાંતર ૧૮. શ્રી સુદર્શના ચરિત્રયાને સમળી વિહાર ભાષાંતર For Personal & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ પ.પૂ. ગુરુજી મુનિશ્રી ભાનુવિજયજી મહારાજ સાહેબ સર્વમંગલમ્ આશ્રમ, ગામ : સાગોડીયા, જી. પાટણ For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ 11 હિ? સંતો વિ૬ કઈ દિશા? સંત એ જ દિશા - મહાભારત પ.પૂ. ગુરુજી મુનિશ્રી ભાનુવિજયજી મહારાજ પ.પૂ. મુનિશ્રી ભાનવિજયજી મહારાજ “સમન્વ યોગ વ્યતે” સાધનાપથ સમજાવતા સર્વમંગલમ્ આશ્રમ સાગોડીયા અને ‘તમસો મા જ્યોતિમય’ - અંધકારમાંથી અસ્તિત્વનો પ્રકાશ પામવા સર્વમંગલમ્ પરિવાર આશ્રમ પાટણના અધિષ્ઠાતા છે. ૬ જુલાઈ ૧૯૩૧ પૂનામાં જૈન કુળમાં જન્મ, ૧૨ વર્ષની નાની વયે પોતાના માતા-પિતા સાથે દીક્ષા ગ્રહણ, ૧૭ વર્ષની ઉંમરે મુંબઈમાં જાહેર ધાર્મિક મનનીય પ્રવચનો દ્વારા અધ્યાત્મ ગગનમાં બાલમુનિ તરીકે ઊંચી ઉડાન, સર્વ ધર્મો અને સશાસ્ત્રોના અભ્યાસ અને આરાધના થકી સાધકને સાંકડા કૂંડાળામાંથી બહાર આણી, સઘળે વિલસી રહેલ એક પરમ તત્ત્વની અર્થાત્ સત્યની ઝાંખી કરાવવા જ માર્ગદર્શન અને સાધના માટે મુનિશ્રી કાર્યરત છે. જૈન આદર્શને અનુરૂપ જીવન જીવતાં અને માનવસેવાને જ માધવસેવા માની સર્વનું મંગલ થાઓ, સર્વ સ્વસ્થ રહો, સર્વ સુખી થાઓ', એવી શુભ કરુણાસભર ભાવનાને સાકાર કરવા લોકહિતાર્થે જનકલ્યાણની વિવિધ સમ્પ્રવૃતિઓ પૂ.મુનિશ્રીની નિશ્રામાં સાગોડીયા અને પાટણ આશ્રમોમાં ચાલે છે. તેમની જ્ઞાનગરિમા, ભાષાધિકાર અને અધ્યાત્મની સત્યશોધક નવનીત પીરસતી અમૃત વાણીથી પ્રભાવિત ધર્મપ્રેમી જનતાએ શ્રદ્ધા, આદર અને પ્રેમથી મુનિશ્રીને “ગુરુજી' તરીકે હૃદયમાં પ્રસ્થાપિત કરેલ છે. પૂ.ગુરુજીની અમૃત વાણીમાં વેદોની વાણી, ઉપનિષદોનો ઉદ્ઘોષ અને ઓમકારનો નાદ છે, આગમોનું અમૃત, વીતરાગ પરમાત્માના વચનામૃતો, સંયમનો સાર અને જીવનની ચેતના છે. ઋષિતુલ્ય, સૌમ્ય, સર્વતોમુખી જ્ઞાનમૂર્તિ પૂ.ગુરુજીએ પોતાને પ્રાપ્ત જ્ઞાન અને સ્વાનુભવને સમાજના એક વર્ગ પૂરતો મર્યાદિત ન રાખતાં સર્વના આત્મકલ્યાણ અર્થે સર્વ ધર્મ સમભાવ અને સભાવના પાયા ઉપર ઈ.સ.૧૯૬ માં સર્વમંગલમ્ આશ્રમ સાગોડીયાની સ્થાપના કરી. એમની ઉદ્ઘોષણા છે : “ધર્મ એક છે. ધર્મ સનાતન છે. For Personal & Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ ધર્મ એ પરબ્રહ્મ પ્રાપ્તિનો એક માર્ગ છે. રસ્તા અનેક હોય પણ છેવટનું વિશ્રામ સ્થાન તો એક જ છે, માટે ધર્મને સંપ્રદાયના વાડામાં કેદ ન કરો. ધર્મને નામે કદી પણ ઝઘડો ન કરો. જ્યાં ઝઘડો છે ત્યાં ધર્મ નથી જ.” પૂ.ગુરુજીની પ્રેરણાથી અથાક પરિશ્રમ અને અખૂટ ધીરજપૂર્વક સાગોડીયાની ખારીપાટ ૬૮ એકર જમીન ઉપર વિવિધ વૈજ્ઞાનિક પ્રયોગો દ્વારા જમીન સુધારણા થઈ, સર્વમંગલમ્ આશ્રમ, સાગોડીયાને નયનરમ્ય ચિત્તઆકર્ષક નૈસર્ગિક સુંદરવનમાં રૂપાંતરિત કરેલ છે. મનના કોલાહલને શાંત કરી, ભીતરના આંદોલનને ઝંકૃત કરી, આત્મખોજ અર્થે સાધક અહીં પ્રગાઢ શાંતિ અને અલૌકિક આનંદનો અનુભવ કરે છે. ચમત્કાર અને દુન્યવી લાલચથી પોતાની પાસે આવવાનું અનુમોદન ન આપતાં પૂ.ગુરુજી હંમેશા આગંતુકને સમજાવતા હોય છે કે એક ખૂણે બેઠા બેઠા માણસના જીવનમાંથી રાગ, દ્વેષ, કષાયને ઓછા કરવાનો અમારો પ્રયત્ન છે. અમારે માણસને નરમાંથી નારાયણ કરવો છે. આ અમારું ધ્યેય છે અને એ માટે અમારા પ્રયત્નો છે. પ.પૂ. ગુરુજી મુનિશ્રી ભાનુવિજયજી મહારાજ સાહેબની નિશ્રામાં અહીં આશ્રમમાં શિક્ષણ, સેવા તથા આત્મઆરાધનાની પ્રવૃત્તિઓ સુંદર રીતે ચાલી રહી છે. સદાચાર, ચારિત્ર્ય ઘડતર માટે જીવન જ્યોતિ જ્ઞાનમંદિર (બુનિયાદી માધ્યમિક શાળા) અને જીવન જાગૃતિ સંસ્કાર મંદિર (ગુરુકુળ-છાત્રાલયોમાં વિદ્યાર્થીઓનો સર્વાગી અને સંતુલિત વિકાસ થઈ રહ્યો છે. કોમ્યુટર સેન્ટર, પુસ્તકાલયની સગવડો સાથે શાળામાં સંસ્કાર સિંચન સહ સાચી કેળવણી માટે પૂ.ગુરુજી પ્રયત્નશીલ રહે છે. આશ્રમમાં અનેક સેવાકીય પ્રવૃત્તિઓ પૂ.ગુરુજીના વડપણ હેઠળ સંતોષજનક ચાલે છે. આરોગ્ય સેવા માટે શ્રી એમ. વસા પરિવાર મોબાઈલ મેડીકલ વાન અને સ્થાનિક મેડીકલ ડીસ્પેન્સરી, મધ્યમ વર્ગ અને નિરાધારોને સહાય કરવા હરિઓમ્ સહાય યોજના, મંદબુદ્ધિ અપંગ સહાય યોજના, તેજસ્વી વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિઓ, વિધવાઓ માટે સહાય યોજનાઓ, દુષ્કાળ-અતિવૃષ્ટિ-ભૂકંપ વખતે વિવિધ રાહતકાર્યો પૂગુરુજીની રાહબરી હેઠળ નિયમિત ચાલતાં હોય છે. અહિંસા પ્રેમી પૂ.ગુરુજીની જીવમાત્રનું કલ્યાણ થાય એવી ભાવકરુણાને મૂર્તિમંત કરવા કુમુદ ગૌશાળામાં ગાયોની સેવા શુશ્રુષા અર્થે સુંદર વ્યવસ્થાનું આયોજન થયું છે. સૌંદર્યસભર નૈસર્ગિક કુમુદ ગૌશાળા મધ્યે બંસરીવાદક ભગવાન કૃષ્ણની પ્રતિમા અને સમગ્ર ગૌશાળા સંકુલ મન અને ચિત્તને શાંતિ તથા આનંદ આપે છે. પુષ્પને કહેવું નથી પડતું કે મારામાં સુગંધ છે, તેમ સેવા, સ્વાધ્યાય, સુમિરનથી For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ સ્વરૂપ- સ્થિરતાની સાધનાની અધ્યાત્મ પ્રવૃત્તિઓ અને આત્મબોધદાયક પૂ.ગુરુજીની અમૃતવાણીની સૌરભ ડીસા, પાલનપુર, મહેસાણા, ખેરવા, અમદાવાદ, કોબા, મોરબી, રાજકોટ, વવાણીયા સુધી સીમિત ન રહેતાં મુંબઈ, મધ્યપ્રદેશ, બેંગ્લોર અને અમેરિકા સુધી પ્રસરી છે. પૂ.ગુરુજીના સાંનિધ્યમાં અધ્યાત્મ જીવનનું સર્વોત્તમ શિખર સ્વરૂપ રમણતા સિદ્ધ કરવા સર્વમંગલમ્ આશ્રમ, સાગોડીયા આદર્શ આધ્યાત્મિક સંકુલ અને દિવ્ય તીર્થધામ છે. પ્રભુભક્તિ, સ્વાધ્યાય, ધ્યાન વગેરે સાધના દ્વારા જીવનની શાંતિ અને પરમાર્થનો માર્ગ પામવા વાનપ્રસ્થો માટે સુવિધાજનક વાનપ્રસ્થ આરાધના કેન્દ્ર છે. આત્માર્થી સાધકો માટે સાધક કુટિર, કેશર ધ્યાન કક્ષ - પાંચ કુટિરો, ભગવાન પાર્શ્વનાથનું મંદિર છે. અતિથિઓ માટે આધુનિક સગવડો ધરાવતું અતિથિગૃહ છે. અધ્યયન માટે લાયબ્રેરી, ઓડિયો-વિઝયુઅલ માટે ઓડીટોરિયમ અને સુંદર ભોજનાલયની સગવડ આ પવિત્ર પરિસરમાં આવેલી છે. શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક ધ્યાન કેન્દ્રમાં પૂ.ગુરુજી આત્મબોધ આપી વીતરાગતાને વરવા જ્ઞાન, ધ્યાન અને વૈરાગ્યનું અમૃત પીરસે છે. પ.પૂ. ગુરુજીને સાંભળવા એ સ્વયં એક મધુરતમ ધ્યાન છે. દર રવિવારે અને સમયાંતરે નિયમિત આયોજાતી ધ્યાન શિબિરોમાં એમની નિશ્રામાં ધ્યાનની ભૂમિ ઉપર પ્રેમના પુષ્પો પાંગરી જીવન ઉત્સવ બને છે. જીવનમાં જ્ઞાન પ્રકાશનાં અજવાળાં પાથરી સાધક પૂ.ગુરુજીના સાંનિધ્યમાં પરમતત્ત્વની ઓળખાણ દ્વારા પરમ સમીપે જવા ધ્યાન સાધના કરે છે. પૂ.ગુરુજીની પ્રેરણાથી આશ્રમની પવિત્ર ચેતનવંતી ભૂમિમાં એકાંત, અસંગ, મૌનસ્થ દશામાં સ્વાધ્યાય, શાસ્ત્ર અધ્યયન, ભક્તિ, ધ્યાન સાધના અર્થે સાધુ-સંતો અને આત્માર્થી મુમુક્ષુ જીવો આત્મોન્નતિ કરી શકે તે હેતુથી સગવડો આપતા આદર્શ આત્મ આરાધના કેન્દ્રની શરૂઆત અધ્યાત્મ જગતની નોંધપાત્ર ઘટના છે. દરેક તત્ત્વજ્ઞાની અંતે તો એક “સત્” તત્ત્વની જ ખોજ કરે છે. સર્વદર્શન સભાવ અને અન્ય મત પ્રત્યે ઉદાર, અનેકાંતદષ્ટિ ધરાવનાર પૂ.ગુરુજીએ આત્માર્થી જીવ ભારતીય તત્ત્વજ્ઞાનની પ્રદર્શન વિચારધારાને જાણી અને સમજી શકે એ ઉદ્દેશ્યથી આશ્રમમાં વીતરાગ વિજ્ઞાન કેન્દ્રની સ્થાપના કરેલ છે. જેમાં વીતરાગ દર્શનની દૃષ્ટિએ ધર્મ, કર્મ, તત્ત્વદર્શન, મોક્ષમાર્ગ, જીવના ક્રમિક વિકાસના ૧૪ ગુણસ્થાન, અનેકાંતવાદ, બાર અનુપ્રેક્ષા, યોગ, ધ્યાન, વીતરાગ વિજ્ઞાનની માહિતીસભર સંક્ષિપ્ત For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ પ્લેટોને પ્રથમ ખંડમાં દર્શાવવામાં આવી છે. બીજા ખંડમાં સસાધના દ્વારા આત્માર્થી સાધક આત્મજ્ઞાન અને આત્મશાંતિ પામે એ હેતુસર પરમતત્ત્વવેતા, અધ્યાત્મયોગી, જ્ઞાનાવતાર શ્રીમદ્ રાજચંદ્રજીના જીવન દર્શનને આલેખેલ છે. અને ત્રીજા ખંડમાં વેદ ઉપર આધારિત ન્યાય-વૈશેષિક, સાંખ્યયોગ, પૂર્વ મિમાંસા-ઉત્તર મિમાંસા (વેદાંત) દર્શનો અને વેદ ઉપર આધારિત ન હોય તેવા ચાર્વાક, જૈન અને બૌદ્ધ દર્શનો ઉપરની વિચારણા તથા ભારતના મહાન સંતો દાર્શનિકોના જીવનચરિત્ર વિશે સંક્ષિપ્તમાં માહિતી આપવામાં આવેલ છે. પ.પૂ. ગુરુજી દ્વારા ૧૯૬૮ માં સ્થપાયેલ સર્વમંગલમ્ પરિવાર આશ્રમ પાટણમાં પૂ.ગુરુજીના આધ્યાત્મિક પ્રવચનો, ચાતુર્માસ દરમ્યાન જ્ઞાન યજ્ઞો, સંતો-વિદ્વાનોના પ્રવચનોનું આયોજન થાય છે. અને સાધકને આત્મકલ્યાણ અર્થે પ્રેરણા, માર્ગદર્શન અને આત્મબોધ મળે છે. ૩૪ ચાતુર્માસ પ્રવચનમાળાઓ થઈ. ૩૬ પુસ્તકોનું પ્રકાશન અને દર ત્રણ મહિને આશ્રમનું મુખપત્ર “પરમ તત્ત્વ'નું પ્રકાશન ધર્મપ્રેમી જનતાને અધ્યાત્મના પીયૂષ પીવડાવે છે. પૂ.ગુરુજીની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ સમ્ય જ્ઞાન પ્રસારણ યોજના, સદ્ભુત અભ્યાસ વર્તુળ અને શ્રી ગુરુવાણી, આધ્યાત્મિક પુસ્તકોનું પ્રકાશન અને ઓડિયો-વિડીયો સી.ડી. તૈયાર કરે છે. પૂ.ગુરુજીમાં સાધુની સાધુતા ને સંતનું સંતત્વ છે. તેઓ સમાધિના સુંદરેશ્વર છે, મૌનના મુનિ, યોગના યોગેશ્વર, પ્રેમનું પૂર્ણ સ્વરૂપ અને સત્યનું સત્ત્વ છે. તેઓ કૃપાના સાગર, જ્ઞાનની સરસ્વતી, ભક્તિની યમુના અને અધ્યાત્મની ગંગા છે. પ.પૂ.ગુરુજીની દિવ્યસાધનાથી પવિત્ર બનેલી આ તપોભૂમિ સાધકોની શ્રદ્ધાનું કેન્દ્ર તથા માનવીય ગરિમાનું ક્ષેત્ર છે. અધ્યાત્મનું અરણ્ય અને અમૃતનું સરોવર છે. આત્મજ્ઞાનરૂપ દિવ્ય જ્યોતિના ઝળહળતા પ્રકાશથી સનાતન મોક્ષમાર્ગ અને વીતરાગતાને ઉદ્યોત કરનાર પૂ.ગુરુજી મુનિશ્રી ભાનવિજયજી મહારાજ સાહેબ માનવતાના મસીહા છે, એવા પ્રેમસ્વરૂપ, કરુણામૂર્તિ પ.પૂ. ગુરુજીને કોટિ કોટિ પ્રણામ. ડૉ. એસ.ટી. કોટક (ડીસા) For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ પુરોવચન પૂ. સાધ્વીજી શ્રી પ્રિયદર્શનાશ્રીજી મહારાજ ૐ મર્દ નમ: શ્રીમણિ-બુદ્ધિ-મુક્તિ-કમલ-કેશર-ચંદ્ર-પ્રવિચંદ્રસૂરિ ગુરુભ્યો નમઃ પરમતારક દેવાધિદેવ વીતરાગ પરમાત્મા શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુ તથા પરાર્થરસિક, કરુણાસિંધુ પ.પૂ.ગુરુજીની પરમ કૃપાથી આ આત્મસિદ્ધિ શાસ્ત્ર પ્રવચનમાળા ભાગ ૨ તૈયાર થયો છે. તેમાં શિષ્યના પાંચ પદો વિષયક પ્રશ્નો ને સદ્ગુરુના સમાધાનરૂપ ગાથા ૪૩ થી ૯૧ લીધી છે. આના વિવેચનમાં પૂ.ગુરુજીએ ગૂઢ રહસ્યો ખોલ્યા છે. ગંભીર તત્ત્વોની સરળ ભાષામાં અદ્ભુત છણાવટ કરી છે. પારમાર્થિક ષડ્રદર્શન વિષયક ગહન વિચારણા પણ આમાં છે. ગાથાઓ ઉપરથી આપણી દૃષ્ટિથી નહીં જણાતા પણ આત્મ અનુભવ માટે પરમ સહાયક ભાવોને ગુરુજીએ વિશદ, સરળ ને લોકભોગ્ય શૈલીમાં પુનઃ પુનઃ ઘુંટાવીને શીરાની જેમ ગળે સડસડાટ ઉતારી શકીએ તે રીતે વિવેચન કરીને મુમુક્ષુ વર્ગ ઉપર જે ઉપકાર કર્યો છે તે ભાષામાં વ્યક્ત થઈ શકે તેમ નથી. સ્થૂલદૃષ્ટિથી અગમ્ય કેટલાય અદ્ભુત રહસ્યો, ગહન તત્ત્વો અને નિજ અધ્યાત્મસૃષ્ટિ ઉપર અનાદિ કાળથી લાગેલા લોખંડી ખંભાતી મજબૂત તાળાને ખોલવા માટે સાધનાની ગૂઢ ચાવીઓ જે તદ્દન સરળ રોચક ભાષામાં બતાવી છે, તેનું સંક્ષેપમાં અવગાહન કરીએ. | સર શાસ્ત્રોના અતલ ઊંડાણમાં ડૂબકી મારીએ છીએ ત્યારે અહંકાર લઈને બહાર આવીએ છીએ, પરંતુ અનુભવમાં જ્યારે ડૂબકી મારીએ છીએ ત્યારે એ અહંકાર ઓગળી જાય છે. તત્ત્વચિંતનના ઊંડાણમાં જઈને અને દર્શન મોહનીયના દલિકોને ચિંતનની ઘંટીમાં દળીને તેને ખતમ કરી નાખો અને પછી સમાધિમાં જે અનુભવ થાય તે સાચો અનુભવ. આધ્યાત્મિક સાધના જેને કરવી છે તેણે અંતઃકરણની, મનની, ચિત્તની શુદ્ધિ અને અતીન્દ્રિય તત્ત્વનો યથાર્થ નિર્ણય કરવો પડે. & જગતમાં બે સત્તા છે (૧) ભૌતિક સત્તા, તેને જાણવાનું સાધન છે જ્ઞાન. For Personal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ 22 (૨) આધ્યાત્મિક સત્તા, તેને જાણવાનું સાધન છે ધ્યાન. ક્રોધ, માન, માયા, લોભ, કે રાગદ્વેષ મારા નથી. હું અંદર ભળું છું, તેમને મારા માનું છું એટલે બંધાઉં છું. પરમાર્થની સાધનામાં બાધક તત્ત્વ મિથ્યાત્વ એટલે કે ભ્રાંતિ, વિપરીત માન્યતા એટલે કે વિપરીત સમજણ છે. જે તત્ત્વનો નિર્ણય કરવો છે તે આત્મા તમે પોતે છો. એ અંદર બીરાજમાન છે, પ્રગટ છે. પરંતુ એ આત્મામાં મિથ્યાત્વનો એવો વિકૃત રસ ઉત્પન્ન થાય છે, તેથી તે જ આત્મા પોતાને જાણવાનો ઈન્કાર કરે છે, અસ્તિત્વનો વિરોધ કરે છે, પણ તેનાથી અસ્તિત્વ મટી જતું નથી, પણ ઈન્કાર કરવાથી સાધકની સાધના ચાલુ થઈ શકતી નથી. જડ પદાર્થ જડ છે. તેમાં રાગ, દ્વેષ આદિ કોઈ ભાવ નથી પણ જડના નિમિત્તે રાગ દ્વેષ આદિ ભાવ કરીને કર્મનું કારખાનુ આપણે ચાલુ કરીએ છીએ. “રાગ ને રીસા, દોય ખવીસા, એ હૈ દુઃખકા દિશા.” રાગ અને દ્વેષ જો થાય તો કર્મનો બંધ થાય છે. આનંદનું ઝરણું આત્મામાંથી વહે છે, તે આનંદ મેળવવો હશે તો આત્મા પાસે જવું પડશે. આત્મા પાસે જવાની પ્રક્રિયાનો પ્રારંભ તેને કહેવાય છે ધર્મ, ધ્યાન, સાધના. આપણી પાસે અનંતજ્ઞાન છે, પણ જ્ઞાન પરને જાણવામાં રોકાયેલું છે. તેથી આત્માને જાણવાનો અવકાશ જ રહેતો નથી, માટે જ્ઞાની કહે છે કે તું પાછો વળ, પરપદાર્થોમાં તું અટવાઈશ નહીં. પરપદાર્થમાં જ્ઞાનને રોકવું તે અજ્ઞાન અને પરપદાર્થોમાંથી જ્ઞાનને પાછું વાળી સ્વરૂપને જાણવામાં રોકવું તેનું નામ સાધના, ધ્યાન. ક્રોધ, અહંકાર, ઈર્ષા આદિ કોઈ પણ નબળા સંસ્કાર પ્રગાઢ ન પાડશો. ડૉક્ટર વિઝીટે જાય ત્યારે બેગ સાથે રાખતા હોય છે તેમ આપણે પણ સંસ્કારોની પેટી સાથે લઈને જઈએ છીએ. જ્યારે સાધના કરવી હશે ત્યારે એ સંસ્કારો નડશે. તેનો ક્ષય કરતાં નાકે દમ આવી જશે. આયુષ્યકર્મ એટલું બધું અદેખું-ઈર્ષ્યાળુ છે કે ભાડાચિઠ્ઠીની જેમ મુદત પૂરી થયા પછી આંખના પલકારા જેટલો સમય આ શરીરમાં તમને રાખશે નહીં. બાંધેલા For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ 23 કર્મો ભોગવવા બીજા દેહમાં જાવ. પ્રેરણા આપવી તે કર્મોને પ્રવેશનો પાસ આપવા બરાબર છે, પ્રેરણા આપવી તેનું નામ ભાવ કરવો. રાગ કરવો તે પ્રેરણા, દ્વેષ કરવો તે પ્રેરણા. ક્રોધ, અહંકાર કરવો, ઈર્ષાની વૃત્તિ ઊઠવી તે પ્રેરણા છે, હિંસા કરવી, અસત્ય બોલવું તે પ્રેરણા કરવા બરાબર છે. પ્રેરણા આપવાનું બંધ કરો તો સાહેબ ! કોઈ સાધના કરવી નહીં પડે. પ્રેરણા નહીં આપો તો તમને કર્મો નહીં બંધાય. કર્મો જો ન બંધાય તો કર્મોનો નિકાલ કરવા માટે જે કંઈ પણ વ્યવસ્થા, મથામણ કરવી પડે છે તે ન કરવી પડે. ભાઈ ! કર્મો કરવામાં, વિભાવ કરાવમાં તારી શક્તિ તું વાપરે છે. રાગ-દ્વેષ કરવામાં, ક્રોધ કરવામાં શક્તિ જોઈએ ને ? વિભાવમાં શક્તિ વાપરવા કરતાં તારી શક્તિ સ્વભાવમાં ઠરવામાં વાપરને ! નિજ ભાન કરીને પોતાની શક્તિ પોતાના સ્વરૂપમાં ઠરવામાં વાપરવી તેનું નામ મોક્ષનો માર્ગ. નિજ ભાન અને નિજમાં ઠરવું તે મોક્ષની ચાવી છે. જીવમાં બે ધારા ચાલે છે (૧) ચૈતન્યભાવની – સ્વભાવની ધારા (૨) વિભાવની - પરભાવની – કર્મની ધારા. આ બંને ધારાઓનો કર્તા આત્મા છે. આત્મા સ્વભાવનો પણ કર્યા છે ને વિભાવનો પણ કર્યા છે. વિભાવના કર્તા મટી સ્વભાવના કર્તા બનવું એનું નામ સાધના. આત્મામાં અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર, અનંત આનંદ અને અનંત વીર્યનો ખજાનો પડ્યો છે. એ ખજાનાને જાણવો તેનું નામ સમ્યજ્ઞાન, એ ખજાનો મારો છે એવી પ્રતીતિ થવી તેનું નામ સમ્યગ્દર્શન અને એ ખજાનો મેળવવા માટે મથામણ ચાલુ કરવી – પુરુષાર્થ કરવો તેનું નામ સમ્યફ ચારિત્ર. પોતાના ભાનમાં હોય તો સ્વભાવનો કર્તા બને છે. પોતાના ભાનમાં ના હોય તો વિભાવનો કર્તા બને છે. પુદ્ગલને નિમિત્ત બનાવીને આત્મા વિભાવ કરે છે. & “સર્વ જીવ છે સિદ્ધ સમ' આ આધ્યાત્મિક સામ્યવાદ છે. & હે જીવ! તું વિરામ પામ, વિરામ પામ. બાહ્ય પ્રવૃત્તિઓથી, સંસારથી, ભોગોથી, વિકારોથી, વાસનાઓથી, વૃત્તિઓથી, બિનજરૂરી પંચાતથી વિરામ પામ. સમજીને ૧૬ For Personal & Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ 24 તું વિરામ નહિ પામે તો મૃત્યુનો ક્રૂર કાયદો તારા ઉપર કામ કરશે. મોક્ષ આત્મજ્ઞાનથી પ્રાપ્ત થાય. આત્મજ્ઞાન માટે આત્માનું શ્રવણ, મનન, નિદિધ્યાસન આ ત્રણ પ્રવૃત્તિ કરવી પડે, તે માટે નિર્મળ અંતઃકરણ જોઈએ. અંતઃકરણને નિર્મળ કરવા માટે નિષ્કામ ભાવે શુભ કર્મો કરવાં જોઈએ. જગતના પદાર્થો જાણવામાં આપણું જ્ઞાન રોકાયેલું છે, રોકાયેલા જ્ઞાનને ત્યાંથી પાછું વાળીને જાણનાર આત્મામાં જ્ઞાનને ઠેરવવું એવી જે પ્રવૃત્તિ છે તેને કહેવાય છે પારમાર્થિક નિવૃત્તિ. * મોક્ષ એક એવી અવસ્થા છે કે જ્યાં તમે છો, પણ પ્રવૃત્તિ નથી. પુણ્ય-પાપ, શુભ અશુભ નથી. તમે છો, પરમ આનંદ ને પરમ શાંતિ છે. જ્યાં સુધી જીવને સંસારના પદાર્થો માટે તીવ્ર ઝૂરણા છે ત્યાં સુધી મોક્ષ સ્વભાવ પ્રગટ ન થાય. ર દૃષ્ટિમાં જે મૂંઝવણ પેદા કરે તેનું નામ દર્શન મોહ. ખોટું જે મનાવે તે દર્શન મોહ. અસ્તિત્વનો ઈન્કાર કરે તે દર્શન મોહ. બોધ મળ્યા પછી દર્શનમોહની મંદતા થાય છે. દર્શનમોહનો ઉપશમ, ક્ષયોપશમ કે ક્ષય થાય તો આત્મદર્શન થાય. મુમુક્ષુ આત્માઓ આ ગ્રંથનું ઊંડાણથી અવગાહન કરી, ગ્રંથમાં જણાવેલ તત્ત્વજ્ઞાન અને સાધનાની પ્રક્રિયા દ્વારા સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્યારિટા રૂપી રત્નત્રયીની ઉપાસના કરી, પરમાનંદ પદને પામે એ જ મંગલમય કામના. અમારી મતિમંદતા અને છદ્મસ્થતાના કારણે આ સંકલન કાર્યમાં વીતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ તથા પૂ.ગુરુજીના આશય વિરુદ્ધ જે કાંઈ લખાયું હોય તો મિચ્છામિ દુક્કડ. યોગનિષ્ઠ પૂજ્ય આચાર્યદેવશ્રી વિજય કેશરસૂરીશ્વરજી મહારાજના આજ્ઞાવર્તી પરમયોગિનીપ.પૂ. સાધ્વીજી જ્ઞાનશ્રીજી મહારાજના અંતેવાસી પરમવિદૂષી પ.પૂ. સાધ્વીજી વિનયશ્રીજી મહારાજની ચરણકિંકરી સાધ્વી પ્રિયદર્શનાશ્રી વિ.સં. ૨૦૪૮ અyડ વદ-૩ તા. ૬/૭/૨૦૧૨, શુક્રવાર પૂ.ગુરુજીનો ૮૨ મો જન્મ દિન For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ શંકાઓ શિષ્યની અને સમાધાન સદ્ગુરુ પાસેથી શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર ભાગ-૨ માં ૫.પૂ. ગુરુજીએ ગાથા ક્રમાંક ૪૩ થી ૯૧ ઉપર અત્યંત ગંભીર પ્રવચનો આપ્યાં છે. આ પ્રવચનોમાં શિષ્ય મારફત ષટ્કદ ઉપર થતી શંકાઓ અને તેના સમાધાન સ્વરૂપ સમ્યક્ સમજણ સદ્ગુરુ મારફત સંવાદરૂપે આપેલ છે. આત્મજિજ્ઞાસુ સાધકને આત્મદર્શનની સમસ્યાઓના સમાધાન અર્થે આ ગ્રંથ અત્યંત ઉપયોગી નિવડશે. શિષ્યો દ્વારા પૂછાયેલ પ્રશ્નો નીચે મુજબ છે. પ્રથમ પદ ‘આત્મા છે' વિશે પ્રશ્નો આત્માના અસ્તિત્વને નહીં સ્વીકારનારા એવા ચાર્વાક મતની પ્રચલિત દલીલો, તે દર્શનનું નામ લીધા વિના શિષ્યની શંકારૂપે - જિજ્ઞાસારૂપે જણાવે છે. પ્રશ્ન - ૧ હે ગુરુદેવ નેત્રો દ્વારા આત્મા દૃષ્ટિગોચર થતો નથી તેમજ બાકીની સ્પર્શદિ ઈન્દ્રિયોથી પણ તે અનુભવાતો નથી. આમ આત્માના અસ્તિત્વ સંબંધી કોઈ પ્રમાણ મળતું નહીં હોવાથી આત્મા જેવું કોઈ તત્ત્વ છે જ નહીં. પ્રશ્ન - ૨ દેહ, ઈન્દ્રિયો અને પ્રાણથી ભિન્ન એવા આત્માના હોવાપણાનું કોઈ જુદું એંધાણ, કોઈ જુદું ચિહ્ન દેખાતું નથી. પ્રશ્ન - ૩ ઘટ-પટાદિ અર્થાત્ ઘડો, વસ્ત્ર આદિ તમામ પદાર્થો છે, માટે તે જણાય છે; તેમ આત્મા જેવો કોઈ પદાર્થ હોય તો તે શા માટે જણાતો નથી ? પ્રશ્ન - ૪ આમ જો આત્માનું હોવાપણું જ ન હોય તો બંધ કોને થાય અને મોક્ષ કોનો થાય ? એટલે મોક્ષના ઉપાય કરવા તે ફોકટ છે. For Personal & Private Use Only 25 Page #27 -------------------------------------------------------------------------- ________________ 26 દ્વિતીય પદ “આત્મા નિત્ય છે' વિશે પ્રશ્નો શ્રી ગુરુના નિર્મળ અંતરમાંથી વહેતા વચનામૃતના પવિત્ર ઝરણામાં ડૂબકી મારતાં શિષ્યના અંતરમાં “આત્મા છે જ' એવો સભ્ય નિર્ણય પ્રકાશિત થાય છે. પરંતુ દેહની ઉત્પત્તિ-નાશરૂપ સ્થૂળ ભવપર્યાયની અપેક્ષાએ (ચાર્વાક મતના પ્રભાવથી) અને સમયે સમયે પલટાતી ક્રોધાદિ દશારૂપ સૂક્ષ્મ પર્યાયની અપેક્ષાએ (બૌદ્ધમતના પ્રભાવથી), આત્માનું નિત્યત્વ નહીં સ્વીકારનારા આ બે દર્શનોની પ્રચલિત દલીલો, તે દર્શનનાં નામ લીધા વિના શિષ્યની શંકાઓ જિજ્ઞાસારૂપે અહીં રજૂ કરે છે. પ્રશ્ન - ૧ આત્માના અસ્તિત્વ સંબંધી નિઃશંક થવા છતાં શિષ્યને શંકા થાય છે કે જેમ ઘટ પટ આદિ પદાર્થો અમુક કાળવાર્તા છે, તેમ આત્મા દેહની ઉત્પત્તિ સાથે ઉત્પન્ન થાય છે અને દેહના મૃત્યુ સાથે તેનું પણ મૃત્યુ થાય છે. આમ આત્મા ત્રણે કાળ હોય એવો નિત્ય પદાર્થ નથી. પ્રશ્ન - ૨ વસ્તુ માત્ર ક્ષણિક સ્વભાવી છે, નિત્ય નથી, તેમ દેહના યોગથી આત્મા ઉપજે છે અને દેહના વિયોગથી આત્મા નાશ પામે છે એમ દેહકાળવાર્તાપણાની અપેક્ષાએ આત્મા અનિત્ય છે. તૃતીય પદ “આત્મા કર્મનો કર્તા છે' વિશે પ્રશ્નો પરમકૃપાળુદેવે આત્માના કર્તુત્વને નહીં સ્વીકારનારાં એવા સાંખ્ય, ન્યાય વગેરે વૈદિક દર્શનોની પ્રચલિત દલીલ, તે દર્શનોનાં નામ લીધા વિના શિષ્યની શંકારૂપેજિજ્ઞાસારૂપે મૂકી છે. પ્રશ્ન - ૧ “કર્મનો કર્તા કોણ?' એ પ્રશ્ન ઉપર વિચાર કરતાં શિષ્યને એમ લાગે છે કે કર્મનો કર્તા જીવ ન હોઈ શકે, પણ કર્મ જ તેનો કર્તા હોવો જોઈએ. આત્મા ચેતન અને અરૂપી છે, તો તે જડ અને રૂપી એવા કર્મનો કર્તા કેવી રીતે બની શકે ? જીવને જ કર્મનો કર્તા For Personal & Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ ગણીએ તો કર્મ કરવાં એ જીવનો ધર્મ અર્થાત્ સ્વભાવ ઠરે છે અને સ્વભાવ હોવાથી તેની નિવૃત્તિ ક્યારે પણ સંભવતી નથી. 27 પ્રશ્ન - ૨ નિર્લેપ, રાગ-દ્વેષરહિત શુદ્ધ સ્વભાવી, સદા અસંગ અને નિર્વિકારી આત્મા કર્મ કઈ રીતે કરી શકે ? પરંતુ કર્તા વિના કર્મ હોઈ શકે નહીં તેથી સત્ત્વ-રજસ-તમસ એ ત્રિગુણાત્મક પ્રકૃતિ કર્મનો બંધ કરે છે અથવા તો જીવને કર્મ કરવાની પ્રેરણા ઈશ્વર કરી શકે. આમ કોઈપણ પ્રકારે જીવને કર્મનું કર્તાપણું ઘટતું નથી અને તેથી જીવને કર્મનો બંધ કેમ હોય ? પ્રશ્ન - ૩ કાં તો કર્મનું કર્તાપણું જીવમાં ઘટતું નથી અને કાં તો જીવનો કર્મ કરવાનો સ્વભાવ હોય તો સ્વભાવ મટી શકે જ નહીં. આમ જીવ કર્મનો અકર્તા હોવાથી દોષ રહિત અને અબંધ ઠરે છે તેથી તેના મોક્ષની વાત અસ્થાને છે. ચતુર્થ પદ ‘આત્મા કર્મનો ભોક્તા છે' વિશે પ્રશ્નો શ્રી ગુરુએ આપેલ સમાધાન ઉપર અંતરથી વિચાર કરતાં શિષ્યને શલ્યની જેમ પીડતા વિકલ્પો દૂર થતા જાય છે અને તત્ત્વનિર્ધાર થાય છે. તેમ છતાં અનેક દર્શનોની માન્યતાના પ્રભાવથી તેની મતિ મૂંઝાઈ જતાં તે જીવ કર્મફળનો ભોક્તા ન હોઈ શકે એ પ્રશ્નો પૂછે છે. પ્રશ્ન - ૧ જ્ઞાનશક્તિ વિહોણા કર્મો તો જડ છે તેને ફળ દેવાની કેમ ખબર પડે ? તેથી જીવ કર્મનો ભોક્તા ન હોઈ શકે ? પ્રશ્ન - ૨ ઈશ્વર ફળ આપનાર છે તેમ માનીએ તો જીવને કર્મનો ભોક્તા કહી શકાય. ઈશ્વર એકને શુભ ફળ અને બીજાને શિક્ષા કરવા અશુભ ફળ આપે તો તેને ઈશ્વર કેમ કહેવાય ? ઈશ્વર શુદ્ધ સ્વરૂપી હોવાથી એ વીતરાગ પરમાત્મા અનંત પરદ્રવ્યોની વ્યવસ્થાના પ્રપંચમાં For Personal & Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ 28. પડે નહીં. તેથી જીવ અને કર્મની વચ્ચે વ્યવસ્થાપક તરીકે ઈશ્વરને સ્વીકારવો, તે ન્યાયયુક્ત લાગતું નથી. તો જીવને કર્મનું ભોક્તાપણું ક્યાં રહ્યું? પંચમ પદ “મોક્ષ છે” વિશે પ્રશ્નો જેમ જેમ શિષ્ય શ્રીગુરુનાં વચનામૃત વાગોળતો જાય છે, તેમ તેમ તેની વિવેકશક્તિ વધતી જાય છે અને પરિણામે તેને તત્ત્વનાં ગૂઢ રહસ્યો સમજાતાં જાય છે. પરમકૃપાળુદેવે મોક્ષ પદને નહીં સ્વીકારનાર પૂર્વ મીમાંસા દર્શનની પ્રચલિત દલીલને તે દર્શનનું નામ લીધા વિના શિષ્યની જિજ્ઞાસારૂપે મૂકી છે. પ્રશ્ન - ૧ આત્માનું કર્તૃત્વ અને ભોક્નત્વ દૃઢપણે ભાસે છે; પરંતુ અનંતકાળ વીત્યા છતાં કર્મબંધ થવામાં કારણભૂત એવા રાગ-દ્વેષ આદિ જે દોષો આત્મામાં છે, તે હજુ ટળ્યા ન હોવાથી જીવને કર્મબંધનથી નિવૃત્ત થવારૂપ મોક્ષ હોય એમ ભાસતું નથી. પ્રશ્ન - ૨ જીવ અનંતકાળથી શુભાશુભ પરિણામ કર્યા જ કરે છે. જો તે શુભ કર્મ કરે તો તે દેવાદિ ગતિમાં પુણ્યરૂપ શુભ ફળ ભોગવે છે અને જો અશુભ કર્મ કરે તો તે નરકાદિ ગતિમાં પાપરૂપ અશુભ ફળ ભોગવે છે. ચારે ગતિમાં ફરતો જીવ કમરહિત દેખાતો નથી, તેથી જીવનો સર્વ કર્મના સંગથી રહિત એવો મોક્ષ થવો સંભવિત લાગતો નથી. આ બધા પ્રશ્નોનું વિગતવાર સ્વરૂપ અને શ્રી સદ્ગુરુ પાસેથી સમાધાન મેળવવા આ ગ્રંથનું સાદંત અવગાહન કરવું જ રહ્યું. For Personal & Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનેશ્વર પરમાત્માને નમઃ : સૌજન્ય : શ્રીમતી ભારતીબેન નિરંજન મહેતા (મુંબઈ) - : ત્રણ સ્વીકાર : શ્રીમદ્ રાજચંદ્ર સત્સંગ મંડળ (શ્રી સાંતાક્રુઝ-પાર્લા-અંધેરી) For Personal & Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ 30 જિંદગી અલ્પ છે, અને જંજાળ અનંત છે, સંખ્યાત ધન છે, અને તૃષ્ણા અનંત છે; ત્યાં સ્વરૂપ સ્મૃતિ સંભવે નહી; પણ જ્યાં જંજાળ અલ્પ છે, અને જિંદગી અપ્રમત છે, તેમજ તૃષ્ણા અલ્પ છે, અથવા નથી, અને સર્વ સિદ્ધિ છે, ત્યાં સ્વરૂપસ્મૃતિ પૂર્ણ થવી સંભવે છે. અમૂલ્ય એવું જ્ઞાનજીવન પ્રપંચે આવરેલું વહ્યું જાય છે. ઉદય બળવાન છે ! (શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત પત્ર ક્રમાંક - ૩૧૯) For Personal & Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ 31 ? antonस६ि. For Personal & Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ 32 ॐ मान्य सिद. लेस्ट३५ समस्यादिवा, परम्यो दु:ष भवन સમજવું તે શું • તી યુર્ં જામ હું ૧. वर्तमान भर हाजमा मोक्ष मार्ग कटु खोप दियाश्या भात्मार्थिक लाग्यो भार अगोदर देश क्रिया- १९ दर्श रहना रेडलई शानमा होई, माने मारग मोनो दुईसार उसके लेश 3 जारी किया मां वदिता अंतर भेह बहायी शान मार्ग नीरवता तेोट क्रियान মখ ণ जंघ मोदर छ छरहना, लाने वाली मांदि बजे मोएर द‌मा, १३स्छु झराक ने आंतर बैनर आदि कईज तो ले २१८ मानमरीन, नेमन भारतम झावली, प्राधितणां निधान ५ योग विभाग न दित्तमा, भायेन तेनेझान भरडे त्याग दियागया तो लूले विल्लरজ. . For Personal & Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ 33 ani oni à ànimo nei finoy àe. - .. mms. और. ८ ये २१११३५२ ५॥ Ran.. . UR-, -५ो ले at men aana वि मोर, ॥५4 Mana, २०६३ ११... प्र. ५ यो Gh ३ 11 e n , 2, Carent, Michikit." १९४३. 643 ,1 an५.५ 6५१॥10. an 00.३५, ५ ३५. 12 necht naru ३५१२२, प्र.५१ २०५५३ कोर, Hinार २१४१. 13 १५. २०४३ Mi, 2018, से नि५ वि२५i, Im noint.५० रोईन २-५७, ५२ , Q:เทน 94 9 6 ด เ . . ५२१६२३ , २.५७६ , min६५०५ . प्र. com ... १५ For Personal & Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ 34 2kt, หด ทว๘ ๑๒. ก าม3 29930 6, 3, เนิน เu0 ม. 2 3 ทเวเS ฯ wet, โดะ : ศ 19น ทุกเ เเ เuhi nc 3น# หน. 14 • สาย13 คนใช้เท, เเ vะเจ, 14 ตุเbuy ter.1991 33 ตรเจเจ, cหิน ทเป คาดน, ตา, ด ยุโดเรม, หุต 8 ที่ เมือง, ราด* ข ใyตเL. 2 หน! 18 % สิงด, เm (คริต เย htเติมผง 3ฟน รี หt 8: 21 อน hyd 94 , ให% Mะ เนเปี, ใน 1 เดฯ, หยุค 6 ด 23 : หา ง. นา ๆ เหตุใน คะ 1งเจ ต๕nit, รูน ( . 23 หงเฉket •น (น.1 ct รุแจงเg, หเค 3 ใet ทน44 ตรูหนอน, ใหi๑ หReq. 21 • Gๆ 30 นเยเดี, ใน 149 1แ8 เจ. ดูโด ลาดด. $ Meเจ. : For Personal & Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ 35 O96, ขk 21:3 เ: ** &ฯ ทาง 4 43 46 จ. (คะ หเ ” รู++ 24 (ะเล วงดิ ต่น, จะ “า(ค. ห้เดิ ดิ Re, yติ เคเเค. 29 ( 3-43ๆ ฯโกง, 4g 40 หลอด หมวด์ v3 เนค, 64 633 เค. 24 2 39 ( * 415 44 , 3นิด จยาก เน. (1t24. < (d, เนๆ 14 1st เป็ น า น . 6 43 ต+หt (8. % !! « หกเหi, ,งเด3, ดูเห่งนี้ ( 4ดเนๆ, ท ทุ บโต.. & »y. : : สุดย ท่าน เงช, อาหtus ๆ ๆ.4-ม. ที่ หลากช. 31 32 ตะu t hot, if 3 - 24 34 เหแนน, ทเcตะ นารเc. 33 มาเหเ ๆ+(t. ทเc๒ เด : yeti. A 3A. ๆ ร: 0 39 18 set, ทดแ8 คน ดิน 3 หน ๕ ในนหิ น, ( 2h 413เง, ยู โนหey น. « ทเนเจ 3 For Personal & Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ 36 ५ stani, ५३३ ५६. प्रेरे ५२ ते ३५५६६३00. ३५ दिया , शो २१.४३५ोग, 34 MIns. G one. ७ ३५६५२, ramani, ०२१ camr, a nuctio९२१. 3८ १ मा ५ dant , Ratna, mn it. 360 ६२ २०६३को २१०१, को २३ वि५२, म २१५ . . . - शाantev, ५in ५६ 6५००वि०२terness Rana, १३शिष्य , j५१५९itter anter ले man निकाय, ५१ bini, ११ anman ar, M त (-3, ५.१ ३१६.73 ५९. err COLOR For Personal & Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ 37 คห 4g hi เg, n set 3x, 606 Re: หุตะ , เ(เงิน 12 ทใน โยะ ทเh, 4s, htา, ฯt hเค90, ฯf uses. ยุด าtent d% ก แ ติดe รุ่น? แฯ ดี . 42 tu ตเQ Ph. ชง ทเ% 6 ดี วาเลน, เจใน เ ดูอน ท์ 0 4 เเ ดอน, s yะเน. 14 หหห... અલવા. ตุเงิน รีโนเวท, เu cาเจ, เย ด ด ดิจ, 42 (Goemเจ. ** my Accใฯเจ้าท, เch , vi 65 (G, , มาทดีเจ. Ye 6 4y, 49. * สฯ 6 3:. 1 ใน หงๆๆ * 12 6 8 4482t. เจ % น , 0-เจิต ๑ะเว เจ, เนุ 8 9x43. teเคเตเดีตเจ. ta For Personal & Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ 38 દર ૧ જાણે ભેદ, જાણે ૧ 5 ગ્રા, આત્માને રીનાકે . પ્ર ના પડે 14 ધપવષે, તો ૧૯૯ ૦ા, કાટ રૂપ ચેનળકે, એ મેંદા હૈ બજ પટ, ટળી ના છું, તે તેને પાળે, જાણવા hાળ૧૩, મે દેવું સળ£ ૯૨૧જુદુ કૃષ્ટ દેશમાં, મૂળ દે શલ્ક, વહેમ જે ૧૧મા, પો ૧ વિઃ ૧૬ ઈ મેતો જિજ છે, કેવળ ગટરવાર ગૅડે રહ્યું કે નહીં, ૯ કુળ ન જાય. ના જે માર ત્માને રે, ૨૨નો ૧૧૨ તે, ~૨૦૦ ભેદ શમાર બાબ ા પામ માં, શાત્મા નવી હિતા દેવ બોધ આ ઊપજે, " મો૨ે ૧૫ ૧૭ k ઉવાચ સ્વત્વળા, આજે કુષ્કા ને, સંજાબ તેનો પાપ છે, અંત૨રે ૬૯ શાળા ૧૮ For Personal & Private Use Only ૬૦ મવા વસ્તુ દી) છે, હે હે પલટાર, કશુંજાવી પાવી, આત્મા ન લે. ૬૧ વૈ મા કાળ. Page #40 -------------------------------------------------------------------------- ________________ 39. s૨ઉ૧૨ તે મને તેમ છે. વળિ : ૨ સ્પ, નળ ઉત્પત્તિ લે, ના ન કમ? ૧ જેના અનુભવજન્મ ને ઉજન તેમનું જ્ઞાન. છે કે જે વિના, ૧ ૧ ૩ જળ, ૯૩ છે તો બચે છે તે એક ' ઉરે નહિ સમ જ ને મને ૬૪ બળ ૧૧ હીર) એના ન ૧૫, એ જ ને, મ રે - ૧. ૬ ઈ મળતી, જેને ઉર્જ, ૧ એનો , તે જન્મ તા. ૧૬ કોંધ થી ૧ર૧મ્મત, સદાની , ઈને સરકાર છે, જબ નિર્ભેળ માં. ૬૦ એ કિ છે, મને જલદવે, બળ વધે છે રાન ને ધન ૬૮ કથા - ૧૩, રે ૧૧ વાર, કરે કે , ર જ રિ -૬૯ ઓ રે ઈ વરૂ, ૧૧૨, લેવન પામે છે , કેમ છે - ૭૦ For Personal & Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ 40 2016. 1 ५ . x st%3B ५५ २१८ २५५ si. Iो । nice of mindini, m५ (१५२२२, ५ . ७३ nit ma orum, ivadar Faci f५९i.inik. ink . .3 ५ . , tee one , २ NT, Yudh or १० ११ १, Mani , ९-२०५५R, an aie war. * ३५ , min५२ , ५ Month. ०५ Intrvansait२२१५९.५, ११. 100%, VA२५ला. ७ 2016 mahi, riant t२५, ५ . fr . ७८ For Personal & Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ NOTESO शि०५९५.५. ९ Int set, ५ ife ne सो, 110587, इ ५ ५ . . sniin Sea re mine २१५३ orn ५३१४i, in ot. ८० Sara M an Pare at: tต 3,๓. เกๆ รุม, ตั น & น. (! an.. ११३९५०५. misxe r, nu ३५, બહોમળ ૨૭.૮૭ કરે ૮૧ handan, A५ १३५१५ in mumra mirreg rat. ८3 भाभार, ले; १८२९८ - शाल. ८१. २00 0 ३२, ५ ५लिमें, 4 mins र an minोष, २०५011442, ver 05 , रा . ८५ For Personal & Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ 42 સા શિલ્યવાન કુન્તી ના નવ દ, પા વેશે રે કહે, ઊભો દાળ અનંત પણ, વાન છે દોજ ૮૦ ફા રે ળ જોગયે, દેવી સાથેળાં, ડળ ૩ર વદ કૃષ્ણ, 3 મહી૧૧ માંગ ગાળ ૧૩}વાન ૧ ડાચુંજા કુદ, નવૃ ક્ત ફેળા, ૧૮ મો માં {ળ કામ, ન તો કુળ જાવંત વે, ચુરડા ૧૧, વેદ ચચત્ન ળાં, એ ીસ્વા૯ ૯૯૦ ફેકુ ગળો, આત્મા જ્ઞોશ, ગોર રાત પડે, નિજ અનંત સુખ ોગ, ૯૧ શિનું ધ્રુવષ્ય હોત કુદરા મોક્ષ, વારે આવો ઉ; ડુત કુળ જા૧૧૧, ૨, ૨ જેમાં .. ૯૧ આમા ૪૧ દળમાં, દુયે ઉપે અને }; તેના ૧૧ વાગ્યે ખો, ને ૧ એ વિ૨૩, ૯૩ छोदी कतिमां मोदी छे हुआ। देषमा मोदी જેનો વિદ્ધ ના બંને બ્રહ્મા ભેદ એ દોષ, તેથી એક ન્યા છે, જે ૧ na ut; નવી જાત ૧૯ો, તે ઉપકુર ૧૧ For Personal & Private Use Only જ દ Page #44 -------------------------------------------------------------------------- ________________ પાંસે ઉન્તી ૧, समनुं मोदी उपाये तो ૨ખાયલ ૨૧ उध्ये उध्ये सद् नगद ७५ २१ मार्च रुद्‌३ई७१८२ आत्मादिषे प्रतीत पांचे उत्तरना था। भावो मोक्षोपायेना, बाएव प्रतित भহল ৫৩ दुर्म-mie भवान थे, मोक्ष लाव निन्दाकर, अधिकार भाव 994, नाशेशान · लेले हावा बंधनां तेरे बंधनो ५६ नेहा२७६६६१शा, मोदी-पंध लक्ष्यंत, एवं શ 1, द्वेष भज्ञान यो, कुष्द दुर्भनर ৯६ धाय विवृत्तिकोशात मोदीनो ६. झामर 997 चैतन्यमय सर्वालावर महोत लेशी उदय पालियों मोदीसंद ने रीन ५८ For Personal & Private Use Only १०. 1ܐ हुई भावंत आहार बरं, तेमा मुख्ये भाव, नेमा मुददे मोस्ट विदे, एखादे ते हुई ५ाठी धर्म मटेरिनिय लेह जे, दर्शन यावियनाम, हो कोई दीनवायता समूह उपाय साय- 203 १२ 43 Page #45 -------------------------------------------------------------------------- ________________ भोप., Maner ae. प्र0 min५०ने, animite? १.. in mind, warnedh १५ Sar norma, rrn denner. १०४ ५१ . ! Sna, ५४ शविर, २५. सपा , hrtanifne. १०९ नि,२५ ine. Team mroneti Mat, aani .. १.. . १५५6५६innima लि.५, . mat३५, र (AI. १०८ लिस ल, २०६५३५, वो ५ on 4 २ शो५. १०४ tor name , 4 11, तर ५६ amana, ariat ५.. . ९ - N at, Maham, १t ormi, ५३nahanu ५६.names, निय.mn. 64 0 0, Amittin. ॥2 ३२१०२५९३, २०५५ साल, ३२५ ११५ रा . १८ . 113 For Personal & Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ 45 होत ५५९, O10 . . दिल.५ marn. १५२१.१.r हो , नरsnfox. और लोना , movie MATED १५३, in N nj, nctuan५३५. १६ ४ -१५, २०५५ २२५६५%, 4 3 2 . १२ दि.२ को ५४५. ७ ६५ Anant, nea mam, ६unt MC, २१८- Pahmanit, ८ Pिatalienar. २१६३0 6५१२antrj mulmin. 10t0rnin6,१२१ रा . ११ 100२-५३५२, १५ ३१, 40 minाशन, ता५३५.१२. {t mish मनो,दि.१ ५ ५ , कि Mini, मो .21 १५. लि ., २५ मेग३५, hinden .५२५३१. १२.२. १ ह -शा ५५ Paneeri , atmort . 223 -COLOR For Personal & Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ 46 દો! દોઢી ૧૧૬૫ર, કૈલાસેક સ્વદાર, આ પ્રી, પ્રજી ળંદો! અહો! ઉપર ૧૨૪ 22 સોદો૧; ચારાન આ દેવાડી શી, ૯૦ોક જીત, ૧૪૨૧, ૧૫ ૨૧ શું ૬૯૧૧ છું, હષ સ્નો ઊ૧. શું ગજું ચના, ર, તે તો જુઓ ૫નો, વ ૧૧૬ ૧૧જાર, ઊર્જા બતાવે , મળી ૧૨૯૧૧૧, ને કુવે અમાર ૬૧ શુભમને ગવળ, પદ 33 જ ૧ બા જામ હિત ૩ (શહેરો બોવ ૧૧૫૦૦ ૧૬ ૧૭ ઉપસંહાર દર્શન દે શમત છે, આ લર્ આઈ માં id ધિારતાં વિસ્તાર, સં ૧૮ ૧ શાળાાં સમ માટે, રે વૈધ ૐ આસા૧૫ ૨ મારે, આપનાર ખાન ૧૩૮૦ ૧૯ For Personal & Private Use Only ૧૧. જે વો પાડો, કુશે. નૈઋત્ય ઉદે′0, સ્થિતિ ૧૫ નાગલ, છેડો? આમ ૧૩૦ ma Page #48 -------------------------------------------------------------------------- ________________ 47 નિ જા on જળ, ધન નર, નિષ્પ, ળ લવ મે, ૧ રજા ૧. ૧૩૧ નિમ જ, આમ નળ કહે, ને બેવ ની, અને સહ રહેલ. ૧૩૨ મછnતા જે ૯૧, ને નહિ ર૬ વહબ, નાન નહી બિરે છે, જેનિશ્ચય નવી રે. ૧૩૩ eળ રાની છાલ, વર્તમાનમાં દમ, પદે કાળ ભવિષ્યમાં, ભર્ગોદ નાઈ કે. 13 જ સર્વ છે , ને તેમ, ૧૧૨ ના કિનાર, નિા કરી .૧૩ ઉદાળનું નામ લઈ લે છેજેને નમન, બે ત્રિ , રેજ્યાં 1િ , ૧૩૬ બધા રસાળ છે કે, ૧૨ જુન મોહ, જે સમય કceળ કે, માત્ર તેનો કોઇ.૩૭ દશિ, રામ , ને, ભ, વેરમે, હમ યુનુસ બટર, એ ૨.૧ ૨ .૧૩૮ કોઈ જાય , યમું, નવા કરી, તે હમે જ્ઞાન છે, બાકી ફરિયે ૧૩૮ For Personal & Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ 48 Mind , n५५+५4001, . र सागunारा.. 11 पां५ मिलि, हे तट, ५. २-413 vie, it. m १९ on A . Tian, Annai Re | mrem.mर पnिt, Mरा, १९शनसi. minनलि. KOREIO For Personal & Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન નં. ૩૭. ષટ્પદ નામ કથન ષગ્દર્શન ભિન્નતાનું કારણ આત્માના અસ્તિત્વની શંકા ૪૦. અસ્તિત્વના ઈન્કારનું કારણ આત્મબોધ એટલે શું ? જ્ઞાનનું સાધન ઈંદ્રિયો આત્મસત્તાથી પ્રવર્તન ૩૮. ૩૯. ૪૧. ૪૨. ૪૩. ૪૪. ૪૫. ૪. ૪૭. ૪૮. ૪૯. ૫૦. ૫૧. અનુક્રમણિકા વિષય આત્માનું પ્રગટ સ્વરૂપ તર્કથી આત્મસિદ્ધિ છ દ્રવ્યોનું સ્વરૂપ ને તેમની સ્વતંત્રતા સંસારનું કારણ અદ્ભુત સાધના બીજી શંકા : આત્મા નિત્ય નથી બીજી શંકાનું સમાધાન સંસ્કારથી આત્માની નિત્યતા ગાથા નં. For Personal & Private Use Only ૪૩ ૪૪ ૪૫ થી ૪૮ ૪૯-૫૦ ૫૧ પર ૫૩ ૫૪ ૫૫-૫૬ ૫૭ ૫૭-૧ ૫૮-૫૯ ૬૦-૬૧ ૬૨ ૩થી ૬૭ પાના નં. ૧ ૧૨ ૨૧ ૨૭ ૩૫ ૪૪ ૫૪ ઢ 2835 ૭૩ ૮૨ ૯૧ ૧૦૦ ૧૦૯ પ્રવચન ક્રમાંક ૧ થી ૩૬ (ગાથા - ૧ થી ૪૨) ‘આત્મસિદ્ધિશાસ્ત્ર ભાગ-૧’માં આપેલ છે. ૧૧૯ ૧૨૯ 49 Page #51 -------------------------------------------------------------------------- ________________ 50 પ્રવચન નં. વિષય ગાથા નં. પાના નં. પર. ૧૪) ૬૮-૬૯ 0 ૧૫૦ ૭૧ થી ૧પ૯ ૧૬૮ ૧૮O ૭૪ થી ૭૭ ૭૮ ૭૮-૧ | ૭૯ થી ૮૧ ૧૮૮ ૧૯૮ અનુભવથી નિત્યતાનો નિર્ધાર દ્રવ્ય ઉપર દૃષ્ટિ ઠેરવો ત્રીજી શંકા આત્મા કર્મનો કર્તા નથી બંધનું કારણ - ચેતનની પ્રેરણા વિભાવના કર્તા મટો સ્વભાવના કર્તા બનો ચોથી શંકા: જીવ કર્મનો ભોક્તા નથી કર્મના પ્રકારો દ્રવ્યોનું સ્વતંત્ર પરિણમન | ભાવનું સામર્થ્ય શ્રેષ્ઠ સાધના પારમાર્થિક નિવૃત્તિ મોક્ષસ્વભાવપ્રાગટ્યના સૂત્રો મોક્ષનું સ્વરૂપ ૨૦૭ ૮૩-૮૪ ૨૧૭ ૮૫ થી ૮૮ ૨૨૬ ૮૯-૯૦ ૨૩૫ S૩. ૯૦ ૨૪૬ ૬૪. ૯૦-૧ ૨૫૬ ૯૧ ૨ ૬૮ For Personal & Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા પ્રવચન ક્રમાંક - ૩૦ ગાથા ક્રમાંક - ૪૩ ષપદ નામ કથન આત્મા છે, તે નિત્ય છે”, “છે કર્તા નિજ કર્મ છે ભોક્તા વળી “મોક્ષ છે', “મોક્ષ ઉપાય સુધર્મ'. (૪૩) ટીકાઃ “આત્મા છે, તે આત્માનિત્ય છે', તે આત્મા પોતાના કર્મનો કર્યા છે, તે કર્મનો ભોક્તા છે', ‘તેથી મોક્ષ થાય છે', અને તે મોક્ષનો ઉપાય એવો સતધર્મ છે.” આજથી આપણે ગંભીર સાગરમાં ઊતરી રહ્યા છીએ. અતલ ઊંડાણમાં જવાનું છે. સાગર ગંભીર છે પણ શાસ્ત્ર પરમ ગંભીર છે, અને આત્મ અનુભવ તેના કરતાં પણ પરમ ગંભીર છે; જ્યારે આપણે શાસ્ત્રોના અતલ ઊંડાણમાં ડૂબકી મારીએ છીએ ત્યારે અહંકાર લઈને બહાર આવીએ છીએ, પરંતુ અનુભવમાં જ્યારે ડૂબકી મારીએ ત્યારે એ અહંકાર ઓગળી જાય છે. અનુભવ થયા પહેલાં ક્રોધ, અહંકાર, ઈર્ષા, કામવાસના, મોહ, આસક્તિ તેમ જ બધા વિભાવરૂપ જે કંઈ મૂડી હતી તે બધી અનુભવ થયા પછી ખોઈ બેસીએ છીએ. આવી એક અદ્ભુત અવસ્થા અનુભવ કરનારને પ્રાપ્ત થાય છે. અનુભવ કરનારમાં એક ઘટના મહત્ત્વની એ બને છે કે તેના જીવનમાંથી દુઃખ કાયમ માટે ચાલ્યું જાય છે. દુઃખ બહારમાં હોય છે, પરંતુ તે દુઃખી થતો નથી. “TIfપ સુદન ના વિવાર્યતે'. આપણી પાસે ઉપમા બહુ ઓછી છે. પરંતુ હિમાલય અથવા તો મેરૂ પર્વત જેવાં દુઃખો તૂટી પડે તો પણ દુઃખથી આ ચલાયમાન થતો નથી. આત્મ અનુભવ કરનાર ભય પામતો નથી, વ્યગ્ર બનતો નથી, આર્તધ્યાન કરતો નથી, મૂંઝવણમાં મૂકાતો નથી, વિહ્વળ બનતો નથી, ભાર તળે આવતો નથી અને તેના મનમાં કલેશ થતો નથી. કયું બળ મળ્યું એને? કયું સામર્થ્ય મળ્યું એને? આ પાંચ ફૂટના શરીરમાં રહેલ ચૈતન્યમૂર્તિ ભગવાન આત્મા એવો કેમ બળવાન થયો? એવો કેમ સામર્થ્યવાન થયો? કેમ આટલા દુઃખો સામે ટકી શકે છે? એને આત્માનો અનુભવ થયો છે. જ્ઞાનીઓ ગુલાબ જેવા છે. ગુલાબનું ફૂલ એમ કહે છે કે અમારી સામે જુઓ. અમારી પરિસ્થિતિ ઘણી જ વિકટ છે. જુઓ અમારી પાંખડીઓને, તે રેશમ કરતાં મુલાયમ છે, સૂર્ય સામે તમે એક મિનિટ તો આંખો ખોલીને જુઓ કે કેમ જોવાય છે? એવા સૂર્યના પ્રખર તાપમાં અમારે ઉછરવાનું છે. અમારા પડોશીઓ કાંટા છે, અને ઉપરથી સૂર્યની ગરમી વરસે છે, છતાં એની વચ્ચે અમે ખીલીએ છીએ. એ અમારી ખૂબી છે, ગુલાબની ઉપમા પણ જ્ઞાની માટે For Personal & Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ક્રમાંક - ૩૭, ગાથા ક્રમાંક - ૪૩ નાની પડે, ઓછી પડે, એવું કંઈક બન્યું એમનામાં, એવું કંઈક તેઓએ અનુભવ્યું કે જેથી અસહ્ય દુઃખો પડવા છતાં પણ તેઓ ચલાયમાન થતા નથી. આવી અનુભવની ભૂમિકામાં જવા માટે સાધકને અનિવાર્યપણે જે તત્ત્વની વિચારધારા જોઈએ, તેનાં વર્ણનનો પ્રારંભ આ ગાથાઓથી થાય છે. ૪૨મી ગાથાની ટીકામાં કહ્યું કે “જેથી તે સુવિચારદશા ઉત્પન્ન થાય.” શેના ઉપર વિચાર કરશો? વિચાર કઈ ભૂમિકા ઉપર કરવો? વિચાર માટે સામગ્રી જોઈએ. એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા, તો સર્વ આત્મિક જ્ઞાનનાં સિદ્ધાંત તત્ત્વ અનુભવ્યા. કોનો વિચાર ? શંકરાચાર્યજીએ કહ્યું છે કે સાધક પ્રાત:કાલના બ્રાહ્મ મુહૂર્તમાં જાગીને “હું કોણ છું? મારું સ્વરૂપ શું છે? હું ક્યાંથી આવ્યો છું? શું મારી અવસ્થા છે? આ દૃશ્ય જગત દેખાય છે તે શું છે? અને મારે એનું શું કામ છે?' આવા વિચારો કરે. આ તત્ત્વવિચાર છે. આ પ્રમાણે તત્ત્વ વિચાર માટેની એક મૌલિક સામગ્રીનો પ્રારંભ આત્મસિદ્ધિની આ ૪૨ ગાથાઓ પછી થાય છે. સાધકને પ્રથમ યોગ્યતા પ્રાપ્ત કરવી પડે. આ યોગ્યતાનાં ચાર લક્ષણો આગળ વર્ણવ્યાં છે તેથી એને આપણે યાદ કરતા નથી. પરંતુ વ્યવહારના બીજા ચાર લક્ષણો નીતિ, સંતોષ, સદાચાર અને સંયમ” જે પાયામાં અનિવાર્ય છે તે સહિત સાધકનો તમામ વ્યવહાર શુદ્ધ હોવો જોઈએ. જેની પાસે વ્યવહાર શુદ્ધિ નથી એવો સાધક “કષાયની ઉપશાંતતા' આદિ ચાર લક્ષણો પ્રાપ્ત કરી શકતો નથી. સાધક ધન મેળવે, ધન ઉપાર્જન કરે પણ બંધારણમાં નીતિ જોઈએ અને એ સંતોષયુક્ત જીવન જીવે. તેના જીવનમાં સદાચાર અને સંયમ જોઈએ. નીતિ અને સંતોષ, સદાચાર અને સંયમ વ્યવહાર શુદ્ધિનાં મુખ્ય પરિબળો છે. જે વ્યક્તિ અન્યાય કરે, છેતરપીંડી કરે, ગમે તેવો ખોટો વ્યવહાર કરે, બીજાઓની સાથે બનાવટ કરે, બીજાનો દ્રોહ કરે અને ભ્રષ્ટાચાર કરે તેને યોગ્યતા પ્રાપ્ત ન થાય. પરંતુ જ્યાં અનીતિ નથી, જ્યાં અન્યાય અને અનાચાર નથી, જ્યાં અત્યંત આરંભ પરિગ્રહની વૃત્તિ નથી, એવું જેનું સાદું સરળ, શુદ્ધ વ્યવહારિક જીવન છે, તેને યોગ્યતા પ્રાપ્ત થાય. પરમકૃપાળુદેવે કહ્યું કે “વ્યવહાર શુદ્ધિ વગર આંતરિક શુદ્ધિ નહિ થાય.” આંતરિક શુદ્ધિ વગર અંતઃકરણ શુદ્ધ નહિ થાય. અંતઃકરણ શુદ્ધ થયા વિના તત્ત્વવિચાર જાગૃત નહિ થાય, તત્ત્વવિચાર વગર જ્ઞાન પ્રાપ્ત નહિ થાય, જ્ઞાન વગર મોહ નહિ જાય અને મોહ ગયા વગર મોક્ષ મળે નહિ.” યાત્રા આ લીંકથી શરૂ કરવી પડશે, માટે કહ્યું કે જીવનભર કોઈપણ હાલત કે પરિસ્થિતિમાં વ્યવહાર શુદ્ધિ પૂરેપૂરી જરૂરી છે. સાધક પોતાના જીવનમાં બાહ્ય પદાર્થને મૂલ્ય ઓછું આપશે અને આંતરિક અવસ્થાને મૂલ્ય વધારે આપશે. ધન ઓછું મળશે તો ચાલશે, પણ નીતિ જાય તે નહિ ચાલે. જગતનાં પદાર્થો ઓછાં મળશે તે ચાલશે, પણ પ્રામાણિકતા ખોવી For Personal & Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા પડે તે નહિ ચાલે. જગતના ભોગો ઓછા ભોગવાશે તો ચાલશે, પણ સંયમની પાળ તૂટે તે ન ચાલે, આવા માનસિક નિર્ણયો સાથે સાધક પોતાની યાત્રા શરૂ કરશે. સૌભાગ્યભાઈ આત્માર્થી હતા. તેમની ભૂમિકા ઊંચી હતી, શ્રેષ્ઠ હતી, છતાં પ્રારબ્ધના યોગે તેમના જીવનમાં ઘણી મુશ્કેલીઓ હતી, અને આ મુશ્કેલી તેઓ પાર કરી ગયા, તેમાં એક કારણ એ હતું કે પોતે પોતાના દિલની, પોતાના હૃદયની મૂંઝવણને, પોતાની સમસ્યાને ખુલ્લા દિલે સરળતાથી, ગોપવ્યા સિવાય પરમકૃપાળુદેવ પાસે રજૂ કરતા હતા. બીજી વાત એ હતી કે ત્યાંથી જે આદેશ મળે તેનું પ્રાણના ભોગે પણ પાલન કરતા હતા. આ મોટું પરિબળ છે. આવી અવસ્થામાં જીવતા હોવાથી એમને જે માર્ગ પ્રાપ્ત થવો જોઈએ તે માર્ગ એમને મળ્યો. મહાપુરુષોએ કહ્યું છે કે અનુકરણ ન કરશો પરંતુ અનુસરણ કરજો. “માંગીને ગુજરાન ચલાવીશું, પણ અન્યાય કરીને કદી પણ ગુજરાન ચલાવીશું નહિ, આ વચનને અમારા વારંવાર નમસ્કાર હો'. આ પરમકૃપાળુદેવનું સૌભાગ્યભાઈ પ્રત્યેનું વચન છે. આ સામર્થ્ય છે, આ હિંમત, આ તાકાત અને આ શુદ્ધિ છે. આવી શુદ્ધિ રાખીને જીવન જીવવાનો પ્રારંભ સૌભાગ્યભાઈએ કર્યો. એમની વ્યવહાર શુદ્ધિ હતી, તેના પરિણામે આત્મશુદ્ધિ થઈ અને પરમકૃપાળુદેવનો જોગ ફળ્યો. એમનામાં જે ઘટના ઘટવી જોઈતી હતી તે ઘટી. આપણને આત્મસિદ્ધિ મળી છે તે મારા તમારા માટે નહિ પરંતુ સૌભાગ્યભાઈ માટે છે. આત્માનાં ષપદનો પત્ર એમને મોકલવામાં આવ્યો. એમણે વાંચ્યો અને પછી કહ્યું કે આ ગદ્ય યાદ રહેતું નથી, આપ પદ્યરૂપે આપો. તો કંઠસ્થ થઈ શકે અને યાદ રહી શકે. સૌભાગ્યભાઈ ઉપર ઉપકાર થાય તે અર્થે આ પદ્યની રચના કરી. આત્મસિદ્ધિનો પ્રારંભ આ ૪૩મી ગાથાથી થાય છે. શબ્દ છે આત્માની સિદ્ધિ. આધ્યાત્મિક ક્ષેત્રમાં પ્રથમ મોટામાં મોટું કામ આત્માને સિદ્ધ કરવાનું છે. જ્યાં સુધી આત્મા સિદ્ધ થતો નથી ત્યાં સુધી કોઈ પણ સાધનાની શરૂઆત થઈ છે, તેમ કહી શકાતું નથી. કારણ કે આત્મા એ પાયો છે, આત્મા જેવો છે તેવો અમારે વર્ણવવો છે. આત્મા જેવો છે તેવો વર્ણવીને સાંભળનાર તેનો સ્વીકાર કરે એ અવસ્થામાં તેને મૂકવો છે. | પહેલી વાત - આ આત્માનું વર્ણન અને આત્માની સિદ્ધિ અને જ્યારે કરીશું ત્યારે તર્કનો ઉપયોગ પણ થશે. ઘણા બુદ્ધિશાળી માણસો અહીંયા છે, અમે તેમને કહીએ ત્યારે કહેશે કે એમ તો મનાતું હશે? અમે બુદ્ધિ ગીરવે મૂકી નથી. તમે પ્રુફ કરી આપો તો માનીએ. પરમકૃપાળુદેવ કહે છે અને પહેલા તર્કથી વાત કરીશું. તમે પણ તર્ક કરજો. તમારો તર્ક પોઝીટીવ નહિ હોય, અમારો તર્ક પોઝીટીવ હશે. આ નેગેટીવ પોઝીટીવની વાત છે. તમે કહેશો કે આત્મા નથી, તર્ક છે. “નથી દૃષ્ટિમાં આવતો, નથી જણાતું રૂપ', અમે કહીશું કે આત્મા છે અને તેનો અનુભવ થઈ શકે છે. લડાઈ તર્કની છે, પણ એક વાત એ નક્કી છે કે તર્કથી સત્ય સિદ્ધ નહિ થાય. આ જગતમાં શંકરાચાર્યજી એક મોટા તાર્કિક થયા. તેમના જેવા બીજા તાર્કિક મળવા મુશ્કેલ છે. For Personal & Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ - પ્રવચન ક્રમાંક - ૩૭, ગાથા ક્રમાંક - ૪૩ અનુભવના અંતે શંકરાચાર્યજીએ એ જ પળે ઉદ્ઘોષણા કરી “ત ગપ્રતિક: J’ તર્કની બ્રહ્મજ્ઞાનમાં કોઈ પ્રતિષ્ઠા નથી.” આવા તર્કવિદ પુરુષ કહે તે મહત્ત્વનું છે. જેઓ તકની ધાર ઉપર જીવ્યા છે. એમના બ્રહ્મસૂત્રો, એમના ઉપનિષદો, એમની ગીતા, એ તર્કના પાયા ઉપર છે. આવા તર્કો કરીને સત્યને સિદ્ધ કરવા જેમણે મથામણ કરી છે, તેઓ જ એક દિવસ એમ કહે છે કે તર્કથી સત્યની સિદ્ધિ નહિ થાય, તો પણ અમે શિષ્યના બોધ માટે અહીં તર્કથી વાત કરીશું. બીજી વાત અમે શાસ્ત્રોનો આધાર લઈને પણ વાત કરીશું. શાસ્ત્રો રૂપી સમુદ્રનું મંથન કરી અમને જે માખણ નવનીત મળ્યું છે, તેની વાત કરીશું – “શ્રુતામોઘેરધાગ્ય’. આ બે પરિબળો તો ખરાં પણ ત્રીજી વાત, અમારા અનુભવથી અમે કહીએ છીએ. તર્ક પણ ખરો, શાસ્ત્ર પણ ખરું અને અમારો પોતાનો અનુભવ પણ ખરો. આ ત્રણે એક જ વ્યક્તિમાં હોય તેવી ઘટના ધરતી ઉપર વિરલ બને છે. તેવી ઘટના પરમ કૃપાળુદેવમાં બની. ઓળખી લેજો એમના અસ્તિત્વને, જાણી લેજો એમની પ્રતિભાને. श्रुताम्भोधेरधिगम्य सम्प्रदायाच्च सद्गुरोः । स्वसंवेदनतश्चापि योगशास्त्रं विरच्यते ॥ હેમચંદ્રાચાર્યજીએ એમ કહ્યું કે શાસ્ત્રોરૂપી સમુદ્રનું મંથન કરીને એમાંથી અમને જે કંઈપણ મળ્યું તેના આધારે, અમારા ગુરુની પરંપરાથી અમને જે કંઈ મળ્યું તેના આધારે, અને અમને પોતાને જે સ્વસંવેદન થયું તેના આધારે જે કંઈ પ્રાપ્તિ થઈ તેના દ્વારા અમે યોગશાસ્ત્રને તમારી પાસે રજૂ કરીએ છીએ. અહીં પણ ત્રણે પરિબળો આવ્યાં. આપણે શ્રીમદ્જીને પૂછી શકીએ તમને કઈ પરંપરાથી પ્રાપ્તિ થઈ ? એક બહુ મહત્ત્વની વાત કરી છે. શ્રીમદ્જીએ પોતાના મુખેથી કહ્યું છે કે અમે ભગવાન મહાવીરના શિષ્ય હતા. ત્યાંથી અમને અનુભૂતિ મળી છે, ત્યાં અમારો પ્રમાદ થયો પછી અનુભવનો ખજાનો લઈને જુદી જુદી અવસ્થામાં જવું પડ્યું. આજે એ અવસ્થા અમને યાદ આવી જાય છે. મીરાં એમ કહે છે કે મને યાદ આવ્યું છે કે હું ગોકુળમાં ગોપી હતી. મારું નામ લલિતા હતું અને હું કૃષ્ણ સાથે હતી. એ જે લલિતા તે મીરાં. કૃપાળુદેવ ભગવાન મહાવીરના છેલ્લા શિષ્ય હતા. અને કહે છે ત્યાં અમને જે ખજાનો મળ્યો, જે અમૃત મળ્યું, જે તત્ત્વ મળ્યું, જે જાણવા મળ્યું, જે પ્રતિભા મળી, જે અસ્તિત્વ મળ્યું, જે જ્ઞાન મળ્યું, જે ભંડાર મળ્યો તે લઈને અમે આવ્યા છીએ. માટે આત્મસિદ્ધિ ગ્રંથ અલૌકિક છે. અમે જે કહીએ છીએ તે બીજા કશા માટે કહેતા નથી. અમારે શાસ્ત્ર રચવા નથી, પાંડિત્યપ્રગટ કરવા કશું કહેવું નથી, પણ જેમના હૃદયમાં આત્મા મેળવવાની તાલાવેલી જાગી છે, તેઓ સારી પેઠે તત્ત્વનો વિચાર કરી શકે તે માટે આ વાત અમે કરીએ છીએ. કઈ શૈલીથી વાત કરશો? વાત કરવામાં કઈ શૈલી અપનાવશો? પરમકૃપાળુદેવ કહે છે For Personal & Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ગુરુ શિષ્ય સંવાદથી વાત કરીશું. સંવાદમાં વાદ કે વિવાદ નથી, તર્ક નથી. સંવાદમાં બે માથાં નથી મળતાં પણ બે હૈયા મળે છે. જ્યારે વિવાદમાં બે માથાં મળે છે. જ્યાં હૈયા મળશે ત્યાં પ્રેમ હશે અને જ્યાં માથા મળશે ત્યાં વિવાદ થશે. માથામાંથી પ્રેમ પ્રગટ નહિ થાય. પ્રેમને પ્રગટ થવાનું સ્થાન હૈયું છે. અને બુદ્ધિને જનમવાનું સ્થાન મસ્તક છે. એટલે મીરાંબાઈએ ગાયું કે આ જ્ઞાન વિજ્ઞાનની ગાંસડી કોઈ માથેથી હેઠે ઉતરાવો. અમારા માથે શાસ્ત્રોનું પોટલું ચડી ગયું છે, તે મહેરબાની કરી હેઠે ઉતરાવો. અમારો ભાર ઓછો થાય. જ્યાં પ્રેમ, સ્નેહ, ઉદારતા અને વિશાળતા છે ત્યાં સંવાદ છે. જ્યાં સહિષ્ણુતા અને ધીરજ છે ત્યાં સંવાદ છે. પતિ પત્ની વચ્ચે વિવાદ થાય તો કજીયાખોર અને સંવાદ થાય તો દાંપત્ય કહેવાય. સંવાદમાંથી માધુર્ય પ્રગટ થાય છે. ગુરુ શિષ્ય વચ્ચે સંવાદ કરવાનો છે, વિવાદ નહિ. શિષ્ય પણ સુપાત્ર છે, તે પ્રશ્નો પૂછે છે પણ વિવાદ કરવા નહિ. એ એમ કહે છે કે હે ગુરુદેવ ! અમારા અંતરમાં શંકા થાય છે, તો કૃપા કરીને અમને ઉપાય બતાવો. શિષ્ય નમ્ર થઈને આવ્યો છે, બાંયો ચડાવીને આવ્યો નથી. જ્ઞાની પાસે બાંયો ચડાવીને જશો નહિ. જાવ તો હૈયામાં પ્રેમનું અમૃત લઈને જજો. ઉપનિષદમાં એક બહુ મહત્ત્વની વાત છે, જ્યારે શિષ્ય ગુરુ પાસે જાય ત્યારે શું લઈને જાય? તો કહે છે કે તે સૂકાઈ ગયેલ કાષ્ટનો ભારો લઈને જાય છે. સુક્કાં લાકડાં કેમ ? તો શિષ્ય એમ કહે છે કે “આ અમારું પ્રતીક છે. આ લાકડાને પેટાવશો તો તુરંત જ અગ્નિ પ્રગટ થશે, અંદર પાણી નથી તેથી સળગવામાં અવરોધ નથી. સળગતા વાર નહીં લાગે. અગ્નિનો સ્પર્શ થયો નથી કે લાકડું સળગ્યું નથી, તેમ તમે જ્ઞાનરૂપી અગ્નિ મારામાં મૂકો તો હું પ્રગટ્યા વગર નહિ રહું.' આ ધરતી ઉપર સંવાદ ઓછા થાય છે અને વિવાદ ઘણા થાય છે. જ્યાં સંપ્રદાય છે ત્યાં વિવાદ છે. જ્યાં પ્રેમ છે ત્યાં સંવાદ છે. ગુરુ અને શિષ્યના મિલનમાં એકમેકની આંખોમાં પ્રેમનું અમૃત ઝરતું હશે, હૃદયમાં મીઠાશ હશે, માધુર્ય હશે, સદ્ભાવ હશે. અમે આવો પ્રેમ રાખી અમે આ સંવાદનો પ્રારંભ કરીએ છીએ. સંવાદમાં બે હૈયા મળી જાય, અને ધીમે ધીમે બે હૈયા મટી એક થઈ જાય, આવો અભેદ જીવનમાં થાય તેને ગુરુ શિષ્યની સંધિ કહેવાય છે. શિષ્ય ગુરુમાં મળી જાય છે અથવા ગુરુ શિષ્યમાં મળી જાય છે એમ કહો તો પણ વાંધો નથી, પરંતુ એકમેક થઈ જાય, તદાકાર થઈ જાય. જીવનનો આનંદ ત્યાં મળશે. સાહેબ ! તર્ક કે વાદવિવાદમાં આવો આનંદ નહિ મળે. એવા સંવાદપૂર્વક અને કહેવાનો પ્રારંભ કરીએ છીએ, અને આ પ્રારંભ આત્માને સિદ્ધ કરવા કરીએ છીએ. “આત્મા છે'. અહીં “છે' શબ્દ ઉપર ભાર છે. આત્માના છ પદ તે પર્પદ છે. સમ્યગ્દર્શનને પ્રાપ્ત કરવા અને સ્થિર કરવા માટે આ છ પદની વિચારણા મહત્ત્વની છે માટે કહ્યું કે આ સમક્તિના છ સ્થાન છે. સમ્યગ્દર્શન ક્યાં રહે છે? સમ્યગ્દર્શનને રહેવાનું સ્થાન આત્મા છે, શરીર નહિ. આત્મામાં સમ્યગ્દર્શન રહે છે. આત્મા છે એમાં “છ” ઉપર જોર છે. આત્મા છે For Personal & Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ s પ્રવચન ક્રમાંક - ૩૭, ગાથા ક્રમાંક - ૪૩ તેવો અનુભવ થયો નથી પણ વિચારથી અને શ્રદ્ધાથી જ્ઞાની પુરુષે કહ્યું છે માટે આત્મા છે એવો સ્વીકાર જે વખતે થાય છે તે વખતે એનો આધ્યાત્મિક ધારામાં પ્રવેશ થાય છે. આ બહુ મોટી ઘટના છે. એ પહેલા એ ધર્મ કરતો હતો, કર્મકાંડ કરતો હતો, વ્રત અનુષ્ઠાન કરતો હતો, એ મંદિરમાં જતો હતો, પૂજા કરતો હતો. સાધુ, મુનિ અને અણગાર પણ હતો, પણ આધ્યાત્મિક ધારામાં તેનો પ્રવેશ ન હતો. યમ નિયમ સંયમ આપ કિયો, પુનિ ત્યાગ વિરાગ અથાગ લહ્યો’, આટલું બધું કર્યું છતાં આધ્યાત્મિક ધારામાં પ્રવેશ નહિ. એ પુણ્ય સુધી પહોંચ્યો પણ સંવર સુધી પહોંચવું તે સમ્યગ્દષ્ટિની યાત્રા છે. આ જીવનની મૌલિક બાબત છે. પહેલાં આત્મા છે તેવો સ્વીકાર થાય અને સ્વીકાર થયા પછી જ અનુભવ થાય. આ કોણે કહ્યું ? જ્ઞાની પુરુષે અનુભવ કરીને કહ્યું. તર્કના આધારે નથી કહ્યું. તમેવ સખ્ખું નં નિગેનિં વેડ્યું હે ભગવાન ! તમે જે કહો છો તે સત્ય છે તેવો સ્વીકાર થાય તેને જ્ઞાનીઓ વ્યવહાર સમ્યગ્દર્શન કહે છે. પરમકૃપાળુદેવે કહ્યું કે ભગવાન મહાવીરના બધા સાધુઓ અને સાધ્વીઓ તે નિશ્ચય સમ્યગ્દષ્ટિ ન હતાં, પણ ભગવાન મહાવીર કહે છે તે પરમ સત્ય છે, તેવી શ્રદ્ધા તેમનામાં હોવાના કારણે વ્યવહાર સમ્યગ્દષ્ટિ હતાં. હે પુરુષોત્તમ પરમાત્મા, તમે જે કહો છો તે સત્ય છે. અહીં વચન વિશ્વાસે પુરુષ વિશ્વાસ તેમ નહિ પણ પુરુષ વિશ્વાસે વચન વિશ્વાસ છે. પુરુષ વિશ્વાસ રાખો. તે પ્રાપ્ત કરવા વચન કોનું સત્ય કેવળ માનવું; નિર્દોષ નરનું કથન માનો તેહ જેણે અનુભવ્યું. આ પ્રામાણિક પુરુષ છે, એવો સ્વીકાર જેને થયો તેનો આધ્યાત્મિક ધારામાં પ્રવેશ થયો. જગતમાં બે ધારા છે, એક ભૌતિક ધારા અને એક આધ્યાત્મિક ધારા. ભૌતિક ધારાની આધારશીલા દેહ છે, શરીર છે. ભૌતિક ધારાવાળો શરીરથી આગળ જતો નથી. લોકો કહેતા હોય છે કે ‘શું કામ પંચાતમાં પડો છો ? આત્મા છે, કર્મ છે, મોક્ષ અને પુણ્યપાપ છે, આવતો જન્મ છે. રહેવા દ્યો ને ? ચોપાટી ઉપર જઈ બેઠાં બેઠાં ભેળપુરી ખાવ.’ આ કહેનારા ભણેલાં માણસો એમને અમારી પાસે આવવું પંચાતમાં પડવા જેવું લાગે છે. શરીર છે ત્યાં સુધી ભૌતિકધારા, ત્યાંથી આગળ જઈને શરીર છે પણ આત્મા નથી, તેમ નકાર કર્યો તે પણ ભૌતિકધારા. ‘આત્મા છે' તે આધ્યાત્મિક ધારા, જ્યારે આ ધારામાં દાખલ થાય છે ત્યારે આધ્યાત્મિક સાધનાની શરૂઆત થાય છે. દેહ છે એવી ધારા છે તેની પાછળ આહાર, ધન, નિદ્રા, વિષય ભોગ, ભય આ બધી વૃત્તિઓ આવશે અને તેની પાછળ જીવન જશે. મોટાભાગના લોકોનું જીવન વૃત્તિઓ તરફ જાય છે. આધ્યાત્મિક ધારામાં આત્મા છે તે સ્વીકાર પણ સાથે સાથે દેહ છે તે પણ સ્વીકાર. ભૌતિક ધારામાં દેહનો જ સ્વીકાર અને આધ્યાત્મિક ધારામાં બેનો સ્વીકાર, આત્મા પણ છે અને દેહ પણ છે. બે દ્રવ્યો આવ્યા. આત્મ દ્રવ્ય પણ છે અને For Personal & Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા પુદ્ગલ એટલે જડ દ્રવ્ય પણ છે. દેહ જડ અને આત્મા ચેતન છે. તમારું અસ્તિત્વ એ દેહ સંબંધિત નથી, પણ આત્મ સંબંધિત છે. દેહમાં આત્મા છે પણ દેહ તે આત્મા નથી, અને ક્યારેક આ દેહમાંથી આત્મા વિદાય પણ લેશે. આ ખોળિયું ખાલી કરીને જવું પડશે. આ દેહરૂપી કપડાં બદલવાં પડશે, પણ કપડાં બદલવાથી તમે બદલાતા નથી. ભગવદ્ ગીતામાં કહ્યું છે કે.. "वासांसि जीर्णानि यथा विहाय, नवानि गृह्णाति नरोऽपराणि । तथा शरीराणि विहाय जीर्णान्यन्यानि संयाति नवानि देही ।। (२/२२) જૂનાં કપડાં ઉતાર્યા અને નવાં પહેર્યા. નાના છોકરાઓને નવાં કપડાં પહેરવાની મજા આવે. દિવાળીમાં નવાં કપડાં પહેરે એટલે બધાને બતાવે અને ખુશખુશ થાય. આ કપડાં બદલાય છે પણ પોતે બદલાતો નથી, તેમ દેહ બદલાય છે, પણ આત્મા બદલાતો નથી. આત્મા છે તે વાત અધૂરી છે. હવે બીજી વાત પણ કરવી છે. આત્મા છે તો ખરો પણ એ આત્મા નિત્ય છે. આત્માનો સ્વીકાર કર્યા પછી જે આધ્યાત્મિક સાધના થાય, જે ધર્મ સાધના થાય તે સંવર સુધી લઈ જાય, અને આત્માનો સ્વીકાર કર્યા પહેલાં જે સાધના થાય તે પુણ્ય સુધી લઈ જાય. પુષ્ય સુધી આપણે આવ્યા છીએ, સંવર સુધી ગયા નથી, તેથી જ આપણે અહીં આવ્યા છીએ. સંવર સુધી જો તમે જાવ તો કર્મનો બંધ પણ તૂટે ને કર્મ નિર્જરા થાય, અને મોક્ષની પ્રાપ્તિ પણ થાય. જગતમાં દેખાય છે કે નિત્ય કંઈ નથી. ઘર બનાવ્યું, કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો. કોઈક દિવસ ઘર પણ પડી જાય અને રહેનારો પણ ચાલ્યો જાય. जीवन का नहि ठीकाना है, एक दिन जगत से जाना है એક દિવસ જગત અને સંબંધો બધું છોડીને જવાનું છે. જોતજાતામાં ચાલ્યા જઈશું. પત્ની ગઈ, પુત્ર ગયો, માતા-પિતા ગયાં, મિત્રો, સ્વજનો ગયાં. કેટલાંયે લોકો ગયા હશે, આંખ ભીની થઈ હશે, રડ્યાં હશો, હૈયામાં વેદના થઈ હશે, મૂંઝવણ થઈ હશે. અરેરે ! અમને નોધારા મૂકીને ગયા, એકલા મૂકીને ગયા. આ દુઃખ પણ વ્યક્ત કર્યું હશે કે તમારા વગર કેમ જીવાશે? પરંતુ કોઈ ઉપાય નથી. આ બધું દેખાતું હોવા છતાં કાયમ કંઈ રહેતું નથી. કાયમ રહે એવું કંઈ છે ? અને તે વખતે ધ્વનિ આવે છે કે કાયમ રહે છે તે આત્મા છે, આત્મા નિત્ય છે. જો આ આત્મા નિત્ય ન હોત તો આ બધા શાસ્ત્રો કોના માટે વાંચશો? જો આત્મા જ ન હોય, અને આત્મા નિત્ય ન હોય, તો શાસ્ત્રોને કરવાં છે શું? સાધનાને કરવી છે શું? ' અરે ! આત્મા તો છે અને તે આત્મા નિત્ય પણ છે. નિત્ય છે એટલે ત્રણે કાળ ટકી રહે છે. ભૂતકાળમાં હતો. વર્તમાનકાળમાં છે અને ભવિષ્યમાં પણ હશે. હતો, છે અને હશે. તમે ત્રણે કાળ, પણ તમારું ઘર, તમારા સંયોગો ત્રણે કાળ નહિ. તમે ત્રણે કાળ પણ તમારી બાહ્ય સંપત્તિ ત્રણે કાળ નહિ. આત્મા ત્રણે કાળ હશે જ હશે. તેના માટે એક શબ્દ છે સતુ. ત્રણે કાળ For Personal & Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ - પ્રવચન ક્રમાંક - ૩૭, ગાથા ક્રમાંક - ૪૩ જેનું અસ્તિત્વ છે તે સત્ છે. તે તત્ત્વ શોધી કાઢવું પડશે જે ત્રણે કાળ રહેનાર હોય, જેની કન્ટીન્યુટી હોય, જેનું સાતત્ય હોય, જે સદાય હોય. ભવિષ્યકાળમાં પણ હોય. એવું સદાય રહેનાર તત્ત્વ તે આત્મા છે, અને તે સદાય રહેનાર એટલે નિત્ય છે. આત્મા છે તે નિત્ય છે, છે કર્તા નિજ કર્મ, છે ભોક્તા વળી મોક્ષ છે, મોક્ષ ઉપાય સુધર્મ. મેં ગઈકાલે કહ્યું હતું કે બીજમાં આખો વડલો છે. ભરૂચ પાસે કબીર વડ છે, તેની શાખાઓ માઈલો સુધી ફેલાયેલી છે. આટલો મોટો વડલો એ નાના બીજમાંથી થયો છે. આ ૪૩મી ગાથા એ બીજ છે, અને ૧૪ પૂર્વ તે વડલો છે. બસ, શાસ્ત્રોનો વિસ્તાર આ છ પદો ઉપર છે. ૪૫ આગમો અને ૧૪ પૂર્વ આના ઉપર છે. અનંતજ્ઞાનીઓના જ્ઞાનનો, ઉપદેશનો વિસ્તાર આના ઉપર છે. એક વાત એવી આવી કે આત્મા છે પણ તે શબ્દ આપણા લીસ્ટમાં ન હતો. આપણા લીસ્ટમાં શરીર છે તેમ હતું. આપણી ઓળખાણ શરીરની ઓળખાણ છે પણ શરીરમાં રહેલા આત્મા સાથે નથી. પત્ની એમ કહે છે કે હું મારા પતિને બરાબર ઓળખું છું, અને પતિ એમ કહે છે કે હું મારી પત્નીને બરાબર ઓળખું છું, પરંતુ તેઓ ભૂલ કરે છે તેઓ શરીરને ઓળખે છે પણ શરીરમાં રહેલાંને ઓળખતાં નથી. મને કહેવાનું મન થઈ જાય છે કે પતિ પત્ની બન્યાં છો પણ એક દિવસ મરતાં પહેલાં આત્માનો અનુભવ કરી જોજો. ગમે છે વાત ? આ શરીરમાં આત્મા છે તેવું જોજો. ઓળખાણ બદલાઈ જશે. માલ આત્મા છે અને શરીર લેબલ છે. શરીર હોવું તે એક વાત અને આત્મા હોવો તે બીજી વાત. આત્માનું અસ્તિત્વ માનશો તો આધ્યાત્મિક ધારામાં પ્રવેશ મળી જશે. આ સમ્યજ્ઞાન, આ સમ્યક ચારિત્ર, આ છ વેશ્યા, આ આઠ કર્મો અને તેના પ્રકારો એ કોના ઉપર બધા ઊભા થશે? એ “આત્મા છે તેના ઉપર ઊભાં થશે. જો આત્મા જ ન હોય તો કશાની જરૂર નથી. તો આ છ સૂત્રોમાં પહેલું સૂત્ર “આત્મા છે'. ભલે અનુભવ નથી. પણ અનુભવ થતાં પહેલાં સ્વીકાર અને સ્વીકાર કરતાં પહેલાં શ્રદ્ધા. શ્રદ્ધા થતાં પહેલાં શ્રવણ. શ્રવણ માટે જ્ઞાની પુરુષ જોઈએ. જ્ઞાની પુરુષ પાસેથી શ્રવણ મળ્યું. તેની શ્રદ્ધા થઈ, તેનો સ્વીકાર થયો, એટલે શ્રદ્ધા થયા પછી તાલાવેલી જાગશે કે જેનો મેં સ્વીકાર કર્યો છે તેને જોયો નથી, અનુભવ નથી, પ્રગટ અનુભવ થયો નથી તો મારે પ્રગટપણે અનુભવ કરવો છે. એ તાલાવેલી જાગશે ત્યારે સાધનાનો અગ્નિ અંદર પ્રજ્વલિત થશે. કુંદકુંદાચાર્યજીએ સમયસારમાં કહ્યું છે કે વારંવાર શ્રવણ, મનન અને નિદિધ્યાસન નામનો પ્રચંડ અગ્નિ પ્રજવલિત કરીને તે આત્મા ! તું છો તેવો નિર્ણય કરી લે. યાજ્ઞવલ્કય અને મૈત્રેયી ઋષિ દંપતિ હતાં. યાજ્ઞવલ્કયને બીજી પત્ની કાત્યાયની હતી. તેમણે બન્નેને કહ્યું કે, હું અરણ્યમાં, જંગલમાં, એકાંતમાં સાધના કરવા જાઉં છું, માટે આ બધું મારી પાસે જે કંઈ છે તે For Personal & Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા તમને બન્નેને વહેંચી આપું છું. આ કાત્યાયનીનો ભાગ અને આ મૈત્રેયી તમારો ભાગ. કાત્યાયનીએ કહ્યું કે ભલે, ધન્યવાદ. તમે પક્ષપાત ન કર્યો અને વહેંચી આપ્યું. મૈત્રેયીએ કહ્યું કે મારે એ પૂછવું છે કે તમે આ કેમ છોડો છો? અમને કેમ આપો છો ? ત્યારે યાજ્ઞવલ્કય એમ કહે છે કે આ અનિત્ય છે અને સુખ આપી શકે તેમ નથી, આમાં સુખ નથી માટે છોડું છું. મૈત્રેયીએ કહ્યું, “આજે મેં તમને ઓળખી લીધા કે જે સુખ આપી શકે તેમ નથી તે અમને વળગાડો છો, અને તમે પોતે અમૃત મેળવવા જાઓ છો. અમે પણ તમારી સાથે આવીશું. અમારે પણ અમૃત જોઈએ છે. નાશવંત પદાર્થો જોઈતા નથી.” ઈશાવાશ્ય ઉપનિષદૂમાં કહ્યું છે કે ‘વિદ્યા મૃત્યુ તીર્તી’ આ જગ્યાએ અવિદ્યાનો અર્થ વિજ્ઞાન છે. તમે વિજ્ઞાનનો ઈનકાર નહિ કરી શકો. આજે તમને જે સુખ સગવડ મળે છે તે વિજ્ઞાનથી મળે છે. સાહેબ ! ચાર કલાક આ વિજળી જાય તો તમારું શું થાય? તે તમે જાણો. કેવાં ઊંચા નીચાં તમે થાઓ છો. કેટલી બળતરા અને મૂંઝવણ થાય છે. લાઈટ ગઈ, ગઈ, ગઈ, એમ કહી નિસાસા નાખો છો અને પાછી આવે ત્યારે નાચી ઊઠો છો. આ વીજળીનો ચમત્કાર છે, આ વિજ્ઞાનનો ચમત્કાર છે. વિજ્ઞાનથી ભૌતિક સુખ પ્રાપ્ત થશે પણ અમૃત તત્ત્વની પ્રાપ્તિ નહિ થાય. મૈત્રેયી કહે છે, “હે ઋષિવર ! જેનાથી અમૃત પ્રાપ્ત થાય તે અમને જોઈએ છે.” પહેલી વાત, “આત્મા છે'. આ “છે' માં તમે સંમત થાવ. હાલ થાવ તેમ હું કહેતો નથી, પણ સમજો કે આત્મા છે. તો આત્માનો સ્વીકાર થયો. અત્યાર સુધી દેહ છે, દેહ છે તે એક જ પક્ષનો સ્વીકાર હતો. આહાર, વિષયભોગ, ધન ઉપાર્જન, સંગ્રહ, ભય, કામવાસના, આ મેળવવું, સાચવવું, સંભાળવું, લડવું, ઝગડવું, પચાવી પાડવું, આપવું, રોવું આમ એક જ પક્ષે જીવન હતું. અને જ્યારે આત્મા છે તે નિર્ણય થશે ત્યારે શરીરનું મહત્ત્વ ઓછું થશે. એનો અર્થ એમ નથી કે ગજવામાંથી નોટો ફેંકી દો, પરંતુ તેની પાછળ જે ઘેલછા છે તે મટી જશે. કારણ? આત્મા છે અને આત્મા દેહથી જુદો છે તેવો સ્વીકાર થયો. આત્મા છે તે નિર્ણય પછી બીજો મહત્ત્વનો નિર્ણય એ છે કે તે નિત્ય છે.” એ સદાકાળ છે, તે સદાજીવી છે. આ ધર્મ સાધના, આ આધ્યાત્મિક સાધના આત્મા નિત્ય હોય તો જ થાય. નહિ તો સાધના કોના માટે કરવાની ? ચાર્વાકે તો કહી દીધું કે - “મમ્મીમૂતરા વેરા પુનરામને pતઃ”. અરે ભાઈ ! આ સ્મશાનમાં કાયા બાળી નાખી પછી પાછું કોઈ આવવાવાળું છે જ નહિ, માટે દેવું કરીને પણ ઘી પીવો, બસ આ જ કરો, પણ શાસ્ત્ર એમ કહે છે કે ના, આવાગમન છે. એક તત્ત્વ એવું છે કે જે કાયમ છે, નિત્ય છે, ત્રણે કાળ રહે છે તેને કહેવાય છે સતુ. જો સત્ છે તો તે સક્રિય છે કે નિષ્ક્રિય છે? એ પરિણમે છે. એ પરિવર્તન પામે છે. એના જીવનમાં જે કંઈ ઘટનાઓ બને છે તે કોના કારણે બને છે? શાસ્ત્ર એમ કહે છે કે તે કાર્ય કરનાર કર્તા છે, એ ક્રિયા કરે છે, અને એ ક્રિયા કરે તેના પરિણામે જે કંઈપણ થાય તેને કર્મ કહેવાય, નિજ કર્મ એટલે પોતાના કર્મનો તે કર્તા છે. બહુ મોટી વાત કરવી છે, અહીંયા કહેવું છે કે તમે For Personal & Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ ૧૦ પ્રવચન ક્રમાંક - ૩૭, ગાથા ક્રમાંક - ૪૩ સંપૂર્ણ રીતે સ્વતંત્ર છો, સતકર્મ કે દુષ્કર્મ કરવા માટે અને કંઈપણ ન કરવા માટે પણ સ્વતંત્ર છો ને કર્મ રહિત અવસ્થા પણ પ્રાપ્ત કરી શકો છો. ત્રીજું પદ છે “આત્મા કર્તા છે”. “આત્મા છે', તે “આત્મા નિત્ય છે અને તે આત્મા પોતાના કર્મનો કર્તા છે. બહુ મોટી વાત શાસ્ત્રોને કરવી છે કે તમે કોઈ ઉપર દોષારોપણ ન કરશો, કોઈને દોષિત ન ઠરાવશો, કોઈ ઉપર દાવો ન કરશો. આપણી પાસે તો સરળ રસ્તો છે કે અમે જે દુઃખી થયા છીએ તે તમારા કારણે થયા છીએ. તમે ન હોત તો લીલા લહેર કરત. અરે ! એ કારણ નથી. એ દોષિત નથી. એટલા માટે ભારતીય દર્શનો આત્માની સ્વતંત્રતાને મહત્ત્વ આપે છે. જૈનદર્શન વિશેષ મહત્ત્વ આપે છે. ટોટલ ફ્રીડમ તમે પ્રાપ્ત કરી શકો છો. તમે જ તમારા કર્મના કર્તા છો. ચોથી વાત – જે તમે કર્મ કર્યું તેનું પરિણામ કોણ ભોગવશે? કરે છગન અને ભોગવે મગન? ન બને. જે કરે તે જ ભોગવે. કરનાર જુદો અને ભોગવનાર જુદો એવી અવ્યવસ્થા નથી. પરમકૃપાળુદેવ કહેતા હતા, અમે જે કર્મો કર્યા છે તે અમે ભોગવીએ છીએ. કોને દોષ દેવો? આ સ્વીકાર થાય તો જીવનમાં બહુ આનંદ આવશે. બળાપા તો ઓછા થશે. જિંદગીનો મોટો ભાગ બળાપામાં અને ફેરફાર કરવામાં જાય છે. જે ચૈતન્ય કર્મ કરે છે તેને કર્મ કરવાની સ્વતંત્રતા છે. નોકર્મ, દ્રવ્યકર્મ અને ભાવકર્મની વાત આગળ આવશે. આ સંપૂર્ણ શાસ્ત્ર છે. તમને ખોલતાં અને સમજતાં આવડવું જોઈએ. પ્રત્યેક શબ્દમાં ગહન અર્થ ભર્યા છે. “છે કર્તા નિજકર્મનો, છે ભોક્તા પણ તેહ' તે કર્મના પરિણામને ભોગવનાર પણ પોતે છે. કોણ ભોગવે? આપણે ભોગવીએ છીએ. આત્મા છે, તે સદાકાળ છે. તે આત્મા કર્મનો કર્તા પણ છે અને ભોક્તા પણ પોતે જ છે, વચ્ચે કોઈને ન લાવશો. જે કરશે તે ભોગવશે. વાલિયો કોળી ઋષિને લૂંટવા ગયો. હાથમાં શસ્ત્ર હતું. તેમણે કહ્યું “ઉતાવળ ન કર. હું કંઈ ભાગી જવાનો નથી. હું શાંતિથી બેઠો છું, તું મને મારજે પણ શા માટે મારે છે તે મને કહે.” તો વાલિયો કહે, “કુટુંબવાળો છું, બાલબચ્યાં છે. તેમનું ભરણ પોષણ કરવાનું છે માટે બધાને મારું છું અને લૂટું છું. મને સીધી રીતે લૂંટવા દે તો ભલે, નહિ તો મારી રીતે રસ્તો કરું છું. એ માટે મેં શસ્ત્ર રાખ્યું છે. તેમણે કહ્યું કે “તું ઘેર જઈને પૂછી આવ. પરંતુ પૂછતાં પહેલા તારા પગ ઉપર કુહાડાનો થોડો ઘા કરજે અને પછી પૂછજે કે મારા પગને બહુ પીડા થાય છે તો તમે થોડું થોડું લ્યો. અને પછી બીજી વાત કરજે કે હું બધાને લૂંટવા માટે પાપ કરું છું, દુષ્કર્મો કરું છું તેમાં તમે ભાગ પડાવશો ને?” ઘેર જઈ તેણે તેમના કહેવા પ્રમાણે કર્યું અને ઘરવાળાંને પૂછ્યું કે તમે આ લૂંટવાના પાપમાં ભાગ પડાવશો ને? બધા કહે, “ના બાપ ! અમારે કોઈને પાપ ભોગવવું નથી.” આ એવી કંપની છે કે નફો લેવા તૈયાર, ખોટમાં ભાગ પડાવવો નથી.” આ શેર હોલ્ડરો એવા છે કે નફો લે પણ ખોટમાં ભાગીદારી નહિ. ઓછું આપે તો કોર્ટમાં લઈ જશે, પણ પાપમાં ભાગીદારી નહિ. ઘરનાએ ના પાડી કે જે માલ લાવશો તેમાં ભાગીદાર પણ For Personal & Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા પાપમાં નહિ. જે કરે તે ભોગવે. જો કોઈ જીવ દુઃખી થતો હોય તો તે વખતે ડાહ્યા થઈને લેક્ટર ન આપશો કે જે કર્મો કર્યા છે તે ભોગવો, અમારે શું? તમારી તો વાત ગજબ છે. તમને કહીએ કંઈ અને સમજો કંઈ. અખાએ સાચું જ કહ્યું છે કે “આંખનું કાજળ ગાલે ઘ', થાય શું? એક ભાઈએ લખ્યું કે કાકા અજમર ગયા. ઓલાએ વાંચ્યું, કાકા અજ મર ગયા. મરનારની પાછળ વિધિ તો કરવી જ પડે. આ વિધિ ચાલતી હતી ત્યાં કાકો આવ્યો. શું હાલત થાય? આ શું ચાલે છે બધું? અરે તમે છો? કોઈએ લખ્યું કે કાકા અજ મર ગયે. બસ, શાસ્ત્રો તમને કહે કંઈ અને તમે સમજો કંઈ. અમે કહીએ કે અમારી પાછળ પાછળ આવો. તો પાછળ પાછળ ચાલો છો. અરે ! એમ નહિ. અરે ! અમે જે કહીએ છીએ, તે તમે પણ કરી જીવનમાં ઉતારો. તમે શું અર્થ કરો તે જોખમ છે. એટલા માટે તમે દુઃખ ભોગવતાં હોય ત્યારે કહેજો કે આ મારું કરેલું છે, અને બીજા ભોગવતાં હોય ત્યારે તેના ઉપર કરુણા કરો, તેને હિંમત આપો, એ પ્રેમ છે, દયા છે. નિષ્ફરતા ધર્મ નથી, ઉપેક્ષા એ ધર્મ નથી. શાસ્ત્રોએ નિષ્ફરતા કરવાનું કહ્યું નથી. શાસ્ત્રો કહે છે કે તમે દુઃખ ભોગવતી વખતે તમારું કર્મ સ્વીકારી લો. અને બીજાના દુઃખમાં સહાનુભૂતિ વ્યક્ત કરો, સહકાર આપો, બે શબ્દો સહાય માટે કહો. પરોપકાર, સેવા, ત્યાગ, મદદ, સહાય એ ધર્મ છે. એમાંથી ધર્મ પ્રગટ થાય છે. આત્મા છે એ એક વાત, તે નિત્ય છે, કર્તા છે, ભોક્તા છે. અને છેલ્લે પૂછ્યું કે આ ચક્ર તો છે પરંતુ આમાં જ કાયમ રહેવાનું છે કે બહાર નીકળવાનો રસ્તો-કોઈ દરવાજો છે? મકાન બનાવીએ તો આવવા જવાનો દરવાજો તો હોય જ ને ? મકાનને જેમ દરવાજો છે તેમ આ ચક્રમાંથી બહાર નીકળવાનો દરવાજો છે? તો છે. મોક્ષરૂપી દરવાજો છે. આમાંથી મુક્ત બની શકાય છે. દુઃખમાંથી, રાગમાંથી, દ્વેષમાંથી મુક્ત બની શકાય છે. કર્મમાંથી, જન્મમરણમાંથી, આસક્તિમાંથી મુક્ત બની શકાય છે, બંધનમાંથી મુક્ત થઈ શકાય છે. છેલ્લી વાત, મોક્ષ છે તો તેનો ઉપાય છે? અને જ્ઞાની પુરુષો કહે છે કે “છે”. જેમ મકાન ઉપર ચડવું છે તો લીફટ કે સીડી છે? હા, છે. તેમ અહીં છઠું પદ આપ્યું, “મોક્ષનો ઉપાય છે.” આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્મનોકર્તા છે, આત્મા કર્મનો ભોક્તા છે, મોક્ષ છે અને મોક્ષનો ઉપાય પણ છે. સાહેબ ! આ છ પદ તે તત્ત્વજ્ઞાનનો નિચોડ, આ ૪૫ આગમોનો નિચોડ અને આ ચૌદપૂર્વનો પણ નિચોડ. આના ઉપર વિગતવાર સંવાદ ગુરુ શિષ્યના ક્રમથી હવે લઈશું. ધન્યવાદ, આટલા ધીરજપૂર્વક સાંભળ્યું. સૌના અંતરમાં રહેલા પરમાત્માને મારા પ્રેમપૂર્વક નમસ્કાર, عم For Personal & Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨. પ્રવચન ક્રમાંક - ૩૮, ગાથા ક્રમાંક - ૪૪ પ્રવચન ક્રમાંક - ૩૮ ગાથા ક્રમાંક - ૪૪ પગ્દર્શન ભિન્નતાનું કારણ ષસ્થાનક સંક્ષેપમાં, પર્દર્શન પણ તેહ, સમજાવા પરમાર્થને, કહ્યાં જ્ઞાનીએ એહ. (૪૪) ટીકાઃ એ છ સ્થાનક અથવા છ પદ અહીં સંક્ષેપમાં કહ્યાં છે, અને વિચાર કરવાથી ષદર્શન પણ તે જ છે. પરમાર્થ સમજવાને માટે જ્ઞાની પુરુષે એ છ પદો કહ્યાં છે. (૪૪). ગુરુ શિષ્યના સંવાદનો પ્રારંભ કરતા પહેલાં પરમકૃપાળુદેવ એક મહત્ત્વની વાત કરે છે. અમે જે પ્રારંભ કરીએ છીએ, એમાં બે બાબતોનો સમાવેશ થાય છે. આમાં ષ સ્થાનકો તો છે અને છ દર્શનો પણ છે. દર્શન એટલે દૃષ્ટિ, દર્શન એટલે અભિપ્રાય, દૃષ્ટિકોણ. દર્શન એટલે જોવું, જાણવું, સ્વીકારવું. ધરતી ઉપર ભિન્ન ભિન્ન દર્શનો છે. અલગ અલગ વ્યક્તિઓએ આ પરમ તત્ત્વને – અતીન્દ્રિય તત્ત્વને અલગ અલગ રીતે જોયું છે. જેટલી પહોંચી હતી, જેટલું જ્ઞાન હતું તેનાથી તે રીતે જોયું. જેમણે ખંડ ખંડ રીતે જોયું, તેમણે ખંડ ખંડ વાત કરી અને જેમણે અખંડ જોયું તેમણે અખંડ વાત કરી. ખંડ ખંડ જેમણે વાત કરી ત્યાં મત, માન્યતા અને જુદા જુદા દર્શનો ઊભા થયાં. અખંડ વાત જેમણે કરી તેમણે સળંગ અખંડ તત્ત્વનું દર્શન કર્યું અને તે માટે બે ભૂમિકા જોઈએ. એક સંપૂર્ણ વીતરાગતા અને બીજી બાજુ સર્વજ્ઞતા. વીતરાગતા છે ત્યાં સર્વજ્ઞતા આવે છે, અને જે સર્વજ્ઞ હોય તે અવશ્ય વીતરાગ હોય જ, અને તેથી વીતરાગતાની ઘટના પહેલી ઘટે છે, અને સર્વજ્ઞતાની ઘટના પછી ઘટે છે. વીતરાગ થયા સિવાય સર્વજ્ઞ થવાતું નથી, અને સર્વજ્ઞ બન્યા સિવાય સમગ્ર અસ્તિત્વને અખંડ સ્વરૂપમાં, દર્શનમાં, દૃષ્ટિમાં, નજરમાં લઈ શકાતું નથી. જૈન પરિભાષામાં, સમગ્ર અસ્તિત્વને સમગ્ર સ્વરૂપે જોવું તેને કેવળજ્ઞાન કહે છે. ભૂતકાળમાં જે બન્યું, વર્તમાનમાં જે થઈ રહ્યું છે અને ભવિષ્યકાળમાં જે બનવાનું છે, તે તમામને એક સાથે, એક સમયમાં જોવા અને જાણવાનું સામર્થ્ય આ કેવળજ્ઞાનમાં છે. આ ૧૪ બ્રહ્માંડમાં-૧૪ રાજલોકમાં જેટલાં શેયો છે, જેટલા જાણવા લાયક પદાર્થો છે, તેમની જેટલી અવસ્થાઓ છે, (પર્યાયો છે), તેમાં જેટલી ઘટનાઓ ઘટવાની છે, તેમાં કેટલા પરિવર્તનો આવવાના છે તે તમામને એક સાથે એક સમયમાં જાણવાનું સામર્થ્ય અને શક્તિ જે અવસ્થામાં છે, તેને શાસ્ત્રો સર્વજ્ઞ અવસ્થા કહે છે. એવા સર્વશે જે જોયું તે અખંડ જોયું. તેમણે પરિપૂર્ણ આ સર્વજ્ઞતાના લેવલથી જોયું. For Personal & Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૧૩ જેઓએ હજુ પરિપૂર્ણ અવસ્થા પ્રાપ્ત કરી નથી તેમણે પણ જોયું, તેમણે ખંડ ખંડ જોયું અને ખંડ ખંડ કહ્યું, તેથી જુદા જુદા દર્શનો થયા છે. તેમણે ખંડ ખંડ જોયું અને જે ખંડ ખંડ કહ્યું તે કહ્યું નહોત તો ધરતી ઉપર અલગ અલગ દર્શનો હોત નહિ. દરેક વ્યક્તિને પોતાનો અભિપ્રાય છે, પોતાની દૃષ્ટિ છે. અને એ દૃષ્ટિએ પોતે વસ્તુને જુએ છે. એટલા માટે કહ્યું કે જોનાર ક્યાં કઈ ભૂમિકા ઉપર ઊભો છે ? એની કઈ સ્થિતિ છે ? તેનો આંતરિક વિકાસ કેવો છે ? તેને પ્રમાણમાં તે જોનાર માણસ કહી શકશે. જો જોનાર સંપૂર્ણ વિકસિત હોય, સર્વજ્ઞ હોય તો તેના દર્શનમાં અખંડ તત્ત્વ-વસ્તુ આવે છે. જગતમાં ભિન્ન ભિન્ન દર્શન હોય છે, તેમાં કંઈ નવાઈ નથી. કારણ કે જોનારા તેમની અધૂરપના કારણે, તેમની અપૂર્ણતાના કારણે, તેમનું દર્શન ખંડિત થવાના કારણે એમણે એ પ્રમાણે જોયું. સૂર્ય આકાશમાં ઊગ્યો છે, પરંતુ અંધ માણસ ના પાડે છે કે સૂર્ય ઊગ્યો નથી, જેને મોતિયો આવ્યો છે તેને પ્રકાશ ઓછો દેખાય છે. ઝામર છે તેને એથી ઓછો દેખાય છે. બાળક છે તેને પ્રકાશ વધારે દેખાય છે, યુવાનને તેથી વધારે દેખાય છે અને ઘરડો ડોસો થયો હોય તેને પ્રકાશ ઓછો દેખાય છે, પણ સૂર્ય તો એનો એ જ છે. સૂર્ય તરફ જોનારાં જુદાં જુદાં છે. જે અસ્તિત્વ છે તે એનું એ છે, પણ તેના તરફ જોનારા જુદા જુદા છે. આ વાત એટલા માટે સમજવી જરૂરી છે કે આ વાતની આપણે ઉપેક્ષા કરીએ છીએ. આ વાત સમજવાની આપણી તૈયારી નથી. તુરત જ આપણે કહીશું કે રહેવા દો ને ! પણ એમ ન ચાલે કારણ જોનારા જ્યાં ઊભા છે ત્યાંથી તેમણે જોયું છે. અને એક સારું થાત કે તેમને પ્રતીતિ થઈ હોય કે જે અમે જોયું છે તે પૂરેપૂરું જોયું નથી, અધૂરું જોયું છે, ખંડિત જોયું છે, અલ્પ જોયું છે', તે કહેવું નથી. જોયું ખંડિત પણ તેઓ કહ્યા વગર રહી શક્યા નથી, અને તેમને સાંભળનારાં પણ મળ્યાં, અને માનનારાં પણ મળ્યાં, આ સાચું છે તેમ સ્વીકારનારાં પણ મળ્યાં. આમ ટોળું ભેગું થયું, ટોળું જે મળે છે તેમાંથી સંપ્રદાય બને છે. સંપ્રદાયો પાસે પરમ તત્ત્વ છે નહિ, પૂરું તત્ત્વ છે નહિ, અખંડ જ્ઞાન છે નહિ, પણ દાવો અખંડતાનો કરે છે. અમે જે કહીએ છીએ તે પરમ સત્ય કહીએ છીએ, અમે જે કહીએ છીએ તે પરમાર્થિક છે, તે પૂરેપૂરું છે. અમે જે કહીએ છીએ તે અખંડ અને પરિપૂર્ણ છે. તત્ત્વને સમજવામાં, અસ્તિત્વ અને પરમાર્થને સમજવામાં આ બધા અવરોધો છે. મહાપુરુષોએ કહ્યું કે “સ્વચ્છેદ મત આગ્રહ ત્યજી આ પદ એટલા માટે છે કે તમે જ્ઞાની પાસે કોઈ મત લઈને જશો નહિ. મત અને સત્ એનો મેળ નથી. સત તો મતથી પર છે. સત્ય માન્યતાથી પર છે, આગ્રહથી પર છે. તમે સત્યને જોવા માટે મતને જોશો તો તમે સત્યનું દર્શન કરી શકશો નહિ. ખલીલ જીબ્રાનનું વાક્ય ફરી યાદ કરીએ, તેઓ એમ કહે છે કે જ્યારે સત્યને શબ્દોના અલંકાર પહેરાવવામાં આવે અને સત્યને શબ્દોમાં વ્યક્ત કરવાનો પ્રસંગ આવે ત્યારે સત્ય સત્ય ન રહેતાં અસત્ય બની જાય છે. સત્યને પ્રગટ કરવા, શબ્દો જ સાધન છે, બીજો કોઈ ઉપાય નથી પણ સત્યને કહેવા શબ્દો ભંગાર સાધન છે. સત્ય જોશો શેનાથી? હા, એક રસ્તો For Personal & Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ ૧૪ પ્રવચન ક્રમાંક - ૩૮, ગાથા ક્રમાંક - ૪૪ છે. મૌનમાં જાવ, સમાધિમાં જાવ, શાંત બનો તો એમાં તમને સત્ય દેખાશે. એટલે જેમણે સત્ય જોયું તેમણે સમાધિ અને શાંતિમાં જોયેલ છે. એમણે એકાગ્રતાથી અંતરમાં જોયું છે. ભાગવતજીએ જે કહ્યું તે ભાગવત સમાધિમાં જોયું. ભાગવતને સમજવા સમાધિની ભાષા સમજવી પડે, પરંતુ સમાધિની ભાષા સમજ્યા વગર જેટલાં ભાગવતને કહે છે, એ ભાગવતના નામે બીજું જ કહે છે. શુકદેવજી સમાધિમાં હતા અને તેમણે સમાધિની ભાષામાં કહ્યું. કહેનાર નાનો માણસ ધંધાદારી છે, કથાકાર છે, વકતા છે, પૈસા માટે કામ કરે છે. તેને લોકોના દિલ બહેલાવવાં છે, લોકોને રાજી કરવા છે, તેને ટોળું ઊભું કરવું છે. તે પૂછે છે કે તમારી કથામાં કેટલાં માણસો આવ્યાં ? પાંચ હજાર. તો બસ, મારી કથામાં દસ હજાર આવે છે. એને રાજી થવું છે. તેને બે કામ કરવા છે, અહંકાર પણ પોષવો છે, અને પૈસા તથા પ્રતિષ્ઠા પણ મેળવવી છે. કથાકારને સતું એટલે જે સત્ય છે તેની સાથે કંઈ લેવા દેવા નથી. સોક્રેટીસે સત્ય કહ્યું અને તેને ઝેર પીવું પડ્યું. લોકોએ ઝેર પાયું. લોકો તમને આ ધરતી ઉપર સત્ય બોલવા નહિ દે. કોઈએ કહ્યું કે તમે એક દિવસ સત્ય બોલશો તો તમારી પાછળ લોકો પડશે પણ વધારે સત્ય બોલશો તો જીવતા રહેવા નહિ દે. સત્ય કેમ બોલો છો? અસત્ય બોલો. સત્યને નામે અસત્ય બોલશો તો એ તેમને ગમશે. સત્ય બોલશો એ નહિ ગમે, માટે કહ્યું છે કે પરમાર્થિક સત્ય કહેવું એ જગતમાં મોટામાં મોટી જવાબદારી છે. | દર્શન જે થયાં જુજુઆ, ઓધ નજરને ફેરે રે. આ દર્શનો જગતમાં થયાં તે ઓધ દૃષ્ટિથી થયાં. દૃષ્ટિના ભેદથી થયાં, મૂળ તત્ત્વ આવું નથી. “ભિન્ન ભિન્ન મત દેખીયે, માત્ર દૃષ્ટિનો દોષ'. દૃષ્ટિના દોષના કારણે ભિન્ન ભિન્ન મત થયા છે. આ આત્મસિદ્ધિમાં ષટ્રસ્થાનકો પણ છે અને પર્શનો પણ છે. ષદર્શનને તુલનાત્મક રીતે, સંવાદી રીતે, પરસ્પર વિરોધ નથી તે રીતે કહેવાની, સમજવાની અદ્દભુત વ્યવસ્થા આત્મસિદ્ધિમાં છે. પર્દર્શનને આત્મસિદ્ધિમાં સમાવી લીધાં છે, અને “ષટુ દરિશણ જિન અંગ ભણી” (આનંદધનજી મ.) છ દર્શનો વીતરાગ પુરુષનાં અંગ છે. વીતરાગ પુરુષે અલગ અલગ ઢંગથી આ છ દર્શનો કહ્યાં છે. તથા આમાં ષ સ્થાનકો સંક્ષેપમાં કહ્યા છે. - સ્થાનક એટલે રહેવાની જગ્યા. વ્યવહારમાં કહો છો ને કે આ તેમનું સ્થાન છે. આ દેવીનું સ્થાન છે, આ પીરનું, આ પયગંબરનું સ્થાન છે, આ અમારા પિતાજીનું સ્થાન છે. સ્થાન એટલે રહેવાની જગ્યા. કોને રહેવાની જગ્યા ? તો કહે છે કે સમ્યગદર્શનને રહેવાની જગ્યા. સમ્યગદર્શનનાં નિવાસભૂત એવાં છ પદો જ્ઞાની પુરુષોએ કહ્યાં છે. એમાં સમ્યગ્રદર્શન રહે છે. “આત્મા નિત્ય છે એ શબ્દોમાં ? આત્મા કર્મનો કર્યા છે તે શબ્દોમાં'. જો શબ્દના સ્થાનમાં સમ્યગદર્શન હોત તો પ્રીન્ટિગ પ્રેસવાળા બધા સમ્યગુદૃષ્ટિ થઈ ગયા હોત. કારણ કે પહેલાં તેમણે છાપ્યું. પ્રુફ રીડીંગ તેઓ કરે છે, વાંચન તેઓ કરે છે અને છાપવાનું કામ પણ તેઓ કરે છે, પણ માત્ર શબ્દોથી સમ્યગ્રદર્શન ન થાય. પરમકૃપાળુદેવને એમ કહેવું છે કે આ For Personal & Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૧૫ જે છ પદો અમે કહેવાના છીએ તેની વિચારણા કરવી. આ છ પદોની એકાંતમાં રહીને, મૌનપણે, સર્વાગીણ રીતે, સાપેક્ષપણે ગંભીરતાથી જો સતત વિચારણા થાય, તેના ચિંતનની ધારા જો સતત ચાલે તો અંદર એક પ્રક્રિયા થાય છે, ઘટના ઘટે છે. જેમ ઘંટી ફરતી જાય છે ને અંદર અનાજ દળાતું જાય છે, ઘંટી ફરતી દેખાય પણ અનાજ દળાતું દેખાતું નથી પણ લોટ બહાર આવે તો દેખાય છે, તેમ આ ચિંતનની ધારામાં મિથ્યાત્વ મોહનીયના-દર્શન મોહનીય કર્મના દલિકો દળાતા જાય છે. તમે શાંતિથી બેઠા હો ને છોકરો ટી.વી. ચાલુ કરે ને તમે ડીસ્ટર્બ થાવ છો ને કહો છો કે અલ્યા તું મને ડીસ્ટર્બ કેમ કરે છે ? ટી.વી. છોકરાએ ચાલુ કર્યું ને તમે ડીસ્ટર્બ થયા તેમ આ દર્શનમોહ કર્મના ઉદયમાં આવતા દલિકો સત્યને જોવામાં ડસ્ટર્બન્સ કરે છે, વિક્ષેપ ઉત્પન્ન કરે છે, બાધા ઊભી કરે છે. તત્ત્વ જે રીતે જોવું જોઈએ, જેમ જોવું જોઈએ તેમ જોવામાં અવરોધ કરે છે. આ વિક્ષેપ ઉત્પન્ન કરનાર દર્શન મોહનીય કર્મનો જથ્થો ચિંતનની ઘંટીમાં પીલાતો જાય છે. શાસ્ત્રીય પરિભાષામાં અંદર યથાપ્રવૃત્તકરણ, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ થાય છે અને પછી અંતર્મુહૂર્ત માટે આ દર્શન મોહનીયકર્મના દલિકો સક્રિય થઈ શકતા નથી. ઉદયમાં આવી શકતા નથી, તે વખતે જે ઘટના ઘટે તેને કહેવાય સમ્યગુદર્શન. તેમાં આત્માનો સાક્ષાત્કાર થાય છે, આત્માનો અનુભવ થાય છે. તમે પૂછો છો ને કે સમ્યગદર્શન કેવી રીતે થાય છે? ક્યાં થાય? આ એની પ્રોસેસ છે. સમક્તિ એક ઘટના છે. શ્રદ્ધા તમારો ગુણ છે. આત્માના અનંત ગુણો છે. તેમાં શ્રદ્ધા નામનો જે આત્માનો ગુણ છે તેનો શુદ્ધ પર્યાય એનું નામ સમ્યગદર્શન. આ સમ્યગદર્શન આત્માને જોવે છે, જાણે છે અર્થાત્ આત્માનો સાક્ષાત્કાર કરે છે. આત્મામાં રમે છે, ઠરે છે, આત્મામાં સ્થિર થાય છે. એ સમ્યગ્દર્શનનું સામર્થ્ય છે. અહીં દર્શન મોહનીયના દલિકો દબાઈ ગયા છે, અંતર્મુહૂર્ત સુધી ઉદયમાં આવી શકે તેમ નથી, તેથી જે ગુણ પ્રગટ થયો તેને કહેવાય છે સમ્યગ્દર્શન. તત્ત્વનો ઉપરછલ્લો વિચાર નહિ, થોડોક વિચાર નહિ પણ એ વિચારની ધારા ચાલુ થાય ને કલાકો સુધી તેમાં ખોવાઈ જાય. એક મુનિ ધ્યાનમાં ઊભા છે, તંદુરસ્ત શરીર છે, યુવાન વય છે. સંસારનો પરિત્યાગ કર્યો છે અને શરીર સુકાતું જાય છે. તેમના સ્વજનો દર્શન કરવા આવે છે. જોયું કે શરીર સૂકાઈ ગયું છે. તેઓ ગુરુદેવને પૂછે છે કે આ ગામમાં શ્રાવકોનાં ઘર છે કે નહિ? આહાર પાણી મળે છે કે નથી મળતાં? આચાર્ય પણ કુશળ હતા. તેમનું શું કહેવું છે તે સમજી ગયા. સ્વજનોએ કહ્યું કે અમારો આ પુત્ર દીક્ષા લીધી ત્યારે તંદુરસ્ત હતો. તે કેમ સૂકાઈ ગયો? ગુરુદેવ કહે છે કે આહાર તો મળે છે પણ મુનિ એકાંતમાં, મૌનમાં, સતત તત્ત્વચિંતનમાં ડૂબેલાં જ હોય છે. અને તત્ત્વચિંતનમાં ડૂબેલા હોવાના કારણે દેહ તરફ તેમનું For Personal & Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ ૧ પ્રવચન ક્રમાંક - ૩૮, ગાથા ક્રમાંક - ૪૪ ધ્યાન જતું નથી, માટે તેમનું શરીર સૂકાઈ ગયું છે. આમ ચિંતન કરવું પડે. ખાટલાં ઉપર પડ્યાં પડ્યાં કે હિંચકા ખાતાં ખાતાં ચિંતન ન થાય અને નાસ્તો કરતાં કરતાં સમ્યગ્દર્શન ન થાય. તત્ત્વના ઊંડાણમાં જવું પડે, તે માત્ર વિચારથી નહિ થાય, વિચાર પછી ચિંતન, પછી મનન અને પછી નિદિધ્યાસન. આ પ્રોસેસ અંદર થઈ રહી છે તે આપણે જોઈ શકતા નથી. વિચાર કરતાં કરતાં ધારણા થાય, ધારણામાંથી ધ્યાન અને ધ્યાનમાંથી સમાધિ અને સમાધિમાં સમ્યગ્દર્શન, આ પ્રોસેસ છે. આ છ સ્થાનકો તે મંત્ર જેવાં છે. એક એક સ્થાનકમાં સમ્યગ્દર્શન છે. ‘આત્મા છે’, બસ. આ વિચાર ચાલુ થયો, ચાલ્યો, ચાલ્યો, ચાલ્યો, દેહનું પણ ભાન ભૂલી જવાય. ૨મણ મહર્ષિ ૧૬ વર્ષના હતા અને ધ્યાનમાં બેઠા હતા. અવાવરૂ જગ્યા હતી, સાફ ન હતી તેથી ત્યાં મંકોડા થયા હતા. તે ઉપરાંત લાલ ભમરી અને પીળી ભમરીઓ હતી. ભમરીનો પ્રસાદ જેને મળ્યો હોય તેને જ ખબર પડે કે કેવી મઝા આવે ? બે મધપૂડા તેમના ઉપર તૂટી પડ્યા. મહર્ષિ તો બેઠા એ બેઠા જ. આ પંચમકાળની ઘટના છે. આ ચોથા આરાની વાત કરતા નથી. અમારે તમારી સાથે વાત કરતાં જાગૃત રહેવું પડે. મહર્ષિને ભમરીઓ કરડી પણ મહર્ષિનું તત્ત્વ ચિંતન ચાલ્યું અને તેમાં એકાગ્રતા-તન્મયતા હતી. પ્રગાઢ તત્ત્વ ચિંતન કરતાં કરતાં સમ્યગ્દર્શન થશે. હવે કોઈને પૂછવાની જરૂર નહિ પડે કે સમ્યગ્દર્શન કેમ થાય ? આ નેશનલ હાઈવે છે. આ માર્ગે જાવ, સમ્યગ્દર્શન થશે. સમ્યગ્દર્શનના નામે જે ભ્રમણાઓ થાય છે તેનાથી બચજો. એક વાત એ પણ સમજી લો કે સમ્યગ્દર્શન થયું એટલે કામ પૂરૂં થયું તેમ ન માનશો. સમ્યગ્દર્શન થયું, હવે કંઈપણ કરવાની જરૂર નથી, એમ પણ ન માનશો. બાપુ ! હજુ વાર છે. સમ્યગ્દર્શનથી તો શરૂઆત થઈ. તમને કોલેજમાં દાખલ થવાની પરમીશન મળી. ભણવાનું બાકી છે, પરીક્ષા બાકી છે, રીઝલ્ટ બાકી છે. પહેલા નંબરે આવવાનું બાકી છે. સમ્યગ્દર્શન ચોથા ગુણસ્થાને થાય અને કેવળજ્ઞાન તેરમા ગુણસ્થાને થાય. હજુ આઠ ગુણસ્થાન વટાવવાનાં છે. કેટલાક તો કહે છે કે સમ્યગ્દર્શન થયું ને ? હવે કંઈ કરવાની જરૂર નથી, અરે ! રહી જશો. સમ્યગ્દર્શન પછી જ ખરા પુરુષાર્થની જરૂર છે. પરમીશન મળે તો વેપાર કરી શકો. તેમ સમ્યગ્દર્શનથી પરમીશન મળી. હવે મોક્ષની સાધના કરી શકો. સમ્યગ્દર્શન પછી સમ્યક્ચારિત્રની સાધના જીવનમાં કરવાની બાકી છે. શ્રદ્ધા પ્રાપ્ત કરી, જ્ઞાન પ્રાપ્ત કર્યું. સમ્યગ્દર્શન થયું. સમ્યજ્ઞાન પ્રાપ્ત થયું પણ સમ્યક્ચારિત્ર ન આવે તો ધર્મનું વૃક્ષ ફળતું નથી. કહ્યું છે કે ‘શ્રદ્ધા જ્ઞાન લહ્યાં છે તો પણ, જો નવિ જાય પમાયો, વંધ્ય તરુની ઉપમા તે પામે’. ફળ મોક્ષ છે, તે મોક્ષ મળતો નથી. પરમકૃપાળુદેવે કહ્યું છે કે જ્ઞાનનું ફળ વિરતિ છે. વિરામ પામ, વિરામ પામ આ ભોગોથી, આ વિષયોથી, રાગદ્વેષથી અને કષાયોથી વિરામ પામ. સમ્યગ્દર્શન થયું એટલે સાધનાની શરૂઆત થઈ. સમ્યગ્દર્શન થયું એટલે મકાનનું પઝેશન For Personal & Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૧૭. મળ્યું. રહેવા જવાનું બાકી છે. સમ્યગદર્શન પછી સમ્યફચારિત્ર ન આવે તો સાધના અધૂરી છે. જૈનદર્શન કહે છે કે સમ્યદર્શનથી ઉપાડ કર્યો અને વીતરાગતામાં ચારિત્ર મોહના જયનો વિસામો. વીતરાગ દશા ક્યાં આવી ? બારમા ગુણસ્થાને અને ત્યાં જઈ ઠર્યો, એવો સમ્યગદર્શનનો ઉપાડ હોય. સમ્યગદર્શન થયા પછી એ એમ ન કહે કે હવે કંઈ કરવાનું બાકી નથી. અમે એક ઠેકાણે બેઠા હતા, ત્યાં એક ગુરુ પણ બેઠા હતા. અને પાંચ દસ તેમના ચેલાઓ પણ બેઠા હતા. ચેલાઓએ આંખ મીંચી. પછી થોડીવારે ગુરુએ પૂછ્યું, “હો ગયા?” કહે, “હો ગયા.” મને કહે કે પાર પામી ગયા, બસ. અમે પૂછ્યું કે શું થયું? તો કહે કંઈ નહિ, એમણે પૂછ્યું કે “હો ગયા?' અને અમે કહ્યું કે હો ગયા. ધર્મના નામે આવાં તોફાન? ધર્મ એક અદ્ભુત વસ્તુ છે. પસ્થાનક સમક્તિને રહેવાનાં સ્થાન છે. સમ્યગદર્શનનાં નિવાસભૂત એવાં છે પદો જ્ઞાની પુરુષે કહ્યાં છે. તેમાં નિવાસ થાય છે સમ્યગદર્શનનો. જરા અલંકારિક ભાષામાં કહીએ કે સમ્યગદર્શનને ગોતવું હોય તો ક્યાં ગોતવું? તો આપણે કહીએ કે આત્મા છે ત્યાં શોધો, આત્મા નિત્ય છે, આત્મા કર્મનો કર્યા છે ત્યાં શોધો. આત્મા કર્મનો ભોક્તા છે તેમાં શોધો, મોક્ષ છે, અને મોક્ષનો ઉપાય છે તેમાં શોધો. ત્યાં તમને સમ્યગુદર્શન મળી આવશે. અને કઈ રીતે થાય? વિચાર કરતાં કરતાં થાય. વિચારમાંથી ચિંતન, ચિંતનમાંથી મનન, મનનમાંથી નિદિધ્યાસન અને ત્યાર પછી ધારણા, ધારણામાંથી ધ્યાન, ધ્યાન પછી સમાધિ અને સમાધિમાં દર્શન થાય. સમ્યગુદર્શન એ સમાધિ છે. એ સંપૂર્ણ સમાધિ નથી, પણ અર્ધ સમાધિ છે, અને એ સમાધિમાં આત્મતત્ત્વનો સ્વાનુભવ થાય છે. બીજી વાત, “ષદર્શન પણ તેહ', આમાં છ દર્શનની વાત સાથે સાથે આવી જાય છે. જુઓ બે પક્ષ. એક પક્ષ કહે છે આત્મા નથી, આત્મા નિત્ય નથી, આત્મા કર્મનો કર્તા નથી, આત્મા કર્મનો ભોક્તા નથી, મોક્ષ નથી અને મોક્ષનો ઉપાય નથી. આ નથી તે નકારવાદ, નિષેધાત્મક વલણ, છ પદો નથી. અને તેની સામે છ પદ છે. આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્મનો કર્તા છે, આત્મા કર્મનો ભોક્તા છે, આત્મા મોક્ષ સ્વરૂપ છે, અને મોક્ષનો ઉપાય છે. આવાં જુદાં જુદાં છ દર્શનો મતભેદ કરી ઝગડાઓ કરે છે, પણ તેમ કરવાનું કોઈ કારણ નથી. કેમ? તો છ દર્શનોનો જવાબ આ છ પદમાં આવી જાય છે. બહુ અભુત વાત છે. “ષસ્થાનક સંક્ષેપમાં, પર્દર્શન પણ તેહ', –આ અમે ષદર્શનની વાત કરવાના છીએ તે મતભેદ કે ઝગડા માટે કરવાના નથી. પરમાર્થને સમજાવવા કરવાના છીએ. આ અમારું મિશન છે. અમારું મિશન પરમાર્થને સમજાવવા માટે છે. આ તમામ દર્શનોને તેમણે આમંત્રણ આપ્યું, કે ચાલો આપણે પરમાર્થને સમજીએ. શુદ્ધાત્માને સમજીએ. લડવા માટે આ દર્શનો નથી. પરમાર્થ એટલે શુદ્ધાત્મા સમજાય, એ અર્થે જ્ઞાનીઓએ આ બોધ કર્યો છે. “ષ સ્થાનક For Personal & Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ ૧૮ પ્રવચન ક્રમાંક - ૩૮, ગાથા ક્રમાંક - ૪૪ સંક્ષેપમાં, પર્શન પણ તેહ', એમ શા માટે? કયા હેતુથી કહો છો? તો “સમજાવવા પરમાર્થને -આ કલેશ, આ ઝગડા અને મતમતાંતર મટી જાય, આ માન્યતાઓ મટી જાય, કદાગ્રહ મટી જાય, આગ્રહો મટી જાય અને પરમાર્થ એટલે શુદ્ધાત્મા સમજાય. “કહ્યાં જ્ઞાનીએ એહ', અહીં જ્ઞાની શબ્દ વાપર્યો, પણ પંડિત, પ્રોફેસર, વિદ્વાન, કથાકાર કે પ્રવચનકાર, કવિ એ શબ્દ નથી વાપર્યો. આ તો જ્ઞાનીએ કહ્યાં છે. હવે મતભેદ નહિ કરતાં, એક આત્મા તરફ જ લક્ષ જાય, એ હેતુથી અમે હવે આત્મસિદ્ધિ કહેવાનો પ્રારંભ કરીએ છીએ. પરમકૃપાળુદેવે અદ્ભુત ભૂમિકા બાંધી છે. ભૂમિકા બાંધવા બેતાલીશ શ્લોકો કહ્યા. તેતાલીશ અને ચુમ્માલીશમી ગાથામાં ષસ્થાનક કહ્યાં. આ ચુમ્માલીશ ગાથાઓ તો ભૂમિકા તૈયાર કરવા માટે કહીને તેમણે અદ્ભુત પાયો નાખ્યો છે. કોઈ આત્મા નથી તેમ માને છે. આ જગતમાં જુદાં જુદાં અભિપ્રાયો છે. એક અભિપ્રાય તો એમ પણ છે કે આત્મા નથી. આ દેખાય છે તેટલું જ છે, બીજું કાંઈ નથી. આ દૃશ્ય પદાર્થો આંખે દેખાય છે તે જ છે. કાને સંભળાય છે તે જ છે. જે આંખે ન દેખાય, જોવામાં આવે નહીં તે હોઈ જ ન શકે, તેથી આત્મા નથી. આગળ શિષ્ય દલીલો અને તર્ક કરશે. યુક્તિઓ વાપરશે અને કહેશે ગુરુદેવ! આત્મા નથી. પછી ગુરુદેવ નિરાકરણ પણ કરશે. આત્મા છે એ સિદ્ધ કરવા મહેનત છે, પછી મહેનત નથી. એક વખત આત્મા છે તેમ સિદ્ધ થયું પછી આત્મા નિત્ય છે, કર્મનો કર્તા છે, કર્મનો ભોક્તા છે તેને સમજાવતાં વાર નહિ થાય. “આત્મા છે તેનો સ્વીકાર આનંદથી કરવો જોઈએ. કુંદકુંદાચાર્યજી કહે છે, “અરે ! અમે તારા વૈભવની વાત કરીએ છીએ, નિજ વૈભવઆત્માનો વૈભવ તેની વાત કરીએ છીએ. એક વખત આનંદમાં આવી આત્મા છે તેની હા તો પાડ. આત્મા છે તે એક વખત નિર્ણય થઈ જાય, આ પહેલી વાત, આ એકડે એક હજાર મીંડાનો સરવાળો કરો, હજાર મીંડાને હજારથી ગુણો અને હજાર મીંડાને હજારથી ભાગો, શું આવશે? મીંડું જ આવશે. આત્મા છે તે એકડો છે. આચારાંગ સૂત્રમાં કહ્યું છે કે ધર્મનો પ્રારંભ એકને જાણે તે સૌને જાણે, ત્યાંથી થાય છે. ધર્મ શબ્દ પછી, પહેલાં આત્મા શબ્દ છે. આત્મા માટે ધર્મ છે. ધર્મ ઉપપત્તિ છે, ધર્મ સાધન છે, ધર્મ ઉપાય છે. દર્દીને દર્દ હોય તો દવાનું કામ, પણ દર્દી કે દર્દ નથી તો દવાનું શું કામ છે? આત્મા હોય તો ધર્મ, તો કર્મ, તો બંધ. આત્મા હોય તો મોક્ષ પણ આત્મા જ નથી તો આ બધું કોના માટે ? તો આત્મા છે તેવો નિર્ણય એક વખત થઈ જાય, અને આનંદમાં આવીને જો સ્વીકાર કરે કે આત્મા છે તો કામ થઈ જાય. તત્ત્વચિંતનના ઊંડાણમાં જઈને અને દર્શન મોહનીયના દલિકોને ચિંતનની ઘંટીમાં દળીને એને ખતમ કરી નાખો અને પછી સમાધિમાં જે અનુભવ થાય તે સાચો અનુભવ. તે એક ઉપાય. એવી હિંમત ન હોય, સાહસ ન હોય, સમજણ ન હોય પણ પ્રભુ ! તમે કહો છો તે પરમ સત્ય છે. ‘ડ્રામેવ નિરર્થ પવિયUાં સર્વે અનુત્તર, વથિં, પતિપુન્ન નેમાd3, સંસ્કૃદ્ધિ, सल्लगत्तणं सिद्धिमग्गं, मुत्तिमग्गं, निज्झाणमग्गं निव्वाणमग्गं, अवितहमविसंधि, For Personal & Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૧૯ सव्वदुक्खप्पहीणमग्गं इत्थं ठिआ जीवा सिज्झंति, बुज्झंति, मुच्चंति, परिनिव्वायंति, सव्वदुक्खाणमंतं करंति, तं धम्मं सद्दहामि !' આવો રણકાર અંદરથી આવે. અમે જાણતા નથી પણ પ્રભુ ! તમને તો જોઈએ છીએ ને? તમે તો હાજર ને, તમે વિશ્વાસ કરવા લાયક, શ્રદ્ધા કરવા લાયક પુરુષ છો. તમે કહ્યું છે તે આત્મા છે. આ શ્રદ્ધાથી સ્વીકાર તે બીજો ઉપાય. એક શ્રદ્ધાથી સ્વીકાર કરો, કાં સમાધિમાં જઈ અનુભવ કરો પણ એક વખત આત્મા છે તે નિર્ણય કરી લેવો પડે. લગ્નની તૈયારી ચાલુ કરી. માંડવા નાંખ્યા, કંકોત્રી છપાઈ અને પછી પૂછ્યું. સગપણ થયું ? સગપણ બાકી છે. શું કરશો ? કોને બોલાવશો ? સગપણ પહેલાં થવું જોઈએ. આત્મા છે તેનો પ્રથમ સ્વીકાર જે ક્ષણે થશે, ત્યારે તમને ધર્મની જરૂર પડશે. એ સિવાય તમને ધર્મ કરવામાં રસ નહિ પડે. સંસાર માંડશો એટલે ખબર પડશે કે પૈસાની હવે જરૂર પડશે. શું થયું? એકદમ અનુભવની વાત આવીને ? પરણ્યા એટલે એકમાંથી બે થયાં. એકલો હોય તો લીટર દૂધ પીએ, અને બે હોય તો પ૦૦, ૫૦૦ ગ્રામ અને છોકરું થાય પછી બંધ. પછી નક્કી કરે કે આપણે હવે ચા પીશું. આત્મા છે તેમ સ્વીકાર કરો પછી ધર્મ વગર જીવી નહિ શકો. મીરાં એમ કહે છે કે જેમ માછલી પાણી વગર જીવી નથી શકતી, એમ હું કૃષ્ણ વગર જીવી નથી શકતી. “રોઈ રોઈ અખિયાં રાતી, નયના પ્રભુ દરશન કી પ્યાસી’. આ આંખો દર્શન કરવા પ્યાસી છે. મારે મારા રણછોડ કૃષ્ણ કનૈયાને જોવો છે, આત્મા છે તે નિર્ણય થશે પછી આ અંદર ધૂન લાગશે. આત્માને કોઈ ક્ષણિક માને છે. જો આત્મા ક્ષણિક જ હોય તો ધર્મ કોના માટે કરવાનો? બાપ દુકાન તૈયાર કરી રહ્યો હોય અને માલ લાવી ભરી રહ્યો હોય, પણ દીકરો એમ કહે કે હું અહીં રહેવાનો નથી તો કોના માટે મહેનત કરવાની? તો આત્મા અનિત્ય હોય તો ધર્મ કોના માટે કરવાનો ? કોઈ એમ કહે છે કે આત્મા કર્મનો કર્તા નથી. અને એમ કહેનાર પણ છે કે ઈશ્વર કરે છે, પ્રકૃતિ કરે છે, થર્ડ પાર્ટી કરે છે, પરંતુ આત્મા કર્મ કરે છે તેમ જવાબદારી લેવા એ તૈયાર નથી. એ કોઈ બીજા ઉપર ઢોળે છે. આત્મા કર્મનો ભોક્તા નથી તેમ કહેનાર પણ છે અને મોક્ષ પણ નથી, એમ કહેનાર પણ છે. અભવ્ય ચારિત્ર્ય ગ્રહણ કરે નવપૂર્વ ભણે, તે ૫૦૦ શિષ્યોના ગુરુ પણ હોય, મોટા આચાર્ય પણ હોઈ શકે. હજારો માણસો સત્સંગમાં આવતાં હોય, તેઓ મોક્ષની વાત પણ કરતા હોય પરંતુ પોતે અંદરમાં એમ માને છે કે મોક્ષ નથી. ઈન્દ્રિયો અને વિષયો વગર સુખ હોઈ શકે જ નહિ. મોક્ષમાં સુખ હોઈ શકે નહિ. જો મોક્ષ ન હોય તો ઉપાય પણ નથી. આવી જેની માન્યતા હોય તેને કહેવાય છે અભવ્ય. લોકો પૂછતાં હોય છે કે અભવ્યનાં લક્ષણ શું? કઈ છાપથી ઓળખવો કે આ અભવ્ય છે? તો અભવ્યની માન્યતા આ પ્રમાણે છે. ઈન્દ્રિયો વગર સુખ હોઈ શકે નહિ, મોક્ષમાં સુખ હોઈ શકે નહિ, માટે મોક્ષનો ઉપાય કેમ કરવો? For Personal & Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ક્રમાંક - ૩૮, ગાથા ક્રમાંક - ૪૪ આ છએ છ પદનો-શુદ્ધ આત્માની પ્રાપ્તિનો માર્ગ બતાવવા માટે અમે આત્મસિદ્ધિની રચનાનો પ્રારંભ કરીએ છીએ. આ ભૂમિકા સમાપ્ત થઈ. હવે શંકા શિષ્ય કરે છે. સૂત્ર છેશિષ્ય ઉવાચ, શિષ્ય બોલ્યો. અર્જુન ઉવાચ, કૃષ્ણ ઉવાચ આપણે ત્યાં આ પરંપરા છે. જનકવિદેહી ઉવાચ, અષ્ટાવક્ર ઉવાચ. અહીં શિષ્ય ઉવાચ એટલે શિષ્ય બોલે છે. શિષ્ય પોતાનો પક્ષ રજુ કરે છે. અહીં શિષ્યનું વલણ નકારાત્મક નથી. વલણ પોઝીટીવ છે, તેને સ્વીકારવું છે, તેને નકારમાં રસ નથી. તેને વાતને સ્પષ્ટ કરવી છે. માટે શિષ્ય મનનાં પ્રશ્નો સદ્ગુરુ પાસે પ્રગટ કરે છે, અને સદ્ગુરુ તેનું સમાધાન કરે છે. હવે પછી શિષ્યનો પ્રશ્ન રજૂ થશે. તેને જે પ્રશ્નો ઊઠે છે તેનો સમજીને સ્વીકાર કરવો છે. શિષ્યની ભૂમિકા સમજી લો. શિષ્ય ટોટલ નેગેટીવ નથી. તેના મનમાં છે કે ગુરુદેવ સમજાવે અને મારી સમજણમાં આવી જાય . હું મરી જાઉં તોપણ મારો મત કે આગ્રહ ન છોડું એવા મતનો તે નથી. આ જાત જરા જુદી છે. ગધ્ધા પુચ્છ પકડ્યું તે પકડ્યું પછી ભલે લાતો ખાય પણ પુચ્છ ન છોડે તેવો શિષ્ય નથી. ઉદાર મનવાળો છે. સ્વીકાર ન કરે તેવો જક્કી નથી, પરંતુ તે વાત સ્વીકારવા તૈયાર છે. ૨૦ ધન્યવાદ ! આટલી ધીરજપૂર્વક સાંભળવા બદલ. દરેકના અંતરમાં રહેલા પરમાત્માને મારા પ્રેમપૂર્વક નમસ્કાર. For Personal & Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા પ્રવચન ક્રમાંક - ૩૯ ગાથા ક્રમાંક - ૪૫ થી ૪૮ આત્માના અસ્તિત્વની શંકા આત્માના હોવાપણાની શિષ્ય શંકા કરે છે. નથી દૃષ્ટિમાં આવતો, નથી જણાતું રૂ૫; બીજો પણ અનુભવ નહીં, તેથી ન જીવ સ્વરૂપ. (૪૫) અથવા દેહ જ આતમા, અથવા ઇંદ્રિય પ્રાણ; મિથ્યા જુદો માનવો, નહીં જુદું એંધાણ. (૪૬) વળી જો આતમા હોય તો, જણાય તે નહિ કેમ? જણાય જો તે હોય તો, ઘટ પટ આદિ જેમ. (૪૭) માટે છે નહિ આતમાં, મિથ્યા મોક્ષ ઉપાય; એ અંતર શંકાતણો, સમજાવો સદુપાય. (૪૮). ટીકાઃ દૃષ્ટિમાં આવતો નથી, તેમ જેનું કંઈપણ રૂપ જણાતું નથી, તેમ સ્પર્ધાદિ બીજા અનુભવથી પણ જણાવાપણું નથી, માટે જીવનું સ્વરૂપ નથી; અર્થાત્ જીવ નથી. (૪૫) અથવા દેહ છે તે જ આત્મા છે, અથવા ઈદ્રિયો છે તે આત્મા છે. અથવા શ્વાસોચ્છવાસ છે તે આત્મા છે, અર્થાતુ એ સૌ એકના એક દેહરૂપે છે, માટે આત્માને જુદો માનવો તે મિથ્યા છે, કેમ કે તેનું કશું જુદું એધાણ એટલે ચિન્હ નથી. (૪૬) અને જો આત્મા હોય તો તે જણાય શા માટે નહીં? જો ઘટ, પટ આદિ પદાર્થો છે તો જેમ જણાય છે, તેમ આત્મા હોય તો શા માટે ન જણાય? (૪૭) માટે આત્મા છે નહીં, અને આત્મા નથી એટલે તેના મોક્ષના અર્થે ઉપાય કરવા તે ફોકટ છે, એ મારા અંતરની શંકાનો કંઈ પણ સદુપાય સમજાવો એટલે સમાધાન હોય તો કહો. (૪૮) આ ચાર ગાથાઓ શિષ્યના પક્ષમાં છે. અતલ ઊંડાણમાં, ગહન સાગરમાં ઊતરતા પહેલાં કિનારે રહીને બે-ત્રણ વાતો સમજી લઈએ. પહેલી વાત - જ્ઞાની પુરુષોએ સમ્યગુદર્શનના મુખ્ય નિવાસભૂત એવા છ પદ અત્રે સંક્ષેપમાં જણાવ્યાં છે. પરમકૃપાળુદેવે હવાલો પોતાના નામે નથી નાખ્યો પણ જ્ઞાની પુરુષોએ કહ્યું છે એમ કહે છે. મોટા માણસોની, જ્ઞાની પુરુષોની આ ખૂબી છે કે તેમનો અહમ્ વચ્ચે આવતો નથી, અને અહમ્ જો હોય તો વચ્ચે આવ્યા વગર રહે નહિ. અહમ્ જ જો ન હોય તો આવે કેવી રીતે ? માટે તેઓ જ્ઞાની પુરુષોને પુરસ્કાર કરે For Personal & Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨ પ્રવચન ક્રમાંક - ૩૯, ગાથા ક્રમાંક - ૪૫ થી ૪૮ છે, મૂળ આદિ પુરુષનું સ્મરણ કરે છે. શાસ્ત્રોમાં વિવિધ પ્રકારનાં જીવો વર્ણવ્યા છે. દુર્લભબોધિ જીવ, સુલભબોધિ જીવ, સમીપ મુક્તિગામી, દૂર મુક્તિગામી એમ ઘણાં પ્રકારો છે, પણ નિકટ મુક્તિગામી-નજીકમાં જે જીવ મુક્ત થવાનો છે, જે જીવ પૂર્વ તૈયારીમાં છે, એવા જીવને પોતાની સહજ વિચારણા માટે આ છ પદો છે. વાંચવું જુદી વસ્તુ છે અને સુવિચારણા જુદી વસ્તુ છે. “સહજ સુવિચારણા માટે આ છ પદો નિશ્ચયરૂપ જાણવા યોગ્ય છે.' પરમકૃપાળુદેવ કહે છે કે અમારા માટે આ સંદેહરહિત છે, અને તમારા માટે સંદેહરહિત થવાની વાત અમે કરવાના છીએ. અમને એક ટકો પણ સંદેહ નથી. જ્ઞાની પુરુષો જે કહે છે તે પરમ સત્ય છે, તે પરમાર્થ છે, અને અમારો તો અનુભવ પણ છે. સોનું તો છે જ પણ સોનામાં સુગંધ ભળી છે. ફૂલ તો છે જ પણ અંદરમાં સુવાસ છે. જ્ઞાન તો છે જ સાથે અનુભવ પણ છે. છ પદનો વિવેક જીવને સ્વસ્વરૂપ સમજવાના અર્થે કહેલ છે. આ કહેવાનું બીજું કોઈ કારણ નથી, પણ જીવ યથાર્થપણે સ્વસ્વરૂપને સમજે. સ્વસ્વરૂપને સમજવાની અને અનુભવવાની ઘટના સમ્યગદર્શનથી થાય છે. બીજું પણ સમજી લેજો કે સમ્યગુદર્શન થયા પછી પણ પ્રચંડ પુરુષાર્થ કરવાનો રહે છે. સમ્યગદર્શન પછી કંઈપણ કરવું નહિ પડે, એની મેળે મોક્ષ થઈ જશે, પડી પડી ખીચડી પાકી જશે, એવી જો ભ્રમણા હોય તો એ ભ્રમણામાંથી બહાર આવવા જેવું છે. કારણ કે સમ્યગદર્શન પછીની સાધના એ પ્રચંડ પુરુષાર્થની સાધના છે. સમ્યગુદર્શન થયા પછી તે જ ભવમાં મોક્ષમાં જઈ શકે, ન જાય તો ત્રીજા ભવે મોક્ષમાં જાય અને ત્રીજા ભવે ન જાય તો પંદરમા ભવે મોક્ષે જાય. અને જો પંદરમા ભવે ન જાય તો વધારેમાં વધારે અર્ધપુદ્ગલ પરાવર્તન કાળમાં જાય. આ ટાઈમ અને આ વિકલ્પો કેમ આપવા પડ્યા? જીવનો પુરુષાર્થ સમ્યગદર્શન થયા પછી કેટલો અને કેવો છે તેના ઉપર બધો આધાર છે. જો તીવ્રપણે પુરુષાર્થ ઊપડે તો તે ભવમાં જ મોક્ષે જાય. તે પુરુષાર્થ એટલે સમ્ય-ચારિત્રનો પુરુષાર્થ. બે વાત સમજી લઈએ. સમ્યગદર્શન થયા પછી બધો પુરુષાર્થ લેખે લાગે છે. એ પરિણામ લાવે છે, એ વેલીડ ગણાય છે. એરોપ્લેનમાં જવું હોય તો ઓફિસર સ્ટેમ્પ મારી આપે પછી તમે જઈ શકો છો. અને સ્ટેમ્પ ન હોય તો આગળ અટકાવશે કે સ્ટેમ્પ મરાવીને આવો. તેમ જ્ઞાની સિક્કો મારી આપે છે. સમ્યગદર્શન થયા પછી જ્ઞાની કહે છે કે, હે જીવ! તું જે પુરુષાર્થ કરીશ તે વેલીડ ગણાશે. સમ્યગ્દર્શન પછીનો પુરુષાર્થ ક્યારેય એળે જતો નથી. સમ્યગદર્શન થયા પછી કર્મનો ક્ષય ઝડપથી થાય છે. કારણ કે જે પુરુષાર્થ થાય છે તે સાચી સમજણથી થાય છે. ઉપશમ સમ્યગ્દર્શન થાય ત્યારે મિથ્યાત્વ મોહનીય તથા અનંતાનુબંધિ ચાર કષાય એમ પાંચ પ્રકૃતિઓનો ઉદય હોતો નથી. ક્ષાયિક સમક્તિ થાય તો સાત પ્રકૃતિનો ક્ષય થયો હોય છે બાકીના કર્મો ખપાવવાના છે, તેનું નિરાકરણ કરવાનું છે, ઉકેલ કરવાનો છે. એ કામ સમ્યગુદર્શન થયા પછી સમ્યફચારિત્ર કરશે. સમ્યગદર્શન થયા પછી જે કર્મો બાકી રહે તે પૂરા For Personal & Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ખપાવવાના છે, એટલા માટે જૈનદર્શને કહ્યું કે સમ્યગ્દર્શન, સમયજ્ઞાન અને સમ્યક્ચારિત્ર આ ત્રણે સાથે મળે, જ્યારે ત્રણની એકતા થાય ત્યારે મોક્ષની ઘટના ઘટી શકે છે. એ વિના મોક્ષની ઘટના ઘટતી નથી. આજે સમ્યગ્દર્શન, પછી સમ્યજ્ઞાન અને પછી સમ્યચારિત્ર એમ નહીં. ત્રણે સાથે મળે ત્યારે મોક્ષની ઘટના ઘટશે. લાડુ બનાવો ત્યારે ઘી, ગોળ અને લોટની એકતા જોઈશે. આજે ઘી નાખો, કાલે ગોળ નાખો, પંદર દિવસ પછી લોટ નાખો તેમ લાડુ ન બને. ઘી-ગોળ અને લોટ ત્રણેની એકતા, તે એક સાથે જોઈશે. એક ટાઈમમાં - એક સમયમાં, સપ્રમાણમાં અને અનિવાર્યપણે જોઈશે. સમ્યગ્દર્શન પછીની બહુ મહત્ત્વની ઘટના સમ્યક્ચારિત્ર્યની છે. એક વાત ફરી યાદ કરવા જેવી છે કે સમ્યગ્દષ્ટિ આત્મા સાધના દ્વારા જે કંઈ પુરુષાર્થ કરે છે તે પુરુષાર્થ પરિણામ લાવનારો છે. જ્ઞાની તેને સંમત કરે છે. અને એ પુરુષાર્થ તેમના જીવનમાં કર્મનો ક્ષય કરે છે. જેમ પવન વરસાદને ખેંચી લાવે છે તેમ સમ્યગ્દર્શન સમ્યક્ચારિત્ર્યને ખેંચી લાવે છે. અને સમ્યક્ચારિત્ર્ય આવે ત્યારે જ સર્વકર્મના ક્ષયની અથવા મોહના ક્ષયની, રાગદ્વેષના ક્ષયની ઘટના ઘટી શકે છે. આટલી વાત લક્ષમાં લઈ હવે મૂળ ગાથાઓ જોઈએ. પહેલી વાત, શિષ્ય ટોટલ પોઝીટીવ એટલે વિધેયાત્મક છે, એ પ્રશ્નકાર નથી પણ જીજ્ઞાસુ છે. પ્રશ્નકાર અને જીજ્ઞાસુ બે વચ્ચે ફ૨ક છે. જેને જાણવું છે, સમજવું છે, જેને વેદના છે, પીડા છે, મૂંઝવણ છે તે જિજ્ઞાસુ છે. તેને પોતાના અજ્ઞાનમાંથી, ગેરસમજણમાંથી બહાર આવવું છે. જેવું છે તેવું સમજવું છે. સમજાવનાર મળ્યાં નથી તેથી તેને વાત સ્પષ્ટ થતી નથી. તેને મૂંઝવણ છે માટે પૂછે છે. જીવને સાધના કરવી નથી ને ઊંઘમાંથી ઊઠી પ્રશ્ન પૂછે કે સિદ્ધશીલા ક્યાં આવી ? અરે ભાઈ ! તું ક્યાં છો ? તે પહેલાં પૂછ. બીજી વાતો પછી. બીજી વાત એ છે કે તેને જાણવું છે તેથી પૂછે છે. તેનામાં નમ્રતા છે, વિનય અને વિવેક છે. તે તત્ત્વનો ગ્રાહક છે. તે દલીલ અને તર્ક કરશે પણ યોગ્ય રીતે, યથાર્થ રીતે અને વિવેકપૂર્વક ક૨શે. તેને સમજાતું નથી એટલે પોતાની વાત સ્પષ્ટ કરવા દલીલ અને તર્ક કરશે. ત્રીજી વાત એ છે કે તેને સામા જીવને મૂંઝવણમાં મૂકવો નથી, સામનો કરવો કે હરાવવો નથી, તેને વાદવિવાદ કરવા નથી પણ તત્ત્વ સમજાય તે માટે પ્રશ્ન પૂછવા છે. વારંવાર નમ્રતાપૂર્વક પૂછવાથી તત્ત્વની પ્રાપ્તિ થાય છે. ભગવદ્ ગીતામાં એક મહત્ત્વનું વાક્ય છે. ‘તવિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા’. તમારે તત્ત્વને જાણવું છે ને ? તો આ પ્રક્રિયા છે. તવિદ્ધિ એટલે પ્રથમ તું આત્માને જાણ, તે અસ્તિત્વને જાણ, સ્વરૂપને જાણ, પરમાત્મા અને અતીન્દ્રિય તત્ત્વને જાણ, એ પરબ્રહ્મને જાણ. પણ જાણીશ કઈ રીતે ? તારી પાસે મૂડી જોઈશે, શું લઈને જાણવા જઈશ ? તે માટે કઈ ભૂમિકા અને અવસ્થા હોવી જોઈએ ? ભગવદ્ ગીતામાં મહર્ષિ વ્યાસે અદ્ભુત વાત કરી છે. પ્રણિપાતેન એટલે અહંકાર છોડી ઝૂકવું. તમે પાણી લેવા ડોલ કૂવામાં નાખો છો, ડોલ સીધી રહેશે તો તેમાં પાણી આવશે નહિ, પણ ૨૩ For Personal & Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ ૨૪ પ્રવચન ક્રમાંક - ૩૯, ગાથા ક્રમાંક - ૪૫ થી ૪૮ કૂવામાં ડોલ નાખ્યા પછી એક ઝાટકો મારી ડોલને આડી કરો છો, ઝાટકો મારો એટલે ડોલ ઝૂકી અને પછી તેમાં પાણી ભરાય. પાણી આવતાં વાર નહિ લાગે પણ ડોલને ઝૂકાવતાં વાર લાગે, તેમ જ્ઞાન આવતાં વાર નહિ લાગે પરંતુ અહંકાર ગાળવામાં મહેનત છે. બરફ ઓગળી જાય, કરા ઓગળી જાય પણ આપણો અહંકાર ઓગળતો નથી. જેવો અહંકાર ઓગળ્યો તેવું જ્ઞાન પ્રાપ્ત થયું. જે જાણતો નથી તેને અહંકાર ઓગાળવાનો પ્રશ્ન નથી. જે એમ માને છે કે હું બધું જાણું છું તેને અહંકાર ઓગાળવામાં ઘણી મુશ્કેલીઓ છે. ભર્તૃહરિએ બહુ મઝાની વાત કરી છે. અજ્ઞાની છે, જે જાણતો નથી તે બહુ નમ્રતાથી વાત કરે છે કે હું કંઈપણ જાણતો નથી. અને તમારી પાસે જાણવા માટે આવ્યો છું. જે જાણતો નથી તેને સહેલાઈથી સમજાવી શકાય. પરંતુ થોડું જ્ઞાન પ્રાપ્ત કરીને હું જ્ઞાની છું તેવા અહંકારથી જે પકડાઈ ગયો છે તેને ખુદ બ્રહ્મા આવે તો પણ જ્ઞાન આપી શકે નહિ, તો જ્ઞાન મેળવવા ઝૂકવું પડે છે. અહીં શિષ્ય ઝૂકેલો છે. ચોથી વાત - અહીં શિષ્યનું મન ખુલ્લું છે. તેના બારણાં બંધ નથી. જે સત્ય આવે તેને સ્વીકારવા તે તૈયાર છે. શિષ્ય જે બોલે છે તે એમને એમ બોલતો નથી પણ આટલી તૈયારી કરીને આવ્યો છે. એને મૂંઝવણ છે તેથી પૂછે છે કે હે, ગુરુદેવ ! આપ જે આત્માની, જે અસ્તિત્વની, જે ચૈતન્યની વાત કરો છો તે વિષયક અમને મૂંઝવણ છે, તે આપને કહીએ ? પૂછીએ ? તમે જે આત્માની વાત કરો છો તે દૃષ્ટિમાં નથી આવતો, અમારા જોવામાં નથી આવતો. તે આ આંખ-ચક્ષુ દ્વારા દેખાતો નથી. અમારે જાણવો છે, જોવો છે. શિષ્યને આંખથી આત્માને જોવો છે. તેને ખબર નથી કે તે અતીન્દ્રિય છે, તેને જોવાની ક્ષમતા આંખમાં નથી. અતીન્દ્રિય એટલે મનની, ઈન્દ્રિયોની, વિચારોની અને શબ્દોની જે પેલી પાર છે. ઉમાશંકર જોષી એક કડી કહેતા હતા કે ‘ક્ષિતિજની પેલી પાર', પેલી પાર એટલે શબ્દોની પેલી પાર, બુદ્ધિ, મન અને શાસ્ત્રોની પણ પેલી પાર એ તત્ત્વ વિદ્યમાન છે, અને જ્ઞાનીઓએ તે પ્રગટ અનુભવ્યું છે. પરંતુ જેણે આ તત્ત્વ અનુભવ્યું નથી, તેવો શિષ્ય પૂછે છે કે અમારી આંખોથી અમને દેખાતો નથી તો અમે કેમ કહીએ કે આત્મા છે ? તમારી બધાની આ જ મૂંઝવણ છે કે આત્મા દૃષ્ટિમાં આવતો નથી તો અમે કેવી રીતે કહીએ કે આત્મા છે ? તેને જાણવા માટે આકાર કે કદ હોય તો સુગમતા પડે. રૂપને આંખ જોઈ શકે અને મન પકડી શકે. જેને આકારઆકૃતિ નથી તેને જોવો કેમ ? તો એક વાત તે દૃષ્ટિમાં આવતો નથી. બીજી વાત – તેનું ‘રૂપ જણાતું નથી’ તેથી આંખ દ્વારા પણ જોઈ શકાતો નથી. ત્રીજી વાત – શબ્દોને જાણવાનું કામ કાન કરે છે. સ્વાદને જાણવાનું કામ જીભ કરે છે, નાક સૂંધવાનું કામ કરે છે, સ્પર્શેન્દ્રિય ઠંડુ, ગરમ, ખરબચડું, લીસું, હળવું, ભારે વિગેરે જાણે છે પણ આત્મા છે તેમાં આ પાંચ ગુણો સ્પર્શ, રસ, ગંધ, વર્ણ શબ્દ નથી. એટલે સમજવામાં તકલીફ પડે છે. આ પાંચ ગુણો જેનામાં છે તેને કહેવાય જડ અથવા પુદ્ગલ. જડ કહો, પુદ્ગલ કહો, પ્રકૃતિ કહો આ બધા એકાર્થી શબ્દો છે. જડ તે નૈયાયિક દર્શનનો શબ્દ, પુદ્ગલ તે જૈનપરંપરાનો શબ્દ અને પ્રકૃતિ તે - For Personal & Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૨૫ સાંખ્યદર્શનનો શબ્દ છે. જેની પાસે રૂપ, રસ, ગંધ, વર્ણ છે તેને સહેલાઈથી પારખી શકાય. નાના બાળકો સૌ પ્રથમ જીભથી જાણશે. તેને કંઈપણ આપશો તો તે વસ્તુ મોઢામાં નાખશે. તેને પાંચસોની નોટ આપશો તો તેને પણ મોઢામાં નાખશે. જીભના સ્વાદમાં ન આવ્યું તો તે સ્વીકારશે નહિ. પાંચ ગુણો છે તે પાંચ સત્તા છે. આ રૂપની પણ સત્તા છે. આખા જગતમાં જે કંઈ તોફાન છે, તે રૂપ પાછળ છે. શું જરૂર હતી રાવણને, સીતાજીનું અપહરણ કરવાની? આ રૂપ આકર્ષક અને મોહક છે. પરંતુ જગતમાં એવું એક તત્ત્વ છે જેનામાં રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દ નથી. આધ્યાત્મિક ક્ષેત્રમાં સૌથી મોટી સમસ્યા જો કંઈ હોય તો આપણી પાસે સમર્થ, સક્ષમ અને વિકસિત પાંચ ઈન્દ્રિયો હોવા છતાં આપણે આત્માને જોઈ, જાણી શકતા નથી. આત્મા છે પણ તે અતીન્દ્રિય તત્ત્વ છે. એટલે શિષ્ય એમ કહે છે કે ગુરુદેવ! “નથી દષ્ટિમાં આવતો, નથી જણાતું રૂપ'. તમે કહો છો કે આત્મા છે, પરંતુ દૃષ્ટિમાં આવતો નથી અને રૂપ પણ જણાતું નથી. આજે રૂપ જોવા માટે ઘણા સાધનો છે. ફોટો, ચિત્રપટ, પેઈન્ટીંગ છે, આકૃતિ છે. તમે દૂર બેઠા બેઠા પણ જોઈ શકો. અને હવે તો ફોટા ઉપરથી ઘણું કામ થાય છે, ફેઈસરીડીંગ થાય છે. પરણ્યા પહેલાં ફોટો જાઈને પરણે છે પછી ખબર પડે કે આ ફોટામાં જુદો અને આ પણ જુદો છે. જેની પાસે આ રૂપ નથી તેને કેમ જોવો? બીજો કંઈ પણ અનુભવ નથી. એટલા માટે ગુરુદેવ ! અમે આપના ચરણોમાં નિવેદન કરીએ છીએ કે આત્મા નથી. અમારો કદાગ્રહ કે દુરાગ્રહ નથી. જ્ઞાનની પદ્ધતિ એવી છે કે પહેલાં વસ્તુનું દર્શન થાય એટલે દૂરથી કોઈક આવતું હોય તો તમને ઝાંખી થાય કે કોઈક વ્યક્તિ આવે છે પણ પછી જ્ઞાનમાં નિર્ણય થાય કે ઓહો, આ તો, આ વ્યક્તિ છે. આ ફલાણા ભાઈ છે. શાસ્ત્રોમાં આત્માનું વર્ણન છે, તેમાં ના નહિ, શાસ્ત્રો ખોટાં છે તેમ અમારે કહેવું નથી, પણ અમારી પાસે પાંચ ઈન્દ્રિયોરૂપ જે સાધનો છે તે સાધનોની મર્યાદામાં આત્મા આવતો નથી. અમારે સ્વીકારવું કેવી રીતે ? આ શિષ્ય કહે છે કે ગુરુદેવ ! અમને તો આ શરીર જ આત્મા છે તેમ લાગે છે. શરીરથી જુદો આત્મા છે નહિ. પછી તેના માટે આટલી ચર્ચા કરવી, બુદ્ધિ વાપરવી, અને આટલી બધી લમણાફોડ શા માટે કરવી ? દેહ જ આત્મા છે અથવા એમ કહો કે ઈન્દ્રિયો આત્મા છે. શરીર અને ઈન્દ્રિયો જે પ્રવૃત્તિ કરે છે તે પ્રાણના કારણે કરે છે. પ્રાણ એટલે એનર્જી, શક્તિ અને સામર્થ્ય. આપણે ત્યાં માણસ મૃત્યુ પામે ત્યારે તે મરી ગયો કે જીવે છે તે જોવા માટે સારી પદ્ધતિ છે. રૂનું પૂમડું નાક પાસે લઈ જાય, જો પૂમડું હલે તો હજુ કંઈક છે. ન હલે તો હવે ગયો. પછી જ પોક મૂકે. શરીર હોય, ઈન્દ્રિયો હોય પણ પ્રાણ ન હોય તો તમે જીવી ન શકો. આ બધી ઈન્દ્રિયો હોય પણ પ્રાણ, શ્વાસોચ્છવાસ ન હોય તો બધું નકામું. જેમ લાઈટની એનર્જીથી ટી.વી., પંખા, ફ્રીજ ચાલે છે તેમ શરીરમાં જે પ્રાણ છે, શ્વાસોચ્છવાસ છે તેનાથી તે જીવે છે, ટકે છે. શ્વાસ નહિ હોય તો જીવી નહિ શકાય. શ્વાસ કિંમતી અને મહત્ત્વનો છે. તે બધાને એનર્જી આપે છે. લોકો કહે કે આ કાનના દેવતા ઊઠી ગયા. આ કાન સાંભળતા નથી. For Personal & Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ ૨ ૬ પ્રવચન ક્રમાંક - ૩૯, ગાથા ક્રમાંક - ૪૫ થી ૪૮ વિજ્ઞાન એમ કહે છે કે તમારી એનર્જી ત્યાં પહોંચતી નથી. જેમ ગાડીમાં પેટ્રોલ હોય તો જ ગાડી ચાલે. ડ્રાઈવર ગમે તેટલો હોંશિયાર હોય, સ્ટીયરીંગ બ્રેક બધું બરાબર હોય, પણ પેટ્રોલ ન હોય તો ગાડી ન ચાલે. તેમ શ્વાસોચ્છવાસ ન હોય તો ઈન્દ્રિયો કામ કરી શકે નહિ. એટલા માટે તો આપણે કહીએ છીએ કે ફલાણાભાઈના પ્રાણ ગયા. કાઠિયાવાડી ભાષામાં તો મઝાનો શબ્દ છે, “પાછા થયા” તે આત્મસિદ્ધિને જણાવે છે. મર્યો એમ નથી કહેતાં પણ પાછા થયા એટલે ફરી જનમ્યા. આત્મા નિત્ય છે તે સૂત્ર તેણે જાણ્યું હશે. પ્રાણ એ જીવનનું પ્રેરક બળ છે. યોગ સાધનામાં સૌથી વધારે કામ પ્રાણ અને મન ઉપર થયું છે. પ્રાણ મનને અને મન પ્રાણને ગતિ આપે છે. માટે એમ કહ્યું કે શ્વાસોચ્છવાસ તે આત્મા છે, તેને જુદો માનવો તે મિથ્યા છે. તો અમને લાગે છે કે શરીરથી, ઈન્દ્રિયોથી કે પ્રાણથી આત્મા જુદો હોય તેમ વાસ્તવિક લાગતું નથી. કોઈ ચિન્હ હોય તો આત્મા છે તેમ ખબર પડે. કોઈ ચિન્હ તો મળતું નથી. માટે શરીર તે જ આત્મા છે. એમ કહેવાય છે કે જ્યાં જ્યાં ધૂમાડો ત્યાં ત્યાં અગ્નિ, જ્યાં ધજા ત્યાં મંદિર છે, હવે આપ જ કહો કે કયું ચિન્હ છે કે તેનાથી અમે આત્માને જાણીએ? જો આત્મા હોય તો તે કેમ ન જણાય? આટલું વિજ્ઞાન વિકસ્યું, આટલી ભૌતિક પ્રગતિ થઈ, આકાશમાં ગયા, પાતાળમાં ગયા, દુનિયાના ખૂણે ખૂણા ફરી વળ્યા. વિજ્ઞાનને જાણવાનું કંઈ બાકી રહેતું નથી. આત્મા હોય તો ખોળી કેમ ન કાઢે ? ઘડો દેખાય છે, કપડું દેખાય છે, જો આત્મા હોય તો દેખાય નહિ ? આના ઉપરથી અમને એમ નિર્ણય થાય છે કે આત્મા નથી. આ નિર્ણય તમને ઠીક લાગ્યો ને? સાધુઓ, સદ્ગુરુ, મંદિરો, ધ્યાન, જાપ, આ કશાની જરૂર જ ન પડે. આત્મા નથી તેમ જો સ્વીકાર થાય તો આપણી બધામાંથી મુક્તિ થાય. કોઈ એમ ન કહે કે “તમે વહેલા ધ્યાન કરવા ઊઠો, પ્રાણાયામ કરો, દેવવંદન, પૂજા વિગેરે કરો. શાસ્ત્રો વાંચો, કાઉસ્સગ્ગ કરો.” આ બધી ઉપાધિમાંથી મુક્તિ. સૂર્યોદય પહેલાં ઊઠવું ન પડે. આત્મા હોય તો તેને મુક્ત કરવા આ બધું કરવું પડે. પણ આત્મા જ નથી માટે મોક્ષનો ઉપાય મિથ્યા છે, ફોગટ છે. - છતાં અંતરમાં શંકા થાય છે કે હશે તો? દેખાતો કે જણાતો નથી પરંતુ આત્માની શંકા કોરી ખાય છે. અંતરમાં શંકા છે તેથી થાય છે કે “સમજાવો સદુપાય’ તો તેનું સમાધાન થાય તેવું કરો. શું છે? તે અમને કહો, અમે ખોટા પણ હોઈએ અને અમારી વાત બરાબર ન પણ હોય. જે કહીએ છીએ તે યોગ્ય ન હોય, અમે જાણતા ન હોઈએ, અમારી ભૂલ પણ હોય તો અમને સદુપાય સમજાવો, જેથી અમારા મનનું સમાધાન થાય. શિષ્યના પક્ષે જે શંકા હતી તે વ્યક્ત કરી. તેનું પૂછવાનું અને કહેવાનું પૂરું થયું. સદ્ગુરુ ઉવાચ ! હવે સદ્ગુરુ કહેશે. આગળના સૂત્રો હવે પછી લઈશું. ધન્યવાદ! આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે માટે ધન્યવાદ. દરેકના અંતરમાં રહેલા પરમાત્માને મારા પ્રેમપૂર્વક નમસ્કાર. For Personal & Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૨૭ પ્રવચન ક્રમાંક - ૪૦ ગાથા ક્રમાંક - ૪૯-૫૦ અસ્તિત્વના ઈન્કારનું કારણ આત્મા છે, તેમ સદ્ગુરુ સમાધાન કરે છે. ભાસ્યો દેહાધ્યાસથી, આત્મા દેહ સમાન; પણ તે બંને ભિન્ન છે, પ્રગટ લક્ષણે ભાન. (૪૯) ભાસ્યો દેહાધ્યાસથી, આત્મા દેહ સમાન; પણ તે બંને ભિન્ન છે, જેમ અસિ ને મ્યાન. (૫૦) ટીકાઃ દેહાધ્યાસથી એટલે અનાદિકાળથી અજ્ઞાનને લીધે દેહનો પરિચય છે, તેથી આત્મા દેહ જેવો અર્થાત્ તને દેહ ભાસ્યો છે, પણ આત્મા અને દેહ બને જુદા છે; કેમકે બેય જુદા જુદા લક્ષણથી પ્રગટ ભાનમાં આવે છે. (૪૯) અનાદિકાળથી અજ્ઞાનને લીધે દેહના પરિચયથી દેહજ આત્મા ભાસ્યો છે; અથવા દેહ જેવો આત્મા ભાસ્યો છે, પણ જેમ તરવાર અને મ્યાન, મ્યાનરૂપ લાગતાં છતાં બન્ને જુદા જુદા છે, તેમ આત્મા અને દેહ બને જુદા જુદા છે. (૫૦) સમાધાન : સદ્ગુરુ ઉવાચ - સદ્ગુરુ ઉત્તર આપતા નથી, ચર્ચામાં ઊતરતા નથી, સમાધાન જરૂર કરે છે. સમાધાન એ સાધકની સંપત્તિ છે. વેદાંતની પરિભાષામાં ચાર સાધન ચતુષ્ટય છે. (૧) આ લોકના અને પરલોકનાં સુખો પ્રત્યે વૈરાગ્યભાવ, (૨) નિત્યા- નિત્યનો વિવેક, કયો પદાર્થ નિત્ય છે અને કયો પદાર્થ અનિત્ય છે તેનો વિવેક, (૩) મુમુક્ષુતા અને (૪) અમદમાદિ ષડુ સંપત્તિ. શમ, દમ, ઉપરતિ, તિતિક્ષા, શ્રદ્ધા અને સમાધાન આ ષડૂ સંપત્તિ કહી છે. જ્યાં સુધી મનનું જ્ઞાનપૂર્વક, સમજણપૂર્વક, વિવેકપૂર્વક સમાધાન થતું નથી, ત્યાં સુધી ઊંડે ઊંડે મનમાં દ્વન્દ્ર-શંકા-સંદેહ રહે છે. મન વ્યાકુળ રહે છે. ધ્યાન માટે મન સમાધાનવાળું હોવું જોઈએ. સમાધાનનો અર્થ બાંધછોડ નહિ, પણ વસ્તુ-તત્ત્વ જેવું છે તેવું, ચારે બાજુથી જાણવામાં આવી ગયું, વાત સ્પષ્ટ થઈ ગઈ અને જેમ છે તેમ સ્વીકાર થઈ ગયો, શ્રદ્ધા થઈ, એમાંથી જે અવસ્થા આવે છે તેને સમાધાન કહેવાય. સદ્ગુરુ સમાધાન કરે છે, અને પંડિતો ચર્ચા કરે છે. પંડિતોનું કામ ઉત્તરો આપવાનું છે. જ્યારે સદ્દગુરુનું કામ સમાધાન કરવાનું છે. સમાધાન કરવાનો પ્રારંભ સદ્ગુરુ કરે છે. પહેલી વાત તો નવાઈની એ છે કે શિષ્ય જે પ્રશ્ન પૂછ્યો એ ભૌતિક અને તાર્કિક લેવલનો For Personal & Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ ૨૮ પ્રવચન ક્રમાંક - ૪૦, ગાથા ક્રમાંક - ૪૯-૫૦ છે. ગુરુદેવ જે જવાબ આપે છે તે ભૌતિક લેવલથી નથી આપતા, બીજી રીતે આપે છે. જેમ શારીરિક અને માનસિક ભૂમિકા છે, તેમ ચૈતસિક ભૂમિકા પણ છે. શરીર, મન અને બુદ્ધિની પેલી પાર રહેલો જે આત્મા, તેની ભૂમિકા ઉપરથી જે વાત થાય તેને ચૈતસિક ભૂમિકા કહે છે. અને આ ચૈતસિક ભૂમિકા ઉ૫૨થી સદ્ગુરુ વાત કરે છે. શિષ્યે તો કહ્યું કે નથી દૃષ્ટિમાં આવતો, નથી જણાતું રૂપ; બીજો પણ અનુભવ નહિ, તેથી ન જીવ સ્વરૂપ. આના જવાબમાં સદ્ગુરુ એમ નથી કહેતા કે અમે કહીએ છીએ તેથી તું માન. સાધક પોતાના જીવનમાં આ વસ્તુને સ્પષ્ટ નથી કરી શકતો તેનું આંતરિક અને મહત્ત્વનું કારણ સદ્ગુરુ જાણે છે. ફરી સમજવા કોશિશ કરજો, સ્પષ્ટ કરજો કે આ પ્રશ્ન માન્યતાનો કે ગેરસમજણનો નથી. આ પ્રશ્ન આંતરિક ચેતનાનો છે. જેમ નશાખોર માણસો નશીલી ચીજ જેવી કે, ભાંગ પીવી, ગાંજો પીવો વિગેરે વાપરે છે. આવી ચીજ કાંઈ સુપ્રિમ કોર્ટનો વકીલ પીવે તો શું થાય ? બુદ્ધિ એની એ છે, સામર્થ્ય એનું એ છે, એ બદલાણો નથી, પણ કંઈક ગરબડ થઈ છે. તેનામાં કંઈક એવું તત્ત્વ દાખલ થયું કે તેની બુદ્ધિ અને મન ડીસ્ટર્બ થયાં. માણસ મદિરાપાનથી છકી જાય છે અને હવે જે ક૨શે તે છાકમાં આવીને ક૨શે, મદિરાની સત્તા તળે કરશે. બીજું લોકો કહે છે કે મગનલાલની ચ્હા સ્ફુર્તિ, તાજગી અને નશો આપે છે. અંદર નશીલી ચીજ ગયા પછી, મદિરાપાન કર્યા પછી જેમ એનો કાબૂ રહેતો નથી, એ બેહોશ થાય છે, અને પછી જે કંઈ પણ કરે છે તે બેહોશીમાં કરે છે. તમે એને સમજાવવા જાવ તો એ નહિ સમજે. ખીસ્સામાં એક પણ પૈસો ન હોય તો કહેશે કે હું ધીરૂભાઈ અંબાણી છું. એ બોલે છે તે જોશમાં બોલે છે, ગાંડપણ છે. જબલપુરની પાગલ હોસ્પિટલમાં જવાહરલાલજી જોવા ગયા. એક રૂપાળો દેખાવડો મઝાનો છોકરો ત્યાં હતો. જવાહરલાલજી કહે કે ‘આને તમે અન્યાય કરતા હો તેવું લાગે છે. આ ગાંડો હોઈ ન શકે.’ જેલવાળા કહે, ‘સાહેબ, તમે ઉપાધિ વહોરશો નહિ, આ ગાંડો છે, તમે જોઈને નીકળી જાવ.’ જવાહરલાલજીએ તેની સાથે ઇંગ્લીશમાં વાત કરી. તેણે કડકડાટ જવાબ આપ્યો. જેલરે તેમને કાનમાં કહ્યું ‘તે પોતાને જવાહરલાલ નહેરુ સમજે છે. સાહેબ, તમે તેને કહો કે હું જવાહરલાલ નહેરુ છું તો તમને અને અમને જોવાની મઝા આવશે', અને જવાહરલાલે કહ્યું કે હું જવાહરલાલ નહેરુ, વડાપ્રધાન છું. તો તે તરત જ મારવા દોડ્યો અને બોલ્યો નોનસેન્સ ! ગેટ આઉટ ! એ નોર્મલ ન હતો. મદિરાપાન અને નશીલી ચીજથી ગાંડપણ આવે અને એ ગાંડપણ લાંબુ ચાલે, તેમ એનાથી પણ લાંબુ ચાલે તેવું ગાંડપણ મોહનીય મદિરાથી આવે. એ અર્થમાં આપણે બધા જ ગાંડા છીએ. ભર્તૃહરિએ સુંદર કહ્યું છે. ‘પિત્વા મોહમયીપ્રમાલમવિરામુન્નુત્તમૂર્ત નાત્।’ આ મોહરૂપી મદિરાપાનથી જગત ઉન્મત્ત બન્યું છે. આ મોહ બે ભાગમાં વહેંચાયેલો છે. એક દર્શનમોહ For Personal & Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૨૯ અને બીજો ચારિત્ર્યમોહ. જ્યારે દર્શનમોહ અંદર કામ કરે છે ત્યારે જે સત્ય, યથાર્થ અને પરમાર્થિક છે તેનો તે રૂપે સ્વીકાર કરવા દેતો નથી. આપણે દેહ વગરનાં નથી. અનંતકાળથી આપણે પરિભ્રમણ કરી રહ્યાં છીએ અને ત્યાં બધે જ આપણે દેહમાં હતાં. અનંત દેહ છોડીને આ દેહમાં આવ્યા છીએ. આ દેહમાંથી આત્મા જાય છે, એને મૃત્યુ થયું એમ કહેવાય છે. અને બીજા દેહમાં આત્મા જાય એટલે ત્યાં જન્મ થયો એમ કહેવાય છે. આત્મા અને કર્મનો સંયોગ અનાદિથી છે. અને કર્મસંયોગના કારણે તે કર્મના પરિણામ કે ફળ ભોગવવાં પડે છે. અને તે ફળ શરીર મળે તો જ ભોગવાય. કર્મને ભોગવવાનું સ્થાન શરીર છે. સુખ અને દુઃખ દેહ દ્વારા જ ભોગવાય, તે મિડિયા છે, તે માધ્યમ છે. આત્મા જે દેહમાં જાય ત્યારે તે દેહ સાથે પરિચય થાય છે. આમ જન્મોજન્મ સતત દેહનો જ પરિચય રહેવાથી હું પોતે દેહ જ છું તેવી ભ્રાંતિ અથવા ભ્રમણા દૃઢ થાય છે તેને દેહાધ્યાસ કહે છે. દેહ એકેન્દ્રિયમાં, બે ઈન્દ્રિયાદિમાં અને પંચેન્દ્રિયમાં પણ છે. મોક્ષ ન પામે ત્યાં સુધી જીવ શરીરમાં જ જડાયેલો રહે છે. દેહ મનુષ્ય પાસે, દેવ પાસે, નારકી અને તિર્યંચો પાસે છે. વનસ્પતિ પાસે પણ છે. અલગ અલગ શરીર જેમકે મચ્છર, કીડી, હાથી, વિગેરે. કેટલી બધી વિશાળ સૃષ્ટિ છે. દરેકનાં શરીર જુદાં જુદાં હોય છે. ચોમાસામાં જીવાત થાય છે. જાતજાતનાં શરીર જોવા મળે છે. થોડા કલાકો માટે, થોડી મિનિટો માટે આગમન પછી વિગમન થાય છે. આવી લાખો શરીરની અવસ્થા થાય છે અને એ બધામાં ચૈતન્યની હાજરી છે. આ ચૈતન્ય એટલે આત્મા જે શરીરમાં જાય ત્યાં પહેલાં શરીર સાથે સંબંધ થાય, તે સંબંધ થયા પછી પરિચય થાય પછી ઘીમે ઘીમે હું શરીર છું તેવી ભ્રમણા થાય. અને આ ભ્રમણા દૃઢ થાય તેને કહેવાય છે દેહાધ્યાસ. આ સદ્ગુરુની સમાધાન કરવાની રીત જુઓ ! તેઓ એમ નથી કહેતાં કે આંખથી આત્મા ન દેખાય. તેઓ એમ નથી કહેતા કે રૂપથી ન દેખાય, તારી ભૂલ થાય છે. તારી સમજ ગમે તેવી હોય, તું વિદ્વાન હોય કે પંડિત હોય પણ બધાને દેહાધ્યાસ પીડા આપે છે. આ દેહાધ્યાસ તે અત્યંત મહત્ત્વનો શબ્દ છે. દેહાધ્યાસ એટલે દેહ તે જ હું એ પ્રકારની માન્યતા-સમજ, એ પ્રકારની ભ્રાંતિ, એ પ્રકારની ભ્રમણા. આજે પણ નાના મોટા સ્વરૂપમાં આપણે ભ્રમણામાં જ જીવીએ છીએ. હું મઝાકમાં કહું છું કે તમારું નામ કાંતિલાલ હોય અને નીચેથી કોઈ બોલાવે કે ઓ સચ્ચિદાનંદ સ્વરૂપ ! ઓ ભગવાન આત્મા ! તો તમે નહિ સમજો, પણ એમ કહીશ કે ઓ કાંતિભાઈ ! તો તમે દોડતા આવશો. કાંતિલાલના દેહ સાથે કાંતિલાલને અધ્યાસ થયો છે. સવાલ બુદ્ધિનો નથી, સવાલ વિચાર કે માન્યતાનો નથી. તમે લાખ દલીલ કરો, પણ દેહાધ્યાસ જો હશે તો તમે દેહ અને આત્મા જુદા પાડી નહિ શકો. દેહાધ્યાસનું કારણ દર્શનમોહ. આપણી શેરીમાં જાતજાતનાં ઢોર એટલે ગાય, બકરી, કૂતરો વિગેરે હોય, તમે રોટલી લઈને આવો અને તુ-તુ-તુ એમ બોલો તો કૂતરું ઊઠે. તેને પણ દેહાધ્યાસ છે કે તે કૂતરો For Personal & Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ ૩૦ પ્રવચન ક્રમાંક - ૪૦, ગાથા ક્રમાંક - ૪૯-૫૦ છે અને તમે ગાય, ગાય, ગાય કહેશો તો ગાય જ ઊભી થશે. કૂતરું ઊભું થહિ થાય, કારણ તેનામાં સમજણ છે કે હું ગાય છું. જેમાં તેમને દેહ સાથે તાદામ્ય છે તેમ આપણને પણ દેહ સાથે તાદાત્મ છે. આ દેહાધ્યાસ માટે ત્રણ શબ્દો છે. દેહાત્મ બુદ્ધિ, ચિત્તજડ ગ્રંથિ અને દેહાધ્યાસ. દેહ તે જ હું છું તે પ્રકારનો અધ્યાસ એટલે દેહાધ્યાસ. અથવા દેહ એ જ આત્મા છે તે પ્રકારની બુદ્ધિ તેને કહેવાય છે દેહાત્મબુદ્ધિ, ચિત્ત એટલે ચૈતન્ય અને જડ એટલે શરીર. એ બન્ને એક છે, તે પ્રકારની ગાંઠ તેને કહેવાય છે ચિત્તજડ ગ્રંથિ. દેહ સાથે સંબંધ અનાદિનો છે. દેહ બદલાશે. તમારે દેહને જે પ્રમાણે સાચવવો હોય તે પ્રમાણે સાચવજો. અમારી ના નથી. પણ લખી રાખજો કે આ દેહ પણ અહીં મૂકીને જવાનું છે. કબીરજી કહે છે : બાલ જલે જૈસે ઘાસકી પૌલી, હાડ જલે જૈસે લકડી કી મૌલી. દેહ છૂટે તે પહેલાં આપણે તેની સાથે ૬૦ કે ૭૦ વર્ષ જે રહ્યા ત્યાં સુધી ઘૂટ્યાં કર્યું કે આ દેહ તે હું. એ ઘૂંટેલું સાથે આવશે પણ શરીર સાથે નહિ આવે. જે સાથે આવે છે તેને કહેવાય છે દેહાધ્યાસ. કંટાળો આવે તો પણ કંટાળશો નહિ, આનો ઉકેલ કરવો જ પડશે. આપણો દેહ સાથે સતત સંબંધ છે અને સંસારમાં દેહ વગરની કોઈ અવસ્થા નથી. દેહ તે હું, તે ધીમે ધીમે સતત ઘૂંટાયા કરે છે, એમાંથી જે રસાયણ તૈયાર થાય છે તેને કહેવાય છે દેહાધ્યાસ. આવો દેહાધ્યાસ હોવાના કારણે હે શિષ્ય ! તને આત્મા દેહના જેવો ભાસ્યો છે, પણ બન્ને જુદાં છે. આત્મા દેહ જેવો ભાસ્યો. કોના કારણે ? દેહાધ્યાસને કારણે, પણ તે બન્ને ભિન્ન છે એમ જ્ઞાનીનો અનુભવ છે. દેહાધ્યાસને કારણે શરીર તે હું એમ તું ઘૂટતો આવ્યો છે અને અમે પણ ઘૂંટ્યું હતું, હું શરીર, હું શરીર. તને દર્શનમોહનો નશો છે તેમ આ નશો અમને પણ હતો, પરંતુ આજે અમારો નશો ઉતરી ગયો છે. જ્ઞાની પુરુષ તેને કહેવાય છે કે જેને દર્શનમોહનો નશો ઊતરી ગયો છે. નશો ઊતરી જવાના કારણે દેહ અને આત્મા જુદા જુદા છે તેમ બંનેના પ્રગટ લક્ષણથી ભાન થયું છે. જડ અને ચૈતન્યના લક્ષણો અલગ અલગ છે. કૃપાળુદેવ કહે છે કે – જડ ભાવે જડ પરિણમે, ચેતન ચેતન ભાવ, કોઈ કોઈ પલટે નહિ, છોડી આપ સ્વભાવ. જડ અને ચેતન બંને સ્વતંત્ર છે, માટે હે શિષ્ય ! દેહાધ્યાસને કારણે તને ભાસ થયો છે કે આત્મા દેહ સમાન છે, પરંતુ બન્ને જુદા જ છે. આટલી વાત સાંભળી શિષ્યના મુખ ઉપર આનંદ આવ્યો નહિ હોય. સગુરુ આંખો મીંચીને બોલતા નથી. એ તેના હાવભાવ જોતા હોય છે કે શિષ્યની આંખમાં ચમક આવી ? તેને આ વાત ગમી ? તેને કંઈ ઉલ્લાસ આવ્યો? કદાચ ચમક કે ઉલ્લાસ ન દેખાય તો તેમને થશે કે આને ગળે હજુ વાત ઊતરી નથી. સગુરુ For Personal & Private Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ફરીથી કહે છે કે ભાસ્યો દેહાધ્યાસથી, આત્મા દેહ સમાન, પણ તે બંને ભિન્ન છે, જેમ અસિ ને મ્યાન. પુનરાવૃત્તિ કરીને કહે છે કે જેમ અસિ ને મ્યાન એટલે તલવાર અને તલવાર રાખવાનું સાધન જુદાં છે, તેમ દેહ અને આત્મા જુદાં છે. તલવારને મ્યાનમાં મૂકવાની છે તેથી મ્યાનનો આકાર તલવાર જેવો જોઈએ. તલવારને મ્યાનમાં મૂકવામાં આવે છે. મ્યાન એ તલવારને મૂકવાની જગ્યા છે. મ્યાનમાં તલવાર રહે છે છતાં મ્યાન પણ જુદુ અને તલવાર પણ જુદી, તેમ શરીરમાં આત્મા રહે છે, પણ શરીર અને આત્મા જુદાં છે. કેરીમાં રસ રહે છે પણ રસ અને છોતરાં જુદાં છે. આ તો બધી કુદરતની વ્યવસ્થા છે. કેરી ઝાડ ઉપર લટકતી હોય ત્યારે રસ અને છોતરાં એકમેક લાગે છે પણ બન્ને જુદા છે. કેરી પર બુચનું પેકીંગ છે, તેથી રસ બહાર નીકળતો નથી, કેરીમાં રસ છે અને તે કેરીથી જુદો પડી શકે છે, કાચલીમાં નાળિયેર તેનાથી જુદું છે, માટે કાચલી અને નાળિયેર (ટોપરું) જુદાં થઈ શકે છે, તેમ દેહ અને આત્મા એક નથી, બંને જુદા થઈ શકે છે. આ પાયાની વાત છે, આ તો પાયો છે. જ્યારે દેહાધ્યાસ છૂટશે ત્યારે શરૂઆત થશે. આત્મસિદ્ધિમાં છેલ્લી ગાથા આવશે કે, છૂટે દેહાધ્યાસ તો, નહિ કર્તા તું કર્મ, નહિ ભોક્તા તું તેહનો, એ જ ધર્મનો મર્મ ભાગવતમાં વ્યાસજીએ ગાથા આપી છે, તેનો ઉલ્લેખ પરમ કૃપાળુદેવે કર્યો છે. देहाभिमाने गलिते, विज्ञाते परमात्मनि । यत्र यत्र मनो याति, तत्र तत्र समाधयः ॥ ગંભીરતાથી વાતને ખ્યાલમાં લેજો, મહર્ષિ વ્યાસ કહે છે કે હું શરીર છું એવું અભિમાન તેને કહેવાય છે દેહાભિમાન. માણસ બજારમાં ચાલતો હોય ત્યારે લાક્ષણિક ઢબથી, જુદી જુદી ચાલથી ચાલે છે. કોઈ માને કે હું બધાથી રૂપાળો છું, ચાલતાં ચાલતાં કપડાં જોતો હોય, કોલર ઠીક કરતો હોય, વાળ સરખા કરે, ચશ્મા આઘા પાછાં કરે, અરે ભલા માણસ ! તું ચાલને, બધું બરાબર છે, પણ તેને અભિમાન છે. હવે મિનિસ્ટર ચાલે ત્યારે જુદી રીતે ચાલે. ફોજદાર જુદી રીતે અને ડી.એસ.પી. પણ જુદી રીતે ચાલે. દરેકની ચાલ અને નશો જુદાં જુદાં, કોઈકને થાય કે હું પૈસાવાળો, હું રૂપાળો. બહેનો સારામાં સારા કિંમતી ઘરેણાં પહેરી બઝારમાં જાય તો તેનો ઠસ્સો ઓર વધી જાય. અને તેને વધારે મઝા ત્યારે આવે કે “બધા ટીકી ટીકીને જોવે અને પૂછે કે આ ક્યાંથી લાવ્યાં? તમને સુંદર લાગે છે હોં !' આ બધું દેહના અભિમાનને કારણે થાય છે. દેહનું અભિમાન ગાળવાનું કામ કોણ કરે? દેહનું અભિમાન ગાળવાનું કામ ભક્તિ કરે, જ્ઞાન કરે, તપ કરે. ગમે તે સાધનાથી દેહાભિમાન ગળવું જોઈએ. તો સવાલ એ થયો કે For Personal & Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ક્રમાંક - ૪૦, ગાથા ક્રમાંક - ૪૯-૫૦ દેહાભિમાન કયારે ગળે ? વ્યાસજીએ કહ્યું કે પરમાત્માને જો જાણે તો દેહાભિમાન ગળે. પછી શું થાય ? યંત્ર યંત્ર મનો યાતિ, તેનું મન જ્યાં જ્યાં જાય, તંત્ર તંત્ર સમાધય: એટલે મન જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં સમાધિ જ છે. શું વાત છે આ ? દેહાભિમાન ગળી જાય અને પરમાત્માને જાણ્યા પછી તેનું મન કોઈ પણ ઠેકાણે જાય જ નહિ. જેમ ભ્રમર ગુલાબના ફૂલને મૂકીને ક્યાંય ન જાય, તેમ આનું મન બીજે ક્યાંય ન જાય. યંત્ર યંત્ર મનો યાતિ, તંત્ર તંત્ર સમાધય: । આવું એક સામર્થ્ય છે, કારણ કે મિથ્યાત્વનો નશો ઊતરી ગયો. મિથ્યાત્વનો નશો અથવા મિથ્યાત્વરૂપી ઝેર ઊતરશે ત્યારે આવો અનુભવ તમને પણ થશે. માટે કહ્યું કે દેહ અને આત્મા જુદાં છે માટે બંને જુદાં પડી શકે છે. તેલ અને તલ જુદા છે માટે ધાણીમાં નાખી તેલ જુદું પાડી શકાય છે. પ્રોસેસ કરવાથી દૂધમાંથી ઘી નીકળી શકે છે, તેમ પ્રોસેસ કરવાથી દેહ અને આત્મા જુદા પાડી શકાય છે. અંબાલાલભાઈએ ટીકામાં લખ્યું છે કે ‘દેહાધ્યાસથી એટલે અનાદિકાળના અજ્ઞાનને કારણે દેહનો જ પરિચય છે.’ બહુ સરળ વાત છે, જેની સાથે પરિચય હોય તેની સાથે સંબંધ થાય. જેની સાથે સંબંધ થાય તેની સાથે પ્રેમ થાય, મમત્વ થાય. જેની સાથે સંબંધ થાય તેના ઉપર સ્નેહ પણ હોય કે આ અમારા મિત્ર છે. આ અમારા પાડોશી છે, કારણ કે તેની સાથે પરિચયમાં છો. દેહની સાથે પરિચય છે તેથી દેહની સાથે લાગણી અને આસક્તિનો તાંતણો બંધાણો છે, તેથી આત્મા દેહ છે એવો તને ભાસ થયો, એવું તું સમજ્યો, પણ આત્મા અને દેહ જુદાં છે, કારણ કે બન્નેનાં લક્ષણો જુદાં છે. અને પ્રગટ અનુભવમાં આવે છે. एगो मे सासओ अप्पा, नाणदंसणसंजुओ । सेसा मे बाहिरा भावा, सव्वे संजोगलक्खणा ॥ ૩૨ મારો આત્મા શાશ્વત છે, એક છે, જ્ઞાન દર્શનથી સહિત છે. બાકીના સર્વે બાહ્ય ભાવો છે અને સંજોગના નિમિત્તવાળા છે. આ લક્ષણથી બન્ને જુદા પડે છે. ફરીથી, અંબાલાલભાઈની ટીકામાં એમ કહ્યું કે ‘અનાદિકાળથી અજ્ઞાનના લીધે દેહના પરિચયથી દેહ જ આત્મા ભાસે છે.' આ બુદ્ધિનું કે ગેરસમજનું કામ છે એમ નહીં પણ ઓલો દર્શન મોહ એટલે મિથ્યાત્વ મોહનો નશો, તેના કારણે આપણને દેહ જ આત્મા ભાસ્યો છે, પરંતુ એ બંને જુદાં છે. પૂજ્યપાદ સ્વામીએ સમાધિશતકમાં એક અદ્ભુત ગાથા આપી છે. એમાં પૂજ્યપાદ સ્વામીજી કહે છે કે ઈન્દ્રિયો પ્રાપ્ત થયા પછી ઈન્દ્રિયો નિરંતર વિષયો તરફ દોડતી રહી છે. અને એ વિષયો તરફ દોડવાના કારણે, એના નિમિત્તે એ સંકલ્પ અને વિકલ્પ કરે છે. અને સંકલ્પ વિકલ્પનાં કારણે એનું ચિત્ત ડહોળાઈ ગયેલું હોય છે અને તેના કારણે તેનામાં સ્વચ્છંદ પ્રમાદ આવે છે અને એ આવવાના કારણે પોતે શરીરની સાથે તાદાત્મ્ય બુદ્ધિ અનુભવે છે. તો શેનાથી આ ભિન્ન પડે ? શું ઉપાય છે આનો ? વિચારપૂર્વક ભેદ પાડવાથી શરીર પણ જુદું છે અને આત્મા પણ જુદો છે તેમ સમજાશે. આત્માને પકડવો હોય તો લક્ષણથી પકડાય. અને જો For Personal & Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૩૩ લક્ષણ ન જાણતા હોય તો તે પકડાય નહિ. ઓળખાણ ન થઈ શકે, માટે વિભાવો, ઇચ્છાઓ, સંકલ્પો, વિકલ્પો આ બધાંથી જુદો પાડતા જાવ, શરીરથી જુદો, ઈન્દ્રિયોથી જુદો, શ્વાસોચ્છવાસથી જુદો, મનથી જુદો, ઇચ્છાઓ અને સંકલ્પોથી જુદો, તૃષ્ણાથી જુદો, વિભાવભાવોથી જુદો. આ જુદું પાડવાની પ્રક્રિયા છે. તે ભેદજ્ઞાનની પ્રક્રિયાના નામે ઓળખાય છે. અને ત્યાં એક સાધન છે પ્રજ્ઞારૂપી છીણી. નિશ્ચય સ્વલક્ષણ અવલંબી, પ્રજ્ઞા છેણી નિહારો, તસ છેણી મધ્યપાતી દુવિધા, કરે જડે તન ફારો, ચેતન એસા જ્ઞાન વિચારો. આત્માનાં લક્ષણની વાત આગળ આવશે. શુદ્ધ બુદ્ધ ચૈતન્યધન, ચિદાનંદ સુખધામ; બીજું કહીએ કેટલું? કર વિચાર તો પામ. બહુ જ ઠાઠથી કૃપાળુદેવ બોલે છે, બહુ ખુમારી અને મસ્તીથી કહે છે. તું જો, આ આત્મા શુદ્ધ છે, બુદ્ધ છે, સુખ અને આનંદનું ધામ છે, એ આનંદનું કેન્દ્ર છે – આ આત્માના લક્ષણો છે. આનંદ કોઈ બગીચા કે વાડીલાલના આઈસ્ક્રીમમાં નથી. આનંદ હીરા માણેકનાં ઘરેણામાં નથી. આનંદનું ધામ આત્મા છે. અમે કેટલાં વખાણ કરીએ? કેટલું વર્ણન કરીએ? હવે તારા ઉપર છોડી દઈએ છીએ. “કર વિચાર તો પામ”. વિચાર કર તો તને પ્રાપ્ત થાય. આ કાર્ય કરવાં “નિશ્ચય સ્વલક્ષણ અવલંબી, પ્રજ્ઞા છેણી નિહારો'. સમયસારમાં કુંદકુંદાચાર્યજીએ કહ્યું છે કે પ્રજ્ઞારૂપી છીણીથી ભેદજ્ઞાન કરવાથી દેહ અને આત્મા જુદા દેખાશે. જેમ ઝાડમાં નાનકડી ગાંઠ હોય છે તે બહુ મજબૂત હોય છે. તે કુહાડીથી ન કાપી શકાય, અને કરવતથી પણ ન કાપી શકાય. તેને કાપવા ધારધાર છીણી જોઈએ. અને સામે ૨૦ વર્ષનો તંદુરસ્ત જુવાન જોઈએ. અને બરાબર ઘા ઉપર ઘા કરતાં જાય ત્યારે એ લાકડાની ગાંઠ છેદાય છે, તો આ દેહાધ્યાસની ગાંઠ છેદવા કંઈ નહિ કરવું પડે ? એના માટે પ્રચંડ પુરુષાર્થ કરવો પડે. દેહ અને આત્માના લક્ષણો ઓળખી ભેદજ્ઞાન દ્વારા જુદા કરવા પડે. પરમકૃપાળુદેવ કહે છે, - ભાસ્યો દેહાધ્યાસથી, આત્મા દેહ સમાન, પણ તે બંને ભિન્ન છે, જેમ અસિ ને મ્યાન. તલવાર અને મ્યાન જેમ જુદા છે, તેમ દેહ ને આત્મા બંને જુદા છે. તર્કનો ઉપયોગ કર્યો નથી, શાસ્ત્રોનો ઉપયોગ કર્યો નથી પણ મૂળ કારણ છે તેને જ પકડ્યું છે. તને દેહાધ્યાસ છે તેથી તું કહે છે કે દેહ તે જ આત્મા છે, અથવા ઈન્દ્રિયો તે જ આત્મા છે, અથવા પ્રાણ જ આત્મા છે. પરંતુ આ તું નથી બોલતો, આ દર્શનમોહ બોલે છે, નશો બોલે છે. હજારો-લાખો શાસ્ત્રો વાંચશો, ગમે તેટલા વિદ્વાનો પાસે જશો અને પૂછશો કે આત્મા છે કે નહિ? અને તેઓ સાબિત કરવા જશે તો પણ ગળે નહિ ઊતરે. પણ જેવો દર્શનમોહ જશે એટલે ગળે ઊતરી જશે, અને તે For Personal & Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ ૩૪ પ્રવચન ક્રમાંક - ૪૦, ગાથા ક્રમાંક - ૪૯-૫૦ વખતે તમે કહેશો કે હા, આત્મા દેહથી જુદો છે. એ દર્શનમોહ દૂર કરવાની જે સાધના છે તેને જ્ઞાનીઓ સમ્યગ્દર્શનની સાધના કહે છે. સમ્યગ્રદર્શનની સાધના એ અત્યંત મહત્ત્વની સાધના છે. કેમકે સમ્યગદર્શન થયા પછી તમામ સાધના વેલીડ ગણાય. જ્ઞાની તેને માન્ય રાખે છે. સમ્યગદર્શન પહેલાં સમ્યગદર્શનની પૂર્વ તૈયારી કરવી પડે. સમ્યગદર્શનની પૂર્વ તૈયારી એટલે યોગની ચાર દૃષ્ટિઓનો પુરુષાર્થ. મિત્રા, તારા, બલા, દીપ્રા વિગેરે. ચારેચાર દૃષ્ટિઓમાં જે વિકાસ થાય છે તે સમ્યગદર્શનની પ્રાપ્તિ પહેલાંની ભૂમિકા છે. શાસ્ત્રીય પરિભાષામાં ગરમાવર્ત- કાળમાં પ્રવેશ થયા પછી અપુર્નબંધક અવસ્થા અને યોગની ચાર દૃષ્ટિઓનો પુરુષાર્થ કર્યા પછી સમ્યદર્શન થાય છે. અને સમ્યદર્શન પછી જે કંઈ થાય તે વીતરાગતાની સાધના છે. તે પરિપૂર્ણ સાધના છે. આ તમામ સિદ્ધાંતો અને સૂત્રો ધ્યાનથી વિચારજો. આપણે જે સંવાદ કર્યો તે સંવાદનું માધ્યમ આત્મસિદ્ધિ શાસ્ત્ર. આ પાયાની વાત, અમને બહુ મઝાની ગોળ જેવી ગળી લાગે છે. ગોળ કરતાં પણ વધારે ગળી લાગે છે. આત્માને જાણો અને ભેદજ્ઞાન થાય તો જીવન કેવું થાય? ગળ્યું અને મધુર બની જાય. આવી એક સંવાદની શૈલી આ ગાથામાં થઈ. હવે જોગ થશે ત્યારે ““જે દ્રષ્ટા છે દૃષ્ટિનો જે જાણે છે રૂપ'' - તે ગાથાથી વિચારણા થશે. તે માટે પૂર્વ તૈયારી કરી રાખજો. એટલે ખેડવું ન પડે, સીધું જ વાવેતર થાય. વાવો ને ઊગી જાય અને મહેનત કરવી ન પડે. આવી અવસ્થા જીવનમાં પ્રાપ્ત કરજો. ધન્યવાદ! આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે માટે ધન્યવાદ. દરેકના અંતરમાં રહેલા પરમાત્માને મારા પ્રેમપૂર્વક નમસ્કાર. For Personal & Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૩૫ ગાથા ક્રમાંક - ૨૧ પ્રવચન ક્રમાંક - ૪૧ આત્મબોધ એટલે શું? જે દ્રષ્ટા છે દૃષ્ટિનો, જે જાણે છે રૂપ; અબાધ્ય અનુભવ જે રહે, તે છે જીવસ્વરૂપ. (૫૧) ટીકાઃ તે આત્મા દૃષ્ટિ એટલે આંખથી ક્યાંથી દેખાય? કેમ કે ઊલટો તેનો તે જોનાર છે. સ્થૂળસૂક્ષ્માદિ રૂપને જે જાણે છે, અને સર્વને બાધ કરતાં કરતાં કોઈપણ પ્રકારે જેનો બાધ કરી શકાતો નથી એવો બાકી જે અનુભવ રહે છે, તે જીવનું સ્વરૂપ છે. (૫૧) પારમાર્થિક સાધના, આધ્યાત્મિક સાધના જેને કરવી છે તેણે બે કાર્ય કરવાં પડશે, એક અંત:કરણની, મનની, ચિત્તની શુદ્ધિ અને બીજો અતીન્દ્રિય તત્ત્વનો યથાર્થ નિર્ણય. આ નિર્ણય કરવો કઠિન છે કારણ કે આજના વિજ્ઞાનના સાધનો તથા આપણા જે જ્ઞાનના સાધનો શરીર, ઈદ્રિયો, પ્રાણ, મન બુદ્ધિ વગેરે કામ આપી શકતાં નથી. આપણા તમામ સાધનો તે અતીન્દ્રિય તત્ત્વને જાણવા નિષ્ફળ જાય છે, છતાં નિર્ણય કર્યા વગર ચાલે તેમ નથી, તે તત્ત્વને જાણવું અત્યંત અનિવાર્ય છે. આધ્યાત્મિક જગતમાં સૌથી મોટી મુશ્કેલી જો કોઈપણ હોય તો જ્ઞાની પુરુષો જેની વાત કરે છે એ તત્ત્વ ધૂળ સાધનો દ્વારા પકડી શકાતું નથી, તો સાધક માટે ઉપાય એ છે કે જેમણે પોતાના જીવનમાં સ્વાનુભવ કર્યો છે, પ્રતીતિ કરી છે, જેમણે જાણ્યું છે, અનુભવ્યું છે તેમના શબ્દો-વચનો તેને ચિંતન માટે ઉપયોગી થઈ પડે છે. આ શાસ્ત્ર સર્વ કહ્યાં વિશેષે, જીવ કરવા નિર્મળો, જિનવર કહે છે જ્ઞાન તેને ભવ્ય સર્વે સાંભળો. ચિંતન માટે અહીં શાસ્ત્રની જરૂર છે, શાસ્ત્રમાં શબ્દો જ છે, પણ સામાન્ય માણસના શબ્દો નથી. જેમણે પોતાના જીવનમાં પ્રગટપણે અતીન્દ્રિય તત્ત્વનો અનુભવ કર્યો છે, અને તે અનુભવને શબ્દોમાં વ્યક્ત કર્યો છે અને તેની જે રચના થઈ છે તે શાસ્ત્ર છે. શાસ્ત્રો શબ્દોની રમત નથી, શબ્દોનો ખેલ નથી, પણ અનુભવનો આસ્વાદ છે. અતીન્દ્રિય તત્ત્વનો અનુભવ જેમણે કર્યો છે, એમના શબ્દો સાધક પોતાના આત્મતત્ત્વના નિર્ણયમાં વાપરી શકે, અને ઉપયોગી બનાવી શકે. આપણને આ પ્રક્રિયા અઘરી તો લાગે છે. પરંતુ અતીન્દ્રિય સૃષ્ટિમાં આપણે પ્રવેશ કરવો છે, તેથી પ્રક્રિયામાં ઢળવું પડશે. ગાથા ૫૧થી આપણે ઈન્દ્રિયો અને મનની સ્થૂળ ભૂમિકા પરથી વધુ ઊંડાણમાં જઈએ For Personal & Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ ૩૬ પ્રવચન ક્રમાંક - ૪૧, ગાથા ક્રમાંક - ૨૧ છીએ, અને યથાર્થપણે જે આત્મતત્ત્વ છે તે નિશ્ચય સૃષ્ટિમાં આપણે પ્રવેશ કરવો છે, તે માટે આપણે પુરુષાર્થનો પ્રારંભ કરીએ છીએ. દરેક વ્યક્તિએ પોતે નિશ્ચય કરવાનો છે. કોઈનો નિશ્ચય તમારા કામમાં નહિ આવે. જો બીજાનો નિશ્ચય આપણા કામમાં આવે તો કાર્ય ઘણું સુગમ થઈ જાય. આ ધરતી ઉપર અનંતજ્ઞાની પુરુષોએ નિશ્ચય કર્યો છે. આપણે એટલું કહી શકીએ કે તમે જે કહો છો તે અમને માન્ય છે પરંતુ એટલા માત્રથી વસ્તુની પ્રતીતિ થતી નથી. પરંતુ सव्वाइं जिणेसरभासियाई वयणाई नन्नहा हुंति । इअ बुद्धी जस्स मणे, सम्मतं निच्चलं तस्स ॥ એક અપવાદ એવો પણ છે કે સર્વ તીર્થકર ભગવંતો, જિનેશ્વર ભગવંતોએ પોતાના શબ્દોમાં અનુભવ પ્રગટ કર્યો છે. તેમનાં વચનો ખોટાં નથી. મિથ્યા નથી, જૂઠાં નથી, અધૂરાં કે અપૂર્ણ નથી, ખંડિત નથી તેમજ અન્યથા નથી, પણ સાચાં છે, આવો સ્વીકાર જે બુદ્ધિમાં કરે છે તેને વ્યવહાર સમ્યક્ત્વ કહેવામાં આવે છે. આ એક પ્રાથમિક અવસ્થા થઈ. શિષ્ય પોતાની મૂંઝવણ સદ્ગુરુ પાસે પ્રગટ કરે છે. જે આપણે જોઈ ગયા છીએ, છતાં તેને સંક્ષેપમાં ફરી જોઈ લઈએ. શિષ્યને એમ કહેવું છે કે તમે જે આત્માની વાત કરો છો તે દૃષ્ટિમાં આવતો નથી, જોવામાં આવતો નથી, એનું કોઈ રૂપ જણાતું નથી અને બીજી કોઈ રીતે એ આત્માનો અનુભવ થતો નથી. આ જોતાં અમારું મન એવું માનવા તૈયાર થાય છે કે આત્મા નથી. આ મૂંઝવણ શિષ્યની છે. અતીન્દ્રિય સૃષ્ટિમાં ઈન્દ્રિયો મદદગાર થઈ ન શકે, છતાં એ જે દલીલ કરે છે તે ઈન્દ્રિયના પક્ષથી જ કરે છે. શરીર જ આત્મા છે, શરીર અને આત્મા બંને જુદાં છે તેમ માની લેવાની જરૂર નથી અથવા ઈન્દ્રિયો જ આત્મા છે, અથવા પ્રાણ એટલે શ્વાસોચ્છવાસ જ આત્મા છે. આ ત્રણેનો આપણને અનુભવ થાય છે આપણે શ્વાસ લઈએ છીએ માટે જીવીએ છીએ. જે દિવસે શ્વાસ લેવાનું બંધ થઈ જશે તે દિવસે આપણને મૃત જાહેર કરવામાં આવશે. તો એવું હોઈ શકે કે શરીર તે આત્મા છે, અથવા ઈન્દ્રિયો અથવા પ્રાણ તે આત્મા છે. અમને એમ લાગે છે કે તે બધાથી આત્મા જુદો છે તેમ માનવું અમને જરૂરી લાગતું નથી, કારણકે આત્માનું કોઈ જુદું ચિન્હ નથી, જુદુ એંધાણ નથી. વળી જો આતમા હોય તો જણાય નહીં તે કેમ? ગુરુદેવ ! તમે કહો છો તેમ આત્મા જો હોય તો કેમ જણાય નહિ ? આખા જગતમાં આત્મા, આત્મા આત્મા એમ વાત થાય છે, જગતના જીવો આત્માની ખોજ કરે છે, તો આત્મા હોય તો જણાય કે દેખાય કેમ નહિ? નજરમાં કે અનુભવમાં આવે કેમ નહિ? તે પ્રત્યક્ષ કેમ થાય નહિ ? કારણ જગતમાં જે જાતજાતના પદાર્થો છે, જેનું અસ્તિત્વ છે, જેનું બંધારણ છે, જેની રચના છે, જેનામાં વજન, કદ, આકાર છે, અને જે પદાર્થો ધરતી ઉપર છે તે આપણને દેખાય છે. અને દેખાય છે માટે તેમને સ્વીકારવામાં મુશ્કેલી પડતી નથી. તમે જે For Personal & Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા આત્માની વાત કરો છો તે દેખાતો નથી, પ્રત્યક્ષ અનુભવમાં આવતો નથી માટે આત્મા નથી. આવું અમને લાગે છે. શિષ્યના આ નિર્ણય પાછળ તેનો અનુભવ છે, સમજ છે, તેને પણ બુદ્ધિ છે, તેનું પણ ગહન ચિંતન છે. આત્મા નથી આટલું જ નક્કી થઈ જાય તો આયલને મોટી નિરાંત થય. કેમ? ધ્યાન કરવું, સ્વાધ્યાય કરવો, ભક્તિ કરવી, સદ્ગુરુ શોધવા, એમના ચરણોમાં જવું, પ્રત્યક્ષ સદ્ગુરુ છે કે નહિ? છે તો ક્યાં છે, કેવા હોવા જોઈએ? નથી તો કેમ નથી? ક્યારે મળશે? કેવા સ્વરૂપમાં હશે? આ બધી પંચાતમાંથી આપણો છૂટકારો થઈ જાય. રોજ સવારે ચાર વાગ્યે ઊઠો. કડકડતી ઠંડીમાં આસન વાળી બેસો, આટલા બધા નિયમો, વ્રતો, પ્રતિજ્ઞાઓ, આટલી બધી પ્રચંડ સાધનાઓ આ બધું કરવું પડે છે. આત્મા છે એમ માનીએ તો કરવું પડે ને? આત્મા જ નથી એમ માનીએ તો બહુ નિરાંત થઈ જાય. __ हत्था गया इमे कामा, कालिया जे अणागया। को जाणइ परे लोओ, अत्थि वा णत्थि वा पुणो ॥ ભગવાન મહાવીર કહેતા હતા કે જગતમાં આત્માનો ઈન્કાર કરનારા એવા અનાત્મવાદીઓ, એટલે ભૌતિકવાદીઓ કહે છે કે શરીર છે, પણ તેનાથી વિશેષ કંઈ નથી, માટે આ કામભોગનાં સાધનો આપણા હાથમાં આવ્યાં છે, આપણને મળ્યાં છે, એ કામભોગનાં સાધનોમાં સુખ છે, એ ભોગવવા જેવાં છે. તેનો આસ્વાદ કરવા જેવો છે. જીભ સ્વાદ લેવા માટે છે, આંખ રૂપે જોવા માટે છે, કાન સંગીત સાંભળવા માટે છે. સ્પર્શેન્દ્રિય સ્પર્શ કરવા માટે છે. આટલી બધી વિરાટ દુનિયા અને આટલાં બધાં વિરાટ સાધનો જે આપણને પ્રાપ્ત થયાં છે તેને ભોગવી લો. કાલની કોને ખબર છે? આપણને આનંદ થાય અને ગમે તેવી આપણા પક્ષની વાત છે. એક બીજી વાત પણ રજૂ કરી કે “ો ગાઈફ પરે રોમે’ આ બધા લોકો કહે છે કે સ્વર્ગ છે, નરક છે, મૃત્યુલોક છે. પાતાળલોક છે. મરણ પામી લોકો જુદી જુદી ગતિઓમાં જાય છે, આવી અવસ્થામાં જાય છે, પણ કોણ ક્યાં જાય છે તે કોઈ આપણને કહેવા આવતું નથી. કેશીકુમાર પરદેશી રાજાને બોધ આપવા ગયા હતા, ત્યારે પરદેશી રાજા કહે છે કે, તમે જે કહો છો તે પ્રમાણે સાચું જ હોય તો મારા દાદા બહુ પાપી હતા, વ્યસની અને દુરાચારી હતા, હિંસક હતા, શિકાર કરતા હતા, મદિરા પાન પણ કરતા હતા. તો તમારા કહેવા પ્રમાણે તેઓ મરણ પામીને નરકગતિમાં જ ગયા હોવા જોઈએ. પરંતુ એક વાત છે કે તેમને મારા પ્રત્યે બહુ જ પ્રેમ હતો, લાગણી અને સ્નેહ હતો, બહુ વાત્સલ્ય હતું. તેથી મને થાય છે કે હું તેમને યાદ આવતો હોઈશ તો તેઓ મને કહેવા ન આવે કે બેટા, તું આવું કરીશ નહી, અમે બહુ દુઃખી થઈ રહ્યા છીએ. પણ તેઓ એવું કંઈ કહેવા આવ્યા નથી. માટે નરકની વાત ખોટી છે. વળી મારા દાદીમા તો ખૂબ જ ધાર્મિક હતાં. પૂજા પાઠ કરે, સ્વાધ્યાય કરે, મંદિરમાં જાય, સાધુસંતની For Personal & Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ ૩૮ પ્રવચન ક્રમાંક - ૪૧, ગાથા ક્રમાંક - ૧૧ સેવા કરે તો તમારા કહેવા પ્રમાણે તે દેવલોકમાં જ ગયાં હોવાં જોઈએ. હું તો ખૂબ જ નાસ્તિક છું. હું કંઈ જ કરતો નથી. મારા દાદીમાને પણ મારા ઉપર ખૂબ જ પ્રેમ હતો, તો કમ સે કમ તેઓ મને કહેવા તો આવે ને કે “પરદેશી ! દેવલોક છે, સ્વર્ગલોક છે, અને સતકર્મ કરવાથી સારું ફળ મળે છે તો તું સત્કર્મો કરજે”. પણ મને અત્યાર સુધી કોઈ કંઈ કહેવા આવ્યું નથી. તેથી કેવી રીતે કહી શકાય કે આત્મા છે તથા તેને જુદો માનવો તે પણ મિથ્યા છે. અને તેથી મોક્ષ ઉપાયની વાત પણ મિથ્યા છે. શિષ્યનો પક્ષ બરાબર સાંભળીએ તો આપણને લાગે કે આ શિષ્ય કહે છે તે બરાબર છે, પોઝીટીવ છે. શિષ્ય એમ કહે છે કે આ મારા અંતરની શંકા છે, શલ્ય છે, તે ખટકે છે, મૂંઝવે છે અને અમને પીડા પણ થાય છે કે અમે નક્કી કરી શકતાં નથી કે આત્મા છે કે આત્મા નથી. જો એમ નક્કી કરીએ કે આત્મા નથી તો ઉપાયની કંઈ જરૂર નથી. પરંતુ આ શિષ્યની ભૂમિકા એવી છે કે તે વચ્ચે ઊભો છે. શિષ્ય ના પણ નથી સ્વીકારી અને હા પણ નથી સ્વીકારી. માટે શિષ્ય કહે છે કે ગુરુદેવ ! સમજાવો કે આત્મા છે કે નથી. શિષ્યની દલીલો જે આપણે જોઈ ગયા હતા તે પુનઃ યાદ કરી. - હવે સગુરુદેવ સમાધાન કરવા પ્રારંભ કરે છે. સમાધાન તર્કથી, બુદ્ધિથી થવું જોઈતું હતું પણ અહીં ગુરુદેવ તર્કનો ઉપયોગ કરતા નથી, બુદ્ધિનો ઉપયોગ કરતા નથી, પરંતુ આપણને બેહોશ કરનાર એક ત્રીજું તત્ત્વ આંતરિક જગતમાં કામ કરે છે તેનો બોધ આપે છે, અને વાસ્તવિકતાનું ભાન કરાવે છે. જેમ કોઈ ભાંગ પીવે તો નશો ચડે, ધતુરાના પાન ચાવી જાય તો નશો ચડે. પછી તે જે કંઈપણ કરે તે નશામાં જ કરે, નશાની સત્તા તળે, નશાને આધીન થઈને કરે છે. તે નોર્મલ નથી, એ સ્વસ્થ નથી. તેમ આધ્યાત્મિક જગતમાં પણ આપણને બેહોશ, મૂર્ણિત અથવા બેભાન બનાવનાર તત્ત્વ છે. આપણને થશે કે આપણે તો જાગૃત છીએ, બેભાન નથી. એક મચ્છર પણ આપણી ઉપર બેસે તો આપણને ખબર પડે છે, આપણે તેને ઉડાડવા કોશિશ કરીએ છીએ, કારણ કે આપણે જાગૃત છીએ. કરોડો રૂપિયાનો બીઝનેસ આપણે કરીએ છીએ, આ બધું જ કરતાં હોવા છતાં જ્ઞાની પુરુષ એમ કહે છે કે આપણે બેહોશ છીએ, અસલિયતનું આપણને ભાન નથી. જે વાસ્તવિક છે તેનું આપણને ભાન નથી, એ બેહોશ કરનાર તત્ત્વ તેને શાસ્ત્રીય પરિભાષામાં મિથ્યાત્વ મોહનીય કર્મ કહે છે. તેના માટે બીજો એક શબ્દ દર્શનમોહ છે. કર્મો આઠ પ્રકારનાં છે અને તેમાં રાજા જેવું બળવાન મોહનીય કર્મ છે. મોહનીય કર્મના બે ભાગ, દર્શન મોહનીય અને ચારિત્ર્ય મોહનીય. તેમાં સૌથી વધારે વ્યગ્ર અને બેહોશ બનાવનાર દર્શન મોહનીય છે. સાધકને જ્યારે પારમાર્થિક સાધનાનો પ્રારંભ કરવાનો હોય ત્યારે સૌથી પહેલાં તેને દર્શનમોહનીય સાથે કામ કરવું પડશે. એ દર્શનમોહનીયને શાંત કરવું પડશે, ખસેડવું પડશે. તેનો ઉપશમ કરવો પડશે. તેનું જોર ઓછું કરવું પડશે એની પકડમાંથી મુક્ત થવું પડશે. તેની For Personal & Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ ૩૯ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા સાથે સંઘર્ષ કરવો પડશે. દર્શનમોહ વ્યતીત થઈ ઉપજ્યો બોધ જે', આ ઘટના ઘટે છે. શું કામ થયું? દર્શનમોહ દૂર થયો, નબળો પડ્યો. તાકાત તૂટી ગઈ, એ અંદર કામ કરતો બંધ થયો, તેમાં ક્ષમતા ન રહી, એ વ્યતીત થયો, તે વખતે જે બોધ ઉત્પન્ન થાય છે તેને કહેવાય છે હોશ. દર્શનમોહ ઉપશમ થવાથી, વ્યતીત થવાથી, શાંત થવાથી અંદર એક અદ્ભુત ઘટના ઘટે છે. આ ઘટના બૌદ્ધિક નથી, આ ઈન્દ્રિયોથી થતી ઘટના નથી, આ શારીરિક કે ચિંતનાત્મક ઘટના નથી પણ એક આંતરિક ઘટના છે. આપણા જીવનમાં દર્શનમોહનીયના દલિકો ભાગ ભજવે છે. તેથી લોકો એમ માનવા પ્રેરાય છે કે આત્મા નથી, મોક્ષ નથી, મોક્ષનો ઉપાય નથી. છ પદો નથી, સપુરુષની જરૂર નથી, સાધના અને ધ્યાનની જરૂર નથી. કારણ કે તેની અંદર દર્શનમોહનો મસાલો પડ્યો છે. દર્શનમોહનીય હોવાના કારણે અંદર દેહાધ્યાસ કામ કરે છે. આ દેહાધ્યાસ શબ્દ ઘણી વખત આવશે. તમે બરાબર સમજી લો. એકનો એક વિચાર, એકની એક વૃત્તિ વારંવાર ઘૂંટવાથી એ વૃત્તિ સ્વભાવરૂપ લાગે એવી અવસ્થા, તેને અધ્યાસ કહે છે. દેહાધ્યાસ એક ખોટી આંતરિક ઘટના છે, પરંતુ છે. દર્શનમોહનીયના કારણે દેહાધ્યાસ થાય છે. દેહનો પરિચય છે અને દેહના પરિચયને કારણે આ દેહ તે જ આત્મા છે, એવી દઢતાપૂર્વક સમજણ થાય છે તેને કહેવાય છે દેહાધ્યાસ. આત્મા કહો કે શરીર કહો અમારા માટે તેમાં કંઈ ફરક નથી. આ જે બોલાય છે તે દેહાધ્યાસના કારણે બોલાય છે. ગુરુદેવ કહે છે કે અમે તને કહીએ છીએ કે તે બન્ને ભિન્ન છે, તે બન્ને જુદા છે. પણ તારામાં દર્શનમોહનીયનું જે તત્ત્વ પડ્યું છે તે તને “દેહ અને આત્મા બને જુદા છે' તેવું ન માનવા પ્રેરે છે. જેણે મદિરાપાન કર્યું હોય તે ઘેલછા કરે છે તેમ દર્શનમોહનીયના કારણે તને આ ઘેલછા થાય છે. જ્ઞાની પુરુષો કહે છે કે અમારો અનુભવ છે તેથી અમે તેને જુદા કહીએ છીએ. અમે પણ એક વખત તારી જેમ નશામાં હતા, પરંતુ અમને સદ્ગુરુનો જોગ થયો, એમની કૃપા થઈ અને અમારી બેહોશી ચાલી ગઈ. અમે નોર્મલ થયાં, સભાન થયા, અને સમજણ આવી કે દેહ અને આત્મા ભિન્ન છે, જુદાં છે. આ થયું તાત્ત્વિક, આધ્યાત્મિક પૃથક્કરણ. સદ્દગુરુદેવ તર્ક કરતા નથી. તેઓ કહે છે કે દર્શનમોહનીય હશે ત્યાં સુધી ઢગલાબંધ શાસ્ત્રો હશે તો પણ તે માનવા તૈયાર નહિ જ થાય, તે સ્વીકાર નહિ કરે, એ માનશે નહિ. એક ભાઈને એક દર્દ થયું. ઘણા ડૉક્ટરોને બતાવ્યું પણ દર્દ ગયું નહિ. કોઈએ પૂછ્યું કે તને શું થયું? તો કહે થાય શું? મારા પેટમાં આંતરડાં જ નથી. ઓલો કહે કે આંતરડા વગર જીવાય શી રીતે? તું ખાય છે કેવી રીતે? તો કહે, એ કંઈ ખબર નથી પણ એ વાત નક્કી છે કે મારા પેટમાં આંતરડાં નથી. આંતરડાં નથી તે ભ્રમ, દવાથી દૂર ન થાય પરંતુ બીજી કોઈક પ્રક્રિયા કરવી પડે. અને કોઈક પ્રક્રિયાથી જો ભ્રમ દૂર થાય તો જ તે સ્વીકાર કરે. તેમ ભ્રમ ભાંગે તો દેહ તે For Personal & Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ ૪૦ પ્રવચન ક્રમાંક - ૪૧, ગાથા ક્રમાંક - ૫૧ આત્મા નથી પરંતુ બન્ને જુદા છે તેવો સ્વીકાર થાય. વેદાંતમાં દેહાધ્યાસ માટે ભ્રમ એટલે ભ્રાંતિ શબ્દ કહ્યો છે. આટલી વાત કરીને ગુરુદેવ તર્કથી પ્રારંભ કરે છે. અહીં આપણને એક નવો શબ્દ મળે છે. એ શબ્દ છે દ્રષ્ટા. આ વેદાંતનો શબ્દ છે, સાંખ્યદર્શનનો પણ છે, ધ્યાન શાસ્ત્રનો તેમજ નિશ્ચયનયનો પણ શબ્દ છે. કુંદકુંદાચાર્યજીએ પણ આ શબ્દનો પ્રયોગ કર્યો છે. આધ્યાત્મિક જગતનો સૌથી શ્રેષ્ઠ શબ્દ છે દ્રષ્ટા. તમે માત્ર જોનારા છો, જાણનારાં છો, કરનારાં નથી. આપણે એમ કહીએ છીએ કે અમે જોનાર-જાણનાર નથી પણ ધરાઈને કરનારાં છીએ. એ આપણો કર્તાભાવ છે. જીવનમાં એક એવી અવસ્થા છે કે તું છો, તારી હાજરી છે, પ્રક્રિયા થાય છે પણ તું દ્રષ્ટા છો. દ્રષ્ટા એટલે જોનારો. હવે જે ગાથાઓ આવે છે તે બરાબર સમજવાની ગાથાઓ છે, જરા કઠિન પડશે, પરંતુ બહુ જાગૃતિપૂર્વક આ ત્રણ શબ્દો દ્રષ્ટા, દૃષ્ટિ અને દશ્ય ખ્યાલમાં લેવા પડશે. દૃશ્ય એટલે જે દેખાય છે તે. આખા જગતમાં સમગ્ર પદાર્થો, જુદા જુદા આકાર, જુદી જુદી રચનાઓ એ જે કંઈપણ દેખાય છે તેને કહેવાય છે દશ્ય. એ જે દશ્ય દેખાય છે તેને જોવાનું સાધન તે દૃષ્ટિ. પદાર્થો તો છે પણ કોણ જોશે ? શેના દ્વારા તમે જોશો ? કયું સાધન ? એ જોવાનું સાધન તેને કહેવાય છે દૃષ્ટિ. અને એક ત્રીજી વસ્તુ આપણે ભૂલી જઈએ છીએ. જગતના પદાર્થો છે તે ખબર છે. તે આંખથી દેખાય છે તે ખબર છે પરંતુ તેની પાછળ જોનાર ત્રીજો છે તેનો સ્વીકાર આપણે કરી શકતા નથી. દશ્ય છે તેને જોનાર દષ્ટિ છે. પદાર્થો છે અને તે આંખથી જોઈ શકીએ છીએ. પરંતુ આંખ તો સાધન છે, સૃષ્ટિ તો સાધન છે. આંખને સાધન બનાવી આંખથી જોનાર જુદો છે. એ જોનાર દશ્યથી જુદો, દૃષ્ટિ એટલે આંખથી પણ જુદો, એ જોનાર દ્રષ્ટા કહેવાય છે. ત્રણ વાતો આવી. જોનારો દ્રષ્ટા દૃષ્ટિથી પણ જુદો, દશ્યથી પણ જુદો, સ્થૂલ શરીરથી પણ જુદો. તે સ્થૂલ શરીરમાં બેઠો છે, તે જોઈ શકે છે. એ જોવે છે અને તેને જોવા માટે જે સાધન જોઈએ છીએ તેને કહેવાય છે દષ્ટિ. દૃષ્ટિ એટલે આંખ. આંખથી દેખાય છે, આંખ વડે જોવાય છે પણ આંખ પોતે જોતી નથી. આંખને સાધન બનાવી જે જોનાર છે તે દ્રષ્ટા છે. આંખ બંધ હોય તો પણ અંદર દ્રષ્ટા જાણી શકે છે. જાણનાર તો જુદો છે પરંતુ તે આંખનો સાધન તરીકે ઉપયોગ કરી જાણે છે. ગુરુદેવ કહે છે કે આંખ દ્વારા જે જોનાર છે તે આંખથી જુદો છે, તો આંખ પણ જુદી, વસ્તુ દશ્ય તે પણ જુદું અને જોનાર દ્રષ્ટા પણ જુદો. આ ત્રણે જુદા છે. તમે સૂર્યને જુઓ છો. તેમાં સૂર્ય દશ્ય તે તમારાથી જુદો. આંખ વડે તમે જુઓ છો તો આંખ પણ જુદી છે એટલે દૃષ્ટિ જુદી અને તમે જોનાર છો, તમે દ્રષ્ટા છો તો તમે સૂર્ય અને આંખ એટલે દૃશ્ય અને દૃષ્ટિથી જુદાં છો. બાલ્યાવસ્થા આવી તે ગઈ, પછી યુવાવસ્થા આવી, તે પણ ગઈ પછી વૃદ્ધાવસ્થા આવી. ફૂલ ખીલ્યું અને કરમાઈ ગયું. પાણીનો પ્રવાહ વહેતો હતો તે બદલાઈ ગયો. શરદપૂર્ણિમાનો For Personal & Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ ૪૧ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ચંદ્ર ઉગ્યો, ફરી અંધારું થયું. આ બધું પરિવર્તન થાય છે, આ બધા દશ્ય બદલાય છે. પણ તે જુદા જુદા દૃશ્યોને જોનારો દ્રષ્ટા એનો એ રહે છે, બદલાતો નથી. માણસ મૃત્યુ પામે ત્યારે તેના સગા સંબંધીઓ આજુબાજુ બેઠાં હોય અને કહેતાં હોય છે કે એક વખત આંખ ખોલીને તો જુઓ, આ તમારી પત્ની, આ બાબલો, એક વખત તો સામું જોવો. પણ કઈ રીતે જોવે ? આંખ તો છે પણ આંખ દ્વારા જોનાર ગયો. દશ્ય છે પણ દશ્યને જોનાર નથી. દ્રષ્ટા તે દૃશ્યથી પણ જુદો અને દૃષ્ટિથી પણ જુદો. પદાર્થથી પણ જુદો અને આંખથી પણ જુદો. પદાર્થ જશે તોપણ દ્રષ્ટા રહેશે, આંખ નહિ હોય તો પણ દ્રષ્ટા રહેશે. આવો દ્રષ્ટા છે, તે સ્વતંત્રપણે જોનારો છે. આ કોની વાત થઈ રહી છે? આપણી વાત થઈ રહી છે. એક બહુ મઝાની વાત છે, જોનારો બેઠો છે તે જોયા કરે છે. આંખના સાધનથી જોવે છે. તમને સ્વતંત્રતા છે. જોવું હોય તો આંખો ખુલ્લી રાખી શકો છો અને ન જોવું હોય તો આંખ બંધ કરી શકો છો. નથી જોયું તો આંખો કોણે બંધ કરી? આંખે આંખ બંધ નથી કરી પણ દ્રષ્ટાએ આંખ બંધ કરી છે. દ્રષ્ટાને જોવું નથી અને દ્રષ્ટાએ આંખ બંધ કરી. આંખ સાધન છે, એ સાધન દ્વારા દશ્ય પદાર્થના સંબંધમાં આવવાનું થાય છે અને જાણનારો આંખથી જુદો છે તેને કહેવાય છે દ્રષ્ટા. આધ્યાત્મિક સાધનામાં પણ આ શબ્દ મહત્ત્વનો છે કે સાધકે કર્તા મટવાનું છે અને દ્રષ્ટા રહેવાનું છે. પરંતુ કામ કરતાં કરતાં આપણે કર્તા બની જઈએ છીએ અને દ્રષ્ટા રહી શકતા નથી. કર્તા બન્યા તો બંધાણા અને દ્રષ્ટા બન્યા તો છૂટ્યા. બહુ ટૂંકી વાત કે કર્તા બંધાય છે અને દ્રષ્ટા છૂટે છે. આપણે દ્રષ્ટા રહી શકતા નથી, અંદર કંઈક ઉત્પાત થઈ જાય છે. જોતાં જોતાં જોતાં જોતાં પછી કર્તા બની જઈએ છીએ, અને કર્તાપણાનો વળગાડ આપણને વળગે છે. માટે જ નરસિંહ મહેતાએ કહ્યું કે, હું કરું, હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે. આ ઉપાધિ થાય છે. કર્તાપણાનો ભાવ આવ્યો એટલે સારું, નરસું, પ્રશંસા, નિંદા, ગમતું, અણગમતું, ઠીક લાગે તેવું, ઠીક ન લાગે તેવું આમ કર્તા ભાવમાંથી હજારો વિકલ્પો ઊભા થાય છે. જેવો કર્તા ભાવ ગયો અને દ્રષ્ટાભાવ આવ્યો કે હજારો વિકલ્પો શાંત. સમગ્ર વિકલ્પોને શાંત કરવા માટે જો સારો ઉપાય હોય તો કર્તા મટી દ્રષ્ટા બનવું. આપણે તો દ્રષ્ટા જ છીએ પણ ભ્રમના કારણે આપણે આપણને કર્તા માની લઈએ છીએ. તમે કર્તા માનો તો પણ કર્તા થઈ શકતા નથી અને તમે દ્રષ્ટા ન માનો તો પણ દ્રષ્ટા થયા વગર રહી શકતા નથી. તમે દ્રષ્ટા છો. તમે જોનારાં છો. કોણ છો તમે, તે જુઓ. આંખ દ્વારા તમે જાણો, આંખ દ્વારા તમે જુઓ. જો જોશો તો કામ થશે કે દૃષ્ટિથી પણ આત્મા જુદો અને દશ્યથી પણ આત્મા જુદો. દશ્ય અને દૃષ્ટિથી આત્મા જુદો, એવો જે અનુભવ તેને કહેવાય છે, આત્મબોધ. “દર્શનમોહ For Personal & Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ ૪૨ પ્રવચન ક્રમાંક - ૪૧, ગાથા ક્રમાંક - પ૧ વ્યતીત થઈ ઉપજ્યો બોધ જે' આ બોધ એ કે દ્રષ્ટા દેશ્યથી પણ જુદો અને દૃષ્ટિથી પણ જુદો. દૃષ્ટિ નહિ હોય દ્રષ્ટા હશે, દશ્ય નહિ હોય દ્રષ્ટા હશે. તમે જે મકાનમાં રહેતા હતા તે મકાન વેચી નાખો અને બીજાને આપી દો, અને તમને કોઈ પૂછે કે ક્યાં રહો છો? તો કહેશો કે જૂનો ફલેટ કાઢી નાખ્યો અને નવા મકાનમાં રહેવા ગયા. ફલેટ વેચી નાખ્યો પણ તમે તો રહ્યા ને? મકાન બદલાયું તેમ દશ્ય બદલાયું, દૃષ્ટિ બદલાણી પણ દ્રષ્ટા બદલાતો નથી. દ્રષ્ટા જોનારો એનો એ છે. દ્રષ્ટાનું કાર્ય માત્ર દૃષ્ટિથી જોવાનું છે. તેના ઉપર સ્ટેટમેન્ટ કે ટીકા ટીપ્પણી કરવાનું કામ એનું નથી. પણ તેમ થતું નથી. દૃષ્ટિથી જોવે છે અને ટીકા ટીપ્પણી કરવાની શરૂઆત કરે છે. આ જોવા જેવું છે આ જોવા જેવું નથી. આ સારું છે, આ ખરાબ છે. એ ગયો સારા નરસામાં. તો જે અંદર રહેલો દ્રષ્ટા તે આંખથી ક્યાંથી દેખાય? જે આંખથી જોનારો છે, તેવા આત્માને તેવા દ્રષ્ટાને આંખ કેવી રીતે જોવે? આંખથી દૃશ્ય પદાર્થ જોવાય છે પરંતુ જોનાર જુદો છે, એવાં જોનારને આંખ જોઈ શકતી નથી. કારણ આંખ જે પદાર્થને રૂપ છે એટલે વર્ણવાળી વસ્તુને જોઈ શકે છે પરંતુ અરૂપી વસ્તુને જોઈ શકતી નથી. દ્રષ્ટા આંખથી જુદો છે. જે દ્રષ્ટા છે દૃષ્ટિનો', મઝાનો શબ્દ છે. દ્રષ્ટા આંખથી દેખાય નહિ, એટલા માટે નથી દેખાતો કે આંખથી જોનારો જ પોતે છે. અને એ (આત્મા-દ્રષ્ટા) જો નહિ હોય તો આંખ પણ જોવાનું કામ નહિ કરે. ઘણી વખત એવું થાય છે કે આપણે જતા હોઈએ અને નજીકનાં પરિચિત માણસો મળે, આપણું ધ્યાન ન હોય તો આપણા ખ્યાલમાં ન આવે. અને તે ભાઈને થાય કે આ ગયા તો ખરા પણ એણે સામું પણ ન જોયું? આંખ તો હતી પણ જોનારો સાબદો ન હતો. જોનારો બીજા વિકલ્પમાં, વિચારમાં રોકાયેલો હતો, માટે તેણે આંખનો ઉપયોગ કર્યો નહીં. કારણ કે જોવાનું કામ આંખ નથી કરતી પણ આંખ વડે દ્રષ્ટા કરે છે. તો “જે દ્રષ્ટા છે દૃષ્ટિનો' એ વાત પૂરી થઈ. શિષ્ય એમ કહે છે કે “નથી દૃષ્ટિમાં આવતો, નથી જણાતું રૂપ' રૂપ પણ ક્યાં દેખાય છે? જો રૂપ હોય તો દેખાય તો ખરું ને? પરંતુ ગુરુદેવ કહે કે રૂપને જે જાણે છે એવો દ્રષ્ટા આત્મા છે. તેનું રૂપ જણાતું નથી પણ બધાના રૂપને જાણનારો અંદર બેઠો છે. સ્થૂલ, સૂક્ષ્મ આ બધાં જુદી જુદી જાતનાં જે જે રૂપ છે તે તમામ રૂપોને જાણનાર અંદર બેઠો છે. તારણ એ આવ્યું કે જે દ્રષ્ટા છે દૃષ્ટિનો', - એક, “જે જાણે છે રૂપ', એટલે જગતના બધા રૂપી પદાર્થોને તે જાણે છે - બે અને ત્રીજી વાત થોડી કઠિન કે “અબાધ્ય અનુભવ જે રહે, તે છે જીવ સ્વરૂપ. શરીર ભૂલાઈ જાય, ઈન્દ્રિયો ભૂલાઈ જાય, મન ભૂલાઈ જાય, દૃશ્ય ભૂલાઈ જાય, સમગ્ર સૃષ્ટિ ભૂલાઈ જાય, પણ જેને ભૂલી શકાતો નથી એવું એક તત્ત્વ છેવટે બચી જાય છે, એ જે તત્ત્વ બચી જાય છે તેને કહેવાય છે અબાધ્ય જેને બાધા પહોંચતી નથી. ઉપનિષદમાં એક સરસ મઝાની વાત છે. પાંચ ઈન્દ્રિયો, મન, શ્વાસોચ્છવાસ, શરીર For Personal & Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૪૩ આ બધાં ભેગાં થયાં, અને અંદરોઅંદર લડવા લાગ્યાં. આંખ કહે મારા વગર નહિ ચાલે, કાન કહે મારા વગર નહિ ચાલે. બધાં ભલે રહ્યાં પણ મારા વગર નહિ ચાલે. પછી એમ નક્કી થયું કે આ ચર્ચા કરવા કરતાં આપણે એક એક વર્ષ ગેરહાજર રહીને જોયું કે મારા વગર ચાલે છે કે નહિ ? આંખને ઉતાવળ આવી, એ કહે કે પહેલાં હું જાઉં છું. કહ્યું કે જા. તેના વગર પણ ચાલ્યું. લાકડીના ટેકે ટેકે પણ કામ ચાલ્યું. કોઈ હાથ પકડનાર મળે એટલે કામ ચાલે. પછી કાન ગયા. દુનિયામાં ઘણા બહેરા માણસો છે. પરંતુ ઈયર પ્લગની મદદથી કામ ચાલ્યું. પછી આગળ ગયા શ્વાસોચ્છવાસ વગર પણ મશીનની મદદથી ચાલ્યું. છેવટે દ્રષ્ટા (આત્મા) એ કહ્યું કે હવે હું જાઉં છું. એક વર્ષ માટે નહિ ફક્ત મિનીટ માટે અને શું હાલત થઈ હશે ? એ તમે કહો. આ બધા ગયા પણ આત્મા વગર ચાલે નહિ. આ બધાની પ્રવૃત્તિ આત્મા છે તો છે. આત્મા છે તો આ બધાનો અનુભવ છે. અને આ અનુભવ બાધ કરી શકાતો નથી એટલે અનુભવને ભૂલી શકાતો નથી. આંખથી જોયું - પણ કોઈ કારણસર આંખ ગઈ તો જોયેલું યાદ રહેશે, કોઈ કારણસર કાન ગયા તો કાનથી જે સાંભળ્યું તે અનુભવથી યાદ રહેશે. તો અબાધ્ય અનુભવ જે રહે, તે છે જીવ સ્વરૂપ. તો બધું બાધ કરતાં અનુભવ રહી જાય છે, જે ક્યારેય છેદી શકાતો નથી, બાધ કરી શકાતો નથી. હે શિષ્ય ! અનુભવ તે જીવનો સ્વભાવ છે. આ આત્માનું સ્વરૂપ છે. આ બધી ગાથાઓ કઠિન લાગશે. કઠિન કહી હું તમને ગૂંચવાડામાં મૂકવા નથી માંગતો. સમજવા પ્રયત્ન કરશો તો સમજી શકશો. તમે શાણાં છો. તમારી પાસે બુદ્ધિ છે. જ્ઞાતિના, કુટુંબના, શેરબજારના, મૂડીના, બધા જ પ્રશ્નોમાંથી તમે રસ્તો કાઢી શકો છો. પરમ તત્ત્વનો નિર્ણય કરવા માટે તમારી બુદ્ધિનો સદુપયોગ કર્યો નથી, પરંતુ હવે એ બુદ્ધિનો ઉપયોગ પરમતત્ત્વનો નિર્ણય કરવા માટે કરવાનો છે. ધન્યવાદ!આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે માટે ધન્યવાદ. દરેકના અંતરમાં રહેલા પરમાત્માને મારા પ્રેમપૂર્વક નમસ્કાર. For Personal & Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ ४४ પ્રવચન ક્રમાંક - ૪૨, ગાથા ક્રમાંક - પર પ્રવચન ક્રમાંક - ૪૨ ગાથા ક્રમાંક - પર જ્ઞાનનું સાધન ઇંદ્રિયો છે ઈન્દ્રિય પ્રત્યેકને, નિજ નિજ વિષયનું જ્ઞાન; પાંચ ઈદ્રીના વિષયનું, પણ આત્માને ભાન. (૨) ટીકાઃ કર્મેન્દ્રિયથી સાંભળ્યું છે તે કર્મેન્દ્રિય જાણે છે, પણ ચક્ષુ-ઈન્દ્રિય તેને જાણતી નથી, અને ચક્ષુ-ઈન્દ્રિયે દીઠેલું તે કન્દ્રિય જાણતી નથી. અર્થાત્ સી સી ઈન્દ્રિયને પોતપોતાના વિષયનું જ્ઞાન છે, પણ બીજી ઈન્દ્રિયોનાવિષયનું જ્ઞાન નથી; અને આત્માને તો પાંચે ઈન્દ્રિયના વિષયનું જ્ઞાન છે. અર્થાત જે તે પાંચે ઈન્દ્રિયોના ગ્રહણ કરેલા વિષયને જાણે છે તે “આત્મા છે, અને આત્મા વિના એકેક ઈન્દ્રિય એકેક વિષયને ગ્રહણ કરે એમ કહ્યું તે પણ ઉપચારથી કહ્યું છે. (પર) જગતનું વિભાજન ન જ કરવું હોય તો, જગતમાં એક મહાસત્તા છે, પરમસત્તા છે, પરમ અસ્તિત્વ છે, પરંતુ તેનાથી જગતનું ચિત્ર સ્પષ્ટ થતું નથી. બીજું જગતમાં જુદા જુદા પદાર્થો, જુદી જુદી વસ્તુઓ છે, એ આપણે જોઈ શકીએ છીએ. એ આપણને જોવા મળે છે, એમના નામ પણ છે. એમને ક્રિયાશીલતા પણ છે અને કાર્યક્ષેત્ર પણ છે. એમની વ્યવસ્થા પણ છે. વેદાંતની પરિભાષામાં એમ કહ્યું કે આ જે કંઈ છે તે માત્ર બ્રહ્મ છે, બીજું કાંઈ નથી. તો આત્મા, પરમાત્મા, પ્રકૃતિ, કર્મ, બંધ, મોક્ષ, વિકારો, વૃત્તિઓ આ બધા શબ્દો ગૌણ થઈ ગયા, પરંતુ તેનાથી જગતનું ચિત્ર સ્પષ્ટ થતું નથી. અને પછી એમ પણ કહ્યું કે બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા છે.” મિથ્યા છે ખરું પણ ઉલ્લેખ તો કરવો પડે ને ? ના તો કહેવી પડે છે ને? એ ના જે કહેવી પડે છે તે નક્કી કરી આપે છે કે વસ્તુનું કંઈક મહત્ત્વ છે. તમે જ્યારે એમ કહો છો કે હું આ નથી, મેં આ કર્યું નથી, ત્યારે તમારે કંઈક કહેવું છે, કંઈક બચાવ કરવો છે કે મેં આ કર્યું નથી. જગત નથી તેમ કહેવાથી જગતનો ઈન્કાર થઈ શકતો નથી. જો જગત નથી એટલું જ હોય તો આસક્તિ ન રહે, મમત્વ ન રહે, મૂછ મારાપણું ન રહે. વર્ષો સુધી જગત મિથ્યા છે તેમ ઘૂંટનારા માણસોમાં જેટલી આસક્તિ છે તે કદાચ નહિ ઘૂંટનારમાં નહિ હોય. તો શું થાય છે? પદાર્થોનું જે વિજ્ઞાન છે તે કંઈક સ્પષ્ટ કરવા માગે છે. અદ્વૈત દર્શનો માત્ર સત્તાની વાત કરે છે, પણ વૈત દર્શનો વિભાજનની વાત કરે છે. એમણે એમ કહ્યું કે આ જગતમાં બે સત્તાઓ છે. એક ભૌતિક સત્તા અને બીજી આધ્યાત્મિક સત્તા, એમ બે સત્તાઓ જગતમાં છે. ભૌતિક સત્તાને જાણવાનું સાધન, ઉપાય, પ્રક્રિયા, રીત, For Personal & Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૪૫ પદ્ધતિ એ જ્ઞાન અને આધ્યાત્મિક સત્તાને જાણવાની રીત, પદ્ધતિ તેનું નામ ધ્યાન. બંને ધારાઓ જુદી જુદી છે. એક છે વિજ્ઞાનની ધારા અને બીજી છે ધ્યાનની ધારા. ધ્યાનની ધારામાં ગયા સિવાય જે પારમાર્થિક તત્ત્વ, પારમાર્થિક સત્ય કે આધ્યાત્મિક તત્ત્વ છે તેને જાણી શકાતું નથી. કોઈ માણસ એમ કહે છે કે હું આત્માને માનતો નથી, તો આપણે તેને પૂછી શકીએ કે નથી માનતો, તે તારી વાત સાચી પણ તે પ્રયાસ શું કર્યો? તે મથામણ અને મહેનત શું કરી? તો કહે કે મહેનત કંઈ કરી નથી, માત્ર ના કહું છું. માત્ર ના કહેવાથી વસ્તુનો ઈન્કાર થઈ શકતો નથી. જે વસ્તુ છે તેને સ્પષ્ટ કરવા માટે એક પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. જે લોકો ધ્યાનની પ્રક્રિયામાંથી પસાર થયા, એ લોકોએ એવું અનુભવ્યું કે જગતના જડ પદાર્થો અને વ્યવહારિક સત્તા કરતાં બીજી પારમાર્થિક સત્તા પણ છે, આધ્યાત્મિક સત્તા પણ છે. અધ્યાત્મ શાસ્ત્રોને સૌથી પહેલું કામ જો કંઈપણ કરવું હોય તો આ આત્મ તત્ત્વ જે છે તે બધા પદાર્થો સાથે મળી ગયું છે, એકાકાર થયું છે, તદુંરૂપ થયું છે, જરા રફ ભાષામાં કહેવું હોય તો ખીચડો થઈ ગયો છે, એને બધાથી જુદુ પાડવાનું છે. આ આત્મતત્ત્વ શરીર, ઈન્દ્રિયો, મન, બુદ્ધિ, પદાર્થ, પ્રકૃતિ, પુદ્ગલ આ બધા સાથે એક થઈ શકતું નથી, પણ એકમેક થઈ ગયું છે એવું લાગે છે. આધ્યાત્મિક સાધના જેણે કરવી છે, તેને સૌથી પહેલાં આધ્યાત્મિક સાધનાનું મૂળભૂત તત્ત્વ, આધારભૂત તત્ત્વ જે છે તેને જુદું પાડવું પડે. અને આ જુદા પાડવાની પ્રક્રિયાને શાસ્ત્રોએ અલગ અલગ નામ આપ્યાં છે. આત્મખ્યાતિ, વિવેક જ્ઞાન, પ્રજ્ઞા અને ભેદજ્ઞાન. આ જુદા જુદા શબ્દો જુદી જુદી વ્યક્તિઓએ અનુભવીને વાપર્યા છે. આત્મખ્યાતિ, ખ્યાતિ એટલે પ્રસિદ્ધિ. યોગદર્શને વિવેક જ્ઞાન પ્રાપ્ત કરવાનું કહ્યું. વિવેક જ્ઞાનથી પ્રકૃતિ જુદી છે અને પુરુષ પણ જુદો છે એમ બોધ થાય છે. આ વિવેક શબ્દ જ્યારે જૈન પરંપરામાં આવ્યો ત્યારે એમણે ભેદજ્ઞાન શબ્દ વાપર્યો. ભેદ એટલે જુદું પાડવું. જડ અને ચેતન જુદાં છે, એવું ભેદજ્ઞાન કરવું. કોઈએ એમ કહ્યું કે પ્રજ્ઞા નામની છીણી છે, તે પ્રજ્ઞા નામની છીણીથી વસ્તુને જુદી પાડો. ટૂંકમાં સાધના જેમણે કરવી છે તેને મૂળભૂત તત્ત્વનો સમ્યફ પ્રકારે યથાર્થ નિર્ણય કરી લેવો જોઈએ. શાસ્ત્રોને એમ કહેવું છે કે આ સંસાર અનાદિનો છે. સંસારમાં આપણે પણ અનાદિના છીએ, અને સાથે સાથે જગત પણ અનાદિનું છે. સંસારમાં આપણે એક જ અવસ્થામાં કાયમ રહેવાના નથી. સરકારી કર્મચારીઓની જેમ બદલી થાય છે તેમ જુદી જુદી અવસ્થામાં આપણે પરિવર્તિત થવું પડે છે, પરંતુ તેની બદલી બે કે ચાર વખત થાય આપણી ચોર્યાસી લાખ બદલી થાય. લાખ ચોર્યાસી પહેર્યા ચોલના, નવ નવ રૂપ બનાયો, - બિન સમક્તિ સુધારસ ચાખયા, ગિણતી કોઉ નગિણાયો, મૂરખ વિરથા જનમ ગમાયો. For Personal & Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ક્રમાંક - ૪૨, ગાથા ક્રમાંક - ૫૨ ચોર્યાશી લાખ અવસ્થાઓમાં ફ૨વાનું થાય છે. કોઈ કવિએ અલંકારિક ભાષામાં કહ્યું છે કે ગમે તેટલો અભિનેતા કુશળ હોય પણ તે સારામાં સારી રીતે બે ચાર પાંચ પાઠ ભજવી શકે છે, તેથી વધારે અભિનય તે ન કરી શકે. પરંતુ આપણે એવા કુશળ નટ છીએ કે ૮૪ લાખ પાઠ ભજવી શકીએ છીએ. રોજ નવો પાઠ આપણે ભજવી શકીએ છીએ. ક્યારેક વિચાર આવે છે કે આનું કારણ શું ? શા માટે આ પરિભ્રમણ ? શા માટે આ અલગ અલગ અવસ્થા ? શા માટે દેહ બદલવા ? શા માટે સ્થિર ન થવું ? મહાપુરુષોએ કહ્યું છે કે એના કારણો શોધવાની શરૂઆત જ્યારથી થાય, ત્યારથી ધર્મની શરૂઆત થાય. જુઓ, ધર્મ સીધો જીવનમાં આવતો નથી. શોધતાં શોધતાં એ માણસ જ્યારે ધર્મના દરવાજે આવીને ઊભો રહે છે, ત્યારે તત્ત્વજ્ઞાન, ભક્તિ, સ્વાધ્યાય, ધ્યાન સમાધિ, યોગ આ નવા શબ્દો તેના જીવનમાં ઉમેરાય છે. એણે તપાસ ચાલુ કરી છે, શોધ ચાલુ કરી છે. આ અનંતકાળનું પરિભ્રમણ જે આપણે કરીએ છીએ તેનું મૂળભૂત કારણ, મૂળભૂત પરિબળ એ છે કે તે પોતે પોતાને જાણતો નથી. આ વાત એવી કહેવાય કે પોતે ઘરનો માલિક છે, કુટુંબ, ઘર, સંપત્તિ પોતાની છે, અને તેને પૂછીએ કે આ ઘર કોનું છે ? ઘરમાં કોણ કોણ માણસો છે ? તો તે કહે મને ખબર નથી. ઘરનો માલિક હોવા છતાં પોતે કંઈ જ જાણતો નથી, તેમ ૮૪ લાખ જીવાયોનિમાં પરિભ્રમણ કરતો હોવા છતાં પરિભ્રમણ કરનાર પોતાને જાણતો નથી. શું ગુંચવાડો છે ? જગતના જુદા જુદા પદાર્થો સાથે આ આત્મતત્ત્વને પણ મૂકવામાં આવે છે, અને એ ગુંચવાડો ઊભો કરે છે. શાસ્ત્રનું પહેલું કામ એ છે કે તેને વહેંચણી કરી આપવી છે, જુદું કરી આપી પોતાની સ્વતંત્ર સત્તા છે તેને ઓળખાવવી છે. આત્માની સ્વતંત્ર સત્તા છે, અને ભૌતિક પણ સ્વતંત્ર સત્તા છે. પરમાણુની સત્તા છે અને પરમાત્માની સત્તા પણ છે. પુદ્ગલની સત્તા પણ છે અને આત્માની સત્તા પણ છે. ધર્મની સત્તા પણ છે અને સંસારની સત્તા પણ છે, એ બન્નેને જુદાં પાડવાં છે. જે તત્ત્વો ભેગાં થયાં છે તેમાં મુખ્ય તત્ત્વો ઈન્દ્રિયો, પ્રાણ, શરીર, મન, શ્વાસોચ્છવાસ, બુદ્ધિ વિગેરે, આ ભૌતિક જગતનાં મુખ્ય પરિબળો છે. ભૌતિક જગત એટલે પરમાણુઓનું જગત. પરમાણુઓમાંથી શરીર બને, મન બને, ઈન્દ્રિય બને, બુદ્ધિ બને. એ જ પરમાણુઓમાંથી સૂક્ષ્મ શરીર, કાર્યણ શરીર પણ બને. મૂળ એકમ પરમાણુ, જે આપણે જોઈ શકતા નથી. વૈજ્ઞાનિકોએ એટમ બોમ્બની વાત કરી છે. ઈલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન વિગેરે થોડા શબ્દો આપ્યા છે, અને એ બતાવી આપે છે કે કોઈ જુદી જુદી સત્તાઓ જગતમાં કામ કરી રહી છે. પરંતુ એ તમામ સત્તા જડ અને ભૌતિક સત્તા છે. સવાલ એ છે કે આ ભૌતિક સત્તા શું પોતે પોતાને જાણે છે ? હું તમને પૂછું છું કે તમે આ માટે કંઈ વિચાર કર્યો ? તમે સીધી ના જ કહો છો. ભૌતિક સત્તા હોવા છતાં ભૌતિક સત્તા પોતાને જાણતી નથી. પરમાણુમાં એનર્જી છે, શક્તિ છે પણ એ પરમાણુ પોતે પોતાને જાણતો નથી. વિદ્યુતમાં તાકાત છે પણ એ વિદ્યુત ૪ For Personal & Private Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા પોતાની તાકાતને જાણતી નથી. જગતમાં એટલા શક્તિશાળી સાધનો સ્વતંત્ર છે પરંતુ કોઈ સાધનો પોતાને જાણતા નથી. આ કોણ જાણનાર છે? ભૌતિક સત્તા છે તેમ કોણ પ્રતિપાદન કરે છે? કોણ સ્વીકાર કરે છે અને કોણ આપણને કહે છે? એ કહેનાર તત્ત્વ ભૌતિક સત્તાથી જુદું છે. કોઈ એવી સત્તા છે કે જે સત્તા ભૌતિક સત્તાને પણ જાણે છે. | દર્દી ઓપરેશન ટેબલ ઉપર છે. સ્ટરીલાઈઝ કરેલાં સાધનો પણ હાજર છે. ડૉક્ટર નથી આવ્યા. હવે એવું થાય ખરું કે ઓપરેશનનાં સાધનો ઓપરેશન કરવા લાગી જાય? જો લાગી જાય તો ડૉક્ટરને પૂછજો કે શું હાલત થાય? દર્દી છે, સાધનો છે, દર્દીને ઓપરેશન કરાવવું પણ છે, પરંતુ આ સાધનો ઓપરેશન કરી શકતાં નથી. ઓપરેશન કરનાર કોઈ વ્યક્તિ હાજર થાય તો એ સાધનો કામ કરી શકે. તેનો અર્થ એ થયો કે સાધનો ઉપર કોઈ બીજી સત્તા કામ કરે છે. સાધન પોતે સત્તા તો છે જ. તમે રીવર્સમાં એમ કહી શકો કે એમ.એસ. થયેલાં ડૉક્ટર હોય, નિષ્ણાત હોય અને ઓપરેશનના સાધનો નહિ હોય તો તે ઓપરેશન કરી શકશે? ના. તો ઓપરેશન કરવા માટે સાધનો પણ જોઈએ અને કોઈ ઓપરેશન કરનાર પણ જોઈએ. એ બંનેનો સંયોગ જો થાય તો ઓપરેશનની ઘટના ઘટે. આ જગતમાં બધાં પદાર્થો સાધન છે, તેને પોતાની સત્તા પણ છે, પણ તે પોતાની સત્તાને જાણતાં નથી, તેજસ્વીતાને જાણતાં નથી, પોતાની અસ્મિતાને જાણતાં નથી, પોતાના બળને જાણતાં નથી. પાંચ કરોડની કાર ઊભી હોય તો તે ઊભી જ રહેશે. કાર પોતાની મેળે ચાલુ નહિ થાય. એ ગાડીને શું ખબર કે ક્યાં ઊભા રહેવું? અને ક્યારે ચાલવું? વચમાં કોઈ આવે તો ઊભા રહી જવું, તેને ચગદી ન નાખવું વગેરે એને કંઈ ખબર નથી. સાધન ગમે તેટલું શક્તિશાળી હોય તો પણ પોતાની સ્વતંત્ર અસ્મિતાને સાધન જાણતું નથી. એ સાધન છે. સાધનનો ઉપયોગ કરનાર જુદો છે. ગાડી ચલાવનાર ડ્રાઈવર છે. સાધનોમાં બ્રેક, સ્ટીયરીંગ, એક્સીલેટર, પેટ્રોલ બધું એનું એ, પણ ગાડી ચલાવનાર વગર ગાડી એની મેળે ચાલશે નહિ. તો કોઈક એવી સત્તા છે કે જે સાધનથી જુદી છે. ભૌતિક સત્તા અને સાધન તરીકે ગણીને, આ સાધનને જાણકાર બીજી કોઈ સ્વતંત્ર સત્તા છે. એવી બે સત્તાઓ પ્રસ્થાપિત થવી જોઈએ. સાધન એક સત્તા છે અને સાધનને જાણનાર જુદી સત્તા છે. મને થાય છે કે જે વાત હું કરું છું તે કઠિન લાગતી હશે. આટલી ગહન વાત કેમ કરો છો? મેં પહેલાં પણ કહેલું કે અનંતકાળથી આપણે આ સંસારમાં છીએ, અને તમારે આ સંસાર આમ જ રાખવો હોય તો અમારે કંઈ કહેવાની જરૂર નથી, પરંતુ તમને એમ થાય કે આ સંસારથી હવે છૂટા પડી જવું છે, હવે આ ચક્કરમાં રહેવું નથી. સંસાર ચક્રમાં રહેવું ન હોય તો ઉપાય કરવો પડે અને આનો ઉપાય તે ધર્મ. ઉપાય શોધતાં શોધતાં આપણે ધર્મની પાસે પહોંચીએ છીએ. રોજિંદા જીવનમાં તમે ધર્મ વગર અટકી ગયા હો એવું નહિ બન્યું હોય. તમે કેટલાંયે વર્ષો ધર્મ વગર જીવી શક્યા છો. તમને આહાર વગર ન ચાલે. આહાર જોઈએ, ચા જોઈએ, સવાર સાંજનું ભોજન જોઈએ. For Personal & Private Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ ४८ પ્રવચન ક્રમાંક - ૪૨, ગાથા ક્રમાંક - પર કપડાં, મકાન, કુટુંબ, સ્વજનો, ભૌતિક સાધનો બધું જોઈએ. માંદગી આવે તો ડૉક્ટર, કાયદાની ગૂંચવણ થાય તો વકીલ, મકાન બનાવવું હોય તો આર્કીટેક્ટ જોઈએ, પણ સદ્દગુરુ માટે કોઈ વખત અટકીને ઊભા રહ્યા ખરા? તમને સદ્ગુરુ સામેથી આવીને કહે છે કે સદ્ગુરુ વગર ન ચાલે. તમને અમારી જરૂર છે ખરી? આ તો બીઝનેસ ટાઈપ વાત થઈ ગઈ કે અમને તમારી જરૂર છે. આમ સામી વ્યક્તિને કહીને ઈપ્રેસ કરવી, છાપ પાડવી તે કંઈ પદ્ધતિ નથી. પરંતુ ધર્મ વગર નહિ ચાલે એવું ઘણા લોકોને લાગ્યું નથી. એક ૮૦ વર્ષના ભાઈ મને અમસ્તા મળવા આવ્યા હતા. મેં તેમને પૂછ્યું કે તમે તો બહુ વાંચ્યું છે, ધર્મ વિશે કંઈ વાંચ્યું છે? તો કહે, ના. હું તેને અડ્યો જ નથી. એંશી વર્ષ મારાં ગયાં, મને કોઈ જરૂરિયાત લાગી નથી. પૈસાની જરૂરિયાત લાગી છે, ઠંડીમાં ગરમ કામળી જોઈએ તેની જરૂરિયાત લાગી છે, દીકરાની જરૂરિયાત લાગી છે પણ મને ધર્મની જરૂરિયાત લાગી હોય તેવું થયું નથી, એ તરફનું કોઈ વલણ થયું નથી. આ બાવનમી ગાથાની વાત બરાબર સમજજો. શરીર, ઈન્દ્રિયો, મન, પ્રાણ આ બધાનું સ્વતંત્ર અસ્તિત્વ છે, પરંતુ સ્વતંત્રપણે જાણવાની ક્ષમતા તેમનામાં નથી. જોવાની ક્ષમતા આંખ પાસે છે પણ સ્વતંત્રપણે જોવાની ક્ષમતા આંખ પાસે નથી. જોનારને જોવામાં મદદગાર બનવું એ કળા ઈન્દ્રિયો પાસે છે, પણ સ્વતંત્રપણે જાણે એવી ક્ષમતા કોઈ ઈન્દ્રિયો પાસે નથી. ફરી પુનરાવર્તન કરીને, શરીર, પાંચ ઈન્દ્રિયો, પ્રાણ, શ્વાસોચ્છવાસ, મન એ મુખ્ય પરિબળો છે. પુદ્ગલની અથવા જડની દુનિયામાંથી આપણને જીવન જીવવાના જે સાધનો પ્રાપ્ત થાય છે તે દસ સાધનો છે. પાંચ ઈન્દ્રિયો, શ્વાસોચ્છવાસ, આયુષ્ય, મન, વાણી અને શરીર બળ એમ દસ પ્રાણ છે. જીવનને ધારણ અથવા પોષણ કરવાની ક્ષમતા તેને કહેવાય છે પ્રાણ. આપણું આ ભૌતિક જીવન પ્રાણ ઉપર આધારિત છે. અને માટે કહ્યું કે આ દસ પ્રાણમાંથી કોઈને પણ બાધા કે નુકસાન પહોંચાડવું તેનું નામ હિંસા. માત્ર મારવું તે હિંસાની વ્યાખ્યા નથી. માણસ જીવે છે તે સાધન દ્વારા જીવે છે. દા.ત. એક આંધળો માણસ લાકડીના ટેકે ટેકે ચાલે છે. લાકડી વગર તે ચાલી ન શકે. કોઈ જબરો માણસ તેના હાથમાંથી લાકડી ઝૂંટવી લે તો એ કામ તે આંધળા માણસના જીવનમાં એક વિક્ષેપ, અવરોધ અથવા તકલીફ ઉત્પન્ન કરે છે. કારણ કે તેનું સાધન ઝૂંટવી લીધું. જીવન જીવવા માટે પ્રકૃતિએ જે સાધનો આપ્યાં હોય તે ઝૂંટવી લેવાં તેનું નામ હિંસા. તમે કોઈના લાખ રૂપિયા લઈ લો તે વાત જુદી છે પણ કોઈની આંખ લઈ લો, કોઈના કાન લઈ લો તો તેના જીવનમાં તમે મોટો અવરોધ ઉત્પન્ન કરો છો. આ સાધનો દ્વારા તે જીવે છે. ભૌતિક જગતમાં જેને રહેવું છે તે આ સાધનો દ્વારા ભૌતિક જગતના સંપર્કમાં, સંબંધમાં આવે છે. ભૌતિક જગતના સંપર્કમાં આવવું હશે તો આપણી પાસે આપણાં પોતાનાં સાધનો જોઈશે. For Personal & Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૪૯ જગતમાં સુંદર, અસુંદર, રૂપાળાં, ઓછાં રૂપાંળાં વિગેરે અનેક પ્રકારનાં રૂપ છે પણ તેનો રૂબરૂ પરિચય કોણ કરશે ? શેના દ્વારા તમે જાણશો ? વચમાં કોઈ સાધન જોઈશે. એ સાધન છે આંખ. આ આંખ દોઢ ઇંચની જગ્યા રોકે છે, વધારે જગ્યા રોકતી નથી. દોઢ ઇંચની જગ્યા રોકનારી આંખ ઓગણત્રીસ હજાર ફૂટ ઊંચા હિમાલયને જોઈ શકે છે. આ આંખમાં આખો હિમાલય સમાય છે ને ? પચાસ માળનું મકાન જોવા પચાસ ફૂટ લાંબી આંખ જોઈતી નથી. રૂપના સંબંધમાં, રૂપના સંપર્કમાં આવવાનું કામ આંખ કરે છે. આંખ રૂપનો સંપર્ક કરે પણ રૂપને જાણી ન શકે. આ ગાથામાં ઘણી બધી સ્પષ્ટતા કૃપાળુદેવને કરવી છે. અંબાલાલભાઈની ટીકા પહેલાં જોઈ લઈએ એટલે વાત આપણને સ્પષ્ટ થઈ જાય. ‘કર્ણેન્દ્રિયથી સાંભળ્યું તે કર્ણેન્દ્રિય જાણે છે, પણ ચક્ષુ ઈન્દ્રિય તેને જાણતી નથી અને આંખે જે જોયું છે તે કાન જાણતા નથી. સૌ ઈન્દ્રિયોને પોતાના વિષયનું જ્ઞાન છે (આ જ્ઞાન શબ્દ છેલ્લે બદલાઈ જવાનો છે. આ શબ્દ પૂરો નથી.) પણ બીજી ઈન્દ્રિયોના વિષયનું જ્ઞાન નથી.' ઈન્દ્રિયો પાંચ છે અને તે પાંચે પાંચ ઈન્દ્રિયોનો એરિયા નક્કી થઈ ગયેલ છે. તેનું ક્ષેત્ર નક્કી થઈ ગયેલ છે. તેમના ક્ષેત્રમાં તેઓ કામ કરી શકે, બીજાના ક્ષેત્રમાં એ ઈન્દ્રિયો કામ કરી શકે નહિ. આપણે ઘરમાં કંઈક અગવડ હોય તો પાડોશીઓને કહીએ છીએ કે અમને મદદ કરજો. આજે અમે તમારે ત્યાં જમીશું. આંખ, કાન, નાક પાડોશી છે, નજીકમાં જ છે. ધારો કે આંખમાં કંઈ તકલીફ થઈ તો આંખ કાનને કહેશે કે દોસ્ત ! બે ચાર દિવસ જોવાનું કામ કરી આપોને ! આપણે પાડોશી છીએ અને ચાર આંગળ જ છેટા છીએ. કાન કહેશે, ‘સાહેબ ! આપણા વચ્ચે કંઈ સંબંધ છે જ નહિ, ધારો કે સંબંધ હોય તો પણ મારું કામ હું જ કરું. આંખ ! તારું કામ હું કરી શકીશ નહિ. મારું ક્ષેત્ર, મારો વિષય શબ્દો છે અને રૂપ તે તારું ક્ષેત્ર છે, તારો વિષય છે. રૂપના ક્ષેત્રમાં હું ન આવી શકું અને શબ્દના ક્ષેત્રમાં તું ન આવી શકે.’ સૌ સૌનાં ક્ષેત્ર જુદાં છે. રૂપ, રસ, ગંધ, વર્ણ અને સ્પર્શ તે પાંચે ઈન્દ્રિયોનાં ક્ષેત્રો છે, વિષયો છે. આ પાંચે ઈન્દ્રિયોના વિષયોનું જ્ઞાન એકને છે. અર્થાત્ તે પાંચે ઈન્દ્રિયોના ગ્રહણ કરેલા વિષયોનું જ્ઞાન કરનાર, પાંચે વિષયને જાણનાર કોઈ જુદું જ તત્ત્વ છે. છેલ્લી વાત, ‘આત્મા વિના એક એક ઈન્દ્રિય એક એક વિષયને, પોતપોતાના વિષયને ગ્રહણ કરે છે તેમ કહ્યું છે તે ઉપચારથી કહ્યું છે.' કૃપાળુદેવને એમ કહેવું છે કે ઈન્દ્રિયો તે જાણવાનું સાધન છે, ઈન્દ્રિયો સ્વતંત્રપણે જાણી શકતી નથી. જ્ઞાન ઈન્દ્રિયોનું કાર્ય નથી, પણ જ્ઞાનની ક્રિયા જે વખતે થાય તે પ્રક્રિયામાં ઉપયોગી થઈ પડવું તે ઈન્દ્રિયોનું કાર્ય છે. આંખ રૂપને જાણતી નથી પરંતુ જાણનાર જે વખતે રૂપને જાણે તે વખતે આંખ તેને ઉપયોગી થઈ પડે છે. તેવી રીતે કાન સ્વતંત્રપણે શબ્દોનું જ્ઞાન કરી શકતા નથી. સાંભળનાર હાજર છે, અને એ સાંભળનાર કાન દ્વારા એ શબ્દોને જાણે છે. શબ્દો કે અવાજ સાંભળવા કાન વિશેષ સાધન છે, પરંતુ તે જણાય છે જાણનારથી જ. આ ઈન્દ્રિયોની પણ અદ્ભુત વ્યવસ્થા છે. જીભની પાસે For Personal & Private Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ક્રમાંક - ૪૨, ગાથા ક્રમાંક - પર તમામ પ્રકારના જ્ઞાનતંતુઓ છે, કડવું જાણનાર જુદાં, તીખું જાણનાર જુદાં, મીઠું અને ખાટું જાણનાર જુદાં. આ જીભની આજુબાજુમાં તમામ સેલ્સ, બધા જ્ઞાન તંતુઓ ગોઠવાઈ ગયા છે. મીઠું જાણવું હોય ત્યારે એ જ જ્ઞાનતંતુઓ કામ કરશે ત્યારે તીખું જાણનાર કામ નહિ કરે. એમ આખો વિભાગ વહેંચાઈ ગયો છે, તો ઈન્દ્રિયો જાણે છે તેમ આપણે ઉપચારથી કહીએ છીએ પરંતુ તે જાણતી નથી પણ જાણનારને જાણવાની પ્રક્રિયા કરતી વખતે ઉપયોગી સાધન છે. માટે કહ્યું કે પ્રત્યેક ઈન્દ્રિયોને પોતપોતાનું ક્ષેત્ર છે. એ ક્ષેત્રની બહાર ઈન્દ્રિય જઈ શકતી નથી. પણ ઘટના એવી ઘટે છે કે અંદર કોઈ એવું તત્ત્વ છે જે પાંચે ઈન્દ્રિયોના વિષયોને પૂરેપૂરું જાણે છે. એ રૂપને પણ જાણે, રસને પણ જાણે, ગંધને જાણે અને સ્પર્શને પણ જાણે છે. દા.ત. સફરજન હાથમાં લીધું હોય તો સ્પર્શ થાય કે લીસું છે. આંખથી ખબર પડે કે તે આવા રંગનું છે, તમને નાકથી ગંધની ખબર પડી, અને મોઢામાં એક ચીર મૂકી તો સ્વાદની પણ ખબર પડી. આમ જુદી જુદી ઈન્દ્રિયો જુદી જુદી બાબતને જાણે છે. પરંતુ એક સાથે તમામ બાબતોને જાણવાનું કામ જે કરે છે તે પાંચે ઈન્દ્રિયોથી જુદો છે. જાણનાર જુદો જ છે. જરા સમજવા કોશિશ કરજો. જનમ્યા ત્યારથી માંડીને મરીએ ત્યાં સુધી આ સીસ્ટમ, આ રીત, આ પદ્ધતિ કામ કરે છે. પરંતુ આપણે મરીએ ત્યાં સુધી આ પદ્ધતિને જાણતા નથી. જાણો તો ખરા કે આ બધું કઈ રીતે થાય છે? તો કૃપાળુદેવનું એમ કહેવું છે કે – છે ઈન્દ્રિય પ્રત્યેકને, નિજ નિજ વિષયનું જ્ઞાન, પાંચ ઈદ્રીના વિષયનું પણ આત્માને ભાન. અહીં જ્ઞાન શબ્દ વાપરવો પડ્યો. પરંતુ પરમકૃપાળુદેવે છેલ્લે ખુલાસો કર્યો કે આ ઔપચારિક છે, વાસ્તવિક નથી. ઈન્દ્રિયોમાં જાણવાની ક્ષમતા નથી. જાણનાર જાણતો હોય ત્યારે તેને ઉપયોગી થવાની ક્ષમતા ઈન્દ્રિયોમાં છે. સ્વતંત્રપણે જાણવાની ક્ષમતા ઈન્દ્રિયોમાં નથી. ગઈકાલે મેં કહ્યું હતું કે કોઈ વ્યક્તિ મરણ પામી હોય (જોનાર-જાણનાર ચાલ્યો ગયો હોય,) તે વખતે આજુબાજુનાં લોકો કહેશે, એક વખત આંખ ઉઘાડી તમારા દીકરાને જુઓ તો ખરાં, પણ પપ્પા જુવે કેવી રીતે ? આંખ તો છે પણ આંખ દ્વારા જોનાર નથી. આંખ દ્વારા જોનાર જુદો હતો, તે આંખ દ્વારા જોતો હતો, જાણતો હતો. તો જોવું એ આંખનું કાર્ય નથી. જાણવું જોવું તે અંદરમાં ઈન્દ્રિયોથી પર રહેલાં આત્મતત્ત્વનું કામ છે. અંદર કોઈ સંકલન કરનાર બેઠો છે. જેમ મોટી ઓફિસ હોય અને સો માણસનો સ્ટાફ હોય તો એ બધામાં એક મેનેજિંગ ડીરેક્ટર, મુખ્ય અધિકારી હોય તેનું કામ શું હોય? બધાનું સંકલન કરવાનું કામ તેનું છે. બધા સમાચાર તેની પાસે આવે, બધા ફોન તેની પાસે આવે, બધા માણસો તેને મળે. બધાની ફાઈલો તેની પાસે આવે. આ બધાનું સંકલન કરી ઉકેલ કરવાનું કામ તેનું છે. કામ કરનાર દસ ઊભાં હોય પરંતુ દસે વિભાગનું સંકલન કરનાર એક મુખ્ય માણસ છે. પાંચ ઈન્દ્રિયો છે તે પાંચે ઈન્દ્રિયોને જાણનાર અંદર બેઠો છે, જે પાંચ ઈન્દ્રિયોથી જુદો છે. For Personal & Private Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૫૧ તમે આવો વિચાર જિંદગીમાં ભલે ન કર્યો, પણ કરવા જેવો છે કે આમાં કઈ પદ્ધતિ કામ કરે છે. ફરીથી, ગેરસમજ ન થાય તે માટે કહું છું કે ઈન્દ્રિયો માત્ર સાધન છે,. સાધન એટલે સાધન. સાધનથી વધારે તેનું કોઈ મૂલ્ય નથી. સાધનને કેમ વાપરવું તે સાધનને ખબર નથી, તે તટસ્થ છે. તલવાર પડી છે. દુશ્મનને ખતમ કરવો કે ખતમ ન કરવો તેનો નિર્ણય ક્ષત્રિય કરશે. તલવાર તે સાધન છે. તે જેના હાથમાં આવી તે વાપરશે. ઈન્દ્રિયો જાણવાનું સાધન છે. જાણનારો ઈન્દ્રિયોનો ઉપયોગ કરીને જાણે છે અને તે ઈન્દ્રિયોથી જુદો છે. ઈન્દ્રિયોને પાંચ પ્રાણ કહ્યાં. તે આપણી મોટી મૂડી છે. પરંતુ એક અવસ્થા એવી છે કે જે અવસ્થામાં તમે ઈન્દ્રિયોની મદદ વિના બધું જ જાણો, સમગ્ર જગતને જાણો, ચૌદ રાજલોકને તથા તેનાં સમગ્ર પદાર્થને જાણો. એની અવસ્થાઓને પણ જાણો, છતાં ઈન્દ્રિયોની જરૂર નહિ. એવી અવસ્થાને તત્ત્વજ્ઞાનની પરિભાષામાં કૈવલ્યજ્ઞાન કહેવાય છે. કેવલજ્ઞાનીઓ પાસે ઈન્દ્રિયો હોય છે. સર્વજ્ઞ પુરુષો પાસે ઈન્દ્રિયો હોય છે પણ તેમને ઈન્દ્રિયો વાપરવાની જરૂર પડતી નથી. કારણ શું? કારણ કે તેમને જ્ઞાનની ક્ષમતા પ્રગટ થઈ છે. જ્ઞાની સાધન વગર બધું જાણે છે અને જાણ્યા જ કરે છે. કેવળજ્ઞાનમાં જગતનાં બધા પદાર્થો સમાઈ જાય છે. તેમની પાસે ઈન્દ્રિયો છે ખરી પણ તેમને ઈન્દ્રિયોનો ઉપયોગ કરવો પડતો નથી. આપણી પાસે ઈન્દ્રિયો છે પરંતુ જો તેમાં ગરબડ થઈ તો વ્યવસ્થા વિખરાઈ જાય છે. મોતિયો આવ્યો, બરાબર દેખાતું નથી, લોકો આંખ ઉપર હાથ રાખી જોવે છે ને કહે છે કે મોતિયો આવ્યો છે, દેખાતું નથી. કાનથી સંભળાતું નથી, બહેરાશ આવી ગઈ છે. હાથ ધ્રુજી રહ્યાં છે. ચીકન ગુનિયાએ સાંધા પકડી લીધાં છે. તો આ જે કંઈ થાય છે તે સાધનમાં થાય છે. સાધનની એક મર્યાદા છે. જાણનારને જાણવાની પ્રક્રિયામાં મદદરૂપ થવાની, ઉપયોગી થવાની ક્ષમતા જેનામાં છે તેને કહેવાય છે ઈન્દ્રિયો. આ પાંચ ઈન્દ્રિયોની વાત થઈ, તે પાંચ પ્રાણ, પછી વાણીનું બળ, મનનું બળ અને શરીરનું બળ એમ આઠ પ્રાણ અને શ્વાસોચ્છવાસ એ નવમો પ્રાણ અને આયુષ્ય એ દસમો પ્રાણ. ગાડીમાં બધું હોય પણ પેટ્રોલ ન હોય તો ગાડી ન ચાલે તેમ આપણા જીવનમાં શ્વાસોચ્છવાસ વગર જીવાતું નથી. એ જ આપણને જીવાડે છે. આયુકરમ લે ઘરકા ભાડા, દિન દિન કરકે લેખા, મહતલ પૂગ્યા પલક ન રાખે, ઐસા બડા અદેખા, ચેતનરામ સયાને જૂઠા ભરમભૂલાને વાલા. આયુષ્ય કર્મ તે નક્કી કરી આપે છે કે આટલા વર્ષ સુધી તમારે આ શરીરમાં રહેવાનું છે. તમે જે મકાનમાં રહો છો તે ઘર અને બીજું શરીરરૂપી ઘર, આ બંને ઘરની મર્યાદા નક્કી છે. આયુકર્મ જે છે તે રોજ રોજનો હિસાબ લખી નાખે છે, અને રોજનું ભાડું વસુલ કરી નાખે છે. For Personal & Private Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ક્રમાંક - ૪૨, ગાથા ક્રમાંક - પર ટાઈમ પૂરો થઈ જાય એટલે પળ પણ રાખતું નથી. “છે ઈન્દ્રિય પ્રત્યેકને નિજ નિજ વિષયનું જ્ઞાન'. દરેકને પોતાના વિષયનું જ્ઞાન છે. જ્ઞાન છે એટલે જાણી શકે છે. પરંતુ જ્ઞાન ઈન્દ્રિયોને થતું નથી પણ ઈન્દ્રિયો દ્વારા આત્મા જાણે છે. હજુ બરાબર નહિ સમજો તો ગરબડ થાય તેમ છે. ઈન્દ્રિયોને જ્ઞાન થતું નથી પણ જ્ઞાનની પ્રક્રિયા જે આત્મામાં થાય છે તે આત્માને જાણવા માટે ઈન્દ્રિયો સહયોગી બની શકે છે. કાન સહયોગી ફેક્ટર છે. આત્માને શબ્દ સાંભળવો છે, તો આત્મા કનેક્શન કાન સાથે જોડે છે. તમે દીકરાને, પત્નીને ટેલિફોન કરો છો ને ? ડાયલ કરો એટલે કનેક્શન ચાલુ. આત્માને સાંભળવું છે તો કોને ડાયલ કરશે? કાનને ડાયલ કરશે અને કાન સાંભળશે. કાન સાંભળીને કહેશે લો સાહેબ, આ શબ્દો. શબ્દો આત્મા પાસે રજુ કરશે. આત્મા જાણશે. આ શબ્દો સારાં છે, આ શબ્દો ખોટાં છે, આણે મને ગાળ આપી, આણે નિંદા કરી, આણે મારી સ્તુતિ કરી. પછી ઉશ્કેરાવું, ચિડાવું, ગુસ્સે થવું વગેરે એ કાનનું કામ નથી. કોઈએ ગાળો આપી અને કાને સાંભળી, જો કાનનું કામ હોત તો તે ફટ દઈ બહાર નીકળી બે તમાચા ન મારત? પણ તે કાનનું કામ નથી, પણ શબ્દોની અસર તો અંદર બેઠો છે તેને થાય છે. કાનનું કામ તો એટલું જ હતું કે શબ્દો તમારી સામે મૂક્યાં. પણ એ શબ્દો જાણવાનું કામ કાન કરતાં નથી, જાણવાનું કામ જે કરે છે તે કાનથી જુદો આત્મા છે. તમે આંખ દ્વારા શરદ પૂર્ણિમાનો ચંદ્ર જોયો, ખીલેલું ફૂલ પણ જોયું, હસતાં બાળકને જોયું, સારા કપડાંને પણ તમે જોયાં. આંખનું કામ માત્ર સમાચાર આપવાનું છે કે આ શરદપૂર્ણિમાનો ચંદ્ર છે. પરંતુ તેના ઉપર નિર્ણય લેવો કે પ્રતિભાવ આપવો તે કામ આંખનું નથી. એ કામ કરનાર તો આંખથી જુદો છે અને તે આત્મા છે. તો શું વાત આવી? આંખથી જુદો આત્મા, કાનથી જુદો આત્મા, નાકથી જુદો આત્મા, સ્પર્શનેન્દ્રિયથી પણ જુદો આત્મા. આંખ રૂપને જાણે, કાન શબ્દને જાણે, જીભ રસને જાણે, નાક ગંધને અને શરીર સ્પર્શને જાણે, પરંતુ એ પાંચે પાંચ વિષયોનું જ્ઞાન ઈન્દ્રિયોને થતું નથી પણ ઈન્દ્રિયો દ્વારા જાણવાનું કાર્ય જે કરે છે તે અંદર બેઠેલો સૌથી મોટો એકઝીક્યુટીવ આત્મા છે. સાહેબ ! આના ઉપર બધી ધામધૂમ છે અને તમે આ આત્માને ભૂલી ગયાં છો અને શબ્દમાં, રૂપમાં, ગંધમાં, સ્વાદમાં અને સ્પર્શમાં અટવાઈ ગયાં છો. તમે મૂલ્ય કોને આપો છો તે ચકાસો. મૂલ્ય ઈન્દ્રિયોને આપવાનું હોય કે મૂલ્ય આત્માને આપવાનું હોય? તમારી પાંચે પાંચ ઈન્દ્રિયો બરાબર છે તેમ ડૉક્ટર કહે, આંખ બરાબર છે, કાન અને નાક બરાબર છે, જીભ બરાબર છે, પાંચે ઈન્દ્રિયો બરાબર હોવા છતાં, જે દિવસે આત્મા અંદર નહિ હોય ત્યારે કોઈ ઈન્દ્રિયો કામ નહિ કરે. કારણ કે તે જાણનારો પાંચે ઈન્દ્રિયોથી જુદો હતો અને એ ચાલ્યો ગયો. છે ઈન્દ્રિય પ્રત્યેકને નિજ નિજ વિષયનું જ્ઞાન', એક હદ છે, એક ક્ષેત્રની મર્યાદા છે, અને એ જ મર્યાદામાં કામ થાય. જેમ દરેક પોલીસ સ્ટેશનને પોતાની હદ હોય છે. કેઈસ થયો હોય For Personal & Private Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ઘાટકોપરમાં તો વિલેપાર્લાવાળા પોલીસ એ કેઈસ હાથમાં નહિ લે ને કહે કે “તમે ઘાટકોપર પોલીસ સ્ટેશને જ જાવ. એ કેઈસ અમારા ક્ષેત્રનો નથી.” આંખનું ક્ષેત્ર આંખ જ સંભાળે અને કાનનું ક્ષેત્ર કાન જ સંભાળે છે આમ પાંચે પાંચ ઈન્દ્રિયોના ક્ષેત્ર સ્વતંત્ર છે. અને બધાને જાણવાની ક્ષમતા, તાકાત, સામર્થ્ય આત્મામાં છે. આ આત્મા, પાંચે પાંચ ઈન્દ્રિયો દ્વારા સ્વતંત્રપણે જાણે છે. તો પાંચે પાંચ ઈન્દ્રિયોના વિષયનું જ્ઞાન આત્માને છે. ફરી કહીએ. આંખનો વિષય રૂપ, કાનનો વિષય શબ્દ, જીભનો વિષય સ્વાદ છે. તમે દાળ મોઢામાં મૂકી અને તરત જ મોટું બગડી જાય. અરે, આ દાળ છે કે શું? કેવી બનાવી છે? આ કોણ કહે છે? જીભ નથી કહેતી. જીભે એટલું જ જણાવ્યું કે આ દાળ છે. એ દાળમાં મીઠું નથી તેમ તેને કહેવું હતું પણ તેને ખબર નથી, ખબર કોને પડે? ખબર આત્માને પડે. વાટકી પછાડવી કે થાળી ફેંકી દેવી તે નિર્ણય કોણ લેશે? એ નિર્ણય જીભ તો ન જ લે. અંદર બેઠો છે તે નિર્ણય લેશે. એ આંખ લાલ કરશે કે આ દાળ આવી કેમ છે? તો પાંચે ઈન્દ્રિયોના વિષયનું જ્ઞાન એક આત્માને છે. પાંચે ઈન્દ્રિયોનું સંકલન કરનાર એક આત્મા અને તે પાંચે ઈન્દ્રિયોથી જુદો છે. ધન્યવાદ ! આજે આટલી વાત. શાંતિપૂર્વક સાંભળ્યું તે બદલ ધન્યવાદ. આપણે બહુ જ ગહન ઊંડા સાગરમાં ઊતરી રહ્યા છીએ. આ બધી વાત લુખ્ખી અને શુષ્ક લાગે. આમાં મઝા ન આવે. એક રાજા હતો અને એક રાણી હતી, રીસામણાં અને પછી મનામણાં, એવી વાતો કદાચ વધારે ગમે. તમને આ વાત શુષ્ક અને લુખ્ખી લાગે પણ આના જેવી રસથી ભરેલી વાત બીજી કોઈ નથી. અને જ્યાં સુધી આ વાત બરાબર નહિ જાણો ત્યાં સુધી તમારો છુટકારો નહિ થાય. આ વાત જાણવા માટે બહુ બુદ્ધિની જરૂર નથી. પરંતુ સગુરુ પ્રત્યે પ્રેમ હશે તો એ પ્રેમ તમને આ વાત સમજાવી દેશે. બાળક અને મા એ બંને વચ્ચે એક ભાષા હોય છે. બાળકને બોલતાં આવડતું નથી પણ માને ખબર પડી જાય છે કે બાળકને શું થાય છે? મા શું કહે છે તે બાળક સમજી જાય છે. આ બુદ્ધિના બળથી નહિ પરંતુ પ્રેમના બળથી સમજાય છે, તેમ તત્ત્વજ્ઞાનને સમજવા માત્ર બુદ્ધિનું બળ નહિ જોઈએ, પણ પ્રેમનું બળ જોઈએ. પ્રેમથી સમજવા પુરુષાર્થ કરજો. ઘન્યવાદ!આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે માટે ધન્યવાદ. દરેકના અંતરમાં રહેલા પરમાત્માને મારા પ્રેમપૂર્વક નમસ્કાર. mu For Personal & Private Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ ૫૪ પ્રવચન ક્રમાંક - ૪૩ પ્રવચન ક્રમાંક - ૪૩, ગાથા ક્રમાંક - ૫૩ ગાથા ક્રમાંક - ૫૩ આત્મસત્તાથી પ્રવર્તન ન દેહ ન જાણે તેહને, જાણે ન ઇંદ્રી પ્રાણ; આત્માની સત્તાવડે, તેહ પ્રવર્તે જાણ. (૫૩) ટીકા : દેહ તેને જાણતો નથી, ઈન્દ્રિયો તેને જાણતી નથી અને શ્વાસોચ્છવાસરૂપ પ્રાણ પણ તેને જાણતો નથી; તે સૌ એક આત્માની સત્તા પામીને પ્રવર્તે છે, નહીં તો જડપણે પડ્યા રહે છે, એમ જાણ. (૫૩) જે તત્ત્વનું વર્ણન અનેક શાસ્ત્રોમાં જ્ઞાની પુરુષોએ કર્યું છે, તે પ્રત્યક્ષ હાજર છે, તે જરા પણ દૂર નથી, છતાં તે તત્ત્વ આપણા સ્થૂલ સાધનોથી જાણી શકાતું નથી, પરંતુ તેને જાણ્યા વગર આધ્યાત્મિક સાધનાની શરૂઆત થઈ શકે તેમ નથી. પહેલાં તો નિર્ણય કરવો પડશે કે ચૈતન્ય તત્ત્વ છે. અને તે નિર્ણયના પાયા ઉપર મોક્ષમાર્ગની શરૂઆત થશે. જો આત્મા જ ન હોય તો કર્મનો બંધ નથી, આત્મા જ ન હોય તો કર્મ સંબંધ નથી. આત્મા જ ન હોય તો સંસાર નથી, સંયોગો નથી, રાગદ્વેષ નથી, વિભાવો નથી, શુભાશુભ ભાવો નથી, આત્મા જ ન હોય તો ધન્દ્ર પણ નથી. અને આ અવસ્થા જ ન હોય તો મોક્ષની વાત જ શા માટે? પણ શાસ્ત્રોને એમ કહેવું છે કે મોક્ષની વાત કરનારાં પુરુષો પ્રામાણિક અને અનંતજ્ઞાની હતાં. વીતરાગ પુરુષ હતાં, તેઓ મુક્ત બન્યાં અને તેમણે મુક્તિની વાત કરી. નમુન્થુણં સૂત્રમાં વર્ણન કર્યું છે કે નિખાળું ખાવયાળ, તિન્નાળ તારયાળ, બુદ્ધાળ બોયાળ, મુત્તાળું મોસાળું. જેમણે રાગ-દ્વેષને જીત્યા છે અને બીજાને જીતાડે છે, જેઓ તર્યા છે અને બીજાને તારે છે, જેઓ બોધ પામ્યા છે અને બીજાને બોધ આપે છે, જેઓ મુક્ત બન્યા છે અને બીજાને મુક્ત કરે છે, આવી જેમની ક્ષમતા છે, અવસ્થા છે તે પરમકૃપાના સાગર તીર્થંકર પરમાત્મા છે. આ શબ્દો યાદ રાખજો ‘જે તર્યા છે, તે તારે છે’. નથી તર્યા તે તારી શકે નહિ. જે બોધ પામ્યા નથી તે બોધ આપી શકે નહિ અને જે મુક્ત બન્યા નથી તે મુક્તિ અપાવી શકે નહિ. જે જાણતાં નથી તે જણાવી શકે નહિ. કુવામાં બાલટી નાખશો અને તેમાં પાણી હશે તો બાલટીમાં આવશે, પણ પાણી જ નહિ હોય તો આવશે ક્યાંથી ? જે સર્વજ્ઞ છે તેઓ સર્વને જાણે છે અને બીજાને જણાવે છે. બીજી મહત્ત્વની વાત શાસ્ત્રોને એ કરવી છે કે તમે આત્માને માનતા હો કે ન માનતા હો, આત્માનો સ્વીકાર કરતાં હો કે ન કરતાં હો, પણ અમારે એટલું જ પૂછવું છે કે તમારા જીવનમાં For Personal & Private Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૫૫ કોઈ દુઃખ છે ? પીડા છે ? અશાંતિ, મૂંઝવણ કે અસ્વસ્થતા છે ? ચિંતા કે ટેન્શન છે ? મને લાગે છે કે જવાબ હા માં જ આવશે કે હા બધું જ છે. તો બીજો સવાલ એ કે તમારે તે દુઃખ, ચિંતા, વ્યગ્રતા, મૂંઝવણ તથા અશાંતિમાંથી મુક્ત થવું છે ? વ્યાકુળતામાંથી મુક્ત થવું છે ? જીવનમાં હસવું નથી ? બસ રડ્યાં જ કરવું છે ? કલેશ અને દ્વન્દ્વ જ ઊભાં કરવાં છે ? પીડામાં જ જીવન જીવવું છે કે પછી જીવનમાં ગુલાબના ફૂલ ખીલે અને વસંતૠતુ આવે એવું જીવન જીવવું છે ? પસંદગી તમારી એ જ હશે કે જીવનમાં વસંત ઋતુ હોય, જીવનમાં ઉલ્લાસ હોય, જીવનમાં સંગીત હોય, જીવનમાં નૃત્ય આવે, આનંદ આવે, જીવન ભારમુક્ત અને ચિંતામુક્ત હોય. લોકો તો ચિંતામુક્ત રહેવા માટે ગોળીઓ લે છે. આપણે પહેલાં ચિંતા થાય તેવી વ્યવસ્થા ઊભી કરીએ છીએ, અને પછી ચિંતામુક્ત થવા માટે ગોળીઓ લઈએ છીએ. બે સાથે ચાલે છે. પરંતુ સાહેબ ! ચિંતા અને ગોળીને કોઈ જ સંબંધ નથી. ચિંતા તો મોહનો પ્રકાર છે. ભગવાન મહાવીરે ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું કે ‘એમેવ મોહાયયાં જી તખ્ખા, મોરૂં શ્વ તષ્ઠાયયાં વયંતિ II (રૂ૨/૬) જ્યાં મોહ છે ત્યાં તૃષ્ણા છે અને જ્યાં તૃષ્ણા છે ત્યાં ચિંતા છે. લાખ ઉપાય કરશો કે અમારે ચિંતામાંથી મુક્ત થવું છે, અને સાધુ મહારાજ પાસે જઈને કહેશો કે સાહેબ ! આશીર્વાદ આપો ને ? કે અમે ચિંતામુક્ત થઈએ, શાંતિથી રહીએ. સાધુ મહારાજ કહેશે કે શેરબજારનાં ભાવ તૂટ્યાં છે અને તને ચિંતા થાય છે તો શેર કાઢી નાખ ને? તો કહેશે કે ના સાહેબ, ભાવ વધે તેવું કંઈક કહો. જ્યાં મોહ છે ત્યાં તૃષ્ણા છે અને તૃષ્ણા છે ત્યાં ચિંતા છે, માટે જૈનદર્શને એમ કહ્યું કે સમગ્ર સાધના એ મોહમુક્ત થવાની સાધના છે. અપૂર્વ અવસરમાં આવે છે કે ‘એમ પરાજય કરીને ચારિત્ર મોહનો', આ ભાવના છે. ચારિત્ર્ય મોહનો પરાજય કર્યો તો બહુ મોટું કામ થયું, પણ જે ક્ષણે દર્શનમોહનો ગઢ તૂટે છે, તે ક્ષણે મોહરાજા સમજી જાય છે કે હવે અહીં રહેવા જેવું નથી. બીસ્તરા પોટલા બાંધી ગમે ત્યારે નીકળવું પડશે. ૧૯૪૨માં ગોવાલિયા ટેંક, મુંબઈમાં બ્રિટીશરોને એક સૂત્ર આપેલું ‘ક્વીટ ઈન્ડિયા’ એટલે હિન્દુસ્તાન છોડો. તેમણે કહ્યું કે અમે જઈએ પછી તમે કરશો શું ? વલ્લભભાઈએ કહ્યું, અમારે જે કરવું હશે તે કરશું, પણ તમે અહીંથી રવાના થાવ. જ્યારે મોહ જાય ત્યારે જીવનની અવસ્થા બદલાઈ જાય છે. સમગ્ર સાધના મોહ ઉપર જય પ્રાપ્ત કરવા માટે છે. મોહ સ્વયંભૂરમણ સમુદ્ર તરી કરી - આ સ્વયંભૂરમણ સમુદ્ર સૌથી મોટો છે. અર્ધા રાજ પ્રમાણ છે, પરંતુ સાહેબ ! આ મોહનો દરિયો તો તેના કરતાં પણ મોટો છે. મોહનો દરિયો જે તર્યા તે જ્ઞાની થયાં અને સંસારમાંથી મુક્ત બન્યા. પણ દર્શનમોહનો ગઢ જ્યારે તૂટે છે ત્યારે નિશ્ચિત થાય છે કે મોહ હવે રહી શકશે નહિ. નવતત્ત્વમાં કહ્યું છે કે, अंतोमुहुत्त - मितंपि, फासिअं हुज्ज जेहिं सम्मतं । तेसिं अवड्ठ पुग्गल, परिअट्टो चेव संसारो ॥ (५३) અંતર્મુહૂર્ત માત્ર પણ જેને અંદ૨ સમ્યગ્દર્શનનો સ્પર્શ થયો છે, તે જીવ વધુમાં વધુ અર્ધ For Personal & Private Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ ૫ પુદ્ગલ પરાવર્તકાળમાં મુક્ત થશે. સમ્યગ્દર્શનનો સ્પર્શ થયા પછી કાર્ય પૂરું થતું નથી. અમને સમ્યગ્દર્શન થઈ ગયું. હવે અમારે કશું કરવાની જરૂર નથી આ ભ્રમણામાંથી બહાર આવવા જેવું છે. આવું કહેનાર સમ્યગ્દષ્ટ નહીં હોય. સમ્યગ્દષ્ટિ ક્યારેય પણ સ્વીકારતો નથી કે હવે અમારે કશું કરવાની જરૂર નથી. સમ્યગ્દષ્ટિ તો એમ માને છે કે સાહેબ, આ તો પાશેરામાં પહેલી પૂણી છે, પ્રારંભ છે. હજુ અમારે યાત્રા કરવાની બાકી છે. સમ્યગ્દર્શનથી યાત્રાનો પ્રારંભ થાય છે. એક અર્થમાં કહો કે સમ્યગ્દષ્ટને મોક્ષનો પાસપોર્ટ મળ્યો. પરંતુ ટીકીટ લેવી, પ્લેન ઉપર જવું, પ્રવાસ કરવો, એ બધું ઘણું કામ હજુ બાકી છે. પાસપોર્ટ મળ્યો એટલે અમેરિકા પહોંચી ગયા તેટલું જો સરળ હોત તો જોઈતું તું શું ? હજુ તો પ્રારંભ છે. પરંતુ તેને એમ કહેવામાં આવ્યું કે તે તારું મુખ્ય કામ કર્યું છે, અને હવે મોક્ષમાં જવા માટે તું જે કંઈ પણ સાધના કરે તે તારી સાધના સફળ થશે, સાર્થક થશે, પણ એવું ન માનશો કે સમ્યગ્દર્શન થયું એટલે હવે કંઈપણ કરવાની જરૂર નથી. એમ માની જો અટકી જાય તો સમ્યગ્દર્શન નથી. પ્રવચન ક્રમાંક - ૪૩, ગાથા ક્રમાંક - ૫૩ સમ્યગ્દષ્ટિને અંદરમાં તીવ્રતા છે, વેદના છે, વ્યથા છે. સમ્યગ્દષ્ટિ છ ખંડનો માલિક ચક્રવર્તી હોય તો પણ એ છ ખંડના માલિક ચક્રવર્તીને સંપત્તિમાં, સત્તામાં, સાહબીમાં મન લાગતું નથી. એને લાગ્યા જ કરે છે કે આ અનિત્ય છે, ક્ષણભંગુર છે. આ નાશવંત છે, આ પરતંત્ર છે. આ પરાધીન છે, આ મારું નથી, આ નશ્વર છે. આમાં અટવાવા જેવું નથી, અને એમ પણ થાય છે કે આ પણ કર્મનો સંયોગ છે, મારે તો અસંયોગી તત્ત્વનો સાક્ષાત્કાર કરવો છે. આ જગતનાં સંયોગોથી પર એક અસંયોગી તત્ત્વ છે. સમ્યગ્દર્શન જેને થાય તેનો જુસ્સો વધે છે, અભિલાષા વધે છે, તીવ્રતા વધે છે. એને સંસાર ખટકે છે, પીડા થાય છે, એને અસહ્ય વેદના થાય છે. આમ જોઈએ તો સમ્યગ્દષ્ટિ જેવો કોઈ સુખી નથી, તે ગમે તે હાલતમાં હોય, ગમે તે પરિસ્થિતિમાં હોય કે ગમે તે સંયોગમાં હોય, પરંતુ તે દુઃખી છે જ નહિ. સમ્યગ્દષ્ટ જેવો કોઈ સુખી નથી, સાથે સાથે સમ્યગ્દષ્ટ જેવો કોઈ દુઃખી પણ નથી, આ વિરોધાભાસ છે. સુખી પણ છે અને દુઃખી પણ છે, એમ કેમ ? એ એટલા માટે દુઃખી છે કે પરમતત્ત્વ, ચૈતન્યતત્ત્વ, આત્મતત્ત્વ, પરમાત્મતત્ત્વ, શુદ્ધાત્મતત્ત્વ, આત્મદ્રવ્ય શુદ્ધ છે. તેના અનંત ગુણો શુદ્ધ છે, તેની અનંત પર્યાયો શુદ્ધ છે, આવું આત્મતત્ત્વ છે. એણે સમ્યગ્દર્શનમાં જોયું છે, જાણ્યું છે, પ્રત્યક્ષીકરણ કર્યું છે અને સાક્ષાત્કાર કર્યો છે. પરંતુ પર્યાયમાં તેનો અનુભવ થતો નથી માટે દુઃખી છે. દ્રવ્ય એણે જોયું છે, જાણ્યું છે, દ્રવ્યનું દર્શન એણે કર્યું છે, એને ખ્યાલ પણ આવ્યો છે કે મારું આત્મદ્રવ્ય ચૈતન્ય દ્રવ્ય એ તમામ દ્રવ્યોથી ભિન્ન છે. અસંખ્યાત પ્રદેશોમાં છે. અનંતગુણોથી ભરેલું છે, અનંત પર્યાયોથી યુક્ત છે, છતાં તેના ઉપર આવરણ છે. આ આવરણની પીડા તેને થાય છે. એ આવરણની વેદના તેને થાય છે. તેને થાય છે કે પરમતત્ત્વની હું પ્રગટ અનુભૂતિ કરી શકતો નથી. એ ક્યારે હું કરીશ ? પ્રગટ તત્ત્વની For Personal & Private Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા પ૭ અનુભૂતિ કરવા માટેની જે પ્રક્રિયા છે તેને કહેવાય છે સમ્યગુચારિત્ર. સમ્યગ્દર્શન થયા પછી સમ્યફચારિત્ર્ય તરફ વલણ ન થાય એવું કદી પણ બનતું નથી. એક વખત દીકરીનું સગપણ થયું એટલે બે ભાગ પડી ગયા. એક ભાગ જ્યાં ઊભી છે ત્યાં અને એક ભાગ જ્યાં જવાનું છે ત્યાં. તેને વધારે ચિંતા જ્યાં જવાનું છે તેની છે. સમ્યગૃષ્ટિને ખ્યાલ આવી ગયો છે કે આ સંસાર મારું પિયર છે, તે છોડીને મારે મોક્ષમાં જવાનું છે. સમ્યગ્દષ્ટિ મહાત્માને એવી તાલાવેલી જાગી હોવાના કારણે તે પોતાની તમામ તાકાત વાપરીને, આત્માને જે કર્મનું વળગણ વળગ્યું છે તે દૂર કરવા પ્રચંડ પુરુષાર્થ કરે છે. આત્મદ્રવ્ય શુદ્ધ છે, આત્માના ગુણો શુદ્ધ છે, પરંતુ તેની વર્તમાન પર્યાય અશુદ્ધ છે, આ વર્તમાન અશુદ્ધ પર્યાય શુદ્ધ બન્યા સિવાય દ્રવ્યની અનુભૂતિ થઈ શકતી નથી. દ્રવ્ય પોતા પાસે હાજર છે, પોતે જ આત્મદ્રવ્ય છે, પરિપૂર્ણ છે, તેમાં જે ભર્યું છે તે પર્યાયમાં ઉલ્લસી આવવું જોઈએ, પર્યાયમાં એ ઝળકી ઊઠવું જોઈએ, પર્યાયમાં એ પ્રગટ થવું જોઈએ પર્યાયમાં એ ઊતરી જવું જોઈએ અને જ્યારે એ ઊતરશે ત્યારે સમગ્ર દ્રવ્યનો અનુભવ થશે. અને તે વખતે તેના જીવનમાં ચાર શબ્દો હશે. અનંતજ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર્ય અને અનંત વીર્ય. આ ખજાનો મળી ગયો. “સાદિ અનંત અનંત સમાધિ સુખમાં'. એને એવી સમાધિ મળી કે જેનો હવે અંત આવવાનો નથી. આ વાત એટલા માટે સ્પષ્ટ કરીએ છીએ કે તમે કદાચ ભ્રમણામાં ન રહો કે સમ્યગદર્શન થાય પછી કંઈ કરવાની જરૂર રહેતી નથી, અને સદ્ગુરુ મળે પછી પણ અમારે કંઈ કરવાની જરૂર રહેતી નથી. તમારે તો એવી અવસ્થા જોઈએ છે કે તમારે કશું કરવું જ ન પડે. બીજા કોઈ કરી આપે. તમારે બાદશાહી જ ભોગવવી છે. ગુરુ એમ કહે છે કે મા રસોઈ કરે, પ્રેમથી ભાણામાં પીરસે, બહુ વ્હાલ કરે તો કોળિયો મોઢામાં મૂકે. પણ ચાવવું કોને પડશે? જો માને ચાવીને આપવાનું હોય તો મા ચાવીને આપવા પણ તૈયાર છે મા કોળિયો મૂકી શકે છે. ચાવવાનું કામ વ્યક્તિએ કરવું પડે છે. સદ્દગુરુ માર્ગ આપી શકે છે, ચાલવાનું કામ તમારે કરવાનું છે. નહિ ચાલો તો યાત્રા ત્યાં ને ત્યાં રહેશે. સમ્યગુદર્શન પછીની સાધના ચારિત્ર્ય મોહના ક્ષય માટે કરવાની છે. ચારિત્ર્યમોહના ક્ષયની ઘટના જેના જીવનમાં ઘટે છે, તે પરિપૂર્ણ અવસ્થાને પ્રાપ્ત કરે છે. આ બધી જ અવસ્થા પ્રાપ્ત કરવા માટે આધારભૂત તત્ત્વ તે આત્મતત્ત્વ છે. જૈનદર્શનમાં બે તત્ત્વો કહ્યાં છે. જડ અને ચેતન. પુદ્ગલ અને આત્મા. પરંતુ જ્યારે વિસ્તૃત વિવેચન કર્યું ત્યારે જીવાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશસ્તિકાય અને કાળ એમ વિભાજન કર્યું. તો યે સ્પષ્ટ સમજાયું નહિ. તેથી કહ્યું કે જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસ્રવ, સંવર, બંધ, નિર્જરા અને મોક્ષ, આ નવ તત્ત્વો જાણવાં પડશે. આ નવતત્ત્વનું અધ્યયન કરવું પડશે. નવ તત્ત્વોનું ચિંતન, મનન, મંથન કરવું પડશે. લોકો કહે છે કે આટલું બધું માથું ખરાબ કરવા કરતાં માળા ગણીએ તો શું ખોટું ? આ માથું ખરાબ કરવાની વાત છે કે For Personal & Private Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ ૫૮ પ્રવચન ક્રમાંક - ૪૩, ગાથા ક્રમાંક - પ૩ નવ તત્ત્વોને જાણવાની વાત છે. મોક્ષ જોઈએ છે કે રમત કરવી છે? જેને આ અવસ્થા પ્રાપ્ત કરવી છે તેને આ નિર્ણય કરવો પડશે કે આત્મતત્ત્વ છે. અહીંથી વાતની શરૂઆત થાય છે, પણ આત્મતત્ત્વનો નિશ્ચય-નિર્ણય કરવામાં ઘણી મુશ્કેલી થાય છે. પહેલી મુશ્કેલી એ થાય કે જે આત્મા નામનો પદાર્થ છે, આત્મા નામનું તત્ત્વ છે તે પોતે રૂપ, રસ, ગંધ, સ્પર્શ, શબ્દ, આકૃતિથી રહિત છે – અરૂપી છે. સમયસારની પરિભાષામાં અરૂપ, અરસ, અગંધ, અસ્પર્શ, અશબ્દ એવું જે આત્મતત્ત્વ છે તેને જાણવું કેવી રીતે? લેબોરેટરીમાં તે જાણી ન શકાય. શિષ્ય કહે છે કે આ જાણવાના ઘણા સાધનો છે. તેમાં શરીર પહેલું સાધન, પછી બીજુ સાધન ઈન્દ્રિયો, ત્રીજું પ્રાણ, ચોથું મન. આ બધી આપણી પ્રોપર્ટી છે. આપણે જાણીએ છીએ, જોઈએ છીએ, કામ કરીએ છીએ. એ બધાનું માધ્યમ કંઈપણ હોય તો આ છે. તેના દ્વારા આપણે જાણવાનું કામ કરીએ છીએ. પરંતુ પરમકૃપાળુદેવને સ્પષ્ટ શબ્દોમાં કહેવું છે કે આ તમારા સાધનો આત્મતત્ત્વને જાણવામાં ઉપયોગી થઈ શકે તેમ નથી. આપણી મિલ્કત શરીર, મન, પ્રાણ, ઈન્દ્રિયો આ બધાના જોર ઉપર આપણે સ્કૂલ જીવન જીવીએ છીએ. આપણે બધાને કહીએ છીએ કે હજુ તંદુરસ્ત છું, તાવ નથી આવતો, માથું નથી દુઃખતું, આંખો સારી છે, બધું જોઈ શકાય છે. મન પણ જાગૃત છે, આ ખરી વાત, પણ તારા આ સાધનો આત્મતત્ત્વને જાણવાના કામમાં આવે તેમ નથી. કંઈ કારણ? દેહન જાણે તેહને, જાણે ન ઈદ્રી પ્રાણ; આત્માની સત્તા વડે, તેહ પ્રવર્તે જાણ. આ અદ્ભુત ગાથા છે. હું વારે વારે અભુત શબ્દ અમસ્તો નથી વાપરતો. અભુત જ છે. અને હવે જે આત્મસિદ્ધિની ગાથાઓ ચાલુ થાય છે તે મધદરિયો છે. અત્યાર સુધી કિનારે હતાં. આ મધદરિયો આવ્યો. આપણને આત્મસિદ્ધિની પારાયણ કરવી ગમે, અલગ અલગ રાગમાં આત્મસિદ્ધિ ગાવી આપણને ગમે, વાદ્યવૃંદ સાથે આત્મસિદ્ધિ ગાવાનું ગમે પણ આત્માનો સમ્ય નિર્ણય કરવો તેમાં આપણે નબળાં પડી જઈએ છીએ, કાચા રહીએ છીએ. જ્યાં સુધી નિર્ણય નહિ થાય ત્યાં સુધી વાત અધૂરી. સૌરાષ્ટ્રના ગામડામાં સગપણ કરવા જાય અને મન ચલ વિચલ થાય તો ૨૫ જણ વળગી પડે. જ્યાં સુધી ગોળ ન ખાય ત્યાં સુધી જવા ન દે. ગમે તેમ કરી ચોકઠું ગોઠવી દે. અહીં શાસ્ત્રોનું કહેવું છે કે ગમે તે હિસાબે આત્મતત્ત્વનો નિર્ણય કરો. પદમાનંદજી આચાર્યે કહ્યું કે થમ િમૃત્વ મત્યુની કિંમત ચૂકવીને તું આત્માને જાણ, જાણવા વિષે કુતૂહલવાળો થા, અને આત્માને જાણ. મૃત્યુની કિંમત ચૂકવવાથી પણ જો આત્મા મળતો હોય તો મૃત્યુની કિંમત ચૂકવવા જેવી છે. સંમત છો ને મારી વાતમાં. અમૃત તત્ત્વ આપણને જ પ્રાપ્ત થાય તો જીવનની અવસ્થા જુદી બની શકે છે. પણ આત્મતત્ત્વનો નિર્ણય કરી શકતા નથી. દરેક ઈન્દ્રિયોને પોતપોતાના વિષયનું જ્ઞાન છે. આ વાત ફરીથી, રીપીટ કરીને કહીએ For Personal & Private Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા પ૯ છીએ. ખરેખર તો ઈન્દ્રિયોને જ્ઞાન હોઈ શકે જ નહિ. ઈન્દ્રિયો જાણતી નથી, પણ ઈન્દ્રિયો જાણવાની પ્રક્રિયામાં મદદરૂપ સાધન બની શકે છે. સ્વતંત્રપણે ઈન્દ્રિયો જાણે એવું કદી બની શકતું નથી. આંખ દ્વારા રૂપ ત્યારે જણાય કે જ્યારે જાણનાર રૂપને જાણવાની પ્રક્રિયામાં ઢળે, તે વખતે રૂપને જાણવા ઉપયોગી થઈ પડે તેવું સાધન આંખ છે. પ્રત્યેક ઈન્દ્રિયોને પોતપોતાના વિષયનું જ્ઞાન છે એટલે પોતપોતાના વિષયોમાં ઈન્દ્રિયો નિષ્ણાત છે, ઉપયોગી થઈ શકે છે. જાણવાની પ્રક્રિયામાં સહાયભૂત થઈ શકે છે. સ્વતંત્રપણે તે જાણી શકતી નથી અને સ્વતંત્રપણે જાણવાનું કામ જે કરે છે તે આત્મા છે. આપણા જીવનમાં ૨૪ કલાક આ પ્રક્રિયા ચાલે છે. આંખથી જોઈએ, કાનથી સાંભળીએ, નાકથી સુગંધ લઈએ, જીભથી રસ લઈએ, શરીરથી સ્પર્શ કરીએ, આ બધું જે કંઈ કરીએ તેમાં ઈન્દ્રિયો પોતાના વિષયનો સંપર્ક કરી શકે છે પણ વિષયને જાણવાનું કામ ઈન્દ્રિયો કરી શકતી નથી. એ કામ તો આત્મા જ કરે છે. પાંચે ઈન્દ્રિયોના વિષયનું, છે આત્માને ભાન.' આ શરીરમાં ચેતન તત્ત્વવિદ્યમાન છે. અને એ ચેતન તત્ત્વ ઈન્દ્રિયો દ્વારા જુદા જુદા વિષયોને જાણે છે. અને ઈન્દ્રિયો પોતાના વિષય પૂરતું જ જાણે છે તેમ પણ કહ્યું. આંખ રૂપને જ જાણે શબ્દને નહિ, કાન શબ્દને જ જાણે, સ્વાદને નહિ. કાન જીભને એમ કહેશે કે તું જરા સાંભળ ને? તો જીભ કહેશે મારું કામ સ્વાદ લેવાનું, સાંભળવાનું નહિ. ઈન્દ્રિયો સ્વતંત્ર છે અને દરેકનો એરિયા નક્કી થયેલ છે. આંખનો એરિયા રૂપ, કાનનો એરિયા શબ્દ, નાકનો એરિયા ગંધ, જીભનો એરિયા રસ અને સ્પર્શનો એરિયા ચામડી. આ પાંચે પાંચ ઈન્દ્રિયો અલગ અલગ જાણે છે, પણ આત્મા એકલો પાંચે પાંચ ઈન્દ્રિયોના વિષયોને જાણે છે. શિષ્ય એમ કહે છે કે હે ગુરુદેવ ! તમે કહો છો આત્મા છે, તો તે જણાય કેમ નહિ? એ કેમ દેખાતો નથી? કેમ જોવામાં આવતો નથી? ક્યાં છૂપાઈ ગયો છે? જો હોય તો આંખ સામે પ્રગટ જણાય નહિ? અમાસની રાત્રે ભૂલા પડ્યા હોય અને અવાજ થાય તો લાગે કે ભૂત છે, ડરી જવાય, પણ કોઈ જબરો માણસ હોય તો પૂછે કે કોણ છો તમે? હોય તો બોલે ને? એ પ્રમાણે આત્મા જો હોય તો જણાય નહિ ? શાસ્ત્રો કહે છે આત્મા છે. ચૌદપૂર્વ અને ૪૫ આગમો કહે છે કે આત્મા છે. પુરાણો કહે છે કે આત્મા છે, અને બીજી વાત એ પણ કરો છો કે આત્મા કંઈ બહાર ગયો નથી, વર્તમાનમાં પ્રત્યક્ષ હાજર છે. તો આત્મા જણાતો કેમ નથી. છેલ્લી અત્યંત મહત્ત્વની વાત, ભાઈ અમે જે આત્માની વાત કરીએ છીએ તે તું આત્મા છો. વેદાંતની પરિભાષામાં “તત્વમસિ' કહ્યું. તે આત્મા છો, અમે તારી વાત કરીએ છીએ. એક તો આત્મા છે, તે શરીરમાં છે, ને તે તુ છો તેમ પણ કહ્યું. શિષ્ય કહે છે હું આત્મા હોઉં તો મને કેમ જણાય નહિ? કેમ દેખાય નહિ? ગુરુદેવ કહે છે, શિષ્ય તારી વાત સાચી છે, પણ એક સમસ્યા છે તે સમજી લે. દેહ ન જાણે તેહને, જાણે ન ઈદ્રી પ્રાણ, આત્માની સત્તા વડે, તેહ પ્રવર્તે જાણ. For Personal & Private Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ o પ્રવચન ક્રમાંક - ૪૩, ગાથા ક્રમાંક - ૫૩ હું ફરી કહું છું કે આ ગાથા ઘણી અદ્ભુત છે. ઘણા કોયડાઓ આ ગાથા વડે ઉકલી જાય છે. દેહ ન જાણે તેહને, આ તેહને શબ્દ વાપરવામાં આવ્યો તે ઈન્દ્રિય માટે નહિ, પ્રાણ, બુદ્ધિ કે મન માટે નહિ, પરંતુ જે નથી દેખાતો છતાં છે તેના માટે વાપરેલ છે. જ્યારે સદ્ગુરુ ઉપદેશ આપે છે ત્યારે સદ્ગુરુ શિષ્યને કહે છે. અરે શિષ્ય ‘અયમાત્મા’ આ આત્મા છે, શિષ્ય સમજ્યો નહીં. શિષ્યને બીજી વખત કહે છે કે ‘પ્રજ્ઞાનં બ્રહ્મ’ એ આત્મા જ્ઞાનમય અને આનંદમય છે. તો શિષ્યને થયું કે આ કોની વાત કરે છે, આ જ્ઞાનમય છે, આનંદમય છે ? એટલે ત્રીજી વખત કહ્યું કે તત્ત્વમસિ એ તું છો, અને અમે તારી વાત કરીએ છીએ. આ અનંતજ્ઞાની પુરુષોએ વાત કરી છે તે પર્ટીક્યુલર વ્યક્તિગત તમારી વાત કરી છે. અમે તમારાં હાલરડાં ગાઈએ અને તમે ગેરહાજર ? આ ઓછી મુશ્કેલી નથી. તમે ના, ના, ના કર્યા કરો છો અને અમે કહીએ છીએ કે તમે શુદ્ધ છો, બુદ્ધ છો, મુક્ત છો, પરંતુ તમે કહો છો ‘અમે શુદ્ધ નથી, બુદ્ધ નથી, અમે દુ:ખી છીએ, ચિંતાતુર છીએ, મુંઝાયા છીએ. અમારા દુઃખનો કોઈ પાર નથી'. અરે ! તું નથી આ. તું આ બધાથી જુદો છો. આ તો કર્મની રચના છે, પણ આ સમજવા જીવ તૈયાર નથી. ‘તત્ત્વમસિ’ તે તું છો. તું જે તને માને છે તે શરીર તું નથી. આ નામ પાડ્યું છે, તે મારું છે એમ તું માને છે પણ તે નામ તારું નથી, શરીરનું છે. આ જ્ઞાતિ તારી છે એમ માને છે પણ તે તું નથી. હું ધનવાન છું કે શ્રીમંત છું કે વકીલ છું, વિદ્વાન છું, પ્રોફેસર છું, પતિ છું, પત્ની છું, કાળો છું, ગોરો છું એમ જે તું માને છે તે પણ તું નથી. ‘તત્ત્વમસિ’, તે તું છો. જે આત્માની વાત કરીએ છીએ એ આત્મા તું છો. ત્રીજે તબક્કે શિષ્ય જરા ધ્યાનમાં ઊતરે છે. ધ્યાનમાં ગયા પછી બધા વિકલ્પો શાંત થાય, બધા વિચાર શાંત થાય, બધી વૃત્તિઓ શાંત થાય, બધા જ દ્વન્દ્વો શાંત થાય, બિલકુલ શાંત બની જાય, એક પણ તરંગ ઊઠતો ન હોય તે વખતે તે અનુભવ કરે છે. અને અનુભવ કરીને જ્યારે બહાર આવે છે ત્યારે એમ કહે છે કે અહં બ્રહ્માસ્મિ ! હું બ્રહ્મ છું. શુદ્ધ, બુદ્ધ, ચૈતન્યધન, સ્વયંજ્યોતિ સુખધામ; બીજું કહીએ કેટલું ? કર વિચાર તો પામ. શબ્દો થાકે છે. કેટલું તને કહીએ ? આ આત્મા શરીરમાં જ છે, નિકટમાં છે તો સાહેબ ! કેમ ન જણાય ? દેહ ન જાણે તેહને, પહેલી વાત. દેહ આત્માને જાણતો નથી અને જાણી શકશે પણ નહિ, જાણવાની ક્ષમતા તેનામાં નથી તેથી દેહ આત્માને ન જાણે. દેહમાં આત્મા છે, આ કંટાળો આવે તેવી વાત છે પણ નિર્ણય તો કરવો જ પડશે કે શરીરમાં આત્મા છે પણ શરીર આત્માને જાણી શકતું નથી. શરીર ઘણું જ સક્ષમ છે, ઘણું અદ્ભુત છે. આ નામકર્મની રચના ઘણી અદ્ભુત છે. આ શરીરનો એક પણ સ્પેરપાર્ટ એટલે અંગ બગડી ગયું હોય તો બજારમાં એવું અંગ કોઈ મળશે નહિ. દાંત કુદરતે બેસાડેલા, ફીટ કરેલા છે. જો પાડવા હોય તો ઈન્જેક્શન આપવું પડે. આ દાંત કર્મતંત્રે ફીટ કરેલા છે. શરીરની રચના દિવ્ય છે, અલૌકિક For Personal & Private Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ ૬૧ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા છે, શરીરમાં ઘણી જ તાકાત છે, અને શરીર સાથે છેક મોક્ષ સુધી યાત્રા કરવાની છે. આવું શરીર હોવાં છતાં દેહ ન જાણે તેમને', દેહ આત્માને જાણી શકતો નથી. કંઈ વાંધો નહિ, ગુરુદેવ ! ઈન્દ્રિયો તો છે ને ? એ પણ સક્ષમ અને સમર્થ છે, શક્તિશાળી છે. ગુરુદેવ કહે છે ઈન્દ્રિયો પણ આત્માને જાણી શકતી નથી. દેહ બાકાત થયો રમતના મેદાનમાંથી, ઈન્દ્રિયો પણ બાકાત થઈ. ઈન્દ્રિયો પણ આત્માને જાણી શકતી નથી, કંઈ વાંધો નહિ, પરંતુ એક ત્રીજું બળવાન સાધન પ્રાણ છે ને? પ્રાણ એટલે જીવનની શક્તિ. આપણે જે જીવીએ છીએ તે સ્કૂલ જીવન-ભૌતિક જીવન, તે પ્રાણ ઉપર ચાલે છે. પ્રાણની અભિવ્યક્તિ શ્વાસોચ્છવાસ છે. પ્રાણથી તમારા શરીરની પ્રક્રિયા ચાલે છે. દોઢ મિનિટ જો શ્વાસોચ્છવાસ બંધ થઈ જાય તો આપણી જીવનયાત્રા સમાપ્ત થઈ જાય. શરીરને તમામ પ્રક્રિયાઓ કરવા માટે શ્વાસોચ્છવાસ પ્રાણ શક્તિ આપે છે. તમે અનાજનો કોળિયો પેટમાં જવા દો છો, પછી તેમાંથી કેટલી વેરાઈટીઝ થાય છે અને તેમાંથી કેવી કેવી વસ્તુઓ બને છે એ તમને ખબર છે? તેમાંથી લોહી તૈયાર થાય અને પગના અંગૂઠાથી માથાના વાળ સુધી એ વહેંચણી કરવાનું કામ કરે છે. લોહી જો મસ્તક સુધી ન પહોચે તો મગજ કામ કરતું નથી. પ્રાણ શરીરના તમામ ક્ષેત્રોમાં વસ્તુઓને પહોંચાડે છે. આવો પ્રાણ બળવાન છે. પ્રાણ એનર્જી શક્તિ છે. જગતમાં પ્રાણાયામની કેટલી મોટી સાધના થાય છે. કરોડો માણસો પ્રાણાયામની સાધના કરે છે. પ્રાણાયામના હજારો ગ્રંથો છે. આવો જીતેલો, પ્રાપ્ત કરેલો પ્રાણ પણ આત્માને જાણી શકતો નથી. આપણા બધા શસ્ત્રો હેઠે. ઈન્દ્રિયો ન જાણે, દેહ પણ ન જાણે અને પ્રાણ પણ આત્માને જાણે નહિ. એમ કેમ કહ્યું? બહુ અભુત વાત કરે છે. આ શરીર, ઈન્દ્રિયો, પ્રાણ જે કામ કરે છે તે આત્માની સત્તાથી કામ કરે છે. જ્યાં સુધી આ આત્મા શરીરમાં છે, ત્યાં સુધી ટગર ટગર તમે જોશો, કાનથી સાંભળશો પણ ખરાં, અને કદાચ બોલી શકતાં ન હો તો ઈશારાથી સમજાવશો પણ ખરાં. માખી બેઠી હશે તેને ઉડાડશો પણ ખરાં. અંદર ચૈતન્ય બેઠું હશે તો જ શરીર કામ કરશે. ઘરમાં ટી.વી. છે, ઘરમાં પંખો છે, ફ્રીજ છે, ઘરમાં બધા વિદ્યુતનાં સાધનો છે. તમે નોકરને કહેશો કે સ્વીચ ચાલુ કર. તે કહેશે કે સાહેબ, સ્વીચ તો ચાલુ છે, પણ વિદ્યુત પ્રવાહ એટલે ઈલેક્ટ્રીસીટી નથી. કેવી રીતે ચાલુ થશે ? વિદ્યુત પ્રવાહ વગર ટી.વી. ચાલુ ન થાય. વિદ્યુત પ્રવાહ વગર પંખો, ફ્રીજ, મશીનો કંઈ જ કામ ન કરે. લાઈટ ફીટીંગ અપ ટુ ડેઈટ હોય, ઘરમાં પચાસ ટ્યુબલાઈટ હોય, ઝાકઝમાળ થાય તેવું હશે પણ વિદ્યુત અંદર દાખલ થશે તો તે ચાલુ થશે. વિદ્યુતની સત્તાથી જ પંખો, ફ્રીજ, મશીનો કામ કરે છે, તેમ આત્માની સત્તાથી જ શરીર કામ કરે છે, ઈન્દ્રિયો કામ કરે છે, અને આત્માની સત્તાથી જ પ્રાણ કામ કરે છે. આત્મા જો ન હોય તો પ્રાણ કામ ન કરે. પાંચ મિનિટ પહેલાં આ માણસ વાત કરતો હતો, ઈશારા કરતો હતો, આંખ ઉઘાડ બંધ કરતો હતો, પટપટાવતો હતો. જેવું ચૈતન્ય, શરીરમાંથી જુદું પડ્યું કે શરીર નિષ્યષ્ટ થઈ પડ્યું રહેશે. For Personal & Private Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ C ) પ્રવચન ક્રમાંક - ૪૩, ગાથા ક્રમાંક - પ૩ ઈન્દ્રિયો કશું કામ નહિ કરી શકે. તો શરીર કોની સત્તાથી કામ કરતું હતું? ઈન્દ્રિયો કોની સત્તાથી કામ કરતી હતી ? અને પ્રાણ પણ કોની સત્તાથી કામ કરતો હતો? આ બધા જેની સત્તાથી કામ કરતાં હતાં અને કરે છે તેને કહેવાય છે આત્મા. એક વખત ચૈતન્ય ઘર છોડી દે છે એટલે કે આત્મા આ દેહને છોડી દે છે પછી શરીરની વ્યવસ્થા કરવી પડે ને? બાબો ગમે તેટલો લાડકો હોય, વ્હાલો હોય પછી એમ ન કહેવાય કે આને હું નહિ છોડું. ચૈતન્ય જુદું પડ્યું એટલે ખલાસ. હવે રખાય નહિ, એનો રસ્તો કરવો જ પડે. શરીર એંશી વર્ષ રહ્યું, બોલ્યું, ચાલ્યું, ખાધું, પીધું, પ્રવૃત્તિઓ કરી અને હવે જેવો આત્મા ચાલ્યો ગયો કે શરીર કંઈપણ કરી શકતું નથી. કોનાથી આ કામ થતું હતું? જેનાથી આ કામ થતું હતું તેને કહેવાય છે આત્મા. ઓફિસમાં ક્લાર્ક સહી કરી, હેડ ક્લાર્ક સહી કરી, અને પછી તેના સાહેબે પણ સહી કરી છતાં કાગળો પાછા આવ્યાં કેમ? તો કહે મુખ્ય સાહેબ સહી કરી નથી. એ સુપ્રીમ ઓથોરીટી છે. એની સહી બાકી છે. શરીર સુપ્રીમ ઓથોરીટી નથી, ઈન્દ્રિયો કે પ્રાણ સુપ્રીમ અથોરીટી નથી, પરંતુ સુપ્રીમ ઓથોરીટી આત્મા છે. તો શિષ્ય તું એમ કહે છે ને કે દેહથી આત્મા કેમ ન જણાય ? ઈન્દ્રિયોથી પણ આત્મા કેમ ન જણાય અને પ્રાણથી પણ આત્મા કેમ ન જણાય? ભલા માણસ ! તું ભૂલી જાય છે કે શરીર, ઈન્દ્રિયો અને પ્રાણ આત્માની સત્તાથી કામ કરે છે. જેમ વિદ્યુતની સત્તાથી ફ્રીજ, પંખો, મશીનો કામ કરે છે પણ તને વિદ્યુત દેખાય છે ખરી? ના. તેમ આત્માની સત્તાથી જ ઈન્દ્રિયો, પ્રાણ કામ કરે છે પણ તે દેખાતો નથી. ઘરમાં કોઈ ફાળો લેવા આવે અને ઘરમાં બહેનો હોય, છોકરાઓ ફરતા હોય પણ બહેન કહે છે કે ઘરમાં કોઈ નથી. એમ કેમ? તમે તો છો. બહેન કહેશે કે ભાઈ ઓફિસે ગયા છે, તેઓ સુપ્રીમ ઓથોરીટી છે. ઘર ભલે રહ્યું, પણ સત્તા એના હાથમાં નથી. શરીર, ઈન્દ્રિયો, પ્રાણ ભલે રહ્યાં પણ સત્તા એના હાથમાં નથી. “આત્માની સત્તા વડે તેહ પ્રવર્તે જાણ” અભુત શબ્દો છે. તેમનું પ્રવર્તન આત્માની સત્તા વડે થાય છે. તેથી હે શિષ્ય ! શરીરાદિથી આત્મા તને જણાતો નથી. ધન્યવાદ ! આટલી કઠિન વાત આજે કરી છે. આગળની ગાથા આના કરતાં પણ કઠિન છે. પરંતુ કઠિન, કઠિન, આ શબ્દો મગજમાંથી કાઢી નાખજો. હું પણ તમને કહીશ નહિ કે કઠિન છે. પરંતુ આપણે ગંભીરતાથી આત્માને સમજવાનો પ્રયત્ન કર્યો નથી, પુરુષાર્થ કર્યો નથી. આત્મસિદ્ધિ જે સમજ્યો તે આગમો સમજ્યો. આત્મસિદ્ધિ બરાબર સમજ્યો તે અધ્યાત્મનાં શાસ્ત્રો પણ સમજી શકે. આત્માની સત્તા છે, તે બળવાન સત્તા છે. એ કામ કરશે તો જ શરીર, ઈન્દ્રિયો, પ્રાણ કામ કરશે. આ સાધનો આત્માની સત્તાથી પ્રવર્તે છે, તેથી તેઓ આત્માને જાણી શકે નહિ. ધન્યવાદ! આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે માટે ધન્યવાદ. દરેકના અંતરમાં રહેલાં પરમાત્માને મારા પ્રેમપૂર્વક નમસ્કાર. For Personal & Private Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા પ્રવચન ક્રમાંક ૪૪ આત્માનું પ્રગટ સ્વરૂપ ગાથા ક્રમાંક ૫૪ સર્વ અવસ્થાને વિષે, ન્યારો સદા જણાય; પ્રગટરૂપ ચૈતન્યમય, એ એંધાણ સદાય. (૫૪) ટીકા : જાગ્રત, સ્વપ્ન અને નિદ્રા એ અવસ્થામાં વર્તતો છતાં તે તે અવસ્થાઓથી જુદો જે રહ્યા કરે છે, અને તે તે અવસ્થા વ્યતીત થયે પણ જેનું હોવાપણું છે, અને તે તે અવસ્થાને જે જાણે છે,એવો પ્રગટસ્વરૂપ ચૈતન્યમય છે, અર્થાત્ જાણ્યા જ કરે છે એવો જેનો સ્વભાવ પ્રગટ છે, અને એ તેની નિશાની સદાય વર્તે છે; કોઈ દિવસ તે નિશાનીનો ભંગ થતો નથી. (૫૪) હજારો શ્લોકો આ ગાથામાં છે, અને હજારો સિદ્ધાંતો પણ આ ગાથામાં છે. નિશ્ચયનયથી, વ્યવહારનયથી, દ્રવ્યાનુયોગની દ્રવ્યાર્થિક દૃષ્ટિથી, પર્યાયાર્થિકનયની પર્યાયાર્થિક દૃષ્ટિથી, તમામ પક્ષોથી એક અદ્ભુત વાત આ ગાથામાં કરી છે. આત્મસિદ્ધિ શાસ્ત્રના તમામ શબ્દો પારમાર્થિક અને મૌલિક છે. તમામ અધ્યાત્મ શાસ્ત્રો, તમામ ધ્યાનનાં શાસ્ત્રો, તમામ તત્ત્વજ્ઞાનનાં શાસ્ત્રો, તમામ દર્શન શાસ્ત્રો પોતાની તમામ તાકાત એક જ વાત ઉપર વાપરે છે અને તે એ કે આત્મા છે તેનો નિર્ણય કરવો જોઈએ. ૩ જ્ઞાની પુરુષોને બે કામ કરવાં છે, એક તો આત્માનું વર્ણન કરવું છે કે આત્મા આવો છે, આવો છે. અને જેની પાસે વર્ણન કરે છે તેની પાસે નિર્ણય કરાવવો છે. નિર્ણય તમારે કરવાનો છે, પરંતુ એ નિર્ણય કરાવવા એમને સહભાગી થવું છે. એક વખત જો નિર્ણય થયો કે આત્મા છે તો આધ્યાત્મિક ક્ષેત્રમાં તેને પ્રવેશ મળે, અધિકાર મળે અને આધ્યાત્મિક સાધનાનો પ્રારંભ થાય, પ્રારંભ થયા પછી બે શબ્દો આપણી પાસે આવે છે, એક શબ્દ સંવર, અને બીજો શબ્દ નિર્જરા. જ્યાં સુધી આત્મા છે તેમ નિર્ણય ન થાય, અને આત્માનુભવ ન થાય ત્યાં સુધી આસ્રવ થશે. આસ્રવ એટલે કર્મોનું વળગવું. શુભભાવ અને અશુભભાવ થશે. તેથી પુણ્ય અને પાપ થશે. બાહ્ય કર્મકાંડો થશે. તેનાથી પુણ્યબંધ થશે અને સદ્ગતિઓ જેમકે દેવગતિ અને મનુષ્યગતિ મળશે. ઉત્તમ સ્થાન મળશે, ભોગના સાધનો મળશે. સાથે સાથે જગતનાં પદાર્થો પણ મળશે. ધર્મ કરવાનાં પરિણામે પુણ્યબંધ થશે, પણ સંસાર ઊભો રહેશે. સંસારનો અંત નહિ આવે. કારણ કે કર્મોની આવક થાય છે, શાસ્ત્રોએ કહ્યું છે કે શુભાશુભ ભાવથી કાં તો પુણ્યની આવક થાય અથવા પાપની આવક થાય. આ આવક થવી તેને આસ્રવ કહે છે. ‘‘આશ્રવત્તિ કૃતિ આશ્રવા:’’ ચારે તરફથી આત્મામાં કર્મોનું આવવું તેને કહેવાય છે આસવ. કર્મો સારા કે ખરાબ For Personal & Private Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ ૬૪ પ્રવચન ક્રમાંક - ૪૪, ગાથા ક્રમાંક - ૫૪ તમારા જેવાં ભાવ હોય તે પ્રમાણે થવાનાં જ છે. આમ આત્મામાં બીજાનો એટલે કર્મોનો પ્રવેશ થાય છે. પર: પ્રવિણ: તે વિનાશન પર પ્રવેશ કરે તો વિનાશ કરે છે. આત્મા એકલો હોય તો પ્રશ્ન નથી. આત્માનું એકલા હોવું એટલે કર્મો વગરનું હોવું તેનું નામ મોક્ષ છે. પરંતુ આપણે ભાવ કર્યા વગર રહેતાં નથી અને કર્મો આત્માને વળગ્યા વગર રહેતાં નથી. જેમ અજાણ્યા માણસને ઘરમાં રખાય નહિ તેમ આ કર્મો જે અંદર પ્રવેશ કરે છે તેને આત્મામાં રખાય નહિ, પરંતુ આપણે તો પંપાળી પંપાળીને રાખીએ છીએ. શાસ્ત્રોને એમ કહેવું છે કે ત્યાં સુધી સંવર અને નિર્જરાનાં તત્ત્વો આપણાં જીવનમાં ઉમેરાતા નથી. આપણે ધર્મ કરીએ છીએ, ધર્મની સાધના કરીએ છીએ પરંતુ કર્મોનો નાશ થતો નથી. માટે પરમકૃપાળુદેવ કહે છે કે “વહ સાધન બાર અનંત કિયો, તદપિ કછુ હાથ હજુ ન પર્યો, કેવી નવાઈની વાત છે? આ સાધનો અનંતવાર કર્યા પણ ઠેકાણું પડ્યું નહિ. દેવચંદ્રજી મહારાજ પરમકૃપાળુદેવ પહેલાં થઈ ગયા, અને તેમણે પણ કહ્યું કે, આદર્યું આચરણ લોક ઉપચારથી, શાસ્ત્ર અભ્યાસ પણ કાંઈ કીધો, શુદ્ધ શ્રદ્ધાન વળી આત્મ અવલંબન વિનુ, તેહવો કાર્ય તિણે કો ન સીધો. જીવે ધર્મનું આચરણ કર્યું છે. તપ, જપ અને અનુષ્ઠાનો પણ કર્યા છે. ઢગલાબંધ બાહ્ય કર્મકાંડો કર્યા છે. જ્ઞાનીઓ ક્યારેય બાહ્ય કર્મકાંડો કરવાનો નિષેધ કરતાં નથી, પરંતુ અધ્યાત્મ શાસ્ત્રને એમ કહેવું છે કે આ બધા સાધનો અનંતવાર કર્યા છે, પરંતુ એક વખત આત્મા છે તેમ નિર્ણય થયો નથી, તે જો થઈ જાય તો અધ્યાત્મજગતમાં એને પ્રવેશ મળે. તાત્ત્વિક ક્ષેત્રમાં સાધના કર્યા પહેલાં પણ પ્રવેશ મળે છે, નવપૂર્વનો અભ્યાસ થઈ શકે છે, આત્મા છે એ નિર્ણય કર્યા પહેલાં દ્રવ્યલિંગી આચાર્ય થઈ શકાય છે, આત્મા છે તે નિર્ણય કર્યા પહેલાં હજારો શિષ્યોનાં ગુરુ પણ થઈ શકાય છે, અને ઘોર તપ પણ કરી શકાય છે. આત્મા છે તે નિર્ણય કર્યા પહેલાં માખીની પાંખ પણ ન દુભવે, તેવું ચારિત્ર્ય પાળે, છતાં આત્માની બાદબાકી હોવાના કારણે તેને પુણ્યબંધથી વધારે લાભ મળતો નથી. નવમા રૈવેયક સુધી જાય, આગળ નહિ. સંસાર ઊભો જ રહેશે. તમામ શાસ્ત્રો કહે છે કે આત્મા છે એ નિર્ણય કરવામાં તમારી તાકાત વાપરો. પરમકૃપાળુદેવ કહે છે કે બાકીનાં પાંચ પદ તો સહેલાઈથી સ્વીકારી શકાશે, તે માટે બહુ મથામણ નહિ કરવી પડે. તમામ મહેનત પહેલું પદ “આત્મા છે' તેનો સ્વીકાર કરવામાં જ કરવાની છે. એક વખત આનંદ અને ઉલ્લાસમાં આવીને, સદૂભાવમાં આવીને, પ્રેમથી હર્ષિત થઈને હું આત્મા છું તેમ સ્વીકારી નાચી ઊઠો તો મોક્ષ તમારા હાથમાં છે. મોક્ષ માગવો નહિ પડે. ઊંડામાં ઊંડી જો કોઈ ખીણ હોય તો આત્માનો સ્વીકાર નથી કરતાં તે છે. આખો સંસાર સમુદ્ર જો સહેલાઈથી તરવો હોય તો તે આત્મા છે તેવો સ્વીકાર કરવામાં છે. આત્મા છે તેવો સ્વીકાર આધ્યાત્મિક જગતમાં પ્રવેશ કરાવશે, અને આત્મા નથી તેવો સ્વીકાર ભૌતિક જગતમાં પ્રવેશ For Personal & Private Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૫ કરાવશે. અત્યારે આપણે ભૌતિક જગતમાં આસન જમાવીને બેઠા છીએ. આ બધી વાત સાંભળો છો ને ? આ વાત સાંભળો છો માટે ધન્યવાદ. બાકી અત્યારે તો ભૌતિકક્ષેત્રમાં છો. વિષયભોગોની ચિંતા, ધન ઉપાર્જનની ચિંતા, પછી ધન સંગ્રહની ચિંતા, અને ધન મળ્યા પછી ઈન્કમટેક્ષથી બચવાની ચિંતા. આ બધી ચિંતાઓ થાય છે. ભૌતિકક્ષેત્રમાં ભલે હો, પણ જે ક્ષણે આત્મા છે તેવો સ્વીકાર થાય છે, તે ક્ષણે આધ્યાત્મિક ક્ષેત્રમાં પ્રવેશ મળે છે. શિષ્ય પૂછે છે કે ગુરુદેવ ! આત્મા કેમ જણાતો નથી ? અમારી પાસે દેહ, ઈન્દ્રિયો, પ્રાણ, મન બધું છે, તે બધાનો ઉપયોગ કરી જોયો છે - પરંતુ અમને આત્મા જણાતો નથી. ગુરુદેવ કહે છે કે હે શિષ્ય ! તારી વાત સાચી છે, પરંતુ એક વાત સમજી લે. દેહમાં ઘણી ક્ષમતાઓ છે. ઈન્દ્રિયો, મન, પ્રાણમાં પણ ઘણી ક્ષમતાઓ પરંતુ એક માઈનસ પોઈન્ટ, તેમનામાં સ્વતંત્રપણે જાણવાની ક્ષમતા નથી. અને બીજી મહત્ત્વની વાત એ છે કે આ શરીર, ઈન્દ્રિયો, મન અને પ્રાણ, આ ચારે ચાર સાધનો કામ કરે છે તે પોતાની સત્તાથી કરતાં નથી. એ ચાર સાધનો આત્માની સત્તા હાજર હોય તો જ કામ કરશે. સત્તા એટલે બળ, સત્તા એટલે સામર્થ્ય, સત્તા એટલે અસ્તિત્વ અથવા હોવાપણું અને સત્તા એટલે શક્તિ. પ્લગમાં પીન નાખવી પડે. જો પીન પ્લગમાં નાખો તો વિદ્યુત પ્રવાહ ચાલુ. પંખો, ટ્યૂબ લાઈટ, ફ્રીઝ વગેરે સાધનો પોતાની મેળે કામ કરી શકશે નહિ. વિદ્યુત પ્રવાહ જોઈએ અને આશ્ચર્યની વાત એ છે કે ફ્રીઝ ચાલશે, ટ્યુબલાઈટ થશે, પંખો ફરશે પણ વિદ્યુત પ્રવાહ દેખાશે નહિ, પરંતુ જે દેખાતું નથી તેની હાજરી વગર કાર્ય નહિ જ થાય. તેવી રીતે આત્માની સત્તા ન હોય તો શરી૨ ઈન્દ્રિયો, પ્રાણ, મન ક્યારેય કામ કરી શકશે નહિ. શરીર, ઈન્દ્રિયો, પ્રાણ, મન વિગેરે જડપણે પડ્યાં રહેશે. એ કામકાજ તો જ કરી શકે કે વિદ્યુત પ્રવાહની જેમ આત્માની સત્તાનો સંયોગ હોય તો. ગુરુદેવ કહે છે કે તું કહે છે ને કે દેહથી આત્મા જણાતો નથી, પણ તે ક્યાંથી જણાય ? જે આત્માની સત્તાથી શરીર કામ કરે છે તે આત્મા હાઈ ઓથોરીટી તું છો. સત્તા તારી છે. શરીર તો તારી સત્તા તળે છે. ઇંદ્રિયો, પ્રાણ, મન તારી સત્તા તળે કામ કરે છે. તો આ બધા આત્માને કેવી રીતે જાણી શકશે ? આત્માની સત્તા વડે આ બધા શરીર, ઈન્દ્રિયો, પ્રાણ, મન પ્રવર્તે છે. પ્રવર્તવું એટલે ક્રિયામાં સામેલ થવું, કામ કરવું. સ્વીચ ઓન કરો કે વિદ્યુત પ્રવાહ ચાલુ થશે, પંખા, ફ્રીજ બધું કાર્ય કરવા લાગશે તેમ આત્માની જે સત્તા છે તે દાખલ થાય તો જ તમારા સાધનો મન, ઈન્દ્રિયો, શરીર કામ કરે. અંબાલાલભાઈની ટીકા લક્ષમાં લઈએ. ‘દેહ આત્માને જાણતો નથી પણ આત્માની સત્તાથી દેહ કામ કરે છે.’ તમને કંઈ વિચાર આવે છે ખરો કે નાનકડું બાળક, ગુલાબના ગોટા જેવું હોય, તમને વ્હાલ આવે, રમાડવું ગમે, તમે સ્નેહ વરસાવો, પ્રેમ વરસાવો, હૃદયમાં આનંદ અનુભવો પણ એ બાળકમાં ચૈતન્ય હાજર છે ત્યાં સુધી ગમશે. જ્યારે તેમાં ચૈતન્ય For Personal & Private Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ ၄ ၄ પ્રવચન ક્રમાંક - ૪૪, ગાથા ક્રમાંક - ૫૪ હાજર નહિ હોય ત્યારે એ જ બાળક હાથમાં લેવું નહિ ગમે. જેનાથી તે રૂપાળું લાગતું હતું તે તત્ત્વ તેમાંથી ગયું, હવે તેને અડવું પણ નહિ ગમે. તેવી જ રીતે મોર કળા કરે છે ને? તે મોરનું નૃત્ય જોવું ગમશે. શું તેની કળા ! શું તેના પીછાં ! શું તેનો વૈભવ ! શું તેના રંગો ! અને કેવો ઠાઠ ! પરંતુ મોરમાં ચૈતન્ય હાજર છે ત્યાં સુધી મોર જોવો ગમશે. ચૈતન્ય એટલે જીવ નહિ હોય તો મોર જોવો ગમશે નહિ. મોરનું શરીર આત્માની સત્તાથી કામ કરતું હતું. જે શરીર આત્માની સત્તાથી કામ કરે છે એ જડ શરીર આત્માને કેવી રીતે દેખશે? ગુરુદેવ કહે છે, તમે વિચાર કરો કે શરીર છે અને શરીરમાં અનેક પ્રકારની શક્તિઓ પણ છે પરંતુ જડ શરીરમાં સ્વતંત્રપણે જાણવાની શક્તિ નથી. શરીરમાં શું થાય છે તે આત્મા એટલે તમે જાણી શકો પણ તમે અંદર નહિ હો તો શરીર જાણી શકશે નહિ. હું આ વાત ફરી ફરી એટલે કરું છું કે થોડું વધારે ઘુંટવું છે, નિર્ણય કરાવવો છે. આધ્યાત્મિક સાધના થશે ત્યારે થશે, સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થશે ત્યારે થશે અને મોક્ષના દરવાજા ખૂલશે ત્યારે ખૂલશે પરંતુ આ બધું કરતાં પહેલાં આત્માનો નિર્ણય તો કરવો પડશે ને? લગ્ન તો પછી પરંતુ પહેલાં સગપણ તો કરવું પડશે ને? કન્યા નક્કી કર્યા પહેલા માંડવો નાખો, આમંત્રણ પત્રિકાઓ છપાવો, રસોઈયા બોલાવો, ગરબા પાર્ટી રાખો તો કેવું કહેવાય? જો કન્યા જ નક્કી ન હોય અને સગપણ જ ન કર્યું હોય તો લગ્ન કોના કરશો? સગપણ પહેલા કરવા પડે, તેમ અધ્યાત્મ સાધનામાં આત્માનો નિર્ણય પહેલાં કરવો પડશે, પછી બધી સાધનાઓ યથાર્થ થશે. ફરીથી સમજી લ્યો, શરીરની સાથે આત્મા છે તો શરીર સુંદર દેખાય છે. ઈન્દ્રિયો જે કામ કરે છે તે આત્માની સત્તાથી કામ કરે છે. લોકો એમ કહે છે કે આ કાનના દેવતા ઊઠી ગયા. સમજાય છે કંઈ ? જ્ઞાનતંતુ ખસી ગયા અને જ્ઞાનતંતુ ખસી ગયા એટલે આત્માની જ્ઞાનશક્તિ ત્યાંથી ખસી ગઈ અને એટલે હવે કાન કામ કરતાં નથી. તો ઈન્દ્રિયો જે કામ કરે છે તે આત્માની સત્તાથી કામ કરે છે. ઈન્દ્રિયોમાં સ્વતંત્રપણે જાણવાની શક્તિ નથી. જાણવાની પ્રક્રિયા જે વખતે આત્મા કરતો હોય એ વખતે સામેલ થવાની શક્તિ ઈન્દ્રિયોની છે. સહયોગ આપવાની શક્તિ ઈન્દ્રિયોની છે. પરંતુ આત્માની સત્તા વગર ઈન્દ્રિયો કામ નહિ કરે. ત્રીજી વાત છે પ્રાણ. પ્રાણ આપણી શક્તિ છે. શ્વાસોચ્છવાસ તેની અભિવ્યક્તિ કરે છે. અને ચોથું આવે છે મને. મન પણ જડ પરમાણુઓમાંથી જ બને છે. શાસ્ત્રોમાં મનનાં બે પ્રકાર કહ્યાં છે. એક દ્રવ્યમન અને બીજું ભાવમન (આત્માની જ્ઞાન શક્તિ). દ્રવ્યમન તે વિચાર કરવાનું એક સાધન છે. જેમ જીભ, કાન, નાક, આંખ કામ કરે છે તેમ મન વિચાર કરવાનું કામ કરે છે. વેદાંતમાં એક શબ્દ છે અંતઃકરણ. કરણ એટલે ઉપકરણ. પાંચ ઈન્દ્રિયો તે બિહારનાં ઉપકરણ અને મન અંદરનું ઉપકરણ. પરંતુ મન એ સ્વતંત્રપણે વિચાર કરી શકતું નથી, આત્માની સત્તા વડે તે વિચાર કરવાની શક્તિ ધરાવે છે. દ્રવ્યમન તે વિચાર કરવાનું સાધન અને વિચાર કરવાની જે ક્ષમતા શક્તિ છે તેને કહેવાય છે ભાવમન. ભાવમન તે For Personal & Private Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૬૭ આત્માની શક્તિ છે, તેમાં વિચાર કરવાની ક્ષમતા છે. જોનાર આત્મા છે તે જોતી વખતે આંખને વાપરે છે અને રૂપને જાણે છે. સાંભળનાર છે આત્મા અને સાંભળતી વખતે વાપરે છે કાન, તેથી તે શબ્દને જાણે છે. સ્વાદ જાણનાર છે આત્મા પણ સ્વાદ કરતી વખતે વાપરે છે જીભ, અને એ સ્વાદને જાણે છે. વિચાર કરનાર છે ભાવમન અને વિચાર કરતી વખતે દ્રવ્યમન વાપરે છે. દ્રવ્યમન એકલું વિચાર કરી શકે નહિ. ‘આત્માની સત્તા વડે તેહ પ્રવર્તે જાણ.’ આ શબ્દો પચાસ વખત મેં ઘૂંટાવ્યા. આત્માની સત્તા વડે કામ થાય. આત્માની સત્તા વગર કામ થાય નહિ. સત્તા એટલે અસ્તિત્વ, બળ અથવા સામથર્ય. કહે છે ને કે ઈશ્વરની સત્તા વગર પાંદડું પણ હલી શકતું નથી. લોકો કહે છે કે અમારા ઘરમાં એમની સત્તા વગર કશું જ ન થાય, તેમ આત્માની સત્તા વગર કશું જ ન થાય. ‘આત્માની સત્તા વડે તેહ પ્રવર્તે જાણ.’ શરીર ભલે રહ્યું, ઈન્દ્રિયો ભલે રહી, મન ભલે રહ્યું, પ્રાણ ભલે રહ્યા પરંતુ જો આત્મા નહિ હોય તો બધું જડપણે પડ્યું રહેશે. કોઈપણ કામ કરી શકશે નહિ. વાત સ્પષ્ટ થાય છે ? આટલો નિર્ણય જો થઈ જાય કે દેહની સત્તા ઉપર તમારી સત્તા, ઈન્દ્રિયોની સત્તા ઉપર તમારી સત્તા, પ્રાણની સત્તા ઉપર તમારી સત્તા અને મન ઉપર પણ તમારી સત્તા. You are last and supreme authority, તે મહત્ત્વનું છે. પરંતુ આજે એવી પરિસ્થિતિ નથી. ઈન્દ્રિયોની સત્તા તમારા ઉપર છે. શરીરની સત્તા તમારા ઉપર છે. મનની સત્તા તમારા ઉપર છે. તમે કહેતાં હો છો કે મારું બેટું મન કાબૂમાં નથી. અરે ! તું મનનો માલિક છો કે મન તારું માલિક છે ? કલેક્ટર કહેશે કે પટાવાળો મારું માનતો નથી, તેના જેવી વાત થઈ. મનને જીતવાનું અને મનને વશ કરવાનું હોય જ નહિ. મન તો સાધન છે. અરે ! તારા હાથમાં સત્તા અને અધિકાર જોઈએ, તમે ગાડીમાં બેઠા છો, તમારે પૂર્વ દિશામાં જવું છે અને ગાડી પશ્ચિમ દિશામાં ચલાવો છો, અને પછી રડો છો કે ગાડી મારું માનતી નથી. એ પશ્ચિમ દિશામાં દોડી જાય છે. કોઈ તમને પાગલ જ કહેશે. તારા સ્ક્રૂ ઢીલા લાગે છે. તું ગાડીમાં બેઠો છે, તું જ ગાડી ચલાવનાર છે તો ગાડી બીજી દિશામાં કેમ દોડે ? મન ઉપર તારી સત્તા છે. શરીર ઉપર તારી સત્તા છે, ઈન્દ્રિયો, પ્રાણ અને મન ઉપર તારી સત્તા છે. પરંતુ સાહેબ ! તમને સત્તા બજાવતાં આવડવી જોઈએ ને ? સત્તા બજાવતાં ન આવડે તો સત્તા હાથમાં હોવા છતાં પણ સત્તા કામ કરી શકે નહિ, તો આત્માની સત્તાથી આ મન, પ્રાણ, ઈન્દ્રિયો, શરીર બધું પ્રવર્તે છે. બહુ મહત્ત્વની વાત છે આ. બધા ગૌણ થઈ ગયાં. શરી૨ ગૌણ, ઈન્દ્રિય ગૌણ, મન ગૌણ અને પ્રાણ પણ ગૌણ. તો મુખ્ય કોણ ? મુખ્ય આત્મા છે. પરંતુ આજે આપણા માટે શરીર, ઈન્દ્રિય, મન, પ્રાણ મુખ્ય થઈ ગયા છે. જે દિવસે આ ૫૪મી ગાથા સ્પષ્ટ થશે, તે દિવસે તમારા હાથમાં રાજ હશે. ‘અપને ઘરમેં અપના રાજ.’ આજે આપણા ઘરમાં આપણું રાજ નથી. કેટલાયનાં રાજ ચાલે છે ! અમે એક જગ્યાએ વહોરવા ગયેલાં, ત્યાં સોફો ઘરની બહાર પડેલો જોયો. પૂછવાની For Personal & Private Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ ૬૮ પ્રવચન ક્રમાંક - ૪૪, ગાથા ક્રમાંક - ૫૪ અમારે કંઈ જરૂર ન હતી પરંતુ પૂછ્યું કે આમ કેમ? તો કહે સાહેબ, હજી નક્કી થતું નથી કે ક્યાં મૂક્વો? એક કહે છે અહીં મૂકો, બીજો કહે છે અહીં મૂકો. બધાના મત જુદાં જુદાં છે, નિર્ણય થતો નથી ત્યાં સુધી આ શેરીનાં કુતરાઓને આ સોફાનો લાભ મળે છે. તમારા ઘરમાં તમારું ચાલે નહિ ? તમારી સત્તા નહિ ? દેહ ઉપર તમારી સત્તા છે, ઈન્દ્રિયો ઉપર તમારી સત્તા છે, પ્રાણ ઉપર તમારી સત્તા, મન ઉપર પણ તમારી સત્તા છે, છતાં તમે લાચારી ભોગવો છો કે શું કરીએ ? ઈન્દ્રિયો અમારા કાબૂમાં નથી, આંખ કહ્યું કરતી નથી. અરે ! ભલા માણસ! વિચાર તો કર, આ આંખમાં તું જો નહિ ભળે તો તે કશું કરી નહિ શકે. સમજાય છે? તું જો નહિ ભળે તો એકલી આંખ જોવાનું કાર્ય કરશે નહિ. તું જો ન ભળે તો એકલા કાન સાંભળવાનું કાર્ય કરી શકશે નહિ. તું અંદર જો ન ભળે તો એકલાં પ્રાણ કામ કરી શકશે નહિ. તું ભળે છે તો કામ થાય છે, એટલે તારી જ સત્તા છે. આજે નિર્ણય કરી લો કે હવે આ શરીર ઉપર, મન ઉપર, ઈન્દ્રિયો અને પ્રાણ ઉપર આપણી જ સત્તા છે. આકરું તો પડશે કેમકે વર્ષોથી આ નોકરો સ્વતંત્ર રહ્યા છે અને એ કહે તેમ જ થાય છે. આપણી સત્તા માટે તાકાત જોઈશે. એ તાકાતને શાસ્ત્રો સંયમ કહે છે. આંખ ઉપર આપણો કાબૂ, જોવું હોય તો જોઈએ અને ન જોવું હોય તો ન જોઈએ. પણ ન જોવું હોય તો આંખ પટપટ થાય અને જોવું હોય તો આંખ તૈયાર ન થાય તે કેમ ચાલે? શક્તિ તમારી, સત્તા તમારી અને વાપરે છે અને પાછા તમને નુકસાન કરે. કોઈપણ આવું ન ચલાવે. સમજાય છે? સત્તા તમારી, શક્તિ તમારી અને વાપરે ઈન્દ્રિયો અને મન? બંધ કોને પડે ? આત્માને પડે છે. એ કેવી અચરજની વાત કહેવાય? “આત્માની સત્તા વડે તેહ પ્રવર્તે જાણ.” માટે હે શિષ્ય ! તું જાણી લે. તારી સત્તા વગર એટલે આત્માની સત્તા વગર શરીર, મન, પ્રાણ જડપણે પડ્યા રહે છે. વારે વારે એ ખ્યાલમાં રાખજે કે આત્માની સત્તા અને હયાતિ વગર શરીર જડપણે પડ્યું રહેશે. ઈન્દ્રિયો અને મન પણ જડપણે પડ્યાં રહેશે. આત્માની સત્તાથી જ એ કામ કરે છે, ક્રિયા કરે છે. અને આત્માની સત્તા પામીને આ બધામાં કામ કરવાની ક્ષમતા આવે છે. ભાઈ ! તું એમ કહે છે ને કે દેહ કેમ આત્માને જાણતો નથી? દેહ એટલા માટે જાણતો નથી કે દેહ જડ છે અને તે આત્માની સત્તા વડે જ કામ કરે છે. ઈન્દ્રિયો પોતે કામ કરતી નથી પરંતુ તે આત્માની સત્તાથી કામ કરે છે. પ્રાણ આત્માને જાણતો નથી કેમકે પ્રાણ પોતે આત્માની સત્તાથી કામ કરે છે. તું એમ કહે છે ને કે મનથી આત્મા કેમ જણાતો નથી? તો મન આત્માની શક્તિથી જ કામ કરે છે. તો આત્માની સત્તા વડે જ આ બધા પ્રવર્તે છે. માટે દેહ ઈન્દ્રિયો, પ્રાણ અને મન આત્માને જાણી શકતાં નથી. છેલ્લી વાત, આ ચારે ચાર સાધનો તમામ પ્રકારની શક્તિવાળાં હોવા છતાં એમનામાં બે ખામી છે. એક સ્વતંત્રપણે જાણવાની શક્તિ નથી. અને બીજું આત્માની સત્તા વગર તે કામ કરી શકે નહિ. હે શિષ્ય ! તું આ બન્ને વાત જાણી લે. સમજી લે. હજુ આ વાત સ્થૂળ છે. હજુ ઊંડાણમાં જવું છે? તમે મારી સાથે આવો આપણે હજુ ઊંડાણમાં ઊતરીને સમજીએ. For Personal & Private Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ ૬૯ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા શું છે ઊંડાણ? સર્વ અવસ્થાને વિષે, ન્યારો સદા જણાય, પ્રગટરૂ૫ ચૈતન્યમય, એ એંધાણ સદાય. આ ૫૪ મી ગાથા આત્મસિદ્ધિની અદ્ભુત ગાથા છે. પહેલી વાત સમજી લેજો. ગર્ભમાં જ્યારે તમે આવ્યાં તેના પહેલાં ક્યાંક તમે હતાં, પછી માતાના ગર્ભમાં આવ્યાં. ગર્ભમાં આવ્યા ત્યારે તમે તેનાથી જુદા હતાં અને જુદા હતાં માટે આવ્યા. જુદા ન હોત તો આવત કેવી રીતે? તો ગર્ભની અવસ્થા છે તેનાથી પણ આ જુદો છે. જન્મ થયો, દેહ પ્રગટ થયો, અને દેહમાં ચૈતન્ય પણ ઊતર્યું. જન્મનો અર્થ એ થાય કે જે ચેતના દેહમાં ઊતરી, એવા દેહની સાથે આનું ધરતી ઉપર આવવું તેનું નામ જન્મ. દેહનો જન્મ થયો પણ તે વખતે તમે તેનાથી જુદા એટલે દેહથી જુદા. કારણ કે કોઈ ચેતના દેહમાં ઊતરી છે. પહેલેથી દેહ સાથે નથી. જન્મ થયો અને ગર્ભાવસ્થા ગઈ અને તમે રહ્યાં. જન્માવસ્થા ગઈ તમે રહ્યા, પછી બાલ્યાવસ્થા આવી ત્યારે પણ તમે રહ્યા. બાલ્યવસ્થા ગઈ અને યુવાવસ્થા આવી ત્યારે પણ તમે રહ્યા. યુવાવસ્થા ગઈ અને ઘડપણ આવ્યું તેમાં પણ તમે તો રહ્યા. આટલી બધી અવસ્થા આવી અને ગઈ. અવસ્થાઓ બદલાણી પણ તમે તો રહ્યા. બધી અવસ્થાઓથી તમે સદાય જુદા જ છો. એવો જે જુદો છે તેને હે શિષ્ય ! અમે આત્મા કહીએ છીએ. સમજાય છે ? આ આત્મા છે. ફરીથી સમજો, તમે જાગો છો અને કહો છો કે હું જાણું છું. આખી રાત જાગ્યો મતલબ કે તમે જુદા છો. તમને સ્વપ્ન આવ્યું કે હું ચૂંટણીમાં ઊભો રહ્યો, ચૂંટાઈ ગયો. વડાપ્રધાન થયો, રાષ્ટ્રપતિ ભવનમાં શપથ વિધિ ચાલે છે, હું શપથ લઈ રહ્યો છું અને તેમાં નીચેથી ખટારાનો અવાજ આવ્યો અને ઊંઘ ઊડી ગઈ. રાષ્ટ્રપતિ ભવન ગાયબ, વડાપ્રધાન પદ ગાયબ તમને ખબર પડી કે તમે તો હતાં ત્યાંના ત્યાં જ છો. એ સ્વપ્ન અવસ્થાનાં જાણનાર અને માણનાર તમે જ હતાં, પણ તમે તેનાથી જુદાં જ છો. સ્વપ્ન ગયું પરંતુ તમે રહ્યા કે ન રહ્યાં? જો સ્વપ્ન અને તમે એક હોત તો તમે પણ જાત. ત્રીજી અવસ્થા સુષુપ્ત અવસ્થા છે – ગાઢ નિદ્રાની અવસ્થા છે. ઊંઘમાંથી ઊઠીને તમે કહો છો કે એવી સરસ ગાઢ નિદ્રા આવી ગઈ કે કંઈ ખબર જ ન પડી કે કેટલા વાગ્યા? આનો અર્થ એ થયો કે ગાઢ નિદ્રા આવી ખરી પણ અંદર જાણનાર જુદો છે અને એ જાગતો હતો. જાગતો રહ્યો છે. સુષુપ્ત અવસ્થાથી પણ જુદો, જાગૃત અવસ્થાથી પણ જુદો, સ્વપ્ન અવસ્થાથી પણ જુદો જન્મ, બાલ્યાવસ્થા અને યુવાવસ્થાથી પણ જુદો. ચિંતા કરશો નહીં, આપણે મરતાં નથી પરંતુ શરીર મરે છે. યહ જીવ હૈ સદા અવિનાશી, મર મર જાયે શરીર, ઉસકી ચિંતા કછુ નવ કરના, હુઈ અપન ધર્મ ધીરા. આતમરામ સયાને, જો તું તો જુઠા ભરમ ભૂલાને વાલા. For Personal & Private Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ક્રમાંક - ૪૪, ગાથા ક્રમાંક - ૫૪ આ સંતોએ કેટલી અદ્ભુત વાતો કરી છે. ભાઈ, આત્મા સદા અવિનાશી છે. શરીર મરે છે, શરી૨ વારે વારે મરે છે તો એની ચિંતા શું કરવી ? શરીર તો મરે જ ને ? અહીં એમ કહેવું છે કે આ બધી અવસ્થાઓથી આત્મા જુદો છે. આત્મા અને શરીર એક છે એવા જૂઠા ભ્રમમાં તું પડી ગયો છે. ૭૦ જરા ઊંડાણમાં વધારે ઊતરીએ. તત્ત્વજ્ઞાનની પરિભાષામાં એમ કહેવાય કે નોકર્મથી (શરીરથી) આત્મા જુદો, દ્રવ્યકર્મથી (આઠ કર્મોથી) પણ આત્મા જુદો અને ભાવકર્મથી (રાગ, દ્વેષ આદિથી) પણ આત્મા જુદો છે. શરીરથી જુદો, કર્મોથી જુદો અને રાગ દ્વેષથી પણ આત્મા તો જુદો જ છે. અરે ! ક્રોધ આવ્યો ને ! એક ક્ષણભર માટે ક્રોધ આવ્યો. એ ક્રોધની એક તમારામાં અવસ્થા થઈ. પાંચ મિનિટ પછી ક્રોધ શાંત થયો અને ક્રોધની અવસ્થા ગઈ, પણ તમે તો રહ્યાં. તો ક્રોધથી પણ તમે જુદાં છો. તેવી રીતે રાગ અંદર થયો, રાગને તમે જાણ્યો એટલે રાગથી પણ તમે જુદા જ છો. તેવી રીતે દ્વેષભાવ થયો. તમે જાણ્યું કે તમને આ વ્યક્તિ પ્રત્યે દ્વેષ થયો, દ્વેષની તમને ખબર પડી અને પાંચ મિનિટ પછી દ્વેષ ભાવ પણ શાંત થયો, તો દ્વેષથી પણ તમે જુદાં જ છો. આમ અસંખ્ય અવસ્થાઓ આત્માની હાજરીમાં થાય છે પણ આત્મા આ બધી અવસ્થાઓથી હંમેશા જુદો છે. અવસ્થાઓ આવે અને જાય, બદલાતી જાય પરંતુ આ અવસ્થાને જાણનાર આત્મા જુદો છે. જુદો હોય તો તેને જાણે ને ? આત્મસિદ્ધિની આ અલૌકિક વાત છે. સમજી લો જરા, અંદર રાગ થાય છે. રાગ એટલે મમતા, એટેચમેન્ટ, આસક્તિ. તમને રાગ થયો તેમ જણાય છે પણ રાગની અવસ્થાથી તમે જુદા છો. તમે રાગમય થઈ જતાં નથી. જો રાગમય થઈ જવાય તો તમારું અસ્તિત્વ જ ન રહે. રાગ થાય છે ખરો પણ રાગથી જુદો, દ્વેષ થાય છે ખરો પણ દ્વેષથી જુદો, અહંકાર થાય છે પણ અહંકારથી જુદો, એવી અનેક અવસ્થાઓ થાય છે અને તું તેનાથી ન્યારો જુદો જ રહે છે. રાગ મટીને પાછો દ્વેષ થાય છે. પરંતુ દ્વેષથી જુદો છે. દ્વેષની અવસ્થા બદલાઈ ક્રોધ આવે છે, પછી અહંકાર આવે છે પરંતુ તું આ ક્રોધથી, અહંકારથી જુદો અને જે જે જુદી અવસ્થાઓ તારામાં થાય છે તે બધી અવસ્થાઓથી તું જુદો જ છે. અસંખ્ય અવસ્થાઓ આત્મામાં થાય, પણ આત્મા સર્વ અવસ્થાઓથી ન્યારો છે, જુદો છે, સર્વ અવસ્થાઓનો જાણનાર આત્મા સર્વદા જુદો જ છે. આ ૫૪ મી ગાથા તે તત્ત્વજ્ઞાનની ગાથા નથી પણ સાધનાની ગાથા છે. અંદર ક્રોધ ઊઠ્યો. તમને થાય કે ક્રોધ આવ્યો, બે મિનિટ, પાંચ મિનિટ, દશ મિનિટ અને પછી તે વિલીન થઈ ગયો. ક્રોધ આવ્યો તે અંદરમાં અવસ્થા થઈ, પણ જેણે ક્રોધને જાણ્યો તે ક્રોધથી જુદો રહ્યો. ક્રોધ તો શમી ગયો પણ જાણનાર રહ્યો, જોનાર રહ્યો, તેનાથી તે ન્યારો છે, જુદો છે. આપણે કહીએ છીએ ને કે ક્રોધને જીતવા પુરુષાર્થ કરો, પ્રયત્ન કરો. તમે સમજી લેજો કે ક્રોધને જીતવાનો પુરુષાર્થ કરવાની વાત એટલા માટે બેસતી નથી કે ક્રોધની અવસ્થાથી તું જુદો For Personal & Private Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૭૧ છે. જુદો છે તો કોને જીતવા હેડ્યો? ગુંચવાડો થશે પણ ગુંચવાડો કરશો નહિ પણ એટલું જાણી લો કે આ અવસ્થા તમારાથી જુદી છે. તમારા કપડાં ધોબીને ત્યાં ગયા અને પાછા લેવા ગયાં તો ભૂલથી બીજા કોઈનાં કપડાં તમારે ત્યાં આવ્યાં. તમારા નામને બદલે બીજાનું નામ અને નિશાની જોઈ. તમે તુરત જ ધોબી પાસે જઈને કહો છો કે ભાઈ આ કપડાં મારાં નથી. તરત જ સોંપી દો છો ને? અને તમારી નિશાનીવાળા કપડાં આવે તો કહો છો ને કે આ મારાં કપડાં છે. આ કપડાં બીજાનાં, મારા છે જ નહીં, હક કોના ઉપર કરું? તેવી રીતે ક્રોધ મારો નથી. રાગ મારો નથી, દ્વેષ મારો નથી , અહંકાર મારો નથી, હું અંદર ભળું છું અને તેમને મારા માનું છું એટલે બંધાઉં છું. કર્મ મને વળગે છે. આ ગાથા પ્રચંડ સાધનાની છે. તમે જુદાં જ છો. “સર્વ અવસ્થાને વિશે ન્યારો સદા જણાય.” બધી અવસ્થાઓમાં એ હાજર હોવા છતાં એ જુદો રહ્યાં કરે છે. એ એ રૂપે થતો નથી અને એ અવસ્થા વ્યતીત થઈ જાય તો પણ તેની હાજરી તો હોય જ. બાળપણ ગયું, પરંતુ તમે રહ્યા કે નહિ? કહો ને કે અમે તો છીએ. પછી આમાં તમને શું મૂંઝવણ થાય છે ? યુવાવસ્થા ગઈ પણ તમે રહ્યાં ને ? વૃદ્ધાવસ્થા ગઈ. તમે રહ્યા કે નહિ ? મરશો ત્યારે તમે રહેશો કે નહિ ? રહેશો. હિંમતથી હા કહો ને કે રહીશું. બીજું શરીર મળશે. દેહ વિનાશી, હું અવિનાશી, અપની ગતિ પકરેંગે, નાસી જાસી, હમ સ્થિરવાસી, ચોખે બેંનિખરેંગે, અબ હમ અમર ભયે ન મરેંગે. અભુત ગાથા છે આ ! આ સાધના છે. એક વખત નક્કી કરી લ્યો કે આ બધી અવસ્થાઓથી આત્મા જુદો છે. સૌથી અળગો અને ન્યારો છે. એ સર્વમાં છે. સૌથી અળગું એવું આત્મતત્ત્વ છે. તમામ અવસ્થાઓમાં એ હાજર છે, તેનું હોવાપણું છે. પરંતુ એ અવસ્થાઓ બદલાય છે અને પોતે કાયમ રહે છે, પોતે કદીપણ બદલાતો નથી. આવું જેનું હોવાપણું છે એને કહેવાય છે ચૈતન્યમૂર્તિ ભગવાન આત્મા. જરા વિચાર તો કરો કે તમે અનાદિકાળથી સંસારમાં છો અને સંસારમાં કેટલાંયે પરિભ્રમણ કર્યા. કેટલી જુદી જુદી ગતિઓમાં રહ્યાં, દેવગતિમાં હતાં; પશુગતિમાં હતાં, નરકગતિમાં પણ હતાં, મનુષ્યગતિમાં હતાં, પુરુષ તરીકે થયા, એકેન્દ્રિય થયા, બે ઈન્દ્રિય થયા અને પંચેન્દ્રિય પણ થયાં. સંજ્ઞી અને અસંજ્ઞી પણ થયાં. બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય પણ થયાં. આ બધાં થયાં. આજે કાંઈ પણ છે? એ બધું ગયું. બધામાં રહ્યાં છતાં આ બધાથી અળગા છે. આ બધાથી અળગો, “સર્વ અવસ્થાને વિષે ન્યારો સદા જણાય.” બધી અવસ્થાઓમાં એ સદા ન્યારો છે, તે જુદો છે, અલગ છે. સ્વતંત્ર છે. અને હંમેશા એ બધી અવસ્થાઓથી જુદો રહ્યા જ કરે છે. તે અવસ્થાઓ વ્યતીત થઈ, તે અવસ્થાઓ બદલાઈ ગઈ, ચાલી ગઈ, પણ તમે રહ્યાં. ભગવદ્ ગીતામાં એક નાનકડી કડી મૂકી છે.. वासांसि जीर्णानि यथा विहाय For Personal & Private Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ ૭૨ પ્રવચન ક્રમાંક - ૪૪, ગાથા ક્રમાંક - ૫૪ દિવાળી આવી રહી છે, તમે જૂનાં કપડાં ઉતારી નાખવાના અને નવાં કપડાં પહેરવાના. જુના ઉતારશો, નવા પહેરશો એમાં તમે કંઈ બદલાશો? કપડાં બદલાયાં પરંતુ તમે તો તેના તે જ છો. કપડાંના બદલાવાથી તમે બદલાઈ જતાં નથી. તમે તો એના એ જ છો. આ બધી અવસ્થાઓમાં એ ન્યારો જણાય અને એ બધી અવસ્થાઓ બાલ્યાવસ્થા યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થા આદિને જાણે છે. - છેલ્લો શબ્દ – પ્રગટરૂપ ચૈતન્યમય. શિષ્ય ! તું એમ કહે છે ને કે આત્મા જણાતો નથી. અરે ! આત્મા તો પ્રગટ છે. આ રહ્યો આત્મા. આત્મા તો પ્રગટ છે. કઈ રીતે? તે ચૈતન્યમય છે એટલે એ બધાને જાણે છે, જાણ્યા જ કરે છે. એણે બાલ્યવસ્થાને જાણી, યુવાવસ્થાનેજાણી, વૃદ્ધાવસ્થાને જાણી, જાગૃત, સુષુપ્ત અને સ્વપ્ન અવસ્થાને પણ જાણી, ક્રોધને જાણ્યો, અહંકારને જાણ્યો, રાગને જાણ્યો, શુભભાવ, અશુભભાવ અને શુદ્ધભાવને પણ જાણ્યો. દેહને જાણ્યો, કર્મને જાણ્યાં; ભાવકર્મને પણ જાણ્યાં. સૌને જાણનાર એ બેઠો છે અને સૌથી અલગ છે. એ એની સત્તા છે, “પ્રગટરૂપ ચૈતન્યમય', એ પ્રગટ છે. તું એમ કહે છે ને કે આત્મા જણાતો નથી પણ તે “પ્રગટ રૂપ' એનો ચૈતન્યમય સ્વભાવ પ્રગટ છે, એનું સ્વરૂપ ચૈતન્મય છે તેથી તે પ્રગટ છે. ચૈતન્ય એટલે-જ્ઞાન, ચિતિ, ચેતના, જાણવું અને જોવું, આ પ્રક્રિયા જેનામાં થાય છે તેને કહેવાય છે ચૈતન્ય. આ ચૈતન્ય જાણ્યા જ કરે છે, જાણ્યા જ કરે છે, સદાકાળ જાણ્યા જ કરે છે. આવો જાણ્યા કરવાનો જેનો સ્વભાવ છે તે આત્મા છે. અને જાણ્યા કરવું તે એંધાણ છે. આ શુદ્ધ કાઠિયાવાડી શબ્દ છે – “એ એંધાણ સદાય', એંધાણ એટલે ચિન્હ, એંધાણ એટલે લક્ષ, એંધાણ એટલે નિશાની. “પ્રગટરૂપ ચૈતન્યમય” એ આત્માનું સદાય ટકનારું એંધાણ છે. એવા આત્માને હે શિષ્ય ! તું જાણ. આગળની ગાથા ૫૫ અને ૨૬ બે ગાથાઓમાં પરમકૃપાળુદેવ વિનોદ પણ કરે છે ને વિનોદ કરી મીઠો ઠપકો આપે છે. મારે આ ગાથાઓ સમજાવવામાં ઉતાવળ કરવી નથી. કારણ કે એક એક શબ્દને જુદો જુદો જોવો છે, પૃથક્કરણ કરવું છે. મારે કહીને છૂટવું નથી, પરંતુ તમારા હૈયામાં ઉતારવું પણ છે. અને જે દિવસે હૈયામાં જશે તે દિવસે અમારા આનંદનો પાર નહિ રહે. ધન્યવાદ! આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે માટે ધન્યવાદ.દરેકના અંતરમાં રહેલા પરમાત્માને મારા પ્રેમપૂર્વક નમસ્કાર. For Personal & Private Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા પ્રવચન ક્રમાંક - ૪૫ ગાથા ક્રમાંક - પપ-પ૬ તર્કથી આત્મસિદ્ધિ ઘટ, પટ આદિ જાણ તું, તેથી તેને માન; જાણનાર તે માન નહિ, કહીએ કેવું જ્ઞાન? (૫૫) ટીકાઃ ઘટ, પટ આદિને તું પોતે જાણે છે, “તે છે” એમ તું માને છે, અને જે તે ઘટ, પટ આદિનો જાણનાર છે તેને માનતો નથી; એ જ્ઞાન તે કેવું કહેવું? (૫૫) અત્યંત સાવધાનીથી અને પૂરેપૂરા જાગૃત બનીને આ મૌલિક શબ્દો છે એને તથા તેનો જે અર્થ છે એ બન્નેને લક્ષમાં લેવાનો પૂરેપૂરો પુરુષાર્થ કરજો. જીવનનું પરિવર્તન થાય, ક્રાંતિ થાય, જીવનમાં ટ્રાન્સફરમેશન થાય, એવી આ પળ છે. સમગ્ર જીવનનું રૂપાંતરનો પ્રારંભ થાય એવી આ ઘટના છે. જેમણે જીવનમાં પરિવર્તન કરવું છે, જેમણે જીવનનું રૂપાંતર કરવું છે, જેમણે જીવનમાં વિકસિત થવું છે, જેણે અવસ્થા બદલવી છે, તેણે સાવધાનીપૂર્વક આ શબ્દો લક્ષમાં લેવા પડશે. ઉઘાડી આંખે જે આપણને દેખાય છે, તેને કોઈ વિશ્વ કહે છે, કોઈ સંસાર કહે છે, કોઈ જગત કહે છે. પરંતુ કોઈ જ્ઞાનીને પૂછો તો જ્ઞાની એમ કહેશે કે પુદ્ગલની આ જુદી જુદી અવસ્થાઓ છે. આ અવસ્થા એટલે time being રચના, કાયમ નહિ, પરંતુ અમુક સમય પૂરતી મર્યાદિત રચના. આ મર્યાદિત શબ્દ વાપરીએ ત્યારે તે ૫૦ વર્ષ હોઈ શકે, ૬૦ કે ૭૦ વર્ષ પણ હોઈ શકે અને ૧૦૦ વર્ષ કે તેથી વધારે પણ હોઈ શકે. અવસ્થાઓ બદલાયા કરશે. આજે જગતમાં તમે કંઈપણ જુઓ છો તે જુદી જુદી અવસ્થાઓને જુઓ છો. એક બાળકને સતત જોશો તો પ્રત્યેક ક્ષણે બાળક બદલાય છે. બાળકમાં બદલાવાની પ્રક્રિયા બાલ્ય અવસ્થાથી તે વૃદ્ધાવસ્થા સુધી અને મૃત્યુની છેલ્લી ક્ષણ સુધી ચાલશે. એક કપડું બજારમાંથી લાવ્યા, બહુ સુંદર છે. ૨૫ જણને બતાવ્યું, બધાએ માથું પણ હલાવ્યું, પહેર્યું પણ ખરું અને થોડા વખત પછી એ કપડું જોવા જશો તો ઘરમાં તમને મસોતાં તરીકે મળી આવશે. બહેનોને મસોતું એટલે શું તે ખબર છે. નવું કપડું કેટલું સુંદર હતું પણ વખત જતાં ધીરે ધીરે અવસ્થા બદલાઈ ગઈ. દૂધ આવ્યું, તેમાંથી દહીં બનાવ્યું, પછી માખણ, પછી ઘી થયું, વાપર્યું એટલે પેટમાં ગયું. તેમાંથી મળ થયો અને પછી ખાતર થયું. વસ્તુઓની આવી અસંખ્ય અવસ્થાઓ બદલાય છે. ક્ષણે ક્ષણે બદલાય છે. જગતનો અર્થ શું? અવસ્થાંતર નિરંતર જ્યાં થાય છે તેને કહેવાય છે જગત. For Personal & Private Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ ૭૪ પ્રવચન ક્રમાંક - ૪૫, ગાથા ક્રમાંક - ૫૫-૫૬ - આ જગતમાં કંઈપણ સ્થિર નથી. તમે ગમે તેટલી મહેનત કરો પણ કાયમ રહેશે નહિ. એક ભાઈ મકાન બનાવતા હતા, ત્યારે કડિયાને કહેતા હતા કે ‘તું પાંચ રૂપિયા વધારે લેજે પણ પ્લાસ્ટર એવું કરજે કે કાંકરી પણ ખરવી ન જોઈએ.’ આમ ભલામણ કરતા હતા ત્યાં એક મુનિ ત્યાંથી નીકળ્યા અને ભલામણ સાંભળી મુનિ સહેજ હસ્યા ! શેઠે કહ્યું કે હું મારા મહેલ માટે ભલામણ કરું છું તેમાં આપને હસવું કેમ આવે છે ? મુનિ કહે, ભાઈ ! મને આશ્ચર્ય એ થાય છે કે આ પ્લાસ્ટરની કાંકરી નહિ ખરે પણ તારી કાંકરી ખરી જશે તેની તને ચિંતા નથી. સીમેંટની જાહેરાત આવે છે કે કદી પણ ન ખરે અને વર્ષો સુધી ચાલે તેવી સીમેંટ, દીકરાના દીકરા આવે ત્યાં સુધી મકાન એવું જ રહે, તેવું જોયું છે ? આ અવસ્થાઓ બદલાયા જ કરે છે. એક બીજ હતું, તેને વાવ્યું તો તેમાંથી અંકુર ફૂટ્યો, છોડ થયો, કળીઓ આવી, ફૂલો ખીલ્યાં, ફળ આવ્યાં અને ફળ ખવાઈ ગયાં કે ખરી ગયાં. શાસ્ત્રોને કહેવું છે કે જગતમાં આવી અનંત અવસ્થાઓ પુદ્ગલમાં થાય છે અને તે પુદ્ગલ એ અવસ્થાને કે પોતાને જાણતું નથી. પુદ્ગલને ખબર નથી કે આ અવસ્થા કેવી છે ? કોની છે ? કેવા પ્રકારની છે ? જગતમાં જેટલા પદાર્થો છે તે બધા જ રહેવાના અને જુદી જુદી અવસ્થાઓમાં બદલાઈને રહેવાના. નરસિંહ મહેતાએ એમ કહ્યું કે સોનામાંથી ક્યારેક હાર થાય, ક્યારેક તેમાંથી કુંડળ થાય, તે ભાંગીને તેમાંથી બંગડીઓ પણ થાય, તેમાંથી ક્યારેક ઝાંઝર પણ બનાવી શકાય. નવા નામોની અમને ખબર નથી. સોનામાં વિવિધ ઘાટ ઘડાય છે. ઘાટ ઘડિયા પછી, નામ રૂપ જાજવાં; અંતે તો હેમનું હેમ હોયે. આ ઘાટ ઘડ્યા પછી નામ જુદાં જુદાં, રૂપ જુદાં, આકૃતિઓ પણ જુદી જુદી, પણ છે તો સોનું જ. મૂળમાં સોનું, તેમાંથી બધું બન્યા કરે. પુદ્ગલની, જડ પદાર્થોની વાત કરી. ધર્માસ્તિકાય દ્રવ્ય સમગ્ર જગતમાં છે પણ તે દેખાતું નથી, અધર્માસ્તિકાય દ્રવ્ય પણ દેખાતું નથી. આકાશાસ્તિકાય અને કાળ દ્રવ્ય પણ દેખાતાં નથી. આત્મા નામનું દ્રવ્ય પણ દેખાતું નથી. આ પાંચ દ્રવ્યો દેખાતાં નથી. દેખાય છે માત્ર પુદ્ગલ દ્રવ્ય. જાતજાતની બનાવટો પુદ્ગલમાંથી બને છે. કાકાસાહેબ કાલેલકરે એક અનુભવ નોંધ્યો છે. તેઓ દક્ષિણ ભારતમાં ગયેલા, ત્યારે એક યજમાને તેમને ભોજન લેવા નિમંત્ર્યા. યજમાન ભક્તિભાવવાળા હતાં, તેમને કાકાસાહેબ પ્રત્યે ઘણો પ્રેમ હતો. તેમણે જમવાની વાનગીઓ પચાસ જેટલી બનાવી અને કેળના પાન ઉપર પીરસી. કાકાસાહેબ જોઈ રહ્યા. બેનને પૂછ્યું કે તમે આટલી બધી વાનગીઓ શેમાંથી બનાવી ? બેન કહે, કાકાસાહેબ ! આ બધી વાનગીઓ માત્ર ચોખામાંથી જ બનાવી છે. વાનગીઓ પચાસ, પણ બનાવી છે માત્ર ચોખામાંથી જ. અહીં એમ સમજવાનું છે કે દ્રવ્ય એક જ છે પણ તેની પર્યાય, અવસ્થા અલગ અલગ. અવસ્થાઓ અનેક છે. વસ્તુ એક જ, અવસ્થા અનેક. જેમ એક જ દ્રવ્યમાંથી, એક જ ચોખામાંથી આટલી બધી વાનગીઓ બને છે એમ જગતમાં જે આટલી વાનગીઓ છે, રચના છે, આકૃતિઓ છે તે એક જ પદાર્થમાંથી For Personal & Private Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૭૫ બને છે. એક જ વસ્તુમાંથી તે બની છે તેને માટે જૈનદર્શને શબ્દ આપ્યો છે પુદ્ગલ. સાંખ્યદર્શને શબ્દ આપ્યો છે પ્રકૃતિ, વેદાંતે શબ્દ આપ્યો છે પંચમહાભૂત. જગતની આ બધી રચનાઓ પુગલમાંથી બનેલી છે. બધાની અવસ્થા બદલાયા કરે છે અને નવી નવી રચના થયા કરે છે. વાત મહત્ત્વની એ કરવી છે કે આવી અવસ્થાઓ જગતમાં થાય છે, બદલાય છે, ઘટનાઓ ઘટે છે પણ એ અવસ્થાઓ પોતાને જાણતી નથી. તો કોણ જાણે છે? જગતમાં એક એવું તત્ત્વ છે જે આનાથી જુદું છે તે બધી અવસ્થાઓને જાણે છે, પ્રત્યેક ક્ષણે એ જાણે છે અને જાણ્યા જ કરે છે. જેમ અગ્નિમાંથી પ્રત્યેક ક્ષણે ઉષ્ણતા પ્રગટ થાય છે, પ્રત્યેક ક્ષણે ગરમી આવે છે તેમ આત્મામાંથી, અંદરમાંથી પ્રત્યેક ક્ષણે જાણવાની અવસ્થા પ્રગટ થાય છે. તે બધી અવસ્થાઓને જાણે છે અને મઝાની વાત તો એ છે કે બધી અવસ્થાઓને જાણે છે છતાં બધી અવસ્થાઓથી જુદો છે. જાણે છે તે એક વાત, અને જાણવા છતાં ન્યારો રહે છે, જુદો રહે છે તે બીજી વાત. સાવધાન થઈને સાંભળજો, આ માર્મિક વાત છે. “સર્વ અવસ્થાને વિષે ન્યારો સદા જણાય.” જગતમાં અનંત અવસ્થાઓ છે તે બધી જ અવસ્થાઓને જાણે છે. એ જાણનાર અંદર બેઠો છે, તે માત્ર જાણે છે અને અવસ્થાઓથી જુદો છે. મારે એક મહત્ત્વની વાત એ કરવાની છે કે એ જે જાણનાર છે એ પ્રગટરૂપ ચૈતન્યમય છે. એ એંધાણ સદાનું છે. તમે આત્માને માનો કે ન માનો, શાસ્ત્રોનો સ્વીકાર કરો કે ન કરો, અમારો કોઈ આગ્રહ નથી. પરંતુ પરમકૃપાળુદેવને એમ કહેવું છે કે જગતમાં એક એવું અસ્તિત્વ છે કે જે પ્રત્યેક સમયે બધી વસ્તુઓને જાણે છે, પણ બધાથી જુદું છે. શબ્દ શું વાપર્યો ? એ એંધાણ સદાય. આ સૌરાષ્ટ્રનો તળપદી શબ્દ છે. એંધાણ એટલે ચિન્હ અથવા લક્ષણ. લક્ષણ એને કહેવાય કે જે વસ્તુમાં કાયમ હોય. ગોળનું લક્ષણ ગળપણ છે. આ ગોળનું લક્ષણ ગળપણ છે તે આજે અને અત્યારે ૨૦૦૬ ની સાલમાં હોય, ૨૦૧૨ ની સાલમાં હશે કે નહિ. ૨૦૦૫ માં તે ગળ્યો હતો કે નહીં? તો કહો ને કે જ્યારથી ગોળ ધરતી ઉપર છે ત્યારથી ગોળ તો ગળ્યો જ છે અને ગળ્યો રહેશે. ગોળનું લક્ષણ જેમ ગળપણ છે, તેમ આ જગતમાં જીવ છે તેનું લક્ષણ જાણવું' તે છે, તે તેનું એંધાણ અથવા નિશાની-ચિન્હ છે. આનંદધનજીને કોઈ જીજ્ઞાસુ મુમુક્ષુ પૂછવા ગયા હશે કે આત્મા કેવો છે, તે બતાવો ને? અને તે વખતે તેઓ બોલ્યાં કે... નિશાની કહાં બતાઉં રે, તેરો અગમ અગોચર રૂપ.' નિશાની ક્યાંથી બતાઉં? આત્મા તો અગમ છે, અગોચર છે, એ અભુત અને અદ્વિતીય છે, અવર્ણનીય છે, અતીન્દ્રિય છે. એની નિશાની કેવી રીતે બતાવું? અહીં જુદી રીતે વાત કરે છે. અહીં નિશાની બતાવી દીધી છે. એમ કહ્યું કે તે પ્રગટ છે, તેની નિશાની છે. એ એંધાણ, એ નિશાની એ ચિન્હ અને એ જ લક્ષણ અને બહુ અદ્ભુત શબ્દ વાપર્યો કે સદાય. સદાય એટલે ત્રણે કાળ, એવું નહિ કે જે આજે છે અને કાલે નથી. જ્યારથી અને જ્યાં સુધી એ દ્રવ્ય છે ત્યાં સુધી નિશાની આ છે. પહેલી વાત - એ પ્રગટ છે. બહુ શાંતિથી ખ્યાલમાં રાખજો. ગંભીરતા છે માટે કહું છું. For Personal & Private Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ ૭૬ પ્રવચન ક્રમાંક - ૪૫, ગાથા ક્રમાંક - ૫૫-૫૬ સાવધાન એટલા માટે થવાનું છે કે એ પ્રગટ છે. પ્રગટ એને કહેવાય છે કે જેના હોવાપણાં માટે કોઈ પણ કારણની જરૂર નથી. સૂર્ય આકાશમાં ઉગ્યો, પ્રગટ થયો. ફૂલ ખીલ્યું, પ્રગટ થયું. બાળક જન્મે, પ્રગટ થયું. શરદપૂર્ણિમાનો ચંદ્ર આકાશમાં ઉગ્યો, પ્રગટ થયો. નદી વહેતી થઈ, પ્રગટ થઈ. પ્રગટ એટલે હોવું, હાજર હોવું. પ્રગટ એટલે છે, તેને લાવવાની જરૂર નથી. તમે આત્મા છે, તેમ વાત કરો તો પણ ઠીક છે, આત્મા નથી એમ વાત કરો તો પણ ઠીક છે, આત્માને માનો તો પણ ઠીક અને ન માનો તો પણ ઠીક. નહિ માનો તો નુકસાન થશે. માનશો તો ઘણો લાભ થશે. માનવું ન માનવું તમારી મરજી. અહીં તો છે અને પ્રગટ છે. પ્રગટ એટલે પ્રાપ્ત. જેના હોવા માટે કશાની જરૂર નથી. તર્કની, દલીલની જરૂર નથી. અરે ! શાસ્ત્રોની પણ જરૂર નથી. આ પ્રગટ સાથે શબ્દ વાપર્યો છે “રૂપ'. આ રૂપ બોલીએ ત્યારે ભ્રમણા થાય છે. રૂપ એટલે આકૃતિ નહીં, રૂપ એટલે રંગ નહીં, રૂપ એટલે કદ કે વજન નહીં. રૂપ એટલે સુંદર, કાળું, પીળું, ધોળું એ રૂપ નહીં. પરંતુ રૂપ એટલે તેનું સ્વરૂપ. તો પ્રગટ ચૈતન્ય છે અને તેનું સ્વરૂપ પણ છે. શું સ્વરૂપ છે? બહુ મઝાનો શબ્દ છે, ચૈતન્યમય. ચૈતન્યમય શબ્દ ચિતમાંથી બન્યો છે. ચિતિ ચૈતન્યમ્ જે ચેતે છે, જાણે છે, પ્રત્યેક સમયે જે જાણે છે, એ જાણવાની પ્રક્રિયા નિરંતર જેનામાં ઘટે છે એને કહેવાય છે ચિતિ શક્તિ અને આવી ચિતિ જેનામાં છે તેને કહેવાય ચૈતન્ય. કોઈપણ શબ્દને સમજ્યા વગર ન બોલશો. પ્રત્યેક શબ્દને જુદો પાડો. બીજને તૂટવા દો, તેમાંથી વડલો થશે. શબ્દને તૂટવા દો, તેમાંથી અર્થ આવશે. આ એકલા શબ્દો કોથળામાં પાંચ શેરી જેવા છે, સ્પષ્ટ નહિ થાય. બરાબર સમજાશે નહિ. ચૈતન્ય એટલે ચિતિ શક્તિ અને ચિતિ એટલે જાણવું, નિરંતર જાણવું, જે જાણ્યા જ કરે છે તેવું. જાણ્યા જ કરે તેવો પ્રગટ જેનો સ્વભાવ છે. ભાઈ, તારે આત્મા માનવો, ન માનવો તારી મરજીની વાત છે, પરંતુ આ જગતમાં એવું એક તત્ત્વ છે, જે પ્રગટ સ્વરૂપે છે અને જાણ્યા કરે તેવો તેનો સ્વભાવ છે. તમને કંઈ ખ્યાલમાં આવે છે? તમે શું કરો છો? શરીરથી પણ જાણો છો, ઈન્દ્રિયોથી પણ જાણો છો. મનથી પણ જાણો છો, બુદ્ધિથી પણ જાણો છો. તમે જાણવા સિવાય બીજું કંઈ કરતાં નથી. આ જાણનારો ક્યારેય ઊંઘતો નથી. હંમેશા જાગૃત સ્વરૂપે છે. કંઈ સમજાય છે? રાત્રે સૂતા હો અને મચ્છર કરડે ત્યારે જાણનારો બેઠો છે. ખબર પડે કે મચ્છર કરડ્યો અને ખબર પડતાંની સાથે જ મસ્તકમાં સમાચાર પહોંચે છે. સાહેબ ! જોખમ છે, મચ્છર ડાબા પગના અંગૂઠા ઉપર બેઠો છે. અને હાથને આજ્ઞા થાય કે પહોંચી ત્યાં અને મચ્છરને વિદાય કરો. આ બધું બન્યું તેમાં બે ચાર કલાક લાગતા હશે ? તતક્ષણ બને, કારણ કે અંદર જાણનારો બેઠો છે. જરા ઊંડાણમાં જઈ વાત કરીએ. અનંતકાળથી ચૈતન્ય છે અને અનંતકાળથી સમયે સમયે ચૈતન્ય જાણવાનું કામ કરે છે. આવું લક્ષણ જેનું છે તેને હે શિષ્ય ! અમે આત્મા કહીએ છીએ. For Personal & Private Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા અભુત ગાથા છે. “સર્વ અવસ્થાને વિષે ન્યારો સદા જણાય.” પણ તમે જુઓ તો ને? તમે જોતાં નથી, પણ તમે અંદર ભળી જાઓ છો. સુરતની ઘારી ખાતાં ખાતાં ક્યારેય અંદર જોતાં નથી પણ ઘારીમય થઈ જાઓ છો. ઘારી અને તમે એક, તમે જોતાં નથી, સ્વાદ લેતાં નથી, તદાકાર થઈ જાઓ છો. આઈસક્રીમ ખાતાં ખાતાં તમે ખુદ આઈસક્રીમ થઈ જાઓ છો. જુદાં રહેતાં નથી. અંદરમાં એક એવું તત્ત્વ છે, જે સર્વ અવસ્થાને વિષે ન્યારો છે, જે પ્રગટરૂપ છે. આત્મા પ્રગટ છે. લોકો એમ કહે છે કે આત્મા અરૂપી છે. આત્મા દેખાતો નથી, એનામાં રૂપ નથી, રસ નથી, ગંધ નથી, આકૃતિ નથી પણ એનું રૂપ પ્રગટ છે. શું છે એનું રૂપ? એના સ્વરૂપનું વર્ણન કરો, તો કહે ચૈતન્યમય. ચૈતન્યમયનો અર્થ જાણ્યા જ કરે છે એવો જેનો સ્વભાવ છે. નિગોદમાં હતાં ત્યાં પણ જાણતાં હતાં. થોડું, અલ્પ, અતિ અલ્પ અને સિદ્ધ અવસ્થામાં જશો ત્યારે પણ જાણશો, બધું જ જાણશો. ક્યાં સર્વજ્ઞ અવસ્થા અને ક્યાં નિગોદ એટલે અલ્પજ્ઞ અવસ્થા? વચગાળામાં ઘણી અવસ્થાઓ થાય છે. ઓછું જાણો, વધારે જાણો, પૂરું જાણો, અધૂરું જાણો, સંપૂર્ણપણે જાણો, છદ્મસ્થ અવસ્થામાં જાણો, મતિજ્ઞાનથી જાણો, શ્રુતજ્ઞાનથી જાણો, અવધિજ્ઞાન કે મન:પર્યય જ્ઞાનથી જાણો, અલ્પ જાણો કે વધુ જાણો પણ જાણવાની પ્રક્રિયા ચાલુ. એ પ્રક્રિયા ક્યારેય બંધ થતી નથી. જે દિવસે આત્માની જાણવાની પ્રક્રિયા નહિ થાય, તે દિવસે આત્મા નહિ હોય. ચિંતા ન કરશો. એવું નહિ બને. કોણ કહે છે કે આત્મા નથી? આત્મા દેખાતો નથી? દેખાય છે. જોતાં આવડવો જોઈએ. શેનાથી દેખાય ? તેનું સ્વરૂપ છે, જાણ્યા જ કરે છે એ જ તેનો સ્વભાવ છે અને આવી નિશાની સદાય જેનામાં વર્તે છે, કોઈ દિવસ એ નિશાનીનો ભંગ થતો નથી, એવો જે આત્મા, એવું જે ચૈતન્ય તત્ત્વ તેને હે શિષ્ય ! તું જાણ. ઉપરની વાત કર્યા પછી પરમકૃપાળુદેવ ભારે માર્મિક વાત કરે છે, સાથે સાથે વિનોદ પણ કરે છે. પારમાર્થિક વાત હસતાં હસતાં કરે છે. મોટાભાગે અધ્યાત્મની વાતો કરનારા ભારેખમ મોં રાખી કરતાં હોય છે. હું તમને કહું છું કે ગંભીર થઈને વાતો ન કરશો. અને બે જણાને તો ખાસ ભલામણ કરું છું. એક ડૉક્ટરને કહું છું કે તમારે સ્ટેથેસ્કોપ કાને લગાડો અને દર્દીને તપાસો ત્યારે ભારેખમ માં ન કરશો, દર્દી અર્થો મરી જશે. હસતાં હસતાં કહો કે હું આવી ગયો છું, ચિંતા કરશો નહિ, મટી જશે. જેમ ડૉક્ટરને કહું છું તેમ અધ્યાત્મની વાત કરનારને પણ કહું છું કે સાહેબ ! ગંભીર થઈને વાત ન કરશો. આત્મા તો આનંદમય છે, ઉદાસીન નથી, શોકમય નથી. આત્માનુભવ કરવો, આત્માની સ્મૃતિ કરવી તે આનંદની વાત છે. આત્માનો અનુભવ કરવો એ તો જીવનનું દર્શન છે. કૃપાળુદેવ વિનોદમાં પણ અદ્ભુત વાત કરે છે. ઘટપટ આદિ જાણ તું, તેથી તેને માન, પણ જાણનારને માન નહિ કહીએ કેવું જ્ઞાન. તું જાણનારને માનતો નથી આ તારું જ્ઞાન કેવું છે? અમને તો આશ્ચર્ય થાય છે. બહુ For Personal & Private Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ ૭૮ પ્રવચન ક્રમાંક - ૪૫, ગાથા ક્રમાંક - ૫૫-૫૬ સરળ ભાષામાં આ ધોનીની બેટીંગ કરે છે. કેવી અદ્દભુત બેટીંગ ? અરે, ઘટપટ આદિ જાણ તું. તર્કશાસ્ત્ર અને ન્યાયશાસ્ત્રમાં આ બે જ શબ્દો વારે વારે આવે છે. ઘટ એટલે માટીમાંથી બને છે તે અને પટ એટલે કપડું. ટૂંકમાં, જગતમાં જુદી જુદી અસંખ્ય વસ્તુઓ છે, કાપડીયાની દુકાને જાઓ તો કેટલા પ્રકારનાં કપડાં? ઝવેરીની દુકાને જાઓ તો કેટલા પ્રકારના દાગીના ? બુટ ચંપલની દુકાનમાં જાઓ તો ઘણા પ્રકારના બુટ ચંપલ. આ જગતમાં વેરાયટી છે. બધા પદાર્થો છે. હે શિષ્ય ! તું ઘડાને જાણે છે, તે કપડાંને જાણે છે. તું જુએ છે ને ? તો તું ચૈતન્યમય છો ને? તું પ્રત્યક્ષ છો ને? તું જાણનાર છો ને? તું પ્રત્યેક સમયે જાણે છે. જાણવાનું કામ તું કરે છે ને? ટૂંકમાં જગતની બધી વસ્તુઓને તું જાણે છે. ઘરમાં જાવ તો નથી જાણતા કે આ સોફા, આ ટી.વી., આ ચંપલ, આ બરણી, આ અથાણું, આ શાલ. આ તો થોડા ઘણાં નામ લીધાં પણ હજારો વસ્તુ છે અને તેને તમે જાણો છો, અને જાણો છો એટલે માનો છો. તમને કહેવું નથી પડતું કે તમે માનો. ઘટ પટ આદિ જાણ તું તેથી તેને માન. દલીલ કરવી જ પડતી નથી. થાળીમાં શીરો પીરસે અને પછી રાંધનારીને કહેવું પડે કે આને શીરો કહેવાય? શીરો જ છે, જોયું, જાણું અને અનુભવ્યું. અમને આશ્ચર્ય થાય છે કે કપડાંને, ઘડાને અને એવી અસંખ્ય વસ્તુને તું જાણે છે અને તેને છે એમ માને છે પણ નવાઈ તો અમને ત્યાં થાય છે કે જાણે છે તેને માને છે પરંતુ જાણનારને માનતો નથી? અંદર જાણનાર બેઠો છે તેને માનતો નથી ? અદ્ભુત વાત કરી છે. જે જાણનાર બેઠો છે તેની ના પાડે છે. ઘડો જોયો, કપડું જોયું, મકાન જોયું, ઘરેણાં જોયાં, જોયું તે બધું માન્યું. પણ અંદર જાણનારો બેઠો છે તેને માનતો નથી તે કેવી વાત કહેવાય? દીકરાને માન્યો પણ બાપને માનતો નથી ? બાપ છે તો દીકરો છે. કદાચ હાજર નહિ હોય, મરણ પામ્યો હશે પણ હશે તો ખરો જ ને? ન હોય તેવું બને નહિ. તું જાણનાર છે, તું જેને જાણે છે તેને માને છે પણ તે વખતે તારામાં જાણનાર જે બેઠો છે તેને માને નહિ તે તારું જ્ઞાન કેવું કહેવાય? ભારે ઠપકો આપ્યો. શાસ્ત્રોને બાજુએ મૂકો, પાંચ મિનિટ, તર્ક અને વાદ વિવાદને બાજુ પર મૂકો. રોજ બરોજના જીવનમાં સરળ ઘટના ઘટે છે તેમાંથી બોધ લો. જગતમાં ઘણા પદાર્થો છે, તેને જાણો છે તેથી માનો છો, લમણાફોડ કરવી પડતી નથી. જમવામાં મીઠાઈ પીરસી હોય તો કહેવું પડતું નથી. મીઠાઈ છે તે જાણો છો અને માનો છો, અને દબાવીને ખાઓ છો. તે વખતે કોઈને પૂછીને નક્કી કરો છો કે આ મીઠાઈ કેમ છે? બીજું કેમ નહિ? કંઈ દલીલ કરતા નથી. અમારો વાંધો ત્યાં છે કે હે શિષ્ય ! તું જેને જાણે છે તેને માને છે, પણ જેનાથી તે વસ્તુ જણાય છે તે જાણનારને માનતો નથી, તું એનો ઈન્કાર કરે છે? તું એની ના પાડે છે? અમને નવાઈ લાગે છે કે આ તારું જ્ઞાન કેવું કહેવાય? માટે આત્મા છે એમ નક્કી થાય છે. શિષ્ય કહ્યું હતું કે “અથવા દેહ જ આત્મા છે.” આત્મા છે તે શબ્દ સ્વીકારી લઈએ પણ સાહેબ શરીર છે તે જ આત્મા છે. આત્મા બીજો નથી. હવે તેનો જવાબ આપે છે. For Personal & Private Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૭૯ પરમ બુદ્ધિ કૃશ દેહમાં, સ્થૂળ દેહ મતિ અલ્પ; દેહ હોય જો આત્મા, ઘટે ન આમ વિકલ્પ. (૫૬) ટીકાઃ દુર્બળ દેહને વિષે પરમ બુદ્ધિ જોવામાં આવે છે, અને સ્થૂળ દેહને વિષે થોડી બુદ્ધિ જોવામાં આવે છે. જો દેહ જ આત્મા હોય તો એવો વિકલ્પ એટલે વિરોધ થવાનો વખત ન આવે. (પ) જગતમાં બે પ્રકારનાં માણસો છે. એક તો જાડાં અને બીજા સૂકલકડી, હાડકાં ગણી શકાય તેવા. પરમકૃપાળુદેવ કહે છે કે અમને એવું જોવામાં આવે છે કે જેનો દેહ દુર્બળ છે, જેનું શરીર કૃશ છે, જેને હાડકાંનો માળો કહી શકાય એવા શરીરમાં પરમ બુદ્ધિ, તીક્ષ્ણ બુદ્ધિ જોવામાં આવે છે. ગાંધીજીનો દેહ હાડકાંનો માળો, મુઠ્ઠીભર હતો. પરમકૃપાળુદેવ હતા હાડકાનો માળો, મુઠ્ઠીભર; પરંતુ દુર્બળ દેહ વિષે પરમ બુદ્ધિ જોવામાં આવે છે અને જેનું સ્થૂળ શરીર છે, એટલે સો કિલો, બસો કિલો વજન છે એના વિષે થોડી બુદ્ધિ જોવામાં આવે છે, તો કૃશ શરીરમાં પરમ બુદ્ધિ અને સ્થૂળ શરીરમાં અલ્પબુદ્ધિ જોવામાં ઘણી વખત આવે છે. તેથી અમારે એમ કહેવું છે કે તારા કહેવા પ્રમાણે જો દેહ જ આત્મા હોય તો સ્થૂળ દેહમાં વધારે બુદ્ધિ અને કૃશ દેહમાં ઓછી બુદ્ધિ એ પ્રમાણે વિકલ્પ એટલે વિરોધ થવાનો વખત ન આવે ! તમને લાગે છે? પૂળ દેહવાળા પણ અહીં બેઠા હશે અને કૃશદેહવાળા પણ અહીં બેઠા હશે. આ તમારા માટે વાત નથી. આ વાત એટલા માટે કરીએ છીએ કે જો શરીર તે જ આત્મા હોય તો આ પ્રમાણે હકીકતમાં હોવું જોઈએ. સ્થૂળ દેહ એટલે દેહ જેટલો પહોળો તેટલી બુદ્ધિ વધારે. અને કુશ દેહ એટલે શરીર જેટલું સૂકલકડી તેટલી બુદ્ધિ ઓછી. પરંતુ અનુભવ જરા જુદો થાય છે. ઘણી વખત પરમ બુદ્ધિ દુર્બળ દેહમાં અને સ્થૂળ દેહ વિષે અલ્પબુદ્ધિ જોવામાં આવે છે. હે શિષ્ય ! જો દેહ જ આત્મા હોય તો આવો વિરોધ જોવામાં ન આવે. જો દેહ જ આત્મા હોય તો, સ્થૂળ દેહવાળાં વધારે બુદ્ધિશાળી અને સૂકલકડી હોય તે અલ્પ બુદ્ધિવાળાં હોવા જોઈએ. પણ જગતનું નિરીક્ષણ કરતાં એક જ સરખો અનુભવ થતો નથી. માટે અમે કહીએ છીએ કે દેહ તે આત્મા નથી. દેહ જુદો છે અને આત્મા જુદો છે. આટલી મીઠાશ અને સરળતાથી કોણ સમજાવશે? શરીર અને આત્મા એક હોત તો આટલું તો લોજીક કામ કરત કે ધૂળદેહમાં વધારે બુદ્ધિ અને પાતળા શરીરમાં ઓછી બુદ્ધિ, આનો અર્થ એમ પણ ન કરશો કે સ્થૂળદેહવાળા પાસે બુદ્ધિ જ નથી. આ તો બહુ મોટો અનર્થ થઈ જાય. બહાર જઈને એમ કહેશો કે ગુરુજીએ શું કહ્યું? અમે સ્થૂળ દેહવાળા એટલે ઉપલો માળ ખાલી ? અમે એમ નથી કહેતા પરંતુ સમજણ આપવા કહીએ છીએ કે દેહ જ આત્મા હોત તો આવું થવું જોઈએ. સ્થૂળદેહ વિષે બુદ્ધિ વધારે અને કૂશદેહ વિષે બુદ્ધિ ઓછી. પરંતુ દુર્બળ દેહ વિષે પરમ બુદ્ધિ અને સ્થૂળદેહ વિષે થોડી બુદ્ધિ એવું પણ જોવામાં આવે છે. જો દેહને For Personal & Private Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ ૮૦ પ્રવચન ક્રમાંક - ૪૫, ગાથા ક્રમાંક - ૫૫-૫૬ આત્મા એક હોત તો આવો વિરોધ ન દેખાત. માટે હે શિષ્ય ! અમે તને કહીએ છીએ કે દેહ પણ જુદો છે અને આત્મા પણ જુદો છે. બન્ને એક હોત તો સ્થૂળ દેહમાં પરમ બુદ્ધિ હોત, અને કૃશ દેહમાં અલ્પ બુદ્ધિ હોત. આપણે અહીં સમાપન કરીએ છીએ. હવે ૫૭મી ગાથાનો પ્રારંભ થશે. ૫૭મી ગાથા દ્રવ્યાનુયોગની ગાથા છે. પરમ ગંભીર અને પરમ તાત્ત્વિક અર્થસભર છે. બંને દ્રવ્યો, જડ અને ચેતન સ્વતંત્ર છે. બન્ને દ્રવ્યોનો સ્વભાવ પણ સ્વતંત્ર છે. બન્ને દ્રવ્યો સાથે હોઈ શકે છે, પરંતુ સાથે હોવા છતાં એકમેક થઈ શકતાં નથી. ત્રણેકાળ એકત ભાવ જ છે, અદ્વૈત થતું નથી. વેદાંત અદ્વૈતની વાત કરે છે, પરંતુ વીતરાગ પરમાત્માના કહે છે. એ એમ કહે છે કે બન્ને દ્રવ્યો જુદાં છે અને તેનાં લક્ષણો પણ જુદાં છે, માટે બને ભિન્ન છે અને બન્નેનો પ્રગટ સ્વભાવ છે. પ્રગટ સ્વભાવ હોવાના કારણે એકપણું પામતાં નથી. બન્ને દ્રવ્યો સાથે સાથે રહે છે પણ એક થઈ શકતાં નથી.” શરીર અને આત્મા ચોવીસે કલાક સાથે રહે છે. કોઈ ૭૦ વર્ષ, કોઈ ૮૦ વર્ષ અને કોઈ તેથી વધારે સાથે જ રહે છે. સાથે ને સાથે રહેનાર કોઈ પણ વસ્તુ હોય તો આ શરીર છે. પત્ની પણ ૨૪ કલાક સાથે નહિ રહે, તેવી રીતે પતિ પણ સાથે ન રહી શકે. બાપ અને દીકરો પણ ૨૪ કલાક સાથે ન રહી શકે. ચોવીસે કલાક શરીર તો સાથે ને સાથે. નેવું, નેવું વર્ષ સુધી શરીર અને આત્મા સાથે રહ્યાં પણ એક થયાં ? ભળી ગયાં? શક્ય જ નથી. મરણ થાય એટલે સમજાય કે જુદાં છે. એક હોય તો જુદો પડે કઈ રીતે ? આનંદઘનજીએ એક કટાક્ષ કર્યો છે. તેમણે શરીરને કહ્યું કે, “કાયા અબ ચલો હમારે સંગ.” તેડું આવ્યું છે, મૃત્યુ થવાનું છે. તું અમારી પાડોશી છે. આખી જિંદગી સાથે રહ્યાં તો તમે સાથે ચાલો. મારે તો જવું પડશે, આયુષ્ય પૂરું થવાનું છે. કાયા ના પાડે છે. આનંદધનજી કહે છે કે તારા માટે અમે ઓછું નથી કર્યું? તારા માટે જીવોની હિંસા કરી, તારા માટે જુઠું બોલ્યા, તારા માટે ચોરી કરી, તારા માટે અનાચાર કર્યો, પરિગ્રહ સેવ્યો, તારા માટે ક્રોધ પણ કર્યો, અહંકાર અને રાગ દ્વેષ પણ કર્યા. અમે તારા માટે મારું મારું કરીને ખતમ થઈ ગયા. તને રોજ નવું નવું ખવડાવ્યું. તને રોજ નવાં નવાં કપડાં પહેરાવ્યાં. પગમાં પહેરવા નવાં સ્લીપર લાવ્યા. બધું મેચીંગ કર્યું, માથાના વાળ ધોળા થયા તેને કાળો રંગ લગાવ્યો. અમે તારા માટે આ બધું કર્યું, હવે તું અમારી સાથે ચાલ. જો તું નહિ આવે તો આ બધા ભેગાં થઈ તને બાળીને ખાક કરી નાખશે. કાયા કહે છે, ચેતન ! સાંભળી લે. વારે વારે તને શું કહેવાનું? હું બળી જઈશ. આ લાકડાના ઢગલામાં બળીને રાખ થઈ જઈશ પણ તારી સાથે નહિ આવું. ભારે કટાક્ષની વાત છે કે શરીર અને આત્મા કદી એક થઈ શકતાં નથી. જડ અને ચેતન કદી એક થઈ શકતાં નથી. આવી અદ્દભુત વાત ૫૭મી ગાથાથી થાય છે. For Personal & Private Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૮૧ આવી કઠિન વાત, આવી શુષ્ક વાત તમે આટલી ધીજરપૂર્વક સાંભળો છો. હું વખાણ કરું છું, પછી એવું ન થાય કે વખાણી ખીચડી દાઢે વળગી. મને આનંદ થાય છે કે આવી વાત, આવા કાળમાં તમને આનંદ આપે છે. બધાનાં મોં ઉપર ઉલ્લાસ દેખાય છે. કેટલું સમજ્યાં, તે તો તમે જાણો પરંતુ મોં ઉપર ઉલ્લાસ જરૂર લાગે છે. આનો અર્થ એ થયો કે “કુછ કુછ હોતા હૈ” અંદર કંઈક થાય છે, વિચાર થાય છે. અને જે થાય છે તે આનંદની નિશાની છે, પ્રસન્ન થવાય તેવી નિશાની છે. અમે કહીએ છીએ, આવાં હસતાં મોઢે આખી આત્મસિદ્ધિ સાંભળજો તો જીવન ધન્ય બની જશે. ધન્યવાદ!આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે માટે ધન્યવાદ. દરેકના અંતરમાં રહેલા પરમાત્માને મારા પ્રેમપૂર્વક નમસ્કાર. For Personal & Private Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ક્રમાંક - ૪૬, ગાથા ક્રમાંક - ૫૭ પ્રવચન ક્રમાંક - ૪૬ ગાથા ક્રમાંક - પ૦. છ દ્રવ્યોનું સ્વરૂપ ને તેમની સ્વતંત્રતા જડ ચેતનનો ભિન્ન છે, કેવળ પ્રગટ સ્વભાવ; એકપણું પામે નહીં, ત્રણે કાળ દ્રય ભાવ. (૫૭) ટીકા કોઈ કાળે જેમાં જાણવાનો સ્વભાવ નથી તે જડ, અને સદાય જે જાણવાના સ્વભાવવાન છે તે ચેતન, એવો બેયનો કેવળ જુદો સ્વભાવ છે, અને તે કોઈપણ પ્રકારે એકપણું પામવા યોગ્ય નથી. ત્રણે કાળ જડ જડભાવે, અને ચેતન ચેતનભાવે રહે એવો બેયનો જુદો જુદો દ્વૈતભાવ પ્રસિદ્ધ જ અનુભવાય છે. (૫૭) જૈનદર્શનના મૂળભૂત ને રહસ્યભૂત તત્ત્વો જે છે તેને સમ્યફ પ્રકારે સમજી લઈએ. સાધના શબ્દ જ્યારે બોલીએ છીએ, તે વખતે આપણને કર્મકાંડ યાદ આવે. મંદિરમાં જવું, પૂજા કરવી, મંત્રજાપ કરવા, ત્યાગ કરવો, એકાંતમાં રહેવું કે વનમાં જવું, મૌન રહેવું વિગેરે સમજીએ છીએ. પરંતુ આ સાધના જે પરમ તત્ત્વની પ્રાપ્તિ માટે કરવાની છે એને સાધક ન જાણે ત્યાં સુધી તેની સમ્યફ પ્રકારે શુદ્ધિ થતી નથી. શાસ્ત્રોએ એમ કહ્યું કે પરમાર્થની સાધનામાં બાધક તત્ત્વ મિથ્યાત્વ છે. મિથ્યાત્વ માટે અલગ અલગ શબ્દો વપરાય છે. મિથ્યાત્વ એટલે દર્શનમોહ, ભ્રાંતિ, ભ્રમણા, વિપર્યાય, વિપરીત માન્યતા અને જરા નબળી ભાષામાં કહેવું હોય તો ઊંધું સમજવું. એ વિપરીત સમજણ છે, તેને કારણે તત્ત્વ નિર્ણય થઈ શકતો નથી. જે તત્ત્વનો નિર્ણય કરવાનો છે તે આત્મા તમે પોતે છો. એ અંદર બિરાજમાન છે અને પ્રગટ છે. પરંતુ આત્મામાં મિથ્યાત્વનો વિકૃત રસ ઉત્પન્ન થાય છે, તેના કારણે આત્મા પોતાને જાણવાનો ઈન્કાર કરે છે, અસ્વીકાર કરે છે, ના પાડે છે, અસ્તિત્વનો વિરોધ કરે છે. પરંતુ ઈન્કાર કરવાથી અસ્તિત્વ મટી જતું નથી, પણ ઈન્કાર કરવાથી સાધકની સાધના ચાલુ થઈ શકતી નથી. ઘણી વખત આપણને એમ થાય કે આ બધી સૂક્ષ્મ ચર્ચાની, વાતની ક્યાં જરૂર છે ? આ વાત સૂક્ષ્મ છે જ નહિ. આ વાત વાસ્તવિક અને પ્રાસંગિક છે, પ્રારંભિક છે અને તેના વગર આપણે આગળ વધી નહિ શકીએ. જૈન દર્શનને ચાર વિભાગોમાં વહેંચી નાખવામાં આવ્યું છે. ધર્મકથાનુયોગ, ચરણાનુયોગ, ગણિતાનુયોગ અને દ્રવ્યાનુયોગ. સાધકોએ પોતાના જીવનમાં કેવી કેવી સાધનાઓ કરી છે, એમાં કેવી તન્મયતા થઈ અને કયા અવરોધો આવ્યા, કેવા અંતરાયો થયા, કેવી ભૂલો કરી, For Personal & Private Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૮૩ કેવું સાહસ કર્યું અને તેઓએ કેવા ઉપસર્ગો, દુઃખો અને કષ્ટો સહન કર્યા અને સત્યની ખાતર, ન્યાય નીતિની ખાતર, અને ધ્યાનની ખાતર કેવાં બલિદાનો આપ્યાં તેનું વર્ણન ધર્મકથાનુયોગમાં આવે છે. સાધક જ્યારે જ્યારે નિરાશ થાય, હિંમત હારે ત્યારે જ્ઞાની પુરુષોએ કહ્યું છે કે કામદેવને યાદ કરો, આનંદ શ્રાવકને યાદ કરો, ગૃહસ્થ જીવનમાં જીવતા હતા, છતાં તેમનું બળ કેવું હતું? વૈર્ય કેવું હતું? સામર્થ્ય કેવું હતું? તે કેવી રીતે કેળવી શકાય અને કેવી રીતે પ્રાપ્ત કરી શકાય? તેનું માર્ગદર્શન અહીંથી મળે છે. જેને નીતિ અને સદાચારનાં મૂલ્યો જાળવવાં છે, તેને માર્ગમાં કેવાં વિઘ્નો આવે છે? અને એ વિઘ્નો આવવા છતાં કેવી રીતે પાર પામી ગયા તેની કથાનું વર્ણન ધર્મકથાનુયોગમાં આવે છે. બીજો યોગ ચરણકરણાનુયોગ છે. ચરણ અને કરણ. ચરણ એટલે ચારિત્ર, આચરણ, મૂળ ગુણો અને કરણ એટલે ઈન્દ્રિય, તેનો નિગ્રહ આદિ ઉત્તર ગુણો. ઈન્દ્રિયો જે વિષય તરફ જાય છે, તેની પાછળ મન પણ દોડે છે, એના કારણે વિકલ્પો ઊઠે છે અને આર્તધ્યાન થાય છે અને કોઈકવાર રૌદ્ર ધ્યાન પણ થાય છે. એ કેવી રીતે થાય? તેને જીતવા માટે શું પ્રક્રિયા કરવી એનું વર્ણન ચરણકરણાનુયોગ સમજાવે છે. આચરણ કેવું કરવું તેમજ ચારિત્રમય, જીવન અને સાધકનો વ્યવહાર કેવો હોય તેનું વર્ણન એમાં આવે છે. ચરણ કરણાનુયોગમાં કર્મશાસ્ત્ર, કર્મની ફીલોસોફી આવે, માર્ગણાસ્થાન અને ગુણસ્થાનનું વર્ણન પણ આવે, વેશ્યાઓનું વર્ણન પણ આવે. આ બધા પાયાના સિદ્ધાંતોનું વર્ણન તેમાં છે તે સાધકને સમજી લેવું અનિવાર્ય છે. ગણિતાનુયોગ ત્રીજો વિભાગ છે, તેમાં વિશ્વનું ચિત્ર છે. વિજ્ઞાન પણ વિશ્વની વાત કરે છે. જુદા જુદા દર્શનોએ વિશ્વની વાત કરી છે, તેમ જૈનદર્શને પણ વાત કરી આખી સૃષ્ટિ ચૌદ રાજલોકમાં વહેંચાયેલી છે. તેના ત્રણ વિભાગો છે. પાતાળલોક, મધ્યલોક અને ઊર્ધ્વલોક. આકાશતત્ત્વનું વર્ણન પણ ગણિતાનુયોગમાં આવે છે. પર્વતો, નદીઓ, સાગરો વિગેરેનું વર્ણન તેમાં છે. શાસ્ત્રોનું કહેવું છે કે કદાચ વર્તમાન વિજ્ઞાન જુદી વાત કરે, તેને પણ ના ન પાડો, ઈન્કાર ન કરો, એ પણ કઈ દૃષ્ટિથી કહે છે તે સમજવા કોશિશ કરો. ચોથી મહત્ત્વની વાત દ્રવ્યાનુયોગની છે. તેમાં જૈનદર્શનનાં ફન્ડામેન્ટલ પાયાના સિદ્ધાંતો છે તે સાધકે સમજવા અનિવાર્ય છે. આપણે કર્મથી મુક્ત બનવું છે, મોક્ષની પ્રાપ્તિ કરવી છે, પણ તેના વિષે આપણી સમજ બહુ સ્પષ્ટ નથી. કમરચના કેવી રીતે થાય છે અને કર્મ કેવી રીતે બંધાય છે? શા માટે કર્મ રચના થાય છે? કોની ભૂલથી કઈ રીતે કર્મ રચના થાય છે? તેના પરિણામો કેવાં આવે છે અને કઈ રીતે તેનો વિપાક એટલે ફળ ભોગવવું પડે છે, જગતમાં એ ફળ ભોગવવાનાં કયાં ક્યાં સ્થળો છે? અને કર્મના પ્રકારો કેટલા છે તે સમજવું જોઈએ. કર્મની મુખ્ય પ્રકૃતિ ૮ છે અને પેટા પ્રકૃતિ ૧૫૮ છે. પરંતુ અસંખ્ય પ્રકૃતિઓ છે, અને ભિન્ન ભિન્ન જે કર્મની પ્રકૃતિઓ છે, તેનું પરિણામ ભોગવવા માટે ભિન્ન ભિન્ન સ્થળો પણ છે. ૮૪ લાખ જીવ યોનિનું વર્ણન શાસ્ત્રકારોએ કર્યું છે. કેટલા બધા જન્મ લેવાનાં સ્થળો છે. અને ત્યાં શરીર For Personal & Private Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ ८४ પ્રવચન ક્રમાંક - ૪૬, ગાથા ક્રમાંક - ૫૭ જુદાં જુદાં, શરીરની આકૃતિ જુદી, સંયોગો જુદા, ટેવો જુદી, વિચારો જુદા, પ્રવત્તિ પણ જુદી અને ક્રિયાઓ જુદી છે. આ બધું જુદું જુદું આપણને દેખાય છે, આ બધા જુદા જુદા પ્રકારો જે આપણને દેખાય છે, તે બધા પાછળ કોઈ એક રચના કામ કરે છે. તે કેવી રીતે થાય છે, અને તેમાં કયા દ્રવ્યો ભાગ ભજવે છે, તેનું વર્ણન જેમાં આવે છે તેને શાસ્ત્રો દ્રવ્યાનુયોગ કહે છે. દ્રવ્યાનુયોગમાં પાયાના ત્રણ શબ્દો છે. દ્રવ્ય, ગુણ અને પર્યાય. આ શબ્દો જુદા જુદા છે, પણ વસ્તુ જુદી જુદી નથી. જેમ સાકરના વર્ણનમાં સાકર, સફેદ અને ગળપણ ત્રણ શબ્દો આવે પણ તે બધું એક જ સાકરમાં સમાઈ જાય છે. સાકર કેવી છે તો ગળી છે, એનો રંગ કેવો તો સફેદ છે, તેની સુગંધ સારી છે, તેનો સ્પર્શ કેવો ? તો મુલાયમ છે. તો આ ચારે ચાર બાબતો એક જ વસ્તુમાં આવી. તો આ ચાર બાબતો વર્ણવી તે તેના ગુણો છે અને જેમાં આ ચાર બાબતો આવી તે વસ્તુ પુદ્ગલ દ્રવ્ય કહેવાય છે અને દ્રવ્ય હર સમયે, હર ક્ષણે અલગ અલગ અવસ્થામાં પરિવર્તિત થાય છે. સાકર ચા માં નાખો તો આકાર જુદો, લાડવામાં ખાંડીને નાખો તો સાકરનો આકાર જુદો. ગાંગડો રાખો તો પણ આકાર જુદો, પણ છે તો સાકર જ અને ગળપણ રહેવાનું જ. અવસ્થાઓ બદલાય છે. વસ્તુ, ગુણો અને અવસ્થા એ ત્રણેનું હોવું તેને કહેવાય છે દ્રવ્ય, ગુણ અને પર્યાય. સાકર એ દ્રવ્ય છે, ગળપણ એ ગુણ છે અને અવસ્થાઓ, આકાર બદલાયાં તે પર્યાય છે. દરેક પદાર્થમાં તેના ગુણો અને પર્યાયો હોય છે. આ વાત એટલા માટે સમજવી અનિવાર્ય છે કે સમગ્ર સાધનાનો પાયો આ ત્રણ શબ્દો ઉપર છે. દ્રવ્ય જ્યારે બોલીએ ત્યારે વસ્તુ અથવા પદાર્થ સમજીએ. સામાન્યત: આ જગતમાં કેટલી વસ્તુઓ હશે? શાસ્ત્રોનું કહેવું છે કે મૂળભૂત વસ્તુ છ છે. પાંચ પણ નથી અને સાત પણ નથી. વસ્તુઓ એટલે પદાર્થો છ જ છે અને જગતની એક તેના માટે નિયત વ્યવસ્થા છે. તેના નામો આ પ્રમાણે છે. આત્મા (ચૈતન્ય પદાર્થ), મુગલ (રૂપી જડ પદાર્થો), ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાળ આમ છ પદાર્થો છે. આ જગતમાં જે કાર્ય પદ્ધતિ છે તેમાં એક દ્રષ્ટા એટલે જોનાર જાણનાર છે, તે કરનારો છે, તે જ ભોગવનારો છે, તે જ સમજનારો છે. આવું એક તત્ત્વ જગતમાં છે. તે આત્મતત્ત્વ છે. તે અરૂપી છે, દેખાતું નથી, તેની સામે આપણને આખું જગત દેખાય છે. જગતમાં જે કંઈ આપણને દેખાય છે તે પુદ્ગલ દ્રવ્ય દેખાય છે. એટલે કે રૂપી જડ પદાર્થો દેખાય છે. પુલ શબ્દ બહુ સરળ છે. પૂરન અને ગલન આ જેનો સ્વભાવ છે તેને કહેવાય છે પુદ્ગલ. ભેગા થવું અને વિખરાઈ જવું આ પ્રક્રિયા નિરંતર જેનામાં ચાલે છે તેને કહેવાય છે પુગલ. તમે જગતમાં દરેક પદાર્થને જોજો, પદાર્થ કંઈ એની મેળે બનતો નથી. ભેગું થાય છે અને પછી વિખરાઈ જાય છે. દા.ત. એક માણસે ઘણા રૂપિયા ખર્ચી સરસ મકાન બનાવ્યું. તેણે ઇટ, સીમેંટ, રેતી, ચૂનો બધું ભેગું કરી મકાન બનાવ્યું. અને એક દિવસ ધરતીકંપમાં પડી ગયું અને For Personal & Private Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૮૫ વિખરાઈ ગયું. નિરંતર ભેગા મળવું અને વિખરાઈ જવું એ ઘટના જેનામાં ચાલે છે, જે આપણા જોવામાં આવે છે, જેને આકાર છે, કદ છે, વજન છે, રૂપ, રસ, ગંધ, સ્પર્શ જેનામાં છે એવું જે તત્ત્વ તેને કહેવાય છે પુદ્ગલ. આપણા સંબંધમાં પુદ્ગલ આવે અથવા આપણે પુદ્ગલના સંબંધમાં આવીએ છીએ. મોટે ભાગે આપણે પુદ્ગલના સંબંધમાં જઈએ છીએ. દા.ત. રાત્રે તમે સૂતા હો, તમારા ઘરમાં મીઠાઈ પડી છે તો અચાનક મીઠાઈના ટુકડા મોંમાં આવી જાય તેમ બનતું નથી. મોહનથાળ મોંમાં આવી જાય તેમ બને ? ના. ઘરમાં તો તે છે પરંતુ તેમ બનતું નથી. તમે શોધતાં શોધતાં મોહનથાળ પાસે જાઓ છો. પુદ્ગલ દ્રવ્ય પાસે તમે જાઓ છો. પુદ્ગલ દ્રવ્ય ઉપર આરોપ મૂકવાની જરૂર નથી. પુદ્ગલ તરફ આપણે જ ખેંચાઈએ છીએ. ખેંચાતા પહેલાં આપણે તેને જાણીએ છીએ. પુદ્ગલ દ્રવ્ય જગતમાં હાજર છે અને નિષ્ક્રિય છે. પુદ્ગલ ડીસ્ટર્બ કરવા આવતું નથી. પુદ્ગલને શોધતાં શોધતાં આપણે જઈએ છીએ. તેને જાણ્યા પછી આપણામાં ઘણી પ્રક્રિયાઓ થાય છે. આકર્ષણ થાય, ખેંચાણ થાય, ગમે, ન ગમે. ગમે એટલે પ્રાપ્ત કરવાની ઇચ્છા થાય, મેળવવું, સાચવવું, આસક્ત થવું, મમત્વ કરવું આ બધું પછી ઊભું થાય. આપણું મમત્વ આત્મા ઉપર તો નથી. આપણું મમત્વ દશ્ય પદાર્થો જે દેખાય છે તેના ઉપર છે. પુદ્ગલ દ્રવ્ય આત્માથી-આપણાથી ભિન્ન છે, સ્વતંત્ર છે. આપણી સાથે તેને કંઈ જ લેવાદેવા નથી. તે પોતે પોતાથી છે અને આપણે એટલે આત્મા, ચૈતન્ય પદાર્થ પોતે પોતાથી છે. પરંતુ એ પુદ્ગલ દ્રવ્ય તરફ આપણે ખેંચાઈએ છીએ અને તેમાં ભળીએ છીએ. સૌથી મોટી વાત જૈનદર્શનને એ કરવી છે કે તારું જે અહિત થાય છે તે કોઈ કરતું નથી. તું પોતે જ તારું અહિત કરે છે. કઈ રીતે ? તો જ્યાં દશ્ય પદાર્થ દેખાય છે ત્યાં ખેંચાઈને તું તેમાં ભળે છે. પુદ્ગલ દ્રવ્ય જગતમાં હાજર છે. આત્મદ્રવ્ય પણ છે તે આપણે હજુ નક્કી કર્યું નથી. પરંતુ જ્ઞાની પુરુષો કહે છે કે આત્મદ્રવ્ય છે, તે બન્ને દ્રવ્યો ગતિશીલ છે. એમાં ગતિ થાય છે, ચાલે છે. તમારી ખુરશી અહીં પડી છે, તમે ઉપાડી બીજે મૂકી શકો છો. તેમાં ગતિ થઈ. અને એમાં જ્યારે ગતિ થાય ત્યારે એ ખુરશીને ગતિ કરવામાં સહાય કરનાર એક અદશ્ય તત્ત્વ છે જેને કહેવાય છે ધર્માસ્તિકાય દ્રવ્ય. ગતિ કરતાં કોઈપણ પદાર્થને ગતિ કરવામાં મદદ કરે તે દ્રવ્યનું નામ ધર્માસ્તિકાય છે. જેને વિજ્ઞાન ઈથર કહે છે. એક માણસ અમેરિકાના હોલમાં ગીત ગાય છે, સંગીત ગાય છે તે તમે તમારા રૂમમાં, મુંબઈમાં બેઠાં બેઠાં ટી.વી. ઉપર જોઈ શકો છો. ગાય છે હજારો માઈલ દૂર, તમે બેઠાં છો મુંબઈના રૂમમાં પરંતુ સામે ટી.વી. છે. તે ટી.વી.માં માણસ ગાય છે તે તમને સંભળાય પણ છે અને તમે તેને જોઈ પણ શકો છો. શું થાય છે એમાં ? ત્યાં જે તરંગો ઊઠે છે તે તરંગો તમારું ટી.વી. પકડે છે, ઝીલે છે અને જે નંબર ઉપર મૂકો ત્યાં જે તરંગો જગતમાં ઊઠતાં હોય તે પકડાય, ઝીલાય. જગતમાં અસંખ્ય પ્રકારના તરંગો ઊઠે છે. એ તરંગો પકડવાની જે કંઈ પણ પ્રક્રિયા અને સાધનો છે તેનાથી તરંગો પકડાય For Personal & Private Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ ૮૬ પ્રવચન ક્રમાંક - ૪૬, ગાથા ક્રમાંક - ૫૭ છે. પરંતુ તરંગો જે ગતિ કરે છે, મુંબઈ સુધી આવ્યા, તમારા ઘરમાં, તમારા ટી.વી. પર દેખાયા. એ લાવ્યું કોણ? એ લાવનાર, ગતિ કરાવવામાં મદદ કરનાર, સહાય કરનાર જે દ્રવ્ય છે તેને કહેવાય છે ધર્માસ્તિકાય દ્રવ્ય. જગતમાં એકલી ગતિ નથી, સ્થિરતા પણ છે. સ્થિર થવું તે પણ એક ઘટના છે. તમે અત્યારે સ્થિર બેઠાં છો. પ્રવચન પૂરું થશે એટલે ગતિ કરશો. તમારી ગતિમાં તમને સહાય કરે તેવું પણ દ્રવ્ય છે. અને સ્થિર રહેવું હોય તો સ્થિરતામાં પણ મદદ કરે તેવું દ્રવ્ય છે અને તે છે અધર્માસ્તિકાય. ચાલતા માણસને અથવા ગતિશીલ પદાર્થને સ્થિર થવામાં મદદ કરનાર અધર્માસ્તિકાય અરૂપી દ્રવ્ય છે. આમ ચાર દ્રવ્યો થયાં. હવે પાંચમી વાત, આ બધાં જીવ, અજીવ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને કાળ રહે છે ક્યાં? તેમને રહેવાની જગ્યા મળવી જોઈએ. અવકાશ મળવો જોઈએ. અવકાશ આપનાર તેને કહેવાય છે આકાશ. તારે ઘર કરવું હોય તો કરીશ ક્યાં ? આકાશ જગ્યા આપે છે, અવકાશ આપે છે. જેટલી ખાલી જગ્યા છે તે આકાશ છે. ઘરમાં પણ ખાલી જગ્યાનું નામ આકાશ. વસ્તુને રહેવાની જગ્યા આપે છે તે આકાશ. આકાશ અવકાશ આપે છે. અને છઠ્ઠી વાત, જગતમાં ઋતુઓ આવે છે જેમ કે વસંત, શિશિર, પાનખર. જુદી જુદી અવસ્થા આવે છે જેમ કે બાલ્યાવસ્થા, યુવાવસ્થા, અને વૃદ્ધાવસ્થા. અંતે મૃત્યુ પણ થાય. આ બધા પરિવર્તનો જગતમાં જે થાય છે તે પરિવર્તનોમાં સહાયક પરિબળ જે થાય છે તેને કાળ કહેવાય છે. આ વિશ્વની વ્યવસ્થા છે. આ જગતમાં જે લીલા ચાલે છે, તે લીલા કોઈ કરતું નથી, ભગવાનની લીલા છે તેમ કહો છો પરંતુ ભગવાન કંઈ લીલા કરતો નથી. કોઈ લીલા કરતું નથી, પરંતુ આ છ દ્રવ્યો અરસપરસ કામ કરે છે. મઝાની વાત એ છે કે આ ચારે દ્રવ્યો દેખાતાં નથી, અરૂપી છે, અદશ્ય છે, પણ છે ખરાં. તમારે ગતિ કરવી હોય તો ઓટોમેટિક તમને ગતિ કરવામાં સહાય કરે, તમારે સ્થિતિ કરવી હોય તો સ્થિર રહેવામાં સહાય કરે. પરંતુ તમારે સ્થિતિ કરવી હોય તો ધક્કો મારી ગતિ કરાવે તેવું ધર્માસ્તિકાય કરતું નથી. અને ચાલવું હોય તો અધર્માસ્તિકાય તમને પકડી રાખશે નહિ. તુરત જ ધર્માસ્તિકાય ચાલવામાં મદદ કરશે. આ ચારે દ્રવ્યો અરૂપી છે, આપણી વચ્ચે આવતાં નથી. પણ તમારી ગતિમાં, તમારી સ્થિતિમાં, તમને અવકાશ આપવામાં અને રૂપાંતર થવામાં એ તમને સહાય કરે છે. એક અર્થમાં તેઓ આપણી મોટી સેવા કરે છે. જાહેરાત કર્યા વગર કે કંઈપણ બોલ્યા વગર, ચૂપચાપ મદદ કરે છે. તેમનું હોવાપણું એ જગતની મહત્ત્વની ઘટના છે. કાળદ્રવ્ય પણ કામ કરે છે. બાલ્યાવસ્થામાંથી યુવાવસ્થા અને યુવાવસ્થામાંથી વૃદ્ધાવસ્થા પહોચાડવામાં કાળ મદદ કરે છે. કાળ પરિવર્તન કરે છે. ફેરફાર કરે છે, બદલાવે છે, ઉત્પન્ન થવું, નાશ થવું, ટકવું, બદલાવું એ કાળ કરે છે. પોતાની મેળે કરે છે, કોઈના કહેવા પ્રમાણે નહિ. આ ચાર દ્રવ્યો For Personal & Private Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા આપણી સાથે છે, પણ આપણી વચ્ચે આવતાં નથી. તમને માત્ર સહાય કરે છે. તમારે ચાલવું હોય તો ધર્માસ્તિકાય તૈયાર, સ્થિતિ કરવી હોય તો અધર્માસ્તિકાય તૈયાર, જગ્યા જોઈતી હોય તો આકાશ તૈયાર અને પરિવર્તનમાં કાળ તૈયાર. એ દ્રવ્યો છે પરંતુ કોઈની વચ્ચે આવતાં નથી. એમને કોઈએ બનાવ્યાં નથી. અનાદિકાળથી છે, અને અનંતકાળ રહેવાનાં છે. એ ચાર દ્રવ્ય પોતાનું કામ પોતે પોતાની મેળે ચૂપચાપ કર્યે જાય છે. પરંતુ ખરેખરો જે ખેલ થાય છે તે આત્મા અને પુગલ દ્રવ્ય વચ્ચે થાય છે. પુગલ માટે બીજો એક શબ્દ પણ વપરાય છે અને તે શબ્દ છે જડ અથવા અચેતન. જડ એટલા માટે કે તેનામાં સ્વતંત્રપણે જાણવાની શક્તિ નથી. તેનામાં સંવેદનશીલતા નથી, સુખ દુઃખનું ભાન નથી, આનંદ નથી, જાગૃતિ નથી અને જાણવાની શક્તિ નથી પરંતુ અસ્તિત્વ છે. આવી વસ્તુ કે પદાર્થ હોય તેને જડ કહેવાય. જડ અથવા પુદ્ગલ એ જૈનદર્શનના શબ્દો છે. પ્રકૃતિ એ સાંખ્યદર્શનનો શબ્દ છે. પંચમહાભૂત એ વેદાંતદર્શનનો શબ્દ છે. મેટર એ વિજ્ઞાનનો શબ્દ છે. પરંતુ તમે તેને જોઈ શકો છો. આ બધી જુદી જુદી રચનાઓ થાય છે તે પુગલમાં થાય છે. બધો જ ખેલ એક અર્થમાં પુગલનાં પરમાણુઓનો છે. અહીં એમ કહેવું છે કે જડ અને ચેતન બન્ને દ્રવ્યો સ્વતંત્ર છે. એ બંને દ્રવ્યોનો સ્વતંત્ર સ્વભાવ એટલે કે સ્વતંત્ર ધર્મ છે. પ્રત્યેક પદાર્થ જુદો છે તેનું કારણ દરેકનો સ્વભાવ જુદો જુદો અને સ્વતંત્ર છે. દા.ત. સાકર અને મરચું જુદાં છે. કેમ જુદાં છે? તો સાકરમાં મીઠાશ છે અને મરચામાં તીખાશ છે. જેનામાં મીઠાશ હોય તે સાકર અને તીખાશ હોય તે મરચું, મરચું અને સાકર જુદાં છે. તેમ જડ અને ચેતન બને જુદાં છે. જડમાં કોઈ કાળે જાણવાનો સ્વભાવ આવશે નહિ. વિકાસ ગમે તેટલો થાય પરંતુ જડ વસ્તુ ક્યારેય જાણવાનો ગુણ પ્રગટાવી નહિ શકે. આ વાત સમજવા કોશિશ કરો કે વિજ્ઞાનનો ગમે તેટલો વિકાસ થશે, પણ ક્યારેય એવી ઘટના નહિ ઘટે કે જડ પદાર્થ જાણતું થઈ જાય. કારણ કે કોઈ વસ્તુનો મૂળભૂત સ્વભાવ બદલાતો નથી. દરેક પદાર્થ સ્વતંત્ર છે. દા.ત. તમે જે ખુરશી પર બેસો છો, તે પચાસ વર્ષ તમે વાપરી છે. પચાસ વર્ષ સુધી વાપરવા છતાં એ ખુરશી તમને જાણતી થઈ જાય તેમ બનશે નહિ. ખુરશી ક્યારેય નહિ બોલે, વેલ્કમ સાહેબ ! આપ બિરાજમાન થાઓ. કારણ કે જાણવાનો તેમાં સ્વભાવ નથી. આ વાત ભારપૂર્વક એટલા માટે કહું છું કે આમાંથી જ ગુંચવાડો થાય છે, આંટી પડે છે અને આપણો સંસાર આમાંથી જ ઊભો થાય છે. આપણે જડ શરીરને ચૈતન્ય માની લઈએ છીએ. જૈન દર્શનનું એમ કહેવું છે કે જગત કોઈએ બનાવ્યું નથી. જગત ન હતું તેવો કોઈ કાળ નથી અને જગત નહિ હોય તેવો પણ કોઈ કાળ નહિ હોય. ભગવાન કૃષ્ણ, ભગવદ્ ગીતામાં બહુ સરળ ભાષામાં આ વાત કરી છે કે હે અર્જુન ! તું અને હું નહિ હોઈએ એવો કોઈ કાળ નથી. તું અને હું વર્તમાનમાં છીએ. ભૂતકાળમાં હતા અને ભવિષ્યમાં કાયમ રહેવાના છીએ. For Personal & Private Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ ८८ પ્રવચન ક્રમાંક - ૪૬, ગાથા ક્રમાંક - ૫૭ જગતમાં તમને જે કંઈ દેખાય છે તેની આદિ પણ નથી અને અંત પણ નથી એટલે જગત અનાદિ અનંત છે. તેની શરૂઆત નથી અને નાશ પણ નથી. એ નાશ પામતું નથી, નવું ઉત્પન્ન થતું નથી પણ તેમાં રૂપાંતર-ફેરફાર થયા કરે છે. અલગ અલગ સ્વરૂપમાં તેનું હોવાપણું કાયમ છે, માટે તેને કહેવાય છે સત્. સત્ શબ્દ આપણે ઘણી વખત વાપરીએ છીએ. સત્ શબ્દના ઘણા અર્થો છે. સદ્દગુરુ, સશાસ્ત્ર, સવ આ બધામાં સત્ શબ્દ છે. સત્ શબ્દનો અર્થ સાચાં, પારમાર્થિક, જેવાં હોવા જોઈએ તેવાં, પરંતુ અહીં સત્ શબ્દનો અર્થ બીજો છે. ત્રણે કાળમાં કોઈ કારણ વગર જેનું હોવાપણું, અસ્તિત્વ છે તેને કહેવાય છે સત્. મને ખ્યાલ નથી આવતો કે તમને આ વાત સમજવામાં આવે છે કે નહિ ? તમારે આ જાણવું જ પડશે. તમને જ્ઞાની પુરુષો નથી મળ્યા તેમ નથી. શાસ્ત્રોએ એમ કહ્યું કે આપણે ઘણી વખત તીર્થંકર દેવના સમોસરણમાં જઈ આવ્યા છીએ. તીર્થંકર પરમાત્માથી શ્રેષ્ઠ કહેનાર જગતમાં બીજું કોઈ નથી. ઉત્તમમાં ઉત્તમ કક્ષા તેમની છે. આવા પરમાત્મા પાસે આપણે જઈ આવ્યા, સાંભળ્યું, પણ લક્ષમાં ન લીધું. આપણે જાણ્યું, સાંભળ્યું, સમોસરણ જોયું, આશ્ચર્ય થયું કે આ દેવ દેવીઓ છે, અશોકવૃક્ષ છે, ફૂલોની વર્ષા થાય છે. સમવસરણનાં કાંગરામાં હીરા માણેક જડ્યાં છે, પગથિયાં રત્નજડિત છે, કરોડ દેવતાઓ સેવા કરે છે. એમ તીર્થંકરદેવનું સૌંદર્ય આપણે જોયું પણ તેમણે જે ઉપદેશ આપ્યો તેના તરફ આપણું ધ્યાન ન ગયું. તેમણે આ વાત કરી છે કે સત્ એટલે ત્રણેકાળ, સદાકાળ જે અસ્તિત્વ છે તે અસ્તિત્વ અકારણ છે. તેના હોવા માટે કોઈ કારણ નથી. તે સ્વાધીન છે, પરાધીન નથી. સત્ એને કહેવાય જે સ્વતંત્ર છે અને તેનો નાશ કદી પણ થઈ શકતો નથી. આવા બે પદાર્થો જડ અને ચેતન છે. જે કંઈ રમત ચાલે છે તે આ બે વચ્ચે ચાલે છે. ચાર દ્રવ્યો હાજર છે પણ પ્રેક્ષક જેવા છે. પરંતુ રમત જડ અને ચૈતન્ય વચ્ચે થાય છે. ચાર દ્રવ્યો વચમાં આવતાં નથી, પરેશાન કરતાં નથી. તમને સહકાર જરૂર આપે છે, પરંતુ તમારી ઈચ્છા હોય તો આપે છે. તમારે ચાલવું હોય તો ધર્માસ્તિકાય દ્રવ્ય કહેશે હું તૈયાર, ન ચાલવું હોય અને સ્થિર રહેવું હોય તો અધર્માસ્તિકાય તૈયાર. આકાશ એટલું બધું ઉદાર છે કે તે તમને જગ્યા આપે છે. આપણા શરીરમાં પણ ત્રીજો ભાગ આકાશનો છે. કાનમાં આંગળી જાય, નાકમાં આંગળી જાય, મોંમા કોળિયો જાય, ખોરાક પેટમાં જાય. અંદર પણ આકાશ છે. આપણી ચારે તરફ આકાશ છે. અને આકાશથી આપણે ઘેરાયેલાં છીએ. આકાશ આપણને જગ્યા આપે છે. જ્યાં જ્યાં ખાલી જગ્યા ત્યાં ત્યાં બધે આકાશ. ખરેખરો ખેલ થાય છે જડ અને ચેતન વચ્ચે. જડ અને ચેતન બંને ભિન્ન છે. આ વાત ફરી લીધી કેમકે આ વાત ઉપર આખો પાયો રચાયેલો છે. તમારી પાસે ઘણા બધા પ્રશ્નો છે પરંતુ આ વાત બરાબર સમજશો તો પ્રશ્નો થશે નહિ. ઘણી વખત વિચાર થાય છે કે દુનિયા કોણે બનાવી? ભલા માણસ ! દુનિયા બનતી નથી. હતી, છે અને હશે. તમે પૂછો છો કે For Personal & Private Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૮૯ અમારે દુઃખ કેમ ભોગવવું પડે છે ? તો કોઈ કહે એવાં કર્મો કર્યા માટે. તો પૂછો છો કે કોણે કર્યાં, કેવી રીતે થયાં ? તમે એટલું સમજી લો કે કર્મની પણ એક વ્યવસ્થા છે. ચૈતન્ય એ પણ દ્રવ્ય છે અને જડ પણ એક દ્રવ્ય છે. જડ અને ચેતન બે દ્રવ્યો છે. કર્મો જડ દ્રવ્ય છે. તમે જડને તો જુઓ છો. કારણ કે જડ રૂપી છે તેથી જડને સમજાવવાની જરૂર નથી. એટલા માટે કોઈ જ્ઞાની પુરુષે પુદ્ગલ દ્રવ્યને સમજાવવાની બહુ મહેનત કરી નથી. જગત દેખાય છે, પદાર્થો દેખાય છે પરંતુ મહેનત જે કરવી પડે છે તે જોનાર, દેખનાર માટે કરવી પડે છે. દેખનાર, જોનાર જે અંદર બેઠો છે, તે જે વસ્તુ જોવે છે તેને માને છે પણ પોતાને માનતો નથી. આ સમસ્યા સમજો. તમે જેને જુઓ છો તેને માનો છો કે આ પુદ્ગલ દ્રવ્ય છે અને તમે પોતે જોનાર છો તેને (આત્માને) માનતા નથી એટલા માટે ષટ્કદમાં આત્મા નથી અને હોય તો જણાય કેમ નહિ ? ત્યાંથી શરૂઆત થઈ. હે ગુરુદેવ ! આત્મા છે જ નહિ. કેમ ? તો નથી દૃષ્ટિમાં આવતો, નથી જણાતું રૂપ, બીજો પણ અનુભવ નહિ, તેથી ન જીવ સ્વરૂપ. જોનાર છે, જુએ છે, જોવાની ક્રિયા ચાલે છે, જોવાની પ્રક્રિયા ચાલે છે, જોતો હોવા છતાં અને જોવાની ક્રિયા કે પ્રક્રિયા કરતો હોવા છતાં જે જોનાર પોતે છે તે પોતાની ના પાડે છે. જે વસ્તુ જોવે છે તેની હા પાડે છે. શબ્દો સમજી લો. જોનારની જોનાર પોતે ના પાડે છે અને જે વસ્તુ જોવે છે તેની હા પાડે છે. આ જે દેખાય છે તે છે તે તમને સમજાવવું પડતું નથી. આ રૂપિયાની નોટો તિજોરીમાં જ મુકાય, એ કચરાપેટીમાં ન નખાય એ કહેવું પડતું નથી. જોનાર જેને જોવે છે તેને માને છે. જે વસ્તુને જોવે છે તે પુદ્ગલ અને જે જોનાર છે તે ચૈતન્ય. આ બે વસ્તુઓ જગતમાં છે. એમાં ચૈતન્ય, જોનાર તમે છો. આ જગતમાં જે આગળ જ્ઞાનીઓ થઈ ગયા, અત્યારે છે અને ભવિષ્યમાં થશે તે બધાએ એક જ વાત કરી છે કે જે ચૈતન્ય છે તે જોનારો છે અને દેખાય છે તે જડ છે અને તું જોનાર જડથી જુદો છો. આપણી સૃષ્ટિમાં પુદ્ગલ દ્રવ્ય સિવાય બીજું કંઈ દેખાતું નથી. અને પુદ્ગલ દ્રવ્ય સિવાય બીજું દ્રવ્ય નથી એવી ખોટી સમજણ જેનાથી થાય તેને કહેવાય છે મિથ્યાત્વ. કુદેવ, કુગુરુ, કુધર્મ, સદ્ગુરુ, અસદ્ગુરુ એ બધી વાત પછી કરીશું. પહેલી વાત તો એ કે આ જડ અને ચેતન બે દ્રવ્યો છે. જડ દ્રવ્ય સિવાય બીજાનું અસ્તિત્વ જે સ્વીકારતો નથી અને જેના કારણે અસ્વીકાર થાય છે તેને કહેવાય છે મિથ્યાત્વ. મિથ્યાત્વનું બીજું નામ દર્શનમોહ. જ્યાં સુધી પુદ્ગલ દ્રવ્ય સિવાય બીજું દ્રવ્ય જગતમાં છે, તેનો સ્વીકાર નહિ થાય ત્યાં સુધી સાધનાની શરૂઆત નહિ થાય. પુદ્ગલ દ્રવ્ય રૂપી છે, પુદ્ગલ દ્રવ્ય તમને દેખાય છે માટે તમે તેના તરફ ઢળો છો. અને તેથી રાગ દ્વેષ થાય છે. રાગ દ્વેષથી કર્મો બંધાય છે, તેનું ફળ નક્કી થાય છે, એ ભોગવવું પડે છે, અને સંસારમાં જુદી જુદી ગતિઓમાં જવું પડે છે. આપણે એમ કહીએ છીએ કે અમારે મોક્ષ જોઈએ છે. જોઈએ છે મોક્ષ અને ધંધો કરવો છે પુદ્ગલ દ્રવ્યનો, મેળ નહિ પડે. પુદ્ગલ For Personal & Private Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ ૯૦ પ્રવચન ક્રમાંક - ૪૬, ગાથા ક્રમાંક - ૫૭ દ્રવ્ય તરફ તમે ઢળેલા છો અને આત્માનો અસ્વીકાર હોય તેવી અવસ્થા જીવનમાં છે તેને કહેવાય છે મિથ્યાત્વ. જડ અને ચેતન બે જુદા છે તે પહેલી વાત. આ જુદું પાડવું ઘણું કઠિન છે. ઘણો કાળ ગયો પણ હજુ જુદું પડ્યું નથી. એટલા માટે શાસ્ત્રોમાં બે શબ્દો છે. અપૂર્વકરણ અને બીજો શબ્દ છે ગ્રંથિભેદ. બિલકુલ પારિભાષિક શબ્દો છે. અપૂર્વ એટલે પૂર્વે નહિ થયેલું, નહિ આવેલું, નહિ જોયેલું, જાણેલું તેને કહેવાય છે અપૂર્વ, ભૂતકાળમાં નથી બન્યું તેવું અને હવે બન્યું માટે તેને કહેવાય છે અપૂર્વ. કરણ એટલે પરિણામ. આ સંસારમાં પરિભ્રમણ કરતાં કરતાં ક્યારેય પણ આવાં પરિણામ જીવમાં ઉત્પન્ન થયાં નથી. પરિણામ એટલે ભાવ. કયા પરિણામ ? તો રાગદ્વેષને હું દૂર કરું તેવા પરિણામ જીવમાં કદી પણ ઉત્પન્ન થયા નથી. રાગ દ્વેષની ગાંઠને ભેદે તેવો પરિણામ-વીર્ય તેને કહેવાય અપૂર્વકરણ. બીજો શબ્દ છે ગ્રંથિભેદ. ગ્રંથિ એટલે ગાંઠ, ગાંઠને ભેદવાની છે, તોડવાની છે, જડ અને ચેતન બંને એક છે, અથવા ચેતન નથી અને જડ એકલું જ છે અથવા જડ તે જ ચૈતન્ય છે એવી જે બુદ્ધિપૂર્વકની માન્યતા તેને કહેવાય છે ગ્રંથિ. આ ગાંઠ આડી આવે છે. જીવનમાં ઘણા પ્રકારની ગાંઠ છે, વાયુની ગાંઠ, ટી.બી.ની ગાંઠ, ગુમડાંની ગાંઠ, કેન્સરની ગાંઠ. આ બધી ગાંઠો કરતાં જડ અને ચેતન એક છે અથવા જડનો સ્વીકાર અને ચેતનનો ઇન્કાર, જડ છે અને ચેતન નથી એવો સ્વીકાર એ મોટામાં મોટી ગાંઠ છે. નવાઈ તો એ લાગે કે બુદ્ધિશાળી માણસો આ આત્માનો સ્વીકાર કરતા નથી. બન્ને પદાર્થો ભિન્ન ભિન્ન છે. જડ પણ જુદું અને ચૈતન્ય પણ જુદું છે. કેમ ? ‘કેવળ પ્રગટ સ્વભાવ.’ બંનેનો સ્વભાવ પ્રગટ છે. બંનેનો સ્વભાવ જુદો છે. જાણવું તે ચેતનનો સ્વભાવ છે અને ન જાણવું તે જડનો સ્વભાવ છે. વર્ણ, ગંધ, રસ, સ્પર્શ એ પુદ્ગલનો સ્વભાવ છે. અને ન વર્ણ, ન રસ, ન ગંધ, ન સ્પર્શ એ આત્માનો સ્વભાવ છે. માત્ર જાણ્યા જ કરવું તે આત્માનો સ્વભાવ છે. બંનેના સ્વભાવ જુદા જુદા છે. અને કોઈ પણ કાળે તે એક થઈ શકતાં નથી. બંને એક નહિ થાય. સામાન્ય વ્યવહારમાં પણ મરચું અને સાકર એક ડબ્બામાં નાખો તો પણ એક નહિ જ થાય. એ જુદાં જ રહેશે. વ્યવહારમાં પણ મરચું સાકર એક થઈ શકતાં નથી, તો આત્મા અને પુદ્ગલ એક કેમ થશે ? તે બંને જુદા છે, ત્રણકાળમાં એકપણું પામે નહિ. એકાકાર થઈ શકતાં નથી. ત્રણેકાળ દ્વયભાવ એટલે બે જ ભાવો. દેહ અને આત્મા જુદા છે તેવો દ્વૈતભાવ જગતમાં પ્રસિદ્ધ છે. જૈન દર્શન દ્વૈતવાદી છે. એ બેનો સ્વીકાર કરે છે. જડ અને ચેતન બંને જુદાં છે એવો પ્રગટ અનુભવ જીવનમાં થાય છે. હવે વાત એ કરવી છે કે જડ અને ચેતન વચ્ચે જે રચના થાય છે, અને જે કર્મબંધ પડે છે તેની ચર્ચા કર્યા પછી ૫૮મી ગાથાનો પ્રારંભ કરીશું. ધન્યવાદ ! આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે માટે ધન્યવાદ. દરેકના અંતરમાં રહેલા પરમાત્માને મારા પ્રેમપૂર્વક નમસ્કાર. For Personal & Private Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા પ્રવચન ક્રમાંક - ૪૦ ગાથા ક્રમાંક - પ૦-૧ સંસારનું કારણ જડ ચેતનનો ભિન્ન છે, કેવળ પ્રગટ સ્વભાવ; એકપણું પામે નહિ, ત્રણે કાળ દ્રય ભાવ. (૫૭) આ ગાથા સમજવા જૈનદર્શનના પાયાના સિદ્ધાંતો એક વખત સમજવાની ફરી કોશિશ કરીએ. કોઈ કાળે જેનામાં જાણવાનો સ્વભાવ થોડો પણ નથી તેને જૈનદર્શન જડ કહે છે. જડ એટલે મૂર્ખ, બુદ્ધિ વગરનો તેમ નહિ, જડ એટલે આળસુ તેમ નહિ. જડ એક વસ્તુ છે, તત્ત્વ છે, પદાર્થ છે, એક દ્રવ્ય છે અને તેનું બીજું નામ પુદ્ગલ છે. જૈનદર્શને પુગલ શબ્દને પ્રથમ પસંદગી આપી છે અને બીજા નંબરે જડ શબ્દ પસંદ કર્યો છે. જડનો અર્થ જેનામાં ચેતના નથી, જ્ઞાન નથી, આનંદ નથી, જેનામાં સંવેદના નથી, સંવેદનશીલતા નથી, પરંતુ તે છે ને તેની પાસે તેની પોતાની મૂડી વર્ણ છે, રસ છે, ગંધ અને સ્પર્શ છે, શબ્દ છે, આકૃતિ, સંસ્થાન, વજન અને કદ પણ છે. તે પરિવર્તન પામે છે પરંતુ તેનામાં ચેતના નથી, જાણવાપણું નથી, આનંદ નથી, નથી સુખ કે નથી સંવેદના. પરંતુ તેનું રૂપ જોઈને કોઈને સંવેદન જાગતું હશે. ગુલાબનું ફૂલ જોઈને કોઈ કવિને કાવ્ય સ્ફરતું હશે. શરદપૂર્ણિમાના ચંદ્રને જોઈને કોઈને ગરબા રમવાનું મન થતું હશે. પરંતુ એ જડ પદાર્થમાં સંવેદન નથી. તેને જોઈને જેનામાં સંવેદના થાય છે તે જડ પદાર્થથી જુદો છે. અને જે જાણવાના સ્વભાવવાળો છે તેને કહેવાય છે ચેતન. તે નિગોદમાં હોય તો પણ ભલે, એકેન્દ્રિયમાં, સંજ્ઞી પંચેન્દ્રિયમાં કે દેવગતિમાં હોય તો પણ ભલે અને સિદ્ધદશામાં હોય તો પણ ભલે, જાણવાનો સ્વભાવ સતત છે, શાશ્વત છે. એ સ્વભાવ ક્યારેય પણ જતો નથી, નાશ થતો નથી અને નવો લાવવો પણ પડતો નથી. નિગોદમાં અત્યંત અવિકસિત અવસ્થા છે, એટલી બધી અવિકસિત અવસ્થા હોવા છતાં જાણપણું ચૈતન્યપણું નાશ પામતું નથી, ચૈતન્યપણે કાયમ રહે છે. - અહીં ફરી સમજી લઈએ કે આત્માના અસંખ્ય પ્રદેશો છે. ક્યારેય પણ આત્માનું વિભાજન થતું નથી. અસત્કલ્પનાએ એનું વિભાજન જો કરવામાં આવે તો અસંખ્ય ભાગો થાય. તેને આત્માના પ્રદેશો કહે છે. એક સમય, એક પરમાણુ અને એક પ્રદેશ એ અત્યંત સૂક્ષ્મ છે. એટલા માટે કહ્યું કે એક પ્રદેશ, એક સમય અને એક પરમાણુને જાણે તે કેવળજ્ઞાની. કેવળજ્ઞાન એટલું સૂક્ષ્મ છે કે તે સમગ્ર દ્રવ્ય તો જાણે જ છે, પરંતુ અંતિમ ભાગ, અંતિમ વિશેષને પણ જાણે છે. ધૂળનું ઢેકું તમે હાથમાં લ્યો, તેનું વિભાજન કરો એટલે છૂ કરતાં જાવ, કરતાં જાવ અને એક અવસ્થા એવી આવશે કે હવે વિભાજન થઈ શકશે નહિ, એવો અંતિમ વિશેષ એ પરમાણુ For Personal & Private Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ક્રમાંક - ૪૭, ગાથા ક્રમાંક - પ૭-૧ છે. તે એક પરમાણુને, એક પ્રદેશને તથા એક સમયને છદ્મસ્થ જાણી ન શકે, પરંતુ કેવળજ્ઞાની જ જાણી શકે. આત્માના અસંખ્ય પ્રદેશોમાં પ્રત્યેક પ્રદેશે કર્મનું આવરણ આવેલું છે. પરંતુ આ અસંખ્ય પ્રદેશોમાં આઠ પ્રદેશો એવા છે કે જ્યાં કામણની વર્ગણાનો ટચ થઈ શકતો નથી. આ વાત અત્યારે કરતા નથી, પરંતુ તમે શંકા કરશો નહિ. આ આઠ પ્રદેશોને રુચક અથવા નિર્મળ પ્રદેશો કહે છે. એટલા પ્રમાણમાં જ્ઞાનનો ઉઘાડ કાયમ રહેવાનો છે. એનો અર્થ એવો થયો કે તે સદાય જાણવાના સ્વભાવવાળો છે તેથી એને કહેવાય છે ચેતન. જડનો સ્વભાવ જુદો છે અને ચેતનનો સ્વભાવ પણ જુદો છે. એ બંને વચ્ચે સબંધ હોઈ શકે, સંયોગ હોઈ શકે પણ એકત્વ ન હોઈ શકે. સંયોગ સંબંધ ખરો પણ એકમેકમાં મળી જાય એવું બની ન શકે. દૂધમાં સાકર નાખો તો દૂધનો પણ સ્વાદ આવશે અને સાકરનો પણ સ્વાદ આવશે. સ્વાદ દૂધનો પણ ખરો અને સાકરનો પણ ખરો. સાકર દેખાતી નથી પરંતુ કોઈ પ્રકારે તે બંને એકપણું પામતાં નથી. તમને જડ પ્રત્યે ગમે તેટલો પ્રેમ હોય પણ જડ સાથે એકપણું પામતા નથી. પ્રેમીઓ પ્રેમના આવેશમાં કહેતા હોય છે, આપણે એક જ છીએ, મરી જઈએ પણ છૂટ્ટાં નહિ પડીએ. શરીર ભલે બે છે પરંતુ આત્મા તો એક જ છે. આવું ઘણું બધું બોલશે પણ એક ન થઈ શકે, શક્ય જ નથી. બે વ્યક્તિઓ કે શરીર અને આત્મા બંને એક ન થઈ શકે. ત્રણે કાળ જડ જડ ભાવે જ રહેશે અને ચેતન ચેતન ભાવે જ રહેશે, એવો બંનેનો જુદો જુદો દ્વૈતભાવ છે, એવો અનુભવ થાય છે. બિલકુલ ધ્યાન રાખજો, થોડી કઠિન વાત છે. બહુ રીપીટ નહિ થાય. ત્રણે કાળ ચેતન ચેતન રહે અને જડ જડ જ રહે એવો બંનેનો જુદો જુદો દ્વૈતભાવ જૈનદર્શનમાં પ્રસિદ્ધ છે. જૈનદર્શન દ્વૈતવાદી છે, વેદાંત અદ્વૈતવાદી છે. બેને એક માને છે, “સર્વ રવત્ત્વિવં બ્રહ્મ’ એમણે એમ કહ્યું કે આ જે કંઈ છે તે બ્રહ્મ જ છે. અમે એક વખત નાનકડા ગામડામાં હતા, ત્યાં પચીસેક માણસો રોજ વેદાંતની ચર્ચા કરવા ભેગા થતા હતા, થોડી ચર્ચા થયા પછી પીવાનું શરૂ. મેં કહ્યું, ભાઈ ! આ વેદાંત અને ચલમ એ બેને મેળ નથી. તેઓ કહે કે મહારાજ ! આ પીવાય છે તે પણ એ છે. પીનારો પણ એ છે, ચલમ પણ એ છે અને ચલમમાં નાખીએ છીએ તે પણ એ જ છે. અને પાનારો પણ એ છે. ‘સર્વ વત્વિવં બ્રહ’ મોટો દાટ વાળ્યો. આને અને તેને કંઈ લેવાદેવા નથી. વેદાંત અદ્વૈતવાદી છે. અદ્વૈતવાદનું કારણ જુદું છે. જૈનદર્શનદૈતવાદી છે, પણ તેણે એક અપેક્ષાએ અદ્વૈતવાદનો સ્વીકાર કર્યો છે. પરંતુ પાયામાં એ વૈતનો સ્વીકાર કરે છે. જડ અને ચેતન બે તત્ત્વો જુદાં જુદાં છે. જડની-પુગલની અનંત પર્યાયો થાય. ભૂતકાળમાં પુદ્ગલ દ્રવ્ય હતું અને પરિણમનશીલ હતું. વર્તમાનમાં પુદ્ગલ દ્રવ્ય છે અને પરિણમે છે. ભવિષ્યમાં પુગલ દ્રવ્ય હશે અને અનંતકાળ પરિણમશે, એમાંથી અનંત પર્યાયો આવે છે. વતિ રૂતિ દ્રવ્યમ્ | જેમ વરસાદ વરસે છે અથવા ગાયને દોહવા જઈએ અને જેમ એના આંચળમાંથી દૂધ આવે છે, એમ જેમાંથી પર્યાયો ઝર્યા કરે છે એને કહેવાય છે દ્રવ્ય. જડમાંથી પણ પર્યાયો ઝરે છે. પર્યાય એટલે એક સમય પૂરતી વર્તમાન અવસ્થા. વર્તમાન એક સમય For Personal & Private Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૯૩ પૂરતી જે અવસ્થા-તેનું હોવાપણું એને કહેવાય છે પર્યાય. તમે જ્યારે જુઓ છો ત્યારે તેમાં ઘણું બધું ચાલ્યું ગયું હોય છે. પુદ્ગલની અનંત પર્યાયો થાય પણ તે બધી પર્યાયો જડ હશે પણ એની કોઈ પણ પર્યાય ચેતન નહિ હોય. એવી ભૂલ કોઈ દ્રવ્યમાં થતી નથી. એક પાટા ઉપરથી ગાડી બીજા પાટા ઉપર જાય, એક રસ્તો ભૂલીને તમે બીજા રસ્તે ચાલ્યા જાવ, અને રૂપિયા ગણતાં ગણતાં તમે પાંચને બદલે સાત ગણી લો એ ભૂલ થાય પણ જડમાંથી ચેતનની પર્યાય થાય તેવું ત્રણકાળમાં ન બને. અને ચેતનમાંથી જે પર્યાય થાય તે ચેતનની જ હશે તેમાં જડ પર્યાય ક્યારેય ન થાય. આ ૩૮ મી ગાથા અક્ષાંશ રેખા છે, વ્યવસ્થા છે અને દરેક દ્રવ્યનો સ્વભાવ છે. અને એ પણ યાદ રાખજો કે વસ્તુમાં અનંતગુણો છે પણ છ ગુણો પાયાના છે. (૧) અસ્તિત્વ એટલે સતપણું - હોવાપણું. (૨) વસ્તુત્વ એટલે જાતિ અને વ્યક્તિ રૂપતા (૩) દ્રવ્યત્વ એટલે ગુણ પર્યાયના આધારપણું (૪) પ્રદેશત્વ એટલે પ્રદેશોનું હોવાપણું (૫) પ્રમેયત્વ એટલે જ્ઞાનનો વિષય બનવાપણું. અને (૬) અગુરુલઘુત્વ એટલે જડને જડ અને ચેતનને ચેતન તરીકે રાખવાપણું. આ અગુરુલઘુત્વ ગુણ જડમાં પણ છે અને ચેતનમાં પણ છે. જે જડને જડ તરીકે જ રાખે એટલે તેને ચેતન થવા ન દે અને ચેતનને ચેતન તરીકે જ રાખે એટલે તેને જડ થવા ન દે. જડ ચેતન નહિ થાય અને ચેતન જડ નહિ થાય તેવી વસ્તુની મર્યાદા આ ગુણને લઈને છે. આ મર્યાદા જાળવવાનું કામ જે કરે છે તેને અગુરુલઘુ ગુણ કહે છે. ભગવાને, જ્ઞાની પુરુષોએ આ બધા ખજાનાઓ આપણા માટે રાખ્યા છે પણ આપણને સમજવાનો ટાઈમ જ ક્યાં છે ? ગમે તેટલા લેબોરેટરીમાં પ્રયોગો કરવામાં આવે પણ આ ઘટના ક્યારેય બનતી નથી કે જડ ચૈતન્ય બને. કારણ કે દ્રવ્યનો પોતાનો અગુરુલઘુ નામનો સ્વભાવ છે. સાથે સાથે એ વાત પણ સમજવા જેવી છે કે આત્માના અનંત ગુણો છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર્ય, તપ, વીર્ય, અહિંસા, સત્ય, અસ્તેય, પ્રેમ, કરુણા, અસ્તિત્વ, વસ્તુત્વ, દ્રવ્યત્વ, પ્રમેયત્વ, નિત્યત્વ, અનિત્યત્વ વિગેરે આત્માના અનંતગુણો છે પણ ખૂબી એવી છે કે જ્ઞાનગુણનું કાર્ય શ્રદ્ધા ગુણ ન કરે અને શ્રદ્ધા ગુણનું કાર્ય ચારિત્ર્ય ગુણ ન કરે અને ચારિત્ર્ય ગુણનું કાર્ય વીર્ય ગુણ ન કરે. જ્ઞાન શ્રદ્ધા ન થાય અને શ્રદ્ધા ચારિત્ર્ય ન થાય. દરેક ગુણ અલગ અલગ છે, દરેક ગુણ સ્વતંત્ર છે અને દરેક ગુણની પર્યાય પણ સ્વતંત્ર છે. એવી સ્વતંત્રતા જાળવી રાખવાનું કામ એ દ્રવ્યમાં પોતામાં છે, તેને કહેવાય છે અગુરુલઘુગુણ. સામાન્ય વ્યાખ્યા એવી કરે છે કે બહુ ભારે નહિ, બહુ હલકો નહિ એનું નામ અગુરુલઘુ ગુણ. પણ એ વ્યાખ્યા અહીં નથી. પણ વસ્તુનું વસ્તુત્વ સદા માટે જાળવી રાખે એવું સામર્થ્ય જે ગુણમાં છે તેને કહેવાય છે અગુરુલઘુ ગુણ. હવે એમ કહેવું છે કે આત્મામાં અનંત ગુણો છે, પણ જે ગુણથી, તેને બીજા દ્રવ્યથી જુદો પાડી શકાય, ઓળખી શકાય તે ગુણ જ્ઞાન અને આનંદ છે. પુદ્ગલ નિત્ય છે અને ચેતન પણ નિત્ય છે. પુદ્ગલની પર્યાય અનિત્ય છે અને ચેતનની For Personal & Private Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ ૯૪ પ્રવચન ક્રમાંક - ૪૭, ગાથા ક્રમાંક - ૫૭-૧ પર્યાય પણ અનિત્ય છે. આ નિત્યત્વ, અનિત્યત્વ આદિ ગુણો બન્નેમાં છે પરંતુ જ્ઞાન આનંદ ગુણ આત્મામાં જ છે. આ ગુણ પુદ્ગલમાં નથી. જ્ઞાન અને આનંદ તે ચેતનનો સ્વભાવ છે. જે અજ્ઞાન છે તે પણ ચેતનનો સ્વભાવ. અજ્ઞાનનો અર્થ અજાણપણું નહિ પરંતુ જ્ઞાનની અશુદ્ધ અવસ્થા તે અજ્ઞાન. ન જાણવું તે આ અજ્ઞાનની વ્યાખ્યા નથી. જ્ઞાન તો ખરું પણ અશુદ્ધ જ્ઞાન, મલિન જ્ઞાન. જ્ઞાન ગુણ પરિણમે છે, તે પરિણમતાં પરિણમતાં તેમાં અશુદ્ધિ મોહના કા૨ણે આવે છે. પર પદાર્થનું જ્ઞાન તો થયું પણ તેના પ્રત્યે મોહ જાગ્યો એટલે જ્ઞાન સાથે મોહ ભળ્યો તો જ્ઞાન અશુદ્ધ થયું. અશુદ્ધ જ્ઞાન તે અજ્ઞાન. આનંદ એ આત્માનો ગુણ છે પણ આપણને તેનો અનુભવ થતો નથી. દુઃખનો જે અનુભવ થાય તે આનંદની અશુદ્ધ પર્યાય છે. તમારો સ્વભાવ છે આનંદ. એટલા માટે સંસ્કારી માણસો એમ પૂછે છે કે આનંદમાં તો છો ને ? દુઃખમાં છો એમ પૂછશો તો કહેશે કે પાર વગરનું દુઃખ છે. તમે સુખ દુઃખની વાત પૂછી શકો. આનંદની વાત પૂછી શકો ? આનંદ તો આત્માનો સ્વભાવ છે. આપણને જ્યાં સુખ દુઃખ દેખાય છે તે આત્માની આનંદ ગુણની અશુદ્ધ પર્યાય છે. દુઃખ ટાળવાની કોશિશ કરીએ છીએ અને સુખ મેળવવા માટે ઝંખીએ છીએ. આપણા ઉપર સુખ મેળવવા માટે હંમેશા દબાણ રહે છે કે કોઈપણ હિસાબે સુખ મેળવો. दुखद्विट् सुखलिप्सुः मोहान्धत्वाददृष्टगुणदोष: । યાં યાં રોતિ ઘેટાં, તયા તયા વુદ્ઘમાવત્તે । (પ્રશમરતિ ગા.૪૦) મોહ-અજ્ઞાનથી અંધ બનેલો, દોષ અને ગુણને ન જાણતો જીવ દુઃખનો દ્વેષ કરે છે અને સુખને મેળવવા ઇચ્છતો જે જે પ્રયત્ન કરે છે તેનાથી તે દુઃખને પામે છે. આ દુનિયામાં આટલા બધા પ્રાણીઓ રાત દિવસ મહેનત કરે છે, ઘણાં લોકો એમ કહે છે કે ખાવાની ફુરસદ નથી, અને મરવાની પણ ફુરસદ નથી. આટલું બધું કામ સતત આપણે કર્યા કરીએ છીએ. સાહેબ ! આજે નહિ આ જીવનમાં નહિ પણ અનંતકાળથી કરતા આવ્યા છીએ. શા માટે ? શું કરવા ? સુખ મેળવવા માટે, આપણા ઉપર દબાણ એટલે પ્રેસર છે. દુનિયાને સુખની ખબર છે, દુઃખની ખબર છે પરંતુ આનંદની ખબર નથી. સુખ અને દુઃખની જે ધારા આવે છે તે અસ્તિત્વમાંથી આવે છે. છે તો ગંગાની જ ધારા, પણ નીચે ઊતરી એટલે કાનપુરમાં મેલી થઈ ગઈ, અશુદ્ધ થઈ ગઈ. આનંદ આત્માનો સ્વભાવ છે પણ આપણે જાણતા નથી. સુખ અને દુઃખ શબ્દો વાપરીએ છીએ. દુઃખ ગમતું નથી, સુખ ગમે છે, બસ એ ગડમથલમાં અનંતકાળ ગયો. આ પચાસ વર્ષની વાત નથી, અનંતકાળ આમ જ કાઢ્યો. દુ:ખ ટાળવું છે અને સુખ મેળવવું છે પરંતુ સુખ દુઃખ તો આનંદની અશુદ્ધ પર્યાય છે. આત્મા સુખ સ્વરૂપ છે, આત્મા દુઃખસ્વરૂપ છે તેમ નહિ કહો પણ આત્મા આનંદમય છે અને સમગ્ર પ્રકૃતિમાં તમને આનંદનો અનુભવ થાય. જ્યારે આનંદની અનુભૂતિ તમને થાય છે, ત્યારે ખરા સુખનો સ્વાદ તમને આવે છે, ત્યારે જે ટચ થાય અને તમને આનંદ મળે તે સુખનો આસ્વાદ છે. આમ For Personal & Private Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા આત્માના આનંદ ગુણની અશુદ્ધ પર્યાય તે સુખ અને દુ:ખ છે. આત્માનો જ્ઞાન પણ ગુણ છે. જ્ઞાનની વિકારી પર્યાય તે અજ્ઞાન. ફરીથી સમજી લેજો, ન જાણવું તે અજ્ઞાન નહિ પણ જ્ઞાનમાં મોહ ભળે અને જ્ઞાન અશુદ્ધ થાય તેને અજ્ઞાન કહેવાય. અશુદ્ધ જ્ઞાન તે અજ્ઞાન. જે આનંદમાં મોહ ભળે અને જે પર્યાય અશુદ્ધ થાય તે સુખ દુઃખની પર્યાય છે. તો કરવા જેવું શું રહ્યું ? કરવા જેવું એ રહ્યું કે જે બીજું ભળ્યું છે તે કાઢી નાખવું. તે કાઢી નાખવા સાચી સમજ પ્રાપ્ત કરવી. જડની પાસે, પુદ્ગલ પાસે રૂપ, રસ, ગંધ, સ્પર્શ, શબ્દની મૂડી છે અને જ્યારે રૂપની વાત કરીએ ત્યારે બે ભાગ પડે સુરૂપ અને કુરૂપ. ગંધની વાત કરો ત્યારે બે ગંધ મળે સુગંધ અને દુર્ગંધ. રસની વાતમાં મધુર રસ અને કડવો રસ, સ્પર્શની વાતમાં મુલાયમ અને કઠોર, વજનની વાતમાં હળવું અને ભારે...આ બધી પુદ્ગલમાં થતી ઘટનાઓ છે. જૈનદર્શનને મઝાની વાત તો એ કરવી છે કે આ ચેતન એટલે તમે, તમે એટલે આત્મા. એ આત્મા જ્ઞાનથી જાણે છે. કોને જાણે છે ? રૂપને, રસને, સ્પર્શને, શબ્દને. આ સુરૂપ છે, કુરૂપ છે, સુગંધ છે, દુર્ગંધ છે, કડવો રસ છે, મધુર રસ છે, પોચું છે, કઠણ છે તેમ તે જાણે છે. પછી અંદરમાં ભાવ કરે છે. પહેલાં જાણે છે કે આ ગુલાબનું ફૂલ છે, પછી તે સુંદર છે, આ કાંટો છે, આ વજનદાર પથ્થર છે, આ હલકો પથ્થર છે, આ સુંદર બાળક છે, આ પુરુષ છે, આ સ્ત્રી છે, આ કદરૂપો છે, આ સુરૂપ છે. આ બધું જાણે છે તે જ્ઞાન અને જાણ્યા પછી આત્મા ભાવ કરે છે. સામેનો પદાર્થ જડ હોય કે ચેતન તે કંઈ કરતો નથી, તે માત્ર જેમ છે તેમ છે, પરંતુ ભાવ આત્મા કરે છે. જડ પદાર્થમાં ભાવ થતો નથી. જડને જાણીને ભાવ આપણે કરીએ છીએ. જડ જડ રહે છે અને જડના નિમિત્તે ભાવ કરીને કર્મનું કારખાનું આપણે ચાલુ કરીએ છીએ. આ ક્યાં ગરબડ થાય છે તે જુઓ. તમે અમથી વાત ન કરો. તમારે કર્મથી મુક્ત થવું છે ? મોક્ષ મેળવવો છે ? વિચારીને બોલો, સમજીને બોલો. તમે જોયું કે તમારી પાસે હજાર હજાર રૂપિયાની થપ્પી પડી છે, તમને આનંદ થાય, અંદરથી ગરમી આવી જાય. એક માણસ માગસર મહિનાની ઠંડીમાં કંઈ ઓઢ્યા વગર ચાલ્યો જતો હતો, બીજા માણસે પૂછ્યું કે ઠંડી નથી લાગતી ? તે કહે મારામાં ગરમી છે. શેની ગરમી ? ખીસ્સામાં હાથ રાખ્યો હતો. તેનામાં નોટોની ગરમી છે. નોટો પડી છે નોટોને ભાવ થતો નથી. પણ નોટોને જોઈને આપણને અંદર ભાવ થાય, તેને કહેવાય છે મોહ. નોટોને જોઈને આપણને અહંકાર થાય પણ જડ નોટોને અહંકાર થતો નથી. બીજા પાસે વધારે નોટો છે એવું થાય તેને કહેવાય ઈર્ષ્યા. જડ કહે છે, ભાઈ ! હું તમારી વચ્ચે આવતો નથી, તમે મને નિમિત્ત બનાવી તમારા ભાવને દુષિત કરો છો. માણસ એટલે ચૈતન્ય ભાવ કરે છે કે આ પ્રિય છે, આ અપ્રિય છે, આ અનુકૂળ છે, આ પ્રતિકૂળ છે અને એમાંથી એ વિકારો કરે છે, એ વિકારોને કહેવાય છે વિભાવ. વિભાવ બે શબ્દોમાં વર્ણવ્યો છે, એ બે શબ્દો છે રાગ અને દ્વેષ. ૯૫ For Personal & Private Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ ૯૬ પ્રવચન ક્રમાંક - ૪૭, ગાથા ક્રમાંક - પ૭-૧ પૂ. જીવવિજયજી મહારાજે સાદી ભાષામાં કહ્યું કે, “રાગ ને રીસા, દો ય ખવીસા, એ હૈ દુઃખકા દિશા.” રાગ અને દ્વેષ એ ખવીસ છે. માથું ન હોય, એકલું ધડ હોય અને જરા હલતું હોય તો તમને શું થાય? ત્યાં જ કોઈને હાર્ટફેઈલ થઈ જાય, ગતિ અટકી જાય. માથું નહિ અને શરીરનું હોવું તેને કહેવાય છે ખવીસ. એ ખવીસ હોય કે નહિ પણ આ માન્યતા છે. “રાગ ને રીસા દો ય ખવીસા' ખવીસને જોઈને જેમ મોત થાય છે, તેમ રાગ અને દ્વેષથી ભાવ મૃત્યુ થાય છે. “ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાં અહો રાચી રહો” આ શરીરનું મૃત્યુ તો એક જ વખત થાય છે, પણ ભાવ મૃત્યુ તો જીવનમાં અનેક વખત, અસંખ્યાતવાર થાય છે. ક્ષણે ક્ષણે રાગ દ્વેષ થાય છે તેને કહેવાય છે વિભાવ, અથવા તો વિકાર. વિભાવ કેવી રીતે થાય? જ્ઞાન આત્માનો સ્વભાવ છે એ જ્ઞાને પુદગલને જાણ્ય, પુગલને જોયું, પછી સારું છે, નરસું છે, સુંદર કે અસુંદર છે, સુગંધ કે દુર્ગધ છે, પ્રિય છે, અપ્રિય છે એમ જાતજાતનાં વિકલ્પો કર્યા, એ વિકલ્પને કારણે અંદર ભાવ થયો, આ ભાવને કારણે વિભાવ થયો. એ વિભાવને કારણે વિકાર થયો. અને પરિણામે થાય છે રાગ, દ્વેષ. રાગ અને દ્વેષ જો થાય તો કર્મનો બંધ થાય. આ નાટકમાં કર્મોનો પ્રવેશ ઘણો મોડો થાય છે. પહેલાં ખાનગી ખાનગી આ બધું થઈ જાય છે. પછી જ કર્મો આવે છે. અને કર્મો લેવા માટે ક્યાંય જવાની જરૂર નથી. આખા જગતમાં – આપણે જ્યાં છીએ ત્યાં કામણ વણા રહેલી જ છે. કર્મ પણ એક પુદ્ગલની જાત છે. અનાજની દુકાનમાં ચોખા હોય, મગ હોય, ઘઉં હોય, જાર અને બંટી હોય અને તેનાં અલગ અલગ કોથળા પણ હોય, છતાં કહેવાય બધું અનાજ. તેમ જગતમાં અનેક જાતની પુદ્ગલની વર્ગણાઓ છે પણ તેને કહેવાય છે પુદ્ગલ, તેની જાત અલગ અલગ. અને અલગ અલગ જાતમાંથી આ બધું બને. જગતમાં રહેલી કામણ વર્ગણામાંથી કર્મરચના થાય છે. કર્મરચના થવામાં કાચો માલ જે જોઈએ તે કાર્મણ વર્ગણાના પરમાણુઓ છે. આપણું સ્થૂળ શરીર જેમાંથી બન્યું તે ઔદારિક વર્ગણા, દેવોનું શરીર જેમાંથી બને તે વૈક્રિય વર્ગણા, ભાષા બને ભાષા વર્ગણામાંથી, એમ કર્મ જેમાંથી બને તે કાર્મણવર્ગણા છે. કાર્મણ વર્ગણા સીધી તમારી પાસે આવતી નથી. તેને બોલાવવાની, આપણી સાથે જોડવાની, તન્મય કરવાની, પાસે રાખવાની કળા છે અને એ કળા છે રાગદ્વેષ. આત્માએ રાગ દ્વેષના ભાવો કર્યા નથી કે કાશ્મણ વર્ગણા આવી નથી. કાર્મણ વર્ગણા કહે છે કે તમે સો વર્ષ સાથે રહેશો, પણ ભાવ નહિ કરો તો તમારે અને અમારે સંબંધ નહિ થાય. સિદ્ધો જ્યાં છે ત્યાં પણ અમે (અનંતી કાર્મણ વર્ગણાઓ) છીએ, પરંતુ તેમને અમે ચોટતાં નથી. કારણ કે કર્મ બંધાય તેવા ભાવો તેમનામાં નથી. આ ધરતી ઉપર તેરમા ગુણસ્થાને, બારમા ગુણસ્થાને વીતરાગ પુરુષ છે તેમને મોહ, રાગ, દ્વેષ નિમિત્તે બંધાતા કર્મ વળગતાં નથી. આપણને કર્મો વળગે છે. આપણે સારા નરસા ભાવો કરીએ છીએ, પુગલ સાથે ખેલ કરીએ છીએ. આપણી પાસે કર્મોથી બંધાવાની કળા છે. હવે તમે For Personal & Private Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૯૭ બૂમ ન પાડશો કે કર્મો અમને વળગે છે. કર્મ તો કહે છે કે અમે પીક્ચરમાં ઘણા મોડા આવીએ છીએ. તોફાન તમે કરી બેસો છો તેથી અમારે આવવું પડે છે, અમારો વાંક નથી. કોઈ ઠેકાણે તોફાન થાય અને પોલીસને ફોન કરો તો પોલીસ આવે તેમાં નવાઈ શું છે ? તોફાન થયું તો આવ્યા ને ? વિકારો થયા તો રાગ દ્વેષ થયા ને ? રાગ, દ્વેષ થયા તો કર્મો આવ્યા ને ? કાર્પણ વર્ગણા આવશે, સ્વાભાવિક છે. અને ત્યાંથી કર્મબંધની શરૂઆત થાય. કંઈ ખ્યાલમાં આવે છે ? આ સમજવું ટાળશો નહિ, આ ધડ બેસાડ્યા વગર, સમજ કેળવ્યા વગર ઠેકાણું પડશે નહિ. જ્ઞાની પુરુષોને ઠેકાણે પાડવા છે. તમારું ઠેકાણું મોક્ષ છે તેથી તમને મોક્ષ સુધી પહોંચાડવા છે. હું રીપીટ કરીને કહું છું. જડના નિમિત્તે આપણને ભાવો થાય છે. ધારો કે મીઠાઈનો કટકો પડ્યો છે. એ કકડાને કંઈ ભાવ થતો નથી. એ સુરતની ઘારી આપણને કહેતી નથી કે તમે મને ખાવ. આપણે તેની પાસે જઈને ટુકડો મોંમાં મૂકી કહીએ છીએ, વાહ ! મઝા આવી ગઈ. આનંદ આનંદ થઈ ગયો. ઓલી ઘારી બોલતી નથી. પુદ્ગલ કંઈ જ વચમાં આવતું નથી પણ પુદ્ગલને નિમિત્ત બનાવી વિભાવો આપણે કરીએ છીએ. દેવચંદજી મહારાજે પણ કહ્યું કે ‘જે વિભાવ તે પણ નૈમિત્તિક' નિમિત્તની હાજરીમાં જે થાય તેને કહેવાય નૈમિત્તિક. પુદ્ગલને નિમિત્ત બનાવીને રાગ દ્વેષ કરીએ છીએ. રાગ દ્વેષ તરફ જાવ એટલે તમે દુઃખ તરફ જઈ રહ્યા છો. પછી તેનો ઉપાય કહે છે. ‘જબ તુમ ઉનકુ દૂર કરીસા', જ્યારે તમે રાગ દ્વેષને દૂર કરશો - ‘તબ તુમ જગ કા ઈશા’, તે વખતે તમે જગતના ઈશ્વર થઈ જશો. જેમના રાગ દ્વેષ ગયા તે ઈશ્વર, ભગવાન, બ્રહ્મ, પરિપૂર્ણ, પરમાત્મા થયા. ‘જબ તુમ ઉનકુ દૂર કરીસા, તબ તુમ જગકા ઈશા’. આ નાનકડી કડીમાં મોક્ષમાર્ગ છે. જડમાં કોઈ જ ભાવો ઊઠતા નથી, તે કંઈ જાણતું નથી. આ બહેનો ઘરેણાં પહેરી વરઘોડામાં જાય છે. મનમાં થાય કે બધા ટીકી ટીકીને આ અમારા ઘરેણાં જોવે. ઘરેણાંને પૂછો કે બહેને તમને પહેર્યા તો બહેન રાજી થઈ પરંતુ તમે રાજી થયાં ? ઘરેણાં બોલતાં નથી પણ જો તેઓ બોલતાં હોય તો તેઓ કહે કે ‘અમને તિજોરીમાંથી કાઢ્યાં, તો ભલે કાઢ્યાં, પહેર્યાં તો ભલે પહેર્યા, તિજોરીમાં મૂક્યાં તો ભલે મૂક્યાં, અમારે શું લેવા દેવા'. રાગદ્વેષનાં તોફાન આપણે કરીએ છીએ. ઘોડાને વરઘોડામાં દાગીના પહેરાવી શણગારો તો પણ ખુશ નહિ અને ઘરેણાં ઉતારી લો તો પણ નાખુશ નહિ. જડમાં ભાવો ઊઠતાં નથી કારણ કે સંવેદનશીલતા તેમનો સ્વભાવ નથી. ચેતન અજ્ઞાન દશામાં ભાવો કરે છે અને ભાવથી કર્મબંધ થાય છે, એટલે ભોગવટો પણ કરવો પડે છે. હવે જ્ઞાની પુરુષોનું કહેવું છે કે તેનાથી જીવનમાં સાત અવસ્થાઓ આવે છે. પુણ્ય, પાપ, આસવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ. જગતમાં જેટલી અવસ્થાઓ છે, એ તમામ અવસ્થાઓનો સમાવેશ આ સાતમાં થાય છે. તથા જીવ અને અજીવ ગણીએ તો નવ તત્ત્વો થાય. જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ. આ છે નવ For Personal & Private Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ ૯૮ પ્રવચન ક્રમાંક - ૪૭, ગાથા ક્રમાંક - ૫૭-૧ તત્ત્વો. આ નવમાં જૈનદર્શન આવી ગયું. ભાવ થાય ત્યારે શુભ ભાવ પણ થાય અને અશુભભાવ પણ થાય. શુભ ભાવથી જે રચના થાય તે પુણ્ય છે અને અશુભ ભાવથી જે રચના થાય તે પાપ છે. પુણ્યનું ફળ અનુકૂળતા અને પાપનું ફળ પ્રતિકૂળતા. સુખ નહિ પણ અનુકૂળતા. અનુકૂળતામાં સુખ જ હોય તેમ માની લેવાની જરૂર નથી. એક ભાઈએ મને વાત કરી કે મેં કોઈને ત્યાં ન હોય તેવું પચાસ જણાં સાથે બેસી શકે તેવું ડાઈનીંગ ટેબલ બનાવ્યું છે. મારો ધંધો મોટો છે. મહેમાનો આવે ત્યારે ચાંદીના થાળી વાટકા, ગ્લાસ, ચમચી ગોઠવ્યાં હોય. રસોઈયાઓ ભાતભાતની મીઠાઈ બનાવી બધાને પીરસે. બધાના ભાણામાં મીઠાઈ પીરસાય, પરંતુ મારે તો રોટલો અને છાશનું પાણી જ ખાવાનું. મને ખાતાં ખાતાં એમ થાય કે આ નસીબદારો, મારી કમાણીનું જ ખાય છે અને મારે આવું ખાવાનું? અનુકૂળતા ખરી પણ સુખ નથી. દુ:ખ અને સુખ એ બન્ને મનની સ્થિતિ છે. મન ઉપર આધાર રાખે છે. પુણ્ય અને પાપ એ બન્નેની આવક થવી એને જૈનદર્શન આશ્રવ કહે છે. આસ્રવ એટલે કર્મોની આવક. પુણ્ય, પાપ અને આસ્રવ આ ત્રણ શબ્દો થયા. હવે જ્યારે પલટો થાય, સમ્યગદર્શન થાય, એટલે બધું બદલાઈ જાય. ગ્રંથિભેદ થયો, આત્મજ્ઞાન થયું, એટલે અંદરની અવસ્થા બદલાઈ ગઈ એટલે મિથ્યાત્વ નિમિત્તે આવતાં કર્મો બંધ થયાં. કર્મો આવતાં રોકાઈ જાય એટલે કર્મોનું આવવું બંધ થાય તેને સંવર કહેવાય. અજવાળું જોઈતું હતું સ્વીચ ઓન કરી અને અજવાળું નથી જોઈતું તો સ્વીચ ઓફ કરી. બંધ કરી તો અંધારું થયું, ચાલુ કરી તો અજવાળું થયું, આપણી અંદર કર્મોનું આવવું પુણ્યનું આવવું, પાપનું આવવું તે આસ્રવ અને તમારે તે આવવા દેવું ન હોય અને રોકવું હોય તો તેને કહેવાય છે સંવર. જૈનદર્શનની વિશેષતા-ખૂબી તો જુઓ. તમે આવતાં કર્મોને તો રોક્યાં પરંતુ અનંત જન્મોથી કર્મો કમાતા કમાતા આવ્યા છીએ અને મોટું બેલેન્સ થઈ ગયું છે. આપણને કમાણી કરતાં વાર લાગતી નથી. શેરબજાર કરતાં પણ ધંધો ઝડપી છે શાસ્ત્રોમાં કહ્યું છે કે એક અંતર્મુહૂર્તમાં પ્રગાઢ રાગ દ્વેષ જો થાય તો ૭૦ ક્રોડાકોડી સાગરોપમની મોહનીય કર્મની સ્થિતિ બાંધી દે છે. ૭૦ ક્રોડાકોડી સાગરોપમ-આ સંખ્યા તો ગણિતની બહાર છે. તમારા ગણિતમાં આ સંખ્યા નથી ગણી શકાતી. એક અંતર્મુહૂર્ત એટલે ૪૮ મિનિટની અંદરનો કાળ. તેમાં આટલો જોરદાર વ્યાપાર. ૭૦ ક્રોડાક્રોડી સાગરોપમ. આપણી પાસે કર્મોનું જે બેલેન્સ રહેલું છે તેનો પણ નિકાલ કરવો પડશે. નિકાલ કરવો તેને કહેવાય છે નિર્જરા. આ પાંચ અવસ્થાઓ થઈ, પુણ્ય, પાપ, આગ્નવ, સંવર અને નિર્જરા. આત્મા અને કર્મનો સંયોગ થાય તેને કહેવાય છે બંધ અને આત્મા અને કર્મનો સંયોગ છૂટે, આત્મા કર્મથી નિવૃત્ત થાય તેને કહેવાય છે મોક્ષ. આ બધી ઘટના જડ અને ચેતન બન્નેના ખેલથી થાય છે. અને તેમાંથી સંસાર ઊભો થાય છે. આ અનાદિથી ચાલે છે. કોઈ પહેલી ક્ષણ નથી કે આ રૂપિયો ઉછાળ્યો અને આપણે રમતની શરૂઆત કરી. અનાદિથી આ રમત ચાલે જ છે. અને જો આત્મા જાગશે નહિ તો For Personal & Private Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૯૯ અનંતકાળ ચાલશે. જો આત્મા જાગશે તો આ ખેલ સમાપ્ત થશે. પુદ્ગલ તો રહેશે, આત્મા પણ રહેશે, પણ રમતનો અંત થશે અને મોક્ષની પ્રાપ્તિ થશે. આ મોક્ષની પ્રાપ્તિ કરવા જીવનમાં ધર્મની સાધના કરવાની છે. એની પહેલાં નક્કી કરો કે તમારે મોક્ષ જોઈએ છે? જીવો મોક્ષમાં ગયા પછી પાછા આવી શકતા નથી. ત્યાં પેપ્સી કોકાકોલા નહિ મળે. સગાંવહાલાં કે સાટું કોઈ નહિ મળે. પરંતુ મોટો લાભ એ છે કે ત્યાં દુઃખ નહિ હોય, આનંદ આનંદ હશે. આત્માનો સ્વભાવ જ્ઞાન અને આનંદ, પુદ્ગલનો સ્વભાવ રૂપ અને રસ. તેના નિમિત્તે આવ્યું અજ્ઞાન એટલે અશુદ્ધજ્ઞાન. અજ્ઞાન અવસ્થામાં સુખ મેળવવા માટે પુગલ કે જડ ઉપર દૃષ્ટિ ગઈ. પુદ્ગલ બોલતું નથી, જો તે બોલતું હોત તો કહે કે “સાહેબ! તમે ખોટી જગ્યા ઉપર આવ્યા. તેમને અમે સુખ નહીં આપી શકીએ, કારણ અમારી પાસે હોય તો તમને આપીએ ને? અમારા સ્વભાવમાં સુખ અને આનંદ છે જ નહીં. તમે અમારી પાસેથી સુખ કે આનંદની અપેક્ષા રાખો એ મેળ ક્યાંથી પડે'. પુગલમાં સુખ નથી આવો નિર્ણય જ્યારે થશે તે વખતે તમારા કાન ઉપર વીતરાગ પરમાત્માની વાણી આવશે કે આનંદનું ઝરણું આત્મામાંથી વહે છે. આવી ઉદ્ઘોષણા કરનાર તીર્થંકર પરમાત્મા છે. આનંદનું ઝરણું આત્મામાંથી વહે છે. માટે આનંદ મેળવવો હશે તો આત્મા પાસે જવું પડશે. એ આત્મા પાસે જવાની પ્રક્રિયાનો પ્રારંભ તેને કહેવાય છે ધર્મ, એને કહેવાય છે ધ્યાન, એને કહેવાય છે સાધના. પુદ્ગલ પાસેથી સુખ દુઃખ મેળવવાનો ભરોસો છોડી દેવો પડશે. તમને હાફુસ કેરી જોઈએ છે, બાવળિયા પાસે ઊભા છો આજે નહીં તો કાલે કેરી મળશે. અરે, ભલા માણસ તું પૂરો થઈ જઈશ તો પણ કેરી નહીં મળે. તેમ પુદ્ગલ પાસે સુખ નથી છતાં વારે વારે પુદ્ગલ પાસે સુખ માટે દોડી જવું તે છે રાગ અને સુખ માટે, આનંદ માટે પુદ્ગલનો ભરોસો છોડી દેવો તેને કહેવાય છે વૈરાગ્ય. પુગલ પાસે સુખની જે અપેક્ષા રાખીએ છીએ, તે છોડી દેવી પડશે. અને એ અપેક્ષા જે વખતે છૂટશે તે વખતે જે અવસ્થા પ્રાપ્ત થશે તેને કહેવાય છે વૈરાગ્ય. છેલ્લી વાત, આ જગતના પદાર્થોની સુવિધા મળે, અનુકૂળ જીવન ગોઠવાય. જોકે સુવિધા આત્માને નહિ પણ શરીરને જોઈએ છે. ગરમી શરીરને લાગે છે, ગરમી આત્માને લાગતી નથી. આ ગરમી લાગે એટલે ખોળિયા માટે એ.સી. જોઈએ છે. ઠંડી લાગે એટલે કાશ્મીરી શાલ જોઈએ છે. બિચારો આત્મા તો અંદર છે અને સુવિધાઓ શરીરને જોઈએ છે. માટે કહ્યું કે પુગલ નિમિત્ત બને છે અને પુદ્ગલને નિમિત્ત બનાવી આત્મા રાગદ્વેષ કરે છે. માટે પરમકૃપાળુદેવે મહત્ત્વની વાત કરી કે, જડ ચેતનનો ભિન્ન છે, કેવળ પ્રગટ સ્વભાવ; એકપણું પામે નહિ, ત્રણે કાળ દ્રય ભાવ. (૫૭) આ પ૭ મી ગાથા અહીં પૂરી થાય છે. આવતી કાલે ગાથા ૫૮ લઈશું. ધન્યવાદ!આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે માટે ધન્યવાદ.દરેકના અંતરમાં રહેલા પરમાત્માને મારા પ્રેમપૂર્વક નમસ્કાર. For Personal & Private Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ પ્રવચન ક્રમાંક - ૪૮, ગાથા ક્રમાંક - ૫૮-૫૯ પ્રવચન ક્રમાંક - ૪૮ ગાથા ક્રમાંક - ૫૮-૫૯ અદ્ભુત સાધના આત્માની શંકા કરે, આત્મા પોતે આપ; શંકાનો કરનાર તે, અચરજ એહ અમાપ. (૫૮) ટીકાઃ આત્માની શંકા આત્મા આપે પોતે કરે છે. જે શંકાનો કરનાર છે, તે જ આત્મા છે. તે જણાતો નથી, એ માપ ન થઈ શકે એવું આશ્ચર્ય છે. (૫૮) આત્મા છે” એ પદનું છેલ્લું સૂત્ર, અંતિમ સૂત્ર. કોઈપણ તત્ત્વજ્ઞાનની વાતને બાજુ પર મૂકી સરળ અને સીધી વાત પરમકૃપાળુદેવને કરવી છે. એમને કહેવું છે કે “આત્મા નથી' એમ કોણ કહે છે? આત્મા નથી તેવું સંવેદન કોનામાં થાય છે? આત્મા નથી તે ભાવ કોનામાં ઊઠે છે? આત્મા નથી તે સ્વીકાર કોણે કર્યો? અથવા આત્મા નથી તે કહેનાર કોણ છે? શરીર? શરીર કહે છે કે આત્મા નથી? ઈન્દ્રિયો કહે છે કે આત્મા નથી? મન કહે છે કે આત્મા નથી? બુદ્ધિ કહે છે કે આત્મા નથી? ના. બુદ્ધિ સ્વયં પ્રકાશિત નથી. તો ધ્વનિ ક્યાંથી આવે છે? કોણ કહેનાર છે કે આત્મા નથી ? કોઈક તો કહે જ છે ને ? એ જે કહે છે તે જ આત્મા છે. બહુ અદ્ભુત વાત કરી. આત્મા નથી તેવું કહેનાર જ આત્મા છે. આત્માની શંકા કરે, આત્મા પોતે આપ; શંકાનો કરનાર તે, અચરજ એહ અમાપ. (૫૮) આત્માની શંકા કરનાર ખુદ આત્મા છે. શંકા શરીરને થતી નથી. આત્માની શંકા ઈન્દ્રિયોને થતી નથી. તમે પૂછો કે શરીરને કેમ શંકા થતી નથી? શંકા થવી તે જ્ઞાનનું કાર્ય છે. જ્ઞાન હોય ત્યાં શંકા પણ થાય અને જ્ઞાન હોય ત્યાં સમાધાન પણ થાય. તો જ્ઞાન કોનો સ્વભાવ છે? તે જડનો સ્વભાવ નથી. જડ તો કંઈ જાણતું નથી. જડમાં જાણવાની ક્ષમતા નથી. તિજોરીની ચાવી ખોવાઈ જાય અને માલિક શોધવા નીકળે કે મારી ચાવી ક્યાં? ચાવી ક્યાં? તિજોરીની ચાવીને ખબર પડે છે કે મારો માલિક મૂંઝવણમાં છે, મને શોધે છે તો હું ઝટ જાઉં તેની પાસે? તેને કશી જ ખબર નથી. તે તો જ્યાં છે ત્યાં જ છે. અંતે ખીસ્સામાંથી જ મળી. તો આપણને થાય કે આટલી ગોતાગોત કરી પણ બોલી કેમ નહિ કે હું ખીસ્સામાં છું, પણ ન બોલે - જ્યાં જ્ઞાન છે ત્યાં સમજ છે, જ્યાં જ્ઞાન છે ત્યાં શંકા છે, જ્યાં જ્ઞાન છે ત્યાં સમાધાન છે. શંકા અને સમાધાન, સંદેહ અને સ્વીકૃતિ આ બધી પ્રક્રિયાઓ જ્ઞાન વગર થતી નથી. શંકાનો અર્થ એ કે વસ્તુ છે કે નહિ તેના માટે મૂંઝવણ. મૂંઝવણ જ્ઞાન વગર ન થાય. For Personal & Private Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૧૦૧ બધી જ તત્ત્વની વાતો બાજુ પર મૂકી, બહુ સાદી અને સરળ ભાષામાં, સ્વાભાવિક વાત કરે છે કે શંકા જેને થાય છે તે પોતે જ પોતાની શંકા કરે છે. મફતલાલને રાતે ઊંઘમાં સપનું આવ્યું કે મારું મૃત્યુ થયું. તે ઊંઘમાં ખૂબ રડ્યો. તેની પત્નીએ પૂછ્યું કે તમે કેમ રડો છો ? તો તે જાગી ગયો અને કહે કે મફતલાલ-હું મરી ગયો. પત્ની કહે, તમે તો આ મઝાના જીવતા જાગતા છો. તો આ શંકા કોને થઈ ? ઊંઘમાં થયું કે હું મરી ગયો? આ કહેનાર કોણ? અને જાગૃત અવસ્થામાં હું છું તેમ પણ જાણનાર કોણ? અરે, તું વિચાર તો કર કે તું તો પ્રત્યક્ષ જ છો. તને જાણવા જવાની જરૂર નથી. આત્મા નથી તેમ કહેનારો કોઈ જ ન હોય તો વાક્ય નીકળે જ શેનું? અરિસામાં પ્રતિબિંબ દેખાય, ઘડો દેખાય, કપડાં દેખાય, તેને તું માને છે પરંતુ જે જોનાર છે તેને તો માન. પ્રતિબિંબ દેખાય છે, તેને છે એમ હું માને છે પણ તેને જોનાર તો કોઈક હશે ને? જોનારને માનતો નથી તે કેવી વાત? આ ભારે ટકોર કરી છે. સમજો કે આપણું જ્ઞાન એક અરિસો છે, અને જ્ઞાનની ક્ષમતા એટલે શક્તિ એવી છે કે કેવળજ્ઞાન થાય ત્યારે ૧૪ રાજલોકમાં રહેલા તમામ પદાર્થો, જ્ઞાનમાં એકી સાથે જણાય. એ જ્ઞાનમાં જણાતા પદાર્થોને માને છે અને જાણનાર અરૂપી છે, પણ તે છે તેને કેમ માનતો નથી ? અમને ઘણું આશ્ચર્ય લાગે છે. એક કારણ સમજીએ, વાત જરા સમજી લેવા જેવી છે. ધીરજથી સમજો. આત્માનો જ્ઞાનગુણ છે ખરો પરંતુ તે ગુણ જગતના બાહ્ય પદાર્થોને પ્રકાશવામાં રોકાઈ ગયો છે. આપણું જ્ઞાન બાહ્ય પદાર્થને જોવામાં એટલું બધું રોકાઈ ગયું છે કે પ્રથમ તો પોતાને જાણવાનો અવકાશ જ રહેતો નથી. જ્ઞાન તો કામ કરે જ છે, પરંતુ સમગ્ર જ્ઞાન બહારનું બધું જાણવામાં રોકાયું છે. મચ્છર શરીર પર બેઠો, એ ખબર પડે, એ કરડ્યો તે પણ ખબર પડી. કપડાં ગંદાં છે એ પણ ખબર પડે, હીરા માણેક સારાં છે એ પણ ખબર પડે, આમ આપણું સમગ્ર જ્ઞાન બહારની વસ્તુ જાણવામાં જ રોકાયેલું છે. બહારનું પૂછવામાં આવે તો તમે ઘણું બધું જાણો છો, ઓછું જાણતા નથી. રોજ નવી નવી વાતો તમારા મગજમાં ઊતરતી જાય છે, લખાતી જાય છે. આજે તો એટલું બધું બહારનું જાણવામાં જ્ઞાન રોકાયેલું છે કે તે જ્ઞાન જ્ઞાતાને જાણતું નથી, માટે કહે છે આત્મા નથી. પોતાના અસ્તિત્વની શંકા તમને જે ઉપસ્થિત થાય છે તેનું કારણ તમારા જ્ઞાનને તમને પોતાને જાણવા માટેનો અવકાશ રહેતો નથી. જ્ઞાન જગતને જાણવામાં રોકાયું છે, માટે તું આત્મા નથી તેમ કહે છે. આ જ્ઞાનની જ ભૂલ છે. એક માણસ રસ્તા ઉપર ચાલ્યો જતો હતો, વચમાં ઈલેક્ટ્રીકનો થાંભલો આવ્યો, ભટકાઈ ગયો, સવારના દસ વાગ્યા હતા, આકાશમાં સૂર્ય ઊગ્યો હતો, આંખો બરાબર હતી પણ ભટકાઈ ગયો, ઢીમડું થયું, ઘરવાળીએ પૂછ્યું કે “આ શું થયું?' તો કહે ઈલેક્ટ્રીકના થાંભલા સાથે અથડાયો. ઘરવાળી કહે, “ક્યાં ડાફોળીયા મારતા હતા ? ધોળે દિવસે થાંભલો ન દેખાયો?' તેનું જ્ઞાન બીજા કશામાં રોકાઈ ગયું હતું. આ ડાફોળીયા મારવા તે પાંચ દસ For Personal & Private Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ મિનિટના છે, પરંતુ આપણા ડાફોળીયા તો અનંતકાળના છે. જ્ઞાન સ્વપર પ્રકાશક છે. તેનાથી આત્મા અને પર પદાર્થો જણાય છે, દીવો પ્રગટાવો તો ખબર પડે કે આ જગ્યાએ હાર પડ્યો છે, આ ઠેકાણે કુંડળ પડ્યાં છે, પરંતુ દીવાને જોવા માટે, નક્કી કરવા બીજાની જરૂર પડે ખરી ? દીવો પોતાને પણ પ્રકાશે છે અને પરને પણ પ્રકાશે છે, આને કહેવાય છે સ્વપરપ્રકાશક. એક છોકરાને તેની માએ કહ્યું કે બેટા ! જો ને સૂર્ય ઊગ્યો કે નહિ ? છોકરો કહે મા ! ફાનસ આપ તો જોઈ આવું. સૂર્ય ઊગ્યો હોય તો તેને જોવા માટે ફાનસની જરૂર છે ખરી ? ના. કારણ કે સૂર્ય પોતે પણ પ્રકાશિત થાય છે અને બીજાને પણ પ્રકાશ આપે છે, તેમ જ્ઞાન એ પોતાને પણ પ્રકાશિત કરે છે અને બીજાને પણ પ્રકાશિત કરે છે. પ્રવચન ક્રમાંક - ૪૮, ગાથા ક્રમાંક - ૫૮-૫૯ સ્વ અને પર બન્નેને પ્રકાશિત કરવાનું કામ જ્ઞાન કરે છે, પરંતુ અહીં મુશ્કેલી એ થાય છે કે પરને પ્રકાશિત કરવાના કાર્યમાં રોકાયેલ હોવાને કારણે જ્ઞાન આત્માને પ્રકાશિત કરી શકતું નથી. આ સૂત્રમાં અદ્ભુત સાધના છે. આ જ્ઞાન કામ તો કરે છે, જ્ઞાનની ક્રિયા તો ચાલે છે, તે આળસુ નથી, જ્ઞાનનું કાર્ય ક્યારેય બંધ થતું નથી, પરંતુ જ્ઞાન પરને જાણવાનું કામ કરતું હોવાના કારણે તેને સ્વને જાણવાનો અવસર રહ્યો નથી. સ્વને જાણવાનો અવસર પ્રાપ્ત કરવો તેનું નામ ધ્યાન. સ્વને જાણવાનો અવકાશ પ્રાપ્ત કરવો તેનું નામ સાધના. જ્ઞાન નવરું પડે તો પોતાને જાણે ને ? તમારા માટે ઘણી મોટી જવાબદારી છે બીજાને જાણવાની, ખરું ને ? સવારથી ઊઠીને સાંજ સુધી તમે જાણ, જાણ, કર્યા જ કરો છો. એક ક્ષણ માટે પણ આપણું જ્ઞાન કામ ન કરતું હોય તેમ નથી, પણ બીજામાંથી નવરું પડતું નથી. કોઈ તમને લગ્નની આમંત્રણ પત્રિકા મોકલે, તમને ખ્યાલમાં છે કે લગ્નમાં જવાનું છે. તમે બીજી પ્રવૃત્તિમાંથી નવરા જ નથી. આમંત્રણ મોકલનાર કહેશે કે કેમ ન આવ્યા? તો કહેશો ને કે નવરો હોઉં તો આવું ને ? આ કેવી વાત થઈ ? જાણવા છતાં જતો નથી, તેમ ૫૨૫દાર્થોને જાણવાના કામમાંથી જ્ઞાન નવરું પડતું નથી, અને પોતાને જાણતું નથી. એ નવરો પડતો નથી અને પોતાને જાણતો નથી અને શંકા કરે છે કે આત્મા છે કે નહિ ? આત્માની શંકા કોણ કરે છે ? ‘આત્મા પોતે આપ’. પોતે પોતાની શંકા કરે છે. પોતા માટે શંકા કરે છે કે હું છું કે નહિ ? આ અમાપ-જેનું માપ ન કરી શકાય તેવું આશ્ચર્ય છે. આ શંકા કરવી તે શુભ લક્ષણ છે, શુભ ચિન્હ છે. અહીંથી દરવાજા ખુલશે. જેને શંકા જ નથી તે પૂછવા નહિ આવે. ગુરુદેવ કહે છે, ‘આ બહુ સારા સમાચાર છે. અંતરમાં શંકા થઈ તો તું અમારી પાસે આવ્યો. જેને શંકા જ નથી તે ક્યારેય અમારી પાસે આવવાનો જ નથી. તને વધામણાં, હવે તારી મોક્ષમાર્ગની શરૂઆત થશે. એક વખત એવો આવશે કે આ આત્મા છે તેમ તું સ્વીકાર કરવાનો જ છે.’ એક મોટો વર્ગ એવો છે કે જેને આત્મા છે કે નહીં તેની કંઈ પડી જ નથી. પરંતુ જે શંકા કરે છે તેને જાણવાની ઇંતેજારી છે. હવે તે નક્કી મોક્ષમાં જવાનો. આત્મા માટે શંકા થઈ તો કયો આત્મા ? કોણ આત્મા ? તો જેને શંકા થઈ તે આત્મા. તે શબ્દ For Personal & Private Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૧૦૩ બહુ મહત્ત્વનો છે. બધેથી જ ઊઠાવી તમને ત્યાં લઈ જાય છે. શરીરને શંકા નથી, ઈન્દ્રિયોને શંકા નથી, મનને શંકા નથી, બુદ્ધિને શંકા નથી. શંકા ત્યાંથી ઊઠે છે, જ્યાં જ્ઞાન છે. અને જ્યાં જ્ઞાન છે ત્યાં આત્મા છે. એવો જે આત્મા, જેને શંકા ઊઠી તે પોતે જ છે. શંકાનો કરનાર જે આત્મા છે તેણે પોતાને જાણ્યો કેમ નહિ ? એટલા માટે કીધું કે ભાઈ ! તારું જ્ઞાન પરને જાણવામાં રોકાઈ ગયું છે. બહારમાં રોકાયેલા જ્ઞાનને બહારથી મુક્ત કરીને સ્વયંમાં વાળવું તેને કહેવાય છે સાધના. એક ભાઈ પાસે પહેરવાનાં કપડાં ન હતાં તેથી બીજા પાસે માંગતો હતો. બીજાએ પૂછ્યું કે તારી પાસે કંઈ નથી ? તો કહે, છે તો ખરું, બધું જ બેંકમાં છે. મારી પાસે કંઈ નથી. છે ઘણું પણ બધું પારકાના હાથમાં છે. તો બીજો કહે કે થોડું તું મેળવ, તો કહે કે મને હજુ અધિકાર મળ્યો નથી. છે ઘણું પણ હાલત એવી છે કે પહેરવાનાં કપડાં નથી. આપણા આત્માની હાલત પણ આવી છે. આપણી પાસે અનંતજ્ઞાન છે, પણ જ્ઞાન પરને જાણવામાં રોકાયેલું છે. ૫૨ને જાણવામાંથી જ્ઞાનને થોડું છૂટું કરો. આપણી જ્ઞાનની મૂડી રોકાઈ ગઈ છે તો તમે તેને છૂટું પાડો. જ્ઞાનને પરપદાર્થને જાણવામાંથી છૂટું કરવું તેનું નામ છે ધ્યાન સાધના. અત્યાર સુધી બહાર જોવામાં આપણું જ્ઞાન રોકાયેલું છે. જ્ઞાન એમ કહે છે કે ‘મારી સામે તમે જે શેયને (જાણવા યોગ્ય પદાર્થને) મૂકશો તેને જાણી લઈશ, અને કહીશ કે આ આ વસ્તુ છે.’ જ્ઞેયને જાણવું તે જ્ઞાનનું કાર્ય છે. સો વસ્તુઓને જ્ઞાન જાણે તો સો વસ્તુમાં આપણું જ્ઞાન રોકાઈ જાય છે, એ જ્ઞાન સો વસ્તુમાંથી જો છૂટું થાય, મુક્ત થાય તો જ્ઞાન, જ્યાંથી જ્ઞાનની ધારા ઊઠે છે તેને જાણી શકે. આ ગાથામાં એક અદ્ભુત સાધના આપેલી છે. તમારા જ્ઞાનને તમે પરમાં રોક્યું છે, જ્ઞાન તમારું, તમે સ્વતંત્ર છો, તમે રોકી શકો છો, તમને કોઈ ના ન પાડી શકે, જેમ તમે તમારા પૈસા બેંકમાં ધારો તેમ રોકી શકો છો. પરંતુ અમારે એમ કહેવું છે કે જ્ઞાન તમે જગતના પદાર્થોમાં રોક્યું, તેના કારણે તમારા જ્ઞાનને પોતાને જાણવા માટે નવરાશ મળતી નથી. જો એ જ્ઞાન છૂટું પડી જાય, તો કામ થઈ જાય. પર પદાર્થોમાંથી જ્ઞાનને છૂટું પાડવું તેને કહેવાય છે ધ્યાનની સાધના, તેને કહેવાય છે ધર્મ સાધના. જ્ઞેય પદાર્થો તરફથી જ્ઞાનને ખસેડી ત્યાંથી જ્ઞાતા એટલે જાણનાર તરફ લઈ જવું તેને કહેવાય છે સાધના. જ્ઞાનને છૂટું પાડવું એટલે કાપીને કટકા કરવા તેમ નહિ, પરંતુ જ્ઞાનનો ઉપયોગ જે પર પદાર્થ તરફ જાય છે ત્યાંથી તેને પાછું વાળવું. તમે પ્રતિક્રમણ કરતાં બીજાને પૂછો છો કે ‘મેં મુહપત્તિ પલેવી’ ? ‘અરે ! ભલા માણસ પ્રતિક્રમણ તમે કરો છો અને પૂછો છો બીજાને ? તમે ક્યાં ગયા હતાં ? હું ઘરમાં ગયો હતો, ઉપાશ્રયમાં બેઠાં બેઠાં યાદ આવી ગયું કે ઘરની બારી ખુલ્લી રહી ગઈ છે. જો કબૂતર ઘરમાં આવી જશે તો આખું ઘર બગાડશે. મારું જ્ઞાન મુહપત્તિ પલેવી કે નહિ તેમાં રોકાવાને બદલે For Personal & Private Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ પ્રવચન ક્રમાંક - ૪૮, ગાથા ક્રમાંક - ૫૮-૫૯ ઘરમાં કબૂતર ન આવે તે જાણવામાં મારું જ્ઞાન રોકાઈ ગયું.” જ્ઞાનને જુદું પાડી જે જાણનાર છે તે તરફ વાળવું, એ ક્યારે બને? બહારના પદાર્થોને જાણવાનો રસ તૂટે તો. છોકરાઓનું રીઝલ્ટ આવવાનું હોય સવારે સાત વાગ્યે, પણ છોકરા બ્રાહ્મી મુહૂર્તમાં ચાર વાગ્યે ઊઠી જાય. મમ્મી પૂછે કે કેમ જાગ્યો? તો કહે રીઝલ્ટ આવશે ને? હજુ ત્રણ કલાકની વાર છે, પરંતુ જ્ઞાન રોકાઈ ગયું રીઝલ્ટમાં. આમ અનંતકાળથી આપણું જ્ઞાન પરપદાર્થને જાણવામાં જ રોકાઈ ગયું છે. બિલાડી પણ ધ્યાન કરે છે. લાંબો ટાઈમ સ્થિર આસનમાં બેસીને ચૂપચાપ ધ્યાન કરે છે, પણ કોનું ધ્યાન કરે છે? તે ઉંદરનું કરે છે. જ્ઞાન જાણવાનું કામ કરે છે પણ જાણનાર સિવાય, એક માત્ર જાણનારને બાદ કરીને જગતના જોયને, જગતના પદાર્થોને જ જાણે છે. કુંદકુંદાચાર્યજી કહે છે કે બહારના પદાર્થોનો રસ તૂટ્યા સિવાય તને સ્વને જાણવાનો રસ નહિ થાય. એક કલાક વ્યાખ્યાન સાંભળો છો, તો બહુ થઈ ગયું. પાંચ મિનિટ ઉપર જાય તો ઘડિયાળ જોયા કરો છો. નકામી પંચાત કરવામાં કલાકોના કલાકો જાય, પણ પોતાના હિતની વાતમાં કંટાળો આવે. આ જીવે અનાદિકાળથી આ પ્રમાણે ખોયું છે. આ ગાથામાં બહુ અદ્ભુત વાત કરી છે. “આત્માની શંકા કરે, આત્મા પોતે આપ.” શંકાનો કરનારો તે પોતે જ છે. પર પદાર્થને જાણવામાંથી આત્માને જાણવાનો અવકાશ જ રહેતો નથી, માટે જ્ઞાની કહે છે કે તું પાછો વળ. પર પદાર્થોમાં તું અટવાઈશ નહિ. પર પદાર્થમાં જ્ઞાનને રોકવું તે અજ્ઞાન, અને પર પદાર્થોમાંથી જ્ઞાનને પાછું વાળી સ્વરૂપને જાણવામાં રોકવું તેનું નામ સાધના–ધ્યાન. તારા જ્ઞાનને જો અવકાશ મળશે તો તું જાણી શકીશ કે આત્મા શું છે? આટલી વાત કરીને પહેલા પદનો ઉપસંહાર અહીં કરે છે. શિષ્ય આનંદમાં આવીને કહે છે કે આત્મા છે એ પદની સમાપ્તિ થઈ. આ પહેલા પદમાં આત્મા છે તેમ સ્વીકાર જેણે કર્યો તેનું ૭૦% કામ થઈ ગયું. હવે તે આત્માનું સ્વરૂપ કેવું છે? એની વર્કીગ સીસ્ટમ કેવી છે? એની પદ્ધતિ કેવી છે? એનામાં શું ઘટનાઓ ઘટે છે? કેવી રીતે કાર્ય કરે છે? કેવી રીતે બંધાય છે? કેવી રીતે મુક્ત થાય છે? કર્મ શું છે? આ બધું જે બને છે તે જાણવાની વાત છે. મૂળ મુદ્દો હાથમાં આવી ગયો. સોનાની લગડી ગટરમાં પડી ગઈ હતી તે જડી ગઈ. હવે તો ગટરમાં હોવાને કારણે જે કાદવ અથવા મેલ લાગ્યો હતો તે ધોવાનું કામ બાકી છે. આત્મા છે તે નિર્ણય થયો. હવે શું બાકી રહ્યું? એની વર્કીંગ સીસ્ટમ, એનું સ્વરૂપ, એની પદ્ધતિ, એની કાર્યશીલતા, એ કેવી રીતે કાર્ય કરે છે? કેવા તેના ભાવ છે? રાગ દ્વેષ કેવી રીતે થાય છે? વિભાવ કેવી રીતે થાય? ભાવ કર્મ કેવી રીતે થાય? અજ્ઞાન કોને કહેવાય? મોહ કોને કહેવાય? આ બધી વાત પછી કરીશું. ઘર આપણે લીધું પછી ગમે ત્યારે જોઈ શકાશે કે બાથરૂમ ક્યાં છે? રસોડું ક્યાં છે? તિજોરી ક્યાં રાખીશું? એ બધું પછી નક્કી થશે પણ પહેલી વાત એ કે ઘર ખરીદી લીધું. મૂળજીભાઈ માંદા પડ્યા. લોકો કહે, સાસરે સમાચાર તો આપો For Personal & Private Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૧૦૫ કે મૂળજીભાઈ માંદા પડ્યા છે. પણ મૂળજીભાઈ પરણ્યા જ નથી તો સમાચાર ક્યાં આપવા? મૂળમાં મૂળજીભાઈ કુંવારા, તો સંદેશો ક્યાં દેવો? તેમ જેઓ આત્માને જ માનતા નથી તેને ધ્યાનની વાત શું કરવી? આત્મા જ નથી તો ધર્મની, મોક્ષની વાત કોને કરવી? આ આત્માની વાત, મોક્ષની વાત, ધ્યાનની વાત આત્માને જાણ્યા વગર જ થાય છે. ધ્યાન તો ઘણું થાય છે. ગામોગામ ધ્યાનની શિબિર સરસ થાય છે. એ.સી. હોલ હોય, નાસ્તો સરસ હોય, બપોરનું ભોજન પેટ ફૂલી જાય તેટલું સારું મળતું હોય અને પછી થાય કે પથારી પણ અહીં મળે તો સારું. હવે આ સાહેબ શું ધ્યાન કરવાના છે? એને આત્મસાક્ષાત્કાર થવાનો છે? અરે, તું વિચાર તો કર કે તું કોનું ધ્યાન કરે છે? માટે કહ્યું કે એક વખત જો આત્મા છે તેમ નક્કી થઈ જાય તો ૭૦% કામ થઈ જાય. જમીન લીધી. આજે નહિ તો કાલે ખેડવાનું કામ ચાલશે. આજે નહિ તો કાલે પાયો ખોદાશે. એ જેમ નક્કી થાય છે તેમ આત્મા છે તેમ જેણે નક્કી કર્યું છે તેને મોક્ષ મળશે જ. આત્માના અસ્તિત્વના, આપે કહ્યા પ્રકાર; સંભવ તેનો થાય છે, અંતર કર્યો વિચાર. (૫૯) ટીકાઃ આત્માના હોવાપણા વિષે આપે જે જે પ્રકાર કહ્યા, તેનો અંતરમાં વિચાર કરવાથી સંભવ થાય છે. (પ) - શિષ્ય કહે છે, ગુરુદેવ! આત્માના અસ્તિત્વના પ્રકાર આપે કહ્યા, તેથી અંતરમાં વિચારવાથી આત્મા હોવાનો સંભવ થાય છે. ગુરુદેવ શિષ્યને આનંદ વ્યક્ત કરતાં કહે છે કે શિષ્ય ! તારું ૭૦ ટકા કામ પૂરું થયું. ૩૦ ટકા કામ થવામાં મુશ્કેલી નહિ પડે. ઘર મળી ગયું, હવે રંગકામ બાકી છે. આપણી સામે જો સત્ય અને વાસ્તવિકતા આવે, છતાં વર્ષો સુધી હઠાગ્રહના કારણે અસત્યને પકડી રાખ્યું છે તે આપણે છોડી શકતાં નથી. જે અસત્યને છોડી શકે તે મુમુક્ષુ છે. વર્ષોથી અસત્યનો આગ્રહ તમારી પાસે હોય અને અસત્ય તે સત્ય છે, એમ માનતા હોઈએ અને કોઈ કહેનારો મળે કે આ અસત્ય છે, સત્ય નથી, તે વખતે કદાગ્રહ, હઠાગ્રહ વચમાં ન આવે અને તમે સહેલાઈથી તમારા હઠાગ્રહ, કદાગ્રહને છોડી શકવા તૈયાર હો તેને કહેવાય છે સરળતા. અને આવી સરળતા જેનામાં છે તેને કહેવાય છે મુમુક્ષુ. મુંઝાયા કરે તેનું નામ મુમુક્ષુ નહિ, મુમુક્ષુમાં હિંમત જોઈએ, સાહસ જોઈએ, અને ખોટું પકડ્યું છે તે સ્વીકારવાની તાકાત જોઈએ. બીજી મહેનત કરવાની જરૂર નથી, પરંતુ ખોટું છોડવા માટે બહુ મહેનત કરવી પડે છે. ખોટું છે તે જાણવાની બહુ જરૂર છે અને જો જાણે કે ખોટું કરું છું તો તે સહેલાઈથી છોડી શકે. શિષ્ય એમ કહે છે કે આત્માના અસ્તિત્વ સંબંધી આપે જે પ્રકાર કહ્યા અને આપે જુદી જુદી રીતે સમજાવ્યું કે, દેહ ન જાણે તેહને, જાણે ન ઈન્દ્રિય પ્રાણ, આત્માની સત્તા વડે તેહ પ્રવર્તે જાણ. For Personal & Private Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ પ્રવચન ક્રમાંક - ૪૮, ગાથા ક્રમાંક - ૫૮-૫૯ વળી છે ઈન્દ્રિય પ્રત્યેકને નિજ નિજ વિષયનું જ્ઞાન, પાંચ ઈન્દ્રિયના વિષયનું પણ આત્માને ભાન. સર્વ અવસ્થાને વિષે ન્યારો સદા જણાય, પ્રગટરૂપ ચૈતન્યમય એ એંધાણ સદાય. હે ગુરુદેવ! આપે આ બધા પ્રકાર કહ્યાં, અને તેનાથી સમજાયું કે આત્માનું અસ્તિત્વ છે. આધ્યાત્મિક ક્ષેત્રમાં અસ્તિત્વનો સ્વીકાર થયો આ સૌથી પહેલી ઘટના છે. પહેલાં અસ્તિત્વનો સ્વીકાર. તમારે સંખ્યા શીખવી હોય તો પહેલાં એકડો લખવો પડે, પછી મીંડુ આવે તો દશ થાય. બે મીંડાં આવે તો સો થાય. પરંતુ એકડા વગર સો મીંડાં કરો, તો સરવાળો પણ ન થાય, ગુણાકાર પણ ન થાય. સો મીંડાને સો મીંડાંથી ગુણો અથવા ભાગો અથવા સો મીંડાંમાંથી સો મીંડાં કાઢી નાખો તો શું આવે? કાંઈ જ ન આવે. શૂન્ય. એકડો હોય તો સંખ્યા થાય. એ જ રીતે આત્મા છે તે પ્રારંભ છે અને એકડો છે તે આત્માના અસ્તિત્વના સ્વીકાર માટે, તે એકડો ઘૂંટવા ઘણું સાહસ અને સામર્થ્ય જોઈએ. અહીં બહુ મોટી ઘટના ઘટી છે. આ માત્ર સંવાદ નથી, આ સંવાદની સાથે શિષ્યના અંદરમાં એક આધ્યાત્મિક ઘટના પણ ઘટતી જાય છે. આત્મસિદ્ધિ એ માત્ર શાસ્ત્ર નથી, એ તત્ત્વ જ્ઞાનનો માત્ર ગ્રંથ નથી પરંતુ ગુરુ શિષ્ય વચ્ચે જે સંવાદ થાય છે, તે વખતે ગુરુના હૃદયમાં ભાવો ઊઠે છે અને શિષ્યના હૃદયમાં કંઈક ઘટના ઘટે છે. તે જે અસ્તિત્વનો ઈન્કાર કરતો હતો, વિરોધ કરતો હતો, જે અસ્તિત્વની ના પાડતો હતો હવે તે અસ્તિત્વનો સ્વીકાર કરે છે. એક ભાઈને પૈસાનું દેવું વધી ગયું તેથી તે વકીલની સલાહ લેવા ગયો. વકીલે કહ્યું કે એક કામ કર. તારી સાથે કંઈ લખાણ તો થયું નથી ને? કોઈ તારી પાસે પૈસા માંગવા આવે તો તારે કહેવું કે મેં તમારા પૈસા લીધા જ નથી. વ્યાજ તો પછીની વાત થઈ, પરંતુ મૂળ મૂડીની જ ના પાડ. પછી વ્યાજની તારા માથે કંઈ ચિંતા જ નહિ. થોડા દિવસ પછી વકીલે ફી માગી. તો પેલો કહે કે મૂડી છે જ ક્યાં? વકીલે કહ્યું કે મેરી બિલ્લી મુઝે મ્યાંઉં? પેલો કહે કે તમે જ શીખવાડ્યું કે મૂળનો જ સ્વીકાર ન કરવો. મૂળનો જો ઈન્કાર કરશો તો તમારા માથે કશી જ જવાબદારી નહિ રહે. આત્માનો સ્વીકાર કરશો તો મોક્ષ મેળવવો પડશે. અને મોક્ષ મેળવવો હશે તો ધર્મ કરવો પડશે. ધર્મ કરવા બાહ્ય પદાર્થો છોડવા પડશે. બાહ્ય પદાર્થો છોડવા હશે તો તે નશ્વર છે તેમ જાણવું પડશે. આત્મા છે' એ સ્વીકાર જે ક્ષણે તમે કરશો, તે ક્ષણથી આત્મા મેળવવા માટેની સાધનાનાં દ્વાર તમારા માટે ખુલ્લાં થાય છે. તો શિષ્ય ખૂબ જ નમ્રતાપૂર્વક કહે છે, હે ગુરુદેવ! આત્માના અસ્તિત્વના પ્રકાર આપે સમજાવ્યા. ખરેખર ધન્યવાદ છે, આપનો ઉપકાર છે. આ પ્રકાર For Personal & Private Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૧૦૭ સમજવાથી આત્મા હોવાનો સંભવ થાય છે. આ સંભવ શબ્દ વાપર્યો. સંભવનો અર્થ એ કે સો ટકા બેઠું નથી પણ નેવું ટકા બેઠું છે. તમે આ બધી વાતો કરી તેથી નકારાત્મક વલણ જે હતું તે ગયું. પોઝીટીવ થયો. લાગે છે કે હશે. કોઈ શેરબજારના ભાવ તૂટવાના સમાચાર તમારી પાસે લાવે તો તમને લાગશે કે આ માણસ તો સાચો લાગે છે. ભાવ તૂટવાનો સંભવ લાગે છે, પરંતુ જરા ચકાસણી કરી લઈશ. સંભવ ખરો પણ ચકાસણી બાકી. આ આત્મા હોવાનો સંભવ થાય એ પણ મોટી વાત છે અને આત્મા છે તેવો સ્વીકાર થાય તો તેની સીધી અસર મોહ ઉપર થાય છે. મોહને આંચકો લાગશે કે હવે મારે ઉઠમણું કરવું પડશે, કારણ કે એણે આત્માનો સ્વીકાર કર્યો. મોહના તમામ પ્રયત્નો તમે મંદિરમાં ન જાવ, માળા ન ગણો, કે પૂજાપાઠ ન કરો તે માટે નથી. પરંતુ એ તો હસતો હસતો એમ કહે છે કે તમે બધું જ કરો. બે કામ થશે. એક તો તમે આ બધું કરશો અને પછી આખી દુનિયાને કહેશો કે મેં આ કર્યું, આ કર્યું. મારી વાત મજબૂત થશે. બીજુ તમને મોહ છે તેથી આત્માનો સ્વીકાર કરતા નથી. આ મોહ એમ ને એમ ન જાય, સાહેબ ! જરા મોં ગંભીર કરીને કહેશો કે સંસાર અસાર છે, તો સંસાર અસાર થયો ? ના. અંદરમાં કેટલો રસ ભર્યો છે ? એમ કહે છે કે લક્ષ્મી તો હાથનો મેલ છે, લક્ષ્મી ચંચળ છે, પરંતુ પાંચ રૂપિયાની નોટ ખોવાઈ જાય ત્યારે ખબર પડે કે હાથનો મેલ છે કે દિલનો કટકો છે ? ખબર પડે કે અંદર કંઈક થઈ રહ્યું છે. કંઈક ગરબડ છે. ‘સંભવ તેનો થાય છે’, એટલે લાગે તો છે કે આત્મા છે. હવે જ્યારે તેનો સ્વીકાર થયો, કહી શકે તેવી પરિસ્થિતિ થઈ, તો શું થયું તમારામાં ? કેમ તમે સ્વીકાર કર્યો ? કઈ પ્રક્રિયામાં તમે ઢળ્યા ? તો કહે ‘અંતર કર્યો વિચાર’ અંતરમાં વિચાર કર્યો. અંતરમાં વિચાર કરવાથી એવો સંભવ થાય છે કે આત્માનું અસ્તિત્વ હોવું જોઈએ. આ આત્મસિદ્ધિ શાસ્ત્ર છે, આ નવલકથા નથી. પ્રત્યેક શબ્દો દોઢ કલાકમાં જ લખાયા. ૪૫ આગમોનો સાર આપવાનું ભગીરથ કાર્ય દોઢ કલાકમાં જ થયું. એક પણ શબ્દ વધારાનો નહિ. ટાઈમ જ ક્યાં હતો વધારે લખવાનો ? અબ્રાહમ લિંકનને કોઈએ પૂછ્યું કે તમારે પાંચ મિનિટનું પ્રવચન આપવું હોય તો કેટલો ટાઈમ તૈયાર કરતા લાગે ? તેમણે કહ્યું કે બે કલાક લાગે. અને અર્ધો કલાક આપવું હોય તો ? તો એક કલાક લાગે. અને બે કલાકનું પ્રવચન આપવું હોય તો ? લીંકને કહ્યું કે અત્યારે તૈયાર જ છું. બે કલાક બોલવું હોય તો બોલીને ભરડવાનું જ છે ને ? એમાં ક્યાં વિચાર કરવો પડે ? જેટલા તમે અંદરમાં જાવ, જેટલા તમે સૂક્ષ્મ થાવ, જેટલા તમે અંદર ડૂબો, તેટલા પ્રમાણમાં તમે વિચાર કરી શકો. ગુરુએ ભલે વાત કરી, પણ તમે વિચારશો નહિ ત્યાં સુધી તમે સ્વીકાર નહિ કરી શકો. ગુરુનું કામ કહેવાનું છે અને ગુરુએ જે કંઈ કહ્યું તે વિચાર કરવાનું કામ તમારું છે. જ્ઞાની પુરુષ કહે છે કે અમે કહ્યું માટે તમે હા ન પાડશો, અમે કહ્યું એટલે હાની મહોર ન મારશો. અમે એમ કહીએ છીએ કે અંતરમાં ઊંડાણપૂર્વક વિચાર કરજો. વિચાર કર્યા પછી એક For Personal & Private Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ પ્રવચન ક્રમાંક - ૪૮, ગાથા ક્રમાંક - ૫૮-૫૯ વાત ખરી કે વિચાર તમે પોઝીટીવ કરો, નકારાત્મક નહિ. સ્વીકારની ભાવના પૂર્વક તમે વિચાર કરો અને જે માણસ વિચારપૂર્વક, સમજીને સ્વીકારે છે તે માણસ જીવનમાં સાર્થકતાનો પૂરેપૂરો અનુભવ કરે છે. માટે આ ગાથામાં કહ્યું કે, આત્માના અસ્તિત્વના આપે કહ્યાં પ્રકાર, સંભવ તેનો થાય છે અંતર કર્યો વિચાર. ગુરુદેવે કહ્યું, શિષ્યે તે સાંભળ્યું અને માત્ર સાંભળીને તે સ્વીકારતો નથી, પણ અંતરમાં વિચા૨ ક૨વાથી તેને લાગે છે કે આત્મા હોવાનો સંભવ ખરો. તમે જે વાત કરો છો તે પ્રમાણે આત્મા હોવો જોઈએ. હવે જે સૂત્ર આવે છે તે ‘આત્મા છે, અને તે આત્મા નિત્ય છે' બહુ મઝાની વાત કરી. તમે તો કાયમ રહેવાના છો. તમારે બીક રાખવાની જરૂર નથી. ‘મર મર જાયે શરીરા’, આટલો તો ફાયદો થશે ને ? ઘેર જઈને કહેજો, હવે મોતની ચિંતા નથી. ઘરના પૂછશે કે શું થયું ? કેમ એમ ? તો કહેજો, यह जीव है सदा अविनाशी, मर मर जाय शरीरा, उसकी चिंता कछु नव करना, होई अपन धर्मधीरा. ધન્યવાદ ! આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે માટે ધન્યવાદ. દરેકના અંતરમાં રહેલા પરમાત્માને મારા પ્રેમપૂર્વક નમસ્કાર. For Personal & Private Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૧૦૯ પ્રવચન ક્રમાંક - ૪૯ ગાથા ક્રમાંક - ૬૦-૬૧ બીજી શંકાઃ આત્મા નિત્ય નથી બીજી શંકા થાય ત્યાં, આત્મા નહિ અવિનાશ; દેહયોગથી ઊપજે, દેહવિયોગે નાશ. (૬૦) ટીકાપણ બીજી એમ શંકા થાય છે, કે આત્મા છે તો પણ તે અવિનાશ એટલે નિત્ય નથી; ત્રણે કાળ હોય એવો પદાર્થ નથી, માત્ર દેહના સંયોગથી ઉત્પન્ન થાય અને વિયોગે વિનાશ પામે. (૬૦) આ સૂત્રમાં ઊતરતાં પહેલાં, સૂત્રની આજુબાજુમાં જે ભાવો ગુંથાયેલા છે, એ ધીરજથી સાંભળજો. ખ્યાલમાં લેજો. આત્મા છે એનો સ્વીકાર થયો, પરંતુ હવે એ જાણવું છે કે આત્મા કેવો છે? એનું સ્વરૂપ કેવું છે? વસ્તુનો સ્વીકાર થયો પણ છે કેવો? આ કેરી છે તેનો સ્વીકાર થયો પણ કેરી કેવી છે? સોનાનો સ્વીકાર થયો પણ સોનું છે કેવું? આ રત્ન છે તેનો સ્વીકાર થયો પણ રત્ન છે કેવું? એ કેવું છે તે મહત્ત્વનું છે. એમાં સ્પષ્ટતા હોય છે. તે સ્પષ્ટતામાં તેના સ્વરૂપનું વર્ણન છે. સ્વરૂપ એટલે પોતાનું રૂપ. અહીં ત્રણ શબ્દો સમજી લઈએ. એક તો “રૂપ' જે જગતમાં દેખાય છે, બીજું “અરૂપ” જે જોવામાં આવતું નથી પણ તે છે. અને ત્રીજું છે સ્વરૂપ એટલે વસ્તુનું હોવાપણું, તેનું પોતાનું સ્વરૂપ. સોળ વર્ષની ઉંમરે પરમકૃપાળુ દેવે બહુ પુન્ય કેરા પુંજથી” એ કાવ્યમાં હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું' આ પદમાં થોડા પ્રશ્નો મૂક્યા છે. તેમાં હું કોણ છું? તે એક. ક્યાંથી થયો? તે બે. અને શું સ્વરૂપ છે મારું ખરું? તે ત્રણ. આ ત્રીજો પ્રશ્ન મહત્ત્વનો છે. આ ત્રીજા પ્રશ્નમાં ઘણો ભાર છે. ખરેખર મારું સ્વરૂપ કેવું છે ? આનો વિચાર સાધકે પોતે જાતે કરવો જોઈએ. આ વિચાર કરવા માટે સામગ્રી જોઈએ. સતશાસ્ત્રો અને સગુરુનો યોગ એ સૌથી મોટી સામગ્રી છે. તેઓના સહવાસથી અને કૃપાથી “મારું ખરું સ્વરૂપ શું છે?” તેનો નિર્ણય સાધકે કરવાનો છે. આ બધા શાસ્ત્રો માત્ર વાંચવા માટે કે બાંયો ચડાવવા માટે નથી, તેમ ફક્ત બીજાને કહેવા માટે પણ નથી, ડહાપણ ડોળવા કે બીજા પાસે પોતાનું પાંડિત્ય બતાવવા માટે નથી. પરંતુ શાસ્ત્રનો એક મહત્ત્વનો હેતુ છે, એક કારણ છે, આગમ એક હોય કે આગમ ૪૫ હોય, પૂર્વ એક હોય કે પૂર્વ ૧૪ હોય પરંતુ ૪૫ આગમો અને ૧૪ પૂર્વો સાધકને પોતાનું સ્વરૂપ કેવું છે તે નિર્ણય કરવા માટે છે. For Personal & Private Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ પ્રવચન ક્રમાંક - ૪૯, ગાથા ક્રમાંક - ૬૦-૬૧ જરા જુદી રીતે, જુદા સંદર્ભમાં એમ કહેવામાં આવ્યું છે કે “શાસ્ત્ર સર્વે કહ્યા વિશેષે, જીવ કરવા નિર્મળો. સાબુ કપડાંનો મેલ કાઢવા, પાણી તૃષાને છિપાવવા માટે છે, તેમ શાસ્ત્રો આત્માને નિર્મળ કરવા માટે છે. જ્ઞાન મળવું તે આનુસંગિક પરિણામ છે. ખેતરમાં અનાજ વાવો અને ઘાસ આજુબાજુમાં ઊગી જાય તે આનુસંગિક લાભ છે. કોઈ ખેડૂત ઘાસ માટે અનાજ વાવતો નથી, એ તો સાથે આવતું પરિણામ છે. તેમ જ્ઞાન મળવું તે શાસ્ત્રનું આનુસંગિક પરિણામ છે, પણ શાસ્ત્રનું ખરું પરિણામ જીવ નિર્મળ થાય તે છે. પોતાના આત્માને નિર્મળ કરવા માટે શાસ્ત્ર છે. તે નિર્મળતા કેવી રીતે લાવવી, તેની પ્રક્રિયા બતાવવા માટે શાસ્ત્રો કહ્યાં છે. ઉપા.યશોવિજયજી મહારાજે ૧૨૫ ગાથાના સ્તવનમાં કહ્યું કે, રાગ દ્વેષ મળ ગાળવા, ઉપશમ જલ ઝીલો, આતમ પરિણતિ આદરી, પરપરિણતિ પીલો, આતમ તત્ત્વવિચારીએ. (૩૮) રાગ અને દ્વેષ એ મેલ છે. આત્મા વસ્ત્ર છે અને તે મેલના કારણે આત્મા મલિન થયો છે, આ મેલને દૂર કરવા માટે સમતારૂપી પાણી જોઈએ. સમતારૂપી પાણીમાં બોળીને જ્ઞાનરૂપી સાબુ ઘસવો પડે, તો આત્મા નિર્મળ થાય. રાગદ્વેષ મળ ગાળવા ઉપશમરૂપ પાણીમાં ઝીલો-સ્નાન કરો. જ્ઞાનરૂપી સાબુ ત્યાં તમારા કામમાં આવશે. એક વાત એ પણ સમજી લ્યો કે કપડાંને સાફ કરવા માટે સાબુ લગાડવો પડે. સાબુ લગાડી પાંચ દસ મિનિટ રાખી મૂકે, પછી સાબુ અંદર ઊતરે પછી બરાબર ઘસે, પછી એ સાબુને પણ કપડાંમાંથી કાઢવો પડે. સીધી રીતે સાબુ ન નીકળે તો ધોકો લઈને પણ કાઢવો પડે છે. તેમ શબ્દ જ્ઞાન સાબુ છે, તેને વૈરાગ્યનો ધોકો લઈને કાઢવો પડશે. જ્ઞાન ઉપયોગી છે, તે મહત્ત્વનું સાધન છે. જ્ઞાન તે જીવનમાં અત્યંત સહયોગ આપનારું છે, પરંતુ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી આગળ જવાનું છે. જાણી જાણીને કરીશું શું? “જાણ્યું તો તેનું ભલું, મોહે નવિલેપાય'. જેણે જાણ્યું છે, તે જાણ્યા પછી જીવનમાં જીવવા લાગે. એ પ્રયોગ કરે, આત્મસાત્ કરે, જીવનમાં ઉતારે, એ કામ સાધકને કરવું પડે છે. ત્યાંથી નિર્મળતાની શરૂઆત થાય છે. તે નિર્મળતા પ્રાપ્ત કરવા શાસ્ત્રો ઉપયોગી છે. અત્યાર સુધી જીવે શાસ્ત્રો વાંચ્યાં હશે, પણ મારું ખરેખર સ્વરૂપ કેવું છે આ નિર્ણય એણે કર્યો નથી. આજે પણ કર્યો કે નથી કર્યો તે તમે જાણો. ખરેખર વસ્તુનું સ્વરૂપ હોવું તે એક વાત અને વસ્તુનું સ્વરૂપ જાણવું તે બીજી વાત. પહેલી વાત એ કે આત્મા વસ્તુ છે. પરંતુ શિષ્ય કહે છે કે અમને એ કહો કે આત્મા ક્યાં સુધી રહેવાનો છે? જેના ઉપર ઈમારત ચણવાની છે તે જમીન તમારી ક્યાં સુધી છે? કોઈ આપણને કહે કે આ જમીન તમારી અને તમે તેના ઉપર ઈમારત ચણી શકો છો, પરંતુ કાયમ માટે જમીન આપણી છે તે પ્રથમ નક્કી કરવું પડે છે. જો જમીન કાયમ માટે આપણી ન હોય તો મકાન ચણવાનો અર્થ શું છે? ધર્મની ઈમારત જેને For Personal & Private Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૧૧૧ ચણવી છે, તેને પહેલાં નિર્ણય કરવો પડશે કે આ આત્મા ક્યાં સુધી રહેવાનો છે ? સમજાય છે ? કોઈ મહેમાન આપણે ત્યાં આવે તો અંદરખાને જાણી લેવું પડે કે ક્યાં સુધી રહેવાના છે ? જેટલા દિવસ રહેવાના હોય તે પ્રમાણે તૈયારી થાય. કેટલા દિવસ રહેશે તે જાણી લેવું પડે છે. તેમ આત્મા ક્યાં સુધી છે ? કેટલું રહેવાનો છે ? એક વાત. એ કઈ રીતે ઉત્પન્ન થયો તે બીજી વાત અને કેવી રીતે બન્યો તે ત્રીજી વાત. તે બધું જાણવું પડે. કોઈ કહે કે આત્મા ઉત્પન્ન થયો તો શેમાંથી ઉત્પન્ન થયો ? બનાવ્યો તો કોણે બનાવ્યો ? અને આ આત્મા ક્યાં સુધી રહેવાનો છે ? તે પણ અમારે જાણવું છે. જો આ શરીર છે ત્યાં સુધી રહેવાનો હોય અને શરીર બળ્યા પછી એ પણ અગ્નિમાં સાથે બળવાનો હોય તો સાહેબ ! આટલી બધી મહેનત કરવાની જરૂર નથી. પરંતુ એવું જો હોય કે જન્મ પહેલાં પણ તે હતો અને મૃત્યુ પછી પણ તે હશે તો મહેનત કરવી બરાબર. તમે જનમતા નથી પણ દેહમાં આવો છો. તમે મરતા નથી પણ દેહ છોડો છો. તમે દેહમાં આવો છો અને દેહમાંથી જાઓ છો. વાત તો એ જ સાચી છે. જનમ્યો એટલે દેહમાં આવ્યો અને મર્યો એટલે દેહ છોડ્યો. કંઈ નવું થયું નથી. તેને કંઈક કર્મોનાં ફળ ભોગવવાનાં છે, જગતનાં લેણદેણ પતાવવાનાં છે. તેણે કંઈક કર્યું છે. એ જે કંઈ કર્યું છે તેનો બદલો તેને મળવાનો છે, તેનું ફળ ભોગવવાનું છે માટે દેહમાં આવ્યો છે. એ દેહમાં આવ્યો છે પણ નવો જનમ્યો નથી. એ દેહમાં આવ્યો છે પરંતુ નવો ઉત્પન્ન થયો નથી. આત્મા જનમતો નથી. આત્મા દેહમાં આવે છે પણ ઉત્પન્ન થતો નથી. એ આત્મા કાયમ હોય છે, નિત્ય હોય છે. જો મૃત્યુ સાથે, એટલે દેહના મૃત્યુ સાથે આત્માનો પણ નિકાલ થઈ જતો હોય તો કોણ જન્મ લેશે ? અને પછી તો એમ થાય કે જો આ દેહ સાથે જ આત્માનું મૃત્યુ થતું હોય તો જીવનમાં જે કર્મો કર્યાં છે, તે કર્મો કોણ ભોગવશે ? છગનભાઈ કરશે અને મગનભાઈ ભોગવશે ? આ તો એવું થયું કે ખાય દુર્યોધન અને ખાવાનું પચાવે શકુનિ મામા ? જે ખાય તે જ પચાવે. જે કરે છે તેને જ ભોગવવું પડે છે, પણ ભોગવનાર નિત્ય હોય તો જ ભોગવી શકે. શિષ્ય પૂછે છે કે ગુરુદેવ અમારે જાણવું છે કે આ આત્મા છે તેમ તમે કહો છો પણ તે ક્યાં સુધી રહેવાનો છે ? અને ઉત્પન્ન થયો તો શેમાંથી થયો ? બન્યો તો કોણે બનાવ્યો ? કાચો માલ કયો ? રોટલી બની તો ઘઉંમાંથી બની અને ખીચડી બની તો દાળ ચોખામાંથી બની. શીરો બન્યો તો ઘી, ગોળ અને આટામાંથી બન્યો. તો આત્મા બન્યો શેમાંથી ? બીજી શંકા થાય ત્યાં, આત્મા નહિ અવિનાશ, દેહયોગથી ઉપજે, દેહવિયોગે નાશ. અત્યંત મહત્ત્વની આ ગાથા છે, ગુરુદેવ ! આત્મા છે તેનો સંભવ થયો, કરીબ કરીબ હમ માનતે હૈં, તમે જે સિદ્ધાંતો, સૂત્રો આપ્યાં, જે વર્ણન કર્યું, તેના ઉપરથી આત્મા હોવો જોઈએ તેમ લાગે છે. તમારી વાત સાંભળી, અંતરમાં એકાગ્ર બની અમે વિચાર કર્યો, તે વિચાર કરતાં For Personal & Private Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ પ્રવચન ક્રમાંક - ૪૯, ગાથા ક્રમાંક - ૬૦-૬૧ એમ થયું કે આત્મા હોવો જોઈએ. તમે કહો છો તે બરાબર છે. હવે બીજી શંકા થાય છે કે આ આત્મા અવિનાશી નથી. જેનો વિનાશ થતો નથી તે અવિનાશી, અર્થાત્ તે નિત્ય, તે સત, તે ત્રિકાળી, નહિ જન્મનારો અને નહિ મરનારો. અવિનાશી એટલે જેનો વિનાશ થતો નથી તે. એવું એક તત્ત્વ જગતમાં છે તો ખરું કે જેમાં પરિવર્તન પણ થાય છે છતાં કાયમ ટકીને રહે છે. તત્ત્વાર્થાધિગમ સૂત્રમાં એક સૂત્ર છે ‘તમાdીવ્યયે નિત્યમ્ વસ્તુ નિત્ય છે. ટકીને બદલાવું તે વસ્તુનું સ્વરૂપ છે. વસ્તુ પોતે રહે છે, એ ટકે છે અને બદલાયા કરે છે. જેમ સોનું ટકીને બદલાય છે તેમ. સોનું હાર રૂપે હતું. હાર તોડી કંકણ કર્યા. કંકણ બદલાવી પગમાં પહેરવાનાં તોડા કર્યા. તોડાં બદલાવી હાથની અંગૂઠીઓ કરી. પરંતુ સોનું તો બદલાયું નહિ. સોનું તો એનું એ જ રહ્યું. જો સોનું ખતમ થતું હોય તો કોઈ ઘાટ બદલાવે જ નહિ. તો શું નક્કી થયું? વસ્તુ બદલાય છે પરંતુ ટકીને બદલાય છે. ટકીને બદલાવું તે વસ્તુનો સ્વભાવ છે. આ જૈન દર્શનની અલૌકિક વાત છે. વસ્તુ પોતે બદલાય છે, પરિવર્તન પામે છે, પયાટ્યતર થાય છે, તેમાં જુદી જુદી અવસ્થાઓ થાય છે, પણ તે પોતે ટકીને બદલાય છે. જે દિવસે ફઈબાએ નામ પાડ્યું હશે મહેન્દ્રભાઈ, તે ૭૦ વર્ષની ઉંમરે નહિ પાડ્યું હોય. એ નામ ઘોડિયામાં સૂતા હશે ત્યારનું પાડેલું હશે. ઘૂંટણિયે ચાલતા હોય તો પણ એ જ નામ, યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થા થાય તો પણ એ જ મહેન્દ્ર, અને છેલ્લી યાત્રા થાય તો પણ એ જ નામ. આ વસ્તુનો ખેલ જુઓ. વસ્તુ બદલાય છે પણ ટકીને બદલાય છે, એ વસ્તુ પોતાનું સ્વરૂપ ખોતી નથી. એ ખોવાતી પણ નથી અને ખતમ પણ થતી નથી. હવે એ ટકીને બદલાવું એવી જેની અવસ્થા છે તેને કહેવાય છે નિત્ય. આત્મા સદા અવિનાશી છે તેમ જુદા જુદા અનુભવીઓ કહે છે. આત્મા અવિનાશી છે તેમ આત્માર્થી પુરુષો કહે છે. આત્મા અવિનાશી છે તેમ ભિન્ન ભિન્ન શાસ્ત્રો કહે છે. પરંતુ શિષ્ય ઘણો જ પ્રામાણિક છે. તે નરમાશથી કહે છે કે સાહેબ! મને હજુ આ વાત બેસતી નથી. આપ આત્માને નિત્ય, અવિનાશી કહો છો તે હજુ સમજાતું નથી. શાસ્ત્રોમાં તો કહ્યું છે કે ‘મનો નિત્ય પુરાણોડ્ય’ આત્મા તો જનમતો નથી, નિત્ય એટલે કાયમ, શાશ્વત એટલે કાયમ ટકનાર, જૂનામાં જૂનો. “ન હન્યતે ફન્ચમાને શરીરે શરીર હણાય છે પરંતુ તે હણાતો નથી, એવો આત્મા છે, તેવું વર્ણન આવે છે, પરંતુ આ વાત હજુ નક્કી અમારાથી થતી નથી તો તે અમને સમજાવશો. અથવા વસ્ત ક્ષણિક છે, ક્ષણે ક્ષણે પલટાય; એ અનુભવથી પણ નહીં, આત્મા નિત્ય જણાય. (૧) ટીકા અથવા વસ્તુ ક્ષણે ક્ષણે બદલાતી જોવામાં આવે છે, તેથી સર્વવસ્તુ ક્ષણિક છે, અને અનુભવથી જોતાં પણ આત્મા નિત્ય જણાતો નથી. (૬૧) બે દર્શનો અહીં પ્રવેશ કરે છે. એક ચાર્વાક દર્શન અને એક બૌદ્ધદર્શન. ષડ્રદર્શન સંક્ષેપમાં, For Personal & Private Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા પટું સ્થાનક પણ એહ..આગળ એ ગાથા આવવાની છે. પરમકૃપાળુદેવે વચનામૃતમાં છ દર્શન વિષે વારંવાર ભલામણ કરી છે. મનસુખરામ સૂર્યરામને પણ ભલામણ કરી છે. ગાંધીજીને પણ ભલામણ કરી છે કે પદર્શન સમુચ્ચય નામનો ગ્રંથ તમે ધ્યાનથી બરાબર જોજો. મને લાગે છે કે તમે આ વાક્ય વાંચ્યું તો હશે. ગ્રંથ વાંચ્યો હશે કે નહિ તેની મને ખબર નથી. તેમાં એક ચાર્વાક દર્શન અને બીજું છે બૌદ્ધદર્શન. ચાર્વાક દર્શન એને કહેવાય કે જે પોતે આ માત્ર દેખાય છે તેટલું જ માને, બાકી માનતું નથી. એ એમ કહે છે કે આ બધી વાત તમે ભૂલી જાવ કે આત્મા છે અને આત્મા નિત્ય છે, કારણ કે આ શરીર પેદા થયું છે પછી આ શરીર વિખરાઈ જવાનું છે. ઈટીંગ, ચીટીંગ, મીટીંગ જે કંઈ કરવું હોય તે કરી લો. કોણ કહે છે કે આત્મા છે અને કાયમ છે? કોણ કહે છે કે આત્મા મરતો નથી? કોણ કહે છે કે પરલોક છે? કોણ કહે છે કે પુણ્ય અને પાપ છે? આ સાધુના રવાડે ચડશો નહિ. આ સલાહ આપે છે બૃહસ્પતિ નામના આચાર્ય-તેઓ ભૌતિકવાદી છે, તેઓ ચાર્વાક છે. તમને નવાઈ લાગશે કે ચાર્વાક દર્શનનો કોઈ ગ્રંથ નથી કે ચાર્વાક દર્શન નામનો કોઈ સંપ્રદાય નથી. તેનો કોઈ આશ્રમ નથી કે તેના કોઈ પ્રચારકો નથી. તેનું કોઈ મેનેજમેન્ટ નથી. છતાં આખી દુનિયામાં તેનું સામ્રાજ્ય છે. આ બજારમાં ચાલનાર માણસને ઊભા રાખીને પૂછો તો ખરા ? તેઓ કહેશે કે આત્મા નથી, જે છે તે શરીર છે. તેના માટે દેવું કરીને પણ ઘી પીવો'. એક ભાઈ બેંકમાં લોન લેવા ગયા. મેં કહ્યું કે આટલી બધી લોન લો છો? તેઓ કહે, “પાછી આપવી છે જ કોને? પાછી આપવાની હોય તો ચિંતાને?' તમે જો રહેવાના હો તો ચિંતા કે આવતા જનમમાં ફળ ભોગવવું પડશે. પણ છે જ નહીં ભસ્મીભૂતચ લેહચ પુનમને pd: I દેહ ભસ્મીભૂત થયા પછી પાછું આગમન ક્યાંથી થાય? આવું જે માનવું તેને કહેવાય છે ચાર્વાક દર્શન. પરંતુ ચાર્વાક દર્શનમાં એક સુધારો થયો. એ સુધારામાં એક ફાંટો એવો પડ્યો કે તેણે કહ્યું, ના, ના, આત્મા તો છે. ચાર્વાક દર્શન સંપૂર્ણપણે આત્માનો અસ્વીકાર કરે છે, ઈન્કાર કરે છે, ના પાડે છે. પણ તેમાંથી એક ફાંટો પડ્યો, થોડો પ્રોગ્રેસ થયો કે જો ભાઈ ! આત્મા તો છે પણ એકવાર દેહના યોગથી આત્મા ઉત્પન્ન થાય છે, અને દેહનો નાશ થતા, આત્માનો નાશ થાય છે. આ નવો સુધારો, દેહયોગથી ઉપજે અને દેહ વિયોગે નાશ”. વાત તો એ જ થઈ પણ તેમણે એક વાત ઉમેરી કે આત્મા પહેલાં પણ ન હતો અને પછી પણ નથી. ચિંતામાંથી મુક્ત થાવ. આ કર્મ બંધાય છે, પછી ફળ ભોગવવું પડશે અને નરકમાં જવું પડશે. સ્વર્ગમાં જવું પડશે. બધું ઘોળીને ફેંકી દો. કારણ કે દેહના યોગથી ઉત્પન્ન થાય છે અને દેહના વિયોગથી નાશ થાય છે. પંચમહાભૂત છે, પૃથ્વી, જળ, વાયુ, તેજ અને આકાશ. અલગ અલગ મકાનો, મોટા મોટા રસ્તાઓ, આ સ્ત્રી પુરુષોને જુઓ છો, આ ફર્નિચર જુઓ છો. આ બધું પાંચમાંથી બને છે. છઠ્ઠ કોઈ નહિ. પૃથ્વી, અગ્નિ, જળ, વાયુ અને આકાશ આ પાંચ તત્ત્વમાંથી શરીર બન્યું. આપણા શરીરનું જો લેબોરેટરીમાં પૃથક્કરણ કે એનાલીસીસ થાય તો થોડું પાણી, થોડી પૃથ્વી, For Personal & Private Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ પ્રવચન ક્રમાંક - ૪૯, ગાથા ક્રમાંક - ૬૦-૬૧ થોડું તેજ, થોડું આકાશ અને થોડો વાયુ નીકળે. આ પાંચેના મિશ્રણમાંથી એક રસાયણ ઉત્પન્ન થાય છે, તેનું નામ છે આત્મા. આ વાત સમજી લો. ગોટાળો કે ગરબડ ન કરશો. જેમ જુદા જુદા તત્ત્વમાંથી દારૂ બને છે. અલગ અલગ વસ્તુમાંથી જેમ એક વસ્તુ તૈયાર થાય છે, તેમ પંચમહાભૂતમાંથી એક સરસ તત્ત્વ આત્મા ઉત્પન્ન થાય છે. તો આત્મા દેહના યોગથી ઉત્પન્ન થાય અને દેહ વિયોગે નાશ પામે અને દેહથી જુદો આત્મા છે એ વાત કહેવાની જરૂર જ ક્યાં છે ? અલગ અલગ પદાર્થો ભેગા થાય, તેમાંથી નવી નવી વસ્તુ બની જાય. એ પંચમહાભૂતમાંથી જે વસ્તુ ઉત્પન્ન થાય છે, તે જાણે છે, જીવે છે અને કાર્ય પણ કરે છે. આત્મા પાંચ તત્ત્વમાંથી બનેલું એક રાસાયણિક તત્ત્વ છે, એ શરીરમાં હોય ત્યારે જીવતો કહેવાય અને એ પાંચમહાભૂત વિખરાઈ જાય ત્યારે આત્મા મરી જાય તેમ કહેવાય. માટે કંઈ કહેવાની જરૂર નથી કે આત્મા નિત્ય છે. બીજી શંકા અમને એવી થાય છે કે આત્મા તો છે પણ તે અવિનાશી નથી, નિત્ય નથી, શાશ્વત નથી, આ તર્કબદ્ધ વાત છે. શાસ્ત્રો કહે છે આત્મા નિત્ય, અજર, અમર, અવિનાશી છે. અહીં જેટલાં બેઠાં છે તેમને ખબર હશે અને બોલતાં પણ હશે કે આત્મા નિત્ય છે, અજર અમર અને અવિનાશી છે. કોઈનું મરણ થયું હોય ત્યાં બેસવા જાય તો કેવી ડાહી ડાહી વાતો કરે છે ! અરે ભલા માણસ, આ શરીર ક્યાં કાયમ રહે છે અને શરીરમાંથી આત્મા નીકળે તે ક્યાં મરે છે ? આ મર્યો નથી. આ શરીર પડ્યું છે તેનો શોક કરવા જેવો નથી. એમ બધી વાત તો કરે છે, પરંતુ પોતા ઉપર જ્યારે વીતે ત્યારે ખબર પડે, ક્યા હોતા હૈ ? અત્યારે તો બીજાને ઘેર ડહાપણ ડોળે છે. આ ચાર્વાક દર્શન એમ કહે છે કે આ પાંચે મહાભૂતમાંથી એક નવું તત્ત્વ કાયમ માટે નહિ પણ ટાઈમબિઇંગ પેદા થયું. શાશ્વત નહિ. અને પાંચમહાભૂત હશે ત્યાં સુધી રહેશે. પચીસ માળનાં મકાન હોય કે પચાસ માળનાં, આજે જોયાં હશે, ફોટા પાડ્યા હશે. અને બસો વર્ષ પછી કોઈ માણસ મુંબઈ આવે અને ફોટા પ્રમાણે જોવા જાય, અને પછી પૂછે આ મકાન ક્યાં ગયું ? એ ગયું. એ તો જમીનદોસ્ત થયું હશે. તેમ પંચમહાભૂતમાંથી આ આત્મા ઉત્પન્ન થાય છે અને પંચમહાભૂતનું મિશ્રણ રહે ત્યાં સુધી આત્મા રહે છે. અને દેહનો વિયોગ થતાં તેનોઆત્માનો નાશ થાય છે, માટે અમે કહીએ છીએ કે આત્મા છે ખરો પણ આત્મા અવિનાશી નથી. સમજાય છે ? આ વાત ઠીક લાગે છે ? આત્મા અવિનાશી છે એમ કહો તો બધું વળગે. હું મઝાકમાં કહું છું કે છોકરી જ્યારે પરણે છે, તે પતિને પરણે છે. પણ પતિ સાથે કેટલાં બધાં વળગે છે ? સાસુ વળગે, નણંદ વળગે, જેઠાણી વળગે અને વડસાસુ પણ વળગે. અલ્યા, આ ઝૂમખું શું કામ વળગાડો છો ? એ પરણી માટે. એમ આત્મા જો નિત્ય છે તેમ માનીએ તો બધું વળગશે. આત્મા છે ખરો પણ નિત્ય નથી. તો છુટકારો થાય. ઘણાએ છુટકારો મેળવ્યો છે પણ એ છુટકારો ખોટો છે, કારણ આત્મા છે, એ અવિનાશી છે. આ વાત શાસ્ત્રને કરવી છે. આત્મા ત્રણે કાળમાં છે તેમ શાસ્ત્રો કહે છે. ત્રણે કાળ હોવું For Personal & Private Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૧૧૫ તેનું નામ સત્. જે ભૂતકાળમાં હતો, વર્તમાનમાં છે અને ભવિષ્યકાળમાં હશે. ત્રણે કાળ તમે છો કે નહિ ? તમે છો એમ કહો તો એમાં જોખમ છે. તમે છો કે નહિ અત્યારે ? કેવી રીતે છો ? હતા માટે છો ને ? જો ન હોત તો અત્યારે ક્યાંથી હોત ? અને છો તો હશો કે નહિ ? એમ તો બોલો કે હોઈશું. મઝાથી કહો કે અમે હતાં, છીએ, અને હોઈશું. આ ત્રણ કાળ ભૂત, વર્તમાન અને ભવિષ્ય થયાં ને ? ત્રણે કાળ હોવાપણું જેનું છે તેવો અવિનાશી આત્મા છે. પરંતુ શિષ્ય કહે છે, ના. ત્રણે કાળ હોય તેવો આત્મા નથી. આત્મા છે ખરો, પણ ત્રણે કાળ નથી. એક વર્તમાનકાળ પૂરતો જ છે. અને કેવો છે ? દેહના સંયોગથી ઉત્પન્ન થાય છે. આ પંચમહાભૂત તે પાંચ પદાર્થો છે, અને પાંચનું મિશ્રણ થાય તેમાંથી આત્મા ઉત્પન્ન થાય છે. શીરો શું ચીજ છે ? તો કહે ઘી, ગોળ અને લોટનું મિશ્રણ તેને કહેવાય શીરો. દાળ શું ચીજ છે ? તો કહે દાળ વત્તા પાણી અને વત્તા મસાલો અને સરસ મિશ્રણ તૈયાર થાય એટલે સબડકો મારવાની મઝા આવે. આને કહેવાય મિશ્રણ. આ કેમેસ્ટ્રી છે. અમુક પદાર્થો અમુક પ્રમાણમાં અમુક રીતે જો તૈયાર કરવામાં આવે તો તેમાંથી અમુક વસ્તુઓ તૈયાર થાય. એને રસાયણશાસ્ત્ર અથવા કેમેસ્ટ્રી કહે છે. અહીં કહે છે, આ પંચમહાભૂતનાં તત્ત્વો અમુક પ્રમાણમાં મિશ્રણ થાય અને એમાંથી એક નવું તત્ત્વ ઉત્પન્ન થાય તેને કહે છે આત્મા. પણ દેહના સંયોગથી ઉત્પન્ન થાય છે તેનો અર્થ એ થયો કે જો દેહ ન હોય તો એ પણ ન હોય. માટે એમ કહેવા દો કે દેહના સંયોગથી ઉત્પન્ન થાય છે તે આત્મા છે અને દેહના વિયોગથી તે નાશ પામે છે. માટે આત્મા છે ખરો, પણ આત્મા વિનાશી છે. આ એક અપેક્ષાએ શિષ્યે વાત કરી. ન હવે શિષ્ય બીજી દલીલ અને તર્ક રજુ કરે છે કે વસ્તુ ક્ષણિક છે. તમે જગતમાં નજર નાખો તો બધું ક્ષણિક છે, નાશવંત છે, ક્ષણભંગુર છે. ભગવાન બુદ્ધ કહેતા હતા કે ‘સર્વ ક્ષળિક્’. ભગવાન મહાવીર કહેતા હતા કે બધુ નાશવંત છે. શંકરાચાર્યજી પણ કહેતા આવ્યા છે અને આપણે પણ કહીએ છીએ કે ભાઈ ! ક્યાં કોઈ વસ્તુ કાયમ છે, સૌ એક દિવસ જવાનાં. સૌ જવાનાં પણ મારા સિવાય, એમ આપણે વર્તીએ છીએ. જગતમાં વસ્તુ છે, પદાર્થો છે, પણ પદાર્થો બદલાયા કરે છે. વસ્તુ ક્ષણે ક્ષણે બદલાતી જોવામાં આવે છે. હાફુસ કેરી બજારમાંથી બહુ ચકાસીને લાવ્યા. કેવી સરસ સુગંધી છે ? કેવો દેખાવ છે ? વાહ ! પણ બે દિવસ પડી રહી તો શું થયું ? બગડી ગઈ, કોહવાઈ ગઈ. પછી એ કેરી હાથમાં લેવી ન ગમે. લોકો એમ કહેતા હોય છે કે દાંત તો દાડમની કળી જેવા છે. પછી દાંત સડી જાય, ડૉક્ટર પાસે જાવ અને દાંત કાઢી તમને કહે કે લો, આ દાડમની કળી. તમને હાથમાં લેવી ગમશે ? તમે કહેશો કે ફેંકી દો. શું થયું ? દાડમની કળી ક્યાં ગઈ ? બદલાઈ ગઈ, પલટાઈ ગઈ. આ જગતને શાંતિથી જુઓ. ક્ષણે ક્ષણે કોનો ભરોસો કરવો ? ક્ષણે ક્ષણે પ્રત્યેક વસ્તુ બદલાઈ રહી છે. ‘માડી જાણે મોટો થાય, જમડો દહાડા ગણતો જાય’. મા એમ જાણે કે મારો ગગો મોટો થઈ રહ્યો છે, એને ખબર નથી કે For Personal & Private Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૧ ૬ પ્રવચન ક્રમાંક – ૪૯, ગાથા ક્રમાંક - ૬૦-૬૧ આયુષ્ય પ્રત્યેક ક્ષણે ઘટતું જાય છે. પ્રત્યેક પદાર્થ જગતમાં ક્ષણે ક્ષણે બદલાય છે. આનું નામ જગત. તમે સવારે ચોપાટી ઉપર જાવ, દરિયા પાસે ઊભા રહેશો તો કેટલાં મોજાં તમને દેખાશે? એક મોજું આવ્યું, કિનારા સુધી આવ્યું, અથડાયું પછી ખબર નથી કે મોજું ક્યાં ગયું? નાશ નથી પામ્યું, પણ વિખરાઈ ગયું અને તે બદલાઈ ગયું, પલટાઈ ગયું. તો જેમ મોજું બદલાય છે તેમ જગતમાં દેખાતી પ્રત્યેક વસ્તુ બદલાય છે, અને ક્ષણે ક્ષણે પલટાય છે. બે પ્રકારનાં મરણ શાસ્ત્રોમાં કહ્યાં છે. છેલ્લી વખત મરણ થાય છે તે કાયમનું મરણ અને ક્ષણે ક્ષણે આપણું આયુષ્ય ઓછું થાય છે તે ક્ષણ ક્ષણનું મરણ. ક્ષણે ક્ષણે આપણે મરી રહ્યાં છીએ. ૮૦ વર્ષનું આયુષ્ય હોય તો આપણે ૮૦ વર્ષે મરી ગયા તેમ કહેવાય. પણ જન્મની પહેલી ક્ષણથી મરણની શરૂઆત થઈ રહી છે. જન્મની ક્ષણ કહેવાય, અને સાથે સાથે મૃત્યુની ક્ષણ પણ કહેવાય. તમે જનમ્યા અને એક ક્ષણ પસાર થઈ, ૮૦ વર્ષમાંથી એક ક્ષણ બાદ, એક કલાક બાદ, બે કલાક બાદ, એક દિવસ, એક મહિનો, એક વર્ષ એમ બાદ થાય છે. એમ ક્ષણે ક્ષણે આપણે મરીએ છીએ. “અથવા વસ્તુ ક્ષણિક છે, ક્ષણે ક્ષણે પલટાય”. આત્મસિદ્ધિ શાસ્ત્ર એ દરિયો છે. કોઈ વાત એવી નહિ હોય કે જે આમાં નહીં હોય. અધ્યાત્મશાસ્ત્રના તમામ સિદ્ધાંતો અભુત રીતે આમાં ગુંથાઈ ગયા છે. આ ગુંથણી કરી નથી પણ થઈ ગઈ છે. ફૂલની માળા ગુંથવી એ કારીગરનું કામ છે. સારાં ઘરેણાં બનાવવાં તે કારીગરનું કામ છે. એ સોનું પણ એવું સરસ ઘડે કે પહેરવું ગમે, કારણ કે કારીગીરી છે. લોટ, ગોળ, ઘી વિગેરે વસ્તુ પડી છે તેમાંથી મિષ્ટાન્ન બનાવે આ જેમ કારીગીરી છે તેમ જગતમાં જે કંઈ બને છે તે કારીગીરી છે. આ કારીગીરી પણ ક્ષણે ક્ષણે પલટાય છે. શરદ પૂર્ણિમાનો ચંદ્ર ઊગ્યો, આનંદ થયો, તે નિમિત્તે દૂધ ને પૌવા અગાસીમાં બેસી ખાઓ છો, ગાવો છો, નાચો છો પણ તે ઘટના ક્ષણિક છે. જગતમાં જેટલી વસ્તુઓ તમને જોવા મળે છે, તેટલી વસ્તુઓ કાયમ એ જ હાલતમાં તમને જોવા મળશે નહિ. આ તમે જાણો છો પણ માનતા નથી, સ્વીકાર કરતા નથી. તમે બજારમાંથી મોંધું કપડું લાવો છો. તેમાંથી શર્ટ, પેન્ટ વગેરે બનાવો છો. તે કપડાં છે મહિના પહેર્યા પછી ફાટી ગયાં. પછી થીગડું માર્યું. પછી થીગડું પણ ન રહ્યું, ત્યારે બે કટકા કર્યા, હવે લઈ જાવ રસોડામાં. આ મસોતું તે છેલ્લી અવસ્થા. આ મસોતું કહેતું હશે કે દુકાનમાં હતું ત્યારે કેવું હતું? જુઓ પેન્ટ, જુઓ શર્ટ. અને હવે? આ મસોતું છેલ્લું સ્વરૂપ. આ મોંઘું કપડું મસોતામાં પરિવર્તિત થયું. શેનો ગર્વ કરવા જેવો છે? માટે જ્ઞાની પુરુષે કહ્યું કે અથવા વસ્તુ ક્ષણિક છે, ક્ષણે ક્ષણે પલટાય” નયો સાત છે. નય એટલે અપેક્ષા. જૈનદર્શનમાં નય, નિક્ષેપ, પ્રમાણ અને સપ્તભંગી એ ચાર પદ્ધતિ છે, તેનાથી વસ્તુ તત્ત્વનો નિર્ણય થાય છે. નય એટલે કોઈપણ એક અપેક્ષાથી વસ્તુને ઓળખવી. જેમ કોઈ ભાઈ બેઠા છે, તેને તમે કહેશો કે આ તમારો દીકરો છે? તો For Personal & Private Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૧૧૭ કહેશે હા. કોઈ તેને બાપા કહેશે. કોઈ ભાઈ કહેશે. કોઈ આવીને કાકા કહેશે, કોઈ તેને મામા કહેશે, કોઈ તેને વેવાઈ કહેશે. અલ્યા, એક જ માણસ તે દીકરો પણ અને તે બાપ પણ છે. દીકરાની અપેક્ષાએ બાપ અને બાપની અપેક્ષાએ દીકરો છે. આમ નયની અપેક્ષાએ વસ્તુ તત્ત્વનો નિર્ણય થતો હોવાથી નયની વ્યવસ્થા છે. એવા નય સાત છે. નૈગમ, સંગ્રહ વ્યવહાર, ૠજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત. આ જૈન દર્શનના પ્રામાણિક સિદ્ધાંતો છે. નય, નિક્ષેપ, પ્રમાણ અને સપ્તભંગી, આના દ્વારા વસ્તુનો નિર્ણય થાય. તમારા મનમાં થતું હશે કે આ બધી શું કામ લમણાફોડ કરાવો છો? આ લમણાફોડ નથી. આ જૈનદર્શન છે. એનાથી દરેક અપેક્ષાથી વસ્તુનો નિર્ણય થાય. ચોથો નય, ઋજીસૂત્ર, એ માત્ર વર્તમાન કાળને માને છે. એ ભૂતકાળને માનતો નથી. અને ભવિષ્યકાળને પણ માનતો નથી. બૌદ્ધદર્શન માત્ર વર્તમાન કાળને જ માને છે. એ ભૂત કે ભવિષ્યકાળને માનતું નથી. માટે જ તે કહે છે કે વસ્તુ ક્ષણિક છે. વસ્તુ છે ખરી પણ ક્ષણિક છે. કેમ ? તો ક્ષણે ક્ષણે પલટાય છે. પરિવર્તન, ફેરફાર, બદલવું આ જગતમાં થયા જ કરે છે. દરેક પદાર્થ પ્રક્રિયામાં છે. અને એ બદલાતો જોવામાં આવે છે. ક્ષણે ક્ષણે પરિવર્તન થાય છે, એને પર્યાય કહે છે, અને તેનો નાશ પણ થાય છે. વસ્તુ છે, તે ક્ષણે ક્ષણે બદલાય છે, એ અનુભવથી અમને એમ લાગે છે કે આત્મા પણ એવો પદાર્થ હોવો જોઈએ. એ છે ખરો, પણ ક્ષણે ક્ષણે બદલાય છે. અને ક્ષણે ક્ષણે બદલાતો હોય તો કોઈવાર નાશ પણ પામી જાય. માટે અમે કહીએ છીએ કે આત્મા છે ખરો, જગતમાં વસ્તુઓ છે ખરી, પણ ક્ષણે ક્ષણે પલટાય છે એવો અમારો અનુભવ છે. જમણવારમાં ફુલસ્કેપ કાગળ ઉપર લખાય તેવડું લાંબુ લીસ્ટ બને છે. ૫૦, ૧૦૦, ૧૫૦ વસ્તુઓ હોય અને લોકો વાંચતાં હોય કે આ છે, આ છે, આ છે. ભાણામાં તમને પીરસે તે પહેલા કાચા સીધા રૂપે હોય, પછી રસોઈઆનો હાથ અડે, તેમાંથી અનેક વાનગીઓ બને છે અને તમે કૃપા કરીને પેટમાં એ પધરાવી દો છો, પછી તેની હાલત શું થઈ ? તે તમે કહો. બદલાયું ને ? આ બહુ અદ્ભુત વાત છે. તમે શેનો મોહ અને આસક્તિ કરો છો ? શેનું મારાપણું કરો છો ? શું તમે જાળવી શકો છો ? નવા સ્લીપર લઈ આવો. પહેલા દિવસે મઝાનાં લાગશે અને છેલ્લા દિવસે તમને પહેરવાં પણ નહિ ગમે તેવાં થઈ જશે. ઘસાઈ ગયાં અને એક પટ્ટી તૂટી. પછી બીજી પટ્ટી તૂટી. વસ્તુ નવી લાવ્યા ત્યારે કેવી હતી અને ફાટી ગઈ પછી કેવી થઈ ગઈ ! આ જગતનો ઈતિહાસ, આ બધું ક્ષણે ક્ષણે પલટાય છે. તેના માટે એક નાનકડી લીટી કૃપાળુદેવે કહી છે. શું રાચીએ ? જ્યાં ક્ષણનો પ્રસંગ. તેઓ પોતે મનમાં મંથન કરતા હશે. આ નિરાશા કે હતાશા નથી. જ્ઞાની પુરુષોના જીવનમાં હતાશા ન હોય, નિરાશા ન હોય, એ કદીપણ બેચેન ન થાય પણ અનુભવ હોય, For Personal & Private Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ પ્રવચન ક્રમાંક - ૪૯, ગાથા ક્રમાંક - ૬૦-૬૧ સાક્ષાત્કાર હોય. પદાર્થોમાં શું રાચવું? તમે કેમ આમ બોલો છો ? તો કહે કે ક્ષણનો પ્રસંગ. બીજી ક્ષણ માટે તે વસ્તુ નહિ હોય. આકાશમાંથી વરસાદ પડ્યો અને પાણીનાં ટીપાં પડતાં જોયાં. પડ્યાં તો ખરાં પણ નદીમાં ગયાં, અને તેમાં મળી ગયાં. નદી સમુદ્રમાં મળી ગઈ. આ જગતમાં બધા પદાર્થો આ પ્રમાણે પરિવર્તિત થાય છે. આત્મા પણ આવો જ પદાર્થ છે. જે ક્ષણે ક્ષણે બદલાય છે અને પછી તેનો નાશ થાય છે, માટે આત્મા છે પણ તે નિત્ય નથી તેમ શિષ્યનું કહેવું છે. આજે આટલી વાત થઈ. હવે ગુરુદેવ આ પ્રશ્નો લઈ શિષ્યને સમાધાન કરાવે છે. સમાધાન પ્રશ્નો કરવા કરતાં કઠિન કાર્ય છે. ગુરુદેવને સમજાવવું છે કે આત્મા છે પણ ખરો, અને તે નિત્ય પણ છે. અને એ નિત્ય છે તે નક્કી કરતાં, દેહ અને આત્મા વચ્ચે શું સંબંધ છે તેની વાત પણ કરવી છે. અને દેહ કેવો છે તે પણ કહેવું છે. અને દેહ જ આત્મા હોય તો આત્મા ઉત્પન્ન થયો અને આત્મા નાશ થયો તે જાણ્યું કોણે? આવતી કાલે તે વાત આવશે. આ રેલગાડી ૭ વાગ્યે ઉપડી અને ડ્રાઈવર નવ વાગ્યે આવે તે ચાલતું હશે? આ સાચી વાત નથી. રેલગાડી ઉપડતાં પહેલાં ડ્રાઈવર આવવો જોઈએ. નહિ તો ગાડી ચાલે નહિ. તેમ દેહમાંથી આત્મા ઉત્પન્ન થાય છે તે કોણ જાણનાર છે? દેહ ઉત્પન્ન થયા પહેલાં તે હોવો જોઈએ. આવી અદ્ભુત વાત કરીશું. ધન્યવાદ! આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે માટે ધન્યવાદ. દરેકના અંતરમાં રહેલા પરમાત્માને મારા પ્રેમપૂર્વક નમસ્કાર. For Personal & Private Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૧૧૯ પ્રવચન ક્રમાંક - ૫૦ ગાથા ક્રમાંક - ૨ બીજી શંકાનું સમાધાન અને ભયમુક્તિ ને મોહમુક્તિ આત્મા નિત્ય છે એમ સદ્ગુરુ સમાધાન કરે છે - દેહ માત્ર સંયોગ છે, વળી જડ રૂપી દશ્ય; ચેતનનાં ઉત્પત્તિ લય, કોના અનુભવ વશ્ય? (૨) ટીકાઃ દેહ માત્ર પરમાણુનો સંયોગ છે, અથવા સંયોગે કરી આત્માના સંબંધમાં છે. વળી તે દેહ જડ છે, રૂપી છે, અને દશ્ય એટલે બીજા કોઈ દ્રષ્ટાનો તે જાણવાનો વિષય છે, એટલે તે પોતે પોતાને જાણતો નથી, તો ચેતનનાં ઉત્પત્તિ અને નાશ તે ક્યાંથી જાણે? તે દેહના પરમાણુએ પરમાણુનો વિચાર કરતાં પણ તે જડ જ છે, એમ સમજાય છે. તેથી તેમાંથી ચેતનની ઉત્પત્તિ થવા યોગ્ય નથી, અને ઉત્પત્તિ થવા યોગ્ય નથી તેથી ચેતન તેમાં નાશ પણ પામવા યોગ્ય નથી. વળી તે દેહ રૂપી એટલે સ્થળાદિ પરિણામવાળો છે; અને ચેતન દ્રષ્ટા છે, ત્યારે તેના સંયોગથી ચેતનની ઉત્પત્તિ શી રીતે થાય? અને તેમાં લય પણ કેમ થાય? દેહમાંથી ચેતન ઉત્પન્ન થાય છે, અને તેમાં જ નાશ પામે છે, એ વાત કોના અનુભવને વશ રહી? અર્થાત્ એમ કોણે જાણ્યું? કેમ કે જાણનાર એવા ચેતનની ઉત્પત્તિ દેહથી પ્રથમ છે નહીં, અને નાશ તો તેથી પહેલાં છે, ત્યારે એ અનુભવ થયો કોને? (૬૨) આત્મા છે, તે નિત્ય છે તેની ચર્ચાનો પ્રારંભ થાય છે. ચર્ચાનો પ્રારંભ કરતા પહેલાં જિંદગીની એક બહુ મહત્ત્વની વાત લક્ષમાં લેવા જેવી છે. આપણી જિંદગીની ઈમારત દેહના પાયા ઉપર ઊભી થઈ છે. જીવનમાં અનેક ચડાવ ઉતાર આવે છે પણ દેહની ઈમારત ઉપર બધું ભજવાય છે. જીવન અનંત છે. જિંદગી પાર્ટ છે. જેમ એક સાંકળ આખી હોય છે અને સાંકળને અંકોડા અનેક હોય છે. અંકોડા એ સાંકળ નથી પરંતુ સાંકળનો એક ભાગ છે, તે સાંકળ સાથે જોડાયેલો છે. જીવન એક સાંકળ છે અને જિંદગી અંકોડો છે. અંકોડો છૂટો પડી જાય છે, જીવનની ધારા સતત ચાલે છે. જિંદગીની ઈમારત જે ચણીએ છીએ તે દેહના પાયા ઉપર ચણીએ છીએ. આત્મા પોતાના સંસારની રચના દેહના પાયા ઉપર કરે છે. દેહ બદલાયા કરે છે, આત્મા રહે છે. આપણાં કુટુંબોના અને જ્ઞાતિના જેટલા સંબંધો છે તે તમામ સંબંધોનો આધાર દેહ છે. જિંદગીમાં જે ભોગો ભોગવીએ છીએ, વિષયો પ્રાપ્ત કરીએ છીએ, ધન સંગ્રહ કરીએ છીએ અને તમામ ભૌતિક ક્ષેત્રમાં મથામણ કરીએ છીએ એ પણ દેહના પાયા ઉપર કરીએ છીએ. આનો અર્થ એવો થયો કે આપણી જિંદગીનો પાયો શરીર છે, આપણા For Personal & Private Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ પ્રવચન ક્રમાંક - ૫૦, ગાથા ક્રમાંક - ૬૨ પ્રેમનો, ધૃણાનો, સ્નેહનો, તિરસ્કારનો પાયો શરીર છે. જે કંઈપણ વ્યવસ્થા કરીએ છીએ તે દેહના પાયા ઉપર કરીએ છીએ. જ્ઞાની પુરુષો હળવેથી અને ધીમેથી એક વાત આપણા કાનમાં કરે છે. તે આપણને જગાડનાર છે. ભાઈ ! તારા આ બધાનો આધાર આ શરીર પર છે. શરીરથી તને બધા ઓળખે છે, ઓળખનાર ઓળખે છે તેનો સંબંધ સ્થૂળ દેહ સાથે છે. બે દેહ વચ્ચે કે પાંચ, પચીસ દેહ વચ્ચે પ્રેમની, સ્નેહની, રાગ દ્વેષની, તિરસ્કારની જુદી જુદી ઘટનાઓ ઘટે છે, ત્યારે જ્ઞાની પુરુષ એક પાયાની વાત કરે છે કે ભાઈ ! આ દેહ માત્ર સંયોગ છે. અને આત્માને દેહનો સંયોગ થયા પછી દેહને અનેક સંયોગો થાય છે. તમને દેહનો સંયોગ થયો, તમે દેહમાં આવ્યા, જમ્યા પછી માતા, પિતા, પતિ, પત્ની, દેહ, ઘર, સંપત્તિ, વૈભવ વગેરેનો સંયોગ થયો. પ્રાપ્ત કરવું, મેળવવું, હતાશ થવું, દુઃખી થવું, ગુસ્સો કરવો કેટલું બધું થાય છે. આ કોના ઉપર? આ શરીરના આધાર ઉપર છે. પણ દેહ માત્ર સંયોગ છે અને સંયોગ પછી બીજો શબ્દ આવે છે અને તે છે વિયોગ. બે પદાર્થોનું થોડા ટાઈમ માટે મળવું તેનું નામ છે “સંયોગ'. મળેલા બે પદાર્થો ક્યારે અને ક્યારે, નિયત સમય પછી છૂટા પડવાનાં છે, છૂટા પડે છે તેનું નામ વિયોગ. જ્યાં સંયોગ અને વિયોગનો ખેલ નિરંતર ચાલે છે, તેને કહેવાય છે જગત. જરા ઊંડાણમાં જઈએ. આત્મા અને કર્મનો પણ સંયોગ છે અને તે સંયોગ અનાદિકાળનો છે. સંયોગ છે તેથી એક મોટી સંભાવના છે કે વિયોગ પણ થઈ શકે, અને વિયોગ કરી પણ શકાય. મોક્ષ છે અને મોક્ષનો ઉપાય પણ છે. કારણ આત્મા અને કર્મનો સંયોગ છે તે કર્મના સંયોગનો વિયોગ થઈ શકે છે. જેમ જ્ઞાન આત્માનો ગુણ છે, શ્રદ્ધા આત્માનો ગુણ છે, ચારિત્ર પણ આત્માનો ગુણ છે, તેમ કર્મ પણ જો આત્માનો ગુણ હોય તો કર્મ અને આત્મા છુટ્ટાં ન પડે. જ્ઞાન અને આત્મા, ચારિત્ર્ય અને આત્મા, શ્રદ્ધા અને આત્મા જુદા પડી શકતાં નથી, કારણ કે તેનો સંયોગ નથી, તે સ્વભાવ છે. સ્વભાવ જુદી વસ્તુ છે અને સંયોગ જુદી વસ્તુ છે. સ્વભાવ શું છે અને સંયોગ શું છે તે બન્નેને ઓળખી લો. ફૂલમાં સુગંધ છે. ફૂલ જશે તો એ સુગંધ પણ જશે. ફૂલની માળા કાયમ નથી તે બનાવી છે તેમ સુગંધ બનાવી નથી. સુગંધ સ્વાભાવિક હોય છે. સુવાસ આવી રહી છે તે તેનો સ્વભાવ છે તેમ જ્ઞાન આત્માનો સ્વભાવ છે, કર્મ આત્માનો સ્વભાવ નથી. કર્મ અને આત્મા એકમેક લાગવા છતાં એક થઈ શકતાં નથી અને થવાનાં પણ નથી. અનાદિકાળથી સંયોગ છે પણ કર્મ અને આત્મા એકપણું પામશે નહિ. તમને થાય કે કર્મનો સંયોગ ભલે રહ્યો, તમારે તે રાખવાની ઇચ્છા હશે તો રહેશે. બાકી તમે જો નક્કી કરો કે અમારે સંયોગ નથી જોઈતો, આ સંયોગ રાખવો નથી તો કર્મો રહી શકશે નહિ. અનાદિકાળથી આત્મા અને કર્મનો સંયોગ હોવા છતાં, જો તમે જાગો, જાગૃત થાઓ તો કર્મ અને આત્માનો વિયોગ થઈ પણ શકે છે. આત્મા અને કર્મના સંયોગનું નામ સંસાર છે. For Personal & Private Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૧૨૧ આત્મા અને કર્મના વિયોગનું નામ મોક્ષ છે. આત્મા અને કર્મનો વિયોગ એક જ વખત થાય છે અને તે થયા પછી ફેર સંયોગ થતો નથી. કર્મના કારણે દેહનો સંયોગ વારંવાર થાય છે. એક દેહ છૂટ્યો, બીજો દેહ તૈયાર. એક પ્રેસ કાઢી નાખ્યો, બીજો ડ્રેસ તૈયાર છે. પ્રકૃતિ તમારા માટે બીજો ડ્રેસ લઈને બેઠી છે. તે કહેશે કે મારું બાળક આવ્યું, તેને બીજો દેહ આપી દઉં. તે જૂનો લઈ લે છે અને નવો પહેરાવે છે. એક દેહ જાય છે તો બીજો દેહ મળે છે. દેહના કારણે કુટુંબ અને વ્યક્તિઓનો સંયોગ થાય છે. જો સંયોગ છે તો પછી છૂટાં પડવું પડશે. તમે તો ગીત ગાઓ છો કે “સાથમેં જીના, સાથમેં મરના', એવા ગીત પ્રેમના ઉન્માદમાં ગાયાં છે. કોણ સાથે જીવે છે અને મરે છે? કોઈ સાથે ગયું? મરનારની પાછળ કોઈ જીવતો બળી મરે તો ક્યાં મળશે? બોરીબંદર સેંટર કે સેન્ટ્રલ પર મળશે? આનંદઘનજી મહારાજે ઋષભદેવ ભગવાનના સ્તવનમાં કહ્યું કે, કોઈ કંત કારણ કાષ્ઠભક્ષણ કરે રે, મિલશું કંતને ધાય; એ મેળો નવિ કહિયે સંભવે રે, મેળો ઠામ ન ઠાય. કોઈ સ્ત્રી પતિના મૃત્યુ પછી તેને મળવા માટે સતી થાય-ચિતામાં પડીને બળી મરે તો પણ મળવાની જગ્યા ચોક્કસ ન હોવાથી તેનો મેળો થઈ શકતો નથી, ભેળા થાય નહીં. સંયોગ છે ત્યાં વિયોગ છે એ તથ્ય સ્વીકારવું રહ્યું. બાપે દીકરાને પરણાવ્યો. કેટલાય કોડ અને ઉમંગ હતાં કે દીકરો પરણશે, વહુ આવશે. ગરમ ગરમ શીરો બનાવશે, પછી કહેશે સસરાજી ચાલોને જમવા. હું કહીશ કે હમણાં ટાઈમ નથી, વહુ પાછી કહેશે ચાલોને, શીરો ઠંડો થઈ જાય છે. પછી તેને ખબર પડી કે શીરો તો ગાયબ થઈ ગયો. હવે ખીચડી પણ મળશે નહિ. સંસાર છે, આ સંસાર તો અસાર છે. કેટલી કલ્પના કરી હશે દીકરાની? દીકરો એક દિવસ કહેશે, પપ્પા ! આપણે શાંતિથી જીવીએ છીએ અને શાંતિ કાયમ રાખવી છે. આપના મનમાં કલેશ-કંકાસ થાય તેવું મને ગમતું નથી, તો એમ કરીએ કે આપણે જુદા જ રહીએ. કેટલો ડાહ્યો છોકરો છે? છૂટા થવાનો પ્લાન કરે છે. છૂટા થાય છે અને એક દિવસ એવો આવશે કે કાયમ માટે વિયોગ થઈ જશે. કોના છોરું ને, કોના વાછરું, કોના માય ને બાપજી, અંત સમય જાવું એકલા, સાથે પુષ્ય ને પાપજી. આ મરસિયા કે નિરાશા નથી, આ હતાશા નથી પણ તથ્ય છે. સંસાર છે ત્યાં સંયોગ છે અને સંયોગ છે ત્યાં વિયોગ પણ છે. છેલ્લી વાત. રાગ અને દ્વેષનો સંયોગ છે એટલે તે પણ કાયમ રહી શકશે નહિ. તમે રાખશો તેટલું રહેશે. રાગ દ્વેષ એમ કહે છે કે અમે આવ્યા છીએ. બહુ જૂના છીએ અને ભેળા પણ છીએ. તમારો અને અમારો નાતો જૂનો છે. તમે જ્યાં સુધી સારી રીતે રાખશો ત્યાં સુધી રહીશું. પરંતુ સાહેબ ! તમે જે દિવસે ના પાડશો ત્યારે અમે ક્ષણભર પણ ઊભા નહિ રહીએ. For Personal & Private Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨૨ પ્રવચન ક્રમાંક - ૫૦, ગાથા ક્રમાંક - ૬૨ રાગ અને દ્વેષનો પણ આત્માને સંયોગ છે. એનો પણ વિયોગ હામ ભીડો તો થઈ શકશે. શ્રદ્ધાની વાત છે. જ્ઞાની પુરુષ આપણને કહે છે કે રાગ દ્વેષથી તું ડરીશ નહિ. સંયોગમાં જેમ પ્રક્રિયા કરવી પડે છે તેમ વિયોગમાં પણ કોઈ પ્રક્રિયા કરવી પડે છે. લગ્નમાં જેમ વ્યવસ્થા કરવી પડે છે તેમ છૂટાછેડામાં પણ વકીલ પાસે જવું પડે છે. કેસ નોંધાવવો પડે છે. હવે ચાલે તેમ નથી માટે છૂટા પડવા માંગીએ છીએ. તો લગ્ન વખતે જેમ માંડવો, લાઈટ, ગરબા, જમણ આ બધી વ્યવસ્થા કરવી પડે છે તેમ છૂટા પડવું છે તો પણ કોર્ટ, કચેરી, વકીલ અને ન્યાયાધીશ વિગેરે વ્યવસ્થા કરવી પડે છે. સંયોગો માટે કારણો છે તેમ વિયોગ માટે પણ ઉપાયો છે. સંયોગમાં બે મળે છે પણ સંયોગ થયા પછી બે કાયમ સાથે રહી શકતાં નથી. હમણાં એક ભાઈની પત્નીનું મૃત્યુ થયું. તેમને બહુ દુ:ખ થયું. મારી પાસે આવીને બૂસ્કે ધ્રુસ્કે રડ્યા, એમણે કહ્યું-અધવચ્ચે છોડીને ચાલ્યાં ગયાં. તો શું તમને સાથે લઈને જાય ? તમને સાથે જવાનું કહ્યું હોત તો જાત ખરા? કોણ સાથે જાય છે? એમ જ થવાનું હતું. જે દિવસે પરણો ત્યારે નક્કી કરો, કાં તો હું જઈશ અથવા તું જઈશ. અમે કઠોર નથી, કોમળ હૈયાં છે અમારાં, પણ તથ્ય તો કહેવું જ પડે ને? ટૂંકમાં સંયોગ થાય છે ત્યાં વિયોગ પણ થાય છે. આત્મા સંયોગથી ઉત્પન્ન થયો નથી પરંતુ આત્મા એક અસ્તિત્વ છે. હવે મૂળ વાત પર આવીએ. દેહમાત્ર સંયોગ છે, વળી જડરૂપી દશ્ય; ચેતનનાં ઉત્પત્તિ લય, કોના અનુભવ વશ્ય? દેહમાત્ર પરમાણુનો સંયોગ છે. આ શરીર છે, તમે કંઈક કંઈક કલ્પના આ શરીર-દેહ માટે કરો છો. દેહ આવો છે, આવો છે. એક ભાઈ કહેતા હતા કે મારું શરીર તો સારું છે, પણ માથે ટાલ પડી ગઈ છે તે ઠીક નથી લાગતું. મેં કહ્યું, ટાલ તને શું નડે છે? ટાલ પડી ગઈ તો પડવા દે. એક દિવસ આખું માથું જવાનું છે. માથાના વાળ પણ જવાના છે. બાલ જલે જૈસે ઘાસકી પૌલી, હાડ જલે જૈસે લકડે કી મૌલી' તો ટાલ કઈ ગણતરીમાં? શરીર તો પરમાણુઓનો સંયોગ છે, સુંદર છે, સારું છે, રૂપાળું અને દેખાવડું છે. મોહ થાય તેવું છે. આખા વિશ્વમાં પહેલો નંબર મીસ ઈન્ડિયા કે મીસ વર્લ્ડ થઈ શકે તેમ છે પણ સાહેબ ! આ શરીર પરમાણુઓનો સંયોગ છે. જાત જાતનાં પરમાણુઓ શરીરમાં એકત્રિત થયાં છે પરંતુ આ પરમાણુઓ એક દિવસ વિખરાઈ જવાના છે. પરમાણુઓ ભેગા થાય છે અને વિખરાઈ પણ જાય છે. ચૈતન્ય શરીરનો મેનેજીંગ ડાયરેક્ટર છે, વહીવટ કરનાર છે. એ જ્યારે આ દેહમાંથી ચાલ્યું જાય ત્યારે શરીર એમનું એમ પડ્યું રહે છે. ચૈતન્ય એ શરીરની શોભા હતી. એટલે શરીર રાખ્યું હતું. હવે ચૈતન્ય ચાલ્યું ગયું એટલે શરીરની રાખ થઈ વાતાવરણમાં ઊડી જશે અને બધા જ પરમાણુઓ છુટ્ટા પડી જશે. ક્યાં ગઈ એ કાયા? ક્યાં ગયું એ સૌંદર્ય ? ક્યાં ગયું For Personal & Private Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૧૨૩ એ બળ અને રૂ૫? ક્યાં ગયું યૌવન અને ક્યાં ગઈ એ સુંદરતા? બધું વિલીન થઈ ગયું. કારણ શરીર પરમાણુઓનો સંયોગ છે. શરીર માત્ર સંયોગ છે અને આત્મા નિત્ય છે, આ વાત શિષ્યના મગજમાં ઉતારવાની છે. આ વાત કહેનાર પંડિત નથી, વિદ્વાન નથી કે સાક્ષર નથી, એ વક્તા નથી, કથાકાર નથી કે નથી કોઈ ગાદીપતિ કે મહંત. આ વાત જે કરનાર છે તેમને પોતાના સ્વરૂપનો અનુભવ છે. જ્ઞાની અને વિદ્વાનમાં ફરક છે. વિદ્વાન શબ્દના આધારે જાણે છે અને બોલે છે. જ્ઞાની અનુભવના આધારે જાણે છે અને બોલે છે. વિદ્વાન શબ્દોની દુનિયામાં રમે છે. અને જ્ઞાની અનુભવની દુનિયામાં રમે છે. જ્ઞાનીએ અનુભવ કર્યો છે, એમને પ્રતીતિ છે, વિશ્વાસ છે, શ્રદ્ધા છે કે આત્મા છે અને એ આત્મા નિત્ય છે, એ અવિનાશી છે. માટે ચિદાનંદજીએ ગાયું કે “હું અવિનાશી, ભાવ જગત કે નિશ્ચ સકલ વિનાશી' હું તો અવિનાશી છું પરંતુ જગતના ભાવો નિશ્ચ વિનાશ પામવાવાળા છે. આનંદઘનજીએ પણ ગાયું કે... અબ હમ અમર ભયે ન મરેંગે યા કારણ મિથ્યાત્વ દિયો તજ, કયું કર દેહ ધરેંગે. દેહ વિનાશી, હું અવિનાશી, અપની ગતિ પકરેંગે. નાસી જાતી હમ સ્થિરવાસી, ચોખે ઍનિખરેંગે. આ અનુભવ બોલે છે. શાસ્ત્ર નથી બોલતાં, શબ્દો નથી બોલતા, સિદ્ધાંતો કે આગમો નથી બોલતાં. જીવંત પુરુષનો અનુભવ બોલે છે. આનંદધનજી કહે છે કે દેહ વિનાશી છે, તે અમે જોઈ રહ્યા છીએ, એ વિનાશી વચ્ચે અમે ઊભા રહ્યા છીએ અને અમે અવિનાશી છીએ. આ અનુભવ અમારે સાધકને મુમુક્ષુને કહેવો છે, જિજ્ઞાસુને કહેવો છે. સાધકની પાસે અનુભવ નથી. જ્ઞાની પાસે અનુભવ છે. એ અનુભવને સાધક સુધી પહોંચાડવા માટે બ્રીજ બનાવવો પડે છે. એને કહેવાય છેશાસ્ત્ર. શાસ્ત્ર બ્રીજ છે, પુલ છે. શિષ્ય સુધી એમને અનુભવ પહોંચાડવો છે. શેનાથી પહોંચાડાશે? માટે એમ કહ્યું કે ગુરુ મૌનમાં બેઠા હોય અને તમે મૌનમાં સમજી જાવ અને તમે બેસી જાવ તો શ્રેષ્ઠ શ્રોતા. ‘કુરોસ્તુ મને વ્યાધ્યિાનમ્' સદ્ગુરુએ મૌનમાં વ્યાખ્યાન આપ્યું, અને શિષ્યના બધા સંશયો છેદાઈ ગયા. જ્ઞાનીને અનુભવ છે અને તે અનુભવ શિષ્ય પાસે પ્રગટ કરવો છે. આપણે મૌનની ભાષા સમજતા નથી તે માટે શબ્દોનો, તર્કનો, બુદ્ધિનો, દલીલનો, શાસ્ત્રનો, સિદ્ધાંતોનો એમ જાતજાતના સાધનોનો એમને ઉપયોગ કરવો પડે છે. એમણે એમ કહ્યું કે આ અમારો અનુભવ છે કે “દેહ વિનાશી, હું અવિનાશી અપની ગતિ પકરેંગે'. અનંતવાર અમે જનમ્યા અને અનંતવાર અમે મર્યા પણ આ અર્ધી લીટી અનંતકાળમાં અમે સમજ્યા નહિ કે હું અવિનાશી, ભાવ જગત કેનિશ્ચય સકલવિનાશી'. કોઈએ એમ કહ્યું કે “યહ જીવ હૈ સદા અવિનાશી, મર મર જાય શરીરા' જ્ઞાની પુરુષોએ ઘણા પ્રકારોથી વાત કરી પણ આપણો દરવાજો બંધ છે, તાળું For Personal & Private Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ પ્રવચન ક્રમાંક - ૫૦, ગાથા ક્રમાંક - ૬૨ મારેલ છે, ચાવી ખોવાઈ ગઈ છે. જ્ઞાની સાચી ચાવી આપે છે. જ્ઞાની પુરુષ એમ કહે છે કે આ આત્મા સદા અવિનાશી છે અને વારે વારે શરીર મરે છે, પણ શરીર સાથે તું નથી મરતો. તું શેનો રોવા માંડે છે ? જ્ઞાની પુરુષે એમ કહ્યું કે મરણની ચિંતા ન કરશો. મરણ તથ્ય છે. આત્મા અવિનાશી છે અને દેહ વિનાશી છે, આ સ્વીકારીને તમે ચાલો તો બે વસ્તુ તમને મળશે. આત્મા અવિનાશી હોવાથી ભયમુક્તિ મળશે, અને દેહ વિનાશી છે એ સમજણ જો પ્રાપ્ત થશે તો મોહમાંથી મુક્તિ મળશે. આમ ભય અને મોહ બન્નેમાંથી મુક્ત અવસ્થા જીવનમાં પ્રાપ્ત થાય છે. જ્ઞાની પુરુષો કહે છે કે આત્મા છે, તે અવિનાશી છે, નિત્ય છે પણ ચાર્વાક દર્શન કહે છે કે આત્મા નથી અને આત્મા છે તો તે નિત્ય નથી. જેમ જુદા જુદા પદાર્થોના મિશ્રણમાંથી સ્પીરીટ અને મદિરા જેવું એક રસાયણ તૈયાર થાય છે તેમ આત્મા પંચમહાભૂતના મિશ્રણમાંથી તૈયાર થયેલ એક રસાયણ છે. બૌદ્ધદર્શન એમ કહે છે કે જગતમાં બધી વસ્તુ ક્ષણિક છે. વાત તો સાચી છે, પણ માત્ર ક્ષણિક નથી. ટકીને બદલાય છે. એક વસ્તુનાં બે પાસાં આવ્યાં. ટકે છે અને બદલાય પણ છે. નિત્ય પણ છે, અને અનિત્ય પણ છે. તમને થશે કે આ કહેનારનું મગજ ઠેકાણે નથી કે શું ? પરંતુ બંને વસ્તુ સાચી છે. નિત્ય પણ છે અને અનિત્ય પણ છે. સાહેબ ! તમારા પિતા પાસે પચાસ કરોડનું સોનું હતું. એમને તેમના પિતા પાસેથી આવ્યું. આ સોનામાંથી ઘરેણાં નવાં નવાં થાય. જુદા જુદા આકારો થાય, કંગન, ચેઈન, કડલાં વગેરે. આકાર બદલાયા કરે પણ સોનું તો એનું એ જ રહેશે. મૂળ વસ્તુ એ જ રહી, પર્યાય બદલાણી. તો વસ્તુ અને પર્યાય બન્ને સાથે છે. સન્મતિ તર્કમાં (પ્રકરણમાં) પૂ.સિદ્ધસેન દિવાકર સૂરી મહારાજે કહ્યું કે, दव्वं पज्जवविउयं, दव्वविउत्ता य पज्जवा णत्थि । પપ્પાય-વિજ્ઞ-મંા હંવિ, વિયળવળ એય ॥ (૧/૧૨) પર્યાય વગર દ્રવ્ય નથી, અને દ્રવ્ય વગર પર્યાય નથી. દ્રવ્ય અને પર્યાય સાથે છે પરંતુ પર્યાય બદલાય છે. તમારું શરી૨ એ પર્યાય છે. તમે આવ્યા પહેલાં પણ બીજા શરીરમાં હતા. એ શરીર મૂકીને અહીં આવ્યા. પહેલાં હતા એ પણ તમે અને અત્યારે નવું રૂપ ધારણ કર્યું એ પણ તમે. શરીર બદલાય છે, તમે નથી બદલાતા. દ્રવ્ય કાયમ રહે છે, પર્યાય બદલાય છે, આ જૈનદર્શનની પાયાની વાત છે. આ પરમ સત્ય જાણવું જ પડશે કે પર્યાય બદલાય છે અને દ્રવ્ય કાયમ રહે છે. બદલાય પણ છે અને કાયમ પણ રહે છે. અને આ ખેલ એક જ વસ્તુમાં કાયમ થાય છે. આનંદઘનજીએ કહ્યું કે : થિરતા એક સમયમેં થાને, ઉપજે વિણસે તબહી, ઉલટ પલટ ધ્રુવ સત્તા રાખે, યા હમ સુની ન કબહી. અવધૂ નટ નાગરકી બાજી, જાણે ન બંભન કાજી. For Personal & Private Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨૫ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા એમણે એમ કહ્યું કે એવો એક નટ છે, એવો અભિનેતા છે કે તેની બાજી સમજાતી નથી. બંભન એટલે પંડિત અને કાજી એટલે મુસલમાન, મુસલમાનનો વડો. એ કાજી પણ જાણતો નથી અને પંડિત પણ જાણતો નથી. એવો એક અદ્ભુત ખેલ દ્રવ્યમાં થઈ રહ્યો છે. કેવો ખેલ? સમય સમયનો ખેલ. સમય એટલે આંખનો પલકારો મારો એટલામાં અસંખ્ય સમય થાય એવો સૂક્ષ્મ કાળ. ઉદાહરણ બહુ સહેલું આપ્યું છે. કમળના પાંદડા એક ઉપર એક એમ સો પાંદડા મૂક્યા હોય અને સો પાંદડા ઉપર કોઈ યુવાન છરી મૂકી પાંદડા ભેદે તો તમે એ કહો કે પહેલા પાંદડાથી બીજું પાંદડું ભેદતાં કેટલો સમય ગયો ? તે ક્ષણ કહેવાય, સમય નહિ. કાળનો છેલ્લો સૂક્ષ્મ ભાગ કે જેના કોઈ બે ભાગ થઈ શકે નહિ તે છેલ્લા ભાગને સમય કહે છે. એક સમયમાં વસ્તુ સ્થિર પણ છે. ઉત્પન્ન પણ થાય છે અને તેનો નાશ પણ થાય છે. આ ત્રણે ઘટનાઓ એક સમયમાં થાય છે. કોઈ અદ્ભુત ચક્ર તમારામાં કામ કરી રહ્યું છે, અને એ તત્ત્વ તમે છો. તત્ત્વાર્થાધિગમ સૂત્રમાં એક સૂત્ર છે કે “ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય-પુતં સત’ સત્ કોને કહેવાય? ઉત્પાદ, વ્યય, ધ્રુવ આ ત્રણેની ઘટના જેનામાં એક જ સમયમાં બને છે તેને કહેવાય છે સતુ. આ હોવાના કારણે વસ્તુ કાયમ છે. જ્ઞાનીનો અનુભવ એવો છે કે આત્મા અવિનાશી છે પણ શિષ્યનો અનુભવ એવો નથી. માટે જ્ઞાનીને પોતાનો અનુભવ શિષ્ય પાસે રજુ કરવો છે. એટલા માટે શબ્દોના પુલ બનાવવા પડે છે, તે માટે આ આગમો છે, શાસ્ત્રો અને સિદ્ધાંતો છે. ટૂંકમાં દેહ માત્ર સંયોગ છે. ભાઈ ! તું કહે છે ને કે દેહમાંથી-પંચમહાભૂતમાંથી નવો આત્મા પેદા થયો પણ તને ખબર નથી કે નવો આત્મા દેહમાંથી પેદા ન થાય. દેહના ચાર લક્ષણો બતાવે છે. પહેલું લક્ષણ શરીર માત્ર સંયોગ છે. બીજું લક્ષણ શરીર માત્ર જડ છે. શરીર જે આજે કામ કરે છે જેમકે આંખ જોવે છે, કાન સાંભળે છે, મીઠાઈનો ટુકડો જોયો કે જીભમાં લાળ છૂટે છે. ગુસ્સો આવે તો આંખ લાલ થાય છે. આ બધું શરીરને નહિ પણ શરીરમાં રહેલાને થાય છે. થાય માંહ્યલાને અને પ્રગટ થાય છેશરીરમાં શરીર પાસે પોતાની કોઈ સંવેદના નથી, કારણ કે શરીર જડ છે. આ મોર કળા કરે ત્યારે કેટલો સુંદર લાગે છે? મોર સુંદર લાગે છે, પણ ક્યાં સુધી સુંદર લાગશે? કે જ્યાં સુધી મેનેજીંગ ડીરેક્ટર ચૈતન્ય હશે ત્યાં સુધી. એ ન હોય તો મોર તમને જોવો પણ ન ગમે. આ શરીર જે સુંદર છે અને જે જાણવાનું કાર્ય કરે છે તે અંદર આત્મા છે માટે કરે છે. પરંતુ શરીર તો પોતે જડ છે. સ્વતંત્ર સંવેદના જડ પાસે નથી, એવો અનુભવ આપણને થાય છે. ચૈતન્ય છે તેથી શરીર ચૈતન્યની જેમ કામ કરે છે. કેટલું બધું કામ શરીર કરે છે. મચ્છર બેઠો હોય તો તરત જ ટેલીફોન થઈ જાય. મસ્તકમાંથી ટેલીફોન થાય. આ ખૂણામાં હાથ ઉપર આટલામી આંગળી ઉપર મચ્છર બેઠો છે, તેને હટાવો. અને હાથ મચ્છરને હટાવે એટલે તરત જ ટેલીફોન થાય કે સાહેબ ! તમારું કામ થઈ ગયું. આવી વ્યવસ્થા છે અને તે કાર્ય ચોવીસે કલાક શરીરમાં ચાલે છે. છતાં પણ શરીર જડ છે. તેને પોતાને સ્વતંત્ર સંવેદના નથી. આ સમજી લ્યો. તમે છેલ્લો For Personal & Private Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨૬ પ્રવચન ક્રમાંક - ૫૦, ગાથા ક્રમાંક - ૨ શ્વાસ લેતા હશો ત્યાં સુધી આંખ પટપટાવશો. પરંતુ જેવો છેલ્લો શ્વાસ પૂરો થયો કે આંખ ઉઘાડેલી તો ઉઘાડેલી અને બંધ તો બંધ, પછી આંખ ખોલ બંધ કરવી હશે તો નહિ થાય. કારણ કે કરનારો અંદરથી ચાલ્યો ગયો છે. ત્રીજું લક્ષણ : એ રૂપી છે, તેનું એક બંધારણ છે. એનું વજન, કદ અને આકાર છે. ચોથું લક્ષણ : તે દશ્ય પણ છે. એટલે જાણનારના જ્ઞાનમાં એ જણાય તેવું શરીર છે. આમ શરીર દશ્ય છે, રૂપી છે, જડ છે. અને માત્ર પરમાણુઓનો સંયોગ છે. તેમાંથી નવો આત્મા કેમ ઉત્પન્ન થાય? આ કોણ કહે છે? આ સગુરુ શિષ્યને કહે છે. શિષ્ય શું કહેવા માગે છે? શિષ્ય કહે છે કે આત્મા અવિનાશી નથી. આત્મા પંચમહાભૂતમાંથી દેહમાં ઉત્પન્ન થાય છે અને તે આત્માનો નાશ પણ થાય છે. ગુરુદેવ કહે છે જે પોતાને જાણતું નથી તેવા શરીરમાંથી બીજો કોઈ દ્રષ્ટા-જે જાણનારો છે તે, ઉત્પન્ન થતો નથી. દેહ જે છે તે પણ સંયોગ છે, રૂપી છે, જડ છે, દશ્ય છે. એવું શરીર ચૈતન્યની ઉત્પત્તિ અને ચૈતન્યનો નાશ કેવી રીતે જાણી શકે ? જો એ દેહ પહેલાં હોય તો જાણે ને, અને દેહ પછી હોય તો જ જાણે ને? પણ દેહ પહેલાં પણ નથી અને દેહ પછી પણ નથી. માટે દેહથી આત્મા ઉત્પન્ન થતો નથી. આત્મા છે પણ આત્માની ઉત્પત્તિ થતી નથી. જેની ઉત્પત્તિ થતી નથી તેનો નાશ પણ થતો નથી. બે શબ્દો ખ્યાલમાં રાખજો. ઉત્પત્તિ અને નાશ. જેની ઉત્પત્તિ તેનો નાશ. બીજા પણ બે શબ્દો છે અનુત્પન્ન અને અવિનાશી. જે ઉત્પન્ન થતો નથી, તે નાશ પણ પામતો નથી. ગુરુદેવ કહે છે, શિષ્ય ! આત્માની ઉત્પત્તિ પણ નથી અને તેનો નાશ પણ નથી, માટે આત્મા નિત્ય છે. દેહની ઉત્પત્તિ પણ છે અને દેહનો નાશ પણ છે, માટે એ દેહમાંથી આત્મા ઉત્પન્ન થાય તેવી ઘટના ઘટે નહિ. અને દેહ રૂપી છે, સ્થૂળ છે, દેખાય છે, નજરે ચડે છે અને તેને જોનારો ચૈતન્ય હાજર છે અને તેનાથી જુદો છે, માટે પંચમહાભૂતના સંયોગમાંથી દેહ બને પણ દેહના સંયોગમાંથી આત્મા કેવી રીતે બને? અમે તમને સમજાવવાની મથામણ એટલા માટે કરીએ છીએ કે કોઈ પણ રીતે તમને બે વાક્યો બેસી જાય. આત્મા છે અને આત્મા નિત્ય છે. અત્યારે બુદ્ધિથી સમજો પછી અનુભવથી સમજો. પહેલાં તમે સંત પુરુષ પાસેથી સાંભળો. સાંભળ્યા પછી વિચાર કરો. બીજા તબક્કામાં વિચાર કર્યા પછી નિર્ણય કરો. ત્રીજા તબક્કામાં નિર્ણય કર્યા પછી સ્વીકાર કરો. ચોથા તબક્કામાં સ્વીકાર કર્યા પછી શ્રદ્ધા થાય. પાંચમા તબક્કામાં શ્રદ્ધા થયા પછી સાક્ષાત્કાર માટે મથામણ થાય. અને છઠ્ઠા તબક્કામાં મથામણ પછી સાક્ષાત્કાર થાય. આ તબક્કા એટલે ક્રમ છે. આ ક્રમથી છેવટે તમને સાક્ષાત્કાર થશે. તે દિવસે તમને કહેવું નહિ પડે કે આત્મા અવિનાશી છે, આત્મા નિત્ય છે. છેલ્લી વાત-જો શરીર ઉત્પન્ન થાય છે અને તેનો નાશ પણ થાય છે તો ઉત્પન્ન થવું અને નાશ થવું તે કોણ જાણશે? એ જાણનારો ઉત્પન્ન થયા પહેલાં હોવો જોઈએ. અને નાશ થયા પછી પણ હોવો જોઈએ. લોજીક સમજાયું ? આ ઉત્પન્ન થાય છે અને નાશ થાય છે તેનો For Personal & Private Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૧ ૨૭ જાણનારો તો કોઈક હોવો જોઈએ ને? શરીર ઉત્પન્ન થતાં પહેલાં પણ નથી અને નાશ થયા પછી પણ નથી તો એ કઈ રીતે જાણે? પરંતુ જે જાણનાર છે તે જુદો છે. ઉત્પન્ન થનારને અને નાશ થનારને જાણનારો તે શરીરથી જુદો છે. અને અમે તેને આત્મા કહીએ છીએ. તે આત્મા અવિનાશી છે. આ વાત બેસી જાય અને એટલું જ નક્કી થઈ જાય કે આત્મા અવિનાશી છે, આત્મા નિત્ય છે, અને શરીર નાશવંત છે તો પહેલું પરિણામ એ આવે કે તમને મોતનો ભય નહિ લાગે. અને સૌથી વધારે ભય મોતનો જ હોય છે. ધારો કે બેંકમાંથી પાંચ લાખ રૂપિયા લઈને તમે નીકળો અને કોઈ તમારી સામે પીસ્તોલ ધરે તો ફટ દઈને રૂપિયા તમે તેને આપી દેશો. કારણ કે ન આપો તો તમને મોતનો ભય છે. મોતથી કોઈ બચી શકતું નથી પણ એક વાત છે કે આ જાણ્યા પછી મોતનો ભય નહિ લાગે. મોતનો ભય નથી તેને કહેવાય છે જ્ઞાની અને મોતથી બચવા પ્રયત્નો કરે, મોતનો ભય રાખે તે છે અજ્ઞાની. આપણે મોતથી બચવાનો પ્રયત્ન કરીએ છીએ. હમણાં એક બહુ મઝાની ઘટના ઘટી. કોઈએ મૃત્યુંજય મંત્રનું એક પુસ્તક લખ્યું. પ્રસ્તાવનામાં લખ્યું કે આ મંત્રનો છ મહિના કોઈ જપ કરે એને મૃત્યુ ન આવે. આ પુસ્તક ગયું અમેરિકા. કોઈએ ત્યાં આ પુસ્તક વાંચ્યું અને તુરત જ પ્લેનની ટિકીટ લઈ અહીં આવ્યો. સરનામું હતું કોઈ લખનૌના પંડિતનું. આ તો લખનૌ પહોંચ્યો અને બારણું ખખડાવ્યું. પૂછ્યું કે મારે આ રામચંદ પંડિતને મળવું છે. તે ક્યાં મળશે? જેને પૂછ્યું તે રામચંદ પંડિતનો દીકરો હતો. રામચંદ ન હતો. દીકરાએ કહ્યું કે રામચંદ પંડિત તો મર ગયે. અરે, ઉસમેં તો લીખા હૈ કી છે મહિના તક યહ મંત્ર જો ગીનતા હૈ, ઉસકો મૃત્યુ નહિ આતા. રામચંદ મર ગયે ? દીકરાએ કહ્યું કે આ મંત્રની વાત છે. પણ મંત્રનો લખનાર રામચંદ તો શું; રામચંદના બાપા પણ મરી જાય અને દીકરો પણ મરી જાય, કારણ કે મૃત્યુ નિશ્ચિત છે. મોતથી બચવા ચાળા કરે તે અજ્ઞાની. લોકો જ્યોતિષીને આયુષ્ય પૂછવા જાય છે. હથેળી બતાવે કે હું કેટલા વર્ષ જીવીશ ? જ્યોતિષી કહેશે, સાહેબ! સો વર્ષ જીવશો. ઓછા શા માટે કહે? તમે જ્યોતિષ જોવાના ૨૫ રૂા. તેને આપો છો. એનું કામ થઈ જાય. આ કેવો ખેલ ચાલે છે? - શરીર પોતે નાશ પામે છે, તેમાં રહેનાર આત્મા જુદો જ છે. દેહની પહેલાં આત્મા હતો, દેહના નાશ પછી પણ આત્મા હશે. દેહની ઉત્પત્તિ અને નાશનો અનુભવ આત્માને થાય છે, દેહને થતો નથી, માટે હે શિષ્ય ! આ પંચમહાભૂતમાંથી આત્મા ઉત્પન્ન થતો નથી. આત્મા છે અને તે આત્મા નિત્ય છે. દેહ માત્ર સંયોગ છે, વળી જડરૂપી ; ચેતનનાં ઉત્પત્તિ લય, કોના અનુભવ વશ્ય? For Personal & Private Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ક્રમાંક - ૫૦, ગાથા ક્રમાંક - ૬૨ દેહમાંથી ચેતનની ઉત્પત્તિ થાય છે, તેમાં જ નાશ પામે છે, એ વાત કોના અનુભવ વશ છે? અર્થાત્ એમ કોણે જાણ્યું ? તે આત્માના અનુભવ વશ છે. શરીરના અનુભવને વશ નથી. કોઈ બીજો જે આગળ પાછળ હયાત હોય તે જાણે. જાણનાર તો હયાત હોવો જોઈએ ને ? શરીર હતું અને ગયું, તે જાણનાર હયાત હોવો જોઈએ ને ? એ છે આત્મા, અને એ આત્મા નિત્ય છે. જન્મ પહેલાં આત્મા ન હતો અને શરીરના જવા પછી આત્મા નહિ હોય એ તારી જે વાત છે તે અનુભવ વગરની વાત છે. અજ્ઞાનયુક્ત કલ્પનાથી આ પ્રમાણે માને છે. અમારો નિચોડ તો એ છે કે આત્મા નિત્ય છે, આત્મા અવિનાશી છે, અખંડ છે. જન્મ અને મરણ તથા સંયોગ અને વિયોગ દેહમાં થાય છે. આત્મામાં થતાં નથી. આત્મા દેહમાંથી જાય છે. નવું શરીર પ્રાપ્ત થાય છે અને જીર્ણ પણ થાય છે. તેની ઉત્પત્તિ પણ થાય છે અને નાશ પણ થાય છે, અને તેનાથી જાણનાર એવો આત્મા જુદો જ છે. આ ૬૨મી ગાથામાં પરમકૃપાળુદેવે શિષ્ય સાથે ઉપરની વાત કરી. ૬૩મી ગાથામાં આ જ વાતને વિગતવાર ઊંડાણપૂર્વક કહેશે. અત્યારે આટલી વાત. ૧૨૮ ધન્યવાદ ! આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે માટે ધન્યવાદ. દરેકના અંતરમાં રહેલા પરમાત્માને મારા પ્રેમપૂર્વક નમસ્કાર. สติ For Personal & Private Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા પ્રવચન ક્રમાંક - ૫૧ ગાથા ક્રમાંક - ૬૩ થી ૬૦ સંસ્કારથી આત્માની નિત્યતા જેના અનુભવ વશ્ય એ, ઉત્પન્ન લયનું જ્ઞાન; તે તેથી જુદા વિના, થાય ન કેમે ભાન. (૬૩) જે સંયોગો દેખિયે, તે તે અનુભવ દશ્ય; ઊપજે નહિ સંયોગથી, આત્મા નિત્ય પ્રત્યક્ષ. (૬૪) જડથી ચેતન ઉપજે, ચેતનથી જડ થાય; એવો અનુભવ કોઈને, ક્યારે કદી ન થાય. (૫) કોઈ સંયોગોથી નહીં, જેની ઉત્પત્તિ થાય; નાશ ન તેનો કોઈમાં, તેથી નિત્ય સદાય. (૬૬) ક્રોધાદિ તરતમ્યતા, સર્પાદિકની માંય; પૂર્વ જન્મ-સંસ્કાર તે, જીવ નિત્યતા ત્યાંય. (૬૭) ૧૨૯ ટીકા ઃ જેના અનુભવમાં એ ઉત્પત્તિ અને નાશનું જ્ઞાન વર્તે તે ભાન તેથી જુદા વિના કોઈ પ્રકારે પણ સંભવતું નથી, અર્થાત્ ચેતનનાં ઉત્પત્તિ, લય થાય છે, એવો કોઈને પણ અનુભવ થવા યોગ્ય છે નહીં. (૬૩) જે જે સંયોગો દેખીએ છીએ, તે તે અનુભવસ્વરૂપ એવા આત્માના દશ્ય એટલે તેને આત્મા જાણે છે, અને તે સંયોગનું સ્વરૂપ વિચારતાં એવો કોઈ પણ સંયોગ સમજાતો નથી કે જેથી આત્મા ઉત્પન્ન થાય છે માટે આત્મા સંયોગથી નહીં ઉત્પન્ન થયેલો એવો છે; અર્થાત્ અસંયોગી છે, સ્વાભાવિક પદાર્થ છે, માટે તે પ્રત્યક્ષ ‘નિત્ય’ સમજાય છે. (૪) જડથી ચેતન ઊપજે, અને ચેતનથી જડ ઉત્પન્ન થાય એવો કોઈને ક્યારે કદી પણ અનુભવ થાય નહીં. (૬૫) જેની ઉત્પત્તિ કોઈ પણ સંયોગોથી થાય નહીં, તેનો નાશ પણ કોઈને વિષે થાય નહીં, માટે આત્મા ત્રિકાળ ‘નિત્ય’ છે. (૬૬) For Personal & Private Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ પ્રવચન ક્રમાંક - ૫૧, ગાથા ક્રમાંક - ૬૩ થી ૬૭ ક્રોધાદિ પ્રવૃતિઓનું વિશેષપણું સર્પ વગેરે પ્રાણીમાં જન્મથી જ જોવામાં આવે છે, વર્તમાન દેહે તો તે અભ્યાસ કર્યો નથી; જન્મની સાથે જ તે છે, એટલે એ પૂર્વજન્મનો જ સંસ્કાર છે; જે પૂર્વજન્મ જીવની નિત્યતા સિદ્ધ કરે છે. (૭) આ બધી ગાથાઓનું સાથે ચિંતન કરવું છે. એક વાતને સ્પષ્ટ કરવી છે. આત્મા તો છે જ. અસ્તિત્વ છે, પરંતુ સાથે સાથે આત્મા નિત્ય પણ છે. નિત્ય એટલે ત્રણે કાળ. આપણું એટલે જીવનું-આત્માનું હોવું ક્ષણિક નથી, વર્તમાનકાળ પૂરતું નથી, આપણું હોવું ત્રિકાળી છે. આ ત્રિકાળી હોવાપણાનો સ્વીકાર સાધક કરે છે, ત્યારે તેની સાધના સાત્ત્વિક અને સમર્થ બને છે, અને તેની પાછળ એક તત્ત્વની અનુભૂતિ પણ થાય છે. શિષ્યને શંકા એટલા માટે થાય છે કે ઘણા એવું માનતા હોય છે કે આત્મા તો છે પણ આત્મા પંચમહાભૂતમાંથી ઉત્પન્ન થાય છે. કેમેસ્ટ્રી એટલે રસાયણશાસ્ત્રના નિયમ પ્રમાણે અમુક તત્ત્વો ભેગાં થાય તેમાંથી નવી વસ્તુ બને તેમ પંચમહાભૂત પૃથ્વી, જળ, વાયુ, તેજ અને આકાશ એ પાંચ તત્ત્વો જુદાં જુદાં છે પરંતુ પાંચે જો ભેગાં થાય તો તેના સંયોગથી આત્મા પ્રગટ થાય છે. જ્યારે પાંચે પાંચ તત્ત્વનું મિશ્રણ થાય છે અને નવું તત્ત્વ જે પ્રગટ થાય છે, તે આત્મા છે તેમ શિષ્યનું માનવું છે. આ દેહના યોગથી ચૈતન્ય આત્મા ઉત્પન્ન થાય છે. અને જો દેહમાંથી ઉત્પન્ન થયો તો કાચો માલ તે દેહ છે. તો દેહ રહેશે ત્યાં સુધી જ ચૈતન્ય રહેશે. દેહ નહિ હોય તો ચૈતન્ય નહિ હોય. શરીર ઉત્પન્ન થશે ત્યારે આત્મા ઉત્પન્ન થશે અને શરીરનો નાશ થશે ત્યારે આત્મા પણ નાશ પામશે. આટલી સીધી અને સરળ વાત છે તો આત્મા અવિનાશી કેમ હોય? આ શિષ્ય પોતાનો સિદ્ધાંત, પોતાની માન્યતા રજૂ કરી છે. આવી માન્યતા ધરાવનાર દર્શનનું નામ ચાર્વાક દર્શન છે. - ચાર્વાક શબ્દનો અર્થ એ થાય છે કે ચાર-વાક. જેની વાત સાંભળવી આપણને ગમે તેને કહેવાય છે – ચાર્વાક. તમને કોઈ ઉપવાસ કરવાનું કહે તો ઓછું ગમે પણ તમારે ખાવું હોય તેટલું ખાવ, ધરાઈને ખાવ, ખુશીથી ખાવ. કદાચ એક નવી વાનગી આવી અને પેટ ભરેલું હોય તો ફ્રાન્સ અને અમેરિકામાં એવી વ્યવસ્થા છે કે ઉલટી કરી નાખો પછી નવું ખાવ. આ આપણને ગમશે. ન ખાવ તેમ કહેનાર નહિ ગમે, પરંતુ ફાવે તેમ ખૂબ ખાઓ, એ કહેનાર ગમશે. દેહના યોગથી આત્મા ઉત્પન્ન થાય છે અને જેની ઉત્પત્તિ થઈ તેનો નાશ પણ થાય છે. તેથી બિનજરૂરી આપણે આપણા જીવનને સંયમ, તપ, ધ્યાનમાં વેડફવા જેવું નથી. જીવનનો સદુપયોગ મોજમજામાં કરો તેમ ચાર્વાક દર્શન કહે છે. એક બીજું દર્શન છે તે બૌદ્ધ દર્શન છે. તેની પાયાની માન્યતા એવી છે કે જગતમાં જે કંઈ વસ્તુ છે તે ક્ષણિક છે. ક્ષણિકનો અર્થ જેનું હોવાપણું કાયમ નથી. ઉત્પન્ન થાય, દેખાય, કામ કરે પણ તેનો નાશ થાય છે અને ક્ષણે ક્ષણે પલટાય છે. એ વિચાર કરતાં લાગે છે કે જગતમાં For Personal & Private Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૧૩૧ કાયમ રહેનાર એવું કોઈ તત્ત્વ હોઈ શકે નહિ. આ બે વાતો શિષ્ય પોતાના ગુરુદેવ પાસે રજૂ કરી છે. ગુરુદેવ કહે છે કે વાત તારી સાચી છે પણ એક વાત તું સમજી લે. આપણને શરીરનો સંયોગ થાય છે અને શરીર એ પરમાણુઓનો સંયોગ છે, પરિભ્રમણ કરતાં કરતાં આપણે આ દેહમાં આવીએ છીએ. અહીં તમે બરાબર સમજી લો. પહેલી વાત આત્મા છે. અને સાથે સાથે એમ પણ સમજો કે તે આત્મા અવિનાશી છે. બીજી વાત – કર્મ છે. ત્રીજી વાત – આત્મા અને કર્મનો સંયોગ છે. ચોથી વાત - કર્મનો સંયોગ હોવાના કારણે આપણે પરિભ્રમણ કરવું પડે છે, એ પરિભ્રમણ કરવામાં જે ઉપયોગી થાય, જે મિડિયા, જે માધ્યમ, જે લઈ જનાર એજન્ટ, જે સાધન છે તેને શાસ્ત્રોએ કાર્મણ શરીર કહ્યું છે, સૂક્ષ્મ શરીર કહ્યું છે. એ સૂક્ષ્મ શરીર આપણી પાસે છે. તે જ્યાં સુધી રહે ત્યાં સુધી મોક્ષ ન થાય. તે નવા દેહમાં લઈ જવાનું કામ કરે છે. મુંબઈમાં ફલોરા ફાઉન્ટનમાં પચાસ માળના બિલ્ડિંગમાં ૧૨૫ નંબરની રૂમમાં એક ભાઈને ત્યાં તેમની પત્નીને બાળક આવ્યું. અહીં કોણ લઈ આવ્યું તેને ? કયા પ્લેનમાં અને ક્યાંથી આવ્યું? કોઈ લાવનાર નથી. લાવનાર કાર્મણ શરીર છે. કાર્પણ શરીર લઈ જાય, ત્યાં દેહ મળે છે. દેહનો આપણને સંયોગ થાય છે, અને દેહ પરમાણુઓનો સંયોગ છે. સદ્ગુરુ શિષ્યને એમ કહે છે કે દેહ તો સંયોગ છે. જ્યારે દેહ ન હતો ત્યારે પણ તું તો હતો. તું અહીં આવ્યો અને તેને દેહનો સંયોગ થયો અને જ્યારે તને દેહનો વિયોગ થશે. ત્યારે તું બીજી જગ્યાએ ચાલ્યો જઈશ. આ પ્રકારનું પરિવર્તન જીવનમાં ચાલ્યા જ કરે છે. અને બીજી વાત, આ જગતમાં વિવિધ ઘટનાઓ પ્રસંગો બને છે, અને જુદી જુદી પ્રક્રિયાઓ શરીરમાં થાય છે, ઈન્દ્રિયોમાં થાય છે, મનમાં થાય છે, બુદ્ધિમાં થાય છે. એ બધી પ્રક્રિયાઓમાં અનુભવ કરવાની ક્ષમતા નથી. એનો અર્થ એ થાય કે શરીર, ઈન્દ્રિયો, પ્રાણ, મન એમાં ક્રિયા ભલે થાય પણ અનુભવ કરવાની ક્ષમતા તેમનામાં નથી. આના ઉપરથી સિદ્ધાંત એ આવે છે કે અનુભવ કરનાર કોઈ જુદું જ તત્ત્વ છે. શરીરમાં પ્રક્રિયા થઈ. ઘા થયો, લાગ્યું, હાડકું ભાંગ્યું અને ફેક્સર થયું, પ્રક્રિયા શરીરમાં થઈ પણ અનુભવ અંદર જે બેઠો છે તેને થાય છે. શરીરમાં એવી કોઈ ઘટના ઘટે અને આત્મા દેહ છોડીને જાય તો ગમે તેટલું ફ્રેક્ટર થયું હોય, અનુભવ કોણ કરશે? વેદના કોણ અનુભવશે? સંવેદન કોને થશે? તે પ્રક્રિયામાં કોણ ઢળશે? તો કોઈ એવું તત્ત્વ છે જે દેહથી જુદું છે, અને દેહમાં થાય તેનો અનુભવ કરે છે. તે ઈન્દ્રિયોથી જુદું છે અને મનથી પણ જુદું છે. ઈન્દ્રિયો અને મનમાં જે થાય તેનો અનુભવ તે કરે છે. તો એમ કહેવું છે કે આવી જ વ્યવસ્થા હોય તો એક વાત તમારે સ્વીકારવી પડશે કે દેહ પહેલો અનુભવ કરનારો હોવો જોઈએ અને તે દેહથી જુદો હોવો જોઈએ. અનુભવ કરનાર ઈન્દ્રિયોમાંથી પેદા ન થઈ શકે. ઈન્દ્રિયોનો અનુભવ કરનાર જુદો જ હોવો જોઈએ. મનમાં જે જે પ્રક્રિયાઓ થાય છે તેનો અનુભવ કરનાર મનથી પણ જુદો હોવો જોઈએ. એ દેહ પહેલાં, ઈન્દ્રિયો પહેલાં અને મન પહેલાં, જુદો જ હોવો જોઈએ. For Personal & Private Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ક્રમાંક - ૫૧, ગાથા ક્રમાંક - ૬૩ થી ૬૭ મને લાગે છે કે તમને આ વાત કઠિન લાગતી હશે. પરંતુ આ ઘટના આપણામાં ઘટે છે અને ૨૪ કલાક આપણે તેનો અનુભવ કરી રહ્યા છીએ. જાગૃત અવસ્થા, સુષુપ્ત અવસ્થા, સ્વપ્ન અવસ્થા, દરેક અવસ્થામાં આપણે અનુભવ કરી રહ્યા છીએ. આપણને સ્વપ્ન આવ્યું કે આપણે ટાટા ઉદ્યોગપતિ છીએ. પ્લેનમાં આપણા સ્ટાફ સાથે જઈ રહ્યા છીએ, અબજો રૂપિયા આપણને મળ્યા અને અચાનક આંખ ખુલી ગઈ. તો ન મળે પ્લેન, સ્ટાફ કે રૂપિયા. પરંતુ આપણને તેવો અનુભવ તો થયો. એ સ્વપ્નામાં જે કંઈ બન્યું તેનો અનુભવ કરનાર સ્વપ્ન અવસ્થા પહેલાં અને પછી જુદો હોવો જોઈએ. અહીં ગુરુદેવ શિષ્યને પૂછે છે કે તું કહે છે ને કે ચૈતન્યની ઉત્પત્તિ થાય છે અને લય એટલે નાશ થાય છે. હવે તું કહે કે આ અનુભવ કોને થાય છે? અનુભવ કરનાર શરીર તો નથી જ. માટે તારણ એ આવ્યું કે અનુભવની પ્રક્રિયા આત્મામાં ઘટે છે અને ક્રિયાની પ્રક્રિયા શરીરમાં ઘટે છે. શરીરમાં, ઈન્દ્રિયોમાં અને મનમાં જે ક્રિયાઓ થાય તેનો અનુભવ આત્માને થાય છે. ૧૩૨ દુઃખની વાત એ છે કે ક્રિયા જેનામાં થાય છે તે દેહનો તમે સ્વીકાર કરો છો, પરંતુ ક્રિયાને અનુભવનાર આત્માનો તમે સ્વીકાર કરતા નથી, એ આશ્ચર્ય છે. દેહ દેખાય છે તેથી તેને સમજાવવા મહેનત કરવી પડતી નથી. પરંતુ શરીરમાં હોવા છતાં જેને રૂપ નથી પણ અનુભવ કરે છે તેને સમજાવવા પ્રયત્નો કરવા પડે છે. તો ૬૨મી ગાથામાં છેલ્લી કડી એ આવી હતી કે ‘ચેતનના ઉત્પત્તિ લય કોના અનુભવ વશ્ય ?’ ચેતન શબ્દ જ્યારે બોલીએ છીએ ત્યારે એકાર્થી બીજા શબ્દો યાદ રાખજો, ચેતન, આત્મા, જીવ અથવા માંહ્યલો અથવા અસ્તિત્વ. જે શબ્દ તમને પસંદ પડે તે કહી શકો છો. એ ચેતનની ઉત્પત્તિ અને નાશ, આ અનુભવ કોને થયો ? આ અનુભવ જેને થયો તે શરીરમાંથી ઉત્પન્ન થયેલો ન હોય, અને તે શરીરના નાશ પછી પણ હોય. શરીરના ઉત્પન્ન થયા પહેલાં તેની હાજરી જોઈએ, અને શરીરનો નાશ થયા પછી પણ તેની હાજરી હોવી જોઈએ. તો જ બંને અવસ્થાઓનો તે અનુભવ કરી શકે. પરંતુ આ વાત જરા અસ્પષ્ટ રહી. તેથી ૬૩મી ગાથામાં તેને કહે છે. જેના અનુભવ વશ્ય એ, ઉત્પન્ન લયનું જ્ઞાન; તે તેથી જુદા વિના, થાય ન કેમે ભાન. (૬૩) ‘જેના અનુભવ વશ્ય એ ઉત્પન્ન લયનું જ્ઞાન', એટલે ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે એવું જ્ઞાન જેના અનુભવ વશ થાય છે, જેને આવો અનુભવ થાય છે, તે અનુભવ કરનારો તેનાથી જુદો હોય, તો જ અનુભવ થાય. જુદો ન હોય તો અનુભવ ન થાય. તેથી દેહથી આત્મા ભિન્ન છે. ‘તે તેથી જુદા વિના થાય ન કેમે ભાન’ અનુભવ કરનાર જુદો હોવો જોઈએ. અને એવો જે જુદો અનુભવ કરે છે તે આત્મા શરીરથી ભિન્ન છે. અને તે અનુભવ કરનાર નિત્ય પણ છે, અવિનાશી છે. અંબાલાલભાઈના શબ્દોમાં સમજી લો, જેના અનુભવમાં એ ઉત્પત્તિ-લયનું જ્ઞાન વર્તે છે, જે અનુભવ કરે છે, એ જો દેહથી જુદો ન હોય તો જાણવાની કે For Personal & Private Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૧૩૩ અનુભવવાની પ્રક્રિયા ક્યારેય સંભવતી નથી. માટે જ ચેતનનાં ઉત્પત્તિ અને લય થાય છે તેવો શરીરને અનુભવ ક્યારેય થતો નથી. ફરી પુનરાવૃત્તિ કરીને...આત્મા શરીર પહેલાં પણ હતો અને નાશ પામ્યાં પછી પણ હશે. માટે હે શિષ્ય ! આ આત્મા અવિનાશી છે. વિનાશી સાથે રહેનારો એ પોતે અવિનાશી છે. એ નિત્ય છે, એ શાશ્વત છે, એ કાયમ છે. આત્મા રહ્યો તેનો અર્થ એવો થાય કે જન્મ પહેલાં પણ હતો. શરીરની ઉત્પત્તિ પહેલાં અને ઉત્પત્તિ પછી જેનું હોવાપણું છે તે શરીરથી બિલકુલ જુદો છે, એવો આત્મા છે અને તે નિત્ય છે. આટલી વાત થયા પછી પણ શિષ્યના મનનું સમાધાન ન થયું. તેને એમ લાગે છે કે જગતમાં જુદા જુદા સંયોગો છે અને તેમાંથી આ આત્મા ઉત્પન્ન થાય છે, તેથી ૬૪મી ગાથામાં બહુ જ હળવાશથી વાત કહે છે કે જે સંયોગો દેખિયે, તે તે અનુભવ દશ્ય; ઊપજે નહિ સંયોગથી, આત્મા નિત્ય પ્રત્યક્ષ. (૬૪) ફરી જરા શાંત બની આ વાત વિચારીએ. જગતમાં જે કંઈપણ બને છે તે સંયોગોનો ખેલ છે. આપણું શરીર તે પરમાણુઓના સંયોગોનો ખેલ છે. આ કપડું બન્યું એ પણ સંયોગોનો ખેલ છે. જગતમાં દશ્ય ભૂમિકા ઉપર જે કંઈ બને છે તે જુદા જુદા સંયોગોનો ખેલ છે. આ વૃક્ષ આપણને દેખાય છે, તેનું મૂળ, તેનું બીજ, તેની ડાળીઓ એનાં પાંદડાં, ફળ, ફૂલ, વસંત ઋતુ, પાનખર ઋતુ, વર્ષા ઋતુ, પાંદડાંનું ખરી જવું, ડાળ મોટી થવી, ડાળ તૂટી જવી, એમાંથી નવાં પાંદડાં આવવાં, નવાં ફૂલો બેસવાં. આ બધું વૃક્ષમાં જે થાય છે તે સંયોગોનો ખેલ છે. આખા જગતમાં, જે કંઈ જોવામાં આવે છે તે માત્ર સંયોગોનો ખેલ છે. સંયોગોથી નવી નવી રચના થાય છે, પરંતુ એક વાત છે, જે નવી રચનાઓ થાય છે તે એક દિવસ વિખરાઈ પણ જવાની છે સંયોગ બોલો એટલે વિયોગ તો આવવાનો જ. આ જોડિયા શબ્દો છે. જન્મ બોલો એટલે મૃત્યુ આવવાનું જ છે. સુખ બોલો તો પાછળ દુઃખ આવવાનું જ છે. માનની પાછળ અપમાન, અનુકૂળતા પાછળ પ્રતિકૂળતા પણ આવવાની જ છે. સારું બોલો તો ખરાબ આવવાનું જ છે. આ શબ્દો સાપેક્ષ છે. સાથે જ રહેવાનાં. સંયોગ પણ દેખાય છે અને વિયોગ પણ દેખાય છે. આપણે કહીએ છીએ કે ફલાણાભાઈ અમારા મિત્ર હતા, સાથે બેસીને ચા પીતા હતા, વાતો કરતા હતા, ફરવા જતા હતા, પણ જોતજોતામાં તે ચાલ્યા ગયા. હતા ત્યાં સુધી સંયોગ અને ગયા એટલે વિયોગ, માટે સંયોગને અને વિયોગને જોનારો એનાથી જુદો છે અને તે સંયોગ વિયોગને જુએ છે. જે જે સંયોગ વિયોગ દેખાય છે તે તે અનુભવ કરનાર જે આત્મા છે તેને માટે તે દશ્ય છે. જરા સમજવું કે સંયોગો જ્યાં પણ દેખાય છે ત્યાં તેનો અર્થ એ થાય કે કોક દેખનારો છે. તો For Personal & Private Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ પ્રવચન ક્રમાંક - ૫૧, ગાથા ક્રમાંક - ૬૩ થી ૬૭ સંયોગો તે દશ્ય છે અને તેનો દેખનારો કોઈ દ્રષ્ટા છે. દશ્ય એટલે જે દેખાય છે, જેને જોઈ શકાય છે અને જેનામાં જોવાની નહિ પણ જણાઈ જવાની ક્ષમતા છે, તેને કહેવાય છે દશ્ય. જો દૃશ્ય હોય તો તેનો દ્રષ્ટા દેખનારો હોવો જોઈએ. દશ્ય હોય અને તેનો દેખનારો પણ હોય તો બન્ને જુદા હોવા જોઈએ. જોનારો જેને જોઈ રહ્યો છે તે બન્ને જુદા છે. એ જોનાર આત્મા જોઈ રહ્યો છે કે જગતમાં એવો કોઈ સંયોગ નથી કે જે સંયોગમાંથી આત્મા ઉત્પન્ન થાય. એમ કહેવું છે કે કપડું ઉત્પન્ન થયું રૂમાંથી. રૂના તાંતણા બન્યા. વણવામાં આવ્યા અને કપડું બન્યું. ઘડો બન્યો માટીમાંથી. મકાન બન્યું કારીગરોના હાથેથી, ઇંટ, ચૂનો, સીમેંટ વગેરે લાવ્યા અને મકાન બન્યું. પરંતુ જગતમાં એવો કોઈ સંયોગ જોવામાં આવતો નથી કે જેનાથી આત્મા બન્યો હોય. સમજી લ્યો આ વાત કે એવો કોઈ જ સંયોગ જણાતો નથી કે જેનાથી આત્મા નામની ચીજ બને. લોકોને એમ લાગે છે કે પંચમહાભૂતમાંથી આત્મા બને છે. પંચમહાભૂતમાં કોઈપણ તત્ત્વ એવું નથી કે જેમાં જોવાની કે અનુભવ કરવાની ક્ષમતા હોય. એક રેતીના કણમાં જો તેલ નથી તો હજારો રેતીના કણ ભેગા કરો તો તેમાંથી તેલ નીકળી શકશે નહિ. ભર્તૃહરિએ કહ્યું કે રેતીને પીલીને કોઈ માણસ તેલ કાઢવાની ચેષ્ટા જો કરે તો તેને કદી પણ સફળતા મળવાની નથી. પૃથ્વી, જલ, વાયુ, અગ્નિ, આકાશ એ પૃથક્ કરો કે સાથે રાખો પરંતુ તેનામાં જાણવાની ક્ષમતા નથી. થોડી થોડી જો ક્ષમતા હોય તો પાંચ ભેગા થાય તો વધારે જાણી શકે, પણ ક્ષમતા જ નથી તો જાણશે કઈ રીતે ? તમને કંટાળો આવે, પરંતુ આ વાત સ્પષ્ટ થવી બહુ જરૂરી છે કે જેનાથી આત્મા ઉત્પન્ન થાય તેવું કોઈ રસાયણ કે કોઈ કિમિયો જગતમાં નથી. હજારો ચીજો જગતમાં બનતી જોવાય છે. જુદા જુદા સંયોગોમાંથી એ વસ્તુ બને છે. રોટલી બને તો લોટ પાણી બે તો ખરાં, પછી વણનારા ભળે તે ત્રીજા, વેલણ પાટલો સાધન જોઈએ તે ચોથા. પરંતુ આ બધાનો સંયોગ છે તો રોટલી બને છે. તો જગતમાં જેટલા સંયોગો છે તેમાંથી જુદી જુદી વસ્તુ બને છે, પણ હે શિષ્ય ! જગતમાં એવો કોઈ સંયોગ અમને દેખાતો નથી જેમાંથી આત્મા નામની ચીજ બને, આત્મા નામનું તત્ત્વ બને, માટે આત્મા તે સંયોગોથી પર છે, સંયોગોમાંથી ન બને તેવું અસંયોગી તત્ત્વ છે. ફરી પુનરાવૃત્તિ કરીને..આપણા શરીરમાં જે કંઈ બન્યું તે સંયોગોથી બન્યું. અન્ય વસ્તુઓ બની તે સંયોગોથી બની. પરંતુ આત્મા એવો છે કે જે અસંયોગી છે. અને બીજો શબ્દ એ સ્વાભાવિક પદાર્થ છે. તેના હોવા માટે બનાવવાની જરૂર નથી. આ જગતમાં બધી વસ્તુઓ ઉત્પન્ન થતી જણાય છે કારણ કે તે બને છે, બનાવવી પડે છે, અને જે કંઈપણ આપણને દેખાય છે તે કશાકમાંથી બને છે, અને બને છે તે સંયોગોમાંથી બને છે. પણ આત્મા સ્વાભાવિક છે, સ્વાભાવિકનો અર્થ જે બનતો નથી, બનાવવા કોઈ પ્રયત્ન કરવો પડતો નથી એવો આત્મા નિત્ય અને પ્રત્યક્ષ છે. ‘જે સંયોગો દેખીએ તે તે અનુભવ દશ્ય’ જેટલા સંયોગો For Personal & Private Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા દેખાય તે સંયોગો દેખનાર આત્મા છે, તેના અનુભવમાં એ પ્રગટ થાય છે, એટલા માટે નક્કી થાય છે “ઉપજે નહિ સંયોગથી', આત્મા સંયોગથી ઉત્પન્ન ન થાય. એ માટે આત્મા નિત્ય છે. આત્મા પ્રત્યક્ષ પણ છે, કારણ કે અનુભવ કરનારો તો તે છે. તમને ભલે આત્મા દેખાતો ન હોય પણ પગમાં દુઃખાવો થાય છે તેની ખબર તો પડે છે ને? એ પગને ક્યાં ખબર પડે છે કે મને દુઃખાવો થાય છે. પગને કોઈ અડે તો અરે બાપ રે ! મરી ગયો. એ ખબર કોને પડી? પગને કે તમને ? પગમાં થાય છે પણ પગને ખબર પડતી નથી, તમને ખબર પડે છે. ગમે તેવો દુઃખાવો થતો હોય અને બૂમ પાડતો હોય અને આંખ મિંચાઈ જાય પછી તેને પૂછો કે શું થાય છે? જવાબ નહિ મળે. એ અનુભવ કરનાર તો જુદો હતો અને તે ગયો. અનુભવ કરનાર આ શરીરના પહેલાં પણ હતો, અને પછી પણ હશે. માટે એ અનુભવ કરનાર આત્મા ઉત્પન્ન થયો નથી, તેને બનાવી શકાય તેવો કાચો માલ પણ આ જગતમાં જોવામાં આવતો નથી કે જેમાંથી આત્મા બનાવી શકાય. પ્રદર્શનમાં તમે જાવ તો હજારો ચીજો તમને જોવા મળશે. મોટરકાર અથવા પ્લેન તમે જુઓ તો કેટલાય સ્પેર પાર્ટસની મદદથી તે બને છે. પરંતુ આત્મા તૈયાર થાય તેવો કાચો માલ જગતમાં છે નહિ. કારણ આત્મા બનતો નથી, આત્મા છે અને સ્વાભાવિક છે. સ્વાભાવિક પદાર્થ જે હોય તે નિત્ય હોય અને સાંયોગિક હોય તે નાશવંત હોય. આ વ્યાખ્યા બરાબર સમજી લો તમારા કામમાં આવશે. આ જન્મમાં ઉપયોગ ન થાય, પરંતુ મનમાં બેઠું હશે તો આવતા જન્મમાં પણ કામમાં આવશે. આ સમજણ તમારી સાથે આવી શકશે. સંયોગથી જે બને છે તે નાશવંત હોય અને કદી પણ બનતું નથી તે અસંયોગિક હોય. તે નાશવંત ન હોય, જે અસંયોગિક હોય તે સ્વાભાવિક હોય. જે સ્વાભાવિક પદાર્થ હોય તેનો અનુભવ થાય. પરમકૃપાળુદેવ કહે છે કે આત્મા પ્રત્યક્ષ છે અને નિત્ય છે. આ પ્રત્યક્ષ શબ્દ વાપર્યો છે તેનો અર્થ એ કે આત્માનું જ્ઞાન થઈ શકે છે, અનુભવ થઈ શકે છે. આપણે આત્મા હોવા છતાં અત્યારે આપણને આત્માનો અનુભવ નથી. આપણે છીએ તો આત્મા જ. કોઈ હાલતમાં આપણે શરીર નથી, ઈન્દ્રિયો નથી, પ્રાણ નથી, મન નથી, છીએ તો આત્મા જ, પણ આત્મા છીએ તેવો અનુભવ નથી, પ્રતીતિ નથી. અહીં એમ કહ્યું કે દેહમાં રહેલ હોવા છતાં એ શરીર સાથે કદી એકમેક થતો નથી. અને એકમેક થવાની ક્ષમતા પણ નથી. માટે હે શિષ્ય ! આ બધો વિચાર કરતાં આત્મા દેહથી ભિન્ન ને નિત્ય છે, અવિનાશી છે. એક બીજી વાત, જગતમાં બે વસ્તુઓ છે. દેખાય તે જડ પદાર્થ પુદ્ગલ અને બીજો ચૈતન્ય છે. જડથી ચેતન ઉપજે, ચેતનથી જડ થાય; એવો અનુભવ કોઈને, ક્યારે કદી ન થાય. (૫) એક પછી એક સમજાવટ શ્રી સદ્ગુરુ કરી રહ્યા છે. કોઈપણ રીતે આ આત્મા છે, એ For Personal & Private Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ પ્રવચન ક્રમાંક - ૫૧, ગાથા ક્રમાંક - ૩ થી ૬૭ એમને સિદ્ધ કરવું છે. આત્મા છે અને તે નિત્ય છે, તે વાત તેઓ જુદા જુદા દૃષ્ટિકોણથી જુદી જુદી અપેક્ષાથી કરે છે. જો ભાઈ ! આ જડમાંથી ચેતન ઉત્પન્ન થાય અને ચેતનમાંથી જડ ઉત્પન્ન થાય એવી ઘટના જગતમાં ક્યારેય બનતી નથી. જડમાંથી બને એ જડ જ હોય, અને ચેતનમાં જે પરિણામ થાય તે ચેતન જ હોય. પરંતુ એવો ગોટાળો થતો નથી કે જડમાંથી ચેતન થાય અને ચેતનમાંથી જડ બને. પુદ્ગલમાં પણ ગોટાળો થતો નથી. આંબો વાવ્યો હોય અને તેમાંથી રાયણ ઊગી જાય. અને રાયણ વાવી હોય તો તેમાંથી જામફળ કે સફરજન ઊગી જાય. આંબામાંથી કેરી જ આવે અને જામફળના ઝાડમાંથી જામફળ જ આવે. તેમ જડમાંથી જડ જ આવે. જડમાંથી ચેતન આવે તેવું ન બને. અને ચેતનમાંથી જડ આવે તેવું ન બને. આ બહુ મોટો પાયાનો સિદ્ધાંત છે. બંને દ્રવ્યો બંને વસ્તુઓ તદ્દન સ્વતંત્ર છે. ક્યારે પણ બંને એક થાય એવું ભૂતકાળમાં પણ થયું નથી, વર્તમાનમાં પણ થતું નથી અને ભવિષ્યમાં પણ થશે નહિ. કારણ કે વ્યવસ્થા જ આ પ્રકારની છે. કોઈને, અજ્ઞાનીને પણ આવો અનુભવ ન થાય માટે આ જડ અને ચૈતન્ય બને તત્ત્વો સ્વતંત્ર છે, છેલ્લે આનો અર્થ એ થયો કે, કોઈ સંયોગોથી નહીં, જેની ઉત્પત્તિ થાય; આ પહેલી વાત, માટે નાશ ન તેનો કોઈમાં તેથી નિત્ય સદાય.” જરા શાંતિથી સમજીએ, જેની ઉત્પત્તિ કોઈપણ સંયોગમાંથી થાય નહિ, તેનો નાશ કદી પણ થાય નહીં. માટે આત્મા નિત્ય છે. અવિનાશી છે. હવે બીજી વાત જ્ઞાની પુરુષો કરે છે. જગતમાં તમે જુદા જુદા પ્રાણીઓને, જુદા જુદા મનુષ્યોને, જુદી જુદી સ્ત્રીઓ અને જુદા જુદા પુરુષોને જુઓ છો, તે દરેકનો સ્વભાવ અને પ્રકૃતિ પણ જુદી જુદી છે. કોઈને જરાક વાત કરો તો ભડકો થઈ જાય અને કોઈને ગમે તેટલી વાત કરો, તેને ખબર બધી પડે છતાં ભડકો થતો નથી. કોઈને વાત કરો તો ખબર જ પડતી નથી. કોઈ માણસ પાસે સંપત્તિ હોય તો સન્માર્ગે વાપરે. કોઈ કહેશે રૂપિયા ભાર ચામડી લઈ જા, એ આપવા તૈયાર છું પણ રૂપિયા નહિ આપું. “ચમડી તૂટે પણ દમડી ન છૂટે' તો કોઈ વ્યક્તિ એવી છે કે લાખો રૂપિયા પ્રેમથી દાનમાં આપી શકે છે. કોઈને ખૂબ જ ગુસ્સો આવતો હોય, બોલાવો ત્યાં છંછેડાઈ જાય, કોઈની પ્રકૃતિ શાંત હોય, તેમ જુદી જુદી પ્રકૃતિનાં માણસો હોય છે. સંયોગો પણ જુદા જુદા છે. સ્વભાવ પણ જુદા જુદા હોય છે. કબૂતરો શાંત છે, ફૂંફાડા મારતો નાગ શાંત નથી. આ બધી તારતમ્યતા, ઓછા વધતાપણું આપણને દેખાય છે. કોઈનામાં અહંકાર ઓછો, કોઈનામાં અહંકાર વધારે, કોઈનામાં ઈર્ષ્યા ઓછી, કોઈનામાં ઈષ્ય વધારે. કોઈનામાં કામવાસના વધારે તો કોઈનામાં ઓછી હોય. એક જ કારખાનામાં માલ થતો હોય તો બધો એક સરખો હોવો જોઈએ. કારખાનું સમજાય છે ? આ ફોર્ડના કારખાનામાં મોટરકાર હજારો બને છે, પણ બધી એકસરખી. મોડલ જુદું હોય તો વાત જુદી છે પણ એક મોડલની જેટલી કાર બને તે બધી જ એક સરખી બને છે. પરંતુ આ જગતમાં જેટલાં For Personal & Private Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા મોડલ્સ છે તે બધાં જુદાં જુદાં છે. આ જગત જોવા જેવું છે. પરમકૃપાળુદેવે મઝાકમાં કહ્યું છે કે અમે આ જગતનું નાટક બેઠાં બેઠાં જોયા કરીએ છીએ. નાટકમાં જુદા જુદા પાત્રો હોવા જોઈએ. રામ પણ જોઈએ અને રાવણ પણ જોઈએ, સીતાજી તથા મંથરા પણ જોઈએ. આ બધા પાત્રો ન હોય તો નાટક ન થાય. મહાભારત ભજવવું હોય તો દુર્યોધન, ભીષ્મપિતામહ અને ભગવાન કૃષ્ણ પણ જોઈએ. સંસાર પણ એક નાટક છે. પરંતુ સંસારના નાટકમાં એક બે નહિ પણ અનંત અભિનેતાઓ છે. આપણે બધા અભિનેતાઓ છીએ અને બધાં જ પાઠ ભજવી રહ્યા છીએ. કોઈના બોલવામાં કે ચાલવામાં એકસરખાપણું નથી. વિચારો કે રીતરસમમાં એક સરખું કંઈ જ નથી. આ બધું જુદું જુદું કેમ થાય ? એક જ કારખાનામાં જો એકધારો માલ બનતો હોય તો પેકીંગ પણ સરખું અને ક્વૉલીટી પણ સરખી હોય, એક માણસને ચાર દીકરાઓ છે પરંતુ ચારેના સ્વભાવ જુદા જુદા. એ સ્વભાવ, આદતો, પ્રકૃતિ જુદી જુદી કેમ હશે ? એ કારણ જોતાં એમ ખ્યાલ આવે છે કે એવું કોઈ તત્ત્વ છે કે જે જુદી જુદી સામગ્રી લઈને અહીં આવે છે. બહાર પીકનીકમાં જેમ સૌ ભાતુ લાવે છે તે અલગ અલગ હોય છે. કારણ કે બધાની પસંદગી જુદી જુદી છે. લાવનારાં પણ જુદા, કરનારાં જુદાં, ખાનારાં પણ જુદાં. આ બધી જુદી જુદી વેરાયટી છે, તેનું કારણ શું ? બધું એકસરખું કેમ નહિ ? શા માટે નહિ ? તેના સમાધાનમાં એક અદ્ભુત ગાથા અહીં આપે છે. ક્રોધાદિ તરતમ્યતા, સર્પાદિકની માંય, ૧૩૭ પૂર્વજન્મ - સંસ્કાર તે, જીવ નિત્યતા ત્યાંય. (૬૭) ઉત્પત્તિ, લય-નાશ આ જરા માથાકૂટીયા કઠિન શબ્દો હતા. હવે સરળ શબ્દો આવે છે. તે છે સંસ્કાર અને પુનર્જન્મ. પૂર્વ એટલે પહેલાંના જન્મમાં તમે હતા અને ત્યાં જે કંઈ પરાક્રમ કર્યું, તેના સંસ્કાર ત્યાં પડ્યા. એ સંસ્કાર લઈને આપણે અહીં આવ્યા છીએ. મોટામાં મોટી તકલીફ આ સંસ્કાર બદલવામાં પડે છે, આપણને કેટલું બધું સમજાવવું અને કહેવું પડે છે ? કેટલાંય વર્ષોથી સત્પુરુષો પાસેથી સત્સંગ મળે છે, હોંકારો પણ જોરથી આપીએ છીએ. છતાં પણ આપણા સંસ્કાર બદલાતા નથી. કોઈ જીવ એવો હોય છે કે તુરત જ પરિવર્તન અને કોઈ જીવ એવો હોય કે ગમે તેટલું કહો છતાં કંઈ જ પરિવર્તન ન થાય. એનું પણ કારણ છે. એ કારણમાં બે શબ્દો-એક છે પુનર્જન્મ અને બીજો શબ્દ છે સંસ્કાર. જ્ઞાનના પાંચ પ્રકાર છે. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યય જ્ઞાન અને પાંચમું કેવળજ્ઞાન. એમાં મતિજ્ઞાનના ચાર ભેદ છે. અવગ્રહ, ઈહા, અપાય અને ધારણા. ધારણા એટલે એક પ્રકારની ધારણા કરવાની સ્મૃતિ શક્તિ. તે સ્મૃતિ શક્તિનો એક પ્રકાર તે જાતિ સ્મરણ. જાતિ એટલે જન્મ, અને તેનું સ્મરણ તેને જાતિ સ્મરણજ્ઞાન કહે છે. કોઈ ઘટના ઘટે અને પૂર્વજન્મની સ્મૃતિ થાય. શ્રીમદ્ભુને સાત વર્ષની ઉંમરે જાતિસ્મરણ જ્ઞાન થયું. તેમણે અનેક જન્મો પોતાના For Personal & Private Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ પ્રવચન ક્રમાંક - ૫૧, ગાથા ક્રમાંક - ૬૩ થી ૬૭ જ્ઞાનમાં જોયા. તેમણે એક વાત કરી છે કે પુનર્જન્મ છે અને એ માટે અમારે કોઈ શાસ્ત્રોનો આધાર લેવાની જરૂર નથી. અમને પોતાને અનુભવ છે. સાત વર્ષની ઉંમરે નાની ઘટના ઘટી. ગામમાં અમીચંદભાઈનું મૃત્યુ થયું. વવાણિયામાં તેમને અગ્નિદાહ દેવાનો હતો. તેમને મૃત્યુ એટલે શું તે જાણવાની ઈંતેજારી થઈ. બાળકોને ના પાડો તો એ કામ કર્યા વગર રહે નહીં. ફ્રોઈડ પોતાની પત્ની સાથે ફરવા ગયેલા. તેમની સાથે બાળકો પણ હતાં. તેમણે પત્નીને કહ્યું આ જગ્યા અવાવરૂ છે, બાળકોને ત્યાં જવાની ના પાડજો. છોકરાઓએ તે સાંભળ્યું અને તેજારી થઈ કે આ જગ્યા કેવી હશે કે પપ્પાએ ના પાડી? બાળકોને ના પાડો તો તેઓ તેમની લીલા કર્યા વગર રહે જ નહિ. તેઓ અભ્યાસ કર્યા વગર રહે જ નહિ. એ છાનીછૂપી રીતે જગ્યા જોવા ગયાં. કૃપાળુદેવને જોવાની ઇતેજારી થઈ. આજે પણ એ બાવળિયો છે જેના ઉપર ચડી તેઓ બધું જોતા રહ્યા. એ સાત વર્ષની ઉંમરનો બાળક જોવા ગયો અને જોતાં જોતાં પડળ ખસી ગયું. અભુત ઘટના ઘટી, પડળ ખસી જતાં જોયું કે ગયા જન્મમાં અમે અહીં હતા, ત્યાર પહેલાં અહીં હતા. તેમ ઘણાં ભવોનું જ્ઞાન થયું. રાજપુત્રી સુદર્શના રાજસભામાં બેઠી છે. અને કોઈ ધનવાન શ્રેષ્ઠી રાજાને ભેટ ધરવા આવ્યા, તેવામાં તેને છીંક આવી અને નમો અરિહંતાણં બોલ્યા. એ સુદર્શનાએ સાંભળ્યું. તેને થયું કે આવું મેં ક્યાંક સાંભળ્યું છે. પૂર્વનું પડળ ખસી ગયું અને યાદ આવ્યું કે ભરૂચમાં હું સમળી હતી, કોઈ પારધીએ મને બાણ માર્યું, તેવામાં કોઈ મુનિ નીકળ્યા અને મને નવકાર સંભળાવ્યો. મારો દેહ છૂટી ગયો. હું મૃત્યુ પામી રાજપુત્રી તરીકે જન્મી. આ ઉપરથી નક્કી થાય છે કે પૂર્વ જન્મ છે. ત્યાંના સંસ્કાર લઈ બીજા જન્મમાં આપણે જઈએ છીએ. માટે જ્ઞાની પુરુષોએ કહ્યું છે કે કોઈપણ સંસ્કાર પ્રગાઢ પાડશો નહિ. સારા સંસ્કાર પાડજો. નબળાં સંસ્કાર પાડશો તો તેને ભૂસી નાંખતાં નાકે દમ આવી જશે. રામકૃષ્ણ કહેતા હતા કે ઊંડા ખીલા ન નાખશો. બહુ જો ઊંડા ખીલા નાખશો તો કાઢતાં મુશ્કેલી પડશે. તમારા સંસ્કાર એટલા મજબૂત ન પાડશો કે જ્યારે સાધના કરવી હોય ત્યારે તમને તકલીફરૂપ તે બને. સાધનાનો પ્રારંભ કરવા જશો ત્યારે તમને કોણ નડશે? પોષેલા સંસ્કાર નડશે. ક્રોધના, અહંકારના, ઈર્ષા કે કામવાસના વિગેરેના સંસ્કાર દઢ હશે તો તેનો ક્ષય કરતાં તમને ઘણી મુશ્કેલી પડશે, નાકે દમ આવી જશે. ઘણા લોકો કહે છે સાહેબ ! ક્રોધ કરવો નહિ તે અમે જાણીએ છીએ પણ ક્રોધ અમને છોડતો નથી. અરે ! ક્રોધ તને છોડતો નથી કે તું તેનો છેડો છોડતો નથી ? ક્રોધાદિ તરતમ્યતા એટલે ક્રોધનું ઓછું વધતું પ્રમાણ, સર્પ વિગેરે પ્રાણીઓમાં જન્મથી જ જોવામાં આવે છે. સાપનો કણો હોય તો પણ જોખમી. વાંદરાનું બચ્ચું ભલે હોય, તેને પણ ગુલાંટ મારતાં વાર નથી લાગતી. તેને શીખવવું પડતું નથી. કેમ? પૂર્વજન્મના સંસ્કાર. વાંદરાઓ શિબિર કરતાં નથી અને તેમને શીખવવું પડતું નથી કે ગુલાંટ કેમ મારવી? આવું જોયું નથી. આપણે ત્યાં ક્રોધ ન કરવો તે માટે સાત સાત દિવસની શિબિર થાય છે, પરંતુ એક For Personal & Private Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૧૩૯ શિબિરથી આપણો પાર આવતો નથી. કારણ ? આ પૂર્વના બળવાન સંસ્કાર છે. જ્ઞાની પુરુષ કહે છે, સમજણપૂર્વક સંસ્કારને દૃઢ કરશો નહિ. જતું કરજો, ચલાવી લેજો, સહન કરજો, બાંધછોડ કરજો. પરંતુ મગજનો પિત્તો ફાટે તેવું ન કરશો. ક્રોધાદિક પ્રકૃતિનું વિશેષપણું સાપ વિગેરે પ્રાણીમાં જન્મથી જ દેખાય છે. મઝાની વાત તો એ છે કે ક્રોધ કેમ કરવો તેનો અભ્યાસ વર્તમાન શરીરમાં આવતાંની સાથે કર્યો નથી. ઉંદર પકડવાનો અભ્યાસ બિલાડીએ કર્યો નથી. વર્તમાન દેહે અભ્યાસ કર્યો ન હોવા છતાં જન્મની સાથે એ સંસ્કાર છે. હે શિષ્ય ! આનો અર્થ એ થાય છે કે આ સંસ્કાર જેના ઉપર પડ્યા હોય તેવું કોઈ તત્ત્વ આ જગતમાં છે અને એવું તત્ત્વ પૂર્વના સંસ્કાર લઈને દેહમાં ઊતરે છે. અને એ તત્ત્વને આપણે આત્મા કહીએ છીએ. સંસ્કાર સાથે આવે છે તેથી સમજાય છે કે આત્મા નિત્ય છે-અદ્ભુત વાત કરી કે પૂર્વ જન્મના સંસ્કારથી પૂર્વ જન્મ સિદ્ધ થાય છે અને પૂર્વ જન્મથી આત્મા નિત્ય છે તેમ પણ નક્કી થાય છે. થોડો વધારે વિચાર આવતી કાલે કરીશું. પછીની ગાથા થોડી સરળ છે. પૂર્વ જન્મના સંસ્કાર લઈને જીવ આવ્યો છે, એનો અર્થ એ થયો કે પ્રકૃતિ પૂર્વ જન્મના સંસ્કારથી ઘડાય છે. જો એની એ ચાલશે તો પ્રકૃતિ મજબૂત થશે. પરંતુ આ જન્મમાં તે પ્રકૃતિ બદલાવી શકાય છે તે માટેની સાધના જ્ઞાનીઓએ બતાવી છે. આ ગાથાનો વિશેષ અર્થ આવતીકાલે જોઈશું. ધન્યવાદ ! આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે માટે ધન્યવાદ. દરેકના અંતરમાં રહેલા પરમાત્માને મારા પ્રેમપૂર્વક નમસ્કાર. For Personal & Private Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ પ્રવચન ક્રમાંક - પર, ગાથા ક્રમાંક - ૬૮-૬૯ પ્રવચન ક્રમાંક - પર ગાથા ક્રમાંક - ૬૮-૬૯ અનુભવથી નિત્યતાનો નિર્ધાર આત્મા દ્રવ્ય નિત્ય છે, પર્યાયે પલટાય; બાળાદિ વય ગણ્યનું, જ્ઞાન એકને થાય. (૬૮) અથવા જ્ઞાન ક્ષણિકનું, જે જાણી વદનાર; વદનારો તે ક્ષણિક નહિ, કર અનુભવ નિર્ધાર. (૯) ટીકાઃ આત્મા વસ્તુપણે નિત્ય છે. સમયે સમયે જ્ઞાનાદિ પરિણામના પલટવાથી તેના પર્યાયનું પલટવાપણું છે. (કંઈ સમુદ્ર પલટાતો નથી, માત્ર મોજાં પલટાય છે, તેની પેઠે) જેમ બાળ, યુવાન અને વૃદ્ધ એ ત્રણ અવસ્થા છે, તે આત્માને વિભાવથી પર્યાય છે અને બાળ અવસ્થા વર્તતાં આત્મા બાળક જણાતો, તે બાળ અવસ્થા છોડી જ્યારે યુવાવસ્થા ગ્રહણ કરી ત્યારે યુવાન જણાયો, અને યુવાવસ્થા તજી વૃદ્ધાવસ્થા ગ્રહણ કરી ત્યારે વૃદ્ધ જણાયો. એ ત્રણે અવસ્થાનો ભેદ થયો તે પર્યાયભેદ છે, પણ તે ત્રણે અવસ્થામાં આત્મદ્રવ્યનો ભેદ થયો નહીં, અર્થાત્ અવસ્થાઓ બદલાઈ, પણ આત્મા બદલાયો નથી. આત્મા એ ત્રણે અવસ્થાને જાણે છે, અને તે ત્રણે અવસ્થાની તેને જ સ્મૃતિ છે. ત્રણે અવસ્થામાં આત્મા એક હોય તો એમ બને, પણ જો આત્મા ક્ષણે ક્ષણે બદલાતો હોય તો તેવો અનુભવ બને જ નહીં. (૬૮) વળી અમુક પદાર્થ ક્ષણિક છે એમ જે જાણે છે, અને ક્ષણિકપણું કહે છે તે કહેનાર અર્થાત્ જાણનાર ક્ષણિક હોય નહીં, કેમ કે પ્રથમ ક્ષણે અનુભવ થયો તેને બીજે ક્ષણે તે અનુભવ કહી શકાય, તે બીજે ક્ષણે પોતે ન હોય તો ક્યાંથી કહે? માટે એ અનુભવથી પણ આત્માના અક્ષણિકપણાનો નિશ્ચય કર. (૯) આ ગાથાઓની ચર્ચા સાથે થશે. આત્મા નિત્ય છે એ ચર્ચાની સમાપ્તિ પણ થશે. ગઈકાલે સમજવામાં મૂંઝવણ થઈ હશે. આ જીવનો સ્વભાવ કેવો છે? વ્યવહારમાં ગમે તેટલા ગૂંચવાડા હોય ત્યાં બુદ્ધિ કામ કરે છે, પરંતુ પરમાર્થ માર્ગમાં બુદ્ધિ ઓછી કામ કરે છે, તેનું કારણ પ્રગાઢ રસ નથી, તીવ્ર રસ નથી. ભગવાન મહાવીર કહેતા હતા કે તુંગીયા નગરના મારા શ્રાવકો શાસ્ત્રના સિદ્ધાંતોને જ્ઞાની પુરુષો પાસેથી જાણે છે. વારંવાર વિચાર કરે છે, અને ઊંડાણમાં જઈ તત્ત્વનો નિર્ણય પણ કરે છે અને તત્ત્વનિર્ણય હોવાના કારણે પરમાર્થની વિરુદ્ધ કાંઈ પણ વાત આવે તો તેઓ તેમાં ખેંચાઈ જતા નથી, તેઓ મુંઝાઈ જતા નથી, એમની શ્રદ્ધા For Personal & Private Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૧૪૧ ડગતી નથી. એમની સમજમાં ફેર પડતો નથી. તેમનામાં નિર્ણયાત્મક શક્તિ છે કારણ કે જીવનમાં તેમણે પ્રચંડ પુરુષાર્થ કર્યો છે. જ્ઞાનીઓ કહે છે કે તમને શરીર મળ્યું તે એક સાધન, ઈન્દ્રિય મળી તે બીજું સાધન, મન બળ મળ્યું તે ત્રીજું સાધન અને મન પછી બુદ્ધિ મળી છે તે શ્રેષ્ઠ સાધન છે. વસ્તુના ઊંડાણમાં જવાની ક્ષમતા બુદ્ધિમાં છે. તે બુદ્ધિ જેને પ્રાપ્ત થાય છે તે તત્ત્વનિર્ણય કરી શકે છે. જગતમાં ચાર ગતિઓ છે, જન્મ લેવા ૮૪ લાખ જીવાયોની-ઉત્પત્તિના સ્થળો છે, તેમાં તત્ત્વ નિર્ણય કરવાનો અધિકાર મુખ્યપણે માત્ર મનુષ્યને પ્રાપ્ત થયો છે. બુદ્ધિનું ફળ છે તત્ત્વ વિચારણા. તત્ત્વની વિચારણા કરતાં કરતાં તત્ત્વ નિર્ણય થાય. તત્ત્વ નિર્ણય એ સમ્યગદર્શનની પ્રથમ ભૂમિકા છે. સમ્યગ્દર્શન એક અનુભવ છે, એક સાક્ષાત્કાર છે, એક પ્રતીતિ છે. પરંતુ તે પહેલાં સમ્યક પ્રકારે, જેમ છે તેમ તત્ત્વનો નિર્ણય કરવો. બે પ્રકારે નિર્ણય થાય. અસ્તિત્વ જેવું છે તેવું તમે જાણો તે એક ઉપાય. તમારે તે જાણવા પુરુષાર્થ કરવો પડશે. અથવા તો મહાપુરુષોએ પોતાના જ્ઞાનમાં વીતરાગ અવસ્થામાં તત્ત્વને જેવું જોયું છે, જેવું જાણ્યું છે તેવું તેમણે કહ્યું છે, એનો સ્વીકાર કરી તમે તેનો નિર્ણય કરો. પરમકૃપાળુદેવે એક જગ્યાએ સ્પષ્ટતા કરી છે કે ભગવાન મહાવીરના બધા શિષ્યો પરમાર્થ માર્ગને પૂરેપૂરો જાણતા ન હતા, અને તત્ત્વનો નિર્ણય બુદ્ધિપૂર્વક કરી શકતા ન હતા, છતાં તેઓ સમ્યદૃષ્ટિ હતા. તેનું કારણ એ કે આ વીતરાગ પુરુષ જે સામે બેઠા છે, તે તીર્થંકર પરમાત્મા જે કંઈ કહે છે તે સત્ય જ છે તેવી અનુભૂતિ તેમને થતી હતી. તમેવ સર્વે નં નિહિં પડ્યું. હે વીતરાગ પરમાત્મા! તમે જે કહો છો તે પરમ સત્ય છે. આટલી પ્રતીતિ હોય, તેને જ્ઞાની પુરુષોએ વ્યવહાર સમ્યગદર્શન કર્યું છે. કારણ કે તત્ત્વના ઊંડાણમાં જવા માટે જ્ઞાન જાઈએ. અને એવું જ્ઞાન વીતરાગ સર્વજ્ઞ પુરુષો આપી શકે. એવા વીતરાગ સર્વજ્ઞ પુરુષ કહે છે તે પરમ સત્ય છે તેવી શ્રદ્ધા એ સમ્યગદર્શન છે. सव्वाइं जिणेसरभासिआइं वयणाई नन्नहा हुति।। જિનેશ્વર પરમાત્માના વચનો ખોટાં કે અન્યથા નથી, મિથ્યા નથી, જૂઠાં નથી. માણસ ક્રોધના કારણે, લોભના કારણે, ભયના કારણે જુઠું બોલે, મશ્કરીમાં પણ જુઠું બોલે, રાગદ્વેષના કારણે જુઠું બોલે. મારા મહાવીરમાં ક્રોધ કે ભય નથી, હાસ્ય નથી, અજ્ઞાન નથી પણ પૂર્ણજ્ઞાન અને વીતરાગતા છે. એમણે જે કહ્યું તે સત્ય છે, પરમ સત્ય છે. શાસ્ત્રોએ કહ્યું કે પુરુષ વિશ્વાસે વચન વિશ્વાસ. પરમકૃપાળુ દેવે પ્રશ્ન કરી બહુ જ સ્પષ્ટ ઉદ્ઘોષણા કરી છે, તે પ્રાપ્ત કરવાનું વચન કોનું, સત્ય કેવળ માનવું; નિર્દોષ નરનું કથન માનો, તેહ જેણે અનુભવ્યું. પ્રશ્ન આ છે કે પરમ તત્ત્વને પ્રાપ્ત કરવા માટે કોનું વચન સત્ય માનવું? આંખો મીંચીને તમે કોઈની વાત માનશો પણ નહિ અને સ્વીકારશો પણ નહિ. એકસેશન વીતરાગ પુરુષ. પુરુષ ગમે તેટલો શાસ્ત્રજ્ઞ હોય, વિદ્વાન કે કથાકાર હોય, લાખો માણસો વચ્ચે તે સિંહ ગર્જના For Personal & Private Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ પ્રવચન ક્રમાંક - ૫૨, ગાથા ક્રમાંક - ૬૮-૬૯ કરતો હોય, ગમે તેટલાં પ્રવચનો કરતો હોય, પરંતુ અમારે એ જાણવું છે કે તે વીતરાગ છે ? તે સર્વજ્ઞ છે ? જો પરમ પુરુષ હોય તો શંકા જ નહિ. તેનું વચન તે પરિપૂર્ણ સત્ય, કેવળ સત્ય, નિર્ભેળ સત્ય છે. તે પ્રાપ્ત કરવા, વચન કોનું સત્ય કેવળ માનવું; નિર્દોષ નરનું કથન માનો, તેહ જેણે અનુભવ્યું. સોળ વર્ષની ઉંમરે ખૂબી તો જુઓ ! તેઓ એમ કહી શક્યા હોત કે મહાવીરનું માનો, હરિભદ્રસૂરિજીનું માનવું કે કુંદકુંદાચાર્યજીનું માનવું, પણ એમ ન કહેતા એમણે કહ્યું કે નિર્દોષ નરનું કથન માનો. દોષ બે પ્રકારના - રાગ અને દ્વેષ. તે બે દોષ રહિત એટલે વીતરાગ પુરુષ. વીતરાગ શબ્દને બદલે અહીં નિર્દોષ શબ્દ એટલે વાપર્યો, કે તે સર્વ સમ્મત છે. ગમે તે સંપ્રદાય કે મત હોય પણ તે કોઈ નિર્દોષ માણસનો વિરોધ ન કરે. આપણે ત્યાં એક બીજો શબ્દ પણ છે. તે છે આપ્ત. આપ્ત એટલે રાગ દ્વેષથી મુક્ત. વીતરાગ, સર્વજ્ઞ, પરમાત્મા નિર્દોષ નર છે. તે રાગદ્વેષથી મુક્ત છે. જેનામાં રાગદ્વેષ છે તે છદ્મસ્થ અવસ્થામાં છે. દશમા ગુણસ્થાનક સુધી તે આપણો પીછો છોડતાં નથી. છેલ્લામાં છેલ્લો સૂક્ષ્મ લોભ છે. લોભ બહુ મીઠો અને ચીકણો છે. ક્રોધ ભોળો છે, અહંકાર ઉસ્તાદ છે, માયા જબરી છે, પરંતુ ‘ઝોદ્દો સવ્વવિળાસો’ લોભ સર્વનાશી છે. આ રાગદ્વેષ સંપૂર્ણપણે જેનામાંથી ગયા તે નિર્દોષ નર છે. નિર્દોષ નરનું કથન માનો, અમે એમના તરફ આંગળી ચીંધીએ છીએ. તેમના ઉપર આપણને શ્રદ્ધા, અને પ્રતીતિ જોઈએ. સમ્યગ્દર્શનની ઘટના પહેલાં તત્ત્વ નિર્ણય એ મોટી મહત્ત્વની ઘટના છે. હજુ સમ્યગ્દર્શન થયું નથી. મોહના કિલ્લામાં ગાબડું પડ્યું નથી, પણ હવે પડવાનું છે. ‘અભી હોગા, અભી હોગા'. મોહને ખબર પડી ગઈ છે. આ ઉપડ્યો છે, હવે ઝાલ્યો નહીં રહે. એ મને તોડીને જ રહેશે. આને શાસ્ત્રીય ભાષામાં અપૂર્વકરણ કહે છે. ‘રાડ પડે રાજપૂત છૂપે નહિ.’ રાજપૂત તેને કહેવાય કે જેનામાં શૌર્ય છે. રાડ પડ્યા પછી એ છૂપે નહિ. ‘કરેંગે યા મરેંગે' એવો ઉત્સાહ, એવો જુસ્સો, પ્રચંડ વીર્ય, એવું સામર્થ્ય, એ ગાબડું પાડીને જ રહે છે. એવી તાકાત, એવું જોર હોય તો મોહના કિલ્લામાં ગાબડું પડે છે. એમને એમ નહિ પડે. આ જનમમાં નહિ તો આવતા જન્મમાં, શું ઉતાવળ છે ? તમે લોકો તો શાસ્ત્રો વાંચો છો, વાતો પણ કરો છો, વિકલ્પ પણ શોધી કાઢો છો, બચાવ પણ શોધી કાઢો છો, તમે જ વકીલ અને તમે જ દલીલ કરવાવાળા છો. તત્ત્વ નિર્ણય થયા પછી સમ્યગ્દર્શનની ઘટના ઘટે છે. અને તેવો તત્ત્વ નિર્ણય કરવા માટે જે અત્યંત અનિવાર્ય સાધન તેને કહેવાય છે બુદ્ધિ. તમને બુદ્ધિ તો મળી છે. કરોડોનો ધંધો કરો છો. ગૂંચવાડો પણ કરી શકો અને ગૂંચને ઉકેલી પણ શકો. જે ધાર્યું હોય તે કરી શકો. તમે બુદ્ધિશાળી નહીં ? ટાટા બિરલા થવું તે સામાન્ય માણસનું કામ નથી, કોઈ સાધુ સંન્યાસીને ટાટાનો વહિવટ સોંપવામાં આવે તો દેવાળું કાઢે. વહિવટ કરવો, તે બુદ્ધિનું સામર્થ્ય છે. બુદ્ધિનું For Personal & Private Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૧૪૩ ફળ તત્ત્વની સુવિચારણા છે, એ તત્ત્વ વિચારણા જ્યાં સુધી ન થાય, ત્યાં સુધી તત્ત્વ નિર્ણય ન લેવાય, માટે પરમકૃપાળુદેવે કહ્યું, આત્મા છે તેમ બોલવાથી નહિ થાય. નથી ત્યાંથી શરૂઆત કરો અને દલીલ કરતા જાવ, બુદ્ધિ વાપરતા જાવ. પરંતુ નેગેટીવ એપ્રોચ નહીં, સમજવા માટે સંદેહ કે શંકા અને પછી નિત્ય નથી ત્યાંથી શરૂઆત કરો. આધ્યાત્મિક જગતમાં, ધાર્મિક જગતમાં સૌથી મોટો એક સિદ્ધાંત સ્વીકારવામાં આવ્યો, જે સિદ્ધાંત ઉપર ધાર્મિક અને આધ્યાત્મિક જગત ઊભું રહી શકે છે. એ મોટો સિદ્ધાંત એ છે કે પુનર્જન્મ છે. પુનર્ એટલે ફરી. જન્મ પાછો લેવો, ફરીને લેવો. સૌરાષ્ટ્રમાં કોઈ મરી ગયો તેમ નથી કહેતાં પણ પાછો થયો તેમ કહે છે. મને લાગે છે કે રામજી પટેલ આ સિદ્ધાંત જાણતા હશે. પાછો થયો, એમ ખરી વાત કરે છે. તેઓ પાયાની વાત કરે છે કે તે મર્યો નથી પણ ફરી જન્મ્યો છે. તો મર્યો કોણ ? અને જન્મ્યો કોણ ? આ ઘટના ક્રમમાં એક તત્ત્વ હાજર જોઈએ. આ તત્ત્વ જો ન હોય તો એ પાછો થાય એટલે કે પુનર્જન્મ લે તે કઈ રીતે બને ? પુનર્જન્મની આધારશીલા આત્મા છે અને તે આત્માનું નિત્યપણું જણાવે છે. એક વાત સમજી લઈએ. જન્મ થવો એનો અર્થ એ કે ગત જન્મમાં પોતે મનથી, વચનથી, કાયાથી શુભ, અશુભ વગેરે કર્મો કર્યાં છે, તે કર્મો કર્યા પછી તે વખતે એ કર્મોનું ફળ જે રીતે ભોગવવાનું હોય, તે નિશ્ચિત થાય છે તે પ્રમાણે નવો દેહ ધારણ કરે છે. આ વ્યવસ્થા કોમ્પ્યૂટર કરતાં પણ ઝડપી છે. અંદર ભાવ કર્યો કે શરીરમાં સ્પંદન થયાં અને જેવા ભાવ કર્યા હતા તે પ્રમાણે જગતમાંથી કાર્મણવર્ગણા આવી અને આત્મા ઉ૫૨ આવરણ કર્યું. કાર્યણવર્ગણા આવી એટલે કર્મ નક્કી થઈ જાય અને આ કર્મ કયું ફળ આપશે તે પણ નક્કી થઈ જાય. અને કયા ટાઈમે ફળ આપશે, કેટલું ગાઢ હશે, તે બધું વ્યવસ્થિત ગોઠવાઈ જાય તેવી કુદરતી વ્યવસ્થા છે. જુઓ સાહેબ ! આ તમારું કારખાનું કેવું જોરદાર ચાલે છે. ભાવ થયો નથી કે ચાર બાબતો નક્કી થઈ નથી. (૧) પ્રકૃતિબંધ, (૨) સ્થિતિબંધ, (૩) રસબંધ અને (૪) પ્રદેશબંધ. [(૧) શું ફળ આપશે (૨) કેટલો કાળ કર્મો રહેશે તે પણ નક્કી થાય, (૩) કેટલી તાકાતથી ફળ આપશે તે પણ નક્કી થાય છે અને (૪) કેટલો જથ્થો પરમાણુનો છે તે પણ નક્કી થાય.] ચાર જણને તાવ આવ્યો છે, કોઈને ચાર ડીગ્રી, પાંચ ડીગ્રી અને કોઈને સાડી નવાણું ડીગ્રી. તાવ તો ખરો પણ પાંચ ડીગ્રી આવ્યો તેની તાકાત વધારે, તે કર્મનો રસ વધારે જોરદાર, સમજાય છે ? કર્મનાં પરિણામ ભોગવતી વખતે કર્મ કેટલી તાકાતથી ફળ આપશે તેને કહેવાય છે રસ. રસ એટલે ઈન્ટરેસ્ટ નહીં, રસ એટલે તાકાત અથવા શક્તિ. તીવ્ર રસવાળાં કર્મ જ્યારે ભોગવવાનાં હોય તો રડી રડીને ભોગવવાં પડે. આંખ નાની અને આંસુ મોટાં આવશે. બધા બોલે છે કે અરેરે ! આ દુ:ખો સહન થતાં નથી. એમ કહેવાય નહીં કે તમે કર્યાં છે તો ભોગવો, પણ જેટલી તીવ્રતાથી પ્રક્રિયા કરશો તેટલું કર્મફળ તીવ્ર આવશે. આ પ્રક્રિયા શરીર કરતું નથી પણ કરનાર આત્મા છે. શરીરે જો આ કર્મબંધની ક્રિયા કરી For Personal & Private Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ પ્રવચન ક્રમાંક - પર, ગાથા ક્રમાંક - ૬૮-૬૯ હોય તો શરીરે ભોગવવા હાજર રહેવું પડે ને? જેને મૃત્યુદંડની સજા થઈ હોય, તે હાજર જોઈએ ને? છગનને બદલે મગનને ફાંસી ઉપર ચડાવો તેમ બનતું નથી. જે દેહે કર્મો કર્યા તે દેહ બળી ગયો, ખતમ થઈ ગયો, નષ્ટ થઈ ગયો, તો કોણ ભોગવશે? સમજો. શરીરે કર્મો કર્યા તે બરાબર, શરીર હતું તો શરીર દ્વારા કર્મ કર્યા. શરીર, વાણી અને મન દ્વારા કર્મ કર્યા, બરાબર, પણ જ્યારે મૃત્યુ થાય છે ત્યારે દેહ છૂટી જાય છે, અને દેહની સાથે ઈન્દ્રિયો, મન, વાણી બધું છૂટી જાય છે. તો પછી કોણ ભોગવશે ? બે વાતો મહત્ત્વની છે. એક વાત, જે કંઈપણ કર્મો કર્યા છે તે માત્ર શરીરે કર્યા નથી. અંદર બેઠેલા આત્માએ કર્યો છે. કર્તા આત્મા જ છે. કર્મનો કર્તા આત્મા છે. શરીર નહિ. જમવામાં જગલો અને કૂટવામાં ભગલો? આવો ન્યાય અહીં નથી. કર્મો કોણે કર્યા? શરીરે નહિ પરંતુ શરીરને સાધન બનાવી આત્માએ કર્યા. શરીર તો મીડિયા છે. એક માણસે કોઈનું ખૂન કર્યું. કોર્ટમાં કેઈસ ચાલ્યો. ન્યાયાધીશે પૂછયું કે ખૂન કોણે કર્યું? જે માણસે ખૂન કર્યું હતું તેણે તલવાર ટેબલ ઉપર મૂકીને કહ્યું કે સાહેબ ! ખૂન આણે કર્યું. ન્યાયાધીશે તે માણસને મૃત્યુદંડની સજા આપી. સજા શું એ તલવારને આપશે? શિક્ષા માણસને મળે, તલવારને ન મળે. કારણ કે તલવારને સાધન બનાવી તે માણસે ખૂન કર્યું. આત્માએ કર્મ કર્યા છે. આત્માએ ભાવ કર્યો, આત્માએ રાગદ્વેષ કર્યા તેથી કર્મો બાંધ્યા. જો આત્માએ કર્મો કર્યા હોય તો કર્મોને ભોગવવા કોણે હાજર રહેવું પડે? આત્માએ હાજર રહેવું પડે. શરીરે હાજર રહેવાની જરૂર નથી. શરીર છૂટી ગયું. કર્મો કઈ રીતે ભોગવવાનાં છે તે પણ કર્મો કરતી વખતે નક્કી થઈ જાય. આવા દેહમાં ભોગવવાનાં છે, તો દેહ પણ તેવો જ મળે. જો વધારે દુઃખો ભોગવવાનાં હોય તો પશુનો દેહ મળે. એથી વધારે ભોગવવાનાં હોય તો નારકીનો દેહ મળે. ઓછા ભોગવવાનાં હોય તો મનુષ્યનો મળે. મનુષ્યમાં પણ ઓછા વધતાં ભોગવવાનાં હોય તે પ્રમાણે સગવડતા અગવડતા મળે. શરીર આપણને જે મળે છે તે કર્મતંત્રના નિયમ પ્રમાણે મળે છે. દેહમાં આવે છે કોણ? દેહમાં રહે છે કોણ? દેહમાં આત્મા રહે છે. આનો અર્થ એ થયો કે આત્મા કર્મ કરતી વખતે પણ હાજર છે અને દેહ છૂટી ગયા પછી તે કર્મ ભોગવવા બીજા દેહમાં જાય છે, માટે પુનર્જન્મ છે. આના ઉપરથી નક્કી થાય છે કે કર્મો ભોગવવા પુનર્જન્મ લેવો પડે છે. આ જગતમાં કર્મ કરવાની પણ વ્યવસ્થા છે, અને કર્મનું ફળ ભોગવવાની પણ વ્યવસ્થા છે. નિયમ એવો છે કે તમે કાયદો ઘડો અને કાયદો ઘડ્યા પછી ગુનેગારને શિક્ષા પણ નક્કી કરો. પછી શિક્ષા કરવા માટે વ્યવસ્થા પણ કરવી પડશે. આ જગતમાં કર્મ કરવાની અને કર્મ ભોગવવાની અને વ્યવસ્થા છે. નિયમ પ્રમાણે પરિણામ ભોગવવા વ્યવસ્થા જોઈએ. કર્યતંત્ર અદૂભુત વ્યવસ્થા છે. કર્મતંત્રની વ્યવસ્થામાં સામેલ કોણ થાય છે ? ચૈતન્ય તત્ત્વ, આત્મતત્ત્વ સામેલ છે. એણે કર્મો કર્યા, તેનો દેહ છૂટ્યો. દેહ છૂટ્યા પછી બીજા નવા દેહમાં આવવું તેને For Personal & Private Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૧૪૫ કહેવાય છે જન્મ થયો. જન્મ્યા પછી એ પણ નક્કી હોય છે કે આ દેહ આટલા વર્ષ તમારી પાસે રહેશે. ભાડા ચિઠ્ઠી નક્કી થાય છે. મકાન ભાડે લીધું હોય તો નક્કી કરવામાં આવે છે કે અમુક સમય પછી ખાલી કરવું પડશે. આ શરીર તમને જે મળ્યું તે ગતિ નામકર્મે આપ્યું અને કેટલો સમય રહેવાનું તે આયુષ્ય કર્મે નક્કી કરી આપ્યું. આયુકર્મ લે ઘરકા ભાડાં, દિન દિન કરકે લેખા, મહતલ પુગ્યા પલક ન રાખે, એસા બડા અદેખા. અહીં એમ કહે છે કે એ એવો ઈર્ષ્યાળુ છે, ઝેરીલો છે કે ટાઈમ પૂરો થયા પછી આંખના પલકાર જેટલો સમય પણ તમને રાખશે નહિ. જન્મ પછી મૃત્યુના સમય સુધી તમે જે કર્યું હશે તે બધું ભોગવવું પડશે. દરેક ક્ષણે, પ્રત્યેક ક્ષણે તમે કંઈ ને કંઈ કરો જ છો. માટે હવે એ ભોગવવા બીજા દેહમાં આગળ ચાલો. માટે પુનર્જન્મ થાય છે. અનંતકાળમાં અનંત દેહ આત્માએ ધારણ કર્યા છે. કંઈ ખ્યાલમાં આવે છે? તમે કહેશો કે અમે નથી માનતા, કંઈ વાંધો નહિ, તમે નહિ માનો તોપણ નિયમમાંથી મુક્તિ મળશે નહિ. જેણે કર્મો કર્યા હશે તેણે પરિણામ ભોગવવાં જ પડશે અને તે ભોગવવા નવો જન્મ લેવો જ પડશે અને તેને કહેવાય છે પુનર્જન્મ. બીજી મહત્ત્વની વાત, આ જગત સામે તમે નજર નાખશો તો આ જગતમાં જેટલાં પ્રાણીઓ છે તે પ્રત્યેક પ્રાણીની પ્રકૃતિ ભિન્ન ભિન્ન છે. પ્રકૃતિ એટલે ટેવ. પ્રકૃતિ એટલે સ્વભાવ. એક ઘરમાં દસ માણસો હોય તો દસેની પ્રકૃતિ ભિન્ન ભિન્ન હોય છે. સાંજે જમવા બેઠા હોય તો કોઈ એમ કહેશે કે મને ભાખરી જોઈએ છે, કોઈને રોટલી અને કોઈને રોટલો, કોઈને શીરો, જાતજાતનું ભાવે છે, જાતજાતની પ્રકૃતિ અને જાતજાતની ટેવો છે. આ જગતમાં કેટલી બધી વિચિત્રતાઓ છે. એક ડાહ્યો છે પણ તે મગજ ખોઈ બેસે ત્યારે ગાંડાથી પણ ગાંડો છે. એક અહંકારી છે, એક નમ્ર છે. આ દરેકની પ્રકૃતિ ભિન્ન ભિન્ન છે. અને સંસ્કારો જુદા જુદા છે. આ સંસ્કારોનું પોટલું લઈને આપણે અહીં આવ્યા છીએ. ડૉક્ટર વિઝીટે જાય ત્યારે સાથે બેગ રાખતા હોય છે. આપણે પણ જ્યાં જઈએ ત્યાં સંસ્કારોની પેટી લઈને જઈએ છીએ. અને પછી જીવનમાં ખેલ ચાલુ થઈ જાય છે. કોઈ માણસ ઘડી ઘડી ચિડાયા કરે છે. આપણને થાય કે આ આમ કેમ કરે છે? ચિડાવાનો અભ્યાસ કરતો કરતો આવ્યો છે, અને બરાબર ચિડાય છે. કોઈને સમજાવો તો સમજે અને કોઈ સમજે જ નહિ અને કોઈ એવા હોય છે કે સમજાવવા જાઓ તો આપણા ઉપર તૂટી પડે. જગતમાં જાતજાતના નમૂનાઓ છે. આ જુદા જુદા કેમ? આ ભિન્ન ભિન્ન કેમ ? આ બધો માલ એક સરખો કેમ નહિ? કારણ? પ્રત્યેક વ્યક્તિ સ્વતંત્ર છે. દરેક આત્મા, તેની ક્રિયા, અભ્યાસ, સંસ્કારો બધું સ્વતંત્ર છે. તમે અહીં આવો છો ત્યારે સંસ્કાર લઈને આવો છો. માટે કહીએ છીએ કે ભલા અને ડાહ્યા થઈને સંસ્કાર મજબૂત કરશો નહિ. ક્રોધ, અહંકાર, કામવાસના, ઈર્ષા, દ્વેષ, જુઠું બોલવું, For Personal & Private Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ પ્રવચન ક્રમાંક - પર, ગાથા ક્રમાંક - ૬૮-૬૯ ચોરી કરવી એ બધા સંસ્કારો છે. કોઈને છાનું છાનું ખાવાની ટેવ હોય છે. બિચારાં આદતથી લાચાર હોય છે. આપણી સાધનાનો ઘણો બધો વખત આ સંસ્કારો ભૂસી નાખવામાં જાય છે. આત્મ સાક્ષાત્કાર કરવા ૪૮ મિનિટથી વધારે ટાઈમ જોઈતો નથી. પરંતુ એ ૪૮ મિનિટ લાવવા માટે સંસ્કારો ભૂસતા હજારો વર્ષો લાગે છે. કારણ આપણે સંસ્કાર પાડવાનું પરાક્રમ કરીને આવ્યા છીએ. પ્રકૃતિ આવી કોણે ઘડી, જ્યાં ત્યાં તું તો આવી નડી.” આ પ્રકૃતિ કોણે ઘડી હશે? કોણ ઘડવા આવે? તે તો તારાથી જ ઘડાણી. તે પ્રકૃતિ જ્યાં ત્યાં તને નડવાની જ છે. કોઈ કવિએ કહ્યું છે કે “કાગડા કાશીએ જાય તો પણ કાળા, ઉજળા થાય નહિ રે લોલ.' મુંબઈથી કાગડાઓનો સંઘ નીકળે ને કાશીએ જઈ દર્શન કરી પાછા આવે ત્યારે હંસ જેવા ઉજળા થતા હશે ને? નહિ થાય. કેમ? જેના જેવા ઢળ્યાં હોય ઢાળા, તે કોઈ દિ બદલાય નહિ રે લોલ' આ ઢાળા પાડશો નહિ. આને કહેવાય છે જાગૃતિ, અવેરનેસ. ટૂંકમાં ફરી સાંભળી લ્યો કે વીતરાગતા પ્રાપ્ત કરવા માટે ૪૮ મિનિટ ઘણી છે. પરંતુ જૂનું જે કર્યું છે તે ભૂસવા માટે કેટલી બધી સાધના કરવી પડે? જંગલમાં જવું પડે. મુનિ થવું પડે, ઉપવાસો અને ધ્યાન કરવા પડે, ભૂલ કરી છે માટે સંસ્કારો ભૂસવા મથામણ કરવી પડે. કપડાં ઉપર ધૂળ ચડી હોય તો ખંખેરે એટલે કામ થઈ જાય. પરંતુ પ્રવાસમાં કપડાં ઘણા દિવસો પહેર્યા હોય, ગરમી બહુ હોય, પશીનો થયો હોય તો સાબુ લગાડવો પડે, પણ તેલના કે ક્રુડના ડાઘ પડ્યા હોય, ઉપર ધૂળ લાગી હોય અને તે કપડું ઘણા દિવસથી ભંડકિયામાં પડ્યું હોય અને પછી ધોવા બેસો તો એ કપડું ક્યારે ઉજળું થાય? તે કપડાને સાફ કરવા ઘણી જ મહેનત કરવી પડે છે. જગતમાં જાતજાતના સંસ્કારો જોવામાં આવે છે. કેટલાંકને તમે પહેલી નજરે જોશો તો અણગમો થશે. અને કેટલાકને પહેલી નજરે જુઓ તો વ્હાલ આવે. શું કારણ હશે? કંઈક અંદર કારણ છે. ક્યાંક ને ક્યાંક મિલન થયું હશે. કંઈક ગમો અણગમો, તિરસ્કાર, ગુસ્સો થયો હશે. કેટલાક લોકોને ગમે તેટલું કરો તો પણ ગણતરીમાં જ નહિ અને કેટલાક લોકોનું જરાક જેટલું કરો તો પણ ધન્યવાદ આપ્યા વગર રહેશે નહિ. આ બધી વિવિધતા ઉપરથી નક્કી થાય છે કે પુનર્જનમ છે. જન્મ લેવો એટલે જે કર્મ ભોગવવાના છે તે ભોગવવા નવા દેહમાં આવવું. સાધન તો જોઈએ ને? મુસાફરી કરવી હોય તો બસ, ટ્રેઈન કે પ્લેન, કંઈક સાધન જોઈએ. પરંતુ તમે તે સાધનથી જુદા છો. જનમ્યા પહેલાં પણ તમે હતા અને મૃત્યુ પછી પણ તમે હશો એવી અવસ્થા આત્માની છે. માટે હે શિષ્ય ! “આત્મા છે અવિનાશી” અભુત વાત કરી. આત્મા નિત્ય છે, આત્મા અવિનાશી છે. બીજી મૌલિક સિદ્ધાંતની વાત પરમકૃપાળુદેવે કરી છે. આત્મા દ્રવ્ય નિત્ય છે, પર્યાયે પલટાય; બાળાદિ વય ત્રણ્યનું જ્ઞાન એકને થાય. (૬૮) For Personal & Private Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૧૪૭ જૈન દર્શનના કેટલાક શબ્દો સમજી લ્યો. આ જગતમાં પદાર્થો છે, વસ્તુ છે. એ પદાર્થ કે વસ્તુ માટે જૈનદર્શનનો પારિભાષિક શબ્દ છે દ્રવ્ય. દ્રવ્ય એટલે વસ્તુ. પુદ્ગલ પણ એક વસ્તુ છે, પદાર્થ છે, દ્રવ્ય છે. આત્મા પણ વસ્તુ છે, પદાર્થ છે, દ્રવ્ય છે. પુદ્ગલમાં તમને અસંખ્ય વિભાગો જોવા મળશે. દા.ત. ફર્નિચર. ફર્નિચરની મોટી મોટી દુકાનો હોય છે. હજારો જાતના ફર્નિચર એક જ લાકડામાંથી બનાવેલાં હોય છે. હજારો જાતનાં ફર્નિચર ભલે હોય, પણ એને કહેવાય વસ્તુ. પરંતુ સમગ્ર વસ્તુ માટે જો વાત કરવી હોય તો તેને કહેવાય છે પુદ્ગલ. પુદ્ગલ વસ્તુ છે, આકાશ વસ્તુ છે અને આત્મા પણ વસ્તુ છે. અને વસ્તુને દ્રવ્ય કહેવાય છે. કોઈ પૂછે કે સાકર કેવી છે ? તો સાકર ગળી છે. મરચું કેવું છે ? તો મરચું તીખું છે. લીંબુ કેવું છે ? તો લીંબુ ખાટું છે. આ ગળાશ, તીખાશ, ખટાશ તે વસ્તુના ગુણ છે. અને ત્રીજી વાત એ કે તે વસ્તુની જુદી જુદી અવસ્થા પણ હોય. સાકરનો પહેલાં ગાંગડો હોય, સાકર વાટેલી પણ હોય, સાકર ચામાં પણ હોય, દૂધમાં પણ હોય. એ સાકર મીઠાઈમાં પણ હોય. આ બધી સાકરની જુદી જુદી અવસ્થા. તો ગુણ (શક્તિ) અને અવસ્થા આ બન્ને જેનામાં હોય તેને કહેવાય છે દ્રવ્ય. આત્મા દ્રવ્ય છે અને જ્ઞાન, શ્રદ્ધા, ચારિત્ર્ય, વીર્ય તેનાં ગુણો છે. અને તેમાં સમયે સમયે જે પરિવર્તન થાય છે તે તેની પર્યાયો છે. તો કેટલા શબ્દો આવ્યા ? દ્રવ્ય, ગુણ, પર્યાય. આ ત્રણ ઉપ૨ ૧૪ પૂર્વેની ઈમારત ઊભી છે. અવસ્થા વગર વસ્તુ હોઈ શકે નહિ. કોઈને કોઈ અવસ્થા વસ્તુમાં રહેશે જ. જેમકે પાણી દરિયામાં હોય તો તે આકારનું, નદીમાં હોય તો તે આકારનું, ખાબોચિયામાં હોય તો તે આકારનું અને લોટામાં હોય તો તે આકારનું. છે પાણી પણ આકાર જુદા જુદા. આને કહેવાય છે અવસ્થા અથવા પર્યાય. કોઈપણ વસ્તુ હોય તો તેના ગુણો પણ હોય, અને જુદી જુદી અવસ્થાઓ પણ હોય. આપણે એ સમજવું છે કે પાણી તો એનું એ જ છે. પરંતુ તમે ઘડામાંથી બહાર કાઢી બાલટીમાં નાખો તો આકાર બદલાયો ને ? ઘડામાં આકાર જુદો હતો અને બાલટીમાં તે જ પાણીનો આકાર જુદો થશે. પછી બાલટીમાંથી લોટામાં પાણી લીધું એટલે તેનો આકાર બદલાયો. લોટામાંથી ગ્લાસમાં પાણી લીધું તો આકાર બદલાયો. રહ્યું કોણ ? પાણી રહ્યું, પણ આકારો બદલાયા. આકાર કાયમ નહિ. પાણી કાયમ રહ્યું. આકાર બદલાશે વસ્તુ નહિ બદલાય. એ અપેક્ષાએ જો વિચાર કરીએ તો આકાર કાયમ નથી, વસ્તુ કાયમ છે. આત્મા દ્રવ્ય છે. દ્રવ્યની અપેક્ષાએ આત્મા નિત્ય છે અને પર્યાયની અપેક્ષાએ પલટાયા કરે તેવો છે, અનિત્ય છે. આત્મા દ્રવ્યે નિત્ય છે, પર્યાયે પલટાય છે. આ શબ્દોમાં ખૂબી છે. વસ્તુ એટલે આત્મા કાયમ ટકી રહેવાનો, વસ્તુ બદલાશે નહિ. પરંતુ ‘પર્યાયે પલટાય’ એટલે જુદી જુદી અવસ્થાને કા૨ણે એ બદલાય છે. આ આપણામાં બનતી અને બદલાતી ઘટના છે. For Personal & Private Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ પ્રવચન ક્રમાંક - પર, ગાથા ક્રમાંક - ૬૮-૬૯ એક સ્થૂળ અને આપણને સમજાય તેવું ઉદાહરણ આપું. અહીં બધા બેઠા છીએ તે લગભગ ૬૦, ૭૦, ૮૦ વર્ષના હશે. તમે જ્યારે જનમ્યા ત્યારે તમારો પહેલો દિવસ હતો. પછી દસ વર્ષના થયા, ત્યારે બાળક કહેવાયા. પછી ૨૦ થી ૨૫ વર્ષના થયા ત્યારે યુવાન કહેવાયા અને ૫૦ થી ૬૦ વર્ષ ગયાં એટલે વૃદ્ધ થયા. તો એ બાલ્યાવસ્થા આજે નથી, આજે યુવાવસ્થા પણ નથી, એ બધી અવસ્થાઓ ગઈ અને વૃદ્ધાવસ્થા આવી. પરંતુ તમે તો જે હતાં તે જ રહ્યાં. દેહની આ બધી અવસ્થાઓનું જ્ઞાન તમને એકને જ થયું ને? હું બાળક, હું યુવાન, હું વૃદ્ધ, તો ત્રણે જુદા જુદા નથી પણ તે જાણનાર તમે એક જ છો. તમે ઘરમાં હો ત્યારે ધોતિયું પહેર્યું હોય, અને બહાર જાઓ ત્યારે શર્ટ પેન્ટ પહેરીને જાઓ. રાત્રે લૂંગી પહેરીને ફરો. કોઈના ઉઠમણામાં જાઓ તો સફેદ કપડાં. તો આ પહેરનાર તો એકનો એક જ, કપડાં જુદાં જુદાં, તો પહેરનાર બદલાયો? ના, તે બદલાતો નથી. કપડાં બદલાય છે. કપડાં બદલવાથી વ્યક્તિ બદલાતી નથી. “આત્મા દ્રવ્ય નિત્ય છે, પર્યાયે પલટાય.” ટકીને બદલાવું એ સિદ્ધાંત છે. તમે ચકરડામાં તો બેઠા જ હશો. ચગડોળ ગોળ ગોળ ફરે છે. એ ચગડોળ ફરે છે અને સ્થિર પણ રહે છે. જો સ્થિર ન હોય તો ચગડોળ અને તમે બન્ને પડો, તેવી જ રીતે ગાડાનાં પૈડાં ફરે છે પરંતુ તેમાં જે ધરી હોય છે તે કાયમ અને સ્થિર છે. તો દ્રવ્ય કાયમ અને અવસ્થા બદલાય તેને કહે છે પર્યાય. હે શિષ્ય ! પર્યાયની અપેક્ષાએ વસ્તુ અનિત્ય છે. અને દ્રવ્યની અપેક્ષાએ વસ્તુ નિત્ય છે. માટે આત્મા નિત્ય છે અને તેની પર્યાયો એટલે કે અવસ્થાઓ બદલાય છે. અથવા જ્ઞાન ક્ષણિકનું, જે જાણી વદનાર; વદનારો તે ક્ષણિક નહિ, કર અનુભવનિર્ધાર. (૬૯) ક્ષણિક એટલે ક્ષણ માટે રહેનાર, ક્ષણ પહેલાં પણ નહિ અને ક્ષણ પછી પણ નહિ. અહીં તર્ક અને સિદ્ધાંત વગર સદ્ગુરુ કહે છે કે હે શિષ્ય ! મારે એ જાણવું છે કે આ વસ્તુ ક્ષણિક છે તે નક્કી કોણે કર્યું? એમ કહે કે એણે કર્યું તો ક્ષણ પહેલાં જે હતો તે ક્ષણ પછી પણ હોવો જોઈએ. વસ્તુ સાથે જો એનો નાશ થઈ જાય તો વસ્તુ, દ્રવ્ય ક્ષણિક છે તેમ કોણ કહેશે? આ દલીલ સમજાય છે? ક્ષણિકનું જ્ઞાન જેને થાય છે અને ક્ષણિક છે તે જાણીને બોલનારો ક્ષણિક તો નથી જ. નહિ તો કહેશે કેવી રીતે? એ બોલનાર કાયમ છે. પ્લેટફોર્મ ઉપર ટ્રેઈન આવે, નવ વાગ્યે ટ્રેન ઉપડે અને ડ્રાઈવર અગિયાર વાગ્યે આવ્યો. બની જ ન શકે ને? ગાડી ચલાવનાર તો પહેલાં હોવો જોઈએ ને? ગાડી ઊપડે તે પહેલાં પણ પ્રાઈવર હોવો જોઈએ અને ગાડી ઊભી રહે ત્યારે પણ પ્રાઈવર હોવો જોઈએ. ક્ષણિક વસ્તુ છે તે જેણે જાણ્યું તે ક્ષણિક નથી. જે વસ્તુ ક્ષણિક છે તેને જાણનાર પહેલાં પણ છે અને પછી પણ છે. ભાઈ ! તું અનુભવ કર અને નિર્ણય કરી લે. આના ઉપરથી નક્કી થશે કે આત્મા નિત્ય છે, આત્મા અવિનાશી છે, જગતમાં જે છે તે છે, અને જેમ છે તેમ છે, For Personal & Private Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૧૪૯ પરિવર્તન અને ફેરફાર થવા છતાં, ઉલ્કાપાત મચવા છતાં, ધરતીકંપ થવા છતાં, બધું પલટાતું હોવા છતાં કંઈ ઘટતું પણ નથી અને કંઈ વધતું પણ નથી. જેમ છે તેમ કાયમ રહેશે. પરિસ્થિતિ બદલાય પણ દ્રવ્યો તો તેનાં તે જ છે. વસ્તુ બદલાય પરંતુ તેનો સમૂળગો નાશ થાય તેવું ક્યારેય બનતું નથી. એ અર્થમાં વસ્તુ કાયમ રહે છે. માટી ખેતરમાં હતી. કુંભાર લઈ આવ્યો, ખૂંદી અને તેમાંથી ઘડો બનાવ્યો. ઘડો બજારમાં ગયો, તમે દુકાનેથી ઘડો લાવ્યા, પછી તેમાં પાણી ભર્યું, પંદર દિવસ, મહિનો, બે મહિના ઘડો ચાલ્યો. એક દિવસ ઘડો હાથમાંથી પડીને ફૂટી ગયો. ઘડો ગયો પણ ટૂકડા તો રહ્યા. એ કટકાઓ તમે ઉપાડી ફેંકી દીધા. માટીમાં ભળી ગયા. એ કચરો પાછો ખેતરમાં ગયો. ઘઉં થયા અને રોટલી બનીને તમારી પાસે આવી. તો માટી ક્યાં ગઈ ? અરે ! માટી તો રહી. તેમાંથી જુદા જુદા આકારો બન્યા પણ તેનો નાશ ન થયો. જગતમાં ક્યારે કોઈ વસ્તુનો કાયમ માટે નાશ થતો નથી, પણ રૂપાંતર થયા કરે છે. અને નાશ જો થાય તો શેમાં ભળે ? આ વાતની સ્પષ્ટતા ૭૦ મી ગાથામાં કરીશું. આવી કઠિન વાત હસતા મોઢે સાંભળો છો. કંઈ સમજાતું હોય કે ન સમજાતું હોય તે મને ખબર નથી. તમારે નક્કી કરવાનું છે. આ પરમાર્થની વાત દિલ ખુશ રાખીને ફરીથી એક વખત પ્રેમથી સાંભળશો તો આવતા જન્મમાં મહેનત ઓછી કરવી પડશે. ધન્યવાદ ! આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે માટે ધન્યવાદ. દરેકના અંતરમાં રહેલા પરમાત્માને મારા પ્રેમપૂર્વક નમસ્કાર. For Personal & Private Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ પ્રવચન ક્રમાંક ૫૩ પ્રવચન ક્રમાંક - ૫૩, ગાથા ક્રમાંક - ૭૦ ગાથા ક્રમાંક દ્રવ્ય ઉપર દૃષ્ટિ ઠેરવો ક્યારે કોઈ વસ્તુનો, કેવળ હોય ન નાશ; ચેતન પામે નાશ તો, કેમાં ભળે તપાસ. (૭૦) : ટીકાઃ વળી કોઈ પણ વસ્તુનો કોઈ પણ કાળે કેવળ તો નાશ થાય જ નહીં. માત્ર અવસ્થાંતર થાય, માટે ચેતનનો પણ કેવળ નાશ થાય નહીં. અને અવસ્થાંતરરૂપ નાશ થતો હોય તો તે કેમાં ભળે અથવા કેવા પ્રકારનું અવસ્થાંતર પામે તે તપાસ. અર્થાત્ ઘટાદિ પદાર્થ ફૂટી જાય છે, એટલે લોકો એમ કહે છે કે ઘડો નાશ પામ્યો છે, કંઈ માટીપણું નાશ પામ્યું નથી. તેછિન્નભિન્ન થઈ જઈ સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભૂકો થાય. તો પણ પરમાણુ સમૂહરૂપે રહે, પણ કેવળ નાશ ન થાય અને તેમાંનું એક પરમાણુ પણ ઘટે નહીં, કેમ કે અનુભવથી જોતાં અવસ્થાંતર થઈ શકે, પણ પદાર્થનો સમૂળગો નાશ થાય એમ ભાસી જ શકવા યોગ્ય નથી. એટલે જો તું ચેતનનો નાશ કહે, તોપણ કેવળ નાશ તો કહી જ શકાય નહીં, અવસ્થાંતરરૂપ નાશ કહેવાય. જેમ ઘટ ફૂટી જઈ ક્રમે કરી પરમાણુ સમૂહરૂપે સ્થિતિમાં રહે, તેમ ચેતનનો અવસ્થાંતરરૂપ નાશ તારે કરવો હોય તો તે શી સ્થિતિમાં રહે, અથવા ઘટના પરમાણુઓ જેમ પરમાણુ સમૂહમાં ભળ્યા તેમ ચેતન કઈ વસ્તુમાં ભળવા યોગ્ય છે તે તપાસ; અર્થાત્ એ પ્રકારે તું અનુભવ કરી જોઈશ તો કોઈમાં નહીં ભળી શકવા યોગ્ય, અથવા પરસ્વરૂપે અવસ્થાંતર નહીં પામવા યોગ્ય એવું ચેતન એટલે આત્મા તને ભાસ્યમાન થશે. (૭૦) - ૭૦ ફરીવાર આપણે ગહન ચિંતનમાં ઊતરીએ છીએ. એકલો જ આત્મા હોત તો જગત ન હોત. એકલામાં જગતનો સંબંધ નથી. જગતની ઘટના કે બનાવો નથી. જગત હોવામાં એક બીજા તત્ત્વનો ફાળો જોઈએ, એનો સહયોગ અને સાથ જોઈએ. એના સંયોગ વગર જગતનું હોવાપણું એ શક્ય નથી. જગત તો છે. તેનો ઈન્કાર કરવાની કોઈ જરૂર નથી. તમે જ્ઞાની ન હો તો પણ તમે આંખ ઉઘાડશો એટલે જગત સામે દેખાશે. જ્યાં વિવિધ પ્રકારના પ્રાણીઓ અને પુદ્ગલ પદાર્થો છે, વિવિધ ઘટનાઓ અને વિવિધ પ્રકારના બનાવો બને છે, જુદા જુદા સંયોગો છે. વિવિધ પ્રકારના પરિવર્તનો થાય છે. જાણે એક વિરાટ ખેલ જગતમાં ચાલી રહ્યો છે. જેમ મેળો ભરાય અને તેમાં લોકો જાતજાતની રમતો રમે છે તેમ જગત પણ એક મેળો છે અને તેમાં જાતજાતની રમતો રમાય છે. પરંતુ આ બધા મેળાની પાછળ, બનાવની અને ઘટનાઓની પાછળ શું એકલો આત્મા જ છે ? ના. જો એકલો આત્મા જ હોત તો આ અવસ્થા For Personal & Private Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૧૫૧ શક્ય ન બનત. કારણ કે આત્મા પોતે એવો ન હોવા છતાં તેને બીજી અવસ્થામાં આવવું પડે છે. કોઈક તેનું કારણ છે અને તે કારણ શોધવું તે મહત્ત્વનું છે. એ કારણ જ્યારે શોધવામાં આવશે ત્યારે આપણને સમજાશે કે જગતમાં અદ્વૈત નથી, વૈત છે. બે તત્ત્વો, બે સિદ્ધાંતો. બે ધારાઓ, બે પ્રણાલિકાઓ, બે વિભાગો અને બે તત્ત્વો છે. બે તત્ત્વો જુદા જુદા પણ છે અને સાથે સાથે બે તત્ત્વોનો સંયોગ જ્યારે થાય છે ત્યારે તેમાંથી જે પેદાશ થાય છે, નિપજ થાય છે, જે રચના થાય છે તેને સંસાર કહે છે. સંસાર એક સર્જન છે, ઘટના છે, રચના છે અને જાતજાતની ઘટનાઓ જગતમાં બને છે. જ્ઞાની કહે છે એ ઘટનાઓ બને તેમાં આશ્ચર્ય પામવા જેવું નથી, કારણ કે એ પણ જગતની વ્યવસ્થા છે. જેને જીવનમાં સાધના કરવી છે, જેને મોક્ષ શબ્દને જીવનમાં આત્મસાત્ કરવો છે, જેને મુક્ત થવું છે, તેને પહેલા બંધ તત્ત્વ સમજવું પડશે. જે બંધાયેલો છે તેની મુક્તિ થાય. બંધાયેલો ન હોય તો મુક્તિ કોની? કોણ બંધાય છે અને શેનાથી બંધાય છે? તે બન્ને જુદા જુદા હોવા જોઈએ. બંધાય છે તે જુદો અને જેનાથી બંધાય છે તે પણ જુદો. દોરડું ગાયના ગળામાં બાંધીએ છીએ તો ગાય બંધાય છે. બાંધનાર દોરડું અને બંધાય છે ગાય. કોણ બંધાય છે? શા માટે બંધાય છે? એવું શું બન્યું કે બંધાણો? આ બંધાયેલ આજકાલનો નથી પણ અનંતકાળનો છે. આપણને આ બંધન સહજ લાગે છે, સ્વાભાવિક લાગે છે. વ્યથા, દુઃખ કે મૂંઝવણ નથી અને આપણે બંધાયેલ છીએ તેનો કંટાળો પણ નથી. પશુ જ્યારે ખીલે બંધાય છે, ત્યારે શરૂઆતમાં પૂરી તાકાતથી તોફાન કરે છે કે બંધાવું ન પડે. ગોવાળ પણ પૂરી તાકાત વાપરી તેને બાંધે છે. વાછરડાને થોડો ટાઈમ ગમતું નથી, છૂટવા કોશિશ કરે છે પછી ધીમે ધીમે એ ટેવાઈ જાય છે અને તેને બંધન ખટકતું નથી. એ ટેવાઈ ગયો, એને આદત પડી ગઈ, અને ધીમે ધીમે એ પ્રકૃતિ બની ગઈ. પ્રકૃતિમાં ક્યાંય પણ દ્વન્દ્ર ઊભું થતું નથી. માટે જ મોક્ષની સાધના કરનારા જગતમાં આંગળીના વેઢે ગણીએ તેટલા જ રહેવાના. કારણ, બંધન ખટકે તો સાધના કરે ને? પહેલી વાત તો એ કે બંધન ખટકતું નથી. બંધન નથી જોઈતું એવો નિર્ણય જો થાય તો સાધના કરવા માટે સૂત્રો આપણી પાસે છે. આ બંધન ખટક્યા વિના જે કંઈપણ કરવામાં આવે છે તે આદત મુજબ, યાંત્રિક રીતે, પરંપરા મુજબ, મત માન્યતા મુજબ, કરવા ખાતર, લોકેષણાથી આપણે કરીએ છીએ. એક ગહન તત્ત્વના ઊંડાણમાં આજથી આપણે પ્રવેશ કરવાનો છે. આત્મા છે, અને આત્મા નિત્ય છે. તેની સ્પષ્ટતા થઈ. જગતમાં એક દ્રવ્ય, એક વસ્તુ છે, એક તત્ત્વ છે કે જે પોતે છે અને તે નિત્ય પણ છે. હોવું એક વાત છે અને કાયમ હોવું બીજી વાત છે. તમે છો, માત્ર છો એમ નહીં, કાયમ છો. સંયોગો અને અવસ્થાઓ છે પણ કાયમ નહિ. પરંતુ તેને જોનારો કાયમ છે. દેખાય છે તે કાયમ નહિ પણ તેને જોનાર છે તે કાયમ છે. જોનારો કોઈ For Personal & Private Use Only Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર પ્રવચન ક્રમાંક - ૫૩, ગાથા ક્રમાંક - ૭૦ જુદો જ છે. જો જોનારો એકલો હોત તો આ સમસ્યા કે ઉપાધિ ન હોત. પરંતુ શાસ્ત્રો કહે છે કે જગતમાં કર્યો છે એટલે આ બધી સમસ્યાઓ છે. જો કર્મો ન હોત તો આ સમસ્યા કે મૂંઝવણ ન હોત, અને આ બધી ઉપાધિમાં પડવું જ ન પડત. જેમકે ધ્યાન કરો, યોગ સાધો, પ્રાણાયામ કરો, વહેલાં ઊઠો, આશ્રમમાં જાવ, શિબિરમાં દાખલ થાવ. પાંચસો રૂપિયા ભરો. ત્રણ દિવસ ત્યાં બેસો અને સાંભળો. શા માટે આ બધું કરવું પડે? જો કર્મો જ ન હોત તો આ કશી ઉપાધિ ન હોત. અને કર્મો છે તેવો જેણે સ્વીકાર કર્યો છે પણ જો તેને કર્મો દૂર કરવાની ખટક નથી, તો તેને પણ અંદર મૂંઝવણ, વ્યાકુળતા કે વ્યગ્રતા નથી. એક ગહન સિદ્ધાંત લઈને આપણે આજની ચર્ચામાં ઊતરીએ છીએ. કોઈપણ ગહન સિદ્ધાંતની વાત આવે છે, ત્યારે આપણું મન તેમાં ડૂબતું નથી, ઊંડે ઊતરતું નથી. મનને દરિયા જેટલા ઊંડાણમાં ડૂબકી મારવી ગમતી નથી. ઉપર ઉપર છબછબીયાં કરવાં ગમે છે. ધર્મના નામે, અને ધ્યાનના નામે આપણને છબછબીયાં કરવાં ગમે છે, પરંતુ ઊંડાણમાં ડૂબકી મારવી નહિ ગમે. એટલા જ માટે પરમકૃપાળુદેવને ૭૧મી ગાથાથી એક મહત્ત્વની રજૂઆત કરવી છે. જગતમાં જે છે તેનું ધ્યાન દોરવું છે. કોઈ જ્ઞાની પુરુષે નવું કીધું નથી. એમણે જે કહ્યું તે આપણા ધ્યાન ઉપર ન હતું. એ ધ્યાન ઉપર લાવ્યા. કોઈપણ જાતનો પક્ષપાત કર્યા સિવાય, બહુ સ્પષ્ટપણે આપણે કહીએ કે જગતમાં જુદા જુદા ધર્મોએ તપની, જપની, પ્રાર્થનાની વાત કરી છે, ભક્તિની અને નિષ્કામ કર્મની વાત કરી છે, સમાજસેવા અને લોકકલ્યાણની વાત કરી છે, સ્વાધ્યાયની વાત કરી છે. દાન, તપ, સદાચાર, ધ્યાન, યોગ અને પરોપકારની વાત પણ કરી છે. પરંતુ એક વાત રહી ગઈ અને તે છે દ્રવ્ય, ગુણ અને પર્યાયની વાત. આઠમા ગુણસ્થાનથી અત્યંત મહત્ત્વની સાધનાની શરૂઆત થાય છે. ત્યાં કોઈ અનુષ્ઠાન કે આવશ્યક વિધાન નથી, ત્યાં કોઈ કર્મ કે ક્રિયા નથી. ત્યાં તો એક જ સાધના છે. “અનન્ય ચિંતન, અતિશય શુદ્ધ સ્વભાવ જો.” અનન્ય ચિંતનની આઠમા ગુણસ્થાન પછી શરૂઆત થાય છે. અહીંથી બે શ્રેણી શરૂ થાય છે. એક ઉપશમ શ્રેણી, બીજી ક્ષેપક શ્રેણી. એક સાધક કર્મ દબાવતો જાય છે, ઉપશમ કરતો જાય છે અને બીજો સાધક કર્મનો ક્ષય એટલે નિકાલ કરતો જાય છે. કર્મને દબાવવા તે ઉપશમ શ્રેણી અને કર્મનો નિકાલ કરવો તે ક્ષપક શ્રેણી. જે દબાવ્યું તે ક્યારેક ઊછળશે. આઠમા ગુણસ્થાનેથી નવમે પહોંચ્યો. અને ત્યાંથી દસમે અગિયારમે ગયો. અગિયારમે સ્પ્રીંગ ઊછળી અને પાછો આવ્યો. આ અસાધારણ ઘટના છે. અગિયારમે ગુણસ્થાને ગયેલો પણ પાછો નીચે આવે છે. પરંતુ એ રીટર્ન થયેલો પાછો ત્યાં કાયમ રહેવાનો નથી. એ પાછો જોર કરી ક્ષપક શ્રેણી માંડી શકે છે. ક્ષપક શ્રેણીનો અર્થ કર્મનો ક્ષય કરતા જવું. આ ક્ષપકશ્રેણીની સાધના એ ક્ષાયિક ભાવની સાધના છે, કર્મના ક્ષયની સાધના છે. શ્રેણી એટલે રચના. યુદ્ધમાં સૌથી મહત્ત્વની ઘટના સૈનિકોને કેમ ગોઠવવા, એ પણ એક કળા છે. અને સામા પક્ષમાં કેમ પ્રવેશ કરવો એ કળા પણ For Personal & Private Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૧૫૩ જાણવી પડે છે. જેમ યુદ્ધમાં એવી રીતે સૈનિકોની ગોઠવણી થાય કે સામા પક્ષનું જોર તૂટી જાય. તેમ કર્મનો ક્ષય કરવા માટે કર્મના દલિકોમાંથી રસધાત અને સ્થિતિ ઘાત કરી કર્મના દલિકોને ક્રમસર ગોઠવવા તે શ્રેણીની રચના. શ્રેણીની રચના કરવાથી કર્મક્ષય ઝડપથી થાય. આપણને કર્મક્ષયની પ્રક્રિયા કરવામાં ઘણો વખત લાગે છે. જ્યારે જ્ઞાની પુરુષ જે કામ કરે છે તે બધું ભેગું કરી એકી સાથે નિકાલ કરવાનું કામ કરે છે. કર્મનો નિકાલ જે ઘટનામાં થાય, જે અવસ્થામાં થાય તે ક્ષાયિકભાવની સાધના છે. ક્ષપક શ્રેણી એ રચના કરે છે. ક્ષેપક શ્રેણીમાં મુખ્ય સાધન ધ્યાન. અને તે ધ્યાનનો મુખ્ય વિષય દ્રવ્ય, ગુણ અને પર્યાય. ગહન ચિંતનનો વિષય દ્રવ્ય, ગુણ અને પર્યાય છે. પર્યાય એટલે અવસ્થા અને ગુણ એટલે શક્તિ અને દ્રવ્ય એટલે પદાર્થ. જગતમાં જે કંઈ પદાર્થો છે તે વસ્તુ છે, તે દ્રવ્ય છે, એ દ્રવ્યો જુદા જુદા હોઈ શકે છે. મૂળ દ્રવ્યો છ છે. છથી વધારે નહિ અને છથી ઓછાં પણ નહિ. જીવાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાળ. દ્રવ્ય એટલે વસ્તુ, દ્રવ્ય એટલે પદાર્થ, પદાર્થની બે બાજુ, કાયમ ટકે છે તે એક બાજુ અને ક્ષણે ક્ષણે પલટાય છે તે બીજી બાજુ. ક્ષણે ક્ષણે જે બદલાય છે તે પર્યાય છે. અને કાયમ જે ટકે છે તે દ્રવ્ય છે. પરમકૃપાળુદેવે કહ્યું કે આત્મા દ્રવ્યની અપેક્ષાએ ટકે છે અને પર્યાયની અપેક્ષાએ પલટાયા કરે છે. પલટવાનું કામ અંદર ચાલે છે, મૂળ વસ્તુનો નાશ થયા સિવાય. દરિયો તો સ્થિર છે પણ મોજાં બદલાય છે. તમને જોતાં આવડવું જોઈએ. દરિયા વગર મોજાં જોવાં નહિ મળે. અને મોજા વગર દરિયો જોવા નહિ મળે, પરંતુ એવું બનતું નથી કે દરિયો હોય અને મોજાં ન હોય. બન્ને એકી સાથે રહેવાનાં. દ્રવ્ય પણ રહેવાનું અને તેની પર્યાયો પણ રહેવાની. આમ પરિણમન પ્રત્યેક દ્રવ્યમાં થાય છે. વિજ્ઞાન એમ કહે છે કે ઈલેક્ટ્રોન ન્યુટ્રોન અને પ્રોટોન ત્રણે પ્રકારનાં પરમાણુઓ જગતમાં ફર્યા જ કરે છે. અને નિયત કરેલા ટાઈમમાં એક લાખ વખત પ્રદક્ષિણા કર્યા કરે છે. એ પદાર્થોમાં ક્ષમતા અને સામર્થ્ય છે. સમુદ્ર પલટાતો નથી એક વાત, મોજાં પલટાય છે બીજી વાત, અને મોજાં વગર સમુદ્ર નથી અને સમુદ્ર વગર મોજાં નથી એ ત્રીજી વાત. આનંદઘનજીએ કાવ્યની ભાષામાં કહ્યું છે કે... સ્થિરતા એક સમયમેં ઠાને, ઉપજે વિણસે તબહી, ઉલટ પલટ ધ્રુવસત્તા રાખે, યા હમ સુની ન કબહી. અવધૂ, નટ નાગરકી બાજી. કોઈ કુશળ ખેલાડી જેમ ખેલે છે, તેમ આ ઠેકાણે નટ નાગર એટલે ચતુર નાગર બાજી ખેલી રહ્યો છે, અને તે એવી બાજી છે કે એક સમયમાં સ્થિરતા પણ છે અને એક સમયમાં ઉત્પાદ અને એક સમયમાં વ્યય પણ છે. સ્થિર રહેવું, ઉત્પન્ન થવું અને નાશ પામવો. આવી ત્રણ અવસ્થા એક દ્રવ્યમાં બને છે. તમને બે વસ્તુ જોવા મળશે. એક નાશ પામે છે તે અને એક For Personal & Private Use Only Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ પ્રવચન ક્રમાંક - પ૩, ગાથા ક્રમાંક - ૭૦ કાયમ ટકે છે તે. જે નાશ પામે છે તેની તરફ તમે જોઈ રહ્યા છો અને જે સ્થિર રહે છે તેને તમે જોતાં જ નથી. નાશ પામે છે તેના તરફ જોવું તેને મોહ કહે છે અને જે સ્થિર રહે છે તેના તરફ જોવું તે ધર્મ છે. કોના તરફ જુઓ છો? ચૈતન્ય મૂર્તિ ભગવાન તરફ કે સ્થૂલ દેહ તરફ? દેહ બદલાયા કરે છે. શાસ્ત્રમાં ત્રણ અવસ્થાઓ વર્ણવી છે. બાલ્યાવસ્થા, યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થા. એક દિવસ તમે ઘોડિયામાં સૂતાં હતાં તે બાલ્યાવસ્થા છૂટી ગઈ. પછી યુવાવસ્થા આવી, તે પણ ગઈ, અને પછી વૃદ્ધાવસ્થા આવી. ત્રણે અવસ્થાઓ દેહમાં થઈ, પણ ત્રણે અવસ્થાને જાણનારો દેહથી જુદો છે. અને તે ત્રણે અવસ્થાઓ જુદી જુદી છે પણ જાણનારો તો તેનો તે જ છે. અને તે ત્રણે અવસ્થાને જાણે છે, સમજે છે. એ ઘટના એનામાં બને છે. જ્ઞાની પુરુષને અંદરની વાત કરવી છે. જ્ઞાન આત્માનો સ્વભાવ છે, ગુણ છે, એમાં પણ સમયે સમયે પરિવર્તન આવે છે, એની પર્યાયો આંતરિક છે. જ્ઞાન ગુણ છે તે હંમેશા સક્રિય છે. જ્યાં સક્રિયતા છે ત્યાં પલટો આવે છે પણ આત્મદ્રવ્યમાં ભેદ થયો નહીં. ભેદ કોનામાં થયો? ભેદ પર્યાયમાં થયો. પર્યાયમાં ભેદ પડ્યા વગર રહે નહિ. પર્યાયને જે જોવે છે તે મોહમાં જીવે છે અને દ્રવ્યને જે જોવે છે તે ધ્યાનમાં જીવે છે. જેની દૃષ્ટિ પર્યાય તરફ ગઈ તે મોહમાં એટલે અજ્ઞાનમાં જવાનો, પર્યાય તરફ દૃષ્ટિ ગઈ એટલે રાગદ્વેષ થવાના. આ ગમતું, આ અણગમતું એમ થાય. તમે ઝવેરીની દુકાનમાં જાવ અને સોનાના બીસ્કીટો ખરીદો. અને પછી તેમાંથી ઘરેણાં બનાવો. આ ગમતું, આ અણગમતું, આ પસંદ, આ ના પસંદ એમ રાગ દ્વેષ થાય છે. રાગ દ્વેષ પર્યાયમાં થાય છે. દ્રવ્યમાં નથી. અને રાગ દ્વેષ ટાળવા ગમે તેટલા પ્રયત્નો કરશો તો પણ નહિ ટળે. પર્યાય ઉપરથી દૃષ્ટિ હટાવ્યા સિવાય દ્રવ્ય ઉપર દૃષ્ટિ લગાવ્યા સિવાય, રાગ દ્વેષ નહિ ટળે. તો કરવાનું શું? જોર વાપરીને પર્યાય ઉપરથી દૃષ્ટિ હટાવીને તેને દ્રવ્ય તરફ વાળવાની છે, અને દ્રવ્યમાં ઠેરવવાની છે. જો દ્રવ્યમાં દૃષ્ટિ ઠરે તો પણ અવસ્થાઓ તો થશે, પર્યાયો થશે, ઘટનાઓ ઘટશે, બનાવો બનશે, પરિસ્થિતિઓ આવશે, સંયોગો બદલાશે. તમે તેને જોશો પણ ખરા, જાણશો પણ ખરા પરંતુ તમે ત્યાં અટકશો નહિ પણ દ્રવ્યને જ જોશો. દ્રવ્ય ઉપર ઠરીને કે દ્રવ્ય તરફ સ્થિર થઈ પર્યાયને જોવી તેના જેવી જગતમાં બીજી કોઈ સાધના નથી. પુનરાવૃત્તિ કરીને, દ્રવ્યમાં સ્થિર થઈ પર્યાયને જોવી. પર્યાય તો દેખાશે. તમે ના પાડશો તો પણ બંધ નહિ થાય. તો વાત શું આવી? અનંત ગુણ પર્યાયવાળું જે દ્રવ્ય તે મૂળ પદાર્થ છે અને તે ત્રણે કાળ રહેનાર છે. ત્રણે કાળ જે રહી શકે છે તેનો તમને ખ્યાલ નથી અને જે ત્રણે કાળ રહેવાનું નથી તેને ત્રણ કાળ રાખવા તમારી મથામણ છે. શરીર ત્રણે કાળ રહેવાનું નથી. કોને મરવું ગમે છે? શરીરને ત્રણે કાળ રાખવા આપણી મથામણ તો ખરી ને ? જ્યોતિષીને હાથ બતાવીએ છીએ કે જો ને, હું કેટલા વર્ષ જીવવાનો છું? જે વસ્તુ ત્રણે કાળ રહેવાની નથી For Personal & Private Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૧૫૫ તે તરફ તમારી નજર ઠરી છે અને તે ત્રણ કાળ ટકે એ માટે મથામણ છે. અને જે વસ્તુ ત્રણે કાળ ટકે છે તેના તરફ ધ્યાન જતું નથી. તેના કારણે અંદર મૂંઝવણ થાય છે. માટે મૃત્યુનો ભય લાગે છે. આનંદઘનજીએ કહ્યું કે દેહ વિનાશી, હું અવિનાશી, અપની ગતિ પકરેંગે, નાસી જાતી હમ સ્થિરવાસી, ચોખે હૈં નિખરેંગે, અબ હમ અમર ભયે ન મરેંગે. અધ્યાત્મ શાસ્ત્રનો પાયો આ છે કે દ્રવ્યને જુઓ અને પર્યાય પરથી દૃષ્ટિ હટાવો. પર્યાય એટલે અવસ્થા. અવસ્થા તો રહેશે જ. ભિન્ન ભિન્ન પર્યાયો રહેશે. પર્યાયો વસ્તુમાં થવાની, એ અવસ્થાઓ બદલાવાની, પરંતુ જેનામાં અવસ્થાની ઘટના ઘટે છે તે કાયમ રહેવાનું. તો શું કરવાનું આપણે ? જે કાયમ ટકે છે તેને શોધો. તમે માત્ર જુઓ છો જે કાયમ ટકતું નથી તેને. કાયમ ટકે છે તેને મેળવવાનું છે, તેને પ્રાપ્ત કરવાનું છે. કાયમ ટકતું નથી તે વર્તમાનકાળમાં છે ખરું, દેખાય છે ખરું; તેને જોવાનું, પણ જોઈને ત્યાં વિકલ્પ નહિ કરવાનો તો ધ્યાન થશે. દબાવીને આંખો બંધ કરશો, અને દબાવીને નાક બંધ કરશો તો ધ્યાન નહિ થાય. આંખો બંધ કરીને બેસશો તો પણ બધું દેખાવાનું. જે નથી જોવું તે પણ દેખાશે. જીવનનું પીક્સર તો બંધ આંખે પણ દેખાય છે. દ્રવ્ય પર્યાયવાળું છે તેવી સમજણ જો આવી જાય તો બરાબર ખ્યાલ આવશે કે તું જે ક્ષણિકની વાતો કરે છે તે પણ સાચી અને સાથે નિત્યપણું પણ ખરું. અને નિત્યની વાત કરો તો માત્ર નિત્ય નહિ, સાથે ક્ષણિક પણ ખરું. દાર્શનિક પરિભાષામાં કહીએ તો વેદાંત માત્ર નિત્યની વાત કરે છે, અને બૌદ્ધ દર્શન માત્ર અનિત્યની વાત કરે છે. વેદાંત એમ કહે છે કે જગતમાં પંદાર્થ નિત્ય છે પરંતુ પરિવર્તન નથી, ટ્રાન્સફરમેશન નથી. તેઓ એરણનો દાખલો આપે છે. લોખંડનાં ઘાટ ઘડવા માટે એરણની જરૂર પડે છે. તેના ઉપર જુદા જુદા ઘાટ ઘડાય છે પણ એરણ તો એનું એ રહે છે, તેમ આત્મા એનો એ રહે છે. ઘણી વખત યુવાનીમાં તમારે કોઈ સાથે મિત્રતા થઈ હોય અને વર્ષો પછી અચાનક મળે તો તમે કહેશો, અલ્યા! તું તો સાવ બદલાઈ ગયો. આપણે મળ્યા ત્યારે તારા વાળ કાળા ભમ્મર જેવા હતા. શરીર ઘણું મજબૂત હતું. અત્યારે તો વાળ ચૂના જેવા સફેદ થઈ ગયા છે અને શરીર પણ નબળું પડી ગયું છે. આ શું થઈ ગયું છે ? આ થવાનું કારણ અવસ્થા છે. અવસ્થા બદલાય છે. જે બદલાય છે તે ક્ષણિક છે અને જે બદલાય છે તેને જોનારો ક્ષણિક નથી. વેદાંત દર્શન પદાર્થ નિત્ય છે તેમ કહે છે. બૌદ્ધ દર્શન પદાર્થ અનિત્ય કહે છે અને જૈનદર્શન વસ્તુ નિત્ય પણ છે અને અનિત્ય પણ છે એમ કહે છે, એ બન્નેને સાથે જોવી, જાણવી અને સમજવી. વસ્તુ નિત્ય પણ છે અને પર્યાયથી અનિત્ય પણ છે. તમારે માત્ર જાણવાનું છે, For Personal & Private Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ પ્રવચન ક્રમાંક - ૧૩, ગાથા ક્રમાંક - ૭૦ સમજવાનું છે. હે શિષ્ય ! તું કહે છે ને કે વસ્તુ ક્ષણિક છે, તો તારી વાત માની કે વસ્તુ ક્ષણિક છે. ક્ષણમાં તે વસ્તુ જાણી. જે વખતે તે વસ્તુ જાણી ત્યારે બોલતો નથી. પરંતુ તું તેને જાણ્યા પછી બોલે છે. જાણ્યા પછી બોલે તો બોલનાર તો હાજર હોવો જોઈએ ને? એ બોલનાર જો હાજર ન હોય તો વસ્તુ ક્ષણિક છે તેમ કહેશે કોણ? ક્ષણિક છે તેમ જેણે જાણ્યું તે બોલનાર પોતે ક્ષણિક નથી પણ જે જાણવામાં આવે છે તે ક્ષણિક છે. પરમકૃપાળુ દેવને કહેવું છે કે વસ્તુ ક્ષણિક છે તેમ જાણનારો આત્મા ક્ષણિક નથી. એ નિત્ય છે, સતત હાજર છે. છેલ્લે એ વાત કરી કે જગતમાં વિનાશની પરંપરા ચાલે છે. તે માટે એક શબ્દ વપરાય છે ભાંજઘડ. આ શબ્દ મૌલિક છે. ભાંજઘડ એટલે ભાંગી જવું અને ઘડવું. ભાંજ એટલે ભાંગી જવું અને ઘડ એટલે ઘડવું. ભાંગવું અને ઘડવું એ બે જ ખેલ જગતમાં ચાલે છે. આ બે ખેલને જોનારો તેનાથી જુદો છે. કોઈ પણ વસ્તુનો કેવળ નાશ થતો નથી. નિયમ એવો છે કે વસ્તુને સમૂળગી નષ્ટ કરવાનો જગતમાં ઉપાય જ નથી. વસ્તુ કાયમ ટકશે. બદલાશે ખરી પણ ત્રણે કાળ ટકશે. માટે ચૈતન્ય નાશ પામતું નથી. જગતના પુદ્ગલ પદાર્થો નાશ પામતા દેખાય છે, પરંતુ સમૂળગા નાશ પામતા નથી. આપણે કહીએ છીએ કે ખેતરમાં ઘાસ હતું, તે ગાયે ખાધું. તે ઘાસમાંથી દૂધ થયું. તેમાંથી દહીં બન્યું, તેવી રીતે ઘણી વેરાઈટીઓ બની. તમે ખાધી, પેટમાં ગઈ. મળ થયો. અને એ મળ ખાતર બની પાછો ખેતરમાં ગયો. વસ્તુનું રૂપાંતર થયું, પણ મૂળ વસ્તુ તો એની એ જ છે. પદાર્થની અવસ્થાઓ બદલાય છે. તેનો કાયમ નાશ થતો નથી. આટલી વાત કરીને હવે એ વાત તરફ ધ્યાન દોરવું છે કે આ જગત શું છે? આ જગતની પાછળ કયા પરિબળો કામ કરે છે ? તે નક્કી કરવા જુદા જુદા ચિંતકોના જુદા જુદા અભિપ્રાયો છે. જુદી જુદી માન્યતાઓ છે જુદા જુદા દર્શનો પણ છે. તેમનો આ ત્રણ ગાથાઓમાં સંક્ષેપમાં સમાવેશ કર્યો છે, તો ધીરજથી સમજવું, કારણ કે મૂળ વસ્તુમાં પ્રવેશ કરવો છે. જગત દ્વન્દ્રોથી બને છે. સંસાર દ્વત્ત્વોથી બને છે. એકથી રમત ન રમાય. બે જોઈએ. આપણે રમવુ હોય ત્યારે બીજાને શોધીએ છીએ કે તમે આવો તો રમત રમી શકાય. એકાકી રમત રમી શકાતી નથી. ક્રિકેટની રમત રમવી હોય તો બે ગ્રુપ જોઈએ. રમત રમવામાં કમ સે કમ બે જણ તો જોઈએ જ. એમ જગતમાં દ્વન્દ્ર છે. અને દ્વન્દ્રથી જગત ચાલે છે. દ્વતથી જગત ચાલે છે. એક ભાગીદાર તેનું નામ આત્મા. અને તે નિત્ય છે. બીજો ભાગીદાર કોણ છે તેની ઓળખાણ આ ૭૧મી ગાથાથી કરાવે છે. આત્મા કર્મનો કર્તા નથી, એમ શિષ્ય કહે છે - કર્તા જીવ ન કર્મનો, કર્મ જ કર્તા કર્મ; અથવા સહજ સ્વભાવ કાં, કર્મ જીવનો ધર્મ.' (૭૧) For Personal & Private Use Only Page #208 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૧૫૭ આ બીજો ભાગીદાર છે તેનું નામ કર્મ, કર્મ બીજો પાર્ટનર છે, બંને મળીને જગતની ઘટના બને છે, સંસારની ઘટના બને છે. હરિભદ્રસૂરિજીએ ત્રણ સૂત્રો આપ્યા છે. એક સૂત્ર આત્મા છે તે નિત્ય છે, તે એક પાર્ટનર. બીજું સૂત્ર કર્મ પણ છે તે બીજો પાર્ટનર. અને ત્રીજી વાત તે બન્નેનો સંયોગ પણ છે. આત્મા છે, તે નિત્ય છે, કર્મ છે, કર્મનો સંયોગ પણ છે અને આત્મા તથા કર્મના સંયોગથી જે રચના થાય છે તેનું નામ સંસાર. કંઈ વાત સ્પષ્ટ થાય છે? એકલો આત્મા હોય તો સંસાર નથી. એકલાં કર્મ હોય તો પણ સંસાર નથી. કર્મ જડ છે, આત્મા ચૈતન્ય છે. એકલો ચેતન શું કરશે? આ ખેલમાં બે જણ સામેલ હોવા જોઈએ. એકની ઓળખાણ કરી, હવે બીજાની ઓળખાણની શરૂઆત આપણે કરીએ છીએ. જગત તો અદ્ભુત છે. જગતમાં કેટલાં બધાં પ્રાણીઓ? કેટલા જન્મ લેવાનાં સ્થળો, કેટલી અદ્ભુત ઘટનાઓ, કેટલા બધા બનાવો, ભાવો, વિકારો અને કેટલી બધી વૃત્તિઓ અને વાંછનાઓ. કેવી પસંદગી અને નાપસંદગી, જાતજાતના સ્વભાવ, કેટલીયે જાતના સંસ્કારો હોય છે. એક ઘરમાં દસ જણાં હોય પણ દસેના સંસ્કાર સરખા ન હોય. દરેકની પ્રકૃતિ પણ જુદી હોય. અને દરેકની આકૃતિ પણ જુદી હોય અને દરેકનો વ્યવહાર પણ જુદો હોય. એકને ગમે તેટલું તમે કહો તો પણ ટાઢો બરફ જેવો, અને બીજાને જરાક કહો ત્યાં ઊકળી ઊઠે. આ બધા ઘરમાં સાથે રહે પરંતુ બધાના સંસ્કાર જુદા જુદા. બધાંના ખેલ જુદા જુદા છે. આની પાછળ કોણ છે ? આ બધાની પાછળ બે પાર્ટનર છે. એકનું નામ આત્મા અને બીજાનું નામ કર્મ. આ બન્નેના સંયોગથી જગતમાં ખેલ થઈ રહ્યો છે. કર્મ છે” એમ જૈન દર્શનને કહેવું છે પરંતુ તે કહેતા પહેલા શિષ્ય કેટલાક વિકલ્પો આપે છે. હવે શિષ્યના પક્ષની વાત આપણે કરીએ છીએ. * કર્તા જીવ ન કર્મનો, કર્મ જ કર્તા કર્મ; અથવા સહજ સ્વભાવ કાં, કર્મ જીવનો ધર્મ આ નાનકડી ગાથા ચાર ભાગમાં છે. (૧) જીવ કર્મનો કર્તા નથી. (૨) કર્મ જ કર્મનો કર્તા છે, (૩) અથવા કર્મ એ જીવનો સહજ સ્વભાવ છે. (૪) કર્મ જ જીવનો ધર્મ છે. તમારે આ રીતથી જોવું પડશે. ફ્રન્ટીયર મેલની જેમ દોડશો તો નહીં સમજાય. - પહેલા ભાગમાં શિષ્ય કહે છે કે આત્મા કર્મનો કર્તા નથી. આ બહુ મહત્ત્વની વાત છે. જો આત્મા કર્મનો કર્તા નથી તેમ નક્કી થઈ જાય, તો કર્મ નિમિત્તે જે કંઈ ઉપાધિ થઈ છે, તેનું નિરાકરણ કરવાની જવાબદારી આપણી નહિ રહે. તમે કોઈ પાસેથી હજાર રૂપિયા લીધા હતા, તેનું વ્યાજ ઘણું થયું. તમે કોઈને પૂછ્યું કે હવે શું કરવું? વ્યાજ ઘણું છે આપતાં બહુ ભારે પડે તેમ છે. તેણે કહ્યું કે મૂડી લીધી જ નથી એમ કહી દે. ના પાડી દે. ઉપાધિ ગઈ. પરંતુ આ સારું ન કહેવાય. જ્ઞાની પુરુષો કહે છે કે તમે હજાર રૂપિયા લીધા છે તેમ સ્વીકારવું પડે. તમે જીવનમાં જે કંઈ કર્યું છે તેનો સ્વીકાર કરો તો આ બધા ઉપાયો છે. કર્મનો સ્વીકાર કરો પછી જ For Personal & Private Use Only Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ પ્રવચન ક્રમાંક - ૫૩, ગાથા ક્રમાંક - ૭૦ સાધના કરી શકશો. સાધના થશે આત્મામાં. કર્મમાં નહિ થાય. કર્મનો તો નિકાલ કરવાનો છે. જેણે બાંધ્યાં તેને નિકાલ કરવાનો છે. પરંતુ સાહેબ ! આત્મા કર્મનો કર્તા જ નથી તો નિકાલ કરવાનું અમારા ઉપર કેમ આવે? પહેલી વાત તો એ જ કહીએ છીએ કે આત્મા કર્મનો કર્તા નથી. આ વાત જો સાચી ઠરી જાય તો બધી મથામણ, પ્રત્યક્ષ સદ્દગુરુ, પરોક્ષ સદ્ગુરુ, આસનો અને સાધનાઓ બધું છૂટી જાય. આત્મા કર્મનો કર્તા નથી તો બહુ નિરાંત થઈ જાય. પહેલી વાત, દરેક દેહધારી જીવો જુદા જુદા દેખાય છે. એ સુખ દુઃખ પામે છે. સંયોગો જુદા જુદા ભોગવે છે. એ બધું શેના કારણે થાય છે? કેમ થાય છે? અમે કહીએ છીએ કે એનું કારણ તમે પોતે છો. શિષ્ય તો એમ જ કહે છે કે કર્મનો કર્તા આત્મા નથી. આગળ આ વાતનું સદ્ગુરુ સમાધાન કરશે. બહુ એકાગ્રતાથી, બહુ તન્મયતાથી, આ વાત સમજજો. એક વખત આત્મસિદ્ધિ સમજી લીધી હશે તો ૧૪ પૂર્વના દરિયામાં તમે નાનકડી હોડી લઈ તરી શકશો. ચૌદપૂર્વનો દરિયો તરવા માટે આત્મસિદ્ધિ શાસ્ત્ર મજબૂત નૌકા છે. એવો કોઈ સિદ્ધાંત નથી કે જેની વાત આત્મસિદ્ધિમાં થઈ ન હોય. જગતમાં સુખ છે, દુઃખ છે, જાતજાતનાં પ્રાણીઓ છે. જાતજાતના બનાવો છે. જાતજાતની ઘટનાઓ છે. તો તેનું કારણ શું? અમે કહીએ છીએ કે તેનું કારણ કર્મ છે. તેની સ્પષ્ટતા આગળ થશે. ધન્યવાદ!આટલીધીરજપૂર્વક સાંભળ્યું તે માટે ધન્યવાદ.દરેકના અંતરમાં રહેલા પરમાત્માને મારા પ્રેમપૂર્વક નમસ્કાર. For Personal & Private Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૧૫૯ પ્રવચન ક્રમાંક - પ૪ ગાથા ક્રમાંક - ૦૧ થી ૦૩ ત્રીજી શંકાઃ આત્મા કર્મનો કર્તા નથી કર્તા જીવ ન કર્મનો, કર્મ જ કર્તા કર્મ, અથવા સહજ સ્વભાવ કાં, કર્મ જીવનો ધર્મ.” (૭૧) ટીકાઃ જીવ કર્મનો કર્તા નથી, કર્મના કર્તા કર્મ છે. અથવા અનાયાસે તે થયા કરે છે. એમ નહીં, ને જીવ જ તેનો કર્તા છે એમ કહો તો પછી તે જીવનો ધર્મ જ છે, અર્થાત્ ધર્મ હોવાથી ક્યારેય નિવૃત્ત ન થાય. (૭૧) કર્યતંત્ર ન હોય તો તમામ ધર્મશાસ્ત્રો, દર્શનશાસ્ત્રો, તત્ત્વજ્ઞાનનાં શાસ્ત્રો, સાધનાનાં શાસ્ત્રો અને ધ્યાનમાં શાસ્ત્રોની કંઈ જ જરૂર નથી. જરૂર તો જ પડે કે જો તમે કર્યતંત્રનો સ્વીકાર કરો તો. જો આત્મા કર્મનો કર્યા હોય તો જ કર્મનો સ્વીકાર થાય. શિષ્ય પહેલાં જ ઘા કરે છે જીવ કર્મનો કર્તા નથી. સાહેબ ! જો આત્મા કર્મનો કર્તા નથી, એ સાચું ઠરી જાય તો, બધી સાધનાની જાળમાંથી મુક્ત થઈ જવાય. મંદિરોની જરૂર નહિ, સાધુઓ અને સ્વાધ્યાયકારોની પણ જરૂર નહિ. આશ્રમોની અને તેની વ્યવસ્થાની જરૂર નહિ. જો કર્મ ન હોય તો બધા પ્રશ્ન શમી જાય, પરંતુ એમ નથી, માટે શિષ્યની બધી શંકાઓ ગુરુદેવ સાંભળે છે અને જવાબ આપે છે. શિષ્ય પ્રથમ એ વાત કરી કે આ આત્મા કર્મનો કર્તા નથી. આ જગતમાં જે કંઈ જુદી જુદી અવસ્થાઓ દેખાય છે, આ જે ભિન્નતાઓ દેખાય છે, આ જે સંયોગો દેખાય છે તે જુદા જુદા છે. આ બધું અકારણ હશે? તેની પાછળ કોઈ નિયમ કામ કરતો નહિ હોય? શું આ અકસ્માત હશે? એમને એમ થતું હશે? કોઈ જુદી અવસ્થા કે ગુપ્ત રહસ્ય હશે? શાસ્ત્રો કહે છે, સાચું કહીએ તો બીજું કશું જ નથી. જે કંઈ છે તે બે દ્રવ્યો વચ્ચેનો ખેલ છે. તેમાં એક આત્મદ્રવ્ય છે અને બીજું પુદ્ગલ દ્રવ્ય છે. પુદ્ગલ દ્રવ્યનો એક વિભાગ એ કર્યતંત્ર છે. આ જગતમાં આપણા સ્થૂલ જીવનના મુખ્ય અને મૂળ સાધનો શરીર, ઈન્દ્રિયો, ભાષા, મન, શ્વાસોચ્છવાસ તથા આયુષ્ય છે, અને તે બધાં પુગલ દ્રવ્યમાંથી બને છે. તેની સાથે આ કર્મતંત્ર પણ પુદ્ગલ દ્રવ્યમાંથી બન્યું છે. કર્મતંત્રના મટીરીયલને શાસ્ત્રીય પરિભાષામાં કાર્મણ વર્ગણા કહેવામાં આવે છે. કાશ્મણ વર્ગણા એટલે કર્મ તરીકે કામમાં આવે તેવો પરમાણુઓનો જથ્થો. જેમ ઘઉંનો લોટ પડ્યો હોય તો તેમાંથી રોટલી થાય, ભાખરી થાય, શીરો અને લાપસી પણ થાય. આ ઘઉંના લોટમાંથી બધું બની શકે. ઘઉંમાંથી જુદી જુદી વેરાયટી થાય છે તેમ પુદ્ગલ દ્રવ્યમાંથી For Personal & Private Use Only Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ પ્રવચન ક્રમાંક - ૫૪, ગાથા ક્રમાંક - ૭૧ થી ૭૩ આ જુદી જુદી વેરાયટી થાય છે. તમારી પાસે શું છે ? શરીર એક, ઈન્દ્રિયો બે, મન ત્રણ, શ્વાસોચ્છવાસ ચાર, આયુષ્ય પાંચ ભાષા છે, અને સાતમી વાત બહુ મહત્ત્વની છે તે કાર્પણ વર્ગણાના પરમાણુઓમાંથી બનેલાં કર્મો છે. આ કર્મ એમને એમ બનતાં હોય? કર્યા વગર બનતા હોય? સ્વાભાવિક બનતાં હોય? કર્મ કરે કોઈ અને વળગે કોઈને? આવું થતું હોય તો મોટી અવ્યવસ્થા થઈ જાય. પરંતુ શિષ્ય આ બધું કંઈ વિચારતો નથી. તેને તો જ આત્મા કર્મનો કર્તા નથી તેમ નક્કી થઈ જાય તો આ બધી વાતમાંથી છૂટ્યા. ધર્મમાંથી છુટકારો, ધ્યાનમાંથી છુટકારો, સાધનામાંથી અને દર્શનશાસ્ત્રમાંથી છુટકારો. પછી ક્યાંય જવાની જરૂર જ નથી. મંદિરમાં કે ઉપાશ્રયે, ગુરુઓ કે સદ્ગુરુ પાસે, કશે જવાની જરૂર નથી. | પહેલી વાત શિષ્યને કરવી છે કે ગુરુદેવ, આત્મા છે તે વાત સ્વીકારી, આત્મા નિત્ય છે તે વાત પણ સ્વીકારી અને સંતોષ થયો, પણ અમને એમ થાય છે કે આત્મા કર્મનો કર્તા નથી પરંતુ કર્મ જ કર્મનો કર્તા છે. કર્મ જ કર્મને કરે છે, આત્માને વચ્ચે ન લાવો. આના સંબંધમાં આગળ ગાથા આવવાની છે, તેનું પહેલું વાક્ય છે ‘ભાવકર્મ નિજ કલ્પના, માટે ચેતનરૂપ.' એ આવશે ત્યારે ભાવકર્મ, દ્રવ્યકર્મ અને નોકર્મ, એમ કર્મ ત્રણ પ્રકારનાં છે, તેની ચર્ચા થશે. આજે પણ ધરતી ઉપર જૈનદર્શનમાં કર્મશાસ્ત્ર છે અને તેના ઓછામાં ઓછા એક કરોડ શ્લોક છે. કર્મભૈરવી, લોકપ્રકાશ, ગોમ્મદસાર, ક્ષપણાસાર, લબ્ધિસાર છ કર્મગ્રંથ, આ બધા કર્મ તંત્રના શાસ્ત્રો છે. તમને આ બધી વાતો વાંચવી કઠિન લાગશે. આ જીવને તત્ત્વજ્ઞાન તરફ વલણ, ઢલણ ઓછું છે. એ કરોડ શ્લોકમાં કર્યતંત્રની વ્યવસ્થા સમજાવેલ છે, કર્મનો બંધ, ઉદય, ઉદીરણા, સત્તા વિગેરે. કર્મ કેવી રીતે બંધાય છે ? ક્યારે ઉદયમાં આવે છે? કેવી રીતે ભોગવવા પડે છે? ભોગવતી વખતે શું વ્યવસ્થા થાય છે? કયું દ્રવ્ય? કયું ક્ષેત્ર? કયો કાળ ? ક્યો ભાવ? ક્યો ભવ? કઈ યોનિ? ક્યાં? ક્યારે? કેવી રીતે? કેટલાં ટાઈમ માટે સ્થિતિ? અને શક્તિ કેટલી? અનુભાગ-રસ કેટલો? દળ કેટલું? અને સમયે સમયે તેમાં શું થાય છે? હું આ બધું એકી સાથે બોલી ગયો-આ બધી વ્યવસ્થા કર્મ વિષયક શાસ્ત્રોમાં વર્ણવી છે. કર્મનો ઉલ્લેખ કરીએ ત્યારે ત્રણ શબ્દો આવશે. દ્રવ્યકર્મ, ભાવકર્મ અને નોકર્મ. તેમાંથી આપણે અહીં એક શબ્દનો ઉપયોગ કરીએ છીએ, દ્રવ્યકર્મ'. જુઓ પહેલાં કર્મ બંધાય. એ કર્મો એના ટાઈમે ફળ આપવા તત્પર થાય છે. જે કર્મ બંધાય છે તે કેવું ફળ આપશે તે પણ કર્મબંધ વખતે નક્કી થાય છે. કેટલી શક્તિથી આપશે તે પણ નક્કી થાય છે. કેવી રીતે આપશે? તે વખતે સાથે કોણ હશે તે પણ નક્કી થાય છે. તમે બધું ગોઠવીને આવ્યા છો. આ જે પતિ મળ્યો, આ પત્ની મળી, પુત્ર મળ્યો, સ્વજનો મળ્યા, મુંબઈ શહેર મળ્યું, ફલેટ મળ્યો આ બધું કેવી રીતે મળ્યું? આમાનું તમે શું ગોઠવીને આવો છો? તમને ક્યાં ખબર છે કે ભવિષ્યમાં શું થવાનું છે ? પછી ખબર પડે છે કે આ તો બધી માયા છે. જમ્યા પછી આ વિસ્તાર થયો, પત્ની, પુત્ર, ભાઈ, મારી બહેન, મારું ઘર, મારો ધંધો, આ ધંધાની આવક For Personal & Private Use Only Page #212 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૧૬૧ જાવક, આ મારું શરીર, આ ડાયાબીટીઝ. હવે ખબર પડી કે શરીરમાં આ બધું થાય છે. ગોઠવણ તમે નથી કરી પરંતુ ગોઠવણ આપોઆપ થાય છે. ગોઠવણ એટલી ચોક્કસ છે કે ટ્રેઈન મોડી પડે, પ્લેન મોડું પડે પણ કર્યતંત્ર ક્યારેય મોડું પડતું નથી. જે કાળે, જે ક્ષેત્રમાં, જે સ્થિતિમાં, જે રીતથી કામ કરવાનું હોય તે રીતે જ વ્યવસ્થિત કામ થાય છે. આટલી ચોક્કસ વ્યવસ્થા કર્યતંત્રની છે. કર્મ જ્યારે બંધાય છે ત્યારે જ બધી વ્યવસ્થા નક્કી થઈ જાય છે. આપણી પાસે, આપણી ફેક્ટરી છે. ચોવીસ કલાક ચાલે છે, સમયે સમયે, અટક્યા વગર કામ કરે છે. તમે આંખ ઉઘાડીને બંધ કરો તેમાં અસંખ્ય સમય થાય. એક સમયમાં જીવ સાત કે આઠ કર્મનો બંધ કરે છે અને આ કાર્ય સમયે સમયે થયા જ કરે છે. આ જીવ સખણો રહેતો નથી પછી પોક મૂકે છે કે અરેરે ! આ દુઃખ અમારે ભોગવવાનાં? પતિ સારો મળ્યો તો પાંચે આંગળિયેથી પુણ્ય કર્યા હશે. પત્ની સારી મળી તો ભાગ્ય સારું હશે. પરંતુ જો મનમેળ ન હોય તો ક્યાંથી ભટકાણા? ભટકાણા નથી પણ નિયમ પ્રમાણે મળ્યું છે. જે કંઈ થાય છે તે નિયમ પ્રમાણે થાય છે. જે કર્મ બંધાય છે તે નિયત ટાઈમે જ ફળ આપે છે. અને જ્યારે ફળ આપે છે, તે વખતે ફળ ભોગવતાં ન આવડે તો નવાં કર્મો પાછાં બંધાય છે. શિષ્યને એમ કહેવું છે કે છોડો આત્માની વાત, છોડો જીવ કર્મનો કર્યા છે તે વાત. ખરેખર તો કર્મ જ કર્મને કરે છે. તો હવાલો કર્મના ખાતે ગયો. તો ભોગવશે કોણ? જે કરે તે ભોગવે. આત્મા કરતો નથી તો કર્મનાં ફળ આત્મા કેવી રીતે ભોગવશે? કર્મ ભોગવશે. જો આત્મા કર્મનો કર્યા છે, આત્માએ કર્મો કર્યા છે એ સ્વીકારીએ તો કર્મોથી છૂટવા કર્મ ક્ષય કરો, કર્મક્ષય કેમ કરવો? તો ધ્યાન કરો, મંદિરમાં જાવ, સ્વાધ્યાય કરો, ઉપાસના અને ભક્તિ કરો. તપ કરો, જપ કરો, વ્રત કરો, અનુષ્ઠાન કરો. પણ જો આત્મા કર્મનો કર્તા ન હોય તો આ બધામાંથી છુટકારો થઈ જાય. શિષ્ય આપણા તરફથી વાત કરે છે. આપણને પણ આવું ગમે છે અને આવું જ જોઈએ છે. તમે જો કર્તા ન હો તો કાંઈ ભોગવવું ન પડે. પરંતુ તમે જો કર્મનો કર્તા જીવ છે તેમ સ્વીકારો તો થાય ને? એક ભાઈ દાણચોરીનો વેપાર કરતા હતા. ચાલીશ પચાસ લાખનો માલ ભરીને તેનું વહાણ અરબસ્તાનમાંથી આવતું હતું. રસ્તામાં બધો માલ પકડાણો. નોકરે શેઠને ફોન કર્યો કે કસ્ટમ ખાતાએ માલ પકડ્યો છે. મારે હવે શું કરવું? શેઠે શાંતિથી કહ્યું કે કશું જ કરવાનું નથી, આ માલ અમારો નથી તેમ કહી દે. માલ અમારો છે તેમ કહો તો બધું વળગે. અને માલ અમારો નથી તેમ કહી દે તો બધી ઉપાધિ ટળી જાય. આત્મા કર્મનો કર્યા છે, તેમ કહો તો બધું વળગે અને આત્મા કર્મનો કર્તા નથી તેમ સ્વીકારો તો આ બધામાંથી છુટકારો થઈ જાય. જો તમારી ઈચ્છા એવી છે કે છુટકારો મેળવવો છે તો સ્વીકારી લો કે કર્મનો કર્તા જીવ નથી. પરંતુ વાસ્તવિક શું છે? પરમાર્થ શું છે? સત્ય શું છે? તથ્ય શું છે? તે નક્કી થવું જોઈએ. શિષ્યનો બીજો વિકલ્પ છે કે કર્મનો કર્તા કર્મ જ છે. દ્રવ્ય કર્મ ઉદયમાં આવે છે, ક્ષણે ક્ષણે For Personal & Private Use Only Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ પ્રવચન ક્રમાંક - ૫૪, ગાથા ક્રમાંક - ૭૧ થી ૭૩ ઉદયમાં આવે છે. જ્યારે કર્મ ઉદયમાં આવે છે ત્યારે ભોગવવાની વ્યવસ્થા થાય છે. અને એ ભોગવતી વખતે ભોગવતાં ન આવડે તો હર્ષ, શોક, રાગ, દ્વેષ, ગમવું, ન ગમવું, પ્રિય, અપ્રિય આ બધા ભાવો કરી પ્રત્યાધાત આપે છે તેથી નવાં કર્મો બંધાય છે. અને લીંક ચાલે છે. આવી લીંક બે પાંચ વર્ષથી નથી ચાલતી પણ અનંતકાળથી છે. આ લીંકમાં હજુ કશો ફેરફાર થયો નથી. આ આપણી વ્યવસ્થા, અને આપણું કર્મતંત્ર બરાબર કામ કરે છે. આ દ્રવ્યકર્મ છે તેને સાંખ્ય દર્શન પ્રકૃતિ કહે છે. ભગવદ્ ગીતાનો એક શ્લોક છે. प्रकृतेः क्रियमाणानि गुणैः कर्माणि सर्वशः । અદળારવિમૂઢાત્મા દિમિતિ મન્યતે II (૩/૨૭) પ્રકૃતિ કર્મ કરે છે. સાંખ્યદર્શને બે તત્ત્વ સ્વીકાર્યાં. એક પુરુષ (આત્મા) અને એક પ્રકૃતિ. (જડ, દ્રવ્યકર્મ.) સત્ત્વગુણ, રજોગુણ અને તમોગુણથી જે બને છે તેને કહેવાય છે પ્રકૃતિ. જૈન દર્શનમાં પ્રકૃતિ માટે શબ્દ છે દ્રવ્યકર્મ. દ્રવ્યકર્મ કહો કે પ્રકૃતિ કહો. આ પ્રકૃતિ કર્શી છે, કરવાવાળી છે. પ્રકૃતિ કરે છે માટે રચના થાય છે, કર્મ થાય છે. શાંતિથી સાંભળજો તો વસ્તુ સ્પષ્ટ થશે. પ્રકૃતિ જે કરે છે તેના ગુણો પણ છે. કર્મો પણ છે. પદ્ધતિ પણ છે અને ફળ પ્રકૃતિ ભોગવે છે. કરે છે પણ પ્રકૃતિ, ભોગવે છે પણ પ્રકૃતિ. વચમાં આત્મા ક્યાંય આવતો નથી. અમારું કહેવું છે કે કર્મ જ કર્મ કરે છે એ કર્મમાંથી પરંપરા ચાલે છે. ત્રીજી વાત – અથવા એમ સ્વીકારો કે તે સહજ સ્વભાવ છે. આત્મા કરતો નથી અને કર્મ પણ કરતા નથી. અનાયાસે એટલે કોઈપણ જાતના પ્રયત્ન વગર, પરિશ્રમ વગર કર્મ થાય છે. સહજ રીતે અનાયાસે કર્યા વગર થાય છે. બધા છુટ્ટા થઈ ગયા. આત્માને મુક્તિ મળી, કર્મને મુક્તિ મળી, બધું આવ્યું સહજ ઉપર. આ તો બહુ સારું કે કોઈપણ જાતની મહેનત કોઈ કરતું નથી અને એની મેળે સહજ કર્મની રચના થાય છે. આપણે તો નિષ્ક્રિય છીએ. આવું પણ માનનારા જગતમાં છે, આવો પણ એક માર્ગ છે, માન્યતા છે. (૪) છેલ્લી વાત, કર્મ જ જીવનો ધર્મ છે, જેમ જ્ઞાન આત્માનું લક્ષણ, જેમ શ્રદ્ધા આત્માનું લક્ષણ, તેમ કર્મ પણ આત્માનું લક્ષણ હોવું જોઈએ. આવું જો નક્કી થઈ જાય કે કર્મ કરવાં એ આત્માનો ધર્મ છે, તો જેમ જ્ઞાન વગર આત્મા રહી શકતો નથી, તેમ કર્મ વગર પણ આત્મા રહી શકતો નથી. તો તમે જે કર્મનો ક્ષય કરવાની વાત કરો છો તે કેવી રીતે થઈ શકે ? આત્મા કર્મથી મુક્ત કેવી રીતે થાય ? કારણ કે કર્મ કરવાં એ તો આત્માનો ધર્મ છે, સ્વભાવ છે. અને કદી પણ આત્મા કર્મથી મુક્ત ન થાય. ચાર વાતો કરી. (૧) જીવ કર્મનો કર્તા નથી. (૨) દ્રવ્યકર્મ એટલે પ્રકૃતિ કર્મને કરે છે અને જે કર્મ કરે છે તે જ ભોગવે. તો પ્રકૃતિ કરે અને પ્રકૃતિ ભોગવે. સાંખ્યદર્શનમાં એમ કહ્યું છે કે પ્રકૃતિ કર્મ કરે છે અને પ્રકૃતિ ફળ ભોગવશે. (૩) અથવા સહજ સ્વભાવ છે. તે કદી પણ નિષ્ક્રિય રહી શકે નહિ. કંઈપણ ન કરે તો છેવટે શ્વાસ તો લેશે ને ? શ્વાસ લે ત્યાં સુધી છેલ્લી For Personal & Private Use Only Page #214 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૧૬૩ તૈયારી ન થાય. ચાર પાંચ જણા નક્કી કરે કે આ શ્વાસ લે છે કે નહિ? નાક પર રૂનું પૂમડું મૂકો કે, માથા ઉપર હાથ મૂકો, પછી નક્કી થઈ જાય કે આ કારખાનું બંધ થઈ ગયું. હવે શ્વાસ લેવાતો નથી. છેવટની તૈયારી પછી જ થાય. શ્વાસોચ્છવાસ પણ છેવટ સુધી ચાલશે. (૪) કર્મ કરવાં તે આત્માનો ધર્મ છે. કર્મ જ કર્યા કરો. જગતમાં આવું દર્શન છે તેને મીમાંસા દર્શન કહે છે. વેદાંતનો એક ભાગ એમ કહે છે કે જીવોએ સતત જુદા જુદા પ્રકારનાં કર્મો કરવાં, યજ્ઞો કરવાં, વ્રતો કરવાં, અનુષ્ઠાન કરવા, પ્રવૃત્તિઓ કરવી. તેથી પુણ્ય બંધાય છે. પુણ્યથી સ્વર્ગ મળે છે. સ્વર્ગમાં સુખ મળે છે. જ્યાં સુધી ભોગવાય ત્યાં સુધી ભોગવવાનાં. ફરી મનુષ્ય લોકમાં આવવાનું. એમાં કંઈ ભૂલ થઈ જાય તો શિક્ષા ભોગવવા પશુગતિમાં આવવાનું. પરંતુ કર્મતંત્ર નિરંતર ચાલ્યાં જ કરે. માટે કર્મ આત્માનો ધર્મ છે. કર્મ આત્માનો સ્વભાવ છે. શિષ્યને આ ચાર વિકલ્પો આવે છે, તે તેણે સદ્ગુરુ સમક્ષ અહીં સુધી રજુ કરેલ છે. આત્મા સદા અસંગ ને, કરે પ્રકૃતિ બંધ; અથવા ઈશ્વરપ્રેરણા, તેથી જીવ અબંધ. (૭૨) માટે મોક્ષ ઉપાયનો, કોઈ ન હેત જણાય; કર્મતણું કર્તાપણું, કાં નહિ, કાં નહિ જાય. (૭૩) ટીકાઃ અથવા એમ નહીં, તો આત્મા સદા અસંગ છે, અને સત્ત્વાદિ ગુણવાળી પ્રકૃતિ કર્મનો બંધ કરે છે; તેમ નહીં, તો જીવને કર્મ કરવાની પ્રેરણા ઈશ્વર કરે છે, તેથી ઈશ્વરેચ્છારૂપ હોવાથી જીવ તે કર્મથી “અબંધ છે. (૭૨). માટે જીવ કોઈ રીતે કર્મનો કર્તા થઈ શકતો નથી, અને મોક્ષનો ઉપાય કરવાનો કોઈ હેતુ જણાતો નથી, કાં જીવને કર્મનું કર્તાપણું નથી, અને જો કર્તાપણું હોય તો કોઈ રીતે તે તેનો સ્વભાવ મટવા યોગ્ય નથી. (૭૩) હવે આ પાંચમો વિકલ્પ બહુ જ મહત્ત્વનો છે. સમજવા કોશિશ કરજો. અસંગ શબ્દ બહુ મહત્ત્વનો છે. જેમ કાદવમાં કમળ લેખાતું નથી અને પાણીથી ભીંજાતું નથી તેમ આત્મા સદા સંસારના કાદવમાં રહે છે, આસક્તિના જળથી એ વિકાસ પામે છે પરંતુ આત્મા સદા અસંગ છે. જેમ કમળ નિર્લેપ છે તેમ આત્મા પણ નિર્લેપ છે. આત્મા અસંગ હોવાના કારણે કંઈ કરતો નથી તો પછી કોણ કરે છે? “કરે પ્રકૃતિ બંધ.” આ જડ પ્રકૃતિ એટલે દ્રવ્ય કર્મ છે, તે કરે છે. અથવા તો જે કંઈ પણ કર્મો આત્મા કરે છે, એ પોતે કરતો નથી પણ ઈશ્વર તેને પ્રેરણા આપે છે. શિષ્ય આ છેલ્લો વિકલ્પ આપે છે. આપણે પણ કહીએ છીએ કે ઈશ્વર પ્રેરણા આપે છે. વ્યવહારમાં આપણે ખોટું કરીએ તો ઈશ્વરની મરજી એમ કહીએ છીએ, એનો અર્થ એ થયો કે તમે ખોટું કામ કરતા રહો એવી ઈશ્વરની મરજી હશે, પણ એવું હોતું નથી. For Personal & Private Use Only Page #215 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ક્રમાંક - ૫૪, ગાથા ક્રમાંક - ૭૧ થી ૭૩ મહાભારતમાં મહર્ષિ વ્યાસે એમ કહ્યું કે, કોઈ એવો પ્રેરણા દેનારો બેઠો છે કે જે માણસને પ્રેરણા આપે છે, તેથી તે સત્કર્મ દુષ્કર્મ કરે છે. ઈશ્વરની પ્રેરણાથી માણસ સારું અને ખોટું કરતો હોય અને ઈશ્વર જ બધું કરાવતા હોય તો જેને જે કરવું હોય તે કરે. તેની વૃત્તિ અને વાસના પ્રમાણે કરે. પોતાની ઇચ્છા પ્રમાણે કરે. પોતાની વૃત્તિ પ્રમાણે કરવું છે અને કહે છે કે ઈશ્વરે પ્રેરણા આપી. અમારે કંઈ કરવું ન હતું, પરંતુ ઈશ્વરે ધક્કો માર્યો કે આ કામ કર. ઈશ્વર પ્રેરણા સ્વીકારીએ તો જે કંઈ કરીએ છીએ તે ઈશ્વરની પ્રેરણાથી કરીએ છીએ, એટલે જીવ કર્મનો કર્તા નથી. ૧૬૪ આટલા વિકલ્પો આપ્યા પછી એક સિદ્ધાંત નક્કી થયો કે ‘તેથી જીવ અબંધ'. જીવ અબંધ છે. તે બંધાયેલો નથી અને બંધાતો પણ નથી. ફરી જરા યાદ કરી લઈએ. (૧) આત્મા કર્મનો કર્તા નથી. (૨) કર્મ જ કર્મને કરે છે. (૩) અનાયાસે કંઈ પણ કર્યા વગર સહજતાથી કર્મો થયા જ કરે છે. (૪) કર્મ જીવનો ધર્મ છે, સ્વભાવ છે, ગુણ છે. (૫) આત્મા અસંગ છે અને પ્રકૃતિ જ કર્મનો બંધ કરે છે. (૬) કર્મ કરવાની પ્રેરણા ઈશ્વર આપે છે તેથી કર્મ કરીએ છીએ. આટલા મુદ્દાઓ શિષ્ય રજુ કર્યા અને શિષ્ય કહે છે કે હે ગુરુદેવ ! આત્મા અબંધ છે. એ કર્મથી બંધાયેલ નથી. અને કર્મથી બંધાતો પણ નથી. માટે મોક્ષના ઉપાયનો હેતુ અમને જણાતો નથી. આત્મા કર્મનો કર્તા નથી એ નક્કી થઈ જાય તો મોક્ષ ઉપાયનો હેતુ કોઈ જણાતો નથી માટે સવારે ચાર વાગ્યે ઊઠો, પદ્માસન કરો અને પ્રાણાયામ કરો, આત્મામાં વૃત્તિ રાખો, મનથી વિચાર થતા હોય તો સાક્ષી ભાવથી, દ્રષ્ટા ભાવથી જોયા કરો. આમાંનું કશું જ કરવું ન પડે. શાસ્ત્રોમાં આટલાં બધાં વર્ણનો અને ઉપાયો બતાવેલા છે કે આમ કરવાથી મોક્ષ મળે છે. અમને તો આ બધું અર્થ વગરનું લાગે છે. કશું કરવાની જરૂર નથી. સાધુઓ અને પંડિતો સ્વાધ્યાય કરવા અમને બોલાવે છે પણ જો આત્મા કર્મથી બંધાયેલો છે જ નહિ તો આ બધી ઉપાધિ શા માટે ? આટલા બધા મુદ્દાઓ અમે રજુ કર્યા, એ બધાનું ફળ, એ બધાનો સારાંશ, અનુભવ એ આવ્યો કે મોક્ષના ઉપાયનો હેતુ અમને જણાતો નથી. છેલ્લું કારણ, કાં તો આ આત્મામાં કર્મનું કર્તાપણું નથી અને કર્તાપણું જો હોય તો તે કર્તાપણું કદી જાય નહિ. કાં તો આત્મા કરતો નથી અથવા સદાય કર્યા કરે છે. આ શબ્દોની ખૂબી જુઓ. કાં કર્મનું કર્તાપણું નથી, અને જો એમ કહો કે કર્મનું કર્તાપણું છે તો ‘કાં નહિ જાય’ તે નહિ જાય. કર્મનું કર્તાપણું જશે નહિ તો કર્મો કાયમ વળગેલાં જ રહેશે. જો આ કર્મનું લફરું કાયમ રહેશે તો અમે ભલા અને અમારાં કર્મો ભલાં. આ સંસારે ભલો અને સંસારની રખડપટ્ટીઓ ભલી. રોવું કે હસવું, સુખ કે દુઃખ જે હોય તે ભલે. આ ગડમથલ જિંદગીભર કર્યા કરવાની. શિષ્ય આ શંકાઓ તો રજુ કરી પરંતુ એક વાત મહત્ત્વની છે કે તે આ શંકાઓ રજુ કરે છે પરંતુ તેમાં તેનો આગ્રહ નથી કે આમ જ છે. તેની ભૂમિકા એવી છે કે તથ્ય અને સત્ય સમજાય તો ગુરુની વાત માનવા તે તૈયાર છે. તેને તો For Personal & Private Use Only Page #216 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૧૬૫ સમજવા માટે પ્રશ્નો થાય છે. ગમે તેમ થાય પણ આપણે તો આપણો આગ્રહ છોડવા તૈયાર નથી. આપણી માન્યતા અને આપણો મત છોડવા આપણે તૈયાર નથી. આપણે જે માનીએ છીએ તે મૂકવા આપણે તૈયાર નથી. મત અને માન એ બન્ને છોડવા ઘણાં કઠિન છે. લાખો રૂપિયા છોડી શકાય પરંતુ મત અને માન છોડી શકાતા નથી. શિષ્યે જે જે સૂત્રો આપ્યાં છે તે એક પછી એક સૂત્રો લઈને સદ્ગુરુદેવ તેને સમજાવશે. પદ-૩ હું આત્મા કર્તા છે તે સમાધાન સદ્ગુરુ કરાવે છે. હોય ન ચેતનપ્રેરણા, કોણ ગ્રહે તો કર્મ ? ન જડ સ્વભાવ નહિ પ્રેરણા, જુઓ વિચારી ધર્મ. (૭૪) ચેતન આત્માની પ્રેરણા જો ન હોય તો કર્મને કોણ ગ્રહણ કરે ? શું કહેવું છે ગુરુદેવને ? સમજાય છે ? ચેતન એટલે આત્મા અથવા જીવ કહો અથવા માંહ્યલો કહો અથવા તમે પોતે. તમને જે શબ્દ ઠીક પડે તે વાપરી શકો છો, આ વાત તમારી કરીએ છીએ. આ પાંચ ફૂટવાળા તમે નથી, તમે આ પાંચ ફૂટથી બહાર છો, જુદા છો. તમે ચૈતન્ય છો, આત્મા છો. જો આ આત્માની પ્રેરણારૂપ પ્રવૃત્તિ ન હોય તો કર્મ કોણ ગ્રહણ કરશે ? કેમ ? કર્મ તો જડ છે, પુદ્ગલ જડ છે. જડમાં જ્ઞાન નથી અને જડમાં પ્રેરણા આપવાનો સ્વભાવ પણ નથી. જેને જ્ઞાન નથી તે પ્રેરણા આપી ન શકે. જેનામાં જ્ઞાન છે તે જ પ્રેરણા આપી શકશે. જડમાં જ્ઞાન ન હોવાથી તે પ્રેરણા આપી શકતું નથી. અને પ્રેરણા જો ન આપે તો કર્મ બંધાય નહિ. ચૈતન્યની પ્રેરણા જો ન હોય તો કર્મ કોણ ગ્રહણ કરશે ? બીજું કર્મ અનાયાસે થાય છે તેમ પણ નથી. અને કર્મ જ કર્મ કરે છે, તેમ પણ નથી. કર્મ જીવનો સ્વભાવ છે તેમ પણ નથી. પરંતુ એક પાયાની વાત એ છે કે ચેતન જો પ્રેરણા ન આપે તો કર્મ ગ્રહણ કોણ કરશે ? તો અંતે એ વાત આવી કે જે કંઈ કર્મો ગ્રહણ થાય છે તે આત્માની પ્રેરણાથી ગ્રહણ થાય છે. અને આત્મા પ્રેરણા આપે છે તે તેનો અપરાધ છે, ગુનો છે. પ્રેરણા જો ન આપે તો કર્મ રચના ન થાય. પ્રેરણા આપીએ છીએ પછી જ કર્મ રચના થાય છે. કર્મ રચના થાય છે પછી આપણે કહીએ છીએ કે કર્મો અમને પજવે છે, લમણે હાથ મૂકીએ છીએ. જ્ઞાની પુરુષો કહે છે કે લમણે હાથ મૂકવાની જરૂર નથી, બબડાટ કરવાની જરૂર નથી, નિરાશ થવાની જરૂર નથી. તમે પ્રેરણા આપી માટે કર્મ રચના થઈ અને તમે બંધાઈ ગયા. બંધાયા એટલે તેનું પરિણામ તમારે ભોગવવું પડશે. કોણે કર્યું ? પ્રેરણા કોણે આપી ? ભાવ કોણે કર્યો ? આમંત્રણ કોણે આપ્યું ? ટેલીફોન કોણે કર્યો ? વેલકમ કોણે કહ્યું ? આપણે. તો આપણે ત્યાં મહેમાનો આવે. કંકોત્રી લખીએ તો મહેમાનો હાજર. હાજર થાય અને આપણે પૂછીએ કે તમે કેમ આવ્યા ? તો કહેશે કે આ આમંત્રણ તમે આપેલું. અત્યારે જ્યાં કાર્યક્રમો થાય છે ત્યાં પ્રવેશ માટેના પાસ આપે છે. પાસ આપીએ પછી જ ભોજનશાળામાં પ્રવેશ મળે. તો પ્રેરણા આપવી તે કર્મોને પાસ આપવા બરાબર છે. સમજાય છે ? આગળ એક ગાથા આવવાની છે. ‘ભાવ For Personal & Private Use Only Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ પ્રવચન ક્રમાંક - ૫૪, ગાથા ક્રમાંક - ૭૧ થી ૭૩ કર્મ નિજ કલ્પના, માટે ચેતન રૂપ” અને તેમાં પરમકૃપાળુ દેવ કહેવાના છે કે આ જે પ્રેરણા આપવી તેનું નામ ભાવ કરવો. રાગ કરવો તે પ્રેરણા, દ્વેષ કરવો તે પ્રેરણા, ક્રોધ કરવો, અહંકાર કરવો, ઈર્ષાની વૃત્તિ ઊઠવી તે પ્રેરણા છે. અસત્ય બોલવું, હિંસા કરવી તે પ્રેરણા કરવા બરાબર છે. આ બધા ભાવો, પરિણામો કર્યે જ જઈએ છીએ અને પછી તેનું પરિણામ આવે ત્યારે થાય કે આ બધું કેમ થયું? કોઈએ ગાયું છે કે “કોણે રે લખ્યા રે વિધિના લેખ?” કોઈએ લખ્યા નથી. આ લેખ લખનાર કોઈ નવરો નથી. કોઈ ઓફિસર નથી કે ત્યાં બેસીને લખે. અને તમને આપે ને કહે કે “લો ભાઈ ! આ લેખ લઈને જાવ દુનિયામાં. આપણે કોઈ લેખ લઈને આવ્યા નથી, પરંતુ આપણે પ્રેરણા આપી છે. આપણે જુદા જુદા ભાવો કર્યા છે. પ્રેરણા આપવી તે જડનું કાર્ય નથી, પુગલનું કામ નથી. ધારો કે સાંજનો ટાઈમ થયો છે, દેખાતું નથી. ઘરમાં અંધારું છે. સ્વીચ અને પાવર બધું છે, પરંતુ તમે સ્વીચ ઓન કરતા નથી. તે વખતે શું સ્વીચ તમને કહેશે કે ભાઈ ! ઊઠ અને લાઈટ કર. કોઈ દિવસ સ્વીચ બોલી? તેણે ક્યારેય પ્રેરણા આપી? જડમાં પ્રેરણા આપવાની ક્ષમતા નથી, પણ પ્રેરણા ઝીલવાની ક્ષમતા છે. પ્રેરણા આપનાર આત્મા છે. પ્રેરણા આપવાની પ્રક્રિયા તેને કહેવાય છે ભાવ. તમે તમારી અંદર જુઓ, ૨૪ કલાક અંદર કંઈક ને કંઈક પ્રક્રિયા ચાલી રહી છે. તમે અત્યારે શાંતિથી બેઠા છો એવું લાગે છે. કંઈ જ બહારની પ્રવૃત્તિ ચાલતી નથી. પરંતુ અંદર શું કરી રહ્યા છો તે થોડું દેખાય? તમને અહીં બેઠાં બેઠાં યાદ આવી જાય, “પેલો મારા માટે શું બોલ્યો હતો ?' અહીં હોલમાં બેઠાં બેઠાં આત્મસિદ્ધિના પ્રવચનો સાંભળો છો. પરંતુ મનમાં ભાવ પ્રગટે છે કે પેલો શું બોલ્યો હતો? મળશે ત્યારે બરાબર કરીશ. આને કહેવાય પ્રેરણા. આ કોણ પ્રેરણા આપે છે? એ પ્રેરણા આત્મા આપે છે અને જડકર્મ પ્રેરણાને ઝીલે છે. આ કર્યતંત્રની વાત અભુત છે. વ્યવસ્થા અદ્ભુત છે. બીજું ઉદાહરણ લઈએ. લોટ ઘઉંનો પડ્યો છે. ઘઉંનો લોટ એમ નથી કહેતો કે કેમ તમે રાહ જુઓ છો? કંઈક તો બનાવો. પણ આપણને અંદરથી પ્રેરણા થાય છે કે ભાખરી બનાવો. પ્રેરણા થઈ, અને લોટ ઉપર તમારા હાથ જશે. રોટલીનો લોટ જુદી રીતે બંધાય અને ભાખરીનો લોટ જુદી રીતે બંધાય. મનમાં નક્કી કર્યું છે કે ભાખરી કરવી છે તો લોટ એ પ્રકારે જ બંધાશે. તમે બાંધશો તો એ લોટ બંધાવા તૈયાર છે. એ પ્રેરણા ઝીલે છે. કહેવાનું, કરવાનું કામ તમારું અને બંધાવાનું કામ લોટનું. ભાવ કરવાનું કામ તમારું, અને રચના કરવાનું કામ કર્મનું. આવી કર્મની રચના નિરંતર થયા જ કરે છે. ચેતનની પ્રેરણા જો ન હોય તો કોણ કર્મો ગ્રહણ કરે ? હે શિષ્ય ! તું એમ કહે છે ને કે આત્મા કર્મનો કર્તા નથી. કર્મ જ કર્મ કરે છે. અથવા સહજ સ્વભાવ છે, કર્મ જ જીવનો ધર્મ છે. અથવા આત્મા અસંગ છે અને પ્રકૃતિ (દ્રવ્યકર્મ) કરે છે. અથવા ઈશ્વર પ્રેરણા આપે છે. ખરેખરી વાત એ છે કે ચેતન જો પ્રેરણા ન આપે તો કર્મને કોણ ગ્રહણ કરે? જડ સ્વભાવ નહિ પ્રેરણા' કારણ કે જડમાં પ્રેરણા આપવાનો સ્વભાવ નથી. તમારા હાથમાં સો રૂપિયાની નોટ For Personal & Private Use Only Page #218 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૧૬૭ છે. તે તમને કહેતી નથી કે તું હોટલમાં જા, પીક્સર જોવા જા, તે એમ નથી કહેતી કે તું મંદિરમાં જા, મને ભંડારમાં નાખ, અને અહીં ફાળો નોંધાય છે તો સો રૂપિયા ફાળામાં લખાવી દે. નોટ બોલતી નથી. અંદરથી તમને પ્રેરણા એટલે ભાવ થાય છે કે સિનેમા જોવા જવું છે. ટિકિટ નોટ દ્વારા મળશે. અહીં નોટનું કામ પૂરું થયું. તમે પીક્સરમાં ગયા પછી કહો કે આ નોટે મને હેરાન કર્યો. અરે ભલા માણસ ! નોટ તમને હેરાન કરે ? આ નોટ તો તમારા હાથમાં આવેલી ચીજ છે. નોટ શું કરે? પ્રેરણા આપવાનું કામ ચૈતન્યનું છે. જડ પ્રેરણા આપતું નથી. બીજી વાત, “જો ચેતન કરતું નથી, નથી થતાં તો કર્મ.” આ જવાબ આવી ગયો. જો ચૈતન્ય ન કરે તો કર્મ થતાં નથી. સમગ્રપણે જવાબદારી જડ કર્મની નથી પણ આત્માની છે. આત્મા ન કરે તો કર્મ થતાં નથી. सिरिवीरजिणं वंदिअ कम्मविवागं समासओ वुच्छं । कीरइ जिओण हेऊहिं, जेणं तो भन्न कम्मं ॥ છ કર્મગ્રંથ છે. તેમાં પહેલાં કર્મગ્રંથની આ પહેલી ગાથા છે. વર્ધમાન પરમાત્મા મહાવીરને વંદન કરીને અમે સંક્ષેપમાં કર્મ વિપાકનું વર્ણન કરીએ છીએ. આમાં પહેલી વાત કે કર્મ શું છે? જીવ દ્વારા હેતુ પ્રાપ્ત કરીને જે કંઈ કરાય છે તેને કહેવાય છે કર્મ. આત્મા કરતો નથી, તો કર્મ શબ્દ જ ન આવે. કર્મ એટલે ક્રિયા, પણ કોણ કરનારો? ખાય છે કોણ? જોવે છે પણ કોણ? બોલે છે પણ કોણ? કર્મની પાછળ કર્તા જોઈએ. આ કર્તા બીજો કોઈ નહીં, કર્તા તે પોતે છે. જો કર્મ કરે તો કર્મ થયા વગર રહેતાં નથી. જો કર્મ ન કરે તો કર્મ થતાં નથી. આ બન્ને બાબતો વિગતવાર ફરી જોઈશું. ધન્યવાદ! આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે માટે ધન્યવાદ. દરેકના અંતરમાં રહેલા પરમાત્માને મારા પ્રેમપૂર્વક નમસ્કાર. For Personal & Private Use Only Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ પ્રવચન ક્રમાંક - ૫૫, ગાથા ક્રમાંક - ૭૪ થી ૭૭ ગાથા ક્રમાંક ૦૪ થી ૦૦ બંધનું કારણ - ચેતનની પ્રેરણા પ્રવચન ક્રમાંક - ૫૫ કર્મના કર્તાપણાનું સદ્ગુરુ સમાધાન કરે છે ઃ હોય ન ચેતનપ્રેરણા, કોણ ગ્રહે તો કર્મ ? જડસ્વભાવ નહિ પ્રેરણા, જુઓ વિચારી ધર્મ. (૭૪) જો ચેતન કરતું નથી, નથી થતાં તો કર્મ; તેથી સહજ સ્વભાવ નહિ, તેમજ નહિ જીવધર્મ. (૭૫) કેવળ હોત અસંગ જો, ભાસત તને ન કેમ ? અસંગ છે પરમાર્થથી, પણ નિજ ભાને તેમ. (૭૬) કર્તા ઈશ્વર કોઈ નહિ, ઈશ્વર શુદ્ધ સ્વભાવ; અથવા પ્રે૨ક તે ગણ્ય, ઈશ્વર દોષપ્રભાવ. (૭૭) ટીકા ઃ ચેતન એટલે આત્માની પ્રેરણારૂપ પ્રવૃત્તિ ન હોય, તો કર્મને કોણ ગ્રહણ કરે ? જડનો સ્વભાવ પ્રેરણા નથી. જડ અને ચેતન બેયના ધર્મ વિચારી જુઓ. (૭૪) આત્મા જો કર્મ કરતો નથી, તો તે થતાં નથી; તેથી સહજ સ્વભાવે એટલે અનાયાસે તે થાય એમ કહેવું ઘટતું નથી; તેમજ તે જીવનો ધર્મ પણ નહીં, કેમકે સ્વભાવનો નાશ થાય નહીં, અને આત્મા ન કરે તો કર્મ થાય નહીં, એટલે એ ભાવ ટળી શકે છે, માટે તે આત્માનો સ્વાભાવિક ધર્મ નહીં. (૭૫) કેવળ જો અસંગ હોત, અર્થાત્ ક્યારે પણ તેને કર્મનું કરવાપણું ન હોત તો તને પોતાને તે આત્મા પ્રથમથી કેમ ન ભાસત ? પરમાર્થથી તે આત્મા અસંગ છે, પણ તે તો જ્યારે સ્વરૂપનું ભાન થાય ત્યારે થાય. (૭૬) જગતનો અથવા જીવોનાં કર્મનો ઈશ્વર કર્તા કોઈ છે નહીં; શુદ્ધ આત્મસ્વભાવ જેનો થયો છે તે ઈશ્વર છે; અને તેને જો પ્રેરક એટલે કર્મકર્તા ગણીએ તો તેને દોષનો પ્રભાવ થયો ગણાવો જોઈએ; માટે ઈશ્વરની પ્રેરણા જીવનાં કર્મ કરવામાં પણ કહેવાય નહીં. (૭૭) આ તમામ ગાથાઓનું ઝુમખું છે, તેમાં આવતું ચિંતન સાથે થયું છે. જૈનદર્શનના અત્યંત મહત્ત્વના સિદ્ધાંતો આ ત્રીજા પદમાં છે. આમ તો મોક્ષ ઉપાય એ છઠ્ઠું પદ છે. મોક્ષ છે તે For Personal & Private Use Only Page #220 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૧૬૯ પાંચમું પદ છે. પરંતુ ત્રીજા પદમાં મોક્ષનો સૂત્રપાત છે, મોક્ષની ચાવી છે. શિષ્યની શંકાનું સમાધાન કરવા જતાં મોક્ષનો ખરો ઉપાય આમાંથી પ્રાપ્ત થાય છે. શિષ્યે બે અત્યંત મહત્ત્વની વાતો કરી છે. એક વાત એ કરી છે કે ‘કર્તા જીવ ન કર્મનો.' સાહેબ ! આત્મા કર્મનો કર્તા છે, અમે તે સ્વીકારતા નથી. કર્મ જડ છે તેથી આત્મા કર્મનો કર્તા હોઈ શકે નહિ. કર્મ જડ છે અને જડમાં આત્મા કશું જ કરી શકતો નથી. આત્મા પણ સ્વતંત્ર છે અને જડ પણ સ્વતંત્ર છે. અને જડની અંદર આત્મા કંઈ કરવા જાય તો પાયાનો જે સિદ્ધાંત ‘કોઈ દ્રવ્ય, અન્ય દ્રવ્યનું કંઈ કરી શકતું નથી’, તે ખોટો પડે. એ વાતની વિચારણા કોઈ વખતે થશે. આના વિષે ઘણી ગેરસમજ થઈ છે, ઘણી ભ્રમણાઓ છે તે કોઈ વખત સ્પષ્ટ કરીશું. આ સિદ્ધાંત છે કે તમામ દ્રવ્યો સ્વતંત્ર છે. સ્વયં સંપૂર્ણ છે, તમામ દ્રવ્યો સક્ષમ છે, અને અનંત શક્તિથી ભરેલા છે. તમામ દ્રવ્યો નિરપેક્ષ છે, તમામ દ્રવ્યો અસહાય છે, કોઈ પણ દ્રવ્ય લાચાર નથી, આત્મ દ્રવ્યને કંઈપણ કરવા માટે પુદ્ગલ દ્રવ્યની સહાય લેવી પડે તેવી લાચારી આત્મામાં નથી, અને પુદ્ગલ દ્રવ્યને આત્માની સહાય લેવી પડે તેવી લાચારી પુદ્ગલ દ્રવ્યની નથી. પરંતુ સહકાર છે, સંબંધ છે, સહયોગ છે, નિમિત્ત નૈમિત્તિક મેળ છે. પરંતુ દ્રવ્ય પોતે સ્વતંત્ર છે. આત્મ દ્રવ્યમાં જે કંઈ આવશે તે આત્મામાંથી આવશે. અને પુદ્ગલ દ્રવ્યમાં જે કંઈ આવશે તે પુદ્ગલમાંથી જ આવશે. વિશ્વમાં નાનામાં નાનો પરમાણુ સ્વયં સંપૂર્ણ એકમ છે. આ શબ્દ સમજી લેજો. એક પરમાણુ એ સ્વયં સંપૂર્ણ એકમ છે. તમે માટીનું ઢેફું જુઓ છો, તેમાં અનંત પરમાણુઓનો સંગમ છે. તેને સંધ કહેવાય. સ્કંધના ભાગો કરીએ તેને દેશ કહેવાય. દેશનો મતિ કલ્પનાથી ચિંતવેલો એક અત્યંત સૂક્ષ્મ ભાગ તેને પ્રદેશ કહેવાય. અને તે છુટ્ટો પડે કે છૂટો હોય તેને પરમાણુ કહેવાય. એક એક પરમાણુ સ્વયં સંપૂર્ણ છે. તેમાં જે કંઈ બનશે, જે કંઈ ઘટના ઘટશે, જે કંઈ પ્રક્રિયા થશે, જે પર્યાયો થશે, જે કંઈ અવસ્થાઓ આવશે એ બધાને ઉત્પન્ન કરવાની ક્ષમતા પરમાણુમાં પોતામાં છે. આત્મા જે કંઈ કરે છે તે કરવાની ક્ષમતા આત્મામાં પોતાનામાં છે. આ બંને દ્રવ્યો પોતે સ્વતંત્ર છે. રેલના બે પાટાઓ છે, તેમાં ના નહિ. પરંતુ બંને જુદા છે. ગાડી ચાલશે તો બે પાટાથી ચાલશે - પરંતુ જે દિવસે પાટા ભેગા થશે તે દિવસે ગાડી નહિ ચાલે. પાટા જુદા જ રહેવા જોઈએ. એ ભેગા થાય તે ન ચાલે. બંને દ્રવ્યો સ્વતંત્ર છે, અને સ્વતંત્ર હોય તો શિષ્યનું કહેવું છે કે સાહેબ, જીવ કર્મનો કર્તા નથી. આ શીર્ષક નીચે જુદા જુદા તેણે અભિપ્રાય આપ્યા, પણ ‘કર્તા જીવ ન કર્મનો.' આ એક લીટીના પેટમાં કર્મ એ જ કર્મનો કર્તા છે તે સમાઈ જાય છે, અથવા સહજ સ્વભાવ છે તે સમાઈ જાય છે, અથવા કર્મ જીવનો ધર્મ છે એ સમાઈ જાય છે. અથવા આત્મા અસંગ છે અને પ્રકૃતિ કરે છે તે સમાઈ જાય છે, આત્માને ઈશ્વર પ્રેરણા આપે છે અને કર્મ થાય છે તે સમાઈ જાય છે. પરંતુ સાહેબ ! એક વાત સ્પષ્ટ છે કે આત્મા કર્મનો કર્તા નથી. માટે મોક્ષના ઉપાયનો કોઈ હેતુ જણાતો નથી. આ મોક્ષની વાત કરવી, મોક્ષ માટે સાધના કરવી, તપશ્ચર્યા, વ્રતો, અનુષ્ઠાનો For Personal & Private Use Only Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ પ્રવચન ક્રમાંક - પ૫, ગાથા ક્રમાંક - ૦૪ થી ૭૭ કરવા, જાત્રા કરવી, ધ્યાન કરવું, યોગ સાધના કરવી વગેરે કંઈ જરૂર નથી. કારણ? મોક્ષના ઉપાયનો કોઈ હેતુ જણાતો નથી. આત્મા કર્મનો કર્તા જ નથી તો મોક્ષની વાત શું કરવા કરવી? સાધના પણ શું કરવા કરવી પડે? આના ટેકામાં બીજી બે વાતો સ્પષ્ટપણે શિષ્ય કહે છે. પહેલી પણ બહુ મહત્ત્વની વાત, કર્મ તણું કર્તાપણું કાં નહિ?' આ ગાથા બોલવાની રીત આ છે. કર્મ તણું કર્તાપણું કાં નહિ? સાહેબ કાં તો કર્મનું કર્તાપણું નથી એક વાત. પણ જો તમે કહો છો કે આત્મા કર્મનો કર્યા છે, તો બીજી વાત “કાં નહિ જાય?' આત્માનું કર્મનું કર્તાપણું કદી મટશે નહિ. તો થશે એવું કે આત્મા કર્મો કર્યા કરશે. કર્મના પરિણામો ફળરૂપે ભોગવવા પડશે. ભોગવતી વખતે રાગ દ્વેષ થશે. રાગ દ્વેષ થયા પછી ફરી એ કર્મોનો બંધ થશે. ફરી એ કર્મો ઉદયમાં આવશે. અને ફરી ફરી એ કર્મોનું ચક્ર નિરંતર ચાલ્યા જ કરશે. અને આ બિચારા જીવનો છુટકારો ક્યારેય થશે નહિ. આ બિચારો જીવ એમ હું બોલું છું, પણ જીવ બિચારો નથી. જીવ તો અનંત શક્તિથી ભરેલો છે. અનંત સામર્થ્યથી બળવાન છે. તેનામાં અનંત ક્ષમતા રહેલી છે. આટલી વાત શિષ્યના પક્ષે પૂરી થઈ, કે કર્મ તણું કર્તાપણું કાં નહિ? સ્પષ્ટ વાત છે કાં તો કર્મનું કર્તાપણું નથી, પરંતુ એમ જો તમે નક્કી કરો કે કર્મનું કર્તાપણું છે તો બીજી વાત કાં નહિ જાય? એટલે કર્મનું કર્તાપણું કદી પણ જશે નહિ. “કર્તા જીવ ન કર્મનો એક લીટીમાં મોક્ષનાં દ્વાર અને મોક્ષને શિષ્ય ઉડાડી દીધો. તેવી રીતે આ તમામ વાતને ગુરુદેવ એક લીટીમાં ઉડાડી દે છે. કઈ લીટી? હોય ચેતન પ્રેરણા, કોણ ગ્રહે તો કર્મ'. હે શિષ્ય ! અગર જો ચેતનની પ્રેરણા ન હોય તો કોણ કર્મ ગ્રહણ કરશે? બહુ સરળ અને સીધો શબ્દ છે, પરંતુ શાસ્ત્રીય શબ્દ જુદો છે. એક એક શબ્દ યાદ કરતા જઈએ. આ શબ્દો તમારા સાંભળવામાં આવ્યા હશે, અથવા કાન ઉપરથી પસાર થયા હશે. આ શબ્દ છે અધ્યવસાય. આત્માની અંદર જે સ્પંદનો, કંપનો થાય છે તેને જ્ઞાની પુરુષ અધ્યવસાય કહે છે. માટે ઉપયોગે ધર્મ, ક્રિયાએ કર્મ અને પરિણામે બંધ કહ્યો છે. આ બંધ જે થાય છે તે માત્ર ક્રિયાથી થતો નથી તે આત્માના પરિણામથી થાય છે. પરિણામ એટલે આત્મામાં થતું કંપન, આત્મામાં ઊઠતું સ્પંદન, આત્મામાં ઊઠતાં મોજાં, આત્મામાં ઊઠતા તરંગો. તેને માટે શાસ્ત્રોએ પરિણામ શબ્દ વાપર્યો છે. હર ક્ષણે આત્મામાં કંપન થાય છે, તે જોવાનો આપણને ટાઈમ નથી. આપણું જ્ઞાન પુદ્ગલને, જોવામાં જ રોકાયું છે. આપણી પાસે જ્ઞાન તો છે. જ્ઞાન કામ પણ કરે છે. આપણે જ્ઞાનને પુગલને જોવામાં સમગ્રપણે રોકી રાખ્યું છે. એ જ્ઞાન નવરું પડે તો પોતાને જોવે ને? ઘરની બહાર પુરુષ રખડતો હોય અને બહારનાં કામ કરતો હોય તો ઘરવાળી એમ કહેશે કે તમને ક્યાં ફુરસદ છે ? ઘરનું તો ધ્યાન રાખો. જ્ઞાની પુરુષ પણ આપણને આજ કહે છે. આપણને આત્મા તરફ જોવાની ક્યાં ફુરસદ છે? આત્મા તો હાજર છે પરંતુ આત્મા તરફ જોવાની નવરાશ, ફુરસદ મળે તો ને ? આપણું જ્ઞાન આપણે પુદ્ગલને For Personal & Private Use Only Page #222 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૧૭૧ જોવામાં અને તેના વિચારોમાં રોક્યું છે. આપણે મન, શરીર અને ઈન્દ્રિયોને પણ તેમાં રોકી છે. અને આત્માને પણ પુદ્ગલને જોવામાં આપણે રોક્યો છે. વિચાર, ચિંતન, મનન યુગલનું, અપેક્ષા પુદ્ગલની, સંગ પુદ્ગલનો, વૃત્તિ પુદ્ગલ તરફ. સવારથી સાંજ સુધી પુદ્ગલ, પુદ્ગલ ને પુગલ. આ પુદ્ગલ તરફ જ ધ્યાન. શાસ્ત્રોમાં બે તત્ત્વો છે. આત્મા અને પુદ્ગલ. પણ આપણી દુનિયામાં માત્ર એક પુદ્ગલ તત્ત્વ છે. જન્મ્યા ત્યારથી આપણે એક પુદ્ગલ દ્રવ્યને જ જોયા કરીએ છીએ. પુદ્ગલ દ્રવ્ય તરફનો આપણો આ જે ભાવ તેને કહેવાય છે વિભાવ. વિભાવ મહત્ત્વનો શબ્દ છે. વિભાવ એટલે વિકૃત ભાવ. જેમ લાકડામાંથી ધૂમાડો પ્રગટ થયો, તો ધૂમાડો એ વિકતભાવ છે, વિભાવ છે. અને અગ્નિ એ સ્વભાવ છે. પરિણામ કહો, અધ્યવસાય કહો, વિભાવ કહો, અથવા ભાવ કહો. અને તેથી પણ સરળ શબ્દો રાગ અને દ્વેષ કહો, કષાયો, વિકારો અથવા વૃત્તિઓ કહો. જો આ બધા ભાવો અંદર થાય તો કાર્યણ પરમાણુઓમાં હલચલ મચી જાય. અને તેમાં રચનાની શરૂઆત થાય. આ બધા શબ્દોનો સરવાળો કરીને પરમકૃપાળુ દેવે આપણી ભાષાનો આપણી દુનિયાનો શબ્દ પ્રેરણા આપ્યો. આ જીવ પ્રેરણા ન આપે તો હે શિષ્ય ! કર્મને કોણ ગ્રહણ કરશે? દાબડામાં કિંમતી ઘરેણાં પડ્યા છે, તિજોરીમાં સાચવી રાખ્યાં છે. પરંતુ અંદરથી પ્રેરણા થાય તો પહેરાય. કોઈ દિવસ ઘરેણાં આવીને તમને નહિ કહે કે બહેન ! બહુ દિવસ થયા, હવે તમે મને પહેરો ને, કારણ કે ઘરેણાંમાં પ્રેરણા આપવાનું સામર્થ્ય નથી. બહુ મહત્ત્વની વાત કરવી છે કે આ ભૂલ પ્રેરણા આપનારની છે, કર્મતંત્ર કે પુદ્ગલ દ્રવ્યની નથી. જીવ પોતે ભૂલ કરે છે. બનારસદાસજી કહે છે કે બાપ વુદ્ર મૂત્ર કરતે હૈં, ગૌર શાહુક્કાર હોકર હુસરે ઘર મૂત્ર ઋા તોષારોપણ વરતે હૈં ભૂલ કરીએ છીએ આપણે અને કહીએ છીએ કે આ કર્મો અમને હેરાન કરે છે. ઘણા કહે છે કે સાહેબ! અમારે કંદમૂળ ખાવું ન હતું પરંતુ એવું કારણ આવ્યું કે અમારે ખાવું પડ્યું. અરે ! તારા મોઢામાં તો તે નાખ્યું ને? બજારમાંથી તું જ લઈ આવ્યો. આ થઈ પ્રેરણા. આત્મા પ્રેરણા આપે છે. જો પ્રેરણા ન આપે તો કોણ ગ્રહે તો કર્મ?” તો કર્મને કોણ ગ્રહણ કરે? જૈનદર્શનનો પાયાનો સિદ્ધાંત છે કે મોક્ષ પ્રાપ્ત કરવો હોય તો શરૂઆત તારામાં કરવી પડશે, બહારમાં નહિ. ગૂંચવાડો તે ઊભો કર્યો છે, અને પછી ઠાગાઠેયા કરે છે. કર્મને દોષ આપે છે. જમાનો એવો આવ્યો છે, સમાજ કેવો છે, લોકો કેવાં છે? ઘરવાળા કેવા ભેગા થયા છે? અરે ! તું તારો દોષ જો. તારી હાલત, તારા ભાવો કેવા ઊઠે છે? તે તું જો. પહેલી વાત, હોય નચેતનપ્રેરણા, કોણ ગ્રહે તો કર્મ?” અંબાલાલભાઈએ લખ્યું છે કે ચેતન એટલે આત્માની પ્રેરણારૂપ પ્રવૃત્તિ ન હોય તો”, એ રાગદ્વેષ કરતો ન હોય, કષાય કરતો ન હોય, વૃત્તિઓ ઊઠતી ન હોય, વાસનાઓ ઊઠતી ન હોય તો, કર્મને કોણ ગ્રહણ કરે? કાશ્મણ વર્ગણાના દલિકોને કોણ ગ્રહણ કરે? તે તો પડ્યા છે. જે કર્મ તરીકે કામમાં આવે છે તેવા પરમાણુઓને કામણ વર્ગણા કહે છે. આપણા શરીર For Personal & Private Use Only Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ પ્રવચન ક્રમાંક - પ૫, ગાથા ક્રમાંક - ૭૪ થી ૭૭ તરીકે જે કામમાં આવે છે તેને કહેવાય છે ઔદારિક વણા. ભાષા તરીકે જે કામમાં આવે છે તેને કહેવાય છે ભાષા વર્ગણા. બધી ક્વોલીટી જુદી જુદી છે. આખો કોઠાર હોય તેમાં એક ઘઉંનો કોથળો, એક જારનો કોથળો, એક બાજરાનો, એક ચણાની દાળનો કોથળો હોય, તેમાં જુદી જુદી જાતનું અનાજ છે. બજારમાં જાવ તો કેરી નામ તો એક જ પણ ક્વોલીટી જુદી જુદી છે. કંઈ સમજાય છે ? હાફુસ, લંગડો, રત્નાગીરી, કેસર, તોતાપુરી, પરંતુ મૂળ તો કરી. એમ પુદ્ગલ દ્રવ્ય એક, પરંતુ ક્વોલીટી જુદી જુદી. તેમ પુદ્ગલની વર્ગણાઓ જુદી જુદી, તે અલગ અલગ કામમાં આવે. કર્મ તરીકે રચનાના કામમાં ઔદારિક વર્ગણા ન ચાલે. કર્મ તરીકે રચનામાં કાર્મણ વર્ગણા જ કામમાં આવે. કાર્મણ વર્ગણા છે તે કશું કરતી નથી. પણ જે ક્ષણે, જે સમયે ચૈતન્યમાંથી પ્રેરણા ઊભી થશે તે પ્રેરણા પ્રમાણે કાર્મણ વર્ગણામાં પ્રક્રિયાની શરૂઆત થશે. કંઈ સમજાય છે? આમાં મોક્ષનું સૂત્ર સમજાવેલ છે. યશોવિજયજી મહારાજે કહ્યું, આપહી બાંધે, આપહી છોડે, નિજમતિ શક્તિ વિકાસી. ચેતન! જો તું જ્ઞાન અભ્યાસી. એક સાંકડા મોંઢાના ઘડામાં બોર ભર્યા હોય, વાંદરો તેમાં હાથ નાખે અને મજબૂત મોટી મુઠ્ઠી બોરની ભરે, પછી હાથ બહાર કાઢી શકતો નથી. હવે બૂમ પાડે તો કોણ છોડાવવા જાય? એ વાંદરાને કહેવા જનાર કોઈ નથી. પરંતુ તમને કહેનાર કોઈ તો છે ને? તો અહીં એમ કહેવું છે કે તને કોણે પકડ્યો છે? કાશ્મણ વર્ગણાએ તને પકડ્યો? ના. કાર્પણ વર્ગણામાં કામ, કર્મ તરીકે ટ્રાન્સફર થવાની પ્રક્રિયાનો પ્રારંભ તારા કર્યા પછી થશે. તું શા માટે પ્રેરણા આપવાનું કામ કરે છે? રાગ એ પ્રેરણા, વૈષ એ પ્રેરણા, આસક્તિ, ઈર્ષા, હિંસા, ચોરી, દુરાચાર એ બધું કરવું તે પ્રેરણા, અભક્ષ્યનું ભક્ષણ એ પ્રેરણા. તારી જો પ્રેરણા થાય તો કાર્મણ વર્ગણાનું કામ શરૂ થાય. તે વખતે કાશ્મણ વર્ગણા મટી તે કર્મ બની જશે. જેમ ઘઉંના લોટમાંથી ભાખરી બને ત્યારે ઘઉંનો લોટ મટી તે ભાખરી તરીકે ટ્રાન્સફર, પરિવર્તન થયો. તેમ આત્મા પ્રેરણા કરે, એ પ્રેરણામાંથી કાશ્મણ વર્ગણા કર્મ તરીકે બને અને કર્મ બન્યા પછી નિયમ પ્રમાણે ફળ આપે. “જડ સ્વભાવ નહિ પ્રેરણા.” બીજી સ્પષ્ટ વાત જડ તત્ત્વો કે પુગલ તત્ત્વમાં પ્રેરણા આપવાનો સ્વભાવ નથી. પહેલાં વાત થઈ હતી, ડબ્બામાં મોહનથાળ ભર્યો છે, પરંતુ મોહનથાળ તમને એમ નહિ કહે કે તમે મને ખાવ. તમને જડ પદાર્થ સામે ચાલીને કહેશે નહિ, પરંતુ તમે મન કરી ખાવા જાઓ છો. અને પછી કહો છો કે આ પુદ્ગલ દ્રવ્ય અમને હેરાન કરે છે. મોક્ષનું સૂત્ર આમાં છે. તમે અહીં કંટ્રોલ કરી લો. પ્રેરણા આપવાનું બંધ કરો. તો સાહેબ ! કોઈ સાધના કરવી નહિ પડે. જો પ્રેરણા નહિ આપો તો તમને કર્મો નહિ બંધાય. જડનો સ્વભાવ પ્રેરણા આપવાનો નથી. તમારામાં જડ કંઈ ભાગ ભજવતું નથી. “જુઓ For Personal & Private Use Only Page #224 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૧૭૩ વિચારી મર્મ. હે શિષ્ય ! તું વિચાર કરી જો. જો ચેતનની પ્રેરણા ન હોય તો કર્મ કોણ ગ્રહણ કરે? હું વિગતવાર સમજાવવાની કોશિશ કરું છું. એક એક વાત બે વખત સમજાવવાની કોશિશ કરું છું. તો પ્રેરણારૂપે ગ્રહણ કરવાનું કામ જડ તત્ત્વ કરતું જ નથી. જડ તત્ત્વમાં આ પ્રકારની ઘટના ઘટતી જ નથી. જો જડ તત્ત્વ પ્રેરણા આપતું હોય તો ખુરશી પણ તમારા ઉપર ગુસ્સો કરે કે મારા ઉપર કેમ બેઠા? ઘડો પણ એમ બોલતો થઈ જાય કે મને ખુલ્લો કેમ રાખ્યો? ઢાંકી દો. આ ઉપરથી નક્કી થાય છે કે જડ પદાર્થો પ્રેરણા આપતા નથી કે ક્રોધ પણ કરતાં નથી. રાગદ્વેષ પણ કરતાં નથી અને કર્મને પણ ગ્રહણ કરતાં નથી. કોઈને એવો અનુભવ થતો નથી કે પુદ્ગલ દ્રવ્ય પ્રેરણા આપતું હોય. તેથી નક્કી થાય છે કે આત્મા પ્રેરણા આપે છે તેથી જ કર્મની રચના થાય છે, બંધ થાય છે. માટે અમે કહીએ છીએ કે આત્મા કર્મનો કર્તા છે. પ્રેરણા આપવી એ તમારું કામ છે. પ્રેરણા આપીને મોટી ઉપાધિ તમે વહોરી લો છો. કર્મનો કર્તા કર્મ પણ નહિ કહેવાય કારણ કે કર્મમાં પણ પ્રેરણા આપવાનો ધર્મ નથી. માટે આત્મા પોતે જ કર્મનો કર્તા છે, અને કર્મનું કરવાપણું જીવના અધિકારમાં જાય છે, એ જીવના ક્ષેત્રમાં જાય છે. એ પુદ્ગલના ક્ષેત્રમાં જતું નથી. માટે અહીં સિદ્ધાંત આપવામાં આવ્યો કે... જો ચેતન કરતું નથી, નથી થતાં તો કર્મી. છેદ મૂકી દીધો. જો ચેતન કરે નહિ તો કર્મ થતાં નથી. બે બાબતો સમજી લ્યો. કર્મરચના થયા પછી તે કર્મનો નિકાલ કરવાની પ્રવૃત્તિ કરવી એ એક વાત થઈ. અને કર્મ રચના થતાં પહેલાં ચેતન પ્રેરણા ન આપે આ બીજી વાત. બીજી વાત મહત્ત્વની છે જો ચેતન પ્રેરણા ન આપે, ભાવ ન કરે, રાગદ્વેષ ન કરે, તો કદી પણ કર્મો ન થાય. કર્મો જો ન થાય તો કર્મોનો નિકાલ કરવા માટે જે કંઈ પણ વ્યવસ્થા, મથામણ કરવી પડે છે તે ન કરવી પડે. ૧૪ ગુણસ્થાનકો, આઠ કર્મો, છે લેશ્યા, ઉપશમ શ્રેણી, ક્ષપક શ્રેણી, સદ્ગુરુ, સુવિચાર, સત્શાસ્ત્ર, અધ્યયન, શ્રવણ, ચિંતન, મનન, નિદિધ્યાસન, ધ્યાન, પ્રાણાયામ વિ. કેટલું બધું કરવું પડે છે. પરંતુ ઉપાધિ તો આપણે જ પ્રેરણા આપીને કરીએ છીએ. મોક્ષ આ સૂત્રમાં છે કે જો આત્મા પ્રેરણા જ ન આપે તો, કંઈપણ કરવાની જરૂર નથી. કર્મ તો ન થાય અને તે કર્મનો નિકાલ કરવા જે વ્યવસ્થા કરવી પડે છે, તે ન કરવી પડે. તમને કંઈપણ કર્યા વગર મોક્ષ જોઈએ છે. તમે કહો છો, આશીર્વાદ આપો ને સાહેબ ! મોક્ષ મળી જાય. કર્મો તમે કરો અને આશીર્વાદ અમારે આપવાના? “જો ચેતન કરતું નથી, નથી થતાં તો કર્મ. આ જૈન દર્શનની અલૌકિક વાત છે. જગતના કોઈ દર્શનમાં આવી વાત કરી નથી. તું સંપૂર્ણ રીતે સ્વતંત્ર છો. તું પ્રેરણા આપવાનું બંધ કર. કર્મો સાથે તારો સંબંધ નહિ થાય. કર્મોને તારી સાથે લેવા દેવા નથી. નિયમ સાથે લેવા દેવા છે. તમે જેવી પ્રેરણા આપશો કે તરત કાર્મણ પરમાણુમાંથી કર્મરચના થશે. જેવી રચના થશે, તેવું ફળ નક્કી થશે. જેવું ફળ નક્કી થશે તેવું આયોજન થશે. અને તે આયોજનમાં તમારે સામેલ થવું પડશે. અને રખડવા માટે For Personal & Private Use Only Page #225 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ પ્રવચન ક્રમાંક - ૫૫, ગાથા ક્રમાંક - ૭૪ થી ૭૭ ચૌદ રાજલોક અને ચોર્યાસી લાખ યોનિઓ છે. તમને બળદના અને બિલાડીના અવતારમાં કોણ લઈ જાય છે ? આપણે જ પ્રેરણા કરી સામેથી આમંત્રણ આપીએ છીએ. આત્મા પ્રેરણા આપે છે તો જ કર્મ થાય છે. આત્મા પ્રેરણા ન આપે તો કર્મ થતાં નથી, એક વાત થઈ. અને બીજી વાત એ કે કર્મ કરવાં તે આત્માનો સહજ સ્વભાવ નથી. શિષ્ય કહ્યું હતું કે કર્મ થવાં તે આત્માનો સહજ સ્વભાવ છે, પણ ગુરુદેવ કહે છે કે કર્મ કરવા તે સહજ સ્વભાવ નથી. પ્રેરણા આપે તો જ કર્મ થાય. પાયાની વાત એ છે કે કર્મ બાંધવા એ જીવનો સ્વભાવ નથી. જો જીવનો સ્વભાવ કર્મ બાંધવાનો હોત તો તે સતત કર્મ બાંધ્યા જ કરત અને મોક્ષનો અવસર પ્રાપ્ત થાત નહિ અને જીવનો મોક્ષ કદી ન થાત. કર્મ બાંધવાં તે જીવનો સ્વભાવ નથી કેમકે રાગદ્વેષ કર્યા પછી જ કર્મ બંધાય છે. રાગદ્વેષ ન કરે તો કર્મ ન થાય. જો જીવ ધારે, નિર્ણય કરે, જાગૃત થઈ જાય, જો સમજણમાં આવી જાય, તો જીવ રાગદ્વેષને રોકી શકે છે. આ તમારી સત્તા છે, ક્ષમતા છે અને તમારો અધિકાર છે. રાગદ્વેષ કરવાં કે ન કરવાં તે તારી મરજી. કોઈ છોકરો કોઈમાં ફસાઈ ગયો હોય અને તે બરાબર ન હોય, તો મા બાપ કહે કે બેટા ! આ તું સારું નથી કરતો, તું દુઃખી થઈશ, છોકરો કહે કે ના મારે તો એ જ કરવું છે. તો મા બાપ કહે કે તારી મરજી. છ મહિને તે રોતો રોતો મા બાપ પાસે આવે ને કહે કે તમે કહેતા હતા તે સાચું હતું. હું ફસાઈ ગયો છું. હવે મને બહાર કાઢો. કાઢવા બધી ઉપાધિ કરવી પડે ને? જ્ઞાની કહે છે કે રાગદ્વેષ ન કરવા હોય તો તું ન કરી શકે અને રાગદ્વેષને રોકવા જો હોય તો રોકી પણ શકે છે. અને રાગદ્વેષને સર્વથા કાયમ માટે છોડી પણ શકે છે. કેટલી બધી તમને સ્વતંત્રતા છે. કર્મનું જેટલું બળ છે, તેના કરતાં વધારે બળ જો આત્મા વાપરે અને પુરુષાર્થ કરે તો કર્મબંધ થતો નથી, એવી આત્માની પોતાની શક્તિ છે. આ કર્મો અમને હેરાન કરે છે, દુઃખી કરે છે, અને અમને રખડાવે છે તેમ તમે કહેતા હો છો. પરંતુ હવે ભાષા બદલી નાખો. અમારે રખડવું છે માટે અમે રખડીએ છીએ. અમે રાગદ્વેષ કરીએ છીએ માટે અમને કર્મબંધન થાય છે. રાગદ્વેષ કર્યા પછી બોલશો નહિ કે કર્મો અમને દુઃખી કરે છે. તમારું પ્રેરણા આપવાનું કાર્ય ન થાય તો કાર્મણ વર્ગણા એમ ને એમ પડી રહે છે. અને તે કંઈ પણ કરી શકે નહિ. તમે જેવા રાગદ્વેષ કરો એટલે કાશ્મણ વર્ગણામાં કાર્યની શરૂઆત થઈ જાય છે. આ નિયમને સમજો. વળી કર્મ કરવા એ જીવનો સહજ સ્વભાવ નથી, ધર્મ નથી. જેમ જ્ઞાન આત્માનો સહજ સ્વભાવ છે, દર્શન આત્માનો સહજ સ્વભાવ છે, ગુણ છે, તેમ કર્મ કરવા તે આત્માનો ગુણ નથી, સ્વભાવ નથી, ધર્મ નથી. જો આત્માનો કર્મ કરવાનો સહજ સ્વભાવ હોય તો આત્મા હંમેશા કર્મનો કર્તા ઠરે, અને કર્મ કર્યા જ કરે. પછી કદાચ જીવ મોક્ષમાં ગયો હોય તો ત્યાં પણ કર્મ કરે. પણ એવું બનતું નથી. પરમાં એટલે જડ કે પુગલમાં પરિણમવાથી, રાગદ્વેષ કરવાથી, પ્રેરણા આપવાથી, કષાયો કરવાથી, વૃત્તિઓને ઉત્પન્ન કરવાથી, વાસનાઓ કરવાથી કાર્પણ For Personal & Private Use Only Page #226 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૧૭૫ વર્ગણા કર્મ બની તમને ચોટે છે. પરંતુ તમે જો સ્વમાં પરિણમો, સ્વભાવમાં પરિણમી તો કર્મ ન આવે. કર્મને ના કહેવાની જરૂર નથી. તમે તમારામાં રહો. તમારો મૂળ ધર્મ તો તમારા સ્વભાવમાં રહેવાનો છે. જો તું આપ સ્વભાવે ખેલે, આશા છોડ ઉદાસી, સુરનર કિન્નર નાયક સંપત્તિ, તુજ ચરણો કી દાસી, ચેતન જો તું જ્ઞાન અભ્યાસી. તમે જો પરમાં, પુગલમાં પરિણમશો, પ્રેરણા આપશો, રાગદ્વેષ કરશો, તો કર્મો આવશે. પણ જો સ્વમાં પરિણમશો, સ્વભાવમાં રહેશો તો કર્મો નહિ આવે. કર્મો આવે છે અને જાય છે એ વાત ખરી પરંતુ રાગદ્વેષ ન થાય તો કર્મો આવે નહિ. રાગ દ્વેષ કરો તો કર્મો આવે અને તે ન કરો તો કર્મો જાય. કર્મનો ઉદય હોય, અને કર્મો બળિયાં હોય પણ તે બળ કરતાં તમે તમારું બળ વધારે વાપરો તો કર્મોનો નિકાલ થઈ જાય, એ વાત પણ ખરી. પણ કર્મ કરવાં તે આત્માનો મૂળ ધર્મ કે સહજ સ્વભાવ નથી. શિષ્યની છેલ્લી શંકા છે કે આત્મા અસંગ છે અને પ્રકૃતિ કર્મબંધ કરે છે, તેના જવાબમાં ગુરુદેવ કહે છે કે “કેવળ હોત અસંગ તો, ભાસત તને ન કેમ?' જો આત્મા એકલો અસંગ હોત તો તને અનુભવ ન થાત ? તને અનુભવ થતો નથી પરંતુ તેને સંગનો અનુભવ થાય છે. રાગદ્વેષનો અનુભવ થાય છે, માટે “અસંગ છે પરમાર્થથી, પરંતુ જ્યારે આત્માને-પોતાને સદ્દગુરુની કૃપાથી કે શાસ્ત્રોના અવલોકનથી, અવગાહનથી, સિદ્ધાંતોની સમજણથી ભાન થાય, જ્ઞાન થાય, સમજણ પ્રાપ્ત થાય કે “તું ચૈતન્યમૂર્તિ આત્મા છો, તને વિભાવોનો સંગ ન હોય, પરનો સંગ ન હોય', એવું તારું ભાન તને જો પ્રગટ થાય, તને પ્રાપ્ત થાય તો તે વખતે તું પરમાર્થથી અસંગ છો. અત્યારે તું રાગદ્વેષના સંગમાં છો. જો આત્મા હંમેશા કર્મ રહિત હોત તો બે કામ થાત. એક તો તારામાં કષાયો રાગદ્વેષ વિભાવો ઉત્પન્ન ન થાત અને રાગ-દ્વેષકષાયો ન થાત તો જ્ઞાનાવરણાદિ કર્મોનો બંધ ન થાત અને બંધ જો ન થાત તો તને અનુભવ થાત કે તારા ઉપર કર્મનું આવરણ નથી. પરંતુ એક વાત જરૂર છે કે નિશ્ચયનયની અપેક્ષાએ આત્મા અસંગ છે, કર્મ રહિત છે, પણ અસંગદશાનો અનુભવ અત્યારે નથી. પરમાર્થ શબ્દ માટે દ્રવ્યાનુયોગના શાસ્ત્રમાં શબ્દ છે નિશ્ચયનય. નિશ્ચયનયથી કે પરમાર્થથી આત્મા અસંગ છે. પરંતુ આત્મા અસંગ હોય તો તને કેમ ન ભાસત ? તને અનુભવાતો કેમ નથી? “પણ નિજ ભાને તેમ” તે તો જ્યારે સ્વરૂપનું ભાન થાય ત્યારે થાય. અનુભવ એટલે નિજનું ભાન થવું. સમ્યગદર્શન એટલે નિજભાન. તેની વ્યાખ્યા નાનકડી લીટીમાં આપી છે. સમ્યગ્રદર્શન કોને કહેવાય? સમ્યગ્દર્શનનો અર્થ નિજભાન જ્ઞાની પુરુષો શું કહે છે? તારા ઉપર કૃપા કરે છે કે તને તારી દશાનું ભાન થઈ જાય. એનો અર્થ એ કે અત્યારે આપણે બેભાન છીએ. અભાન દશામાં છીએ. નિગોદના જીવો અભાન દશામાં છે, આપણે For Personal & Private Use Only Page #227 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ - પ્રવચન ક્રમાંક - ૫૫, ગાથા ક્રમાંક - ૭૪ થી ૭૭ બધા બેભાન દશામાં છીએ. અને જ્ઞાની પુરુંષો સભાન દશામાં છે. અભાન, બેભાન અને સભાન એમ ત્રણ અવસ્થાઓ છે. નિજ ભાન એટલે પોતાનું ભાન. પોતાને પોતાનું ભાન થાય છે. પોતાની પોતાને ખબર પડે છે. આપણે બીજાને એમ કહીએ છીએ કે તને તારું ભાન છે? તું કોણ છે? તો નિજ ભાન એટલે પોતાનું ભાન. “અસંગ છે પરમાર્થથી” તું પરમાર્થથી, નિશ્ચયનયની અપેક્ષાથી અસંગ જ છો. પરંતુ અત્યારે તારામાં કષાયો થાય છે, માટે જ્ઞાનાવરણાદિ કર્મનો બંધ પણ થાય છે તો જ્ઞાનાવરણાદિ આવરણ રહિત એવા આત્માનો અનુભવ તને કેમ થાય? જો હંમેશા આત્મા કર્મરહિત સદા જુદો હોત, તો તને કમરહિત આત્માનો અનુભવ થાત. પણ તને એવો અનુભવ થતો નથી. અંદર તું જો. રાગ થાય છે ને ? કૅષ થાય છે ને? અહંકાર અને વૃત્તિ ઊઠે છે ને ? કામવાસના જાગે છે ને? માયા, લોભ થાય છે ને? જગતના પદાર્થોનું આકર્ષણ તને થાય છે ને ? ગમો, અણગમો થાય છે ને ? તો તું અસંગ શેનો ? તું પરમાર્થથી અસંગ છો પણ એવી અવસ્થા તે હજુ પ્રાપ્ત કરી નથી. તું નિશ્ચયનયથી અસંગ છો, કર્મ રહિત છો પરંતુ આવી અસંગદશાનો અનુભવ થશે ક્યારે? “પણ નિજ ભાને તેમ' નિજનું ભાન થશે, પોતાનું ભાન થશે, પોતાના સ્વરૂપનું ભાન થશે ત્યારે થશે. આટલી બધી મહેનત આપણે શા માટે કરીએ છીએ? રોજ સત્સંગમાં જવું, પ્રવચનો સાંભળવાં, રોજ શાસ્ત્રો વાંચવાં. આ બધું શા માટે? કારણ કે એક જ કામ કરવું છે, નિજનું ભાન કરવું છે. કોઈ પણ હિસાબે નિજનું ભાન કરવું છે. મઝાની વાત તો એ છે કે ૫૦, ૫૦ વર્ષથી આપણે આટલા જણાં બેઠા છીએ, પણ નિજભાન થયું નથી. આ બહુ નવાઈની વાત છે કે આપણો અનુભવ થતાં વાર કેટલી ? પણ અનુભવ થતો નથી. આટલા બધા શાસ્ત્રો અને સિદ્ધાંતો વાંચ્યા, આટલા ઉપાયો કર્યા પણ મૂળ મુદ્દો રહી ગયો. પોતાને પોતાનું ભાન થયું નહિ. જેમ ડબ્બાનું ઢાંકણું મજબૂત બંધ થઈ ગયું હોય, ઉઘડતું ન હોય પછી ચારે બાજુથી ખોલવા તમે પ્રયત્ન કરો છો, ઊંચું કરો, નીચું કરો, ડબ્બો ઠપકારો પણ ઢાંકણું કેમે કરી ખુલતું નથી. પરંતુ સાચો પ્રયત્ન થાય તો ખૂલે. તેવું જ આ છે. તમે ચારે બાજુથી વાંચો. સમયસાર વાંચો, અધ્યાત્મસાર વાંચો, આત્મસિદ્ધિ અને વચનામૃત પણ વાંચો. આની પાસે જાવ, તેની પાસે સમજવા જાવ. પણ આપણે એટલા પાકા છીએ કે નિજ ભાન થવા દેતા નથી. “નિજ ભાન” આ મોક્ષની ચાવી છે. મોક્ષનો ઉપાય સાવ સરળ છે. અમે ગપ્પાં નથી મારતા, અમે તમને વાસ્તવિકતા કહીએ છીએ તેમ શ્રી સગુરુ કહે છે, કેવળ હોત અસંગ તો ભારત તને ન કેમ?' જો આત્મા અસંગી જ હોત તો તને અનુભવ કેમ ન થાય ? આત્મા અસંગ છે, તે તારી વાત સાચી. પણ નિશ્ચયથી, પરમાર્થથી. તો સાહેબ ! એ અનુભવ ક્યારે થાય? “પણ નિજ ભાને તેમ’ પોતાને પોતાના સ્વરૂપનું જો ભાન થાય તો તેને એ આત્માનો સ્વાનુભવ થાય. ત્યાં સુધી એ આત્માનો સ્વાનુભવ થાય નહિ. For Personal & Private Use Only Page #228 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૧૭૭ આમ એક એક વાત લઈને સદ્ગુરુએ શિષ્યની તમામ શંકાનું સમાધાન કર્યું. તેમણે નક્કી કરાવ્યું કે આત્મા કર્મનો કર્તા છે. પરંતુ આત્મા કર્મનો કર્તા તો જ થાય જ્યારે આત્મા પ્રેરણા આપે અથવા રાગદ્વેષ કરે. રાગદ્વેષની પ્રેરણા આપવી તે આત્માનો સ્વભાવ છે જડનો સ્વભાવ નથી, માટે જડ પ્રેરણા આપી શકે નહિ. જડ કર્મ કરી શકે નહિ. સહજ રીતે કર્મો થાય છે તેવું પણ નથી. આત્મા જો રાગદ્વેષ નહિ કરે તો કર્મો કદી પણ થશે નહિ. આપહી બાંધે, આપ હી છોડે, નિજમતિ શક્તિ વિકાસી. ભાઈ ! કર્મો ક૨વામાં તારી શક્તિ તું વાપરે છે. વિભાવ કરવામાં શક્તિ જોઈએ. રાગ કરવામાં, દ્વેષ કરવામાં, ક્રોધ કરવામાં પણ શક્તિ જોઈએ ને ? ક્રોધ કરે છે ત્યારે કેવી શક્તિ આવી જાય છે ? ક્રોધમાં માણસ આખો પથ્થર ઉઠાવી લે છે. જેમ વિભાવ કરવામાં શક્તિ જોઈએ, તેમ સ્વભાવમાં ઠરવામાં પણ શક્તિ જોઈએ છે. તો ભલા માણસ ! વિભાવમાં શક્તિ વાપરવા કરતાં તારી શક્તિ સ્વભાવમાં ઠરવામાં વાપર ને ! નિજ ભાન કરીને પોતાની શક્તિ, પોતાના સ્વરૂપમાં ઠરવા માટે જ વાપરવી તેનું નામ મોક્ષનો માર્ગ. આ નેશનલ હાઈ વે, ખુલ્લો જ છે. જ્ઞાનીએ તે ખુલ્લો રાખ્યો છે. બધાને તે માર્ગ બતાવે છે. નિજ ભાન અને નિજમાં ઠરવું તે મોક્ષની ચાવી છે. પરમાર્થથી તું અસંગ તો છે જ. પણ તું પૂછે છે ને કે અનુભવ કેમ થતો નથી ? પરંતુ એ માટે એક શરત અનિવાર્ય છે કે સમ્યગ્દર્શન જો થશે તો જ તને અનુભવ થશે. આટલી વાત કરીને ગુરુદેવ શિષ્યને છેલ્લી વાત કરે છે. કર્તા ઈશ્વર કોઈ નહિ, ઈશ્વર શુદ્ધ સ્વભાવ; અથવા પ્રેરક તે ગણ્ય, ઈશ્વર દોષપ્રભાવ. (૭૭) તું એમ કહે છે ને કે ‘ઈશ્વર પ્રેરણા આપે છે’ આપણા હાથમાં રહેલું છેલ્લું સાધન પણ સદ્ગુરુ ઝૂંટવી લે છે. છેલ્લું આપણું શસ્ત્ર એ હતું કે અમે શું કરીએ ? ઈશ્વર જેમ કરાવે તેમ કરીએ છીએ. તો એ પણ ઝૂંટવી લીધું. મહાભારતમાં દુર્યોધન કહે છે કે હું ધર્મને જાણું છું, પણ ધર્મમાં પ્રવર્તન કરી શકતો નથી, હું અધર્મને જાણું છું પણ અધર્મમાંથી નિવૃત્ત થઈ શકતો નથી. હું પાપને જાણું છું પણ પાપ કર્યા વગર રહી શકતો નથી. હું સત્કર્મને જાણું છું પણ સત્કર્મ કરવાનો પુરુષાર્થ કરી શકતો નથી. કારણ કે ઈશ્વર મને જે પ્રેરણા આપે તે પ્રમાણે કરું છું. જુઓ, આ ડાહ્યો દીકરો બાપને વગોવે છે. ઈશ્વર તો બાપ કહેવાય ને ? હવે તે એમ કહે છે કે એ મને દારૂ પીવાની પ્રેરણા આપે છે, આ મને દુષ્કર્મ કરવાની પ્રેરણા આપે છે. આપણને કહેવાનું મન ન થાય કે તું કોને વગોવે છે ? ઈશ્વર તેવો છે જ નહિ. અને ઈશ્વર કંઈ જ પ્રેરણાં આપતા નથી. ધારો કે પ્રેરણા આપે તો સારી પ્રેરણા આપે, સારી શિખામણ આપે. એ કંઈ દીકરાનો હાથ પકડી દારૂના પીઠામાં ન લઈ જાય. એ એમ પણ ન કહે કે તારે જેટલો પીવો હોય તેટલો ધરાઈને પી લે. ઈશ્વર પ્રેરણા ન આપે. ઈશ્વર છે પણ તે કર્તા નથી પણ તેમણે For Personal & Private Use Only Page #229 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ પ્રવચન ક્રમાંક - ૫૫, ગાથા ક્રમાંક - ૭૪ થી ૭૭ જગતની ઓળખાણ કરાવી, જગતનું ભાન કરાવ્યું, જગતનું જ્ઞાન કરાવ્યું કે જગત કેવું છે? ઈશ્વર કશું જ કરતો નથી, માત્ર હાજર. ઈશ્વર જગતનો કર્તા નથી, અને રચયિતા પણ નથી. તે જીવોના કર્મોનો કર્તા હોઈ શકે જ નહિ. તમે એમ ન કહેશો કે આ જૈનોની માન્યતા છે. જૈનોની કોઈ માન્યતા નથી. જૈન તો એને કહેવાય, જે સત્યનું સંશોધન કરે, સત્યની ગવેષણા કરે, સાચું જે હશે તે જ ઈશ્વર કહે છે. કેમ? ઈશ્વર શુદ્ધ સ્વભાવ', તો ઈશ્વરનો પરમાત્માનો સ્વભાવ તો શુદ્ધ છે. શુદ્ધ સ્વભાવ માટે શબ્દ છે વીતરાગ સ્વભાવ. પરમાત્મા વિતરાગ છે. રાગદ્વેષથી મુક્ત છે. મોહથી અને અજ્ઞાનથી પણ મુક્ત છે. પરમાત્મામાં અજ્ઞાન નથી, રાગદ્વેષ નથી. તો પરમાત્મા શું છે ? પરમાત્મા વીતરાગ છે, અને અનંતજ્ઞાનથી ભરેલા છે. આવા હોવાના કારણે પરમાત્મા શુદ્ધ છે. અને શુદ્ધ હોવાના કારણે પરમાત્મા પ્રેરણા આપી ન શકે. આવો ઈશ્વર જો પ્રેરણા આપે તો ઈશ્વરમાં પણ દોષ ઉત્પન્ન થાય. આપણને એમ થાય કે જો પ્રેરણા આપવી જ હોય તો સારી આપે, ક્ષમા કરવાની પ્રેરણા આપે, ક્રોધ કરવાની પ્રેરણા શું કરવા આપે? ગુરુદેવ કહે છે શુદ્ધ આત્મ સ્વભાવ જેનો છે તે ઈશ્વર સારી કે નરસી કશી જ ઉપાધિમાં પડતા નથી. જંજાળમાંથી મુક્ત થવાની વાત જ્ઞાની પુરુષોએ કરી. આટલા બધા જીવોની જંજાળમાં ઈશ્વર જો ઝંપલાવે, તો શું લાગે છે તમને ? થોડો વિચાર તો કરો. આપણે નાની જંજાળમાંથી મુક્ત થવાની વાત કરીએ છીએ, તો ઈશ્વર શું આખા જગતના જાતજાતના નમૂનાઓને સંભાળવાની ઉપાધિ કરે ? બધાને સાચવવા, સમજાવવા, ઠેકાણે પાડવા કંઈ ઓછી ઉપાધિ છે? ઈશ્વર આ શા માટે કરે ? છતાં પણ તમે કહો કે ઈશ્વર પ્રેરણા આપે છે તો પ્રેરણા આપનાર ગુનેગાર બને છે. આપણી પાસે ત્રણ શબ્દો છે. કરવું, કરાવવું અને કરતોને અનુમોદન આપવું. અનુમોદન કરવું એટલે કોઈ કોઈને મારતો હોય તો તેને ઉત્સાહ આપે અથવા મનમાં માને કે “ઠીક હો રહા હૈ” આ અનુમોદન કર્યું કહેવાય. આમાનું કંઈ જ ઈશ્વર કરે નહિ. ઈશ્વર કંઈ જ કહેતો નથી અને કરતો પણ નથી. ઈશ્વરને દોષનો ભાગીદાર ન બનાવશો. ઈશ્વર તો વીતરાગ છે, શુદ્ધ છે, મોહથી મુક્ત છે, અનંત જ્ઞાનમય છે, માટે ઈશ્વર કર્મ કરવાની પ્રેરણા આપે છે, તેમ ન કહેવાય. આટલી વાત કરી છેવટનો સિદ્ધાંત સગુરુને આપવો છે. જેનો વિચાર હવે પછીના પ્રવચનમાં થશે. સિદ્ધાંત એમ કહે છે કે, ચેતન જો નિજ ભાનમાં, કર્તા આપ સ્વભાવ; વર્તે નહિ નિજ ભાનમાં, કર્તા કર્મ-પ્રભાવ. મોક્ષ માટે કંઈ લાંબી વાત કરવાની જરૂર નથી. આ ૭૮ મી ગાથામાં મોક્ષનું સંક્ષિપ્ત સૂત્ર છે. લોકો તો કેટલાયે પ્રશ્નો પૂછે છે કે મોક્ષ કેવી રીતે મળે ? પહેલાં તો એ પૂછે કે આ કાળમાં મોક્ષ મળે? પછી કહે કે શાસ્ત્રો તો કહે છે કે આ કાળમાં ન મળે. ઘણા બધા પ્રશ્ન For Personal & Private Use Only Page #230 -------------------------------------------------------------------------- ________________ ૧૭૯ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા પૂછે છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે મોક્ષની ટૂંકામાં ટૂંકી વ્યાખ્યા આ ગાથામાં છે. ચેતન જો નિજ ભાનમાં, કર્તા આપ સ્વભાવ; વર્તે નહિ નિજ ભાનમાં, કર્તા કર્મ-પ્રભાવ. આ અત્યંત મહત્ત્વની ગાથા છે. આમાં બંધની પણ ચાવી છે અને મોક્ષની પણ ચાવી છે. તમને બંને ચાવીઓ આપી છે. બંધની ચાવી તો તમે વાપરી છે. હવે મોક્ષ પ્રાપ્ત કરવાની ચાવી વાપરો. તેની ચર્ચા આગલી ગાથામાં થશે. ઊંડાણથી વિચારજો. અભુત વાતો છે. તેમાં મર્મ છે. જૈન દર્શનનો નિચોડ, નિષ્કર્ષ, સાર આમાં છે. સમજવા કોશિશ કરજો. આનો ઉકેલ આ જન્મમાં જ કરવો છે. સમજશો તો ઉકેલ થશે. ધન્યવાદ! આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે માટે ધન્યવાદ.દરેકના અંતરમાં રહેલા પરમાત્માને મારા પ્રેમપૂર્વક નમસ્કાર. For Personal & Private Use Only Page #231 -------------------------------------------------------------------------- ________________ ૧૮O પ્રવચન ક્રમાંક - ૫૬, ગાથા ક્રમાંક - ૭૮ ગાથા ક્રમાંક - ૦૮ પ્રવચન ક્રમાંક - પદ વિભાવના કર્તા મટો ચેતન જો નિજ ભાનમાં, કર્તા આપ સ્વભાવ; વર્તે નહિ નિજ ભાનમાં, કર્તા કર્મ-પ્રભાવ. (૭૮). ટીકાઃ આત્મા જો પોતાના શુદ્ધ ચેતન્યાદિ સ્વભાવમાં વર્તે તો તે પોતાના તેજસ્વભાવનો કર્તા છે, અર્થાત્ તે જ સ્વરૂપમાં પરિણમિત છે, અને તે શુદ્ધ ચેતન્યાદિ સ્વભાવના ભાનમાં વર્તતો ન હોય ત્યારે કર્મભાવનો કર્તા છે. (૭૮) વિવેચનનો પ્રારંભ કરતા પહેલાં ગાથાને સ્પષ્ટપણે સમજી લેવાનો પ્રયત્ન કરીએ. આ ગાથામાં સાધકે સાધનામાં શું કરવાનું છે તેનું ચિત્ર આપેલ છે. આ તત્ત્વજ્ઞાનની ગાથા નથી. આ ગાથા બરાબર સમજાય તો સાધના વિશે આપણી ભ્રમણાઓ, ગેરસમજો જે હોય તે દૂર થઈ જાય. ઘણી વખત, ઘણી બાબતોમાં આપણી સમજણ અસ્પષ્ટ હોય છે, ખોટી અથવા વિપરીત હોય છે. બે શબ્દો સમજી લઈએ. એક છે આત્મભાવ, તેને સ્વભાવ કહો કે ચૈતન્યભાવ કહો અને બીજો શબ્દ છે, પરભાવ, વિભાવ અથવા કર્મનો ભાવ. જીવમાં બે ધારા ચાલે છે એક આત્મભાવની ધારા, ચૈતન્યભાવની ધારા અને બીજી ધારા તે પરભાવની-વિભાવની, કર્મભાવની ધારા. આ બંને ધારાઓનો કર્તા આત્મા છે. એ સ્વભાવનો પણ કર્યા છે અને વિભાવનો પણ કર્યા છે, પરંતુ કર્મનો કર્તા નથી. વિભાવ કર્યા પછી કર્મરચના થાય છે, પણ એ કર્મનો કર્તા નથી પરંતુ વિભાવનો જરૂર કર્યા છે. વિભાવ એટલે વિકૃતભાવ, વિકારી ભાવ, રાગદ્વેષના ભાવ. મોહભાવ કે અજ્ઞાન ભાવમાંથી જેટલા ભાવો જન્મે છે તે બધા ભાવોને જ્ઞાની પુરુષોએ વિકારી ભાવો અથવા વિભાવભાવ કહ્યાં છે. એ વિભાવભાવ અને સ્વભાવ બંને વચ્ચે આ જીવનની યાત્રા ચાલી રહી છે. આપણી યાત્રા મોટે ભાગે વિભાવની ધારાની યાત્રા છે. સ્વભાવનો સ્પર્શ ક્યારેક થયો હશે કે નહિ તે તો પ્રભુ જાણે, પરંતુ એમ નથી લાગતું કે આપણને ટચ થયો હોય ! વિભાવમાં તો આપણે ગળાડૂબ ડૂબેલા છીએ. સાધનાનું સૂત્ર કહેતી વખતે જ્ઞાનીઓને એક વાક્ય કહેવું છે કે, ‘વિભાવના કર્તા મટી જવું અને સ્વભાવના કર્તા બનવું.” આનું નામ સાધના. બહુ યાદ ન રહે તો ચિંતા કરવાની જરૂર નથી. મૂળ મુદ્દો યાદ રહેવો જોઈએ. દાળ શાકની ચર્ચા કરવાની જરૂર નથી. મીઠાઈ બરાબર છે કે નહીં તે જોવાની જરૂર. શાસ્ત્રોને એમ કહેવું છે કે વિભાવના For Personal & Private Use Only Page #232 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા કર્તા મટો અને સ્વભાવના કર્તા બનો. જીવ લાગી રહ્યો પરભાવમેં, સહજ સ્વભાવ લખે નહિ અપનો, પડિયો મોહ કે દાવમેં. આ પદ નથી પણ યશોવિજયજી મહારાજની વેદના છે. આ ભજન કે કાવ્ય નથી પરંતુ અંદરની મૂંઝવણ છે. અંદરની વ્યથા છે. આટલાં શાસ્ત્રો વાંચ્યા, આટલાં સિદ્ધાંતો વાંચ્યા, આટલાં અનુષ્ઠાનો, જપ, તપ, વ્રતની સાધના કરી તોપણ અમારો આત્મા પરભાવમાં લાગેલો છે. પરભાવમાં જ છે. આપણે ચર્ચા કેટલી ઊંચા પ્રકારની કરીએ છીએ, ૧૧મા ગુણસ્થાનકની ચર્ચા કરીએ છીએ. ૧૧મા ગુણસ્થાનેથી જે પાછો આવે છે તે જીવ હલકો નથી, એ નીચો કે નબળો નથી. ભૂલે ચૂકે એમ ન માનતા કે તમે એમના કરતાં ઊંચા છો. એ ભ્રમણામાં ન રહેશો. એમની તો અદ્ભુત સાધના છે. સાધના કરતાં કરતાં ઉપશમભાવને કારણે નીચે આવ્યા છે. તારું તો ગજુ પણ નથી કે તું એ શ્રેણી માંડી શકે. તેઓ શ્રેણી માંડીને શ્રેણીમાં દાખલ થયા અને નિયમ પ્રમાણે ઉપશમભાવમાં ગયા, ઉપશમભાવનો કાળ પૂરો થયો અને નીચે આવ્યા, પરંતુ તેઓ નીચે રહેવાના નથી. તેઓ ચઢવાના છે. તું તારું જો. તારી સ્થિતિ કેવી છે ? સહજ સ્વભાવ લખે નહિ અપનો, પડિયો મોહ કે દાવમેં, જીવ લાગી રહ્યો પરભાવમેં’ તેમ યશોવિજયજી મહારાજ કહે છે. આજે પણ જીવ પરભાવમાં વિભાવમાં લાગેલો છે. પોતાનો સહજ સ્વભાવ એ લક્ષમાં લેતો નથી, સમજતો નથી, જાણતો નથી, અને મને કહેવા દો કે આત્મા મોહના હાથનું રમકડું બની ગયો છે. ખરેખર સાધનામાં જે કંઈ કરવાનું હોય, તેની સ્પષ્ટતા આ ૭૮મી ગાથામાં કરવાની છે. ચેતન જો નિજ ભાનમાં, કર્તા આપ સ્વભાવ; ૧૮૧ વર્તે નહિ નિજ ભાનમાં, કર્તા કર્મ-પ્રભાવ. જૈન દર્શનનો નિચોડ આ ગાથામાં છે. જ્ઞાનીને બે વાતો સ્પષ્ટ કરવી છે. ખરેખર સાધનામાં એક ધારામાંથી બહાર નીકળી બીજી ધારામાં પ્રવેશ કરવાનો છે. જે કર્મની ધારા છે, વિભાવની ધારા છે તેમાંથી બહાર નીકળી સ્વભાવની ધારામાં આપણે ઠરવું છે. સ્વભાવની ધારામાં ઠરવા માટે શું પ્રક્રિયા કરવાની છે ? તેની કઈ રીત છે ? કઈ પદ્ધતિ છે ? પહેલી વાત, ‘ચેતન જો નિજ ભાનમાં', આત્માને જો પોતાનું ભાન થાય, બહુ વિચિત્ર વાત લાગે છે કે આત્મા આપણે પોતે છીએ. આ કોઈ બીજી પાર્ટીની વાત નથી. કોઈ બીજા આત્માની વાત કરતા હોય તો બરાબર. આત્માને-આપણને પોતાનું જ ભાન નથી. આપ આપકું ભુલ ગયા; ઈનર્સે ક્યા અંધેર ? સમર સમર અબ હસત હૈ, નહિ ભૂલેંગે ફેર. આ સૌથી મોટું આશ્ચર્ય છે કે પોતે પોતાને જ ભૂલી ગયો છે. આધ્યાત્મિક ક્ષેત્રમાં આ જ ભૂલ થાય છે કે પોતાનું વિસ્મરણ પોતાને થાય છે. ‘ચેતન જો નિજ ભાનમાં’ ચેતનને પોતાનું For Personal & Private Use Only Page #233 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ૨ પ્રવચન ક્રમાંક - ૫૬, ગાથા ક્રમાંક - ૭૮ ભાન થાય, સ્વરૂપનું જો ભાન થાય, સ્વરૂપની સ્મૃતિ થાય, સ્વરૂપનો અનુભવ થાય, સ્વરૂપનું દર્શન થાય, આત્મસ્વરૂપનો નિશ્ચય થાય, તે મહત્ત્વની ઘટના છે. ભાન એટલે સમજ, ભાન એટલે અનુભવ, ભાન એટલે સાક્ષાત્કાર, ભાન એટલે પ્રતીતિ, ભાન એટલે શ્રદ્ધા, ભાન એટલે સભાનતા, ભાન એટલે કોન્સેસ, ભાન એટલે જાગરણ. જ્યારે પોતાને પોતાનું જાગરણ થાય, પોતાના ભાનમાં જો ચૈતન્ય આવી જાય તો તેની પ્રક્રિયા બદલાઈ જાય, રીત અને જીવનશૈલી બદલાઈ જાય. જે ક્ષણે આત્માને પોતાના સ્વરૂપનું, નિજ સ્વરૂપનું ભાન થાય પછી તે આત્મા વિભાવનો કર્તા મટે છે અને સ્વભાવનો કર્તા બને છે. માત્ર કહેવાથી એ સ્વભાવનો કર્તા નથી બનતો અને માત્ર કહેવાથી એ વિભાવનો કર્તા પણ નથી મટતો. જ્યારે સ્વરૂપનું ભાન થાય, આત્માને પોતાનું ભાન થાય તો તેનું પરિણામ . આવે, તેનું ફળ આવે ત્યારે કર્તા આપ સ્વભાવ” એ પોતાના સ્વભાવનો કર્તા બની જાય છે. આત્મા કર્તા તો છે પરંતુ કર્મનો કર્તા નથી, બાહ્ય પદાર્થોનો કર્તા નથી. એ યુગલનો, જડ પદાર્થોનો કર્તા નથી, પણ કર્તા તો છે જ. વિભાવનો પણ કર્યા છે અને સ્વભાવનો પણ કર્યા છે. વિભાવનો કર્તા બને પોતાનું ભાન ન હોય ત્યારે, અને સ્વભાવનો કર્તા બને પોતાનું ભાન થાય ત્યારે. અંબાલાલભાઈએ બહુ સંક્ષેપમાં ટીકા લખી છે કે આત્મા પોતાના શુદ્ધ ચૈતન્ય આદિ સ્વભાવમાં વર્તે તો તે પોતાના તે જ સ્વભાવનો કર્તા છે. અર્થાત્ તે જ સ્વરૂપમાં પરિણમિત છે. પોતાના સ્વભાવમાં પરિણમે છે, તેને પોતાના સ્વભાવમાં રમવું એવી અવસ્થા પ્રાપ્ત થાય છે. આત્મા ક્યાં વર્તે છે ? ક્યાં રહે છે ? ક્યાં રમે છે ? ક્યાં ઠરે છે ? ક્યાં જાય છે ? આનંદઘનજીએ તો પોકારી પોકારીને કહ્યું છે કે “વારો રે કોઈ, પર ઘર રમવાનો ઢાળ.” અમને પારકા ઘેર રમવાનો ઢાળો પડી ગયો છે. ટેવ, અભ્યાસ અથવા આદત પડી ગઈ છે. જેમ નાનું છોકરું રમતાં રમતાં રસ્તા ઉપર જાય ત્યારે તેની મા તેને સમજાવીને ઘેર પાછું લાવે અને દરવાજો બંધ કરી દે, છતાં બાળક માતાની નજર ચૂકાવી ફરી રસ્તા ઉપર ચાલ્યું જાય, તેમ આપણને આ સંતો રૂપી માતાઓ સમજાવી, સમજાવીને અંદર લાવે છે. બહારનો, પરનો જરા ટચ મળે કે આપણે ઘરની બહાર નીકળી જઈએ છીએ અને પરભાવમાં રમીએ છીએ. એ પરભાવમાં રમવાની જે આદત છે તે અમારી આદત ટાળો. આનંદઘનજી કહે છે, સહાય કરો, કૃપા કરો અને અનુગ્રહ કરો. અમને પર ઘરમાં રમવાની ટેવ પડી ગઈ છે. તેમાં રમવાના કારણે કમરચના થાય છે. રાગદ્વેષ થાય છે અને આત્મા અશુદ્ધ થાય છે. આત્મા પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વભાવના ભાનમાં વર્તતો ન હોય તો તે વિભાવમાં વર્તે છે. પરભાવમાં અને કષાયમાં વર્તે છે. અને ત્યારે તે કર્મનો કર્તા બને છે. જો સ્વભાવમાં વર્તે તો સ્વભાવનો કર્તા બને, અને પરમાં રમે તો પરનો કર્તા બને. કર્મનો નિયમ ત્યાર પછી કામ કરે છે. આપણા વચ્ચે કર્મો સીધાં પ્રવેશતાં નથી. પ્રથમ તો તે પોતાનું ભાન ભૂલી જાય તે ઘટના, For Personal & Private Use Only Page #234 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૧૮૩ પોતાનું ભાન ભૂલ્યા પછી તેને સ્વરૂપનું વિસ્મરણ થાય, તે બીજી ઘટના, સ્વરૂપનું વિસ્મરણ થયા પછી તે શુદ્ધ સ્વભાવમાં રમતો નથી, તે ત્રીજી ઘટના, તે વિભાવમાં રમતો થાય તે ચોથી ઘટના અને વિભાવમાં રમે તો જ કર્મનું આગમન થાય, તો જ કર્મભાવ તૈયાર થાય. કર્મો ઉતાવળ કરતાં નથી. તમને પરાણે વળગી પડવું તેવો તેનો હેતુ નથી. તેઓ કહે છે કે તમે નહિ બોલવો તો અનંતકાળ સુધી નહિ આવીએ. અને બોલાવશો તો ટાઈમ પણ નહિ લગાડીએ. આવવાની અમારી તૈયારી તો ખરી. તેથી સ્પષ્ટ થાય છે કે આત્મા પ્રેરકપણે કર્તા છે. શુદ્ધ સ્વરૂપમાં સ્થિર થાય તો તે ચૈતન્ય સ્વભાવનો કર્તા છે. તેનાથી ચૈતન્યનું બળ વધે છે, સામર્થ્ય વધે છે, શુદ્ધિ થાય છે. નિર્જરા અને સંવર થાય છે, આત્માનું સ્વરૂપ પ્રગટ થાય છે, આત્મા ખીલે છે. આત્મા પ્રગટ થાય છે, આત્માના ગુણોનો ઉત્કર્ષ થાય છે. તેના ઉપરથી આવરણ હટતા જાય છે. અંધકાર દૂર થતો જાય છે અને અજવાળું પથરાય છે. પરંતુ આ ક્યારે બને? એ ચૈતન્ય સ્વભાવમાં રમે ત્યારે. ચૈતન્ય સ્વભાવમાં રમે તો બળ, સામર્થ્ય વધે, શક્તિ વધે. યશોવિજયજી મહારાજે કહ્યું છે કે જેટલા જેટલા અંશમાં નિરુપાધિકપણું તેટલા અંશમાં ધર્મ થાય. તમે ગમે તે માનો કે અમે ચોથે કે છકે સાતમે ગુણસ્થાનક છીએ. માનવામાં કોણ ના પાડે છે? ખાવાનું ઠેકાણું નથી અને કહેશે કે અમે ધીરૂભાઈ અંબાણી છીએ, તો કોણ ના પાડે છે ? પણ માણસને ખ્યાલ આવવો જોઈએ કે પોતાની વર્તમાન અવસ્થા કેવી છે ? માનવાથી અવસ્થા આવતી નથી પણ અંદરમાં પ્રક્રિયા થવાથી અવસ્થા આવે છે. તે વખતે ચૈતન્યનું બળ વધે છે. સ્વભાવમાં રમવાથી, ઢળવાથી ચૈતન્યનું બળ વધે છે. અને તે બળ આગળના કર્મનો ક્ષય કરવામાં પણ કામ લાગે છે. જુઓ ! સાધના જ્યારે થશે, ત્યારે તેમાં શક્તિ અને સામર્થ્ય જોઈશે. આંતરિક બળ જોઈશે. જેટલા જેટલા અંશમાં કર્મોનાં આવરણ ઘટે તેટલા તેટલા અંશમાં આત્માના ગુણો ખીલે. અને એ ગુણો ખીલે તે આત્માની શક્તિ બનીને આગળની પ્રક્રિયામાં સહયોગી બને. કંઈ ખબર પડે છે કે જીવનમાં શું થાય છે? જે જે અંશે રે નિરુપાલિકપણું, તે તે જાણો રે ધર્મ, સમ્યગદૃષ્ટિ રે ગુણઠાણા થકી, જાવ લહે શિવશર્મ. જેટલા અંશે ઉપાધિ ઘટે, ઉપાધિ તૂટે, આવરણ તૂટે તેટલા અંશમાં ધર્મ થાય. આ જ્ઞાનીનું સર્ટીફીકેટ છે. આ જ્ઞાનનું પ્રમાણપત્ર છે. તમને કહેનારા મળશે કે તમે પાર પામી ગયા. સામેથી આઠમે ગયા, ક્ષપક શ્રેણી માંડી. ૧૨મે ૧૩મે પણ પહોંચ્યા તેવા ભ્રમમાં ન પડશો. પરંતુ અસલમાં જીવને એ અવસ્થા પ્રાપ્ત થવી જોઈએ. જેમ કપડાંને સાબુ લગાડો તો મેલ કપાતો જાય. સાબુ ઘસ્યા કરો અને ધોકા માર્યા કરો છતાં મેલ ન કપાય તો તમને લાગશે કે કંઈક ગરબડ છે. આ સાબુ બરાબર નથી અથવા કપડાંને બરાબર ઘસ્યા નથી. તેમ જેટલા For Personal & Private Use Only Page #235 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ પ્રવચન ક્રમાંક - ૫૬, ગાથા ક્રમાંક - ૭૮ જેટલા અંશમાં સ્વરૂપમાં રમશો, સ્વભાવમાં રમશો, તેટલા તેટલા અંશમાં ઉપાધિ ઘટશે. આવરણ તૂટશે, અને અંદરથી આત્માની શક્તિ ખીલશે. શક્તિ તો આત્મામાં છે. અનંત શક્તિ છે. આત્માને શક્તિ લેવા ક્યાંય જવું પડતું નથી. એક શબ્દ છે આપણે ત્યાં “અનંત વીર્ય'. ચાર શબ્દો મહત્ત્વના છે. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર્ય અને અનંત વીર્ય. આ ચારે શક્તિને રોકનારાં ચાર પરિબળો છે. જ્ઞાનાવરણીય કર્મ, દર્શનાવરણીય કર્મ, મોહનીય કર્મ અને અંતરાય કર્મ. જ્ઞાનાવરણીય કર્મ જ્ઞાનને રોકે, દર્શનાવરણીય કર્મ દર્શનને રોકે, મોહનીય કર્મ શ્રદ્ધા અને ચારિત્ર્યને રોકે અને અંતરાય કર્મ વીર્યને રોકે. જેટલા જેટલા અંશમાં કર્મો તૂટે, તેટલા અંશમાં આત્માની શક્તિ પ્રગટ થાય. એ શક્તિને લઈને સાધક આગળ વધતો જાય. મિથ્યાત્વ મોહનીય જાય એટલે ચોથા ગુણસ્થાને સમ્યગદર્શન થાય. એ સમ્યગદર્શનની મૂડી લઈને પાંચમે ગુણસ્થાને જાય. પાંચમા ગુણસ્થાને ગયા, અપ્રત્યાખ્યાન કષાયો ગયાં, દેશવિરતિ અવસ્થા પ્રાપ્ત થઈ. બાર વ્રતો ધારણ થયાં, પછી છકે ગુણસ્થાને પહોંચ્યા, ત્યાં પ્રમત્ત સંયત અવસ્થા પ્રાપ્ત થઈ. એ બળને લઈને સાતમે ગુણસ્થાને પહોંચ્યો અને ત્યાં પણ અપ્રમત્ત અવસ્થામાં રહ્યો. આઠમે ગુણસ્થાને શ્રેણી માંડી. ક્ષપક શ્રેણી હોય કે ઉપશમ શ્રેણી હોય. શક્તિ અંદરથી મળતી જાય અને એ શક્તિ ઉપર વેપાર કરતો જાય. જેમ ધંધામાં કમાતો જાય અને નવું રોકાણ કરતો જાય, વિસ્તાર કરતો જાય તે તમારો વિષય છે. શક્તિ અંદરથી પ્રાપ્ત થાય છે, બહારથી લાવવાની નથી. આવી અનંત શક્તિ આત્મામાં ઠાંસી ઠાંસીને ભરી છે. એમ કહેવાય છે કે ચોસઠ પ્રહરી પીપરનો એક નાનો કણિયો તમે લો, અંદર ઝણઝણાટી થાય અને શરદી તમને મટાડી દે, એવું વૈદ્ય કહેતા હોય છે. ચોસઠ પ્રહરી પીપરમાં અત્યંત તીખાશ છે. પરંતુ સાદી પીપરનો આખો ગાંગડો મોંમા નાખો તો તીખાશ ન મળે. તેને ૬૪ પ્રહર ઘૂંટવી પડે. ત્રણ કલાકનો એક પ્રહર. પ્રાચીન કાળમાં ૬૪ તંદુરસ્ત યુવાનોને ઊભા રાખતા હતા. એક યુવાને ત્રણ કલાક ઘૂંટ્યું પછી બીજાનો વારો. ચોસઠ પ્રહર ઘૂંટાય ત્યારે ચોસઠ પ્રહરી પીપરમાં શક્તિ પ્રગટ થાય. ગાંગડામાં શક્તિ છે ખરી પણ તે પ્રગટ નથી. તેમ ચૈતન્યમાં અનંતજ્ઞાન, અનંતવીર્ય ભર્યું છે, પરંતુ તેને ઘૂંટવું પડે. ઘૂંટવાની વાત કરવી નથી અને કલ્પના કરવી છે કે અમે સાતમે ગયા, અમે આઠમે ગયા. તમે ભ્રમમાં પડશો નહિ અને બીજાને ભ્રમમાં નાખશો પણ નહિ. જેટલા અંશમાં ચૈતન્યના અંશો ખીલે છે તે તમારી મૂડી. અને તે મૂડી લઈને આગળના પગથિયે તમારે ચડવાનું છે. પહેલા પગથિયે ગયા પછી બીજા પગથિયે તેમ ક્રમે ક્રમે આગળ વધવાનું છે. પરંતુ આની ચાવી શું? આનું રહસ્ય શું? મૂળ કરવાનું શું? “ચેતન જો નિજ ભાનમાં', એટલે આત્મા પોતાના સ્વરૂપમાં રહે, સ્વભાવમાં રહે, અસ્તિત્વમાં રહે, પોતાના સહજ લક્ષમાં રહે, તો શું થાય ? તો આત્મા પોતાના સ્વભાવનો કર્તા બને છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર, સરળતા, ક્ષમા, સંતોષ એ સ્વભાવ. વૈરાગ્ય, વીતરાગતા એ સ્વભાવ, અનંત વીર્ય અને શ્રદ્ધા એ સ્વભાવ. આ થોડા ગુણો કહ્યા પણ આવા અનંત ગુણો For Personal & Private Use Only Page #236 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૧૮૫ છે. અનંત ગુણો અને અનંત વીર્ય ભર્યું છે આ દ્રવ્યમાં. જ્ઞાની પુરુષો કહે છે કે અમે કેટલું વર્ણન કરીએ. યશોવિજયજી મહારાજ હે છે, “મારો પ્રભુ સબ બાતે પૂરો'. મારો પ્રભુ બધા ગુણોથી પરિપૂર્ણ છે. આત્માના અસંખ્ય પ્રદેશો છે અને પ્રદેશ પ્રદેશ અનંતગુણો છે. આપણો આટલો બધો નિજ વૈભવ છે. કુંદકુંદાચાર્યજી સમયમસારમાં કહે છે, “અમે તને તારો પોતાનો વૈભવ બતાવીએ છીએ. એક વખત તું આનંદમાં, ઉલ્લાસમાં આવી હા તો પાડ કે આ મારો વૈભવ છે.” પણ તમે કહો છો કે અમે તો પામર, અમે તો દુઃખી છીએ. પરંતુ અમે કહીએ છીએ કે તું જો તો ખરો, તારી અંદર કેટલો ખજાનો પડ્યો છે. કોઈને ખાવાના પણ સાંસા હોય અને કોઈ તેને કહે કે તારા મકાનમાં ઉત્તર દિશામાં ૧૦ ફૂટ નીચે ધન દાટેલું છે. તે ત્યાં ખોદીશ તો તને મળશે. કેટલો આનંદ થાય? હજુ મળ્યું નથી, પણ સાંભળીને નાચી ઊઠે. મંડી પડે ખોદવા અને ચરૂ મળે તો નાચી ઊઠે. જેણે બતાવ્યો તેનો કેટલો ઉપકાર માને? કે મારો ખજાનો મને બતાવ્યો. આ પૈસાનો ખજાનો તો નશ્વર છે, અમે તને તારો અક્ષય ખજાનો બતાવીએ છીએ, તે શાશ્વત છે. તું સાંભળી લે. તને આનંદ નથી આવતો ? હવે તને થવું જોઈએ કે આવો ખજાનો મારે પ્રાપ્ત કરવો છે. ખજાનાને જાણવો તેનું નામ સમ્યજ્ઞાન. ખજાનો મારો છે તેવી પ્રતીતિ થવી તેનું નામ સમ્યગ્દર્શન અને ખજાનો મેળવવા માટે મથામણ ચાલુ કરવી તેનું નામ સમ્યફ ચારિત્ર્ય. “ચેતન જો નિજ ભાનમાં', આ શબ્દો ઉપર બહુ ભાર છે. તમે એલ ફેલ બોલતા હો તો કોઈપણ તમને કહેશે કે જરા ભાન રાખો. જ્ઞાની પુરુષ કહે છે કે આવા ભાન તો ઘણા રહ્યા પણ તું બેભાન રહ્યો. ખરું ભાન તો નિજ ભાન છે. સ્વરૂપનું ભાન છે. જો પોતાના સ્વભાવનું ભાન થાય તો કર્તા આપ સ્વભાવ. આત્મા પોતાના સ્વભાવનું કાર્ય કરે, બીજું કાર્ય ન કરે. પછી એમ કહ્યું કે વર્તે નહિ નિજ ભાનમાં, કર્તા કર્મ પ્રભાવ”. જુઓ, બે શબ્દો જુદા જુદા છે. ઉપર શબ્દ છે સ્વભાવ અને નીચે શબ્દ છે પ્રભાવ. સમજણપૂર્વક શબ્દો મૂક્યાં છે. સ્વભાવ તે આપણી પોતીકી વસ્તુ છે. અને પ્રભાવ બીજા ઉપર પાડવાનો. બીજા ઉપર પડે તે પ્રભાવ અને પોતાનામાં જે અનુભવાય તે સ્વભાવ. પોતાનાં ભાનમાં જો ન વર્તે તો શું થાય ? તે કર્મનો કર્તા થાય છે. અને કર્મ ઉપર પ્રભાવ પડે છે અને કર્મ ઉપર પ્રભાવ પડ્યા પછી કર્મનો બંધ થાય છે. કર્મ ઉપર આપણો પ્રભાવ પડે છે પરંતુ સ્વભાવ તરફ આપણી જાગૃતિ નથી. તેથી સ્વરૂપમાં ન રહેતાં આપણે રાગદ્વેષરૂપે પરિણમીએ છીએ. એ પરિણમવાના કારણે આત્મા કર્મથી બંધાય છે. તમને એમ થતું હશે કે તમારે કહેવું શું છે? અમારે એમ કહેવું છે કે અપને ઘરમેં જાવ. તમારું ઘર તમે સંભાળી લ્યો. અમે તમારું ઘર, ખજાનો, સંપત્તિ બતાવીએ છીએ. આનંદઘનજીએ ગાયું છે કે, ચેતન શુદ્ધાતમકુ ધ્યાવો, પર પરચે ધામધૂમ સદાઈ, નિજ પરચે સુખ પાવો. For Personal & Private Use Only Page #237 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ પ્રવચન ક્રમાંક - ૫૬, ગાથા ક્રમાંક - ૭૮ નિજ ઘરમેં હૈ પ્રભુતા તેરી, પરસંગ નીચ કહાવો, પ્રત્યક્ષ રીત લખી તુમ ઐસી ગહીએ આપ સુહાવો ચેતન: આનંદઘનજીએ સરળ ભાષામાં કહ્યું કે હે ચૈતન્ય ! હે આત્મા ! તું શુદ્ધાત્માનું ધ્યાન કર, શુદ્ધાત્માને તું લક્ષમાં લે, શુદ્ધાત્માને તું જાણ. “પર પરચે ધામધૂમ સદાઈ” અત્યાર સુધી તારી ધામધૂમ પર પરચામાં છે, વિભાવમાં છે, તો પોતાનો પરચો તું કર. તારો પરિચય જો કરીશ તો તારો સ્વભાવ વિકાસ પામી જશે. અને કર્મો ઉપર તારો પ્રભાવ નહિ પડે. ગાથા એમ આવી કે “ચેતન જો નિજભાનમાં કર્તા આપ સ્વભાવ.” જો ચૈતન્યને પોતાનું ભાન થાય તો આત્મા પોતાના સ્વભાવનો કર્તા બને પરંતુ જો પોતાના ભાનમાં પોતે વર્તે નહિ તો પોતાનું ભાન ભૂલી જઈ વિભાવનો કર્તા બને. અને વિભાવનો કર્તા બનવાથી કર્મો ઉપર એનો પ્રભાવ પડે છે. કર્મો ઉપર પ્રભાવ પડે છે ત્યારે સાધક કર્મોથી અવરાય છે. પરમાર્થે આત્મા સ્વભાવનો કર્તા રહેવો જોઈએ, તે સ્વભાવનો કર્તા મટીને વિભાવનો કર્તા થાય છે, માટે જ્ઞાની પુરુષોએ કહ્યું કે ચેતન પોતાના સ્વભાવમાં રહેતો નથી એના કારણે કર્મ ઉપર પ્રભાવ પડે છે. જો પોતાના સ્વભાવમાં રહે તો એ સ્વભાવનો કર્તા બને છે. સ્વભાવના કર્તા બનવું તેનું નામ ધર્મ અને વિભાવના કર્તા બનવું તેનું નામ કર્મ અર્થાત્ વિભાવના કર્તા બનવાથી બંધાય છે કર્મ. બે શબ્દો સામસામે છે. આ બાજુ ધર્મ શબ્દ, બીજી બાજુ કર્મ શબ્દ. આનંદઘનજી મહારાજે ધર્મનાથ ભગવાનના સ્તવનમાં કહ્યું, “ધર્મ જિનેશ્વર ચરણ ગ્રહ્યા પછી, કોઈ ન બાંધે હો કર્મ.' બહુ મૌલિક વાત છે. ધર્મ જિનેશ્વરના ચરણકમળમાં રહ્યા પછી કોઈ કર્મ બાંધતું નથી. જ્યાં ધર્મ હોય ત્યાં કર્મ ન હોય. અને જ્યાં કર્મ હોય ત્યાં ધર્મ ન હોય. ધર્મનું શરણ જેણે ગ્રહણ કર્યું તે કર્મ ન બાંધે. ધર્મ કર્મનો છેદ કરે છે. કર્મ ધર્મ ઉપર છેદ મૂકે છે. તો એવાં જે કર્મો તેનાથી હે ચૈતન્ય તું મુક્ત બન. આ ગાળામાં શિષ્યની શંકાનું સમાધાન થાય છે. ત્રણ બાબતો નક્કી થઈ. (૧) આત્મા છે, (૨) આત્મા નિત્ય છે, (૩) આત્મા કર્મનો કર્તા છે, આ ત્રણ વાતો તેણે સ્વીકારી લીધી. શિષ્ય માનવામાં જરાય ઉતાવળ કરતો નથી અને સમજ્યો કે ન સમજ્યો પણ તમારી વાત સાચી એમ પણ કહેતો નથી. શિષ્ય બધું બારીકાઈથી અને સૂક્ષ્મ બુદ્ધિથી સમજે છે. ઝીણામાં ઝીણી વાત શિષ્ય પોતાના પક્ષે રજુ કરે છે. અને આ ચોથી વાત શિષ્ય ગુરુદેવ પાસે રજુ કરીને, હૃદયપૂર્વક તેની સ્પષ્ટતા પણ માગે છે. જીવ કર્મ કર્તા કહો, પણ ભોક્તા નહિ સોય; શું સમજે જડ કર્મ કે, ફળ પરિણામી હોય? આ બહુ મોટી વાત છે. તમે કહો છો આત્મા કર્મનો કર્તા છે, બરાબર. તે રાગદ્વેષ પણ કરે છે તેની ના કહેવાય તેવું નથી. કષાય અંદરથી ઊઠે છે, ના કહેવાય તેવું નથી. અંતર નિરીક્ષણ કરીએ અર્થાતુ આપણે આપણામાં જોઈએ તો દેખાશે કે રાગની ધારા ઊઠે છે, દ્વેષની ધારા ઊઠે છે, ક્રોધનો અગ્નિ ઊઠે છે, અંહકારની મલિનતા ઊઠે છે, માયા લોભ આ બધું ઊઠે છે. ખરી For Personal & Private Use Only Page #238 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૧૮૭ વાત એ કે આત્મા વિભાવ કરે છે. તેના કારણે કર્મનો કર્તા બને છે. એ કર્મ કરે છે ખરો પણ કર્મનો ભોક્તા બની શકતો નથી. તેને કર્મને ભોગવવાં પડે નહિ તેનું પહેલું કારણ એ કર્મો પરમાણુમાંથી બનેલાં છે. એ પુદ્ગલ દ્રવ્યનો ભાગ છે. પુદ્ગલ દ્રવ્યમાં જ્ઞાન સ્વભાવ નથી. જો જ્ઞાન ન હોય તો, હેતુ ન હોય, ઈરાદો ન હોય, ઈન્ટેશન ન હોય. ફળ ક્યાં આપવું, આને આ શિક્ષા કરવી તે જડને ખબર ન હોય. તમે ખુરશી પર બેઠાં અને ખુરશી ઉલળી પડી, તો ખુરશી તેમ નહિ કહે કે સોરી સાહેબ ! અથવા એમ પણ નહિ કહે કે ધ્યાન રાખીને બેસતાં શીખો. જડ પદાર્થમાં ફળ આપવાની બુદ્ધિ નથી. જ્ઞાન હોય ત્યાં સમજ હોય. જ્ઞાન હોય ત્યાં પરિણામ હોય, હેતુ હોય, ઈરાદો હોય. જ્ઞાન હોય તો પ્રવૃત્તિ હોય, જ્ઞાન હોય તો ફળ આપવાનું હોય. પરંતુ પુદ્ગલ દ્રવ્યમાં જ્ઞાન નથી, વર્ણ છે, રસ છે, ગંધ છે, સ્પર્શ છે, આકૃતિ છે, વજન છે. એ બધું ખરું પણ જ્ઞાન નહિ, સમજણ નહિ, પ્રેરણા નહિ, ક્ષમતા નહિ, શક્તિ નહિ. એ બધાથી રહિત છે. આવું જડકર્મ આત્માને કેવી રીતે કર્મનું ફળ આપી શકે ? શંકા સમજાય છે ? આત્માને કર્મ કઈ રીતે ફળ આપી શકશે ? કર્મ તો જડ છે તેમ અત્યાર સુધી વાત કરતા આવ્યા છીએ. કર્મ જડ છે. કાર્મણ વર્ગણામાંથી તૈયાર થયેલું છે એ તત્ત્વ કાર્મણ વર્ગણા જડ, તેમાંથી બનેલું કર્મ જડ. એવું કર્મ કેવી રીતે ફળ આપે કે પરિણામ આપે ? જીવને કર્મનો કર્તા કહીએ પણ કર્મનો ભોક્તા જીવ નહિ હોય. એમ શિષ્ય પૂછે છે. અંબાલાલભાઈ તેમની ટીકામાં કહે છે, આત્મા કર્મનો કર્તા છે, એમ કહીએ અને સ્વીકારીએ, તો કર્મનો ભોક્તા જીવ નહિ ઠરે ? જડ એવા કર્મ શું સમજે કે આ વ્યક્તિને આ ફળ આપવાનું છે ? જડ કર્મ શું સમજે કે આ વ્યક્તિને અહીં જન્મ આપવો છે. અહીંથી લઈ જવાનો છે. કર્મો જડ છે અને જડ કર્મો ફળ આપી શકતાં નથી. કર્મો જડ એટલે નિર્જીવ છે. તેના બે પરિણામો છે. પુણ્યનું ફળ અનુકૂળતા અને પાપનું ફળ પ્રતિકૂળતા. સુખ સગવડ ભરેલી જિંદગી એ અનુકૂળતા. અનુકૂળ જિંદગી હોય તો નિરાંત થઈ જાય. પ્રતિકૂળતા આવે તે પાપનું કામ, તમારી વાત ખરી પરંતુ કર્મને શું સમજણ પડે કે આને પ્રતિકૂળતા આપવી અને આને અનુકૂળતા આપવી ? સમજણ તો કર્મમાં છે નહિ. માટે હે ગુરુદેવ ! અમને સમજાય છે કે આત્મા કર્મનો કર્તા છે. પણ આત્મા કર્મનો ભોક્તા નથી. આટલી વાત સ્પષ્ટ થઈ જાય તો શિષ્યને બહુ અનુકૂળતા થઈ જાય. કર્મનો કર્તા ભલે હોય પણ ફળ તો આપી શકે નહિ. કર્મનો કર્તા છે તેમ નક્કી કરો કંઈ વાંધો નહિ પણ ફળ આપી શકશે નહિ. તો પછી ચિંતા કરવાનું રહ્યું નહિ. એટલા માટે આ વાત કરી કે આત્મા કર્મનો કર્તા છે અને કર્મફળનો ભોક્તા નથી. અહીંથી વાત પૂરી કરીએ છીએ. આ બન્ને ગાથાઓ આવતી કાલના સ્વાધ્યાયમાં ફ૨ી જોઈશું. ધન્યવાદ ! આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે માટે ધન્યવાદ. દરેકના અંતરમાં રહેલા પરમાત્માને મારા પ્રેમપૂર્વક નમસ્કાર. For Personal & Private Use Only Page #239 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ પ્રવચન ક્રમાંક - ૫૭, ગાથા ક્રમાંક - ૭૮-૧ પ્રવચન ક્રમાંક - ૫૭ ગાથા ક્રમાંક - ૦૮-૧ સ્વભાવના કર્તા બનો ચેતન જો નિજ ભાનમાં, કર્તા આપ સ્વભાવ; વર્તે નહિ નિજ ભાનમાં, કર્તા કર્મ-પ્રભાવ. (૭૮) જૈનદર્શનનાં શાસ્ત્રો ચાર ભાગમાં વહેંચાયેલાં છે, દ્રવ્યાનુયોગ, ચરણકરણાનુયોગ, ગણિતાનુયોગ અને ધર્મકથાનુયોગ. દ્રવ્યાનુયોગમાં આધ્યાત્મિક પદાર્થ વિજ્ઞાન છે. સમગ્ર સાધનાની આધાર શીલા પદાર્થ વિજ્ઞાન છે અને પદાર્થ વિજ્ઞાન પ્રમાણે સાધકની આચાર સંહિતા નક્કી થાય છે. મોટા ભાગે આપણને આચાર સંબંધી શાસ્ત્રોનો ખ્યાલ છે, તત્ત્વજ્ઞાન સંબંધી શાસ્ત્રોનો ખ્યાલ ઓછો હોય છે. આચાર સંબંધી શાસ્ત્રોનો ખ્યાલ હોવો જરૂરી છે અને અનિવાર્ય પણ છે. આપણે અહિંસા, સત્ય, નીતિ, સદાચાર, અપરિગ્રહ, સરળતા, નમ્રતા, સામાયિક, પ્રતિક્રમણ, અનુષ્ઠાન, તપ, જપ, ધ્યાન વિગેરેની સાધના કરવી છે. આ સાધનાનો આધાર કોણ? શેના ઉપર સાધના થાય? કેવી રીતે આ થાય? કોના આધારે આ થાય? તે સાધના સંબંધી કોઈપણ સાધક આચાર સંહિતાનું અધ્યયન કરે, તેનો આધાર દ્રવ્યાનુયોગ છે. દ્રવ્યાનુયોગમાં દ્રવ્યનું વર્ણન છે. વર્ણન એટલે જગત જેમ છે તેમ, અને જેવું છે તેવું. સર્વજ્ઞ પ્રભુના જ્ઞાનમાં તેમણે જેવું જોયું, તેમાંથી જેટલું કહી શકાય તેટલું તેમણે કહ્યું, અને તેમાંથી ઘટતું ઘટતું જ રહ્યું તે આપણી પાસે આવ્યું. છતાં આજે આપણી પાસે ઘણા શાસ્ત્રો છે. આજે પણ શાસ્ત્રોનો ભંડાર એકત્રિત કરવામાં આવે તો મોટો હોલ પણ તેને રાખવા માટે નાનો પડે, એટલાં બધા શાસ્ત્રો આજે ધરતી ઉપર હાજર છે, તે બધા શાસ્ત્રોમાં એક વિશેષ વર્ણન કરવામાં આવ્યું છે અને તે વર્ણન દ્રવ્યાનુયોગ સંબંધી છે. જગતમાં રહેલ પદાર્થોને સર્વજ્ઞ પુરુષોએ પોતાના જ્ઞાનમાં જોયાં, તેનું વર્ણન આ દ્રવ્યાનુયોગના શાસ્ત્રમાં છે. સર્વજ્ઞ પુરુષોને જોવું નથી પડતું. એમના જ્ઞાનમાં જણાઈ જાય છે. જોવું એમાં પ્રયત્ન છે, પ્રયાસ છે, કંઈક સાધનોનો ઉપયોગ કરવો પડે છે, કંઈક પ્રેસર-દબાણ છે, પણ જણાવું તે સાચી ઘટના છે. દર્પણ પાસે તમે ગયા, તો તેમાં તમારું મોઢું દેખાયું, તે જોવા દર્પણને પ્રયાસ કરવો પડતો નથી પણ જણાઈ જાય છે. દર્પણ સામે પચાશ વ્યક્તિઓ આવે તો તેને જાણવા માટે પરિશ્રમ કે મહેનત કરવી પડતી નથી, એ થાકતું નથી. ભાર અને ટેન્શન હોય તો થાક લાગે ને ! આ ભાર જે કંઈ આવે છે તેના મૂળમાં બે પરિબળો કામ કરે છે, એક અહંકાર અને For Personal & Private Use Only Page #240 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૧૮૯ બીજું કર્તૃત્વબુદ્ધિ. હું કરું છું એ પ્રકારની બુદ્ધિ અને એની પાછળ હું છું એ પ્રકારની બુદ્ધિ. આપણી જે દુનિયા છે, જે જગત છે તેના બે જ આધાર, એક હું છું તે અને બીજો આધાર હું કરું છું તે. એમાં કોઈપણ જો ડીસ્ટર્બ કરે તો પછી આપણામાં જે કંઈ થાય છે તેનું નામ કષાય. હું છું તેમ કહેતા હો તો હું ધનવાન છું, હું બુદ્ધિમાન છું, હું આચાર્ય છું, ભણેલો છું, પ્રોફેસર છું, અને જો તેમાં કોઈ કહે કે ના, તમે એવાં નથી તો હુંને ધક્કો પહોંચ્યો, એક્શન આપીએ, તેમાં આપણને કલેશ થાય છે, દુઃખ થાય છે અને કંટાળો આવે છે. જ્ઞાની પુરુષો આ કલેશના ભાવોને કષાય ભાવ કહે છે. આ કષાયભાવ દૂર થતાં ચૈતન્યનો સમગ્રપણે વિકાસ થાય છે. આ અવસ્થાને કહે છે કે આત્મા પૂરેપૂરો ખીલ્યો, તેમાં જેટલી સંભાવના હતી તે પરિપૂર્ણ ખીલી ગઈ. અને આ ઘટના, આ સંભાવના જેમાં બની તેને કહેવાય છે પરમાત્મા. ફરી સમજી લઈએ. એક જીવ અને એક સિદ્ધ. જીવ જે છે તે એક નાનકડી આવૃત્તિ છે. અને જે સિદ્ધ છે તે વિકસિત સ્વરૂપ છે. બી હાથમાં હોય અને તમને કોઈ એમ કહે કે આમાં મોટી મોટી ડાળીઓ છે, હજારો પાંદડાં છે, આમાં હજારો ફુલો છે, હજારો ફળો છે. તમે કહેશો કે શું ખોટાં ગપ્પા મારો છો, આ રાઈના દાણા જેટલા બીજમાં આ બધું હોતું હશે ? પણ એક દિવસ તમારે સ્વીકારવું પડશે કે આ બીજમાં બધું હતું, સુષુપ્ત હતું, છૂપાયેલું હતું. એ છૂપાયેલું જે હોવું તેને દ્રવ્યાનુયોગની ભાષામાં તિરોભાવ કહે છે, અને આવિર્ભાવ એટલે જે કંઈ છૂપાયેલું છે, તેનું પૂરેપૂરું પ્રગટ થવું. અંશે અંશે પ્રગટ થવું તે સાધકની અવસ્થા અને પૂરેપૂરું પ્રગટ થવું તે સિદ્ધ અવસ્થા. સિદ્ધ તેને કહેવાય કે જેનું ચૈતન્ય પૂરેપૂરું ખીલી ગયું છે. બીજનો ચંદ્રમા જોયો, દર્શન કર્યાં, પણ મઝા ન આવે. જોવાની મઝા-આનંદ તો શરદપૂર્ણિમાનો ચંદ્ર આકાશમાં ખીલ્યો હોય એ જોવામાં આવે. તેવી જ રીતે આત્માનું સંપૂર્ણ ખીલવું તેનું નામ સિદ્ધ અવસ્થા. સિદ્ધ અવસ્થામાં કંઈપણ બહારથી નથી આવતું કે કંઈપણ ઉમેરાતું નથી. અંદરમાં જે હતું તે પૂરેપૂરું ખીલ્યું. જીવમાં રહેલી તમામ સંભાવનાઓને પૂરેપૂરી સમ્યક્ પ્રકારે ખીલવવાની પ્રક્રિયા તેનું નામ ધર્મ. સમજી લેજો, આ ધર્મની વ્યાખ્યા. ચૈતન્યમાં અનેક પ્રકારની સંભાવનાઓ પડી છે. (સંભાવના એટલે હોવાપણું, થઈ શકે તેવું, પ્રગટ થઈ શકે તેવું, બની શકે તેવું.) જેટલી સંભાવનાઓ પડી છે, એ સંભાવનાઓને વિકસાવવાની પ્રક્રિયા તેનું નામ ધર્મ. જેટલા અંશે સંભાવના પ્રગટ થાય તેટલા અંશે ધર્મ પ્રગટ થાય. જૈન ધર્મમાં અનેક પ્રકારે વર્ણન છે. એક પ્રકાર છે છ લેશ્યા, બીજો પ્રકાર છે ચૌદ ગુણસ્થાનો, જે એક અવસ્થા છે, આ માપક યંત્ર છે અને ત્રીજો પ્રકાર છે યોગની આઠ દૃષ્ટિઓ, તે પણ એક અવસ્થા છે. તમે ક્યાં છો? તમે મૂળમાં કેવા છો ? વર્તમાનમાં તમે ક્યાં છો ? અને શું થઈ શકો છો ? તે જાણી શકાય. તમારી પાસે આવી જ્યોતિષી જન્મપત્રિકા કે કુંડલી મૂકે અને કહે કે તમે કરોડપતિ થશો, તો તમે નાચી ઊઠશો, પણ તમને કોઈ એમ કહે કે તમે સિદ્ધ થશો, તો કહેશો કે ઠીક છે. અલ્યા ! આવકાર્ય For Personal & Private Use Only Page #241 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ પ્રવચન ક્રમાંક - પ૭, ગાથા ક્રમાંક - ૭૮-૧ અવસ્થા તો આ છે. આ સમાચાર તને કોઈ આપે તો આનંદ નથી આવતો? આલ્હાદ નથી આવતો ? અંદરમાં સંભાવના કેટલા પ્રકારની છે તેનું માપકયંત્ર ચૌદ ગુણસ્થાનો, યોગની આઠ દૃષ્ટિ અને છ વેશ્યા છે. કોઈ પણ પ્રશ્ન, ઘટના પરત્વે તમે કેવા વિચાર કરો છો? તમે કોઈ સાથે કેવો વ્યવહાર કરો છો ? તે તમારું માપક યંત્ર છે. શાસ્ત્રમાં એમ કહેવામાં આવ્યું કે આંબાના ઝાડ નીચે થોડા માણસો બેઠા હતા, તેમને કેરીઓ ખાવી હતી. તો એક જણ કહે કે હમણાં જ વાવાઝોડું પસાર થયું, ઘણી પાકેલી કેરી ખરી છે, તે આપણે ખાઈ લઈએ. તો કોઈ કહે ના, એવી નહિ, ઝાડ ઉપરથી ઉતારો અને તે ખાઓ. ત્રીજો કહે આખું ઝાડ પાડો ને? બધું ખાઈ લઈએ. કેરી ખાવાનો દરેકનો અભિગમ જુદો જુદો છે. અર્થાત્ આપણે કેવા છીએ તે આપણી અભિવ્યક્તિ ઉપરથી ખ્યાલ આવે છે. આપણું હોવાપણું અને આપણી અભિવ્યક્તિ બન્ને ઉપરથી આપણું પોતાનું માપ નીકળે છે. શાસ્ત્રોએ કહ્યું કે તમે જ્યારે પ્રથમ ગુણસ્થાને હો છો ત્યારે તમારી તૈયારી થાય છે. તમે અધ્યાત્મ માર્ગ તરફ વળો છો, હવે તમારી પરમાર્થ માર્ગની યાત્રા નીકળવાની છે. એની થોડી તૈયારી પ્રથમ ગુણસ્થાનથી થાય. મિથ્યાત્વ શબ્દ બોલતાં એમ ન સમજશો કે તમારી તૈયારી નથી. મિત્રા, તારા, બલા, અને દીપ્રા આ ચારે દૃષ્ટિઓનો વિકાસ પ્રથમ ગુણસ્થાને હોય છે. મહર્ષિ પતંજલિની પરિભાષામાં યમ, નિયમ, આસન અને પ્રાણાયામ આ ચાર યોગના અંગો અનુક્રમે પહેલી ચાર દૃષ્ટિમાં પ્રાપ્ત થાય છે. આધ્યાત્મિક પરિભાષામાં ખેદ, ઉદ્વેગ, ક્ષેપ, ઉત્થાન દોષો જાય. ધર્મ કરવાની તત્પરતા આવે. આટલી પ્રગતિ પહેલે ગુણસ્થાને થાય. તમે આટલાં ખીલ્યાં, તમે આટલાં વિકસ્યાં, થોડા પ્રગટ્યા અને પછી ક્રમે ક્રમે વિકાસ પામતા જાવ. ગઈ કાલે વાત કરી હતી અને ફરી યાદ કરાવું છું કે જેટલો તમારો આંતરિક વિકાસ થાય તે તમારી મૂડી છે. તમારું મૂળ રોકાણ તો અનંત છે, તમારી મૂળ મૂડી અનંત છે. ઈશાવાસ્ય ઉપનિષદમાં એક શ્લોક છે. ॐ पूर्णमदः पूर्णमिदं, पूर्णात्पूर्णमुदच्यते । पूर्णस्य पूर्णमादाय, पूर्णमेवावशिष्यते || આ શ્લોક પશ્ચિમમાં એક ફીલોસોફરે વાંચ્યો, ત્યારે તેને થયું કે આ માણસનું મગજ બરાબર ન હોવું જોઈએ. આ પાગલ હોવો જોઈએ. એ કહે છે કે આ પણ પૂર્ણ છે, તે પણ પૂર્ણ છે, પૂર્ણમાં પૂર્ણ ઉમેરો તો પણ પૂર્ણ છે. પૂર્ણમાંથી પૂર્ણ બાદ કરો તો પણ પૂર્ણ છે, પૂર્ણને પૂર્ણથી ગુણો કે ભાગો તો પણ પૂર્ણ છે. અરે ! આ શું બોલે છે? એ માણસ સાચું કહે છે. મૂળભૂત દ્રવ્ય અથવા તત્ત્વ અથવા અસ્તિત્વ પૂર્ણ જ છે. તમે એક અર્થમાં પૂર્ણ છો, તમારી પાસે પૂરેપૂરી મૂડી છે. આજે અમે આધ્યાત્મિક સામ્યવાદ કહીએ છીએ. રશિયામાં ઘણો પ્રયત્ન થયો, બધું સરખું કરવા માટે. બધું સરખું થાય તે માટે ચાલીને એક કરોડ માણસોને ખતમ કર્યા. પરંતુ બધા એકસરખા થયા નહિ. અને સરખા થયેલાં પણ ગયા અને સામ્યવાદ પણ ગયો. આ આધ્યાત્મિક For Personal & Private Use Only Page #242 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૧૯૧ સામ્યવાદ છે કે નિગોદથી માંડીને સિદ્ધ સુધી જેટલા આત્માઓ છે તે દરેકની મૂળ મૂડી સરખી છે, ઓછી વધતી નથી. “સર્વ જીવ છે સિદ્ધ સમ', કોઈ અપવાદ નહીં, બધા જીવો સિદ્ધ સમ છે. આમાંથી એક માનનીય સિદ્ધાંત નીકળે છે. તમે સૌનો આદર કરો, સૌનું સન્માન કરો. સૌને પ્રેમ આપો. સૌ પ્રત્યે નમ્ર રહો. સૌને વંદન કરો, સૌ પ્રત્યે સભાવ વ્યક્ત કરો. કારણ સૌ પરમાત્મા જેવા છે. અહીં પરમાત્મા એક જ નથી. પરમાત્મા હોવું તે એકનો ઈજારો નથી. જેટલા જીવો છે તે બધા પરમાત્મા જેવા છે. આત્મા સો પરમાત્મા, પરમાત્મા સો સિદ્ધ, બિચકા પરદા મિટ ગયા, તો પ્રગટ ભયી નિજ રીત. આત્મા એ પરમાત્માની નાનકડી આવૃત્તિ છે. તમે મૂળમાં પૂર્ણ છો. એ પૂર્ણ સામટું છે, એકી સાથે છે, એક સમયે છે, એક ક્ષણમાં સાથે જ છે. જુઓ, આ પૂર્ણતા ક્રમમાં નથી, પણ તમે જ્યારથી છો ત્યારથી પૂર્ણ જ છો. પૂર્ણતામાં ઉમેરો કે ઘટાડો કરવાની જરૂર નથી. તમને થતું હશે કે હું શા માટે આટલી માથાકૂટ કરું છું, પરંતુ હું જાણી જોઈને આ કહું છું, કારણ કે તમને ખ્યાલ આવે કે તમે શું છો ? તમે બધા માની બેઠા છો કે તમે મોટા ઉદ્યોગપતિ છો, ધનપતિ છો, પ્રોફેસર છો, કોઈના પિતા તો કોઈના પુત્ર છો. આગેવાન છો કે પ્રધાન છો. આ તો બહુ નાની વાત છે, પણ તમે તો પૂર્ણ છો. પૂર્ણની અપેક્ષાએ આ બધી નાની નાની વાતો છે. મૂળમાં આત્મતત્ત્વ પરિપૂર્ણ છે, એક સમયમાં, એક ક્ષણમાં-એકી સાથે છે. એ પૂર્ણમાંથી જેટલા જેટલા અંશે પ્રગટ થાય તે તમારો આવિર્ભાવ છે. તમે વિકાસની પ્રક્રિયામાં ઢળ્યા. ડાર્વિન ઉત્ક્રાંતિવાદ કહે છે, પરંતુ આપણે બીજા અર્થમાં વાત કરીએ છીએ. જગતમાં અસંખ્ય અવસ્થાઓ છે, માત્ર ૧૪ ગુણસ્થાનો એટલી જ અવસ્થા નથી, અસંખ્ય અવસ્થાઓ છે. જુદી જુદી અવસ્થાઓ એટલા માટે થાય છે કે દરેકના ભાવો જુદા, દરેકનો આવિર્ભાવ જુદો, દરેકની પ્રગતિ જુદી અને દરેકનું ખીલવું જુદું. તમે જાતે જગત સામે નજર નાખો ને ? જાતજાતનાં માણસો, જાતજાતનાં પાત્રો, શરીરની આકૃતિ જુદી જુદી, બુદ્ધિ પણ જુદી, વ્યવહાર પણ જુદો, અભિગમ, રુચિ, પસંદગી, ના પસંદગી બધું જુદું જુદું. આ બધો જગતમાં જમેલો છે. અનંત પ્રાણીઓ આ જગતમાં આપણને જોવા મળે છે. બધામાં પૂર્ણ તત્ત્વ મૂળમાં છે સરખું. એ પૂર્ણ તત્ત્વ હાજર છે, પણ પૂર્ણ તત્ત્વ તિરોભૂત છે, છૂપાયેલું છે, એને પ્રગટ કરવું, ખીલવવું એ જે પ્રક્રિયા જીવનમાં થાય તેને કહેવાય છે સાધના. એક બીજ ધરતીમાં જાય છે, અલોપ થઈ જાય છે, દેખાતું નથી, પણ ધીમે ધીમે એક દિવસ ઊગી નીકળે છે. ખેડૂત રાજી થાય છે. વાવેતર કર્યા પછી થોડા દિવસ પછી ખેડૂત જોવા જાય, તરત જતો નથી. આપણે તરત જોવા જઈએ. આપણને ધીરજ રહેતી નથી. એક ભાઈ ધ્યાન કરતા હતા. ત્રણેક દિવસ ધ્યાન કર્યું, પછી મને કહે કેમ દેખાણું નહિ? અરે ! આટલી બધી ઉતાવળ? ત્રણ દિવસમાં For Personal & Private Use Only Page #243 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ પ્રવચન ક્રમાંક - પ૭, ગાથા ક્રમાંક - ૭૮-૧ ક્યાંથી દેખાય? આ તો ઈન્સ્ટન્ટ કોફીનો જમાનો છે ને, આપણને બધું ઈન્સ્ટન્ટ થવું જોઈએ. અવસ્થા એ પ્રમાણે ન થાય. બી જમીનમાં ગયું ત્યાં ખીલે છે, ખીલે છે પણ દેખાતું નથી. પરંતુ એક દિવસ અંકુર ફૂટે છે અને તેમાંથી છોડ થાય છે, પછી કળીઓ બેસે છે અને એક દિવસ ફૂલ ખીલે છે ત્યારે ખબર પડે છે કે આ બીજ ખીલ્યું, પરંતુ હજુ બાકી છે, હજુ મોટું વૃક્ષ થશે, ફળ આવશે. એક દિવસ હજારો કળીઓ, હજારો ફૂલો અને હજારો ફળો એને વળગેલાં હશે. તે દિવસે કહેવાય કે વૃક્ષ પૂરેપૂરું ખીલ્યું, અને જ્યારે ખીલ્યું ન હતું ત્યારે પણ એ પૂરું હતું. હોવું અને ખીલવું એ બે વચ્ચે ગેપ છે. એ ગેપને ટાળવો તેનું નામ અધ્યાત્મ. હોવું તે એક અવસ્થા છે અને પ્રગટ થવું તે બીજી અવસ્થા છે. તમે મૂળમાં જો સિદ્ધ ન હો તો ગમે તે પ્રયત્ન પણ તમે સિદ્ધ ન જ થઈ શકો, પરંતુ તમે મૂળમાં પરમાત્મા છો અને તેથી પરમાત્મા થઈ શકશો. આ માટે બે શબ્દો આપ્યા છે, તે ધ્યાન માટે નહિ પણ ઓળખાણ માટે છે. એક સોહે, જે પ્રચલિત શબ્દ છે અને બીજો અહં બ્રહ્માસ્મિ. ઘણાં લોકો સોહં સોહં બોલતા હોય છે, આપણે તેને પૂછીએ કે સોહં એટલે શું? તો કહેશે કે ખબર નથી. ગુરુ મહારાજે કહ્યું અને અમે બોલ્યા, સોહં શબ્દ મહત્ત્વનો છે. તેને વિચારીએ. સઃ (વ) મહમ્, સ=તે (ઈવ = નિશ્ચિત) અને મહમ્ એટલે હું. આ હુંપણું શરીર ઉપરથી ઊઠ્ય, વ્યક્તિ ઉપરથી ઊઠ્યું અને હુંપણાનો બોધ બીજો થયો- એ હું છું. એ એટલે પરમાત્મા. તમારી નજર સમક્ષ પૂર્ણ પરમાત્મા છે, એટલા માટે તેમની ભક્તિ છે. ભક્તિમાં જ્ઞાન પણ છે અને પ્રેમ પણ છે. ભક્તિ એમ કહે છે કે તમે જેની ભક્તિ કરો છો અસલમાં તમે એ છો, પણ તમે અહીં એટલા માટે આવ્યા છો કે અસલમાં તમે જે છો તે હજુ તમે થયા નથી, પરંતુ આ પરમાત્મા થયા છે. તેમને જોતાં તેમની ભક્તિ, સ્તુતિ અને પ્રશંસા કરતાં કરતાં તમને ઉલ્લાસ આવે. જેમની ભક્તિ કરો છો તે તમે જ છો. મોહનવિજયજી મહારાજ જે ૩૦૦ વર્ષ પહેલાં થઈ ગયા, તેમણે પ્રભુ સાથે થોડીક જીભાજોડી કરી. બાળપણે આપણ સસ્નેહી, રમતા નવ નવ વેશે, આજ તમે પામ્યા પ્રભુતાઈ, અમે તો સંસાર નિવેશે હો, પ્રભુજી ! ઓલંભડે મત ખીજો. ભગવાનને કહે છે કે આજે તમે તીર્થંકર પરમાત્મા બની બેઠા છો, સિદ્ધ થઈને બેઠા છો, તમારી મૂર્તિ બની છે, તમારું મંદિર બન્યું છે, તમારી પૂજા થાય છે, હજારો લોકો આવી તમારી સ્તુતિ કરે છે, આજે તમે પરમાત્મા તરીકે પુજાઓ છો, પણ સાહેબ ! એક દિવસ તમે અને અમે સાથે ધૂળમાં રમતાં હતા. ભક્ત એમ કહે છે કે તમે પ્રભુતાઈ પામ્યા અને અમે ખાલી રહી ગયા. પ્રભુ ! આપ ગુસ્સો ન કરશો. ભગવાન ગુસ્સો કરતા નથી, પરંતુ એ પ્રેમની ભાષા છે. પ્રભુ ! તમારા ધર્મો પ્રગટ થઈ ગયા. તમે પૂરેપૂરા ખીલી ગયા છો, અમે એવા ને એવા ઠળિયા For Personal & Private Use Only Page #244 -------------------------------------------------------------------------- ________________ ૧૯૩ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા જેવા રહી ગયા. શ્રી સીમંધર જિનવર સ્વામી, વિનતડી અવધારો, શુદ્ધ ધર્મ પ્રગટ્યો જે તુમચો, પ્રગટો તેહ હમારો રે, સ્વામી વીનવીએ મન રંગે. જે પરિણામિક ધર્મ તુમારો, તેહવો અમચો ધર્મ, શ્રદ્ધા ભાસન રમણ વિયોગે, વળગ્યો વિભાવ અધર્મરે, સ્વામી હે પ્રભુ ! અમારામાં શ્રદ્ધા નથી અને જ્ઞાન નથી અને સ્વરૂપમાં રમણતા નથી, માટે અમને વિભાવ વળગ્યો. વિભાવ વળગ્યો એટલે અનંત કર્મોની જાળ વળગી. કરોળિયો પોતે જ પોતાની જાળ ગૂંથે છે ને? તેમ અમે પૂર્ણ સ્વરૂપને ભૂલ્યા, વિભાવ કર્યો અને કર્મની જાળ આજુબાજુ ગૂંથાઈ ગઈ, માટે અમે અવરાયા અને દબાયા, એક વાત. સત્તાએ પૂર્ણ છીએ પણ પ્રાગટ્ય નથી, એ બે વચ્ચેનું અંતર કાપવું છે. એ અંતર દૂર કરવું છે, અને તે અંતરને દૂર કરવાની પ્રક્રિયા તેનું નામ ધર્મ, ધ્યાન, સાધના, સામાયિક. ધર્મ એમ કહે છે કે મૂળભૂત અસ્તિત્વ અને વર્તમાન અવસ્થા એ બે વચ્ચેનો જે ડીફરન્સ છે તેટલો તમારો વિકાસ ઓછો. મૂળભૂત અવસ્થા પૂર્ણ છે. વર્તમાન અવસ્થા અપૂર્ણ છે. એ અપૂર્ણ અવસ્થા દૂર કરી, પૂર્ણ અવસ્થા પ્રગટાવવી તે ધર્મ છે. એટલા માટે જૈન દર્શને એમ કહ્યું કે તમે પરિપૂર્ણ બનશો, એક દિવસ સિદ્ધ બનશો, તમે એક દિવસ પરમાત્મા બનશો પણ મૂળમાં જે છો તે અવસ્થા જ્યાં સુધી નહિ મળે ત્યાં સુધી ચેન નહિ પડે. મૂળ સ્વભાવ પ્રગટ થઈ જાય, અભિવ્યક્ત થઈ જાય, પૂર્ણતાનું પ્રાગટ્ય થઈ જાય, એ કામ કરવાનું છે. તમે જે દિવસે પૂર્ણ બનશો, પરમાત્મા બનશો, ત્યારે વિકલ્પ નહિ આવે કારણ કે પરમાત્મા બન્યા અને ભાન થશે કે આ જે અવસ્થા પ્રાપ્ત થઈ તે અવસ્થા પૂરેપૂરી આપણી પાસે હતી. તેમાંથી આ આવિર્ભાવ થયો અને આ આવિર્ભાવની પ્રક્રિયા થઈ, તેને કહેવાય છે સાધના. જેટલા અંશમાં ઉપાધિઓ દૂર થાય તેટલા અંશમાં કર્મનું આવરણ તૂટતું જાય. એક લાઈટના ગોળા ઉપર સફેદ કપડું બાંધ્યું, પછી લાલ કપડું બાંધ્યું, પછી કાળું કપડું બાંધ્યું, પછી બીજા બે ચાર કપડાં બાંધ્યાં એટલે લાઈટ દેખાતી બંધ થઈ. અંદર લાઈટ બળે છે પણ પ્રકાશ દેખાતો નથી. એક ટાંકણી મારી કાણું પાડો તો એક કિરણ બહાર આવે. બીજી ટાંકણી મારો, થોડો પ્રકાશ વધારે દેખાશે, અને કપડાં છોડી નાખો તો સંપૂર્ણ પ્રકાશ દેખાશે. જે વખતે ગોળો ઢંકાયેલો હતો ત્યારે પણ પૂર્ણ પ્રકાશ હતો અને જ્યારે કપડાં ખોલી નાખ્યા ત્યારે પણ પૂર્ણ પ્રકાશ છે, તેમ તમે પણ પૂરા છો. જ્યારે સિદ્ધ અવસ્થા થાય ત્યારે, જે સંપૂર્ણ મૂડી હતી તે પ્રગટ થાય. આ વાત એટલા માટે કરીએ છીએ કે સોહમ્, તે હું છું. વેદાંતે પણ એક શબ્દ આપ્યો. વેદાંતની સાધનાની પ્રક્રિયા કહેતાં કહેતાં ગુરુદેવ કહે છે કે શિષ્ય ! એક ક્ષણે તને એવો અનુભવ થશે કે એ અનુભવ વ્યક્ત કરવા તું શું બોલીશ? ક૬ For Personal & Private Use Only Page #245 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ પ્રવચન ક્રમાંક - પ૭, ગાથા ક્રમાંક - ૭૮-૧ વહાર્ભિા હું બ્રહ્મ છું. આપણે ઉતાવળમાં અનુભવ થયા પહેલાં બોલીએ છીએ, પણ હજુ ખીચડી પાકી નથી અને બોલી નાખીએ છીએ કે હું બ્રહ્મ છું. ભગવાન કહેવરાવવું એક વાત છે, અને ભગવાન હોવું એ બીજી વાત છે. ભગવાન હોવામાં ભગવત્તા છે. તેમાં અહંકાર નથી, જ્યારે ભગવાન કહેવરાવવામાં અહંકારની વૃત્તિ છે. અહં બ્રહ્માસ્મિ એ અનુભવ થાય એને માટે જૈન પરંપરા કહે છે કે હું સિદ્ધ જેવો છું. સિદ્ધ, બુદ્ધ, મુક્ત, નિરંજન, નિરાકાર જે શબ્દો વાપરવા હોય તે વાપરો. આ શબ્દોમાં આખી ઘટના છે, આખી અવસ્થા છે. આવી મૂળભૂત અવસ્થા જે છે તેને પણ જાણો, અને તમારી વર્તમાન અવસ્થાને પણ જાણો. સિદ્ધ અવસ્થાને પણ જાણો, તમે શું થઈ શકો છો તે પણ જાણો. ધર્મ કરવો એક વિજ્ઞાન છે, ધર્મ એ માત્ર ક્રિયાકાંડ નથી. ધર્મ એ માત્ર ક્રિયા પ્રક્રિયા નથી. જગતમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વિજ્ઞાન જો કંઈ હોય તો ધર્મ છે. બાળક જે સમયે ગર્ભમાં આવે છે તેની પહેલી ક્ષણ અને એંશી વર્ષનો વૃદ્ધ બને છે એ ક્ષણ-એ બે વચ્ચે કેટલો વિકાસ થયો? પરંતુ જે દિવસે તે ગર્ભમાં આવ્યો ત્યારે પણ તે પૂર્ણ હતો, આખી આકૃતિ પૂર્ણ હતી, પરંતુ ખીલતાં ખીલતાં ૮૦ વર્ષ લાગ્યાં. ૮૦ વર્ષ ખીલ્યા, પછી ગયા, પરંતુ સિદ્ધ અવસ્થા એવી છે કે પ્રાપ્ત કર્યા પછી ખોવાની વાત નહિ. એંશી વર્ષના રવીન્દ્રનાથ ટાગોર પણ બહુ રૂપાળા હતા, જોવા ગમે તેવા હતા. એમનું શરીર, દાઢી બધું સુંદર હતું. ટાગોરજીનું વ્યક્તિત્વ ખીલતાં એંશી વર્ષ લાગ્યા. આત્માનું પૂરેપૂરું અસ્તિત્વ ખીલતાં સમય લાગે છે, સમયનું મહત્ત્વ નથી, પરંતુ અસ્તિત્વ પૂરેપૂરું ખીલવું જોઈએ. મેં, ત્રણ વાત કરી. મૂળમાં તમે જે છો તે સમજી લો, વર્તમાનમાં તમારી જે અવસ્થા છે તે સમજી લો. અને મૂળ તેમજ વર્તમાનનો ફરક છે તે ટાળી દો. ફરક ટાળવો, અથવા બે વચ્ચેનું અંતર ટાળવું, એ ટાળવાની પ્રક્રિયા તેને કહેવાય છે ધર્મની સાધના, ધ્યાનની સાધના. તે સાધના તમે કરો છો ત્યારે બહુ મહત્ત્વની ઘટના ઘટે છે. એ ઘટનાનું વર્ણન આત્મસિદ્ધિ શાસ્ત્રમાં પરમકૃપાળુ દેવ કરે છે. એમણે એમ કહ્યું કે ચેતન જો પોતાના ભાનમાં રહે તો પોતાના સ્વભાવનો કર્તા થાય છે. ભાન બહુ મહત્ત્વની વસ્તુ છે. સભાનતા બહુ મહત્ત્વની વસ્તુ છે. હિંદીમાં કોઈ કહેતા હોય કે હોશ રખો, હોલસે બાત કરો. ટ્રેઈનમાં ચડતા હો, પગથિયું ચૂક્યા તો ગયાં. ઉતાવળ તો હોય પરંતુ પગ ક્યાં મૂકાય છે તેનું ધ્યાન તો રાખવું જોઈએ ને? સભાનતા જોઈએ. આપણને આપણું ભાન જોઈએ, આપણે કોણ છીએ? આપણે શું છીએ? એવું પોતાનું નિજ ભાન. ચેતનને નિજ ભાન થાય ને નિજ ભાનમાં રહે, તો આખી System બદલાઈ જાય. આ પ્રક્રિયામાં શું થાય છે? જો તેને સભાનતા હોય તો તે પોતના સ્વભાવનો કર્તા બને છે. પોતાના સ્વભાવના કર્તા બનવું તે પરિપૂર્ણ સાધના છે. સ્વભાવના કર્તા બનો. જ્ઞાન, ચારિત્ર્ય, શ્રદ્ધા, ક્ષમા, નમ્રતા, સરળતા આ તમારો સ્વભાવ છે. આ વ્યાપકભાષાને બદલે એક શબ્દમાં કહેવું હોય તો વીતરાગતા તમારો સ્વભાવ છે. For Personal & Private Use Only Page #246 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૧૯૫ તમારો અસલ સ્વભાવ વીતરાગતા છે. ભલે રાગ દેખાય, દ્વેષ દેખાય, ક્રોધ દેખાય પરંતુ એ અસલિયત નથી, અસલ સ્વભાવ નથી. વચમાં કંઈક વળગ્ય માટે આ થયું. અસલમાં તમે આ નથી. તમારી અસલિયત વીતરાગતા છે. આ વીતરાગતા તમારો સ્વભાવ છે. તમે તેના કર્તા બનો છો, ત્યારે તમે રાગ નથી કરતા, દ્વેષ નથી કરતા, કષાયો, વૃત્તિઓ કે વાસનાઓ નથી કરતા. તમે તો માત્ર તમારા સ્વભાવના જ કર્તા બનો છો. સ્વભાવના કર્તા બનવું, તે આપણી સ્વાભાવિક અવસ્થા છે. અને વિભાવના, રાગ, દ્વેષ, ક્રોધના કર્તા થવું તે આપણી અકુદરતી, હાથે ઊભી કરેલી અવસ્થા છે. કોઈ માણસ ગુસ્સો કરે ત્યારે તેની દયા ખાવા જેવી છે. ગુસ્સો કરે ત્યારે સમજવું કે તે તેની અસલ અવસ્થામાં નથી. જો તે નોર્મલ હોત તો ગુસ્સો ન કરત. ક્રોધ કરવો એ એબનોર્મલ અવસ્થા છે. અંતમાં ચેતન જો તેના નિજભાનમાં હોય તો શું થાય? તે પોતાના સ્વભાવનો કર્તા બને. તમે કર્યું છે ખરું, પણ પરનું કર્યું છે. વિભાવ પારકો છે, સંસાર પારકો છે અને એ કરવાના પરિણામે મુશ્કેલી ઊભી થઈ. “વર્તે નહિ નિજ ભાનમાં', પોતે પોતાના ભાનમાં વર્તતો નથી, ત્યારે કર્તા તો બને છે પરંતુ કર્તા પરનો, વિભાવનો બને છે. નિજ ભાન ન હોય ત્યારે કર્મનો કર્તા બને છે, વિભાવનો-કામ, ક્રોધ, મોહ, લોભ, માયાનો કર્તા બને છે. પોતાના ભાનમાં હોય તો સ્વભાવનો કર્તા બને છે. જૈનદર્શને બે શબ્દો આપ્યા, વિભાવ અને સ્વભાવ. વિભાવ એટલે વિકૃત ભાવ. અને સ્વભાવ એટલે અસલ ભાવ, પોતાનો મૂળ સ્વભાવ વીતરાગ ભાવ-રાગદ્વેષ રહિત ભાવ. જૈનદર્શનનું કહેવું છે કે પાણી છે, પાણી શીતળ છે. શીતળતા તે પાણીનો સ્વભાવ છે અને પાણી ગરમ છે તે તેનો વિભાવ ભાવ છે. પાણી ગરમ ન હોઈ શકે, પાણી ઠંડું જ હોય, તે ગરમ થયું છે, કારણ પાણીને અગ્નિનો સંગ થયો. સૂરત જાવ અને તાપી નદીનું પાણી પીવો તો મીઠું ટોપરા જેવું લાગે પરંતુ ભરતી વખતે દરિયાનું પાણી તેમાં ભળી જાય તો પાણી ખારું લાગે. તમે તો સિદ્ધ છો, તમે ખારા નથી પરંતુ તમારામાં કંઈક ભળ્યું એટલે ગરબડ થઈ. ગુજરાતી ભાષામાં કહ્યું છે કે એકડે એક અને બગડે છે. સરળ છે ને? બે થાય તો બગડે. બે ન થાય તો બગડવાની વાત નથી. નમી રાજર્ષિ માંદા પડ્યા. શરીરમાં દાહ થયો, તેમની રાણીઓ તેમના માટે ચંદન ઘસે છે. ઘણી સ્ત્રીઓ હતી. અત્યારે તો એકને સાચવતાં નાકે દમ આવી જાય છે. સ્ત્રીઓ ચંદન ઘસે એટલે કંગનનો અવાજ આવે. ખણ ખણ થાય. રાજાને એક તો માથું દુઃખે અને ઉપરથી બંગડીઓનો અવાજ. રાજા કહે છે કે મારાથી આ અવાજ સહન થતો નથી. મહારાણી ડાહી હતી, તેમણે એક કંગન રાખી બાકીનાં કાઢી નાખ્યાં અને પાછી ચંદન ઘસવા લાગી. હવે અવાજ ન થયો. રાજાએ પૂછ્યું કે કેમ? માઠું લાગ્યું? ચંદન ઘસવું કેમ બંધ કર્યું?” પ્રધાને કહ્યું કે “ચંદન તો ઘસે છે પણ એક સિવાય બીજા કંગનો કાઢી નાખ્યા તેથી અવાજ આવતો નથી.” For Personal & Private Use Only Page #247 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ પ્રવચન ક્રમાંક - પ૭, ગાથા ક્રમાંક - ૭૮-૧ બસ, નમી રાજર્ષિ ચમક્યા ! વિચારે ચડી ગયા. ચિંતનમાં ચડ્યા, બીજી ગાડીમાં ચડી ગયા. એક હોય ત્યાં અવાજ નથી આવતો, બે હોય ત્યાં અવાજ આવે. આત્મા એકલો હોય ત્યાં શાંતિ, આનંદ છે. આત્માને કર્મનો સંયોગ છે-બે છે ત્યાં સંસાર છે, અશાંતિ છે, દુઃખ છે. મારે હવે કર્મનો ક્ષય કરવો છે. મારે હવે અહીં નથી રહેવું, તેમણે દીક્ષા લીધી. આત્મા એકલો હોય તો સવાલ નથી. પણ “વર્તે નહીં નિજ ભાનમાં જ્યારે તે પોતાના ભાનમાં નથી હોતો ત્યારે કર્તા તો છે જ, પણ વિભાવનો કર્તા છે. વિભાવનો પ્રભાવ કોના ઉપર પડે છે? કર્મ ઉપર પડે છે. આ બે શબ્દોની અદ્ભુત ખૂબી છે. એક શબ્દ સ્વભાવ અને નીચે બીજો શબ્દ છે પ્રભાવ. આ શબ્દ કોની સાથે વપરાયો છે ? ચેતન જો નિજ ભાનમાં, આત્મા જો પોતાના ભાનમાં હોય તો પોતાના સ્વભાવનો કર્યા છે, અને પોતાના ભાનમાં ન હોય તો કર્તા બને છે પણ વિભાવનો. તમે રાગદ્વેષ ટાળવાની વાત કરો છો પરંતુ તે નહિ જાય. સ્વભાવમાં જો ટકશો તો રાગદ્વેષ નહિ થાય, માટે મહાપુરુષો કહે છે કે રાગદ્વેષ અને વિકારોને જીતવાની કોશિશ કરવી તે નેગેટીવ એપ્રોચ છે, અને સ્વભાવમાં રમવું તે પોઝીટીવ એપ્રોચ છે. નિજ ઘરમેં પ્રભુતા હૈ તેરી, પરસંગ નીચ કહાવો, પ્રત્યક્ષ રીત લખી તુમ ઐસી, ગહીએ આપ સુહાવો. તમે તમારા ઘરમાં રહો તે તમારો સ્વભાવ અને તમે કોઈના ઘરમાં જાવ અને વિવેકપૂર્વક ન રહો તેમાં તમારી શોભા નહિ, અને તમારો મોભો નહિ. પોતાના સ્વભાવમાં રહો તો તમારી શોભા. કુંદકુંદાચાર્યજીએ કહ્યું છે કે આત્મા પોતાના સ્વભાવમાં રહે તો આત્મા શોભે. એ વિભાવમાં જાય ત્યારે સારો લાગતો નથી. જ્યારે તે વિભાવનો કર્તા બને છે ત્યારે કાર્પણ વર્ગણા ઉપર પ્રભાવ પડે છે. પ્રભાવ પડ્યા પછી કાશ્મણ વર્ગણામાંથી કર્મ નામનું તત્ત્વ તૈયાર થાય છે. જ્ઞાની પુરુષોએ સમજાવવામાં કંઈ બાકી રાખ્યું નથી. એમણે એમ કહ્યું કે સ્વભાવમાં હો તો કર્મ ઉપર પ્રભાવ પડતો નથી અને કર્મ વિદાય લે છે, પરંતુ તમે જ્યારે નિજભાવમાં નથી હોતા અને વિભાવમાં હો છો ત્યારે કાશ્મણ વર્ગણા ઉપર પ્રભાવ પડે છે અને એમાંથી કર્મ બને છે. એ કર્મો આત્મા ઉપર આવરણ રૂપે ચોટે છે ત્યારે સંસાર ચક્રમાં પરિભ્રમણ શરૂ થાય છે. લોકો કહેતાં હોય છે કે હે ભગવાન ! અમને શિવસુખ આપો, મોક્ષ આપો, પરંતુ ભગવાન કહે છે કે તું તારા ભાનમાં રહે, અને ચૈતન્યનું બિળ વધાર તો તારો સ્વભાવ ખીલતો જશે અને જો વિભાવનું બળ વધારીશ તો ઉપર આવરણ આવશે. આ લાખ વાતની એક વાત છે. તમે પૂછવાની શરૂઆત ૨૦ વર્ષની ઉંમરે કરી. અમારે મોક્ષ મેળવવા શું કરવું? અને ૬૦ વર્ષના થાવ ત્યારે પણ એ જ વાત હોય છે. એ પૂછતો જ જાય, પૂછતો જ જાય. અમે નાના હતા ત્યારે વિહાર કરતા હતા. દસ માઈલ ચાલવાનું હતું. રસ્તામાં કોઈને પૂછીએ કે આ ફલાણું ગામ કેટલું દૂર છે? ચાર પાંચ માઈલ દૂર છે તેમ દર વખતે જવાબ મળે. એક ડાહ્યો જ નથી For Personal & Private Use Only Page #248 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૧૯૭ માણસ મળ્યો, તે મજૂર હતો, તેણે કહ્યું કે પૂછ પૂછશું કરો છો? પૂછવાથી ગામ આવતું હશે? ચાલવાથી ગામ આવે. એ ગુરુ હોંશિયાર ! આપણી પણ આ જ હાલત છે. જેટલા ગુરુ મળ્યા, બધાને એ જ પૂછ્યું, કેટલું ચાલવાનું છે? પરંતુ તું ચાલ તો ખરો. ઊભા જ છો ને તો કેવી રીતે પાર આવે ? નિજ ભાનમાં હો તો ચૈતન્યનું બળ વધે, અને સ્વભાવનો કર્તા બને, અને પોતાના સ્વભાવમાં ન રહે તો ચૈતન્યનું બળ ઘટે. રાગદ્વેષ કરે તો પરભાવમાં ગયો. સામસામે બે લશ્કરો ઊભાં છે, કોઈ એક ડગલું આગળ વધે તો, ફાઈટ શરૂ થાય. બંદૂકની ગોળી ચાલુ. આગળ કેમ આવ્યો ? આપણે આપણા સ્વભાવની મર્યાદા છોડીને એક ડગલું આગળ આવીએ છીએ, એટલે પરભાવમાં દાખલ થઈએ છીએ, માટે કર્મો આપણને પકડી લે છે. આ અલંકારિક ભાષામાં વાત કહી. ખરેખર તો કર્મોને કંઈ પડી નથી. એમને આપણી સાથે શું લેવા દેવા છે? પણ આપણે રાગદ્વેષ કરીને અને કષાયો કરીને પ્રભાવ પાડીએ છીએ, પછી આત્મા કર્મથી બંધાય છે. શિષ્ય એમ કહે છે કે, આપની વાત સાચી છે કે આત્મા કર્મનો કર્યા છે, તે વાત અમે સ્વીકારી લીધી, પણ તે કર્મના ફળનો આત્મા ભોક્તા નથી. આના સંબંધી ઘણી વાત છે. આગળ કરીશું, શાસ્ત્રોમાં એમ કહ્યું છે કે કર્મનો બંધ થાય છે પણ “શું સમજે જડકર્મ જડ કર્મો ફળ આપવાનું કેવી રીતે સમજે? જીવને હેરાન કરવો કે ફળ આપવું કે બદલો લેવો એ ભાવના તેને ન હોય. એ સુખ પણ ન આપે કે દુ:ખ પણ ન આપે. એ શું સમજે છે કે તે ફળને આપી શકે, માટે અમને એમ લાગે છે કે આત્મા કર્મનો કર્તા છે, પણ આત્મા કર્મનો ભોક્તા નથી. ફરી મળીશું ત્યારે વિગતવાર ચર્ચા કરીશું. ધન્યવાદ! આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે માટે ધન્યવાદ.દરેકના અંતરમાં રહેલા પરમાત્માને મારા પ્રેમપૂર્વક નમસ્કાર. For Personal & Private Use Only Page #249 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ પ્રવચન ક્રમાંક - ૫૮, ગાથા ક્રમાંક - ૭૯ થી ૮૧ ગાથા ક્રમાંક ૦૯ થી ૮૧ ચોથી શંકા ઃ જીવ કર્મનો ભોક્તા નથી પ્રવચન ક્રમાંક - ૫૮ (પદ ચોથું) શિષ્યની શંકા - તે કર્મનું ભોક્તાપણું જીવને નહીં હોય ? જીવ કર્મ કર્તા કહો, પણ ભોક્તા નહિ સોય; શું સમજે જડ કર્મ કે, ફળ પરિણામી હોય ? (૭૯) ફળદાતા ઈશ્વર ગણ્ય, ભોક્તાપણું સધાય; એમ કહ્યુ ઈશ્વરતણું, ઈશ્વરપણું જ જાય. (૮૦) ઈશ્વર સિદ્ધ થયા વિના, જગત નિયમ નહિ હોય; પછી શુભાશુભ કર્મનાં, ભોગ્યસ્થાન નહિ કોય. (૮૧) ટીકાઃ જીવને કર્મનો કર્તા કહીએ, તોપણ તે કર્મનો ભોક્તા જીવ નહીં ઠરે, કેમકે જડ એવાં કર્મ શું સમજે કે તે ફળ દેવામાં પરિણામી થાય ? અર્થાત્ ફળદાતા થાય ? (૭૯) ફળદાતા ઈશ્વર ગણીએ તો ભોક્તાપણું સાધી શકીએ, અર્થાત્ જીવને ઈશ્વર કર્મ ભોગવાવે તેથી જીવ કર્મનો ભોક્તા સિદ્ધ થાય, પણ પરને ફળ દેવા આદિ પ્રવૃત્તિવાળો ઈશ્વર ગણીએ તો તેનું ઈશ્વરપણું જ રહેતું નથી, એમ પણ પાછો વિરોધ આવે છે. (૮૦) તેવો ફળદાતા ઈશ્વર સિદ્ધ થતો નથી એટલે જગતનો નિયમ પણ કોઈ રહે નહીં, અને શુભાશુભ કર્મ ભોગવવાનાં કોઈ સ્થાનક પણ ઠરે નહીં, એટલે જીવને કર્મનું ભોક્તત્વ ક્યાં રહ્યું? (૮૧) ષપદમાં પહેલા ત્રણ પદો - આત્મા છે, તે આત્મા નિત્ય છે. આત્મા કર્મનો કર્તા છે, આપણે જોયા. આ ત્રણ પદો પછી ચોથું પદ આત્મા કર્મનો ભોક્તા પણ છે. આ પદને સમજતાં પહેલાં પુદ્ગલને પૂરેપૂરું સમજી લઈએ. શિષ્ય એવી રજૂઆત કરે છે કે આત્મા કર્મનો કર્તા હોય તો ભલે હોય, તેથી કર્મનો બંધ થાય છે, તો ભલે થાય, પરંતુ કર્મોને એવી શું ખબર પડે કે આત્માને સુખ આપવું, દુઃખ આપવું, અનુકૂળતા આપવી, પ્રતિકૂળતા આપવી, કારણ કર્મ જડ છે. આ પ્રક્રિયા જ્ઞાન વગર ન થાય અને જડકર્મમાં જ્ઞાન નથી, સંવેદના નથી, પ્રેરણા નથી, નિર્ણય નથી, એની વ્યવસ્થા નથી, માટે જીવ કર્મનો કર્તા ભલે રહ્યો પરંતુ તે કર્મનો ભોક્તા છે તે વાત બેસતી નથી, માટે For Personal & Private Use Only Page #250 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૧૯૯ અમે એમ કહીએ છીએ કે આત્મા કર્મનો ભોક્તા નથી. શિષ્યની આ વાત સાચી લાગે તેવી છે. કર્મ જડ છે અને જડનાં અનેક લક્ષણો છે, તેમાં મુખ્ય એક લક્ષણ છે કે તેનામાં જ્ઞાન નથી. જ્ઞાન તેનો સ્વભાવ નથી. જડ કંઈ જાણતું નથી, અને જ્યાં જાણવાપણું ન હોય ત્યાં હેતુ ન હોય, ત્યાં પ્રવૃત્તિ ન હોય, ઈરાદાપૂર્વકની પ્રવૃત્તિ ન હોય, માટે આત્મા કર્મનો ભોક્તા નથી. શિષ્યની આ વાત મહત્ત્વની છે, પરંતુ શિષ્ય એક મુદ્દો ભૂલી જાય છે કે જડ એવા પુગલમાં જ્ઞાનની ક્ષમતા નથી, પરંતુ પુદ્ગલમાં અનંતરૂપે પરિણમવાની ક્ષમતા છે. પુદ્ગલ દ્રવ્યની સ્વાભાવિક રીતે પરિણમવાની ક્ષમતાનું વર્ણન શાસ્ત્રમાં કર્યું છે તે સમજવા પ્રયત્ન કરીએ તો આપણને ચિત્ર સ્પષ્ટ થાય. પુદ્ગલ દ્રવ્યને સમજવા બે શબ્દો જાણવા પડશે. (૧) જડ અને (૨) ચેતન અથવા (૧) જીવ અને (૨) અજીવ. આ અજીવ-જડ શબ્દ જ્યારે બોલીએ ત્યારે એ અજીવ શબ્દને બે વિભાગમાં સમજવો પડે. (૧) અરૂપી અને (૨) રૂપી. જેને આકૃતિ છે, જેનું કદ છે, જે દેખાય છે, ઈદ્રિયોના સંપર્કમાં આવી શકે છે, જેને જોઈ શકાય, જાણી શકાય, વાપરી શકાય, જેનો ભોગ ઉપભોગ કરી શકાય એ રૂપી (જડ-અજીવ) પદાર્થને પુદ્ગલ દ્રવ્ય કહે છે. તેના (૧) સ્કંધ (૨) દેશ (૩) પ્રદેશ અને (૪) પરમાણુ એમ ચાર ભેદો છે. પુદ્ગલ દ્રવ્યમાં મૂળ એકમ પરમાણુ છે. પરમાણુઓનું સંગઠન થાય છે અર્થાત્ તેઓ ભેગા થાય છે. સંખ્યાત, અસંખ્યાત અને અનંત પરમાણુઓ ભેગા થાય તેને સ્કંધ કહે છે. સ્કંધ સાથે જોડાયેલો એક ભાગ તેને દેશ કહે છે. સ્કંધ સાથે રહેલા અવિભાજ્ય (જેના બે ભાગ ન થઈ શકે તેવા) સૂક્ષ્મ અંશને (વિભાગને) પ્રદેશ કહે છે. અને સ્કંધથી છૂટો પડેલો તે અવિભાજ્ય અંશ તેને પરમાણુ કહે છે. તેના રૂપ, રસ, ગંધ, સ્પર્શ, શબ્દ વગેરે ગુણો છે. પુદ્ગલ દ્રવ્ય સમગ્રપણે કામ કરે છે. તેનામાં રૂપ છે એટલે તમે આંખો ખોલીને જુઓ અને જે દેખાય તે પુદ્ગલ અથવા જડ. કાનથી તમે જે સાંભળો તે પુદ્ગલ, જીભથી જેનો સ્વાદ લો તે પુગલ. શરીરથી તમે જેનો સ્પર્શ કરો તે પુદ્ગલ. નાકથી સુંઘો તે પુદ્ગલ, વજન ઊંચકી શકો તે પુદ્ગલ. આ સમગ્ર વસ્તુ તે પુગલ છે. જડનો બીજો ભાગ જે અરૂપી છે, તેનામાં જ્ઞાન નથી, ચેતના નથી, તેનામાં જડપણું અને અરૂપીપણું હોવા છતાં તેઓ છે. આ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાળ આ મહત્ત્વનાં દ્રવ્યો છે, જેઓ અરૂપી અને જડ છે. હાજર હોવા છતાં આપણને તેની ખબર પડતી નથી. પુગલની આપણને ખબર પડે છે. પથ્થરની ખબર પડે, પગમાં કાંકરી ખૂંચે તેની ખબર પડે પણ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ એ ચારે અનંતકાળથી હાજર છે, પરંતુ આપણને તેનું ડીસ્ટરબન્સ કંઈ જ નથી, એટલે ખબર પડતી નથી. જ્યારે જીવ દ્રવ્યને ગતિ કરવી હોય ત્યારે ગતિ કરવામાં સહાયરૂપ ધર્માસ્તિકાય થાય છે. ગતિ ન કરવી હોય તો પરાણે ગતિ કરાવે તેવી વાત નથી. પરંતુ ગતિ કરવી હોય તો જરૂરથી મદદરૂપ થાય છે. જગતમાં બે અવસ્થાઓ છે, કાં તો ગતિ કરો અથવા સ્થિર રહો. જ્યારે બેઠાં છો ત્યારે For Personal & Private Use Only Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ પ્રવચન ક્રમાંક - ૫૮, ગાથા ક્રમાંક - ૭૯ થી ૮૧ સ્થિર છો પણ ચાલશો ત્યારે ગતિમાન થશો. ચાલવાની અને સ્થિર રહેવાની બે જુદી જુદી ક્રિયાઓ છે. બીજું દ્રવ્ય અધર્માસ્તિકાય, તે સ્થિર રહેવામાં સહાય કરે છે. જો જગતમાં અધર્માસ્તિકાય ન હોય તો બહુ પ્રોબલેમ થાય. તમે ચાલતા હો તો ચાલ્યા જ કરો, ચાલ્યાં જ કરો, પરંતુ ઊભા રહેવું હોય તો કોણ મદદ કરશે? ઊભા રહેવું હોય અથવા સ્થિર થવું હોય તો અધર્માસ્તિકાય સહાયક બનશે. સ્વાધ્યાય પૂરો થયો, ઊભા થઈને ચાલવું છે તો ધર્માસ્તિકાયની મદદ ન હોય તો ચાલી ન શકો. અને ચાલતાં ચાલતાં ઊભા રહેવું હોય અને થાક ખાવો હોય તો અધર્માસ્તિકાયની મદદની જરૂર પડશે. તો ગતિ તેમજ સ્થિતિ બંને માટે સહાયક દ્રવ્યો જોઈએ. હવે ત્રીજું દ્રવ્ય છે આકાશ. આ આકાશ તમામ દ્રવ્યોને અવકાશ આપે છે. આકાશમાં અનંત પુદ્ગલો રહે છે. આકાશમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, અનંત જીવ રહે છે. તેનું દિલ મોટું છે. તે બધાને રહેવાનો અવકાશ આપે છે, ના પાડતું નથી. આપણે તો ઘરની બહાર લખીએ કે પરવાનગી સિવાય આવવું નહિ. પરંતુ આકાશ તો બધાને અવકાશ આપે છે. અને કાળ દ્રવ્ય પરિવર્તનમાં નિમિત્ત છે. તમે બાળક હતા, યુવાન થયા, પછી વૃદ્ધ થયાં. માથે કાળા વાળ હતા, ધોળા થયા. આપણે પૂછીએ છીએ કે ઉંમર કેટલી થઈ? ઉંમર વધારવી તે કાળનું કામ. કાળ નવી વસ્તુને જૂની કરે છે. પરિવર્તન લાવવું તે કાળનું કામ છે. કેરી કાચી હતી, પછી એ પાકી થઈ. તેમાં કાળે તેને નવી અવસ્થા આપી. એક મહત્ત્વની એ વાત કે આ ચાર દ્રવ્યો આપણા જીવનમાં સહાયક થાય છે, પણ બીજો કોઈ વિક્ષેપ કરતાં નથી. બાકી રહ્યું રૂપી પુગલ દ્રવ્ય. અનંતકાળથી આપણે પુદ્ગલ દ્રવ્ય સાથે જીવીએ છીએ. સમજવું અત્યંત જરૂરી છે કે પુદ્ગલ દ્રવ્ય વિશે આપણો અભિગમ બહુ બરાબર નથી. સંસારનું નિમિત્ત પુગલ દ્રવ્ય છે. પુગલ ન હોત તો સંસાર ન હોત. મુક્ત થતા પહેલાની આપણી જીવનયાત્રાનો આધાર પુદ્ગલ છે. અને મુક્ત થઈએ પછી શરીર, શ્વાસોચ્છવાસ, ઈન્દ્રિયો કે આહાર એ કોઈપણ વસ્તુની જરૂર ન જ હોય. ભાષાની પણ જરૂર નથી. આખું પુદ્ગલ દ્રવ્ય આપણા જીવનમાંથી બાકાત થઈ ગયું. મુક્ત થયા નથી ત્યાં સુધી જીવનમાં પુદ્ગલ દ્રવ્યની સહાય અનિવાર્ય છે. આપણી જીવનયાત્રામાં મુખ્ય સહાયક પુદ્ગલ દ્રવ્ય, તે એક વાત. બંધનું કારણ પણ પુદ્ગલ દ્રવ્ય છે. જીવ પુદ્ગલ તરફની આસક્તિથી બંધાય છે. અને મોક્ષનું સાધન પણ પુદ્ગલ દ્રવ્ય છે. સાધના કરવી હોય તો આર્યદેશ, ઉત્તમકુળ જોઈએ, સંસ્કારી માતા પિતા જોઈએ, શરીર, ઈન્દ્રિયો, પ્રાણ અને મન જોઈએ. આ બધું પુદ્ગલ છે. પુદ્ગલ તમને સાધન તરીકે સહાય કરે છે. પુદ્ગલની હાજરી મહત્ત્વની છે. પુદ્ગલ પોતે પોતામાં કશું જ કરતું નથી. પરંતુ આત્મા પુદ્ગલનો ઉપયોગ કરી કાર્ય કરે છે. સમજવા કોશિશ કરજો. આનંદઘનજી મહારાજે પણ કહ્યું છે કે “પુદ્ગલસે રાતો રહે, માને એહ નિધાન” પુદ્ગલમાં જ તે રાતો છે. આપણો ખજાનો, For Personal & Private Use Only Page #252 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૨૦૧ આપણું ધન, વૈભવ, સંપત્તિ, આપણી શોભા, આપણા સંસ્કાર આ બધું પુદ્ગલ દ્રવ્ય ઉપર જ આધાર રાખે છે. ખાવું પુદ્ગલ, પીવું પુદ્ગલ, જોવું પુદ્ગલ, સાંભળવું તે પણ પુદ્ગલ જ છે. તમને કોઈ પૂછે કે શું ખાઓ છો ? તો કહેજો પુદ્ગલ. શું પીવો છો? તો કહેજો કે પુદ્ગલ. ખાના, પીના, રોના, સોના, ભોગના, ઉપભોગ કરના એનો વિષય પુદ્ગલ છે. પુદ્ગલ સાથે જ જીવ્યા અને સાથે સાથે પોતાની ભૂલોના કારણે, પુદ્ગલમાં આસક્ત બનવાના કારણે પુગલમાં જ ડૂળ્યા. જીવ્યા પુદ્ગલમાં અને ડૂળ્યા પણ પુદ્ગલમાં. અને સંસારનો મુખ્ય સાથી કે ભાગીદાર પણ પુદ્ગલ જ છે. એમ કહી શકો કે Sleeping Partner પુદ્ગલ જ છે. એ Working Partner નથી. એ તમારા વચ્ચે કામ કરતું નથી, પરંતુ કામ તો તમે કરો છો. હવે મહત્ત્વની વાત, તમામ વિભાવ ભાવોમાં નિમિત્ત પણ પુલ છે. રાગ અને દ્વેષ એ મુખ્ય વિભાવ ભાવો છે. અને તેના પેટા ભાવો તે ક્રોધ, માન, માયા, લોભ વિગેરે છે. અનંત વૃત્તિઓ, અનંત વિકારો જે ઊઠે છે તે તમામ વિભાવ ભાવોમાં નિમિત્ત પુદ્ગલ છે. આ શબ્દ જ્યારે બોલીએ ત્યારે એટલું સ્પષ્ટ કરજો કે આ નિમિત્ત છે. પુલ પરાણે તમને વિભાવ કરાવતું નથી. તમે સામે ચાલીને કરો તો થાય છે. એવું થાય કે તમારે રાગ દ્વેષ કરવા ન હોય અને પુદ્ગલ કહે કે કરો, તો ઉપાધિ થાય. તમે રાગ દ્વેષમાંથી ક્યારેય પણ મુક્ત ન થાય અને મોક્ષ પ્રાપ્ત ન જ થાય. શુભભાવ કરો છો ત્યારે પણ પુગલ નિમિત્ત બને છે. પુદ્ગલને નિમિત્ત બનાવીને આત્મા પોતે વિભાવ કરે છે. આકર્ષણ, અણગમો, રાગ, દ્વેષ આ બધા જ ભાવો જે કંઈ ઉત્પન્ન થાય છે તે એકલો આત્મા હોય તો નહિ થાય. મોક્ષમાં રાગ દ્વેષ, ગમો, અણગમો, અનુકૂળતા, પ્રતિકૂળતા નથી. સંસારમાં આ બધું છે કારણ પુદ્ગલ હાજર છે અને આ ચોથા પદમાં એમ કહેવું છે કે તમે પુગલ દ્રવ્યને ઓળખું નથી. ઓળખ્યું હોત તો વિભાવભાવ તમે ટાળી શકત. વિભાવ ભાવમાં પુદ્ગલ એક જ નિમિત્ત છે. પુદ્ગલ દ્રવ્યનું બંધારણ છે. તેનું મૂળ એકમ પરમાણુ છે. અને પરમાણુમાં અનંત શક્તિ રહેલી છે. સમજવું જરૂરી છે કે પુદ્ગલ સાથે (શરીર સાથે) આપણે જીવીએ છીએ. પુદ્ગલ વગર આપણે જીવતા નથી. એવો એક પણ સમય નથી કે તમે પુલ સાથે નહો અથવા પુદ્ગલ તમારી સાથે ન હોય. આપણું આ સ્થૂળ શરીર ઔદારિક શરીર છે. અને દેવોનું વૈક્રિય શરીર છે, તે છૂટી જાય છે. શરીર છૂટ્યા પછી જો કર્મો ભોગવવાનાં હોય, જ્યાં ભોગવવાનાં હોય ત્યાં જવું પડે છે, ફરી જન્મ લેવો પડે છે, તે વખતે તમે એકલા છો કે કોઈ સાથે છે? જ્ઞાની પુરુષો કહે છે કે તે વખતે પણ પુદ્ગલ સાથે છે. તે વખતે તમારું તૈજસ અને કાર્મણ શરીર સાથે છે. એટલે એક પણ સમય તમે પુદ્ગલ દ્રવ્ય વગર રહેતા નથી, રહ્યા નથી અને રહી શકવાના પણ નથી. આવા પુલ દ્રવ્યનું એકમ પરમાણુ અને એ પરમાણમાં અનંત શક્તિ છે અને સમગ્ર જગત એ પુદ્ગલનું સાકાર સ્વરૂપ છે. પુદ્ગલની વિવિધ ક્ષમતાઓ છે. વિજ્ઞાને પુગલમાં રહેલી વિવિધ ક્ષમતાને પ્રગટ કરી For Personal & Private Use Only Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ ઓળખાવી છે. આ વિજ્ઞાનનો પ્રભાવ છે. તમને થશે પુદ્ગલ શું કરી શકે ? તમે કોમ્પ્યૂટર ક્યાં જોયું હતું ? ટેલીફોન ક્યાં જોયો હતો ? તમે અહીં ઘેર બેઠા ન્યુયોર્કમાં કોઈ સાથે મોબાઈલ ફોનથી વાત કરી શકો છો ને ? આ કોનો ખેલ છે ? પુદ્ગલનો જ ખેલ છે. સમગ્ર પુદ્ગલ દ્રવ્યમાં ક્ષમતા, બળ અને સામર્થ્ય રહેલ છે. શાસ્ત્રીય ભાષામાં પુદ્ગલમાં સ્પર્શ, વર્ણ, રસ, ગંધ ગુણો છે. તેને વજન, આકાર, કદ છે. એ ભોગ ઉપભોગનું સાધન પણ છે. પ્રવચન ક્રમાંક - ૫૮, ગાથા ક્રમાંક - ૭૯ થી ૮૧ - આપણે એ પુદ્ગલમાં ભળ્યા, અટક્યા, ડૂબ્યા, તન્મય થયા, અનંતવાર પુદ્ગલને ગ્રહણ કર્યું અને છોડ્યું છતાં પુદ્ગલ દ્રવ્યને આપણે ઓળખી શક્યા નથી. પુદ્ગલ દ્રવ્યમાં અનંત શક્તિ છે, તેનું રૂપાંતર થઈ શકે છે. તેમાંથી ઘણી જુદી જુદી રચનાઓ પણ થઈ શકે છે. જાતજાતની રચનાઓ થવાની યોગ્યતા પુદ્ગલ દ્રવ્યમાં છે. અને આપણા વ્યવહારમાં જે કંઈ આવે છે તે પુદ્ગલ દ્રવ્ય જ આવે છે. આપણે છાતી કાઢીને ફરીએ છીએ કે મારી પાસે ઘણા પૈસા છે. પરંતુ છે તો પુદ્ગલ જ ને ? પુદ્ગલ તમારું થોડું છે ? કાયમ તમારી સાથે રહેવાનું છે? તમે કહેશો કે મુંબઈનો મેયર છું. પુદ્ગલને લીધે મોટા છો, પુદ્ગલને લીધે ફુલાઈને ફાળકા થાવ છો. પુદ્ગલ જાય એટલે નિરાશ થવું, પુદ્ગલ મળે એટલે રાજી થવું. આ બધી પુદ્ગલની દુનિયા, પુદ્ગલમાં જ મોટાઈ માનવી, તેમાં જ ગૌરવ અનુભવવું. પુદ્ગલ તમને સહયોગ આપે છે પણ પુદ્ગલને તમારા પ્રત્યે આકર્ષણ નથી, કારણ કે આકર્ષણ થાય તેવું જ્ઞાન તેની પાસે નથી. અત્યાર સુધી અનંતવા૨ અનંત પુદ્ગલો પ્રાપ્ત કર્યા, ભોગવ્યાં. શાસ્ત્રમાં કહ્યું છે કે આપણે જન્મો લઈને માતાનાં જે દૂધ પીધાં છે કે એ બધા દૂધ ભેગાં કરવામાં આવે તો પેસેફીક મહાસાગર કરતાં પણ મોટો દરિયો ભરાઈ જાય. કોઈ કવિએ કહ્યું છે કે આ ધરતી ઉપર તમે જેટલા ઘર બનાવ્યાં, એ બધાં જ ઘર ભેગાં કરવામાં આવે તો ૪૫ લાખ જોજનની જગ્યા પણ ટૂંકી પડે, એટલા ઘરો બનાવ્યા અને તેમાં રાચ્યા. આ બધાં પુદ્ગલો મેળવ્યાં, ભોગવ્યાં અને છોડ્યા, પરંતુ હજુ તેના પ્રત્યેની આસક્તિ આપણી છૂટતી નથી. આ ઘટના જુઓ. પુદ્ગલ દ્રવ્ય છૂટ્યું. કોઈ પુદ્ગલ તમારી સાથે કાયમ રહ્યું નથી. આ જન્મમાં આજની તારીખમાં જેટલાં પુદ્ગલો તમારી પાસે છે તે બધાં ધીમે ધીમે એક દિવસ છૂટી જવાનાં. એક દિવસ તમે તેને છોડશો અથવા એ તમને છોડીને ચાલ્યાં જશે, પરંતુ અંદર તેના પ્રત્યેની આસક્તિ તો રહેશે. આસક્તિ કહો કે મોહ કહો તે છૂટશે નહિ. એ આસક્તિ નવા પુદ્ગલ તરફ તમને લઈ જાય છે. આ વિરાટ જગતમાં અનંત વસ્તુઓ, અનંત પ્રકારો અને આકારો જે છે, તે પુદ્ગલ દ્રવ્ય જ છે. પુદ્ગલ દ્રવ્યમાં પરિણમવાની ક્ષમતા છે. જેમ આત્મા પરિણમે છે તેમ પુદ્ગલ પણ પરિણમે છે, અને તેની પણ પર્યાયો છે. તેના અનંત પરિણમનો છે. એ પુદ્ગલમાં જે પરિણમનો, રૂપાંતરો થાય છે તેમાં કેટલાંક સ્વાભાવિક થાય છે અને કેટલાંક આત્માના ભાવને કારણે થાય છે. એટલે For Personal & Private Use Only Page #254 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૨૦૩ આત્માનો ભાવ પુદ્ગલના પરિણમનમાં નિમિત્ત થાય છે. અલંકારિક ભાષામાં કહેવું છે કે આત્મા અને પુગલ બન્ને મિત્રો છે. મિત્રો છૂટા પડે પણ આ પુદ્ગલ અને આત્મા સંસાર પરિભ્રમણમાં એક સમય માટે પણ છૂટાં પડતાં નથી. બેસો તો પુદ્ગલ સાથે, ઊભા થાવ અને ચાલો તો પણ પુદ્ગલ સાથે. એવું તો નથી બનતું કે ચાલો ત્યારે શરીર ઘરે મૂક્યું અને તમે ચાલ્યા ! એક છે ચેતન અને એક છે જડ. ચેતન Working Partner અને જડ Sleeping Partner છે. ચેતન દ્રવ્યમાં, આત્મામાં જ્યારે કંઈને કંઈ ભાવ ઊઠે છે ત્યારે પુગલમાં એક વિશેષ પ્રકારની રચના થાય છે. જૈન શાસ્ત્રોમાં પુદ્ગલ દ્રવ્યની અનેક વર્ગણાનું (વિભાગોનું) વર્ણન આવે છે, તેમાંની એક વર્ગણા, કાર્મણ વર્ગણા છે. જ્યારે આત્મામાં ભાવ થાય ત્યારે કાર્મણ વર્ગણા ઉપર તેનો પ્રભાવ પડે છે, એક અસર થાય છે, એક પ્રક્રિયા થાય છે, કાર્પણ વર્ગણામાં હલચલ મચી જાય છે. કંઈક રચના થાય છે અને જે રચના થાય છે તેને કર્મ રચના કહેવાય છે. પુગલમાં કાર્મણ વર્ગણામાં જ્ઞાન ગુણ નથી પણ પરિણમવાની ક્ષમતા છે, શક્તિ છે. પરિણમવાના પરિણામે તેમાં જુદી જુદી જાતની અવસ્થાઓ થાય છે. દા.ત. ગુલાબના ફૂલ સાથે કાંટાઓ કોઈએ જોડ્યા નથી. ગુલાબની પાંખડીઓ કોઈ ખીલવવા બેસતું નથી. પોતાની મેળે ખીલે છે. વિકાસ પામે છે. તેમાં રૂપાંતર એટલે ખીલવું અને કરમાવું એવું પરિણમન પણ જીવના કર્મના નિમિત્તે થયા કરે છે. મળવું, વિખરાવું, પરિણમન થવું વિગેરે પુદ્ગલનો સ્વભાવ છે. પહેલી વાત અમારે એ કરવી છે કે પુદ્ગલ સાથે જીવો છો પરંતુ તેની સાથે સંબંધ કાયમ નથી. અનેક વાર પુદ્ગલો મેળવ્યાં, ભોગવ્યાં અને છૂટ્યાં પણ ખરાં, પરંતુ એક વાત એ બની કે પુદ્ગલો છૂટ્યાં પણ આપણી આસક્તિ છૂટી નથી. જેના પ્રત્યે આપણી આસક્તિ હતી તે પુદ્ગલો છૂટ્યાં પણ હજુ તે પદાર્થ પ્રત્યેની આસક્તિ છૂટી નહિ, તેથી એ આસક્તિને લઈને આપણી યાત્રા આગળ ચાલી, અને બીજા પુગલો સાથે આપણાં સંબંધો થયા. તો એક અર્થ એ થયો કે પુદ્ગલ અથવા જડ પદાર્થ આપણી વચ્ચે આવતો નથી, પરંતુ તેના પ્રત્યે જે આપણી આસક્તિ છે તેને લીધે નવા નવા સંબંધો અને નવા નવા ખેલ શરૂ થયા. ઉપાધ્યાયજી યશોવિજયજી મહારાજે સમાધિશતકમાં કહ્યું છે કે, આતમ-જ્ઞાને મગન જો, સો સબ પુદ્ગલ ખેલ, ઈદ્રજાલ કરિ લેખવે, મિલે નતિહાં મન-મેલ. ૪ જેને આત્મજ્ઞાન થાય છે, અને આત્મસ્વરૂપમાં જે મગ્ન છે, એને જગત દેખાય છે ખરું, પરંતુ પુગલના ખેલ રૂપે દેખાય છે, અને પુદ્ગલના ખેલરૂપે દેખાતું હોવાથી તેની સાથે એના મનનો મેળ થતો નથી. પરંતુ આપણે તો મનનો મેળ તેની સાથે કરી દઈએ છીએ. જાદુગરનો ખેલ જોઈએ છીએ ત્યારે આપણને ખેલ હોવા છતાં સાચું લાગે છે ને ? પુદ્ગલનો ખેલ For Personal & Private Use Only Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ પ્રવચન ક્રમાંક - ૫૮, ગાથા ક્રમાંક - ૭૯ થી ૮૧ આપણને ઈન્દ્રજાળ જેવો લાગતો નથી અને જ્ઞાનીને ઈન્દ્રજાળ લાગે છે. આત્મામાં જે ભાવ થાય છે તે ભાવના અનેક પ્રકારો છે. જેમકે શુભભાવ, અશુભભાવ, અને અશુદ્ધભાવ. અને અશુદ્ધભાવોમાં પણ અસંખ્ય પ્રકારો, અને શુભભાવોમાં પણ અસંખ્ય પ્રકારો છે. પ્રત્યેક ભાવનું જુદું જુદું પરિણામ આવે છે. પ્રત્યેક ભાવો જુદા જુદા છે. દા.ત. હિંસાનો ભાવ. હિંસાનો ભાવ શબ્દ પૂરો નથી. કેમકે હિંસાના ભાવના પ્રકારો પણ અસંખ્ય છે. અને અસંખ્ય પ્રકારમાં પ્રત્યેક પ્રકાર સ્વતંત્ર છે. પ્રત્યેક પ્રકારની અસર કામણના પરમાણુઓ ઉપર પડે છે, અને તેમાંથી કમરચના થાય છે. કહેવાનું અહીં એ છે કે આવી રીતે જે કર્મરચના થાય છે તેને જ્ઞાનની જરૂર નથી. એક વખત કોમ્યુટરમાં ફીડ કર્યું પછી તમારી જરૂર નથી. કોયૂટર ખોલો અને વિગતો બહાર આવતી જાય છે. એક વખત તમે તમારા ભાવો ફીડ કર્યા, ધારો કે અશુભભાવો કર્યા તો કામણ વર્ગણામાં એ ફીડ થઈ ગયું, તેના ઉપર અસર થઈ ગઈ, ગોઠવણ થઈ ગઈ પછી તમારી જરૂર નથી. એના ટાઈમે કાર્મણ વર્ગણા પોતાનું કામ કરે, તેટલી ક્ષમતા કાર્મણ વર્ગણામાં છે. આ કર્મ તત્ત્વ જે બને છે તે એમને એમ બનતું નથી. દા.ત. ડૉક્ટરો એમ કહે છે કે મીઠાઈ વધારે ખાવ તો ડાયાબીટીઝ અને તીખું વધારે ખાવ તો એસીડીટી થાય. મીઠાઈને ક્યાં ખબર છે કે ડાયાબીટીઝ કરાવું? અને મરચાંને ક્યાં ખબર છે કે એસીડીટી કરવી? એ એનો સ્વભાવ છે, એની ક્ષમતા છે, અને તેની પરિણમન કરવાની યોગ્યતા પણ છે. કાંકરાને ક્યાં ખબર છે કે તમને ખૂંચવું અને કાંટાને ક્યાં ખબર છે કે તમને રાડ પડાવવી? પથ્થરને ક્યાં ખબર છે કે માથું પટકાય તો તેને ફોડી નાખવું? તમે કહેશો કે આ પથ્થર મારું માથું ફોડ્યું. પથ્થર કહેશે “સાહેબ ! તમે પછડાટ ખાધી, ઠોકર ખાધી અને પડ્યાં, હું વચ્ચે આવ્યો નથી. તમે તેની સાથે અથડાઓ તો માથું ફોડવાની ક્ષમતા તેનામાં છે. ભૂલ કરો તો કાંટો ખૂંપે, એ ક્ષમતા કાંટામાં છે. ચાલતાં ધ્યાન ન રાખો અને કાંકરી ઉપર ચાલો તો ખેંચવાની ક્ષમતા કાંકરીમાં છે, ઝેર પીએ તો મરી જઈએ તે ક્ષમતા ઝેરમાં છે. વ્યવહારમાં કહે છે કે અમૃત પીએ તો ન મરીએ તે ક્ષમતા અમૃતમાં છે. એ બધી ક્ષમતા પુદ્ગલમાં છે. અગ્નિ બાળે છે પણ કોને બાળવું તે તેને ખબર નથી. પાણીને ખબર નથી કે તમને શીતળતા આપવી. શીતળતા એ તેનો સ્વભાવ છે, તેમ કામણ પરમાણુઓનો પણ એક વિશેષ સ્વભાવ છે. તે કામણ પરમાણુઓમાંથી કર્મ રચના થાય છે. ચોથા પદમાં મહત્ત્વની વાત કરવી છે. હવે ગાથાનો પ્રારંભ કરીએ. જીવ કર્મ કર્તા કહો, પણ ભોક્તા નહિ સોય, શું સમજે જડ કર્મ કે, ફળ પરિણામી હોય? ગુરુદેવ! જીવને કર્મનો કર્તા કહો તે બરાબર છે, પરંતુ ભોક્તા નહિ સોય' એટલે કે એ આત્મા કર્મફળનો ભોક્તા નથી. કેમ? કર્મનો કર્તા છે અને ભોક્તા કેમ નથી? તો કહે છે કે એ જડકર્મને કેમ ખબર પડે કે મારે આ ફળ આપવું છે? શું સમજે જડ? પણ જડ શબ્દ આગળ એક For Personal & Private Use Only Page #256 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૨૦૫ વિશેષ શબ્દ મૂક્યો, એ છે કર્મ'. જડમાં તો આખું પુદ્ગલ આવ્યું. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ આ બધાં દ્રવ્યો આવ્યાં. આ બધાને બાદ કરી હવે ધ્યાન કર્મ ઉપર દોરે છે. કાર્મણ વર્ગણામાંથી બનતું કર્મ એ જડ છે. એ જડ કર્મને એવી શું સમજ કે આને આ ફળ આપવું છે. કર્મનો કર્તા જીવ છે, એ સિદ્ધ થયું, પણ કર્મનો ભોક્તા જીવ હોઈ શકે નહિ તેમ શિષ્ય શંકા કરે છે. જડ નિર્જીવ છે, તેનામાં જ્ઞાન નથી. એવાં કર્મ જીવને પુણ્યનું ફળ અથવા પાપનું ફળ શી રીતે આપી શકે? પુણ્યનું ફળ પણ જુદું અને પાપનું ફળ પણ જુદું. પુણ્યના પ્રકાર પણ જુદા અને પાપના પ્રકાર પણ જુદા. પુણ્ય અને પાપ ભોગવવાના પ્રકાર પણ અસંખ્ય છે. જડ એવાં કર્મને જ્ઞાન ન હોવાથી ફળ આપી શકે નહિ, માટે હે ગુરુદેવ ! અમે કહીએ છીએ કે આત્મા કર્મનો કર્તા છે પણ આત્મા કર્મનો ભોક્તા નથી. પરંતુ એક મઝાનો વિકલ્પ શિષ્ય આપે છે. શિષ્ય કહે છે કે આ મુશ્કેલી ઉકેલવી હોય તો ઉકેલી શકાય. એક રસ્તો છે. આગળની ૮૦મી ગાથામાં એ રસ્તો બતાવ્યો છે. ફળદાતા ઈશ્વર ગણ્ય, ભોક્તાપણું ગણાય, એમ કહ્યું ઈશ્વરતણું, ઈશ્વરપણું જ જાય. શિષ્યની ખૂબી જુઓ, એક ગાથામાં તેણે ઘણાં વિકલ્પો મૂક્યા. ઈશ્વર જગતનો કર્તા છે, ઈશ્વર જગતની રચના કરે છે, ઈશ્વર જીવને સુખ દુઃખ આપે છે, ઈશ્વર જીવને પ્રેરણા આપે છે એવું કહેનારો એક વર્ગ જગતમાં છે. એના લાખો ગ્રંથો અને લાખો શ્લોકો પણ છે. મોટા મોટા પંડિતો છે, તેઓ વાદ વિવાદ પણ કરે છે અને સિદ્ધ પણ કરે છે કે આ જગત છે માટે તેનો કર્તા પણ હોવો જોઈએ. એ બનાવનાર ઈશ્વર છે. તે જગતથી જુદો અને સ્વતંત્ર છે. આ બધી વાતો ઈશ્વર કર્તુત્વવાદીઓ કહે છે. અહીં શિષ્ય કહે છે, હે ગુરુદેવ! જો આ વાતનો ઉકેલ કરવો હોય તો એમ કહો કે ઈશ્વર કર્મનું ફળ આપે છે. ફળનો દાતા જ ઈશ્વર હોય તો ભોક્તાપણું સિદ્ધ થાય. આ શિષ્યની સલાહ છે. ગુરુદેવે તે માની નથી પણ ઘણા માને છે કે ઈશ્વર કર્મનું ફળ આપે છે. ફળદાતા ઈશ્વર હોય તો ભોક્તાપણું સિદ્ધ કરી શકાય. જીવને ઈશ્વર કર્મ ભોગવાવે છે, કર્મનું ફળ આપે છે. ઈશ્વર ફળ આપતો હોય તો સુખ અને દુઃખ આત્મા ભોગવી શકે. પરંતુ સાથે સાથે શિષ્યને એમ પણ પ્રશ્ન થાય છે કે જો ફળદાતા ઈશ્વર હોય તો ઈશ્વરનું ઈશ્વરપણું ક્યાંથી રહે ? કારણ કે જીવોને ફળ આપવા માટે ઈશ્વરને દેહમાં આવવું પડે એટલે જન્મ લેવો પડે. કોર્ટમાં કેઈસ ચલાવવો હોય તો ન્યાયાધીશે કોર્ટમાં આવવું પડે. ન્યાયાધીશ અરૂપી નથી તેને રૂપ છે, શરીર છે. ઈશ્વરને પણ ફળ આપવા આવવાનું થાય તો દેહ ધારણ કરવો પડે. દેહ ધારણ કરે તો કેવો કરે? ક્યાં સુધી દેહમાં રહેવું તે પણ નક્કી કરવું પડે. દેહ ધારણ કર્યા પછી તે દેહ ધારણ કરવાનું કારણ પણ નક્કી કરવું પડે. અને જન્મ લેવો હોય તો ક્યાં લેવો? જન્મ લીધા પછી કામનો પ્રારંભ ક્યાં રહીને કરવો? આ બધું નક્કી કરવું પડે. કઈ રીતે નક્કી કરવું For Personal & Private Use Only Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ પ્રવચન ક્રમાંક - ૫૮, ગાથા ક્રમાંક - ૭૯ થી ૮૧ કે આ માણસને સુખ આપવું કે દુ:ખ આપવું ? આમ ઘણા પ્રશ્નો ઉપસ્થિત થાય. કોઈ લાંચ રૂશ્વત આપે, કોઈ તેને ફોડી પણ નાખે. આવી બધી ગરબડ થાય તો ઈશ્વર ઉપાધિમાં આવી પડે. શિષ્યનું કહેવું છે કે ફળ આપવામાં રાગ દ્વેષ કરવા પડે અને રાગ દ્વેષ ઈશ્વર કરે તો તેનું ઈશ્વરપણું જ જાય. આજે પણ આપણને થાય છે કે આપણો પાડોશી સારો નથી છતાં તે સુખી છે. અમે રોજ મંદિરમાં જઈએ છીએ પણ અમે દુ:ખી છીએ. ક્યાંક ગોટાળો છે, ક્યાંક ફાઈલમાં ગરબડ છે. કોઈને સુખ આપવું અને કોઈને દુઃખ આપવું એ પ્રમાણે જો બધું થાય તો ઈશ્વરનું ઈશ્વ૨૫ણું જાય. ઈશ્વર સિદ્ધ થયા વિના, જગત નિયમ નહિ હોય, પછી શુભાશુભ કર્મના, ભોગ્યસ્થાન નહિ કોય. ફળદાતા ઈશ્વર જો સિદ્ધ ન થાય તો જગતનો કોઈપણ નિયમ રહેશે નહિ અને શુભાશુભ કર્મ ભોગવવા માટે કોઈ સ્થાન જગતમાં નહીં હોય, આટલી મોટી માથાફોડ ઊભી થાય, આનાં કરતાં અમે કહીએ છીએ કે આત્મા કર્મનો કર્તા છે પણ આત્મા કર્મનો ભોક્તા નથી. આ પ્રકારનો પક્ષ શિષ્યે મજબૂત રીતે નક્કી કર્યો, પરંતુ આત્મા કર્મનો ભોક્તા છે અને તે કઈ રીતે છે ? કયા નિયમથી છે એ વાતનો પ્રારંભ ગુરુદેવ ૮૨મી ગાથાથી રજૂ કરશે. ધન્યવાદ ! આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે માટે ધન્યવાદ. દરેકના અંતરમાં રહેલા પરમાત્માને મારા પ્રેમપૂર્વક નમસ્કાર. ૪ For Personal & Private Use Only Page #258 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૨૦૭ પ્રવચન ક્રમાંક - પ૯ ગાથા ક્રમાંક - ૮૨ કર્મના પ્રકારો જીવને પોતાના કરેલા કર્મનું ભોક્તાપણું છે તેમ સદગુરુ ગાથા ૮૨ થી ૮૬ માં સમાધાન કરે છે. ભાવકર્મ નિજ કલ્પના, માટે ચેતનરૂપ; જીવવીર્યની ફુરણા, ગ્રહણ કરે જડધૂપ. (૮૨) ટીકાઃ ભાવકર્મ જીવને પોતાની ભ્રાંતિ છે, માટે ચેતનરૂપ છે, અને તે ભ્રાંતિને અનુયાયી થઈ જીવવીર્ય સ્કુરાયમાન થાય છે, તેથી જડ એવાં દ્રવ્યકર્મની વર્ગણા તે ગ્રહણ કરે છે. (૮૨) ક્રમ પ્રમાણે ષટ્રપદમાં ચોથું પદ આત્મા કર્મનો ભોક્તા નથી તેમ શિષ્યની શંકાનું સમાધાન કરવા સદ્ગુરુ પ્રારંભ કરે છે. આખા જગતના સાહિત્ય અને તત્ત્વજ્ઞાનમાં કર્મ ફીલોસોફી વિશે સૌથી વધારેમાં વધારે ચિંતન, અધ્યયન અને પ્રતિપાદન તથા લેખન જૈન દર્શને આપેલ છે. તુલસીદાસજીએ પણ કહ્યું છે કે સુખ દુઃખ દોનું કરમ ફલ જાનો.” હાનિ, લાભ, જીવન, મરણ, યશ, અપયશ વિધિ હાથ.” મહાભારતમાં મહર્ષિ વ્યાસે કહ્યું છે કે “હજાર ગાયો વચ્ચે પણ વાછરડું પોતાની માને શોધી કાઢે છે તેમ કર્મ પણ જીવને શોધી કાઢે છે. અકબરને બીરબલે કહ્યું કે કર્મ છુપે નહિ ભભૂત લગાયા. ભભૂતિ લગાડવાથી કર્મ છૂપાઈ શકતાં નથી. આ બધું કર્યતંત્રના હાથમાં છે, પરંતુ કર્યતંત્રનું વિજ્ઞાન સ્પષ્ટ થયું નથી. જુદા જુદા ધર્મો, જુદી જુદી પરંપરાઓ કર્મ શબ્દનો ઉપયોગ તો કરે છે કેમકે તેમની સમક્ષ સમસ્યાઓ આવે છે કે જગતમાં આટલી બધી વિચિત્રતા છે, જગતમાં આટલા બધા બનાવો બને છે, આટલી બધી ઘટનાઓ ઘટે છે, અને આટલા બધા ભેદો જગતમાં છે તે શા માટે જોવામાં આવે છે? તેની પાછળ કંઈક કારણ તો છે, પણ તેનું વિજ્ઞાન સમજાતું નથી. કર્મ કઈ રીતે બને છે? કર્મ જડ હોવા છતાં કઈ રીતે કાર્ય કરે છે? કર્મમાં ક્ષમતા ક્યાંથી આવે છે? આત્મા જેવો આત્મા, અનંત વીર્યથી ભરેલો આત્મા, અનંતજ્ઞાન અને આનંદથી ભરેલો આત્મા, આટલો બળિયો, શક્તિશાળી અને સમર્થ હોવા છતાં તેને દબાવવાનું કાર્ય આ કર્મ કરે છે, આટલી બધી ક્ષમતા કર્મમાં ક્યાંથી આવે છે? ચૈતન્યમૂર્તિ ભગવાન આત્મા સિદ્ધ જેવો For Personal & Private Use Only Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ પ્રવચન ક્રમાંક - ૫૯, ગાથા ક્રમાંક - ૮૨ છે, પરમાત્મા જેવો છે, તેને કર્મ ચોર્યાશી લાખ જીવાયોનિમાં કેમ ફેરવે છે? અહીં તો આપણી હાલત ઘણી સારી છે. આપણે મનુષ્યભવમાં તો ઘણી સારી રીતે જીવીએ છીએ, પરંતુ બળદ બનીએ, ગાય બનીએ, શેરીનાં કૂતરાં બનીએ તો શું હાલત થાય? આ આત્મા પરમાત્મા અને સિદ્ધ જેવો છે, જે અનંત જ્ઞાન અને આનંદ તથા વીર્યથી ભરેલો છે, તેની આવી હાલત થાય ! અને આવી હાલત કરવામાં કર્યતંત્ર આટલો મહત્ત્વનો ભાગ ભજવે ? તેની કંઈક ચોક્કસ વ્યવસ્થા હોવી જોઈએ. આ ૮૨મી ગાથા તમામ કર્મતંત્રનો પાયો છે, માટે અત્યંત મહત્ત્વની છે. આપણને લાગે છે કે આપણે કર્મવાદી છીએ. જૈનદર્શનમાં કર્મવિજ્ઞાન છે, કર્મની ફીલોસોફી છે. પણ આપણી સામે ચિત્ર સ્પષ્ટ નથી. સમજવા માટે થોડો પ્રયત્ન કરીએ. માની લેવું તે જુદી વાત છે અને હોવું તે પણ જુદી વાત છે. આપણને ખબર છે કે આ કર્મો હેરાન કરે છે, પણ કર્મો જડ છે. તમે કર્મો સાથે લડ્યા નથી, તમારે કંઈ વહેંચવું નથી. તમારે તેની સાથે કોઈ ભાગીદારી નથી, સંબંધ નથી અને છતાં કર્મો તમને હેરાન કરે છે. આ કર્મો પાછળ કોઈ વિજ્ઞાન કામ કરે છે, માટે ધીરજથી આ વાતને સમજીએ. કર્મના ત્રણ પ્રકાર છે. નોકર્મ, દ્રવ્યકર્મ અને ભાવકર્મ. નોકર્મ એટલે કર્મ નહિ એમ નહીં પણ કર્મનું કારણ. જેમ આ ઘઉં ક્યાં પાકશે? અનાજ ક્યાં ઊગશે? આનો વિકાસ ક્યાં થશે? આ પ્રોસેસ ક્યાં થશે? ગ્રેનાઈટ પથ્થર ઉપર કે તમારા મકાનમાં? ના, ખેતર વગર નહિ થાય. ખેતર કારણ છે તેમ કર્મનું કારણ નોકર્મ છે. એક અર્થમાં આખો સંસાર નોકર્મ છે. એ પોતે કર્મ નથી પણ કર્મનું કારણ છે. જગતમાં કોઈક પ્રત્યે રાગ થયો, આસક્તિ થઈ, દ્વેષ થયો, ધૃણા થઈ, કોઈકના પ્રત્યે અણબનાવ થયો, આ બધાં જ ફેક્ટર કર્મબંધમાં મહત્ત્વનો ભાગ ભજવે છે, છતાં પોતે કર્મ નથી. પોતે કર્મ નથી છતાં તેના વગર કર્મો થતાં નથી, એવું જે કર્મ તેને કહેવાય છે નોકર્મ. મુખ્યત્વે શરીરને નોકર્મ કહેવાય છે. મહાભારતનું યુદ્ધ કુરુક્ષેત્રમાં થયું, હિંદુસ્તાન પાકિસ્તાનનું યુદ્ધ કાશ્મીરમાં થયું, તેમ આત્મા અને કર્મનું યુદ્ધ શરીર પર થાય છે. શરીર યુદ્ધ માટે મોટું મેદાન છે. આપણી સૌથી મોટી મૂડી તે શરીર. ડૉક્ટર તમને કહે કે તમને ફલાણી બિમારી છે, તેની દવા કરવી પડશે. ઓપરેશન કરવું પડશે અને રૂા.પાંચ લાખ થશે. પૈસા ભેગા કરતાં નાકે દમ આવી ગયો છતાં તમે પૈસા આપવા તૈયાર થશો, કારણ કે શરીર વધારે વહાલું છે. નવે નવું ઘર બનાવ્યું હોય, વિધિ વિધાન કર્યા હોય, પૂજા કરી હોય, ગણેશજી, ધરણેન્દ્રદેવ, પદ્માવતીજી, મણિભદ્રજી, ઘંટાકર્ણજી વિગેરને બોલાવ્યાં હોય-આવે છે કે નહિ તે ખબર નથી પણ બોલાવીએ છીએ જરૂર. ગણેશજીને ચોકી પહેરો કરવા ઘરની બહાર બેસાડીએ છીએ અને વાસ્તુ પૂજા કર્યા પછી સિદ્ધિ વિનાયક મંદિરમાં પાછા પધરાવીએ છીએ. આ બધું કરીને મકાનમાં રહેવા જઈએ છીએ. અચાનક રાતના આગ લાગે અને આખું મકાન ભડકે બળે તો તમે બહાર નીકળી જાવ For Personal & Private Use Only Page #260 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૨૦૯ કે નહિ? મકાન વહાલું કે શરીર વહાલું? પૈસા વહાલા કે શરીર વધારે વહાલું? મકાન અને પૈસા અથવા પોતાના બૈરી છોકરાં કરતાં પણ વધારે વહાલું છે શરીર. અને આ શરીર ઉપર જ બધો ખેલ થાય છે. શરીર યુદ્ધનું મેદાન છે. આ મેદાનમાં વિભાવ અને સ્વભાવનો, આત્મા અને કર્મનો, પુદ્ગલ અને આત્માનો સંઘર્ષ ચાલે છે, માટે શરીર નોકર્મ છે. પ્રગાઢ આસક્તિ જેના ઉપર છે તે શરીર તમામ દુઃખોનું મૂળ છે. શરીર પ્રત્યે ધૃણા કરવાની જરૂર નથી, શરીર અદ્ભુત સાધન છે. શરીરને ઓળખી લો. જૈનદર્શન કહે છે કે શરીર શ્રેષ્ઠ છે, ઉત્તમ છે, પરંતુ દુઃખનું કારણ છે. વધારેમાં વધારે આસક્તિ શરીર પ્રત્યે, અને વધારેમાં વધારે દુઃખનું કારણ પણ આ શરીર છે. દ્રવ્યકર્મ - આ દ્રવ્ય શબ્દ પાછળ કર્મ શબ્દ લગાડ્યો એટલે સંપૂર્ણ સ્વરૂપ થયું. હવે કર્મ તરીકે તે કામ કરશે એટલે દ્રવ્યકર્મ. અને દ્રવ્યકર્મ થવાની પણ જગતમાં એક વ્યવસ્થા છે. ફરી પુનરાવૃત્તિ કરીને કહું છું કે જગતમાં જાતજાતનાં પરમાણુઓ છે. એમાં કામણ વર્ગણા નામના પરમાણુઓનો એક જથ્થો-એક જાત છે. જેમાંથી આપણું શરીર બને છે તે ઔદારિક વર્ગણા, દેવોનું શરીર બને તે વૈક્રિય વર્ગણા, મન જેમાંથી બને તે મનોવર્ગણા, ભાષા જેમાંથી બને તે ભાષા વર્ગણા અને કર્મો જેમાંથી બને તે કાર્મણ વર્ગણા કહેવાય છે. આ કાચો માલ કહેવાય. ઈરાન, ઈરાક અને અરબસ્તાનના કુવામાંથી રગડો નીકળે છે અને તેમાંથી અનેક આઈટમો થાય. તેમાંથી રીફાઈનરીમાં પેટ્રોલ, ડીઝલ, ગ્યાસતેલ ઘણું બધું થતું હશે તેની આપણને ખબર નથી. આ રગડા ઉપર પ્રોસેસ કરી બધું છૂટું પાડવું પડે છે. રગડો નાખવાથી ગાડી નહિ ચાલે, તેમાં પેટ્રોલ જ જોઈએ. અને પ્રાઈમસ પેટાવવા ગ્યાસતેલ જ જોઈએ. એ પ્રોસેસ રગડા ઉપર જ થાય, પાણી ઉપર ન થાય. એવી જ રીતે કર્મ થવામાં કામ આવે તેવું રો મટીરીયલ કાર્પણ વર્ગણા, તે જગતમાં ઢગલાબંધ છે. કાશ્મણ વર્ગણા લેવા માટે ક્યાંય આવું પાછું જવું પડતું નથી. જ્યાં આપણું શરીર છે, જ્યાં આપણે છીએ ત્યાં કાશ્મણ વર્ગણા ઠાંસી ઠાંસીને ભરી છે. અને નવાઈની વાત, મોહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ૭૦ ક્રોડાકોડી સાગરોપમની છે, ત્યાં સુધી કર્મના પરમાણુઓ કામ કરે. આટલો મોટો જથ્થો તમે જ્યાં છો ત્યાં હાજર છે અને તમને તે મળી શકે છે. હું આ જે વાત કરી રહ્યો છું તે કાલ્પનિક નથી. અનંતજ્ઞાની પુરુષોએ પોતાના જ્ઞાનમાં જે જાણ્યું છે તે વાત કરી છે. આ કાર્મણ વર્ગણા ઉપર કંઈક અસર થાય છે ત્યારે તેમાં ટ્રાન્સફરમેશન થાય છે અને તેમાંથી તે દ્રવ્યકર્મ બને છે. આ પ્રોસેસ થઈ. કઈ અસર થાય છે તે વાત આગળ આવશે. આ પ્રોસેસ આપણામાં થાય છે, આ બધો ખેલ આપણામાં થાય છે, પરંતુ આપણે અભાન છીએ. આ વાત વીતરાગ પરમાત્માની કૃપાથી આપણને જાણવા મળી છે. અબજો માણસોને તો આ વાતની ખબર જ નથી કે કર્મ એટલે શું અને કર્મરચના કેમ થાય? કેવી રીતે ફળ મળે છે? આપણે ભાગ્યશાળી છીએ કે વીતરાગ પરમાત્માનાં શાસનમાં આપણને આ જાણવા મળ્યું છે. કાશ્મણ વર્ગણામાંથી ટ્રાન્સફરમેસન થઈ જે કર્મો બન્યા તે દ્રવ્યકર્મ કહેવાયાં. For Personal & Private Use Only Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ પ્રવચન ક્રમાંક - ૫૯, ગાથા ક્રમાંક - ૮૨ આ દ્રવ્યકર્મ કાર્મણ વર્ગણામાંથી કઈ રીતે, કઈ પ્રોસેસથી બને છે? એની મેળે બને છે? ના. એની મેળે બનતું હોય તો બન્યા જ કરશે અને આપણો ક્યારેય છૂટકારો નહિ થાય. કંઈક કારણ હોવું જોઈએ. જે કારણને લઈને કાશ્મણ વર્ગણા ઉપર અસર થાય છે અને તે અસરને લઈને કામણ પરમાણુઓ કર્મ બને છે તેમાં જે તત્ત્વ કામ કરે છે, જે કારણ ભાગ ભજવે છે, તેનું નામ ભાવકર્મ. ભાવ કર્મ. શબ્દો અદ્ભુત છે. નોકર્મ, દ્રવ્યકર્મ અને ભાવકર્મ. ખરેખરી અસર ભાવકર્મથી થાય છે. આ ભાવકર્મને ઓળખવાથી કર્મરચના કેવી રીતે થાય છે તેનો ખ્યાલ આવશે. ત્રણ પ્રકારનાં જે કર્મો છે, નોકર્મ, દ્રવ્યકર્મ અને ભાવકર્મ તેના બે વિભાજન છે. તેમાં નોકર્મ અને દ્રવ્યકર્મ બે જડ છે અને ભાવકર્મ ચેતન છે. જરાય ગૂંચવાશો નહિ. કર્મ જડ છે તે તમારા કાન ઉપર આવ્યું હશે, પરંતુ કર્મ ચેતન પણ છે તે પહેલી વખત કદાચ તમારા કાન ઉપર આવતું હશે. કર્મ ચેતન હોવાના કારણે પેલો પ્રશ્ન ઉકેલાઈ જાય છે કે “શું સમજે જડ કર્મ કે ફળ પરિણામી હોય?” કર્મ જડ છે એટલે તેને શું ફળ આપવું તે કેમ ખબર પડે ? પણ સાહેબ ! કર્મ ચેતન પણ છે. એક ભાગ જે ચેતન છે, તેને ભાવકર્મ કહેવાય છે. ભાવકર્મની ઈફેક્ટ કાર્મણ પરમાણુઓ ઉપર પડે છે અને તે ઈફેક્ટથી તે દ્રવ્યકર્મરૂપે પરિણમે છે. અને આ ઈફેક્ટ આપવાનો કાર્યક્રમ જે જગ્યાએ ચાલે છે તેને કહેવાય છે નોકર્મ એટલે શરીર, પૂલ શરીર. કર્મ બનવાની સંપૂર્ણ વ્યવસ્થા છે. આ એક વિજ્ઞાન છે. શાસ્ત્રો બાજુ પર રાખો તો વિજ્ઞાનથી પણ આ વાત તમને સ્પષ્ટ થશે. - પહેલાં જોઈ લઈએ કે ચૈતન્યની વર્કીંગ સીસ્ટમ શું છે? ચૈતન્ય દ્રવ્ય બે ભાગમાં કામ કરે છે. એક તો જ્ઞાન તેનો સ્વભાવ છે, તે હંમેશા જ્ઞાયક છે. તે જાણે છે. જાણે છે અને માત્ર જાણ્યા જ કરે છે. તમે જાણો છો બાકી બધું ઉમેરો છો પણ કશું કરી શકતા નથી. જાણવું તે જ તમારો સ્વભાવ છે. પાણીનો સ્વભાવ શીતળતા આપવાનો છે. લીંબુનો સ્વભાવ ખટાશ આપવી. ચૈતન્યનો-આત્માનો સ્વભાવ જાણવું તે છે. જ્ઞાન તેનો ગુણ છે. આ વાત થોડી સ્પષ્ટતાથી સમજી લો. તમને લાગે છે કે તમે આંખથી જુઓ છો, કાનથી સાંભળો છો, નાકથી સુંઘો છો, હાથથી સ્પર્શ કરો છો, પરંતુ મહાપુરુષો કહે છે કે આંખ જોતી નથી પરંતુ આંખ વડે તમે જુઓ છો. જોનારો આંખથી જુદો છે. એક પળ એવી આવે, છેલ્લી પળ, તમે મૃત્યુ પામ્યાં. પાસે રહેનારા કહેશે કે જરા આંખ ખોલીને જુઓ તો ખરા, પણ જોનાર ગયો. આંખ તો જોનાર વગર જોઈ શકતી નથી કારણ કે જોનાર આંખનાં સાધન વડે આંખનો ઉપયોગ કરી જોવે છે. એકલી આંખ કશું જોઈ શકતી નથી. આજ સુધી ભ્રમણા હતી કે આંખ જોવે છે. એ ભ્રમણા ભાંગી, જોનાર જુદો હતો. જોનારો વાયા મીડિયા આંખથી જોવાનું કામ કરે છે. પગની તકલીફ હોય તો લાકડીનો ટેકો લેવો પડે, પરંતુ પગ તંદુરસ્ત હોય તો કોઈનો ટેકો લેવો ન પડે. આત્મા તંદુરસ્ત For Personal & Private Use Only Page #262 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા હોય તો તેને ટેકો લેવો ન પડે. આંખનો ટેકો લઈ જોવું ન પડે. ન આત્માની તંદુરસ્તી એટલે કેવળજ્ઞાન. કેવળજ્ઞાન હોય તો આંખ, કાન, નાક, મન વિગેરે સાધનોની જરૂર ન પડે. પરંતુ આપણે નબળાં છીએ. જ્ઞાન પૂરેપૂરું વિકસિત નથી. તેથી જોવા માટે આંખ જોઈએ. અને સાંભળવા માટે કાનની પણ મદદ લેવી જ પડે. દરેક સાધન પોતાનું જ કામ કરે છે. આંખ જોઈ શકતી ન હોય અને કાનને વિનંતી કરે કે આપણે પાડોશી છીએ. ચાર આંગળ જ છેટું છે. તમે મારું કામ કરી દો, પણ કાન જોવાનું કામ ન કરી શકે. દરેકની રચના જુદી જુદી છે અને પોતાનું સ્થાન પ્રોપર જગ્યાએ છે. જો આંખ પાછળના ભાગમાં હોત તો સ્કુટર કે ગાડી સામેથી આવતી હોત તો તમે કેમ જોઈ શકત ? આ જોવું અને બધી ઈન્દ્રિયો પોતાનું કામ કરી શકે છે અને જાણનારને જાણવામાં સહાયક થાય છે. આ જોવું અને જાણવું તેને કહેવાય છે ઉપયોગ. ઉપયોગ તે જૈનદર્શનનો પારિભાષિક શબ્દ છે. તત્ત્વાર્થાધિગમ સૂત્રમાં લખ્યું છે કે ઉપયોગો લક્ષણમ્. આત્માનું લક્ષણ શું છે ? ઉપયોગ. ઉપયોગ ‘‘યુઝ’’ અર્થમાં નહિ પરંતુ ઉપયોગનો બીજો અર્થ છે જ્ઞાન અને દર્શન, જાણવું અને જોવું તે આત્માનું લક્ષણ છે. વિશેષપણે જાણવું તે જ્ઞાન અને સામાન્યપણે જોવું તે દર્શન આ આત્માનું લક્ષણ છે. આત્મા જ્ઞાતા છે, આત્મા દ્રષ્ટા છે, આત્મા જોનારો છે, એ નિરંતર જાણે છે અને જુએ છે, આ જાણવાની ને જોવાની પ્રક્રિયાને ઉપયોગ કહેવાય છે. તમારી પાસે બીજો પણ એક વિભાગ છે. પ્રકૃતિએ ત્રણ સાધનો તમને જન્મથી આપેલ છે, મન, વાણી અને શરીર. અને આપણું કાર્ય ત્રણ વિભાગમાં થાય છે. એક ભાગ મન, જે વિચારો કરે છે. બીજો ભાગ વાણી છે, તેના દ્વારા વિચારો વ્યક્ત થાય છે, અને ત્રીજો ભાગ શરીર જે ક્રિયા કરે છે. આ ત્રણે વિચાર કરવાનું, વાણી દ્વારા વ્યક્ત કરવાનું અને શરીરથી ક્રિયા કરવાનું કાર્ય કરે છે. ક્રિયા શરીર દ્વારા થશે, ભાષા વાણી દ્વારા પ્રગટ થશે અને વિચારો મન દ્વારા પ્રગટ થશે. ત્રણેનું વર્કીંગ જુદું જુદું છે. વિચાર કરવો હોય તો મનનો ઉપયોગ, ભાષા બોલવી હોય તો વાણીનો અને ક્રિયા કરવી હોય તો શરીરનો ઉપયોગ. કેવી રીતે ઉપયોગ થાય છે ? તે વિચારીએ. કોઈ માણસે મને ગાળ આપી. ગાળ સાંભળી. મનમાં લાગી આવ્યું, તરત જ વાણી જવાબ આપે છે કે આ ગાળ દેનાર કોણ છે ? અને તરત જ મગજ સૂચના આપે છે કે એને ધોલ લગાવી દે. સાહેબ ! શેનાથી લગાઉં ? તો હાથ પણ જોઈશે. તો મન, વાણી અને શરીર આ ત્રણે જોઈએ. આ ત્રણેના વપરાશને શાસ્ત્રીય પરિભાષમાં યોગ કહેવાય છે. મનયોગ, વચનયોગ અને કાયયોગ, આ યોગ શબ્દ સાધનાના અર્થમાં યોગ છે તે નહિ, પણ તમારું ઉપકરણ, માધ્યમ છે. આ તમારી સંપત્તિ છે. બીજો કેવો છે તે જોવા કરતાં તમે તમારી ખૂબીને, વૈભવને, સંપત્તિને જુઓ. ટોલસ્ટોય પાસે એક માણસ ગયો, તેણે કહ્યું કે હું બહુ જ ગરીબ છું તો મને કંઈક મદદ ૨૧૧ For Personal & Private Use Only Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ પ્રવચન ક્રમાંક - ૫૯, ગાથા ક્રમાંક - ૮૨ કરો. ટોલસ્ટોયે કહ્યું કે હું તને મદદ તો કરીશ, પણ તારે મને સામે કંઈક આપવું પડશે. તું મને તારી આંખ આપી શકીશ ? પેલાએ કહ્યું કે આંખ વગર હું કરીશ શું ? ગમે તેટલા પૈસા આપો તો પણ આંખ તો ન જ આપી શકું. પછી ટોલસ્ટોયે નાકનું, કાનનું, જીભનું, હાથનું પૂછ્યું. બધાના બદલામાં લગભગ કરોડ રૂપિયા થયા. અને ટોલસ્ટોયે સમજાવ્યું કે તારી પાસે કરોડની તો સંપત્તિ છે. તને ખ્યાલ નથી. તેનો ઉપયોગ કર તો જીવન સુધરી જશે. તમારી પાસે પણ સંપત્તિ છે તેનો તમને ખ્યાલ છે કે નહિ ? મન, વાણી અને શરીર તમારા સાધનો છે. એક ઉપયોગ અને બીજો યોગ એમ બે થયા. ઉપયોગ જાણવાનું કામ કરે અને યોગ પ્રક્રિયાનું કામ કરે. આપણો બધો ખેલ બે શબ્દોમાં ચાલે છે. યોગ અને ઉપયોગ. જેમ આ ચોખ્ખું પાણી-મીનરલ વોટર અને આ ગટરનું ગંદુ પાણી. પાણી તો ખરું પણ બે જુદા જુદા પ્રકારના પાણી, તેમ ઉપયોગના બે પ્રકાર છે (૧) શુદ્ધ ઉપયોગ, રાગ નહિ, દ્વેષ નહિ માત્ર પ્યોર નોલેજ અને જ્યાં વીતરાગતા છે ત્યાં શુદ્ધોપયોગ. (૨) અશુદ્ધ ઉપયોગ, તેના બે પ્રકાર : અશુભ ઉપયોગ અને શુભ ઉપયોગ. હિંસાનો ભાવ, અસત્યનો ભાવ, ચોરીનો ભાવ, કોઈનું પડાવી લેવાનો ભાવ, ઠેકાણે પાડવાનો ભાવ, કોઈને શીશામાં ઉતારવાનો ભાવ, બતાવી દઈશ, ઠેકાણે લાવી દઈશ, ખબર પાડી દઈશ-આ બધો અશુભ ઉપયોગ છે. આ અંદર ભાવો થયા, હજુ કંઈ કર્યું નથી. પરંતુ ઉપયોગ બગડ્યો. શેનાથી બગડ્યો ? આ ભાવો કરવાથી. તેવી રીતે બીજાનું ભલુ કરવું છે, મંગલ કરવું છે, બીજાનું હિત કરવું છે, બીજાને શાંતિ આપવી છે, ભૂખ્યાને અન્ન અને તરસ્યાને પાણી આપવું છે, માંદાને દવા આપવી છે, દાન આપવું છે, શીલ પાળવું છે, તપ કરવું છે, વિગેરે શુભ ઉપયોગ છે, આમ શુભ ઉપયોગ પણ થાય અને અશુભ ઉપયોગ પણ થાય. અને શુદ્ધ ઉપયોગ પણ થાય. તમારું જ્ઞાન ત્રણ ભાગમાં કામ કરે છે. અશુભ, શુભ અને શુદ્ધ. આ બધા ભાવો અંદર કામ કરે છે. અંદરમાં ભાવ જ્યારે ઊઠે, ત્યારે અંદર સ્પંદન થાય, કંપન થાય. પછી મન, વાણી અને શરીરમાં ભાવ ઊતરે એટલે ક્રિયાની શરૂઆત થાય. ઉપયોગ જેવો અંદર હશે તેવો યોગ થશે, તેવી ક્રિયા થશે. આ બધાની ઈફેક્ટ કાર્મણ વર્ગણા ઉપર પડે ત્યારે એમાંથી કર્મ રચના થાય. આ કર્મનું જ્ઞાન સ્પષ્ટ થયું ? એમ ને એમ કર્મની વાતો ન કરશો. ઉપયોગ પણ જોઈએ અને યોગ પણ જોઈએ. ઉપયોગ તે આત્માનું ક્ષેત્ર અને યોગ મન, વચન અને શરીરની ક્રિયા તે શરીરનું ક્ષેત્ર. તે બંનેની ઈફેક્ટ કાર્મણ વર્ગણા ઉપર પડે છે. એમાંથી જે રચના થાય તેનું નામ કર્મ, એટલે કે દ્રવ્યકર્મ. જે વખતે કર્મ૨ચના થાય ત્યારે ચોક્કસ જગ્યા એટલે ક્ષેત્ર પણ નક્કી થઈ જાય છે. પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, રસબંધ, પ્રદેશબંધ, ઉદય, ઉદીરણા, બદ્ધ, સ્પષ્ટ, નિધત્ત, નિકાચિત આમાં પ્રારબ્ધ-ભોગવવા લાયક, ક્ષય કરવા લાયક, ટ્રાન્સફર કરવા લાયક, બદલવા અને ન બદલવા લાયક આ બધા ઓપ્શન છે. અને આના ઉપર આખું કર્મતંત્ર નક્કી થાય છે. ઝીણામાં ઝીણા ભાવની અસર થાય છે. આ સૂક્ષ્મભાવની કોઈને ખબર પડતી નથી. પાસે બેઠેલાને પણ For Personal & Private Use Only Page #264 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૨૧૩ ખબર પડતી નથી. પણ મનમાં ભાવ ઊઠે કે આણે મને હેરાન કર્યો છે એટલે તેને ઠેકાણે તો પાડવો જોઈએ. તમે બહાર કશું બતાવતા નથી પણ અંદર ઘણું કરો છો. ઈફેક્ટ પડવાની જ છે. અને કદાચ પરિણામ એવું આવે કે તમે ઠેકાણે પડી જાવ. તમે ઈફેક્ટ આપી હતી માટે આ બન્યું. ઈફેક્ટ આપવી તેનું નામ ભાવકર્મ. અને ઈફેક્ટ પ્રમાણે રચના થવી તેનું નામ દ્રવ્યકર્મ. કર્મનું પરિણામ ભોગવવા માટે ફેર જે ત્રીજું તત્ત્વ જોઈએ તેનું નામ શરીર, તમે ચિંતા કરશો નહિ કે ૮૦ વર્ષ કે ૯૦ વર્ષ થયાં, હવે કર્મ ક્યારે ભોગવીશું? અરે ! નવું ખોળિયું, નવું ઘોડિયું અને હાલરડાં ગાનાર તૈયાર જ છે. ત્યાં કર્મ ભોગવાશે. આવા તો અનંત શરીર મળ્યાં. યહ જીવ હૈ સદા અવિનાશી, મર મર જાય શરીરા, ઉસકી ચિંતા કબહુ ન કરના, હુઈ અપન ધર્મવીરા. આત્મા તો અવિનાશી છે. આત્મા અહીંથી નીકળશે ત્યારે કર્મનું પોટલું સાથે બાંધી લેશે; શરીર, ડાયનીંગ ટેબલ, ફ્રીઝ, ગેસનો બાટલો કે બીજા કોઈપણ પદાર્થો નહિ. ઉદયરત્નવિજય મહારાજે ગાયું કે છેલ્લા વરઘોડામાં સ્વજનો શું આપે ? કાચી કુલેર ને ખોખરી હાંડલી, કાષ્ટના ભારા સાથે .” “સાવ સોનાના સાંકળા, પહેરણ નવ નવા વાઘા, ધોળું રે વસ્ત્ર એના કર્મનું, તે તો શોધવા લાગ્યા.” આપણે તો માત્ર કર્મનું પોટલું સાથે લઈને જઈએ છીએ, એ દ્રવ્યકર્મ છે. દ્રવ્યકર્મ સાથે આવે છે. નોકર્મ સાથે આવતું નથી. અને ભાવકર્મ તો ચોવીસ કલાક આપણી સાથે જ હોય છે. આ જે ભાવકર્મ છે તે અસરકારક છે, એ અસર આપે છે. એ અસર કોના ઉપર પડે છે? તે અસર કાર્મણ પરમાણુઓ ઉપર પડે છે. એવો જ એનો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. કાર્પણ વર્ગણા ઉપર ભાવકર્મની અસર પડે અને એ કર્મ બને, તેનું નામ દ્રવ્યકર્મ. અને પાછી તેની વ્યવસ્થા પણ નક્કી થાય. ક્યારે ? કેમ ? કેવી રીતે ? તે બધી વાતો આગળ આવશે, ત્યારે આપણે ચર્ચા કરીશું કે આ કર્મ કેટલો ટાઈમ ફળ આપશે? ક્યા સંજોગોમાં? કેવી તાકાતથી? કયું સ્થળ અને કઈ વ્યક્તિ હશે અને કેવું વાતાવરણ હશે? એ બધું નક્કી થાય તે દ્રવ્યકર્મમાં ફાઈલ ક્લીયર થઈ. આખું પાક્યર ઊતરી જાય. અને એ ફાઈલ-કર્મ લઈને નવા શરીરમાં આપણે જઈએ છીએ. જૈનદર્શનનું કહેવું છે કે આ કર્યતંત્રની વ્યવસ્થા છે. શિષ્યને એમ કહેવું છે કે “શું સમજે જડકર્મ કે ફળ પરિણામી હોય? એના જવાબમાં ગુરુદેવે કહ્યું કે કર્મ એકલું જડ નથી પરંતુ ચેતન પણ છે. આ પ્રસ્તાવના કરી. હવે ગાથા જોઈએ. ભાવકર્મ નિજ કલ્પના, માટે ચેતનરૂપ; જીવવીર્યની ફુરણા, ગ્રહણ કરે જડ ધૂપ. જેટલું ઊંડાણમાં જઈ શકાય તેટલું ઊંડાણમાં જવાની કોશિશ કરો. મારી સાથે આવો. આપણે પરમકૃપાળુ દેવ સાથે જઈએ. જેટલા ઊંડા જવાય તેટલું જવું. આ ગાથા બોલાશે ત્યારે For Personal & Private Use Only Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ પ્રવચન ક્રમાંક - ૫૯, ગાથા ક્રમાંક - ૮૨ કહેશો કે ખબર છે. આ વાત તો સમયસારમાં પણ છે. આમાં કંઈ નવું નથી. પરંતુ શાસ્ત્રો એમ કહે છે કે એક એક વાતને ઊંડાણથી સમજજો. પહેલી વાત એ કે ભાવકર્મ કોને કહેવાય ? અને તેની વ્યાખ્યા શું ? તેનું સ્વરૂપ શું ? ‘ભાવકર્મ નિજ કલ્પના’ આ ભાવકર્મની વ્યાખ્યા છે ‘નિજ કલ્પના’ એટલે પોતાની કલ્પના. પોતે કલ્પના કરે છે, પોતાની કલ્પનાથી શરૂઆત થાય છે. પોતે કોણ છે તેના વિશે તેને ભાન નથી અને હું પુરુષ છું, હું પતિ છું, હું સ્ત્રી છું, હું પત્ની છું, હું ધનવાન છું, હું સત્તાધીશ છું, જેટલાં પૂછડાં વળગાડવા હોય તેટલાં વળગાડો. આ બધી નિજ કલ્પના છે. લગ્ન થાય ત્યારે બધા કહેતા હોય છે કે તમારા વગર નહિ જીવાય અને પછી એમ થાય છે છુટકારો થાય તો સારું. આ બધી કલ્પના છે. સુખ, દુ:ખ, અનુકૂળતા, પ્રતિકૂળતા એ પણ આપણી કલ્પના. આ મારાં છે તે પણ કલ્પના અને તમારે ને મારે શું લેવા દેવા ? તે પણ કલ્પના. હું શરીર, આ ઘર મારું, આ બધી નિજ એટલે પોતાની કલ્પના. મોટે ભાગે આપણે કલ્પનામાં જીવીએ છીએ. કલ્પના કરવામાં આપણી તોલે કોઈ આવે નહીં. એક વાણિયો ઘીનો ધંધો કરતો હતો. તેણે એક નોકર રાખેલો. ગામડે ગામડે માટીના ઘડામાં ઘી ભરી વેચવા જવું પડે. અને તેને રોજના પાંચ રૂપિયા રોજી મળે. નોકર હતા મીયાંભાઈ ! માથે ઘીનું માટલું છે અને કલ્પના કરે. આજે પાંચ રૂપિયા મળશે તેમાંથી અઢી રૂપિયા ખર્ચીશું અને અઢી રૂપિયા બચાવીશું. એમ કરતાં મહિને ૭૫ રૂા. ભેગા થશે. તેમાંથી એક બકરી લઈશું અને રોજ તેનું દૂધ વેચીશું. પછી પૈસા ભેગા થશે તેમાંથી ગાય અને આગળ જતાં ભેંસ લઈશું. ભેંસના દૂધમાંથી તો ઘી ઘણું થશે એટલે ઘીની દુકાન કરીશું. ઘીની દુકાનમાં એટલી મઝા નહિ એટલે તે પૈસામાંથી કટલરીની દુકાન કરીશું. તેમાં કમાણી ઘણી થશે. એટલે જૂની બીબી સાથે નહીં ફાવે. નવી બીબી લાવીશું. હું હિંચકે બેસીને ઝૂલતો હોઈશ ત્યારે નવી બીબીનો મુન્નો મને જમવા બોલાવશે. હું સાંભળીશ નહિ. ફરીવાર તે આવશે અને કહેશે કે ચાચા, ખાનેકુ ચલો. તો હું માથું હલાવીશ, નહિ આવું ! તેણે માથું હલાવ્યું અને ઉપરથી ઘીનો ઘડો પડીને ફૂટી ગયો. વાણિયો સાંખી લ્યે ! તેણે તો એક તમાચો લગાવ્યો. મીયાંભાઈ કહે, શેઠ ! તમારું તો ઘી ગયું પરંતુ મારું તો નવું મકાન, દુકાન, નવી બીબી અને છોકરો પણ ગયાં. હવે હું શું કરીશ ? મને લાગે છે કે મીયાંભાઈથી આપણે જરાય ઊતરતા નથી. આપણે કલ્પનાઓ કરીએ છીએ, રાગદ્વેષ અને કષાયો કરીએ છીએ, વિભાવો કરીએ છીએ, પરંતુ મૂળ કારણ તો ‘ભાવકર્મ નિજ કલ્પના'. આ આપણો આખો સંસાર કલ્પનાથી ઊભો થયો. વેદાંતે કહ્યું કે જગત મિથ્યા છે. ભગવાન બુદ્ધે કહ્યું કે આ ક્ષણિક છે. અને ભગવાન મહાવીરસ્વામીએ કહ્યું કે આ બધું અનિત્ય છે, આ બધું કલ્પનાનું સુખ અને દુઃખ, વાસ્તવિક નથી. પણ એ કલ્પના ઉપર આપણે કામ કરીએ છીએ, તેને રાગદ્વેષ કહેવાય અને રાગદ્વેષ એ ભાવકર્મ છે, અને તે ચેતનરૂપ છે. ‘ભાવકર્મ નિજ કલ્પના માટે ચેતનરૂપ’. ભાવકર્મ ચેતન છે જ્યારે દ્રવ્યકર્મ અને નોકર્મ જડ છે. For Personal & Private Use Only Page #266 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૨૧૫ જ્યારે શિષ્ય કહે છે કે “શું સમજે જડકર્મ કે ફળ પરિણામી હોય?' ત્યારે ગુરુદેવ જવાબ આપે છે ભાવકર્મ એટલે પોતાની કલ્પના અને તેના ઉપર જે માળ ચણાય છે તેને કહેવાય છે રાગદ્વેષ. રાગદ્વેષ તમે કોના ઉપર કરો? સામે કંઈક સાધન જોઈએ ને ? વ્યવસ્થા જોઈએ ને? કોઈના પ્રત્યે આકર્ષણ ને કોઈના પ્રત્યે અણગમો, પણ કોઈક તો જોઈએ ને ! એ કોઈક તે નોકર્મ અને જે કરો તે ભાવકર્મ, અને ભાવકર્મ થવા તે વિભાવ. અંદરમાં ભાવકર્મ થાય, વિભાવ થાય, રાગદ્વેષ થાય એની ઈફેક્ટ આત્માનો જે વીર્ય ગુણ છે તેના ઉપર પડે. વીર્ય સ્કુરાયમાન થાય. વીર્ય સ્ફરે. જેમ સિતારને આંગળી અડાડો અને અંદરથી ઝણકાર આવે, સંગીત ગુંજે તેમ આત્મામાં ભાવ થાય એટલે આત્મામાં રહેલું જે વીર્ય એટલે શક્તિ, તે શક્તિનો પ્રયોગ થાય. ક્રોધમાં આત્માની શક્તિનો પ્રયોગ છે. અહંકારમાં આત્માની શક્તિનો પ્રયોગ છે. માયા, કામવાસના વગેરેમાં શક્તિનો પ્રયોગ છે. વૈષ, મમત્વમાં પણ શક્તિનો પ્રયોગ છે. શું વાપર્યું તમે? વીર્ય. કોનું વીર્ય ? આત્માનું વીર્ય. ક્યાં હતું તે? આત્મામાં હતું. એ વીર્ય Úર્યું ક્યારે ? ભાવ કર્યા ત્યારે. ઈફેક્ટ પહેલી કોને મળી ? અનંત વીર્યને મળી. તેમાંથી શક્તિ વાપરી. ક્રોધમાં અને કામમાં પણ તમે તમારી શક્તિ વાપરો છો, માટે જ્ઞાની પુરુષોએ કહ્યું કે... આપહી બાંધે, આપહી છોડે, નિજમતિ શક્તિવિકાસી. શક્તિ એટલે વીર્ય, આત્માનું અનંત વીર્ય છે. જેવો ક્રોધ તેવી શક્તિ. અનંતાનુબંધી ક્રોધ કરો તો તેવી શક્તિ અને અપ્રત્યાખ્યાની ક્રોધ કરો તો તેવી શક્તિ, પ્રત્યાખ્યાની ક્રોધ કરો તો તેવી શક્તિ, ને સંજ્વલન ક્રોધ કરો તો તેવી શક્તિ, તીવ્રતમ ક્રોધ કરો તો તેવી શક્તિ, તીવ્ર ક્રોધ કરો તો તેવી શક્તિ, મંદ ક્રોધ કરો તો તેવી શક્તિ. જેવો ભાવ તેવી શક્તિ, તેવું વીર્ય વપરાય. જીવની વીર્યની ફુરણા થાય. અંદર ભાવકર્મ નિજ કલ્પના થઈ, રાગદ્વેષ વિભાવ થયો. વીર્ય સ્કુરાયમાન થયું. તો કાર્ય ક્યાં થશે ? મનમાં, વાણીમાં અને શરીરમાં. એ મન વચન અને શરીર ત્રણેમાં જ્યારે કામ થાય ત્યારે “ગ્રહણ કરે જડ ધૂપ.' આ કાર્મણ વર્ગણાની ધૂળ ગ્રહણ કરે, જેમ પોદળો પડે ને ધૂળ ગ્રહણ કરે. અંબાલાલભાઈ કહે છે કે “ભાવકર્મ જીવને પોતાની જ ભ્રાંતિ છે, માટે તે ચેતનરૂપ છે. અને તે ભ્રાંતિને અનુયાયી થઈને જીવ વીર્ય સ્કુરાયમાન થાય છે. તેથી જડ એવાં દ્રવ્યકર્મની વર્ગણા તે ગ્રહણ કરે છે.” અંદર જે ભાવ થાય તે તરફ તમારી શક્તિ વપરાય. રાગ થયો તો રાગમાં અને દ્વેષ થયો તો ટ્રેષમાં, જે વિભાગ સંભાળો તે વિભાગ તરફ તમારી શક્તિનો વ્યય થાય. દિશા બદલવાની જરૂર છે. બોરીબંદર સ્ટેશનથી ગાડી ઊપડે તો અમદાવાદ તરફ પણ જાય અને મહારાષ્ટ્ર તરફ પણ જાય. જે દિશા તરફ દોરો ત્યાં જાય. રાગભાવ થયો તો રાગમાં શક્તિ વપરાય, દ્વેષભાવ થયો તો ષમાં વપરાય, અને ક્રોધનો ભાવ થયો તો ક્રોધમાં વપરાય. જેવો ક્રોધ, જેવો અહંકાર, For Personal & Private Use Only Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ પ્રવચન ક્રમાંક - ૫૯, ગાથા ક્રમાંક - ૮૨ જેવો રાગ અને જેવો દ્વેષ, તેમની પણ ક્વોલીટી જુદી જુદી. તે ક્વોલીટી પ્રમાણે વીર્ય વપરાય. વીર્ય સ્કુરાયમાન થાય એટલે કાશ્મણ વર્ગણા ઉપર ઈફેક્ટ પડે. અને પડતાંની સાથે જ કાર્ય થાય, વાર નહિ, આ કારખાનું આળસ કરતું નથી. પૅડીંગ વર્કર નથી, જસ્ટ નાઉ. આ ક્ષણે ભાવ કર્યો, આ ક્ષણે રચના. સરકારી તંત્ર જેવું નથી કે ફાઈલ પહોંચતાં છ મહિના લાગે. જે પ્રકારનું ભાવકર્મ, તે પ્રકારની અસર અને તરત જ તેનો નિર્ણય અને ઓટોમેટીક નિર્ણય. સાહેબ ! કાશ્મણ વર્ગણાને વિચાર કરવો પડે તેવું નથી. આ જીવંત રોર્બટ છે અને આ કામ બરાબર કરે છે. જેની અંદર જીવ વીર્યની ફુરણા થઈ કે તરત જ આખું પીક્સર આપણા ભાવિ માટે તૈયાર. સુપ્રિમ કોર્ટના ચુકાદા વર્ષો પછી આવે. મુદ્દત પડે પણ અહીં મુદત પડતી નથી. તુરત જ નિર્ણય થઈ જાય અને નિર્ણય થતાંની સાથે ક્યારથી તેનો અમલ થશે તે પણ નક્કી થઈ જાય. “જીવ વીર્યની ફૂરણા ગ્રહણ કરે જડ ધૂપ.” બીજમાંથી ઝાડ તૈયાર થાય અને પરિપક્વ થયે પછી તેનું ફળ આવે, તેમ કર્મનો કાળ પાકે ત્યારે ફળ આપે. ગુરુદેવ કહે છે, યોગથી અને ઉપયોગથી આ બધું નક્કી થાય છે. અહીં ઈશ્વરની જરૂર નથી. કર્મ જડ પણ છે અને કર્મ ચેતન પણ છે. અને આત્મામાંથી વીર્ય સ્કુરે છે. મન વચન કાયા ચંચળ થાય છે, આત્મ પ્રદેશનું કંપન થાય છે. કાશ્મણ વર્ગણાનું ગ્રહણ થાય છે અને તેમાંથી કર્મ રચના થાય છે. તેને દ્રવ્યકર્મ કહેવાય છે. નોકર્મ કોને કહેવાય? દ્રવ્યકર્મ કોને કહેવાય? ભાવકર્મ કોને કહેવાય? ઉપયોગ કોને કહેવાય? આ બધો બરાબર અભ્યાસ કરજો. જ્ઞાની પુરુષોની આપણા ઉપર ઘણી કૃપા છે. તેમની કૃપાથી આપણને સમજવા તો મળ્યું કે કર્મ રચના કેમ થાય છે અને તે કેવી રીતે ફળ આપે છે. જ્ઞાની પુરુષે આપણને ઘણું સ્પષ્ટ ચિત્ર આપ્યું છે. આ બધું સારી રીતે સમજી જીવન જીવજો. ધન્યવાદ!આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે માટે ધન્યવાદ.દરેકના અંતરમાં રહેલા પરમાત્માને મારા પ્રેમપૂર્વક નમસ્કાર. For Personal & Private Use Only Page #268 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૨૧૭ પ્રવચન ક્રમાંક - ૧૦ ગાથા ક્રમાંક - ૮૩-૮૪ દ્રવ્યોનું સ્વતંત્ર પરિણમન ઝેર સુધા સમજે નહીં, જીવ ખાય ફળ થાય; એમ શુભાશુભ કર્મનું, ભોક્તાપણું જણાય. (૮૩) એક રાંક ને એક નૃપ, એ આદિ જે ભેદ; કારણ વિના ન કાર્ય તે, તે જ શુભાશુભ વેધ્ય. (૮૪) ટીકાઃ ઝેર અને અમૃત પોતે જાણતા નથી કે અમારે આ જીવને ફળ આપવું છે, તોપણ જે જીવ ખાય છે, તેને તે ફળ થાય છે; એમ શુભાશુભ કર્મ, આ જીવને આ ફળ આપવું છે એમ જાણતાં નથી, તોપણ ગ્રહણ કરનાર જીવ, ઝેર અમૃતનાં પરિણામની રીતે ફળપામે છે. (૮૩) એક રાંક છે એક રાજા છે, “એ આદિ શબ્દથી નીચપણું, ઊંચપણું, કુરૂપપણું, સુરૂપપણું એમ ઘણું વિચિત્રપણું છે, અને એવો જે ભેદ રહે છે તે, સર્વને સમાનતા નથી, તે જ શુભાશુભ કર્મનું ભોક્તાપણું છે, એમસિદ્ધ કરે છે; કેમકે કારણ વિના કાર્યની ઉત્પત્તિ થતી નથી. (૮૪) પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રજી દ્વારા આ આધ્યાત્મિક તથ્ય અને સત્યનું સમુચ્ચય એક વર્ણન છે. આ ૮૩મી ગાથાનો પ્રારંભ કરીએ તે પહેલાં થોડી પુનરાવૃત્તિ કરી લઈએ. આત્મા છે, આત્મા નિત્ય છે અને ત્રીજી વાત આત્મા કર્મનો કર્તા છે અને ચોથી વાત આત્મા કર્મનો ભોક્તા છે. શિષ્ય ગુરુદેવના ચરણમાં નિવેદન કરે છે કે આત્મા અનિત્ય નથી પણ નિત્ય છે તે તો સમજાયું. જગતમાં જુદા જુદા દેહધારી જીવો મળે છે અને તે બધા જુદી જુદી રીતે સુખ અને દુ:ખ પામે છે તે પણ જોવા મળે છે. લાખો, કરોડો, અનંત પ્રાણીઓ ભિન્ન ભિન્ન અવસ્થામાં છે તે પણ જોવા મળે છે. દરેકના સંયોગો, પ્રકૃતિઓ અને દરેકની ઘટના જુદી જુદી છે તે પણ જોવા મળે છે. આ જોતાં એમ લાગે છે કે આ બધાની પાછળ કોઈક કારણ હોવું જોઈએ. કોઈ તંત્ર કામ કરે છે અને એ તંત્ર કર્યતંત્ર હોઈ શકે. અહીં સુધી તો તેને એમ લાગે છે કે કર્મ તો છે પણ તેનો કર્તા આત્મા નથી. કાં તો કર્મ જ કર્મને કરે છે, અથવા કર્મ સહજ સ્વભાવ છે અથવા કર્મ જીવનો ધર્મ છે અથવા સાંખ્યદર્શને કહ્યું તેમ આત્મા અસંગ છે અને પ્રકૃતિ બંધ કરે છે. અથવા વેદાંતમાં કહ્યું તેમ ઈશ્વર પ્રેરણા આપે છે અને આત્મા કર્મ કરે છે. પરંતુ જો આત્મા કર્મ કરતો ન હોય તો તે બંધાતો પણ નથી અને જો For Personal & Private Use Only Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ પ્રવચન ક્રમાંક - ૬૦, ગાથા ક્રમાંક - ૮૩-૮૪ બંધાતો ન હોય તો મોક્ષની ચિંતા કરવાની જરૂર નથી. અને મોક્ષના ઉપાયની પણ જરૂર નથી. બધા શાસ્ત્રો વાંચવાની પણ જરૂર નથી. શિષ્ય કહે છે કે મોક્ષના ઉપાયનો હેતુ જ જણાતો નથી. બંધાયેલો હોય તો મોક્ષની વાત. આત્મા કર્મ કરતો હોય તો આત્મા જવાબદાર. માટે કર્મનું કર્તાપણું આત્મામાં છે નહીં. પણ ધારો કે તમે કહો છો તેમ કર્મનું કર્તાપણું છે તો પછી કર્મ કરવાનો ધર્મ જ છે તો તે ફર્મ કર્યા જ કરે. તો કર્તાપણું જાય કેવી રીતે? અને કર્મ કર્યા જ કરશે કારણ તે ધર્મ હોવાથી નિવૃત્ત ન થાય તો આત્મા કર્મથી ક્યારેય મુક્ત થઈ શકે જ નહિ. આ અમારી મૂંઝવણ છે. આ અમારું મંથન છે. ગુરુદેવ કહે છે કે તારી વાત તો સાચી છે, પરંતુ એક વાતનો વિચાર કર. જો ચૈતન્યમાંથી પ્રેરણા ન મળે, તો કર્મ કોણ ગ્રહણ કરશે? કર્મ જડ છે તેમાં ના નહિ, પણ જડના સ્વભાવમાં પ્રેરણા કરવાનું તત્ત્વ નથી, તો કર્મ કર્મનો કર્તા હોઈ શકે નહિ. કર્મ જડ છે, જડ પ્રેરણા આપી ન શકે તો કર્મબંધ થશે કેવી રીતે? માટે અમને તારી વાત બરાબર લાગતી નથી. આત્મા પોતાના ભાનમાં ન હોય અને પ્રેરણા આપે તો જ આ ઘટના ઘટે. અહીં એક મહત્ત્વનું સૂત્ર યાદ કરીને આપણે આગળ વધીએ. તેઓ એમ કહે છે કે આ કર્મની રચના અદ્ભુત રીતે થાય છે. જેમાં કર્યતંત્રની તમામ મૌલિક વાતો એક જ કડીમાં આવી જાય છે. આ કડી અત્યંત મહત્ત્વની છે. કઈ કડી? ભાવકર્મ નિજ કલ્પના, માટે ચેતનરૂપ, જીવવીર્યની ફુરણા, ગ્રહણ કરે જડ ધૂપ.” આ ગાથામાં તમામ કર્મશાસ્ત્રનું સમીકરણ છે. કર્મતંત્રના હજારો ગ્રંથો આજે પણ વિદ્યમાન છે. ઓછામાં ઓછા પચાસ લાખ શ્લોકો સંસ્કૃતમાં અને માગધીમાં છપાયેલા-પ્રીન્ટેડ આજે પણ છે. છ કર્મગ્રંથ, કમ્મપયડી, લોક પ્રકાશ, વિશેષાવશ્યક, લબ્ધિસાર, ક્ષપણાસાર, ગોમટસાર આવા અનેક શાસ્ત્રો છે. આ બધા શાસ્ત્રોમાં કર્યતંત્રનું વર્ણન છે. ધારો કે આ બધું વાંચવાની તક ન મળે તો આ તમામ શાસ્ત્રોનો નિચોડ એક સૂત્રમાં પરમકૃપાળુ દેવે કહેલ છે. તે સમજવા પ્રયત્ન કરીએ. તેમનું કહેવું છે કે તારી સમજ પ્રમાણે કર્મો જડ છે. પરંતુ કર્મના બે પ્રકાર છે. એક કર્મ ચેતન પણ છે અને એક કર્મ જડ પણ છે. બહુ મહત્ત્વની વાત છે કે ચૈતન્યમાં જે ક્રિયા થાય છે તે ચેતન કર્મ અને જડમાં જે ક્રિયા થાય છે તે જડ કર્મ છે. એ જડ કર્મ અને ચેતનકર્મમાં જે ક્રિયાઓ થાય છે તે બન્ને મળીને કર્યતંત્રમાં વ્યવસ્થા થાય છે. તે બન્ને માટે સ્વતંત્ર શબ્દો આપ્યા, ચૈતન્યની ક્રિયા માટે ભાવ કર્મ અને જડની ક્રિયા માટે દ્રવ્યકર્મ. દ્રવ્યકર્મ તે પુદ્ગલનો ભાગ છે. અને ભાવકર્મ આત્માનો ભાવ છે. માટે કર્મ ચેતન પણ છે. માત્ર કર્મ જડ છે તેવી તારી સમજ હોવાના કારણે તને મૂંઝવણ થાય છે કે જડકર્મ કાર્ય કઈ રીતે કરી શકે? પરંતુ કર્મનું વિભાજન બે ભાગમાં છે. જડ કર્મ અને ચેતન કર્મ પણ છે. તમારામાં ક્યારેક શુભ ભાવ થતો હશે, ક્યારેક અશુભભાવ પણ થતો હશે તે તમે જોજો, તમારામાં ક્યારેક દયાનો ભાવ, For Personal & Private Use Only Page #270 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૨૧૯ ક્યારેક ક્રૂરતાનો ભાવ, ક્યારેક ક્ષમાનો ભાવ, ક્યારેક ક્રોધનો ભાવ, ક્યારેક અહિંસાનો ભાવ, ક્યારેક હિંસાનો ભાવ, ક્યારેક ચોરીનો ભાવ, ક્યારેક વૈરાગ્યનો ભાવ તો ક્યારેક આસક્તિનો ભાવ, ક્યારેક દ્વેષનો ભાવ તો ક્યારેક મૈત્રીનો ભાવ, અંદર ચાલ્યા જ કરે છે. તમે જોવો તો જરૂર ખ્યાલ આવે કે એક ક્ષણ પણ એવી જતી નથી કે અંદરમાં શુભ કે અશુભ ભાવો ચાલતા ન હોય. સતત કંઈ ને કંઈ ભાવો ચાલ્યા જ કરે છે. આ ભાવોની પ્રક્રિયા છે, તે જડમાં થતી નથી, એ શરીરમાં થતી નથી, એ પુદ્ગલમાં થતી નથી, પરંતુ એ ભાવોની પ્રક્રિયાનું કેન્દ્ર આત્મા છે. આત્માના કેન્દ્રમાં આ ભાવોની પ્રક્રિયા થાય છે. ફરી આપણે પુનરાવૃત્તિ કરીએ કે હિંસાનો ભાવ અશુભ છે, અહિંસાનો ભાવ શુભ છે, અને વીતરાગતા શુદ્ધભાવ છે. અ બધા ભાવોની પ્રક્રિયા ચેતનમાં થાય છે, આત્મામાં થાય છે. જો આ ભાવની પ્રક્રિયા આત્મામાં ન થતી હોત તો આપણે ઉપાધિમાં આવત નહિ. અને આપણે સંસારમાં પણ ન હોત. સંસારમાં છીએ એટલે જાતજાતનાં સુખો અને દુ:ખો ભોગવીએ છીએ. એની પાછળ એક ઘટના ચૈતન્યમાં થાય છે. શુભાશુભ ભાવો આપણા આત્મામાં થાય છે. અને એ ભાવો થાય છે તે ખ્યાલમાં પણ આવે છે. જ્ઞાન જાણે છે કે આ અહિંસાનો ભાવ છે, આ ક્રોધનો ભાવ છે, આ ક્ષમાનો ભાવ છે પણ જ્ઞાન માત્ર જાણતું નથી પરંતુ આગળ વધી તે તેમાં ભળે પણ છે એટલે આત્માનો ઉપયોગ એ પ્રક્રિયામાં સામેલ થાય છે. જરા ધીરજથી આ વાતનો ખયાલ કરજો કે આત્મામાં શુભ કે અશુભભાવની ધારા ઊઠી કે તેની સાથે આત્મામાં રહેલ વીર્ય શક્તિનું સ્ફુરણ થાય છે. વીર્ય શક્તિ સક્રિય બને છે. તમે ચાર શબ્દો તો સાંભળ્યા હશે પણ તેનો અર્થ કદાચ ખબર નહિ હોય. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર્ય અને અનંત વીર્ય. આ ચાર ગુણો આત્માનો ખજાનો છે. આત્માની મૂડી છે. આ આત્માનો સ્વભાવ છે. જ્ઞાન આત્માનો સ્વભાવ, દર્શન આત્માનો સ્વભાવ, વીતરાગતા આત્માનો સ્વભાવ અને છેલ્લી વાત અનંત વીર્ય એટલે શક્તિ, સામર્થ્ય, બળ, અથવા તાકાત તે પણ આત્માનો સ્વભાવ છે. આ વીર્ય શક્તિ બંને પક્ષે કામ કરે છે. કર્મના બંધમાં પણ કામ કરે છે અને બંધમાંથી છૂટવા માટે પણ કામ કરે છે. વીર્ય સ્ફુરાયમાન થાય, અંદરમાં રહેલી આત્માની શક્તિ જાગૃત થાય અને જાગૃત થયેલી શક્તિ મન, વચન અને શરીરમાં ઊતરે એટલે ચંચળતા થાય. આત્મામાં ભાવ જાગૃત થયો. એ ભાવના કારણે વીર્યનું સ્ફુરણ થયું. વીર્યનું સ્ફુરણ થતાં મન, વચન અને શરીરમાં એક્શન થયું, સક્રિયતા થઈ; ચંચળતા થઈ અને ચંચળતાના પરિણામે અંદર ઘટના ઘટી. અને એ ચંચળતા થવાના કારણે કાર્મણ નામની વર્ગણા ઉપર તેની અસર થઈ. હવે કર્મની શરૂઆત થઈ. તે પહેલા કર્મની શરૂઆત નથી. બહુ મહત્ત્વની વાત છે. જો તમે તમારામાં શુભ-અશુભ ભાવોની ધારા ન થવા દો અથવા થતી હોય તો તેને રોકો તો આગળ કર્મતંત્ર સક્રિય થઈ શકશે નહિ. આ ચાવી તમારા હાથમાં છે. અત્યાર સુધી આપણે કર્મોને ગુનેગાર ઠરાવ્યા છે, અથવા ઈશ્વરને ગુનેગાર For Personal & Private Use Only Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ પ્રવચન ક્રમાંક - ૬૦, ગાથા ક્રમાંક - ૮૩-૮૪ ઠરાવીએ છીએ અને તેમાંથી આપણે બાકાત રહીએ છીએ. એમ જ કહીએ છીએ કે “અમે શું કરીએ? અમારાં એવાં કર્મો અથવા જેવી ઈશ્વરની મરજી. અમારા કર્મનો એવો ઉદય હશે? આવું ઘણું બધું બોલીએ છીએ. પરંતુ શરૂઆત તમે જો ન કરો તો કર્મચના ન થાય. દ્રવ્યકર્મ શબ્દનો પ્રયોગ તમે સરળતાથી સીધી રીતે કદી પણ કરશો નહિ. પહેલાં જુઓ કે ઉપયોગમાં હલચલ મચી ગઈ ? ભાવની ધારા ઊઠી? અસંખ્ય ભાવો અંદર ઊઠે છે. શુભ કે અશુભ ભાવો અસંખ્ય પ્રકારના છે. તેમની હલચલ નિરંતર ચૈતન્યમાં થતી જ હોય છે. તમે ઊંઘમાં હો તો પણ ભાવની ધારા ચાલે છે. તમે કોઈના પૈસા વ્યાજે લાવ્યા હો અને તમે રાત્રે સૂઈ જાવ તો શું વ્યાજ બંધ થઈ જાય? તમે સૂતા હો ત્યારે વ્યાજ બંધ રહેતું નથી, ચાલુ રહે છે, તેમ ભાવની ધારા તો ચાલુ જ રહે છે. શુભ કે અશુભ જે ધારા હોય તે આત્માના કેન્દ્રમાં જ છે. આ આત્માની જે ક્રિયા છે તેને વિભાવ કહે છે, અથવા તો તેને વિકાર કે અશુદ્ધ ઉપયોગ પણ કહે છે. ભાવની ધારા આત્મામાં થાય છે, અહીં સુધી તમારું ક્ષેત્ર છે. તમારી આજુબાજુ પુદ્ગલના પરમાણુઓ જથ્થાબંધ રહેલા છે. તે પુગલમાં જુદા જુદા પ્રકાર છે. તેમાં કાર્પણ વણા નામનો પણ પ્રકાર છે. આપણું શરીર જેમાંથી બન્યું તે ઔદારિક વર્ગણા, દેવોનું શરીર વૈક્રિય વર્ગણામાંથી બનેલ છે, ચૌદ પૂર્વધારી મુનિ હોય, તેમને શાસ્ત્ર અધ્યયન કરતાં કરતાં અથવા તત્ત્વ ચિંતન કરતાં કરતાં અથવા દેશના આપતી વખતે પણ અંદર કંઈક સમાધાન ન થયું તો આહારક વર્ગણામાંથી પરમાણુ લઈને આહારક શરીરની રચના કરે છે અને જ્યાં સાક્ષાત તીર્થકરો બિરાજમાન હોય ત્યાં તે આહારક શરીર જાય, પ્રશ્નો પૂછે, સમાધાન કરે અને પાછું આવે. આ શરીર બનાવવા જે વર્ગણા કામમાં આવે તેને આહારક વર્ગણા કહેવાય છે. તે રીતે કાર્યણ નામની વર્ગણાના પણ પરમાણુઓ છે. કાર્પણ વર્ગણાના પરમાણુઓ પર આત્માના ભાવની અસર થવાથી, તેમાંથી કમરચના થાય છે. અને પરિણામે જે રચના થાય તેને દ્રવ્યકર્મ કહેવાય છે. આ ભાવ કર્મ અને દ્રવ્યકર્મ મળીને કર્યતંત્ર થાય છે. હવે સમજાયું ને કે કર્મ બંધ થવામાં તમારો ફાળો કંઈ ઓછો નથી. તમે રોકાણ ઓછું કરશો તો કર્મની પેઢી ચાલશે નહિ. એકલું જડ કર્મ શું કરશે ? કર્મ કહે છે કે અમે તો જગતમાં રહેવાના, અમારામાં કોઈ હલચલ કે પ્રક્રિયા નથી. અમારું પરિણમન છે ખરું, અને અમારામાં જે પર્યાય થાય છે તે થવાની. પણ તમે ભાવ કરો એટલે કે તમે કૃપા કરો તો તમારો અને અમારો સંબંધ બંધાશે. તમારામાં ભાવ કરવાની શક્તિ છે અને અમારામાં આકર્ષાવાની શક્તિ છે. આવો નિમિત્ત નૈમિત્તિક મેળ છે. આ જગતની એક વ્યવસ્થા છે. જેમ આકાશમાં મેઘ ગાજે અને મોરલા ટહુકે. કોણ કહેવા ગયું હતું મોરલાને કે તમે ટહુકો. આકાશમાં વાદળાં આવ્યા નથી ને મોરલા ટહુક્યા નથી, તેમ આત્મામાં ભાવ થયો નથી કે કાશ્મણ વર્ગણામાં હલચલ મચી નથી. પછી કર્મ રચના થાય છે. આ એક વૈજ્ઞાનિક પ્રોસેસ છે. કોમ્યુટરમાં તમે ફીડ કર્યું હોય તો કોમ્યુટર કામ કરે, પણ ફીડ કરનાર તો જોઈએ ને, અંદર નાખનાર તો For Personal & Private Use Only Page #272 -------------------------------------------------------------------------- ________________ ૨૨૧ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા જોઈએ ને ! એકલું કોયૂટર લાવીને દસ વર્ષ મૂકી રાખો તો એકલું તે કશું નહિ કરે, તેમ કર્મ કહે છે કે તમે ભાવ કરો, ફીડ કરો, પછી જ અમારું કામ ચાલુ થાય છે. ત્યાર પહેલાં અમારું કામ ચાલું થતું નથી. આ વાત જેટલી વહેલી ઝડપથી સમજાશે તેટલો વહેલો ખ્યાલ આવશે કે ઓહો ! આ તંત્ર તો મારા હાથમાં છે. આની ચાવી મારા હાથમાં છે. આમાં કર્મનો કંઈ વાંક નથી. કર્મ છે તે વ્યવસ્થા છે. ધારો કે ટ્રાફિક સિગ્નલની લાલ લાઈટ ચાલુ થઈ ગઈ છે અને તમારી ગાડી આગળ લઈ ગયા તો પોલીસ તમને પકડશે. કેમકે નિયમ હોવા છતાં તમે આગળ ગયા ને? તેમ ભાવની ધારા થઈ તો કર્મ રચના થઈ ને? કર્મનો દોષ છે જ નહીં. યશોવિજયજી મહારાજ કહે છે, કેસે દેત કર્મનકુ દોષ.” અલ્યા તને વિચાર નથી આવતો? તું કર્મને કેમ દોષ આપે છે? ઉપયોગ તારો, શુભાશુભ ભાવો તારા અને યોગ પુલનો. આ ઠેકાણે યોગ એટલે મન, વચન અને શરીર એ ત્રણેની ચંચળતા. મનની ચંચળતા તે વિચાર, વચનની ચંચળતા તેનો અર્થ ભાષા અને શરીરની ચંચળતા તેનો અર્થ શારીરિક ક્રિયા. મન, વાણી અને શરીરમાં ચંચળતા થઈ. અશુભની ધારા અંદર ઊઠી તેથી મનમાં મેલો વિચાર આવે, ભાષામાં કડકાઈ આવે અને શરીરથી પાપની ક્રિયા થાય. જે કંઈપણ મન, વચન અને શરીરમાં ક્રિયા થાય છે તેને કહેવાય છે યોગ. આત્મામાં જ્ઞાનની ધારા થાય છે તેને કહેવાય છે ઉપયોગ. ઉપયોગ + યોગ તેનો સરવાળો થવાથી કર્મતંત્ર બને છે. આ બંને જો ભેગા ન થાય તો કર્યતંત્રની રચના કદી પણ થતી નથી માટે જ્ઞાની પુરુષો કહે છે કે રાગ દ્વેષ સહિત પરમાં પરિણમવું એ પ્રક્રિયા જે તારામાં થાય છે તેને ભાવકર્મ કહે છે. અને તેથી એમ કહ્યું કે “ભાવકર્મ નિજ કલ્પના માટે ચેતનરૂપ.” આ ભાવકર્મ જે થાય છે તે તારી કલ્પના છે, તારો ભાવ છે, તારી ધારા છે માટે અમે તેને ચેતનરૂપ કહીએ છીએ. આટલો ચેતનનો ફાળો ભાવ, તેનાથી વિભાવ પરિણામ થાય છે અને વિભાવ થવાના પરિણામે આત્માના પ્રદેશમાં કંપન થાય છે અને કંપન થવાના પરિણામે કાર્પણ પરમાણુઓમાં હલચલ થાય છે અને તેમાંથી કમરચના થાય છે, તેને દ્રવ્યકર્મ કહે છે, એ દ્રવ્યકર્મ સંસારની આખી બાજી સંભાળી લે છે. તે જડ છે પણ તેનામાં પ્રક્રિયા થાય છે. તમને લાડુ બનાવવાનો ભાવ ઊઠ્યો તો લોટ, ઘી, ગોળ ના નહિ પાડે. તેનામાં અંદર પરિણમવાની ક્ષમતા છે. પુદ્ગલ દ્રવ્યમાં પરિણમવાની ક્ષમતા છે અને આત્મદ્રવ્યમાં પણ પરિણમવાની ક્ષમતા છે, આ બંનેના સહિયારા પ્રયાસથી જે અંદર તૈયાર થાય તેને જ્ઞાનીઓ કર્યતંત્ર કહે છે. આપણે જ્યાં છીએ ત્યાં કાશ્મણ વર્ગણા છે. તે એમને એમ પડી છે પણ આપણામાં હલચલ મચે, ભાવની ધારા થાય તો કાર્પણ પરમાણુઓ આપણી તરફ ખેંચાય અને આત્મપ્રદેશો અને કાર્યણ પરમાણુઓ બને પરસ્પર ચોટે. આ ચોંટવું તેનું નામ કર્મનો બંધ. જૈનદર્શને સમગ્ર વિશ્વમાં ઢોલ પીટાવીને આ વાત કરી છે. ઈશ્વર વચમાં આવતા નથી. Jain Education international For Personal & Private Use Only Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨ ૨ પ્રવચન ક્રમાંક - ૬૦, ગાથા ક્રમાંક - ૮૩-૮૪ કર્મનો વાંક નથી, શરૂઆત આપણે પોતે કરીએ છીએ, પછી કર્મને દોષ આપ્યા કરીએ છીએ. આત્માના પ્રદેશો ઉપર જે કર્મો જોડાય છે તે બને છે દ્રવ્યકર્મ. દ્રવ્યકર્મનું પરિણમન થાય છે. આ દ્રવ્યકર્મને જ્ઞાનની જરૂર નથી. તેને પ્રેરણાની જરૂર નથી. તેને વિચારની જરૂર નથી. દા.ત. ચપ્પ તમે હાથમાં લીધું અને આંગળી ઉપર ઘસ્યું. તો આંગળી કપાણી. ચપ્પને ખબર નથી કે તમારી આંગળી કાપવી છે, પણ તેનો સ્વભાવ જરૂર છે, પુદ્ગલનો સ્વભાવ છે કર્મરૂપે પરિણમવાનો અને કર્મરૂપે પરિણમ્યા પછી, એ ફળ પણ આપે છે. તમે બીજ વાવો છો, તમે કંઈ અંકુર, ડાળો કે ફૂલો વાવતા નથી. તમને ખબર પણ નથી કે આ બીજમાંથી વૃક્ષ કેવી રીતે બને છે? આખું વૃક્ષ થાય ત્યાં સુધી કેવી રીતે થયું તેની ખબર નહીં પડે પણ પ્રક્રિયા એનામાં થાય છે. એને કોઈની જરૂર નથી. એ એનો સ્વભાવ છે. બીજનો સ્વભાવ છે વૃક્ષ થઈને ફાલવું તેમ દ્રવ્ય કર્મોનો સ્વભાવ છે જુદા જુદા કર્મના ફળ તમને આપવા. તેને કહેવાય છે સુખ દુઃખના ભોગ. જ્ઞાની પુરુષો અદ્ભુત વાત કરે છે. તેઓ કહે છે ઝેરને ખબર નથી કે માણસને મારી નાખવો. ઝેર તમારું દુશ્મન નથી, માંકડ મારવાની દવા માંકડ માટે છે. એ દવાને ખબર નથી કે તેનું કામ માંકડ મારવાનું છે. તે દવાનો આપણે અકળાઈને પ્રસાદ લઈએ તો એ તેનું કામ કર્યા વગર નહીં રહે. દવાને ખબર નથી કે તેનું કામ મારવાનું છે. પરંતુ તે તેનો સ્વભાવ જરૂર છે, વ્યવસ્થા જરૂર છે. બને છે પણ એવું. જેમ એ ઝેર સમજતું નથી પણ પરિણામ જરૂર આપે છે. કેરીના રસને મીઠાશ આપવાની ખબર નથી પરંતુ તેના સ્વભાવ પ્રમાણે મીઠાશ આપે છે. અમૃત પીવાથી અમૃતની અસર થાય અને ઝેર પીવાથી ઝેરની અસર થાય, તેમ શુભ અને અશુભ ભાવ કરવાથી, શુભ કે અશુભ કર્મની રચના થાય અને એ રચના થવાથી એ કર્મનાં પરિણામ ભોગવવાં પડે છે, તમે પૂછશો કે મારે કર્મો કેમ ભોગવવા પડે છે? કર્મ મને કેમ પરિણામ આપે છે ? તો ભૂતકાળમાં તમે એ પ્રકારનો ફાળો આપ્યો હતો. શુભાશુભ કર્મો તમે કર્યા છે તેના પરિણામે આ પ્રમાણે જીવને ફળ આપવું તેવી ખબર ન હોવા છતાં ઓટોમેટીક એ કર્મો તમને ફળ આપે છે. - જ્ઞાની પુરુષો કહે છે કે કર્મનો બંધ થાય ત્યારે કામણ પરમાણુઓમાં એક શક્તિ ઉત્પન્ન થાય છે. આત્મામાં ભાવ થવાના કારણે કામણ પરમાણમાં ચમત્કારિક બળ ઉત્પન્ન થાય છે. અને એ ચમત્કારિક બળ આપણને ફળ આપે છે. વચમાં કોઈ વ્યવસ્થાની જરૂર નથી. એ જે થાય છે તે આત્માના ભાવ અને કાશ્મણ વર્ગણાના સંયોગને કારણે થાય છે. કારણ કે દરેક પદાર્થને પોતાની વિશેષ શક્તિ છે, અને તે પદાર્થ પોતે ફળ આપે છે. એક રાંક ને એક નૃપ એ આદિ જે ભેદ; કારણ વિના ન કાર્ય તે, તે જ શુભાશુભ વેદ્ય. (૮૪) આ ૮૪મી ગાથામાં ગુરુદેવ એમ કહે છે કે એક વખત આ બધી વાતો, શાસ્ત્ર, પુરાણો બાજુ ઉપર મૂકી દો. માત્ર આંખ ઉઘાડી જગત સામે જુઓ. જગતને બારીકાઈથી, વિસ્તારથી For Personal & Private Use Only Page #274 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૨૨૩ અને સમજણપૂર્વક જુઓ. જગતમાં તમને દ્વન્દ્વ દેખાશે. એક સરખું નહિ દેખાય. વિષમતા દેખાશે. એક શંક છે, એક રાજા છે. એક ગરીબ છે અને એક અમીર છે. એક સુખી છે, એક દુઃખી છે. એક ઉચ્ચ છે, એક નીચ છે. એક રૂપરૂપનો ભંડાર છે અને એક કાળા કોલસાને પણ શરમાવે તેવો છે. એકમાં બળ છે અને એક નિર્બળ છે. આટલી બધી વિચિત્રતા જગતમાં દેખાય છે, તેનું કારણ તે વ્યક્તિને એ પ્રકારનાં પરિણામ ભોગવવાનાં છે માટે દેખાય છે. જગતમાં એક વ્યક્તિ રૂપાળી, એક કુરૂપ, એક રોગી, એક નિરોગી એમ શા માટે થાય છે ? કારણ કે જે વ્યક્તિમાં આ ઘટના ઘટે છે, તેને કંઈક ભોગવવાનું છે. કેમ ? તેણે કંઈક શુભાશુભ ભાવો કર્યા છે. શુભાશુભ ભાવો કરેલા હોવાના કારણે કાર્યણ પરમાણુઓમાં ચમત્કારિક શક્તિ ઉત્પન્ન થઈ છે. તે શક્તિને પ્રયોગ કરવો છે, અને પરિણામ આપવું છે. તે પરિણામ આપવા તેને તમારામાં કામ કરવું છે અને તમારે એ ભોગવવાનું છે. એ ભોગવવા વ્યવસ્થા અંદરમાં થાય છે અને તમે કર્મફળના ભોક્તા પણ બનો છો, શુભાશુભ જે કંઈ કર્મો છે તે ભોગવવાં પડે છે. પરમકૃપાળુદેવે સોળ વર્ષની ઉંમરે, ‘કર્મના ચમત્કારો' શીર્ષક નીચે મોક્ષમાળામાં એક પાઠ લખ્યો છે. જગતમાં અસંખ્ય ઘટનાઓ રોજ બને છે. કેટલીક સાંભળતાં હર્ષ થાય અને કેટલીક ઘટના સાંભળી દુઃખ પણ થાય છે. જગતમાં શું નથી બનતું ? એક ઠેકાણે પાંચ પકવાન પીરસાઈ રહ્યાં છે, અને ભોજન થઈ રહ્યું છે, મિજબાની થઈ રહી છે જ્યારે બીજી જગ્યાએ મૃત્યુ થયું છે અને મરસિયા ગવાઈ રહ્યા છે. ભતૃહિરએ એમ કહ્યું છે કે સવારે અમે એક ગામમાં ગયા હતા, ત્યાં માંડવા નંખાયા હતાં, બહેનો મંગલ ગીતો ગાઈ રહી હતી. રાસ લેવાતા હતા, વાજીંત્રો વાગતાં હતાં, ભાતભાતનાં ભોજન પીરસાતાં હતાં અને સાંજે ત્યાંથી નીકળ્યા તો બહેનો છાતી કૂટતી હતી. આ જોયા પછી અમને એમ લાગ્યું કે નિં અમૃતમય વા વિષમય વા । આ સંસારને અમૃત કહેવો કે વિષથી ભરેલો કહેવો ? ખબર નથી પડતી, કેમ આવો વિષમભાવ જગતમાં જોવા મળે છે. આનું કારણ પ્રત્યેક વ્યક્તિને જુદું જુદું ભોગવવાનું છે. એક વ્યક્તિ માંદગીના બિછાને હતી, એક દિવસ એવો હતો કે તે તંદુરસ્ત હતી, શક્તિશાળી અને પહેલવાન હતી. ક્રિકેટ પણ રમતી હશે અને તે વ્યક્તિ લાખો રૂપિયા કમાતી પણ હશે, છતાં આજે તે મરણ પથારી પર પડી છે. હાથ પણ ઊંચો કરી શકતી નથી અને પાણી પણ પી શકતી નથી. આ શું થયું ? આવી હાલત કેમ થઈ ? એને પૂર્વના કર્મો ભોગવવાનાં છે. તેણે શુભાશુભ ભાવો કર્યા છે અને તેના પરિણામે કર્મમાં ચમત્કારિક શક્તિ ઉત્પન્ન થઈ છે અને એ ભોગવવા માટે જગતમાંથી સામગ્રી મળી રહે છે. આવી જગતના તંત્રની એક આશ્ચર્યકારક વ્યવસ્થા છે. જ્ઞાની પુરુષો સંસારને આશ્ચર્યકારક કહે છે, એ અમૃતમય છે કે વિષમય છે ? પરંતુ તેમાં કોઈનો વાંક નથી. પરમકૃપાળુ દેવે કહ્યું છે કે તે તથ્ય છે, તેમાં વાસ્તવિકતા છે. સનાતન સત્ય For Personal & Private Use Only Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ પ્રવચન ક્રમાંક - ૬૦, ગાથા ક્રમાંક - ૮૩-૮૪ પ્રગટ કર્યું છે કે ‘કોઈનો વાંક નથી, અમારાં કરેલાં અમારે ભોગવવાં પડે છે’. આપણે કહીએ છીએ કે તમારા કારણે અમારે ભોગવવું પડે છે. પરંતુ જ્ઞાની પુરુષો તો કોઈને પણ દોષ દેતા નથી. જ્ઞાની પુરુષોને કોઈ ગાળ આપે તો, પોતે સમર્થ હોવા છતાં ગાળો પાછી આપતાં નથી પણ પોતે પી જાય છે, ગાળોને ગાંઠે બાંધતા નથી. કંઈ કારણ સમજાય છે ? તેમને સમજણ છે કે સામી ગાળ તો આપી શકાય, સામનો કરી શકાય, મારી પણ શકાય, ખતમ પણ કરી શકાય, પરંતુ આવું જો કરીશ તો કાર્મણ પરમાણુઓમાં ચમત્કારિક શક્તિ નિર્માણ થશે અને એ શક્તિનું ફળ પાછું મારે જ ભોગવવું પડશે. હવે એ ભોગવવાની પ્રક્રિયામાં મારે સામેલ થવું નથી, માટે જ્ઞાની શાંત રહે છે. જ્ઞાની શુભાશુભ ભાવની ધારા અંદર પ્રગટ કરતા નથી. અને અજ્ઞાનીઓ કર્મ બાંધ્યા વગર રહી શકતા નથી. ક્ષણે ક્ષણે તેઓ કર્મબંધ કર્યા જ કરે છે. આવી અજ્ઞાનીની અવસ્થા છે, અને કર્મ કર્યા પછી ભોગવવાનાં છે. જગત એક વ્યવસ્થા છે. જગત એક ઓટોમેટીક તંત્ર છે. આની પાછળ કોઈ વ્યક્તિ નથી કે કોઈ સત્તા નથી, રાજકારણ નથી પરંતુ પદાર્થની પોતાની સ્વયં શક્તિ છે. આત્મા પાસે પણ શક્તિ છે અને પુદ્ગલમાં પણ ચમત્કારિક શક્તિ નિર્માણ થાય છે. અને પરિણામો પણ ભોગવવાનાં છે. ઉઘાડી આંખે જગત તરફ જોશો તો રોજ રોજ અસંખ્ય ઘટનાઓ જગતમાં બને છે. પ્રત્યેક ઘટના સ્વતંત્ર, અદ્ભુત અને આશ્ચર્યકારક હોય છે. કોઈ ઘટના સાંભળતાં સુખ થાય. કોઈ ઘટના સાંભળતાં દુઃખ થાય. ક્યાંક ઠીક લાગે તો ક્યાંક અરેરાટી થાય. કોઈ વ્યક્તિને મારી નાખતું જોવામાં આવે છે, કોઈ વ્યક્તિને બચાવતું જોવામાં આવે છે. કોઈ ગ્યાસતેલ છાંટી વ્યક્તિને બાળી રહ્યું છે, તો કોઈ બળતી વ્યક્તિને ઠારી રહ્યું છે. આ બધી ઘટનાઓ જગતમાં એટલા માટે બને છે કે તેને કર્મફળ ભોગવવાનાં છે. વ્યક્તિને જે પ્રકારે કર્મ ફળ ભોગવવાનાં હોય તે પ્રકારે જગતમાં વ્યવસ્થા ગોઠવાઈ જાય છે. એ વ્યવસ્થા નિર્માણ કરવાનું કામ દ્રવ્યકર્મ કરે છે, તેમાં અચિંત્ય શક્તિ રહેલી છે. ૮૪મી ગાથામાં એક શબ્દ મૂક્યો કે ‘કારણ વિના ન કાર્ય તે’ તમને કાર્ય દેખાય છે તેનું નક્કી કારણ હોવું જ જોઈએ, પકડાતું નથી. જેમ તમે ડૉક્ટર પાસે જઈ કહો છો કે તમને આવું આવું થાય છે. ઘણી વખત ડૉક્ટરો પણ પકડી શકતા નથી. તેઓ જવાબ આપે છે કે વાઈરસ ઈન્ફેક્શન ! સોનોગ્રાફીમાં આવતું નથી, એક્સ-રેમાં આવતું નથી. રીપોર્ટ નોર્મલ છે. તમારા શરીરમાં કાંઈ નથી પરંતુ બહારથી ચેપ લાગે છે. તો કર્મો પણ વાઈરસ ઈન્ફેક્શન છે. જગતમાં જે પણ ઘટના ઘટે છે તે અકારણ નથી. તેનું કારણ પણ છે, અને કાર્ય પણ છે. કારણજોગે હો કારજ નીપજે રે, એમાં કોઈ ન વાદ, પણ કારણ વિણ કારજ સાધિયે રે, એ નિજ મત ઉન્માદ. સંભવનાથ ભગવાનના સ્તવનમાં આનંદધનજીએ કહ્યું છે કે કારણ વગર કદી કાર્ય થતું નથી. અને કારણ વગર કાર્ય થાય છે, એમ જે કહે તે પીધેલો હોવો જોઈએ. એ ઉન્માદમાં For Personal & Private Use Only Page #276 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨૫ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા હોવો જોઈએ, ધૂની હોવો જોઈએ. તેને સમજણ ઓછી હોવી જોઈએ. જગતમાં કારણ વગર કાર્ય થતું નથી. શુભ અને અશુભ બે ભાવ છે. શુભ ભાવનું કાર્ય સુખ અને અશુભ ભાવનું કાર્ય દુઃખ છે. જગતને જોતાં શુભ અને અશુભ બને કારણો કામ કરે છે. શબ્દ બહુ મઝાનો વાપર્યો છે, તે જ શુભાશુભ વેદ્ય'. વેદ્ય એટલે ભોગવવા લાયક. આપણે શું ભોગવીએ છીએ? આપણે કરેલું શુભભાવનું ફળ સુખ અથવા તો આપણે જ કરેલું અશુભ ભાવનું ફળ દુઃખ ભોગવીએ છીએ. માટે પતિએ કરેલું શુભ પત્ની ભોગવી શકે નહિ. અને પત્નીનું કરેલું અશુભ પતિ ભોગવી શકે નહિ. જે જેણે કર્યું હશે, તે તેણે ભોગવવું રહ્યું. વિનિમય કે ટ્રાન્સફર થતું નથી. મિલ્કત કે મકાન ટ્રાન્સફર થાય. પરંતુ શુભ અશુભ ટ્રાન્સફર થતું નથી. આ વ્યવસ્થા હોત તો ખબર નથી કે શું પરિણામ આવત? પણ ટ્રાન્સફર થતું નથી, આપ-લે થતી નથી. “શુભાશુભ વેદ્ય'. શુભ કર્મ ભોગવવા યોગ્ય છે, અને અશુભ કર્મો પણ ભોગવવા યોગ્ય છે. આ કર્મો ભોગવવાની વ્યવસ્થા સમગ્ર વિશ્વમાં છે. આ સમજણ જો પ્રાપ્ત થાય તો, ગમે તે હાલત કે ગમે તે સંજોગોમાં આ જીવ, શાંતિથી, સમતાથી, સમભાવથી પસાર થઈ શકે. એક રાંક ને એક નૃપ, એ આદિ જે ભેદ, કારણ વિના ન કાર્ય તે, તે જ શુભાશુભ વેદ્ય. આટલી વાત કરીને ગુરુદેવ આપણી ગેરસમજ દૂર કરે છે. તે ગેરસમજ એવી છે કે આત્માએ કર્મ કર્યા તે વાત સાચી, શુભાશુભ ભાવ આત્મા કરે છે તે વાત પણ સાચી, અને તેના પરિણામે કર્મ રચના પણ થાય છે, તે વાત પણ સાચી. પરંતુ તે શુભાશુભ ભાવનું ફળ આપવા કોઈ એજન્સી હોવી જોઈએ. એ એજન્સી કર્મ પ્રમાણે ફળ આપે. કર્મોને શું ખબર પડે કે શું ફળ આપવું? આવી એજન્સીનું નામ ઈશ્વર છે તેમ શિષ્યનું કહેવું છે. અને ગુરુદેવ તેનું સમાધાન એમ કહીને કરે છે કે આવી કોઈ એજન્સી જગતમાં નથી. પ્રત્યેક પદાર્થ સ્વતંત્ર છે. પ્રત્યેક પદાર્થનો પોતાનો અલગ અલગ સ્વતંત્ર સ્વભાવ છે અને એ સ્વભાવ હોવાના કારણે ભોગવવું પડે છે, અને ભોગવવાથી કર્મો ભોગવાઈ પણ જાય છે. તેમાંથી આપણો છુટકારો પણ થાય છે. આવી સ્પષ્ટતા ૮૫મી ગાથામાં ગુરુદેવ કરશે. અને ૮૬મી ગાથામાં જગતમાં કર્મો ભોગવવાનાં જુદા જુદા સ્થાનો છે, તે સ્થાનો પર જઈ સુખ અને દુઃખ ભોગવાય છે. ત્યાં જુદી જુદી ઘટનાઓ અને બનાવો બને છે તેનું વર્ણન આ ૮૬મી ગાથામાં આગળ આવશે. ધન્યવાદ! આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે માટે ધન્યવાદ. દરેકના અંતરમાં રહેલા પરમાત્માને મારા પ્રેમપૂર્વક નમસ્કાર. For Personal & Private Use Only Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨ ૬ પ્રવચન ક્રમાંક - ૬૧, ગાથા ક્રમાંક - ૮૫ થી ૮૮ પ્રવચન ક્રમાંક - ૧ ગાથા ક્રમાંક - ૮૫ થી ૮૮ ભાવનું સામર્થ્ય ફળદાતા ઈશ્વરતણી, એમાં નથી જરૂર; કર્મ સ્વભાવે પરિણમે, થાય ભોગથી દૂર. (૮૫) તે તે ભોગ્ય વિશેષનાં, સ્થાનક દ્રવ્ય સ્વભાવ; ગહન વાત છે શિષ્ય આ, કહી સંક્ષેપે સાવ. (૮૬) ટીકાઃ ફળદાતા ઈશ્વરની એમાં કંઈ જરૂર નથી. ઝેર અને અમૃતની રીતે શુભાશુભ કર્મ સ્વભાવે પરિણમે છે; અને નિઃસત્ત્વ થયેથી ઝેર અને અમૃત ફળ દેતાં જેમ નિવૃત્ત થાય છે, તેમ શુભાશુભ કર્મને ભોગવવાથી તે નિઃસત્ત્વ થયે નિવૃત્ત થાય છે. (૮૫) ઉત્કૃષ્ટ શુભ અધ્યવસાય તે ઉત્કૃષ્ટ શુભ ગતિ છે, અને ઉત્કૃષ્ટ અશુભ અધ્યવસાય તે ઉત્કૃષ્ટ અશુભ ગતિ છે, શુભાશુભ અધ્યવસાય મિશ્રગતિ છે, અને તે જીવપરિણામ તે જ મુખ્યપણે તો ગતિ છે; તથાપિ ઉત્કૃષ્ટ શુભ દ્રવ્યનું ઊર્ધ્વગમન, ઉત્કૃષ્ટ અશુભ દ્રવ્યનું અધોગમન, શુભાશુભની મધ્યસ્થિતિ, એમ દ્રવ્યનોવિશેષ સ્વભાવ છે, અને તે આદિ હેતુથી તે તે ભોગ્યસ્થાનક હોવા યોગ્ય છે. હે શિષ્ય!જડ ચેતનના સ્વભાવ સંયોગાદિ સૂક્ષ્મ સ્વરૂપનો અત્રે ઘણો વિચાર સમાય છે, માટે આ વાત ગહન છે, તો પણ તેને સાવ સંક્ષેપમાં કહી છે. (૮૬) આ બે ગાથાઓ વસ્તુના મૂળ સ્વભાવને સ્પષ્ટ કરે છે. પ્રત્યેક વસ્તુઓને પોતાનો સ્વભાવ હોય છે. પદાર્થ ક્યારેય પણ પોતાના સ્વભાવની મર્યાદા ઓળંગે નહિ. આમ વસ્તુ પોતાનો સ્વભાવ ક્યારેય છોડતી નથી. જ્ઞાન આત્માનો સ્વભાવ છે. વર્ણ, રસ, ગંધ, સ્પર્શ એ પુગલનો સ્વભાવ છે. અનંતકાળ થયો, પરંતુ આત્માએ પોતાનો જ્ઞાન સ્વભાવ છોડ્યો નથી અને પુદ્ગલે વર્ણ, ગંધ, રસ, સ્પર્શ એ સ્વભાવ છોડ્યો નથી. કોઈ પણ જાતના કારણ વગર સ્વાભાવિકપણે ત્રણે કાળ વસ્તુમાં હોય તેનું નામ સ્વભાવ. અને સ્વભાવ સાથે જ હોવાથી વસ્તુને કાર્ય કરવા માટે બીજા કોઈ પદાર્થની જરૂર પડતી નથી. પોતાના સ્વભાવના પરિબળથી વસ્તુ કામ કરી શકે છે. જૈનદર્શને દ્રવ્યાનુયોગની વાત કરી, ત્યારે તેને કહ્યું કે પ્રત્યેક પદાર્થનું બંધારણ તમે સમજો. વસ્તુ પોતાના બંધારણ મુજબ જ કામ કરે છે, આટલી વાત જો સમજાઈ જાય તો જગતમાં જે કંઈ ઘટનાઓ ઘટે છે અથવા જે કંઈ બનાવો બને છે, તેના વિષે આપણને આશ્ચર્ય ન થાય, અને વિપરીત સમજ પણ ન થાય. આત્મા છે, આત્મા નિત્ય છે અને આત્મા કર્મનો કર્તા છે, તે વાતનો શિષ્ય સ્વીકાર કર્યો. Jain Education international For Personal & Private Use Only Page #278 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨૭ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ચોથા પદ વિષે તે કહે છે કે “આત્મા કર્મનો કર્તા ભલે રહ્યો, પણ આત્મા કર્મનો ભોક્તા નથી, કારણ કે આ જડ એવું કર્મ શું સમજે કે જીવને આવું ફળ આપવું જોઈએ?” શિષ્યને આ શંકા છે, કારણ જડમાં જ્ઞાન નથી, હેતુ નથી, ઈરાદો નથી, સમજણ કે વેદના નથી, લક્ષ નથી. કડી જુઓ, “શું સમજે જડ કર્મ? આત્માને આવું ફળ આપવું જોઈએ તેમ જડ કર્મને શી ખબર પડે? માટે “ઈશ્વર આ ફળનો દાતા છે” હવે બીજી વાત આપણે કરી લઈએ. સાંખ્ય દર્શન ઈશ્વરનો સ્વીકાર કરતું નથી. સાંખ્યદર્શન એમ કહે છે કે પ્રકૃતિ કŽ છે. ભગવદ્ ગીતાનો એક શ્લોક છે, प्रकृतेः क्रियमाणानि गुणैः कर्माणि सर्वशः।। મહંRવમૂઢાભા સ્તgમતિ કન્યતે || (૩/૨૭) પ્રકૃતિ દ્વારા કરાતાં કાર્યોને ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યા છે. સાત્ત્વિક, રાજસિક અને તામસિક. આ પ્રકૃતિનું તંત્ર નિયમ મુજબ કામ કરે છે, પણ અહંકારથી મૂઢ બનેલ આત્મા, હું કર્તા છું તેમ માને છે, અને બિનજરૂરી બંધાય છે. પ્રકૃતિ કરે છે આ વાત સાંખ્યદર્શનની છે. ફળ આપવા માટે ઈશ્વરની જરૂર નથી. | વેદાંત એમ કહે છે કે બ્રહ્મ સિવાય બીજું કંઈ છે જ નહિ. ‘સર્વવતુ ગ્રહ’ જે કંઈ છે તે બ્રહ્મ છે, એક તત્ત્વ છે. અદ્વૈત છે, અભેદ છે. આનાથી વસ્તુની સ્પષ્ટતા થતી નથી. તેથી શિષ્ય કહે છે કે ઈશ્વર ફળ આપે છે, એમ સ્વીકારવામાં આવે તો હજુ પ્રશ્ર સ્પષ્ટ થાય. પણ એમ જો માનવામાં આવે તો ઈશ્વરનું ઈશ્વરપણું રહેતું નથી. કારણ કે કોઈને દુઃખ, કોઈને સુખ, કોઈને અનુકૂળતા, કોઈને પ્રતિકૂળતા આપવી એવું જો થાય તો તે દોષ કહેવાય, ખામી કહેવાય, ઊણપ કહેવાય. એક બાપના દીકરા વચ્ચે આવો જો ખેલ થાય તો એ બાપની કંઈક ખામી કહેવાય, દોષ કહેવાય, કારણ કે પિતાની તો સમદષ્ટિ જ હોય. પરમકૃપાળુદેવે આ ગાથામાં કહ્યું કે તમે બે વસ્તુઓ સમજો. કર્મ પોતાના સ્વભાવ પ્રમાણે પરિણમે છે અને એ બંધાયેલા કર્મમાં આત્માને અદ્ભુત ફળ આપવાની શક્તિ છે. તે ફળ આત્મા ભોગવે પછી કર્મ દૂર થાય છે. શું કહેવા માગે છે આ સૂત્રમાં ? જે કર્મનાં પુદ્ગલો છે તેમાં ફળ આપવાની અદ્ભુત શક્તિ છે. આત્મામાં જ્યારે રાગ કે દ્વેષના ભાવો થાય ત્યારે જડ કાર્મણ વર્ગણામાં એક શક્તિ પ્રગટ થાય છે અને ત્યારપછી એ દ્રવ્યકર્મ બને છે. અને દ્રવ્યકર્મ બન્યા પછી જ્યારે કાળ પરિપક્વ થાય તે વખતે કર્મ ફળ આપે, એ ફળને જીવ ભોગવે એટલે કર્મ નિર્જરાઈ જાય. જેમ નાના એક બીજમાંથી મોટું વૃક્ષ થાય છે. તેમાં હજારો પત્તાઓ, ડાળીઓ, ફળો, ફૂલો અને હજારો ટેટાઓ છે. કલ્પનામાં ન આવે પણ નાના બીજમાંથી આ વડલો ખીલી ઊઠ્યો. આ બધું ક્યાં હતું ? એ બીજમાં છૂપાઈને રહેલું હતું. એ શક્તિ બીજમાં હતી. એ શક્તિ લઈને બીજ જમીનમાં ગયું અને જમીન પાસે જઈને એ બીજે પોતાની શક્તિ ખીલવી અને તેમાંથી મોટું વૃક્ષ થયું. બીજમાં જેમ પોતાની શક્તિ છે, તેમ પુદ્ગલમાં પણ અચિંત્ય Jain Education international For Personal & Private Use Only Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨૮ પ્રવચન ક્રમાંક - ૧, ગાથા ક્રમાંક - ૮૫ થી ૮૮ શક્તિ છે. આધુનિક વિજ્ઞાન પણ આ વાતને સ્પષ્ટ કરે છે. મુંબઈમાં બેઠાં બેઠાં તમે અમેરિકા કે કોઈપણ જગ્યાએ મોબાઈલ ફોનથી વાત કરી શકો છો. હજારો માઈલ દૂર હોવા છતાં વાતો થઈ શકે છે. આના ઉપરથી સાબિત થાય છે કે પુગલમાં પણ અચિંત્ય શક્તિ પડી છે. પુદ્ગલનો પોતાનો સ્વભાવ છે, અને મઝા તો એ છે કે પુદ્ગલની અચિંત્ય શક્તિને પ્રગટ થવામાં આત્માના ભાવો નિમિત્ત કારણ બને છે, એટલે કમરચના થવામાં આત્માના ભાવો નિમિત્ત કારણ છે અને કર્મનો ઉદય આત્માના ભાવમાં નિમિત્ત બને છે. જડ પુદ્ગલ પરમાણુઓમાં પોતાની આગવી અનંત શક્તિઓ પડી છે. કાશ્મણ વર્ગણા બહુ સૂક્ષ્મ છે અને તે સૂક્ષ્મ હોવાના કારણે તેની શક્તિ પણ અત્યંત સૂક્ષ્મ છે. એવી સૂક્ષ્મ શક્તિ હોવાના કારણે કર્મ સ્વભાવે પરિણમે છે. એક વખત આત્માએ ભાવ કર્યો, રાગદ્વેષ કર્યા, કાર્મણ વર્ગણા ઉપર તેની અસર થઈ, એમાંથી દ્રવ્યકર્મ બન્યું અને તે દ્રવ્યકર્મ આત્માને નિયત ટાઈમે ફળ આપે છે. આ કર્મનું ફળ આપવા માટે વચમાં કોઈપણ એજન્સીની, સાધનની, ઈશ્વરની, પરમાત્માની કે કોઈ દેવદેવીઓની કે અન્ય કોઈની પણ જરૂર નથી. કર્મ જ નિયામક બને છે. એ કર્મમાં જે શક્તિ નિર્માણ થાય છે તે આત્મામાં થતા ભાવના કારણે થાય છે. હવે ૮૬મી ગાથામાં થોડી ગંભીર વાત કરે છે. તે તે ભોગ્ય વિશેષનાં, સ્થાનક દ્રવ્ય સ્વભાવ; ગહન વાત છે શિષ્ય આ, કહી સંક્ષેપે સાવ. (૮૬) પરમકૃપાળુ દેવ કહે છે, હે શિષ્ય ! આ બહુ ગહન વાત છે. અમે જે જોઈએ છીએ, જે અનુભવીએ છીએ એ વાત અમારે તને કરવી છે પણ વાત કરતાં એમ થાય છે કે આ વાત ગહન, ગંભીર, પારમાર્થિક છે. અત્યંત સાત્ત્વિક, અત્યંત રહસ્યમય છે. આવી ગંભીર હોવા છતાં, સંક્ષેપથી અમે આ ઠેકાણે તને કહીએ છીએ. સિતારના તાર ઉપર આંગળી અડે તો તેમાં કંપન થાય છે, તેમાંથી ઝંકાર ઊઠે છે, ધ્વનિ ઊઠે છે, તેમ આત્મપ્રદેશોમાં પણ કંપન થાય છે, સ્પંદન થાય છે, ઝંકાર ઊઠે છે, તેને કહેવાય અધ્યવસાય. અધ્યવસાય કહો, ભાવ કહો કે પરિણામ કહો, આ પર્યાયવાચી શબ્દો છે. અધ્યવસાય એટલે આત્મામાં ઊઠતાં કંપનો, સ્પંદનો, શુભ, અશુભભાવો અથવા રાગદ્વેષના ભાવો. આ ભાવો, ઝંકારો ઘણા પ્રકારનાં હોય છે, જેમકે ક્રોધ, માન, માયા, લોભ, અહંકાર, ઈર્ષ્યા, અદેખાઈ, ક્લેશ, કંકાશ વગેરે. આ બધાનું લીસ્ટ બહુ મોટું છે. પરંતુ આપણે રોજના જીવનમાં આ બધું અનુભવીએ છીએ. આ અધ્યવસાયના બે પ્રકારો છે. શુભ અધ્યવસાય અને અશુભ અધ્યવસાય. આ બંને શુભાશુભની ધારા આત્મામાંથી પ્રગટે છે. શુભાશુભમાં પણ ત્રણ પ્રકાર છે. જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ. આની પણ એક રેઈન્જ એટલે ગતિ છે. આ બધું રોજ જીવનમાં ઘટી રહ્યું છે, છતાં આપણે સમજવા તૈયાર નથી, સમજી શકતા નથી. જેમ અધ્યવસાય જઘન્ય, મધ્યમ અને Jain Education international For Personal & Private Use Only Page #280 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૨૨૯ ઉત્કૃષ્ટ હોય છે, તેમ તેનાં પરિણામ પણ જુદાં જુદાં હોય છે. ઉત્કૃષ્ટ શુભ અધ્યવસાય હોય તો તેના પરિણામે ઉત્કૃષ્ટ શુભ પુણ્ય બંધાય, શુભ ગતિ મળે. દેવગતિ એ શુભ ગતિ છે. મોક્ષ શુભ ગતિ નથી પણ શુદ્ધ ગતિ છે. કોઈનું મરણ થયું હોય ત્યારે આપણે લખીએ છીએ કે દેવગતિ પામ્યાં છે. ઉત્તમ ગતિમાં અથવા શ્રેષ્ઠ ગતિમાં એ ગયા છે. શાસ્ત્રોને એમ કહેવું છે કે ઉત્કૃષ્ટ શુભ અધ્યવસાય થાય તો શુભ ગતિ થાય એટલે દેવગતિ મળે. જો ઉત્કૃષ્ટ અશુભ અધ્યવસાય થાય તો અશુભ ગતિ એટલે નરકગતિ મળે. આ બધા સ્થળે આપણે અનેક વાર જઈ આવ્યા છીએ, કંઈ નવું નથી. નરકમાં પણ અસંખ્ય વખત અને દેવગતિમાં પણ અસંખ્ય વખત જઈ આવ્યા છીએ. આપણે ભાવ કર્યા વગર રહેતા નથી, અને ભાવ પણ એકધારાસરખાં રહેતાં નથી. ક્યારેક શુભ તો ક્યારેક અશુભ, પણ ભાવની ધારા તૂટતી નથી. થયા જ કરે છે, થયા જ કરે છે. એક ત્રીજી પણ અવસ્થા છે મિશ્રિત. થોડુંક શુભ અને થોડુંક અશુભ. શુભભાવ થયો. ૫૦૧ રૂ।. દાનમાં લખાવ્યા, પરંતુ તુરત જ મનમાં થયું કે ૩૦૧ રૂા. લખાવ્યા હોત તો પણ ચાલત, ઉતાવળ થઈ ગઈ. આ અશુભ ભાવ થયા. આમ બે ભાવ ભેગા થયા, શુભ અને અશુભ. મમ્મણ શેઠના જીવનમાં પણ આવું બન્યું હતું. એક મુનિ વહોરવા તેને ત્યાં આવ્યા. તેણે બહુ પ્રેમથી મોદક વહોરાવ્યા. મુનિ પાછા ગયા, પાડોશીના કહેવાથી વધેલો ભૂકો મોંમાં નાખ્યો, બહુ સ્વાદ આવ્યો, એટલે મનમાં થયું કે આ તો બહુ ખોટું થયું, એમ વિચારી મુનિ પાછળ દોડ્યા અને કહે કે મેં મોદક આપ્યો તે પાછો આપો, મોદક વહોરાવ્યા તે શુભ ભાવ અને આપ્યા પછી અરેરે ! મેં ક્યાં વહોરાવી દીધા ! પાછા લેવાનો ભાવ થયો તે અશુભભાવ. આવા કંઈક નાટકો આપણે રોજના જીવનમાં કરીએ છીએ. ક્યારેક ગુસ્સો આવે છે, એ અશુભ ભાવ થાય છે, અને તુરત જ માફી માંગીએ છીએ કે મારી ભૂલ થઈ ગઈ, તે શુભભાવ થયો. વળી ક્યારેક એમ પણ વિચાર આવે કે એમાં મેં શું ખોટું કર્યું ? બરાબર કહેવા જેવું જ હતું, એણે સમજવું ન જોઈએ ? શેરબજારના ભાવો તો બહુ ઝડપથી બદલાતા નથી, તેના કરતાં કઈ ગણા ભાવો આત્માના બદલાયા કરે છે. અહીં એમ કહેવું છે કે મધ્યમ શુભ અને મધ્યમ અશુભ અધ્યવસાય હોય તો તે તે ભાવ પ્રમાણે મનુષ્યગતિ કે પશુગતિ મળે. આ વિભાવોનું પરિણામ જુઓ. દેવગતિ તે શુભગતિ અને તેનું કારણ શુભ અધ્યવસાય. નરકગતિ તે અશુભ ગતિ અને તેનું કારણ તીવ્ર અશુભ અધ્યવસાય. તે તે પ્રમાણના શુભ અશુભ અધ્યવસાયનું પરિણામ તે મનુષ્યગતિ અથવા પશુગતિ છે. પૂ. વીરવિજયજી મહારાજ કહે છે કે, મદ મત્સર લોભી અતિ વિષયી, જીવતણો હણનાર; મહારંભી મિથ્યાત્વી ને રૌદ્રી, ચોરીનો કરનાર; ઘાતક જિન અણગાર, વ્રતનો ભંજણહાર; For Personal & Private Use Only Page #281 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ક્રમાંક - ૬૧, ગાથા ક્રમાંક - ૮૫ થી ૮૮ મદિરા માંસ આહાર, ભોજન નિશિ અંધાર; ગુણી નિંદાનો ઢાળ, લેશ્યા દૂર અધિકાર; નારકીમાં અવતાર, એણે લક્ષણ નિરધાર. આવા ભાવો અને ક્રિયાઓ નરકગતિમાં લઈ જનાર છે. દાન, સરાગ સંયમ, તપ, ઉત્કૃષ્ટ આરાધના, વ્રતો વિગેરે શુભ ભાવો, શુભ અધ્યવસાયો અને શુભ ક્રિયાઓ શુભગતિમાં લઈ જનાર છે. અને તે તે પ્રકારના શુભ અધ્યવસાય મનુષ્ય ગતિમાં અને અશુભ અધ્યવસાય પશુગતિમાં પણ લઈ જાય. લોકો પૂછતાં હોય છે કે અમારે મર્યા પછી ક્યાં જન્મવાનું થશે ? જ્ઞાની પુરુષો કહે છે કે આખી જિંદગીનો ચોપડો વાંચી જા, આપોઆપ ખબર પડશે કે તારી જગ્યા ક્યાં છે ? ભાવ કરી કરીને આપણે આપણી જગ્યા નક્કી કરીએ છીએ. આ સંસારમાં ચાર ગતિ છે. ઉત્કૃષ્ટ શુભભાવ હોય તો ઊર્ધ્વગમન અને પરિણામે દેવલોક. ઉત્કૃષ્ટ અશુભ અધ્યવસાય હોય તો અધોગમન અને પરિણામે નરકગતિ. તેમજ તે તે પ્રકારના મધ્યમ શુભ અશુભ ભાવ જો હોય તો મધ્યમસ્થિતિ અને પરિણામે મનુષ્યગતિ અથવા પશુગતિ. દરેક દ્રવ્યનો આવો વિશેષ સ્વભાવ છે, અને એ સ્વભાવ જીવનમાં જ્યારે કામ કરે છે ત્યારે જે પ્રકારનો ભાવ તે પ્રકારનું ફળ આવે છે. જે પ્રકારનાં પરિણામ હોય તે પ્રકારનાં પરિણામ ભોગવવા માટેનાં સ્થળો પણ આ જગતમાં હોવા જોઈએ. આવી વ્યવસ્થા જગતમાં અનાદિકાળથી છે. ૨૩૦ ફરી સમજવા કોશિશ કરીએ, દરેક પદાર્થનો વિશિષ્ટ સ્વભાવ છે. પરમકૃપાળુદેવે કહ્યું, આ વાત ઘણી ગહન છે. દ્રવ્યનો વિશેષ સ્વભાવ છે. પુણ્યનો વિશેષ સ્વભાવ છે, અને આત્માનો પણ પોતાનો સ્વભાવ છે. આત્મા રાગ કરે છે તો રાગમાં પણ શક્તિ વાપરે છે, અને દ્વેષ કરે છે તો દ્વેષમાં પણ શક્તિ વાપરે છે. અશુભ વૃત્તિ અને શુભ વૃત્તિ થાય છે. અને જેવો ભાવ થાય, તે પ્રમાણે ક્રિયા થાય છે. એ ભાવ અને ક્રિયા ભેગા થવાથી રચના થાય છે. તેના ઉપર ફળ ભોગવવાનું નક્કી થાય છે. એ ફળ અથવા પરિણામ ભોગવવા માટે જુદા જુદા સ્થળો ચોર્યાશી લાખ જીવાયોનિ છે. એક નાની કીડી જુઓ, એક મચ્છર જુઓ, એક પક્ષી, એક પશુ અને એક મનુષ્ય જુઓ, આમ જુદા જુદા ગણીએ તો તેમના ઉત્પત્તિ સ્થાનો-યોનિઓ ચોર્યાશી લાખ છે. જગતના કોઈ કારખાનામાં આ પ્રકારો તૈયાર થતા નથી, કોઈ આને ઘડતું પણ નથી. પદાર્થનો-દ્રવ્યનો પોતાનો અચિંત્ય સ્વભાવ છે અને તે પ્રમાણે કામ થાય છે. આના ઉપરથી નક્કી થાય છે કે જીવનમાં જે કંઈ ફળ ભોગવવાનું આવે છે, અથવા જે પરિણામ આવે છે, તેની રચના કરનાર આપણે પોતે જ છીએ. પરિણામ આવે ત્યારે આપણે બૂમાબૂમ કરીએ છીએ, પણ જેવાં કર્મો કરીએ તેવું ફળ, તેવું સ્થાન મળે છે. વિશેષ પુણ્ય ભોગવવાનાં, વિશેષ પાપ ભોગવવાનાં અને મધ્યમ પુણ્ય તથા મધ્યમ પાપ ભોગવવાનાં સ્થાનો આ જગતમાં છે. તેના કારણે સુખ દુઃખ થાય તેવી ઘટનાઓ પણ જગતમાં ઘટે છે. એ પ્રકારનાં કર્મો ભોગવવાની For Personal & Private Use Only Page #282 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૨૩૧ સજા નિશ્ચિત છે. જૈન પરંપરામાં દ્રવ્યાનુયોગ છે, તેમ કર્મ ફીલોસોફીનું પણ વર્ણન છે. જુદી જુદી ગતિઓ છે, જુદા જુદા ભાવો અને અધ્યવસાયો છે. આવા ભાવો અશુભ, આ પ્રકારના શુભ અને આ પ્રકારના ભાવો મધ્યમ કહેવાય છે. આ ચોક્કસ ભાવનું આ ચોક્કસ પરિણામ આવે છે. તેના ફળ ભોગવવાં પડે છે, અને ફળ ભોગવા માટે જગતમાં કાયમી વ્યવસ્થા છે. નરક કે સ્વર્ગ નવું બનાવવું પડતું નથી. તે અનાદિકાળથી છે. ત્યારે ચાર ગતિઓ પણ અનાદિકાળથી છે. તો ગણિત શું આવ્યું? આપણે અનાદિકાળથી, ગતિઓ અનાદિકાળથી, સંસાર પણ અનાદિકાળથી, ફળ ભોગવવાનું અનાદિકાળથી, આપણા ભાવો, કર્મરચના, ક્રિયાઓ, સુખ દુઃખ જે ભોગવીએ છીએ તે બધું જ અનાદિકાળથી છે. આ રીતે દરેક જીવ અનંતકાળ કાઢી રહ્યો છે, માટે અમે કહીએ છીએ કે આ વિજ્ઞાન ઘણું ગહન છે. એટલી વાત સમજી લેજો કે ઉત્કૃષ્ટ શુભ અધ્યવસાયથી શુભ ગતિ, ઉત્કૃષ્ટ અશુભ અધ્યવસાથી અશુભ ગતિ અને શુભ અશુભ મધ્યમ અધ્યવસાયથી મનુષ્ય કે પશુગતિ મળે. ચાર ચાર ગતિઓમાં અને ચોર્યાશી લાખ જીવાયોનિમાં અલગ અલગ અવસ્થામાં આ જીવ યાત્રા કરતો આવ્યો છે. આ વખતે મુંબઈમાં આવ્યો છે. અહીં ખેલ ચાલુ કર્યો છે. હવે આવતો ખેલ ક્યાં થશે તે ખબર નથી. યાદ કરજો કે તમે કેવા કેવા ભાવો કર્યા છે. જગતમાં કોઈના ઉપર પ્રગાઢ રાગ કર્યો હશે તે અવસ્થા જુદી હશે, કોઈના પ્રત્યે પ્રગાઢ ષ કર્યો હશે તે અવસ્થા જુદી હશે, ભાન ભૂલીને ક્રોધ કર્યો હશે, ક્યારેક અહંકારથી ઉન્મત બન્યા હોઈશું. આમ અલગ અલગ અવસ્થા થાય છે તેથી તેના પરિણામો પણ જુદા જુદા મળે છે. બીજી વાત, ઉત્કૃષ્ટ શુભ ગતિ થાય તો ઊર્ધ્વ આરોહણ થાય. અશુભ ગતિ જો થાય તો નીચે જવાનું થાય અને મધ્યમ ગતિ જો થાય તો મધ્યમ ક્ષેત્રમાં રહેવાનું થાય. હે શિષ્ય ! સાવ સંક્ષેપમાં અમે તારી પાસે ગહન વાત કરી છે, અને શિષ્યને પણ સમાધાન થાય છે કે આત્મા છે, નિત્ય છે, અને તે કર્મનો કર્તા પણ છે. અને કર્મનો ભોક્તા પણ છે. આ ચાર બાબતો સ્પષ્ટ થઈ. આત્મસિદ્ધિમાં ૮૫થી ૧૪૨ સુધી જે ગાથાઓ છે તે અત્યંત ગંભીર ગાથાઓ છે. પારમાર્થિક, પરમ ગંભીર અને રહસ્યમય પણ છે. નમ્ર બનીને, સરળ બનીને, અમારામાં તીક્ષ્ણ બુદ્ધિ છે તેવું માન્યા વગર, વાત જેવી છે તેવી સમજવા પ્રયત્ન કરજો. આ બધી ગાથાઓમાં ઘણી વાતો કૃપાળુદેવે સ્પષ્ટ કરી છે. મોક્ષ છે, મોક્ષનો ઉપાય છે, જુદા જુદા ભેદો વિષે, સાધનો વિષે મતભેદ, જ્ઞાન, ક્રિયા, નિમિત્ત-ઉપાદાન વિગેરે વાતો પરમકૃપાળુદેવે દીવા જેવી કરી છે. તેના અર્થો યથાતથ્ય થાય તો બરાબર છે. તેના અર્થો બદલી પોતાને ગમે તેવા અર્થો જો થતાં હોય તો મૂળભૂત શાસ્ત્રોને આપણે ન્યાય નથી આપતા. મહાપુરુષોએ કહ્યું છે કે પાંચમું પદ મોક્ષ છે, પણ શિષ્ય પોતાની શંકા વ્યક્ત કરે છે. કર્તા ભોક્તા જીવ હો, પણ તેનો નહિ મોક્ષ; વીત્યો કાળ અનંત પણ, વર્તમાન છે દોષ. (૮૭) Jain Education international For Personal & Private Use Only Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ પ્રવચન ક્રમાંક - ૬૧, ગાથા ક્રમાંક - ૮૫ થી ૮૮ શુભ કરે ફળ ભોગવે, દેવાદિ ગતિમાંય; અશુભ કરે નરકાદિ ફળ, કર્મ રહિત ન ક્યાંય. (૮૮) ટીકા કર્તા ભોક્તા જીવ હો, પણ તેથી તેનો મોક્ષ થવા યોગ્ય નથી, કેમ કે અનંતકાળ થયો તો પણ કર્મ કરવારૂપી દોષ હજુ તેને વિષે વર્તમાન જ છે. (૮૭). શુભ કર્મ કરે તો તેથી દેવાદિ ગતિમાં તેનું શુભ ફળ ભોગવે, અને અશુભ કર્મ કરે તો નરકાદિ ગતિને વિષે તેનું અશુભ ફળ ભોગવે; પણ જીવ કર્મરહિત કોઈ સ્થળે હોય નહીં. (૮૮) આત્મા કર્મનો કર્તા છે, એ માન્યું. આત્મા કર્મનો ભોક્તા છે તે પણ માની લીધું, પરંતુ મોક્ષ નહિ થાય. કારણ? અનંતકાળ ગયો. જો થવાનો હોત તો થઈ ગયો હોત. ચાન્સ મળ્યો હોત, ઘટના ઘટી હોત, અવસર આવ્યો હોત, બીના બની હોત અને મોક્ષમાં પહોંચી ગયા હોત. અનંતકાળ વીત્યો પણ વર્તમાનમાં દોષ છે. વર્તમાનમાં સંસાર તો ઊભો જ છે, જન્મ મરણ તો થયા જ કરે છે. મોક્ષ પ્રાપ્તિ હજુ થઈ નથી, તેના ઉપરથી એમ લાગે છે કે મોક્ષ નથી. મોક્ષ નથી તેમ જો નક્કી થાય તો કર્મો અમને વળગેલાં છે તે કાયમ રહેશે. અમારા કર્મો સાથે છૂટાછેડા નહિ થાય. પતિ પત્ની વચ્ચે છૂટાછેડા થાય, પણ કર્મો સાથે નહિ થાય. વર્તમાનકાળમાં પણ આ જીવ દોષથી ભરેલો જ છે. દોષમાંથી મુક્ત થયા નથી એટલે જન્મ મરણ પણ હજુ ઊભાં જ છે. આજે પણ દેહમાં છીએ, આજે પણ રાગદ્વેષ કરીએ છીએ. આનો અર્થ એમ થયો કે અનંતકાળ ગયો, અમે એવા ને એવા રહ્યા, અને અનંતકાળ એવા ને એવા રહીશું, માટે મોક્ષની પ્રાપ્તિ નહિ થાય. શિષ્ય આવી શંકા પ્રગટ કરે છે. બીજી મહત્ત્વની વાત શિષ્ય એ કરે છે કે નિયમ પ્રમાણે શુભ કર્મ કરે તો શુભ ફળ મળે, અશુભ કર્મ કરે તો અશુભ ફળ મળે. આનંદધનજી મહારાજે શ્રેયાંસનાથ ભગવાનના સ્તવનમાં એક મઝાની કડી મૂકી છે કે... જે કિરિયા કરી, ચઉગતિ સાધે, તે અધ્યાત્મ નવ કહીએ રે. જગતમાં મોટા ભાગના ધર્મો શુભ સુધી પહોંચ્યા છે. એમણે શુભની વાત કરી છે. ઉત્તર મિમાંસા, પૂર્વ મિમાંસા અને વેદોમાં એમ કહ્યું છે કે તમે આ યજ્ઞ કરશો તો આવો દેવલોક મળશે. આવું પાપ કરશો તો નરકનું પરિણામ ભોગવવું પડશે. પરંતુ તેઓ ચાર ગતિથી આગળ ગયા નથી. ચાર ગતિ છે તેમ માનનારા મોટા ભાગના દર્શનો છે, તેમની બધી વ્યવસ્થા બે જ પાયા શુભ અને અશુભ ઉપર છે. શુભને પણ વટાવી શુદ્ધમાં ડોકિયું કરવાનું સાહસ લગભગ જગતના બીજા ધર્મોએ કર્યું નથી. શુભ સુધી પહોંચાયું છે, પરંતુ શુભની આગળ શુદ્ધ છે તેમાં ડૂબકી મારી નથી. વીતરાગ પરમાત્માના દર્શનમાં અશુભનો સ્વીકાર કર્યો, શુભનો સ્વીકાર કર્યો અને શુભાશુભથી પર થઈને શુદ્ધમાં ડૂબકી મારવાની વાત કરી છે. જે શુદ્ધમાં ડૂબકી મારે છે તે વીતરાગ અવસ્થાને પ્રાપ્ત કરે છે, રાગદ્વેષથી મુક્ત બને છે. આપણી હાલત એવી છે કે શુભ For Personal & Private Use Only Page #284 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૨૩૩ ભાવ કર્યા, શુભ કર્મ કર્યું, પુણ્ય બંધાયું, પુણ્યથી દેવગતિ અને મનુષ્ય ગતિ મળી. અશુભભાવ કર્યા, અશુભ કર્મ બંધાયું, તેનાથી નરક ગતિ મળી અને પશુગતિ મળી. આ રીતે કર્મ થતાં જાય છે અને કર્મ સહિત હોવાથી શુભ અને અશુભ બંને ફળો ભોગવવાં પડે છે. આત્મા શુભ કે અશુભ કર્યા વગર રહી શકતો નથી. કાં તો આપણે શુભ કરીએ અથવા અશુભ કરીએ અથવા શુભાશુભ કરીએ. આ શુભ અને અશુભ બન્ને જો હોય તો આ સંસારમાં સુખ દુઃખ ભોગવ્યા જ કરીએ, નવા કર્મો બાંધતા જઈએ અને ચોર્યાશીમાં ફર્યા જ કરીએ. શાસ્ત્રમાં એક વર્ણન આવે છે કે અનુત્તર વિમાનથી મોક્ષનું ક્ષેત્ર બાર યોજન છેટું છે. બાર યોજન શું હિસાબમાં ? પરંતુ અનુત્તર વિમાનથી સીધા મોક્ષ ગતિમાં જઈ શકાતું નથી. મોક્ષગતિમાં જો જવું હોય તો આ અનુત્તર વિમાનમાંથી અહીં એટલે મનુષ્ય દેહમાં આવવું પડે. સર્વ કર્મોનો ક્ષય કરવો પડે. દેવો શુભથી આગળ કંઈ કરી શકતા નથી. મનુષ્યો શુભથી વધારે કંઈ કરતા નથી પણ તેમનામાં શુભથી શુદ્ધમાં જવાની ક્ષમતા છે. દેવો તે કરી શકતા નથી. દેવો શુભ ભાવ કરે, ભક્તિ કરે પણ દેવો વીતરાગ ન થઈ શકે. મનુષ્યો વીતરાગ થઈ શકે છે. તમને ખ્યાલ આવે છે કે તમારી હેસિયત કેટલી બધી છે ? તમારામાં કેટલી બધી તાકાત છે ? તમે શું કરી શકો તેમ છો, તે તમને સમજાય છે ? લોકોને તમે એમ કહેતા હો છો કે હું કરી બતાવીશ. શું કરી બતાવશો ? તમારી હેસિયત આ છે. તમે રાગદ્વેષથી મુક્ત થઈ વીતરાગ થઈ શકો છો. અનુત્તર વિમાનના સર્વાર્થ સિદ્ધ વિમાનનાં દેવો રાગદ્વેષથી મુક્ત થઈ શકતા નથી. નારકી અને પશુઓ પણ રાગદ્વેષથી મુક્ત થઈ શકતાં નથી. સંપૂર્ણપણે મુક્ત થવાનો પુરુષાર્થ એક માત્ર મનુષ્ય જ કરી શકે છે. આટલી બધી સ્વતંત્રતા અને આટલી વિરાટ ભૂમિકા આપણને મનુષ્યને જ આપવામાં આવી છે. આપણે મોક્ષ માગીએ છીએ પરંતુ એક વખત દેવગતિમાં જોઈએ તો ખરા કે ત્યાં શું છે ? ત્યાં કેવી મઝા છે ? આટલા જન્મો કર્યા છે તો એક વધારે કરીએ. આપણી કેટલી હિંમત અને કેટલું સામર્થ્ય છે ? એક જન્મ વધારે તેમાં વાંધો શું છે ? આ આપણો ઈતિહાસ. આપણે શુભ પણ કર્યું અને અશુભ પણ કર્યું, પરંતુ શુભ અશુભથી પેલી પાર શુદ્ધમાં જવા માટે કૂદકો માર્યો નથી. જ્યાં સુધી આપણે શુભ અશુભમાં રહીશું, ત્યાં સુધી સંસારમાં જ રહીશું અને ચારે ગતિમાં પરિભ્રમણ કર્યા કરીશું. આ પરિભ્રમણ કોઠે પડી ગયું છે. ઠીક પણ લાગે છે, કંઈપણ વાંધો નથી. શુભ કર્મ કરવાથી શુભ ફળ અને શુભગતિ મળે છે અને અશુભ કરવાથી અશુભ ફળ અને અશુભ ગતિ મળે છે. પરંતુ ત્રીજી વાત એ કે ‘કર્મ રહિત ન ક્યાંય’ શિષ્યને લાગે છે કે આત્મા ક્યારેય પણ કર્મરહિત થઈ શકે નહીં. એક રીતે વાત સાચી છે કે શુદ્ધ અવસ્થામાં ડૂબકી માર્યા સિવાય આત્મા કદી પણ કર્મરહિત થઈ શકતો નથી. વાત આપણે એ કરી કે શુભ અને અશુભ બન્ને વચ્ચે આપણે રહ્યા છીએ. શુભાશુભની પેલી પાર આપણે કૂદકો માર્યો નથી. ધર્મ એને કહેવાય કે અશુભ અને શુભની પેલી પાર જઈ For Personal & Private Use Only Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ પ્રવચન ક્રમાંક - ૬૧, ગાથા ક્રમાંક - ૮૫ થી ૮૮ સંપૂર્ણપણે શુદ્ધ અવસ્થા પ્રાપ્ત કરીએ. રાગદ્વેષથી મુક્ત બનીએ તેને જ્ઞાની પુરુષોએ ધર્મ કહ્યો છે. આગળ જતાં પરમકૃપાળુ દેવ એમ કહેવાના છે કે જેમ શુભ થાય છે, તેનું ફળ છે અને અશુભ થાય છે તેનું પણ ફળ છે તેમ શુભ અને અશુભ બંનેથી નિવૃત્તિ થાય તો મોક્ષ મળ્યા વગર રહે નહિ. શું શબ્દ વાપર્યો? અશુભથી પણ નિવૃત્તિ અને શુભથી પણ નિવૃત્તિ. અશુભથી નિવૃત્તિ તો ગળે ઊતરે તેવી વાત છે, પણ શુભથી પણ નિવૃત્તિ એ વાત થોડી કાઠી પડે તેવી છે. મહાપુરુષોએ કહ્યું છે કે પુણ્યની મીઠાશને પણ દૂર કરી વીતરાગતા પ્રાપ્ત કરવાની છે. ૮૯મી ગાથામાં પરમકૃપાળુ દેવ આ વાતને સ્પષ્ટ કરવાના છે. ધન્યવાદ ! આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે માટે ધન્યવાદ. દરેકના અંતરમાં રહેલા પરમાત્માને મારા પ્રેમપૂર્વક નમસ્કાર. For Personal & Private Use Only Page #286 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૨૩૫ પ્રવચન ક્રમાંક - ૨ ગાથા ક્રમાંક - ૮૯-૯૦ શ્રેષ્ઠ સાધના. કર્મથી જીવનો મોક્ષ થઈ શકે છે, તેમ સદ્ગુરુ સમાધાન કરે છે. જેમ શુભાશુભ કર્મપદ, જાણ્યાં સફળ પ્રમાણ; તેમ નિવૃત્તિ સફળતા, માટે મોક્ષ સુજાણ. (૮૯) ટીકાઃ જેમ શુભાશુભ કર્મપદ તે જીવના કરવાથી તે થતાં જાણ્યાં, અને તેથી તેનું ભોક્તાપણું જાણ્યું, તેમ નહીં કરવાથી અથવા તે કર્મનિવૃત્તિ કરવાથી તે નિવૃત્તિ પણ થવા યોગ્ય છે; માટે તે નિવૃત્તિનું પણ સફળપણું છે; અર્થાત્ જેમ તે શુભાશુભ કર્મ અફળ જતાં નથી, તેમ તેની નિવૃત્તિ પણ અફળ જવા યોગ્ય નથી; માટે તે નિવૃત્તિરૂપ મોક્ષ છે એમ હે વિચક્ષણ! તું વિચાર. (૮૯) પાંચમાં પદમાં શિષ્યની શંકા નહિ પણ વેદના વ્યથા દેખાય છે. હવે તેને તર્ક કરવો નથી, પ્રશ્નોત્તરી કરવી નથી પરંતુ તેને જે મૂંઝવણ છે તેનું સમાધાન કરવું છે. તે પૂછે છે કે હે ગુરુદેવ! આટલો કાળ વીત્યો, આટલાં બધાં જન્મમરણ થયાં તોયે વર્તમાનમાં રાગદ્વેષ તો રહ્યાં જ છે. કોઈપણ રીતે ઘટ્યાં નથી, આ કેવું કહેવાય? આ શિષ્યની વ્યથા અથવા વેદના છે, આવી વેદના જેના અંતરમાં જાગશે તે પરમાર્થ માર્ગમાં ડગલાં માંડી શકશે. ફરી સમજી લઈએ કે કાળ કંઈ ઓછો વીત્યો નથી છતાં જન્મ મરણ મટ્યાં નથી. અનંતકાળ જવા છતાં વર્તમાનમાં અમે અમારી જાતનું નિરીક્ષણ કરીએ છીએ. અમારી જાતને બરાબર જોઈએ છીએ તો હજુ પણ અમારામાં દોષો તો એટલા ને એટલા જ દેખાય છે. આ વ્યથા અમને તમારી પાસે લઈ આવે છે. હે ગુરુદેવ ! અમને લાગે છે કે મોક્ષ નહિ હોય, જો મોક્ષ હોત તો અત્યાર સુધીમાં કામ થાત ને? પણ થયું નથી. - ગુરુદેવ કહે છે, હે શિષ્ય ! ઘણાં પાસાઓથી આ વાતને વિચારીએ. પહેલી વાત, “શુભ કરે ફળ ભોગવે. જગતમાં શુભ પ્રવૃત્તિઓ છે. દયા, દાન, પરોપકાર, સ્વાધ્યાય, સત્સંગ, ભક્તિ, મંદિરમાં જવું, પૂજા કરવી, કલ્યાણ કરવું, શીલ પાળવું, વૈરાગ્ય પ્રાપ્ત કરવો, ત્યાગ કરવો, સેવા કરવી, આ બધા શુભભાવો છે, શુભ કાર્યો છે, શુભ પ્રવૃત્તિ છે, જે કરવાથી બીજાને શાતા પહોંચે, બીજાને શાંતિ થાય, બીજાને સુખ થાય, બીજાને આનંદ થાય, બીજાની આંખનાં આંસુઓ લૂછાઈ જાય, બીજાના હૃદયની વેદના અલ્પ થઈ જાય. એવી કોઈપણ Jain Education international For Personal & Private Use Only Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ પ્રવચન ક્રમાંક - ૬૨, ગાથા ક્રમાંક - ૮૯-૯૦ પ્રવૃત્તિ કે ભાવ આપણા તરફથી થાય તો તે શુભભાવ અને શુભ પ્રવૃત્તિ છે. દાનરુચિ, મધ્યમ ગુણો, વિષયોથી વિરક્તિ, ઈન્દ્રિયો પર કાબૂ, કષાયોની મંદતા, સંસારના પ્રાણીઓ પરત્વે દયાનો ભાવ, સંસાર પ્રત્યે અંદરથી ખેદ થવો, આ બધા શુભ ભાવો છે. અને શુભ ભાવો થકી જે ક્રિયા થાય છે તે શુભ કર્મો છે. બંને જુદાં છે. શુભ ભાવ અંદરમાં થાય છે, શુભ કર્મ બહાર દેખાય છે. બીજાનું ભલુ કરવાનો ભાવ અંદરમાં થયો ને ભલું કરવા માટે નિર્ણય કરી જ્યારે કાર્ય કર્યું ત્યારે શુભ કર્મ થયું, શુભ પ્રવૃત્તિ થઈ. શુભ ભાવ થાય તેમાંથી શુભ પ્રવૃત્તિ ફલિત થાય છે અને શુભ પ્રવૃત્તિનું પરિણામ આવે છે તે પુણ્ય. ત્રણ ઘટના થઈ. (૧) પહેલાં શુભ ભાવો અથવા શુભ પરિણામ થયા. (૨) શુભ પરિણામના કારણે શુભ પ્રવૃત્તિ થઈ, શુભ કર્મ થયું. (૩) અને એના પરિણામે પુણ્યની રચના થઈ અને પુણ્યનું ફળ બાહ્ય સુખ મળે. શ્રેષ્ઠ પ્રકારનું બાહ્ય સુખ ભોગવવાનું સ્થળ આ જગતમાં દેવલોક છે. ત્યાં શ્રેષ્ઠ પ્રકારની બાહ્ય સુખ ભોગવવાની વ્યવસ્થા છે. પહેલી વાત ત્યાં ટ્રેઈનમાં બેસીને દોડધામ કરતાં નોકરી કરવા જવાનું નથી, કોઈ બોસને રાજી રાખવાના નથી. કમાણી કરવાની નથી. દેવલોકમાં કશી ચિંતા જ નથી, જન્મે ત્યારે ૧૬ વર્ષના યુવાન જેવા જ હોય. આપણી જેમ જન્મ કે મરે નહિ. મરે ત્યાં સુધી શરીર એવું ને એવું જ હોય. નખમાં પણ રોગ ન હોય. જે ઇચ્છા કરે તે તરત જ મળે. આવું સુખ દેવલોકમાં છે. તે પુણ્યથી મળે છે. ઉત્કૃષ્ટ પુણ્ય ભોગવવાનું સ્થળ તે દેવલોક છે. એક લાલ લીટી શાસ્ત્રોએ લખી, બહુ સારી વાત કરી દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૩૩ સાગરોપમ, કરોડો ને કરોડોથી ગુણવાથી પણ જેની ગણતરી ન કરી શકાય તેટલું બધું આયુષ્ય ભોગવવાનું હોય, પરંતુ પુણ્ય ભોગવવાથી પુણ્ય ક્ષીણ થાય છે, અને એક દિવસ તેને ત્યાંથી નીચે આવવાનું થાય છે. દેવો મૃત્યુલોકમાં આવીને કાં તો મનુષ્યગતિમાં જાય અને કાં તો પશુગતિમાં જાય. દેવને મૃત્યુ આવવાનું હોય ત્યારે છ મહિના પહેલાં તેની ફૂલની માળા કરમાઈ જાય છે. તેના ઉપરથી અનુમાન થાય છે કે હવે છ મહિના જ જીવવાના છીએ. ત્યારથી મૂંઝવણ ચાલુ થાય. તે દેવીઓને મળે અને રડે કે હવે છૂટા પડવું પડશે. આ રત્નવાટિકાઓ, સ્વીમીંગ પુલ, કિંમતી રત્નો, અલૌકિક દેવ વિમાન, અરે ! આ બધું છોડવું પડશે. રોતાં જાય, એક બીજાને ભેટતાં જાય, બૂમો પાડતાં જાય, કરોડો-અબજો વર્ષના સુખનો સરવાળો હવે છ મહિનામાં ખતમ. ત્યાં બીજો કોઈ અવકાશ નથી. એમને ત્યાં ખબર પડે કે હવે જન્મ મૃત્યુલોકમાં કોઈ નાનકડી ધારાવીની ઝૂંપડીમાં લેવાનો છે. ક્યાં મારો દેવલોકનો મહેલ અને ક્યાં મૃત્યુલોકની ગંદકીવાળી ઝૂંપડી ! અરે ! મારે એવી જગ્યામાં જીવવાનું છે ! આની વેદના થાય છે. પુષ્ય ભોગવાય છે, ભોગવ્યા પછી ક્ષીણ થાય છે. ફરી અશુભ ગતિમાં તેને જવું પડે છે. અશુભ ભાવ થાય, તેનાથી હિંસા, ચોરી, દુરાચાર, પરિગ્રહ, વ્યસનો, અસંયમ આ અશુભ પ્રવૃત્તિ થાય, તેનાથી પાપનો બંધ થાય અને પછી પાપનું ફળ મળે અને તેનાથી દુઃખ For Personal & Private Use Only Page #288 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૨૩૭ પ્રાપ્ત થાય. આ દુઃખ ભોગવવાની બે જગ્યા. (૧) નરક ગતિ અને મધ્યમ દુ:ખ ભોગવવાની અવસ્થા તે (૨) પશુગતિ. ઢોરને દુઃખ તો છે જ પરંતુ નારકી જેટલું નથી. ઉત્કૃષ્ટ અને પરાકાષ્ટાનું દુઃખ નારકીને ભોગવવાનું છે. અને મોટી મુશ્કેલી એ છે કે અધવચ્ચે આયુષ્ય ખતમ થાય નહિ. ત્યાં કોઈ એક્સીડન્ટ ન થાય કે માંકડ મારવાની દવા કે ઝેર મળે નહિ કે જે પીને મરી જવાય. પરમેનન્ટ જીવવું પડે. જેટલું આયુષ્ય હોય તે ભોગવવું જ પડે, ત્યાં કોઈ બચાવનાર કે છોડાવનાર નથી. કોઈ રક્ષણ કરનાર નથી. કુટુંબ સગાવહાલાં નથી, ત્યાં કોઈ મદદે આવનાર નથી. બે મીઠા શબ્દો બોલનાર નથી. તમે જાણો અને તમારું કર્મ જાણે. આવું દુઃખ નરકગતિમાં ભોગવવાનું અને મધ્યમ દુઃખ પશુગતિમાં ભોગવવાનું હોય છે. ત્યાં દુઃખ ભોગવાય છે અને પાપનો ક્ષય થાય છે. પાપ પુણ્યનો ક્ષય થઈ શકે છે. ફરી નવેસરથી પાપ પુણ્યની શરૂઆત થાય છે. જૂનાં કર્મો ભોગવાય, ક્ષય થાય અને નવાં કર્મો બંધાય છે. શિષ્ય કહે છે કે હે ગુરુદેવ ! ‘કર્મ રહિત ન ક્યાંય'. ક્યાંય પણ આત્મા કર્મરહિત થયેલો જોવામાં આવતો નથી. જીવમાત્ર કર્મ સહિત હોવાથી તેઓ શુભ અને અશુભનું ફળ ભોગવતાં જણાય છે. આ પ્રક્રિયા કાયમની છે. જીવ શુભ કરે, પુણ્ય બંધાય. અશુભ કરે, પાપ બંધાય. પુણ્ય અને પાપ ભોગવવા જુદી જુદી ગતિઓમાં જવું પડે. ત્યાં પુણ્ય ભોગવે પણ અહંકાર કરે, ભોગવે છે પુણ્ય, કરે છે અશુભ ભાવ, મારા જેવો કોઈ સુખી નથી. દુઃખ પાપ ભોગવતાં દ્વેષ કરે, દુઃખી થાય, દુર્ધ્યાન કરે અને ફરી કર્મ બાંધે છે, માટે કર્મરહિત સ્થળ ક્યાંય જોવામાં આવતું નથી. છેલ્લી વાત, અત્યાર સુધી શુભ ભાવો કે અશુભ ભાવો કર્યા છે. કર્મ પણ શુભ કે અશુભ બાંધ્યાં છે, અને પ્રવૃત્તિ પણ કાં તો શુભ અથવા અશુભ કરી છે. કાં તો પુણ્યનો બંધ અથવા પાપનો બંધ કર્યો છે. અને બધું ભોગવતાં ભોગવતાં અનંતકાળ વીત્યો પરંતુ તેનો મોક્ષ થયો નથી. માટે હે ગુરુદેવ ! મને કહેવા દો કે તે કર્તા છે, ભોક્તા છે, કર્મના પરિણામ વારંવાર ભોગવવાં પડે છે, પરંતુ તેનો છુટકારો અથવા મોક્ષ ક્યારેય નથી. શિષ્યની વાત અહીં પૂરી થાય છે. હવે સદ્ગુરુ તેનું સમાધાન કરવાનો પ્રારંભ કરે છે. તેઓ કહે છે કે તારી વાત ઘણી સ્પષ્ટ છે. જેમ શુભાશુભ કર્મપદ, જાણ્યાં સફળ પ્રમાણ; તેમ નિવૃત્તિ સફળતા, માટે મોક્ષ સુજાણ. (૮૯) અહીંથી સંબોધન બદલાઈ ગયું. ગુરુદેવ સંબોધનમાં સુજાણ શબ્દ વાપરે છે. સારી પેઠે જાણે તેને સુજાણ કહેવાય. ગુરુદેવ તરફથી પ્રમાણપત્ર મળ્યું કે તું વિચક્ષણ છે, સારી પેઠે સમજી શકે તેવો છે, તારામાં સમજવાનું સામર્થ્ય છે માટે વિચાર કર. ઊંડાણથી વિચાર કર. તાત્ત્વિક વિચાર કર, પારમાર્થિક વિચાર કર. પહેલી વાત, જેમ શુભ અને અશુભ આ બન્ને કર્મ છે, તેમ તેનાં ફળ પણ છે. શુભ કર્મનું ફળ પુણ્ય અને અશુભ કર્મનું ફળ પાપ છે. પુણ્ય ભોગવતી વખતે શાતા અને પાપ ભોગવતી For Personal & Private Use Only Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ પ્રવચન ક્રમાંક - ૬૨, ગાથા ક્રમાંક - ૮૯-૯૦ વખતે અશાતા થાય છે. આરામદાયક જીવન અને કષ્ટ ભર્યું જીવન આ બે શબ્દો છે. આવું જીવન જીવો ત્યારે જેમ શુભની પ્રવૃત્તિ થાય છે અને અશુભની પ્રવૃત્તિ થાય છે, એમ છે સુજાણ ! હે વિચક્ષણ ! શુભની નિવૃત્તિ પણ થાય છે અને અશુભની નિવૃત્તિ પણ થાય છે. બહુ મહત્ત્વની વાત, શુભ પ્રવૃત્તિ તમારે કાયમ કરવી પડે તેવું કંઈ દબાણ નથી, પ્રેસર નથી. શુભ પ્રવૃત્તિ જેમ શરૂ કરો છો તેમ તેને બંધ પણ કરી શકો છો. જે કર્મ કરી શકે છે તે કર્મ છોડી પણ શકે છે. જે ક્રિયા કરી શકે છે, તે ક્રિયા બંધ પણ કરી શકે છે. જે બંધ કરી શકે છે, તે મુક્ત પણ થઈ શકે છે. આ મોટો સિદ્ધાંત છે. પ્રવૃત્તિ કરી શકાય તો નિવૃત્તિ પણ લઈ શકાય. બહુ બચાવ ન કરશો. તમારે પ્રવૃત્તિ છોડવી ન હોય તો મારે નથી છોડવી તેમ કહો, પરંતુ ભગવાન છોડાવે ત્યારે છોડીએ તેમ કહેવાની જરૂર નથી. પરમકૃપાળુ દેવ કહે છે કે “જેને બંધાવું છે તેને છોડાવનાર કોણ છે?” જેમ અશુભ પ્રવૃત્તિ થાય છે, તેમ તેનાથી નિવૃત્તિ પણ થાય છે. જેમ શુભ પ્રવૃત્તિ થાય છે તેમ તેનાથી નિવૃત્તિ પણ થાય છે. બે ધારાઓ છે. જેમ પ્રવૃત્તિની ધારા છે તેમ નિવૃત્તિની પણ ધારા છે. જેમ શુભ અશુભ કર્મનું ફળ આવે છે, તેમ શુભ અશુભ કર્મની નિવૃત્તિનું પણ ફળ આવે છે અને તેનું નામ મોક્ષ છે. અશુભ કર્મથી, અશુભ પ્રવૃત્તિથી નિવૃત્તિની જેમ, શુભ કર્મથી, શુભ પ્રવૃત્તિથી નિવૃત્તિની પણ એક અવસ્થા જગતમાં છે. જગતે માત્ર પ્રવૃત્તિની વાત જાણી છે, નિવૃત્તિની વાત જાણી નથી. જગતે માત્ર શુભ અને અશુભને જાણ્યું છે પણ શુદ્ધને જાણ્યું નથી. આપણું સદ્ભાગ્ય છે કે આપણને વીતરાગ પરમાત્મા મળ્યા છે, તેમનું દર્શન મળ્યું છે. વીતરાગ પરમાત્માના પરમ આગમો મળ્યાં છે, તેમની આજ્ઞામાં રહેનારા સાધુઓ અને સંતો પણ મળ્યા છે. તેમણે ત્રીજું દ્વાર ઉઘાડ્યું. શુભનું એક દ્વાર, અશુભનું બીજું દ્વાર અને ત્રીજું દ્વાર જે બંધ છે, તે શુદ્ધનું દ્વાર, તેને ખોલી શકાય છે. જ્યાં શુભ ભાવ પણ નથી અને જ્યાં અશુભ ભાવ પણ નથી પણ તેનાથી રહિત એવી પણ અવસ્થા છે, જ્યાં ઉપયોગ અશુભ કે શુભ તરફ જતો નથી પણ ઉપયોગ સ્વરૂપ તરફ જાય છે, અને જે ઉપયોગ પોતાના સ્વરૂપમાં ઠરે તેવી અવસ્થાને કહેવાય છે શુદ્ધ અવસ્થા. ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે. ધીમે ધીમે ધીમે તે વિરામ પામ, વિરામ પામ, વિરામ પામ. બાહ્ય પ્રવૃત્તિઓથી, સંસારથી, ભોગોથી, વિકારોથી, વાસનાઓથી, વૃત્તિઓથી, આરંભથી, પરિગ્રહથી, બિનજરૂરી પંચાતથી વિરામ પામ. ક્યાં સુધી અને કેટલાં પાછળ દોડીશ? સમજીને તું વિરામ નહિ પામે તો મૃત્યુનો ક્રૂર કાયદો તારા ઉપર કામ કરશે. શુભ અશુભ ભાવો જેમ થાય છે તેમ શુભ અશુભ વગરની એક અવસ્થા આત્મામાં, ચૈતન્યમાં થાય છે તે શુદ્ધ અવસ્થા છે. તે વખતે જ્ઞાનમાં અશુભ ભાવ પણ નથી કે શુભ ભાવ પણ નથી. ભગવદ્ ગીતામાં કહ્યું છે કે, શનૈઃ શનૈપરમેહુદ્ધયા વૃતિગૃતિયા | आत्मसंस्थं मनः कृत्वा न किञ्चिदपि विचिन्तयेत् ॥ Jain Education international For Personal & Private Use Only Page #290 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૨૩૯ ધીરે ધીરે, સમજીને વિરામ પામતા જાવ અને જે અંદર વૃત્તિઓ ઊઠે છે તેને ધૈર્યથી ગૃહિત બુદ્ધિથી બરાબર જુઓ. માત્મíર્થ મન: ઋત્વા એ વૃત્તિઓ તરફ ન જતાં અંદરમાં જે ચેતન તત્ત્વ છે, તેનામાં તું ઢળેલો રહે, તેના તરફ તું જા. અને “નવિવૂિપિવિત્તિયેત’ તું કશો જ વિચાર ન કરતો. એવી અવસ્થા તે આત્માની શુદ્ધ અવસ્થા. અહીં પ્રવૃત્તિ નથી, પ્રવૃત્તિ નથી તો ક્રિયા નથી, ક્રિયા નથી તો પ્રતિક્રિયા નથી. પ્રવૃત્તિ હોય તો પરિણામ હોય, અને પરિણામ હોય તો ફળ હોય, ફળ હોય તો ભોગવવાનું હોય અને ભોગવવાનું હોય તો તેના યોગ્ય સ્થાને જન્મવાનું પણ હોય, જન્મવાનું હોય તો એ ચક્રમાં ફરી ફસાવાનું રહે. જેમ શુભાશુભ કર્મ એ જીવના કરવાથી થાય છે અને તેનું પરિણામ પણ ભોગવવું પડે છે તેમ હે શિષ્ય ! તેં જાણ્યું ને? શિષ્ય કહે છે કે ગુરુદેવ ! હા, તે જાણ્યું અને માન્યું. તો તે જ પ્રમાણે પ્રવૃત્તિ નહિ કરવાથી અથવા કર્મ નિવૃત્તિ કરવાથી નિવૃત્તિ પણ થવા યોગ્ય છે. પ્રવૃત્તિ કરવાથી પરિણામ આવશે, ફળ મળશે. પ્રવૃત્તિ નહિ કરો તો પરિણામ નહિ આવે અને ફળ નહિ મળે તેવી જે અવસ્થા પ્રાપ્ત થાય છે તેને કહેવાય છે મોક્ષ. સ્થળ અને કાળની વાત જવા દઈએ. પ્રવૃત્તિનું જેમ સફળપણું છે તેમ નિવૃત્તિનું પણ સફળપણું છે. પ્રવૃત્તિની સફળતા પુણ્ય અને પાપ, તેમ નિવૃત્તિની સફળતા એટલે લેણદેણ પૂરી થઈ ગઈ. ઉઘરાણી પણ નહિ અને લેવાનું પણ નહિ અને દેવાનું પણ કાંઈ નહીં. આવી એક અવસ્થા છે. શુભાશુભ કર્મ જેમ અફળ જતાં નથી, તેમ નિવૃત્તિ પણ અફળ જતી નથી. એ નિવૃત્તિના પરિણામને મોક્ષ કહેવામાં આવે છે. આવો મોક્ષ જીવ પ્રાપ્ત કરી શકે. પ્રવૃત્તિ જેમ કરી શકો છો તેમ પ્રવૃત્તિથી નિવૃત્તિ પણ કરી શકો છો. શિષ્યને આ ખબર ન હતી કે પ્રવૃત્તિ કરી શકાય છે તેમ પ્રવૃત્તિથી નિવૃત્તિ પણ કરી શકાય છે. સતત પ્રવૃત્તિ કરવી પડે તેવું કોઈ દબાણ તમારા ઉપર નથી. પ્રવૃત્તિ કરવી હોય તો સ્વતંત્રતા છે અને નિવૃત્તિ પ્રાપ્ત કરવી હોય તો પણ સ્વતંત્રતા છે. પ્રવૃત્તિનું ફળ શુભ અને અશુભ, સુખ અને દુઃખ, પુણ્ય અને પાપ, જ્યારે નિવૃત્તિનું ફળ શુભ કે અશુભ નહિ, પુણ્ય પાપ નહિ, સુખ કે દુઃખ પણ નહિ, પરંતુ પરમ આનંદ અને અપૂર્વ શાંતિ. તે વિચક્ષણ ! હે સુજાણ ! તું વિચાર કર. આવી અવસ્થા પ્રાપ્ત થઈ શકે છે તો છેવટનો સિદ્ધાંત એ આવ્યો કે શુભ અને અશુભ કર્મોથી નિવર્તવું. અશુભ પ્રવૃત્તિથી નિવૃત્તિ કરવી એ વાત તો સમજાય તેવી છે. પરંતુ શુભ પ્રવૃત્તિથી પણ નિવૃત્ત થવાનું છે, આ વાત જરા કઠિન લાગે તેવી છે, કઠિન એટલા માટે છે કે શુદ્ધનું ક્ષેત્ર જાણ્યું નથી, શુદ્ધની ખબર નથી. એ પણ એક અવસ્થા છે. આત્મામાં કોઈ વિકલ્પ ન હોય, શુભ કે અશુભ કોઈપણ વિકલ્પ ન હોય તેવી અવસ્થા જીવે જાણી નથી, માટે તેને આ વાત બેસતી નથી. આવી અવસ્થાને કહેવાય છે નિર્વિકલ્પ અવસ્થા, તેમાં જ્ઞાન બાહ્ય પ્રવૃત્તિમાંથી છૂટીને પોતાના આત્મા તરફ ગયું. Jain Education international For Personal & Private Use Only Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ પ્રવચન ક્રમાંક - ૬૨, ગાથા ક્રમાંક - ૮૯-૯૦ શાસ્ત્રીય પરિભાષામાં જ્ઞાન માટે એક શબ્દ છે ઉપયોગ. ઉપયોગ એટલે જાણવું અને જોવું, એ જોવે છે બહાર અને જાણે છે બહાર. તેના બદલે અંતર તરફ વળી જે પોતાના સ્વરૂપને જ જાણે, જે પોતાના સ્વરૂપમાં જ સ્થિર છે, એવી અવસ્થા જ્યાં થાય છે ત્યાં વિકલ્પો ઊઠતા નથી. આવી નિર્વિકલ્પ અવસ્થાને કહેવાય છે શુદ્ધ ઉપયોગ. આપણો ઉપયોગ આત્મામાં સ્થિર થાય ત્યારે બીજી એક ઘટના ઘટે છે. કઈ? જે કર્મો આવતાં હતાં, જે આવક થતી હતી તે આવક બંધ થઈ ગઈ. કર્મોનું આવવું બે પ્રકારે થાય છે. એક શુભ એટલે પુષ્ય રૂપે, બીજું અશુભ એટલે પાપ રૂપે. આ આવક જો હોય તો તેની વ્યવસ્થા નવા નવા જન્મો લઈ કરવી પડે છે, પરંતુ એક એવી અવસ્થા છે કે જ્યાં આવક જ નથી. કર્મો ન આવે એવી જે અવસ્થા તેને શાસ્ત્રીય પરિભાષામાં સંવર કહે છે. દરવાજા અને બારી બારણાં ખુલ્લા હોય તો કચરો ધૂળ આવે પણ બારી બારણાં બંધ હોય તો કચરો ધૂળ અંદર ન આવે, તેમ કર્મો આવવાના દ્વાર ઉઘાડા છે એટલે પુણ્ય અને પાપ આવે. એક અવસ્થા એવી છે કે કર્મ આવવાનાં દ્વાર બંધ થયાં, કારણ? ઉપયોગ સ્થિર થયો. સ્થિર ઉપયોગ જો હોય તો ચંચળતા ગઈ, ચંચળતા ગઈ તો નિજ કલ્પના ગઈ, નિજ કલ્પના ગઈ તો રાગદ્વેષ ગયા, રાગદ્વેષ ગયા તો કષાયના ભાવો ગયા, કષાયના ભાવો ગયા તો વૃત્તિઓ ગઈ, વૃત્તિઓ ગઈ તો વિકલ્પો ગયા, વિકલ્પો ગયા તો તે ઠર્યો, ઠર્યો ત્યાં કર્મબંધ થતો નથી. આવી એક અવસ્થા જીવનમાં પ્રાપ્ત થાય છે. ઉપયોગ સ્થિર થાય ત્યારે સંવર એટલે નવાં કર્મોની આવક બંધ થાય છે. સંવર સાથે એક બીજી પણ ઘટના નિર્જરાની ઘટે છે, તમે નવા કર્મો આવતાં રોક્યા, પણ તમારી પાસે કર્મોનું જમા ખાતું ઘણું જ મોટું છે. ૭૦ કોડાકોડી, ૩૦ કોડાકોડી સાગરોપમ કાળ સુધી કર્મો રહે તેટલી મોટી બેલેન્સ છે. હવે નવા કર્મો આવતાં રોકાયા તો જૂનાં કર્મોનું શું થશે? જ્યારે તમારું જ્ઞાન, તમારો ઉપયોગ તમારા આત્મામાં સ્થિર થાય ત્યારે નવા કર્મો આવતાં રોકાય અને જૂનાં કર્મો જ પડ્યા છે તેનો નિકાલ થતો જાય. જાણ ચારિત્ર તે આત્મા, નિજ સ્વભાવે રમતો રે, લેશ્યા શુદ્ધ અલંકર્યો, મોહ વને નવિ ભમતો રે. આત્મસિદ્ધિમાં પણ એક કડી આગળ આવશે કે “વૃત્તિ વહી નિજ ભાવમાં અહીં ટર્નંગ Jain Education international For Personal & Private Use Only Page #292 -------------------------------------------------------------------------- ________________ ૨૪૧ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા પોઈન્ટ છે. ઉપયોગ જ્યારે અંદરમાં ન રહેતાં બહાર જાય છે ત્યારે વિકલ્પો ઉત્પન્ન થાય છે. અને ઉપયોગ બહાર જો ન જાય તો, સ્થિરતા આવે. જાણ ચારિત્ર તે આત્મા, નિજ સ્વભાવે રમતો રે. પોતાના સ્વભાવમાં રમણતા કરવી તેનું નામ ચારિત્ર. “આતમજ્ઞાની શ્રમણ કહાવે, બીજા તો દ્રવ્યલિંગી રે', આત્મજ્ઞાનમાં જે મગ્ન છે તેને શ્રમણ કહેવાય અને બીજા દ્રવ્યલીંગી કહેવાય. ચિદાનંદજી મહારાજે ઘણી સરળતાથી વાત કરી છે કે આત્માના જ્ઞાનમાં જે મગ્ન છે તે પુદ્ગલના ખેલને જોયા કરે છે. પહેલાં જોતો હતો અને તેમાં ભળતો હતો, હવે માત્ર જોયા કરે છે, ભળતો નથી. ભળતો નથી એટલે કર્મનું ઈન્વેસ્ટમેન્ટ બંધ, રોકાણ બંધ. ભળે તો બંધ ચાલુ. જોવાનું તો થશે કેમકે જ્ઞાન છે ને, ભળવું એ મોહનું કામ છે અને જોવું તે જ્ઞાનનું કામ છે. ભળવું તે રાગનું કામ છે અને જોયું તે જ્ઞાનનું કામ છે. જ્ઞાન ભલે જાણે પણ અંદર તમે ભળો નહિ તેવી અવસ્થા પ્રાપ્ત થઈ શકે છે. એવી અવસ્થા એ સ્થિર અવસ્થા છે, એને શાસ્ત્રીય પરિભાષામાં સમ્યફ ચારિત્ર કહે છે. “આત્મ સ્થિરતા ત્રણ સંક્ષિપ્ત યોગની, મુખ્યપણે તો વર્તે દેહ પર્યત જો.” એવી સ્થિરતા આવી. “જાણ ચારિત્ર તે આત્મા, નિજ સ્વભાવે રમતો રે પોતાના સ્વભાવમાં રમણતા કરે તેને કહેવાય છે શુદ્ધ અવસ્થા. ત્યાં કોઈ વિકલ્પ, વિકાર કે વાસના વગેરે ઊઠતા નથી. દ્વન્દ્ર ઊઠતા નથી અને રાગદ્વેષ પણ ઊઠતા નથી, આ બધું બંધ જ હોય. મેઈન સ્વીચ બંધ થઈ ગઈ, પછી બાકીની સ્વીચો તમે ચાલુ બંધ કરશો તો બચ્ચાંના ખેલ જેવું લાગશે. કોઈ પણ રીતે આપણા ઉપયોગને બહારથી ખેંચીને સ્વરૂપમાં લાવીને ઠેરવવો, આના જેવી બીજી મોટી કોઈ સાધના નથી. આને કહેવાય છે ધ્યાન. તે બે અસર કરે છે. એક તો નવા કર્મની આવક બંધ થઈ જાય અને બીજું બેલેન્સમાં જે કર્મો પડ્યાં છે તેનો નિકાલ થઈ જાય. કપડાં ઉપર ચોંટેલી ધૂળને ખંખેરી નાખો તો કપડું ચોખ્ખું થઈ જાય, તેમ આવેલાં કર્મોને ધ્યાનથી ખંખેરી નાખો. કર્મો ક્ષય થાય તેને કહેવાય છે નિર્જરા. જૂના કર્મોનું બેલેન્સ ખલાસ થઈ ગયું, બેલેન્સ નીલ થયું. કર્મોની નીલ બેલેન્સવાળી અવસ્થા એને કહેવાય છે મોક્ષ. અર્થાત્ “એક પરમાણુ માત્રની મળે ન સ્પર્શતા.” એક વિકલ્પ પણ જેની પાસે રહ્યો નથી, એક વૃત્તિ પણ જેની પાસે રહી નથી, એવી અવસ્થા જો પ્રાપ્ત થાય તો તે બુદ્ધિમાન શિષ્ય ! અમે એને મોક્ષ કહીએ છીએ. આત્મા સિદ્ધશીલામાં જાય છે, ઊર્ધ્વ આરોહણ કરે છે, ત્યાં કેવી રીતે રહે છે ? એવી ચિંતામાં પડશો નહિ. જશો એટલે ખબર પડશે. અત્યારે બધું જ સ્પષ્ટ નહિ થાય. લોકો પૂછે છે કે ત્યાં શું હોય? ચોપાટી છે? નાટક સિનેમા હોય? ત્યાં ખાવાપીવાનું કે બોલવાનું હોય? છાપું કે ટી.વી. ન હોય તો ટાઈમ કેમ જાય? ત્યાં કંઈ જ નથી, કાળાતીત અવસ્થા છે. તું તો છો ને ! એટલું તો જો, તું છો. Jain Education international For Personal & Private Use Only Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ પ્રવચન ક્રમાંક - ૬૨, ગાથા ક્રમાંક - ૮૯-૯૦ મોક્ષ એવી અવસ્થા છે કે જ્યાં તમે છો પણ પ્રવૃત્તિ નથી, તમે છો પણ પુણ્ય પાપ નથી. તમે છો પણ શુભ અશુભ નથી, સુખ અને દુઃખ નથી, વિકલ્પો નથી. તમે છો અને પરમ આનંદ અને શાંતિ છે. ગમે છે આ વાત? આવી અવસ્થા જીવ પ્રાપ્ત કરે તેને અમે મોક્ષ કહીએ છીએ. મોક્ષ કોઈ જગ્યાનું નામ નથી પરંતુ મોક્ષ ચેતનાની આંતરિક અવસ્થાનું નામ છે. વીત્યો કાળ અનંત તે, કર્મ શુભાશુભ ભાવ; તેહ શુભાશુભ છેદતાં, ઊપજે મોક્ષ સ્વભાવ. (૯૦) ટીકાઃ કર્મસહિત અનંતકાળ વીત્યો; તે તે શુભાશુભ કર્મ પ્રત્યેની જીવની આસક્તિને લીધે વીત્યો, પણ તેના પર ઉદાસીન થવાથી તે કર્મફળ છેદાય, અને તેથી મોક્ષ સ્વભાવ પ્રગટ થાય. આ ગાથામાં ઘણાં બધાં સૂત્રો છે. ગાથા કઠિન છે. “વીત્યો કાળ અનંત. અનંતકાળ કેમ વીત્યો? તેનું એક જ કારણ, શુભ અને અશુભ કર્મ પ્રત્યે આ જીવને આસક્તિ છે. તમે જ્યારે ગુસ્સો કરો છો ત્યારે માત્ર ગુસ્સો નથી કરતા પણ મૂછો પર હાથ ફેરવો છો કે કેવો ઠેકાણે પાડ્યો ! ગુસ્સા કરતાં આ ભયંકર છે. ગુસ્સો કરો અને મૂછ ઉપર હાથ ફેરવો, એ કર્મોને કાઠાં કરે તેવું છે, અને તીવ્ર રસ પડે તેમ છે. કોઈ તમને નમસ્કાર કરે ને કહે કે બાપા! હવે છોડી દો, તો તમે કહેશો કે કેવો કુણો ઘેંસ જેવો થઈ ગયો ! કેવા તેણે હાથ જોડ્યા ! આ અશુભ કર્મની આસક્તિ છે તેમ શુભ કર્મોની પણ આસક્તિ હોય છે. આસક્તિ બંનેમાંથી ઉઠાવી લેવાની છે. હેય શબ્દ હમણાં વાપરતા નથી. હેય શબ્દ વાપરશું તો તમને ઘણાં પ્રશ્નો ઊઠશે કે અશુભ છોડવા જેવું બરાબર પણ, શુભ પણ હેય? મંદિરમાં ન જવું? પૂજા ન કરવી? પરોપકાર ન કરવો? દાન ન આપવું? તપસ્યા ન કરવી ? સ્વાધ્યાય કે સત્સંગ ન કરવો? દેવવંદન ન કરવું? તો અમારે કરવું શું ત્યારે ? શું કરવું તે જડ્યું નથી માટે આ કરવું. તે જડી જાય પછી આ બધું છોડી દેવું. તમે પાંચમા પગથિયે જાવ ક્યારે? ચોથું પગથિયું છોડશો ત્યારે ને? તમે કહેશો કે ચોથે રહેવું છે અને પાંચમે પણ જવું છે, તો મેળ નહિ પડે. અકસ્માત થશે. શુભ પ્રવૃત્તિ અને અશુભ પ્રવૃત્તિ અને પ્રત્યે જીવને આસક્તિ છે. જીવને અશુભ પ્રવૃત્તિ હેય લાગે છે. અશુભ પ્રવૃત્તિના પરિણામે પાપ બંધાય તો નરકમાં જવું પડે. અને તે પાપનું ફળ ભોગવવું પડે એવું શાસ્ત્રમાં વર્ણન આવે છે. તે વર્ણન સાંભળીને, નરકગતિના દુઃખો જાણીને હૈયું કંપી ઊઠે છે. વીરવિજયજી મહારાજે કહ્યું કે “સાંભળી હૈડાં કમકમે રે'. બાપ રે! આવું દુઃખ સહન ન થાય. તેથી અશુભ કર્મની આસક્તિ કદાચ છૂટી જાય. જો પાપ કરીશ તો ઢોરનો જન્મ લઈ દુઃખો સહન કરવો પડશે. આપણને ફ્રેશ્ચર થયું હોય તો એબ્યુલન્સકારમાં આપણને સંભાળીને લઈ જાય પણ ઢોરને થયું હોય તો? એબ્યુલન્સ કારમાં ? કે માથે ઊંચકીને લઈ જાય? શું ત્રાસ? આ બધા દુઃખો સાંભળ્યા, તે આપણે ભોગવવા નથી. આ દુઃખો કેમ આવે છે? તો પાપ કરવાથી આવે છે. પાપ કેમ થાય છે? અશુભ કર્મોથી. અશુભ કર્મો કેમ થાય Jain Education international For Personal & Private Use Only Page #294 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૨૪૩ છે? તો અશુભ ભાવથી થાય છે તેથી હવે આ છોડી દઈશું, આવું કરવું નથી. શુભકર્મનું પરિણામ જે પુણ્ય છે, તેનો રસ જતો નથી. કારણ કે શુભકર્મ કરવાથી પુણ્ય બંધાય અને પુણ્યથી ચક્રવર્તી થાય, ઈન્દ્ર થાય, મહારાજા થાય, જગતનાં સુખો મળે, દેવલોક પણ મળે અને ત્યાં સુખના ઢગલા મળે. આ સારું છે, માટે તેના પ્રત્યે આસક્તિ થાય છે. પાપ પ્રત્યે અણગમો થયો છે, પણ પુણ્યની આસક્તિ જીવને છૂટી નથી. જૈનદર્શનમાં આ અત્યંત મૌલિક વાત છે. પુણ્ય એટલા માટે હેય છે કે ગમે તેટલું પુણ્ય હશે પરંતુ એ તમારો સ્વભાવ નથી. એ બહારથી આવેલી વસ્તુ છે અને એક દિવસ તમારે એ વસ્તુ છોડવી પડશે. શુભ અને અશુભ કર્મોની આસક્તિના કારણે અનંતકાળ વીત્યો. તો શુભ અને અશુભ બને છેદવાનાં છે. બંનેનો ત્યાગ કરવાનો છે. તમે જેમ જેમ શુભ અને અશુભ છોડશો તેમ તેમ તમારો પોતાનો સ્વભાવ પ્રગટ થશે. અહીં એ કહે છે કે પુણ્ય તમારો સ્વભાવ નથી, પાપ તમારો સ્વભાવ નથી. શુભ કે અશુભ તમારો સ્વભાવ નથી પણ તમારો સ્વભાવ છે મોક્ષ. મોક્ષ અવસ્થા નથી પણ મોક્ષ સ્વભાવ છે. મોક્ષ ઘટના નથી પણ સ્વભાવ છે. શુભ કે અશુભ પ્રત્યે જીવને જે આસક્તિ છે તે છોડવી, તે આસક્તિ ચાલી જાય એટલે ઉદાસીનતા આવે, અથવા તો અનાસક્તિ આવે. ઉદાસીનતા અધ્યાત્મનો શબ્દ છે અને અનાસક્તિ ગીતાનો શબ્દ છે. અનાસક્તિ શેના પ્રત્યે આવે ? શુભ અને અશુભ પ્રત્યે. ઉદાસીનતા આવે તો ઉદાસીનતાથી કર્મોનું કારણ છેદાય, પછી કર્મોનું ફળ બેસે જ નહિ. ન રહ્યો બાંસ, ન રહી બાંસુરી ! બને ગયાં. શુભભાવ પણ ગયો અને અશુભભાવ પણ ગયો. પુણ્ય પણ ગયું અને પાપ પણ ગયું. બધી બેડીઓ તૂટી. તમે થયા સ્વતંત્ર અને તમે ખીલ્યા એ તમારો સ્વભાવ. મોક્ષ મેળવવાની ચીજ નથી પરંતુ મોક્ષ આપણો સ્વભાવ છે. જ્યાં કોઈ વિકલ્પો નથી. એવી અવસ્થા જીવને પ્રાપ્ત કરવાની છે. અનંતકાળ વીત્યો તેનું કારણ કર્મ નથી. અનંતકાળ વીત્યો તેનું કારણ શુભ અને અશુભ કર્મો પ્રત્યેની આપણી આસક્તિ છે. કોઈ તમને સંસારમાં બાંધીને રાખવા તૈયાર નથી કે રોકતાં પણ નથી. તમને તો એટલી બધી સ્વતંત્રતા છે કે જેમ તમારે રહેવું હોય તેમ રહી શકો છો. સંસારમાં બંધાવું હોય, દુઃખી થવું હોય, રોવું હોય, હેરાન થવું હોય તોપણ છૂટ છે અને સંસારમાં ન રહેવું હોય, મુક્ત થવું હોય, દુઃખી ન થવું હોય, છુટકારો મેળવવો હોય તો પણ તમને છૂટ છે. પરંતુ તમે બંધાઈને રહેવાનો વિકલ્પ પસંદ કરો છો. મુક્ત થવાનું પસંદ કરતા નથી. મુક્ત અવસ્થા ક્યારે પ્રાપ્ત થાય? વચનામૃત પત્રાંક ૧૯૫, પાન નંબર ૨૬૧, વર્ષ ૨૪, તેમાં ત્રણ ચાર લીટીઓ જ છે. વધારે નથી પણ ૯૦મી જે ગાથા છે, તેની પ્રસ્તાવના એમાં છે. ૯૦મી ગાથા સમજવા માટે પત્રાંક ૧૯૫ સમજવો જરૂરી છે. Jain Education international For Personal & Private Use Only Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ પ્રવચન ક્રમાંક - ૬૨, ગાથા ક્રમાંક - ૮૯-૯૦ સત્ સ્વરૂપને, અભેદ રૂપે અનન્ય ભક્તિએ નમસ્કાર.” સત્ સ્વરૂપ અને આત્મ સ્વરૂપ બંને જુદાં નથી. આ અભેદની વાત છે. બધા ભેદો ભૂંસાઈ ગયા. એક એવરેસ્ટ શિખર ઉપર ચડીને પરમકૃપાળુ દેવ વાત કરી રહ્યા છે. તમામ ભૂમિકાઓ વટાવી, જ્યારે શિખરની ભૂમિકા આવી, તેના ઉપર ઊભા રહીને જે અનુભવ થયો તે અભેદનો અનુભવ છે. એ અદ્વૈતનો અનુભવ છે. ત્યાં વૈત નથી, ભેદો નથી, ત્યાં બે નથી. જેને પુરુષ કહેવા ઇચ્છે છે તે સસ્વરૂપ અને આત્મસ્વરૂપ એ બે વચ્ચે અભેદ છે. સત્ અને આત્મા હવે જુદા રહ્યા નથી. સત એ જ આત્મા અને આત્મા એ જ સત્ છે, એ જ પરમાત્મા છે, એ જ પરમ બ્રહ્મ છે. વેદાંતે ઉદ્ઘોષ કર્યો કે બ્રહ્મ સત્ય છે. જગત મિથ્યા છે. ब्रह्म सत्यं, जगन्मिथ्या, जीवो ब्रह्मैव नापरः । જીવ એ જ બ્રહ્મ છે, બ્રહ્મ જુદો નથી, આ છે અભેદની અનુભૂતિ. ભક્તિમાર્ગમાં એમ કહેવાય છે કે ગોપીઓ ક્યારેક ક્યારેક એમ કહેતી કે હું કૃષ્ણ, હું કૃષ્ણ. કૃષ્ણ કૃષ્ણ કરતાં કરતાં કૃષ્ણની સાથે ગોપીઓને અભેદ ભાવ જ્યારે થયો ત્યારે ગોપી એ જ કૃષ્ણ અને કૃષ્ણ એ જ ગોપી, એવો એક અનભવ તેમને થયો. અહીં જ્ઞાનની ભૂમિકામાં એક આવો જ અનુભવ થયો કે સસ્વરૂપ અને આત્મસ્વરૂપ એ બન્ને વચ્ચે અભેદ છે. બન્ને જુદા નથી. આવી અભેદની અનુભૂતિ તે સાધનાનું અંતિમ પરિણામ છે. એવા સ્વરૂપને અનન્ય ભક્તિએ અમારા નમસ્કાર હો. આટલી વાત કરીને એક મહત્ત્વની વાત કરવી છે, તેનો પ્રારંભ કરે છે. માર્ગની ઇચ્છા જેને થઈ છે', મોક્ષ એ જ લક્ષ્ય છે, પરંતુ મહત્ત્વ માર્ગનું છે. મોક્ષ મેળવવો છે તેમ નક્કી થયું, પરંતુ ભૂલ તે માર્ગ બાબત થાય છે. મોક્ષની વાત જગતનાં બધાં જ ધર્મો કરે છે. પરંતુ ગરબડ જે થાય છે તે માર્ગમાં થાય છે. “મારગ સાચા મિલ ગયા, છૂટ ગયે સંદેહ પરંતુ સાચો માર્ગ જીવને મળતો નથી. આનંદધનજીએ ત્રણસો વર્ષ પહેલાં કહ્યું કે.. “સાચા મારગ કોઉ ન બતાવે, સી અપની અપની ગાવે.” સાચો જે માર્ગ છે તે બતાવનારા ઘટતા જાય છે. તેઓએ કહ્યું કે... મત મત ભેદ રે જો જઈ પૂછીએ, સૌ થાપે અહમેવ.' અલગ અલગ મતવાલાને જઈને જો પૂછીએ કે સાહેબ ! મોક્ષનો માર્ગ કયો છે? તો બધા અલગ અલગ માર્ગ બતાવીને કહે છે કે અમે જે કહીએ છીએ તે જ માર્ગ સાચો છે. બીજા જે કહે છે તે માર્ગ સાચો નથી માટે બીજાને રવાડે ન ચડશો. આમ સૌ અહમને જ સ્થાપે છે. માર્ગની જેને ઇચ્છા થઈ છે તેને શું કરવું? તત્ત્વાર્થસૂત્રના પહેલાં અધ્યાયનું પહેલું સૂત્ર “સચદર્શનજ્ઞાનવાન્નિાળિ મોક્ષમા: I’ સમ્યગદર્શન, જ્ઞાન, ચારિત્ર છે તે મોક્ષમાર્ગ છે. આવો માર્ગ છે તે જાણવાની અને તે માર્ગે ચાલવાની જેને ઇચ્છા ઉત્પન્ન થઈ છે તેને શું કરવું જોઈએ? પરમકૃપાળુ દેવ કહે છે કે તેને બધા જ વિકલ્પો મૂકી દેવા. આ એક જ વિકલ્પ ફરી Jain Education international For Personal & Private Use Only Page #296 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૨૪૫ ફરી સ્મરણમાં લાવવો. કયો વિકલ્પ ? ‘અનંતકાળથી જીવનું પરિભ્રમણ થયા છતાં જીવની નિવૃત્તિ કેમ થતી નથી ?’ તમને કોઈ દિવસ આવો પ્રશ્ન થયો ? કેટલાયે દિવસથી શેર લીધા છે, તેના ભાવ કેમ વધતા નથી, એવું કોઈક દિવસ થતું હશે. વ્યાજના દર કંઈ વધ્યા ? આવી બધી ચિંતાઓ થાય છે, પરંતુ અનંતકાળથી આ જીવનું પરિભ્રમણ થવા છતાં આ જીવની નિવૃત્તિ કેમ થતી નથી ? આવી પીડા, આવી મૂંઝવણ, આવી ઝૂરણા, આવો ભય, આવી વ્યાકૂળતા, આવી વ્યગ્રતા અંતરમાં કોઈ વખત થઈ ? અનંતકાળના પરિભ્રમણમાંથી છુટકારો, નિવૃત્તિ કેવી રીતે થાય ? પરમકૃપાળુ દેવ કહે છે કે આ એક જ વિકલ્પ રાખી બીજા બધા વિકલ્પો છોડો. કોઈ અન્ય વિકલ્પો કરવા જેવા નથી. અનંતકાળથી પરિભ્રમણ થવા છતાં નિવૃત્તિ કેમ થતી નથી, અને શું કરવાથી થાય ? આ વાક્યમાં અનેક અર્થો સમાયેલા છે, તેમાં કહેલી વાતની ચિંતના કર્યા વિના, એના માટે દૃઢ થઈને ઝૂર્યા વિના, માર્ગની દિશાનું અલ્પ પણ ભાન થતું નથી. આ ઝૂરવાની વાત છે. આ કાઠિયાવાડનો શબ્દ છે. દીકરો મરી ગયો હોય તો મા ખાતી પીતી નથી, બોલતી નથી, બસ ઝૂર્યા કરે છે. તેને ક્યાંય ચેન પડતું નથી. બીજું ઉદાહરણ, પતિવ્રતા સ્ત્રી પોતાના પતિ માટે ઝૂરે છે. ત્રીજું ઉદાહરણ, ગોપીઓ કૃષ્ણ માટે ઝૂરે છે. ચોથું ઉદાહરણ શબરી રામ માટે ઝૂરે છે. પાંચમું ઉદાહરણ ભક્તો ભગવાન માટે ઝૂરે છે. અને છઠ્ઠું ઉદાહરણ લોભી ધન માટે ઝૂરે છે. હવે તમને ખ્યાલ બરાબર આવ્યો હશે. ખાવું પીવું ભાવે નહિ. આવું ઝૂર્યા વિના, માર્ગની દિશાનું અલ્પ પણ ભાન થતું નથી. ચર્ચા ગમે તેટલી કરશો, અથવા ગમે તેટલું વાંચશો પરંતુ જે પૂર્વે થયું નથી તે ભવિષ્યમાં પણ થશે નહિ. પરમકૃપાળુ દેવ કહે છે કે તમે અમને જો પૂછતા હો તો અમે નમ્રપણે કહીએ છીએ કે સઘળાએ એ જ શોધવાનું છે કે નિવૃત્તિ કેમ થતી નથી ? શું કરવાથી નિવૃત્તિ મળે ? આ તમે જો શોધશો તો જાણવા જેવું હશે તે આપોઆપ મળી આવશે. આવી ઝૂરણા વગર જાણવાની મથામણ કરશો નિહ. સત્પુરુષોના વચનામૃતોનો વારંવાર વિચાર કરજો. આ ગાથામાં મોક્ષનો જે સ્વભાવ છે તે કઈ રીતે પ્રગટાવવો તેના માટેના થોડા સૂત્રો આ ૯૦ મી ગાથામાં સમાયેલાં છે, તે આગળ વિચારશું. ધન્યવાદ ! આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે માટે ધન્યવાદ. દરેકના અંતરમાં રહેલા પરમાત્માને મારા પ્રેમપૂર્વક નમસ્કાર. For Personal & Private Use Only Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ પ્રવચન ક્રમાંક 93 પ્રવચન ક્રમાંક - ૬૩, ગાથા ક્રમાંક - ૯૦ ગાથા ક્રમાંક- ૯૦ પારમાર્થિક નિવૃત્તિ વીત્યો કાળ અનંત તે, કર્મ શુભાશુભ ભાવ; તેહ શુભાશુભ છેદતાં, ઊપજે મોક્ષ સ્વભાવ. (૯૦) પાંચમું પદ ‘મોક્ષ છે’ તે વાત ચાલી રહી છે. આ વાતના પાયામાં મહત્ત્વની વાત એ કરવી છે કે મોક્ષ એ મેળવવાની ચીજ નથી પણ મોક્ષ તો આત્માનો સહજ સ્વભાવ છે. મોક્ષ કોઈ બીજી દુનિયા છે કે કોઈ ખાસ વ્યવસ્થા છે તેમ નથી, પરંતુ તે આત્માનો સ્વભાવ છે પણ આજે એ સ્વભાવનું વિસ્મરણ થયું છે, તેનું આપણને ભાન નથી. એ ભાન જો થાય તો આપણને ખ્યાલ આવે કે મોક્ષ છે અને મોક્ષ સ્વભાવ કઈ રીતે પ્રગટ કરવો ? એ માટે એક લીટીમાં માર્ગ આપ્યો. મોક્ષ આત્માનો સ્વભાવ છે, પણ તે દબાયેલો છે, અવરાયેલો છે. સ્વભાવ છે પણ તિરોભૂત છે. વારંવાર કહેવામાં આવે છે કે બીજમાં વૃક્ષ તો છે પણ દેખાતું નથી. છે વાત નિશ્ચિત પણ એ ખીલવું જોઈએ, વિકસવું જોઈએ, બીજ ધરતીમાં જવું જોઈએ, એને અનુકૂળ સામગ્રી સાધનો મળવાં જોઈએ, એને સાહસ કરવું જોઈએ. તેને ખતમ થવું જોઈએ, નષ્ટ થવું જોઈએ, ત્યારે એમાંથી વડલો બને છે, વૃક્ષ બને છે. જ્યારે સર્વકર્મનો ક્ષય થઈ મુક્ત અવસ્થા પ્રાપ્ત થાય, ત્યારે મોક્ષ પ્રાપ્ત થયો એટલે સહજ સ્વભાવ પ્રગટ થયો તેમ કહેવાય. કર્મ તેને આવરણ કરે છે અને આવરણ હંમેશા બહારથી આવે છે. આવરણ દૂર કરી શકાય છે, દા.ત. સૂર્ય ઊગ્યો, બપોરના બાર વાગ્યા છે. સૂર્યના કિરણો રેલાય છે, પણ અચાનક અષાઢ મહિનામાં કાળા ડિબાંગ વાદળાં થયાં અને સૂર્યને ઘેરી વળ્યાં, સૂર્ય ઢંકાઈ ગયો, વાદળનું આવરણ તેના ઉપર છવાઈ ગયું. પ્રકાશ થોડો થોડો દેખાય છે પણ સૂર્ય દેખાતો નથી. સૂર્ય છે, સૂર્યનો પ્રકાશ પણ છે. આડાં વાદળો આવ્યાં છે. તો અહીં કામ એક જ કરવાનું કે વાદળો દૂર કરો. સૂર્યમાં કંઈ કરવાનું નથી. પ્રકાશમાં કશું કરવાનું નથી. જે કરવાનું છે તે વાદળામાં કરવાનું છે, વાદળાં જો દૂર થાય તો સૂર્યનો પ્રકાશ તમને નૈસર્ગિક રીતે મળે, તેમ આત્મા પરથી કર્મોરૂપી વાદળાં ખસી જાય તો જીવનો જે સહજ સ્વભાવ મોક્ષ છે તે પ્રગટ થાય. અહીં બહુ મથામણ કે મહેનત કરવાની જરૂર નથી, આમાં મોટું જોખમ ખેડવાનું નથી. હિમાલયનો પહાડ ચડવાનો કે કોઈ દરિયો તરવાનો નથી. આવરણ જ દૂર કરવાનું છે. અને આવરણ દૂર થઈ શકે છે. ડબ્બાનું ઢાંકણું ગમે તેટલું મજબૂત રીતે બંધ હોય તો પણ ખોલી શકાય છે, પરંતુ આવડત અને કૌશલ્ય જોઈએ. જેમ વાદળો દૂર થઈ શકે છે, તેમ For Personal & Private Use Only Page #298 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૨૪૭ કર્મના આવરણો પણ દૂર થઈ શકે છે. તો મોક્ષનો સ્વભાવ પ્રગટ કરવો હોય તો તેની શું રીત છે? કઈ પદ્ધતિ છે? એની પ્રક્રિયા શું છે? જવાબ છે “તેહ શુભાશુભ છેદતાં, ઊપજે મોક્ષ સ્વભાવ.” શુભ અને અશુભ બંને છેદી નાખો તો મોક્ષ પ્રાપ્ત થાય. ઉપર એમ કહ્યું કે વીત્યો કાળ અનંત તે, કર્મ શુભાશુભ ભાવ; આ અનંતકાળ શું કરતાં વીત્યો? અનંતકાળમાં કર્યું શું? અનંતકાળમાં બે જ ભાવ કર્યા. શુભ ભાવો પણ કર્યા અને અશુભ ભાવો પણ કર્યા. આ બંને ભાવોના કારણે ચાર ગતિમાં જવાનું થયું. આનંદધનજીએ કહ્યું છે કે.. જે કિરિયા કરી ચઉગતિ સાધે, તે ન અધ્યાતમ કહીએ રે; જે ક્રિયા કરવાથી ચાર ગતિઓમાં જવાનું થાય તેને અધ્યાત્મ કહેવાય નહિ. ઉપનિષદમાં ચાર ગતિઓની જ વાત છે પરંતુ મોક્ષની વાત નથી. વેદમાં દેવલોકનું, મનુષ્યનું, પશુઓનું અને નરકનું વર્ણન છે પણ મોક્ષની વાત નથી. દેવલોક જોઈએ છે ને? તો આ યજ્ઞ કરો. આ જોઈએ છે ને? યજ્ઞ કરો, જોઈએ છે ને? યજ્ઞ કરો. મળે એને ભોગવો અને ખાલી થાવ. એમ સંસારમાં પરિભ્રમણ કરતા રહો અને ચક્કરમાં ફરતા રહો. વેદોની આગળ ઉપનીષદો અને ઉપનિષદોની આગળ ભગવદ્ ગીતા, તેમાં એક વાક્ય આપ્યું કે “શુભાશુભપરિત્યાગી.” આ શબ્દ સમયસારનો, નિયમસારનો કે જ્ઞાનસારનો નથી, પણ ભગવદ્ ગીતાનો શબ્દ છે. શુભ અને અશુભ બન્નેનો જે ત્યાગ કરે છે તે અધ્યાત્મવાદી છે, તે આત્મનિષ્ઠા પ્રાપ્ત કરે છે. ભગવાન કૃષ્ણના મુખમાંથી આ અદ્ભુત વાત આવી. આ શુભભાવ અને અશુભભાવ જે થાય છે તે બંનેના કારણે કર્મો થાય છે અને સંસારમાં રહેવું પડે છે. અનંતકાળ કેમ વીત્યો? તો આ રીતે વીત્યો. શું કરવું જોઈએ? “તેહ શુભાશુભ છેદતાં, ઊપજે મોક્ષ સ્વભાવ', શુભ અને અશુભ બંનેને છેદવાં. જેમ ખેતરમાં વેલડીઓ થઈ હોય અને ઘાસ ઊગી નીકળ્યું હોય તો ખેડૂત હાથમાં દાતરડું લઈ ઘાસ અને વેલડીઓ કાઢી નાખે છે, તેમ આપણા આત્માના ખેતરમાં પણ ઘણું ઘાસ ઊગી નીકળ્યું છે. અને આપણે તેને દૂર કરવું હોય તો તેની એક પ્રક્રિયા છે, એક પદ્ધતિ છે, અને એ પદ્ધતિ બે શબ્દોમાં વર્ણવી. એક પ્રવૃત્તિ અને એક નિવૃત્તિ. પ્રવૃત્તિની વ્યાખ્યા એ થાય કે અશુભ પ્રવૃત્તિનો પરિત્યાગ કરી શુભમાં પ્રવર્તન કરવું, પણ તે નિષ્કામ ભાવે અને નિરહંકાર ભાવે કરવું. નરસિંહ મહેતાએ પણ કહ્યું છે કે... વૈષ્ણવજન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે, પર દુઃખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે. સુંદર વ્યાખ્યા આપી કે પીડ પરાઈ માત્ર જાણે એમ નહિ, જાણીને બેસી રહેવાનું નથી પણ પરદુઃખે ઉપકાર કરવાનો છે. આપણે જાણીએ તો છીએ, પરંતુ કહીએ છીએ કે ભગવાન તારું ભલું કરે, પણ તું કર ને, ભગવાનને હવાલો કેમ સોંપે છે? બીજાનું દુઃખ જોઈને તેનું દુઃખ હળવું કરે, તેના ઉપર ઉપકાર કરે, દુઃખ કાપે, આશ્વાસન આપે, દુઃખમાં સહાનુભૂતિ આપે, દુ:ખમાં સહિયારો બની, તેના આંસુ લૂછે. જે કંઈ પોતાની પાસે હોય તેમાંથી મદદ કરે, તેને For Personal & Private Use Only Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ પ્રવચન ક્રમાંક - ૬૩, ગાથા ક્રમાંક - ૯૦ વૈષ્ણવજન કહેવાય. અને બીજી પણ ચોખ્ખી વાત કરી કે પીડ પરાઈ જાણી શકાય, પર દુઃખે ઉપકાર કરી શકાય, પરંતુ મેં કર્યું તેવું અભિમાન ન કરાય. મનમાં પણ અભિમાન ન થવું જોઈએ. આપણે તો કહીશું કે અમે પાંચ લાખ રૂપિયા આપ્યા છે. અમારું નામ તખતી પર લખો. એક સાધુ મહારાજ કહેતા હતા કે ત્રીસ વર્ષ પહેલાં મેં મારી સંપત્તિને લાત મારી દીધી અને હું સાધુ બન્યો. કોઈ અનુભવીએ કહ્યું કે લાત તો મારી પરંતુ બરાબર લાગી નથી, કેમકે લાત મારી તે હજુ તમને યાદ છે. આ અંદર આસક્તિ રહી ગઈ, અભિમાન અંદર રહ્યું કે મેં લાત મારી, મેં છોડ્યું. “પર દુઃખે ઉપકાર કરે, તોયે મન અભિમાન ન આણે રે.” એમ કહેવું પડ્યું? શુભ પ્રવૃત્તિ એટલા માટે કરવાની છે કે તેનાથી અંતઃકરણની શુદ્ધિ થાય, ચિત્ત અને મનની શુદ્ધિ થાય. દર્પણમાં મોટું જોવું હશે તો દર્પણ સ્વચ્છ જોઈશે. મેલું હશે તો મોટું નહિ દેખાય, એમ જો અંતઃકરણ શુદ્ધ નહિ હોય તો ધ્યાન નહિ થાય, ભક્તિ નહિ થાય, વૈરાગ્ય પ્રગટ નહિ થાય, અંતઃકરણ શુદ્ધ ન હોય તો મંત્ર જાપ પણ નહિ થાય. શુદ્ધ અંતઃકરણ આપણું દર્પણ છે. આપણો અરિસો છે. સઘળા સંતો કહે છે કે જ્ઞાન વગર, આત્મ અનુભવ વગર મોક્ષ પ્રાપ્ત ન થાય. પછી કોઈએ પૂછ્યું કે સત્કર્મો કરીએ, તેથી લાભ થાય ખરો? તો કહે કે મોક્ષ તો આત્મજ્ઞાનથી જ થશે, અને આત્મજ્ઞાન થાય તે માટે ત્રણ પ્રક્રિયાઓ કરવી પડશે. શ્રોતવ્યો, મંતવ્યો, વિવિધ્યાતિવ્યો. આત્માનું શ્રવણ કર, મનન કર, તેનું નિદિધ્યાસન કર. એ પ્રક્રિયા કરવા માટે તારી પાસે નિર્મળ અંતઃકરણ એટલે ચોખ્ખું મન જોઈએ. કબીરજી કહે છે ‘મન છેસો નિર્નમયો, નૈસો ગંગા નીર.” અમારું મન ગંગાના પાણી જેવું નિર્મળ થઈ ગયું છે. પહેલાં કબીર, હરિ હરિ કરતાં હતા, અને હવે હરિ કબીર કબીર કરે છે. કારણ? એમનું અંતઃકરણ પવિત્ર થયું છે. અધ્યાત્મની સાધના કરવી હોય, ધાર્મિક સાધના કરવી હોય તો માણસ પાસે ગંગાના પાણી જેવું સ્વચ્છ શુદ્ધ મન જોઈશે. ઉત્તરાધ્યયન સૂત્રમાં ત્રીજા અધ્યાયમાં ભગવાને કહ્યું છે કે, सोही उज्जुयभूयस्स धम्मो सुद्धस्स चिट्ठइ । (३/१२) ઋજુ એટલે સરળ જીવની શુદ્ધિ થાય છે. શુદ્ધ થયેલ જીવમાં ધર્મ ટકે છે. જેમ જમીનમાં વાવેતર કરવું હોય તો કાંટા કાંકરા કાઢી નાખવા પડે, જમીનને ખેડીને પોચી કરવી પડે. પોચી જમીન હોય તો બીજ ઊગે. ભગવાન કહે છે કે હૃદયની જમીન પોચી નહિ હોય તો ધર્મનું બીજ નહિ ઊગે. પોચા એટલે નરમ હૃદયના બે લક્ષણ છે. એક સરળતા અને બીજું લક્ષણ છે શુદ્ધિ. સરળ અને શુદ્ધ હૃદય જેની પાસે છે તેના અંતઃકરણમાં જ્ઞાન પ્રગટ થાય છે. શાન્ત મનસિ, જ્યોતિઃ પ્રશિત T શાંત મનમાં જ્યોતિ પ્રકાશે છે. એટલા માટે કહ્યું કે અંતઃકરણની શુદ્ધિ માટે સત્કર્મની પ્રવૃત્તિ નિષ્કામ ભાવે-કામના વગર, બદલાની આશા વગર, કંઈ પણ વેતનની આશા વગર કરવી. For Personal & Private Use Only Page #300 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૨૪૯ આપણે કંઈ પણ કરીએ છીએ તો સંપૂર્ણ ધંધાકીય પાયા ઉપર. શું મળશે આમાંથી? તે પ્રથમ સવાલ હોય છે. પહેલાં ભોયણીજી મલ્લિનાથ ભગવાનનો મહિમા હતો અને હવે શંખેશ્વરજીનો મહિમા વધી ગયો છે ! કેમ એમ ? લોકો કહે છે કે અહીં માનતા જે માનીએ છીએ તે સફળ થાય છે. તમારી માનતા સફળ થાય તે કામ ભગવાનનું છે? કલેક્ટર આપણે ઘેર આવે તો એમ કહેવાય કે લો આ સાવરણી અને વાળવા માંડો ? તીર્થંકર પરમાત્માને, વીતરાગ પુરુષોને તમારી કામનાઓ અને ઈચ્છાઓ પૂરી કરવા માટે ભજવાનાં છે ? આવી કામનાઓથી આપણું અનુષ્ઠાન અશુદ્ધ થાય છે. એક મણ દૂધપાક હોય તેમાં બે તોલા ઝેર નાખો પછી એ દૂધપાક પીવાય ખરો? ના. કારણ? એ દૂધપાક ઝેર થયો. એ દૂધપાક ઝેર કેમ થયો? તેમાં ઝેર ભળ્યું. તેમ અનુષ્ઠાન પવિત્ર છે પણ આપણી પોતાની કામનાથી અનુષ્ઠાન દૂષિત થાય છે. અહંકારથી અનુષ્ઠાન અશુદ્ધ થાય છે. તમામ શુભ પ્રવૃત્તિ કામના વગર અને અહંકાર વગર કરવી. આ થઈ પ્રવૃત્તિ. તો અશુભ પ્રવૃત્તિનો પરિહાર એટલે કે ત્યાગ કરી શુભ પ્રવૃત્તિમાં નિષ્કામ ભાવે નિરહંકાર ભાવે જોડાઈએ. આ એક ભૂમિકા છે. બીજી વાત એ કરવી છે કે આનાથી પણ નિવૃત્તિ લેવાની છે. નિવૃત્તિ શબ્દનો સામાન્ય અર્થ કામ ન કરવું, તેનું નામ નિવૃત્તિ? પ્રમાદ કરી ખાટલામાં પડ્યા રહેવું તે નિવૃત્તિ? વ્યસનો કરી ભોગ વિલાસમાં સમય આપવો, એ બધી નિવૃત્તિ નથી. સરકારના કાયદા પ્રમાણે ૫૮ થી ૬૦ વર્ષે લોકો કામમાંથી નિવૃત્તિ મેળવે છે. પરંતુ આ નિવૃત્તિની વાત નથી. કંઈપણ ન કરવું તે નિવૃત્તિ નથી. નિવૃત્તિનો સાચો અર્થ શ્રેષ્ઠતમ પ્રવૃત્તિ. અશુભનો ત્યાગ કરવો એક ભૂમિકા, શુભ પ્રવૃત્તિ કરવી બીજી ભૂમિકા અને શ્રેષ્ઠતમ પ્રવૃત્તિ કરવી તે નિવૃત્તિની ત્રીજી ભૂમિકા. શ્રેષ્ઠતમ પ્રવૃત્તિ એટલે સૂક્ષ્મ પ્રવૃત્તિ. શાસ્ત્રીય પરિભાષામાં કહેવું હોય તો શુદ્ધમાં ઠરવું, શુદ્ધ ચૈતન્યમાં ઠરવું, શુદ્ધ આત્મામાં ઠરવું, સહજાત્મ સ્વરૂપમાં ઠરવું. आगो मे सासओ अप्पा, नाणदंसणसंजुओ । सेसा मे बाहिरा भावा, सव्वे संजोगलक्खणा ।। હું એક શુદ્ધ સદા અરૂપી, જ્ઞાન દર્શનમય ખરે; કંઈ અન્ય તે મારું નથી, પરમાણુ માત્ર નથી અરે. એવો શુદ્ધ આત્મા, શુદ્ધ ચૈતન્ય, શુદ્ધ ચેતન તત્ત્વ તેમાં પોતાના જ્ઞાનને ઠેરવવું, પોતાના ઉપયોગને ઠેરવવો તેને કહેવાય છે નિવૃત્તિ. નિવૃત્તિ પડ્યા રહેવાની વાત નથી. શુભ પ્રવૃત્તિ કરતાં પણ આ શ્રેષ્ઠ પ્રવૃત્તિ છે, સૂક્ષ્મ પ્રવૃત્તિ છે. એને ભગવાન મહાવીર અપ્રમાદ કહે છે. ભગવાન બુદ્ધ અમૂછ કહે છે. કોઈ જાગરણ કહે છે. કૃષ્ણમૂર્તિ એને ટોટલ અવેરનેસ કહે છે. | નિવૃત્તિ શબ્દનો અર્થ આપણે ઘણો ખોટો કરીએ છીએ. નિવૃત્તિ શબ્દ આવે ત્યારે આપણને થાય કે આ શુભ પણ ગયું અને અશુભ પણ ગયું, સારું થયું. પરંતુ એવું નથી. અશુભની For Personal & Private Use Only Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦. પ્રવચન ક્રમાંક - ૬૩, ગાથા ક્રમાંક - ૯૦ નિવૃત્તિ થઈ, શુભની પ્રવૃત્તિ થઈ તેનાથી પણ એક ડગલું આગળ વધીને શુદ્ધાત્મામાં ઠરો, આને કહેવાય છે શુદ્ધોપયોગપોતાના જ્ઞાનને શુદ્ધ એવા ચૈતન્યમાં સ્થિર કરવું, તેને કહેવાય છે નિવૃત્તિ, આને કહેવાય છે સૂક્ષ્મ પ્રવૃત્તિ. દેવચંદ્રજી મહારાજ કહે છે કે, ત્રણ સ્થાવરકી કરુણા કીની, જીવ એકે નવિરાધ્યો, | તિન કાળ સામાયિક કરતાં, શુદ્ધ ઉપયોગ ન લાધ્યો. ત્રસ અને સ્થાવર જીવોની કરુણા કરી, એક પણ જીવની હિંસા કરી નથી. ત્રણ કાળ સામાયિક પણ કરી છતાં શુદ્ધ ઉપયોગ અને પ્રાપ્ત થયો નથી, માટે સંસારમાં છીએ. આવી જ એક વાત તેમણે ભગવાન મહાવીરના સ્તવનમાં કહી છે કે... આદર્યું આચરણ લોક ઉપચારથી, શાસ્ત્ર અભ્યાસ પણ કાંઈ કીધો, શુદ્ધ શ્રદ્ધાન વળી, આત્મ અવલંબ વિનુ, તેહવો કાર્ય તિણે કો ન સીધો. લોકોના કહેવાથી, લોકની લાજે શુભ આચરણ કર્યું, ઉપવાસ કર્યા, પ્રતિક્રમણ કર્યું, બાકી શું રહ્યું? શુદ્ધ ઉપયોગ. શુદ્ધ ઉપયોગ અને આત્મ અવલંબન વગર અમારું કોઈ પણ કામ સિદ્ધ થયું નથી. શુદ્ધ ઉપયોગ એટલે ચૈતન્ય તત્ત્વમાં પોતાના જ્ઞાનને ઠેરવવું. જ્ઞાન બહાર જાય છે, પદાર્થોમાં જાય છે, સંયોગોમાં જાય છે, શેયોમાં જાય છે. શેય એટલે જાણવા લાયક અથવા જે જ્ઞાનમાં જણાય છે તેને કહેવાય શેય. આખું જગત, આખો સંસાર શેય છે. જગતના પદાર્થો જાણવામાં આપણું જ્ઞાન રોકાયેલું છે, તે રોકાયેલા જ્ઞાનને ત્યાંથી પાછું વાળીને જાણનાર જે આત્મા, તે આત્મામાં જ્ઞાનને ઠેરવવું એવી જે પ્રવૃત્તિ છે તેને કહેવાય છે પારમાર્થિક નિવૃત્તિ. નિવૃત્તિમાં શુભપ્રવૃત્તિ કરતાં વિશેષ પ્રવૃત્તિ છે. કઈ રીતે છે? ક્ષણે ક્ષણે જ્ઞાન ઉપયોગ જે બહાર જાય છે, ત્યાંથી વાળીને એ ઉપયોગને, શુદ્ધ ચૈતન્યમાં, આત્મામાં સ્થિર કરવાનો છે. આનંદઘનજીએ તેમની અલૌકિક શૈલીમાં કહ્યું છે કે, વારો રે કોઈ, પરઘર રમવાનો ઢાળ, પરઘર રમતાં જૂઠા બોલી થઈ, દીએ છે ઘણીજીને આળ. તેઓ એમ કહે છે કે મારી વૃત્તિને પરઘરમાં રમવાનો ઢાળ પડી ગયો છે, ટેવ પડી ગઈ છે, આદત પડી ગઈ છે. જેમ શત્રુંજય ગિરિરાજ ચડવો હોય તો થાક લાગે, ઢાળ ઊતરવો હોય તો થાક ન લાગે, ઓછો લાગે. એની મેળે ઓછી મહેનતથી ઢાળ ઊતરી શકાય છે. તેમ આપણી વૃત્તિને પરમાં જવું હોય તો વાર નથી લાગતી. મંદિરમાં ગયા છીએ, પણ વૃત્તિ બહાર હોય. સામાયિક લીધી કે માળા લીધી પણ વૃત્તિ બીજે ક્યાંય હોય, સ્વાધ્યાય કે ભક્તિ કરીએ પણ આપણે ગેરહાજર, મંદિરમાં જાય છે ખોળિયું પણ વૃત્તિ બહાર હોય છે. બહાર જતી વૃત્તિને ત્યાંથી પાછી વાળી આત્મામાં ઠેરવવી એપ્રકારના પુરુષાર્થને શાસ્ત્રકારો પારમાર્થિક નિવૃત્તિ કહે છે. વાતનો સારાંશ એ આવ્યો કે અશુભ પ્રવૃત્તિ ટાળવી એક અપેક્ષાએ સહેલી છે. શુભ પ્રવૃત્તિ કરવી એ પણ એક અપેક્ષાએ સહેલી વાત છે. આખું જગત આ વાતમાં સમ્મત છે. For Personal & Private Use Only Page #302 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૨૫૧ અશુભ પ્રવૃત્તિ ટાળી, શુભ પ્રવૃત્તિ કરવી તેમાં જગતના બધા જ ધર્મો સમ્મત છે. હરિભદ્રસૂરિ મહારાજે શાસ્ત્રવાર્તા સમુચ્ચય નામનો ગ્રંથ લખ્યો છે. પરમકૃપાળુ દેવે ઉલ્લેખ કર્યો છે કે આ ગ્રંથ અવલોકન કરવા જેવો છે. ગ્રંથના પ્રારંભમાં એક બહુ મઝાનો શ્લોક આપ્યો. दु:खं पापात् सुखं धर्मात्, सर्वशास्त्रेषु संस्थितिः । न कर्तव्यमतः पापं, कर्तव्यो धर्मसंग्रहः || પાપથી દુઃખ આવે છે અને ધર્મથી સુખ આવે છે, તેથી પાપ કરશો નહિ અને ધર્મ જરૂર કરજો. શુભ પ્રવૃત્તિ જરૂર કરજો. આમાં આખું જગત સમ્મત છે, અને સ્વીકાર પણ કરે છે. પરંતુ તેનાથી પર થઈને પોતાના જ્ઞાનને આત્મામાં સ્થિર કરવું, તે વાત જગત પાસે નથી. એ વાત જ્ઞાની પુરુષો કરે છે. પોતાના સ્વરૂપમાં આત્માને સ્થિર કરવો અને વિકલ્પની પેલી પાર જવું એ વાત કઠિનમાં કઠિન છે. ફરી યાદ કરીએ, અશુભ પ્રવૃત્તિ કરવી તે પણ એક અપેક્ષાએ સહેલું છે, પરંતુ પોતાના ઉપયોગને જગતના પદાર્થોમાંથી પાછો વાળીને, આત્મામાં ઠારવો, ટકાવવો એ વાત અઘરી છે. આવી અઘરી સાધના નિરંતર જે કરે છે તેને કહેવાય છે નિવૃત્તિ. સમજાયું? કંઈ પણ ન કરવું તે નિવૃત્તિ નથી. શુભ કે અશુભ કંઈ પણ પ્રવૃત્તિ ન કરવી એવો અર્થ નથી. અશુભ પ્રવૃત્તિ કરવી નથી, શુભમાં ટકવું નથી પણ આગળ વધી સ્વરૂપમાં ઠરવું છે, શુદ્ધમાં ઠરવું છે, પરંતુ આપણે સ્વરૂપમાં ઠરી શકતા નથી, ચંચળતા છે. આપણામાં જોશ કે તાકાત નથી. સ્ટીયરીંગ હાથમાં લઈ ગાડી વાળવી હોય તો પણ જોશ કરવું પડે છે. એમ ને એમ મહેનત વગર વળતી નથી. ઉપયોગને બહારમાંથી પાછો વાળી સ્વરૂપમાં લાવવા બહુ જોર કરવું પડે છે. હિમાલય ચડવો સહેલો છે, નદીના પૂરને રોકવું પણ સહેલું છે, પરંતુ ઉપયોગને પાછો વાળી સ્વરૂપમાં ટકાવવો તે કામ ઘણું અઘરું છે. ભગવાન મહાવીરે સાડા બાર વર્ષ આવી સાધના કરી. કેવી રીતે સાધના કરી હશે? આ સાધના દેખાતી નથી. શુભ કે અશુભ પ્રવૃત્તિ કરો તો દેખાય, પરંતુ કોઈ શુદ્ધમાં ટકતું હોય તે તમને દેખાશે નહિ. તમને થાય કે અમસ્તા જ બેઠા છે. અરે ! તેઓ બેઠા નથી પણ અંદરમાં કામ કરે છે, એ સામાયિક છે, એ ધ્યાન છે, એ યોગ છે, એ સ્વાધ્યાય છે. તેઓ પોતાની ચેતનાને સ્વરૂપમાં ઠેરવે છે. અને સૌથી મોટું કામ અંદર વિકલ્પની જાળ જે ગુંથાય છે તે વિકલ્પની જાળ પુરુષાર્થ પૂર્વક તોડવી તે છે. આવું સામર્થ્ય પ્રાપ્ત કરવું એ અવસ્થાને કહેવાય છે નિવૃત્તિ. આવી નિવૃત્તિ પ્રાપ્ત કરવા માટે આ ૯૦ મી ગાથામાં એક પદ્ધતિ છે એક રીત છે. તેનાં થોડાં સૂત્રો છે તે જોવાનો પ્રારંભ કરીએ. (૧) પહેલું સૂત્ર..અશુભ અને શુભને છેદીને પોતાના સ્વરૂપમાં સ્થિર રહેવું. તે સમ્યગદર્શન વિના બની શકતું નથી. આવા ૧૪ સૂત્રો આ ગાથામાં છે. ગાથામાં તમને નહિ દેખાય પરંતુ તે અંદર છે. જેમ ઝવેરાત મેળવવા ડાબલો ખોલવો પડે છે તેમ ખોલવું પડશે. For Personal & Private Use Only Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ પ્રવચન ક્રમાંક - ૬૩, ગાથા ક્રમાંક - ૯૦ વીત્યો કાળ અનંત તે, કર્મ શુભાશુભ ભાવ; તેહ શુભાશુભ છેદતાં, ઊપજે મોક્ષ સ્વભાવ. કેવી રીતે મોક્ષ સ્વભાવ પ્રગટ થાય તેના આ સૂત્રો છે. સમ્યગદર્શન વિના કોઈ પોતાનું સ્વરૂપ જાણી શકે નહિ. સમ્યગદર્શન વિના આત્મા અનુભવી ન શકાય. આશ્ચર્યની વાત તો એ છે કે... आप आपसे भूल गया, इनसे क्या अंधेर; समर समर अब हसत है, नहि भूलेंगे फेर. પોતે પોતાને ભૂલી ગયો, આથી મોટું અંધારું કર્યું હોઈ શકે? બીજું બધું ભૂલો તો ઠીક, પણ પોતાને જ ભૂલ્યા ! શુભ પ્રવૃત્તિઓ કરે છે. કરોડો રૂપિયા ખર્ચ છે. હોસ્પિટલો અને હાઈસ્કૂલો ચાલુ કરે છે, આશ્રમો, વૃદ્ધાશ્રમો પણ ચલાવે છે, લોકોની સેવા કરે છે. શુભ પ્રવૃત્તિ પણ કરે છે છતાં તેના હાથમાં આત્મા હજુ આવ્યો નથી. આ શુભ પ્રવૃત્તિઓની ના નથી. શુભ પ્રવૃત્તિ કરવાનો એકાંતે નિષેધ શાસ્ત્રોએ કર્યો જ નથી, પણ એટલું તો જરૂર કહે કે તમે જે કરો તે સમજીને કરો. આત્માને જાણ્યો નથી, સ્વરૂપ જાણ્યું નથી એ અજ્ઞાનતા છે. શુભ પ્રવૃત્તિ કરે છે પણ અજ્ઞાનતા છે. સેવા કરે છે, ભક્તિ કરે છે, ત્યાગ કરે છે, સ્વાધ્યાય કરે છે, મંદિરમાં જાય છે, આ બધું કરે છે પણ અજ્ઞાનતા છે. સાધુ બન્યો તો પણ અજ્ઞાનતા અને નવપૂર્વ ભણ્યો તો પણ અજ્ઞાનતા? હા, અજ્ઞાનતા છે. સમ્યગ્દર્શનમાં આત્મા જોયો. સમ્યગુદર્શન સિવાય આત્મા ન મળે. આત્મા આપણી ડીક્ષનેરીમાં છે જ નહિ. પૈસા, સત્તા, અધિકાર, સ્ત્રી, પતિ, પુત્ર, દાદા, દાદી, છોકરાના છોકરા, મકાન આ બધું આપણા લીસ્ટમાં છે. પરંતુ આત્મા નથી. સમ્યગ્દર્શન જ્યારે થાય ત્યારે આ બધું ગૌણ થાય, અને આત્મા મુખ્ય થાય. સમ્યગદર્શન થવાથી આત્મા સિવાય બધાની કિંમત ઘટી જાય. કૃપાળુદેવે માત્ર સોળ વર્ષની ઉંમરે કહ્યું કે.. લક્ષ્મી અને અધિકાર વધતાં, શું વધ્યું તે તો કહો, શું કુટુંબ કે પરિવારથી, વધવાપણું એ નવ ગ્રહો, વિધવાપણું સંસારનું, નર દેહને હારી જવો, તેનો વિચાર નહિ અહો હો, એક પળ તમને હવો. ૮૬ વર્ષની ઉંમરે પણ જે ભાન ન થાય તે તેમણે સોળ વર્ષની ઉંમરે થયું અને કહ્યું. આ બાબતનો તમને ક્ષણભર પણ વિચાર નથી આવતો? આ જેવો તેવો ઘા નથી કર્યો. જાગો, જાગો ! પરંતુ સમ્યગ્દર્શન વગર આત્મા તમારી ડીક્ષનેરીમાં નહિ આવે. આત્મા, આત્મા, આત્મા, અમે પાછળ પડ્યા છીએ. લોકો તો કહે છે કે જ્યારે જુઓ ત્યારે આત્મા આત્મા કરો છો, તો બીજું કહીએ શું? અમને આત્મા સિવાય બીજું કંઈ કહેવા જેવું લાગતું નથી. સાંભળવા For Personal & Private Use Only Page #304 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૨૫૩ જેવો આત્મા, જાણવા જેવો આત્મા, ધ્યાન કરવા જેવો આત્મા, સાક્ષાત્કાર કરવા જેવો આત્મા, મેળવવા જેવો પણ આત્મા અને આપણા સૌનો ખજાનો પણ આત્મા. મીરાંબાઈ કહે છે, વસ્તુ અમોલીક દી મેરે સદગુરુ, કિરપા કરી અપનાયો, પાયોજી મૈને રામરતન ધન પાયો. મારા સદ્ગુરુએ મારા ઉપર કૃપા કરી. મારા સદૂગુરુએ મને અમૂલ્ય વસ્તુ આપી. સદ્દગુરુ તમને શું આપે ? આત્મા આપે. સગુરુ શેરના ભાવ ન આપે, સદ્ગુરુ લગ્ન માટે કન્યા શોધી ન આપે. સદ્ગુરુ ઘોડિયાં ન બંધાવે, એ સદ્ગુરુનું કામ નથી. સદ્ગુરુ તો જે આત્મા ભૂલાઈ ગયો છે તે યાદ કરાવે. આત્મા આપવાની ચીજ નથી. તમે પોતે જ આત્મા છો, તે છે પણ તમે જાણ્યો નથી. જો આત્મા જાણ્યો જ નથી તો ઉપયોગ આત્મામાં ઠેરવશો કઈ રીતે? શુભ અશુભને છેદીને, પોતાના સ્વરૂપમાં કરવું તે સમ્યગુદર્શન વિના બનતું નથી અને એ માટે બીજું સૂત્રઃ હું બંધાણો છું, હું દુઃખમાં છું અને હું અશાંત છું, તેવું તીવ્ર ભાન થવું. હું વિકારો અને કર્મોથી બંધાયેલો છું, દુઃખી છું તેમ લાગવું જોઈએ. તમને દુઃખ લાગે છે કે નથી લાગતું તેની અમને ખબર નથી. પરંતુ જ્ઞાની પુરુષ કહે છે કે છ ખંડનો માલિક ચક્રવર્તી પણ દુઃખી જ છે, જેની પાસે ૮૪ લાખ રથ, ૮૪ લાખ હાથી, ૮૪ લાખ ઘોડા છે અને ૯૬ કરોડ ગામના જે સ્વામી છે, જેને ૬૪ હજાર સ્ત્રીઓ છે. આ વાત સાંભળી ગભરાશો નહિ, આ ચક્રવર્તીની વાત છે. આટલું બધું હોવા છતાં ચક્રવર્તી દુઃખી છે. અને ઝૂંપડીમાં જ રહે છે, રોટલો અને છાશ જેને ખાવા માટે છે એવો સમ્યગૃષ્ટિ મહાત્મા ઈન્દ્ર કરતાં પણ સુખી છે. તમારા સુખ દુઃખની વ્યાખ્યા બદલાવો. તમારું સુખ ટકનાર નથી, કાયમ નથી. સુખ તો અંદરથી આવે છે એ અંદરની પેદાશ છે. સુખ તમારો સ્વભાવ છે. જેમ સાકર ગળી છે તેમ આત્મા સુખમય છે. આત્મામાં તમે જાવ, તમને સુખનો અનુભવ થાય. પહેલો અનુભવ એમ થવો જોઈએ કે હું પરતંત્ર છું, બંધાયેલો છું, પરાધીન છું. તમારી ઇચ્છા પ્રમાણે શું બને છે? કહો. તમારી ઇચ્છા પ્રમાણે તમારી તબિયત સારી રહે છે? તમારી ઇચ્છા પ્રમાણે ઘરમાં બધા વર્તે છે? તમારી ઇચ્છા પ્રમાણે ધન દોલત મળે છે ? તમારી ઇચ્છા પ્રમાણે ઠંડી ગરમી આવે છે? તમે કેટલા પરતંત્ર છો? કેટલા પરાધીન છો? તમારા દુઃખનો પાર નથી પણ કહેતાં નથી. બધાં જ દુઃખી છે, કોણ કોને કહે? કોઈને પૂછવા જેવું છે નહીં કે કેમ છો? જો પૂછ્યું તો એક કલાક બગાડશે. કહેશે કે, દુઃખની વાતો કોને કહું? આ હૈયું ક્યાં ખાલી કરું? આ સંસારી દુઃખ. તો હું અશાંત છું, દુઃખી છું, કર્મથી બંધાયેલો છું, તેનું ભાન થવું જોઈએ. ત્રીજું સૂત્રઃ જન્મ-મરણથી ત્રાસ છૂટે. શંકરાચાર્યજીએ સરળ ભાષામાં કહ્યું... पुनरपि जननं पुनरपि मरणं, पुनरपि जननीजठरे शयनम् । इह संसारे खलु दुस्तारे कृपयापारे पाहि मुरारे । For Personal & Private Use Only Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ પ્રવચન ક્રમાંક - ૬૩, ગાથા ક્રમાંક - ૯૦ શંકરાચાર્યજીએ બત્રીશ વર્ષની ઉંમરે દેહ ત્યાગ કર્યો. ઘણું બધું કામ ૩ર વર્ષની ઉંમર સુધીમાં કરી નાખ્યું. પાંચ વર્ષની ઉંમરે ઉપનિષદ્ ઉપર ટીકા લખી, નવ વર્ષની ઉંમરે ભગવદ્ ગીતા ઉપર ટીકા લખી. આવું અલૌકિક કાર્ય તેમણે કર્યું. તેમણે કહ્યું, પુનરપિ નનન, પુનરપિ મર | ફરી જન્મવું, ફરી મરવું, ફરી માતાના ગર્ભમાં નવ મહિના રહેવું એમ કંટાળો નથી આવતો? ઘણાને નથી આવતો. એક ભાઈને મેં કહ્યું કે જ્ઞાની પુરુષો કહે છે કે મૃત્યુ ક્યારે આવશે તે ખબર નહિ પડે, માટે અત્યારથી તૈયારી કરવી. તો તે કહે, “જ્યારે આવવું હશે ત્યારે આવશે. તમે અમને ડરાવશો નહિ. અમે લહેર કરી રહ્યા છીએ. મઝા કરવા દો. અત્યારથી મૃત્યુની ચિંતા કરી દુઃખી થવું નથી. પરંતુ તેને સાચું સુખ ક્યાં છે? તેની ખબર નથી. તે અશાંત છે. જ્ઞાની કહે છે કે હવે જનમવું જ નથી. સુબાહુ કુમારને પાંચસો સ્ત્રીઓ છે. તેઓ એમની માને કહે છે કે મા ! હવે હું આ સંસારમાં નહીં રહી શકું. અરે બેટા ! શું થયું? તો કહે છે કે મા ! અનેક વખત જનમ્યો, અનેક વખત મર્યો, એ મને ભાન ન હતું. આજે મને ભાન થયું. હવે મારે જન્મ મરણ ટાળવાં છે. હવે હું સંસારમાં નહિ રહું. આપણે સ્વાધ્યાય કરીએ છીએ, વચનામૃતજી વાંચીએ છીએ, ઉપદેશ પણ સાંભળીએ છીએ, પરંતુ જન્મમરણનો કંટાળો હજુ આવ્યો નથી. જ્યારે જન્મ મરણનો ત્રાસ લાગશે, તે દિવસે જન્મ મરણથી બચવાનો નિર્ણય થશે, અને જ્યારે આ નિર્ણય થશે ત્યારે જીવ સદ્દગુરુના શરણે જશે. નમસ્કાર કરવા બીજી વાત, સેવા કરવી ત્રીજી વાત, એમના પ્રવચનો સાંભળવા ચોથી વાત, બહુ સારું બોલે છે એમ કહેશે. પરંતુ જન્મ મરણનો ત્રાસ છૂટવો જોઈએ કે હવે મારે જનમવું નથી. હવે નવી મા કરવી નથી. અત્યાર સુધી અનંતવાર જનમ્યા. અબ મેં બહોત નાચ્યો ગોપાલા', એમ સુરદાસજીએ ગાયું “હે ભગવાન શ્રી કૃષ્ણ ! આ સંસારના રંગમંચ ઉપર હું બહુ નાચ્યો. ગમે તેવો અભિનેતા હોય તો બે ચાર પાઠ ભજવે, પરંતુ મેં તો ૮૪ લાખ પાઠ ભજવ્યા છે. મારા જેવો કોઈ અભિનેતા નહીં હોય. હવે કંટાળ્યો છું. હવે મારે નાચવું નથી. હવે મારે જન્મ લેવો નથી, જ્યારે જન્મ મરણનો ત્રાસ થશે, ત્યારે જન્મ મરણથી બચવાનો નિર્ણય થશે અને જે દિવસે નિર્ણય થશે ત્યારે સદ્ગુરુને શરણે જશે. મને લાગે છે કે તમને સદ્દગુરુની જરૂર પડવાની નથી. તમને ડૉક્ટરની જરૂર પડશે. દૂધવાળાની, શાકવાળાની જરૂર પડશે. પણ સદ્ગુરુની જરૂર લાગતી નથી. અમે સામે ચાલીને કહીએ છીએ કે તમારે સદ્ગુરુની જરૂર છે? તમે કહેશો હજુ વાર છે, પરંતુ જન્મ મરણનો ત્રાસ થશે ત્યારે સદગુરુને શરણે જશો. શરણે જવું એટલે પોતાપણું છોડી દેવું, સ્વસ્વામિત્વવિસર્જન પોતાની જાત ઉપરની માલિકી છોડીને પોતાની જાતને સગુરુના શરણે સોંપી દેવી. તેમને પોતાની જાતના માલિક બનાવવા. હવે સ્ત્રીઓ પણ બહુ ભણીને, બહુ એડવાન્સ થઈ ગઈ છે. પહેલાં સ્ત્રીઓ કહેતી હતી કે હું For Personal & Private Use Only Page #306 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૨૫૫ તમારી દાસી હું. અબ જમાના બદલ ગયા. હવે હું દાસી છું એમ નહીં કહે, પણ તમે દાસ છો, એમ કહેશે. શરણે જવું એટલે સ્વસ્વામિત્વ મૂકી દેવું. મારો હક્ક નહિ, અધિકાર નહિ અને સ્વામિત્વ પણ નહિ. પછી શું થાય ? સદ્ગુરુને બધું સોંપી દેવાથી એમની પાસેથી બોધ પ્રાપ્ત થાય. બોધ ખજાનો છે. પ્રવચનની, વ્યાખ્યાનની વાત જ નથી. પ્રવચન, ભાષાણ, વ્યાખ્યાન આ તો ખેલ છે, પરંતુ બોધ ખજાનો છે. બોધ અંદર ઊતરે, અંદર ફેરફાર કરે, બધું બદલાવી નાખે. જેમ દવાની ગોળી લો ને અંદર ફેરફાર થાય, તેમ બોધ પ્રાપ્ત થવાથી અંદર ફેરફાર થાય. બોધ પ્રાપ્ત થાય એટલે સમજ બદલાઈ જાય, મૂલ્યાંકન બદલાઈ જાય, વલણ બદલાઈ જાય. આ બોધ બહુ મહત્ત્વનું કામ કરે છે. બોધ જીવનની મૂડી છે. બોધને તે અનુસરે છે અને બોધ આવ્યા પછી ગુરુદેવ જે આજ્ઞા આપે તે માત્ર પાળે છે, તેમ નહિ પરંતુ આરાધના કરે છે. જગતમાં ઘણી ઘટનાઓ બની છે. એક શિષ્ય ગુરુ પાસે આવ્યો છે. મોટો રાજા હતો. તેને વૈરાગ્ય થયો અને ગુરુ ચરણમાં તેણે મસ્તક ઝુકાવી કહ્યું, ગુરુદેવ! મારે શું કરવાનું છે? ગુરુદેવે કહ્યું, કરીશ? તો કહે હા કરીશ. આ સાવરણી પડી છે તે લઈ વાળવા માંડ. ક્યાં સુધી કરું તેમ પૂછવાનું નહિ, બસ વાળવાનું જ. સાવરણી લઈને વાળ્યા કરવું. કોઈપણ જાતના વિકલ્પો વગર તેણે વાળવાની શરૂઆત કરી, એને અહંકાર ઓગાળી નાખવો હતો. હજારો મણ લોખંડનો ગઠ્ઠો ઓગળી જાય, પણ આ અહંકાર ઓગળતો નથી. અહંકાર બહુ ભારે અને જબરો છે. સગુરુ જે આજ્ઞા આપે છે, તે આજ્ઞાની તે આરાધના કરે છે. અને એ આજ્ઞાની આરાધના કરતાં કરતાં તેને સદ્ગુરુ પાસેથી બોધ મળે છે. ત્રણ સૂત્રો જોયાં. આવા ચૌદ સૂત્રો છે. આ ચૌદ સૂત્રોમાં મહત્ત્વની પ્રક્રિયાઓ છે, સંપૂર્ણ કાર્યક્રમ છે. હવે પૂછવું નહિ પડે કે અમારે શું કરવું? પાયાથી માંડીને શિખર સુધીનો કાર્યક્રમ છે. વચમાં અટકીને ઊભા નહિ રહો. ૯૦મી ગાથામાં ગુપ્ત ખજાનો છે. પરમકૃપાળુ દેવે કહ્યું છે કે તેહ શુભાશુભ છેદતાં, ઊપજે મોક્ષ સ્વભાવ.” મોક્ષ સ્વભાવ ઉત્પન્ન કરવાની આ સામગ્રી છે. બાકીનાં સૂત્રો હવે પછી જોઈશું. ધન્યવાદ! આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે માટે ધન્યવાદ. દરેકના અંતરમાં રહેલા પરમાત્માને મારા પ્રેમપૂર્વક નમસ્કાર. For Personal & Private Use Only Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨ ૫૬ પ્રવચન ક્રમાંક - ૬૪, ગાથા ક્રમાંક - ૯૦-૧ પ્રવચન ક્રમાંક - ૪ ગાથા ક્રમાંક - ૯૦-૧ મોક્ષસ્વભાવપ્રાગટ્યના સૂત્રો વીત્યો કાળ અનંત તે, કર્મ શુભાશુભ ભાવ; તેહ શુભાશુભ છેદતાં, ઊપજે મોક્ષ સ્વભાવ. (૯૦) કડી છેલ્લી - ઊપજે મોક્ષ સ્વભાવ. મોક્ષ આપણો સ્વભાવ છે, તે શું કરવાથી પ્રગટ થાય છે? શુભ અને અશુભ એ બને વિભાવો, ક્રિયાઓ, પ્રવૃત્તિઓ છે, તેનો છેદ મૂકવાથી મોક્ષ સ્વભાવ પ્રગટ થાય. તેનાં થોડાં સૂત્રો આપણે જોઈ રહ્યા છીએ. ત્રીજા સૂત્રમાં એવું સૂચવવામાં આવ્યું કે જન્મ અને મરણથી ત્રાસ થાય તો મોક્ષ મેળવવાનો પ્રયત્ન થાય. આ ત્રાસ શબ્દ બહુ મહત્ત્વનો છે. કોઈપણ માણસ પજવતો હોય તો આપણે કહીએ છીએ કે આ મને બહુ ત્રાસ આપે છે. તેનાથી છુટકારો થાય તો સારું. આ જે પજવે છે, ત્રાસ આપે છે, પીડા આપે છે એ બધા કરતાં જન્મ મરણની પીડા સૌથી વધારે છે. હવે જન્મ લેવો નથી એવી ઝંખના અંદર ચાલુ થાય. કારણ? જમ્યા પછી આ બધું બને છે. પૂ. ઉમાસ્વાતિ ભગવંતે કહ્યું કે, જગતમાં જેટલા દુઃખો છે, તેમાં આ શરીર નિમિત્ત છે. જન્મતાં શરીર મળે છે અને શરીર આપણને બહુ વહાલું અને પ્રિય છે. શરીર બહુ સુંદર ભલે હોય પણ જેટલાં દુઃખો છે તે શરીર પાછળ આવે છે. વૃદ્ધાવસ્થા જન્મ પછી, રોગ જન્મ પછી, મૃત્યુ જન્મ પછી, ઈષ્ટનો વિયોગ જન્મ પછી, સંયોગ જન્મ પછી, અનુકૂળતા અને પ્રતિકૂળતા જન્મ પછી, ભૂખ, તૃષા, સન્માન, અપમાન જન્મ પછી આવે. જો જનમ્યા જ ન હોત તો કોઈ ઉપાધિ જ ન હોત. આ જન્મ દુઃખનું નિમિત્ત છે. તો કઈ રીતે જન્મ ટળે? જન્મવું નથી તેમ કહેવાથી દુઃખ કે જન્મ બંધ નહિ થાય, પરંતુ તેની એક પ્રક્રિયા છે, એક ક્રિયા છે, વિકાસ છે, એની એક પદ્ધતિ છે, રીત છે. સૌથી પહેલાં જન્મ મરણથી બચવા એ સદ્ગુરુની શોધ કરીને સદ્ગુરુના શરણે જાય તો કામ થાય. આ જગતમાં અલગ અલગ વિભાગો છે, અલગ અલગ યોજનાઓ છે. પરંતુ જન્મ મરણ ટળે તેવી યોજના સદ્ગુરુ પાસેથી જ મળે. વકીલ કાયદાની સલાહ આપે, ડૉક્ટર દર્દનું નિદાન કરે, એજીનિયર પ્લાનીંગ કરી આપે, પરંતુ જન્મમરણ ટળે તે વ્યવસ્થા તો સદ્ગુરુ પાસેથી જ મળે. સદ્ગુરુ શરણે આવેલા શિષ્યને બોધ આપે છે. જ્ઞાન શબ્દ નથી પણ For Personal & Private Use Only Page #308 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૨૫૭ બોધ શબ્દ છે. બોધ તેને કહેવાય કે વાસ્તવિક, યથાર્થપણે જેવું તત્ત્વ છે તેવું, કંઈપણ ઉમેર્યા વિના, કંઈપણ ઘટાડ્યા સિવાય જાણવું. પ્રવચનકાર અને સ્વાધ્યાયકારની એ જવાબદારી છે કે પોતાના પ્રવચનમાં, આગમમાં જેમ છે તેમ કહેવું, પણ યથાર્થ કહેવાને બદલે મરડીને વાત કરે, જેમ હોય તેમ ન કહે, તો એ દોષિત બને છે. યથા એટલે જેમ અને અર્થ એટલે તત્ત્વ. યથાર્થ એટલે તત્ત્વ જેમ છે તેમ કહેવું. તેમ નહીં કહેવાના કારણે અનેક મતભેદો, માન્યતાઓ, સંપ્રદાયો ધર્મના નામે ઊભા થાય છે ને જીવમાં રહેલી શ્રદ્ધાનો દુરુપયોગ થાય છે. શ્રદ્ધા એ મહત્ત્વનો ગુણ છે. ભગવદ્ગીતામાં કહ્યું છે કે “શ્રદ્ધાવાન મતે જ્ઞાનમ્ ” ભગવાન મહાવીરે તેમાં એક શબ્દ ઉમેર્યો, સભ્યશ્રદ્ધા, યથાર્થ શ્રદ્ધા, મૌલિક શ્રદ્ધા અથવા તાત્ત્વિક શ્રદ્ધા. યથાર્થ નિરૂપણ કરીને શિષ્યની પાસે તત્ત્વની વાત મૂકે તેને કહેવાય છે બોધ. સદ્દગુરુ પાસેથી આવો બોધ શિષ્યને મળે છે. જિંદગીમાં પહેલી વાર તેના કાન ઉપર આત્મા શબ્દ આવે છે, ચૈતન્ય અને સ્વરૂપ નામનો શબ્દ આવે છે. તન ધન સ્નેહ રહ્યો નહિ વાકુ, ક્ષણ મેં ભયો રે ઉદાસી, જાકુ જ્ઞાનકળા ઘટ ભાસી. આ જ્ઞાનકળા તેનામાં ખીલે. સૂર્ય ઊગે છે અને તેના એક કિરણમાં પ્રકાશ આપવાનું સામર્થ્ય છે, તેમ જ્ઞાનનો સૂર્ય પૂરો ખીલ્યો નથી, પરંતુ જ્ઞાનનું એક કિરણ તેની અંદર આવ્યું છે, કિરણ આવતાની સાથે ભૂલાઈ ગયેલો આત્મા તેને યાદ આવે છે. આત્મસિદ્ધિના પ્રારંભમાં પરમકૃપાળુ દેવ કહે છે કે તમે શા કારણથી દુ:ખ પામ્યા? તો જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુઃખ અનંત', સ્વરૂપ સમજ્યા નથી માટે અમે અનંત દુઃખ પામ્યા છીએ. અનંત દુઃખનું મૂળ શું? અનંત દુઃખોનું મૂળ બાહ્ય પદાર્થોનો અભાવ નહિ, પ્રતિકૂળ સંજોગો નહિ, પરંતુ સ્વરૂપની સમજણ નથી તે છે. તમારી માન્યતા-વાત જુદી છે. તમે તો કહો છો કે પૈસા નથી માટે દુઃખ છે, મકાન બરાબર નથી માટે દુઃખ છે, ઘરવાળી કે ઘરવાળો બરાબર નથી માટે દુઃખ છે. જ્ઞાની તો કહે છે આ દુઃખ નથી, પરંતુ સ્વરૂપ સમજ્યા નથી તેથી દુઃખ છે. જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુઃખ અનંત તો સ્વરૂપ સમજવા શું કરવું? તેનો ખુલાસો કરે છે કે “સમજાવ્યું તે પદ નમું કોઈકે સમજાવ્યું, કાન ઉપર ભણકાર આવ્યો, કાન ઉપર અવાજ આવ્યો, કોઈ સમજાવનાર મળ્યા. એ સમજાવનાર જે મળ્યા તે સદ્દગુરુ. તેઓ ભગવાન છે અમારા માટે. કબીરજીએ કહ્યું કે “સંત સાહેબ એક હૈ સાહેબ ન્યારા નથી પરંતુ સંત એ જ સાહેબ છે. સદ્દગુરુ ભગવંત પાસેથી બોધ અમને મળ્યો. અમને ખબર પડી કે અમે શું છીએ ? હજુ તો અમે એમ ઘૂંટતા હતા કે હું શરીર છું, હું વાણિયો છું, હું બ્રાહ્મણ છું, હું યુવાન છું, હું સ્ત્રી છું, હું પુરુષ છું, હું કાળો છું, હું રૂપાળો છું, હું કદરૂપો છું, હું સુખી છું, હું દુઃખી છું, પરંતુ આ બધુ એક ઝાટકે ગયું. હવે સમજ પડી કે આ તો દેહની વાતો છે. આ મારી વાતો નથી. દેહ અને આત્મા એક છે તે માનવાના પરિણામે અમારો આરોપ દેહ ઉપર થતો હતો. હવે અમને For Personal & Private Use Only Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ પ્રવચન ક્રમાંક - ૬૪, ગાથા ક્રમાંક - ૯૦-૧ એમ ખબર પડી કે દેહ જુદી વસ્તુ છે અને અંદર રહેલ આત્મા જુદો છે. હાથમાં રાખીને સદ્ગુરુએ અમને બતાવ્યો કે જો તું આ. તું જે માને છે અને સ્વીકારે છે તે તું નહિ. જે તું સમજે છે, ખ્યાલ કરે છે, તે તું નહિ, તું તેનાથી જુદો છે. આવું ભાન થયું તેને કહેવાય છે બોધ. આવો બોધ મળ્યા પછી અંદરમાં કાર્યની શરૂઆત થાય છે. ચોથું સૂત્ર ઃ જેને બોધ મળ્યો તેને હજુ આત્મ અનુભવ થયો નથી. આત્મ સાક્ષાત્કાર થયો નથી, તેનામાં ઘટના ઘટી નથી, એને સ્વાદ મળ્યો નથી, ચૈતન્યનો સ્પર્શ એને થયો નથી. એને આત્મ દર્શન થયું નથી, પરંતુ જેનું દર્શન કરવાનું છે, જેની અનુભૂતિ કરવાની છે, તેનું સ્પષ્ટ ચિત્ર તેની સામે આવી ગયું. આર્કીટેકટના પ્લાનમાં ભૂલ ન જોઈએ. જો ભૂલ થાય તો ફરી દિવાલ તોડી નવેસરથી કરવું પડે. તેવી જ રીતે જેનું દર્શન કરવાનું છે તેનું સ્વરૂપ બુદ્ધિમાં ભૂલ વગરનું આવવું જોઈએ. ભૂલ વગરનું સ્વરૂપ, જેવું છે તેવું સ્વરૂપ બુદ્ધિમાં આવવું તેને કહેવાય છે બોધ. સમજવા પ્રયત્ન કરજો. હજુ દર્શન તો બાકી છે, અનુભવ તો બાકી છે, સાક્ષાત્કાર બાકી છે. ઘારી હજુ ખાવા મળી નથી, પણ ઘારી વિષે પૂરો ખ્યાલ આવી ગયો કે ઘારી સુરતમાં મળે છે, આટઆટલી વસ્તુથી બને છે. પૂરેપૂરું સંપૂર્ણ ચિત્ર બરોબર આવી ગયું, પણ એનો સ્વાદ નહિ આવે, પણ જ્યારે કટકો મોંમા મૂકશો ત્યારે થશે કે વાહ ! વાહ ! શું ધારી છે ! ચૈતન્યનો બોધ થયો, તે બોધ થતાં શાંતિ મળે છે, તો અનુભવ થતાં કેવી અવસ્થા આવતી હશે ! ગઈ દીનતા સબ હી હમારી, પ્રભુ તુજ સમક્તિ દાનમેં, પ્રભુ ગુણ અનુભવકે ૨સ આગે, આવત નહિ કોઉ માન હમ મગન ભયે પ્રભુ ધ્યાનમેં. (ઉપા.યશોવિજયજી મહારાજ) પ્રભુ ! ચમત્કાર થયો. આશ્ચર્ય થયું. જીવનમાં ભય, ચિંતા, ખેદ, અકળામણ, નેગેટીવ, નકારાત્મક વલણ, ટેન્શન, સપ્રેશન, ડીપ્રેશન જે કંઈ હતું તે બધો કચરો વગર ટેબલેટે નીકળી ગયો. દુઃખના ડુંગર હતા તે ગયા. અનુભવી કહે છે કે ગઈ દીનતા સબ હી હમારી', હવે લાચારી રહી નથી. ‘અરેરે...અમે તો કર્મના ફુટેલાં', એવા શબ્દો હવે નહિ આવે. વો દિન ગયે. નિરાશા, દુઃખ, મૂંઝવણ, ભાર, બોજો જે કંઈ હતું તે બધું ગયું. કંટાળતા હતા, રોતા હતા, અકળાતા હતા, બ્લડપ્રેસર વધી જતું હતું, બીજાને દોષ આપતા હતા, તે બધું ગયું. આશ્ચર્ય થયું, પ્રભુ ! આવી ઘટના ઘટી તે માટે ઘણું આશ્ચર્ય થયું. અમે રાષ્ટ્રપતિ, વડાપ્રધાન કે ટાટા, બિરલા બન્યા નથી, પરંતુ અંદરમાં એવો એક ટચ થઈ ગયો અને અમારી ચિંતા ચાલી ગઈ. હવે તો અમારી પાસે ચક્રવર્તી પણ ફિક્કો છે અને સ્વર્ગલોકનો ઈન્દ્ર પણ ફિક્કો છે. ભગવાન નેમનાથની મારી પ્રિય વાત છે, તે તમે સાંભળી હશે. નેમનાથની જાન જઈ રહી હતી, ત્યાં રસ્તામાં તેમણે પાંજરામાં પૂરેલાં પશુઓનો પોકાર સાંભળ્યો. એમણે સારથીને પૂછ્યું કે અહીં આ બધું શું થઈ રહ્યું છે ? સારથીએ કહ્યું, સાહેબ ! તમારા લગ્ન થવાનાં છે, For Personal & Private Use Only Page #310 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૨૫૯ એટલે લગ્નમાં મીજબાની આપવા આમાંથી ભોજનિયાં ગંધાશે. ‘સાજન માજન કાજે ભોજનિયાં રંધાશે.’ નેમનાથનું હૃદય કકળી ઊઠ્યું અને બોલ્યા કે ‘મજા અમારી, સજા બીજાને આ તે ક્યાંનો ન્યાય ?’ આ માનવતા નથી, માણસાઈ નથી, અમારી મજા માટે બીજાને સજા, પોતાના સુખ માટે બીજાને દુઃખ ? આપણી શાંતિ માટે બીજાને અશાંતિ ? નથી પરણવું, નથી પરણવું, ગર્જયા નેમકુમાર, સારથિ રથને પાછો વાળ. સારથિએ રથ પાછો વાળ્યો. અને સખીઓએ રાજમતીને કહ્યું કે નેમ દગો આપીને પાછા વળી ગયા. સખીઓની ટીકા ટીપ્પણી ચાલુ થઈ કે વરરાજા આવા છે ને તેવા છે. બહુ સારું થયું કે લગ્ન પહેલાં ખબર પડી ગઈ, અમને એમ પણ સમાચાર મળ્યા છે કે નેમકુમાર રંગે ભીનેવાન છે. કુંવારી કન્યાને તો સો વર અને સો ઘર હોય. આના કરતાં વધારે સુંદર રાજકુમાર શોધી લઈશું. આમ સખીઓ અંદર અંદર વાત કરે છે ત્યારે રાજીમતી અદ્ભુત ઉત્તર આપે છે. દેખો માઈ ! અજબ રૂપ જિનજીકો, ઉનકે આગે ઓર સબહુ કો, રૂપ લાગત મોહે ફીકો. મેં નેમનાથ ભગવાનને જોયા, એમની પાસે બધા રૂપ મને ફિક્કા લાગે છે. મારે નેમનાથ જ જોઈએ, મારે બીજા કોઈ જોઈતા નથી. શું થયું ? પરિવર્તન, ટ્રાન્સફરમેશન થયું. તેમ અહીં અંદરમાં ક્રાંતિ થઈ અને અંદ૨માં બોધ મળ્યો. બોધથી શાતા મળી, શાંતિ મળી. જ્યારે અનુભવ થશે, ત્યારે મુખમાંથી શબ્દો સરી પડશે, ‘ગઈ દીનતા સબહી હમારી’, પણ એ માટે પ્રક્રિયામાં ઢળવું પડશે. એ અનુભવ માટે સાધનાની ભઠ્ઠીમાં તપવું પડશે. હિંચકે બેઠાં બેઠાં અને આઈસક્રીમ ખાતાં ખાતાં આત્મજ્ઞાન નહિ થાય. લોકો આશ્રમમાં આવે તો પૂછે છે કે જમવાની શું વ્યવસ્થા છે ? ચા કેટલી વખત મળશે ? બાજુમાં પેપ્સી, કોકાકોલાની દુકાન ખરી ? જીવને આ બધા વગર ચાલતું નથી. સોનુ એમ કહે છે કે અમારે અલંકારરૂપ બનવું હશે તો ભઠ્ઠીમાં પહેલાં તપવું પડશે. આરસપહાણના પથ્થરને મૂર્તિ બનતા પહેલાં હજારો ટાંકણાંનો માર સહન કરવો પડે છે. ટાંકણાં ખમવાની તાકાત જેનામાં હશે તે ભગવાનની મૂર્તિ બનશે. તે જ પ્રમાણે તપ કરવાની તાકાત જેનામાં હશે તેને સમ્યગ્દર્શન થશે. એમ ને એમ સમ્યગ્દર્શન નહિ થાય. સમ્યગ્દર્શન મોક્ષનું દ્વાર છે. કોઈ એમને એમ વારસાગત સમ્યગ્દર્શન આપી શકે નહિ. તે માટે કિંમત ચૂકવવી પડે છે. ‘સંતપણા મફતમાં નથી મળતાં, એના મૂલ્ય ચૂકવવા પડતાં.’ આ પરમકૃપાળુદેવ મોતીડાંનો મેહ વરસાવી રહ્યા છે. આવો બોધ મળે, બોધની મૂડી મળે એટલે તેની પાસે આત્માનું સ્પષ્ટ ચિત્ર આવે. એને આત્માનો અનુભવ નથી થયો પણ આત્મા વિષે સત્ય, યથાર્થ જેમ છે તેમ ભૂલ વગર બોધ મળ્યો. આવો બોધ મળ્યા પછી પ્રમાદ મૂકીને નિરંતર પુરુષાર્થ કરવો પડે. પ્રમાદ એટલે નિદ્રા, આળસ, ભોગવિલાસ, રસીલાપણું, દુરાચાર, કષાય. આ બધા પ્રમાદના લક્ષણો છે, સ્વરૂપ છે. પ્રમાદ છોડીને નિરંતર પુરુષાર્થ કરતાં કરતાં દર્શનમોહ મંદ પડે છે. અંદર કામ થાય છે. દૃષ્ટિમાં જે મૂંઝવણ પેદા કરે તેનું નામ For Personal & Private Use Only Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ પ્રવચન ક્રમાંક - ૬૪, ગાથા ક્રમાંક - ૯૦-૧ દર્શનમોહ. ખોટું જે મનાવે તે દર્શનમોહ, અસ્તિત્વનો ઈન્કાર કરે તે દર્શનમોહ. બોધ મળ્યા પછી દર્શનમોહની મંદતા થાય છે. દર્શન મોહ વ્યતીત થઈ ઉપજ્યો બોધ જે, દેહ ભિન્ન કેવળ ચૈતન્યનું જ્ઞાન જો. દર્શન મોહ ગયો, ચૈતન્યનું જ્ઞાન થયું. માત્ર શાસ્ત્રો વાંચીને નહિ, ગ્રંથો વાંચીને નહિ, સાંભળીને નહિ, પણ દર્શન મોહ જવાથી બોધ મળ્યો. બોધ મળવાથી અંદર કામ થયું. એ દર્શનમોહ આડો આવતો હતો, તેથી ચૈતન્ય દેખાતો ન હતો. કોઈ કવિએ કહ્યું છે કે ‘તરણા ઓથે ડુંગર રે, ડુંગર કોઈ દેખે નહિ'. દર્શનમોહના તરણા હેઠે ચૈતન્ય મૂર્તિ ભગવાનનો હિમાલય પહાડ જે છે, તે આજે દેખાતો નથી. આવો દર્શનમોહ આજે બોધ મળવાથી ખસવા લાગ્યો, એની મંદતા થઈ, એનો ઉપશમ થયો. સૌથી પહેલી ઘટના ઉપશમથી થાય છે. દર્શનમોહનો ઉપશમ થાય તો આત્મદર્શન થાય. આત્મદર્શન થાય એટલે આત્મા જડે છે. તે વખતે તેને ભાન થાય છે કે ઓહોહો, આ તત્ત્વ, આ આત્મા દેહથી જુદો, કર્મથી પણ જુદો, આ તત્ત્વ રાગદ્વેષથી પણ જુદું. ‘સબસે ન્યારા દેશ હમારા' બધાથી ન્યારો આત્મા છે. કેરી ઘોળી, રસ જુદો પડી ગયો, આ જલ્દી સમજાશે, કેરીમાં રસ છે પણ રસ જોઈએ તો કેરી ધોળવી પડે, દહીંમાં માખણ છે પણ તેનું વલોણું કરવું પડે, તો જ માખણ બહાર આવે. તલમાં તેલ છે, તેને પીલવા પડે, તો તેલ બહાર આવે, તેમ શરીરમાં ચૈતન્યમૂર્તિ ભગવાન આત્મા છે, પરંતુ તેને ઘોળવો પડે. ધોળવાની પ્રક્રિયા તેનું નામ ભેદજ્ઞાન. પ્રજ્ઞાથી અને ભેદજ્ઞાનથી આત્મા જડ્યો, અને નક્કી થઈ ગયું કે આ જે ચૈતન્યમૂર્તિ ભગવાન આત્મા છે, તે દ્રવ્યકર્મ, નોકર્મ, ભાવકર્મથી જુદો છે, રાગ, દ્વેષ અને કષાયોથી જુદો છે; પાપ પુણ્ય અથવા શુભ અશુભ ભાવોથી પણ આ જુદો છે. સૌથી જુદો એવો જે ભગવાન આત્મા તેનો અનુભવ થયો, માહિતી નહિ, વાત નહિ, વર્ણન નહિ, માત્ર શબ્દ જ્ઞાન નહિ, તેનાથી દૂર રહેવાનું નહિ, આત્મા જેવો છે તેવો તેનો ટચ થઈ ગયો. આવી ઘટના ઘટી. આને કહેવાય છે સ્વાનુભવ. જિનહી પાયા, તિનહી છિપાયા, ન કહે કોઉકે કાનમેં, જેને આત્મા મળે છે તેને પછી બીજા કોઈને કહેવાની જરૂર નથી. કબીરજી પણ કહે છે હીરો પાયો, ગાંઠ ગઠિયાયો, બાર બાર વાંકો ક્યોં ખોલે ? મન મસ્ત હુઆ તબ ક્યોં બોલે ? રસ્તે જતાં કિંમતી હીરો કે માણેક મળી જાય તો ખીસ્સામાં નાખી ઘરભેગાં. કોઈ બતાવતું હશે કે મને હીરો મળ્યો છે ! તેમ ચૈતન્યરૂપી હીરો જડે પછી વાયડો ન થાય, કહેવા ન જાય, બતાવે કે બોલે પણ નહિ, પણ જ્ઞાની પુરુષો કરુણાના કારણે બોધ આપે, તેમની વાત જુદી છે. આવું આત્મદર્શન થયા પછી પણ કામ પૂરું થતું નથી. For Personal & Private Use Only Page #312 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૨૬૧ પાંચમું સૂત્રઃ આત્મદર્શન થયા પછી, આત્માને પ્રાપ્ત કરવાની, આરોહણ કરવાની, વટાવાની, પસાર કરવાની દશ ભૂમિકાઓ તેને દેખાય છે. થોડી શાસ્ત્રીય વાત કરી લઈએ. પાંચમા ગુણસ્થાનથી તેને ચૌદમા ગુણસ્થાન સુધીની યાત્રા કરવાની બાકી છે. આ ગુણસ્થાનો એ તાત્ત્વિક પરિભાષાની વાત છે. આત્માના વિકાસક્રમનું એ થર્મોમીટર છે. કેવી રીતે અને કેટલો વિકાસ થયો તેની ગુણસ્થાન પરથી ખબર પડે છે. ગુણસ્થાનક શબ્દનો અપભ્રંશ થઈ ગુણઠાણા શબ્દ થયો છે. આ ચૈતન્યની અવસ્થાઓ છે. ચોથા ગુણસ્થાને આવ્યા પછી એટલે સમ્યગદર્શનની પ્રાપ્તિ પછી તેને દસ ભૂમિકા ચડવાની છે. આ સમ્યગ્દર્શન પ્રારંભ છે, અધ્યાત્મ મંદિરમાં તમારો પ્રવેશ થયો. આ દશમું ધોરણ છે. દશમાં ધોરણમાં પાસ થાવ પછી કોલેજમાં પ્રવેશ મળે. સમ્યગદર્શન પ્રથમ ભૂમિકા છે, એ અંતિમ ભૂમિકા નથી, સમ્યગ્દર્શન એટલે સાધનાની પૂર્ણાહુતિ નહીં પણ પ્રારંભ, શ્રી ગણેશાય નમઃા એટલે શું થયું? એક બાજુ દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ પરમ શુદ્ધ ચૈતન્યને જોયું. ધ્યાનથી વાત ખ્યાલમાં લેજો. એ ચૈતન્ય તત્ત્વ જેવું છે તેવું તેણે જોયું. શુદ્ધ, બુદ્ધ, ચૈતન્યઘન, સ્વયંજ્યોતિ સુખધામ, બીજું કહીએ કેટલું? કર વિચાર તો પામ. નોકર્મ રહિત, દ્રવ્યકર્મ રહિત, ભાવકર્મ રહિત, અશુદ્ધિ રહિત, શુભાશુભ ભાવ રહિત; પૂર્ણ, આનંદમય, ચિદ્ધન, આવું પરિપૂર્ણ આત્મદ્રવ્ય એક બાજુમાં જોયું. બીજી બાજુમાં, એને આવરણ કરનાર ચારિત્ર્ય મોહ પણ જોયો. ચાર ઘાતિ કર્મો પણ જોયાં. પશ્ચર સ્પષ્ટ થાય છે. આત્મા જોયો, ચારિત્ર્ય મોહનું આવરણ અને ઘાતિકર્મો પણ જોયાં અને ચારિત્રમોહને દૂર કરવાનો જે રસ્તો ક્ષપક શ્રેણી છે તે પણ જોઈ. હવે ચારિત્ર્ય મોહનો પરાજય કરવા માટે શરૂઆત કરે, પ્રારંભ કરે. કર્મક્ષય માટે જ્ઞાની પુરુષોએ કહેલો માર્ગ માત્ર જોયો તેમ નહીં પણ તેનામાં ક્ષય માટે પરમ પુરુષાર્થ પ્રગટ થાય છે. કોઈ જંગલમાં, કોઈ એકાંતમાં, કોઈ ગુફામાં પદ્માસન વાળીને, દૃષ્ટિ સ્થિર કરીને, આસન જમાવીને, ભૂખ અને નિદ્રા જીતીને એ સાધક બેઠો છે. બસ, અંદરથી તેણે રસ્તો જોયો કે આ રસ્તે જવાનું છે. આ શુદ્ધ ચૈતન્ય, આ ચારિત્ર્ય મોહ, આ ઘનઘાતિ કર્મો, આ મોહરૂપી સ્વયંભૂરમણ સમુદ્ર, તે તરીને મારે જવાનું છે. અને એ તરવાની તાકાત પણ મારી પાસે છે. સમજાયું ? બધાના ઉપર જીત મેળવવાની, બધાનો ક્ષય કરવાની તાકાત પોતાની પાસે છે. માટે મારા બળથી જીતવાનું છે. સદ્ગુરુની કૃપા સાચી, પરમાત્માની કૃપા સાચી, શાસ્ત્રો અને મંદિરો સાચાં, અવલંબનો સાચાં પણ પોતાનામાં જોર જોઈશે ને ? લોકો એમ કહે છે કે લાકડીના ટેકે ટેકે ચાલે છે, ખરી વાત ! પણ લાકડી પકડવાની તાકાત તો એનામાં જોઈશે કે નહિ ? પોતાની તાકાતથી આ સ્વયંભૂરમણ જેવો મોહરૂપી સમુદ્ર એને તરવાનો છે. For Personal & Private Use Only Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ પ્રવચન ક્રમાંક - ૬૪, ગાથા ક્રમાંક - ૯૦-૧ આત્મા વિષે માહિતી મળી, દર્શનમોહ શાંત થયો, ચૈતન્ય તત્ત્વનો સ્વાનુભવ થયો. ચડવાની જે ભૂમિકાઓ છે તે તેણે જોઈ. પરંતુ હવે આગળ વધવું પડશે. જેમ શત્રુંજયની તળેટીએથી દાદાનો દરબાર છે તે જોયો. વચ્ચે ચાલવાનો રસ્તો આવશે અને ગિરિરાજ ચડવો પડશે. ભાવ છે, ભક્તિ છે, ઉપર જવું છે, તેમ આ બધી જ ભૂમિકાઓ વટાવી વીતરાગતા પ્રાપ્ત કરવાની છે. એ તાકાત મારી પોતાની છે. એ તાકાતનો પ્રયોગ ચાલુ થાય તે પાંચમું સૂત્ર છે. હવે જંપીને નહિ બેસે. કહે છે ને કે ખાઈ ખપૂચીને મંડી પડ્યો. હવે મંડી પડે છે. બધું છોડીને મંડી પડે છે. આપણે તો બાદશાહી ઠાઠથી સાધના કરીએ છીએ. ખાતે હૈં, પીતે હૈ, પહનતે હૈ, ઔર મઝા કરતે હૈં. અરે ! બરાબર પાછળ પડવું પડે છે. આનંદઘનજીએ કહ્યું છે કે રઢ મંડી”, એને ખાવું, પીવું યાદ આવતું નથી. નિદ્રા આવતી નથી. મીરાંએ ગાયું. અન્નડા ન ભાવે રાણા, નિદ્રા ન આવે, લોકડાં કહે છે, મીરાં થઈ ગઈ રે ઘેલી. પાંચમું સૂત્ર ફરીથી સમજી લઈએ. સમ્યગદર્શન પ્રાપ્ત કરીને ઊભા નથી રહેવાનું. સમ્યગદર્શન જેમને થયું છે તેઓ આ ભૂલ કરતા નથી. સમ્યગદર્શન થયું નથી અને અમને સમ્યગુદર્શન થયું છે એવી ભ્રમણામાં જે જીવે છે તેનાથી આવી ભૂલો થાય છે. બસ તે એમ માને છે કે હવે વાત પૂરી થઈ ગઈ. પરંતુ સમ્યગ્દષ્ટિ બરાબર જુએ, તેણે ચૈતન્યને જાણ્યું. ચૌદ ગુણસ્થાનનું સ્વરૂપ જાણ્ય, ચારિત્ર મોહને પણ જોયો, ઘાતિકર્મો પણ જોયાં અને સાતમા ગુણસ્થાન પછી ક્ષપક શ્રેણી માંડીને આ બધાનો ફેંસલો કરવાનો છે એ પણ જાણ્યું અને આ કામ કરવાની તાકાત મારામાં છે તે પણ જોયું. ચિત્ર સ્પષ્ટ થઈ ગયું, માટે જ કહ્યું કે “એકાકી વળી વિચરતો સ્મશાનમાં એમને સ્મશાન યાદ આવ્યું. તમને મોટો હોલ, લગ્નનો મંડપ યાદ આવે. સ્મશાન યાદ આવે ખરું? આમને જ્ઞાન થયું અને સ્મશાન યાદ આવ્યું. છેલ્લી વખતે, આંખો મીંચાયા પછી જ્યાં જવાનું હોય, એ સ્મશાન તેમને ઉઘાડી આંખે યાદ આવે. ત્યાં તે ધ્યાનમાં ઊભાં છે. એકાકી ઊભા છે. તથા પર્વતમાં વાઘ સિંહનો સંયોગ છે, ત્યાં અડોલા આસને મુનિ બેઠા છે. ક્ષપક શ્રેણી માંડી છે, કર્મોનો ક્ષય થઈ રહ્યો છે. એણે પરબ્રહ્મ પરમાત્માને જોયાં છે. તેના ઉપરથી આવરણો એને ખસેડવાં છે. ચારિત્ર્ય મોહને પણ દૂર કરવો છે, તેના મંડાણ કરે છે. લોકો તો “આપો આપો ને મહારાજ અમને શિવ સુખ આપો', આમ લાંબા લાંબા હાથ કરીને માંગે છે. એમ માત્ર માંગ્યે મોક્ષ ન મળે. તપવું પડે. ઘરેણાં થવા માટે, રાજાનો મુગટ બનવા માટે સોનાને તપવું પડે છે તેમ તપવું પડે. પુરુષાર્થ કરવો પડે, સાધનાની ભઠ્ઠીમાં ઝંપલાવવું પડે. એનું નામ તપ છે. તમારે ભઠ્ઠીમાં ઝંપલાવવું નથી અને ખાતાં પીતાં મોક્ષ જોઈએ છે. ઘણા કહે છે “કંઈ કરવાની જરૂર નથી. સરળ છે. ખાતાં પીતાં મોક્ષ મળી જશે. જ્ઞાતા દ્રષ્ટા ભાવ, સાક્ષી ભાવ, અનાસક્ત ભાવ રાખો. આ તો બધું પ્રારબ્ધ છે. તું તો ખાયે જા અને પ્રારબ્ધની વાત કર્યે જા, જ્ઞાતાભાવનું ગીત For Personal & Private Use Only Page #314 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૨૬૩ ગાયે જા અને તને મોક્ષ મળી જશે”, પણ આવો સસ્તો સોદો નથી. એમ મોક્ષ ન મળે. પુરુષાર્થ કરવો પડે અને પુરુષની આજ્ઞાએ વર્તવું પડે. છઠું સૂત્ર : અશુભની ઇચ્છાથી રહિત અને શુભની ઇચ્છાથી પણ રહિત થઈને એક જ માત્ર શુદ્ધ અને પરિપૂર્ણ પરબ્રહ્મ આત્માને મેળવવા માટે, વીતરાગ દશા પ્રાપ્ત કરવા માટે સતત પ્રચંડ પુરુષાર્થ જો કરે તો આ મોક્ષનો સ્વભાવ પ્રગટ થાય. “તેહ શુભાશુભ છેદતાં, ઊપજે મોક્ષ સ્વભાવ. આમાં કંઈ સમજાયું? આ કડી બોલતા કેટલી વાર? માત્ર બોલવાથી ન થાય. પ્રચંડ પુરુષાર્થથી જ મોક્ષનો સ્વભાવ પ્રગટ થાય. તેથી શુભાશુભ છેદીને આ રીતે પુરુષાર્થ કરવો. સાતમું સૂત્રઃ ફરીથી ભાર દઈને આ વાત કહું છું. પ્રચંડ પુરુષાર્થ ક્યારે થાય? સંસારથી, ભોગોથી, પરિગ્રહથી, આરંભ સમારંભ વિગેરેથી છૂટવા માટે તેને તીવ્ર ઇચ્છા થાય. જેને આ પુરુષાર્થ કરવો છે, એવા જીવને, એવા આત્માને પરમકૃપાળુદેવ કહે છે કે સંસારના ભોગો અને પરિગ્રહ, આરંભ, સમારંભ છોડવાની તીવ્ર ઇચ્છા થાય છે. છ ખંડના માલિક ચક્રવર્તી તેની ઋદ્ધિને તણખલાની જેમ માનીને સંસાર છોડી જાય છે. જરા કલ્પના તો કરો. છ ખંડના માલિકને ચૌદ રત્નો, નવ નિધાન અને કરોડો રૂપિયાનાં કિંમતી આભૂષણો હોય. ૩૨ હજાર મુગટબંધ રાજાઓ સલામ કરતા હોય, નમસ્કાર કરતા હોય, એવા ચક્રવર્તી આટલી સંપત્તિ અને માન સન્માન હોવા છતાં, જેમ સાપ કાંચળી ઉતારી ચાલી જાય તેમ સંસાર છોડી ચાલી જાય છે. આપણને તો આ બધું મળે તો ગાંડા થઈ જઈએ. એ ચક્રવર્તીને સંસાર છોડવાની તીવ્ર ઇચ્છા હોય છે. મીરાંબાઈ પણ સંસાર છોડી ચાલી નીકળ્યા. ચક્રવર્તી તો ૬૪ હજાર સ્ત્રીઓને મૂકીને ચાલી નીકળે છે. તે વખતે સ્ત્રીઓ રડે છે ને કહે છે કે અમને મૂકીને સ્વામીનાથ જશો નહિ. ૬૪ હજાર સ્ત્રીઓ રડે તો શું હાલત થાય? ચક્રવર્તીનો કેવો વૈરાગ્ય હશે ! કેવી તીવ્રતા હશે ! સંસારનો મોહ રાખનારને મોક્ષ મળતો હશે? પૂર્ણ સ્વરૂપે પ્રગટ કરવા ચક્રવર્તી ધન દોલત, સ્ત્રીઓ, માન સન્માન બધું છોડી ચાલી નીકળે છે. આ પ્રમાણે ધન્નાજી, શાલીભદ્રજી બધું જ મૂકીને ચાલી નીકળ્યા હતા. બધાં પાછળ રોયાં હશે, પરંતુ એમને સંસાર છોડવાનું દુઃખ ન હતું, વ્યથા ન હતી, મૂંઝવણ ન હતી. એ તો સદ્ગુરુ અને જ્ઞાનીની આજ્ઞામાં સર્વથા વર્તે છે. સૂત્ર યાદ કરો, “ત્રણે યોગ એકત્વથી, વર્તે આજ્ઞાધાર.” મન, વચન અને કાયાના એકત્વથી નિરંતર સગુરુની આજ્ઞા ધારણ કરી તે આજ્ઞા પ્રમાણે વર્તે, સર્વથા વર્ત, પરમ પ્રેમથી વર્તે તો મોક્ષ સ્વભાવ પ્રગટ થાય. સાતમા સૂત્રમાં પણ પરમકૃપાળુ દેવ એમ કહે છે કે જ્યાં સુધી જીવને સંસારના પદાર્થો માટે તીવ્ર મૂરણા છે ત્યાં સુધી મોક્ષ સ્વભાવ ન પ્રગટે. મોક્ષ મેળવવા તીવ્ર ઝૂરણાં જોઈએ. આપણા ગામમાં તો આપણી પેઢી સરસ ચાલે છે, ધીકતી આવક છે, ઘરાકો સારા છે પરંતુ For Personal & Private Use Only Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ પ્રવચન ક્રમાંક - ૬૪, ગાથા ક્રમાંક - ૯૦-૧ હજુ એક ઇચ્છા છે કે બહારગામ પણ મોટી પેઢી ચાલુ થાય તે માટે આશીર્વાદ માગીએ છીએ. જો એક પેઢી અમેરિકા ચાલુ થઈ જાય તો હે શંખેશ્વરદાદા ! હું દર પુનમે દર્શન કરવા આવીશ’. આવી બહારના પદાર્થોની જેને ઝૂરણા છે તે મોક્ષથી છેટો છે. સમ્યગ્દર્શનથી છેટો છે. આત્મજ્ઞાનની ગમે તેટલી વાતો કરે પણ હજુ છેટો છે. : આઠમું સૂત્ર ઃ અહીં રોકડી કિંમત ચૂકવવાની છે. ઉધાર માલ નહિ મળે. માલની કિંમત રોકડી ચૂકવવી પડશે. એનાં મૂલ્ય ચૂકવવા પડશે, આ સોદો મફતમાં થતો નથી, જીવન આપવું પડે છે. સંસારમાં તો પદાર્થોની ઝૂરણા થયા જ કરે છે, આ મળે તો સારું, આ મળે તો સારું. ઉત્તરાધ્યયન સૂત્રનાં ચૌદમાં અધ્યયનમાં કહ્યું છે કે, इमं च मे अत्थि इमं च नत्थि, इमं च मे किच्चं इमं अकिच्चं । तं अवमेवं लालप्पमाणं, हराहरंति त्ति कहं पमाओ ? આ અદ્ભુત ગાથા છે. ભૃગુ પુરોહિતના પુત્રો નાના છે. તેમને વૈરાગ્ય થયો છે, અને તેમનાં માતા પિતા ના પાડી રહ્યાં છે. એ માતા પિતાને આ નાની ઉંમરના બન્ને બાળકો કહી રહ્યાં છે કે ‘પિતાજી ! આખી જિંદગી લોલુપતામાં, સપનાં જોવામાં, આસક્તિમાં પસાર થાય છે. કેવી રીતે ? ‘મં ચ મેં અસ્થિ’ આટલું મારી પાસે છે પણ આ મારી પાસે નથી, આ મને મળ્યું, આટલું મેળવવાનું બાકી છે, આ કર્યું અને આ કરવાનું બાકી છે, આ લોલુપતામાં લોકો કિંમતી જીવન હારી જાય છે.’ (૧) જેને પદાર્થોની સૂરણાં છે, (૨) ઈન્દ્રિયોના વિષયોશબ્દમાં, રૂપમાં, રસમાં, ગંધમાં અને સ્પર્શમાં જેને પ્રગાઢ પ્રીતિ છે, તેવો મનુષ્ય કિંમતી જીવન હારી જાય છે. કાળ તેને હરી લે છે. સૂર્ય વિકાસી કમળ ઉપર ભ્રમર બેઠો હોય અને સુગંધ લેવામાં મશગૂલ હોય પરંતુ સૂર્ય આથમે એટલે કમળ બિડાઈ જાય. કવિ એમ કહે છે કે ભ્રમરના મુખ આગળ બે કાંટા હોય છે. એનામાં એટલી તાકાત છે કે બે કાંટાથી તે લાકડું પણ કોરી શકે. કમળ તો ઘણું કોમળ છે છતાં કોરી શકતો નથી, કારણ કે તેને કમળની સુગંધની આસક્તિ છે. ભ્રમર આખી રાત કમળમાં બિડાઈને રહે છે. સવારે હાથી આવી કમળને ઉખેડી નાખે છે ને ભ્રમરના પ્રાણ નીકળી જાય છે, જીવન ખતમ થાય છે, તેમ વિષયોની આસક્તિમાં આપણે જીવન ખોઈએ છીએ. આપણો વૈરાગ્ય કેવો છે તે જમવા બેસીએ ત્યારે ખબર પડે. સબડકા મારતા હોઈએ અને સબડકે સબડકે વાહ વાહ કરતા રહીએ, એમ મોક્ષ ન મળે. ઈન્દ્રિયોના વિષયોમાં પ્રગાઢ આસક્તિ હોય તો મોક્ષ ક્યારેય મળે નહિ. જેને દેહ પ્રત્યે પ્રગાઢ આસક્તિ છે અને તેના કારણે વ્યાધિ અને મૃત્યુનો ડર છે, તે આત્મ અનુભૂતિની સાધના કરી શકતો નથી. તમે જ્યારે જન્મ્યા, ત્યારે પ્રકૃતિએ કૃપા કરી અને તમને શરીર આપ્યું, મન આપ્યું, બુદ્ધિ આપી, પાંચ ઈન્દ્રિયો આપી, આંખ આપી, કાન આપ્યા વગેરે. આ બધું એટલા માટે આપ્યું કે આ બધાં દ્વારા તમે પરમ તત્ત્વને પ્રાપ્ત કરી શકો. આસક્તિ પોષવા આ બધાંનો ઉપયોગ For Personal & Private Use Only Page #316 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૨ ૬૫ કરવાનો નથી. તમે બુદ્ધિ વાપરો છો, બળ વાપરો છો, પુરુષાર્થ કરો છો, ખાવાનો પણ ટાઈમ નથી, મરવાની પણ ફુરસદ નથી એમ કહો છો, જે આ બધો પુરુષાર્થ કરો છો તે પર પદાર્થની પ્રગાઢ આસક્તિ છે માટે કરો છો. તમારા કરતાં ખેડૂત ભાગ્યશાળી છે. ખેડૂત ખેતર ખેડતો હોય, બપોરના બાર વાગ્યા હોય. ઘરવાળી ભાત લઈને આવે. ભાત એટલે ખાવાનું. એક માટલીમાં છાશ હોય, કંતાનમાં રોટલો અને ઉપર ગોળનો દડબો મૂક્યો હોય. ખેડૂત થાક્યો હોય, રાહ જોતો હોય અને ઘરવાળી આવીને રોટલો છાશ પીરસી દે, એની પાસે ફાઈવસ્ટારનું જમવાનું પણ ફિક્કુ લાગે. તમારું ખાવાનું કેવું? ઓફિસમાં ટીફિનનું ખાવાનું. આ બધી મહેનત કોના માટે કરો છો? આ નોટોને કરવી છે શું? તમને થતું હશે કે આવું બોલાતું હશે? પણ ઈન્દ્રિયોના વિષયોમાં, અને દેહ પ્રત્યે પ્રગાઢ આસક્તિ હોવાથી જગતમાં આ બધો ખેલ ચાલ્યા કરે છે. નવમું સૂત્ર: નવમું સૂત્ર બહુ જ મહત્ત્વનું છે. બહુ સ્પષ્ટતા કરીને કહેવાય છે કે, ભાઈ ! તું આ પદાર્થો, વસ્તુઓ અને શરીર માટે રાત દિવસ મથે છે ને? તું પુરુષાર્થ કરે છે ને? તો તું તારા હૈયામાં આ વાત કોતરી લે કે “આ વિષયભોગનાં સાધનો, પદાર્થો અને વસ્તુઓ, શાતા અને અશાતા, તારા ડહાપણથી નહિ મળે, એ કર્મને આધીન છે.” જીવન-મરણ, યશ-અપયશ, હાનિલાભ, સુખ મળવું કે દુઃખ મળવું, વિદ્યા, કીર્તિ, એ બધું વિધિના હાથમાં છે, કર્મના હાથમાં છે, પ્રારબ્ધના હાથમાં છે. જેવા કર્મો બાંધ્યાં હશે તે પ્રમાણે ફળ મળશે. કોઈનો જન્મ મહારાજાને ત્યાં થાય. કંઈ માથાકૂટ જ નહિ. હીરા અને માણેકજડિત ઘોડિયામાં જ ઝુલવાનું. ૨૦ થી ૨૫ નોકરો સંભાળ લેવા માટે હોય. આવું આખી જિંદગી મથીએ, ૮૦ વર્ષ થાય તો પણ જોવા ન મળે. કારણ? ઓલો બાંધીને આવ્યો છે. જેવા કર્મો બાંધીને આવ્યા હોય તેવું મળે. આ કર્મતંત્રની સત્તા છે. તમારી સત્તા નથી, માટે કહીએ છીએ કે આ બધું કર્મને આધીન છે. દસમું સૂત્ર : ફક્ત ચિંતા કરવાથી મોક્ષ મળતો નથી. આપણને તો કેટલી ચિંતાઓ વળગી છે? બગીચામાં છોડ ખીલેલો હોય ત્યારે લાંબા લાંબાં પાંદડા છોડ ઉપર ઝૂલતા હોય છે. બીજે દિવસે જઈએ તો પાંદડામાં કાણાં દેખાય છે. આ શું થયું? માળી કહશે કે મોટી મોટી ઈયળો પાંદડામાં પડી છે અને તેણે પાંદડાઓ કોરી ખાધાં છે. તેવી જ રીતે ચિંતાની ઈયળો આપણા હૈયાને કોરી ખાય છે. આપણું હૈયું મોંઘુ નથી? કોઈ હાર્ટફેઈલથી મરી જાય તો શું થયું તેને? બધું બરાબર સાબદું હતું પણ આ હૃદય ગયું. એને ચિંતા રૂપી ઈયળો ખાઈ જાય છે. શેની ચિંતા છે તમને? મોક્ષ ક્યારે મળશે તેની? દશમા ગુણસ્થાને પહોંચવાની ? ક્ષેપક શ્રેણીની? વીતરાગ દશાની ? સંત ક્યારે મળશે તેની? બોલો તો ખરા? કોઈ કવિએ કહ્યું કે “ચિંતા કરતાં ચિતા ભલી.” ચિતા સારી, કેમકે તે મર્યા પછી બાળે છે પરંતુ ચિંતા તો જીવતા બાળે છે. કોઈ For Personal & Private Use Only Page #317 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ પ્રવચન ક્રમાંક - ૬૪, ગાથા ક્રમાંક - ૯૦-૧ સૂકાઈ ગયો હોય, તેને પૂછીએ કે કેમ આમ? તો એ કહેશે કે સાહેબ! હમણાં ચિંતામાં છું. ચિંતાના પ્રકારો પણ ઘણા છે. એક ભાઈ કહેતા હતાં કે “અમારે બીજી ચિંતા નથી, પણ આ અમારો પાડોશી કૂદકે અને ભૂસકે આગળ વધતો જાય છે, તેની ચિંતા છે.” આ તેનાથી સહન થતું નથી. ચિંતા ન કરવી હોય તો તેના ઘણા પ્રકારો છે. ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ આવશે કે ભાજપ આવશે? પણ તારે શું ચિંતા છે? તને કોણ પૂછે છે? તારું સ્થાન નહિ ત્રણમાં, નહિ તેરમાં કે નહિ છપ્પનના મેળામાં. શા માટે આટલી બધી ચિંતા કરે છે? એક હાથીનું ઓપરેશન હતું, તેને બ્લડ ચડાવવાનું હતું. ઘણાં બધાં ત્યાં આવેલાં, સાથે એક મચ્છર પણ હતો. કોઈએ પૂછ્યું કે દોસ્ત ! તું કેમ આવ્યો? તો કહે કદાચ હાથીને લોહીની જરૂર પડે તો? હાથીને લોહીની જરૂર પડે તો આ મચ્છર હાથીને લોહી આપશે? આવી દુનિયાભરની ચિંતા. “કાજી કયું દુબલે ?' તો “સારે શહરકી ચિંતા.” ચિંતાથી કંઈ વળે નહિ, ખાલી ચિંતામાં સમય ન ગુમાવો. ચિંતા કરવા કરતાં આત્માર્થ સાધવો-શુદ્ધ આત્મામાં ઠરવું. આત્મા+અર્થ એટલે પ્રયોજન તે પુરુષાર્થથી જ થાય. સંસારના પદાર્થો પ્રારબ્ધથી જ મળશે. પરંતુ આત્માનો અનુભવ પુરુષાર્થથી જ મળે. સંસાર માટે કર્મ અને આત્મા માટે પુરુષાર્થ. તમે ઊંધુ કરો છો. તમે સંસાર માટે પુરુષાર્થ કરો છો અને આત્મા માટે કર્મ લગાડો છો ને કહો છો કે સાહેબ ! અમારા ભાગ્યમાં હોય તો થાય ને? મોક્ષ તો પુરુષાર્થથી જ થશે. તેના વગર નહિ થાય. પરમકૃપાળુ દેવ કહે છે કે પરમાર્થ માટે પ્રાપ્ત થયેલાં સાધનો તમે ખોઈ બેઠા છો. અને હાથમાં આવેલી બાજી હારી બેઠા છો. તેઓ ચેતવણી આપે છે કે બાજી ન હારશો, તક મળી છે તેને ખોશો નહીં. કારણ કે આત્મકલ્યાણ અને આત્મ અનુભૂતિ પુરુષાર્થથી જ થવાની છે. અગિયારમું સૂત્ર : સંસારની ઇચ્છાને અને શુભ અને અશુભમાં જતી વૃત્તિને રોકીને, આત્મ અનુભવ થાય તેવા પુરુષાર્થમાં સમગ્રપણે આપણે લાગી જવું જોઈએ. રે આત્મ તારો, આત્મ તારો, શીધ્ર એને ઓળખો, સર્વાત્મમાં સમદષ્ટિ દ્યો, આ વચનને હૃદયે લખો. આ બધું જોરથી તમે બોલો છો, પરંતુ કંઈ થતું નથી. આત્મા મેળવવાના પુરુષાર્થમાં લાગી જવું જોઈએ. કારણ? એક ક્ષણ પછી શું થશે તેનો ભરોસો નથી. કઈ ટ્રેઈનમાં ક્યો બોમ્બ મૂકાયો હશે અને ક્યારે આતંકવાદી આવીને ફોડશે? તે ખબર નથી. ઘેર પહોંચી ત્યારે સાચા. શું ખબર પડે? માટે સમગ્રપણે, પુરુષાર્થ કરો. બારમું સૂત્ર : અનંતકાળે ન મળે તેવો જોગ અહીં મળ્યો છે, માટે આનંદથી નાચો, નાચવા જેવું છે. આ જોગ મળ્યો છે તેનો ઉપયોગ કરો. જીવ મોહ અને ઘેલછામાં નાચ્યો છે. દીકરાના લગ્ન હોય ત્યારે મા લહેકાથી નાચતી-ગાતી હોય છે કે “આજે મારે સોનાનો સૂરજ ઉગીયો રે લોલ.” પછી ખબર પડશે, કેવો સોનાનો સૂરજ છે? પાટણના આશ્રમ પાછળ વાઘરીવાડામાં વાઘરણ ગાતી હોય છે કે “અમારે આંગણ હાથી ઝૂલે રે લોલ.' અરે ! ગધેડું For Personal & Private Use Only Page #318 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૨ ૬૭ પણ નથી તો હાથી ક્યાંથી ઝૂલશે? પણ તાનમાં, મોહમાં કે ઘેલછામાં ગાતાં હોય છે. અનંતકાળમાં ન મળે તેવો જોગ મળ્યો છે, મનુષ્યભવ મળ્યો છે, સદ્ગુરુ પણ મળ્યા છે, તો આત્માને મુક્ત કરવા સતત ઝૂરણાં, સતત પુરુષાર્થ, સતત ઇચ્છા કરે. શુભાશુભથી રહિત થઈ આત્મસ્વરૂપમાં સ્થિરતા કરવામાં સફળતા પ્રાપ્ત કરી, મોક્ષમાર્ગ દ્વારા મોક્ષની પ્રાપ્તિ કરવી. તેનાથી આત્માનો સહજ સ્વભાવ પ્રગટ થાય છે. તેરમું સૂત્ર : આ બધા જ ઉપાયનો એક ઉપાય છે. આત્મજ્ઞાની પુરુષ જે જે માર્ગે ચાલ્યાં છે, તે તે માર્ગે હિંમતપૂર્વક ડગલાં ભરજો, અને તેનું અવલંબન લેજો. ચૌદમું સૂત્રઃ સમાપ્તિ કરતાં એમ કહેવામાં આવ્યું કે મનુષ્ય દેહમાં જ સતપુરુષનો જોગ, અને તત્ત્વપ્રાપ્તિ થાય છે. અનંતકાળે ન મળે તેવો યોગ તને મળી આવ્યો છે, તો હે ભાઈ ! હે સાધક ! હવે તેમાં વીર્ય ફોરવવું, એમાં પુરુષાર્થ કરવો, તેમાં તાકાત વાપરવી, અને અનાદિના કર્મબંધનથી આત્માને છોડાવવો, તો મોક્ષનો તારો જે સહજ સ્વભાવ છે તે પ્રગટ થશે. વીત્યો કાળ અનંત તે, કર્મ શુભાશુભ ભાવ, તેહ શુભાશુભ છેદતાં, ઊપજે મોક્ષ સ્વભાવ. આ ૯૦મી ગાથામાં ચૌદ સૂત્રો લાવ્યા. મોક્ષનો સ્વભાવ કેમ પ્રગટ થાય તેની કૃપાળુ દેવે વાત કરી. આજે ઘણી વાતો કરી અને દિલ ખોલીને કરી. કડવી વાતો પણ કરી છે, અને મીઠી વાતો પણ કરી છે. મા દીકરાને સાજો કરવા કડવી દવા પાય છે. મહારાષ્ટ્રમાં ગુરુને ગુરુમાતા કહે છે. ગુરુ માવડી કડવી દવા એટલા માટે પાય છે કે બાબો ઝટ સાજો થઈ જાય. તમે બધા બાબા ઝટ સાજા થઈ જાવ. છેવટે તો તમારા હિત સિવાય અમારા હૈયામાં બીજી કોઈ ભાવના ન હોય. ધન્યવાદ!આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે માટે ધન્યવાદ. દરેકના અંતરમાં રહેલા પરમાત્માને મારા પ્રેમપૂર્વક નમસ્કાર. Jain Te re — - જામનગર અ ને "" e; yorg Page #319 -------------------------------------------------------------------------- ________________ ૨ ૬૮ પ્રવચન ક્રમાંક - ૬૫, ગાથા ક્રમાંક - ૯૧ પ્રવચન ક્રમાંક - ૫ ગાથા ક્રમાંક - ૧ મોક્ષનું સ્વરૂપ દેહાદિક સંયોગનો, આત્યંતિક વિયોગ; સિદ્ધ મોક્ષ શાશ્વત પદે, નિજ અનંત સુખ ભોગ. (૯૧) ટીકાઃ દેહાદિ સંયોગનો અનુક્રમે વિયોગ તો થયા કરે છે, પણ તે પાછો ગ્રહણ ન થાય તે રીતે વિયોગ કરવામાં આવે તો સિદ્ધસ્વરૂપમોક્ષસ્વભાવ પ્રગટે, અને શાશ્વતપદે અનંત આત્માનંદ ભોગવાય. (૯૧) ૯૦મી ગાથાથી ૧૪૨ ગાથા સુધી એક અત્યંત ગંભીર ચર્ચાનો પ્રારંભ થાય છે. પ૩ ગાથાઓ છે. આ ગાથાઓમાં જૈન દર્શનના તમામ પાયાના સિદ્ધાંતો અનેકાંતની ભૂમિકા ઉપર છે. - સાધનાની ભૂમિકા ઉપર, નિષ્પક્ષપાતપણે, આગમની શૈલીનો સંપૂર્ણ સ્વીકાર કરીને અને પારમાર્થિક તત્ત્વોને સહેજ પણ બાજુએ મૂક્યા સિવાય, તમામ સિદ્ધાંતોની સ્પષ્ટતા આ સૂત્રોમાં થઈ છે. એક સાધક તરીકે અને એક ઉપાસક તરીકે આ ગાથાઓ વિગતવાર સ્પષ્ટપણે સમજવી અનિવાર્ય છે. આ બધી ગાથાઓ જો સ્પષ્ટ થાય તો વર્તમાન સમાજમાં જે પ્રશ્નોની ચર્ચા થાય છે, તેમાં જે મતભેદો છે, એમાં જે પક્ષપાત અને પોતાનો આગ્રહ છે, એમાં જે પોતાની માન્યતાઓ છે તે, એક પણ રહેશે નહિ. કારણ ? પરમકૃપાળુ દેવમાં નિષ્પક્ષતા, આત્મબોધ, તીવ્રપણે સિદ્ધાંત બોધ હતો, પોતાના સ્વરૂપની પ્રગટ અનુભૂતિ હતી, અને અંદરમાં કોઈપણ જાતનો આગ્રહ કે કદાગ્રહ ન હતો. આ ત્રણ બાબતો સિવાય, જૈનધર્મના પાયાના સિદ્ધાંતો સ્પષ્ટ નહિ થાય, માટે અમારી પ્રેમપૂર્વક ભલામણ છે કે આ ગાથાઓમાં તમારો આત્મા રેડજો, તમારું હૈયું રેડજો. એક એક શબ્દને સમ્યક્ પ્રકારે સમજવાનો પૂરતો પુરુષાર્થ કરજો. આ યુગમાં કાનજીસ્વામીએ, શ્રી જે કૃષ્ણમૂર્તિએ, શ્રી રમણ મહર્ષિએ, શ્રી અરવિંદે અને શ્રી રજનીશજીએ જે કાંઈ કહ્યું છે તે બધું સો વર્ષ પહેલાં પરમકૃપાળુ દેવે કહી દીધું છે. આ એટલા માટે વાત છે કે પરમકૃપાળુ દેવે એક વ્યાપક વિસ્તાર કરેલ છે, તે આ પાયા ઉપર છે. પરમકૃપાળુ દેવના હાર્દને સમજવું હોય તો જેટલા નામો અહીં લીધાં છે તેમને બરાબર સમજો, અથવા એમ કહો કે જેટલાં નામો અહીં લીધાં છે તેમને બરાબર સમજવા હોય તો પરમકૃપાળુ દેવને સમજ. કોઈપણ જાતનો આગ્રહ For Personal & Private Use Only Page #320 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૨૬૯ નથી. નિશ્ચય-વ્યવહાર, નિમિત્ત-ઉપાદાન, જ્ઞાન-ક્રિયા, પ્રત્યક્ષ-પરોક્ષ, સદ્વ્યવહાર, આત્મબોધ, જ્ઞાનીની દશા-અવસ્થા, કર્તાભાવ, સમ્યગદર્શનની અનુભૂતિ, વૃત્તિ કઈ રીતે અંદર વળે છે તે અને કેમ વાળવી? આ ગહન બાબતો આ ગાથાઓમાં સ્પષ્ટ થઈ છે. દુનિયાના તમામ ધર્મો લગભગ શુભાશુભ સુધી પહોંચ્યા છે. બધાએ કહ્યું કે અશુભનો ત્યાગ કરો અને શુભની સાધના કરો. સાદી ભાષામાં પાપનો પરિહાર કરો અને પુણ્યની પ્રાપ્તિ કરો. આ એટલા માટે કહેવામાં આવ્યું કે પાપથી દુઃખ મળે છે અને પુણ્યથી સુખ મળે છે. જગતના જીવોને સુખ અને દુઃખ સિવાય ત્રીજી વસ્તુનો ખ્યાલ નથી. એમને સુખ દુઃખનો ખ્યાલ છે, દુઃખથી બચવું છે, થોડી સુખની ક્ષણ આવતી હોય તો તેઓ આલાદ અનુભવે છે, તે ક્ષણ લાવવાની કોશિશ કરે છે કારણ કે દુઃખ એમને ટાળવું છે. દુઃખ પાપના કારણે આવે છે. યુર્વ પાપાત્ એ જગતના જીવોએ સ્વીકાર્યું મત: પાપં ન ર્તવ્યસ્T માટે પાપ ન કરશો. દુઃખ જોઈતું નથી ને? અશાંતિ કે અશાતા જોઈતી નથી ને? મૂંઝવણ કે ભાર જોઈતો નથી ને? વ્યગ્રતા જોઈતી નથી ને? જો આ ન જોઈતું હોય તો બળાપો ન કાઢો. અંદર જાવ, તેનાં મૂળ કારણો શોધો. મૂળ કારણ છે પાપ. પાપ જો દૂર થાય તો આ બધું દૂર થશે. પાપ છોડવા લાયક છે, હેય છે. એવું જગતનાં ઘણાં શાસ્ત્રો કહે છે. જગતના જીવોની બીજી મૂંઝવણ છે, તેમને સુખ જોઈએ છે અને સુખ પુણ્યથી, શુભભાવથી મળે છે, સત્કર્મથી મળે છે. જગતના જીવોએ આ વાત સ્વીકારી લીધી કે સતકર્મો કરીએ, શુભભાવ કરીએ, જેથી પુણ્ય બંધાય અને પુણ્યથી સુખ મળે. તેઓ સુખથી આગળ જઈ શક્યા નથી. સુખની આગળની અવસ્થાનો એમને અણસાર મળ્યો નથી, ભણકાર આવ્યો નથી, સ્પર્શ થયો નથી, અને સુખની કોઈ આગળની અવસ્થા છે તેવું જાણવામાં આવ્યું નથી. દુઃખ જાણવામાં આવ્યું છે અને દુઃખથી બચવું છે તો સુખનો આધાર લેવો. એને ખબર છે કે સુખ પુણ્યથી મળે છે. પુણ્ય શુભભાવ, શુભકર્મ અને શુભ પ્રવૃત્તિથી બંધાય છે માટે તે કરીએ. - જ્યારે માણસ દેહ છોડતો હોય ત્યારે આપણે પૂછીએ છીએ કે “કંઈ દાન, પુણ્ય કરવું છે?' પણ શુદ્ધભાવ કરવો છે? સમાધિ લેવી છે? સ્વાનુભૂતિ કરવી છે? એમ આપણે પૂછતા નથી કારણ કે સુખ મેળવવા પુણ્ય ઉપાય છે. પુણ્ય બચાવશે અને પુણ્ય સુખ આપશે તેમ માનીએ છીએ. સુખ ક્ષણિક હોવા છતાં, કાયમ ન હોવા છતાં, દુઃખથી બચવા માટે ક્યારેક સુખદ ક્ષણો આપણને પ્રાપ્ત થાય છે. રસ્તામાં ચાલ્યા જતા હોઈએ, બળબળતો તાપ હોય અને ઘેઘૂર વૃક્ષ આવે અને નીચે ઊભા રહીએ તો ટાઢક મળે, શાંતિ મળે. તડકામાંથી આવેલ છીએ અને ફરી તડકામાં જવાનું છે, વચમાં વૃક્ષનો થોડો આશ્રય મળ્યો. તેની જેમ આપણે દુઃખ ભોગવતા ભોગવતા આવ્યા છીએ. પછી પણ દુ:ખ ભોગવવાનું છે. વચમાં આ પુણ્યથી મળતા સુખનો ટેકો મળે છે. પુણ્ય એ વચલા વિસામા જેવું છે. શાસ્ત્રો કહે છે કે જગતના જીવોને દુઃખ પ્રત્યે અણગમો છે. અજ્ઞાનીને પણ છે, નાસ્તિકને પણ છે, મિથ્યાત્વીને પણ છે, For Personal & Private Use Only Page #321 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ પ્રવચન ક્રમાંક - ૬૫, ગાથા ક્રમાંક - ૯૧ અને જેણે ધર્મ જાણ્યો નથી તેને પણ દુઃખ પ્રત્યે અણગમો છે. સુખ પ્રત્યેનો રાગ ભલભલા શાસ્ત્રજ્ઞોને પણ છે, પરંતુ સુખનો રાગ જેને છૂટ્યો છે તે ધર્મ તરફ ડગલા માંડી શકશે. બધાંને સુખ જોઈએ છે. સુખ પ્રિય છે. સુખની લાલસા છે પણ સુખનો રાગ છોડવો પડશે. અહીં પરમકૃપાળુ દેવે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે દુઃખ તમને ગમતું નથી. પાપ તમને ગમતું નથી. ઠીક વાત છે. દુઃખ ન આવે તેથી બચવા માટે પાપ કરતા નથી, ઠીક વાત છે. પાપ થઈ જાય તો પશ્ચાત્તાપ કરો છો તે ઠીક વાત છે પરંતુ તમને સુખ ગમે છે ને? સુખ ગમતું હશે ત્યાં સુધી સુખની મીઠાશ છે. સુખની મીઠાશ છે માટે પુણ્યની મીઠાશ છે. પુણ્યની મીઠાશ હશે ત્યાં સુધી જીવ જે કંઈ કરશે તે પુણ્ય મેળવવા કરશે. તેનાથી પુણ્યબંધ થશે, સુખ મળશે, સુખ ભોગવશે અને સુખ પૂરું થઈ જશે. સુખ પૂરું થશે ત્યાં દુઃખ આવીને ઊભું રહેશે. આ સંસાર, આ ચાર ગતિઓ અને પરિભ્રમણ કેમ ઊભું છે? તો “શુભ કરે ફળ ભોગવે'. અને તેને ભોગવવાની જગ્યા, સ્થાન, સ્વર્ગ આદિ જગતમાં છે. “અશુભ કરે નરકાદિ ફળ.” અને તેને ભોગવવાની જગ્યા નરક આદિ સ્થાન પણ જગતમાં છે, પરંતુ તેનાથી રહિત એવી અવસ્થાનું ભાન હજુ જીવને થયું નથી. જરા કઠિન વાત છે. પરંતુ સમજવી અત્યંત જરૂરી છે. જ્ઞાની પુરુષોએ શુભ-અશુભથી પર એક ત્રીજી અવસ્થાની વાત કરી, સંસારની ચાર ગતિઓ ઉપર એક પાંચમી ગતિ પણ છે. અને એ અવસ્થા એવી છે કે જ્યાં સુખ પણ નથી, દુઃખ પણ નથી. શુભ પણ નથી અને અશુભ પણ નથી. ત્યાં પુણ્ય પણ નથી અને પાપ પણ નથી. આ અવસ્થાનો ખ્યાલ જીવને આવી શકતો નથી. એને એમ થાય છે કે દુઃખ તો નહિ પણ સુખ પણ નથી તો ત્યાં શું મઝા આવે ! દુઃખ હોય તો કલેશ થાય, દુઃખી થવાય, રડી શકાય, કોઈના પર દોષ ઢોળી શકાય, કોઈ સામે આંગળી ચીંધી શકાય કે તમે અમને દુઃખ આપ્યું, લડી પણ શકાય, પરંતુ જ્યાં દુખ કે સુખ કંઈ જ નથી ત્યાં જીવન જીવવાની શું મઝા આવે ? એવું જીવન જોઈએ કે જ્યાં કભી સુખ, કભી દુ:ખ એમ પરંપરા ચાલ્યા કરે, અને એ અશાતા, અશાંતિમાં જીવનયાત્રા આપણી પૂરી થાય. જ્ઞાની પુરુષો કહે છે કે એક અવસ્થા એવી પણ છે કે જે અવસ્થામાં દુઃખ પણ નથી, સુખ પણ નથી અને જ્યાં સુખની મીઠાશ પણ ટળી ગઈ છે ને પરમ આનંદ છે, તેને મોક્ષ નામ આપ્યું છે. મોક્ષનો સંબંધ સ્થળ સાથે નથી, કાળ સાથે નથી, કોઈ ગતિ સાથે નથી. કોઈ ઘટના સાથે નથી. મોક્ષનો સંબંધ કોઈ પરિસ્થિતિ કે સંયોગ સાથે નથી. મોક્ષનો સંબંધ નિજ સ્વભાવ સાથે છે. “મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા.” એ સ્વભાવ પૂરેપૂરો પ્રગટ થાય, એવી અવસ્થામાં દુઃખ પણ ન હોય, સુખ પણ ન હોય પરંતુ પરમ આનંદ હોય. આવો પરમ આનંદ જીવ લીધો નથી માટે તેને ખબર નથી. એક રાજા ભૂલો પડીને આદિવાસીઓના વિસ્તારમાં પહોંચી ગયો. ભીલે રાજાને ભોજન આપ્યું અને રાજાને બહુ આનંદ થયો. રાજાએ કહ્યું કે તમે પણ અમારે ત્યાં આવજો. મને આનંદ થશે. ભીલે કહ્યું કે તમારે ત્યાં આવીએ તો ખરા, પણ તમારે ત્યાં આવા For Personal & Private Use Only Page #322 -------------------------------------------------------------------------- ________________ ૨૭૧ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા કંતાનના કટકા, ખાટી છાશ, ધંશ, બધું મળશે? ગળામાં સોગઠીયાના ઘરેણાં પહેરેલાં હતાં તે બતાવીને પૂછ્યું કે આવા ઘરેણાં ત્યાં હશે? તેને ક્યાં ખબર છે કે મહેલમાં તો હીરા, મોતી, માણેકનાં ઘરેણાં, લાખો રૂપિયાની કિંમતના કિંમતી ગાલીચા અને પકવાન હોય છે. જેમ તેને તેની ખબર નથી તેમ મોક્ષમાં સમાધિ છે, પરમ આનંદ છે તે આ જીવને ખબર નથી. જ્યાં સુધી આ મોક્ષ પ્રત્યે અદ્વેષ ન થાય ત્યાં સુધી મોક્ષનો પ્રારંભ થતો નથી. હરિભદ્રસૂરિ મહારાજે પ્રારંભમાં પૂર્વ સેવા માટે ચાર શબ્દો આપ્યાં. ગુરુદેવાદિ પૂજન, સદાચાર, તપ અને મુક્તિ પ્રત્યે અષ. જેનો મોક્ષ પ્રત્યે અણગમો નીકળી ગયો છે તેની ગાડી પાટા ઉપર આવી ગઈ છે તેમ કહેવાય. શુભ અને અશુભ કર્મોના પરિણામો આ જગતે જાણ્યા, ધર્મશાસ્ત્રો જાણ્યા. આખું જગત આ જાણે છે. અનંતકાળથી જીવ શુભ કરે છે, અથવા અશુભ કરે છે. શુભ એકાંતે હેય છે એમ જ્ઞાનીને કહેવું નથી. જ્ઞાનીને એમ કહેવું છે કે શુભ કે અશુભ જે પણ છે તેનો સંબંધ કર્મની સાથે છે. કર્મનો સંબંધ સંસારની સાથે છે. સંસારનો સંબંધ દેહની સાથે છે. દેહનો સંબંધ જન્મ મરણની સાથે છે. તમારે શું જોઈએ છે તે નક્કી કરી લો. આ વાત બરાબર સમજી લો કે જ્યાં સુધી શુભ કે અશુભમાં જીવાશે ત્યાં સુધી સંસાર નિશ્ચિત છે. સ્થિતિ બદલાય, સંયોગો બદલાય, પરિસ્થિતિ બદલાય, નરકને બદલે સ્વર્ગમાં જાય, પશુ અવતારને બદલે મનુષ્યગતિમાં આવે. મનુષ્ય ગતિમાંથી સ્વર્ગ લોકમાં જાય, પણ વર્તુળ તો એનું એ. એ સંસારમાં જ હશે. ચક્ર તો એનું એ જ ચાલુ રહેશે. એ ચક્રની બહાર નીકળી શકશે નહિ. સંસારચક્રની બહાર જેને નીકળવું છે, તેને શુભ અને અશુભથી પર થઈને, એક કૂદકો શુદ્ધમાં મારવો પડશે. અશુભ ભાવ-અશુભ કર્મો, શુભભાવ-શુભ કર્મો, આ બંનેના પરિણામો એટલે પાપ અને પુણ્ય જાણ્યા, પરંતુ ત્રીજી એક અવસ્થા છે તે શુદ્ધ અવસ્થા જાણી નથી, જ્યાં અશુભ ભાવ પણ નથી અને શુભ ભાવ પણ નથી. સાહેબ ! અમને હિંસા અને અહિંસાની ખબર છે. ભોગ અથવા ત્યાગની ખબર છે, સાચું છે અથવા જૂઠું છે તેની ખબર છે, લોભ છે તેની ખબર અથવા દાન આપવું તેની ખબર છે, પરંતુ આમાંનુ કંઈપણ ન હોય ત્યાં હોય શું? જ્ઞાની પુરુષ કહે છે કે જ્યાં કંઈ નથી ત્યાં તું હોય અને તું શુદ્ધ હોય, બધા વળગણથી પર હોય એવી તારી અવસ્થા થાય. ૮૯મી ગાથામાં પરમકૃપાળુ દેવે ઉપસંહાર કરતાં કહ્યું કે શુભ અને અશુભ કર્મ જાણ્યાં, તેનું ફળ પણ જાણ્યું, તો હવે એક ડગલું આગળ વધ. અશુભ અને શુભની નિવૃત્તિ થાય તો તેનું પણ કંઈક પરિણામ હશે ને ? શુભ અને અશુભ બંને છૂટી જાય તો તેનું પરિણામ સંસાર નથી પણ તેનું પરિણામ જે આવે તેને અમે મોક્ષ કહીએ છીએ. ૯૦મી ગાથામાં પરમકૃપાળુ દેવે બહુ સ્પષ્ટપણે કહ્યું કે “વીત્યો કાળ અનંત', તારો અનંતકાળ ગયો, ધન્યવાદ છે. ૪૮ મિનિટની એક સામાયિકમાં આપણો ટાઈમ જતો નથી. પચાસ વખત ઘડિયાળ સામે જોઈએ. પરંતુ અહીં For Personal & Private Use Only Page #323 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ પ્રવચન ક્રમાંક - ૬૫, ગાથા ક્રમાંક - ૯૧ અનંતકાળ વીતી ગયો. શેનાથી વીત્યો? શુભાશુભ કર્મ કરતાં કરતાં વીત્યો. શુભાશુભ ભાવના નિમિત્તે જે કર્મ બંધાય છે, એ કર્મના ફળ ભોગવતાં ભોગવતાં અનંતકાળ ગયો. આ અનંતકાળ કાઢવા માટે સાધન, સામગ્રી કે વ્યવસ્થા તો જોઈએ ને ? શુભભાવના નિમિત્તે શુભ કર્મ, અશુભભાવના નિમિત્તે અશુભ કર્મ અને આ બધાના કારણે એવી પરિસ્થિતિ નિર્માણ થઈ કે અનંતકાળ સંસારમાં રખડ્યો. આટલી વાત જગતના પક્ષની કરી. હવે જ્ઞાનીના પક્ષની વાત. એ શુભ અશુભ બને જે કરતો આવ્યો છે તે કાયમ નથી, એ શુભાશુભને છેદી શકાય છે, દૂર કરી શકાય છે, તેનાથી મુક્ત બની શકાય છે. આ શુભ અને અશુભથી પર થઈ શકાય છે. અને જ્યારે જે ક્ષણે તું શુભ અને અશુભ બંનેથી પર થઈશ તે વખતે તારામાં જે પ્રગટ થાય તેને કહેવાય છે મોક્ષ. આવો મોક્ષ તારો સ્વભાવ છે. જે અપ્રગટ છે પણ છે, તેનું પ્રગટ થવું તે મોક્ષ. મોક્ષ તો છે જ, સ્વભાવ તો છે જ, પરંતુ અપ્રગટ એવો મોક્ષનો સ્વભાવ પ્રગટ થવો તેને કહેવાય છે મોક્ષ. સ્વભાવ તો છે જ પણ સ્વભાવ અપ્રગટ છે. સ્વભાવ નષ્ટ થઈ શકતો નથી. તો મોક્ષનું ચિત્ર કેવું હોય? શું હોય મોક્ષમાં? કેવી અવસ્થા અને કેવી દશા હોય ? તે સમજવા ૯૧મી ગાથાનો પ્રારંભ થાય છે. દેહાદિક સંયોગનો, આત્યંતિક વિયોગ; સિદ્ધ મોક્ષ શાશ્વત પદે, નિજ અનંત સુખ ભોગ. (૯૧) અંબાલાલભાઈનું વિવેચન કહે છે કે “દેહાદિક સંયોગોનો અનુક્રમે વિયોગ તો થયા કરે છે, પણ તે પાછો ગ્રહણ ન થાય તે રીતે વિયોગ કરવામાં આવે તો સિદ્ધ સ્વરૂપ, મોક્ષ સ્વભાવ પ્રગટે. અને શાશ્વત પદે અનંત આત્માનંદ ભોગવાય.” છે તો ગુજરાતીમાં પણ સમજવું અંગ્રેજી કરતાં પણ કઠિન લાગશે. આપણે જે જીવન જીવીએ છીએ તે સંયોગો વચ્ચે જીવીએ છીએ. જીવ ગર્ભમાં આવ્યો ત્યારે પહેલું કામ શું કર્યું? દેહની રચના કરી. સૌથી પહેલો સંયોગ આપણને દેહનો થાય છે. દેહનો સંયોગ થયા પછી આ દેહના કેન્દ્ર ઉપર બાકીના સંયોગો આપણને પ્રાપ્ત થાય છે. જથ્થાબંધ સંયોગો છે, પદાર્થો છે, અને વ્યક્તિઓ પણ ઘણી છે. આ બધું દેહ છે તો છે. છોકરી પરણે એટલે વર, સાસુ, વડસાસુ, નણંદ, દિયર, જેઠ જેઠાણી બધું આવ્યું. પરણી તો વળગ્યું ને? તમને દેહ મળ્યો એટલે માતા, પિતા, ભાઈ, બહેન, ફૈબા, કાકા જે પણ હોય તેમના સંબંધ થાય અને ત્યાર પછી મકાન, ધન, સંપત્તિ, પદાર્થો જે કંઈ પણ હોય તે બધું સાથે મળે. પછી આખું વર્તુળ ગોઠવાઈ જાય. આ બધું કેમ મળ્યું? પહેલાં શું થયું? દેહ મળ્યો એટલે સંયોગો મળ્યા. તેવી રીતે જેવો દેહ છૂટે કે એકી સાથે, એક ઝાટકે સંયોગો આદિ બધું છૂટી જાય. લોકો એમ કહે છે કે ત્યાગ તો કરવો છે પણ ધીરે ધીરે કરીશું. થોડો આજે, થોડો કાલે. આજે એક રોટલી છોડીએ, કાલે બે પછી ત્રણ રોટલી છોડીશું. એક ઝાટકે કંઈ છૂટે ? જ્ઞાની પુરુષ કહે છે કે તારે વચમાં ક્રમ પાડવો નહિ પડે. એક પળ એવી આવશે કે બધું એક સાથે છૂટી જશે. જીવન પૂરું થઈ For Personal & Private Use Only Page #324 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૨૭૩ જશે. આપણું જીવન એ સંયોગોની ઘટમાળ છે. સંયોગોના આધારે આપણે જીવન જીવીએ છીએ. આપણું સુખ, આપણું દુઃખ, આપણો હર્ષ, આપણો શોક, આપણું અભિમાન, આપણી નમ્રતા, આપણી મૂંઝવણ, હસવું, રડવું, આ બધું નાટક જે ચાલે છે તે દેહના સંયોગથી. પહેલાં દેહનો સંયોગ થયો અને દેહને બાકી બધાનો સંયોગ થયો. જે સંયોગો વચ્ચે આપણે જીવીએ છીએ તે સંયોગોનો વિયોગ પણ થાય. દેહનો સંયોગ છૂટી જવાનો, દેહનો વિયોગ થવાનો. અને જેવો દેહનો વિયોગ થયો કે તેના નિમિત્તે જે સંયોગો પ્રાપ્ત થયેલ તે પણ પૂરા થયા. વિયોગ થાય એટલે બધો ખેલ ખતમ. વાત એ કરવી છે કે આવો વિયોગ થાય છે પરંતુ પાછો નવો સંયોગ થાય છે. નવું શરીર મળે છે. અને પહેલાંની જેમ સંયોગ વિયોગનો ખેલ ચાલુ. જૂનાનો વિયોગ થતાં જેમ વિષાદ થાય છે તેમ નવાનો સંયોગ થતાં હર્ષ થાય છે. આવી ઘટમાળ નિરંતર ઘટતી હોય છે. આને કહેવાય છે સંસાર. અહીં એક મઝાનો શબ્દ મૂક્યો છે. દેહાદિ સંયોગનો અનુક્રમે વિયોગ થાય છે. આ શરીર પહેલી વખત છોડશો તેવું નથી. એક જ્ઞાની પુરુષે કહ્યું છે કે જેટલાં શરીર અત્યાર સુધી આપણને પ્રાપ્ત થયા છે તે ભેગા કરીએ તો ચૌદ રાજલોકમાં પણ ન માઈ શકે. દેહાદિ સંયોગોનો વિયોગ થાય છે પણ ફરી તે ગ્રહણ ન થાય તેવો વિયોગ કરવામાં આવે તો આ સંસારથી, શરીરથી, સંયોગોથી મુક્ત અવસ્થા પ્રાપ્ત થાય, તેને કહેવાય છે મોક્ષ. ‘દેહાદિક સંયોગનો આત્યંતિક વિયોગ'. આત્યંતિક એટલે ફરી કદિ પણ ગ્રહણ ન થાય, ફરી કદી પણ સંયોગ ન થાય, કાયમ માટે વિયોગ એવી જે અવસ્થા પ્રાપ્ત થાય, તેવી અવસ્થાને સિદ્ધ સ્વરૂપ કહેવામાં આવે છે. એવી અવસ્થાને મોક્ષ કહેવામાં આવે છે. મોક્ષ માટે ત્રણ શબ્દો વાપર્યા. (૧) સિદ્ધ અવસ્થા (૨) મુક્ત અવસ્થા અને (૩) શાશ્વત અવસ્થા. (૧) સિદ્ધ અવસ્થા તેને કહેવાય કે જે અવસ્થા પ્રાપ્ત થયા પછી કાંઈપણ કરવાનું બાકી રહેતું નથી. એ પરિપૂર્ણ સિદ્ધ થયો. (ર) મુક્ત અવસ્થા-તે સ્વતંત્ર થયો, મુક્ત થયો, જ્યાં કર્મનું બંધન નથી, જ્યાં રાગદ્વેષનું બંધન નથી, જ્યાં કષાયોના બંધન નથી, કોઈપણ જાતના બંધન નથી તેવી અવસ્થા. (૩) શાશ્વત અવસ્થા-મોક્ષ એ શાશ્વત અવસ્થા છે, શાશ્વત પદ છે. સંસારની કોઈપણ અવસ્થા શાશ્વત નથી. કોઈપણ સંયોગનો વિયોગ થયા વગર રહેવાનો નથી માટે તે શાશ્વત નથી. વર્તમાન સંસારમાં પ્રાપ્ત થતી મનુષ્યની કોઈ અવસ્થા શાશ્વત નથી. ચક્રવર્તીની અવસ્થા શાશ્વત નથી. જવા દ્યો મનુષ્યની વાત. પણ દેવોની શી હાલત? દેવોની પણ કોઈ અવસ્થા શાશ્વત નથી. લાંબામાં લાંબુ તેત્રીસ સાગરોપમનું આયુષ્ય, અબજોને અબજોથી ગુણો છતાં ગણતરી ન થાય તેટલા બધાં વર્ષો હોવા છતાં પણ એ અવસ્થા, સંયોગો છૂટી જવાના. તે શાશ્વત નથી, પણ મોક્ષ શાશ્વત અવસ્થા છે. મોક્ષ અવસ્થામાં જે કંઈ આનંદ અનુભવવાનો છે, તે નિજ આનંદ, પોતાનો આનંદ અનુભવવાનો છે. તમે જે સુખ અનુભવો છો તે પોતાનું નથી, પણ ઉછીનું છે. સંગીત For Personal & Private Use Only Page #325 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ પ્રવચન ક્રમાંક - ૬૫, ગાથા ક્રમાંક - ૯૧ સાંભળતા હો, ટી.વી. જોતાં હો અને ટી.વી. સામે બેઠાં બેઠાં ડોલતા હો અને લાઈટ જાય તો હાય ! લાઈટ ગઈ. અને તમારું સુખ પણ ગયું. સંગીતની મઝા પણ ગઈ. જે કાયમ નહિ, તે પોતાનું સુખ નહિ, એ સુખ પારકું. જગતમાં એક જ અવસ્થા એવી છે કે જ્યાં પોતાનો આનંદ સ્વતંત્રપણે અને કાયમ અનુભવી શકાય છે. કંઈ ખ્યાલ આવે છે? કંઈ પીક્યર સ્પષ્ટ થાય છે? મોક્ષમાં સુખ નથી, મોક્ષમાં દુઃખ નથી. મોક્ષમાં પરમ આનંદ છે અને એ પરમ આનંદ ઉછીનો નહિ, પારકો નહિ પણ પોતામાંથી જ પ્રાપ્ત થયેલો છે. ઠીક લાગે છે આ અવસ્થા ? આ એવી અવસ્થા છે જ્યાં કોઈને રાજી કરવા પડે નહિ, જ્યાં કોઈ નારાજ થાય નહિ, જ્યાં કોઈના મોઢા જોવા પડે નહિ, જ્યાં કોઈ સુખ ઝૂંટવી લે તેવો અનુભવ ન કરવો પડે. જ્યાં દુઃખ આવે જ નહિ, જ્યાં કોઈની પરતંત્રતા નહીં. તમે તો કેટલાંને રાજી રાખો ત્યારે સુખ મળે. ઘરમાં ફર્નિચર છે તેને પણ ઠીક રાખવા ઝાપટ મારવી પડે. ધૂળ ખંખેરવી પડે. ઓછી ઉપાધિ છે? વાસણોને પણ ઉજળા કરવા ઘસ ઘસ કરવા પડે. આ તો કંઈ જીવન છે? મોક્ષમાં કોઈ ઉપાધિ કે મુશ્કેલી આવતી જ નથી. “નિજ અનંત સુખભોગ', અદ્ભુત શબ્દો છે. નિજ એટલે પોતાનું. એમ થાય કે ભાડાનું મકાન ગમે તેટલું મોટું અને સારું હોય પણ એ તો ભાડાનું, પોતાનું નહીં, અને નાનકડી ઝૂંપડી હોય પણ તે ઘરની છે. ત્યાં કંઈ ઉપાધિ નથી. કન્યા માટે મૂરતિયો શોધવા જાવ ત્યારે પૂછો છો ને કે ઘરનું ઘર છે કે ભાડાનું? કે રખડતો રામ છે? આપણને આપણું ઘરનું ઘર નથી. સ્વર્ગમાં વૈમાનિક દેવની ઋદ્ધિ હોય તો પણ તે ઘરનું ઘર નથી. મોક્ષ અવસ્થા એ ઘરનું ઘર અને આનંદ પણ પોતાનો. કર્મ રહિત મુક્ત આત્મા મોક્ષમાં વસે છે. શું કહ્યું? કર્મ રહિત મુક્ત આત્મા મોક્ષગતિમાં છે. શુભાશુભ કર્મને લઈને દેહની પ્રાપ્તિ છે. અને દેહના આધારે અનેક બાહ્ય સંયોગો મળે છે. હું ઘૂંટી ઘૂંટીને કહું છું કે દેહના આધારે અનેક બાહ્ય પદાર્થોનો સંયોગ થાય છે. આ સંયોગ એક વખત, એક કાળે નિશ્ચિત છુટવાનો, પણ તે નિમિત્તે રાગદ્વેષ થાય છે, અને રાગદ્વેષ થવાથી કર્મ બંધાય છે. તેને ભોગવવા સંસારમાં પરિભ્રમણ કરવું પડે છે. હવે અવસ્થા બદલાઈ ગઈ. દેહાદિ સર્વ પરદ્રવ્યથી આત્મા મુક્ત થાય છે, કારણ કે મોક્ષ થયો. ફરી પાછો દેહાદિકનો સંયોગ ન થાય તેમ, કાયમ માટે દેહ સાથે આપણો સંબંધ છૂટી જાય છે. દેહ સાથે છૂટાછેડા થયા. આપણે મરીએ છીએ અને દેહ છોડીએ છીએ, પરંતુ કાયમ માટે વિયોગ થતો નથી. સર્વ કર્મનો ક્ષય થતાં, શાશ્વત પદ પ્રાપ્ત થયા પછી, આત્મા સહજ આત્મસુખનો અનુભવ કરે છે અને એવા અનુભવમાં જે આનંદ મળે છે તેવી અવસ્થાને જ્ઞાની પુરુષ મોક્ષ કહે છે. આ કોઈ ચમત્કારિક અવસ્થા, પેલી પાર, પેલી પાર એવી કોઈ જગ્યા તેની વાત જ નથી. સીધી અને સ્પષ્ટ વાત છે. અંદરમાંથી દેહાદિકનો એક વખત વિયોગ થયા પછી ક્યારે પણ ફરી સંયોગ ન થાય તેવી તમારી કાયમ માટેની અવસ્થા, તેને મુક્ત અવસ્થા-મોક્ષ કહે છે. આવી For Personal & Private Use Only Page #326 -------------------------------------------------------------------------- ________________ ૨૭૫ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા મુક્ત અવસ્થા છે. આવો મોક્ષ છે. અને શાસ્ત્રોને એમ કહેવું છે કે આ પાંચમું પદ એટલે મોક્ષ છે એમ જેણે આનંદપૂર્વક સ્વીકાર્યું, જેનું હૈયું નાચી ઊઠ્યું, તે સમ્યગ્દર્શન તરફ વળ્યો તેમ કહેવાય. હજુ સમ્યગ્દર્શન થયું નથી પણ સ્વીકાર થયો. અને મોક્ષ છે એ સ્વીકાર જ્યારે થાય ત્યારે સાધના સાર્થક, સમર્પણ સાર્થક. અહીંથી પરિવર્તનની શરૂઆત થશે. મોક્ષ છે તેમ સ્વીકાર્યા પછી જ ખરા અર્થમાં સાધનાની શરૂઆત થશે. ધન્યવાદ ! આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે માટે ધન્યવાદ. દરેકના અંતરમાં રહેલા પરમાત્માને મારા પ્રેમપૂર્વક નમસ્કાર. For Personal & Private Use Only Page #327 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #328 -------------------------------------------------------------------------- ________________ 3 ' “આત્મસિદ્ધિશાસ્ત્ર’માં માત્ર તત્ત્વજ્ઞાનની વાત નથી, પણ સાધના, ધ્યાન, ગુરુભક્તિ, સમર્પણ, નિજ વૃત્તિના રૂપાંતરણ, મતાર્થી, આત્માર્થી, સાધક, મુમુક્ષુ, જ્ઞાનીન હોય છતાં દેખાવ કરે, આત્મજ્ઞાની પુરુષના લક્ષણો, અને દેહાધ્યાસ તથા દેહાધ્યાસમાંથી પૂર્ણ મુક્તિ અર્થાત્ વીતરાગતાની પ્રાપ્તિની પણ વાત છે. 'આત્મસિદ્ધિશાસ્ત્રને માત્ર તત્ત્વજ્ઞાનનું શાસ્ત્ર કહેવા કરતાં તે સાધનાની પૂર્ણ સંહિતાનું શાસ્ત્ર કહેવાય. આ વાત પ્રત્યક્ષ રીતે જોવા નહીં મળે પણ ‘વૃત્તિ વહી 'નિજ ભાવમાં પરમાર્થે સમકિત’ સ્વરૂપે જોવા મળશે. આ વૃત્તિનિજ ભાવમાં અર્થા સ્વરૂપમાં કેવી રીતે જાય, કેવી 'રીતે ગઈ તથા કઈ રીતે જોઈ શકાય તેનું સૂક્ષ્મતમવિવરણ આ શાસ્ત્રમાં છે. સ્વાનુભવ, દેહાતિત અવસ્થા અને પૂર્ણ વીતરાગતા પ્રાપ્ત કરવાનું આ સાધના શાસ્ત્ર છે. For Personal & Private Use Only