________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૧૪૧ ડગતી નથી. એમની સમજમાં ફેર પડતો નથી. તેમનામાં નિર્ણયાત્મક શક્તિ છે કારણ કે જીવનમાં તેમણે પ્રચંડ પુરુષાર્થ કર્યો છે. જ્ઞાનીઓ કહે છે કે તમને શરીર મળ્યું તે એક સાધન, ઈન્દ્રિય મળી તે બીજું સાધન, મન બળ મળ્યું તે ત્રીજું સાધન અને મન પછી બુદ્ધિ મળી છે તે શ્રેષ્ઠ સાધન છે. વસ્તુના ઊંડાણમાં જવાની ક્ષમતા બુદ્ધિમાં છે. તે બુદ્ધિ જેને પ્રાપ્ત થાય છે તે તત્ત્વનિર્ણય કરી શકે છે.
જગતમાં ચાર ગતિઓ છે, જન્મ લેવા ૮૪ લાખ જીવાયોની-ઉત્પત્તિના સ્થળો છે, તેમાં તત્ત્વ નિર્ણય કરવાનો અધિકાર મુખ્યપણે માત્ર મનુષ્યને પ્રાપ્ત થયો છે. બુદ્ધિનું ફળ છે તત્ત્વ વિચારણા. તત્ત્વની વિચારણા કરતાં કરતાં તત્ત્વ નિર્ણય થાય. તત્ત્વ નિર્ણય એ સમ્યગદર્શનની પ્રથમ ભૂમિકા છે. સમ્યગ્દર્શન એક અનુભવ છે, એક સાક્ષાત્કાર છે, એક પ્રતીતિ છે. પરંતુ તે પહેલાં સમ્યક પ્રકારે, જેમ છે તેમ તત્ત્વનો નિર્ણય કરવો. બે પ્રકારે નિર્ણય થાય. અસ્તિત્વ જેવું છે તેવું તમે જાણો તે એક ઉપાય. તમારે તે જાણવા પુરુષાર્થ કરવો પડશે. અથવા તો મહાપુરુષોએ પોતાના જ્ઞાનમાં વીતરાગ અવસ્થામાં તત્ત્વને જેવું જોયું છે, જેવું જાણ્યું છે તેવું તેમણે કહ્યું છે, એનો સ્વીકાર કરી તમે તેનો નિર્ણય કરો. પરમકૃપાળુદેવે એક જગ્યાએ સ્પષ્ટતા કરી છે કે ભગવાન મહાવીરના બધા શિષ્યો પરમાર્થ માર્ગને પૂરેપૂરો જાણતા ન હતા, અને તત્ત્વનો નિર્ણય બુદ્ધિપૂર્વક કરી શકતા ન હતા, છતાં તેઓ સમ્યદૃષ્ટિ હતા. તેનું કારણ એ કે આ વીતરાગ પુરુષ જે સામે બેઠા છે, તે તીર્થંકર પરમાત્મા જે કંઈ કહે છે તે સત્ય જ છે તેવી અનુભૂતિ તેમને થતી હતી. તમેવ સર્વે નં નિહિં પડ્યું. હે વીતરાગ પરમાત્મા! તમે જે કહો છો તે પરમ સત્ય છે. આટલી પ્રતીતિ હોય, તેને જ્ઞાની પુરુષોએ વ્યવહાર સમ્યગદર્શન કર્યું છે. કારણ કે તત્ત્વના ઊંડાણમાં જવા માટે જ્ઞાન જાઈએ. અને એવું જ્ઞાન વીતરાગ સર્વજ્ઞ પુરુષો આપી શકે. એવા વીતરાગ સર્વજ્ઞ પુરુષ કહે છે તે પરમ સત્ય છે તેવી શ્રદ્ધા એ સમ્યગદર્શન છે.
सव्वाइं जिणेसरभासिआइं वयणाई नन्नहा हुति।। જિનેશ્વર પરમાત્માના વચનો ખોટાં કે અન્યથા નથી, મિથ્યા નથી, જૂઠાં નથી. માણસ ક્રોધના કારણે, લોભના કારણે, ભયના કારણે જુઠું બોલે, મશ્કરીમાં પણ જુઠું બોલે, રાગદ્વેષના કારણે જુઠું બોલે. મારા મહાવીરમાં ક્રોધ કે ભય નથી, હાસ્ય નથી, અજ્ઞાન નથી પણ પૂર્ણજ્ઞાન અને વીતરાગતા છે. એમણે જે કહ્યું તે સત્ય છે, પરમ સત્ય છે. શાસ્ત્રોએ કહ્યું કે પુરુષ વિશ્વાસે વચન વિશ્વાસ. પરમકૃપાળુ દેવે પ્રશ્ન કરી બહુ જ સ્પષ્ટ ઉદ્ઘોષણા કરી છે,
તે પ્રાપ્ત કરવાનું વચન કોનું, સત્ય કેવળ માનવું;
નિર્દોષ નરનું કથન માનો, તેહ જેણે અનુભવ્યું. પ્રશ્ન આ છે કે પરમ તત્ત્વને પ્રાપ્ત કરવા માટે કોનું વચન સત્ય માનવું? આંખો મીંચીને તમે કોઈની વાત માનશો પણ નહિ અને સ્વીકારશો પણ નહિ. એકસેશન વીતરાગ પુરુષ. પુરુષ ગમે તેટલો શાસ્ત્રજ્ઞ હોય, વિદ્વાન કે કથાકાર હોય, લાખો માણસો વચ્ચે તે સિંહ ગર્જના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org