________________
૧૪૦
પ્રવચન ક્રમાંક - પર, ગાથા ક્રમાંક - ૬૮-૬૯
પ્રવચન ક્રમાંક - પર
ગાથા ક્રમાંક - ૬૮-૬૯ અનુભવથી નિત્યતાનો નિર્ધાર
આત્મા દ્રવ્ય નિત્ય છે, પર્યાયે પલટાય; બાળાદિ વય ગણ્યનું, જ્ઞાન એકને થાય. (૬૮) અથવા જ્ઞાન ક્ષણિકનું, જે જાણી વદનાર;
વદનારો તે ક્ષણિક નહિ, કર અનુભવ નિર્ધાર. (૯) ટીકાઃ આત્મા વસ્તુપણે નિત્ય છે. સમયે સમયે જ્ઞાનાદિ પરિણામના પલટવાથી તેના પર્યાયનું
પલટવાપણું છે. (કંઈ સમુદ્ર પલટાતો નથી, માત્ર મોજાં પલટાય છે, તેની પેઠે) જેમ બાળ, યુવાન અને વૃદ્ધ એ ત્રણ અવસ્થા છે, તે આત્માને વિભાવથી પર્યાય છે અને બાળ અવસ્થા વર્તતાં આત્મા બાળક જણાતો, તે બાળ અવસ્થા છોડી જ્યારે યુવાવસ્થા ગ્રહણ કરી ત્યારે યુવાન જણાયો, અને યુવાવસ્થા તજી વૃદ્ધાવસ્થા ગ્રહણ કરી ત્યારે વૃદ્ધ જણાયો. એ ત્રણે અવસ્થાનો ભેદ થયો તે પર્યાયભેદ છે, પણ તે ત્રણે અવસ્થામાં આત્મદ્રવ્યનો ભેદ થયો નહીં, અર્થાત્ અવસ્થાઓ બદલાઈ, પણ આત્મા બદલાયો નથી. આત્મા એ ત્રણે અવસ્થાને જાણે છે, અને તે ત્રણે અવસ્થાની તેને જ સ્મૃતિ છે. ત્રણે અવસ્થામાં આત્મા એક હોય તો એમ બને, પણ જો આત્મા ક્ષણે ક્ષણે બદલાતો હોય તો તેવો અનુભવ બને જ નહીં. (૬૮) વળી અમુક પદાર્થ ક્ષણિક છે એમ જે જાણે છે, અને ક્ષણિકપણું કહે છે તે કહેનાર અર્થાત્ જાણનાર ક્ષણિક હોય નહીં, કેમ કે પ્રથમ ક્ષણે અનુભવ થયો તેને બીજે ક્ષણે તે અનુભવ કહી શકાય, તે બીજે ક્ષણે પોતે ન હોય તો ક્યાંથી કહે? માટે એ અનુભવથી પણ આત્માના અક્ષણિકપણાનો નિશ્ચય કર. (૯)
આ ગાથાઓની ચર્ચા સાથે થશે. આત્મા નિત્ય છે એ ચર્ચાની સમાપ્તિ પણ થશે. ગઈકાલે સમજવામાં મૂંઝવણ થઈ હશે. આ જીવનો સ્વભાવ કેવો છે? વ્યવહારમાં ગમે તેટલા ગૂંચવાડા હોય ત્યાં બુદ્ધિ કામ કરે છે, પરંતુ પરમાર્થ માર્ગમાં બુદ્ધિ ઓછી કામ કરે છે, તેનું કારણ પ્રગાઢ રસ નથી, તીવ્ર રસ નથી. ભગવાન મહાવીર કહેતા હતા કે તુંગીયા નગરના મારા શ્રાવકો શાસ્ત્રના સિદ્ધાંતોને જ્ઞાની પુરુષો પાસેથી જાણે છે. વારંવાર વિચાર કરે છે, અને ઊંડાણમાં જઈ તત્ત્વનો નિર્ણય પણ કરે છે અને તત્ત્વનિર્ણય હોવાના કારણે પરમાર્થની વિરુદ્ધ કાંઈ પણ વાત આવે તો તેઓ તેમાં ખેંચાઈ જતા નથી, તેઓ મુંઝાઈ જતા નથી, એમની શ્રદ્ધા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org