________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૧૫૭ આ બીજો ભાગીદાર છે તેનું નામ કર્મ, કર્મ બીજો પાર્ટનર છે, બંને મળીને જગતની ઘટના બને છે, સંસારની ઘટના બને છે. હરિભદ્રસૂરિજીએ ત્રણ સૂત્રો આપ્યા છે. એક સૂત્ર આત્મા છે તે નિત્ય છે, તે એક પાર્ટનર. બીજું સૂત્ર કર્મ પણ છે તે બીજો પાર્ટનર. અને ત્રીજી વાત તે બન્નેનો સંયોગ પણ છે. આત્મા છે, તે નિત્ય છે, કર્મ છે, કર્મનો સંયોગ પણ છે અને આત્મા તથા કર્મના સંયોગથી જે રચના થાય છે તેનું નામ સંસાર. કંઈ વાત સ્પષ્ટ થાય છે? એકલો આત્મા હોય તો સંસાર નથી. એકલાં કર્મ હોય તો પણ સંસાર નથી. કર્મ જડ છે, આત્મા ચૈતન્ય છે. એકલો ચેતન શું કરશે? આ ખેલમાં બે જણ સામેલ હોવા જોઈએ. એકની ઓળખાણ કરી, હવે બીજાની ઓળખાણની શરૂઆત આપણે કરીએ છીએ.
જગત તો અદ્ભુત છે. જગતમાં કેટલાં બધાં પ્રાણીઓ? કેટલા જન્મ લેવાનાં સ્થળો, કેટલી અદ્ભુત ઘટનાઓ, કેટલા બધા બનાવો, ભાવો, વિકારો અને કેટલી બધી વૃત્તિઓ અને વાંછનાઓ. કેવી પસંદગી અને નાપસંદગી, જાતજાતના સ્વભાવ, કેટલીયે જાતના સંસ્કારો હોય છે. એક ઘરમાં દસ જણાં હોય પણ દસેના સંસ્કાર સરખા ન હોય. દરેકની પ્રકૃતિ પણ જુદી હોય. અને દરેકની આકૃતિ પણ જુદી હોય અને દરેકનો વ્યવહાર પણ જુદો હોય. એકને ગમે તેટલું તમે કહો તો પણ ટાઢો બરફ જેવો, અને બીજાને જરાક કહો ત્યાં ઊકળી ઊઠે. આ બધા ઘરમાં સાથે રહે પરંતુ બધાના સંસ્કાર જુદા જુદા. બધાંના ખેલ જુદા જુદા છે. આની પાછળ કોણ છે ? આ બધાની પાછળ બે પાર્ટનર છે. એકનું નામ આત્મા અને બીજાનું નામ કર્મ. આ બન્નેના સંયોગથી જગતમાં ખેલ થઈ રહ્યો છે. કર્મ છે” એમ જૈન દર્શનને કહેવું છે પરંતુ તે કહેતા પહેલા શિષ્ય કેટલાક વિકલ્પો આપે છે. હવે શિષ્યના પક્ષની વાત આપણે કરીએ છીએ.
* કર્તા જીવ ન કર્મનો, કર્મ જ કર્તા કર્મ;
અથવા સહજ સ્વભાવ કાં, કર્મ જીવનો ધર્મ આ નાનકડી ગાથા ચાર ભાગમાં છે. (૧) જીવ કર્મનો કર્તા નથી. (૨) કર્મ જ કર્મનો કર્તા છે, (૩) અથવા કર્મ એ જીવનો સહજ સ્વભાવ છે. (૪) કર્મ જ જીવનો ધર્મ છે. તમારે આ રીતથી જોવું પડશે. ફ્રન્ટીયર મેલની જેમ દોડશો તો નહીં સમજાય. - પહેલા ભાગમાં શિષ્ય કહે છે કે આત્મા કર્મનો કર્તા નથી. આ બહુ મહત્ત્વની વાત છે. જો આત્મા કર્મનો કર્તા નથી તેમ નક્કી થઈ જાય, તો કર્મ નિમિત્તે જે કંઈ ઉપાધિ થઈ છે, તેનું નિરાકરણ કરવાની જવાબદારી આપણી નહિ રહે. તમે કોઈ પાસેથી હજાર રૂપિયા લીધા હતા, તેનું વ્યાજ ઘણું થયું. તમે કોઈને પૂછ્યું કે હવે શું કરવું? વ્યાજ ઘણું છે આપતાં બહુ ભારે પડે તેમ છે. તેણે કહ્યું કે મૂડી લીધી જ નથી એમ કહી દે. ના પાડી દે. ઉપાધિ ગઈ. પરંતુ આ સારું ન કહેવાય. જ્ઞાની પુરુષો કહે છે કે તમે હજાર રૂપિયા લીધા છે તેમ સ્વીકારવું પડે. તમે જીવનમાં જે કંઈ કર્યું છે તેનો સ્વીકાર કરો તો આ બધા ઉપાયો છે. કર્મનો સ્વીકાર કરો પછી જ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org