________________
૧૫૮
પ્રવચન ક્રમાંક - ૫૩, ગાથા ક્રમાંક - ૭૦ સાધના કરી શકશો. સાધના થશે આત્મામાં. કર્મમાં નહિ થાય. કર્મનો તો નિકાલ કરવાનો છે. જેણે બાંધ્યાં તેને નિકાલ કરવાનો છે. પરંતુ સાહેબ ! આત્મા કર્મનો કર્તા જ નથી તો નિકાલ કરવાનું અમારા ઉપર કેમ આવે? પહેલી વાત તો એ જ કહીએ છીએ કે આત્મા કર્મનો કર્તા નથી. આ વાત જો સાચી ઠરી જાય તો બધી મથામણ, પ્રત્યક્ષ સદ્દગુરુ, પરોક્ષ સદ્ગુરુ, આસનો અને સાધનાઓ બધું છૂટી જાય. આત્મા કર્મનો કર્તા નથી તો બહુ નિરાંત થઈ જાય.
પહેલી વાત, દરેક દેહધારી જીવો જુદા જુદા દેખાય છે. એ સુખ દુઃખ પામે છે. સંયોગો જુદા જુદા ભોગવે છે. એ બધું શેના કારણે થાય છે? કેમ થાય છે? અમે કહીએ છીએ કે એનું કારણ તમે પોતે છો. શિષ્ય તો એમ જ કહે છે કે કર્મનો કર્તા આત્મા નથી. આગળ આ વાતનું સદ્ગુરુ સમાધાન કરશે. બહુ એકાગ્રતાથી, બહુ તન્મયતાથી, આ વાત સમજજો. એક વખત આત્મસિદ્ધિ સમજી લીધી હશે તો ૧૪ પૂર્વના દરિયામાં તમે નાનકડી હોડી લઈ તરી શકશો. ચૌદપૂર્વનો દરિયો તરવા માટે આત્મસિદ્ધિ શાસ્ત્ર મજબૂત નૌકા છે. એવો કોઈ સિદ્ધાંત નથી કે જેની વાત આત્મસિદ્ધિમાં થઈ ન હોય.
જગતમાં સુખ છે, દુઃખ છે, જાતજાતનાં પ્રાણીઓ છે. જાતજાતના બનાવો છે. જાતજાતની ઘટનાઓ છે. તો તેનું કારણ શું? અમે કહીએ છીએ કે તેનું કારણ કર્મ છે. તેની સ્પષ્ટતા આગળ થશે.
ધન્યવાદ!આટલીધીરજપૂર્વક સાંભળ્યું તે માટે ધન્યવાદ.દરેકના અંતરમાં રહેલા પરમાત્માને મારા પ્રેમપૂર્વક નમસ્કાર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org